Gujarat Board GSEB Class 8 Science Important Questions Chapter 15 કેટલીક કુદરતી ઘટનાઓ Important Questions and Answers.
GSEB Class 8 Science Important Questions Chapter 15 કેટલીક કુદરતી ઘટનાઓ
વિશેષ પ્રશ્નોત્તર
(A) હેતુલક્ષી પ્રશ્નો
પ્રશ્ન 1.
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધોઃ
પ્રશ્ન 1.
આકાશમાં ચોમાસાની ઋતુમાં વીજળી થવાનું કારણ શું છે?
A. ઈશ્વરનો કોપ
B. વરસાદના પાણીમાંથી જળવિદ્યુત ઉત્પન્ન થવાથી
C. વાદળોમાં એકઠો થતો વીજભાર
D. વાદળમાંનાં નાનાં નાનાં જલબિંદુઓ અથડાવાથી ઊર્જા મુક્ત થવાથી
ઉત્તરઃ
વાદળોમાં એકઠો થતો વીજભાર
પ્રશ્ન 2.
શિયાળામાં ઊનનાં કે પૉલિએસ્ટર કપડાં અંધારામાં ઉતારવામાં આવે છે ત્યારે શું થતું જોવા મળે છે?
A. રૂંવાટી ઊભી થઈ જાય છે.
B. તડ તડ અવાજ સંભળાય છે.
C. પ્રકાશના લિસોટા કે તણખા ઉત્પન્ન થતા જોવા મળે છે.
D. આપેલ તમામ
ઉત્તરઃ
આપેલ તમામ
પ્રશ્ન 3.
બૉલપેનની વપરાયેલી રીફિલને જોરથી પૉલિથીનના ટુકડા સાથે ઘસવામાં આવે છે. આ અંગે નીચેના પૈકી કયું વિધાન સત્ય નથી?
A. રીફિલ વીજભારિત બને છે.
B. પૉલિથીન વીજભારિત બને છે.
C. રીફિલ અને પૉલિથીન પર ઉત્પન્ન થતા વીજભારો સમાન પ્રકારના હોય છે.
D. રીફિલ કાગળના નાના ટુકડાઓને આકર્ષે છે.
ઉત્તરઃ
રીફિલ અને પૉલિથીન પર ઉત્પન્ન થતા વીજભારો સમાન પ્રકારના હોય છે.
પ્રશ્ન 4.
કાચના સળિયાને રેશમના કાપડ સાથે ઘસવાથી કાચના સળિયા પર કયો વીજભાર ઉત્પન્ન થાય છે?
A. ધન
B. ત્રણ
C. ધન કે ત્રણ ગમે તે એક
D. વીજભાર ઉત્પન્ન થતો નથી
ઉત્તરઃ
ધન
પ્રશ્ન 5.
કાચના સળિયાને કોની સાથે ઘસવાથી કાચના સળિયામાં ધન વીજભાર મળે છે?
A. રેશમ
B. અંબર
C. સુતરાઉ કાપડ
D. ઊન
ઉત્તરઃ
રેશમ
પ્રશ્ન 6.
વીજભારિત કાચના સળિયાને પૉલિથીન સાથે ઘસેલી પ્લાસ્ટિકની સ્ટ્રૉની નજીક લાવવામાં આવે ત્યારે શું થાય?
A. અપાકર્ષણ
B. આકર્ષણ
C. કોઈ પ્રતિક્રિયા થાય નહિ
D. આપેલ પૈકી એકેય નહિ
ઉત્તરઃ
આકર્ષણ
પ્રશ્ન 7.
ગાજવીજ સાથેના તોફાન વખતે બહાર હોઈએ ત્યારે આપણે શું કરવું જોઈએ?
A. ઊંચાં વૃક્ષો નીચે જવું જોઈએ.
B. નીચાં વૃક્ષો નીચે આશ્રય લેવો.
C. પતરાંના છાપરાં નીચે જવું જોઈએ.
D. ખુલ્લા મેદાનમાં જવું જોઈએ.
ઉત્તરઃ
નીચાં વૃક્ષો નીચે આશ્રય લેવો.
પ્રશ્ન 8.
ઊંચી ઇમારતોને વીજળીની અસરથી બચાવવા શું વ્યવસ્થા કરવામાં આવે છે?
A. ઇમારત પર વીજળીના અવાહક લગાડવામાં આવે છે.
B. ઇમારત પર વીજળીના વાહક લગાડવામાં આવે છે.
C. ઇમારત પર શેડ કરવામાં આવે છે.
D. ઇમારત પર પાણીની ટાંકી રાખવામાં આવે છે.
ઉત્તરઃ
ઇમારત પર વીજળીના વાહક લગાડવામાં આવે છે.
પ્રશ્ન 9.
26 જાન્યુઆરી, 2001ના રોજ મોટો ભૂકંપ ક્યાં આવ્યો હતો?
A. ગુજરાતમાં
B. કશ્મીરમાં
C. ઓડિશામાં
D. લાતુરમાં
ઉત્તરઃ
ગુજરાતમાં
પ્રશ્ન 10.
4 તીવ્રતાવાળા ભૂકંપ કરતાં 6 તીવ્રતાવાળો ભૂકંપ કેટલા ગણી વિનાશક શક્તિ ધરાવે છે?
A. દોઢ ગણી
B. બેગણી
C. 100 ગણી
D. 1000 ગણી
ઉત્તરઃ
1000 ગણી
પ્રશ્ન 11.
નીચેના પૈકી કઈ કુદરતી ઘટનાનું પૂર્વાનુમાન શક્ય નથી?
A. ચક્રવાત
B. વંટોળ
C. ગાજવીજ સાથે વરસાદ
D. ભૂકંપ
ઉત્તરઃ
ભૂકંપ
પ્રશ્ન 2.
ખાલી જગ્યા પૂરોઃ
પ્રશ્ન 1.
…………… નામના અમેરિકન વિજ્ઞાનીએ દર્શાવ્યું કે વીજળી અને પૉલિએસ્ટર કપડાં ઉતારતી વખતે થતા તણખા સમાન ઘટનાઓ છે.
ઉત્તરઃ
બેન્જામિન ફ્રેન્કલીન
પ્રશ્ન 2.
પ્લાસ્ટિકની રીફિલને પૉલિથીન સાથે ઘસવામાં આવે છે ત્યારે તે ……….. મેળવે છે.
ઉત્તરઃ
વીજભાર
પ્રશ્ન 3.
સમાન વીજભાર વચ્ચે ……….. થાય છે.
ઉત્તરઃ
અપાકર્ષણ
પ્રશ્ન 4.
ધન વીજભાર અને ત્રણ વીજભાર વચ્ચે ………. થાય છે.
ઉત્તરઃ
આકર્ષણ
પ્રશ્ન 5.
પ્લાસ્ટિકના કાંસકાને કોરા વાળ સાથે ઘસવાથી ઉત્પન્ન થતો વીજભાર જાતે વહન થતો ન હોવાથી તે વીજભારને ……….. વીજભાર કહે છે.
ઉત્તરઃ
સ્થિર
પ્રશ્ન 6.
જ્યારે વીજભારનું વહન થાય છે ત્યારે તે ……… બને છે.
ઉત્તરઃ
વિદ્યુતપ્રવાહ
પ્રશ્ન 7.
જે-તે પદાર્થ વીજભારિત છે કે નહીં તે જાણવા ……… નો ઉપયોગ થાય છે.
ઉત્તરઃ
ઈલેક્ટ્રૉસ્કોપ
પ્રશ્ન 8.
જુદાં જુદાં વાદળો વચ્ચે તથા વાદળ અને પૃથ્વી વચ્ચે થતાં વીજભારના વિસર્જનને લીધે ………….. ઉત્પન્ન થાય છે.
ઉત્તરઃ
વીજળી
પ્રશ્ન 9.
ઊંચી ઇમારતોને વીજળી પડવાની ઘટનાથી બચાવવા ઇમારતો પર ……….. મૂકવામાં આવે છે.
ઉત્તરઃ
વીજળીવાહકો
પ્રશ્ન 10.
પૃથ્વીનું અચાનક હલવું કે ધ્રુજવું તેને કહે છે.
ઉત્તરઃ
ભૂકંપ
પ્રશ્ન 3.
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો. ખોટાં વિધાનો સુધારીને , ફરીથી લખોઃ
(1) ગ્રીક લોકો ઈ. સ. પૂર્વે 600થી જાણતાં હતાં કે જ્યારે અંબરને ફર સાથે ઘસવામાં આવે છે ત્યારે તે વાળ જેવા હલકા પદાર્થોને આકર્ષે છે.
(2) પ્લાસ્ટિકના કાંસકાને કોરા વાળ સાથે ઘસવામાં આવે છે, ત્યારે કાંસકો વીજભાર મેળવે છે પરંતુ વાળ વીજભાર મેળવતા નથી.
(3) વીજભારિત ફુગ્ગાથી વીજભારિત ફુગ્ગો આકર્ષિત થાય છે.
(4) કાચના સળિયાને રેશમ સાથે ઘસવાથી કાચનો સળિયો ધન વીજભાર મેળવે છે.
(5) બે યોગ્ય પદાર્થોને એકબીજા સાથે ઘસવાથી ઉત્પન્ન થતો વીજભાર સ્થિર હોય છે. તેઓનું જાતે વહન થતું નથી. . (6) ઇલેક્ટ્રૉસ્કોપ વીજભાર ઉત્પન્ન કરવાનું સાધન છે.
(7) ઇલેક્ટ્રૉસ્કોપની ઉપરના વીજભારિત ધાતુના સળિયાને આંગળી અડાડવાથી ઍલ્યુમિનિયમ ફોઇલની પટ્ટીઓ વિદ્યુતભારિત થાય છે.
(8) ઇમારતોમાં બાંધકામ દરમિયાન વપરાયેલા ધાતુના તંભ, વિદ્યુત વાયરો અને પાણીની પાઇપો વીજળીથી આપણને કંઈક અંશે બચાવે છે.
(9) ગાજવીજ સાથેના તોફાન દરમિયાન છત્રી ઓઢવી સલાહભર્યું નથી.
(10) પૃથ્વીનું સૌથી બહારનું પડ સળંગ નથી, પરંતુ તે ટુકડાઓમાં વિભાજિત થયેલું છે.
ઉત્તર:
ખરાં વિધાનોઃ (1), (4), (5), (8), (9), (10).
ખોટાં વિધાનઃ (2), (3), (6), (7).
સુધારીને ફરી લખેલાં વિધાનોઃ (2) પ્લાસ્ટિકના કાંસકા કોરા વાળ સાથે ઘસવામાં આવે છે, ત્યારે કાંસકો અને વાળ બંને વીજભાર મેળવે છે.
(3) વીજભારિત ફુગ્ગાથી વીજભારિત ફુગ્ગો અપાકર્ષિત થાય છે.
(6) ઇલેક્ટ્રૉસ્કોપ પદાર્થ પર વીજભાર છે કે નહિ તે જાણવા માટેનું સાધન છે.
(7) ઇલેક્ટ્રૉસ્કોપની ઉપરના વીજભારિત ધાતુના સળિયાને આંગળી અડાડવાથી ઍલ્યુમિનિયમ ફૉઇલની પટ્ટીઓ વિદ્યુતવિભારિત થાય છે, વિદ્યુતભારિત નહિ.
પ્રશ્ન 4.
નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર આપો?
પ્રશ્ન 1.
વાદળોમાં એકઠા થતા વીજભારને લીધે કઈ કુદરતી ઘટના બને છે જે વિનાશક હોઈ શકે છે?
ઉત્તરઃ
વીજળી પડવી
પ્રશ્ન 2.
સૉકેટની અંદર પ્લગ ઢીલો હોય ત્યારે તેમાં શું થતું જોવા મળે છે?
ઉત્તરઃ
તણખા
પ્રશ્ન 3.
વીજભારિત પદાર્થમાંથી વીજભારના પૃથ્વીમાં વહનની ક્રિયાને શું કહે છે?
ઉત્તરઃ
અર્થિંગ
પ્રશ્ન 4.
કાચના સળિયાને રેશમના કાપડ સાથે ઘસવાથી તે વીજભાર મેળવે છે. આ સ્થિતિમાં કાચના સળિયાને કેવો પદાર્થ કહેવાય?
ઉત્તરઃ
વીજભારિત પદાર્થ
પ્રશ્ન 5.
પ્લાસ્ટિકની રીફિલને પૉલિથીન સાથે ઘસતાં કોનામાં વીજભાર ઉત્પન્ન થાય છે?
ઉત્તરઃ
બંનેમાં
પ્રશ્ન 6.
ફુલાવેલ ફુગ્ગાને પૉલિથીન સાથે ઘસેલી પ્લાસ્ટિકની સ્ટ્રૉની નજીક લાવવામાં આવે ત્યારે શું થાય?
ઉત્તરઃ
આકર્ષણ
પ્રશ્ન 7.
વીજભારિત પ્લાસ્ટિકની સ્ટ્રૉનો વીજભાર ક્યા પ્રકારનો છે?
ઉત્તરઃ
ઋણ
પ્રશ્ન 8.
બે પદાર્થોને ઘસવાથી તેમનામાં ઉત્પન્ન થતા વીજભારને કેવો વીજભાર કહે છે?
ઉત્તરઃ
સ્થિર વીજભાર
પ્રશ્ન 9.
વીજભારિત વસ્તુ પરથી શાની મારફતે બીજા પદાર્થ સુધી વીજભારનું વહન કરી શકાય છે?
ઉત્તરઃ
વિદ્યુતવાહક મારફતે
પ્રશ્ન 10.
સિસ્મિક ઝોનમાં રહેતા લોકોએ ઈમારતોનાં માળખાં ખાસ રીતે તૈયાર કરેલાં હોય છે તેને શું કહે છે?
ઉત્તરઃ
ભૂકંપ સલામત
પ્રશ્ન 11.
ભૂકંપના કેન્દ્રને શું કહે છે?
ઉત્તરઃ
એપિસેન્ટર
પ્રશ્ન 12.
ભુજ અને કશ્મીરમાં આવેલા ભૂકંપની તીવ્રતા કેટલી હતી?
ઉત્તરઃ
7.5 કરતાં વધુ તીવ્રતા
પ્રશ્ન 13.
પૃથ્વીમાં થતી ધ્રુજારીનાં તરંગોને માપવા કયું સાધન વપરાય છે?
ઉત્તરઃ
સિસ્મોગ્રાફ
પ્રશ્ન 14.
ગુજરાતમાં ભૂકંપ પર સંશોધન કરતી સંસ્થા કઈ છે અને ક્યાં આવેલી છે?
ઉત્તરઃ
ISR, ગાંધીનગર
પ્રશ્ન 5.
નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપો?
પ્રશ્ન 1.
પવન, વાવાઝોડા અને ચક્રવાત સિવાયની કઈ બે કુદરતી ઘટનાઓ છે, જે વિનાશક બની શકે છે?
ઉત્તરઃ
પવન, વાવાઝોડા અને ચક્રવાત સિવાયની બે કુદરતી ઘટનાઓ વીજળી પડવી અને ભૂકંપ છે, જે વિનાશક બની શકે છે.
પ્રશ્ન 2.
અંબર શું છે?
ઉત્તરઃ
અંબર ગુંદરનો એક પ્રકાર છે.
પ્રશ્ન ૩.
વીજભારના પ્રકાર કેટલા છે અને કયા કયા?
ઉત્તરઃ
વીજભારના બે પ્રકાર છે:
- ધન વીજભાર
- ઋણ વીજભાર.
પ્રશ્ન 4.
ઈ. સ. 1752માં અમેરિકન વિજ્ઞાની બેન્જામિન ફ્રેન્કલીને કઈ બે ઘટનાઓ સમાન ઘટનાઓ છે એમ દર્શાવ્યું?
ઉત્તરઃ
ઈ. સ. 1752માં અમેરિકન વિજ્ઞાની બેન્જામિન ફ્રેન્કલીને દર્શાવ્યું કે વીજળી અને ઊનનાં કપડાંને શરીર પરથી ઉતારતાં થતા તણખા કે પ્રકાશના લિસોટા સમાન ઘટનાઓ છે.
પ્રશ્ન 5.
પ્રાચીન સમયમાં લોકો વિજળીથી કેમ ડરતાં હતાં?
ઉત્તરઃ
પ્રાચીન સમયમાં લોકો માનતા હતા કે વીજળી એ ઈશ્વરનો કોપ છે. તેથી તેઓ વીજળીથી ડરતાં હતાં.
પ્રશ્ન 6.
પ્લાસ્ટિકની ફૂટપટ્ટીને કોરા વાળ સાથે ઘસવાથી તે કાગળના ટુકડાને શા કારણે આકર્ષે છે?
ઉત્તર:
પ્લાસ્ટિકની ફૂટપટ્ટીને કોરા વાળ સાથે ઘસવાથી તેમાં ઉત્પન્ન થતા વીજભારને કારણે તે કાગળના ટુકડાને આકર્ષે છે.
પ્રશ્ન 7.
વીજભારિત પદાર્થ એટલે શું?
ઉત્તરઃ
વીજભાર મેળવેલ પદાર્થને વીજભારિત પદાર્થ કહે છે.
પ્રશ્ન 8.
ઇલેક્ટ્રૉસ્કોપનો ઉપયોગ શો છે?
ઉત્તરઃ
ઇલેક્ટ્રોસ્કોપનો ઉપયોગ પદાર્થ પર વીજભાર છે કે નહિ તે જાણવા માટે થાય છે.
પ્રશ્ન 9.
બે વીજભારો એકબીજા સાથે કઈ પ્રતિક્રિયા દર્શાવે છે?
ઉત્તરઃ
જો બે વીજભારો સમાન હોય તો તેમની વચ્ચે અપાકર્ષણ થાય છે અને અસમાન હોય તો તેમની વચ્ચે આકર્ષણ થાય છે.
પ્રશ્ન 10.
કાચના સળિયાને રેશમ સાથે ઘસવાથી બંનેમાં કયા કયા પ્રકારના વિજભાર ઉત્પન્ન થાય છે?
ઉત્તરઃ
કાચના સળિયાને રેશમ સાથે ઘસવાથી કાચના સળિયા પર ધન 1 વિજભાર અને રેશમ પર ઋણ વીજભાર ઉત્પન્ન થાય છે.
પ્રશ્ન 11.
બે ચોક્કસ પદાર્થોને ઘસવાથી ઉત્પન્ન થતા વીજભારને સ્થિર વિદ્યુત શા માટે કહે છે?
ઉત્તરઃ
બે ચોક્કસ પદાર્થોને ઘસવાથી ઉત્પન્ન થતો વીજભાર વહન પામતો નથી, પણ સ્થિર હોય છે. તેથી તેને સ્થિર વીજભાર કે સ્થિર વિદ્યુત કહે છે.
પ્રશ્ન 12.
અર્થિંગ એટલે શું?
ઉત્તર:
વીજભારિત પદાર્થ પરથી વીજવાહક દ્વારા પૃથ્વીમાં વીજભારના વહનની ક્રિયાને અર્થિંગ (Earthing) કહે છે.
પ્રશ્ન 13.
ઊંચી ઇમારતોને વીજળીથી બચાવવા શી વ્યવસ્થા હોય છે?
ઉત્તરઃ
ઊંચી ઈમારતોને વીજળીથી બચાવવા તેના પર વીજળીવાહક મૂકવામાં આવે છે, જે વીજળીનું જમીનમાં વહન કરે છે.
પ્રશ્ન 14.
ભૂકંપ થવાનું કારણ શું છે?
ઉત્તર:
ભૂકંપ થવાનું મુખ્ય કારણ પૃથ્વીની પ્લેટોનું હલન-ચલન છે.
પ્રશ્ન 15.
સિસ્મિક કે ફૉલ્ટ ઝોન કોને કહે છે?
ઉત્તર:
પૃથ્વીની પ્લેટોની ધાર ઉપર ભૂકંપ થઈ શકે તેવા સૌથી નબળા વિસ્તારોને સિસ્મિક કે ફૉલ્ટ ઝોન કહે છે.
પ્રશ્ન 16.
ભૂકંપ કોને કહે છે?
ઉત્તરઃ
પૃથ્વીનું અચાનક હલવું કે ધ્રુજવું તેને ભૂકંપ કહે છે.
પ્રશ્ન 17.
મોટા ભૂકંપને લીધે બીજી કઈ કુદરતી ઘટનાઓ બને છે?
ઉત્તરઃ
મોટા ભૂકંપને લીધે પૂર, ભૂસ્મલન અને સુનામીની ઘટનાઓ બને છે.’
પ્રશ્ન 18.
પૃથ્વીના પોપડામાં વિક્ષોભ ક્યારે ઉત્પન થાય છે, જે ભૂકંપનું કારણ બની શકે છે?
ઉત્તરઃ
પૃથ્વીની પ્લેટો જ્યારે એકબીજા સાથે ઘસાય છે, કે અથડાવાથી એક પ્લેટ નીચે બીજી પ્લેટ આવી જાય છે ત્યારે પૃથ્વીના પોપડામાં વિક્ષોભો ઉત્પન્ન થાય છે, જે ભૂકંપનું કારણ બની શકે છે.
પ્રશ્ન 19.
રિક્ટર સ્કેલ શું છે?
ઉત્તરઃ
ભૂકંપની તીવ્રતાના મૂલ્યને માપક્રમ પર દેખાડતા એકમને રિક્ટર સ્કેલ કહે છે.
પ્રશ્ન 20.
સિસ્મિક તરંગો એટલે શું?
ઉત્તરઃ
પૃથ્વીના પોપડાની ધ્રુજારીને લીધે પૃથ્વીની સપાટી પર તરંગો સર્જાય છે તે તરંગોને સિસ્મિક તરંગો કહે છે.
(B) ટૂંકજવાબી પ્રોઃ
પ્રશ્ન 1.
નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
આકાશમાં થતી વીજળી અંગે પ્રાચીન સમયના લોકોમાં અને અત્યારના લોકોમાં શી માન્યતાઓ છે?
ઉત્તરઃ
પ્રાચીન સમયના લોકો વીજળી થવાનું કારણ સમજી શકતાં ન હતાં. તેઓ માનતાં હતાં કે વીજળી એ ઈશ્વરનો કોપ છે. આથી તેઓ વીજળીથી ડરતાં હતાં.
અત્યારના સમયમાં લોકો જાણે છે કે વીજળી થવી એ કુદરતી ઘટના છે. વાદળોમાં એકઠા થતા અસમાન વીજભારોને લીધે વીજળી થાય છે. તે કોઈ ઈશ્વરનો કોપ નથી. તેથી વિજળીથી ડરવાનું કોઈ કારણ નથી. ફક્ત ભયાનક વીજળીની ઘટના વખતે આપણી જાતને બચાવવા પગલાં લેવા જોઈએ.
પ્રશ્ન 2.
બે યોગ્ય પદાર્થોને પરસ્પર ઘસવાથી વિજભારની ઉત્પત્તિ ઉદાહરણ આપી સમજાવો.
ઉત્તરઃ
બે પદાર્થો(ખાસ કરીને વિદ્યુતના અવાહકો)ને પરસ્પર ઘસવાથી વીજભાર ઉત્પન્ન થાય છે. ઉત્પન્ન થયેલો વીજભાર પદાર્થ પર સ્થિર હોય છે. તેઓનું જાતે વેહન થતું નથી. વીજભાર મેળવેલા પદાર્થોને વીજભારિત પદાર્થો કહે છે.
પ્લાસ્ટિકની રીફિલને પૉલિથીનના ટુકડા સાથે ઘસવામાં આવે છે ત્યારે રીફિલ અને પૉલિથીન બંને વીજભાર મેળવે છે. બંનેના વીજભાર અલગ અલગ પ્રકારના એટલે કે એકમાં ધન વીજભાર અને બીજામાં ઋણ વીજભાર હોય છે. પ્લાસ્ટિકના કાંસકાને કોરા વાળ સાથે તેમજ કાચના સળિયાને રેશમના કાપડ સાથે ઘસવાથી પણ વીજભાર પેદા થાય છે.
પ્રશ્ન ૩.
વીજભારના પ્રકારો જણાવી તેમની આંતરપ્રક્રિયા સમજાવો.
ઉત્તર:
વીજભારના બે પ્રકાર છે:
- ધન વીજભાર
- ઋણ વીજભાર.
બે ધન વીજભારો કે બે ત્રણ વીજભારો સમાન (સજાતીય) વીજભારો કહેવાય. બે સમાન વીજભારો ધરાવતા પદાર્થો નજીક લાવતાં અપાકર્ષણ થાય છે.
એક ધન વીજભાર અને બીજો કણ વીજભાર અસમાન (વિજાતીય) વીજભારો કહેવાય. બે અસમાન વીજભારો ધરાવતા પદાર્થો નજીક લાવતાં આકર્ષણ થાય છે.
પ્રશ્ન 4.
બે સમાન પ્રકારના વીજભારમાં અપાકર્ષણ થાય છે તે પ્રવૃત્તિ દ્વારા સમજાવો.
ઉત્તરઃ
જુઓ પ્રવૃત્તિ ૩નો (A).
પ્રશ્ન 5.
વીજભારિત કાચના સળિયા પર ધન વીજભાર હોય છે. આ પરથી વીજભારિત પ્લાસ્ટિકની ૉ પર કયો વીજભાર હશે તે કેવી રીતે નક્કી કરશો?
ઉત્તરઃ
કાચના સળિયાને રેશમ સાથે ઘસો. વીજભારિત કાચનો સળિયો ધન વીજભાર ધરાવે છે.
હવે, પ્લાસ્ટિકની સ્ટ્રૉને પૉલિથીન સાથે ઘસી તેને વીજભારિત કરો. વીજભારિત પ્લાસ્ટિકની સ્ટ્રૉની નજીક ધન વીજભારિત કાચના સળિયાને લાવો. આમ કરવાથી, બંને વચ્ચે આકર્ષણ થાય છે. આ પરથી સ્પષ્ટ થાય છે કે કાચના સળિયા અને પ્લાસ્ટિકની સ્ટ્રૉ પર પરસ્પર વિરુદ્ધ પ્રકારના વીજભાર છે.
પરંતુ કાચના સળિયા પર ધન વીજભાર છે. તેથી પ્લાસ્ટિકની સ્ટ્રૉ પર સણ વીજભાર છે એમ ચોક્કસ કહી શકાય.
પ્રશ્ન 6.
એક સારા સંવેદનશીલ ઇલેક્ટ્રોસ્કોપની આકૃતિ દોરી તેના ભાગોનું નામનિર્દેશન કરો.
પ્રશ્ન 7.
કાચના સળિયાને રેશમ સાથે ઘસી મેળવેલ વિજભારનું વહન કેવી રીતે થઈ શકે છે તે સમજાવો.
ઉત્તરઃ
કાચના સળિયાને રેશમ સાથે ઘસવાથી કાચનો સળિયો ધન વીજભાર મેળવે છે. તેનો વીજભાર ઘસેલા ભાગ પર સ્થિર હોય છે. તેનું જાતે વહન થઈ શકતું નથી. જો કાચના સળિયાના ઘસેલા ભાગને ધાતુના સળિયા સાથે અડકાડવામાં આવે, તો કાચના સળિયાનો વીજભાર ધાતુના સળિયા પર વહન પામે છે. આમ, વીજભારનું વહન વિદ્યુતવાહક વડે થઈ શકે છે.
પ્રશ્ન 8.
ચોમાસામાં આકાશમાં વીજળી કેવી રીતે ઉત્પન્ન થાય છે તે સમજાવો.
ઉત્તર :
ગાજવીજ સાથે તોફાન થતાં હવાના પ્રવાહો ઉપર તરફ જાય છે, જ્યારે પાણીનાં ટીપાં નીચે પડે છે. આ ઝડપી હિલચાલથી વીજભારનું વિભાજન થાય છે. છે વાદળોની ઉપરની ધાર તરફ ધન વીજભાર અને નીચેની ધાર તરફ ત્રણ વીજભાર જમા થાય છે. જમીન પાસે પણ ધન વીજભાર જમા થયેલો હોય છે. જ્યારે આ જમા થયેલા વીજભારનું મૂલ્ય ખૂબ જ વધી જાય છે ત્યારે હવા જે સામાન્ય રીતે વિદ્યુતની મંદવાહક છે તે તેના પ્રવાહને રોકી શકતી નથી. ધન અને ત્રણ વીજભાર ભેગા થતાં તેજસ્વી પ્રકાશનો લિસોટો તથા અવાજ ઉત્પન્ન થાય છે. આ લિસોટાને આપણે વીજળી કહીએ છીએ.
પ્રશ્ન 9.
વીજળી અને ગાજવીજ સાથેના તોફાનથી બચવા સુરક્ષિત જગ્યાઓ કઈ કઈ છે?
ઉત્તર:
વીજળી અને ગાજવીજ સાથેના તોફાનથી બચવા સુરક્ષિત જગ્યાઓ ઘર અને ઇમારત છે. જો તમે કાર કે બસમાં મુસાફરી કરતાં હો, તો વાહનનાં બધાં જ બારી-બારણાં બંધ હોય, તો તમે સુરક્ષિત છો. ૧
પ્રશ્ન 10.
ગાજવીજ દરમિયાન કઈ જગ્યાઓએ હોવું સુરક્ષિત નથી?
ઉત્તરઃ
ગાજવીજ દરમિયાન નીચેની જગ્યાઓએ હોવું સુરક્ષિત નથી :
- ખુલ્લાં વાહનો જેવાં કે મોટર સાઇકલ, ટ્રેક્ટર, ખુલ્લી ગાડીઓમાં હોવું સુરક્ષિત નથી.
- ખુલ્લા મેદાનો, ઊંચાં વૃક્ષો, બગીચાનાં છાપરાં તથા છજાં કાઢેલાં સ્થળો વીજળીના આંચકાથી આપણને બચાવતાં નથી. તેથી તેવી જગ્યાએ હોવું સુરક્ષિત નથી.
- ખુલ્લા મેદાનો, વીજળીના થાંભલા, ધાતુઓની વસ્તુઓ વગેરે સુરક્ષિત જગ્યાઓ નથી. તેથી તેવી જગ્યાએ હોવું સુરક્ષિત નથી.
પ્રશ્ન 11.
ગાજવીજ દરમિયાન તમે ઘરની અંદર હો, ત્યારે તમારે શી સાવધાની રાખવી જોઈએ?
ઉત્તરઃ
ગાજવીજ દરમિયાન આપણે ઘરની અંદર હોઈએ ત્યારે નીચેની બાબતોની સાવધાની રાખવી જોઈએ :
- ટેલિફોનના તાર, વિદ્યુત તાર અને ધાતુની પાઇપ પર વીજળી ત્રાટકી શકે છે. તેથી આ બધા સાથેનો સંપર્ક ટાળવો.
- લૅન્ડલાઇનનો ઉપયોગ કરવો નહિ. મોબાઇલ ફોનનો ઉપયોગ કરી શકાય.
- વહેતાં પાણીનો સંપર્ક ટાળવા નહાવાનું ટાળવું જોઈએ.
- ટીવી, કપ્યુટર જેવાં વીજળીથી ચાલતાં સાધનોના પ્લગ કાઢી નાખવા જોઈએ. વીજળીની લાઇટો ચાલુ રાખી શકાય.
પ્રશ્ન 12.
ભૂકંપને લીધે થતું નુકસાન જણાવો.
ઉત્તર:
ભૂકંપને લીધે થતું નુકસાન નીચે મુજબ છે :
- તેને લીધે મોટા પાયે જાનહાનિ અને સંપત્તિને નુકસાન થાય છે.
- ઇમારતો, પુલ, ડેમ તથા શૉપિંગ સેન્ટરોને નુકસાન થાય છે.
- તેને લીધે પૂર, ભૂસ્મલન અને સુનામી જેવી ઘટનાઓ બને છે. તે પણ મોટું નુકસાન પહોંચાડે છે.
પ્રશ્ન 18.
ભૂકંપ શાથી થાય છે તે સમજાવો.
ઉત્તરઃ
પૃથ્વીનું સૌથી બહારનું પડ સળંગ નથી. તે ટુકડાઓમાં વિભાજિત થયેલું છે. દરેક ટુકડાને પ્લેટ કહે છે. આ પ્લેટો સતત ગતિમાં હોય છે. જ્યારે તેઓ એકબીજા સાથે ઘસાય છે કે અથડાવાથી એક પ્લેટ નીચે બીજી પ્લેટ આવી જાય છે ત્યારે પૃથ્વીના પોપડામાં વિક્ષોભ ઉત્પન્ન થાય છે. આ વિક્ષોભ પૃથ્વીની સપાટી પર ભૂકંપ સ્વરૂપે દેખાય છે.
પ્રશ્ન 14.
ભૂકંપની સંભાવનાવાળા ભારતના વિસ્તારો જણાવો.
ઉત્તર:
ભૂકંપ પ્લેટોના હલનચલનથી થાય છે. આ પ્લેટોની ધાર ઉપર ભૂકંપ થઈ શકે તેવા સૌથી નબળા વિસ્તારો છે. આવા નબળા વિસ્તારોને સિસ્મિક ઝોન કે ફૉલ્ટ ઝોન કહે છે.
ભારતમાં કશ્મીર, પૂર્વ અને મધ્ય હિમાલય, સંપૂર્ણ ઉત્તર-પૂર્વીય વિસ્તાર, કચ્છનું રણ, રાજસ્થાન અને ગંગાનાં મેદાનો સૌથી ભયજનક વિસ્તારો છે. દક્ષિણ ભારતના કેટલાક વિસ્તારોનો પણ ભયજનક વિસ્તારમાં સમાવેશ થાય છે.
પ્રશ્ન 2.
વૈજ્ઞાનિક કારણો આપી સમજાવો
પ્રશ્ન 1.
ઈલેક્ટ્રૉસ્કોપની મદદથી આપેલ પદાર્થ વીજભારિત છે કે નહિ તે જાણી શકાય છે.
ઉત્તરઃ
- ઇલેક્ટ્રૉસ્કોપના બહારના ઉપરના ભાગે ધાતુનો સળિયો હોય છે.
- પદાર્થ વીજભારિત છે કે નહિ તે જાણવા માટે પદાર્થને આ સળિયા સાથે અડાડવામાં આવે છે.
- જો પદાર્થ વીજભારિત હશે, તો સળિયાને મળતો વીજભાર વહન પામી ઍલ્યુમિનિયમ ફૉઇલની બે પટ્ટી પર જશે.
- પટ્ટીઓ પર સમાન પ્રકારનો વીજભાર જતાં પટ્ટીઓ અપાકર્ષણ થતાં પહોળી થશે.
- જો પદાર્થ પર વીજભાર હશે નહીં, તો પટ્ટીઓ પહોળી થશે નહિ. આમ, ઇલેક્ટ્રૉસ્કોપની પટ્ટીઓ પરની અસર પરથી પદાર્થ વીજભારિત છે કે નહિ તે જાણી શકાય છે.
પ્રશ્ન 2.
ઊંચી ઈમારત પર વિજળીનો વાહક (વિદ્યુત રક્ષક) રાખવામાં આવે છે.
ઉત્તરઃ
- ઊંચી ઇમારત પર વીજળી ત્રાટકવાનો ભય રહેલો છે.
- ઊંચી ઇમારત પર રાખેલો વીજળીનો વાહક વિદ્યુત-સુવાહક હોય છે.
- વીજળીના વાહકનો એક અણીદાર છેડો ઊંચી ઇમારત કરતાં સહેજ ઊંચે રાખેલો હોય છે અને તેનો બીજો છેડો જમીનમાં ઊંડે દાટેલો હોય છે.
- ઊંચી ઇમારત પર વીજળી પડે, તો તે અણીદાર છેડા દ્વારા બધો વીજભાર જમીનમાં વહન પામે છે. આથી ઇમારતને થતું નુકસાન અટકે છે. તેથી ઊંચી ઇમારત પર વીજળીનો વાહક રાખવામાં આવે છે.
પ્રશ્ન 3.
જોડકાં જોડોઃ
વિભાગ A | વિભાગ B |
(1) ઇલેક્ટ્રૉસ્કોપ | (a) વિદ્યુતભાર વિભારણ |
(2) સિસ્મોગ્રાફ | (b) ભૂકંપની તીવ્રતાનો એકમ |
(3) વીજળી | (c) વીજભારિત પદાર્થની ચકાસણી |
(4) રિક્ટર સ્કેલ | (d) સુનામી |
(e) ભૂકંપની જાણકારી |
ઉત્તરઃ
(1) → (c), (2) → (e), (3) → (a), (4) → (b).
(C) વિસ્તૃત પ્રશ્નો:
પ્રશ્ન. નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
સિસ્મિક ઝોનમાં રહેતા લોકોએ ભૂકંપ સામે રક્ષણ મળે તે માટે શું કરવું જોઈએ?
ઉત્તર:
સિસ્મિક ઝોનમાં રહેતા લોકોએ ભૂકંપ સામે રક્ષણ મળે તે માટે નીચે, મુજબ વ્યવસ્થા કરવી જોઈએ ?
- આ વિસ્તારમાં આવેલી ઇમારતોની રચના એવી રીતે થયેલી હોવી જોઈએ કે તે મોટા આંચકાઓ સહન કરી શકે. આધુનિક ટેકનોલૉજીથી આ શક્ય બન્યું છે.
- ‘ભૂકંપ સલામત” હોય એવાં માળખાં ઊભાં કરવાં એ સલાહભર્યું છે. આ માટે યોગ્ય આર્કિટેટ્સ અને માળખાં માટેના ખાસ એન્જિનિયરનો સંપર્ક કરવો.
- ભારે બાંધકામ મટિરિયલને બદલે માટી અને લાકડાનો ઉપયોગ વધુ કરવો જોઈએ.
- કબાટ અને છાજલીઓ દીવાલ સાથે લગાડેલાં હોવાં જોઈએ.
- દીવાલ ઘડિયાળ, ફોટોફ્રેમ કે પાણીનાં ગીઝર લટકાવો ત્યારે ધ્યાન રાખો કે ભૂકંપ આવે ત્યારે તે લોકો ઉપર ન પડે.
- કેટલીક ઇમારતોમાં ભૂકંપ સમયે આગ લાગે છે, તો તેને માટે અગ્નિશામકો ચાલુ સ્થિતિમાં રાખવાં.
પ્રશ્ન 2.
સિસ્મોગ્રાફ વિશે ટૂંક નોંધ લખો.
ઉત્તરઃ
ભૂકંપ આવે ત્યારે થતી ધ્રુજારીને લીધે પૃથ્વીની સપાટી પર તરંગો સર્જાય છે. આ તરંગોને સિસ્મિક તરંગો કહે છે. આ તરંગોને સિસ્મોગ્રાફ નામના સાધન વડે નોંધવામાં આવે છે. આ સાધનમાં એક સાદો ધ્રુજારી પામે તેવો સળિયો કે લોલક હોય છે, જે આંચકા આવે ત્યારે ધ્રુજારી પામે છે. આ ધ્રૂજતી વ્યવસ્થાની સાથે પેન જોડેલી હોય છે. સિસ્મિક તરંગોને લીધે ધ્રૂજતી પેન કાગળ પર તરંગોનોંધે છે. આ તરંગોના અભ્યાસથી વૈજ્ઞાનિકો ભૂકંપનો સંપૂર્ણ નકશો તૈયાર કરી શકે છે. તેના વડે તેઓ વિનાશની તીવ્રતાનું અનુમાન પણ કરી શકે છે.
HOTs પ્રકારના પ્રશ્નોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે આપેલા માં લખો:
પ્રશ્ન 1.
નીચે આપેલ કઈ જોડના પદાર્થોને પરસ્પર ઘસવાથી વીજભાર ઉત્પન્ન થતો નથી?
A. રીફિલ અને પૉલિથીનનો ટુકડો
B. કાચનો સળિયો અને રેશમ
C. અંબરનો સળિયો અને ભીના વાળ
D. ફુલાવેલ ફુગ્ગો અને ઊન
ઉત્તરઃ
C. અંબરનો સળિયો અને ભીના વાળ
પ્રશ્ન 2.
આકાશમાં ચોમાસાની ઋતુ વખતે ઝડપી હિલચાલ કરતાં વીજભારિત વાદળો માટે નીચેના પૈકી કયું વિધાન સાચું છે?
A. વાદળની ઉપરની ધાર તરફ ઋણ વીજભાર હોય છે.
B. વાદળની નીચેની ધાર તરફ ધન વીજભાર હોય છે.
C. વાદળની ઉપરની ધાર તરફ ધન વીજભાર હોય છે.
D. વાદળની બંને ધાર પર ઋણ વીજભાર હોય છે.
ઉત્તરઃ
C. વાદળની ઉપરની ધાર તરફ ધન વીજભાર હોય છે.
પ્રશ્ન 3.
વીજભારિત કાચના સળિયાને પૉલિથીન સાથે ઘસેલી પ્લાસ્ટિકની સ્ટ્રૉની નજીક લાવવામાં આવે ત્યારે શું થાય?
A. અપાકર્ષણ
B. આકર્ષણ
C. તણખા ઉત્પન્ન થાય
D. આપેલ પૈકી એકેય નહિ
ઉત્તરઃ
B. આકર્ષણ
પ્રશ્ન 4.
આકાશમાં વીજળીના તેજસ્વી પ્રકાશનો લિસોટો અને ઉત્પન્ન થતા અવાજ વિશે શું સાચું છે?
A. બંને સાથે ઉત્પન્ન થાય છે.
B. પ્રકાશ પ્રથમ ઉત્પન્ન થાય છે અને અવાજ પછી ઉત્પન્ન થાય છે.
C. અવાજ પ્રથમ ઉત્પન્ન થાય છે અને પ્રકાશ પછી ઉત્પન્ન થાય છે.
D. ચોક્કસ કહી શકાય નહિ.
ઉત્તરઃ
A. બંને સાથે ઉત્પન્ન થાય છે.
પ્રશ્ન 5.
ભૂકંપના કેન્દ્રને શું કહે છે?
A. સિસ્મિક તરંગ
B. ગુરુત્વકેન્દ્ર
C. ફૉલ્ટ ઝોન
D. એપિસેન્ટર
ઉત્તરઃ
D. એપિસેન્ટર