GSEB Class 7 Social Science Important Questions Chapter 17 જાતિગત ભિન્નતા

Gujarat Board GSEB Class 7 Social Science Important Question Chapter 17 જાતિગત ભિન્નતા Important Questions and Answers.

GSEB Class 7 Social Science Important Questions Chapter 17 જાતિગત ભિન્નતા

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો:

પ્રશ્ન 1.
સમાજમાં પ્રવર્તતા ભેદભાવની અસર લાંબા ગાળે કોની ઉપર પડે છે?
A.રાજ્યવ્યવસ્થા ઉપર
B.અર્થવ્યવસ્થા ઉપર
C.શિક્ષણવ્યવસ્થા ઉપર
D.સમાજવ્યવસ્થા ઉપર
ઉત્તર:
D.સમાજવ્યવસ્થા ઉપર

પ્રશ્ન 2.
કઈ માન્યતા પ્રમાણે આજે પણ કેટલાક વિસ્તારોમાં કન્યાઓને શિક્ષણનો અધિકાર પ્રાપ્ત કરવામાં અગવડો પડે છે?
A.સામાજિક
B.રૂઢિગત
C.પૌરાણિક
D.ધાર્મિક
ઉત્તર:
B.રૂઢિગત

પ્રશ્ન 3.
કોના પરિણામે કન્યાઓ આગળ શિક્ષણ મેળવી શકતી નથી?
A.મોંઘવારીના
B.ઉંમરના
C.બાળલગ્નોના
D.કાયદાઓના
ઉત્તર:
C.બાળલગ્નોના

પ્રશ્ન 4.
શું નાબૂદ કરવામાં આવે તો ઘણી સમસ્યાઓ નિવારી શકાય?
A.જાતિગત ભેદભાવ
B.ધાર્મિક ભેદભાવ
C.સામાજિક ભેદભાવ
D.આર્થિક ભેદભાવ
ઉત્તર:
A.જાતિગત ભેદભાવ

પ્રશ્ન 5.
જાતિગત ભિન્નતાની ખાસ અસર મોટા ભાગે ક્યાં જોવા મળે છે?
A.શાળામાં
B.મંદિરોમાં
C.ગામડાંમાં
D.શહેરોમાં
ઉત્તર:
C.ગામડાંમાં

GSEB Class 7 Social Science Important Questions Chapter 17 જાતિગત ભિન્નતા

પ્રશ્ન 6.
નીચેના પૈકી કઈ બાબતમાં મહિલાઓની સંખ્યા ઓછી છે?
A.તબીબ
B.ઇજનેર
C.વકીલ
D.પોલીસ
ઉત્તર:
D.પોલીસ

પ્રશ્ન 7.
મકાનને ઘર’ બનાવવાનું કામ કોના દ્વારા જ શક્ય બને છે?
A.બાળકો દ્વારા
B.મહિલા દ્વારા
C.કડિયા દ્વારા
D.પુરુષ દ્વારા
ઉત્તર:
B.મહિલા દ્વારા

પ્રશ્ન 8.
નીચેના પૈકી કઈ યોજના નારી સશક્તીકરણ માટે મહત્ત્વની છે?
A.પ્રૉડકટ ઇન ઇન્ડિયા
B.સ્ટાર્ટઅપ ઇન્ડિયા’
C.ઇન્ડિયા ફર્સ્ટ
D.મેક ઇન ગુજરાત’
ઉત્તર:
B.સ્ટાર્ટઅપ ઇન્ડિયા’

પ્રશ્ન 9.
ભારતનાં પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ બનવાનું ગૌરવ કોણે મેળવ્યું હતું?
A.પ્રતિભાસિંહ પાટીલ
B.સુષ્મા સ્વરાજ
C.ઇન્દિરા ગાંધી
D.શ્રીમતી સુમિત્રા મહાજન
ઉત્તર:
A.પ્રતિભાસિંહ પાટીલ

પ્રશ્ન 10.
આપણા દેશનાં પ્રથમ મહિલા વડા પ્રધાન કોણ હતાં?
A.ઇન્દિરા ગાંધી
B.શ્રીમતી મીરાકુમાર
C.સુષ્મા સ્વરાજ
D.પ્રતિભાસિંહ પાટીલ
ઉત્તર:
A.ઇન્દિરા ગાંધી

પ્રશ્ન 11.
આપણા દેશના પ્રથમ મહિલા વિદેશમંત્રી કોણ બન્યાં હતાં?
A.પ્રતિભાસિંહ પાટીલ
B.ઇન્દિરા ગાંધી
C.સુષ્મા સ્વરાજ
D.સરોજિની નાયડુ
ઉત્તરઃ
C.સુષ્મા સ્વરાજ

પ્રશ્ન 12.
સૌથી નાની ઉંમરે હરિયાણા રાજ્ય સરકારના કૅબિનેટ મંત્રી બનવાનું ગૌરવ કોણે પ્રાપ્ત કર્યું હતું?
A.શ્રીમતી મીરાકુમારે
B.શ્રીમતી સુમિત્રા મહાજને
C.વિજયાલક્ષ્મી પંડિતે
D.સુષ્મા સ્વરાજે
ઉત્તરઃ
D.સુષ્મા સ્વરાજે

પ્રશ્ન 13.
વિશ્વમાં સ્વર સામ્રાજ્ઞી તરીકે પોતાની આગવી ઓળખ કોણે મેળવી છે?
A.આશા મંગેશકરે
B.આશા ભોંસલેએ
C.અનુરાધા પૌંડવાલે
D.લતા મંગેશકરે
ઉત્તરઃ
D.લતા મંગેશકરે

પ્રશ્ન 14.
નીચેના પૈકી કોણ મૂળ ભારતીય અવકાશયાત્રી હતાં?
A.સુમતિ ચાવલા
B.કલ્પના ચાવલા
C.અમૃતા ચાવલા
D.સુનીતા ચાવલા
ઉત્તરઃ
B.કલ્પના ચાવલા

પ્રશ્ન 15.
નીચેના પૈકી કયા મહિલા ખેલાડીએ કૉમનવેલ્થ ગેમમાં ભારતને સુવર્ણચંદ્રક અપાવ્યો હતો?
A.સરિતા ગાયકવાડે
B.ચાંદની પટવાએ
C.અનિશા શાહ
D.ભાવના પરીખે
ઉત્તરઃ
A.સરિતા ગાયકવાડે

GSEB Class 7 Social Science Important Questions Chapter 17 જાતિગત ભિન્નતા

પ્રશ્ન 16.
ગુજરાત સરકારે કયા મહિલા ખેલાડીની કન્યા-કેળવણી માટેના એમ્બેસેડર તરીકે પસંદગી કરી છે?
A.કૃપાલી પટેલની
B.રઝિયા શેખની
C.સરિતા ગાયકવાડની
D.કીર્તિદા પટેલની
ઉત્તરઃ
C.સરિતા ગાયકવાડની

પ્રશ્ન 17.
ભારતમાં પ્રથમ વસ્તીગણતરી કઈ સાલમાં થઈ હતી?
A.ઈ. સ. 1871માં
B.ઈ. સ. 1881માં
C.ઈ. સ. 1891માં
D.ઈ. સ. 1901માં
ઉત્તરઃ
B.ઈ. સ. 1881માં

પ્રશ્ન 18.
કેન્દ્ર સરકાર દ્વારા દર કેટલા વર્ષે વસ્તીગણતરી કરવામાં આવે છે?
A.5 વર્ષે
B.8 વર્ષે
C.10 વર્ષે
D.15 વર્ષે
ઉત્તરઃ
C.10 વર્ષે

પ્રશ્ન 19.
ગુજરાતમાં શહેરી વિસ્તારમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે?
A.949
B.880
C.886
D.906
ઉત્તરઃ
B.880

પ્રશ્ન 20.
ગુજરાતમાં ગ્રામીણ વિસ્તારમાં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી છે?
A.949
B.852
C.906
D.880
ઉત્તરઃ
A.949

પ્રશ્ન 21.
ગુજરાતમાં દર હજાર પુરુષોએ કુલ જાતિ-પ્રમાણ કેટલું છે?
A.949
B.943
C.929
D.919
ઉત્તરઃ
D.919

પ્રશ્ન 22.
ભારતમાં દર હજાર પુરુષોએ કુલ જાતિ-પ્રમાણ કેટલું છે?
A.943
B.949
C.914
D.906
ઉત્તરઃ
A.943

પ્રશ્ન 23.
ગુજરાતમાં દર હજાર પુરુષોએ ગ્રામીણ વિસ્તારમાં 0 – 6 વર્ષની ઉંમર મુજબ જાતિ-પ્રમાણ કેટલું છે?
A.852
B.886
C.906
D.919
ઉત્તરઃ
C.906

પ્રશ્ન 24.
ભારતમાં દર હજાર પુરુષોએ શહેરી વિસ્તારમાં 0 – 6 વર્ષની ઉંમર મુજબ જાતિ-પ્રમાણ કેટલું છે?
A.902
B.852
C.886
D.880
ઉત્તરઃ
A.902

પ્રશ્ન 25.
ભારતમાં દર હજાર પુરુષોએ ગ્રામીણ વિસ્તારમાં 0 – 6 વર્ષની ઉંમર મુજબ જાતિ-પ્રમાણ કેટલું છે?
A.943
B.919
C.949
D.902
ઉત્તરઃ
B.919

GSEB Class 7 Social Science Important Questions Chapter 17 જાતિગત ભિન્નતા

પ્રશ્ન 26.
ગુજરાતમાં દર હજાર પુરુષોએ શહેરી વિસ્તારમાં 0 – 6 વર્ષની ઉંમર મુજબ જાતિ-પ્રમાણ કેટલું છે?
A.919
B.880
C.886
D.852
ઉત્તરઃ
D.852

પ્રશ્ન 27.
ભારતમાં ઈ. સ. 1901માં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી?
A.950
B.934
C.972
D.940
ઉત્તરઃ
C.972

પ્રશ્ન 28.
ભારતમાં ઈ. સ. 1951માં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી?
A.950
B.946
C.955
D.940
ઉત્તરઃ
B.946

પ્રશ્ન 29.
ભારતમાં ઈ. સ. 2001માં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી?
A.933
B.926
C.934
D.941
ઉત્તરઃ
A.933

પ્રશ્ન 30.
ભારતમાં ઈ. સ. 2011માં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી?
A.934
B.926
C.933
D.940
ઉત્તરઃ
D.940

પ્રશ્ન 31.
અંગ્રેજ સરકાર સામે ગાંધીબાપુના નેતૃત્વ હેઠળ થયેલાં વિવિધ આંદોલનોમાં ગુજરાત સહિત દેશભરમાં કોની સાથે અનેક મહિલાઓ જોડાઈ હતી?
A.વિનોબા
B.સાદોબા
C.કસ્તૂરબા
D.સરોજિની નાયડુ
ઉત્તરઃ
C.કસ્તૂરબા

પ્રશ્ન 32.
ભારતના કયા રાજ્યમાં મહિલાએ દારૂબંધી કરાવવા સરકાર સામે સફળ આંદોલન કર્યું હતું?
A.બિહારમાં
B.ગુજરાતમાં
C.પંજાબમાં
D.ઉત્તર પ્રદેશમાં
ઉત્તરઃ
A.બિહારમાં

યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરોઃ

1. આપણો દેશ અનેક પ્રકારની …………………………………. ધરાવતો દેશ છે.
ઉત્તર:
ભિન્નતાઓ

2. ભારતમાં છોકરા-છોકરીઓને …………………………. માં સમાન અધિકાર આપવામાં આવ્યો છે.
ઉત્તર:
શિક્ષણ

3. …………………………….. ના પરિણામે છોકરીઓ આગળ શિક્ષણ મેળવી શકતી નથી.
ઉત્તર:
બાળલગ્નો

4. આપણા દેશમાં ……………………………. ભેદભાવ (ભિન્નતા) નાબૂદ થાય તો ઘણી સમસ્યાઓનું સમાધાન થઈ શકે છે.
ઉત્તર:
જાતિગત

5. ભારતમાં એક જ કામ માટે ………………………….. ને ક્યારેક પુરુષો કરતાં ઓછું મહેનતાણું અપાય છે.
ઉત્તર:
સ્ત્રીઓ

6. સરકારી મદદને કારણે ………………………………… માટે ઉચ્ચ શિક્ષણ સરળ અને સહજ બન્યું છે.
ઉત્તર:
દિકરીઓ

GSEB Class 7 Social Science Important Questions Chapter 17 જાતિગત ભિન્નતા

7. ભારતીય માન્યતા પ્રમાણે પોતાનો વારસો આગળ ધપાવવા તે માટે ……………………….. ને મહત્ત્વ આપવામાં આવતું હતું.
ઉત્તર:
પુત્રજન્મ

8. દીકરીને જન્મ પહેલાં જ મારી નાખવા સામે સરકારે ………………………… કાયદો બનાવ્યો છે.
ઉત્તર:
ભૂણ – હત્યા વિરોધી

9. મકાનને ‘ઘર’ બનાવવાનું કામ ……………………….. દ્વારા જ શક્ય બને છે.
ઉત્તર:
મહિલા

10. આધુનિક સમયમાં પોતાની આગવી ઓળખ ઊભી કરવામાં ……………………….. સફળ રહી છે.
ઉત્તર:
મહિલાઓ

11. નારી સશક્તીકરણ માટે ‘………………………………..’ અને ‘…………………………’ અંતર્ગત અનેક યોજનાઓ ચાલે છે.
ઉત્તર:
સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા

12. મહિલાઓને ………………………………… શરૂ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે.
ઉત્તર:
ઉદ્યોગ

13. …………………………….. આપણા દેશનાં પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ હતાં.
ઉત્તર:
પ્રતિભાસિંહ પાટીલ

14. …………………………. આપણા દેશનાં પ્રથમ વડા પ્રધાન હતાં.
ઉત્તર:
ઇન્દિરા ગાંધી

15. ………………………………… એક લોખંડી મહિલા આગેવાન તરીકે વિશ્વમાં ઓળખાય છે.
ઉત્તર:
ઇન્દિરા ગાંધી

16. ………………………………….. આપણા દેશનાં પ્રથમ મહિલા વિદેશમંત્રી હતાં.
ઉત્તર:
સુષ્મા સ્વરાજ

17. વિશ્વમાં ………………………… સ્વર સામ્રાજ્ઞી તરીકે ઓળખાય છે.
ઉત્તર:
લતા મંગેશકર

18. લતા મંગેશકરે વિવિધ ભાષામાં ………… હજાર કરતાં પણ વધારે ગીતો ગાયાં છે.
ઉત્તર:
40

19. ભારત સરકારે લતા મંગેશકરને ‘…………………………….’ થી સમ્માનિત કર્યા છે.
ઉત્તર:
ભારતરત્ન

20. કલ્પના ચાવલા મૂળ ભારતીય ……………………………. હતાં.
ઉત્તર:
અવકાશયાત્રી

21. …………………………….. કૉમનવેલ્થ ગેમમાં ભારતને સુવર્ણચંદ્રક અપાવ્યો છે.
ઉત્તર:
સરિતા ગાયકવાડે

22. ગુજરાત સરકારે સરિતા ગાયકવાડને ………………………… માટેના એમ્બેસેડર તરીકે પસંદ કરી છે.
ઉત્તર:
કન્યા-કેળવણી

23. ભારતમાં પ્રથમ વસ્તીગણતરી ઈ. સ. ……………………. માં હાથ ધરાઈ હતી.
ઉત્તર:
1881

24. ભારતમાં છેલ્લી વસ્તીગણતરી ઈ. સ …………………….. માં થઈ હતી.
ઉત્તર:
2011

25. કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં દર ……………………….. વર્ષે વસ્તીગણતરી કરવામાં આવે છે.
ઉત્તર:
10

26. ભારતમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તારમાં ……………………………. ના પ્રમાણમાં ખૂબ મોટો તફાવત જોવા મળે છે.
ઉત્તર:
જન્મ

27. ભારતમાં ઈ. સ. 1901માં પ્રતિ હજાર પુરુષો સામે સ્ત્રીઓની ………………………… હતી.
ઉત્તર:
972

28. સમગ્ર દેશમાં અસંખ્ય મહિલાઓ …………………………… સાથે ગાંધીજીનાં આંદોલનમાં જોડાઈ હતી.
ઉત્તર:
કસ્તૂરબા

29. …………………………….. માં મહિલાઓએ દારૂબંધી કરાવવા માટે સરકાર – સામે સફળ આંદોલન કર્યું હતું.
ઉત્તર:
બિહાર

GSEB Class 7 Social Science Important Questions Chapter 17 જાતિગત ભિન્નતા

નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:

1. સમાજમાં પ્રવર્તતા ભેદભાવની અસર લાંબા ગાળે સમાજ વ્યવસ્થા પર પડે છે.
ઉત્તર:
ખરું

2. બાળલગ્ન એક કુરિવાજ છે.
ઉત્તર:
ખરું

૩. જાતિગત સમાનતા નાબૂદ થાય તો ઘણી સમસ્યાઓ હલ થઈ શકે.
ઉત્તર:
ખોટું

4. એક જ કામ માટે સ્ત્રીઓને ક્યારેક પુરુષો કરતાં વધારે મહેનતાણું આપવામાં આવે છે.
ઉત્તર:
ખોટું

5. જાતિગત ભિન્નતાની અસર મોટા ભાગે શહેરોમાં જોવા મળે છે.
ઉત્તર:
ખોટું

6. ગર્ભમાં દીકરો કે દીકરીનું પરીક્ષણ કરવું એ ગુનો બને છે.
ઉત્તર:
ખરું

7. ભારતીય સમાજમાં છોકરાઓ અને છોકરીઓના ઉછેરની બાબતમાં ભિન્નતા પ્રવર્તે છે.
ઉત્તર:
ખરું

8. સરકારના પ્રયત્નોને લીધે આજે આપણા સૈન્ય અને પોલીસમાં કન્યાઓની સંખ્યામાં વધારો થયો છે.
ઉત્તર:
ખરું

GSEB Class 7 Social Science Important Questions Chapter 17 જાતિગત ભિન્નતા

9. એક મકાનને ‘ઘર’ બનાવવાનું કામ પુરુષ દ્વારા જ શક્ય બને છે.
ઉત્તર:
ખોટું

10. આધુનિક સમયમાં મહિલાઓ પોતાની આગવી ઓળખ ઊભી કરવામાં સફળ રહી છે.
ઉત્તર:
ખરું

11. સરકારે ભૂણ હત્યા વિરોધી કાયદો બનાવ્યો છે.
ઉત્તર:
ખરું

12. ભારતીય સમાજમાં પુત્રી જન્મને મહત્ત્વ આપવામાં આવે છે.
ઉત્તર:
ખોટું

13. બાળલગ્નની અસર સ્ત્રીના સ્વાથ્ય પર પણ પડતી હોય છે.
ઉત્તર:
ખરું

14. આપણા દેશમાં અનેક મહિલાઓએ વિશિષ્ટ સિદ્ધિ મેળવી છે.
ઉત્તર:
ખરું

15. નારી સશક્તીકરણ માટે અનેક ખાનગી સંસ્થાઓ કામ કરે છે.
ઉત્તર:
ખોટું

16. શ્રીમતી ઇન્દિરા ગાંધી આપણા દેશના પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ હતાં.
ઉત્તર:
ખોટું

17. શ્રીમતી ઇન્દિરા ગાંધી લોખંડી મહિલા તરીકે વિશ્વમાં ઓળખાતાં હતાં.
ઉત્તર:
ખરું

18. સુષ્મા સ્વરાજ આપણા દેશનાં પ્રથમ મહિલા વિદેશમંત્રી બન્યાં હતાં.
ઉત્તર:
ખરું

19. સુષ્મા સ્વરાજે નાની ઉંમરે ઉત્તર પ્રદેશ રાજ્ય સરકારના કૅબિનેટ મંત્રી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું.
ઉત્તર:
ખોટું

20. લતા મંગેશકરે વિવિધ ભાષામાં એક લાખ જેટલાં ગીતો ગાયાં છે.
ઉત્તર:
ખોટું

21. કલ્પના ચાવલા મૂળ ભારતીય હતાં.
ઉત્તરઃ
ખરું

22. કલ્પના ચાવલા અવકાશયાત્રી હતાં.
ઉત્તરઃ
ખરું

23. સરિતા ગાયકવાડે એશિયન ગેમમાં સુવર્ણચંદ્રક મેળવ્યો હતો.
ઉત્તરઃ
ખોટું

GSEB Class 7 Social Science Important Questions Chapter 17 જાતિગત ભિન્નતા

24. ગુજરાત સરકારે સરિતા ગાયકવાડની કન્યા-કેળવણી માટેના એમ્બેસડર તરીકે પસંદગી કરી છે.
ઉત્તરઃ
ખરું

25. ભારતમાં જે વર્ષમાં એકમનો અંક એક હોય તે વર્ષે વસ્તી ગણતરી કરવામાં આવે છે.
ઉત્તરઃ
ખરું

26. ભારતમાં પ્રથમ વસ્તીગણતરી ઈ. સ. 1901માં થઈ હતી.
ઉત્તરઃ
ખોટું

27. ભારતમાં છેલ્લી વસ્તીગણતરી ઈ. સ. 2011માં થઈ હતી.
ઉત્તરઃ
ખરું

28. કેન્દ્ર સરકાર દ્વારા દર 15 વર્ષે વસ્તીગણતરી કરાવવામાં આવે છે.
ઉત્તરઃ
ખોટું

29. ભારતમાં સ્ત્રીઓ અને પુરુષોના જાતિ-પ્રમાણમાં સમાનતા પ્રવર્તે છે.
ઉત્તરઃ
ખોટું

30. ઈ. સ. 1901માં પ્રતિ હજાર પુરુષો સામે સ્ત્રીઓની સંખ્યા 972 હતી. તે ઈ. સ. 2011માં 940 થઈ હતી.
ઉત્તરઃ
ખરું

31. આઝાદી મેળવવા અંગ્રેજો સામે કસ્તૂરબાના નેતૃત્વ નીચે વિવિધ આંદોલનો થયાં હતાં.
ઉત્તરઃ
ખોટું

32. બિહારમાં મહિલાઓએ દારૂબંધી કરાવવા માટે સરકાર સામે આંદોલન કર્યું હતું.
ઉત્તરઃ
ખરું

33. ઉનાળામાં ક્યારેક ગ્રામીણ વિસ્તારની બહેનો પાણી માટે આંદોલન કરે છે.
ઉત્તરઃ
ખોટું

બંધબેસતાં જોડકાં જોડોઃ

પ્રશ્ન 1.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
(1) ભારતનાં પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ (1) સુષ્મા સ્વરાજ
(2) ભારતનાં પ્રથમ મહિલા વડાપ્રધાન (2) શ્રીમતી પ્રતિભાસિંહ પાટીલ
(3) ભારતનાં પ્રથમ મહિલા વિદેશમંત્રી (3) કલ્પના ચાવલા
(4) ભારતીય મૂળનાં મહિલા અવકાશયાત્રી (4) શ્રીમતી ઇન્દિરા ગાંધી
(5) સુનીતા ચાવલા

ઉત્તર:

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
(1) ભારતનાં પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ (2) શ્રીમતી પ્રતિભાસિંહ પાટીલ
(2) ભારતનાં પ્રથમ મહિલા વડાપ્રધાન (4) શ્રીમતી ઇન્દિરા ગાંધી
(3) ભારતનાં પ્રથમ મહિલા વિદેશમંત્રી (1) સુષ્મા સ્વરાજ
(4) ભારતીય મૂળનાં મહિલા અવકાશયાત્રી (3) કલ્પના ચાવલા

નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપો:

પ્રશ્ન 1.
આપણા દેશમાં છોકરા અને છોકરીઓના ઉછેરમાં કઈ બાબત જોવા મળે છે?
ઉત્તરઃ
આપણા દેશમાં છોકરા અને છોકરીઓના ઉછેરમાં કેટલીક બાબતોમાં સમાનતા તો કેટલીક બાબતોમાં અસમાનતા જોવા મળે છે.

પ્રશ્ન 2.
આપણા દેશમાં છોકરા-છોકરીઓને કઈ બાબતમાં સમાન અધિકાર આપવામાં આવ્યો છે?
ઉત્તર:
આપણા દેશમાં છોકરા-છોકરીઓને શિક્ષણની બાબતમાં – સમાન અધિકાર આપવામાં આવ્યો છે.

GSEB Class 7 Social Science Important Questions Chapter 17 જાતિગત ભિન્નતા

પ્રશ્ન 3.
બાળલગ્નો થવાનું એક કારણ કયું છે?
ઉત્તર:
બાળલગ્નો થવાનું એક કારણ છોકરીઓને શિક્ષણનો – સમાન અધિકાર પ્રાપ્ત કરવામાં પડતી મુશ્કેલી કે અગવડ છે.

પ્રશ્ન 4.
બાળલગ્નોનું શું પરિણામ આવે છે?
ઉત્તર:
બાળલગ્નોને પરિણામે છોકરીઓ વધુ અભ્યાસ કરી શકતી નથી. તેમનો વિકાસ રુંધાઈ જાય છે તેમજ તેમનું સ્વાથ્ય કથળી જાય છે.

પ્રશ્ન 5.
સ્ત્રીઓ અને પુરુષોને એક જ કામ માટે અપાતા મહેનતાણામાં કયો ભેદભાવ રાખવામાં આવે છે?
ઉત્તર:
સ્ત્રીઓ અને પુરુષોમાંથી એક જ કામ માટે પુરુષો કરતાં ક્યારેક સ્ત્રીઓને ઓછું મહેનતાણું આપવામાં આવે છે.

પ્રશ્ન 6.
કયાં કયાં ક્ષેત્રોમાં મહિલાઓ સમાન રીતે કામ કરે છે?
ઉત્તર:
તબીબ, ઇજનેર, વકીલ, વિમાનચાલક, સરકારી નોકરીઓ વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ સમાન રીતે કામ કરે છે.

પ્રશ્ન 7.
ઈ. સ. 2011માં દેશમાં વસ્તીગણતરી થઈ હતી, તો હું હવે પછીની વસ્તીગણતરી કઈ સાલમાં થશે?
ઉત્તર:
ઈ. સ. 2011માં દેશમાં વસ્તીગણતરી થઈ હતી, તો હું હવે પછીની વસ્તીગણતરી ઈ. સ. 2021માં થશે.

પ્રશ્ન 8.
જાતીય ભિન્નતા મુખ્યત્વે ક્યાં જોવા મળે છે?
ઉત્તર:
જાતીય ભિન્નતા મુખ્યત્વે ગામડાંમાં જોવા મળે છે.

પ્રશ્ન 9.
દીકરીઓ માટે ઉચ્ચ શિક્ષણ શાથી સરળ અને સહજ બન્યું છે?
ઉત્તરઃ
સરકાર દ્વારા વિશેષ આર્થિક મદદ અને સગવડોને કારણે દીકરીઓ માટે ઉચ્ચ શિક્ષણ સરળ અને સહજ બન્યું છે.

પ્રશ્ન 10.
દીકરીને જન્મ પહેલાં જ મારી નાખવાનું શું પરિણામ આવ્યું?
ઉત્તર:
દીકરીને જન્મ પહેલાં જ મારી નાખવાને લીધે છોકરાછોકરીઓની સંખ્યામાં અસમાનતા સર્જાઈ. તેથી સરકારે ભૂણ-હત્યા વિરોધી કાયદો બનાવ્યો અને દીકરા કે દીકરીના ગર્ભના પરીક્ષણને કાનૂની ગુનો જાહેર કર્યો.

પ્રશ્ન 11.
ભારતીય સમાજના લોકો પોતાનો વંશ-વારસો જાળવી છું રાખવા માટે કોને મહત્ત્વ આપતા હતા?
ઉત્તર:
ભારતીય સમાજના લોકો પોતાનો વંશ-વારસો જાળવી છે રાખવા માટે સંતાનમાં પુત્રને જ મહત્ત્વ આપતા હતા.

પ્રશ્ન 12.
આજે મહિલાઓ કઈ કઈ બાબતોમાં અગ્રેસર જોવા મળે છે?
ઉત્તર:
આજે મહિલાઓ ઘરની સંભાળ અને બાળકોના ઉછેરની રે સાથે ઘરની અન્ય જવાબદારીઓ નિભાવવામાં અગ્રેસર રહી છે.

પ્રશ્ન 13.
આધુનિક સમયમાં મહિલાઓ કયા પડકારનો સામનો કરી રહી છે?
ઉત્તર:
આધુનિક સમયમાં મહિલાઓ આ પડકારનો સામનો કરી રહી છે : ઘરની પોતાની તમામ જવાબદારીઓ નિભાવવી તેમજ ઘરના સંચાલનમાં પણ આર્થિક જવાબદારી નિભાવવી.

પ્રશ્ન 14.
આધુનિક સમયમાં મહિલાઓ કયાં ક્યાં ક્ષેત્રોમાં જોડાઈ રહી છે?
ઉત્તર:
આધુનિક સમયમાં મહિલાઓ રમતગમત, ફિલ્મ, મનોરંજન, રાજકારણ, અવકાશ, વિજ્ઞાન અને સંશોધન, સંરક્ષણ વગેરે ક્ષેત્રોમાં જોડાઈ રહી છે.

GSEB Class 7 Social Science Important Questions Chapter 17 જાતિગત ભિન્નતા

પ્રશ્ન 15.
નારી સશક્તીકરણ માટે કઈ યોજનાઓ ચાલે છે?
ઉત્તર:
નારી સશક્તીકરણ માટે ‘સ્ટાર્ટઅપ ઇન્ડિયા’ અને ‘મેક ઇન ઇન્ડિયા’ અંતર્ગત અનેક યોજનાઓ ચાલે છે.

પ્રશ્ન 16.
આપણા દેશનાં પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ કોણ હતાં? તેમને શા માટે યાદ કરવામાં આવે છે?
ઉત્તર:
શ્રીમતી પ્રતિભાસિંહ પાટીલ આપણા દેશનાં પ્રથમ મહિલા રાષ્ટ્રપ્રમુખ હતાં. તેમની સરળતા અને સાદી જીવનશૈલી માટે તેમને યાદ કરવામાં આવે છે.
GSEB Class 7 Social Science Important Questions Chapter 17 જાતિગત ભિન્નતા 1

પ્રશ્ન 17.
આપણા દેશનાં પ્રથમ મહિલા વડા પ્રધાન કોણ હતાં? તેમણે કયો ભવ્ય વિજય હાંસલ કર્યો હતો?
ઉત્તર:
શ્રીમતી ઇન્દિરા ગાંધી આપણા દેશના પ્રથમ મહિલા વડા પ્રધાન હતાં. ઈ. સ. 1971માં તેમણે પાકિસ્તાન સાથેના યુદ્ધમાં ભવ્ય વિજય મેળવ્યો હતો.
GSEB Class 7 Social Science Important Questions Chapter 17 જાતિગત ભિન્નતા 2

પ્રશ્ન 18.
આપણા દેશના પ્રથમ મહિલા વિદેશમંત્રી કોણ હતાં? તેમણે નાની ઉંમરે કયું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું?
ઉત્તર:
શ્રીમતી સુષ્મા સ્વરાજ આપણા દેશના પ્રથમ મહિલા વિદેશમંત્રી હતાં. તેમણે નાની ઉંમરે હરિયાણા રાજ્ય સરકારના કૅબિનેટ મંત્રી બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું.
GSEB Class 7 Social Science Important Questions Chapter 17 જાતિગત ભિન્નતા 3

પ્રશ્ન 19.
વિશ્વમાં સ્વર સામ્રાજ્ઞી તરીકે કોણ ઓળખાય છે? તેમણે કેટલાં ગીતો ગાયાં છે?
ઉત્તર:
લતા મંગેશકર વિશ્વમાં સ્વર સામ્રાજ્ઞી તરીકે ઓળખાય છે. તેમણે વિવિધ ભાષામાં 40 હજાર કરતાં વધારે ગીતો ગાયાં છે.
GSEB Class 7 Social Science Important Questions Chapter 17 જાતિગત ભિન્નતા 4

પ્રશ્ન 20.
ભારત સરકારે લતા મંગેશકરને કયા સર્વોચ્ચ અવૉર્ડથી સમ્માનિત કર્યા છે?
ઉત્તર:
ભારત સરકારે લતા મંગેશકરને ભારતરત્ન’ના સર્વોચ્ચ અવૉર્ડથી સમ્માનિત કર્યા છે.

પ્રશ્ન 21.
ભારતીય મૂળનાં કયાં અવકાશયાત્રીનું નામ અવકાશ સાથે હંમેશાં જોડાયેલ રહેશે?
ઉત્તર:
ભારતીય મૂળનાં અવકાશયાત્રી કલ્પના ચાવલાનું નામ અવકાશ સાથે હંમેશાં જોડાયેલ રહેશે. અવકાશયાત્રા પૂર્ણ કરીને પરત ફરતાં થયેલા અકસ્માતમાં તેમનું અવસાન થયું હતું.
GSEB Class 7 Social Science Important Questions Chapter 17 જાતિગત ભિન્નતા 5

પ્રશ્ન 22.
કૉમનવેલ્થ ગેમમાં ભારતને કોણે સુવર્ણચંદ્રક અપાવ્યો હતો? ગુજરાત સરકારે તેમને શાના માટે પસંદ કર્યા છે?
ઉત્તર:
સરિતા ગાયકવાડે કૉમનવેલ્થ ગેમમાં ભારતને સુવર્ણચંદ્રક અપાવ્યો હતો. ગુજરાત સરકારે તેમને કન્યાકેળવણી માટેના ઍમ્બેસેડેર તરીકે એક પસંદગી કર્યા છે.
GSEB Class 7 Social Science Important Questions Chapter 17 જાતિગત ભિન્નતા 6

પ્રશ્ન 23.
આપણા દેશમાં વસ્તીગણતરી ક્યારે કરવામાં આવે છે?
ઉત્તર:
આપણા દેશમાં જે વર્ષમાં એકમનો અંક એક હોય તે વર્ષમાં વસ્તીગણતરી કરવામાં આવે છે.

પ્રશ્ન 24.
ભારતમાં પ્રથમ વસ્તીગણતરી ક્યારે થઈ હતી? છેલ્લી વસ્તીગણતરી ક્યારે થઈ હતી?
ઉત્તર:
ભારતમાં પ્રથમ વસ્તીગણતરી ઈ. સ. 1881માં થઈ હતી. છેલ્લી વસ્તીગણતરી ઈ. સ. 2011માં થઈ હતી.

પ્રશ્ન 25.
ઈ. સ. 1901માં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા કેટલી હતી? ઈ. સ. 2011માં તે સંખ્યા કેટલી થઈ હતી?
ઉત્તર:
ઈ. સ. 1901માં દર હજાર પુરુષોએ સ્ત્રીઓની સંખ્યા 972 હતી. ઈ. સ. 2011માં તે સંખ્યા 940 થઈ હતી.

પ્રશ્ન 26.
આઝાદી મેળવવા માટે અંગ્રેજોની સામે કોના નેતૃત્વ નીચે આંદોલનો થયાં હતાં?
ઉત્તર:
આઝાદી મેળવવા માટે અંગ્રેજોની સામે મહાત્મા ગાંધીજીના નેતૃત્વ નીચે આંદોલનો થયાં હતાં.

GSEB Class 7 Social Science Important Questions Chapter 17 જાતિગત ભિન્નતા

પ્રશ્ન 27.
બિહારમાં મહિલાઓએ કોની સામે, શા માટે આંદોલન કર્યું હતું?
ઉત્તર:
બિહારમાં મહિલાઓએ સરકાર સામે દારૂબંધી કરાવવા માટે સફળ આંદોલન કર્યું હતું.

ટૂંક નોંધ લખો :

પ્રશ્ન 1.
ગૃહિણીનું જીવન
ઉત્તર:
ગૃહિણી ચાર દીવાલો ધરાવતા મકાનને ‘ઘર’ બનાવે ૨ છે. ગૃહિણી ગૃહમ્ ૩ અર્થાત્ ગૃહિણીને ઘર કહેવાય છે. તે ઘરનાં સઘળાં કામ કરે છે; મહેમાનોનું સ્વાગત કરે છે; બાળકોનો 3 ઉછેર કરે છે; વડીલોની સેવા કરે છે. આમ, મહિલાઓ ઘરની બધી જવાબદારીઓ નિભાવીને કુટુંબનાં માન, મર્યાદા અને ૨પ્રતિષ્ઠા જાળવે છે, આજની શિક્ષિત ગૃહિણી ઘરની જવાબદારીની 5 સાથે પોતાના મનપસંદ ક્ષેત્રમાં નોકરી કે વ્યવસાય કરીને ઘરની આર્થિક જવાબદારી નિભાવવામાં પોતાનો સહયોગ આપે છે. ૨હાલના સમયમાં મહિલાઓ વિવિધ ક્ષેત્રોમાં નોંધપાત્ર સિદ્ધિ ૨હાંસલ કરીને પોતાની આગવી ઓળખ ઊભી કરી રહી છે.

રમતગમત, ફિલ્મ, મનોરંજન, રાજકારણ, અવકાશ, વિજ્ઞાન અને સંશોધન વગેરે ક્ષેત્રોમાં મહિલાઓ કામ કરી રહી છે. દેશના 3 સંરક્ષણ જેવી કઠોર મનાતી કામગીરીમાં જોડાઈને મહિલાઓ પ્રશસ્ય ૨ફરજો નિભાવી રહી છે.

પ્રશ્ન 2.
મહિલા આંદોલનો
ઉત્તર:
ઈ. સ. 1947 પહેલાં આઝાદી મેળવવા અંગ્રેજો સામે ૨ મહાત્મા ગાંધીજીના નેતૃત્વ નીચે અનેક પ્રકારનાં આંદોલનો { થયાં હતાં. ગુજરાત સહિત દેશની અસંખ્ય મહિલાઓ કસ્તૂરબા સાથે એ આંદોલનમાં જોડાઈ હતી. આઝાદી પછી દેશનાં જુદાં જુદા રાજ્યોમાં મહિલાઓએ નાનાં-મોટાં આંદોલનો કર્યા છે. બિહારમાં મહિલાઓએ રાજ્યમાં દારૂબંધી કરાવવા સરકાર સામે { આંદોલન કરી સફળતા મેળવી હતી. કેટલીક વાર ઉનાળામાં ૨ શહેર વિસ્તારની મહિલાઓ પાણી માટે આંદોલનો કરે છે. મોટા { ભાગનાં રાજ્યોમાં મહિલાઓ પોતાના પ્રશ્નો માટે આંદોલનો કરે છે. ગુજરાત રાજ્યમાં પગારવધારા માટે આંગણવાડી બહેનોએ 3 આંદોલન કર્યું હતું.

કોઈ મહિલા આંદોલન વિશે વિચારો અને લખોઃ તે મહિલા આંદોલન વિશે તમે શું શું જાણો છો
ઉત્તર:
પાંચ વર્ષ અગાઉ ગુજરાત રાજ્યની આંગણવાડીમાં. કામ કરતી મહિલાઓએ આંદોલન ચલાવ્યું હતું.

તે આંદોલન શા માટે કરવામાં આવ્યું હતું?
ઉત્તર:
તે આંદોલન પગાર વધારા માટે કરવામાં આવ્યું હતું.

તે આંદોલનથી શી અસર થઈ ?
ઉત્તર:
ગુજરાત સરકારે આંગણવાડી મહિલાઓની પગાર વધારા માટેની માગણી મહદ્અંશે સ્વીકારીને પગાર વધારી આપ્યો હતો.

પ્રશ્ન 1.
શાળા-કાર્યક્રમમાં છોકરાઓ અને છોકરીઓની પ્રવૃત્તિઓની નોંધ કરો :
ઉત્તર :
છોકરાઓ જ કામ કરતા હોય તેવી બાબતો છોકરીઓ જ કામ કરતી હોય તેવી બાબતો

(1) બેઠક વ્યવસ્થા (1) સાફ-સફાઈ
(2) સ્ટેજની ગોઠવણી (2) સ્ટેજનો શણગાર
(3) સરસામાનની હેરફેર (3) પાણીની વ્યવસ્થા
(4) મહેમાનો માટે ચા-નાસ્તાની વ્યવસ્થા (4) મહેમાનોનું સ્વાગત

પ્રશ્ન 2.
કુમાર-કન્યા વચ્ચે જોવા મળતા ભેદભાવની બાબતો :
ઉત્તર:
ઘરમાં જોવા મળતી કન્યાની કામગીરી ઘરમાં જોવા મળતી કામગીરી કુમારની

(1) ઘરમાં સાફ-સફાઈ કરવી. (1) સૂવા માટેની પથારીઓ કરવી.
(2) રસોઈકામમાં મદદ કરવી. (2) ફર્નિચર સાફ કરીને ગોઠવવું.
(3) નાનાં ભાઈ-બહેનને રમાડવાં. (3) કપડાંને ઈસ્ત્રી કરવી.
(4) કપડાં ધોવાં. (4) પગરખાં ગોઠવવાં.
(5) વાસણ માંજવાં વગેરે. (5) બજારમાંથી વસ્તુઓ લઈ આવવી વગેરે.

વિચારો પ્રશ્નોત્તર:
નીચે વિવિધ વર્ષમાં સ્ત્રીઓના પ્રમાણ અંગે નોંધ આપી છે :
GSEB Class 7 Social Science Important Questions Chapter 17 જાતિગત ભિન્નતા 7

પ્રશ્ન 1.
કયા વર્ષમાં સ્ત્રીઓનું પ્રમાણ સૌથી વધારે છે?
ઉત્તર:
ઈ. સ. 1901માં સ્ત્રીઓનું પ્રમાણ સૌથી વધારે છે.

પ્રશ્ન 2.
કયા વર્ષમાં સ્ત્રીઓનું પ્રમાણ સૌથી ઓછું છે?
ઉત્તર:
ઈ. સ. 1991માં સ્ત્રીઓનું પ્રમાણ સૌથી ઓછું છે.

પ્રશ્ન 3.
સ્ત્રીઓનું પ્રમાણ ઘટતું જાય તો શી સમસ્યાઓ થાય?
ઉત્તર:
સ્ત્રીઓની સંખ્યાનું પ્રમાણ ઘટતું જાય તો સમાજમાં લગ્નસંસ્થામાં કન્યાવિક્રય જેવી સમસ્યાને ઉત્તેજન મળે. આ ઉપરાંત, સમાજમાં દેહવિક્રય અને વેશ્યાવૃત્તિ જેવી સમસ્યાઓ
પણ દિનપ્રતિદિન વધતી જાય.

પ્રશ્ન 4.
સ્ત્રી-પુરુષોની સંખ્યાની અસમાનતા દૂર કરવા સરકાર કયાં પગલાં ભરે છે?
ઉત્તર:
સ્ત્રી-પુરુષોની સંખ્યાની અસમાનતા દૂર કરવા સરકાર નીચેનાં પગલાં ભરે છે :

  • સરકારે ભૃણ હત્યા વિરોધી કાયદો બનાવ્યો છે અને રે ગર્ભ-પરીક્ષણને કાનૂની ગુનો બનાવ્યો છે.
  • છોકરીઓને શિક્ષણનો સમાન અધિકાર આપવામાં આવ્યો છે.
  • કન્યા-કેળવણી નિઃશુલ્ક બનાવી છે તેમજ કન્યાઓને શિક્ષિત બનાવવા અનેક પ્રકારની સગવડો વિનામૂલ્ય આપવામાં આવે છે.
  • ‘બેટી બચાવો અભિયાન દ્વારા જાતિભેદ નાબૂદી માટે ‘બેટી બચાવો, બેટી વધાવો અને બેટી પઢાઓ અભિયાન ચલાવવામાં આવે છે.

GSEB Class 7 Social Science Important Questions Chapter 17 જાતિગત ભિન્નતા

પ્રવૃત્તિઓ
1. પાઠ્યપુસ્તકના પાના નં. 109 ઉપર જાતિ-પ્રમાણ દર્શાવતું કોષ્ટક આપ્યું છે. એ કોષ્ટકનો અભ્યાસ કરો અને તેની નીચે આપેલા પ્રશ્નોના ઉત્તરો અંગે વર્ગખંડમાં ચર્ચા કરો.
2. તમારા ગામમાં પુરુષો અને સ્ત્રીઓનું પ્રમાણ કેટલું છે? એ પ્રમાણ જાણવા માટે તમે તમારા ગામની પંચાયતની ઑફિસમાં જાઓ અને જન્મ-મરણના રજિસ્ટરમાંથી સંખ્યા મેળવી તેની નોંધ તમારી નોંધપોથીમાં કરો.
૩. આંતરરાષ્ટ્રીય મહિલાદિને – 8 માર્ચ – શાળામાં મહિલા સશક્તીકરણ અંગે પરિસંવાદનું આયોજન કરો. આ કાર્યક્રમના મુખ્ય મહેમાન અને પ્રમુખ તરીકે તમારા ગામ કે શહેરના કોઈ પદાધિકારી મહિલાને આમંત્રિત કરો.
4. તમે જે મહોલ્લા કે વિસ્તારમાં રહેતા હો તેમાંથી દસ પરિવારની વસ્તી ગણતરી કરી સંખ્યા મેળવો અને તેમને વયજૂથમાં વહેંચો.
5. ભારતીય સમાજમાં પ્રવર્તતા કુરિવાજોની યાદી તૈયાર કરો.
6. તમે મોટા થઈને ક્યા ક્ષેત્રમાં કાર્ય કરવા ઇચ્છો છો? આ અંગે તમે તમારા વાલી અને વર્ગશિક્ષક સાથે ચર્ચા કરો.

HOTs પ્રશ્નોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી હું સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે આપેલ માં લખો

પ્રશ્ન 1.
ભારતમાં દર કેટલાં વર્ષે વસ્તીગણતરી થાય છે?
A.પાંચ
B.દસ
C.પંદર
D.વીસ
ઉત્તર:
B.દસ

પ્રશ્ન 2.
મહિલાઓને સશક્ત કરવા કઈ સહાય આપવામાં આવે છે?
A.ઉદ્યોગ માટે
B.પશુપાલન માટે
C.ધંધા માટે
D.આપેલ તમામ
ઉત્તર:
D.આપેલ તમામ

પ્રશ્ન ૩.
વિશ્વમાં વસ્તીની દષ્ટિએ કયો દેશ પ્રથમ સ્થાને છે?
A.ચીન
B.રશિયા
C.યુ.એસ.એ.
D.ભારત
ઉત્તર:
A.ચીન

GSEB Class 7 Social Science Important Questions Chapter 17 જાતિગત ભિન્નતા

પ્રશ્ન 4.
ભારતમાં કેટલાં વર્ષની ઉંમર સુધીનાં બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ આપવામાં આવે છે?
A.5થી 10 વર્ષની
B.6થી 15 વર્ષની
C.6થી 14 વર્ષની
D.8થી 16 વર્ષની
ઉત્તર:
C.6થી 14 વર્ષની

પ્રશ્ન 5.
હાલના સમયમાં મહિલાઓ ઘરની જવાબદારીની સાથે બીજી કઈ જવાબદારી નિભાવે છે?
A.સામાજિક
B.આર્થિક
C.ધાર્મિક
D.રાજનૈતિક
ઉત્તર:
B.આર્થિક

પ્રશ્ન 6.
મુખ્યત્વે ઉનાળામાં શહેર વિસ્તારની મહિલાઓ શાના માટે આંદોલન કરે છે?
A.વીજળી માટે
B.મોંઘવારી માટે
C.કેરોસીન માટે
D.પાણી માટે
ઉત્તર:
D.પાણી માટે

પ્રશ્ન 7.
કોની સાથે દેશભરની મહિલાઓ ગાંધીજીના આંદોલનમાં જોડાઈ હતી?
A.કસ્તૂરબા સાથે
B.વિનોબા સાથે
C.જ્યોતિબા સાથે
D.મણિબા સાથે
ઉત્તર:
A.કસ્તૂરબા સાથે

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *