GSEB Class 8 Science Important Questions Chapter 12 ઘર્ષણ

Gujarat Board GSEB Class 8 Science Important Questions Chapter 12 ઘર્ષણ Important Questions and Answers.

GSEB Class 8 Science Important Questions Chapter 12 ઘર્ષણ

વિશેષ પ્રસ્નોત્તર

(A) હેતુલક્ષી પ્રશ્નો

પ્રશ્ન 1.
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધોઃ

પ્રશ્ન 1.
સ્પ્રિંગ બૅલેન્સનો ઉપયોગ ……….. માપવા માટે થાય છે.
(i) વસ્તુનું દળ
(ii) વસ્તુ પર લાગતું બળ
(iii) વસ્તુની ઘનતા
(iv) વસ્તુનું વજન
A. (i) અને (ii).
B. (ii) અને (iii)
C. (ii) અને (iv)
D. માત્ર (iv).
ઉત્તરઃ
(ii) અને (iv)

પ્રશ્ન 2.
જમીન ઉપર મૂકેલ મોટા લાકડાના બૉક્સને પૂર્વથી પશ્ચિમ દિશા તરફ ધકેલવામાં આવે છે, તો બૉક્સ પર લાગતું ઘર્ષણબળ ……….. દિશામાં હશે.
A. ઉત્તર
B. દક્ષિણ
C. પૂર્વ
D. પશ્ચિમ
ઉત્તરઃ
પૂર્વ

GSEB Class 8 Science Important Questions Chapter 12 ઘર્ષણ

પ્રશ્ન 3.
ઘર્ષણબળ ……….. આધાર રાખે છે.
A. સપાટીનું લીસાપણું
B. સપાટીનું ખરબચડાપણું
C. સપાટીનો નમનકોણ
D. આપેલ તમામ
ઉત્તરઃ
આપેલ તમામ

પ્રશ્ન 4.
વસ્તુ પર લાગતાં ઘર્ષણબળનું કારણ …
A. વસ્તુની સપાટીની વિરૂપતા (વિકૃતિ) છે.
B. વસ્તુની સપાટીની સંલગ્નતા છે.
C. વસ્તુની સપાટીનું ખરબચડાપણું છે.
D. આપેલ તમામ
ઉત્તરઃ
આપેલ તમામ

પ્રશ્ન 5.
બે સપાટીઓની સંપર્ક સપાટી પર પ્રવર્તતું સરકતું ઘર્ષણબળ 8N માલુમ પડે છે, તો તે બે સપાટીઓ વચ્ચે પ્રવર્તતું સ્થિત ઘર્ષણબળ ……… N હશે.
A. 10
B. 5
C. 4
D. 2
ઉત્તરઃ
10

પ્રશ્ન 6.
નીચેનામાંથી કયું વિધાન ઘર્ષણબળ માટે સાચું નથી?
A. ઘર્ષણ ઉષ્મા ઉત્પન્ન કરે છે.
B. ઘર્ષણ ગતિમાન વસ્તુને સ્થિર કરે છે.
C. ઘર્ષણને કારણે વસ્તુઓ ઘસાઈ જાય છે.
D. ઘર્ષણ હંમેશાં હાનિકારક છે.
ઉત્તરઃ
ઘર્ષણ હંમેશાં હાનિકારક છે.

પ્રશ્ન 7.
નીચેનામાંથી કયું વિધાન ખોટું છે?
A. સ્થિત ઘર્ષણ એ લોટણ ઘર્ષણ કરતાં વધુ છે.
B. સરકતું ઘર્ષણ એ લોટણ ઘર્ષણ કરતાં ઓછું છે.
C. લોટણ ઘર્ષણ એ સ્થિત ઘર્ષણ કરતાં ઓછું છે.
D. સ્થિત ઘર્ષણ એ સરકતાં ઘર્ષણ કરતાં વધુ છે.
ઉત્તરઃ
સરકતું ઘર્ષણ એ લોટણ ઘર્ષણ કરતાં ઓછું છે.

GSEB Class 8 Science Important Questions Chapter 12 ઘર્ષણ

પ્રશ્ન 8.
ઘર્ષણ વધારવા માટે ………
A. સપાટી લીસી બનાવવી જોઈએ.
B. યોગ્ય રીતે બૉલબેરિંગનો ઉપયોગ કરવો જોઈએ.
C. સપાટીને ખરબચડી બનાવવી જોઈએ.
D. સપાટી પર ઊંજણ લગાડવું જોઈએ.
ઉત્તરઃ
સપાટીને ખરબચડી બનાવવી જોઈએ.

પ્રશ્ન 9.
નીચેનામાંથી કોની અસર તરલ ઘર્ષણ પર થતી નથી?
A. વસ્તુનું દળ
B. વસ્તુનો આકાર
C. વસ્તુનો વેગ
D. તરલની જાત
ઉત્તરઃ
વસ્તુનું દળ

પ્રશ્ન 10.
તરલ દ્વારા વસ્તુની ગતિને અવરોધતા બળને …………… કહે છે.
A. ઘસડાવું
B. ગબડવું
C. સરકવું
D. ડૂબવું
ઉત્તરઃ
ઘસડાવું

પ્રશ્ન 11.
બૉલબેરિંગ ……
A. લોટણ ઘર્ષણને સરકતાં ઘર્ષણમાં રૂપાંતરિત કરે છે.
B. સ્થિત ઘર્ષણને સરકતાં ઘર્ષણમાં રૂપાંતરિત કરે છે.
C. સરકતાં ઘર્ષણને લોટણ ઘર્ષણમાં રૂપાંતરિત કરે છે.
D. લોટણ ઘર્ષણને સ્થિત ઘર્ષણમાં રૂપાંતરિત કરે છે.
ઉત્તરઃ
સરક્તાં ઘર્ષણને લોટણ ઘર્ષણમાં રૂપાંતરિત કરે છે.

પ્રશ્ન 12.
ઍરોપ્લેન અને રૉકેટનો આકાર ઘર્ષણ ઘટાડવા માટે ………… રાખવામાં આવે છે. ‘
A. વર્તુળાકાર
B. ધારાખી
C. ત્રિકોણાકાર
D. લંબગોળ
ઉત્તરઃ
ધારાખી

પ્રશ્ન 13.
તરલમાં ગતિ કરતી વસ્તુ પર લાગતાં ઘર્ષણબળનો આધાર ………. પર છે.
A. તરલની સ્નિગ્ધતા
B. વસ્તુનો વેગ
C. વસ્તુનો આકાર
D. આપેલ તમામ
ઉત્તરઃ
આપેલ તમામ

પ્રશ્ન 14.
એક છોકરો લાકડાની સમક્ષિતિજ સપાટી પર રબરના બૉલને રોલિંગ ગતિ કરાવે છે. બૉલ થોડું અંતર કાપીને સ્થિર થઈ જાય છે. જો બૉલને વધુ અંતર સુધી ગતિ કરાવવી હોય, તો …
A. લાકડાની સપાટી પર શેતરંજી પાથરવી જોઈએ.
B. બૉલને કપડા વડે વીંટાળવો જોઈએ.
C. લાકડાની સપાટી પર કાચી અબરખનો બારીક ભૂકો પાથરવો જોઈએ.
D. લાકડાની સપાટી પર કોરી રેતી પાથરવી, વેરવી જોઈએ.
ઉત્તરઃ
લાકડાની સપાટી પર કાચી અબરખનો બારીક ભૂકો પાથરવો જોઈએ.

પ્રશ્ન 15.
ભોતિક સંપર્કમાં રહેલી બે સપાટીઓ ગતિની શરૂઆત કરે કે એકબીજાની સાપેક્ષે ગતિ કરે, તો ક્યારે ઘર્ષણબળ અસ્તિત્વમાં આવે છે?
A. બંને પદાથો ઘન હોય ત્યારે
B. બેમાંથી એક પદાર્થ પ્રવાહી હોય ત્યારે
C. બેમાંથી એક પદાર્થ વાયુ હોય ત્યારે
D. પદાર્થો ઘન, પ્રવાહી, વાયુ કોઈ પણ હોય ત્યારે
ઉત્તરઃ
પદાર્થો ઘન, પ્રવાહી, વાયુ કોઈ પણ હોય ત્યારે

પ્રશ્ન 2.
યોગ્ય શબ્દો વડે ખાલી જગ્યા પૂરોઃ

પ્રશ્ન 1.
ઘર્ષણનું કારણ સંપર્કમાં રહેલી બે સપાટીઓનું ……….. છે.
ઉત્તર:
ખરબચડાપણું

પ્રશ્ન 2.
બે સપાટીઓને બળપૂર્વક દબાવવામાં આવે તો ઘર્ષણબળ ……… છે.
ઉત્તર:
વધે

પ્રશ્ન 3.
પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટે જરૂરી બળ એ ………. ઘર્ષણબળનું માપ છે.
ઉત્તર:
સ્થિત

GSEB Class 8 Science Important Questions Chapter 12 ઘર્ષણ

પ્રશ્ન 4.
પદાર્થની અચળ ઝડપથી ગતિ ચાલુ રાખવા માટે જરૂરી બળ એ ………… ઘર્ષણનું માપ છે.
ઉત્તર:
સરકતા

પ્રશ્ન 5.
ઘર્ષણ ઓછું કરવા વપરાતા પદાર્થોને ……… કહે છે.
ઉત્તર:
ઊંજણ

પ્રશ્ન 6.
જ્યારે એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે, ત્યારે તેની ગતિને અવરોધતા બળને …………. કહે છે.
ઉત્તર:
લોટણ ઘર્ષણ

પ્રશ્ન 7.
તરલમાં ગતિ કરતી વસ્તુ પર લાગતાં ઘર્ષણબળને ………….કહે છે.
ઉત્તર:
ઘસડાવું (drag)

પ્રશ્ન 8.
પગરખાંનાં તળિયાં (sole) અને વાહનોનાં ટાયરને ઘર્ષણ ………… માટે ખાંચાવાળાં બનાવવામાં આવે છે.
ઉત્તર:
વધારવા

પ્રશ્ન 9.
તરલમાં ગતિ કરતી વસ્તુઓને ………. આકાર આપીને ઘર્ષણ ઘટાડી શકાય છે.
ઉત્તર:
ધારાખી

પ્રશ્ન 10.
લીસી સપાટીઓ ખરબચડી સપાટીઓ કરતાં ………… ઘર્ષણ ઉત્પન્ન કરે છે.
ઉત્તર:
ઓછું

પ્રશ્ન 11.
સ્થિત ઘર્ષણ એ સરકતાં ઘર્ષણ કરતાં …………. છે.
ઉત્તર:
વધુ

પ્રશ્ન 12.
મોટા ભાગનાં મશીનોમાં સરકતાં ઘર્ષણને ……….. ના ઉપયોગ દ્વારા લોટણ ઘર્ષણમાં ફેરવવામાં આવે છે.
ઉત્તર:
બૉલબેરિંગ

પ્રશ્ન 13.
ભૌતિક સંપર્કમાં રહેલી બે વસ્તુઓ વચ્ચેની સાપેક્ષ ગતિનો વિરોધ ………. વડે થાય છે.
ઉત્તર:
સરક્તાં ઘર્ષણ

પ્રશ્ન 14.
સ્પ્રિંગકાંટાના ઉપયોગથી વસ્તુ પર લાગતું ………… શોધી શકાય છે.
ઉત્તર:
બળ

પ્રશ્ન 15.
બારી-બારણાંના મિજાગરામાં તેલનાં થોડાં ટીપાં નાખવાથી ઘર્ષણ ……… શકાય છે.
ઉત્તર:
ઘટાડી

પ્રશ્ન 16.
પ્રવાહીઓ અને વાયુઓનું સામાન્ય નામ ………. છે.
ઉત્તર:
તરલ

પ્રશ્ન 17.
લોટણ ઘર્ષણ એ સરકતાં ઘર્ષણ કરતાં હોય છે.
ઉત્તર:
ઓછું

પ્રશ્ન 3.
નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો. ખોટાં વિધાનો સુધારીને ફરીથી લખોઃ

(1) ઘર્ષણ હંમેશાં ગતિમાન પદાર્થની ગતિની દિશામાં લાગે છે.
(2) સ્થિત ઘર્ષણ, લોટણ ઘર્ષણ કરતાં વધુ હોય છે.
(3) ઘર્ષણના લીધે વાહનો રસ્તા પર ચાલી શકે છે.
(4) બોલબેરિંગ સ્થિત ઘર્ષણને લોટણ ઘર્ષણમાં રૂપાંતરિત કરે છે.
(5) પક્ષીઓ અને માછલીઓનો આકાર ધારારખી (સુવાહી) હોય છે.
(6) તરલમાં ગતિમાન વસ્તુ પર લાગતું ઘર્ષણબળ એ વસ્તુની તરલની સાપેક્ષે ઝડપ પર આધારિત નથી.
(7) સપાટીની અનિયમિતતા વધે તો ઘર્ષણબળ વધે છે.
(8) ઘર્ષણબળનો આધાર સપાટીના પ્રકાર પર નથી.
(9) ઘર્ષણને કારણે આપણે ટાઇમાં ગાંઠ બાંધી શકીએ છીએ.
(10) ઘર્ષણથી ઉષ્મા ઉત્પન્ન થઈ શકે છે.
(11) વાહનો અને સાઇકલોની બ્રેક પ્રણાલીમાં બ્રેક પેડના ઉપયોગ વડે ઘર્ષણ ઘટાડી શકાય છે.
(12) બે સપાટીઓ એકબીજાને કેટલા બળપૂર્વક દબાવે છે એ બાબત પર ઘર્ષણ આધાર રાખે છે.
ઉત્તર:
ખરાં વિધાનોઃ (2), (3), (5), (7), (9), (10), (12).
ખોટાં વિધાનોઃ (1), (4), (6), (8), (11).

સુધારીને લખેલાં વિધાનોઃ
(1) ઘર્ષણ હંમેશાં ગતિમાન પદાર્થની ગતિની વિરુદ્ધ દિશામાં લાગે છે.
(4) બોલબેરિંગ સરકતા ઘર્ષણને લોટણ ઘર્ષણમાં રૂપાંતરિત કરે છે.
(6) તરલમાં ગતિમાન વસ્તુ પર લાગતું ઘર્ષણબળ એ વસ્તુની તરલની સાપેક્ષે ઝડપ પર આધારિત છે.
(8) ઘર્ષણબળનો આધાર સપાટીના પ્રકાર પર છે.
(11) વાહનો અને સાઈકલોની બ્રેક પ્રણાલીમાં બ્રેક પેડના ઉપયોગ વડે ઘર્ષણ વધારી શકાય છે.

પ્રશ્ન 4.
નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
પદાર્થ પર લાગતાં બળનું માપન કરવા માટે વપરાતા સાધનનું નામ લખો.
ઉત્તરઃ
સ્પ્રિંગ બૅલેન્સ

GSEB Class 8 Science Important Questions Chapter 12 ઘર્ષણ

પ્રશ્ન 2.
મશીનના ભાગોમાં ઘર્ષણ ઓછું લાગે તેના માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે?
ઉત્તરઃ
તેલ

પ્રશ્ન 3.
શું તરલમાં ગતિ કરતી વસ્તુઓ પર ઘર્ષણ લાગે છે? ‘હા’ કે ‘ના’ લખો.
ઉત્તરઃ
હા

પ્રશ્ન 4.
સ્થિત ઘર્ષણ, સરકતું ઘર્ષણ અને લોટણ ઘર્ષણમાંથી સૌથી ઓછું કર્યું ઘર્ષણ છે?
ઉત્તરઃ
લોટણ ઘર્ષણ

પ્રશ્ન 5.
નળાકારીય પેન્સિલો પર પુસ્તક રાખીને તેને ધકેલતાં કયા પ્રકારનું ઘર્ષણ ભાગ ભજવે છે?
ઉત્તરઃ
લોટણ ઘર્ષણ

પ્રશ્ન 6.
છતના પંખાઓમાં ઘર્ષણ ઘટાડવા માટે શાનો ઉપયોગ થાય છે?
ઉત્તરઃ
બૉલબેરિંગનો

પ્રશ્ન 7.
તરલ દ્વારા ગતિમાન વસ્તુ પર લાગતાં ઘર્ષણબળનું નામ લખો.
ઉત્તરઃ
ઘસડાવું

પ્રશ્ન 8.
ઘર્ષણનો આધાર ભોતિક સંપર્કમાં રહેલી વસ્તુઓની જાત પર છે? – ‘હા’ કે ‘ના’ લખો.
ઉત્તરઃ
હા

પ્રશ્ન 9.
કયા બળની હાજરીના કારણે ચૉક વડે બ્લેકબોર્ડ પર લખી શકાય છે?
ઉત્તરઃ
ઘર્ષણબળ

પ્રશ્ન 10.
શેના લીધે મિક્સરને થોડી મિનિટ ચલાવવાને લીધે તેનું જાર (Jar) ગરમ થઈ જાય છે?
ઉત્તરઃ
ઘર્ષણના લીધે

પ્રશ્ન 11.
સાઈકલની બ્રેકમાં ઘર્ષણ વધારવા શાનો ઉપયોગ કરવામાં આવે છે?
ઉત્તરઃ
બ્રેક પેડ

પ્રશ્ન 12.
કોઈ મશીનોમાં ઊંજણ તરીકે તેલનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે, તો ત્યાં ઘર્ષણ ઓછું કરવા તેના ગતિશીલ ભાગો વચ્ચે શાનો ઉપયોગ કરવામાં આવે છે?
ઉત્તરઃ
હવાનો સ્તર

પ્રશ્ન 13.
તરલમાં ગતિ કરતી વસ્તુઓનો આકાર કેવો રાખવામાં આવે છે?
ઉત્તરઃ
ધારારખી (સુવાહી)

પ્રશ્ન 5.
નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો?

પ્રશ્ન 1.
કબડ્ડી રમતા ખેલાડીઓ પોતાના હાથ પર માટી કેમ ઘસે છે?
ઉત્તરઃ
હાથ પર માટી ઘસવાથી પોતાના હરીફ ખેલાડીઓને સારી રીતે પકડી શકે તે માટે કબડી રમતા ખેલાડીઓ પોતાના હાથ પર માટી ઘસે છે.

GSEB Class 8 Science Important Questions Chapter 12 ઘર્ષણ

પ્રશ્ન 2.
ઊંજણ એટલે શું?
ઉત્તર:
ઘર્ષણ ઓછું કરતાં પદાર્થોને ઊંજણ કહે છે.

પ્રશ્ન ૩.
ઘસડાવું એટલે શું?
ઉત્તર:
તરલમાં ગતિ કરતી વસ્તુઓ પર તરલ દ્વારા લગાડવામાં આવતા ઘર્ષણબળને ઘસડાવું કહે છે.

પ્રશ્ન 4.
તરલ એટલે શું? ઉત્તરઃ જે વહી શકે છે તેને તરલ કહે છે.

પ્રશ્ન 5.
તરલમાં ગતિ કરતી વસ્તુ પર લાગતાં ઘર્ષણબળનો આધાર શાના પર છે?
ઉત્તર:
તરલમાં ગતિ કરતી વસ્તુ પર લાગતાં ઘર્ષણબળનો આધાર

  1. વસ્તુની તરલની સાપેક્ષે ઝડપ
  2. વસ્તુના આકાર અને
  3. તરલના પ્રકાર પર છે.

પ્રશ્ન 6.
બે વસ્તુઓનું જોડાણ (interlocking) એટલે શું?
ઉત્તરઃ
એક વસ્તુની સપાટીના ખાડા-ટેકરાઓ બીજી વસ્તુની સપાટીના ટેકરાઓખાડામાં ભરાઈ જવાની પ્રક્રિયાને બે વસ્તુઓનું જોડાણ કહે છે.

પ્રશ્ન 7.
સ્થિત ઘર્ષણબળ કોને કહે છે?
ઉત્તર:
કોઈ સપાટી સાથે ભૌતિક સંપર્કમાં રહેલ પદાર્થને સ્થિર સ્થિતિમાંથી ગતિમાં લાવવા માટેના જરૂરી બળને સ્થિત ઘર્ષણબળ કહે છે.

પ્રશ્ન 8.
સરકતું (સ્લાઈડિંગ) ઘર્ષણબળ એટલે શું?
ઉત્તરઃ
કોઈ સપાટી સાથે ભૌતિક સંપર્કમાં રહેલા પદાર્થને અચળ ઝડપથી ગતિમાન રાખવા માટે જરૂરી એવા બળને સરકતું (સ્લાઇડિંગ) ઘર્ષણબળ કહે છે.

પ્રશ્ન 9.
સાઈકલોમાં સરકતાં ઘર્ષણને લોટણ ઘર્ષણમાં ફેરવવા માટે શાનો ઉપયોગ કઈ જગ્યાએ કરવામાં આવે છે?
ઉત્તરઃ
સાઇકલોમાં સરકતાં ઘર્ષણને લોટણ ઘર્ષણમાં ફેરવવા માટે બૉલબેરિંગનો ઉપયોગ સાઇકલની ધરી (axle) અને કેન્દ્રા(hub)ની વચ્ચે કરવામાં આવે છે.

પ્રશ્ન 10.
તરલમાં ગતિ કરતી વસ્તુઓનો આકાર ધારારખી (સુવાહી) રાખવાથી કયો ફાયદો થાય છે?
ઉત્તર:
તરલમાં ગતિ કરતી વસ્તુઓને તેમના પર લાગતાં ઘર્ષણબળને સમતોલીને પાર કરવામાં ઊર્જાનો વ્યય શક્ય તેટલો ઓછો થાય એટલા માટે તેમનો આકાર ધારારખી (સુવાહી) રાખવામાં આવે છે.

પ્રશ્ન 11.
ઘર્ષણ ઉદ્ભવવાનાં મુખ્ય બે કારણો જણાવો.
ઉત્તરઃ
ઘર્ષણ ઉદ્ભવવાનાં મુખ્ય બે કારણો

  1. ભૌતિક સંપર્કમાં રહેલી સપાટી પર રહેલી સૂક્ષ્મ અનિયમિતતાઓ અને
  2. સપાટીઓ પર લાગતું દબાણ છે.

પ્રશ્ન 12.
લોટણ ઘર્ષણબળ એટલે શું?
ઉત્તર:
જ્યારે એક વસ્તુ કોઈ બીજી વસ્તુની સપાટી પર ગબડે છે, ત્યારે તેની ગતિને અવરોધતા બળને લોટણ ઘર્ષણબળ કહે છે.

(B) ટૂંકજવાબી પ્રશ્નોઃ

પ્રશ્ન 1.
નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
ઘર્ષણબળનો આધાર વસ્તુની સપાટીના પ્રકાર પર છે. કઈ રીતે?
ઉત્તરઃ
વસ્તુની સપાટીનો પ્રકાર ઘર્ષણ ઉપર અસર કરે છે. જ્યારે વસ્તુને ‘કોઈ સપાટી પર ગતિ કરાવવી હોય ત્યારે તે વસ્તુ અને સપાટી વચ્ચે થયેલ જોડાણ(interlocking)ને તોડે તેટલું બળ લગાડવું જરૂરી છે. ખરબચડી સપાટી પર મોટા પ્રમાણમાં અનિયમિતતાઓ હોય છે. તેથી ખરબચડી સપાટી પર લીસી સપાટીની સાપેક્ષે વસ્તુને ગતિ કરાવવા વધુ બળ જરૂરી છે. આમ, ઘર્ષણબળનો આધાર વસ્તુની સપાટીના પ્રકાર પર છે.

GSEB Class 8 Science Important Questions Chapter 12 ઘર્ષણ

પ્રશ્ન 2.
એક ઈંટને શણના કપડા વડે વીંટાળેલ છે અને બીજી ઈંટને પૉલિથીનના કપડા વડે વીંટાળેલ છે, તો આપેલ સપાટી પર કોને ગતિ કરાવવી સહેલી છે? કેમ?
ઉત્તરઃ
પૉલિથીનના કપડા વડે વીંટાળેલ ઈંટને ગતિ કરાવવી સહેલી છે, કારણ કે શણના કપડાની સાપેક્ષે પૉલિથીનનું કાપડ લીસું હોય છે. તેથી શણનાં કપડાં કરતાં પૉલિથીનનાં કપડાં પર ઓછું ઘર્ષણબળ લાગે છે. તેથી તેને ગતિ કરાવવા ઓછું બળ લગાડવું પડે છે.

પ્રશ્ન .
ભોંયતળિયા પર મૂકેલ ચટાઈને ગતિ કરાવવી સહેલી છે, પણ તે ચટાઈ પર કોઈ વ્યક્તિ બેઠેલ હોય તો ગતિ કરાવવી અઘરી છે. શા માટે?
ઉત્તરઃ
બે સપાટીઓ વચ્ચે થયેલ જોડાણને લીધે ઘર્ષણ ઉદ્ભવે છે. જો બે સપાટીને મોટા બળથી એકબીજા પર દબાવવામાં આવે તો તેમની વચ્ચેનું જોડાણ મજબૂત થવાથી ઘર્ષણ વધે છે. તેથી ચટાઈ પર કોઈ વ્યક્તિ બેઠેલ ન હોય ત્યારે તેને સહેલાઈથી ગતિ કરાવી શકાય છે, પણ જો તેના પર કોઈ વ્યક્તિ બેઠેલ હોય તો વધુ ઘર્ષણ ઉભવવાના લીધે ચટાઈને ગતિ કરાવવી અઘરી છે.

પ્રશ્ન 4.
ઘર્ષણના કારણે ઉષ્મા ઉત્પન્ન થાય છે તે દર્શાવતાં ત્રણ ઉદાહરણો આપો.
ઉત્તર:
ઘર્ષણના કારણે ઉષ્મા ઉત્પન્ન થાય છે. તે દર્શાવતાં ઉદાહરણો નીચે મુજબ છેઃ

  1. થોડી મિનિટો સુધી પોતાની હથેળીઓને એકબીજા સાથે જોરથી ઘસવાથી ગરમ થયેલી માલુમ પડે છે.
  2. માચીસની દીવાસળીને માચીસની ખરબચડી સપાટી પર ઘસવાથી ઘર્ષણને લીધે ઉષ્મા ઉત્પન્ન થવાથી સળગી ઊઠે છે.
  3. મિક્સરને થોડી મિનિટ ચલાવવાથી તેનું જાર (કાચની / પ્લાસ્ટિકની / સ્ટીલની બરણી) ગરમ થાય છે.

પ્રશ્ન 5.
ઊંજણ એટલે શું? સિલાઈ મશીન અને હૉવરક્રાફ્ટમાં ઘર્ષણ ઘટાડવા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે?
ઉત્તરઃ
ઘર્ષણ ઓછું કરવા વપરાતા પદાર્થોને ઊંજણ કહે છે. સિલાઈ મશીન માં ઊંજણ તરીકે તેલનો ઉપયોગ થાય છે. જ્યારે દરિયામાં પાણી પર ચાલતાં કે હૉવરક્રાફ્ટમાં ઘર્ષણ ઘટાડવા માટે હવાના સ્તરનો ઉપયોગ થાય છે.

પ્રશ્ન 6.
વસ્તુનો ધારારખી (સુવાહી) આકાર એટલે શું? કઈ પરિસ્થિતિમાં વસ્તુનો આવો આકાર ફાયદાકારક છે?
ઉત્તર:
તરલમાં ગતિ કરતી વસ્તુ પર લાગતું ઘર્ષણબળ, વસ્તુના જે આકાર માટે લઘુતમ હોય છે તે આકારને વસ્તુનો ધારારખી (સુવાહી) આકાર કહે છે.
તરલમાં ગતિ કરતી વસ્તુના ધારાખી આકારને લીધે તેની ઊર્જાનો વ્યય ઘટી જાય છે અને તે વસ્તુ સહેલાઈથી તરલમાં ગતિ કરી શકે છે.

પ્રશ્ન 7.
રેલવેના પાટા અને ગતિમાન ટ્રેનનાં પૈડાં વચ્ચે કોઈ ઘર્ષણબળ પ્રવર્તે છે? હા” કે “ના” લખો. જો “હા” તો તેનો પ્રકાર લખો. જો રેલવેના પાટા અને ટ્રેનનાં પૈડાં વચ્ચે હવાનું સ્તર દાખલ કરવામાં આવે તો ઘર્ષણ પર થતી અસર જણાવો.
ઉત્તર:
હા.
લોટણ ઘર્ષણબળ. જો રેલવેના પાટા અને ટ્રેનનાં પૈડાં વચ્ચે હવાનું સ્તર દાખલ કરવામાં આવે તો ઘર્ષણ ઘટી જશે.

પ્રશ્ન 8.
આપણા શરીરમાં સાંધામાં અસ્થિકૂર્ચા (cartilage) હોય છે, જેના કારણે આપણું હલનચલન સરળતાથી અડચણ રહિત થઈ શકે છે. જેમ જેમ આપણી ઉમર વધે છે તેમ તેમ આ અસ્થિકુર્ચા જીર્ણ / નબળી થઈ જાય છે. આના લીધે સાંધાના હલનચલન પર થતી અસર સમજાવો.
ઉત્તરઃ
અસ્થિકુર્ચા જીર્ણ થવાને લીધે સાંધામાં ઘર્ષણ વધે છે, જેને કારણે, સાંધાઓનું હલનચલન કષ્ટદાયક થાય છે જેના લીધે સાંધાનો દુખાવો થાય છે. )

પ્રશ્ન 9.
એક ઢાળવાળી સપાટીની ટોચ પરથી એક લખોટીને વારાફરતી મુક્ત કરવામાં આવે છે. ઢાળના તળિયે આવેલ સમક્ષિતિજ સપાટી પર

  1. રેશમી કપડું પાથરવામાં આવે
  2. રેતી પાથરવામાં આવે અને
  3. કાચની મોટી પ્લેટ મૂકવામાં આવે, તો કઈ સપાટી પર લખોટી સમક્ષિતિજ દિશામાં ઓછું અંતર કાપશે? કેમ?

ઉત્તર:
જ્યારે સમક્ષિતિજ સપાટી પર રેતી પાથરવામાં આવે છે ત્યારે તે સપાટી પર લખોટી સમક્ષિતિજ દિશામાં ઓછું અંતર કાપશે. કારણ કે રેતી સૌથી વધુ ઘર્ષણ લખોટી પર લગાડશે.

પ્રશ્ન 10.
પોતાની કાર રસ્તાની વચ્ચોવચ્ચ બંધ થઈ ગઈ હોવાથી પિતા અને તેનો ‘પુત્ર બંને કારને ધક્કો મારીને રસ્તાની એક બાજુ તેને લઈ જવાનો પ્રયત્ન કરે છે.
કારની સ્થિર અવસ્થામાં જ્યારે કારને ધક્કો મારવો પડે છે તેના કરતાં જ્યારે કાર રોલિંગ ગતિની શરૂઆત કરે છે ત્યારબાદ તેને મારવો પડતો ધક્કો ઓછો હોય છે. કેમ?
ઉત્તરઃ
પ્રારંભમાં તેમને વધારે બળ લગાડવું પડે છે, કારણ કે કાર સ્થિર છે અને રસ્તા તથા કારના ટાયર વચ્ચે સ્થિત ઘર્ષણબળ પ્રવર્તતું હોય છે. એકવાર કાર રોલિંગ ગતિ કરવાની શરૂઆત કરે તો તેમને માત્ર રોલિંગ ઘર્ષણબળને સમતોલીને પાર કરે તેટલું જ બળ લગાડવું પડે છે જે સ્થિત ઘર્ષણબળ કરતાં ઓછું હોય છે.

GSEB Class 8 Science Important Questions Chapter 12 ઘર્ષણ

પ્રશ્ન 2.
વૈજ્ઞાનિક કારણો આપી સમજાવોઃ

પ્રશ્ન 1.
ક્રિકેટ બૅટનું હેન્ડલ ખરબચડું રાખવામાં આવે છે.
ઉત્તરઃ
ક્રિકેટ બેટનું હેન્ડલ ખરબચડું રાખવાથી હેન્ડલ અને હાથ વચ્ચેનું ઘર્ષણ વધે છે. આથી હેન્ડલની પકડ મજબૂત થઈ શકે છે. તેથી ક્રિકેટ બૅટનું હેન્ડલ ખરબચડું બનાવવામાં આવે છે.

પ્રશ્ન 2.
બૂટ-ચંપલનાં તળિયાં (સોલ – sole) લાંબા સમયના વપરાશ બાદ ઘસાઈને લપસણાં બની જાય છે.
ઉત્તર:
લાંબા સમયના વપરાશ બાદ રસ્તા સાથેના ઘર્ષણને કારણે બૂટચંપલનાં તળિયાં ઘસાઈ જવાને લીધે લીસાં થઈ જાય છે, પરિણામે સોલ અને ભોંયતળિયા , જમીન વચ્ચેનું ઘર્ષણ ઘટી જાય છે અને તેથી બૂટ-ચંપલનાં તળિયાં લપસણાં બની જાય છે.

પ્રશ્ન ૩.
કેરમબોર્ડ પર કેરમની રમત રમતી વખતે બારીક અબરખનો પાવડર છંટવામાં આવે છે.
ઉત્તર:
કૅરમબોર્ડ પર બારીક અબરખનો પાવડર છાંટવાથી તેની સપાટી લીસી બની જાય છે. પરિણામે કૂકરીઓ – સ્ટ્રાઇકર અને કૅરમબોર્ડની સપાટી વચ્ચે ખૂબ ઓછું ઘર્ષણબળ પ્રવર્તે છે અને તેથી કૂકરીઓને કેરમબોર્ડ પર ઓછા બળથી ગતિ કરાવી શકાય છે.

પ્રશ્ન 4.
સાઇકલ તથા વાહનો રીપેર કરનારા કારીગરો વાહનોના ગતિશીલ ભાગોની વચ્ચે ગ્રીસ લગાડે છે.
ઉત્તર:
જ્યારે ગ્રીસને સાઇકલ તથા વાહનોના ગતિશીલ ભાગો વચ્ચે લગાડવામાં આવે છે ત્યારે ત્યાં ગ્રીસનું એક પાતળું સ્તર બને છે, પરિણામે ગતિશીલ સપાટીઓ સીધી એકબીજા સાથે સંપર્કમાં આવી શકતી નથી અને ઘસાતી નથી. તેથી બંને, સપાટીઓના ખરબચડાપણાનું એકબીજા સાથેનું જોડાણ (interlocking) મોટા :પ્રમાણમાં દૂર થઈ જાય છે અને હલનચલન સરળ બની જાય છે.

પ્રશ્ન 5.
વાહનો અને સાઇકલની બ્રેક-પ્રણાલીમાં બ્રેક પેડનો ઉપયોગ કરવામાં આવે છે.
ઉત્તરઃ
જ્યારે સાઈકલ ગતિમાં હોય છે ત્યારે તેની બ્રેક-પ્રણાલીમાંના બ્રેક પેડ તેનાં પૈડાંની કોર (ram) સાથે સંપર્કમાં હોતા નથી. પણ જ્યારે બ્રેક લીવરને દબાવવામાં આવે છે ત્યારે આ બ્રેક પેડ પૈડાંની કોર (rim) સાથે ભૌતિક સંપર્કમાં આવે છે, પરિણામે ઘર્ષણના કારણે પૈડાની ગતિ અવરોધાય છે અને પૈડું ગતિ કરવાનું બંધ કરી દે છે.

પ્રશ્ન 6.
કસરતબાજ (Gymnasts) પોતાના હાથ પર કોઈ બરછટ પદાર્થ લગાવે છે.
ઉત્તરઃ
હાથ પર બરછટ પદાર્થ લગાડવાથી ખરબચડાપણું વધવાને લીધે ઘર્ષણ વધારી શકાય છે, પરિણામે કસરતબાજ કસરત કરતી વખતે કોઈ આધાર સાથે સારી પકડ બનાવી શકે છે. તેથી તે સરકી કે લપસી પડતો નથી.

પ્રશ્ન 7.
સૂટકેસ અને અન્ય ભારે સામાન સાથે પૈડાં (rollers) લગાડેલાં હોય છે.
ઉત્તરઃ
સરકવાની ક્રિયા કરતાં ગબડવાની ક્રિયા હંમેશાં ઘર્ષણ ઘટાડી નાખે છે. કોઈ વસ્તુને બીજી વસ્તુ પર સરકાવવા કરતાં ગબડાવવી સરળ હોય છે, આ કારણથી સૂટકેસ અને ભારે સામાન સાથે પૈડાં લગાડવાથી તેમને સરળતાથી ખેંચી શકાય છે.

પ્રશ્ન 8.
વાહનો(કાર, ટ્રક અને બુલડોઝર)નાં ટાયરો ખાંચાવાળાં હોય છે.
ઉત્તર:
વાહનોનાં ટાયર ખાંચાવાળાં રાખવાથી રસ્તા સાથે ઘર્ષણ વધુ થવાથી રસ્તા સાથેની તેમની પકડ વધુ મજબૂત અને સારી બને છે, પરિણામે વાહનો સહીસલામત રીતે રસ્તા પર સ્લિપ થયા વગર ચાલી શકે છે અને અકસ્માત નિવારી શકાય છે.

પ્રશ્ન 9.
કપડાં સીવવાનાં મશીનનો થોડો વપરાશ થયા પછી તેમાં તેલ | ઑઇલ ઊંજવામાં આવે છે.
ઉત્તરઃ
કપડાં સીવવાનાં મશીનનો થોડો વપરાશ થયા પછી તેના ભાગોમાં ઘર્ષણબળને લીધે ઘસારો પહોંચે છે. આ ઘસારો ઓછો કરવા અને મશીન સરળતાથી ચાલે એટલા માટે તેમાં તેલ ઑઇલ ઊંજવામાં આવે છે.

GSEB Class 8 Science Important Questions Chapter 12 ઘર્ષણ

પ્રશ્ન 10.
હવાઈ જહાજ(વિમાન)ના આકાર ધારાબી (સુવાહી) બનાવવામાં આવે છે.
ઉત્તર:
તરલ(અહીં હવા)માં ગતિ કરતી વસ્તુ પર લાગતું ઘર્ષણબળ

  1. વસ્તુની તરલની સાપેક્ષે ઝડપ
  2. વસ્તુના આકાર અને
  3. તરલના પ્રકાર પર આધાર રાખે છે.

વિમાન જ્યારે હવામાં ગતિ કરે છે, ત્યારે તેને તેના પર લાગતા હવાના ઘર્ષણબળને સમતોલીને પાર કરવું પડતું હોય છે. આ પ્રક્રિયામાં વિમાન પોતાની ઊર્જા ગુમાવે છે. આથી ઊર્જાનો વ્યય શક્ય તેટલો ઓછો થાય તેવા ઘર્ષણ ઘટાડવાના પ્રયત્નમાં વિમાનને એક વિશિષ્ટ આકાર જે ધારારખી (સુવાહી) કહેવાય છે તે આપવામાં આવે છે.

પ્રશ્ન ૩.
યોગ્ય જોડકા બનાવોઃ

(1)

વિભાગ A વિભાગ B
(1) ઘર્ષણનું કારણ (a) શક્ય નથી.
(2) શૂન્ય ઘર્ષણ (b) તરલ વડે લાગતું ઘર્ષણ ઘટાડે છે.
(3) ધારાખી આકાર (c) લોટણ ઘર્ષણ
(4) બોલબેરિંગ (d) સપાટીઓની અનિયમિતતાઓનું જોડાણ

ઉત્તરઃ
(1) → (d), (2) → (a), (3) → (b), (4) → (c ).

(2)

વિભાગ A

વિભાગ B

(1) સ્પ્રિંગ બૅલેન્સ (a) સપાટીઓના પ્રકાર
(2) વિમાનનો આકાર (b) બળનું મૂલ્ય માપે
(3) તરલ ઘર્ષણ (c) ઊડતા પક્ષી જેવો
(4) ઘર્ષણ (d) ઘસડાવું

ઉત્તર:
(1) → (b), (2) → (c), (3) → (d), (4) → (a).

વિજ્ઞાન નવનીતઃ ધોરણ 8
(૩)

વિભાગ A

વિભાગ B

(1) ઊંજણ (a) ઉષ્મા
(2) પૈડાં (b) ઘર્ષણ ઘટાડે છે.
(3) બ્રેક પ્રણાલીમાનાં બ્રેક પેડ (c) લોટણ ઘર્ષણ
(4) ઘર્ષણથી ઉત્પન્ન થાય (d) ઘર્ષણ વધારે છે

ઉત્તરઃ
(1) → (b), (2) → (c), (3) → (d), (4) → (a).

(C) વિસ્તૃત પ્રશ્નો:

પ્રશ્ન. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
ઘર્ષણ વધારવાના ઉપાયો જણાવો.
ઉત્તરઃ
ઘર્ષણ વધારવાના ઉપાયો નીચે મુજબ છે :

  1. બૂટ-ચંપલનાં તળિયાં (સોલ) ખાંચાવાળાં રાખવામાં આવે છે.
  2. કાર, ટ્રક અને બુલડોઝર જેવાં વાહનોનાં ટાયરો ખાંચાવાળાં રાખવામાં આવે છે.
  3. વાહનો અને સાઈકલની બ્રેક પ્રણાલીમાં બ્રેક પેડ વાપરવામાં આવે છે.
  4. કબડ્ડીની રમત રમતા ખેલાડીઓ પોતાના હાથ પર માટી ઘસે છે.
  5. કસરતબાજ કસરત કરતી વખતે પોતાના હાથ પર કોઈ બરછટ પદાર્થ લગાવે છે.

પ્રશ્ન 2.
ઘર્ષણ ઘટાડવાના ઉપાયો જણાવો.
ઉત્તરઃ
ઘર્ષણ ઘટાડવાના ઉપાયો નીચે મુજબ છેઃ

  1. કેરમ રમવાની રમતમાં કેરમબોર્ડ પર ઝીણો-બારીક અબરખનો પાઉડર છાંટવામાં આવે છે.
  2. બારી-બારણાંના મિજાગરામાં તેલનાં થોડાં ટીપાં નાખવામાં આવે છે.
  3. સાઈકલ તથા મોટર રીપેર કરનારા કારીગરો આ વાહનોના ગતિશીલ ભાગોની વચ્ચે ગ્રીસ લગાવે છે.
  4. કેટલાંક મશીનોમાં તેના ગતિશીલ ભાગો વચ્ચે તેલ, ગ્રીસ કે ગ્રેફાઈટ લગાડવામાં આવે છે.
  5. અમુક મશીનો કે જેમનામાં ઊંજણ તરીકે તેલનો ઉપયોગ ન કરવાની સલાહ આપવામાં આવે છે ત્યાં ગતિશીલ ભાગો વચ્ચે હવાના સ્તરનો ઉપયોગ કરવામાં આવે છે.

પ્રશ્ન 3.
જુદાં જુદાં ઉદાહરણો દ્વારા લોટણ ઘર્ષણની મદદથી ઘર્ષણ ઘટાડવાના ઉપાયો સ્પષ્ટ કરો.
ઉત્તરઃ
સરકવાની ક્રિયા કરતાં ગબડવાની ક્રિયા એ ઘર્ષણ ઘટાડી નાખે છે. કોઈ વસ્તુને બીજી વસ્તુ પર સરકાવવા કરતાં ગબડાવવી હંમેશાં સરળ હોય છે.
નીચેનાં ઉદાહરણો દ્વારા સ્પષ્ટ થાય છે કે લોટણ ઘર્ષણની હાજરીના લીધે અમુક વસ્તુઓ, મશીનો અને વાહનોની ગતિ સરળતાથી થઈ શકે છે.

  1. સૂટકેસ અને ભારે સામાન સાથે પૈડાં લગાડવાથી તેમને આસાનીથી ખેંચી શકાય છે – ગતિ કરાવી શકાય છે.
  2. કેટલાંક મશીનોમાં સરકતાં ઘર્ષણને બૉલબેરિંગના ઉપયોગ દ્વારા લોટણ ઘર્ષણમાં ફેરવવામાં આવે છે. જેના કારણે મશીનના ગતિશીલ ભાગો સરળતાથી કામ કરી શકે છે.
  3. છતના પંખાઓ અને સાઈકલોમાં તેમની ધરી અને કેન્દ્રની વચ્ચે બૉલબેરિંગનો ઉપયોગ કરીને ઘર્ષણ ઘટાડવામાં આવે છે.

પ્રશ્ન 4.
તરલ ઘર્ષણ વિશે સમજૂતી આપો અને તેને ઘટાડવા માટેનો એક પ્રયત્ન વર્ણવો.
ઉત્તરઃ
જે વહી શકે છે તેને તરલ કહે છે. પ્રવાહી અને વાયુ બંનેનું સામાન્ય નામ તરલ છે. હવા-વાયુઓ, પાણી-પ્રવાહીમાં પસાર થઈને ગતિ કરતી વસ્તુઓ પર લાગતાં ઘર્ષણને તરલ ઘર્ષણ કહે છે.

તરલોમાં ગતિ કરતી વસ્તુઓ પર લાગતાં ઘર્ષણબળને ડ્રેગ (ઘસડાવું) કહે છે. ડ્રેગનો આધાર

  1. તરલની સાપેક્ષે વસ્તુની ઝડપ
  2. વસ્તુનો આકાર અને
  3. તરલના પ્રકાર પર છે.

વસ્તુઓ જ્યારે તરલમાં થઈને ગતિ કરે છે ત્યારે તેમણે તેમના પર લાગતાં ઘર્ષણબળને સમતોલીને પાર કરવું પડે છે. આ પ્રક્રિયામાં તેઓ ઊર્જા ગુમાવે છે. તેથી ઊર્જાનો વ્યય શક્ય તેટલો ઓછો થાય તેવા ઘર્ષણ ઘટાડવાના એક પ્રયત્નમાં વસ્તુઓને વિશિષ્ટ આકાર આપવામાં આવે છે જેને ધારારખી (સુવાહી) આકાર કહે છે.

વસ્તુનો ધારાખી આકાર એટલે પક્ષીઓ, માછલીઓ જેવો આકાર. આ જ કારણથી વિમાનનો આકાર ધારાખી બનાવવામાં આવે છે.

GSEB Class 8 Science Important Questions Chapter 12 ઘર્ષણ

પ્રશ્ન 5.
ઘર્ષણના વિવિધ પ્રકારો સમજાવો.
ઉત્તરઃ
ઘર્ષણના મુખ્યત્વે ત્રણ પ્રકાર છેઃ
(i) સ્થિત ઘર્ષણ
(ii) સરકતું ઘર્ષણ અને
(iii) લોટણ ઘર્ષણ.

(i) સ્થિત ઘર્ષણઃ
સ્થિત ઘર્ષણ:
ભૌતિક સંપર્કમાં રહેલી બે સ્થિર સપાટીઓમાંથી, કોઈ એક સપાટીને ગતિમાં લાવતી વખતે તેમની સંપર્કસપાટી પર પ્રવર્તતાં ઘર્ષણબળને સ્થિત ઘર્ષણબળ કહે છે. આ ઘર્ષણબળનું મૂલ્ય બે સપાટીઓના જોડાણ (interlocking) પર આધારિત હોવાથી તેનું મૂલ્ય બીજા પ્રકારના ઘર્ષણ કરતાં વધુ હોય છે અને તેથી વધુ ઊર્જાની જરૂર પડે છે.

(ii) સરકતું ઘર્ષણ અને
ભૌતિક સંપર્કમાં રહેલી બે સપાટીઓ જ્યારે સાપેક્ષ ગતિ કરતી હોય ત્યારે તેમની સંપર્કસપાટી પર પ્રવર્તતાં ઘર્ષણબળને સરકતું ઘર્ષણબળ કહે છે. જેનું મૂલ્ય સ્થિત ઘર્ષણબળ કિરતાં ઓછું હોય છે. કારણ કે બે સપાટીઓની અનિયમિતતાઓને એકબીજામાં ઘૂસી જવા માટે પૂરતો સમય મળતો નથી તેનું કારણ સપાટીઓ અગાઉથી જ ગતિમાં હોય છે.

(iii) લોટણ ઘર્ષણ.
જ્યારે કોઈ વસ્તુ, કોઈ સપાટી પર ગબડતી હોય છે ત્યારે તેમની સંપર્કસપાટી પર પ્રવર્તતાં ઘર્ષણબળને લોટણ ઘર્ષણબળ કહે છે. વસ્તુની લોટણ ગતિ
બે સપાટીઓની અનિયમિતતાઓનું જોડાણ થવાની શક્યતાને નહિવત્ બનાવે છે. તેથી તેનું મૂલ્ય બીજા પ્રકારના ઘર્ષણ કરતાં સૌથી ઓછું હોય છે.

HOTs પ્રકારના પ્રશ્નોત્તર

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે આપેલ GSEB Class 8 Science Important Questions Chapter 12 ઘર્ષણ 1માં લખો

પ્રશ્ન 1.
જ્યારે ભૌતિક સંપર્કમાં રહેલ સપાટીઓ ગતિ કરવાની શરૂઆત કરે છે કે સાપેક્ષ ગતિ કરે છે ત્યારે, ઘર્ષણ આવી પરિસ્થિતિમાં ભાગ ભજવે છે……. GSEB Class 8 Science Important Questions Chapter 12 ઘર્ષણ 1
A. જો બંને પદાર્થો ઘન હોય તો.
B. જો બંને પદાર્થોમાંથી કોઈ એક પદાર્થ ઘન હોય તો.
C. જો બંને પદાર્થોમાંથી કોઈ એક પદાર્થ વાયુ હોય તો.
D. જો બંને પદાર્થો ઘન, પ્રવાહી કે વાયું હોય તો.
ઉત્તર:
D. જો બંને પદાર્થો ઘન, પ્રવાહી કે વાયું હોય તો.

પ્રશ્ન 2.
ચપ્પની ધારને નીચેનામાંથી કઈ વસ્તુની સપાટી પર ઘસવાથી તેને તીક્ષ્ણ બનાવી શકાય છે? GSEB Class 8 Science Important Questions Chapter 12 ઘર્ષણ 1
A. પથ્થર
B. લાકડાનો બ્લૉક
C. પ્લાસ્ટિકનો બ્લૉક
D. કાચનો બ્લૉક
ઉત્તર:
A. પથ્થર

પ્રશ્ન 3.
નીચેની આકૃતિમાં બે છોકરાઓ જમીન પર રાખેલ બૉક્સ પર બળ લગાડે છે. જો બંને છોકરાઓ વડે લગાડેલ બળનું મૂલ્ય સમાન હોય તો… GSEB Class 8 Science Important Questions Chapter 12 ઘર્ષણ 1
GSEB Class 8 Science Important Questions Chapter 12 ઘર્ષણ 2
A. છોકરાઓએ બૉક્સ પર લગાડેલ પરિણામી બળ શૂન્ય છે.
B. જમીન વડે બૉક્સ પર લાગતું પરિણામી ઘર્ષણબળ શૂન્ય છે.
C. A અને B બંને
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તર:
C. A અને B બંને

પ્રશ્ન 4.
દોરડા-ખેંચની હરીફાઈમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે શ્વેતાને લાગે છે કે દોરડું પોતાના હાથમાંથી સરકી જાય છે, તો દોરડું હાથમાંથી સરકે નહીં તે માટે નીચેનામાંથી કયો ઉપાય તેણીએ અપનાવવો જોઈએ? GSEB Class 8 Science Important Questions Chapter 12 ઘર્ષણ 1
GSEB Class 8 Science Important Questions Chapter 12 ઘર્ષણ 3
A. પોતાના હાથ પર તેલ લગાડવું જોઈએ.
B. પોતાના હાથ પર સાબુનું પાણી લગાડવું જોઈએ.
C. પોતાના હાથ પર ઝીણો-બારીક અબરખનો પાઉડર લગાડવો જોઈએ.
D. પોતાના હાથ પર માટી લગાડવી જોઈએ.
ઉત્તર:
D. પોતાના હાથ પર માટી લગાડવી જોઈએ.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *