Gujarat Board GSEB Class 8 Science Important Questions Chapter 13 ધ્વનિ Important Questions and Answers.
GSEB Class 8 Science Important Questions Chapter 13 ધ્વનિ
વિશેષ પ્રશ્નોત્તર
(A) હેતુલક્ષી પ્રશ્નો
પ્રશ્ન 1.
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધોઃ
પ્રશ્ન 1.
કાનનો પડદો (કર્ણપટલ) એ ……….. નો ભાગ છે.
A. ધ્વનિ ઉત્પન્ન કરનાર અંગ
B. કંકાલતંત્ર
C. પ્રજનન અંગ
D. શ્રવણ અંગ
ઉત્તરઃ
શ્રવણ અંગ
પ્રશ્ન 2.
મનુષ્યના કાન માટે શ્રાવ્ય મર્યાદા ………. છે.
A. 20 Hzથી 20,000 Hz
B. 1 Hzથી 20 Hz
C. 20,000 Hz કરતાં વધુ
D. 20 Hzથી 25,000 Hz
ઉત્તરઃ
20 Hzથી 20,000 Hz
પ્રશ્ન 3.
ધ્વનિની પિચ ………. પર આધારિત છે.
A. આવૃત્તિ
B. કંપવિસ્તાર
C. A અને B બંને
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તરઃ
આવૃત્તિ
પ્રશ્ન 4.
પદાર્થની ઉપર-નીચે કે આગળ-પાછળ થતી ઝડપી ગતિને ………. કહે છે.
A. કંપન
B. અવમંદન
C. કંપવિસ્તાર
D. દોલન
ઉત્તરઃ
કંપન
પ્રશ્ન 5.
ધ્વનિની પ્રબળતા ……..ના સમપ્રમાણમાં છે.
A. કંપનના કંપવિસ્તાર
B. આવૃત્તિ
C. કંપવિસ્તારના વર્ગમૂળ
D. કંપવિસ્તારના વર્ગ
ઉત્તરઃ
કંપવિસ્તારના વર્ગ
પ્રશ્ન 6.
ધ્વનિની પ્રબળતા ……. એકમમાં દર્શાવાય છે.
A. હર્ટ્ઝ
B. ડેસિબલ
C. પાસ્કલ
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તરઃ
ડેસિબલ
પ્રશ્ન 7.
પુરુષોમાં સ્વરતંતુઓ લગભગ ………. લાંબા હોય છે.
A. 10 mm
B. 20 mm
C. 5 mm
D. 2 mm
ઉત્તરઃ
20 mm
પ્રશ્ન 8.
ધ્વનિ ……… માં પ્રસરણ પામતો નથી.
A. ઘન પદાર્થો
B. વાયુ પદાર્થો
C. પ્રવાહી પદાથોં
D. શૂન્યાવકાશ
ઉત્તરઃ
શૂન્યાવકાશ
પ્રશ્ન 9.
નીચેનામાંથી કયા માધ્યમમાં ધ્વનિ ખૂબ ઝડપથી પ્રસરણ પામે છે?
A. પાણી
B. હવા
C. લોખંડ
D. શૂન્યાવકાશ
ઉત્તરઃ
લોખંડ
પ્રશ્ન 10.
ધ્વનિની કઈ લાક્ષણિકતા વડે પુરુષ અને સ્ત્રીના અવાજને જુદો તારવી શકાય છે?
A. પ્રબળતા
B. પિચ
C. આવર્તકાળ
D. કંપવિસ્તાર
ઉત્તરઃ
પિચ
પ્રશ્ન 11.
માધ્યમના કણો પોતાના સમતોલન સ્થાનથી કોઈ એક તરફ અનુભવતા મહત્તમ સ્થાનાંતરને ……… કહે છે.
A. તરંગલંબાઈ
B. આવૃત્તિ
C. કંપવિસ્તાર
D. ઝડપ
ઉત્તરઃ
કંપવિસ્તાર
પ્રશ્ન 12.
……….થી વધારે આવૃત્તિવાળા ધ્વનિ મનુષ્યના કાન વડે પારખી શકાતા નથી.
A. 20 Hz
B. 2000 Hz,
C. 20,000 Hz
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તરઃ
20,000 Hz.
પ્રશ્ન 13.
કંપન કરતી વસ્તુના એકમ સમયમાં થતાં કંપનોની સંખ્યાને ……. કહે છે.
A. તરંગલંબાઈ
B. આવર્તકાળ
C. આવૃત્તિ
D. કંપવિસ્તાર
ઉત્તરઃ
આવૃત્તિ
પ્રશ્ન 14.
એક કંપન પૂર્ણ કરવા માટે લાગતા સમયને ……. કહે છે.
A. કંપવિસ્તાર
B. આવૃત્તિ
C. આવર્તકાળ ઈ.
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તરઃ
આવર્તકાળ
પ્રશ્ન 15.
વાયોલિન, ગિટાર અને વીણા ………..નાં ઉદાહરણો છે.
A. તાર (તંતુ) વાદ્યો
B. વાત વાદ્યો
C. આઘાત વાદ્યો
D. આપેલ પૈકી એક પણ નહીં
ઉત્તરઃ
તાર (તંતુ) વાદ્યો
પ્રશ્ન 16.
જ્યારે નિર્બળ ધ્વનિને પ્રબળ ધ્વનિમાં રૂપાંતરિત કરવામાં આવે છે, ત્યારે આપણે……..
A. આવૃત્તિ વધારીએ છીએ.
B. કંપવિસ્તાર વધારીએ છીએ.
C. કંપવિસ્તાર ઘટાડીએ છીએ.
D. ઝડપ વધારીએ છીએ.
ઉત્તરઃ
કંપવિસ્તાર વધારીએ છીએ.
પ્રશ્ન 17.
શ્વાન ……….થી વધુ આવૃત્તિવાળો ધ્વનિ સાંભળી શકે છે.
A. 20 Hz
B. 20,000 Hz
C. 2000 Hz
D. 0.2 kHz
ઉત્તરઃ
20,000 Hz
પ્રશ્ન 2.
યોગ્ય શબ્દો કે અંકો વડે ખાલી જગ્યા પૂરોઃ
પ્રશ્ન 1.
પ્રવાહી પદાર્થોની સાપેક્ષે ધ્વનિ ……….. પદાર્થોમાં ઝડપથી પ્રસરે છે.
ઉત્તરઃ
ઘન
પ્રશ્ન 2.
કંઠસ્થાનનું બીજું નામ ………. છે.
ઉત્તરઃ
સ્વરપેટી
પ્રશ્ન 3.
ધ્વનિનું તીણાપણું ………. વડે નક્કી થાય છે.
ઉત્તરઃ
આવૃત્તિ
પ્રશ્ન 4.
અસુખદ ધ્વનિ …………….. કહેવાય છે.
ઉત્તરઃ
ઘોંઘાટ
પ્રશ્ન 5.
કર્ણપ્રિય ધ્વનિ ………. કહેવાય છે.
ઉત્તરઃ
સંગીતનો ધ્વનિ
પ્રશ્ન 6.
ધ્વનિની પ્રબળતા ………. કરતાં વધારે પ્રબળ હોય, તો તે સ્વાથ્ય માટે હાનિકારક છે.
ઉત્તરઃ
80 dB
પ્રશ્ન 7.
કડક મેમ્બેન, ઢીલી મેમ્બ્રનની સાપેક્ષે ……….. આવૃત્તિથી કંપન કરે છે.
ઉત્તરઃ
વધુ
પ્રશ્ન 8.
……….. ધ્વનિના કંપવિસ્તાર પર આધાર રાખે છે.
ઉત્તરઃ
પ્રબળતા
પ્રશ્ન 9.
જો ધ્વનિનો કંપવિસ્તાર બમણો થાય, તો પ્રબળતા ……….. ગણી થાય છે.
ઉત્તરઃ
ચાર
પ્રશ્ન 10.
……કરતાં ઓછી આવૃત્તિવાળા ધ્વનિ મનુષ્યના કાન વડે પારખી શકાતા નથી.
ઉત્તરઃ
20 Hz
પ્રશ્ન 11.
ઇમારતો અને રસ્તાઓની આસપાસ વૃક્ષો ઉગાડવાથી ……… ઓછો થાય છે.
ઉત્તરઃ
ઘોંઘાટ
પ્રશ્ન 3.
નીચેનાં વિધાન ખરાં છે કે ખોટાં તે જણાવો. ખોટાં વિધાનો સુધારીને ફરીથી લખોઃ
(1) પાણી કરતાં હવામાં ધ્વનિ તરંગો ઝડપથી પ્રસરે છે.
(2) મનુષ્યોમાં સ્વરતંતુઓ ધ્વનિ ઉત્પન્ન કરે છે.
(3) કંપનનો કંપવિસ્તાર જેમ મોટો તેમ ધ્વનિની પિચ વધુ.
(4) નિયમિત અને વ્યવસ્થિત કંપની કર્ણપ્રિય ધ્વનિ ઉત્પન્ન કરે છે.
(5) તીણા અવાજની આવૃત્તિ વધુ હોય છે.
(6) કંપનો એટલે ઝડપી દોલનો.
(7) રસ્તાની આસપાસ લગાડેલાં વૃક્ષો ધ્વનિ-પ્રદૂષણ ઘટાડે છે.
(8) બાળકોમાં સ્વરતંતુઓની લંબાઈ વધુ હોય છે.
(9) કૂતરાઓ 20 kHzથી વધુ આવૃત્તિવાળો ધ્વનિ સાંભળી શકે છે.
(10) ધ્વનિ જુદાં જુદાં માધ્યમોમાં એકસરખી ઝડપે પ્રસરણ પામે છે.
(11) પુરુષોના ધ્વનિની પિચ ઓછી હોય છે.
(12) ધ્વનિની પ્રબળતા તેના કંપવિસ્તારના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે.
(13) આરતી કરતી વખતે ઉપયોગમાં લેવાતા ઘંટ અને / અથવા ઘંટડી સંગીતનાં વાદ્યો છે.
(14) ધ્વનિની પ્રબળતાનો એકમ હર્ટ્ઝ છે.
(15) સ્ટીલમાં ધ્વનિ પ્રસરી શકતો નથી.
ઉત્તરઃ
ખરાં વિધાનોઃ (2), (4), (5), (6), (7), (9), (1), (13).
ખોટાં વિધાનોઃ (1), (3), (8), (10), (12), (14), (15). સુધારીને લખેલાં વિધાનો :
(1) હવા કરતાં પાણીમાં ધ્વનિ તરંગો ઝડપથી પ્રસરે છે.
(3) કંપનનો કંપવિસ્તાર જેમ મોટો તેમ ધ્વનિની પ્રબળતા વધુ.
(8) બાળકોમાં સ્વરતંતુઓની લંબાઈ ઘણી ટૂંકી હોય છે.
(10) ધ્વનિ જુદાં જુદાં માધ્યમોમાં જુદી જુદી ઝડપે પ્રસરણ પામે છે.
(12) ધ્વનિની પ્રબળતા તેના કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં છે.
(14) ધ્વનિની પ્રબળતાનો એકમ ડેસિબલ (dB) છે.
(15) સ્ટીલમાં ધ્વનિ પ્રસરણ પામી શકે છે.
પ્રશ્ન 4.
નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
ધ્વનિની જે લાક્ષણિક્તા તીણા અને ઘેરા ધ્વનિને અલગ કરે છે તેનું નામ લખો.
ઉત્તરઃ
પિચ
પ્રશ્ન 2.
વસ્તુની સમતોલન સ્થાનની આસપાસ (to and fro) થતી ધીમી ગતિનું નામ જણાવો.
ઉત્તરઃ
દોલન ગતિ
પ્રશ્ન 3.
મનુષ્યના કાન માટે શ્રાવ્ય ધ્વનિની આવૃત્તિની મર્યાદા કેટલી છે?
ઉત્તરઃ
20 Hzથી 20,000 Hz
પ્રશ્ન 4.
સ્વરપેટીનું બીજું નામ લખો.
ઉત્તરઃ
કંઠસ્થાન
પ્રશ્ન 5.
કોઈ પાત્રમાંની બધી જ હવા દૂર કરવામાં આવે, તો પાત્રમાં શું રચાય છે?
ઉત્તરઃ
શૂન્યાવકાશ
પ્રશ્ન 6.
રમકડાના ટેલિફોનમાં ધ્વનિ કયા માધ્યમમાં પ્રસરણ પામે છે?
ઉત્તરઃ
દોરી
પ્રશ્ન 7.
પદાર્થ 1 સેકન્ડમાં 20 કંપનો પૂર્ણ કરે, તો તેની આવૃત્તિ કેટલા હર્ટ્ઝ હશે?
ઉત્તરઃ
20
પ્રશ્ન 8.
ઘોંઘાટ નિયંત્રણના ભાગ રૂપે મોટો અવાજ ઉત્પન્ન કરતાં મશીનોઉપકરણોમાં શું લગાડવું જોઈએ?
ઉત્તરઃ
સાયલેન્સર
પ્રશ્ન 9.
સંગીતનો ધ્વનિ અતિશય મોટો થાય, તો શું નિર્માણ થાય?
ઉત્તરઃ
ઘોંઘાટ
પ્રશ્ન 10.
ધ્વનિની પ્રબળતાનો આધાર શાના પર છે?
ઉત્તરઃ
કપવિસ્તાર પર
પ્રશ્ન 11.
એક વ્યક્તિનો અવાજ ઘેરો છે, તો તેની આવૃત્તિ વધુ હશે કે ઓછી?
ઉત્તરઃ
ઓછી
પ્રશ્ન 12.
કાનની બહારના ભાગનો આકાર જણાવો.
ઉત્તરઃ
ગળણી જેવો
પ્રશ્ન 13.
મનુષ્યમાં જ્યાં ધ્વનિ ઉત્પન્ન થાય છે તેનું નામ લખો.
ઉત્તરઃ
સ્વરપેટી
પ્રશ્ન 5.
નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
ધ્વનિ કેવી રીતે ઉત્પન્ન થાય છે?
ઉત્તરઃ
કંપન કરતી વસ્તુઓ દ્વારા ધ્વનિ ઉત્પન્ન થાય છે.
પ્રશ્ન 2.
કંપન એટલે શું?
ઉત્તરઃ
વસ્તુની આગળ-પાછળ કે ઉપર-નીચે થતી ઝડપી ગતિને કંપન કહેવાય છે.
પ્રશ્ન ૩.
કેટલાક કિસ્સાઓમાં કંપનીનું નિદર્શન થઈ શકતું નથી. કેમ?
ઉત્તરઃ
જ્યારે કંપન કરતી વસ્તુઓનો કંપવિસ્તાર અતિ નાનો હોય, તો તેવાં કંપનોનું નિદર્શન થઈ શક્યું નથી. એટલે કે તેમને જોઈ શકાતાં નથી.
પ્રશ્ન 4.
કંપવિસ્તાર એટલે શું?
ઉત્તરઃ
સમતોલન સ્થાનથી કોઈ એક તરફના કંપન કરતી વસ્તુના મહત્તમ સ્થાનાંતરને કંપવિસ્તાર કહે છે.
પ્રશ્ન 5.
આવૃત્તિ એટલે શું?
ઉત્તરઃ
એકમ સમયમાં થતાં કંપનોની સંખ્યાને આવૃત્તિ કહે છે.
પ્રશ્ન 6.
સ્વરપેટી એટલે શું?
ઉત્તરઃ
મનુષ્યોમાં શ્વાસનળીના ઉપલા છેડે આવેલ અવયવ જેમાંથી ધ્વનિ ઉત્પન્ન થાય છે તેને સ્વરપેટી કહે છે.
પ્રશ્ન 7.
સ્વરતંતુઓ એટલે શું?
ઉત્તર:
સ્વરપેટીની આસપાસ ખેંચાયેલા તંતુઓ કે જેમના વડે હવાને પસાર થવા માટે સાંકડી સ્લિટની રચના થાય છે તેમને સ્વરતંતુઓ કહે છે.
પ્રશ્ન 8.
પુરુષોમાં અને સ્ત્રીઓમાં આવેલ સ્વરતંતુઓની લંબાઈ જણાવો.
ઉત્તરઃ
પુરુષોમાં સ્વરતંતુઓની લંબાઈ લગભગ 20 mm અને સ્ત્રીઓમાં 15 mm હોય છે. ‘
પ્રશ્ન 9.
1 હર્ટ્ઝ એટલે શું?
ઉત્તરઃ
કંપન કરતી વસ્તુ 1 સેકન્ડમાં 1 કંપન કરે, તો તેના કંપનની આવૃત્તિ 1 હર્ટ્ઝ કહેવાય છે.
પ્રશ્ન 10.
ધ્વનિને લગતી કઈ બાબતો જુદા જુદા ધ્વનિને એકબીજાથી અલગ કરીને બતાવે છે?
ઉત્તરઃ
ધ્વનિનો કપવિસ્તાર અને આવૃત્તિ એવા ગુણધર્મો છે કે જેના વડે જુદા જુદા ધ્વનિને એકબીજાથી અલગ કરી શકાય છે.
પ્રશ્ન 11.
આવર્તકાળ એટલે શું?
ઉત્તરઃ
1 કંપન પૂર્ણ કરવા માટે લાગતા સમયને આવર્તકાળ કહે છે.
પ્રશ્ન 12.
મનુષ્ય માટે અશ્રાવ્ય ધ્વનિની આવૃત્તિઓ કેટલી હોય છે?
ઉત્તર:
20 Hzથી ઓછી અને 20,000 Hzથી વધુ.
પ્રશ્ન 13.
ઘોંઘાટ એટલે શું?
ઉત્તરઃ
મોટો ધ્વનિ જે કર્ણપ્રિય નથી તેને ઘોંધાટ કહે છે.
પ્રશ્ન 14.
સંગીતનો ધ્વનિ એટલે શું?
ઉત્તરઃ
સંગીત વાદ્યો વડે ઉદ્ભવતો ધ્વનિ જે કર્ણપ્રિય છે, તેને સંગીતનો ધ્વનિ કહે છે.
પ્રશ્ન 15.
હવાનું પ્રદૂષણ એટલે શું?
ઉત્તર:
હવામાં અનિચ્છનીય વાયુઓ અને કણોની હાજરી હવાનું પ્રદૂષણ કહેવાય છે.
પ્રશ્ન 16.
ધ્વનિનું પ્રદૂષણ કોને કહે છે?
ઉત્તરઃ
હવામાં અનિચ્છનીય ધ્વનિની હાજરીને ધ્વનિનું પ્રદૂષણ કહે છે.
પ્રશ્ન 17.
હવાનું પ્રદૂષણ તથા ધ્વનિનું પ્રદૂષણની હાનિકારક અસરો ઓછી કરવા માટેનો એક ઉપાય જણાવો.
ઉત્તરઃ
જુદી જુદી ઇમારતો અને રસ્તાઓની આસપાસ વૃક્ષો વાવવાં અને ઉછેરવાં જોઈએ.
(B) ટૂંકજવાબી પ્રશ્નો:
પ્રશ્ન 1.
નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
સ્વરતંતુઓ જો
- કડક અને પાતળા હોય તથા
- જાડા અને ઢીલા હોય, તો ઉત્પન્ન થતા ધ્વનિની આવૃત્તિ વિશે જણાવો.
ઉત્તર:
સ્વરતંતુઓ જો
- કડક અને પાતળા હોય, તો આવૃત્તિ વધુ હશે તથા
- જાડા અને ઢીલા હોય, તો આવૃત્તિ ઓછી હશે.
પ્રશ્ન 2.
પુરુષો, સ્ત્રીઓ અને બાળકોના ધ્વનિ અલગ અલગ કેમ હોય છે?
ઉત્તરઃ
પુરુષોમાં સ્વરતંતુઓની લંબાઈ આશરે 20 mm, સ્ત્રીઓમાં 15 mm અને બાળકોમાં સ્વરતંતુઓ ઘણા ટૂંકા હોય છે. આમ, સ્વરતંતુઓની વિવિધ લંબાઈને લીધે તેમના દ્વારા ઉત્પન્ન થતા ધ્વનિ અલગ અલગ હોય છે.
પ્રશ્ન 3.
નીચેનાં સંગીત વાદ્યોમાં કયા ભાગ કંપિત થાય છે જેના કારણે ધ્વનિ ઉત્પન્ન થાય છે?
- સિતાર
- ડ્રમ
- ટ્રમ્પટ
- મંજીરા
- વીણા
- તબલાં
ઉત્તરઃ
- સિતાર → મૃતણાયેલી દોરી / તાર
- ડ્રમ → ખેંચાયેલી ત્વચા – ચામડાનો પડદો (મેગ્નેન)
- ટ્રમ્પટન્ટ → હવાનો સ્તંભ
- મંજીરા → પતરાં અથવા પતરાં વડે બનેલી વસ્તુ
- વીણા → તણાયેલી દોરી / તાર
- તબલાં → ખેંચાયેલી ત્વચા (મેગ્નેન)
પ્રશ્ન 4.
નીચે જુદાં જુદાં સંગીત વાદ્યોના કંપન કરતા ભાગો જણાવ્યા છે, તો તેમને અનુરૂપ સંગીત વાદ્યોનાં નામ લખો:
- ખેંચાયેલી દોરી / તાર
- હવાનો સ્તંભ
- ખેંચાયેલી ત્વચા (મેગ્નેન).
- ધાતુનાં પતરાં (plates)
ઉત્તરઃ
- સિતાર
- શરણાઈ
- ડ્રમ
- ઘંટ
પ્રશ્ન 5.
નીચેના દરેક પ્રકાર માટે બે સંગીત વાદ્યોનાં નામ આપોઃ
- તંતુ / તાર વાદ્યો
- વાત્ વાદ્યો
- ત્વચા વાદ્યો
- પતરાં (plates) વાઘો
ઉત્તરઃ
- તંતુ / તાર વાદ્યો: પિયાનો, એકતારા
- વાત્ વાદ્યોઃ ટ્રમ્પટ, નાંદસ્વરમ્
- ત્વચા વાદ્યોઃ મિદંગમ્, તબલાં
- પતરાં (plates) વાઘો કરતાલ, મંજીરા
પ્રશ્ન 6.
ઘોંઘાટને નિયંત્રિત કરવાના ઉપાયો જણાવો.
ઉત્તરઃ
ઘોંઘાટને નિયંત્રણમાં રાખવા માટે ઘોંઘાટના સ્રોતો પર નિયંત્રણ રાખવું જોઈએ. જેમ કે,
- હવાઈ જહાજ(વિમાન)નાં એન્જિનો, પરિવહન માટેનાં વાહનો, ઔદ્યોગિક મશીનો, ઘરેલું ઉપકરણો વગેરેમાં સાયલેન્સર લગાડવાં જોઈએ.
- વાહનોના હૉર્નનો ઉપયોગ લઘુતમ કરવો જોઈએ.
- ટેલિવિઝન, રેડિયો, મ્યુઝિક સિસ્ટમ ધીમા અવાજે ચલાવવાં જોઈએ.
- ઇમારતો અને રસ્તાઓની આસપાસ વૃક્ષો વાવવાં અને ઉછેરવાં જોઈએ.
પ્રશ્ન 7.
સાદું લોલક 20 સેકન્ડમાં 10 દોલનો કરે છે, તો તેના દોલનનો આવૃત્તિ અને આવર્તકાળ કેટલાં હશે?
ઉત્તરઃ
આવૃત્તિ = 1 સેકન્ડમાં થતાં દોલનોની સંખ્યા
= \(\frac{10}{20}\) = 0.5 Hz
આવર્તકાળ = 1 દોલન પૂર્ણ કરવા માટે લાગતો સમય
= \(\frac{20}{10}\) = 2s
પ્રશ્ન 8.
ધ્વનિ ઉત્પન્ન કરવા માટે વસ્તુનું કંપન થવું જરૂરી છે, તો કેમ દરેક કંપિત વસ્તુના લીધે ઉત્પન્ન થતો ધ્વનિ આપણે સાંભળી શકતાં નથી?
ઉત્તર:
જો કંપિત વસ્તુના લીધે ઉત્પન્ન થયેલ ધ્વનિની આવૃત્તિ શ્રાવ્ય વિસ્તારમાં – પડતી હોય, તો તે ધ્વનિ આપણે સાંભળી શકીએ છીએ, નહીં તો ભલેને વસ્તુ ‘ કંપન કરે પણ ઉદ્ભવતો ધ્વનિ આપણે સાંભળી શકતાં નથી.
પ્રશ્ન 9.
શૂન્યાવકાશમાં રાખેલ ધાતુની થાળી પર ધાતુનો ચમચો અફાળવામાં આવે, તો શું ધાતુની થાળી કંપન અનુભવશે? શું ઉત્પન્ન થયેલો ધ્વનિ આપણે સાંભળી શકીશું?
ઉત્તરઃ
હા. ધાતુની થાળી કંપન અનુભવશે. આપણે આ કંપિત થાળી વડે ઉત્પન્ન થતો ધ્વનિ સાંભળી શકીશું નહીં, કારણ કે ધ્વનિ શૂન્યાવકાશમાં પ્રસરી શકતો નથી.
પ્રશ્ન 10.
અવકાશમાં એકબીજાની નજીક તરતા બે અવકાશયાત્રીઓ એકબીજા સાથે વાતચીત કરી શકે છે? “હાકે “ના” લખો. કેમ?
ઉત્તરઃ
ના. અવકાશમાં શૂન્યાવકાશ હોય છે અને ધ્વનિ શૂન્યાવકાશમાં પ્રસરી શકતો નથી.
પ્રશ્ન 11.
આપણી આસપાસ ઘોંઘાટ ઉત્પન કરતાં ત્રણ ઉદ્દગમો જણાવો.
ઉત્તર:
- ગતિમાન વાહનોનો અવાજ
- ફટાકડાં ફૂટવાનો અવાજ
- લાઉડસ્પીકર્સમાંથી આવતો અવાજ
પ્રશ્ન 12.
તમારી પાસે એક તંતુ / તાર વાદ્ય છે. સૌપ્રથમ તારને મધ્યમાંથી મોટા બળથી ખેંચીને કંપિત કરવામાં આવે છે અને ત્યારબાદ નાના બળ વડે ખેંચીને કંપિત કરવામાં આવે છે, તો કયા કિસ્સામાં આ સંગીત વાદ્ય પ્રબળ ધ્વનિ ઉત્પન્ન કરશે? કેમ?
ઉત્તરઃ
પ્રથમ કિસ્સામાં સંગીત વાદ્ય પ્રબળ ધ્વનિ ઉત્પન્ન કરશે, કારણ કે ધ્વનિની પ્રબળતાનો આધાર ધ્વનિના કંપવિસ્તાર પર છે. જ્યારે તારને મોટા બળથી – ખેંચીને કંપિત કરવામાં આવે છે ત્યારે કપિત તારનો કંપવિસ્તાર મોટો હોય છે. તેથી ઉદ્ભવતો ધ્વનિ પ્રબળ હોય છે.
પ્રશ્ન 13.
રસ્તાની એક બાજુએ ટાઉનહોલ બિલ્ડિંગ છે, જેના પર એક મોટી ઘડિયાળ લગાડેલી છે. આ ઘડિયાળ દર કલાકે ઘંટ વગાડે છે. રસ્તાની બીજી બાજુ પ્રશાંતનું ઘર છે, તો પ્રશાંતને કયા સમયે (દિવસે કે રાત્રે) ઘંટનો અવાજ (ધ્વનિ) સ્પષ્ટ અને મોટો સંભળાશે? કેમ?
ઉત્તરઃ
પ્રશાંતને રાત્રિના સમયે ઘંટનો અવાજ મોટો અને સ્પષ્ટ સંભળાશે કારણ કે રાત્રિના સમયે ઘોંઘાટ– ધ્વનિ-પ્રદૂષણ દિવસ કરતાં ઓછું હશે.
પ્રશ્ન 2.
વૈજ્ઞાનિક કારણો આપી સમજાવોઃ
પ્રશ્ન 1.
આપણે આપણા કાનમાં ક્યારેય તીણ, અણીદાર સખત વસ્તુ નાખવી જોઈએ નહીં.
ઉત્તરઃ
જો આપણે આપણા કાનમાં તીક્ષ્ણ, અણીદાર સખત વસ્તુ નાખીએ તો કાનના પડદાને નુકસાન થવાની શક્યતા છે. જેના કારણે આપણી શ્રવણ (સાંભળવાની) શક્તિ ઓછી થઈ શકે છે.
પ્રશ્ન 2.
રસ્તાની બંને બાજુએ વૃક્ષો ઉગાડવાં જોઈએ.
ઉત્તરઃ
રસ્તા પર ગતિમાન વાહનોને લીધે ધ્વનિ-પ્રદૂષણ ઉદ્ભવે છે. આ ધ્વનિ-પ્રદૂષણની હાનિકારક અસરો ઓછી કરવા રસ્તાની બંને બાજુ વૃક્ષો ઉગાડવાં જોઈએ, જેથી કરીને ઘોંઘાટ રહેઠાણો સુધી પહોંચી શકે નહીં.
પ્રશ્ન ૩.
શૂન્યાવકાશમાં ધ્વનિ પ્રસરણ પામતો નથી.
ઉત્તર:
ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની આવશ્યકતા છે. માધ્યમ ઘન, પ્રવાહી કે વાયુ / હવા કોઈ પણ હોઈ શકે. પણ શૂન્યાવકાશમાં કોઈ દ્રવ્યકણો હાજર હોતા નથી, તેથી શૂન્યાવકાશમાં ધ્વનિ પ્રસરણ પામતો નથી.
પ્રશ્ન 4.
મચ્છર વડે ઉદ્ભવતો ધ્વનિ સિંહની ગર્જનાથી ઉદ્ભવતા ધ્વનિ કરતાં જુદો છે.
ઉત્તરઃ
મચ્છર વડે ઉત્પન્ન થતો ધ્વનિ વધુ આવૃત્તિવાળો એટલે કે વધુ પિચવાળો હોય છે તેથી તે તણો છે. જ્યારે સિંહની ગર્જના વખતે ઉદ્ભવતો ધ્વનિ
ઓછી આવૃત્તિવાળો એટલે કે ઓછી પિચવાળો હોય છે. તેથી તે ઘેરો હોય છે.
(જોકે સિંહની ગર્જનાથી ઉદ્ભવતો ધ્વનિ મચ્છર દ્વારા ઉભવતાં ધ્વનિ કરતાં પ્રબળ હોય છે.)
પ્રશ્ન 5.
સ્ટીલ ટમલર પર ધાતુના ચમચાને હળવેથી અફાળતાં નિર્બળ ધ્વનિ ઉદ્ભવે છે, જ્યારે જોરથી અફાળતાં પ્રબળ ધ્વનિ ઉદ્ભવે છે.
ઉત્તર:
ધ્વનિની પ્રબળતા તેના કંપવિસ્તાર પર આધારિત છે. સ્ટીલ ટમલર પર ધાતુના ચમચાને હળવેથી અફાળતાં ટમલરના કંપનનો કંપવિસ્તાર ઓછો હોય છે, તેથી તેમાંથી ઉદ્ભવતો ધ્વનિ નિર્બળ હોય છે. પણ ચમચાને જોરથી અફાળતાં ટમલરના કંપનનો કંપવિસ્તાર વધુ હોય છે, તેથી તેમાંથી ઉદ્ભવતો ધ્વનિ પ્રબળ હોય છે.
પ્રશ્ન 6.
ચંદ્ર પર બે વ્યક્તિઓ એકબીજા સાથે વાતચીત કરી શકતા નથી.
ઉત્તર:
ચંદ્ર પર વાતાવરણ નથી. ધ્વનિ શૂન્યાવકાશમાં પ્રસરણ પામતો નથી. તેથી ચંદ્ર પર બે વ્યક્તિઓ એકબીજા સાથે વાતચીત કરી શકતા નથી.
પ્રશ્ન 3.
યોગ્ય જોડકાં બનાવોઃ
(1)
વિભાગ A |
વિભાગ B |
(1) હર્ટ્ઝ | (a) કંપવિસ્તાર |
(2) ડેસિબલ | (b) આવર્તકાળ |
(3) મીટર | (c) આવૃત્તિ |
(4) સેકન્ડ | (d) પ્રબળતા |
(5) નિયમિત કંપનો | (e ) ઘોંઘાટ |
(6) અનિયમિત કંપનો | (f) સંગીતનો ધ્વનિ |
ઉત્તરઃ
(1) → (c), (2) → (d), (3) → (a), (4) → (b), (5) → (f), (6) → (e).
(2)
વિભાગ A |
વિભાગ B |
(1) કર્ણપ્રિય ધ્વનિ | (a) 15 mm |
(2) અસુખદ ધ્વનિ | (b) પ્રબળ ધ્વનિ |
(3) વધુ આવૃત્તિ | (c) 20 mm |
(4) વધુ કંપવિસ્તાર | (d) ઘોંઘાટ |
(5) પુરુષોમાં સ્વરતંતુઓની લંબાઈ | (e ) સંગીત |
(6) સ્ત્રીઓમાં સ્વરતંતુઓની લંબાઈ | (f) તીણો ધ્વનિ |
ઉત્તરઃ
(1) → (e), (2) → (d), (3) → (f), (4) → (b), (5) → (c), (6) → (a).
(૩)
વિભાગ A | વિભાગ B |
(1) શારીરિક રીતે કષ્ટદાયક ધ્વનિ | (a) સંગીત વાદ્ય |
(2) સામાન્ય વાતચીત | (b) પાતળો ખેંચાયેલ પડદો |
(3) શ્રાવ્ય ધ્વનિનો વિસ્તાર | (c) કંઠસ્થાન |
(4) એકતારા | (d) 20 Hzથી 20 kHz |
(5) સ્વરપેટી | (e) 60 dB |
(6) કાનનો પડદો | (f) 80 dB |
ઉત્તરઃ
(1) → (f), (2) → (e), (3) → (d), (4) → (a), (5) → (c), (6) → (b).
(C) વિસ્તૃત પ્રશ્નો:
પ્રશ્ન. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
માનવ કાનની આકૃતિ દોરો. કાનના પડદાનું કાર્ય સંક્ષિપ્તમાં લખો.
ઉત્તર:
કાર્ય: કાનના બહારના ભાગનો આકાર ગળણી જેવો હોય છે.
- કાનમાં જ્યારે ધ્વનિ પ્રવેશે છે ત્યારે તે કર્ણનાળ મારફતે કર્ણપટલ સુધી પહોંચે છે.
- કર્ણપટલ એટલે જ કાનનો પડદો, જે ચુસ્ત રીતે ખેંચાયેલ રબરના પડદા જેવો હોય છે.
- બહારથી ધ્વનિ જ્યારે કાનના પડદા પર પડે છે ત્યારે તે કંપિત થાય છે.
- કાનનો પડદો આ કંપનીને આંતરિક કાન સુધી મોકલે છે. ત્યાંથી ધ્વનિનાં તરંગોને મગજ સુધી પહોંચાડવામાં આવે છે. આ પ્રકારે આપણે ધ્વનિ સાંભળીએ છીએ.
પ્રશ્ન 2.
ટૂંક નોંધ લખો: ધ્વનિની પ્રબળતા
ઉત્તર:
- ધ્વનિના કંપવિસ્તારની માનસશાસ્ત્રીય સમજ, જે શરીરવિજ્ઞાન સંબંધી છે, તેને ધ્વનિની પ્રબળતા કહે છે.
- જ્યારે ધ્વનિ શ્રોતાના કાન પર પડે છે. ત્યારે કાનમાં સંવેદના પેદા કરે છે. કેટલાક ધ્વનિ પ્રબળ અને કેટલાક ધ્વનિ મૃદુ હોય છે.
- પ્રબળ ધ્વનિ અને મૃદુ ધ્વનિ વચ્ચેનો તફાવત જેના લીધે શ્રોતાના કાનમાં ઉદ્ભવતી સંવેદના વડે નક્કી થાય છે, તેને ધ્વનિની પ્રબળતા કહે છે.
- ધ્વનિની પ્રબળતા તેના કંપવિસ્તાર પર આધારિત છે.
- ધ્વનિની પ્રબળતા, કંપવિસ્તારના વર્ગના સમપ્રમાણમાં હોય છે.
- જો કંપવિસ્તાર બમણો કરવામાં આવે, તો પ્રબળતા ચાર ગણી થાય છે.
- પ્રબળતા ડેસિબલ (dB) એકમમાં દર્શાવવામાં આવે છે.
(આકૃતિ 134: પિયાનોના તારને મધ્યમાંથી જોરથી અફાળતાં ઉદ્ભવતો ધ્વનિ)
- જ્યારે કપવિસ્તાર મોટો હોય, ત્યારે ધ્વનિ પ્રબળ હોય છે.
- જ્યારે કંપવિસ્તાર નાનો હોય, ત્યારે ધ્વનિ નિર્બળ હોય છે.
પ્રશ્ન ૩.
ટૂંક નોંધ લખોઃ ધ્વનિની પિચ
ઉત્તરઃ
- મૃધ્વનિનો જે ગુણધર્મ તેની મહત્તા (highness) અને ન્યૂનતા (lowness) રજૂ કરે છે, તેને પિચ કહેવામાં આવે છે.
- કોઈ ઉત્સર્જિત ધ્વનિની આવૃત્તિનું આપણું મસ્તિષ્ક કેવું અર્થઘટન કરે છે, તેને પિચ કહે છે.
- જો કંપનની આવૃત્તિ વધારે હોય, તો અવાજ તીણો હોય છે અને પિચ વધારે હોય છે. સ્ત્રીઓનો અવાજ તીણો હોય છે.
- જો કંપનની આવૃત્તિ ઓછી હોય, તો અવાજ ઘેરો હોય છે અને પિચ ઓછી હોય છે. પુરુષોનો અવાજ ઘેરો હોય છે.
[આકૃતિ 13.6 ડ્રમમાંથી ઉદ્ભવતો ધ્વનિ –નીચી પિચનાં ધ્વનિતરંગો (ઓછી આવૃત્તિ)]
- સિસોટીની આવૃત્તિ વધારે હોય છે. તેથી તે વધારે પિચવાળો ધ્વનિ ઉત્પન્ન કરે છે.
- ડ્રમની આવૃત્તિ ઓછી હોય છે. તેથી તે ઓછા પિચવાળો ધ્વનિ ઉત્પન્ન કરે છે.
- પક્ષીઓ ઉચ્ચ પિચવાળો ધ્વનિ ઉત્પન્ન કરે છે. જ્યારે સિંહની ગર્જનાનો પિચ ઓછો હોય છે.
(જોકે સિંહની ગર્જના વધારે પ્રબળ હોય છે, જ્યારે પક્ષીઓનો ધ્વનિ નિર્બળ હોય છે.)
HOTS પ્રકારના પ્રશ્નોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે માં લખો:
પ્રશ્ન 1.
નીચે વિવિધ માધ્યમોની સૂચિ (યાદી) આપેલ છે :
(i) લાકડું
(ii) પાણી
(iii) હવા
(iv) શૂન્યાવકાશ
આપેલ માધ્યમોમાંથી શેમાં ધ્વનિ પ્રસરણ પામી શકે છે?
A. માત્ર (i) અને (ii)
B. માત્ર (iii) અને (iv)
C. માત્ર (i), (ii) અને (iii)
D. માત્ર (ii), (iii) અને (iv)
ઉત્તર:
C. માત્ર (i), (ii) અને (iii)
પ્રશ્ન 2.
નીચેનામાંથી કયાં વિધાનો સાચાં છે?
(i) ધ્વનિ કંપન કરતી વસ્તુ વડે ઉદ્ભવે છે.
(ii) ધ્વનિના પ્રસરણ માટે માધ્યમની જરૂર છે.
(iii) ધ્વનિ અને પ્રકાશ બંનેના પ્રસરણ માટે માધ્યમની જરૂર છે.
(iv) ધ્વનિ, પ્રકાશ કરતાં ધીરેથી પ્રસરણ પામે છે.
A. માત્ર (i) અને (ii)
B. માત્ર (i), (ii) અને (iii)
C. માત્ર (ii), (iii) અને (iv)
D. માત્ર (i), (ii) અને (iv)
ઉત્તર:
D. માત્ર (i), (ii) અને (iv)
પ્રશ્ન 3.
એક વસ્તુના કંપનની આવૃત્તિ 50 Hz છે, તો તેના કંપનનો આવર્તકાળ ………… હશે.
A. 0.02 s
B. 0.2 s
C. 2 s
D. 20.0 s
ઉત્તર:
A. 0.02 s
પ્રશ્ન 4.
1 હર્ટ્ઝ = ……….
ઉત્તર: