Gujarat Board GSEB Class 8 Social Science Important Questions Chapter 10 ખનિજ અને ઊર્જા-સંસાધન Important Questions and Answers.
GSEB Class 8 Social Science Important Questions Chapter 10 ખનિજ અને ઊર્જા-સંસાધન
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને ઉત્તર લખો:
પ્રશ્ન 1.
રાષ્ટ્રીય અર્થતંત્રની ધોરી નસ કોણ ગણાય છે?
A. જંગલો
B. નદીઓ
C. ખનીજો
D. વન્ય જીવો
ઉત્તરઃ
C. ખનીજો
પ્રશ્ન 2.
પૃથ્વી પર ખનીજોની સંખ્યા કેટલી છે?
A. ચાર હજારથી વધુ
B. ત્રણ હજારથી વધુ
C. પાંચ હજારથી વધુ
D. છ હજારથી વધુ
ઉત્તરઃ
B. ત્રણ હજારથી વધુ
પ્રશ્ન 3.
ધાતુમય ખનીજો કયા પ્રકારના ખડકોમાંથી મળે છે?
A. આગ્નેય અને રૂપાંતરિત
B. આગ્નેય અને પ્રસ્તર
C. રૂપાંતરિત અને પ્રસ્તર
D. આગ્નેય અને જળકૃત
ઉત્તરઃ
A. આગ્નેય અને રૂપાંતરિત
પ્રશ્ન 4.
નીચેના પૈકી કયા ખનીજ પર પ્રહાર કરવાથી તે ટુકડાઓમાં વહેચાય છે?
A. સોનું
B. ચાંદી
C. લોખંડ
D. અબરખ
ઉત્તરઃ
D. અબરખ
પ્રશ્ન 5.
નીચેના પૈકી કયું ખનીજ ધાતુમય ખનીજ છે?
A. કોલસો
B. લોખંડ
C. ખનીજ તેલ
D. અબરખ
ઉત્તરઃ
B. લોખંડ
પ્રશ્ન 6.
નીચેના પૈકી કયું ખનીજ અધાતુમય ખનીજ છે?
A. સોનું
B. તાંબું
C. કોલસો
D. લોખંડ
ઉત્તરઃ
C. કોલસો
પ્રશ્ન 7.
નીચેના પૈકી કયો દેશ વિશ્વનો કોલસાનો અગ્રણી ઉત્પાદક દેશ છે?
A. ભારત
B. યૂ.એસ.એ.
C. ગ્રેટ બ્રિટન
D. જાપાન
ઉત્તરઃ
B. યૂ.એસ.એ.
પ્રશ્ન 8.
નીચેના પૈકી કયો દેશ વિશ્વનો કોલસાનો અગ્રણી ઉત્પાદક દેશ નથી?
A. ચીન
B. રશિયા
C. ફ્રાન્સ
D. ભારત
ઉત્તરઃ
D. ભારત
પ્રશ્ન 9.
ભારતના પશ્ચિમ બંગાળ રાજ્યમાં કોલસાનું ઉત્પાદક ક્ષેત્ર કયું છે?
A. રાણીગંજ
B. બોકારો
C. ઝરિયા
D. ધનબાદ
ઉત્તરઃ
A. રાણીગંજ
પ્રશ્ન 10.
ઝરિયા, ધનબાદ અને બોકારો એ કયા ખનીજનાં ઉત્પાદક ક્ષેત્રો છે?
A. લોખંડ
B મેંગેનીઝ
C. કોલસો
D. તાંબુ
ઉત્તરઃ
C. કોલસો
પ્રશ્ન 11.
ઝરિયા, ધનબાદ અને બોકારો એ કયા રાજ્યમાં આવેલાં કોલસાનાં ઉત્પાદક ક્ષેત્રો છે?
A. છત્તીસગઢ
B. ઝારખંડ
C. પશ્ચિમ બંગાળ
D. બિહાર
ઉત્તરઃ
B. ઝારખંડ
પ્રશ્ન 12.
ગુજરાતમાંથી કયા પ્રકારનો કોલસો મળે છે?
A. લિગ્નાઈટ
B. ઍથ્રેસાઈટ
C. બિટ્યુમિનસ
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તરઃ
A. લિગ્નાઈટ
પ્રશ્ન 13.
સુરતમાં લિગ્નાઈટ કોલસાનું ઉત્પાદક ક્ષેત્ર કયું છે?
A. રાજપારડી
B. તગડી
C. પાંધો
D. તડકેશ્વર
ઉત્તરઃ
D. તડકેશ્વર
પ્રશ્ન 14.
કચ્છમાં લિગ્નાઈટ કોલસાનું ઉત્પાદક ક્ષેત્ર કયું છે?
A. સિક્કા
B. ભદ્રેશ્વર
C. પાંદ્રો
D. ભુજ
ઉત્તરઃ
C. પાંદ્રો
પ્રશ્ન 15.
ભરૂચમાં લિગ્નાઇટ કોલસાનું ઉત્પાદક ક્ષેત્ર કયું છે?
A. રાજપારડી
B. અંકલેશ્વર
C. ચાવજ
D. સામતપર
ઉત્તરઃ
A. રાજપારડી
પ્રશ્ન 16.
થોરડી, તગડી અને સામતપર એ કયા જિલ્લામાં આવેલાં કોલસાનાં ઉત્પાદક ક્ષેત્રો છે?
A. સુરેન્દ્રનગર
B જામનગર
C. જૂનાગઢ
D. ભાવનગર
ઉત્તરઃ
D. ભાવનગર
પ્રશ્ન 17.
નીચેના પૈકી કયો દેશ પેટ્રોલિયમનો મુખ્ય ઉત્પાદક દેશ છે?
A. ઈરાન
B. ભારત
C. રશિયા
D. અલ્જિરિયા
ઉત્તરઃ
A. ઈરાન
પ્રશ્ન 18.
નીચેના પૈકી કયો દેશ પેટ્રોલિયમનો મુખ્ય ઉત્પાદક દેશ નથી?
A. સઉદી અરેબિયા
B. રશિયા
C. ઇરાક
D. ઈરાન
ઉત્તરઃ
B. રશિયા
પ્રશ્ન 19.
નીચેના પૈકી કયો દેશ પેટ્રોલિયમનો મુખ્ય ઉત્પાદક દેશ છે?
A. વેનિઝુએલા
B. યૂ.એસ.એ.
C. કતાર
D. ભારત
ઉત્તરઃ
C. કતાર
પ્રશ્ન 20.
ઈરાન, ઈરાક, સઉદી અરેબિયા અને તાર એ ક્યા ખનીજના મુખ્ય ઉત્પાદક દેશો છે?
A. પેટ્રોલિયમ
B. લોખંડ
C. કોલસો
D. મેંગેનીઝ
ઉત્તરઃ
A. પેટ્રોલિયમ
પ્રશ્ન 21.
અસમ રાજ્યમાં પેટ્રોલિયમનું મુખ્ય ઉત્પાદક ક્ષેત્ર કયું છે?
A. હઝારીબાગ
B. દિગ્બોઈ
C. બોકારો
D. રાંચી
ઉત્તરઃ
B. દિગ્બોઈ
પ્રશ્ન 22.
અસમમાં આવેલું દિગ્બોઈ એ કયા ખનીજનું મુખ્ય ઉત્પાદક ક્ષેત્ર છે?
A. કોલસો
B. બૉક્સાઈટ
C. મેંગેનીઝ
D. પેટ્રોલિયમ
ઉત્તરઃ
D. પેટ્રોલિયમ
પ્રશ્ન 23.
કૃષ્ણા અને ગોદાવરી નદીઓનો મુખત્રિકોણ પ્રદેશ એ ક્યા ખનીજનું મુખ્ય ઉત્પાદક ક્ષેત્ર છે?
A. પેટ્રોલિયમ
B. ચૂનાનો પથ્થર
C. કોલસો
D. અબરખ
ઉત્તરઃ
A. પેટ્રોલિયમ
પ્રશ્ન 24.
મુંબઈ નજીક અરબ સાગરમાં આવેલ ‘બૉમ્બે હાઈ’ એ કયા ખનીજનું મુખ્ય ઉત્પાદક ક્ષેત્ર છે?
A. ફલોરસ્પાર
B. તાંબું
C. પેટ્રોલિયમ
D. સોનું
ઉત્તરઃ
C. પેટ્રોલિયમ
પ્રશ્ન 25.
ગુજરાતમાં ખનીજ તેલ સૌપ્રથમ ક્યાંથી પ્રાપ્ત થયું હતું?
A. ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતેથી
B. આણંદ જિલ્લાના લુણેજ ખાતેથી
C. મહેસાણા જિલ્લાના કડી ખાતેથી
D. નર્મદા જિલ્લાના નવાગામ ખાતેથી
ઉત્તરઃ
B. આણંદ જિલ્લાના લુણેજ ખાતેથી
પ્રશ્ન 26.
ભરૂચ જિલ્લાનું કયું ખનીજ તેલક્ષેત્ર ગુજરાતનું સૌથી મોટું ખનીજ તેલક્ષેત્ર ગણાય છે?
A. અંકલેશ્વર
B. ગાંધાર
C. લુણેજ
D. કોસંબા
ઉત્તરઃ
A. અંકલેશ્વર
પ્રશ્ન 27.
રશિયા, નૉર્વે, યુ.કે. (ગ્રેટ બ્રિટન) અને નેધરલૅન્ડ એ કયા ખનીજના મુખ્ય ઉત્પાદક દેશો છે?
A. ખનીજ તેલ
B. બૉક્સાઇટ
C. તાંબુ
D. કુદરતી વાયુ
ઉત્તરઃ
D. કુદરતી વાયુ
પ્રશ્ન 28.
નીચેના પૈકી ક્યો દેશ કુદરતી વાયુનો મુખ્ય ઉત્પાદક દેશ છે?
A. ભારત
B. રશિયા
C. યુ.એસ.એ.
D. ચીન
ઉત્તરઃ
B. રશિયા
પ્રશ્ન 29.
ગુજરાતના કયાં ક્ષેત્રો કુદરતી વાયુનો વિપુલ ભંડાર ધરાવતાં ક્ષેત્રો ગણાય છે?
A. કલોલ અને ગાંધીનગર
B. નવાગામ અને કોસંબા
C. અંકલેશ્વર અને ગાંધાર
D. ખંભાત અને મોરબી
ઉત્તર:
C. અંકલેશ્વર અને ગાંધાર
પ્રશ્ન 30.
નીચેના સ્રોતો પૈકી ઊર્જાનો બિનપરંપરાગત સ્રોત કયો છે?
A. ભરતી ઊર્જા
B. પવન ઊર્જા
C. ભૂતાપીય ઊર્જા
D. સૌર ઊર્જા
ઉત્તર:
D. સૌર ઊર્જા
પ્રશ્ન 31.
નીચેના સ્ત્રોતો પૈકી ઊર્જાનો પરંપરાગત સ્રોત કયો છે?
A. કોલસો
B. બાયોગેસ
C. સૌર ઊર્જા
D. ભૂતાપીય ઊર્જા
ઉત્તર:
A. કોલસો
પ્રશ્ન 32.
ઊર્જાનો મુખ્ય સ્ત્રોત કયો છે?
A. વરાળ
B. જળ
C. સૂર્ય
D. પવન
ઉત્તર:
C. સૂર્ય
પ્રશ્ન 33.
એશિયાની મોટી ગણાતી સૌર ઊર્જા પરિયોજના ક્યા રાજ્યમાં આવેલી છે?
A. ઉત્તરાખંડમાં
B. ઉત્તર પ્રદેશમાં
C. ગુજરાતમાં
D. મધ્ય પ્રદેશમાં
ઉત્તર:
D. મધ્ય પ્રદેશમાં
પ્રશ્ન 34.
જાહેર સ્થળોએ રાત્રિપ્રકાશ માટે અને ટ્રાફિક સંકેતોને પ્રકાશિત કરવા માટે કઈ ઊર્જાનો ઉપયોગ થાય છે?
A. સૌર ઊર્જાનો
B. પવન ઊર્જાનો
C. બાયોગેસનો
D. ભરતી ઊર્જાનો
ઉત્તર:
A. સૌર ઊર્જાનો
પ્રશ્ન 35.
ગુજરાતમાં પાટણ જિલ્લાના કયા ગામમાં 590 મેગાવૉટની ક્ષમતાવાળો સોલર પાર્ક આવેલો છે?
A. વાગડોદમાં
B. ચારણકામાં
C. અઘારમાં
D. વારાહીમાં
ઉત્તર:
B. ચારણકામાં
પ્રશ્ન 36.
ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA) એ વડોદરા પાસે કયા સ્થળે 10 ટનની ક્ષમતાવાળું સોર શીતાગાર સ્થાપ્યું છે?
A. પાદરા
B. સીનોર
C. છાણી
D. સીલા
ઉત્તર:
C. છાણી
પ્રશ્ન 37.
ગુજરાતમાં માંડવી નજીક કયા ગામમાં સૌર ઊર્જા પ્લાન્ટ બનાવવાનું નક્કી થયેલ છે?
A. મોઢવામાં
B. ગણેશપુરામાં
C. રાપરમાં
D. અંજારમાં
ઉત્તર:
A. મોઢવામાં
પ્રશ્ન 38.
નીચેના પૈકી કયો દેશ પવન ઊર્જા ઉત્પન્ન કરનાર અગ્રગણ્ય દેશ છે?
A. જર્મની
B. રશિયા
C. ચીન
D. ફ્રાન્સ
ઉત્તર:
A. જર્મની
પ્રશ્ન 39.
ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કયા ગામે વિન્ડ ફાર્મ કાર્યરત છે?
A. મીઠાપુરમાં
B. સલાયામાં
C. ભાટિયામાં
D. લાંબામાં
ઉત્તર:
D. લાંબામાં
પ્રશ્ન 40.
ગુજરાતમાં કચ્છ જિલ્લાના કયા સ્થળે વિન્ડ ફાર્મ કાર્યરત છે?
A. નલિયા
B. કંડલા
C. માંડવીમાં
D. જો
ઉત્તર:
C. માંડવીમાં
પ્રશ્ન 41.
ભારતમાં હિમાચલ પ્રદેશના કયા સ્થળે ભૂ-તાપીય ઊર્જાનો પ્લાન્ટ આવેલો છે?
A. ધર્મશાલા
B. રામપુર
C. તીસા
D. મણિકરણ
ઉત્તર:
D. મણિકરણ
પ્રશ્ન 42.
ભારતમાં લડાખના કયા સ્થળે ભૂ-તાપીય ઊર્જાનો પ્લાન્ટ આવેલો છે?
A. હાજી લંગર
B. લેહ
C. પૂગાઘાટી
D. ચૂશુલ
ઉત્તર:
C. પૂગાઘાટી
પ્રશ્ન 43.
ગુજરાતમાં કયા સ્થળે ગરમ પાણીના ઝરા આવેલા છે?
A. સાપુતારા
B. તુલસીશ્યામ
C. દાંતીવાડા
D. ઉકાઈ
ઉત્તર:
B. તુલસીશ્યામ
પ્રશ્ન 44.
નીચેના પૈકી કયા દેશે ભરતી ઊર્જાની મદદથી વિદ્યુત મેળવવાની યોજના અમલમાં મૂકી છે?
A. ફ્રાન્સ
B. જાપાને
C. જર્મનીએ
D. ગ્રેટ બ્રિટને
ઉત્તર:
A. ફ્રાન્સ
પ્રશ્ન 45.
રસોઈ બનાવવા અને વીજળી ઉત્પન્ન કરવા માટેનું શ્રેષ્ઠ બળતણ (ઈંધણ) કયું છે?
A. ભરતી ઊર્જા
B. પવન ઊર્જા
C. ભૂતાપીય ઊ
D. બાયોગેસ
ઉત્તર:
D. બાયોગેસ
પ્રશ્ન 46.
ભારતમાં કયું રાજ્ય બાયોગેસના ઉત્પાદનમાં પ્રથમ સ્થાન ધરાવે છે?
A. ગુજરાત
B. બિહાર
C. ઉત્તર પ્રદેશ
D. રાજસ્થાન
ઉત્તર:
C. ઉત્તર પ્રદેશ
પ્રશ્ન 47.
ભારતમાં ગુજરાત રાજ્ય બાયોગેસના ઉત્પાદનમાં કેટલામું સ્થાન ધરાવે છે?
A. પ્રથમ
B. દ્વિતીય
C. તૃતીય
D. ચોથું
ઉત્તર:
B. દ્વિતીય
પ્રશ્ન 48.
અમદાવાદમાં દસક્રોઈ તાલુકાના કયા ગામે બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે?
A. સોલામાં
B. રુદાતલમાં
C. દંતાલીમાં
D. સીલામાં
ઉત્તર:
B. રુદાતલમાં
પ્રશ્ન 49.
બનાસકાંઠામાં કયા સ્થળે બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે?
A. થરાદ
B. પાંથાવાડા
C. ડીસા
D. દાંતીવાડા
ઉત્તર:
D. દાંતીવાડા
પ્રશ્ન 50.
લોખંડમાંથી પોલાદ બનાવવા માટે મુખ્યત્વે કઈ ધાતુ વપરાય છે?
A. ફલોરસ્પાર
B. મેંગેનીઝ
C. અબરખ
D. બૉક્સાઇટ
ઉત્તર:
B. મેંગેનીઝ
પ્રશ્ન 51.
તાંબામાં શું ઉમેરવાથી કાંસું બને છે?
A. કલાઈ
B. લોખંડ
C. જસત
D. મેંગેનીઝ
ઉત્તર:
A. કલાઈ
પ્રશ્ન 52.
તાંબામાં શું ઉમેરવાથી પિત્તળ બને છે?
A. મેંગેનીઝ
B. કલાઈ
C. જસત
D. ઍલ્યુમિનિયમ
ઉત્તર:
C. જસત
પ્રશ્ન 53.
બૉક્સાઇટમાંથી કઈ ધાતુ મેળવવામાં આવે છે?
A. બેરિલિયમ
B. ઍલ્યુમિનિયમ
C. અબરખ
D. સીસું
ઉત્તર:
B. ઍલ્યુમિનિયમ
પ્રશ્ન 54.
નીચેના પૈકી કયું ખનીજ અગ્નિરોધક અને વિદ્યુતનું અવાહક ‘હોવાથી તેનો ઉપયોગ વિદ્યુતનાં સાધનો બનાવવામાં થાય છે?
A. અબરખ
B. ફલોરસ્પાર
C. બૉક્સાઇટ
D. તાંબુ
ઉત્તર:
A. અબરખ
પ્રશ્ન 55.
હવાઈ જહાજોના બાંધકામમાં કઈ ધાતુનો ઉપયોગ થાય છે?
A. સીસાનો
B. જસતનો
C. મેંગેનીઝનો
D. ઍલ્યુમિનિયમનો
ઉત્તર:
D. ઍલ્યુમિનિયમનો
પ્રશ્ન 56.
નીચેના પૈકી કયા ખનીજનો ઉપયોગ ધાતુગાળણ ઉદ્યોગમાં થાય છે?
A. ચાંદીનો
B. બૉક્સાઈટનો
C. ફ્લોરસ્પારનો
D. મેંગેનીઝનો
ઉત્તર:
C. ફ્લોરસ્પારનો
પ્રશ્ન 57.
નીચેના પૈકી કયા ખનીજનો ઉપયોગ સિમેન્ટ ઉદ્યોગમાં થાય છે?
A. મેંગેનીઝનો
B. ચૂનાના પથ્થરનો
C. લોખંડનો
D. અબરખનો
ઉત્તર:
B. ચૂનાના પથ્થરનો
પ્રશ્ન 58.
નીચેના પૈકી કયા ખનીજનો ઉપયોગ સ્ટોરેજ બૅટરી અને ઝિંક ઑક્સાઈડમાં થાય છે?
A. સીસાનો
B. ફલોરસ્પારનો
C. જસતનો
D. અબરખનો
ઉત્તર:
A. સીસાનો
પ્રશ્ન 59.
ગેલ્વેનાઈઝ પતરા પર ઢોળ ચડાવવા અને વાસણો બનાવવા કયા ખનીજનો ઉપયોગ થાય છે?
A. અબરખનો
B. સીસાનો
C. તાંબાનો
D. જસતનો
ઉત્તર:
D. જસતનો
પ્રશ્ન 60.
તાપવિદ્યુતના ઉત્પાદનમાં બળતણ તરીકે કયા ખનીજનો ઉપયોગ થાય છે?
A. કુદરતી વાયુનો
B. ખનીજ તેલનો
C. કોલસાનો
D. યુરેનિયમનો
ઉત્તર:
C. કોલસાનો
પ્રશ્ન 61.
કયૂટર ઉદ્યોગમાં વપરાતું સિલિકોન શામાંથી લેવામાં આવે છે?
A. ટંગસ્ટનમાંથી
B. કવાર્ટ્સમાંથી
C. વેનેડિયમમાંથી
D. કલાઈમાંથી
ઉત્તર:
B. કવાર્ટ્સમાંથી
પ્રશ્ન 62.
બિનનવીનીકરણીય સંસાધનો ક્યાં ક્યાં છે?
A. કોલસો અને ખનીજ તેલ
B. કોલસો અને સૂર્યપ્રકાશ
C. ખનીજ તેલ અને પવન
D. કોલસો અને ઝાડપાન
ઉત્તર:
A. કોલસો અને ખનીજ તેલ
યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો:
1. પૃથ્વીના આંતરિક ક્ષેત્રોમાંથી અશુદ્ધ સ્વરૂપે મળતાં ખનીજોને ‘………………………………’ કહે છે.
ઉત્તર:
અયસ્ક
2. ખનીજો ઉદ્યોગોને ………………………. પૂરો પાડે છે.
ઉત્તર:
કાચો માલ
૩. ખનીજો રાષ્ટ્રીય …………………… ની ધોરી નસ ગણાય છે.
ઉત્તર:
અર્થતંત્ર
4. ધાતુમય ખનીજો …………………………… અને ……………. ખડકસમૂહોથી બનેલા વિશાળ સ્તરોમાંથી મળી આવે છે.
ઉત્તર:
આગ્નેય, રૂપાંતરિત
5. ધાતુમય ખનીજોને ઓગાળવાથી ……………………….. મળી આવે છે.
ઉત્તર:
ધાતુઓ
6. અધાતુમય ખનીજોમાં …………………………. હોતી નથી.
ઉત્તર:
ધાતુઓ
7. ઊર્જાના જે સ્ત્રોતો લાંબા સમયથી ઉપયોગમાં લેવાઈ રહ્યાં છે તેને ઊર્જાના ……………………… સ્રોતો કહેવાય છે.
ઉત્તર:
પરંપરાગત
8. કોલસો એ …………………………. બળતણ છે.
ઉત્તર:
અશ્મિભૂત
9. કોલસામાંથી મેળવેલી વિદ્યુતને ………………………… કહે છે.
ઉત્તર:
તાપવિદ્યુત
10. સુરતના ……………………………… માંથી લિગ્નાઇટ કોલસો મળી આવે છે.
ઉત્તરઃ
તડકેશ્વર
11. ભરૂચના ……………………………… માંથી લિગ્નાઇટ કોલસો મળી આવે છે.
ઉત્તરઃ
રાજપારડી
12. ખનીજ તેલના બહોળા વ્યાપારિક મહત્ત્વને લીધે તેને ‘…………………………..’ કહે છે.
ઉત્તરઃ
કાળું સોનું
13. ગુજરાતમાં આણંદ જિલ્લાના …………………………. ખાતેથી સૌપ્રથમ ખનીજ તેલ મળી આવ્યું હતું.
ઉત્તરઃ
લુણેજ
14. ભરૂચ જિલ્લાનું ……………………….. ખનીજ તેલક્ષેત્ર સૌથી મોટું તેલક્ષેત્ર ગણાય છે.
ઉત્તરઃ
અંકલેશ્વર
15. કુદરતી વાયુ ………………………. નિક્ષેપોની સાથે મળી આવે છે.
ઉત્તરઃ
પેટ્રોલિયમ
16. ગુજરાતનું ………………………… અને ……………………… ખનીજ તેલ અને કુદરતી વાયુનો વિપુલ ભંડાર ધરાવતાં ક્ષેત્રો ગણાય છે.
ઉત્તરઃ
અંકલેશ્વર, ગાંધાર
17. ……………………….. ઊર્જાનો મુખ્ય સ્ત્રોત છે.
ઉત્તરઃ
સૂર્ય
18. ગુજરાતમાં પાટણ જિલ્લાના ………………………. ગામે 590 મેગાવૈટની ક્ષમતાનો સોલર પાર્ક બનાવવામાં આવ્યો છે.
ઉત્તરઃ
ચારણકા
19. ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી(GEDA)એ વડોદરા પાસે ……………………… ખાતે 10 ટનની ક્ષમતાવાળું સૌર
શીતાગાર બનાવ્યું છે.
ઉત્તરઃ
છાણી
20. ગુજરાતમાં ………………………. પાસેના દરિયાના ખારા પાણીને મીઠું બનાવવા ડિસેલિનેશન કરવા) માટે સૌર ઊર્જા પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે.
ઉત્તર:
ભુજ
21. પહેલાંના સમયથી ……………………… નો ઉપયોગ અનાજ દળવાની ઘંટીમાં અને કૂવામાંથી પાણી કાઢવા માટે થઈ રહ્યો છે.
ઉત્તરઃ
પવનચક્કી
22. પવનચક્કીના સમૂહોને ………………………… કહે છે.
ઉત્તરઃ
વિન્ડ (પવન) ફાર્મ
23. ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના ……………………….. ગામે વિન્ડ ફાર્મ કાર્યરત છે.
ઉત્તરઃ
લાંબા
24. ગુજરાતમાં કચ્છ જિલ્લામાં ……………………….. ના સમુદ્રકિનારે વિન્ડ ફાર્મ કાર્યરત છે.
ઉત્તરઃ
માંડવી
25. …………………………. ઊર્જા પ્રદૂષણમુક્ત, પર્યાવરણને અનુકૂળ અને હંમેશાં ઉપલબ્ધ હોય છે.
ઉત્તરઃ
ભૂતાપીય
26. ……………………………. માં વિશ્વનો સૌથી મોટો ભૂ-તાપીય ઊર્જાનો પ્લાન્ટ આવેલો છે.
ઉત્તરઃ
યુ.એસ.એ.
27. ભારતમાં હિમાચલ પ્રદેશના ………………………….. અને લડાખના ખાતે ભૂતાપીય ઊર્જાના પ્લાન્ટ આવેલા છે.
ઉત્તરઃ
મણિકરણ, પૂગાઘાટી
28…………………………. દ્વારા ઉત્પન્ન થતી ઊર્જાને ભરતી ઊર્જા કહે છે.
ઉત્તરઃ
ભરતી
29. ગુજરાતમાં કચ્છ અને ખંભાતના અખાતમાં ……………………….. ની મદદથી વિદ્યુત મેળવવાની યોજના શરૂ કરવામાં આવી છે.
ઉત્તરઃ
ભરતી ઊર્જા
30. બાયોગેસ મેળવી લીધા પછી વધેલા કચરાનું ………………………….. ખાતર બને છે.
ઉત્તર:
નિંદણમુક્ત જૈવિક
31. ભારતમાં બાયોગેસના ઉત્પાદનમાં રાજ્ય પ્રથમ અને ………………………….. રાજ્ય દ્વિતીય સ્થાન ધરાવે છે.
ઉત્તરઃ
ઉત્તર પ્રદેશ, ગુજરાત
32. મિથેન વાયુ ……………………… છે.
ઉત્તરઃ
દહનશીલ
33. અમદાવાદમાં દસક્રોઈ તાલુકાના …………………………. ખાતે બાયોગૅસ પ્લાન્ટ કાર્યરત છે.
ઉત્તરઃ
રુદાતલ
34. બનાસકાંઠા જિલ્લાના ………………………….. ખાતે બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે.
ઉત્તરઃ
દાંતીવાડા
35. ………………………. નો મુખ્ય ઉપયોગ લોખંડમાંથી પોલાદ બનાવવા માટે થાય છે.
ઉત્તરઃ
મેંગેનીઝ
36. તાંબામાં કલાઈ ભેળવવાથી ………………………….. બને છે.
ઉત્તરઃ
કાંસુ
37. તાંબામાં જસત ભેળવવાથી ………………………… બને છે.
ઉત્તરઃ
પિત્તળ
38. ………………………. માંથી ઍલ્યુમિનિયમ મેળવવામાં આવે છે.
ઉત્તરઃ
બૉક્સાઇટ
39. સ્ટોરેજ બૅટરી અને ઝિક ઑક્સાઇડની બનાવટમાં ………………………. નો ઉપયોગ થાય છે.
ઉત્તરઃ
સીસા
40. તાપવિદ્યુતના ઉત્પાદનમાં બળતણ તરીકે ………………………. વપરાય છે.
ઉત્તરઃ
કોલસો
41. ………………………………. ઉદ્યોગમાં વપરાતું સિલિકોન વાદ્ઘમાંથી લેવામાં આવે છે.
ઉત્તરઃ
કયૂટર
42. કોલસો અને પેટ્રોલિયમ ………………………… સંસાધનો છે.
ઉત્તરઃ
બિનનવીનીકરણીય
43. પેટ્રોલને બદલે ………………………………. નો વપરાશ વધારવો જોઈએ.
ઉત્તર:
સી.એન.જી.(CNG)
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
1. અયસ્કનું શુદ્ધીકરણ કર્યા પછી જ વિવિધ ખનીજો શુદ્ધ સ્વરૂપે મળે છે.
ઉત્તરઃ
ખરું
2. નદીઓ રાષ્ટ્રીય અર્થતંત્રની ધોરી નસ ગણાય છે.
ઉત્તરઃ
ખોટું
૩. ધાતુમય (ધાત્વિક) ખનીજોમાં ધાતુઓ કાચા સ્વરૂપમાં હોય છે.
ઉત્તરઃ
ખરું
4. ધાતુમય ખનીજોને ટીપવાથી ધાતુઓ પ્રાપ્ત થાય છે.
ઉત્તરઃ
ખોટું
5. અધાતુમય ખનીજોમાં ધાતુઓ હોતી નથી.
ઉત્તરઃ
ખરું
6. કોલસો અને પેટ્રોલિયમ જેવાં ખનીજો આગ્નેય ખડકસમૂહોમાંથી મળી આવે છે.
ઉત્તરઃ
ખોટું
7. ઈંધણ અને અશ્મિભૂત ઇંધણ (બળતણ) બિનપરંપરાગત ઊર્જાના મુખ્ય બે સ્ત્રોત છે.
ઉત્તરઃ
ખોટું
8. કોલસામાંથી મેળવેલી વિદ્યુતને પરમાણુ વિદ્યુત કહેવામાં આવે છે.
ઉત્તરઃ
ખોટું
9. ખનીજ તેલ પૃથ્વીના પેટાળમાંથી મળે છે.
ઉત્તરઃ
ખરું
10. ખનીજ તેલના બહોળા વ્યાપારિક મહત્ત્વને લીધે તેને ‘કાળું સોનું’ કહે છે.
ઉત્તરઃ
ખરું
11. ભરૂચ જિલ્લાનું વાલિયા ખનીજ તેલનું સૌથી મોટું તેલક્ષેત્ર ગણાય છે.
ઉત્તરઃ
ખોટું
12. કુદરતી વાયુ ખનીજ તેલની સાથે સંલગ્ન હોય છે.
ઉત્તરઃ
ખરું
13, વિશ્વના મોટા ભાગના દેશોમાં કુદરતી વાયુનો પૂરતો જથ્થો છે.
ઉત્તરઃ
ખોટું
14. કોલસા અને ખનીજ તેલના ઉપયોગથી પર્યાવરણીય પ્રદૂષણ ઉત્પન્ન થતું નથી.
ઉત્તરઃ
ખોટું
15. સૂર્ય પૃથ્વી પરની ઊર્જાનો મુખ્ય સ્રોત ગણાય છે.
ઉત્તરઃ
ખરું
16. મધ્ય પ્રદેશના ભોપાલમાં ‘સૌર ઊર્જા પરિયોજના’ આવેલી છે, જેની ગણના એશિયાની મોટી સૌર ઊર્જા યોજનામાં થાય છે.
ઉત્તરઃ
ખોટું
17. ગુજરાતમાં મહેસાણા જિલ્લાના ચારણકા ગામે 590 મેગાવોટની ક્ષમતાનો સોલર પાર્ક બનાવવામાં આવ્યો છે.
ઉત્તરઃ
ખોટું
18. ગડા(GEDA)એ વડોદરા પાસે છાણી ખાતે 10 ટનની ક્ષમતાવાળું સૌર શીતાગાર બનાવ્યું છે.
ઉત્તરઃ
ખરું
19. ગુજરાતમાં ભુજ પાસે દરિયાના ખારા પાણીને ડિસેલિનેશન કરવા માટે (મીઠું પાણી બનાવવા) સૌરઊર્જા પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે.
ઉત્તરઃ
ખરું
20. ગુજરાતમાં જામનગરના લાંબા ગામે અને કચ્છના કંડલાના સમુદ્રકિનારે વિન્ડ ફાર્મ કાર્યરત છે.
ઉત્તર:
ખોટું
21. વર્ષોથી ગરમ પાણીના સ્ત્રોતો તરીકે ભૂતાપીય ઊર્જાનો ઉપયોગ રાંધવા, ગરમી મેળવવા અને નાહવા માટે થાય
ઉત્તરઃ
ખરું
22. ભારતમાં વિશ્વનો સૌથી મોટો ભૂ-તાપીય ઊર્જા પ્લાન્ટ આવેલો છે.
ઉત્તરઃ
ખોટું
23. ગુજરાતમાં સોજીત્રા, ઉનાઈ, ટુવા અને તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના ઝરા આવેલા છે.
ઉત્તરઃ
ખોટું
24. ગુજરાતમાં કચ્છ અને ખંભાતના અખાતમાં ભરતી ઊર્જાની મદદથી વિદ્યુત મેળવવાની યોજના શરૂ કરવામાં આવી છે.
ઉત્તરઃ
ખરું
25. બાયોગેસ રસોઈ બનાવવા અને વીજળી ઉત્પન્ન કરવા માટેનું શ્રેષ્ઠ બળતણ (ઈંધણ) છે.
ઉત્તરઃ
ખરું
26. બાયોગેસના ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ સ્થાન ધરાવે છે.
ઉત્તરઃ
ખોટું
27. બાયોગૅસના ઉત્પાદનમાં ઉત્તર પ્રદેશ દ્વિતીય સ્થાન ધરાવે છે.
ઉત્તરઃ
ખોટું
28. બાયોગેસ મોંઘો અને ઉપયોગમાં કઠિન છે.
ઉત્તરઃ
ખોટું
29. અમદાવાદ જિલ્લાના ધંધુકા તાલુકાના રૂદાતલ ખાતે મોટો બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે.
ઉત્તરઃ
ખોટું
30. બનાસકાંઠા જિલ્લાના ડીસા ખાતે મોટો બાયોગેસ પ્લાન્ટ કાર્યરત છે.
ઉત્તર:
ખોટું
31. મેંગેનીઝનો મુખ્ય ઉપયોગ બૉક્સાઇટમાંથી ઍલ્યુમિનિયમ મેળવવામાં થાય છે.
ઉત્તરઃ
ખોટું
32. તાંબામાં કલાઈ ભેળવવાથી પિત્તળ બને છે.
ઉત્તરઃ
ખોટું
33. તાંબામાં જસત ભેળવવાથી કાંસું બને છે.
ઉત્તરઃ
ખોટું
34. અબરખનો ઉપયોગ વિદ્યુતનાં સાધનો બનાવવામાં થાય છે.
ઉત્તરઃ
ખરું
35. ચિનાઈ માટીની વસ્તુઓની બનાવટમાં ફલોરસ્પારનો ઉપયોગ થાય છે.
ઉત્તરઃ
ખરું
36. સીસાનો ઉપયોગ સ્ટોરેજ બૅટરી અને કૉપર ઑક્સાઈડની બનાવટમાં થાય છે.
ઉત્તરઃ
ખોટું
37. જસતનો ઉપયોગ ગેલ્વેનાઇઝ પતરા પર ઢોળ ચડાવવા માટે થાય છે.
ઉત્તરઃ
ખરું
38. કોલસો તાપવિદ્યુતના ઉત્પાદનમાં બળતણ તરીકે થાય છે.
ઉત્તરઃ
ખરું
39. પ્લાસ્ટિક ઉદ્યોગમાં વપરાતું સિલિકોન કવાર્ટ્સમાંથી લેવામાં આવે છે.
ઉત્તરઃ
ખોટું
40. કોલસો અને પેટ્રોલિયમ બિનનવીનીકરણીય સંસાધનો છે.
ઉત્તરઃ
ખરું
41. ખનીજોનાં નિર્માણ અને સંચયનમાં સેંકડો વર્ષો લાગે છે.
ઉત્તરઃ
ખોટું
42. પેટ્રોલને બદલે સી.એન.જી.(CNG)નો વપરાશ વધારવો જોઈએ.
ઉત્તર:
ખરું
બંધબેસતાં જોડકાં જોડોઃ
1.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) ધાતુમય ખનીજ | (1) ઇરાક |
(2) અધાતુમય ખનીજ | (2) ભારત |
(3) કોલસાનો અગ્રણી ઉત્પાદક દેશ | (3) કોલસો |
(4) ખનીજ તેલનો મુખ્ય ઉત્પાદક દેશ | (4) તાંબુ |
(5) યુ.એસ.એ. |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) ધાતુમય ખનીજ | (4) તાંબુ |
(2) અધાતુમય ખનીજ | (3) કોલસો |
(3) કોલસાનો અગ્રણી ઉત્પાદક દેશ | (5) યુ.એસ.એ. |
(4) ખનીજ તેલનો મુખ્ય ઉત્પાદક દેશ | (1) ઇરાક |
2.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) સૌથી મોટું તેલક્ષેત્ર | (1) જેસલમેર |
(2) કુદરતી વાયુ ધરાવતું ક્ષેત્ર | (2) ચારણકા |
(3) સૌર ઊર્જા પરિયોજના | (3) અંકલેશ્વર |
(4) સોલર પાર્ક | (4) રેવા |
(5) અમદાવાદ |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) સૌથી મોટું તેલક્ષેત્ર | (3) અંકલેશ્વર |
(2) કુદરતી વાયુ ધરાવતું ક્ષેત્ર | (1) જેસલમેર |
(3) સૌર ઊર્જા પરિયોજના | (4) રેવા |
(4) સોલર પાર્ક | (2) ચારણકા |
3.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) GEDA | (1) લાંબા |
(2) ગરમ પાણીના ઝરા | (2) છાણી |
(3) વિન્ડ ફાર્મ | (3) જર્મની |
(4) પવન ઊર્જા ઉત્પન્ન કરનાર અગ્રણી દેશ | (4) તુલસીશ્યામ |
(5) ચીન |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) GEDA | (2) છાણી |
(2) ગરમ પાણીના ઝરા | (4) તુલસીશ્યામ |
(3) વિન્ડ ફાર્મ | (1) લાંબા |
(4) પવન ઊર્જા ઉત્પન્ન કરનાર અગ્રણી દેશ | (3) જર્મની |
4.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) વિશ્વનો સૌથી મોટો ભૂતાપીય ઊર્જા પ્લાન્ટ | (1) મેથાણ |
(2) ભારતનો ભૂ-તાપીય ઊર્જાનો પ્લાન્ટ | (2) ભારત |
(3) આદર્શ બાયોગેસ પ્લાન્ટ | (3) લસુન્દ્રા |
(4) ગરમ પાણીના ઝરા | (4) મણિકરણ |
(5) યુ.એસ.એ. |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) વિશ્વનો સૌથી મોટો ભૂતાપીય ઊર્જા પ્લાન્ટ | (5) યુ.એસ.એ. |
(2) ભારતનો ભૂ-તાપીય ઊર્જાનો પ્લાન્ટ | (4) મણિકરણ |
(3) આદર્શ બાયોગેસ પ્લાન્ટ | (1) મેથાણ |
(4) ગરમ પાણીના ઝરા | (3) લસુન્દ્રા |
5.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) લોખંડમાંથી પોલાદ | (1) ફલોરસ્પાર |
(2) વીજળીના તાર | (2) બૉક્સાઇટ |
(3) હવાઈ જહાજોનું બાંધકામ | (3) તાંબુ |
(4) ધાતુગાળણ ઉદ્યોગ | (4) મેંગેનીઝ |
(5) જસત |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) લોખંડમાંથી પોલાદ | (4) મેંગેનીઝ |
(2) વીજળીના તાર | (3) તાંબુ |
(3) હવાઈ જહાજોનું બાંધકામ | (2) બૉક્સાઇટ |
(4) ધાતુગાળણ ઉદ્યોગ | (1) ફલોરસ્પાર |
6.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) વિદ્યુતનાં સાધનો | (1) ચૂનાનો પથ્થર |
(2) સિમેન્ટ | (2) કોલસો |
(3) સ્ટોરેજ બૅટરી | (3) અબરખ |
(4) તાપવિદ્યુત | (4) જસત |
(5) સીશું |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) વિદ્યુતનાં સાધનો | (3) અબરખ |
(2) સિમેન્ટ | (1) ચૂનાનો પથ્થર |
(3) સ્ટોરેજ બૅટરી | (5) સીશું |
(4) તાપવિદ્યુત | (2) કોલસો |
નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપો:
પ્રશ્ન 1.
ખનીજ એટલે શું?
ઉત્તર:
ખનીજ:
પૃથ્વીના ખડકોમાં જૈવિક અને અજૈવિક પદાર્થો પૃથ્વીની આંતરિક ગરમી અને દબાણને લીધે પરિવર્તન પામીને ચોક્કસ રાસાયણિક બંધારણ (ગુણધર્મો) ધારણ કરે છે તેવા ઘન, પ્રવાહી અને વાયુસ્વરૂપના પદાર્થોને ‘ખનીજ’ કહે છે.
પ્રશ્ન 2.
‘અયસ્ક’ કોને કહે છે?
ઉત્તર:
પૃથ્વીનાં આંતરિક ક્ષેત્રોમાંથી અશુદ્ધ સ્વરૂપે મળતાં ખનીજોને ‘અયસ્ક’ કહે છે.
પ્રશ્ન 3.
ખનીજો રાષ્ટ્રીય અર્થતંત્રની ધોરી નસ શાથી ગણાય છે?
ઉત્તર:
ખનીજો ઉદ્યોગોને કિંમતી કાચો માલ પૂરો પાડે છે અને તેમાંથી બનતાં ઉત્પાદનોથી રાષ્ટ્ર સમૃદ્ધ બને છે. તેથી ખનીજો રાષ્ટ્રીય અર્થતંત્રની ધોરી નસ ગણાય છે.
પ્રશ્ન 4.
ખનીજોને કોના આધારે, કયાં કયાં ખનીજોમાં વર્ગીકૃત કરવામાં આવે છે?
ઉત્તર:
ખનીજોને તેમની સંરચનાના આધારે મુખ્યત્વે ધાતુમય (ધાત્વિક) અને અધાતુમય (અધાત્વિક) ખનીજોમાં વર્ગીકૃત કરવામાં આવે છે.
પ્રશ્ન 5.
ધાતુઓની મુખ્ય વિશેષતા શી છે?
ઉત્તર:
ધાતુઓની મુખ્ય વિશેષતાઓ આ છે : તે કઠોર પદાર્થ છે. તે ઉષ્મા અને વિદ્યુતની વાહક હોય છે અને તેમાં ચમક અથવા તેજ હોય છે.
પ્રશ્ન 6.
અધાતુમય ખનીજો કયાં કયાં છે?
ઉત્તર:
ચૂનાનો પથ્થર, અબરખ, જિપ્સમ (ચિરોડી), લોરસ્પાર, કોલસો, પેટ્રોલિયમ વગેરે અધાતુમય ખનીજો છે.
પ્રશ્ન 7.
અધાતુમય ખનીજો ક્યાંથી મળી આવે છે?
ઉત્તરઃ
અધાતુમય ખનીજો મુખ્યત્વે મેદાનો અને ગેડ પર્વતોના કાંપના ખડકસમૂહો(નિક્ષેપકૃત ખડકો)નાં ક્ષેત્રોમાંથી મળી આવે છે.
પ્રશ્ન 8.
ઊર્જા-સંસાધન કોને કહે છે?
ઉત્તર:
જે સાધનો વડે યંત્રોને ચલાવવા અને ચીજવસ્તુઓના ઉત્પાદન માટે ઊર્જા પ્રાપ્ત થાય છે તેને ‘ઊર્જા-સંસાધન’ કહે છે.
પ્રશ્ન 9.
ઊર્જા-સંસાધનોને કયાં કયાં સંસાધનોમાં વર્ગીકૃત કરવામાં આવે છે?
ઉત્તર:
ઊર્જા-સંસાધનોને વિસ્તૃત રૂપે પરંપરાગત અને બિનપરંપરાગત સંસાધનોમાં વર્ગીકૃત કરવામાં આવે છે.
પ્રશ્ન 10.
ઊર્જાના પરંપરાગત સ્ત્રોતો કોને કહે છે?
ઉત્તરઃ
જે સ્ત્રોતોનો લાંબા સમયથી ઉપયોગ થઈ રહ્યો છે તેને ઊર્જાના પરંપરાગત સ્રોતો કહે છે.
પ્રશ્ન 11.
પરંપરાગત ઊર્જાના મુખ્ય સ્ત્રોતો ક્યા કયા છે?
ઉત્તર:
પરંપરાગત ઊર્જાના મુખ્ય બે સ્રોતો લાકડું અને અશ્મિભૂત ઇંધણ (બળતણ) છે.
પ્રશ્ન 12.
કોલસાનો શામાં ઉપયોગ કરવામાં આવે છે?
ઉત્તર:
કોલસાનો ઘરેલું બળતણ તરીકે, લોખંડ-પોલાદના ઉદ્યોગમાં, વરાળ એન્જિનના સંચાલનમાં, તાપવિદ્યુતના ઉત્પાદનમાં, કારખાનાંઓમાં ઊર્જાના સ્ત્રોત તરીકે વગેરેમાં ઉપયોગ કરવામાં આવે છે.
પ્રશ્ન 13.
કોલસાના અગ્રણી ઉત્પાદક દેશો કયા કયા છે?
ઉત્તર:
ચીન, યુ.એસ.એ., જર્મની, રશિયા, દક્ષિણ આફ્રિકા, ફ્રાન્સ વગેરે કોલસાના અગ્રણી ઉત્પાદક દેશો છે.
પ્રશ્ન 14.
ભારતનાં કોલસાનાં મુખ્ય ઉત્પાદક ક્ષેત્રો કયાં કયાં છે?
ઉત્તરઃ
પશ્ચિમ બંગાળમાં રાનીગંજ અને ઝારખંડમાં ઝરીયા, ધનબાદ તથા બોકારો એ ભારતનાં કોલસાનાં મુખ્ય ઉત્પાદક ક્ષેત્રો છે.
પ્રશ્ન 15.
ગુજરાતમાં લિગ્નાઇટ કોલસો ક્યાં ક્યાંથી મળી આવે છે?
ઉત્તર:
ગુજરાતમાં લિગ્નાઈટ કોલસો કચ્છમાં પાંધો; સુરતમાં તડકેશ્વર; ભરૂચમાં રાજપારડી; ભાવનગરમાં થોરડી, તગડી અને સામતપર તથા મહેસાણામાં કડી આ બધાં ક્ષેત્રોમાંથી મળી આવે છે.
પ્રશ્ન 16.
ખનીજ તેલના ઉત્પાદક દેશો કયા કયા છે?
ઉત્તર:
ઈરાન, ઈરાક, સઉદી અરેબિયા અને કતાર ખનીજ તેલના મુખ્ય ઉત્પાદક દેશો છે; જ્યારે યૂ.એસ.એ., રશિયા, વેનિઝુએલા અને અલ્જિરિયા ખનીજ તેલના અન્ય ઉત્પાદક દેશો છે.
પ્રશ્ન 17.
ભારતમાં ખનીજ તેલનાં મુખ્ય ઉત્પાદક ક્ષેત્રો કયાં કયાં છે?
ઉત્તર:
ભારતમાં અસમમાં દિગ્બોઈ, મુંબઈમાં બૉમ્બે હાઈ તેમજ કૃષ્ણા અને ગોદાવરી નદીઓના મુખત્રિકોણ પ્રદેશો એ ખનીજ તેલનાં મુખ્ય ઉત્પાદક ક્ષેત્રો છે.
પ્રશ્ન 18.
ગુજરાતમાં ખનીજ તેલ સૌપ્રથમ ક્યાંથી પ્રાપ્ત થતું હતું?
ઉત્તર:
ગુજરાતમાં ખનીજ તેલ સૌપ્રથમ આણંદ જિલ્લાના લુણેજ ખાતેથી પ્રાપ્ત થયું હતું.
પ્રશ્ન 19.
ગુજરાતમાં ખનીજ તેલનું સૌથી મોટું ક્ષેત્ર કયું છે?
ઉત્તરઃ
ગુજરાતમાં ભરૂચ જિલ્લાનું અંકલેશ્વર ખનીજ તેલનું ? સૌથી મોટું ક્ષેત્ર છે.
પ્રશ્ન 20.
ગુજરાતમાં ખનીજ તેલ કયાં કયાં ક્ષેત્રોમાંથી મળી આવે છે?
ઉત્તર:
ગુજરાતમાં ખનીજ તેલ અંકલેશ્વર, મહેસાણા, કલોલ, કડી, નવાગામ, કોસંબા, સાણંદ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, રે ભરૂચ, આણંદ, ખેડા, ભાવનગર વગેરે ક્ષેત્રોમાંથી મળી આવે છે.
પ્રશ્ન 21.
કુદરતી વાયુનો શો ઉપયોગ થાય છે?
ઉત્તર:
કુદરતી વાયુનો ઉપયોગ ઘરેલું બળતણ તરીકે અને ઉદ્યોગોમાં ઈંધણ તરીકે થાય છે.
પ્રશ્ન 22.
કુદરતી વાયુના મુખ્ય ઉત્પાદક દેશો કયા કયા છે?
ઉત્તર:
રશિયા, નૉર્વે, યૂ.કે. (ગ્રેટ બ્રિટન) અને નેધરલૅન્ડ કુદરતી વાયુના મુખ્ય ઉત્પાદક દેશો છે.
પ્રશ્ન 23.
ભારતમાં કુદરતી વાયુનાં ક્ષેત્રો કયાં કયાં છે?
ઉત્તર:
ભારતમાં જેસલમેર, ખંભાત બેસીન, કૃષ્ણા અને ગોદાવરી નદીઓના મુખત્રિકોણ પ્રદેશો, ત્રિપુરા, બૉમ્બે હાઈ વગેરે કુદરતી વાયુનાં ક્ષેત્રો છે.
પ્રશ્ન 24.
ગુજરાતમાં ખનીજ તેલ અને કુદરતી વાયુના વિપુલ 3 ભંડાર ધરાવતાં ક્ષેત્રો કયાં છે?
ઉત્તરઃ
ગુજરાતમાં અંકલેશ્વર અને ગાંધાર ખનીજ તેલ અને કુદરતી વાયુના વિપુલ ભંડાર ધરાવતાં ક્ષેત્રો છે.
પ્રશ્ન 25.
ઊર્જાના બિનપરંપરાગત સ્રોતો વિકસાવવા માટે ભારતમાં કઈ સંસ્થાની રચના કરવામાં આવી છે?
ઉત્તરઃ
ઊર્જાના બિનપરંપરાગત સ્રોતો વિક્સાવવા માટે ભારતમાં ‘કમિશન ફૉર ઍડિશનલ સોર્સિસ ઑફ એનર્જી’ (Commission for Additional Sources of Energy -CASE) નાચની સંસ્થાની રચના કરવામાં આવી છે.
પ્રશ્ન 26.
ઊર્જાના બિનપરંપરાગત સ્ત્રોતો વિકસાવવા માટે ગુજરાતમાં કઈ સંસ્થા કામ કરી રહી છે?
ઉત્તર:
ઊર્જાના બિનપરંપરાગત સ્રોતો વિકસાવવા માટે ગુજરાતમાં ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (Gujarat Energy Development Agency – GEDA) કાચ કરી રહી છે.
પ્રશ્ન 27.
સૌર ઊર્જાનો ઉપયોગ ક્યાં ક્યાં થાય છે?
ઉત્તર:
સૌર ઊર્જાનો ઉપયોગ સોલર વૉટર હીટર (પાણી ગરમ કરવા), સોલર કૂકર (રસોઈ કરવા), સોલર ડ્રાયર્સ (કપડાં સૂકવવા) તેમજ જાહેર સ્થળોએ રાત્રિ પ્રકાશ માટે (સોલર પૅનલ) અને ટ્રાફિક સંકેતોને પ્રકાશિત કરવામાં થાય છે.
પ્રશ્ન 28.
ભારતની કઈ સૌર ઊર્જા યોજનાની ગણના એશિયાની મોટી સૌર ઊર્જા યોજનામાં થાય છે?
ઉત્તરઃ
મધ્ય પ્રદેશ રાજ્યના રેવામાં આવેલી ‘સૌર ઊર્જા પરિયોજના’ની ગણના એશિયા’ની મોટી સૌર ઊર્જા યોજનામાં થાય છે.
પ્રશ્ન 29.
ગુજરાતમાં 590 મેગાવૉટની ક્ષમતાનો સોલર પાર્ક ક્યાં આવેલો છે?
ઉત્તર:
ગુજરાતમાં 590 મેગાવૉટની ક્ષમતાનો સોલર પાર્ક પાટણ જિલ્લામાં ચારણકા ગામ ખાતે આવેલો છે.
પ્રશ્ન 30.
ગુજરાતમાં 10 ટનની ક્ષમતાવાળું સૌર શીતાગાર ક્યાં આવેલું છે? તે સૌર શીતાગાર કોણે સ્થાપ્યું છે?
ઉત્તરઃ
ગુજરાતમાં 10 ટનની ક્ષમતાવાળું સૌર શીતાગાર ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ એજન્સી (GEDA) એ વડોદરા પાસે છાણી ખાતે સ્થાપ્યું છે.
પ્રશ્ન 31.
ગુજરાતમાં સૌર ઊર્જા પ્લાન્ટ ક્યાં સ્થાપવામાં આવ્યો છે? શા માટે?
ઉત્તરઃ
ગુજરાતમાં સૌર ઊર્જા પ્લાન્ટ ભુજ પાસે મોઢવા ગામમાં દરિયાના ખારા પાણીને ડિસેલિનેશન કરવા (મીઠું પાણી બનાવવા) માટે સ્થાપવામાં આવ્યો છે.
પ્રશ્ન 32.
પવનચક્કીનો ઉપયોગ ક્યાં થાય છે?
ઉત્તર:
પવનચક્કીનો ઉપયોગ અનાજ દળવાની ઘંટીમાં અને કૂવામાંથી પાણી કાઢવા માટે થાય છે. તદુપરાંત, પવનચક્કીને જનરેટર સાથે જોડીને વીજળી ઉત્પન્ન કરવામાં આવે છે.
પ્રશ્ન 33.
પવનચક્કીને ક્યાં ઊભી કરવામાં આવે છે?
ઉત્તર:
દરિયાકાંઠાના વિસ્તારોમાં તેમજ પર્વત-ખીણના વિસ્તારમાં કે જ્યાં વેગીલો અને સતત પવન ફૂંકાતો હોય ત્યાં પવનચક્કીને ઊભી કરવામાં આવે છે.
પ્રશ્ન 34.
પવન ઊર્જા ઉત્પન્ન કરનારા અગ્રગણ્ય દેશો ક્યા ક્યા છે?
ઉત્તર:
જર્મની, યુ.એસ.એ., ડેન્માર્ક, સ્પેઇન, ભારત વગેરે પવન ઊર્જા ઉત્પન્ન કરનારા અગ્રગણ્ય દેશો છે.
પ્રશ્ન 35.
ગુજરાતમાં વિન્ડ ફાર્મ ક્યાં ક્યાં કાર્યરત છે?
ઉત્તર:
ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના લાંબા ગામે અને કચ્છ જિલ્લાના માંડવીના સમુદ્ર કિનારે વિન્ડ ફાર્મ કાર્યરત છે.
પ્રશ્ન 36
ભૂતાપીય ઊર્જા કોને કહે છે?
ઉત્તર:
ભૂસંચલનીય પ્રક્રિયાને કારણે ભૂગર્ભમાં 3 ઉત્પન્ન થતી વરાળ સપાટી પર આવે છે. એ વરાળને નિયંત્રણમાં લઈને મેળવવામાં આવતી ઊર્જાને ‘ભૂતાપીય ઊર્જા’ કહે છે.
પ્રશ્ન 37.
વિશ્વનો સૌથી મોટો ભૂતાપીય ઊર્જા પ્લાન્ટ ક્યાં આવેલો છે?
ઉત્તર:
વિશ્વનો સૌથી મોટો ભૂ-તાપીય ઊર્જા પ્લાન્ટ યુ.એસ.એ માં આવેલો છે.
પ્રશ્ન 38.
ભરતી ઊર્જા કોને કહે છે?
ઉત્તરઃ
સમુદ્રની ભરતી દ્વારા ઉત્પન્ન થતી ઊર્જાને ‘ભરતી ઊર્જા’ કહે છે. તે ઊર્જા બિનપરંપરાગત સ્રોત છે.
પ્રશ્ન 39.
ભરતી ઊર્જાની મદદથી વિદ્યુત મેળવવાની યોજના કયા કયા દેશોએ અમલમાં મૂકી છે?
ઉત્તરઃ
ભરતી ઊર્જાની મદદથી વિદ્યુત મેળવવાની યોજના યુ.એસ.એ., રશિયા, ફ્રાન્સ, ચીન, ભારત વગેરે દેશોએ અમલમાં મૂકી છે.
પ્રશ્ન 40.
ગુજરાત રાજ્યમાં ભરતી ઊર્જાની મદદથી વિદ્યુત મેળવવાની યોજનાનો આરંભ ક્યાં ક્યાં કરવામાં આવ્યો છે?
ઉત્તર:
ગુજરાત રાજ્યમાં ભરતી ઊર્જાની મદદથી વિદ્યુત મેળવવાની યોજનાનો આરંભ કચ્છના અખાતમાં અને ખંભાતના અખાતમાં કરવામાં આવ્યો છે.
પ્રશ્ન 41.
બાયોગેસ કોને કહે છે?
ઉત્તર:
ખેતરનો કચરો, નકામા કૃષિપદાર્થો, પશુઓનું છાણ, રસોઈઘરનો કચરો, માનવ મળમૂત્ર, ખાંડનાં કારખાનાનો કચરો વગેરેને કોહડાવી તેમાંથી મેળવવામાં આવતા ગેસને બાયોગેસ’ કહે છે.
પ્રશ્ન 42.
બાયોગેસથી શું શું મેળવી શકાય છે?
ઉત્તર:
બાયોગેસથી ઊર્જા અને નિંદણમુક્ત જૈવિક ખાતર મેળવી શકાય છે.
પ્રશ્ન 43.
ભારતમાં કયાં કયાં રાજ્યો બાયોગેસના ઉત્પાદનમાં મોખરે છે?
ઉત્તર:
ભારતમાં ઉત્તર પ્રદેશ રાજ્ય અને ગુજરાત રાજ્ય બાયોગેસના ઉત્પાદનમાં મોખરે છે.
પ્રશ્ન 44.
ગુજરાતમાં ક્યાં સ્થળોએ બાયોગેસ પ્લાન્ટ્સ કાર્યરત છે?
ઉત્તરઃ
ગુજરાતમાં અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના રુદાતલ અને બનાસકાંઠા જિલ્લાના દાંતીવાડા ખાતે બાયોગૅસ પ્લાન્ટ્સ કાર્યરત છે.
પ્રશ્ન 45.
મેંગેનીઝના ઉપયોગો જણાવો.
ઉત્તર:
મેંગેનીઝનો મુખ્ય ઉપયોગ લોખંડમાંથી પોલાદ બનાવવામાં થાય છે. આ ઉપરાંત, રાસાયણિક ઉદ્યોગો, જંતુનાશક દવાઓ, કાચ, વાર્નિશ અને છાપકામ વગેરેના ઉદ્યોગોમાં મેંગેનીઝનો ઉપયોગ થાય છે.
પ્રશ્ન 46.
તાંબાના ઉપયોગો જણાવો.
ઉત્તરઃ
તાંબાનો ઉપયોગ વીજળીના તાર, સ્ફોટક પદાર્થો, રંગીન કાચ, સિક્કા, છાપકામનાં બીબાં, વાસણો, ટેલિફોન, રેડિયો, ટેલિવિઝન (TV), રેફ્રિજરેટર, ઍર કંડિશનર વગેરે બનાવવા માટે થાય છે.
પ્રશ્ન 47.
કઈ કઈ મિશ્ર ધાતુઓ બનાવવા માટે તાંબાનો ઉપયોગ થાય છે?
ઉત્તરઃ
પિત્તળ અને કાંસા જેવી મિશ્ર ધાતુઓ બનાવવા માટે તાંબાનો ઉપયોગ થાય છે; જેમ કે, તાંબામાં જસત ભેળવતાં પિત્તળ અને કલાઈ ભેળવતાં કાંસું બને છે.
પ્રશ્ન 48.
ઍલ્યુમિનિયમના ઉપયોગો જણાવો.
ઉત્તરઃ
ઍલ્યુમિનિયમનો ઉપયોગ વિદ્યુતનાં સાધનો, રંગો, હવાઈ જહાજનું બાંધકામ, કેરોસીનનું શુદ્ધીકરણ, ઘરવપરાશનાં વાસણો, સિમેન્ટ વગેરે બનાવવામાં થાય છે.
પ્રશ્ન 49.
અબરખના ઉપયોગો જણાવો.
ઉત્તર:
અબરખનો ઉપયોગ વિદ્યુતનાં સાધનો, રેડિયો, ટેલિફોન, વિમાનો, ડાયનેમો, મોટરગાડીઓ, વિદ્યુતમોટર, ગ્રામોફોન વગેરેની બનાવટમાં થાય છે.
પ્રશ્ન 50.
ફલૉરસ્પારના ઉપયોગો જણાવો.
ઉત્તર:
લૉરસ્પારનો ઉપયોગ ધાતુગાળણ ઉદ્યોગમાં, પ્લાસ્ટિક ઉદ્યોગમાં, હાઇડ્રોક્લોરિક ઍસિડ અને ચિનાઈ માટીની વસ્તુઓની બનાવટમાં થાય છે.
પ્રશ્ન 51.
ચૂનાનો પથ્થર કયા કયા ઉદ્યોગોમાં વપરાય છે?
ઉત્તરઃ
ચૂનાનો પથ્થર સિમેન્ટ, લોખંડ-પોલાદ, સોડાએંશ, સાબુ, કાગળ, રંગો, ખાંડ – શુદ્ધીકરણ વગેરે ઉદ્યોગોમાં વપરાય છે.
પ્રશ્ન 52.
સીસાનો ઉપયોગ જણાવો.
ઉત્તર:
સીસાનો ઉપયોગ સ્ટોરેજ બેટરી અને ઝિક ઑક્સાઈડની બનાવટમાં થાય છે.
પ્રશ્ન 53.
જસતનો ઉપયોગ જણાવો.
ઉત્તરઃ
જસતનો ઉપયોગ ગેલ્વેનાઈઝ પતરા પર ઢોળ ચઢાવવા માટે અને વાસણો બનાવવામાં થાય છે.
પ્રશ્ન 54.
લોખંડ(લોહ-અયસ્ક)નો ઉપયોગ જણાવો.
ઉત્તરઃ
લોખંડ(લોહ-અયસ્કોનો ઉપયોગ ટાંકણીથી માંડીને મોટાં યંત્રો, મોટરગાડીઓ, જહાજો, રેલવે, પુલો, મકાનો, શસ્ત્રો વગેરે બનાવવામાં થાય છે.
પ્રશ્ન 55.
કોલસાનો સૌથી વધુ ઉપયોગ ક્યાં થાય છે?
ઉત્તર:
કોલસાનો સૌથી વધુ ઉપયોગ તાપવિદ્યુતના ઉત્પાદનમાં, ધાતુ ગાળવાનાં કારખાનાંઓમાં તેમજ રેલવે અને આગબોટ જેવાં છે પરિવહન સાધનોમાં થાય છે.
પ્રશ્ન 56.
કઈ કઈ ધાતુઓના ભંગારને ફરીથી ઉપયોગમાં લેવો જોઈએ?
ઉત્તર:
લોખંડ, તાંબું, ઍલ્યુમિનિયમ, કલાઈ વગેરે ધાતુઓના ભંગારને ફરીથી ઉપયોગમાં લેવો જોઈએ.
પ્રશ્ન 57.
ઊર્જાના પરંપરાગત સ્ત્રોતો કયા કયા છે?
ઉત્તર:
કોલસો, ખનીજ તેલ, કુદરતી વાયુ, અણુ ખનીજો, બળતણનું લાકડું વગેરે ઊર્જાના પરંપરાગત સ્રોતો છે.
પ્રશ્ન 58.
ઊર્જાના બિનપરંપરાગત સ્રોતો કયા કયા છે?
ઉત્તરઃ
સૌર ઊર્જા, પવન ઊર્જા, ભૂ-તાપીય ઊર્જા, ભરતી ઊર્જા, બાયોગેસ વગેરે ઊર્જાના બિનપરંપરાગત સ્રોતો છે.
નીચેના પ્રશ્નોના ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
પરંપરાગત ઊર્જાસ્ત્રોત તરીકે કોલસાની માહિતી આપો.
ઉત્તર:
કોલસો એ વિપુલ પ્રમાણમાં મળી આવતું અસ્મિભૂત ઈંધણ છે. કોલસાનો ઘરેલું બળતણ તરીકે, લોખંડ-પોલાદના ઉદ્યોગમાં, વરાળ એન્જિનના સંચાલનમાં, તાપવિદ્યુતના ઉત્પાદનમાં, કારખાનાંઓમાં ઊર્જાના સ્ત્રોત તરીકે વગેરેમાં ઉપયોગ થાય છે. કોલસાની અનેક પ્રકારની ઉપયોગિતાને લીધે તેને ‘કાળો હીરો’ કહેવામાં આવે છે. કોલસાનો ઉપયોગ કરીને મેળવેલી વિદ્યુત તાપવિદ્યુત કહેવાય છે. દેશનો ઔદ્યોગિક વિકાસ કોલસામાંથી મેળવેલી ઊર્જાથી થયો છે.
ચીન, યુ.એસ.એ., જર્મની, રશિયા, દક્ષિણ આફ્રિકા, ફ્રાન્સ વગેરે કોલસાના અગ્રણી ઉત્પાદક દેશો છે. ભારતમાં પશ્ચિમ બંગાળમાં રાનીગંજ અને ઝારખંડમાં ઝરીયા, બોકારો તથા ધનબાદ એ કોલસાનાં મુખ્ય ઉત્પાદક ક્ષેત્રો છે. ગુજરાતમાંથી લિગ્નાઇટ કોલસો મળે છે. તે કચ્છમાં પાંધ્રો; સુરતમાં તડકેશ્વર; ભરૂચમાં રાજપારડી; ભાવનગરમાં થોરડી, તગડી અને સામતપર તથા મહેસાણામાં કડી આ બધાં ક્ષેત્રોમાંથી મળી આવે છે.
પ્રશ્ન 2.
પરંપરાગત ઊર્જાસ્ત્રોત તરીકે ખનીજ તેલની માહિતી આપો.
ઉત્તર:
ખનીજ તેલ પૃથ્વીના પેટાળમાંના પ્રસ્તર (જળકૃત) ખડકોમાંથી પ્રાપ્ત થાય છે. ખનીજ તેલમાં ઘણા પદાર્થો ભળેલા હોય છે. રિફાઈનરીમાં તેની પર પ્રક્રિયા કરી ડીઝલ, પેટ્રોલ, કેરોસીન, મીણ, પ્લાસ્ટિક, ઊંજણ તેલ (લુબ્રિકન્ટ) વગેરે ઉત્પાદનો મેળવવામાં આવે છે. આ બધાં ઉત્પાદનો ઉપયોગી છે. ખનીજ તેલ ખૂબ જ કિંમતી ઊર્જાસ્ત્રોત છે. આજના ઔદ્યોગિક યુગમાં તેની ઉપયોગિતા ઘણી છે. ખનીજ તેલના બહોળા વ્યાપારિક મહત્ત્વને લીધે તેને ‘કાળું સોનું’ કહેવામાં આવે છે.
ઇરાક, ઈરાન, સઉદી અરેબિયા અને કતાર ખનીજ તેલના મુખ્ય ઉત્પાદક દેશો છે; જ્યારે યુ.એસ.એ., રશિયા, વેનિઝુએલા, અલ્જિરિયા વગેરે ખનીજ તેલના અન્ય ઉત્પાદક દેશો છે.
ભારતમાં અસમમાં દિગ્બોઈ, મુંબઈમાં બૉમ્બે હાઈ તેમજ કૃષ્ણા અને ગોદાવરી નદીઓના મુખત્રિકોણ પ્રદેશો એ ખનીજ તેલનાં મુખ્ય ઉત્પાદક ક્ષેત્રો છે.
ગુજરાતમાં ખનીજ તેલ સૌપ્રથમ આણંદ જિલ્લાના લુણેજ ખાતેથી પ્રાપ્ત થયું હતું. ગુજરાતમાં ભરૂચ જિલ્લાનું અંકલેશ્વર ખનીજ તેલનું સૌથી મોટું ક્ષેત્ર છે. ગુજરાતમાં ખનીજ તેલ અંકલેશ્વર, મહેસાણા, કલોલ, કડી, નવાગામ, કોસંબા, સાણંદ, અમદાવાદ, ગાંધીનગર, વડોદરા, ભરૂચ, આણંદ, ખેડા, ભાવનગર વગેરે ક્ષેત્રોમાંથી મળી આવે છે.
પ્રશ્ન 3.
પરંપરાગત ઊર્જાસ્ત્રોત તરીકે કુદરતી વાયુની માહિતી આપો.
ઉત્તર:
કુદરતી વાયુ ખનીજ તેલની સાથે મળી આવે છે. તે છે ખનીજ તેલમાંથી કુદરતી રીતે છૂટો પડેલો વાયુ છે. તે સૌથી સસ્તો, કે વાપરવામાં સરળ અને પ્રદૂષણરહિત ઊર્જાસ્ત્રોત છે. કુદરતી વાયુનો છે ઉપયોગ ઘરેલું બળતણ તરીકે ઉદ્યોગોમાં ઈંધણ તરીકે થાય છે.
વિશ્વમાં રશિયા, નૉર્વે, યુ.કે. (ગ્રેટ બ્રિટન) અને નેધરલૅન્ડ કુદરતી વાયુના મુખ્ય ઉત્પાદક દેશો છે.
ભારતમાં જેસલમેર, ખંભાત બેસીન, કૃષ્ણા અને ગોદાવરી નદીઓના મુખત્રિકોણ પ્રદેશો, ત્રિપુરા, બૉમ્બે હાઈ વગેરે કુદરતી વાયુનાં ક્ષેત્રો છે.
ગુજરાતમાં અંકલેશ્વર અને ગાંધાર ખનીજ તેલ અને કુદરતી વાયુના વિપુલ ભંડાર ધરાવતાં ક્ષેત્રો છે.
વિશ્વના ઘણા ઓછા દેશો કુદરતી વાયુનો પૂરતો જથ્થો ધરાવે છે.
ટૂંક નોંધ લખો:
પ્રશ્ન 1.
પવન ઊર્જા
ઉત્તર:
પવન ઊર્જા એક અખૂટ અને પ્રદૂષણમુક્ત ઊર્જાસ્રોત છે. તે ઊર્જાનો બિનપરંપરાગત સ્રોત છે. વિદ્યુત ઉત્પાદન મેળવવા એક વખત પવનચક્કીઓ સ્થાપિત કર્યા પછી ઓછા ખર્ચે વિદ્યુત મેળવી શકાય છે. પહેલાંના સમયથી પવનચક્કીનો ઉપયોગ અનાજ દળવાની ઘંટીમાં અને કૂવામાંથી પાણી કાઢવા માટે થઈ રહ્યો છે. હાલના સમયમાં પવનચક્કીને જનરેટર સાથે જોડીને વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. પવનચક્કીઓનો સમૂહ વિન્ડ ફાર્મ કહેવાય છે.
દરિયાકિનારાના વિસ્તારોમાં તેમજ પર્વત-ખીણના વિસ્તારમાં કે જ્યાં વેગીલો અને સતત પવન ફૂંકાતો હોય ત્યાં પવનચક્કીઓ ઊભી કરવામાં આવે છે. જર્મની, યુ.એસ.એ., ડેન્માર્ક, સ્પેઇન, ભારત વગેરે પવન ઊર્જા ઉત્પન્ન કરનારા અગ્રગણ્ય દેશો છે.
ગુજરાતમાં દેવભૂમિ દ્વારકા જિલ્લાના લાંબાગામે અને કચ્છ જિલ્લાના માંડવીના સમુદ્રકિનારે વિન્ડ ફાર્મ કાર્યરત છે. આ ઉપરાંત, રાજકોટ, પોરબંદર અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં પવનચક્કીઓ દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે.
પ્રશ્ન 2.
ભૂતાપીય ઊર્જા
ઉત્તર:
ભૂ-તાપીય ઊર્જા એ ઊર્જાનો બિનપરંપરાગત સ્રોત છે. તે પ્રદૂષણમુક્ત, પર્યાવરણને અનુકૂળ અને હંમેશાં ઉપલબ્ધ હોય છે. ભૂસંચલનીય પ્રક્રિયાને કારણે ભૂગર્ભમાં ઉત્પન્ન થતી વરાળ પૃથ્વી સપાટી પર આવે છે. એ વરાળને નિયંત્રણમાં લઈને મેળવવામાં આવતી ઊર્જાને ‘ભૂતાપીય ઊર્જા’ કહે છે.
પૃથ્વીની સપાટીની અંદર ઊંડાઈ વધવાની સાથે તાપમાનમાં સતત વધારો થતો જાય છે. ક્યારેક ક્યારેક એ તાપમાન ઊર્જા જમીનની સપાટી ઉપર ગરમ પાણીનાં ઝરણાંના રૂપે દેખાય છે. એ તાપ ઊર્જાનો ઉપયોગ વિદ્યુત ઉત્પન્ન કરવામાં કરી શકાય છે. વર્ષોથી ગરમ પાણીના સ્ત્રોતોના રૂપમાં ભૂતાપીય ઊર્જાનો ઉપયોગ રસોઈ કરવા, ગરમી મેળવવા અને નાહવા માટે થાય છે.
વિશ્વનો સૌથી મોટો ભૂતાપીય ઊર્જા પ્લાન્ટ યુ.એસ.એ.માં – આવેલો છે. દુનિયામાં ન્યૂઝીલેન્ડ, આઇસલૅન્ડ, ફિલિપીન્ડ, ઇટલી જ અને જાપાનમાં ભૂતાપીય ઊર્જાનો ઉપયોગ થાય છે.
ભારતમાં ભૂતાપીય ઊર્જા પ્લાન્ટ્સ હિમાચલ પ્રદેશ રાજ્યના મણિકરણ અને કેન્દ્રશાસિત પ્રદેશ લડાખના પૂગાઘાટી ખાતે આવેલા છે.
ગુજરાતમાં લસુન્દ્રા, ઉનાઈ, યુવા અને તુલસીશ્યામ ખાતે ગરમ પાણીના ઝરા આવેલા છે. આ સ્થળોએ ભૂતાપીય ઊર્જા મળવાની શક્યતાઓ રહેલી છે.
પ્રશ્ન 3.
ભરતી ઊર્જા
ઉત્તરઃ
ભરતી ઊર્જા એ ઊર્જાનો બિનપરંપરાગત સ્રોત છે. સમુદ્રની ભરતી દ્વારા ઉત્પન્ન થતી ઊર્જાને ભરતી ઊર્જા કહે છે. ભરતી ઊર્જા એ ઊર્જાનો અખૂટ અને પ્રદૂષણમુક્ત સ્રોત છે.
ભરતી ઊર્જા મેળવવા માટે સમુદ્રના સાંકડા માર્ગમાં બંધ છે બાંધવામાં આવે છે. મોટી ભરતી વખતે ભરતીના પાણીને બંધ વડે અવરોધીને ઓટ વખતે નીચાણમાં ગોઠવેલા ટર્બાઇન પર ધોધરૂપે વહેવડાવીને વિદ્યુત મેળવવામાં આવે છે.
યુ.એસ.એ., રશિયા, ફ્રાન્સ, ચીન, ભારત વગેરે દેશોએ ભરતી ઊર્જાની મદદથી વિદ્યુત મેળવવાની યોજના અમલમાં મૂકી છે.
ગુજરાત રાજ્યમાં કચ્છના અખાતમાં અને ખંભાતના અખાતમાં ભરતી ઊર્જાની મદદથી વિદ્યુત મેળવવાની યોજનાની શરૂઆત કરવામાં આવી છે.
વિચારો પ્રસ્નોત્તર
પ્રશ્ન 1.
ખનીજો દેશના લોકોની આર્થિક શક્તિ અને સમૃદ્ધિનો આધારસ્તંભ કેમ કહેવાય છે?
ઉત્તર:
આજના ઔદ્યોગિક યુગમાં ટાંકણીથી માંડીને કદાવર યંત્રો અને અવકાશયાનો ખનીજોમાંથી બનાવવામાં આવે છે. એ દ્ર યંત્રો અને અવકાશયાનોના સંચાલન માટે ખનીજોનો ઉપયોગ થાય છે. યંત્રો દ્વારા દેશમાં નાના-મોટા ઉદ્યોગો ધમધમે છે. વિવિધ પ્રકારના ખૂબ જ મોટી સંખ્યાના ઉદ્યોગો દ્વારા થતું ઉત્પાદન દેશના લોકોની જરૂરિયાતો પૂરી પાડે છે તેમજ કિંમતી વિદેશી હૂંડિયામણ કમાઈ આપે છે. પરિણામે દેશનો ખૂબ આર્થિક વિકાસ થાય છે; દેશ સમૃદ્ધ બને છે. દેશનો વિકાસ એટલે દેશના લોકોનો વિકાસ. દેશની સમૃદ્ધિમાં જ દેશના લોકોની સમૃદ્ધિ રહેલી છે. તેથી ખનીજો દેશના લોકોની આર્થિક શક્તિ અને સમૃદ્ધિનો આધારસ્તંભ કહેવાય છે.
પ્રશ્ન 2.
CNG એક પ્રચલિત અને પર્યાવરણને અનુકૂળ ઇંધણ કેમ છે?
ઉત્તર:
કિંમતની તુલનામાં CNG (Compressed Natural Gas) એ પેટ્રોલ અને ડીઝલ કરતાં સસ્તું ઈંધણ છે. તેથી વપરાશકારો તેને વાપરવાનું પસંદ કરે છે. પરિણામે એક પ્રચલિત ઈંધણ બન્યું છે. આ ઉપરાંત, CNG ના દહનથી હાનિકારક વાયુઓ ઉત્પન્ન થતા નથી. એટલે કે, તે પર્યાવરણીય પ્રદૂષણ જન્માવતો નથી. તેથી તે પર્યાવરણને અનુકૂળ ઈંધણ બન્યું છે.
પ્રશ્ન 3.
આપના ઘરે, શેરીમાં કે ગામમાં ભંગાર લેવા આવતી વ્યક્તિ તે ભંગારનું શું કરતો હશે?
ઉત્તર:
ભંગાર ખરીદવા આવતી વ્યક્તિ ગામમાંથી ભંગાર એકઠો કરીને નજીકના શહેરમાં ભંગાર ખરીદતા મોટા વેપારીને તે ભંગાર વેચતો હશે.
પ્રવૃત્તિઓ
1. તમારા વિષયશિક્ષકની મદદથી ગુજરાત એનર્જી ડેવલપમેન્ટ રે એજન્સી (GEDA) વિશે જાણકારી મેળવો.
2. રોજબરોજના દૈનિક કાર્યોમાં તમે ક્યાં કયાં ખનીજોનો ઉપયોગ કરો છો, તેની યાદી તૈયાર કરો.
૩. તમારા ઘરમાં અને શાળામાં કયાં કયાં ખનીજોનો ઉપયોગ થયો છે, તેની યાદી તૈયાર કરો.
4. શાળા કે ઘરમાં વપરાતી ધાતુમાંથી બનેલી ચીજવસ્તુઓની યાદી બનાવો.
5. તમારી શાળામાંથી શૈક્ષણિક પ્રવાસ અંતર્ગત સૌર ઊર્જા યોજના કે બાયોગેસ પ્લાન્ટના કેન્દ્રનો પ્રવાસ કરો અને તેના વિશે માહિતી એકત્ર કરો.
6. ઊર્જા-સંરક્ષણના ઉપાયો, જેને આપ આપની શાળામાં અપનાવશો, તેની વિગતોનો એક ચાર્ટ બનાવો.
7. પાઠ્યપુસ્તકના પાના નં. 67 પર દુનિયાના નકશામાં ખનીજ તેલ અને કોલસાના ઉત્પાદક દેશો દર્શાવ્યા છે. એ નકશાના આધારે દુનિયાના રાજકીય નકશામાં તમારા વિષયશિક્ષકના માર્ગદર્શન મુજબ ખનીજ તેલ અને કોલસાના ઉત્પાદક દેશો દર્શાવો. (નકશાપૂર્તિ)
HOTs પ્રણોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે આપેલા માં લખો:
પ્રશ્ન 1.
લદ્દાખમાં ક્યા પ્રકારનો ઊર્જાનો પ્લાન્ટ આવેલ છે?
A. પવન ઊર્જા
B. ભૂ-તાપીય ઊર્જા
C. ભરતી ઊર્જા
D. સૌર ઊર્જા
ઉત્તરઃ
B. ભૂ-તાપીય ઊર્જા
પ્રશ્ન 2.
બાયોગૅસ વિશે કયું વિધાન સાચું છે?
A. તેમાંથી નિંદણમુક્ત જૈવિક ખાતર પ્રાપ્ત થાય છે.
B. બાયોગેસ સસ્તો અને ઉપયોગમાં સરળ છે.
C. બાયોગેસ રસોઈ બનાવવામાં ઉપયોગી છે.
D. આપેલ તમામ
ઉત્તરઃ
D. આપેલ તમામ
પ્રશ્ન ૩.
‘કાળું સોનું’ કોને કહેવામાં આવે છે?
A. કોલસાને
B. ખનીજ તેલને
C. યુરેનિયમને
D. પ્લેટિનિયમને
ઉત્તરઃ
B. ખનીજ તેલને
પ્રશ્ન 4.
નીચેનામાંથી કયું એક ધાતુમય ખનીજ નથી?
A. સોનું
B. તાંબુ
C. કોલસો
D. લોખંડ
ઉત્તરઃ
C. કોલસો
પ્રશ્ન 5.
ગુજરાતમાં ગરમ પાણીનાં ઝરા ક્યાં આવેલાં છે?
A. લસુન્દ્રામાં
B. ઉનાઈમાં
C. તુલસીશ્યામમાં
D. આપેલ તમામ
ઉત્તરઃ
D. આપેલ તમામ
પ્રશ્ન 6.
પાલનપુરની એક શાળા ધોરણ 8ના વિદ્યાર્થીઓને બાયોગેસ પ્લાન્ટનું નિદર્શન કરાવવા ઇચ્છે છે, તો તે સૌથી નજીકનું કયું સ્થળ પસંદ કરશે?
A. ધુવારણ
B. દાંતીવાડા
C. મેથાણ
D. રૂદાતલ
ઉત્તરઃ
B. દાંતીવાડા
પ્રશ્ન 7.
ભવિષ્યમાં ભૂતાપીય ઊર્જાશક્તિનો ઉપયોગ કરી શકાય તે માટે મોજણી કરવા ભારત સરકારના કેટલાક અધિકારીઓ ગુજરાતની મુલાકાત લેવા માગે છે.
નીચે જણાવેલ ચાર સ્થળો પૈકી ત્રણ સ્થળોએ જવા જેટલો જ તેમની પાસે સમય છે, તો કયા સ્થળની મુલાકાત તેમણે ટાળવી જોઈએ?
A. તુલસીશ્યામ
B. ઉનાઈ
C. સાપુતારા
D. લસુન્દ્રા
ઉત્તરઃ
C. સાપુતારા