Gujarat Board GSEB Class 9 Social Science Important Questions Chapter 10 સરકારનાં અંગો Important Questions and Answers.
GSEB Class 9 Social Science Important Questions Chapter 10 સરકારનાં અંગો
નીચેના દરેક વિધાનની ખાલી જગ્યા માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી, ખાલી જગ્યા પૂરો: [પ્રત્યેકનો 1 ગુણ].
પ્રશ્ન 1.
…………………….. દ્વારા રાજ્યસભામાં 12 સભ્યો નીમાય છે.
A. વડા પ્રધાન
B. મુખ્ય ન્યાયમૂર્તિ
C. રાષ્ટ્રપ્રમુખ
ઉત્તરઃ
C. રાષ્ટ્રપ્રમુખ
પ્રશ્ન 2.
………………………… સંસદના અભિન્ન અંગ સમાન છે.
A. રાષ્ટ્રપ્રમુખ
B. વડા પ્રધાન
C. ન્યાયાધીશ
ઉત્તરઃ
A. રાષ્ટ્રપ્રમુખ
પ્રશ્ન 3.
નાણાકીય ખરડો પ્રથમ ……………………… માં જ રજૂ થઈ શકે છે.
A. સંસદ
B. રાજ્યસભા
C. લોકસભા
ઉત્તરઃ
C. લોકસભા
પ્રશ્ન 4.
આયોજનપંચ(નીતિપંચ)ના અધ્યક્ષ હોદાની રૂએ ……………………….. જ છે.
A. રાષ્ટ્રપ્રમુખ
B. વડા પ્રધાન
C. ઉપરાષ્ટ્રપ્રમુખ
ઉત્તરઃ
B. વડા પ્રધાન
પ્રશ્ન 5.
સરખા મત પડે ત્યારે કાસ્ટિંગ વૉટ …………………………. આપે છે.
A. વિરોધપક્ષના નેતા
B. અધ્યક્ષ (સ્પીકર)
C. વડા પ્રધાન
ઉત્તરઃ
B. અધ્યક્ષ (સ્પીકર)
પ્રશ્ન 6.
પંચાયતીરાજનું માળખું ………………………… છે.
A. ત્રિસ્તરીય
B. પાંચ સ્તરીય
C. દ્વિસ્તરીય
ઉત્તરઃ
A. ત્રિસ્તરીય
પ્રશ્ન 7.
સંસદમાં અંદાજપત્ર ………………………. રજૂ કરે છે.
A. રાષ્ટ્રપ્રમુખ
B. વડા પ્રધાન
C. નાણાપ્રધાન
ઉત્તરઃ
C. નાણાપ્રધાન
પ્રશ્ન 8.
બંધારણીય 73માં સુધારાથી ………………………… ની જોગવાઈ કરવામાં આવી છે.
A. લોકશાહી
B. પંચાયતીરાજ
C. લોકઅદાલતો
ઉત્તરઃ
B. પંચાયતીરાજ
પ્રશ્ન 9.
શહેરી સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ……………………….. , ……………………. અને ……………………….. છે.
A. નગર પંચાયત, મહાનગરપાલિકા, મહાનગરનિગમ
B. નગરપાલિકા, મહાનગરપાલિકા, મહાનગરનિગમ
C. શહેર પંચાયત, મહાનગરપાલિકા, મહાનગરનિગમ
ઉત્તરઃ
B. નગરપાલિકા, મહાનગરપાલિકા, મહાનગરનિગમ
પ્રશ્ન 10.
……………………. યાદીના વિષયો પર કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્યને છે.
A. સંઘ
B. રાજ્ય
C. સંયુક્ત
ઉત્તરઃ
C. સંયુક્ત
પ્રશ્ન 11.
સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની નિમણૂક ………………………. કરે છે.
A. વડા પ્રધાન
B. રાષ્ટ્રપ્રમુખ
C. ઉપરાષ્ટ્રપ્રમુખ
ઉત્તરઃ
B. રાષ્ટ્રપ્રમુખ
પ્રશ્ન 12.
ગુજરાતમાં …………………… ધારાસભા નથી.
A. પ્રથમ
B. દ્વિતીય
C. દ્વિગૃહી
ઉત્તરઃ
C. દ્વિગૃહી
પ્રશ્ન 13.
………………………. એ સંસદનું નીચલું ગૃહ છે.
A. વિધાનસભા
B. લોકસભા
c. રાજ્યસભા
ઉત્તરઃ
B. લોકસભા
પ્રશ્ન 14.
…………………….. એ સંસદનું ઉપલું ગૃહ છે.
A. લોકસભા
B. રાજ્યસભા
C. વિધાનસભા
ઉત્તરઃ
B. રાજ્યસભા
પ્રશ્ન 15.
કાયદા માટેની દરખાસ્ત ……………………… કહેવાય છે.
A. ખરડો (વિધેયક)
B. કાનૂન
C. સૂચના
ઉત્તરઃ
A. ખરડો (વિધેયક)
પ્રશ્ન 16.
રાષ્ટ્રપ્રમુખની ગેરહાજરીમાં ……………………… ફરજો બજાવે છે.
A. વડા પ્રધાન
B. મુખ્ય ન્યાયાધીશ
C. ઉપરાષ્ટ્રપ્રમુખ
ઉત્તરઃ
C. ઉપરાષ્ટ્રપ્રમુખ
પ્રશ્ન 17.
ગ્રામપંચાયતનો વહીવટ ‘………………………’ સંભાળે છે.
A. તલાટી-કમ-મંત્રી
B. સરપંચ
C. વિકાસ અધિકારી
ઉત્તરઃ
A. તલાટી-કમ-મંત્રી
પ્રશ્ન 18.
તાલુકા પંચાયતની વહીવટી પાંખના વડા ‘……………………..’ કહેવાય છે.
A. પ્રમુખ
B. તાલુકા વિકાસ અધિકારી
C. તાલુકા કમિશનર
ઉત્તરઃ
B. તાલુકા વિકાસ અધિકારી
પ્રશ્ન 19.
રાજ્યના મુખ્યમંત્રીની નિમણૂક ……………………… દ્વારા કરવામાં આવે છે.
A. રાષ્ટ્રપ્રમુખ
B. ઉપરાષ્ટ્રપ્રમુખ
C. રાજ્યપાલ
ઉત્તરઃ
C. રાજ્યપાલ
પ્રશ્ન 20.
વિધાનસભાના સભ્યોની સંખ્યા ………થી ઓછી નહિ અને …………………થી વધારે હોઈ શકશે નહિ.
A. 40, 400
B. 60, 500
C. 20, 200
ઉત્તરઃ
B. 60, 500
નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી, ઉત્તર લખો: [પ્રત્યેકનો 1 ગુણ]
પ્રશ્ન 1.
સંસદના બંને ગૃહોનું સત્ર બોલાવવાની અને મોકૂફ રાખવાની સત્તા કોની પાસે છે?
A. વડા પ્રધાન
B. રાષ્ટ્રપ્રમુખ
C. સ્પીકર
D. ઉપરાષ્ટ્રપ્રમુખ
ઉત્તરઃ
B. રાષ્ટ્રપ્રમુખ
પ્રશ્ન 2.
લોકસભામાં ગુજરાતની સભ્યસંખ્યા કેટલી છે?
A. 26
B. 25
C. 24
D. 20
ઉત્તર:
A. 26
પ્રશ્ન 3.
મહાભિયોગ(Impeachment)ની કાર્યવાહી કોની પર કરવામાં આવે છે?
A. નાણાપ્રધાન પર
B. વડા પ્રધાન પર
C. સંરક્ષણપ્રધાન પર
D. રાષ્ટ્રપ્રમુખ પર
ઉત્તર:
D. રાષ્ટ્રપ્રમુખ પર
પ્રશ્ન 4.
સંઘસરકારની કારોબારીના સર્વોચ્ચ વડા કોણ છે?
A. સરસેનાધિપતિ
B. ઉપરાષ્ટ્રપ્રમુખ
C. રાષ્ટ્રપ્રમુખ
D. વડા પ્રધાન
ઉત્તર:
C. રાષ્ટ્રપ્રમુખ
પ્રશ્ન 5.
રાષ્ટ્રપ્રમુખ પોતાના હોદ્દાનું રાજીનામું કોને સોંપે છે?
A. વડા પ્રધાનને
B. લોકસભાના અધ્યક્ષને
C. ઉપરાષ્ટ્રપ્રમુખને
D. સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયમૂર્તિને
ઉત્તર:
C. ઉપરાષ્ટ્રપ્રમુખને
પ્રશ્ન 6.
ગ્રામપંચાયતનો વહીવટ કોણ સંભાળે છે?
A. મામલતદાર
B. સરપંચ
C. તાલુકા વિકાસ અધિકારી
D. તલાટી-કમ-મંત્રી
ઉત્તર:
D. તલાટી-કમ-મંત્રી
પ્રશ્ન 7.
ભારતમાં કઈ પદ્ધતિની સરકાર છે?
A. કૅબિનેટ પદ્ધતિની
B. સંઘ પદ્ધતિની
C. પ્રમુખ પદ્ધતિની
D. સંસદીય પદ્ધતિની
ઉત્તર:
D. સંસદીય પદ્ધતિની
પ્રશ્ન 8.
સંઘસરકારની કારોબારીમાં કોનો સમાવેશ થતો નથી?
A. વડા પ્રધાનનો
B. મુખ્ય ન્યાયમૂર્તિનો
C. રાષ્ટ્રપ્રમુખનો
D. પ્રધાનમંડળનો
ઉત્તર:
B. મુખ્ય ન્યાયમૂર્તિનો
પ્રશ્ન 9.
રાજ્યસભાના સભ્યપદનો ઉમેદવાર કેટલાં વર્ષ કે તેથી વધુ વયનો હોવો જોઈએ?
A. 30 કે તેથી વધુ
B. 20 કે તેથી વધુ
C. 25 કે તેથી વધુ
D. 18 કે તેથી વધુ
ઉત્તર:
A. 30 કે તેથી વધુ
પ્રશ્ન 10.
કાસ્ટિંગ વૉટ (નિર્ણાયક મત) કોણ આપી શકે છે?
A. અધ્યક્ષ
B. વડા પ્રધાન
C. રાષ્ટ્રપ્રમુખ
D. નાણાપ્રધાન
ઉત્તર:
A. અધ્યક્ષ
પ્રશ્ન 11.
લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા?
A. જ્ઞાની ઝેલસિંઘ
B. શ્રી પુરુષોત્તમ માવળંકર
C. શ્રી ગણેશ વાસુદેવ માવળંકર
D. શ્રીમતી પ્રતિભા પાટિલ
ઉત્તર:
C. શ્રી ગણેશ વાસુદેવ માવળંકર
પ્રશ્ન 12.
સંઘસરકારના વાર્ષિક અંદાજપત્રને લોકસભામાં કોની ભલામણથી રજૂ થાય છે?
A. ઉપરાષ્ટ્રપ્રમુખની
B. વડા પ્રધાનની
C. રાષ્ટ્રપ્રમુખની
D. નાણાપ્રધાનની
ઉત્તર:
C. રાષ્ટ્રપ્રમુખની
પ્રશ્ન 13.
રાજ્યના વાર્ષિક અંદાજપત્રને વિધાનસભામાં કોની ભલામણથી રજૂ થાય છે?
A. રાજ્યપાલની
B. મુખ્યમંત્રીની
C. વડા પ્રધાનની
D. રાષ્ટ્રપ્રમુખની
ઉત્તર:
A. રાજ્યપાલની
પ્રશ્ન 14.
ખરડા પર વિગતપૂર્ણ ચર્ચા કરવા માટે ખરડો કોને સોંપવામાં આવે છે?
A. ખરડા સમિતિને
B. ન્યાય સમિતિને
C. પ્રધાન સમિતિને
D. પ્રવર સમિતિને
ઉત્તર:
D. પ્રવર સમિતિને
પ્રશ્ન 15.
બધા જ નાણાકીય ખરડાને સૌપ્રથમ કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે?
A. રાજ્યસભામાં
B. વિધાનસભામાં
C. લોકસભામાં
D. વિધાનપરિષદમાં
ઉત્તર:
C. લોકસભામાં
પ્રશ્ન 16.
રાષ્ટ્રપ્રમુખના શાસન દરમિયાન રાજ્યનું સંચાલન કોણ કરે છે?
A. રાષ્ટ્રપ્રમુખ
B. વડા પ્રધાન
C. રાજ્યપાલ
D. મુખ્યમંત્રી
ઉત્તર:
C. રાજ્યપાલ
પ્રશ્ન 17.
વિવિધ દેશોમાં ભારતના રાજદૂતોની નિમણૂક કોણ કરે છે?
A. વડા પ્રધાન
B. સંઘસરકાર
C. સંસદ
D. રાષ્ટ્રપ્રમુખ
ઉત્તર:
D. રાષ્ટ્રપ્રમુખ
પ્રશ્ન 18.
ભારતના ઉપરાષ્ટ્રપ્રમુખની ચૂંટણી કોણ કરે છે?
A. લોકસભાના સભ્યો
B. રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યો
C. રાષ્ટ્રપ્રમુખ
D. સંસદનાં બંને ગૃહોના સભ્યો
ઉત્તર:
D. સંસદનાં બંને ગૃહોના સભ્યો
પ્રશ્ન 19.
નીતિપંચ(આયોજનપંચ)નું અધ્યક્ષપદ હોદ્દાની રૂએ કોણ સંભાળે છે?
A. રાષ્ટ્રપ્રમુખ
B. ઉપરાષ્ટ્રપ્રમુખ
C. વડા પ્રધાન
D. આયોજનપંચના અધ્યક્ષ
ઉત્તર:
C. વડા પ્રધાન
પ્રશ્ન 20.
સંઘનું પ્રધાનમંડળ સંયુક્ત રીતે કોને જવાબદાર હોય છે?
A. સંસદનાં બંને ગૃહોને
B. લોકસભાને
C. રાષ્ટ્રપ્રમુખને
D. રાજ્યસભાને
ઉત્તર:
B. લોકસભાને
પ્રશ્ન 21.
રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે?
A. રાષ્ટ્રપ્રમુખ
B. વડા પ્રધાન
C. વિધાનસભા
D. મુખ્યમંત્રી
ઉત્તર:
A. રાષ્ટ્રપ્રમુખ
પ્રશ્ન 22.
જિલ્લા પંચાયતના વહીવટી વડા કોણ છે?
A. જિલ્લા વિકાસ અધિકારી
B. જિલ્લા વહીવટી અધિકારી
C. જિલ્લા પ્રમુખ
D. જિલ્લા કમિશનર
ઉત્તર:
A. જિલ્લા વિકાસ અધિકારી
પ્રશ્ન 23.
મહાનગરપાલિકાની વહીવટી પાંખના વડા હોય છે.
A. કલેક્ટર
B. મ્યુનિસિપલ કમિશનર
C. મેયર
D. સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન
ઉત્તર:
B. મ્યુનિસિપલ કમિશનર
પ્રશ્ન 24.
કયા સિદ્ધાંત મુજબ ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારીથી અલગ રાખવામાં આવે છે?
A. ક્ષેત્રિય વિશ્લેષના સિદ્ધાંત મુજબ
B. અંગ વિશ્લેષના સિદ્ધાંત મુજબ
C. સનદ વિશ્લેષના સિદ્ધાંત મુજબ
D. સત્તા વિશ્લેષના સિદ્ધાંત મુજબ
ઉત્તર:
D. સત્તા વિશ્લેષના સિદ્ધાંત મુજબ
પ્રશ્ન 25.
સંસદમાં અંદાજપત્ર કોણ રજૂ કરે છે?
A. વડા પ્રધાન
B. ગૃહપ્રધાન
C. નાણાપ્રધાન
D. સંસદસભ્ય
ઉત્તર:
C. નાણાપ્રધાન
પ્રશ્ન 26.
જે ગ્રામપંચાયતમાં સર્વસંમતિથી ચૂંટણી નિવારવામાં આવે છે અને સરપંચની સર્વમાન્ય પસંદગી કરવામાં આવે છે, તેને કેવું ગામ જાહેર કરવામાં આવે છે?
A. ‘એકરૂપ’
B. ‘સર્વમાન્ય’
C. ‘સમરસ’
D. ‘સર્વસંમત’
ઉત્તર:
C. ‘સમરસ’
પ્રશ્ન 27.
નીચેના પૈકી કયા રાજ્યમાં ધારાસભાનાં બે ગૃહો અસ્તિત્વમાં છે?
A. તેલંગણા
B. પંજાબ
C. ગુજરાત
D. ઓડિશા
ઉત્તર:
A. તેલંગણા
પ્રશ્ન 28.
નીચેના પૈકી કયા રાજ્યમાં ધારાસભાનાં બે ગૃહો અસ્તિત્વમાં છે?
A. આંધ્ર પ્રદેશ
B. મધ્ય પ્રદેશ
C. ગુજરાત
D. જમ્મુ-કાશ્મીર
ઉત્તર:
D. જમ્મુ-કાશ્મીર
પ્રશ્ન 29.
નીચેના પૈકી કયા રાજ્યમાં ધારાસભાનાં બે ગૃહો અસ્તિત્વમાં છે?
A. ગુજરાત
B. ઉત્તર પ્રદેશ
C. મધ્ય પ્રદેશ
D. રાજસ્થાન
ઉત્તર:
B. ઉત્તર પ્રદેશ
પ્રશ્ન 30.
નીચેના પૈકી કયા રાજ્યમાં ધારાસભાનાં બે ગૃહો અસ્તિત્વમાં છે?
A. કેરલ
B. ઉત્તરાખંડ
C. કર્ણાટક
D. ઝારખંડ
ઉત્તર:
C. કર્ણાટક
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો: [પ્રત્યેકનો 1 ગુણ]
(1) સત્તા વિશ્લેષના સિદ્ધાંત અનુસાર ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારી સાથે જોડી દેવામાં આવ્યું છે.
ઉત્તરઃ
ખોટું
(2) સંસદનું ઉપલું ગૃહ રાજ્યસભા’ કહેવાય છે.
ઉત્તરઃ
ખરું
(3) રાષ્ટ્રપ્રમુખ રાષ્ટ્રીય કટોકટીમાં લોકસભાની મુદત બે વર્ષ સુધી લંબાવી શકે છે.
ઉત્તરઃ
ખોટું
(4) રાજ્યની વિધાનસભામાં નાણાકીય ખરડો રાસ્પ્રમુખની ભલામણથી રજૂ થાય છે.
ઉત્તરઃ
ખોટું
(5) મહારાષ્ટ્રમાં ધારાસભાનાં બે ગૃહો છે.
ઉત્તરઃ
ખરું
(6) રાષ્ટ્રપ્રમુખ પોતાના હોદાનું રાજીનામું ઉપરાષ્ટ્રપ્રમુખને સોંપે છે.
ઉત્તરઃ
ખરું
(7) રાજ્યપાલની નિમણૂક મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવે છે.
ઉત્તરઃ
ખોટું
(8) તાલુકા પંચાયતની ચૂંટાયેલી પાંખના નેતા તાલુકા પંચાયત પ્રમુખ કહેવાય છે.
ઉત્તરઃ
ખરું
(9) ભારત સંસદીય લોકશાહી ધરાવતું પ્રજાસત્તાક રાજ્ય છે.
ઉત્તરઃ
ખરું
(10) ગુજરાતમાં ધારાસભાનાં બે ગૃહો છે.
ઉત્તરઃ
ખોટું
(11) વડા પ્રધાન સંસદનાં બંને ગૃહોનું સત્ર બોલાવે છે.
ઉત્તરઃ
ખોટું
(12) રાષ્ટ્રપ્રમુખે લોકસભાનું વિસર્જન કર્યું હોય તો તે પગલાને અદાલતમાં પડકારી શકાય છે.
ઉત્તરઃ
ખોટું
(13) કોરમ એટલે ગૃહની ‘કાર્યસાધક’ સંખ્યા.
ઉત્તરઃ
ખરું
(14) રાજ્યસભાના ચૂંટાયેલા સભ્યોની સંખ્યા 238 છે.
ઉત્તરઃ
ખરું
(15) રાજ્યસભાના પ્રથમ ચૅરમૅન ડૉ. રાજેન્દ્રપ્રસાદ હતા.
ઉત્તરઃ
ખોટું
(16) રાષ્ટ્રપ્રમુખ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવી શકે છે.
ઉત્તરઃ
ખરું
(17) બધા જ નાણાકીય ખરડા પ્રથમ રાજ્યસભામાં જ રજૂ કરવામાં આવે છે.
ઉત્તર:
ખોટું
(18) રાષ્ટ્રપ્રમુખ રાષ્ટ્રના વડા તથા ભારતીય પ્રજાસત્તાકના પ્રથમ નાગરિક છે.
ઉત્તર:
ખરું
(19) રાજ્યપાલની સત્તા વ્યવહારમાં વડા પ્રધાન અને તેમનું પ્રધાનમંડળ ભોગવે છે.
ઉત્તર:
ખોટું
(20) દેશનું બંધારણ એ દેશનો મૂળભૂત કાનૂન છે.
ઉત્તર:
ખરું
નીચેના પ્રશ્નોના એક-બે શબ્દોમાં ઉત્તર લખો: [પ્રત્યેકનો 1 ગુણ]
(1) ધારાસભાએ ઘડેલા કાયદાનો અમલ કરવાનું કામ કોણ કરે છે? – કારોબારી
(2) કાયદાનો ભંગ કરનારને સજા અથવા દંડ કરવાનું કાર્ય કોણ કરે છે? – ન્યાયતંત્ર
(3) દેશની મહત્ત્વની અને સર્વોપરી સંસ્થા કઈ છે? – સંસદ
(4) એક જ ગૃહની બનેલી ધારાસભાને શું કહેવાય? – એકગૃહી ધારાસભા
(5) બે ગૃહોની બનેલી ધારાસભાને શું કહેવાય? – દ્વિગૃહી ધારાસભા
(6) સંઘ (કેન્દ્ર) કક્ષાએ ધારાસભા(સંસદ)નું ઉપલું ગૃહ કયું છે? – રાજ્યસભા
(7) સંઘ (કેન્દ્ર) કક્ષાએ ધારાસભા(સંસદ)નું નીચલું ગૃહ કયું છે? – લોકસભા
(8) કોની સહી થયા પછી જ ખરડો કાયદો બને છે? – રાષ્ટ્રપ્રમુખની
(9) રાષ્ટ્રપ્રમુખ કોની સલાહથી જ લોકસભાનું વિસર્જન કરી શકે છે? – વડા પ્રધાનની
(10) કોરમ એટલે શું? – ગૃહની કાર્યસાધક સંખ્યા
(11) સંઘ (કેન્દ્ર) કક્ષાએ કયા ગૃહનું વિસર્જન થતું નથી? – રાજ્યસભાનું
(12) હોદ્દાની રૂએ રાજ્યસભાના ચૅરમૅન (સભાપતિ) કોણ બને છે? – ભારતના ઉપરાષ્ટ્રપ્રમુખ
(13) રાજ્યસભાના પ્રથમ ચૅરમૅન કોણ હતા? – ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનું
(14) લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા? – ગણેશ વાસુદેવ માવળંકર
(15) કાયદા માટેની દરખાસ્તને શું કહે છે? – ખરડો (વિધેયક)
(16) સંસદનાં બંને ગૃહોની સંયુક્ત બેઠક કોણ બોલાવી શકે છે? – રાષ્ટ્રપ્રમુખ
(17) સંસદનાં બંને ગૃહોની સંયુક્ત બેઠકનું સંચાલન કોણ સંભાળે છે? – લોકસભાના અધ્યક્ષ (સ્પીકર)
(18) રાષ્ટ્રપ્રમુખ કયા ગૃહમાં બે એંગ્લો-ઇન્ડિયન સમુદાયના પ્રતિનિધિઓની નિમણૂક કરે છે? – લોકસભામાં
(19) સંઘ (કેન્દ્ર) કક્ષાએ ખરડો નાણાકીય છે કે કેમ એ કોણ નક્કી કરે છે? – લોકસભાના અધ્યક્ષ
(20) સંઘ (કેન્દ્ર) કક્ષાએ બધા જ નાણાકીય ખરડા પ્રથમ કયા ગૃહમાં રજૂ કરવામાં આવે છે? – લોકસભામાં
(21) વહીવટી અધિકારીઓની સેવાને કઈ સેવા તરીકે ઓળખવામાં આવે છે? – સનદી સેવા
(22) કેન્દ્ર સરકારનો બધો વહીવટ કોના નામે થાય છે? – રાષ્ટ્રપ્રમુખના
(23) રાષ્ટ્રના વડા તેમજ ભારતીય પ્રજાસત્તાકના પ્રથમ નાગરિક કોણ ગણાય છે? – રાષ્ટ્રપ્રમુખ
(24) દેશનાં સંરક્ષણદળોના સર્વોચ્ચ વડા કોણ છે? – રાષ્ટ્રપ્રમુખ
(25) સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયમૂર્તિઓની નિમણૂક કોણ કરે છે? – રાષ્ટ્રપ્રમુખ
(26) દેશમાં કટોકટીની સ્થિતિ કોણ જાહેર કરી શકે છે? – રાષ્ટ્રપ્રમુખ
(27) રાષ્ટ્રપ્રમુખ પોતાનું રાજીનામું કોને સોંપે છે? – ઉપરાષ્ટ્રપ્રમુખને
(28) સંઘસરકારના વાસ્તવિક, કારોબારી વડા કોણ છે? – વડા પ્રધાન
(29) લોકસભામાં કેન્દ્રનું અંદાજપત્ર (બજેટ) કોણ રજૂ કરે છે? – નાણામંત્રી
(30) રાજ્યમાં ‘રામ્રમુખ શાસન’ દરમિયાન રાજ્યનું સંચાલન કોણ કરે છે? – રાજ્યપાલ
(31) વડા પ્રધાનને હોદ્દા અને ગુપ્તતાના સોગંદ કોણ લેવડાવે છે? – રાષ્ટ્રપ્રમુખ
(32) વડા પ્રધાનની નિમણૂક કોણ કરે છે? – રાષ્ટ્રપ્રમુખ
(33) વડી અદાલતના ન્યાયાધીશોની નિમણૂક કોણ કરે છે? – રાષ્ટ્રપ્રમુખ
(34) રાજ્યના મુખ્ય પ્રધાનની નિમણૂક કોણ કરે છે? – રાજ્યપાલ
(35) રાજ્યના મુખ્ય પ્રધાન અને તેમના પ્રધાનમંડળને હોદ્દા અને ગુપ્તતાના સોગંદ કોણ લેવડાવે છે? – રાજ્યપાલ
(36) ‘જિલ્લા વિકાસ અધિકારી’ કોના વહીવટી વડા હોય છે? – જિલ્લા પંચાયતના
(37) તાલુકા વિકાસ અધિકારી’ કોના વહીવટી વડા હોય છે? – તાલુકા પંચાયતના
(38) ગ્રામપંચાયતના ચૂંટાયેલા લોકપ્રતિનિધિઓના નેતા કોણ હોય છે? – સરપંચ
(39) ગ્રામપંચાયતનો વહીવટ કોણ સંભાળે છે? – તલાટી-કમ-મંત્રી
(40) જે ગ્રામપંચાયતમાં સર્વસંમતિથી ચૂંટણી નિવારવામાં આવે તેમજ સરપંચની સર્વમાન્ય પસંદગી કરવામાં આવે તેને કેવું ગામ જાહેર કરવામાં આવે છે? – ‘સમરસ ગામ’
(41) મહાનગરપાલિકાની રાજકીય કારોબારીમાં ચૂંટાયેલી બહુમતી પાંખના નેતાને શું કહે છે? – મેયર
(42) મહાનગરપાલિકાની વહીવટી પાંખના વડા કોણ હોય છે? – મ્યુનિસિપલ કમિશનર
યોગ્ય જોડકાં બનાવો: [પ્રત્યેક સાચા જોડકાનો 1 ગુણ]
1.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
1. સંઘની કારોબારીના બંધારણીય વડા | 1. વિધાનસભા |
2. સંઘની કારોબારીના વાસ્તવિક વડા | 2. વિધાનપરિષદ |
3. રાજ્યની ધારાસભાનું નીચલું ગૃહ | 3. વડા પ્રધાન |
4. રાજ્યની ધારાસભાનું ઉપલું ગૃહ | 4. રાજ્યસભા |
5. રાષ્ટ્રપ્રમુખ |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
1. સંઘની કારોબારીના બંધારણીય વડા | 5. રાષ્ટ્રપ્રમુખ |
2. સંઘની કારોબારીના વાસ્તવિક વડા | 3. વડા પ્રધાન |
3. રાજ્યની ધારાસભાનું નીચલું ગૃહ | 1. વિધાનસભા |
4. રાજ્યની ધારાસભાનું ઉપલું ગૃહ | 2. વિધાનપરિષદ |
2.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
1. મહારાષ્ટ્ર | 1. સ્પીકર |
2. રાજસ્થાન | 2. દ્વિગૃહી ધારાસભા |
3. ગૃહની મર્યાદાના રક્ષક | 3. વહીવટી કારોબારી |
4. પ્રધાનમંડળની બેઠકોનું. અધ્યક્ષપદ | 4. એકગૃહી ધારાસભા |
5. વડા પ્રધાન |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
1. મહારાષ્ટ્ર | 2. દ્વિગૃહી ધારાસભા |
2. રાજસ્થાન | 4. એકગૃહી ધારાસભા |
3. ગૃહની મર્યાદાના રક્ષક | 1. સ્પીકર |
4. પ્રધાનમંડળની બેઠકોનું. અધ્યક્ષપદ | 5. વડા પ્રધાન |
3.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
1. હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ | 1. તલાટી-કમ-મંત્રી |
2. હોદ્દાની રૂએ નીતિપંચના અધ્યક્ષ | 2. સરપંચ |
3. રાષ્ટ્રપ્રમુખના હોદ્દાની મુદત | 3. ઉપરાષ્ટ્રપ્રમુખ |
4. ગ્રામપંચાયતના વડા | 4. 5 વર્ષ |
5. વડા પ્રધાન |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
1. હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ | 3. ઉપરાષ્ટ્રપ્રમુખ |
2. હોદ્દાની રૂએ નીતિપંચના અધ્યક્ષ | 5. વડા પ્રધાન |
3. રાષ્ટ્રપ્રમુખના હોદ્દાની મુદત | 4. 5 વર્ષ |
4. ગ્રામપંચાયતના વડા | 2. સરપંચ |
4.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
1. ગામનો સઘળો વહીવટ કરનાર | 1. ‘સમરસગામ’ |
2. નગરપાલિકાના વહીવટી વડા | 2. મ્યુનિસિપલ કમિશનર |
3. મહાનગરપાલિકાના વહીવટી વડા | 3. પ્રમુખ |
4. ગ્રામપંચાયતના સભ્યો અને સરપંચની સર્વાનુમતે પસંદગી | 4. ચીફ ઑફિસર |
5. તલાટી-કમ-મંત્રી |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
1. ગામનો સઘળો વહીવટ કરનાર | 5. તલાટી-કમ-મંત્રી |
2. નગરપાલિકાના વહીવટી વડા | 4. ચીફ ઑફિસર |
3. મહાનગરપાલિકાના વહીવટી વડા | 2. મ્યુનિસિપલ કમિશનર |
4. ગ્રામપંચાયતના સભ્યો અને સરપંચની સર્વાનુમતે પસંદગી | 1. ‘સમરસગામ’ |
નીચેના પારિભાષિક શબ્દોની સંકલ્પના સ્પષ્ટ કરો: [પ્રિત્યેકનો 1 ગુણ]
પ્રશ્ન 1.
લોકસભા
ઉત્તર:
ભારતની સંસદનું નીચલું ગૃહ ‘લોકસભા’ કહેવાય છે. તે પ્રજા દ્વારા સીધેસીધા ચૂંટાયેલા પ્રતિનિધિઓનું બનેલું છે. સામાન્ય રીતે લોકસભાની ચૂંટણી દર પાંચ વર્ષે થાય છે. લોકસભાની કુલ સભ્યસંખ્યા 545 છે. જો એંગ્લો-ઇન્ડિયન જાતિના કોઈ સભ્ય ન ચૂંટાયો હોય, તો રાષ્ટ્રપ્રમુખ એ જાતિના 2 સભ્યોની લોકસભામાં નિમણૂક કરે છે. દરેક રાજ્યને તેની વસ્તીની સંખ્યના પ્રમાણમાં લોકસભાની બેઠકો ફાળવવામાં આવે છે.
પ્રશ્ન 2.
રાજ્યસભા
ઉત્તર:
રાજ્યસભા એ દેશનાં રાજ્યોનું પ્રતિનિધિત્વ ધરાવતું સંસદનું ઉપલું ગૃહ છે. તે કાયમી ગૃહ છે. તેનું ક્યારેય વિસર્જન (બરખાસ્ત) થતું નથી. પરંતુ દર બે વર્ષને અંતે તેના સભ્યોની કુલ સંખ્યાના \(\frac { 1 }{ 3 }\) ભાગના સભ્યો નિવૃત્ત થાય છે અને તેમની જગ્યાએ તેટલા જ બીજા નવા સભ્યો ચૂંટાય છે.
પ્રશ્ન 3.
ખરડો
ઉત્તરઃ
કાયદા માટેની દરખાસ્ત ખરડો કહેવાય છે. ખરડાના બે પ્રકાર છેઃ સામાન્ય ખરડો અને નાણાકીય ખરડો
પ્રશ્ન 4.
નાણાકીય ખરડો
ઉત્તર:
અંદાજપત્રને લગતી બાબતો ધરાવતા ખરડાને તેમજ 3 નાણાકીય જોગવાઈઓ ધરાવતા ખરડાને નાણાકીય ખરડો કહે છે.
પ્રશ્ન 5.
પ્રવર સમિતિ
ઉત્તર :
પ્રવર સમિતિ એ સંસદના જે-તે વિષયના તજ્જ્ઞ અને વિશેષ જ્ઞાન ધરાવતા સભ્યોની બનેલી હોય છે. કોઈ મહત્ત્વનો ખરડો હોય અથવા ખરડા ઉપર ગંભીર વિચારણાની જરૂર હોય, તો વધુ વિચારણા માટે ખરડાને પ્રવર સમિતિને સોંપવામાં આવે છે.
પ્રશ્ન 6.
અંદાજપત્ર
ઉત્તર :
અંદાજપત્ર એ વાર્ષિક નાણાકીય નિવેદન છે. રાષ્ટ્રપ્રમુખની પૂર્વસંમતિ મેળવીને સંઘસરકારના નાણાપ્રધાન દર વર્ષે પ્રથમ લોકસભામાં સંઘસરકારની આવક અને ખર્ચના અંદાજો દર્શાવતું નિવેદન રજૂ કરે છે. તેમાં આગામી વર્ષ માટે સંઘસરકારનાં વિવિધ ખાતાંઓના ખર્ચની માગણીઓ હોય છે.
પ્રશ્ન 7.
સરપંચ
ઉત્તર:
ગ્રામપંચાયતના વડાને સરપંચ કહે છે. ગામના નોંધાયેલા બધા મતદારો પ્રત્યક્ષ ચૂંટણી દ્વારા સરપંચની ચૂંટણી કરે છે.
પ્રશ્ન 8.
સત્તા વિશ્લેષનો સિદ્ધાંત
ઉત્તર:
સત્તા વિશ્લેષનો સિદ્ધાંત એટલે સત્તાઓને એકબીજીથી અલગ રાખવાનો સિદ્ધાંત. આ સિદ્ધાંત અનુસાર કાયદા ઘડવાની સત્તા ધારાસભાને, કાયદાનો અમલ કરવાની સત્તા કારોબારીને અને કાયદા પ્રમાણે ન્યાય આપવાની સત્તા ન્યાયતંત્રને સોંપવામાં આવી છે. સરકારનો વહીવટ સરળ અને કાર્યક્ષમ બને એ માટે સત્તાનું વિશ્લેષ કરવું જરૂરી છે.
પ્રશ્ન 9.
મહાભિયોગ
ઉત્તર:
સંસદનાં બંને ગૃહો રાષ્ટ્રપ્રમુખ વિરુદ્ધ બંધારણભંગનું તહોમતનામું પસાર કરે તો જ રાષ્ટ્રપ્રમુખને તેમના હોદા પરથી પદભ્રષ્ટ કરી શકાય. આ માટે સંસદના કોઈ પણ એક ગૃહે 2 બહુમતીથી રાષ્ટ્રપ્રમુખ સામેનું લેખિત તહોમતનામું પસાર કરવાનું હોય છે અને બીજા ગૃહે તે તહોમતનામા ઉપર અદાલતી તપાસ કરવાની હોય છે. જો બીજું ગૃહ પણ 3 બહુમતીથી રાખ્રમુખ પરનો આરોપ પુરવાર થયેલો જાહેર કરે, તો જ રાષ્ટ્રપ્રમુખને તેમના હોદા પરથી દૂર કરી શકાય છે.
આ પ્રકારની કાર્યવાહીને ‘મહાભિયોગ’ (Impeachment) કહે છે.
કારણો આપી વિધાનો પૂરાં કરો: [પ્રત્યેકનો 1 ગુણ].
પ્રશ્ન 1.
ભારતીય સંસદ દ્વિગૃહી છે, કારણ કે……..
ઉત્તરઃ
ભારતીય સંસદ બે ગૃહોની બનેલી છેઃ
- નીચલું ગૃહ અને
- ઉપલું ગૃહ. નીચલું ગૃહ ‘લોકસભા’ના નામે અને ઉપલું ગૃહ ‘રાજ્યસભા’ના નામે ઓળખાય છે.
પ્રશ્ન 2.
રાજ્યસભા કાયમી ગૃહ છે, કારણ કે…….
ઉત્તરઃ
દર બે વર્ષને અંતે રાજ્યસભાના સભ્યોની કુલ સંખ્યાના \(\frac { 1 }{ 3 }\) ભાગના સભ્યો નિવૃત્ત થાય છે અને તેટલા જ બીજા નવા સભ્યો ચૂંટાય છે. આખી રાજ્યસભા ક્યારેય બરખાસ્ત થતી નથી.
પ્રશ્ન 3.
ભારતમાં સંસદ સર્વોપરી નથી, પરંતુ બંધારણ સર્વોપરી છે, કારણ કે……
ઉત્તર:
ભારતીય સંસદે બંધારણમાં દર્શાવેલી મર્યાદાઓમાં રહીને પોતાની સત્તાઓ ભોગવવાની છે. સંસદે ઘડેલા કોઈ કાયદામાં બંધારણીય જોગવાઈઓનો ભંગ થતો હોય કે તે બંધારણ સાથે સુસંગત ન હોય, તો તેને અદાલતમાં પડકારી શકાય છે.
પ્રશ્ન 4.
સ્વતંત્ર, નિષ્પક્ષ ન્યાયતંત્ર લોકશાહીની આધારશિલા છે, કારણ કે……
ઉત્તરઃ
ન્યાયાધીશો નિર્ભય રીતે અને પક્ષપાત વિના તટસ્થ રીતે ન્યાય આપી શકે એ માટે ભારતીય સંઘસરકારમાં ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારીથી સ્વતંત્ર રાખવામાં આવ્યું છે.
પ્રશ્ન 5.
રાજ્યની વિધાનસભા રાજ્યના લોકોની ઇચ્છાનું પ્રતિબિંબ પાડે છે, કારણ કે…….
ઉત્તર:
રાજ્યની વિધાનસભા રાજ્યના લોકોની ઇચ્છા – લોકમત – મુજબ ધારાકીય અને કારોબારી કાર્યો કરે છે. વિધાનસભા પ્રજાના વિવિધ પ્રશ્નો, પોતાનાં કાર્યો વિશે પ્રજાના પ્રત્યાઘાતો, અભિપ્રાયો; લોકોની આશાઓ, આકાંક્ષાઓ, માગણીઓ જાણીને, સમજીને રાજ્યનો વહીવટ કરે છે.
પ્રશ્ન 6.
રાજ્યપાલ રાજ્ય અને કેન્દ્ર વચ્ચે કડીરૂપ ભૂમિકા અદા કરે છે, કારણ કે………
ઉત્તરઃ
રાજ્યપાલની નિમણૂક કેન્દ્રના પ્રધાનમંડળની સલાહ અનુસાર રાષ્ટ્રપ્રમુખ કરે છે. રાજ્યપાલ રાજ્ય સરકારની કામગીરી વિશે રામ્રમુખને વાકેફ કરે છે. રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખનું શાસન સ્થપાય છે ત્યારે રાજ્યપાલ રાષ્ટ્રપ્રમુખના પ્રતિનિધિ તરીકે રાજ્યનો વહીવટ સંભાળે છે.
પ્રશ્ન 7.
લોકસભા દેશની ચાવીરૂપ પ્રજાકીય સંસ્થા છે, કારણ કે
ઉત્તર:
લોકસભા પ્રજા દ્વારા સીધેસીધા ચૂંટાયેલા પ્રતિનિધિઓનું બનેલું સંસદનું નીચલું ગૃહ છે. સંઘસરકાર પોતાનાં બધાં જ કાર્યો માટે લોકસભાને જ જવાબદાર છે. લોકસભામાં પ્રજાના વિચારો, ઇચ્છાઓ, માગણીઓ, આકાંક્ષાઓનો પડઘો પડે છે અને એ પ્રમાણે કાયદા ઘડવામાં આવે છે.
પ્રશ્ન 8.
સક્ષમ અને બાહોશ સનદી અધિકારીઓ સરકારની કરોડરજ્જુ સમાન છે, કારણ કે………
ઉત્તર:
નિષ્ણાત જ્ઞાન, વહીવટી ક્ષમતા અને સૂઝબૂઝ, બહોળો અનુભવ અને દીર્ધદષ્ટિને કારણે સનદી અધિકારીઓ રાજ્યનો કાર્યક્ષમ વહીવટ કરી શકે છે. રાજ્યની કારોબારી (મંત્રીમંડળ) એ લોકકલ્યાણ અને સુખાકારીની ચિંતા અને ચિંતન કરતા મગજ સમાન છે; જ્યારે – વહીવટી કારોબારીના સનદી અધિકારીઓ તેના હાથપગ છે.
પ્રશ્ન 9.
રાષ્ટ્રપ્રમુખ નાણાકીય ખરડાને પુનર્વિચારણા માટે પાછો મોકલી શકતા નથી કે રોકી શકતા નથી, કારણ કે……..
ઉત્તર:
ભારતના બંધારણની જોગવાઈ મુજબ સંસદમાં (લોકસભામાં) નાણાકીય ખરડો રજૂ કરતાં પહેલાં રાષ્ટ્રપ્રમુખની મંજૂરી લેવાનું આવશ્યક હોય છે. નાણાકીય ખરડો રાષ્ટ્રપ્રમુખની પૂર્વમંજૂરીથી જ સંસદમાં (લોકસભામાં) આવતો હોવાથી રાષ્ટ્રપ્રમુખ નાણાકીય ખરડાને પુનર્વિચારણા માટે સંસદ પર પાછો મોકલી શકતા નથી કે તેને રોકી શકતા નથી.
પ્રશ્ન 10.
રાષ્ટ્રપ્રમુખ સંસદનાં બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે છે, કારણ કે………
ઉત્તર:
રાષ્ટ્રપ્રમુખ દરેક સત્રની શરૂઆતમાં બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવી તેમની સમક્ષ અભિભાષણ કરે છે. આ ઉપરાંત, નાણાકીય ખરડા સિવાયના કોઈ ખરડા ઉપર સંસદનાં બંને ગૃહો વચ્ચે મતભેદ ઊભો થાય ત્યારે પણ રાષ્ટ્રપ્રમુખ બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે છે.
પ્રશ્ન 11.
ભારતના રાષ્ટ્રપ્રમુખને કટોકટીના સમયની વિશિષ્ટ સત્તાઓ આપવામાં આવી છે, કારણ કે……….
ઉત્તર:
સંસદની બેઠક ચાલુ ન હોય ત્યારે જો દેશમાં કોઈ પણ પ્રકારની કટોકટીની પરિસ્થિતિ સર્જાય તો એ સમયે સંસદ તાત્કાલિક કાયદો ઘડી શકતી નથી. એવી પરિસ્થિતિમાં દેશમાં શાંતિ અને સુવ્યવસ્થા જાળવવા માટે ભારતના બંધારણે રાષ્ટ્રપ્રમુખને કટોકટીના સમયની વિશિષ્ટ સત્તાઓ આપી છે.
પ્રશ્ન 12.
ભારતસંઘનું પ્રધાનમંડળ માત્ર લોકસભાને જવાબદાર છે, કારણ કે……..
ઉત્તરઃ
ભારતસંઘના બંધારણની જોગવાઈ મુજબ પ્રધાનમંડળના બધા પ્રધાનો લોકો દ્વારા પ્રત્યક્ષ ચૂંટણીથી ચૂંટાયેલી લોકસભાને સંયુક્ત રીતે જવાબદાર છે. જ્યારે લોકસભા બહુમતીથી કોઈ એક પ્રધાન સામે નીતિવિષયક મુદ્દા અંગે અવિશ્વાસનો ઠરાવ પસાર કરે ત્યારે તે અવિશ્વાસનો ઠરાવ સમગ્ર પ્રધાનમંડળ સામેનો ગણાય છે. આવું બને ત્યારે સમગ્ર પ્રધાનમંડળને રાજીનામું આપવું પડે છે.
પ્રશ્ન 13.
રાજ્યસભાના ચૅરમૅન(અધ્યક્ષ)ને ચૂંટવામાં આવતા નથી, કારણ કે……..
ઉત્તર :
ભારતના બંધારણે કરેલી જોગવાઈ અનુસાર ભારતના ઉપરાષ્ટ્રપ્રમુખ તેમના હોદ્દાની રૂએ રાજ્યસભાના ચૅરમૅન (અધ્યક્ષ) બને છે.
પ્રશ્ન 14.
ભારતના રાષ્ટ્રપ્રમુખ રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક કરે છે, કારણ કે……….
ઉત્તર:
વિજ્ઞાન, સાહિત્ય, કલા, શિક્ષણ, સમાજસેવા, રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિ વગેરે ક્ષેત્રોની નામાંકિત વ્યક્તિઓ એક યા બીજા કારણે ચૂંટણીના ચક્કરમાં પડવા માગતી નથી. આવી વિશેષ જ્ઞાન, વ્યવહાર અને અનુભવ ધરાવતી વ્યક્તિઓનાં જ્ઞાન અને અનુભવનો દેશને લાભ મળે એ હેતુથી રાષ્ટ્રપ્રમુખ રાજ્યસભામાં જુદાં જુદાં ક્ષેત્રોની 12 નામાંકિત વ્યક્તિઓની નિમણૂક કરે છે.
નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર લખો: [પ્રત્યેકનો 1 ગુણ]
પ્રશ્ન 1.
સરકારનાં અંગો કેટલાં છે? કયાં કયાં?
ઉત્તર :
સરકારનાં અંગો ત્રણ છેઃ
- ધારાસભા,
- કારોબારી અને
- ન્યાયતંત્ર.
પ્રશ્ન 2.
સરકારનાં ત્રણેય અંગો શું કાર્ય કરે છે?
ઉત્તરઃ
સરકારનાં ત્રણેય અંગોનાં કાર્ય આ મુજબ છેઃ
- ધારાસભા કાયદા ઘડે છે.
- કારોબારી ધારાસભાએ ઘડેલા કાયદાઓનો અમલ કરે છે.
- ન્યાયતંત્ર ન્યાય આપે છે તેમજ કાયદાનો ભંગ કરનારને સજા કે દંડ કરે છે.
પ્રશ્ન 3.
ભારતીય સંઘની સંસદમાં કોનો કોનો સમાવેશ થાય છે?
ઉત્તર:
ભારતીય સંઘની સંસદમાં રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રપ્રમુખ, લોકસભા અને રાજ્યસભાનો સમાવેશ થાય છે.
પ્રશ્ન 4.
ભારતીય સંસદ કેટલાં ગૃહોની બનેલી છે? એ ગૃહો કયા કયા નામે ઓળખાય છે?
ઉત્તર:
ભારતીય સંસદ બે ગૃહોની બનેલી છે. સંસદનું ઉપલું ગૃહ રાજ્યસભાના નામે અને નીચલું ગૃહ લોકસભાના નામે ઓળખાય છે.
પ્રશ્ન 5.
રાજ્યની ધારાસભાનાં ગૃહો કયા કયા નામથી ઓળખાય છે?
ઉત્તર:
રાજ્યની ધારાસભાનું ઉપલું ગૃહ વિધાનપરિષદ’ અને નીચલું ગૃહ વિધાનસભા’ના નામે ઓળખાય છે.
પ્રશ્ન 6.
ભારતનાં કયાં કયાં રાજ્યોમાં દ્વિગૃહી ધારાસભા છે?
ઉત્તર:
ભારતના આ રાજ્યોમાં દ્વિગૃહી ધારાસભા છે: બિહાર, મહારાષ્ટ્ર, કર્ણાટક, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, જમ્મુ-કશ્મીર અને તેલંગણા.
પ્રશ્ન 7.
લોકસભાના સભ્યોની સંખ્યા કેટલી છે?
ઉત્તર:
લોકસભાના સભ્યોની સંખ્યા 545 છે. તેમાં રાષ્ટ્રપ્રમુખે પસંદ કરેલા 2 એંગ્લો-ઇન્ડિયન પ્રતિનિધિઓનો સમાવેશ થાય છે.
પ્રશ્ન 8.
લોકસભાના સભ્યપદ માટે કયો નાગરિક ઉમેદવારી નોંધાવી શકે છે?
ઉત્તર:
જેની ઉંમર 25 વર્ષ કે તેથી વધારે હોય તેમજ સંસદ નક્કી કરેલ લાયકાત ધરાવતો હોય તેમજ તે નાદાર કે અસ્થિર મગજનો ન હોય, કેન્દ્ર કે રાજ્ય સરકારમાં સવેતન હોદ્દો ધરાવતો ન હોય અને સક્ષમ અદાલત દ્વારા ગુનેગાર પુરવાર થયેલ ન હોય એવો ભારતનો કોઈ પણ નાગરિક લોકસભાના સભ્યપદ માટે ઉમેદવારી નોંધાવી શકે છે.
પ્રશ્ન 9.
રાજ્યસભાના સભ્યોની ચૂંટણી કોણ કરે છે?
ઉત્તરઃ
રાજ્યસભાના સભ્યોની ચૂંટણી રાજ્યો અને સંઘપ્રદેશોની વિધાનસભાના સભ્યો કરે છે.
પ્રશ્ન 10.
રાષ્ટ્રપ્રમુખ રાજ્યસભાના 12 સભ્યો તરીકે કેવી વ્યક્તિઓને નિમણૂક કરે છે?
ઉત્તર :
રાષ્ટ્રપ્રમુખ રાજ્યસભાના 12 સભ્યો તરીકે આવી વ્યક્તિઓની નિમણૂક કરે છે. સાહિત્ય, વિજ્ઞાન, કલા, શિક્ષણ, સમાજસેવા, રમતગમત, સાંસ્કૃતિક વગેરે ક્ષેત્રે વિશેષ જ્ઞાન અને વ્યવહારિક અનુભવ ધરાવતી વ્યક્તિઓ.
પ્રશ્ન 11.
રાજ્યસભાના સભ્યપદ માટેના ઉમેદવારની વયમર્યાદા શી છે?
ઉત્તર:
રાજ્યસભાના સભ્યપદ માટેના ઉમેદવારની વયમર્યાદા 30 વર્ષની છે.
પ્રશ્ન 12.
સામાન્ય રીતે સંસદનાં બંને ગૃહોનાં વર્ષમાં કેટલાં સત્રો મળે છે? કયાં કયાં?
ઉત્તર:
સામાન્ય રીતે સંસદના બંને ગૃહોનાં ત્રણ સત્રો મળે છે:
- અંદાજપત્ર સત્ર,
- ચોમાસું સત્ર અને
- શિયાળુ સત્ર.
પ્રશ્ન 13.
રાજ્યસભાના ચૅરમૅન (અધ્યક્ષ) કોણ બને છે?
ઉત્તરઃ
ભારતના ઉપરાઅમુખ પોતાના હોદ્દાની રૂએ રાજ્યસભાના ચૅરમૅન (અધ્યક્ષ) બને છે.
પ્રશ્ન 14.
રાજ્યસભાના પ્રથમ ચૅરમૅન (અધ્યક્ષ) કોણ હતા?
ઉત્તર:
ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન્ રાજ્યસભાના પ્રથમ ચૅરમૅન (અધ્યક્ષ) હતા.
પ્રશ્ન 15.
લોકસભાના સ્પીકર(અધ્યક્ષ)નું મુખ્ય કાર્ય શું છે?
ઉત્તર:
લોકસભાના સ્પીકર(અધ્યક્ષ)નું મુખ્ય કાર્ય લોકસભાનું કામકાજ વ્યવસ્થિતપણે અને ચોક્કસ નીતિ-નિયમો પ્રમાણે ચલાવવાનું તેમજ ગૃહમાં શિસ્ત, વ્યવસ્થા અને ગૌરવ જાળવવાનું છે.
પ્રશ્ન 16.
ગૃહના અધ્યક્ષ પોતાનો કાસ્ટિંગ વૉટ (નિર્ણાયક મત) ક્યારે આપે છે?
ઉત્તરઃ
જ્યારે ગૃહની કાર્યવાહીમાં કોઈ પ્રશ્ન કે સમસ્યા અંગે તેમજ ખરડા પરની ચર્ચા-વિચારણાને અંતે, નિર્ણય વખતે સરખા મત પડે ત્યારે અધ્યક્ષ પોતાનો કાસ્ટિંગ વૉટ (નિર્ણાયક મત) આપે છે.
પ્રશ્ન 17.
લોકસભાના પ્રથમ અધ્યક્ષ કોણ હતા?
ઉત્તર:
શ્રી ગણેશ વાસુદેવ માવળંકર લોકસભાના પ્રથમ અધ્યક્ષ હતા.
પ્રશ્ન 18.
અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની ગેરહાજરીમાં ગૃહનું સંચાલન કોણ કરે છે?
ઉત્તર:
અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંનેની ગેરહાજરીમાં ગૃહના સંચાલન માટે વિવિધ રાજકીય પક્ષોના પીઢ, અનુભવી અને સંસદીય પ્રક્રિયાના જાણકાર તજજ્ઞ સભ્યોની એક ‘સ્પીકર્સ પૅનલ’ તૈયાર કરવામાં આવે છે. આ પૅનલના સભ્યો અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ બંનેની ગેરહાજરીમાં ગૃહનું કામકાજ સંભાળે છે.
પ્રશ્ન 19.
ખરડો કોને કહે છે?
ઉત્તરઃ
કાયદા માટેની દરખાસ્તને ‘ખરડો’ કહે છે.
પ્રશ્ન 20.
સંસદનાં બંને ગૃહોની સંયુક્ત બેઠક કોણ બોલાવી શકે છે? ક્યારે?
ઉત્તર:
જ્યારે સંસદનાં બંને ગૃહો વચ્ચે કોઈ ખરડો પસાર કરવા અંગે મતભેદ ઊભો થાય ત્યારે રાષ્ટ્રપ્રમુખ સંસદનાં બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવી શકે છે.
પ્રશ્ન 21.
સંસદનાં બંને ગૃહોની સંયુક્ત બેઠકનું સંચાલન કોણ કરે છે?
ઉત્તર:
સંસદનાં બંને ગૃહોની સંયુક્ત બેઠકનું સંચાલન લોકસભાના સ્પીકર (અધ્યક્ષ) કરે છે.
પ્રશ્ન 22.
નાણાકીય ખરડો પ્રથમ સંસદના કયા ગૃહમાં રજૂ થઈ શકે છે?
ઉત્તરઃ
નાણાકીય ખરડો પ્રથમ સંસદના નીચલા ગૃહમાં (લોકસભામાં) રજૂ થઈ શકે છે.
પ્રશ્ન 23.
નાણાકીય ખરડો કેન્દ્રમાં અને રાજ્યમાં કોની ભલામણથી રજૂ થાય છે?
ઉત્તરઃ
નાણાકીય ખરડો કેન્દ્રમાં રાષ્ટ્રપ્રમુખની અને રાજ્યમાં રાજ્યપાલની ભલામણથી રજૂ થાય છે.
પ્રશ્ન 24.
ખરડો પ્રવર સમિતિને ક્યારે સોપવામાં આવે છે?
ઉત્તર:
કોઈ ખરડો ખૂબ મહત્ત્વનો હોય અથવા ખરડા પર ગંભીર વિચારણાની જરૂર હોય ત્યારે બીજા વાચન પછી વધુ વિચારણા માટે ખરડો જે-તે વિષયના તજજ્ઞો, વિશેષ જ્ઞાન ધરાવતા સભ્યોની પ્રવર સમિતિ’ને સોંપવામાં આવે છે.
પ્રશ્ન 25.
પ્રવર સમિતિ શું કાર્ય કરે છે?
ઉત્તર:
પ્રવર સમિતિ સંસદે સોંપેલા ખરડા ઉપર ચર્ચા-વિચારણા કરીને સુધારાવધારા સૂચવે છે અને એ અંગેનો અહેવાલ તૈયાર કરે છે.
પ્રશ્ન 26.
ખરડો નાણાકીય કે બિનનાણાકીય પ્રકારનો છે તે કોણ નક્કી કરે છે?
ઉત્તર:
ખરડો નાણાકીય કે બિનનાણાકીય પ્રકારનો છે તે લોકસભાના સ્પીકર (અધ્યક્ષ) નક્કી કરે છે.
પ્રશ્ન 27.
નાણાકીય ખરડો કોને કહે છે?
ઉત્તર:
અંદાજપત્રને લગતી બાબતો ધરાવતા ખરડાને તેમજ નાણાકીય જોગવાઈઓ ધરાવતા ખરડાને નાણાકીય ખરડો કહે છે.
પ્રશ્ન 28.
કેન્દ્રના મંત્રીમંડળને રાજીનામું આપવાની ફરજ ક્યારે પડે છે?
ઉત્તર:
લોકસભા કેન્દ્રના મંત્રીમંડળ ઉપર અવિશ્વાસની દરખાસ્ત બહુમતીથી પસાર કરે અથવા અંદાજપત્ર નામંજૂર કરે તો તેને રાજીનામું આપવાની ફરજ પડે છે.
પ્રશ્ન 29.
રાષ્ટ્રપ્રમુખને કયા સંજોગોમાં અને કેવી રીતે પદભ્રષ્ટ કરી શકાય?
ઉત્તર:
બંધારણના ભંગ બદલ કે દેશહિત વિરુદ્ધ પ્રવૃત્તિઓના આરોપસર રાષ્ટ્રપ્રમુખ પર ‘મહાભિયોગ’ (Impeachment) ચલાવી બહુમતીથી તેમને પદભ્રષ્ટ કરી શકાય.
પ્રશ્ન 30.
બંધારણે વિધાનસભાની સભ્યસંખ્યા કેટલી નક્કી કરી છે?
ઉત્તર:
બંધારણે વિધાનસભાની સભ્યસંખ્યા ઓછામાં ઓછી 60ની અને વધુમાં વધુ 500 નક્કી કરી છે.
પ્રશ્ન 31.
વિધાનસભાના સભ્યપદ માટે કેવી વ્યક્તિ ઉમેદવારી નોંધાવી શકે છે?
ઉત્તર:
જેની ઉંમર 25 વર્ષ કે તેથી વધારે હોય તેમજ જેને કોઈ પ્રકારે કાયદાથી ગેરલાયક ઠરાવ્યો ન હોય એવો ભારતનો કોઈ પણ નાગરિક વિધાનસભાના સભ્યપદ માટે ઉમેદવારી નોંધાવી શકે છે.
પ્રશ્ન 32.
વિધાનપરિષદના સભ્યોની ચૂંટણી કોણ કરે છે?
ઉત્તર:
વિધાનપરિષદના સભ્યોની ચૂંટણી રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, નોંધાયેલા સ્નાતકો, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષકો અને અધ્યાપકોનું બનેલું મતદારમંડળ કરે છે.
પ્રશ્ન 33.
સંઘસરકારની કારોબારીમાં કોનો કોનો સમાવેશ થાય છે?
ઉત્તર:
સંઘસરકારની કારોબારીમાં રાષ્ટ્રપ્રમુખ, ઉપરાષ્ટ્રમ્રમુખ અને વડા પ્રધાન સહિત તેમના નેતૃત્વ હેઠળના પ્રધાનમંડળનો સમાવેશ થાય છે.
પ્રશ્ન 34.
વહીવટી અધિકારીઓની સેવાને કઈ સેવા તરીકે ઓળખવામાં આવે છે?
ઉત્તર:
વહીવટી અધિકારીઓની સેવાને સનંદી સેવા’ તરીકે ઓળખવામાં આવે છે.
પ્રશ્ન 35.
સંઘસરકારના બંધારણીય વડા કોણ છે?
ઉત્તરઃ
સંઘસરકારના બંધારણીય વડા રાષ્ટ્રપ્રમુખ છે.
પ્રશ્ન 36.
ભારતના રાષ્ટ્રપ્રમુખપદના ઉમેદવારની ઉંમર કેટલી હોવી ? જોઈએ?
ઉત્તર:
ભારતના રાષ્ટ્રપ્રમુખપદના ઉમેદવારની ઉંમર ઓછામાં ઓછી 35 કે તેથી વધારે વર્ષની હોવી જોઈએ.
પ્રશ્ન 37.
રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી કરનાર મતદારમંડળમાં કોનો કોનો સમાવેશ થાય છે?
ઉત્તર
રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી કરનાર મતદારમંડળમાં લોકસભા અને રાજ્યસભાના સભ્યો તથા રાજ્યોની વિધાનસભાના સભ્યોનો સમાવેશ થાય છે.
પ્રશ્ન 38.
રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી કઈ પદ્ધતિથી અને કેટલાં વર્ષ માટે ? થાય છે?
ઉત્તર:
રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી પરોક્ષ પદ્ધતિથી 5 વર્ષ માટે થાય છે.
પ્રશ્ન 39.
રાષ્ટ્રપ્રમુખ વડા પ્રધાન તરીકે કઈ વ્યક્તિને નીમે છે?
ઉત્તર:
સામાન્ય ચૂંટણીઓ પછી લોકસભામાં ચૂંટાઈ આવેલા ? બહુમતી પક્ષના નેતાને રાષ્ટ્રપ્રમુખ વડા પ્રધાન તરીકે નીમે છે.
પ્રશ્ન 40.
ભારતનાં સંરક્ષણદળોના સર્વોચ્ચ વડા કોણ છે?
ઉત્તર:
ભારતનાં સંરક્ષણદળોના સર્વોચ્ચ વડા રાષ્ટ્રપ્રમુખ છે.
પ્રશ્ન 41.
રાષ્ટ્રપ્રમુખ કઈ કઈ વ્યક્તિઓની નિમણૂક કરે છે?
ઉત્તર :
રાષ્ટ્રપ્રમુખ રાજ્યોના રાજ્યપાલો, સર્વોચ્ચ અદાલતના વરિષ્ઠ ન્યાયમૂર્તિઓ, ઍટર્ની જનરલ, ચૂંટણીપંચના મુખ્ય ચૂંટણી અધિકારીઓ, જાહેર સેવા પંચના અધ્યક્ષ અને તેના સભ્યો, વિદેશોમાં ભારતના રાજદૂતો વગેરેની નિમણૂક કરે છે.
પ્રશ્ન 42.
ઉપરાષ્ટ્રપ્રમુખની ચૂંટણી કોણ કરે છે?
ઉત્તરઃ
ઉપરાષ્ટ્રપ્રમુખની ચૂંટણી લોકસભા અને રાજ્યસભાના સભ્યોનું બનેલું મતદારમંડળ કરે છે.
પ્રશ્ન 43.
ભારતના ઉપરાષ્ટ્રપ્રમુખના ઉમેદવારની ઉંમર કેટલી હોવી જોઈએ?
ઉત્તર:
ભારતના ઉપરાષ્ટ્રપ્રમુખના ઉમેદવારની ઉંમર 35 કે તેથી વધારે વર્ષની હોવી જોઈએ.
પ્રશ્ન 44.
પોતાના હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ કોણ બને છે?
ઉત્તરઃ
પોતાના હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ ઉપરાષ્ટ્રપ્રમુખ બને છે.
પ્રશ્ન 45.
રાષ્ટ્રપ્રમુખ પોતાના હોદ્દાનું રાજીનામું કોને સોંપે છે?
ઉત્તર:
રાષ્ટ્રપ્રમુખ પોતાના હોદાનું રાજીનામું ઉપરાષ્ટ્રપ્રમુખને સોંપે છે.
પ્રશ્ન 46.
સંઘસરકારની કારોબારીના વાસ્તવિક વડા કોણ છે?
ઉત્તર:
સંઘસરકારની કારોબારીના વાસ્તવિક વડા વડા પ્રધાન છે.
પ્રશ્ન 47.
રાજ્યની કારોબારીમાં કોનો કોનો સમાવેશ થાય છે?
ઉત્તરઃ
રાજ્યની કારોબારીમાં રાજ્યપાલ (ગવર્નર) અને રાજ્યના મુખ્ય પ્રધાન સહિત તેમના નેતૃત્વ હેઠળના પ્રધાનમંડળનો સમાવેશ થાય છે.
પ્રશ્ન 48.
રાજ્યપાલની નિમણૂક કોણ કરે છે?
ઉત્તરઃ
રાજ્યપાલની નિમણૂક કેન્દ્રીય પ્રધાનમંડળની સલાહ મુજબ રાષ્ટ્રપ્રમુખ કરે છે.
પ્રશ્ન 49.
રાજ્યપાલની ઉંમર કેટલી હોવી જોઈએ? ઉત્તર રાજ્યપાલની
ઉંમર:
35 કે તેથી વધારે વર્ષની હોવી જોઈએ.
પ્રશ્ન 50.
રાજ્યપાલ રાજ્યના મુખ્ય પ્રધાન તરીકે કઈ વ્યક્તિને નીમે છે?
ઉત્તર:
સામાન્ય ચૂંટણીઓ પછી વિધાનસભામાં ચૂંટાઈ આવેલા બહુમતી પક્ષના નેતાને રાજ્યપાલ મુખ્ય પ્રધાન તરીકે નીમે છે.
પ્રશ્ન 51.
યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરની નિમણૂક કોણ કરે છે?
ઉત્તર:
યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલરની નિમણૂક રાજ્યપાલ કરે છે.
પ્રશ્ન 52.
ગુજરાતના મુખ્ય પ્રધાન અને તેમના પ્રધાનમંડળનું કાર્યાલય ક્યાં આવેલું છે?
ઉત્તર:
ગુજરાતના મુખ્ય પ્રધાન અને તેમના પ્રધાનમંડળનું કાર્યાલય નવા સચિવાલય – સ્વર્ણિમભવન, ગાંધીનગરમાં આવેલું છે.
પ્રશ્ન 53.
રાજ્યના પ્રધાનમંડળમાં કેટલી કક્ષાના મંત્રીઓ હોય છે?
ઉત્તરઃ
રાજ્યના પ્રધાનમંડળમાં કુલ ચાર કક્ષાના મંત્રીઓ હોય છે :
- કેબિનેટ મંત્રીઓ,
- રાજ્યકક્ષાના મંત્રીઓ,
- નાયબ મંત્રીઓ અને
- સંસદીય સચિવ.
પ્રશ્ન 54.
ગુજરાત સરકારે રાજ્યમાંથી લાંચરુશવતની બદી રોકવા માટે શી વ્યવસ્થા કરી છે?
ઉત્તરઃ
ગુજરાત સરકારે રાજ્યમાંથી લાંચરુશવતની બદી રોકવા માટે લાંચરુશવત વિરોધી બ્યુરો (ઍન્ટિ કરપ્શન બ્યુરો) નામે એક સ્વતંત્ર વિભાગ શરૂ કર્યો છે અને તેનો ટોલ ફ્રી ફોન નંબર 1800 2334 4444) જાહેર કરીને પ્રજાની ફરિયાદો સાંભળવાની વ્યવસ્થા ગોઠવી છે.
પ્રશ્ન 55.
શહેરી વિસ્તારોમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કઈ કિઈ છે?
ઉત્તર:
શહેરી વિસ્તારોમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ નગરપાલિકા, મહાનગરપાલિકા અને મહાનગરનિગમ છે.
પ્રશ્ન 56.
ગુજરાતમાં પંચાયતીરાજની સંસ્થાઓ કઈ કઈ છે?
ઉત્તરઃ
ગુજરાતમાં પંચાયતીરાજની સંસ્થાઓ ગ્રામપંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત છે.
પ્રશ્ન 57.
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ શાની તાલીમશાળા અને પ્રયોગશાળા કહેવાય છે?
ઉત્તરઃ
સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ ‘લોકશાહીની તાલીમશાળા છે અને વહીવટ સુધારણાની પ્રયોગશાળા’ કહેવાય છે.
પ્રશ્ન 58.
પંચાયતીરાજ અને ‘સ્વશાસનની સંસ્થાઓ’ કઈ રીતે અસ્તિત્વમાં આવી?
ઉત્તરઃ
ઈ. સ. 1992માં કરવામાં આવેલા 73મા અને 74માં હું બંધારણીય સુધારાથી અનુક્રમે ‘પંચાયતીરાજ’ અને ‘સ્વશાસનની સંસ્થાઓ’ અસ્તિત્વમાં આવી.
પ્રશ્ન 59.
મહાનગરપાલિકાના વહીવટી વડા કયા નામે ઓળખાય છે?
ઉત્તર:
મહાનગરપાલિકાના વહીવટી વડા ‘મ્યુનિસિપલ કમિશનર’ના નામે ઓળખાય છે.
પ્રશ્ન 60.
કયા સિદ્ધાંત અનુસાર ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારીથી સ્વતંત્ર રાખવામાં આવે છે?
ઉત્તરઃ
સત્તા વિશ્લેષના સિદ્ધાંત અનુસાર ન્યાયતંત્રને ધારાસભા અને કારોબારીથી સ્વતંત્ર રાખવામાં આવે છે.
નીચેના વિધાનોનાં કારણો આપો: [પ્રત્યેકના 2 ગુણ]
પ્રશ્ન 1.
રાષ્ટ્રપ્રમુખ નાણાકીય ખરડાને પુનર્વિચારણા માટે પાછો મોકલી શકતા નથી કે રોકી શકતા નથી.
ઉત્તર:
ભારતના બંધારણની જોગવાઈ મુજબ સંસદમાં (લોકસભામાં) નાણાકીય ખરડો રજૂ કરતાં પહેલાં રાષ્ટ્રપ્રમુખની મંજૂરી લેવાનું આવશ્યક હોય છે. આમ, નાણાકીય ખરડો રાષ્ટ્રપ્રમુખની પૂર્વમંજૂરીથી જ સંસદમાં (લોકસભામાં) આવતો હોવાથી રાષ્ટ્રપ્રમુખ નાણાકીય ખરડાને પુનર્વિચારણા માટે સંસદ પર પાછો મોકલી શકતા નથી કે તેને રોકી શકતા નથી.
પ્રશ્ન 2.
રાષ્ટ્રપ્રમુખ સંસદનાં બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે છે.
ઉત્તર:
રાખ્રમુખ દરેક સત્રની શરૂઆતમાં બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવી તેમની સમક્ષ અભિભાષણ કરે છે. આ ઉપરાંત, નાણાકીય ખરડા સિવાયના કોઈ ખરડા ઉપર સંસદનાં બંને ગૃહો વચ્ચે મતભેદ ઊભો થાય ત્યારે પણ રાષ્ટ્રપ્રમુખ બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે ૨ છે અને હાજર રહેલા સભ્યોની બહુમતીથી નિર્ણય લે છે.
પ્રશ્ન 3.
ભારતના રાષ્ટ્રપ્રમુખને કટોકટીના સમયની વિશિષ્ટ સત્તાઓ આપવામાં આવી છે.
ઉત્તરઃ
સંસદની બેઠક ચાલુ ન હોય ત્યારે જો દેશમાં કોઈ પણ પ્રકારની કટોકટીની પરિસ્થિતિ સર્જાય તો એ સમયે સંસદ તાત્કાલિક કાયદો ઘડી શકતી નથી. એવી પરિસ્થિતિમાં દેશમાં શાંતિ અને સુવ્યવસ્થા જાળવવા માટે ભારતના બંધારણે રાષ્ટ્રપ્રમુખને કટોકટીના સમયની વિશિષ્ટ સત્તાઓ આપી છે.
પ્રશ્ન 4.
ભારતસંઘનું પ્રધાનમંડળ માત્ર લોકસભાને જવાબદાર છે.
ઉત્તર :
ભારતસંઘના બંધારણની જોગવાઈ મુજબ પ્રધાનમંડળના બધા પ્રધાનો લોકસભાને સંયુક્ત રીતે જવાબદાર છે. જ્યારે લોકસભા બહુમતીથી કોઈ એક પ્રધાન સામે નીતિવિષયક મુદ્દા અંગે અવિશ્વાસનો ઠરાવ પસાર કરે ત્યારે તે અવિશ્વાસનો ઠરાવ સમગ્ર પ્રધાનમંડળ સામેનો ગણાય છે. આવું બને ત્યારે સમગ્ર પ્રધાનમંડળને રાજીનામું આપવું પડે છે. આ ઉપરાંત, નાણામંત્રીએ રજૂ કરેલા નાણાકીય ખરડાને નામંજૂર કરીને લોકસભા સમગ્ર પ્રધાનમંડળને રાજીનામું આપવાની ફરજ પાડી શકે છે.
પ્રશ્ન 5.
રાજ્યસભાના ચૅરમૅન(અધ્યક્ષ)ને ચૂંટવામાં આવતા નથી.
ઉત્તર:
ભારતના બંધારણે કરેલી જોગવાઈ અનુસાર ભારતના ઉપરાષ્ટ્રપ્રમુખ તેમના હોદ્દાની રૂએ રાજ્યસભાના ચૅરમૅન (અધ્યક્ષ) બને છે. તેથી રાજ્યસભાના ચૅરમૅન(અધ્યક્ષ)ને ચૂંટવામાં આવતા નથી.
પ્રશ્ન 6.
ભારતના રાષ્ટ્રપ્રમુખ રાજ્યસભામાં 12 સભ્યોની નિમણૂક કરે છે.
ઉત્તર:
વિજ્ઞાન, સાહિત્ય, કલા, શિક્ષણ, સમાજસેવા, રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિ વગેરે ક્ષેત્રોની નામાંકિત વ્યક્તિઓ એક યા બીજા કારણે ચૂંટણીના ચક્કરમાં પડવા માગતી નથી. આવી વિશેષ જ્ઞાન, વ્યવહાર અને અનુભવ ધરાવતી વ્યક્તિઓનાં જ્ઞાન અને અનુભવનો દેશને લાભ મળે એ હેતુથી રાષ્ટ્રપ્રમુખ રાજ્યસભામાં જુદાં જુદાં ક્ષેત્રોની 12 નામાંકિત વ્યક્તિઓની નિમણૂક કરે છે.
નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો: [પ્રત્યેકના 2 ગુણ]
પ્રશ્ન 1.
ભારતના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી કેવી રીતે થાય છે?
ઉત્તરઃ
રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી:
ભારતના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી પરોક્ષ પદ્ધતિથી થાય છે.
- સંસદનાં બંને ગૃહોના સભ્યો અને બધાં જ રાજ્યોની વિધાનસભાઓના સભ્યોનું બનેલું મતદારમંડળ રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી કરે છે.
- રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી સપ્રમાણ પ્રતિનિધિત્વની પ્રથાથી, ગુપ્ત મતદાન પદ્ધતિ દ્વારા થાય છે. પ્રત્યેક સભ્યનો એક મત ગણાય છે.
- સંસદસભ્ય અને દરેક ધારાસભ્યના મતનું મૂલ્ય અગાઉથી નક્કી કરવામાં આવે છે.
પ્રશ્ન 2.
ભારતના રાષ્ટ્રપ્રમુખપદનો ઉમેદવાર શી લાયકાત ધરાવતો હોવો જોઈએ?
ઉત્તરઃ
રાષ્ટ્રપ્રમુખની લાયકાતોઃ
ભારતના રાષ્ટ્રપ્રમુખના પદ માટેનો ઉમેદવાર નીચેની લાયકાત ધરાવતો હોવો જોઈએ:
- તે ભારતના નાગરિક હોવા જોઈએ.
- તેમની ઉંમર 35 વર્ષ કરતાં ઓછી ન હોવી જોઈએ.
- તે લોકસભાના સભ્ય થવાની લાયકાત ધરાવતા હોવા જોઈએ.
- તે સંઘસરકાર કે રાજ્યસરકારનો પગારદાર નોકર ન હોવા જોઈએ.
- તે સંસદ કે રાજ્યની ધારાસભાના સભ્ય ન હોવા જોઈએ. જો તે સભ્ય હોય, તો રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાય ત્યારે તેમને એ સભ્યપદેથી રાજીનામું આપવું પડે છે.
પ્રશ્ન 3.
ભારતના રાષ્ટ્રપ્રમુખના હોદ્દાની મુદત વિશે ટૂંકમાં માહિતી આપો.
ઉત્તર:
રાષ્ટ્રપ્રમુખના હોદ્દાની મુદત:
રાષ્ટ્રપ્રમુખ જે દિવસે પોતાનો હોદો સ્વીકારે. તે દિવસથી પાંચ વર્ષની મુદત સુધી તે એ હોદા પર રહી શકે છે. તે પહેલાં તેઓ ઇચ્છે તો રાજીનામું આપીને હોદાનો ત્યાગ કરી શકે છે. રાષ્ટ્રપ્રમુખ હોદ્દા પર ચાલુ હોય ત્યાં સુધી તેમની પર કોઈ ફોજદારી મુકદ્દમો ચલાવી શકાતો નથી કે તેમની ધરપકડ કે કેદનો હુકમ થઈ શકતો નથી.
- બંધારણભંગના કે એવા અન્ય કોઈ રાષ્ટ્રીય હિતની દષ્ટિએ ગંભીર ગણાય એવા ગુના માટે સંસદ રાષ્ટ્રપ્રમુખને પદભ્રષ્ટ કરી શકે છે.
- હોદ્દાની મુદત પૂરી થતાં રાષ્ટ્રપ્રમુખ બીજી વખત પ્રમુખપદ માટે ઉમેદવારી કરી શકે છે.
પ્રશ્ન 4.
ભારતમાં સંસદીય શાસનપદ્ધતિ છે એમ કઈ રીતે કહી. શકાય?
ઉત્તરઃ
સંસદીય શાસનપદ્ધતિ મુજબ સામાન્ય ચૂંટણીઓ પછી કેન્દ્રની લોકસભામાં અને રાજ્યોની વિધાનસભાઓમાં જે પક્ષના સભ્યોની બહુમતી થાય તે પક્ષની સરકારો રચાય છે. બીજી સામાન્ય ચૂંટણીઓ થાય ત્યાં સુધી એ સરકારો શાસનતંત્ર ચલાવવાની સત્તાઓ ભોગવે છે. એ સમય દરમિયાન જો શાસક પક્ષો લોકસભામાં અને વિધાનસભાઓમાં : બહુમતી સભ્યોનો વિશ્વાસ ગુમાવે, તો એ સરકારોને રાજીનામું આપવું પડે છે. આમ, ભારતમાં લોકશાહી સિદ્ધાંતો અનુસાર સંસદીય શાસન ચાલતું હોવાથી ભારતમાં સંસદીય શાસનપદ્ધતિ છે.
પ્રશ્ન 5.
પ્રધાનમંડળની સંયુક્ત જવાબદારી એટલે શું?
ઉત્તરઃ
આપણા બંધારણની જોગવાઈ મુજબ, પ્રધાનમંડળના બંધ પ્રધાનો લોકસભાને સંયુક્ત રીતે જવાબદાર છે.
સરકારના તમામ નીતિવિષયક નિર્ણયોની જવાબદારી સમગ્ર પ્રધાનમંડળની સંયુક્ત ગણાય છે. જ્યારે લોકસભા બહુમતીથી કોઈ પણ એક પ્રધાન સામે નીતિવિષયક મુદ્દા અંગે અવિશ્વાસનો ઠરાવ પસાર કરે ત્યારે એ અવિશ્વાસનો ઠરાવ સમગ્ર પ્રધાનમંડળ સામેનો ગણાય છે. આવું બને ત્યારે સમગ્ર પ્રધાનમંડળને રાજીનામું આપવું પડે છે. આમ, સમગ્ર પ્રધાનમંડળ તેનાં કાર્યો માટે લોકસભાને સંયુક્ત રીતે જવાબદાર છે. આ જવાબદારીને પ્રધાનમંડળની સંયુક્ત જવાબદારી કહેવામાં આવે છે.
પ્રશ્ન 6.
કોઈ પણ રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખનું શાસન ક્યારે સ્થાપી શકાય?
ઉત્તર:
દેશના કોઈ પણ રાજ્યમાં બંધારણ પ્રમાણે રાજ્યવહીવટ ચલાવવો અશક્ય બને એવી પરિસ્થિતિ સર્જાય ત્યારે રાષ્ટ્રપ્રમુખ રાજ્યપાલના એ વિશેના અહેવાલની ખાતરી કરીને, બંધારણની 356મી કલમ અનુસાર રાજ્યમાં ખાસ હુકમ દ્વારા કટોકટીની સ્થિતિ જાહેર કરે છે અને રાજ્યનો સંપૂર્ણ વહીવટ પોતાના હાથમાં લઈ રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખનું શાસન સ્થાપે છે.
પ્રશ્ન 7.
વિધાનપરિષદના સભ્યપદના ઉમેદવારમાં શી લાયકાતો હોવી જોઈએ?
ઉત્તર:
વિધાનપરિષદના સભ્યપદના ઉમેદવારની લાયકાતો નીચે મુજબ છે:
- તે ભારતનો નાગરિક અને રાજ્યનો વતની હોવો જોઈએ.
- તેની ઉંમર ઓછામાં ઓછી 30 વર્ષની હોવી જોઈએ.
- તે સરકારી કર્મચારી ન હોવો જોઈએ.
- તે માનસિક રીતે અસ્થિર, નાદાન અને જેલની સજા પામેલ ગુનેગાર ન હોવો જોઈએ.
પ્રશ્ન 8.
રાજ્યપાલ કઈ કઈ ધારાકીય સત્તાઓ ધરાવે છે?
ઉત્તરઃ
રાજ્યપાલ આ ધારાકીય સત્તાઓ ધરાવે છેઃ
- રાજ્યની વિધાનસભાની બેઠકો બોલાવવી,
- વિધાનસભાને વિખેરી નાખવી,
- વટહુકમ બહાર પાડવા,
- વિધાનસભામાં પસાર કરેલા ખરડા પર સહી કરી તેને કાયદા તરીકે મંજૂર કરવો વગેરે.
પ્રશ્ન 9.
15 ઑગસ્ટનો દિવસ હતો. નીતા તેના પપ્પાની જોડે ? બેસીને ટીવી જોઈ રહી હતી. ટીવીમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી ભાષણ કરી રહ્યા હતા. નીતાના પપ્પાએ નીતાને પૂછ્યું કે વડા પ્રધાન ક્યાંથી ભાષણ કરી રહ્યા છે? દેશના વડા પ્રધાન કઈ રીતે બની શકાય?
ઉત્તરઃ
નીતાએ તેના પપ્પાને જણાવ્યું કે આજે ભારતનો સ્વાતંત્ર્યદિન છે. આ દિવસે દર વર્ષે દેશના વડા પ્રધાન દિલ્લીના લાલ કિલ્લા પરથી ધ્વજવંદન કરે છે તેમજ ઉપસ્થિત જનમેદની સમક્ષ પ્રજાજોગ સંદેશો આપતું પ્રવચન કરે છે.
દેશના વડા પ્રધાન બનવું હોય તો દેશમાં લોકસભાની ચૂંટણી થાય ત્યારે કોઈ રાષ્ટ્રીય પક્ષમાંથી, સંસદસભ્ય બનવાની લાયકાતો સાથે, ઉમેદવાર બનીને ચૂંટાઈ આવવું પડે છે. જો તેમનો પક્ષ લોકસભામાં સ્પષ્ટ બહુમતી મેળવે, તો એ પક્ષના સર્વમાન્ય નેતા તરીકે સ્થાન મેળવવું પડે છે. આમ, બહુમતી ધરાવતા પક્ષના એ નેતાને રાષ્ટ્રપ્રમુખ દેશના વડા પ્રધાન બનાવે છે.
પ્રશ્ન 10.
25 જાન્યુઆરીનો દિવસ હતો. હેમંત તેના દાંદા જોડે ? બેસીને ટીવી જોઈ રહ્યો હતો. દાદાએ હેમંતને પૂછ્યું કે ટીવીમાં કોણ, હું ક્યાંથી ભાષણ કરી રહ્યા છે? તેમના જેવું બનવું હોય, તો કઈ કઈ લાયકાતો હોવી જોઈએ?
ઉત્તરઃ
હેમંતે તેના દાદાને જણાવ્યું કે આજે પ્રજાસત્તાકદિનની પૂર્વ સંધ્યા છે. આ દિવસે દેશના રાષ્ટ્રપ્રમુખ દિલ્લીમાં આવેલા રાષ્ટ્રપ્રમુખ ભવનમાંથી દેશની પ્રજાને સંબોધન કરે છે. આજે ટીવીમાં દેશના રાષ્ટ્રપ્રમુખ શ્રી રામનાથ કોવિંદ ભાષણ કરી રહ્યા છે.
રાષ્ટ્રપ્રમુખ બનવું હોય તો દેશના નાગરિકમાં બંધારણે નક્કી કરેલ રાષ્ટ્રપ્રમુખની લાયકાતો હોવી જોઈએ. આ લાયકાતો માટે જુઓ પ્રશ્ન 1ના પેટાપ્રશ્ન (7)ના મુદ્દા 2માં આપેલી વિગતો.
ટૂંક નોંધ લખો: [પ્રત્યેકના 3 ગુણ]
પ્રશ્ન 1.
ઉપરાષ્ટ્રપ્રમુખ
ઉત્તરઃ
1. લાયકાતો તે ભારતના નાગરિક હોવા જોઈએ.
- તેમની ઉંમર 35 વર્ષ કરતાં ઓછી ન હોવી જોઈએ.
- તે રાજ્યસભાના સભ્ય થવાની લાયકાત ધરાવતા હોવા જોઈએ.
- તે ભારતીય સંઘ કે રાજ્યની સરકારના પગારદાર નોકર ન હોવા જોઈએ.
- તે સંસદ કે રાજ્યની ધારાસભાના સભ્ય ન હોવા જોઈએ. જો તે સભ્ય હોય, તો ઉપરાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાય ત્યારે તેમણે એ સભ્યપદેથી રાજીનામું આપવું પડે છે.
2. ચૂંટણી : ઉપરાષ્ટ્રપ્રમુખની ચૂંટણી સંઘસંસદનાં બંને ગૃહોના સભ્યો સંયુક્ત બેઠકમાં ગુપ્ત મતદાન દ્વારા કરે છે.
3. મુદત ઉપરાષ્ટ્રપ્રમુખના હોદ્દાની મુદત પાંચ વર્ષની છે. પરંતુ રાજ્યસભા અવિશ્વાસની દરખાસ્ત પસાર કરે અને લોકસભા તેને બહુમતીથી માન્ય રાખે તો ઉપરાષ્ટ્રપ્રમુખને પદભ્રષ્ટ કરી શકાય છે.
4. સત્તા અને કાર્યો: ઉપરાષ્ટ્રપ્રમુખ પોતાના હોદ્દાની રૂએ રાજ્યસભાના અધ્યક્ષ (સ્પીકર) બને છે.
- કોઈ પણ સમયે રાષ્ટ્રપ્રમુખનું સ્થાન ખાલી પડતાં તે જગ્યાએ નવા રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી ન થાય ત્યાં સુધી ઉપરાષ્ટ્રપ્રમુખ, રાષ્ટ્રપ્રમુખ તરીકેની ફરજો બજાવે છે.
- રાષ્ટ્રપ્રમુખ પોતાના હોદ્દાનું રાજીનામું ઉપરાષ્ટ્રપ્રમુખને સોંપે છે.
5. વેતનઃ સંસદે નક્કી કરેલાં પગાર અને ભથ્થાં ઉપરાષ્ટ્રપ્રમુખને આપવામાં આવે છે.
પ્રશ્ન 2.
અંદાજપત્ર
ઉત્તર:
અંદાજપત્ર એ વાર્ષિક નાણાકીય નિવેદન છે.
- રાષ્ટ્રપ્રમુખની પૂર્વસંમતિ મેળવીને સંઘસરકારના નાણાપ્રધાન દર વર્ષે પ્રથમ લોકસભામાં સંઘસરકારનાં આવક અને ખર્ચના અંદાજો દર્શાવતું નિવેદન રજૂ કરે છે.
- તેમાં આગામી વર્ષ માટે સંઘસરકારનાં વિવિધ ખાતાઓના ખર્ચની 3 માગણીઓ હોય છે.
- આ ઉપરાંત, તેમાં દેશના નાગરિકો, ઉત્પાદકો, વેપારીઓ, ઉદ્યોગ ગૃહો, આયાત-નિકાસ વગેરેના કરમાળખાની પણ વિગતો હોય છે. લોકસભા અંદાજપત્રમાં દર્શાવેલી ખર્ચની માગણીઓ દરખાસ્તો પર ચર્ચા કરે છે.
- લોકસભા એ માંગણીઓ મંજૂર કે નામંજૂર કરી શકે છે અથવા તેમાં ઘટાડો કરી શકે છે. પરંતુ તેમાં વધારો કરી શકતી નથી.
- લોકસભા અંદાજપત્રની માગણીઓ મંજૂર કરે ત્યારે અંદાજપત્ર પસાર થયેલું ગણાય છે.
- જો લોકસભા અંદાજપત્ર નામંજૂર કરે તો સંઘસરકારને રાજીનામું આપવું પડે છે.
પ્રશ્ન 3.
રાજ્યની વિધાનસભાના ધારાકીય કાર્યો
ઉત્તર:
સામાન્ય ખરડા ધારાસભાનાં બંને ગૃહોમાં રજૂ થઈ શકે છે. પરંતુ નાણાકીય ખરડો માત્ર વિધાનસભામાં જ રજૂ થઈ શકે છે.
- વિધાનસભાએ પસાર કરેલો ખરડો વિધાનપરિષદ દ્વારા કેટલાક સુધારાઓ સાથે પસાર કરવામાં આવે અથવા નામંજૂર કરવામાં આવે અથવા 3 મહિનાની મુદતમાં વિધાનસભાને પરત મોકલવામાં ન આવે તો વિધાનસભા ફરીથી તે ખરડો પસાર કરી શકે છે.
- જો વિધાનપરિષદ ફરીથી તે ખરડો નામંજૂર કરે અથવા તેમાં સુધારા કરે અથવા એક મહિનાની મુદતમાં વિધાનસભાને પરત ન મોકલે, તો તે ખરડો ધારાસભાએ પસાર થયેલો ગણાય છે.
- રાજ્યની વિધાનસભામાં પસાર કરેલા ખરડાને રાજ્યપાલની સહી માટે મોકલવામાં આવે છે. રાજ્યપાલની સહી થતાં તે કાયદો બને છે.
- રાજ્યની વિધાનસભા રાજ્યયાદીના વિષયો પર કાયદા ઘડે છે. તદુપરાંત, તે સંયુક્ત યાદીના વિષયો પર પણ કાયદા ઘડી શકે છે. પરંતુ સંયુક્ત યાદીના કોઈ પણ વિષય પર રાજ્યની ધારાસભાએ ઘડેલા કાયદા અને સંસદે ઘડેલા કાયદા વચ્ચે વિસંગતિ ઊભી થાય, તો સંસદે ઘડેલો કાયદો આખરી ગણાય છે.
નીચેના પ્રશ્નોના ઉત્તર વિસ્તારથી લખો: [પ્રત્યેકના 4 ગુણ]
પ્રશ્ન 1.
લોકસભાની રચના સમજાવો. અથવા ટૂંક નોંધ લખો : લોકસભાની રચના
ઉત્તર:
ભારતની સંસદ નીચલા ગૃહ અને ઉપલા ગૃહ એમ બે ગૃહોની બનેલી છે.
- સંસદનું નીચલું ગૃહ ‘લોકસભા’ કહેવાય છે. તે પ્રજા દ્વારા સીધેસીધા ચૂંટાયેલા પ્રતિનિધિઓનું બનેલું છે.
- સામાન્ય રીતે લોકસભાની ચૂંટણી દર પાંચ વર્ષે થાય છે. લોકસભાની કુલ સભ્યસંખ્યા 545 છે.
- જો એંગ્લો-ઇન્ડિયન જાતિનો કોઈ સભ્ય ન ચૂંટાયો હોય, તો રાષ્ટ્રપ્રમુખ એ જાતિના 2 સભ્યોની નિમણૂક કરે છે.
- દરેક રાજ્યને તેની વસ્તીની સંખ્યાના પ્રમાણમાં બેઠકો મળે છે.
- દરેક રાજ્યને તથા સંઘશાસિત પ્રદેશને વિવિધ મતદાર વિભાગોમાં વહેંચવામાં આવે છે અને દરેક મતદાર વિભાગ એક સભ્યની ચૂંટણી કરે છે.
- લોકસભાના સભ્યોને રાષ્ટ્રના 18 વર્ષ કે તેથી વધુ ઉંમરના મતદારો પુખ્તવય મતાધિકારના ધોરણે ગુપ્ત મતદાન પદ્ધતિથી ચૂંટે છે.
- લોકસભામાં હરિજનો, આદિવાસીઓ અને અન્ય પછાત વર્ગો માટે કેટલીક બેઠકો અનામત રાખવામાં આવે છે.
- લોકસભાના સભ્યો પોતાનામાંથી લોકસભાના સ્પીકર (અધ્યક્ષ) અને ડેપ્યુટી સ્પીકર(ઉપાધ્યક્ષ)ને ચૂંટે છે.
- 25 વર્ષ કે તેથી વધુ ઉંમરનો કોઈ પણ ભારતીય નાગરિક લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી શકે છે. જોકે સરકારી પગારદાર કર્મચારીઓ, માનસિક રીતે અસ્થિર, નાદાર અને જેલની સજા પામેલા ગુનેગારો લોકસભામાં ઉમેદવારી નોંધાવી શકતા નથી.
- સામાન્ય રીતે લોકસભાની મુદત પાંચ વર્ષની હોય છે. પરંતુ અસાધારણ સંજોગોમાં રાષ્ટ્રપ્રમુખ તેને મુદત પહેલાં બરખાસ્ત કરી શકે છે. દેશમાં કટોકટીની પરિસ્થિતિ જાહેર કરવામાં આવી હોય ત્યારે તેની મુદત એક વર્ષ લંબાવી શકાય છે.
પ્રશ્ન 2.
રાજ્યસભાની રચના સમજાવો.
ઉત્તર:
રાજ્યસભા રાજ્યોનું પ્રતિનિધિત્વ ધરાવતું સંસદનું ઉપલું ગૃહ છે.
- તે કાયમી ગૃહ છે. તેનું ક્યારેય વિસર્જન (બરખાસ્ત) થતું નથી. પરંતુ દર બે વર્ષને અંતે તેના સભ્યોની કુલ સંખ્યાના \(\frac { 1 }{ 3 }\) ભાગના સભ્યો નિવૃત્ત થાય છે અને તેમની જગ્યાએ તેટલા જ બીજા નવા સભ્યો ચૂંટાય છે.
- રાજ્યસભાના દરેક સભ્યના હોદ્દાની મુદત 6 વર્ષની છે.
- 30 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતો કોઈ પણ ભારતીય નાગરિક રાજ્યસભાના સભ્ય તરીકે ઉમેદવારી નોંધાવી શકે છે. તે નાદાર, માનસિક રીતે અસ્થિર મગજનો કે સજા પામેલ ગુનેગાર ન હોવો જોઈએ. તે સરકારી સંસ્થાઓમાં સવેતન કે નફાકારક કોઈ હોદ્દો ધરાવતો ન હોવો જોઈએ.
- રાજ્યસભાના સભ્યોની ચૂંટણી આડકતરી રીતે થાય છે. તેની કુલ સભ્યસંખ્યા 250ની છે, જેમાંથી 238 સભ્યોની ચૂંટણી પ્રત્યેક રાજ્યની વિધાનસભાના સભ્યો તે રાજ્યની વસ્તીના ધોરણે કરે છે. બાકીના 12 સભ્યો તરીકે રાષ્ટ્રપ્રમુખ સાહિત્ય, વિજ્ઞાન, કલા, શિક્ષણ, સમાજસેવા, રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિ વગેરે ક્ષેત્રમાં વિશેષ જ્ઞાન અને વિશિષ્ટ પ્રતિભા ધરાવનાર વ્યક્તિઓને નીમે છે.
- ભારતના ઉપરાષ્ટ્રપ્રમુખ હોદાની રૂએ રાજ્યસભાના ચૅરમૅન (પ્રમુખ) બને છે.
- રાજ્યસભાના સભ્યો પોતાનામાંથી ગૃહના વાઇસ ચૅરમૅન(ઉપપ્રમુખ)ને ચૂંટે છે.
પ્રશ્ન 3.
લોકસભાના અધ્યક્ષ વિશે માહિતી આપો.
ઉત્તર:
લોકસભાના સભ્યો પોતાની પહેલી બેઠકમાં પોતાનામાંથી એક સભ્યની સ્પીકર (અધ્યક્ષ) તરીકે ચૂંટણી કરે છે.
- લોકસભા જેટલી મુદત સુધી ચાલે ત્યાં સુધી તે સ્પીકર (અધ્યક્ષ) તરીકે કામ કરે છે. પરંતુ તે દરમિયાન તે સ્વેચ્છાએ રાજીનામું આપી શકે છે. નવી લોકસભાની રચના થાય ત્યાં સુધી તે હોદ્દા પર ચાલુ રહે છે. 14 દિવસની નોટિસથી લોકસભાના સભ્યો સાદી બહુમતીથી ઠરાવ પસાર કરીને સ્પીકરને હોદ્દા પરથી દૂર કરી શકે છે.
- સ્પીકર લોકસભાનું અધ્યક્ષ સ્થાન સંભાળે છે અને ગૃહમાં થતી ચર્ચા તેમજ કાર્યવાહીનું સંચાલન નિયમ અનુસાર તટસ્થ અને નિષ્પક્ષ રીતે કરે છે.
- તે ગૃહનું ગૌરવ, વ્યવસ્થા, શિસ્ત અને માનમરતબો જાળવે છે.
- તે ગૃહના સભ્યોને પ્રશ્નો પૂછવાની મંજૂરી આપે છે. લોકસભામાં થતાં ભાષણો કે ટીકાઓ અધ્યક્ષને ઉદ્દેશીને જ થાય છે. અંગ્રેજી કે હિંદી ભાષા ન જાણતા સભ્યને તે માતૃભાષામાં સંબોધવાની, બોલવાની પરવાનગી અધ્યક્ષ આપે છે.
- ગૃહની કાર્યવાહી દરમિયાન ઉપસ્થિત થતી ચર્ચાસ્પદ બાબતો પર તે ચુકાદા આપે છે.
- પોતાના આદેશનું ઉલ્લંઘન કરનાર સભ્યને સ્પીકર ગૃહના કર્મચારીઓ દ્વારા ગૃહમાંથી બહાર કાઢી શકે છે.
- ગૃહના સંચાલનમાં સભ્યો વારંવાર ખલેલ પહોંચાડતા હોય અને તેઓ સ્પીકરની વિનંતીને માન ન આપતા હોય ત્યારે સ્પીકર ગૃહનું કામકાજ સ્થગિત કરી શકે છે. તે ગૃહને મુલતવી રાખે છે.
- અધ્યક્ષની પરવાનગી વિના કોઈ પણ સભ્ય ગૃહમાં સતત 60 દિવસ સુધી ગેરહાજર રહે, તો તેની બેઠક ખાલી થયેલી ગણાય છે.
- સામાન્ય રીતે સ્પીકર ગૃહના કોઈ પણ ઠરાવ પર પોતાનો મત આપતા નથી. પરંતુ કોઈ પણ ઠરાવ પર સરખા મત પડે ત્યારે તે પોતાનો ‘નિર્ણાયક મત’ (Casting Vote) આપીને ઠરાવ પસાર કરવામાં સહાય કરે છે.
પ્રશ્ન 4.
રાજ્યની ધારાસભાની રચના સમજાવો.
ઉત્તરઃ
આપણા દેશમાં કેટલાંક રાજ્યોમાં ધારાસભા એકગૃહી છે, તો કેટલાંક રાજ્યોમાં દ્વિગૃહી છે.
- રાજ્યની ધારાસભાનું નીચલું ગૃહ વિધાનસભા’ અને ઉપલું ગૃહ ‘વિધાનપરિષદ’ કહેવાય છે.
વિધાનસભાની રચનાઃ વિધાનસભાની રચના પ્રત્યક્ષ ચૂંટણીથી થાય છે. - વિધાનસભાની બેઠકો રાજ્યની વસ્તીના ધોરણે ફાળવવામાં આવે છે.
- કોઈ પણ રાજ્યની વિધાનસભાની સંખ્યા 500થી વધુ અને 60થી
ઓછી ન હોવી જોઈએ. - 25 વર્ષ કે તેથી વધુ ઉંમર ધરાવતો અને કોઈ પ્રકારે કાયદેસર રીતે ગેરલાયક ઠર્યો ન હોય તેવો ભારતનો નાગરિક વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી શકે છે.
- વિધાનસભાના સભ્યોને રાજ્યના સામાન્ય મતદારો પુખ્તવય મતાધિકારના ધોરણે, ગુપ્ત મતદાન પદ્ધતિથી ચૂંટે છે.
- વિધાનસભાની મુદત સામાન્ય રીતે પાંચ વર્ષની હોય છે. તેની મુદત પૂરી થતાં તેનું વિસર્જન થાય છે.
- અસાધારણ સંજોગોમાં રાજ્યપાલ તેની મુદત થોડા સમય માટે લંબાવી શકે છે અથવા તેને મુદત પહેલાં બરખાસ્ત કરી શકે છે.
- આ પ્રમાણે રચાયેલી વિધાનસભા પોતાના સભ્યોમાંથી સ્પીકર (અધ્યક્ષ) અને ડેપ્યુટી સ્પીકર (ઉપાધ્યક્ષ) ચૂંટે છે.
વિધાનપરિષદની રચના: વિધાનપરિષદ કાયમી ગૃહ છે. પરંતુ દર બે વર્ષને અંતે તેના સભ્યોની કુલ સંખ્યાના \(\frac { 1 }{ 3 }\) ભાગના સભ્યો નિવૃત્ત થાય છે અને તેટલા જ બીજા નવા સભ્યો ચૂંટવામાં આવે છે. તેથી દરેક સભ્ય 6 વર્ષની મુદત માટે ચૂંટાય છે.
- વિધાનપરિષદની સભ્યસંખ્યા વિધાનસભાના સભ્યોની સંખ્યાના \(\frac { 1 }{ 3 }\) ભાગથી વધારે ન હોવી જોઈએ તેમજ 40થી ઓછી પણ ન હોવી જોઈએ.
- વિધાનપરિષદના સભ્યોની ચૂંટણી પરોક્ષ રીતે થાય છે.
- રાજ્યની વિધાનસભાના સભ્યો, રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના સભ્યો, રાજ્યના નોંધાયેલા સ્નાતકો, માધ્યમિક શાળાના નોંધાયેલા શિક્ષકો તથા કૉલેજો અને યુનિવર્સિટીઓના નોંધાયેલા અધ્યાપકોનાં બનેલાં મતદારમંડળો વિધાનપરિષદના સભ્યોને ચૂંટે છે.
- આ રીતે રચાયેલી વિધાનપરિષદ પોતાના સભ્યોમાંથી સ્પીકર (અધ્યક્ષ) અને ડેપ્યુટી સ્પીકર(ઉપાધ્યક્ષ)ને ચૂંટે છે.
પ્રશ્ન 5.
રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી, લાયકાત અને હોદ્દાની મુદત જણાવો.
ઉત્તરઃ
1. રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી: ભારતના રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી પરોક્ષ પદ્ધતિથી થાય છે.
- સંસદનાં બંને ગૃહોના સભ્યો અને બધાં જ રાજ્યોની વિધાનસભાઓના સભ્યોનું બનેલું મતદારમંડળ રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી કરે છે.
- રાષ્ટ્રપ્રમુખની ચૂંટણી સપ્રમાણ પ્રતિનિધિત્વની પ્રથાથી, ગુપ્ત મતદાન પદ્ધતિ દ્વારા થાય છે. પ્રત્યેક સભ્યનો એક મત ગણાય છે.
- સંસદસભ્ય અને દરેક ધારાસભ્યના મતનું મૂલ્ય અગાઉથી નક્કી કરવામાં આવે છે.
2. રાષ્ટ્રપ્રમુખની લાયકાતોઃ ભારતના રાષ્ટ્રપ્રમુખના પદ માટેનો ઉમેદવાર નીચેની લાયકાત ધરાવતો હોવો જોઈએ:
- તે ભારતના નાગરિક હોવા જોઈએ.
- તેમની ઉંમર 35 વર્ષ કરતાં ઓછી ન હોવી જોઈએ.
- તે લોકસભાના સભ્ય થવાની લાયકાત ધરાવતા હોવા જોઈએ.
- તે સંઘસરકાર કે રાજ્યસરકારનો પગારદાર નોકર ન હોવા જોઈએ.
- તે સંસદ કે રાજ્યની ધારાસભાના સભ્ય ન હોવા જોઈએ. જો તે સભ્ય હોય, તો રાષ્ટ્રપ્રમુખ તરીકે ચૂંટાય ત્યારે તેમને એ સભ્યપદેથી રાજીનામું આપવું પડે છે.
3. રાષ્ટ્રપ્રમુખના હોદ્દાની મુદત: રાષ્ટ્રપ્રમુખ જે દિવસે પોતાનો હોદો સ્વીકારે. તે દિવસથી પાંચ વર્ષની મુદત સુધી તે એ હોદા પર રહી શકે છે. તે પહેલાં તેઓ ઇચ્છે તો રાજીનામું આપીને હોદાનો ત્યાગ કરી શકે છે. રાષ્ટ્રપ્રમુખ હોદ્દા પર ચાલુ હોય ત્યાં સુધી તેમની પર કોઈ ફોજદારી મુકદ્દમો ચલાવી શકાતો નથી કે તેમની ધરપકડ કે કેદનો હુકમ થઈ શકતો નથી.
- બંધારણભંગના કે એવા અન્ય કોઈ રાષ્ટ્રીય હિતની દષ્ટિએ ગંભીર ગણાય એવા ગુના માટે સંસદ રાષ્ટ્રપ્રમુખને પદભ્રષ્ટ કરી શકે છે.
- હોદ્દાની મુદત પૂરી થતાં રાષ્ટ્રપ્રમુખ બીજી વખત પ્રમુખપદ માટે ઉમેદવારી કરી શકે છે.
પ્રશ્ન 6.
રાષ્ટ્રપ્રમુખની સત્તાઓ અને કાર્યોની સંક્ષેપમાં ચર્ચા કરો.
ઉત્તર:
રાષ્ટ્રપ્રમુખની સત્તાઓ અને કાર્યો નીચે મુજબ છે:
1. કારોબારી (વહીવટી) સત્તાઓ : ભારતના રાષ્ટ્રપ્રમુખ સંઘસરકારની કારોબારીના સર્વોચ્ચ વડા છે. લોકસભામાં બહુમતી ધરાવતા પક્ષના નેતાને તે વડા પ્રધાન તરીકે નીમે છે. પ્રધાનમંડળના અન્ય પ્રધાનોની નિમણૂક તે વડા પ્રધાનની સલાહથી કરે છે. કારોબારીનાં બધાં જ કાર્યો રાષ્ટ્રપ્રમુખના નામે કરવામાં આવે છે.
- રાષ્ટ્રપ્રમુખ ત્રણેય સંરક્ષણ દળોના વડા છે. તે અન્ય રાષ્ટ્રો સામે યુદ્ધ જાહેર કરવાની, યુદ્ધ બંધ કરવાની કે સંધિ કરવાની સત્તા ધરાવે છે.
- ભારતના ઍટર્ની જનરલ, ક્રૉમ્ફોલર, ઑડિટર જનરલ, સર્વોચ્ચ અદાલત અને રાજ્યોની વડી અદાલતના ન્યાયાધીશો, રાજ્યપાલો, ઉચ્ચ લશ્કરી અધિકારીઓ, કેટલાક સર્વોચ્ચ અધિકારીઓ વગેરેની નિમણૂક રાષ્ટ્રપ્રમુખ કરે છે.
- તે ચૂંટણીપંચ, નાણાપંચ, જાહેર સેવા આયોગ વગેરેના અધ્યક્ષો અને સભ્યોની નિમણૂક કરે છે.
- તે વિદેશોમાં ભારતના રાજદૂત – એલચીઓની નિમણૂક કરે છે અને વિદેશી રાજદૂતોને માન્યતા આપે છે.
2. ધારાકીય સત્તાઓ રાષ્ટ્રપ્રમુખ સંસદની બેઠક બોલાવવાની, મુલતવી રાખવાની તથા લોકસભાને બરખાસ્ત કરવાની સત્તા ધરાવે છે.
- તે સાહિત્ય, શિક્ષણ, વિજ્ઞાન, કલા, સમાજસેવા વગેરે ક્ષેત્રોની 12 નામાંકિત વ્યક્તિઓની રાજ્યસભામાં નિમણુક કરે છે.
- લોકસભામાં એંગ્લો-ઇન્ડિયનોને પૂરતું પ્રતિનિધિત્વ ન મળ્યું હોય ત્યારે એ વર્ગના બે પ્રતિનિધિઓ નીમવાની રાષ્ટ્રપ્રમુખને સત્તા છે.
- સામાન્ય ચૂંટણીઓ પછી સંસદનાં બંને ગૃહોનું તે ઉદ્ઘાટન કરે છે તેમજ તે દર વર્ષે સંસદની પ્રથમ બેઠક સમયે બંને ગૃહોની સંયુક્ત સભા સમક્ષ ‘અભિભાષણ’ (પ્રવચન) કરે છે.
- સંસદગૃહોએ પસાર કરેલા ખરડાઓ રાષ્ટ્રપ્રમુખની સહી વિના કાયદા બની શકતા નથી. નાણાકીય ખરડા સિવાયના ખરડા રાષ્ટ્રપ્રમુખ પુનર્વિચારણા માટે સંસદને પરત મોકલી શકે છે.
- અંદાજપત્ર કે અન્ય કોઈ નાણાકીય ખરડો રાષ્ટ્રપ્રમુખની પૂર્વસંમતિથી જ લોકસભામાં દાખલ થઈ શકે છે.
- કોઈ પણ ખરડા પર સંસદનાં બંને ગૃહો વચ્ચે મતભેદો પડે ત્યારે રામ્રમુખ સંસદનાં બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે છે.
- સંસદની બેઠક ચાલુ ન હોય ત્યારે તાકીદની પરિસ્થિતિ અંગે રાષ્ટ્રપ્રમુખ વટહુકમ બહાર પાડી શકે છે.
૩. ન્યાયતંત્ર અંગેની સત્તાઓઃ દેશની કોઈ પણ અદાલતે ગુનેગારને ફરમાવેલી સજા માફ કરવાની, ફોજદારી સજાઓનો અમલ મોકૂફ રાખવાની કે તે માટે મહેતલ આપવાની, બાકીની સજા માફ કરવાની તેમજ સજાનું સ્વરૂપ બદલવાની સત્તા રાષ્ટ્રપ્રમુખ ધરાવે છે. (બંધારણના ભંગ બદલ થયેલી કે લશ્કરી અદાલતે ફરમાવેલી સજામાં ફેરફાર કરવાની રાષ્ટ્રપ્રમુખને સત્તા નથી.)
- તે સર્વોચ્ચ અદાલતના મુખ્ય ન્યાયાધીશ તથા અન્ય ન્યાયાધીશો તેમજ રાજ્યોની વડી અદાલતોના મુખ્ય ન્યાયાધીશોની નિમણૂક કરે છે.
- બંધારણીય મડાગાંઠ અંગે કે કોઈ જાહેર હિતના પ્રશ્ન અંગે તે સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોનો અભિપ્રાય માગી શકે છે.
4. નાણાકીય સત્તાઓ રાષ્ટ્રપ્રમુખ દર વર્ષે નાણામંત્રી મારફતે લોકસભામાં કેન્દ્ર સરકારનું અંદાજપત્ર રજૂ કરાવે છે.
- તે દર વર્ષે રેલમંત્રી મારફત લોકસભામાં રેલવેનું અંદાજપત્ર રજૂ કરાવે છે.
- રાષ્ટ્રપ્રમુખની પરવાનગી વિના કોઈ પણ નાણાકીય ખરડો સંસદમાં (લોકસભામાં) રજૂ કરી શકાતો નથી.
- સંઘ અને રાજ્યો વચ્ચે નાણાંની યોગ્ય વહેંચણી થાય એ માટે રાષ્ટ્રપ્રમુખ ‘નાણાપંચ’ની નિમણૂક કરે છે અને તેની ભલામણોને સંસદ સમક્ષ રજૂ કરાવે છે.
- રાષ્ટ્રપ્રમુખ દર વર્ષે સરકારના હિસાબની તપાસ વિશેનો ઑડિટર જનરલનો અહેવાલ, નાણાપંચનો અહેવાલ વગેરે સંસદ સમક્ષ રજૂ કરે છે.
- તે આકસ્મિક ખર્ચને પહોંચી વળવા માટે સંચિત નિધિમાંથી સંસદની મંજૂરી વિના પણ નાણાં આપી શકે છે.
5. કટોકટીવિષયક સત્તાઓ:
બાહ્ય આક્રમણ કે આંતરિક અશાંતિના કારણે સમગ્ર દેશની કે તેના કોઈ પણ ભાગની સુરક્ષિતતા ભયમાં મુકાઈ ગઈ હોય ત્યારે રાષ્ટ્રપ્રમુખ એક જાહેરનામું બહાર પાડી કટોકટીની સ્થિતિ જાહેર કરે છે.
- રાજ્યપાલના અહેવાલ પરથી કે અન્ય રીતે રાષ્ટ્રપ્રમુખને ખાતરી થાય કે રાજ્યમાં બંધારણના નિયમો પ્રમાણે વહીવટ ચાલી શકે તેમ નથી ત્યારે તે બંધારણીય કટોકટીનું જાહેરનામું બહાર પાડે છે અને રાજ્યની તમામ કારોબારી સત્તા પોતાને હસ્તક લઈ લે છે.
- દેશમાં નાણાકીય સ્થિરતા જોખમમાં મુકાય ત્યારે રાષ્ટ્રપ્રમુખ નાણાકીય કટોકટીની જાહેરાત કરી શકે છે. એ પરિસ્થિતિ દરમિયાન તે બધા સરકારી કર્મચારીઓ અને ન્યાયાધીશોનાં વેતન-ભથ્થાં ઘટાડવાનો આદેશ આપી શકે છે.
પ્રશ્ન 7.
ટૂંક નોંધ લખોઃ વહીવટીતંત્ર (વહીવટી કારોબારી)
અથવા
વહીવટીતંત્ર રાજકીય રીતે તટસ્થ રહેવું જોઈએ. આ વિધાન અંગે તમારાં મંતવ્યો જણાવો.
ઉત્તર:
વહીવટી કારોબારી ગણાતા વહીવટીતંત્રને સનંદી સેવા કહેવામાં આવે છે.
- સંઘસરકાર અને રાજ્ય સરકારોનું વહીવટીતંત્ર સમગ્ર દેશમાં પથરાયેલું છે.
- તે આવકની વસૂલાત, કાયદો અને વ્યવસ્થાની જાળવણી, સરકારનાં વિવિધ ખાતાંનાં વહીવટી કાર્યોમાં મદદ, રોજબરોજનો વહીવટ વગેરે કામગીરી બજાવે છે.
- દેશનાં સંખ્યાબંધ વિકાસલક્ષી કાર્યો વહીવટીતંત્ર દ્વારા પાર પડે છે.
- વહીવટીતંત્ર સરકારની વિકાસલક્ષીની નીતિની રચના તથા વિકાસલક્ષી કાર્યક્રમોના આયોજનમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે.
- અનેક ક્ષેત્રોમાં નિષ્ણાત, વ્યાવસાયિક કુશળતા અને અનુભવ ધરાવતા, તજજ્ઞ અને બાહોશ વહીવટી અધિકારીઓ (સનદી અધિકારીઓ) સરકારની કરોડરજ્જુ ગણાય છે.
- વહીવટીતંત્રના અમલદારો અને અધિકારીઓ તેમની નિવૃત્તિ વયમર્યાદા સુધી કામ કરે છે.
- તેઓ સરકારની કામગીરીનું સાતત્ય જાળવે છે.
- તેઓ પોતપોતાના ક્ષેત્રમાં કાર્યદક્ષ અને કાર્યક્ષમ હોવાથી સરકારની નીતિઓ અને કાર્યક્રમોના અસરકારક અમલમાં નોંધપાત્ર ફાળો આપે છે.
- વહીવટીતંત્રના અમલદારો તેમની દીર્ઘકાલીન સેવાઓ દરમિયાન જુદા જુદા રાજકીય પક્ષોની સરકારો હેઠળ કામ કરતા હોવાથી તેમની પાસેથી રાજકીય નિષ્પક્ષતા અને તટસ્થતાની અપેક્ષા રાખવામાં આવે છે.
- જો વહીવટીતંત્રના અમલદારો રાજકીય પક્ષોની વિચારસરણીથી દોરવાઈ જઈને કામ કરે, તો તેઓ પોતાની કર્તવ્યનિષ્ઠા અને કાર્યદક્ષતા ગુમાવે છે.
- તેઓ લોકસેવકો તરીકેની તેમની પ્રતિષ્ઠા પણ ગુમાવે છે. દેશનાં વિકાસલક્ષી કાર્યોની ગતિ મંદ પડે છે. તેઓ પોતાની ફરજો પ્રત્યે નિષ્કાળજી દાખવે છે. તેમનામાં નકારાત્મક વલણ જન્મે છે, જે દેશના વહીવટીતંત્રને શિથિલ બનાવે છે. આથી દેશનું વહીવટીતંત્ર રાજકીય રીતે નિષ્પક્ષ રહેવું જોઈએ.