This GSEB Class 9 Science Notes Chapter 3 પરમાણુઓ અને અણુઓ covers all the important topics and concepts as mentioned in the chapter.
પરમાણુઓ અને અણુઓ Class 9 GSEB Notes
→ પરમાણુ (atom) એ તત્ત્વનો અંતિમ અવિભાજ્ય સૂક્ષ્મ કણ છે.
→ દળ-સંચયનો નિયમ (Law of conservation of Mass) : રાસાયણિક પ્રક્રિયા દરમિયાન દ્રવ્યનું સર્જન કે વિનાશ શક્ય નથી.
→ નિશ્ચિત પ્રમાણનો નિયમ (Law of constant Proportions): રાસાયણિક પદાર્થોમાં તત્ત્વો હંમેશાં દળથી નિશ્ચિત પ્રમાણમાં હાજર રહેલા હોય છે.
→ સમગ્ર વિશ્વ પરમાણુઓનું બનેલું છે.
→ દરેક તત્ત્વ લાક્ષણિક પરમાણ્વીય દળ ધરાવે છે. પરમાણ્વીય દળ એકમને ‘u’ તરીકે દર્શાવવામાં આવે છે.
→ કાર્બન-12 સમસ્થાનિકના એક પરમાણુના દળના ૨ મા ભાગને માન્ય પરમાણ્વીય દળ એકમ તરીકે લેવામાં આવે છે.
→ મોટા ભાગનાં તત્ત્વોના પરમાણુઓ સ્વતંત્રરૂપે અસ્તિત્વ ધરાવી શકતા નથી.
→ બે અથવા વધુ પરમાણુઓના સમૂહને અણુ કહે છે.
→ કોઈ પણ અણુના બંધારણમાં રહેલા પરમાણુઓની સંખ્યાને તે અણુની પરમાણ્વીયતા કહે છે.
→ જુદાં જુદાં તત્ત્વોના પરમાણુઓ એક નિશ્ચિત પ્રમાણમાં એકબીજા સાથે જોડાઈને સંયોજનના અણુનું નિર્માણ કરે છે.
→ ધાતુ અને અધાતુયુક્ત સંયોજનો વીજભારિત ઘટકોના બનેલા હોય છે. આ વીજભારિત ઘટકોને આયનો કહે છે.
→ ઋણ વીજભારિત આયનને “એનાયન અને ધન વીજભારિત આયનને કેટાયન’ કહે છે.
→ કોઈ પણ તત્ત્વની બીજા તત્ત્વ સાથે સંયોજાવાની સાપેક્ષ શક્તિ (ક્ષમતા)ને તે તત્ત્વની સંયોજકતા કહે છે.
→ બે જુદાં જુદાં તત્ત્વોથી બનતાં સૌથી સરળતમ સંયોજનોને દ્ધિઅંગી સંયોજનો કહે છે.
→ સંયોજનનું આવીય દળ = સંયોજનમાં રહેલા બધા પરમાણુઓના : પરમાણ્વીય દળનો સરવાળો
→ 1 મોલ = 6.022 × 1023 સંખ્યા = ગ્રામમાં સાપેક્ષ દળ
→ સંયોજનમાં તત્ત્વનું ટકાવાર (પ્રતિશત) પ્રમાણ સંયોજનમાં તે તત્ત્વનું દળ ,
= \(\frac{\text { સંયોજનમાં તે તત્ત્નું દળ }}{\text { સંયોજનનું हળ }}\) × 100
→ પરમાણુઓનો સમૂહ કે જે આયનની માફક વર્તે છે, તેને બહુપરમાણ્વીય આયન કહે છે. તે ચોક્કસ વીજભાર ધરાવે છે.
→ કોઈ પણ પદાર્થમાં કણોની સંખ્યા (પરમાણુઓ / આયનો / અણુઓ / સૂત્ર એકમો વગેરે) એ કાર્બન-12ના નિશ્ચિત દળ 12 ગ્રામમાં હાજર રહેલા પરમાણુઓની સંખ્યા જેટલી હોય, તો તે પદાર્થના જથ્થાને મોલ કહે છે.
→ પદાર્થના એક મોલ જથ્થાના ગ્રામમાં દર્શાવેલા દળને મોલર દળ કહે છે.
→ Ax By સંયોજનમાં તત્ત્વ Aનું ટકાવાર પ્રમાણ = \(\frac{a x \times 100}{a x+b y}\)
Ax,By સંયોજનમાં તત્ત્વ Bનું ટકાવાર પ્રમાણ = \(\frac{b y \times 100}{a x+b y}\)
→ વજન અને મોલ-સંખ્યા વચ્ચેનો સંબંધ :