This GSEB Class 8 Science Notes Chapter 8 કોષ – રચના અને કાર્યો covers all the important topics and concepts as mentioned in the chapter.
કોષ – રચના અને કાર્યો Class 8 GSEB Notes
→ કોષ સજીવનો મૂળભૂત રચનાત્મક એકમ છે.
→ રૉબર્ટ હૂકે બૂચના છેદના સૂક્ષ્મદર્શક યંત્ર વડે કરેલા અવલોકનમાં મધપૂડાનાં ખાનાં જેવી રચના જોઈ. આ ખાનાને કોષ નામ આપ્યું.
→ મનુષ્યના શરીરમાં અબજોની સંખ્યામાં કોષો જોવા મળે છે.
→ અમીબા, પેરામીશિયમ એકકોષી સજીવો છે.
→ મનુષ્યનું જીવન ફલિતાંડ તરીકે ઓળખાતા એકકોષથી શરૂ થાય છે.
→ પ્રાણીઓમાં ખોરાકનું અંતઃગ્રહણ, પાચન, શ્વસન, પ્રજનન, વૃદ્ધિ વગેરે આવશ્યક ક્રિયાઓ જોવા મળે છે.
→ સજીવોમાં ક્રમશઃ કોષ → પેશી → અંગ → તંત્ર કક્ષાનું આયોજન જોવા મળે છે.
→ કોષો ગોળ, ચપટા, નળાકાર, ત્રાકાકાર કે અનિયમિત આકારમાં જોવા મળે છે.
→ કોષદીવાલ બૅક્ટરિયાના કોષ અને વનસ્પતિકોષને આકાર અને દઢતા આપે છે.
→ સૌથી નાનો કોષ બૅક્ટરિયલ (માઈકોપ્લાઝમા) કોષ છે. તેનું કદ 0.1થી 0.5 માઈક્રોમીટર છે.
→ સૌથી મોટો કોષ શાહમૃગનું ઈંડું છે. તેનું કદ 170 mm × 180mm છે.
→ કોષના કદને સજીવના કદ સાથે સંબંધ નથી. કોષના કદનો સંબંધ તેનાં કાર્યો સાથે છે.
→ નિશ્ચિત કાર્યો કરતાં કોષોના સમૂહને પેશી કહે છે.
→ કોષના મુખ્ય ભાગઃ કોષરસપટલ, કોષરસ અને કોષકેન્દ્ર.
→ કોષરસપટલ વડે કોષરસ અને કોષકેન્દ્ર ઘેરાયેલા છે.
→ કોષરસપટલનાં છિદ્રો વડે કોષમાં પદાર્થોની અવરજવર પર નિયમન કરવામાં આવે છે.
→ કોષરસ, કોષકેન્દ્ર અને કોષરસપટલની વચ્ચે જેલી જેવા સ્વરૂપમાં હોય છે.
→ કોષરસમાં કણાભસૂત્ર, ગોલ્ગીકાય, રિબોઝોમ્સ, હરિતકણ, રસધાની વગેરે અંગિકાઓ આવેલી હોય છે.
→ કોષકેન્દ્ર સામાન્યતઃ સજીવ કોષના મધ્યમાં આવેલ ગોળાકાર રચના છે.
→ કોષકેન્દ્રને કોષરસથી અલગ પાડતું પટલ કોષકેન્દ્રપટલ છે.
→ આદિકોષકેન્દ્રીય કોષમાં કોષકેન્દ્રપટલ વિહીન કોષકેન્દ્ર હોય છે. ઉદા, બૅક્ટરિયલ કોષ, નીલહરિત લીલના કોષ
→ સુકોષકેન્દ્રીય કોષમાં કોષકેન્દ્રપટલયુક્ત કોષકેન્દ્ર હોય છે. ઉદા., વનસ્પતિકોષ અને પ્રાણીકોષ
→ રંગસૂત્રો કોષકેન્દ્રમાં આવેલી દોરી જેવી સમાન સંરચનાઓ છે. જે કોષવિભાજન દરમિયાન જ જોવા મળે છે.
→ સજીવોમાં જનીન રંગસૂત્ર પર આવેલો છે અને આનુવંશિકતાનો એકમ છે.
→ કોષકેન્દ્ર આનુવંશિકતા ઉપરાંત કોષની ક્રિયાઓનું નિયમન કરે છે.
→ જીવરસ = કોષકેન્દ્ર + કોષરસ. જીવરસ કોષના જીવંત ઘટક તરીકે ઓળખાય છે.
→ વનસ્પતિકોષમાં રસધાની મોટી અને પ્રાણીકોષમાં રસધાની અત્યંત નાની હોય છે.
→ વનસ્પતિકોષમાં લીલા રંગના રંજકકણ તરીકે હરિતકણ આવેલા છે. તેમાં આવેલ હરિતદ્રવ્ય પ્રકાશસંશ્લેષણ ક્રિયા સાથે સંકળાયેલા છે.
→ કોષ (Cel) સજીવ હોવા માટેનું લઘુતમ આયોજન
→ કોષરસપટલ (Cel Membrane) : કોષના કોષરસને ઘેરતું, દરેક જીવંત કોષમાં આવેલું પટલ
→ કોષદીવાલ (Celwall): વનસ્પતિકોષ અને બૅક્ટરિયાના કોષમાં કોષરસપટલની બહારની તરફ આવેલું સખત આવરણ
→ હરિતકણ (Chloroplast) : વનસ્પતિના હવાઈ લીલા ભાગોના કોષોમાં આવેલા લીલા રંગના રંજકકણ
→ રંગસૂત્ર (Chromosome) : કોષવિભાજન વખતે કોષકેન્દ્રનું રંગસૂત્ર દ્રવ્ય દંડ સ્વરૂપી રચનામાં રૂપાંતર પામે, તે જનીન ધારણ કરતી રચના
→ કોષરસ (Cytoplasm) : કોષકેન્દ્રપટલ અને કોષરસપટલ વચ્ચેના વિસ્તારમાં આવેલા રેલી સ્વરૂપી ઘટક
→ સુકોષકેન્દ્રી (eukaryotes) : કોષમાં કોષકેન્દ્રપટલયુક્ત સુયોજિત કોષકેન્દ્ર ધરાવતા કોષ કે સજીવ
→ જનીન (Gene) રંગસૂત્ર પર આવેલો આનુવંશિકતાનો એકમ
→ બહુકોષીય (Multicellular) : એક કરતાં વધારે કોષોથી બનેલા સજીવ
→ કોષકેન્દ્રપટલ (Nuclear Membrane): સુકોષકેન્દ્રી કોષના કોષકેન્દ્રને કોષરસથી અલગ કરતું છિદ્રિષ્ટ પટલ
→ કોષકેન્દ્રિકા (Nucleolus) : કોષકેન્દ્રમાં જોવા મળતી નાની ગોળાકાર સંરચના
→ કોષકેન્દ્ર (Nucleus) : કોષની સમગ્ર ક્રિયાઓનું નિયમન કરતી સંરચના
→ અંગ (Organ) વિવિધ પેશીના સંગઠનથી બનેલી રચના
→ અંગિકાઓ (Organelles) : કોષના કોષરસમાં વિવિધ કાર્ય કરવા માટે આવેલી સંરચનાઓ
→ જીવરસપટલ (Plasma Membrane) : જીવરસને ઘેરતું પટલ, તે * કોષરસપટલ જ છે.
→ રંજકકણ (Plastid) : મુખ્યત્વે વનસ્પતિકોષોના કોષરસમાં આવેલી રંગીન દ્રવ્ય ધરાવતી રચનાઓ
→ આદિકોષકેન્દ્રીય (Prokaryotic) : કોષકેન્દ્રપટલ અને કોષકેન્દ્રિકાવિહીન પ્રાથમિક કોષકેન્દ્ર ધરાવતા કોષ
→ ખોટા પગ (Pseudopodia) : અમીબાની કોષસપાટી પર જોવા મળતા હંગામી પ્રવધે જે ગતિ પ્રદાન તેમજ ખોરાક અંતઃગ્રહણમાં મદદરૂપ થાય છે.
→ પેશી (Tissue) : નિશ્ચિત કાર્ય માટે રચાતો કોષોનો સમૂહ
→ એકકોષીય (Unicelular): એક જ કોષથી બનેલા સજીવ છે
→ રસધાની (Vacuole) : કોષના કોષરસમાં આવેલી કોષરસવિહીન રચના
→ શ્વેતકણ (White Blood cell -WBC): રુધિરમાં આવેલા અનિયમિત આકારના, રોગપ્રતિકારકતા માટે મદદરૂપ કોષ