Gujarat Board GSEB Class 8 Social Science Important Questions Chapter 19 સામાજિક-આર્થિક ક્ષેત્રે સરકારની ભૂમિકા Important Questions and Answers.
GSEB Class 8 Social Science Important Questions Chapter 19 સામાજિક-આર્થિક ક્ષેત્રે સરકારની ભૂમિકા
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો:
1.ભારતે કેવું રાજ્ય બનવાનો સંકલ્પ કર્યો છે?
A. ‘કલ્યાણ રાજ્ય’
B. ‘મહારાજ્ય’
C. ‘રામરાજ્ય’
D. લોકરાજ્ય
ઉત્તરઃ
A. ‘કલ્યાણ રાજ્ય’
2. આઝાદી પછીનો ભારતીય સમાજ કઈ બાબતોથી ઘેરાયેલો છે હતો?
A. સંકલ્પોથી
B. સીમાવિવાદ
C. કુરૂઢિઓથી
D. સમૃદ્ધિથી
ઉત્તરઃ
C. કુરૂઢિઓથી
૩. નાણાકીય વ્યવસ્થા શાના વિના શક્ય ન બને?
A. શિક્ષણ
B. રોજગારી
C. પરિશ્રમ
D. સુવિધા
ઉત્તરઃ
B. રોજગારી
4. ખેતીના સ્તરને સુધારવા અને ખેડૂતોને માર્ગદર્શન આપવા કઈ પ્રવૃત્તિનો ફાળો ઘણો મોટો છે?
A. ટેકનિકલ પ્રવૃત્તિનો
B. સંસ્થાકીય પ્રવૃત્તિનો
C. સંશોધન પ્રવૃત્તિનો
D. સહકારી પ્રવૃત્તિનો
ઉત્તરઃ
D. સહકારી પ્રવૃત્તિનો
5. પશુપાલન અને દૂધ ઉત્પાદનને કારણે કઈ ક્રાંતિ કરવામાં સફળતા મળી છે?
A. ‘કૃષિ ક્રાંતિ’
B. ‘હરિયાળી ક્રાંતિ’
C. ‘શ્વેત ક્રાંતિ’
D. ‘આર્થિક ક્રાંતિ
ઉત્તરઃ
C. ‘શ્વેત ક્રાંતિ’
6. દેશના સમાન વિકાસ માટે કયું ક્ષેત્ર આધારસ્તંભ બને છે?
A. કૃષિક્ષેત્ર
B. ઔદ્યોગિક ક્ષેત્ર
C. શૈક્ષણિક ક્ષેત્ર
D. આરોગ્ય ક્ષેત્ર
ઉત્તરઃ
B. ઔદ્યોગિક ક્ષેત્ર
7. આઝાદી પછી દેશની લોકશાહીને સફળ બનાવવા કોના પ્રસારની જરૂરિયાત હતી?
A. લોકમતની
B. જાગૃતિની
C. જનસહકારની
D. શિક્ષણની
ઉત્તરઃ
D. શિક્ષણની
8. આપણા દેશે કઈ શાસનપદ્ધતિ અપનાવી છે?
A. લોકશાહી
B. સરમુખત્યારશાહી
C. સામ્યવાદી
D. સમાજવાદી
ઉત્તરઃ
A. લોકશાહી
9. આઝાદી પછી દરેક ગામમાં કયું સ્વપ્ન મહદંશે સિદ્ધ થયું છે?
A. ગ્રામપંચાયતું
B. દુકાનોનું
C. શાળાનું
D. મંદિરોનું
ઉત્તરઃ
C. શાળાનું
10. ભારતીય બંધારણમાં સામાજિક રીતે પછાત વર્ગોની યાદી શામાં આપવામાં આવી છે?
A. પરિશિષ્ટમાં
B. અનુચ્છેદમાં
C. આમુખમાં
D. કલમ – 17માં
ઉત્તરઃ
A. પરિશિષ્ટમાં
11. સરકાર કરવેરાની આવકમાંથી મુખ્યત્વે કયાં કાર્યો કરે છે?
A. મનોરંજનનાં
B. લોકકલ્યાણનાં
C. પ્રવાસ-પર્યટનનાં
D. આવાસ યોજનાનાં
ઉત્તરઃ
B. લોકકલ્યાણનાં
યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરોઃ
1.ભારતે ‘…………………’ બનવાનો સંકલ્પ કર્યો છે.
ઉત્તરઃ
કલ્યાણ રાજ્ય
2.સમાજના આર્થિક અને સામાજિક વિકાસ વિના …………………………… સ્વતંત્રતા અર્થહીન બને છે.
ઉત્તરઃ
રાજકીય
3. એક સમયે ‘અન્ન, વસ્ત્ર અને …………………………..’ દરેક માનવી માટે સુલભ બનાવવાના પ્રયત્નો થયા.
ઉત્તરઃ
ઓટલો (રહેઠાણ)
4. મૂળભૂત …………………………… પ્રાપ્ત કરવા માટે દરેક પરિવાર પાસે પૂરતી નાણાકીય વ્યવસ્થા હોવી જોઈએ.
ઉત્તરઃ
જરૂરિયાતો
5. નાણાકીય વ્યવસ્થા …………………………… વિના શક્ય બનતી નથી.
ઉત્તરઃ
રોજગારી
6. આઝાદી પછી સરકારના ભરપૂર પ્રયત્નોના લીધે ભારત ………………………. ના ઉત્પાદન ક્ષેત્રે સ્વાવલંબી બન્યું.
ઉત્તરઃ
અન્ન
7. સહકારી ક્ષેત્રના દૂધ-ઉત્પાદન માટેના સઘન પ્રયત્નોથી …………………………… માં સફળતા મળી છે.
ઉત્તરઃ
શ્વેત ક્રાંતિ
8. ઔદ્યોગિક ક્ષેત્રના વિકાસથી લોકોને ……………………….. ની તકો મળે છે.
ઉત્તરઃ
રોજગારી
9. સમાજના આર્થિક વિકાસને લીધે લોકોનું ……………………………….. ઊંચું આવે છે.
ઉત્તરઃ
જીવનધોરણ
10. ભારતનાં …………………………. જનજીવનની તાસીર સમાં છે. હું
ઉત્તરઃ
ગામડાં
11. આઝાદી પછી દરેક ગામમાં ……………………. નું સ્વપ્ન મહદંશે સિદ્ધ થયું છે.
ઉત્તરઃ
શાળા
12. આરોગ્યની સારવારના અભાવે બાળકો અને ……………………………… ના મૃત્યુની ઘટનાઓ જોવા મળે છે.
ઉત્તરઃ
પ્રસૂતાઓ
13. આઝાદી પૂર્વે સામાજિક રીતે પછાત અને સુવિધાઓથી વંચિત વર્ગોને મૂળભૂત …………………………… પણ આપવામાં આવતા ન હતા.
ઉત્તરઃ
માનવ અધિકારો
14. ભારતના સામાજિક રીતે પછાત ગણાતા વર્ગોની યાદી ભારતના ………………………. ના પરિશિષ્ટમાં આપવામાં આવી છે.
ઉત્તરઃ
બંધારણ
15. આઝાદી પછી શિક્ષણ ક્ષેત્રે થયેલા વિકાસને કારણે લોકોની …………………… બદલાઈ છે.
ઉત્તરઃ
માનસિકતા
16. ………………….. ની ભૂમિકા માનવજીવનનાં અનેક ક્ષેત્રોને સ્પર્શે છે.
ઉત્તરઃ
સરકાર
17. સરકાર લોકોને પ્રાથમિક સુવિધાઓ આપવા માટેનાં નાણાં વિવિધ …………………………………. ઉઘરાવીને એકઠાં કરે છે.
ઉત્તરઃ
કર
18. સરકાર વિવિધ કર ઉઘરાવીને ઊભી કરેલી આવકમાંથી ……………………………. કાર્યો કરી શકે છે.
ઉત્તરઃ
લોકકલ્યાણ
નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવોઃ
1.ભારતે ‘કલ્યાણ રાજ્ય’ બનવાનો સંકલ્પ કર્યો છે.
ઉત્તરઃ
ખરું
2. કલ્યાણ રાજ્ય માટે ‘સર્વજન હિતાય, સર્વજન દુઃખાય’ સમાજવ્યવસ્થાનું નિર્માણ કરવું અનિવાર્ય છે.
ઉત્તરઃ
ખોટું
૩. આઝાદી પછીના સમયમાં ભારતીય સમાજ ક્યાંક આર્થિક અને સામાજિક રીતે સમાન સ્થિતિમાં હતો.
ઉત્તરઃ
ખોટું
4. આઝાદી પછી ભારત સરકારે રોજગારીનાં નવાં નવાં ક્ષેત્રોની શોધ કરી.
ઉત્તરઃ
ખરું
5. આઝાદી પછી સરકાર અને સહકારી પ્રવૃત્તિના પ્રયત્નોથી દેશમાં હરિયાળી ક્રાંતિ અને ‘શ્વેત ક્રાંતિ’ થઈ.
ઉત્તરઃ
ખરું
6. ઉદ્યોગોના વિકાસ માટે ‘જનરલ ઇન્ડસ્ટ્રિયલ ઝોન’ બનાવવામાં આવ્યા છે.
ઉત્તરઃ
ખોટું
7.’સ્પેશિયલ ઇન્ડસ્ટ્રિયલ ઝોન’માં ઉદ્યોગ શરૂ કરનારને સરકાર કેટલાક સમય સુધી જુદા જુદા કરવેરામાંથી મુક્તિ આપે છે.
ઉત્તરઃ
ખરું
8.પંચવર્ષીય યોજનાઓને લીધે રાષ્ટ્રનો રાજકીય વિકાસ સારો થયો છે.
ઉત્તરઃ
ખોટું
9.સ્વતંત્રતા પહેલાં દેશમાં પ્રાથમિક શિક્ષણ અને આરોગ્યની ખૂબ સારી સગવડો હતી.
ઉત્તરઃ
ખોટું
10. આપણા દેશમાં ગ્રામ્ય કક્ષા સુધી આરોગ્ય કાર્યકર્તાઓ કામ કરે છે.
ઉત્તરઃ
ખરું
11. ભારતીય બંધારણમાં સામાજિક રીતે પછાત વર્ગોની યાદી પરિશિષ્ટમાં આપવામાં આવી છે.
ઉત્તરઃ
ખરું
12. શિક્ષણના વિકાસને કારણે પછાત વર્ગોને સમાન દરજ્જાથી જોવાની દષ્ટિ વિકાસ પામી છે.
ઉત્તરઃ
ખોટું
13. સરકાર પ્રજા પાસેથી વિવિધ કર ઉઘરાવી આવક ઊભી કરે છે.
ઉત્તરઃ
ખરું
14. ઓછી આવક ધરાવતા કુટુંબોને અનાજ, તેલ, ખાંડ, વગેરે સામગ્રી ઉત્પાદન-ખર્ચ કરતાંય ઓછા ભાવે આપવામાં આવે છે.
ઉત્તરઃ
ખરું
15. સરકાર જાહેર મિલકતોના વેચાણમાંથી મેળવેલી આવકમાંથી લોકકલ્યાણનાં કાર્યો કરે છે.
ઉત્તરઃ
ખોટું
નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપો :
પ્રશ્ન 1.
ભારતે કેવું રાજ્ય બનવાનો સંકલ્પ કર્યો છે?
ઉત્તર:
ભારતે ‘કલ્યાણ રાજ્ય’ બનવાનો સંકલ્પ કર્યો છે.
પ્રશ્ન 2.
ભારતને ‘કલ્યાણ રાજ્ય’ બનાવવા માટે કઈ સમાજવ્યવસ્થાનું નિર્માણ કરવું જરૂરી છે?
ઉત્તર:
ભારતને કલ્યાણ રાજ્ય’ બનાવવા માટે ‘સર્વજન હિતાય’, ‘સર્વજન સુખાય’ સમાજવ્યવસ્થાનું નિર્માણ કરવું જરૂરી છે.
પ્રશ્ન 3.
સ્વતંત્રતા પહેલાં ભારતીય સમાજના માનસને સંકુચિત રાખવાનો કોણે કોણે પ્રયત્ન કર્યો હતો?
ઉત્તર:
સ્વતંત્રતા અગાઉ ભારતીય સમાજના માનસને સંકુચિત રાખવાનો પ્રયત્ન મુસ્લિમ સલ્તનતે તથા મુઘલ અને અંગ્રેજ શાસકોએ કર્યો હતો.
પ્રશ્ન 4.
સ્વતંત્રતા અગાઉ સંકુચિત માનસ ધરાવતો ભારતીય સમાજ કઈ સ્થિતિમાં જીવતો હતો?
ઉત્તર:
સ્વતંત્રતા અગાઉ સંકુચિત માનસ ધરાવતો ભારતીય સમાજ કેટલાક કુરિવાજો તેમજ આર્થિક અને સામાજિક રીતે અત્યંત વિષમ સ્થિતિમાં જીવતો હતો.
પ્રશ્ન 5.
શાના વિકાસ વિના રાજકીય સ્વતંત્રતા અર્થહીન બને છે?
ઉત્તર:
સમાજના આર્થિક અને સામાજિક વિકાસ વિના રાજકીય સ્વતંત્રતા અર્થહીન બને છે.
પ્રશ્ન 6.
આઝાદી પછી ભારત સરકારને કયા કારણે બહુ જ છે પરિશ્રમ અને લાંબા ગાળાનાં પગલાં ભરવાની જરૂરિયાત ઊભી છે થઈ?
ઉત્તરઃ
આઝાદી પૂર્વે ભારતીય સમાજ આર્થિક અને સામાજિક રીતે વિષમ સ્થિતિમાં જીવતો હતો. એવા સમાજના વિકાસ માટે આઝાદી પછી ભારત સરકારને બહુ જ પરિશ્રમ કરવાની અને લાંબા ગાળાનાં પગલાં ભરવાની જરૂરિયાત ઊભી થઈ.
પ્રશ્ન 7.
માનવીની પાયાની, મૂળભૂત જરૂરિયાતો કઈ કઈ છે?
ઉત્તરઃ
અન્ન, વસ્ત્ર અને રહેઠાણ એ માનવીની પાયાની, મૂળભૂત જરૂરિયાતો છે.
પ્રશ્ન 8.
જેમ જેમ નાગરિકોનો વિકાસ થતો ગયો તેમ તેમ કયાં ક્ષેત્રો મૂળભૂત જરૂરિયાતોમાં ઉમેરાતાં ગયાં?
ઉત્તર:
જેમ જેમ નાગરિકોનો વિકાસ થતો ગયો તેમ તેમ શિક્ષણ, આરોગ્ય, શુદ્ધ પાણી, શુદ્ધ હવા, પોષક આહાર, આનંદપ્રમોદનાં સાધનો વગેરે ક્ષેત્રો મૂળભૂત જરૂરિયાતોમાં ઉમેરાતાં ગયાં.
પ્રશ્ન 9.
આઝાદી પછી સરકારને રોજગારીનાં નવાં નવાં ક્ષેત્રો શોધવાનું શાથી અનિવાર્ય બન્યું?
ઉત્તર:
નાગરિકોની પાયાની જરૂરિયાતો પૂરી કરવા માટેની : નાણાકીય વ્યવસ્થા નાગરિકોને રોજગારી આપ્યા વિના થઈ શકે : તેમ નહોતી. તેથી આઝાદી પછી સરકારને રોજગારીનાં નવાં : નવાં ક્ષેત્રો શોધવાનું અનિવાર્ય બન્યું.
પ્રશ્ન 10.
ભારતમાં કૃષિ-ઉત્પાદનો માટે પર્યાપ્ત પ્રમાણમાં જમીન હોવા છતાં શાથી પૂરતું ઉત્પાદન થયું નહોતું? :
ઉત્તર:
ભારતમાં કૃષિ-ઉત્પાદનો માટે પર્યાપ્ત પ્રમાણમાં જમીન – હોવા છતાં ખેડૂતો પરંપરાગત સાધનો અને પદ્ધતિઓથી ખેતી – કરતા હોવાથી પૂરતું ઉત્પાદન થતું નહોતું.
પ્રશ્ન 11.
પંચવર્ષીય યોજનાઓમાં કૃષિક્ષેત્રના વિકાસ માટે લીધેલાં પગલાંનું શું પરિણામ આવ્યું?
ઉત્તર:
પંચવર્ષીય યોજનાઓમાં કૃષિક્ષેત્રના વિકાસ માટે લીધેલાં પગલાને લીધે ભારત અન્નના ઉત્પાદન ક્ષેત્રે સ્વાવલંબી બન્યું; દેશમાં કૃષિક્ષેત્રે ‘હરિયાળી ક્રાંતિ થઈ.
પ્રશ્ન 12.
ખેતીની સ્થિતિમાં સુધારાનું શું પરિણામ આવ્યું?
ઉત્તર:
ખેતીની સ્થિતિમાં સુધારો થતાં ખેડૂતોનું આર્થિક અને સામાજિક જીવનનું સ્તર ઊંચું આવ્યું.
પ્રશ્ન 13.
કૃષિક્ષેત્રે સહકારી પ્રવૃત્તિનો શો ફાળો છે?
ઉત્તર:
ખેતીના સ્તરને સુધારવા માટે અને ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે કૃષિક્ષેત્રે સહકારી પ્રવૃત્તિઓ નોંધપાત્ર ફાળો આપ્યો છે.
પ્રશ્ન 14.
સહકારી પ્રવૃત્તિએ પશુપાલન અને દૂધ-ઉત્પાદન ક્ષેત્રે કરેલા કાર્યનું શું પરિણામ આવ્યું?
ઉત્તરઃ
સહકારી પ્રવૃત્તિએ પશુપાલન અને દૂધ ઉત્પાદન ક્ષેત્રે કરેલા સઘન પ્રયત્નોને લીધે ‘શ્વેત ક્રાંતિ થઈ અને તેમાં ઘણી સારી સફળતા મળી છે.
પ્રશ્ન 15.
ઉદ્યોગો મોટા ભાગે ક્યાં વિકસતા હોય છે?
ઉત્તરઃ
પરિવહન સુવિધા, કાચા માલની પ્રાપ્તિ, સંચાલન શક્તિનાં ઉપકરણો વગેરેની સગવડો જ્યાં મળતી હોય ત્યાં ઉદ્યોગો મોટા ભાગે વિકસતા હોય છે.
પ્રશ્ન 16.
ઔદ્યોગિક વિસ્તારોમાં સ્થાનિક પરિસ્થિતિ આધારિત ઉદ્યોગો વિકસે તો તેનું શું પરિણામ આવે છે?
ઉત્તરઃ
ઔદ્યોગિક વિસ્તારોમાં સ્થાનિક પરિસ્થિતિ આધારિત ઉદ્યોગો વિકસે તો ત્યાંના લોકોને રોજગારીની તકો મળે છે. પરિણામે તેમનું આર્થિક સ્તર ઊંચું આવે છે.
પ્રશ્ન 17.
ઉદ્યોગોના વિકાસ માટે સરકાર કયા કયા પ્રયત્નો કરે છે?
ઉત્તરઃ
ઉદ્યોગોના વિકાસ માટે સરકાર કેટલાક વિસ્તારોમાં ‘સ્પેશિયલ ઇન્ડસ્ટ્રિયલ ઝોન’ બનાવે છે. એ વિસ્તારમાં ઉદ્યોગ શરૂ કરનારને સરકાર ઉદ્યોગ માટેની સુવિધાઓ વાજબી ભાવે પૂરી પાડે છે તેમજ કેટલાક સમય સુધી જુદા જુદા કરવેરામાંથી પણ છૂટછાટ આપે છે.
પ્રશ્ન 18.
વિવિધ ઔદ્યોગિક યોજનાઓનું શું પરિણામ આવ્યું છે?
ઉત્તરઃ
વિવિધ ઔદ્યોગિક યોજનાઓના પરિણામ સ્વરૂપે રાષ્ટ્રનો ઔદ્યોગિક વિકાસ ઘણો સારો થયો છે, જેનાથી સમાજનો આર્થિક વિકાસ થયો છે તેમજ લોકોનું જીવનધોરણ ઊંચું આવ્યું છે.
પ્રશ્ન 19.
સ્વતંત્રતા પૂર્વે દેશમાં શિક્ષણ અને આરોગ્યની બાબતમાં કેવી સ્થિતિ હતી?
ઉત્તરઃ
સ્વતંત્રતા પૂર્વે દેશમાં શિક્ષણ અને આરોગ્યની બાબતમાં લોકો ઓછા જાગ્રત હતા. ભારતના જનજીવનની તાસીર સમાં ગામડાંમાં પ્રાથમિક શિક્ષણ અને આરોગ્યની ખાસ સુવિધાઓ નહોતી.
પ્રશ્ન 20.
શિક્ષણના પ્રસાર માટે કોણે કોણે ખૂબ જ પ્રયત્નો કર્યા છે?
ઉત્તરઃ
લોકશાહીની સફળતાના આધારસ્તંભ સમાં શિક્ષણના પ્રસાર માટે સરકારે તેમજ ગામડાંમાં અને શહેરોમાં જાહેર શૈક્ષણિક સંસ્થાઓએ – મંડળોએ ખૂબ જ પ્રયત્નો કર્યા છે.
પ્રશ્ન 21.
દરેક ગામમાં કયું સ્વપ્ન મહદંશે સિદ્ધ થયું છે?
ઉત્તરઃ
દરેક ગામમાં પ્રાથમિક શાળાનું સ્વપ્ન મહદંશે સિદ્ધ થયું છે.
પ્રશ્ન 22.
આરોગ્યની સારવારના અભાવે કઈ ઘટનાઓ જોવા મળે છે?
ઉત્તરઃ
આરોગ્યની સારવારના અભાવે જન્મજાત બાળકો અને પ્રસૂતાઓના મૃત્યુની ઘટનાઓ જોવા મળે છે.
પ્રશ્ન 23.
ભારતની સમાજવ્યવસ્થામાં સામાજિક રીતે પછાત અને સુવિધાઓથી વંચિત વર્ગોની કેવી સ્થિતિ હતી?
ઉત્તર:
ભારતની સમાજવ્યવસ્થામાં સામાજિક રીતે પછાત અને સુવિધાઓથી વંચિત વર્ગોને મૂળભૂત માનવ અધિકારો પણ આપવામાં આવતા ન હતા.
પ્રશ્ન 24.
ભારતના સામાજિક રીતે પછાત ગણાતા વર્ગોની યાદી ક્યાં આપવામાં આવી છે?
ઉત્તર:
ભારતના સામાજિક રીતે પછાત ગણાતા વર્ગોની યાદી ભારતના બંધારણના પરિશિષ્ટમાં આપવામાં આવી છે.
પ્રશ્ન 25.
સામાજિક રીતે પછાત વર્ગોને શિક્ષણ અને રોજગારીની તકો આપવાને કારણે શું પરિવર્તન આવ્યું?
ઉત્તર:
સામાજિક રીતે પછાત વર્ગોને શિક્ષણ અને રોજગારીની તકો આપવાને કારણે તેઓ સમાજના અન્ય વર્ગોની હરોળમાં ઊભા રહેવા સક્ષમ બન્યા છે. તદુપરાંત, સમાજના લોકોની તેમના પ્રત્યેની માનસિકતા બદલાઈ છે અને બધા જ લોકોને સમાન દરજ્જાથી જોવાની દષ્ટિ પણ વિકસી છે.
પ્રશ્ન 26.
કઈ કઈ આપત્તિઓમાં સરકારને પ્રજાનો સહકાર મળે ડે છે? કેવી રીતે?
ઉત્તરઃ
પૂર અને ભૂકંપ જેવી કુદરતી આપત્તિઓમાં સરકારને પ્રજાનો સહકાર મળે છે. સમાજના સાધનસંપન્ન લોકો હજારો અસરગ્રસ્તો માટે પાણી, નાસ્તો અને ભોજનની વ્યવસ્થા કરતા હોય છે.
પ્રશ્ન 27.
સરકાર વિવિધ કર ઉઘરાવીને શા માટે આવક ઊભી કરે છે?
ઉત્તરઃ
દેશના બધા નાગરિકોનું જીવનધોરણ ઊંચું આવે તેમજ ; તેમને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે સરકારને ઘણાં નાણાં ખર્ચવાં પડે છે. ખર્ચ માટે નાણાં એકઠાં કરવા માટે સરકાર વિવિધ કર ઉઘરાવીને આવક ઊભી કરે છે.
પ્રશ્ન 28.
સરકાર રોડપરિવહન જેવી સેવા પાછળ શા માટે ખર્ચ ૨ કરે છે?
ઉત્તરઃ
રોડ પરિવહન જેવી સેવા ખર્ચાળ હોવાથી સરકારને ખોટ સહન કરવી પડે છે. પરંતુ સરકાર લોકોને સુવિધા આપવા માટે એ સેવા પાછળ ખર્ચ કરે છે.
પ્રશ્ન 29.
સરકાર ઓછી આવક ધરાવતાં કુટુંબોને જીવનજરૂરિયાતોની કઈ પાયાની સુવિધા પૂરી પાડે છે?
ઉત્તરઃ
સરકાર ઓછી આવક ધરાવતાં કુટુંબોને અનાજ, તેલ, ખાંડ જેવી વપરાશી જીવનજરૂરિયાતો જાહેર વિતરણ પ્રણાલી હેઠળ વાજબી ભાવની દુકાનો દ્વારા ઉત્પાદન ખર્ચ કરતાંય ઓછા ભાવે પૂરી પાડે છે.
પ્રશ્ન 30.
સરકાર કઈ આવકમાંથી લોકકલ્યાણનાં કાર્યો કરે છે?
ઉત્તરઃ
સરકાર પ્રજા અને ઔદ્યોગિક સંસ્થાઓ પર વિવિધ કરવેરા નાખીને તેમજ કેટલાંક ક્ષેત્રો પર વધારે કર (Tax) નાખીને મેળવેલાં નાણાં દ્વારા થયેલી આવકમાંથી લોકકલ્યાણનાં કાર્યો કરે છે.
નીચેના પ્રશ્નનો ઉત્તર આપો:
માનવીની મૂળભૂત જરૂરિયાતો પૂર્ણ કરવા માટે કયા કયા પ્રયત્નો કરવામાં આવ્યા છે?
ઉત્તર:
સ્વતંત્રતા બાદ ભારત સરકારે માનવીની મૂળભૂત
જરૂરિયાતો તેમજ દેશનો સમતોલ વિકાસ કરવા માટે પંચવર્ષીય યોજનાઓ બનાવી. એ યોજનાઓમાં ઉદ્યોગો, ખેતી, વીજળી, પાણી, શિક્ષણ, આરોગ્ય વગેરે ક્ષેત્રોના વિકાસને પ્રાથમિકતા આપી. પરિણામે આજે દેશનો નોંધપાત્ર વિકાસ થયો છે.
ભારતમાં કૃષિ-ઉત્પાદનો માટે પર્યાપ્ત પ્રમાણમાં જમીન હોવા છતાં ખેડૂતો પરંપરાગત સાધનો અને પદ્ધતિઓથી ખેતી કરતા હતા. તેથી અનાજ, કઠોળ અને અન્ય પાકોનું પૂરતું ઉત્પાદન થતું નહોતું. તેથી સરકારે કૃષિક્ષેત્રે સંસ્થાકીય અને ટેકનિકલ સુધારાઓ કર્યા. પરિણામે દેશમાં અનાજનું મબલખ ઉત્પાદન થયું. દેશ અન્ન ઉત્પાદન ક્ષેત્રે સ્વાવલંબી બન્યો. દેશમાં કૃષિક્ષેત્રે હરિયાળી ક્રાંતિ થઈ. સહકારી પ્રવૃત્તિના સઘન પ્રયત્નોને લીધે દૂધ ઉત્પાદન ક્ષેત્રે શ્વેત ક્રાંતિ થઈ.
HOTs પ્રણોત્તર
નીચેના પ્રશ્નોના ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
સમાજે જેમ પ્રગતિ કરી તેમાં જરૂરિયાતોમાં બદલાવ લાવવો, ‘તે દર્શાવતું એક ઉદાહરણ આપો.
ઉત્તર:
ભારતમાં કૃષિ ઉત્પાદનો માટે પૂરતા પ્રમાણમાં જમીન હોવા છતાં ખેડૂતો પરંપરાગત સાધનો અને પદ્ધતિઓથી ખેતી કરતા હોવાથી પૂરતું ઉત્પાદન થતું નહોતું. પંચવર્ષીય યોજનાઓમાં સરકારે કૃષિક્ષેત્રના વિકાસ માટે લીધેલાં પગલાને લીધે ભારત અન્નના ક્ષેત્રે સ્વાવલંબી બન્યું; દેશમાં કૃષિક્ષેત્રે હરિયાળી ક્રાંતિ થઈ. ખેતીની સ્થિતિ સુધરતાં ખેડૂતોનું આર્થિક અને સામાજિક જીવનનો સ્તર ઊંચો આવ્યો.
પ્રશ્ન 2.
નાનાં બાળકોનું સારવારના અભાવે મૃત્યુ ન થાય તે માટે સરકારે શું કરવું જોઈએ?
ઉત્તરઃ
નાનાં બાળકોનું સારવારના અભાવે મૃત્યુ ન થાય તે માટે સૌપ્રથમ દરેક ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખોલવું જોઈએ અને તેમાં માતા અને નાનાં બાળકોની તંદુરસ્તીની ખાસ કાળજી લેવા માટે પૂરતી સુવિધા ઊભી કરવી જોઈએ. સરકારે બાળકોના આરોગ્યની ખાસ તકેદારી રૂપે શરૂ કરેલ બાળ રસીકરણ કાર્યક્રમનો ચુસ્તપણે અમલ કરવો જોઈએ. એ કાર્યક્રમ અનુસાર બાળકોને વિવિધ પ્રકારની રસીઓ આપીને તેમનું આરોગ્ય સાચવવું જોઈએ.
પ્રશ્ન ૩.
રાશનની દુકાનમાં મળતું અનાજ બજારભાવ કરતાં ઓછા ભાવે કેમ આપવામાં આવે છે?
ઉત્તર:
ગરીબોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પાછળ વપરાશી ખર્ચ વધી ન જાય, આવકનો મોટો હિસ્સો જીવનની પાયાની જરૂરિયાતો પાછળ ખર્ચાઈ ન જાય તેની કાળજી રાખવા માટે તેમની જીવન જરૂરિયાતની વસ્તુઓ જેવી કે અનાજ, તેલ, ખાંડ વગેરે વાજબી ભાવની દુકાનો’ – રેશનિંગની દુકાનો દ્વારા બજારભાવ કરતાં ઓછા ભાવે આપવામાં આવે છે, જેથી ગરીબોનું જીવનધોરણ ઊંચું આવે.
બંધબેસતાં જોડકાં જોડો:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) મૂળભૂત જરૂરિયાતો | (1) સહકારી પ્રવૃત્તિની સફળતા |
(2) ‘હરિયાળી ક્રાંતિ’ | (2) ‘સ્પેશિયલ ઇન્ડસ્ટ્રિયલ ઝોન |
(3) ‘શ્વેત ક્રાંતિ | (3) પ્રાથમિક શાળાઓ |
(4) ઓદ્યોગિક વસાહત | (4) અન્નના ઉત્પાદન ક્ષેત્રે સ્વાવલંબન |
(5) ‘અન્ન, વસ્ત્ર અને રહેઠાણ’ |
ઉત્તર :
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) મૂળભૂત જરૂરિયાતો | (5) ‘અન્ન, વસ્ત્ર અને રહેઠાણ’ |
(2) ‘હરિયાળી ક્રાંતિ’ | (4) અન્નના ઉત્પાદન ક્ષેત્રે સ્વાવલંબન |
(3) ‘શ્વેત ક્રાંતિ | (1) સહકારી પ્રવૃત્તિની સફળતા |
(4) ઓદ્યોગિક વસાહત | (2) ‘સ્પેશિયલ ઇન્ડસ્ટ્રિયલ ઝોન |
પ્રવૃત્તિઓ
1. ‘હરિયાળી ક્રાંતિ માટે થયેલા પ્રયત્નોની વિગતો મેળવી તેની વર્ગખંડમાં ચર્ચા કરો.
2. ગામના વડીલો પાસેથી આજથી પચાસ વર્ષ પહેલાંની ગામની ખેતી તેમજ ખેડૂતોની પરિસ્થિતિ વિશે જાણકારી મેળવો.
3. હાલમાં ગુજરાતના વિવિધ ભાગોમાં ભૂગર્ભ પાણીની અછતની સમસ્યા થયેલી છે. આ સમસ્યાના નિવારણ માટે જળસંચય કઈ રીતે કરી શકાય તેની માહિતી મેળવો.
4. ગામના વડીલોનો સંપર્ક કરી ગામમાં પચાસ વર્ષ પહેલાં કેવાં મકાનો હતાં તે જાણો. તે સમયે ગામમાં પાકાં મકાનોની સુવિધા હતી લોકો કેવાં કપડાં પહેરતા હતા? હવે, પહેરવેશ તેમજ મકાનોની સ્થિતિમાં બદલાવ આવ્યો છે? બદલાવ આવ્યો હોય, તો તેનાં કારણો જાણો.
5. અકસ્માત કે આકસ્મિક બીમારી સમયે 108 નંબર ઉપર ફોન કરી કેવી સુવિધા મેળવી શકાય છે તે જાણો.
6. તમારા નગર કે ગામને સ્વચ્છ રાખવામાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા શું કાર્ય કરે છે? એ સાથે લોકોની શી ફરજો બને છે તેની ચર્ચા કરો.
7. લોકોની સુવિધા માટેની વિવિધ સરકારી યોજનાઓની માહિતી મેળવો. જેમ કે, જાહેર શૌચાલયો, દરેક ઘરે પાણી પહોંચાડવું, આવાસ યોજના, સ્વચ્છતા, આરોગ્ય સેવાઓ, શિક્ષણ સંસ્થાઓ વગેરેની વિગતો નોંધો.
8. તમારા વિસ્તારની નજીકમાં આવેલી વસાહતની મુલાકાત લો અને ત્યાં મકાન માટે સરકારે આપેલી જગ્યા તેમજ બાંધકામ માટે આપેલ સહાયની માહિતી મેળવો.
9. સામાન્ય રેસ્ટોરન્ટમાં જમવા જનાર પાસે જમવાના પૈસા ઉપરાંત ટૅક્સ લેવામાં આવતો નથી. પરંતુ કોઈ મોટી હોટલમાં જમવા જઈએ તો જમવાના બીલમાં ટેક્સ ઉમેરવામાં આવે છે. તેને શા માટે ભેદભાવ ન ગણાય? ચર્ચા કરો.
10. કેવા લઘુઉદ્યોગોને સરકારે છૂટછાટ આપવી જોઈએ તે કોઈ તજ્જ્ઞ પાસેથી જાણો.
11. લોકોને રોજગારી મળી રહે તે માટે ‘મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના (MGNREGA – મનરેગા), જવાહર રોજગાર યોજના, આત્મનિર્ભર ભારત જેવી યોજનાઓની માહિતી મેળવો.