GSEB Class 9 Social Science Important Questions Chapter 16 આબોહવા

Gujarat Board GSEB Class 9 Social Science Important Questions Chapter 16 આબોહવા Important Questions and Answers.

GSEB Class 9 Social Science Important Questions Chapter 16 આબોહવા

નીચેના દરેક વિધાનની ખાલી જગ્યા માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી, ખાલી જગ્યા પૂરો:

પ્રશ્ન 1.
પૃથ્વીના ધરી નમનને કારણે ………………………. થાય છે.
A. રાત-દિવસ
B. ઋતુઓ
C. ભરતી
ઉત્તરઃ
B. ઋતુઓ

પ્રશ્ન 2.
ઉત્તર ભારતનો ઘણો ભાગ દરિયાથી દૂર હોવાથી ત્યાંની આબોહવા ………………………. છે.
A. ખંડીય
B. દરિયાઈ
C. સમઘાત
ઉત્તરઃ
A. ખંડીય

પ્રશ્ન 3.
દુનિયાનો સૌથી વધુ વાર્ષિક વરસાદ …………………………… માં પડે છે.
A. મુંબઈ
B. ચેન્નઈ
C. ચેરાપુંજી
ઉત્તરઃ
C. ચેરાપુંજી

પ્રશ્ન 4.
ભારત સરકારની હવામાન વિભાગની મુખ્ય કચેરી ……………………… ખાતે આવેલી છે.
A. મુંબઈ
B. ગાંધીનગર
C. દિલ્લી
ઉત્તરઃ
C. દિલ્લી

પ્રશ્ન 5.
શિયાળા દરમિયાન ક્યારેક થતી વર્ષા …………………….પાકને ફાયદાકારક હોય છે.
A. ખરીફ
B. રવી
C. જાયદ
ઉત્તરઃ
B. રવી

GSEB Class 9 Social Science Important Questions Chapter 16 આબોહવા

પ્રશ્ન 6.
………………………. ભારતની મહત્ત્વની ઋતુ છે.
A. ચોમાસું
B. ઉનાળો
C. શિયાળો
ઉત્તરઃ
A. ચોમાસું

પ્રશ્ન 7.
‘ઑક્ટોબર હિટ ગુજરાતમાં’ ‘…………………………’ નામે જાણીતી છે.
A. ભાદરવી તાપ
B. આષાઢી તાપ
C. માગશરી તાપ
ઉત્તરઃ
A. ભાદરવી તાપ

પ્રશ્ન 8.
…………………………….. પવનોનું મુખ્ય લક્ષણ તેની અનિયમિતતા છે.
A. વ્યાપારી
B. મોસમી
C. પ્રતિવ્યાપારી
ઉત્તરઃ
B. મોસમી

પ્રશ્ન 9.
સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વીની સપાટીથી ઊંચે તરફ જતા ………………….. મીટરે 1 °સે અથવા સરેરાશ 1000 મીટરે …………………………. °સે તાપમાન ઘટે છે.
A. 185, 6.5
B. 180, 6.8
C. 165, 6.5
ઉત્તરઃ
C. 165, 6.5

પ્રશ્ન 10.
મોસમ પ્રમાણે દિશા બદલતા પવનોને …………………………. આ પવનો કહે છે.
A. પ્રતિવ્યાપારી
B. દરિયાઈ
C. મોસમી
ઉત્તરઃ
C. મોસમી

પ્રશ્ન 11.
22 ડિસેમ્બરે સૂર્યનાં કિરણો …………………….. પર લંબ પડે છે.
A. કર્કવૃત્ત
B. મકરવૃત્ત
C. ધ્રુવવૃત્ત
ઉત્તરઃ
B. મકરવૃત્ત

પ્રશ્ન 12.
21 જૂને સૂર્યનાં કિરણો ……………………… પર લંબ પડે છે.
A. વિષુવવૃત્ત
B. મકરવૃત્ત
C. કર્કવૃત્ત
ઉત્તરઃ
C. કર્કવૃત્ત

પ્રશ્ન 13.
બે અક્ષાંશો વચ્ચે આશરે ……………………… કિમીનું અંતર હોય છે.
A. 111
B. 105
C. 121
ઉત્તરઃ
A. 111

પ્રશ્ન 14.
ભારત ઉત્તર-પૂર્વી – પવનોવાળા ક્ષેત્રમાં આવે છે.
A. વ્યાપારિક
B. મોસમી
C. પ્રતિવ્યાપારિક
ઉત્તરઃ
A. વ્યાપારિક

પ્રશ્ન 15.
ભારતમાં પરંપરાગત રીતે ………………………….. ઋતુઓ ગણવામાં આવે છે.
A. યાર
B. છ
C. બાર
ઉત્તરઃ
B. છ

પ્રશ્ન 16.
ભારતમાં ડિસેમ્બરથી ………………………….માસના સમયગાળાને શીતઋતુ કે શિયાળો ગણવામાં આવે છે.
A. માર્ચ
B. ફેબ્રુઆરી
C. એપ્રિલ
ઉત્તરઃ
B. ફેબ્રુઆરી

પ્રશ્ન 17.
ભારતમાં ……………………… થી મે સુધીના સમયગાળાને ઉનાળો ગણવામાં આવે છે.
A. માર્ચ
B. એપ્રિલ
C. ફેબ્રુઆરી
ઉત્તરઃ
A. માર્ચ

GSEB Class 9 Social Science Important Questions Chapter 16 આબોહવા

પ્રશ્ન 18.
ભારતમાં જૂનથી …………………….. માસ સુધીના સમયગાળાને વર્ષાઋતુ ગણવામાં આવે છે.
A. ઑગસ્ટ
B. સપ્ટેમ્બર
C. ઑક્ટોબર
ઉત્તરઃ
B. સપ્ટેમ્બર

પ્રશ્ન 19.
વાતાવરણની લાંબા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિને શું કહેવાય?
A. વ્યાપારી પવનો
B. આબોહવા
C. હવામાન
D. ભાદરવી તાપ
ઉત્તર:
B. આબોહવા

પ્રશ્ન 20.
વાતાવરણની ટૂંકા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિને શું કહેવાય?
A. મોસમ
B. ઘનીભવન
C. આબોહવા
D. હવામાન
ઉત્તર:
D. હવામાન

પ્રશ્ન 21.
પૃથ્વી પોતાની ધરી પર કેટલા અંશનો ખૂણો બનાવે છે?
A. 23.5નો
B. 90નો
C. 66.5નો
D. 45.5નો
ઉત્તર:
A. 23.5નો

પ્રશ્ન 22.
પૃથ્વી તેની કક્ષાની સપાટી સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે?
A. 45.5નો
B. 66.5નો
C. 23.5નો
D. 90નો
ઉત્તર:
B. 66.5નો

પ્રશ્ન 23.
સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વીની સપાટીથી કેટલા મીટર ઊંચે જતાં 1 °સે તાપમાન ઘટે છે?
A. 210
B. 195
C. 145
D. 165.
ઉત્તર:
D. 165.

પ્રશ્ન 24.
ભારત માટે કઈ ઋતુ મહત્ત્વની ગણાય છે?
A. ઉનાળાની
B. શિયાળાની
C. ચોમાસાની
D. શિશિરની
ઉત્તરઃ
C. ચોમાસાની

પ્રશ્ન 25.
ભારતની લગભગ મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? –
A. કર્કવૃત્ત
B. મકરવૃત્ત
C. વિષુવવૃત્ત
D. ધ્રુવવૃત્ત
ઉત્તરઃ
A. કર્કવૃત્ત

પ્રશ્ન 26.
ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને શું કહેવાય?
A. મોસમી પવનો
B. પ્રતિવ્યાપારી પવનો
C. વ્યાપારી પવનો
D. પાછા ફરતા મોસમી પવનો
ઉત્તરઃ
A. મોસમી પવનો

GSEB Class 9 Social Science Important Questions Chapter 16 આબોહવા

પ્રશ્ન 27.
નીચેના પૈકી કયો દેશ મોસમી આબોહવા ધરાવતો દેશ છે?
A. રશિયા
B. વિયેતનામ
C. ભારત
D. ઇઝરાયેલ
ઉત્તરઃ
C. ભારત

પ્રશ્ન 28.
22 ડિસેમ્બરે સૂર્યનાં કિરણો કયા વૃત્ત પર લંબ પડે છે?
A. વિષુવવૃત્ત પર
B. મકરવૃત્ત પર
C. કર્કવૃત્ત પર
D. દક્ષિણ ધ્રુવવૃત્ત પર
ઉત્તરઃ
B. મકરવૃત્ત પર

પ્રશ્ન 29.
21 જૂને સૂર્યનાં કિરણો કયા વૃત્ત પર લંબ પડે છે?
A. મકરવૃત્ત પર
B. ઉત્તર ધ્રુવવૃત્ત પર
C. વિષુવવૃત્ત પર
D. કર્કવૃત્ત પર
ઉત્તરઃ
D. કર્કવૃત્ત પર

પ્રશ્ન 30.
ભારત કયા પ્રકારના પવનોનો દેશ છે?
A. પશ્ચિમિયા
B. વ્યાપારી
C. મોસમી
D. નૈર્સત્યના
ઉત્તરઃ
C. મોસમી

પ્રશ્ન 31.
શિયાળાની રાત્રિઓમાં લેહ અને દ્રાસનું તાપમાન કેટલું નીચું ઊતરી જાય છે?
A. – 45 °સે
B. – 18.6 °સે
C. – 22.8 °સે
D. – 51 °સે
ઉત્તરઃ
A. – 45 °સે

પ્રશ્ન 32.
નૈઋત્યકોણીય મોસમી પવનોની અરબ સાગરની શાખા કયા પ્રદેશમાં 10 સેમી કરતાં ઓછો વરસાદ આપે છે?
A. મધ્ય પ્રદેશ
B. ઉત્તર પ્રદેશ
C. રાજસ્થાન
D. મહારાષ્ટ્ર
ઉત્તરઃ
C. રાજસ્થાન

પ્રશ્ન 33.
શ્રીગંગાનગર અને અલવરનું ઉનાળાનું તાપમાન કેટલું ઊંચું નોંધાયેલ છે?
A. 42 °સે
B. 51 °સે
C. 45 °સે
D. 48 °સે
ઉત્તરઃ
B. 51 °સે

GSEB Class 9 Social Science Important Questions Chapter 16 આબોહવા

પ્રશ્ન 34.
બે અક્ષાંશો વચ્ચે આશરે કેટલા કિલોમીટરનું અંતર હોય છે?
A. 170 કિલોમીટર
B. 111 કિલોમીટર
C. 141 કિલોમીટર
D. 78 કિલોમીટર
ઉત્તરઃ
B. 111 કિલોમીટર

પ્રશ્ન 35.
મુંબઈની આબોહવા સમ છે, કારણ કે …
A. તે વિષુવવૃત્ત પર આવેલું છે.
B. તે દરિયાથી દૂર છે..
C. તે દરિયાકિનારે છે.
D. તે કર્કવૃત્ત પર આવેલું છે.
ઉત્તરઃ
C. તે દરિયાકિનારે છે.

પ્રશ્ન 36.
દિલ્લીની આબોહવા વિષમ છે, કારણ કે …
A. તે યમુના નદીના કિનારે આવેલું છે.
B. તે પહાડી પ્રદેશમાં આવેલું છે.
C. તે દરિયાની નજીક છે.
D. તે દરિયાથી દૂર છે.
ઉત્તરઃ
D. તે દરિયાથી દૂર છે.

પ્રશ્ન 37.
ભારતની દક્ષિણે કયો મહાસાગર આવેલો છે?
A. પૅસિફિક મહાસાગર
B. ઍટલૅટિક મહાસાગર
C. હિંદ મહાસાગર
D. આર્કટિક મહાસાગર
ઉત્તરઃ
C. હિંદ મહાસાગર

પ્રશ્ન 38.
ભારતમાં પરંપરાગત રીતે કેટલી ઋતુઓ ગણવામાં આવે છે?
A. ચાર
B. પાંચ
C. છ
D. આઠ
ઉત્તરઃ
C. છ

પ્રશ્ન 39.
ભારતના હવામાન ખાતાની મુખ્ય કચેરી કયા શહેરમાં આવેલી છે?
A. દિલ્લી
B. પુણે
C. મુંબઈ
D. દેહરાદૂન
ઉત્તરઃ
A. દિલ્લી

પ્રશ્ન 40.
ભારતમાં શિયાળો કયા મહિનાઓ દરમિયાન હોય છે?
A. નવેમ્બરથી ફેબ્રુઆરી
B. માર્ચથી મે
C. ડિસેમ્બરથી ફેબ્રુઆરી
D. ડિસેમ્બરથી માર્ચ
ઉત્તરઃ
C. ડિસેમ્બરથી ફેબ્રુઆરી

પ્રશ્ન 41.
ભારતમાં ઉનાળો કયા મહિનાઓ દરમિયાન હોય છે?
A. માર્ચથી એપ્રિલ
B. એપ્રિલથી જુલાઈ
C. જૂનથી સપ્ટેમ્બર
D. માર્ચથી મે
ઉત્તરઃ
D. માર્ચથી મે

પ્રશ્ન 42.
ભારતમાં વર્ષાઋતુ કયા મહિનાઓ દરમિયાન હોય છે?
A. મેથી સપ્ટેમ્બર
B. જૂનથી સપ્ટેમ્બર
C. જૂનથી ઑગસ્ટ
D. જુલાઈથી સપ્ટેમ્બર
ઉત્તરઃ
B. જૂનથી સપ્ટેમ્બર

પ્રશ્ન 43.
સામાન્ય રીતે ભારતમાં વર્ષાઋતુનો આરંભ કયા મહિનાથી થાય છે?
A. માર્ચથી મે.
B. જૂનથી
C. ઑગસ્ટથી
D. ઑક્ટોબરથી
ઉત્તરઃ
B. જૂનથી

પ્રશ્ન 44.
ભારતના પશ્ચિમ કિનારે પડતો ભારે વરસાદ મુખ્યત્વે શાને આભારી છે?
A. સમુદ્રની નિકટતા
B. ઓછા અક્ષાંશોમાં સ્થાન
C. દ્વીપકલ્પીય આકાર
D. પશ્ચિમઘાટની વાતાભિમુખ બાજુએ સ્થાન
ઉત્તરઃ
B. ઓછા અક્ષાંશોમાં સ્થાન

પ્રશ્ન 45.
ભારતમાં કયા પવનોને લીધે વરસાદ પડે છે?
A. વ્યાપારી
B. મોસમી
C. ચક્રવાતી
D. પ્રતિવ્યાપારી
ઉત્તરઃ
B. મોસમી

પ્રશ્ન 46.
મોસમી પવનોનું મુખ્ય લક્ષણ કર્યું છે?
A. અનિયમિતતા
B. અસમાનતા
C. વિલંબિતતા
D. ક્રમભંગતા
ઉત્તરઃ
A. અનિયમિતતા

પ્રશ્ન 47.
પૃથ્વીના ધરી નમનને કારણે શું થાય છે?
A. ગરમી
B. ઠંડી
C. ઋતુઓ
D. વરસાદ
ઉત્તરઃ
C. ઋતુઓ

પ્રશ્ન 48.
ભારતમાં કઈ દિશામાંથી વાતા મોસમી પવનો મોટા ભાગે સૂકા અને ઠંડા હોય છે?
A. નર્સત્ય
B. ઈશાન
C. વાયવ્ય
D. અગ્નિ
ઉત્તરઃ
B. ઈશાન

પ્રશ્ન 49.
નાગપુરમાં વિષમ આબોહવા અનુભવાય છે, કારણ કે …
A. તે દરિયાથી દૂર છે.
B. તે દરિયાથી નજીક છે.
C. તે કર્કવૃત્ત પર આવેલું છે.
D. તે સમુદ્રની સપાટીથી ખૂબ ઊંચે આવેલું છે.
ઉત્તરઃ
A. તે દરિયાથી દૂર છે.

પ્રશ્ન 50.
શિયાળામાં ઉત્તર ભારત પ્રમાણમાં વધુ ઠંડો રહે છે, કારણ કે..
A. તે સમુદ્રની સપાટીથી ઘણો ઊંચો છે.
B. તેનો મોટો ભાગ રણપ્રદેશ છે.
C. તે સમુદ્રથી નજીક છે.
D. તે સમુદ્રથી વધુ દૂર આવેલો છે.
ઉત્તરઃ
D. તે સમુદ્રથી વધુ દૂર આવેલો છે.

GSEB Class 9 Social Science Important Questions Chapter 16 આબોહવા

પ્રશ્ન 51.
હિમ’ પડવાથી કયા પાકને નુકસાન થાય છે?
A. કપાસને
B. બાજરીને
C. તલને
D. ચણાને
ઉત્તરઃ
A. કપાસને

પ્રશ્ન 52.
ગુજરાતમાં ‘ઑક્ટોબર હીટરની પરિસ્થિતિ ક્યા નામે જાણીતી છે?
A. ભાદરવી તાપ’
B. “આષાઢી તાપ’
C. “વૈશાખી તાપ’
D. “ચેત્રી તાપ’
ઉત્તરઃ
A. ભાદરવી તાપ’

નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:

પ્રશ્ન 1.
હવામાન એ વાતાવરણની લાંબા સમયગાળાની સરેરાશ પરિસ્થિતિ છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 2.
પૃથ્વી પોતાની કક્ષા સાથે 66.5નો ખૂણો બનાવે છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 3.
બે અક્ષાંશવૃત્તો વચ્ચે આશરે 111 કિમી જેટલું અંતર હોય છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 4.
ભારતમાં વર્ષની મુખ્ય બે ઋતુઓ છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 5.
જાન્યુઆરી મહિનો દક્ષિણ ભારત માટે વધુ ગરમ હોય છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 6.
ભારતમાં વર્ષાઋતુનો પ્રારંભ સામાન્ય રીતે કેરલથી થાય છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 7.
21 જૂને સૂર્યનાં કિરણો મકરવૃત્ત પર લંબ પડે છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 8.
સામાન્ય પરિસ્થિતિમાં પૃથ્વીની સપાટીથી 165 મીટર ઊંચે જતાં 1 °સે તાપમાન ઘટે છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 9.
મુંબઈની આબોહવા સમ છે, કારણ કે તે દરિયાકિનારે છે. આવેલી છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 10.
ભારતના હવામાન ખાતાની મુખ્ય કચેરી દિબ્રુગઢ શહેરમાં આવેલી છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 11.
ભારતમાં વર્ષાઋતુ જૂનથી સપ્ટેમ્બર મહિનાઓ દરમિયાન હોય છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 12.
ભારત વ્યાપારી પ્રકારના પવનોનો દેશ છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 13.
ભારતમાં નૈઋત્ય દિશામાંથી વાતા પવનો મોટા ભાગે સૂકા અને ઠંડા હોય છે.
ઉત્તરઃ
ખોટું

GSEB Class 9 Social Science Important Questions Chapter 16 આબોહવા

પ્રશ્ન 14.
દક્ષિણ ભારત માટે માર્ચ મહિનો સૌથી ગરમ હોય છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 15.
ભારત માટે વર્ષાઋતુ મહત્ત્વની ગણાય છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 16.
ક્રમભંગતા મોસમી પવનોનું મુખ્ય લક્ષણ છે.
ઉત્તરઃ
ખોટું

નીચેના પ્રશ્નોના એક-બે શબ્દોમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1.
વાતાવરણની લાંબા ગાળાની સરેરાશ પરિસ્થિતિ એટલે શું?
ઉત્તરઃ
આબોહવા

પ્રશ્ન 2.
વાતાવરણની ટૂંકા ગાળાની સરેરાશ પરિસ્થિતિ એટલે શું?
ઉત્તરઃ
હવામાન

પ્રશ્ન 3.
ઋતુ પ્રમાણે દિશા બદલતા પવનોને શું કહે છે?
ઉત્તરઃ
મોસમી પવનો

પ્રશ્ન 4.
પૃથ્વીના ધરી નમનને કારણે શું થાય છે?
ઉત્તરઃ
ઋતુઓ

પ્રશ્ન 5.
22 ડિસેમ્બરે સૂર્યનાં કિરણો શાની પર લંબ પડે છે?
ઉત્તરઃ
મકરવૃત્ત પર

પ્રશ્ન 6.
21 જૂને સૂર્યનાં કિરણો શાની પર લંબ પડે છે?
ઉત્તરઃ
કર્કવૃત્ત પર

પ્રશ્ન 7.
કર્કવૃત્ત પર સૂર્યનાં કિરણો સીધાં પડે ત્યારે ભારતમાં કઈ ઋતુ અનુભવાય છે?
ઉત્તરઃ
ઉષ્ણઋતુ

પ્રશ્ન 8.
દરિયાકિનારાથી દૂર જતાં કઈ આબોહવા અનુભવાય છે?
ઉત્તરઃ
ખંડીય

પ્રશ્ન 9.
મેઘાલય રાજ્યના કયા સ્થળે દુનિયાનો સૌથી વધુ વાર્ષિક વરસાદ (1200 સેમી) વરસે છે?
ઉત્તરઃ
ચેરાપુંજીમાં

પ્રશ્ન 10.
ચેરાપુંજીની બાજુમાં આવેલું કયું સ્થળ 24 કલાક દરમિયાન પડેલા મહત્તમ વરસાદ માટે જાણીતું છે?
ઉત્તરઃ
મૌસિનરમ

પ્રશ્ન 11.
ભારતમાં ડિસેમ્બરથી ફેબ્રુઆરી સુધીના સમયગાળાને કઈ ઋતુ ગણવામાં આવે છે?
ઉત્તરઃ
શીતઋતુ કે શિયાળો

પ્રશ્ન 12.
22 સપ્ટેમ્બરથી 21 માર્ચ સુધી સૂર્યનાં કિરણો કયા ગોળાર્ધમાં સીધાં પડે છે?
ઉત્તરઃ
દક્ષિણ ગોળાર્ધમાં

પ્રશ્ન 13.
શિયાળામાં ગુજરાત અને રાજસ્થાનમાં ઠંડીનું મોજું ફરી વળવા માટે હિમાલય સંદર્ભે હવામાનની કઈ ઘટના વધુ અસર કરે ‘છે?
ઉત્તરઃ
હિમવર્ષા

પ્રશ્ન 14.
કયો મહિનો દક્ષિણ ભારત માટે સૌથી વધુ ગરમ હોય છે?
ઉત્તરઃ
માર્ચ મહિનો

પ્રશ્ન 15.
મે માસમાં મલબાર કિનારે પડતો થોડો વરસાદ કયા નામે ઓળખાય છે?
ઉત્તરઃ
આમ્રવર્ષા

પ્રશ્ન 16.
ભારતની મહત્ત્વની ઋતુ કઈ છે?
ઉત્તરઃ
વર્ષાઋતુ

પ્રશ્ન 17.
વરસાદ પડે જ નહિ એવા દિવસો હોય અને ફરીથી વરસાદના દિવસો આવે તે ઘટનાને શું કહે છે?
ઉત્તરઃ
વરસાદનો ક્રમભંગ Monsoon Break).

પ્રશ્ન 18.
મોસમી પવનો સાથે કઈ ઘટના સંકળાયેલી છે?
ઉત્તરઃ
વરસાદના ક્રમભંગની

GSEB Class 9 Social Science Important Questions Chapter 16 આબોહવા

પ્રશ્ન 19.
ભારતમાં પાછા ફરતા મોસમી પવનોની ઋતુ (નિવર્તન ઋતુ) કયા મહિનાઓમાં હોય છે?
ઉત્તરઃ
ઑક્ટોબર-નવેમ્બર

પ્રશ્ન 20.
ઊંચું તાપમાન અને ભેજની પરિસ્થિતિને કારણે દિવસનું હવામાન અકળાવનારું બને એ સ્થિતિને શું કહે છે?
ઉત્તરઃ
ઑક્ટોબર હીટ

પ્રશ્ન 21.
ગુજરાતમાં ઑક્ટોબર હીટ કયા નામે જાણીતી છે?
ઉત્તરઃ
ભાદરવી તાપના નામે

પ્રશ્ન 22.
ભારતની આબોહવા કેવી છે?
ઉત્તરઃ
મોસમી

પ્રશ્ન 23.
મોસમી પવનોનું મુખ્ય લક્ષણ શું છે?
ઉત્તરઃ
અનિયમિતતા અને અનિશ્ચિતતા

નીચેના પ્રશ્નોના ટૂંકમાં જવાબ આપો :

પ્રશ્ન 1.
ભારતની આબોહવાની લાક્ષણિકતાઓ જણાવો.
ઉત્તરઃ
ભારતની આબોહવાની નોંધપાત્ર લાક્ષણિકતાઓ નીચે મુજબ છે:
(1) ભારતની આબોહવા એકંદરે ઉષ્ણ છે. ઉત્તરના ઊંચા પર્વતીય પ્રદેશોને બાદ કરતાં બાકીના પ્રદેશોનું તાપમાન શિયાળામાં પણ 0 °સે જેટલું નીચું જતું નથી.
(2) ભારતના સમુદ્રકિનારાના ભાગોની આબોહવા સાધારણ ગરમ, ભેજવાળી અને સમ છે, જ્યારે સમુદ્રથી દૂરના ઉત્તરના ભાગોની આબોહવા ખંડીય પ્રકારની વિષમ અને સૂકી છે.
(3) મોસમ (ઋતુ) પ્રમાણે બદલાતા પવનો એ ભારતની આબોહવાની ખાસ વિશિષ્ટતા છે. અહીં ઉનાળાના અંતે સમુદ્ર પરથી જમીન તરફ અને શિયાળામાં જમીન પરથી સમુદ્ર તરફ મોસમી પવનો વાય છે. આથી ભારતમાં ઉનાળાના અંતે આવતી વર્ષાઋતુમાં વરસાદ પડે છે અને શિયાળામાં તમિલનાડુના પૂર્વ ભાગ સિવાયના ભારતના વિસ્તારો એકંદરે વરસાદ વગરના હોય છે.

(4) આબોહવા પ્રમાણે ભારતમાં વર્ષની ચાર ઋતુઓ છે:

  • શિયાળો – ડિસેમ્બરથી ફેબ્રુઆરી,
  • ઉનાળો – માર્ચથી મે,
  • ચોમાસું – જૂનથી સપ્ટેમ્બર તથા
  • પાછા ફરતા મોસમી પવનોની 3 ઋતુ-ઑક્ટોબર અને નવેમ્બર.

(5) ભારતમાં સૌથી વધારે ઠંડી હિમાલયના પર્વતીય પ્રદેશના 3 ઉત્તર ભાગમાં તથા સૌથી વધુ ગરમી રાજસ્થાનના રણપ્રદેશમાં પડે રે છે. શિયાળામાં જમ્મુ-કશ્મીરમાં આવેલા દ્રાસ(Dras)નું તાપમાન –45 °સે જેટલું નીચું જાય છે, જ્યારે ઉનાળામાં રાજસ્થાનમાં આવેલો ૩ શ્રીગંગાનગરનું તાપમાન ક્યારેક 51 °સે જેટલું ઊંચું નોંધાયેલું છે.

(6) ભારતમાં શિયાળો સ્કૂર્તિદાયક અને આરોગ્યવર્ધક ઋતુ છે. ભારતમાં આ ઋતુમાં ઉત્તર-પૂર્વના મોસમી પવનો વાય છે, જે કોરોમંડલ કિનારા સિવાય અન્યત્ર સૂકા અને ઠંડા હોય છે.

(7) ભારતમાં ઉનાળો ગરમ, સૂકી અને અકળાવનારી ઋતુ છે. ઉત્તર ભારતમાં અને ખાસ કરીને વાયવ્ય ભાગમાં તેની તીવ્ર અસર વર્તાય છે. દક્ષિણ ભારતમાં ઉનાળો પ્રમાણમાં નરમ રહે છે.

(8) ભારતમાં વર્ષાઋતુ સૌથી અગત્યની ઋતુ છે. આ ઋતુમાં વાતા નૈઋત્યના મોસમી પવનો સમગ્ર ભારતમાં વરસાદ લાવે છે. ૨ વર્ષનો બહુ મોટા ભાગનો વરસાદ આ ઋતુમાં પડે છે.

(9) ભારતમાં વિશ્વના સૌથી વધુ વરસાદવાળા પ્રદેશો છે તેમજ નહિવત્ વરસાદવાળા પ્રદેશો પણ છે. મેઘાલયમાં વાર્ષિક 400 સેમી જેટલો, તો જમ્મુ-કશ્મીરના લેહ વિસ્તાર અને રાજસ્થાનના રણપ્રદેશમાં વાર્ષિક માત્ર 10થી 12 સેમી વરસાદ પડે છે. મેઘાલયમાં આવેલાં મૌસિનરમ અને ચેરાપુંજીમાં આશરે 1200 સેમી જેટલો વરસાદ પડે છે, જે વિશ્વમાં સૌથી વધુ છે.

(10) ભારતમાં મોટા ભાગનો વરસાદ મોસમી પવનો દ્વારા મળતો હોવાથી વરસાદના પ્રમાણ અને સમય વિશે હંમેશાં અનિશ્ચિતતા પ્રવર્તે છે.

પ્રશ્ન 2.
ભારતના ઉનાળા (ઉષ્ણઋતુ) વિશે માહિતી આપો.
ઉત્તર:
ભારતમાં ઉનાળાની ઋતુ માર્ચથી મે સુધી ચાલે છે. ઉત્તર ભારતના મેદાનના વાયવ્ય વિસ્તારમાં તે છેક જૂન સુધી લંબાય છે.

  • આ સમયે ભારતમાં સૂર્યનાં કિરણો લંબ પડતાં હોવાથી ગરમીનું પ્રમાણ વધારે રહે છે. દક્ષિણ ભારતમાં તો માર્ચ માસમાં પ્રખર ગરમીનો અનુભવ થાય છે. અહીં માર્ચ મહિનામાં કેટલાંક સ્થળોનું મહત્તમ તાપમાન 40 °સે જેટલું ઊંચું રહે છે. એપ્રિલ અને મે મહિનામાં મધ્ય અને વાયવ્ય ભારતમાં ઘણી ગરમી પડે છે. મે મહિનામાં ગરમીનું પ્રમાણ પરાકાષ્ઠાએ પહોંચે છે. અહીં કેટલાંક સ્થળોનું મહત્તમ તાપમાન 40થી 50 °સે જેટલું થઈ જાય છે. (રાજસ્થાનના શ્રીગંગાનગરમાં તો 51 °સે જેટલું ઊંચું તાપમાન નોંધાયું છે.) આમ, સમગ્ર ભારતમાં ઉનાળામાં એકંદરે ગરમ હવામાન અનુભવાય છે.
  • ઉત્તર ભારતની સરખામણીમાં દક્ષિણ ભારતમાં ઉનાળામાં થોડી ઓછી ગરમી પડે છે. દક્ષિણ ભારતમાં સમુદ્રની નિકટતા અને તેના ઉચ્ચપ્રદેશની ઊંચાઈ ઉનાળાને થોડી સૌમ્ય બનાવે છે. જેમ કે; ઉનાળામાં દિલ્લી અને અલાહાબાદનું તાપમાન 34 સે જેટલું હોય છે, જ્યારે દક્ષિણમાં આવેલાં બેંગલૂરુ અને કોચીનું તાપમાન 27 °સે તથા મદુરાઈનું 30 °સે જેટલું હોય છે.
  • ભારતમાં મોટા ભાગના પ્રદેશોમાં ઉનાળો એકંદરે ગરમ અને સૂકો હોય છે.
  • ભારતમાં ઉનાળા દરમિયાન ખાસ વરસાદ પડતો નથી, પરંતુ ક્યારેક મલબાર કિનારે મે માસમાં થોડો વરસાદ પડે છે. જેને ‘આમ્રવૃષ્ટિ’ કહેવામાં આવે છે. તે કેરીના પાકને પકવવામાં મદદરૂપ થાય છે.

પ્રશ્ન 3.
ભારતની વર્ષાઋતુ પર નોંધ લખો.
ઉત્તર:
ખેતીપ્રધાન ભારત માટે વર્ષાઋતુ (ચોમાસું) સૌથી મહત્ત્વની ઋતુ છે. જૂનથી સપ્ટેમ્બર સુધી ચાલતી આ ઋતુમાં દેશનો આશરે 80 % વરસાદ પડે છે. ભારતની ખેતીનો ઘણોખરો આધાર આ વરસાદ પર છે.

  • વર્ષાઋતુમાં થતો વરસાદ ભારત તરફ વાતા દક્ષિણ-પશ્ચિમ (નૈત્યોના મોસમી પવનોને આભારી છે. વર્ષાઋતુને નિત્યના મોસમી પવનોની ઋતુ’ પણ કહે છે.
  • મે મહિનાના અંત સુધીમાં ઊંચા તાપમાનને કારણે ભારતના ઉત્તરપશ્ચિમ મેદાનોમાં હલકા દબાણની સ્થિતિ સર્જાય છે. આ સમયે ભારતની દક્ષિણે આવેલા હિંદ મહાસાગર પર હવાનું ભારે દબાણ હોય છે. તેથી હિંદ મહાસાગર પરથી પવનો ઉત્તર ભારતના હલકા દબાણ તરફ ખેંચાઈ આવે છે. તે પોતાની સાથે પુષ્કળ ભેજ લઈને ભારતમાં આવે છે. તેથી જૂનથી સપ્ટેમ્બર દરમિયાન ભારતમાં વરસાદ પડે છે.
  • આ પવનો વ્યાપારી પવનોની જેમ નિયમિત અને કાયમી હોતા છે નથી. તે ચોક્કસ મોસમ (ઋતુ) દરમિયાન જ ઉદ્ભવતા અને વાતા હોવાથી “મોસમી પવનો કહેવાય છે.

ભારતીય દ્વીપકલ્પને કારણે નૈઋત્યકોણીય મોસમી પવનો છે ? શાખાઓમાં વહેંચાઈ જાય છે :
1. અરબ સાગર પરથી વાતા પવનો અને
2. બંગાળની ખાડી પરથી વાતા પવનો.

1. અરબ સાગર પરથી વાતા પવનો: આ પવનો દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારે આવેલા કેરલમાં થઈને ભારતમાં પ્રવેશ કરે છે. તે કિનારે પ્રવેશતાંની સાથે જ પશ્ચિમઘાટ તેને અવરોધે છે. આથી પશ્ચિમઘાટની વાતાભિમુખ બાજુએ ભારે વરસાદ પડે છે. આ પવનો પશ્ચિમઘાટ ઓળંગીને દખ્ખણના ઉચ્ચપ્રદેશ પર પહોંચે છે ત્યારે એમાંનો ભેજ ઓછો થઈ ગયો હોય છે. આથી ઉચ્ચપ્રદેશમાં વરસાદનું પ્રમાણ ઘટી જાય છે. દખ્ખણનો ઉચ્ચપ્રદેશ, પશ્ચિમઘાટની વાતવિમુખ બાજુએ આવેલો છે એટલે તે વર્ષાછાયાનો પ્રદેશ બને છે. મુંબઈ અને પુણે એકબીજાથી બહુ દૂર નથી છતાં પશ્ચિમઘાટની વાતાભિમુખ બાજુએ આવેલા મુંબઈમાં 200 સેમી કરતાં વધારે વરસાદ પડે છે, જ્યારે વાતવિમુખ બાજુએ વર્ષાછાયામાં આવેલા પુણેમાં ફક્ત 75 સેમી જેટલો વરસાદ પડે છે.

  • ભારતના પશ્ચિમ કિનારે દક્ષિણથી ઉત્તર તરફ જતાં કેરલ, કર્ણાટક, ગોવા અને મહારાષ્ટ્રમાં વરસાદનું પ્રમાણ ક્રમશઃ ઘટતું જાય છે.
  • મોસમી પવનોનો એક પ્રવાહ નર્મદાની ખીણના માર્ગે મધ્ય પ્રદેશમાં ? જાય છે. આ પ્રવાહ આગળ વધે છે ત્યારે તેની સાથે બંગાળાની ખાડી પરથી આવતા પવનો ભળી જાય છે.
  • અરબ સાગરના મોસમી પવનોનો એક નબળો પ્રવાહ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ અને રાજસ્થાન તરફ જાય છે. તેમાં ભેજ ઘણો ડે ઓછો હોય છે. વળી, ગુજરાતમાં ખૂબ ઊંચા પહાડો કે ગીચ ? જંગલો નથી. આથી આ પવનોમાં રહેલા ભેજનું ઘનીભવન થવાની શક્યતા ઓછી રહે છે. પરિણામે ગુજરાતમાં ઓછો વરસાદ પડે છે. આ પવનો રાજસ્થાનમાં પહોંચે છે ત્યારે તેમાંનો ભેજ ઘણો ઓછો થઈ જાય છે. આથી ત્યાં વરસાદ ઘણો ઓછો પડે છે. રાજસ્થાનના રણપ્રદેશમાં તો 10 સેમી કરતાં પણ ઓછો વરસાદ પડે છે.

2. બંગાળની ખાડી પરથી વાતા પવનોઃ આ પવનો સૌપ્રથમ પશ્ચિમ બંગાળમાં પ્રવેશ કરી મેઘાલય સુધી પહોંચે છે. આ પવનો ખૂબ જ ભેજવાળા હોય છે. આ પવનોને મેઘાલયમાં ગારો, ખાસી અને જૈત્તિયાની ટેકરીઓ રોકે છે. આથી આ ટેકરીઓના વાતાભિમુખ ઢાળ પર મુશળધાર વરસાદ પડે છે. મેઘાલયમાં ખાસી ટેકરીઓના ઢાળ પર આવેલા ચેરાપુંજીમાં વાર્ષિક આશરે 1200 સેમી જેટલો વરસાદ પડે છે, જે વિશ્વમાં સૌથી વધુ છે. ચેરાપુંજીથી 16 કિમી દૂર આવેલા મૌસિનરમ પણ ચોવીસ કલાક દરમિયાન પડેલા મહત્તમ વરસાદી સ્થળ તરીકે જાણીતું છે.

  • પશ્ચિમ તરફ ફંટાતા પવનોની દિશા બદલાતાં તે દક્ષિણ-પૂર્વ (અગ્નિ) દિશાના બને છે. આ પવનો પશ્ચિમ બંગાળ, બિહાર, ઉત્તર પ્રદેશ અને હરિયાણામાં થઈ પંજાબ સુધી પહોંચે છે. પશ્ચિમ તરફ આગળ વધતાં તેમાંના ભેજનું પ્રમાણ ક્રમશઃ ઘટતું જાય છે. આથી ઉત્તર ભારતના મેદાનમાં પૂર્વથી પશ્ચિમ તરફ જતાં વરસાદનું પ્રમાણ પણ ઘટતું જાય છે. કોલકાતામાં 160 સેમી, અલાહાબાદમાં 100 સેમી અને દિલ્લીમાં 65 સેમી જેટલો વરસાદ પડે છે.
  • બંગાળની ખાડી પરથી આવતા મોસમી પવનો અને અરબ સાગર પરથી આવતા મોસમી પવનો ભેગા થઈ જતાં તે ઉત્તરમાં હિમાલયના ક્ષેત્રમાં સારો વરસાદ આપે છે. ક્યારેક અહીં હિમવર્ષારૂપે વરસાદ પડે છે.
  • ઉત્તર ભારતમાં મોટા ભાગનો વરસાદ બંગાળની ખાડી પરથી વાતા પવનો લાવે છે. આ વરસાદ લાવવામાં બંગાળની ખાડીમાં ઉત્પન્ન થતા ચક્રવાતો પણ મહત્ત્વનો ભાગ ભજવે છે. બંગાળાની ખાડીના ઉત્તર ભાગમાં હવાનું દબાણ હલકું બનતાં ત્યાં વર્ષાઋતુ દરમિયાન પાંચથી છ ચક્રવાતો (વંટોળો) સર્જાય છે. આ ચક્રવાતો મોસમી પવનોની સાથે પશ્ચિમ તરફ આગળ વધે છે અને વરસાદ લાવવામાં ખૂબ મદદરૂપ થાય છે. આ ચક્રવાતોની અસર ક્યારેક છેક ગુજરાત સુધી પહોંચે છે ત્યારે ગુજરાતમાં વધુ વરસાદ પડે છે.

GSEB Class 9 Social Science Important Questions Chapter 16 આબોહવા 1

GSEB Class 9 Social Science Important Questions Chapter 16 આબોહવા

પ્રશ્ન 4.
નિવર્તન ઋતુ – ભારતની પાછા ફરતા મોસમી પવનોની ઋતુ વિશે માહિતી આપો.
ઉત્તર:
ભારતમાં આ ઋતુ ઑક્ટોમ્બર-નવેમ્બરના સમયગાળામાં હોય છે.

  • સપ્ટેમ્બર પછી ભારતમાં ગરમીનું પ્રમાણ ઘટે છે અને સૂર્યનાં સીધાં કિરણો દક્ષિણ તરફ ખસતાં જાય છે. આથી દક્ષિણે હિંદ મહાસાગર પર હવાનું હલકું દબાણ અને ઉત્તર ભારતમાં હવાનું ભારે દબાણ વિકસતું જાય છે. પરિણામે ચોમાસામાં વાતા નૈર્સત્યના મોસમી પવનો સપ્ટેમ્બરના અંતે નબળા પડે છે અને ઑક્ટોબરમાં આ પવનો ભારતના જમીન ભાગોમાંથી પાછા ફરીને સમુદ્ર તરફ વાવા લાગે છે. તેથી ઑક્ટોબર-નવેમ્બર મહિનાના સમયગાળાને પાછા ફરતા મોસમી પવનોની ઋતુ’ કહેવામાં આવે છે.
  • ઉત્તર ભારતમાં આ પવનો નરમ વંટોળના સ્વરૂપમાં વાય છે ત્યારે પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ વગેરે ભાગોમાં થોડો વરસાદ આપે છે, જે રવી (શિયાળુ) પાકને ફાયદો કરે છે.
  • ચોમાસામાં નૈઋત્યમાંથી વાતા પવનો આ ઋતુમાં દિશા બદલીને ઈશાનમાંથી વાય છે. તે બંગાળની ખાડી પરથી પસાર થતાં ભેજવાળા બને છે અને તમિલનાડુના કોરોમંડલ કિનારે સારો વરસાદ આપે છે. આ ઋતુ તમિલનાડુની મુખ્ય વર્ષાઋતુ ગણાય છે.
  • ઑક્ટોબર-નવેમ્બર મહિના દરમિયાન આર્ટ્ઝ અને ગરમ વર્ષાઋતુના સ્થાને શુષ્ક અને ઠંડા પવનોની પરિસ્થિતિનો પ્રારંભ થાય છે. આ ઋતુનું પ્રાથમિક લક્ષણ સ્વચ્છ થઈ રહેલું આકાશ અને વધતું જતું તાપમાન છે. સ્વચ્છ આકાશને લીધે તાપમાન વધી જાય છે, પરંતુ રાત્રી ઠંડી અને ખુશનુમા હોય છે. જમીન હજી ભેજવાળી હોવાથી હવામાં ભેજનું પ્રમાણ વધુ હોય છે. ઊંચા તાપમાન અને ભેજના વધુ પ્રમાણને લીધે દિવસનું હવામાન અકળાવનારું થઈ જાય છે. આ સ્થિતિને “ઑક્ટોબર હીટ (October heat) કહે છે. ગુજરાતમાં તે ભાદરવી તાપ’ના નામે જાણીતી છે.

નીચેના પ્રશ્નોના જવાબ સવિસ્તર લખો :

પ્રશ્ન 1.
ભારતનું સંતુચક્ર સમજાવો.
ઉત્તર:
ભારતમાં લગભગ બે-બે મહિનાના સમયગાળા દરમિયાન હવામાન એકસરખું જ રહે છે. આ સમયગાળાને “ઋતુ’ કહેવામાં આવે છે.
GSEB Class 9 Social Science Important Questions Chapter 16 આબોહવા 2

ભારતમાં પરંપરાગત રીતે છ ઋતુઓ છેઃ

  1. હેમંત,
  2. શિશિર,
  3. વસંત,
  4. ગ્રીખ,
  5. વર્ષા અને
  6. શરદ.

તે એકબીજાની નજીક હોવાથી પાસપાસેની બે ઋતુઓના હવામાનની પરિસ્થિતિમાં બહુ તફાવત હોતો નથી. તેથી બે-બે ઋતુઓને સાથે લેવામાં આવે, તો વર્ષની મુખ્ય ત્રણ ઋતુઓ જ ગણાયઃ

  1. શિયાળો,
  2. ઉનાળો અને
  3. ચોમાસું.
  • ભારતમાં ઋતુઓ સ્પષ્ટ રીતે બદલાય છે. શિયાળામાં હવામાન ઠંડું, ઉનાળામાં ગરમ અને ચોમાસામાં ભેજવાળું રહે છે.
  • ભારત સરકારની દિલ્લી ખાતે આવેલી હવામાન ખાતાની કચેરીએ

ભારતની આબોહવાને ચાર ઋતુઓમાં વર્ગીકૃત કરી છે :

  1. શીતઋતુ – શિયાળો – ડિસેમ્બરથી ફેબ્રુઆરી
  2. ઉષ્ણઋતુ – ઉનાળો – માર્ચથી મે
  3. વર્ષાઋતુ – ચોમાસું – જૂનથી સપ્ટેમ્બર
  4. નિવર્તન ઋતુ – પાછા ફરતા મોસમી પવનોની ઋતુ – ઑક્ટોબર અને નવેમ્બર છે.

પૃથ્વીની આકૃતિ દોરી તેના પર નીચેનાં સ્થાનો દર્શાવોઃ

1.કર્કવૃ
2. વિષુવવૃત્ત
3. મકરવૃત્ત
ઉત્તર :
GSEB Class 9 Social Science Important Questions Chapter 16 આબોહવા 3

નીચેના વિધાનોનાં ભૌગોલિક કારણો આપો :

પ્રશ્ન 1.
દક્ષિણ ભારતમાં બહુ ઠંડી-ગરમી પડતી નથી. અથવા દક્ષિણ ભારતમાં શા માટે બહુ ઠંડી-ગરમી પડતી નથી?
ઉત્તર:

  • દક્ષિણ ભારત દ્વીપકલ્પ છે. આથી તેના મોટા તટીય વિસ્તાર પર દરિયાઈ આબોહવાની અસર રહે છે, જે ગરમી-ઠંડીને હળવી બનાવે છે.
  • દક્ષિણ ભારત ઉષ્ણ કટિબંધમાં હોવાથી અહીં શિયાળામાં બહુ ઓછી ઠંડી પડે છે.
  • ઉનાળામાં તેના પર સૂર્યનાં કિરણો લંબ પડે છે, પરંતુ તેનો મોટો ભાગ ઉચ્ચપ્રદેશ હોવાથી ગરમીનું પ્રમાણ ઓછું રહે છે.
  • આમ, દરિયાઈ આબોહવા, વિષુવવૃત્તની સમીપતા અને ઉચ્ચપ્રદેશની ઊંચાઈને લીધે દક્ષિણ ભારતમાં બહુ ઠંડીગરમી પડતી નથી.

પ્રશ્ન 2.
કોરોમંડલ કિનારે શિયાળામાં વરસાદ પડે છે. અથવા હીરોમિડલ કિનારે શિયાળામાં વરસાદ શાથી પડે છે?
ઉત્તર:

  • ભારતમાં શિયાળામાં ઈશાનના મોસમી પવનો વાય છે. આ પવનો દેશના મોટા ભાગમાં જમીન પરથી વાતા હોવાથી સામાન્ય રીતે સૂકા હોય છે. સામાન્ય રીતે તે વરસાદ લાવતા નથી.
  • પરંતુ કોરોમંડલ કિનારે વાતા ઈશાનના પવનો બંગાળની ખાડી પર થઈને આવતા હોવાથી ભેજવાળા હોય છે. તેથી તે કોરોમંડલ કિનારે વધુ વરસાદ આપે છે. આમ, કોરોમંડલ કિનારે શિયાળામાં વરસાદ પડે છે.

પ્રશ્ન 3.
દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારાના મેદાનમાં ભારે વરસાદ
અથવા
દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારાના મેદાનમાં શાથી ભારે વસ્સાદ પડે છે ,
ઉત્તર:

  • દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારાની નજીક પશ્ચિમઘાટ ઉત્તર-દક્ષિણ પથરાયેલો હોવાથી દક્ષિણ ભારતનું પશ્ચિમ કિનારાનું મેદાન સાંકડું છે.
  • મોસમી પવનોની અરબ સાગરની શાખા આ મેદાનમાં પ્રવેશતાં જ તેના માર્ગમાં પશ્ચિમઘાટ આડે આવે છે.
  • પશ્ચિમઘાટ ઊંચો હોવાથી પવનો ઊંચે ચડે છે અને તેમાં રહેલો ઘણોખરો ભેજ ઠંડો પડી પશ્ચિમઘાટની વાતાભિમુખ બાજુએ પશ્ચિમ કિનારાના મેદાનમાં વરસાદરૂપે વરસી જાય છે.
  • આ કારણે પશ્ચિમ કિનારાના મેદાનમાં ભારે વરસાદ પડે છે.

GSEB Class 9 Social Science Important Questions Chapter 16 આબોહવા

પ્રશ્ન 4.
મેઘાલય સહિતના ઉત્તર-પૂર્વ (ઈશાન) ભારતમાં ભારે વરસાદ પડે છે.
ઉત્તર:

  • મોસમી પવનોની બંગાળની ખાડીની શાખા પુષ્કળ ભેજ સાથે બાંગ્લાદેશ પર થઈને ઈશાન ભારતમાં પ્રવેશ કરે છે.
  • તેના માર્ગમાં મેઘાલયમાં આવેલી ગારો, ખાસી અને જેન્તિયા ટેકરીઓ આડી આવે છે. આથી મેઘાલયમાં મુશળધાર વરસાદ પડે છે.
  • ખાસી ટેકરીના દક્ષિણ ઢોળાવ પર આવેલા મૌસિનરમ અને ચેરાપુંજીમાં વિશ્વનો સૌથી વધુ વરસાદ પડે છે.
  • આ પવનોની એક શાખા બ્રહ્મપુત્રની ખીણમાં પ્રવેશી હિમાલય અને પૂર્વાચલના પહાડોથી અવરોધાઈને ઈશાન ભારતનાં અન્ય રાજ્યોમાં પણ ઘણો વરસાદ આપે છે. આમ, મેઘાલય સહિતના ઈશાન ભારતમાં ભારે વરસાદ પડે છે.

પ્રશ્ન 5.
ગુજરાતમાં ઓછો વરસાદ પડે છે. અથવા કયાં કારણોસર ગુજરાતમાં ઓછો વરસાદ પડે છે?
ઉત્તર:

  • ગુજરાતમાં અરબ સાગર પરથી વાતા નૈઋત્યના મોસમી પવનોની એક શાખા વરસાદ લાવે છે. આ શાખાના પવનો નબળા હોય છે અને તેમાં ભેજનું પ્રમાણ પણ ઓછું હોય છે.
  • વળી, ગુજરાતના આ ભાગમાં કોઈ ઊંચા પહાડો કે ગીચ જંગલો નથી. તેથી આ પવનોમાં રહેલા ભેજનું ઘનીભવન થવાની શક્યતા ઓછી રહે છે. તેથી ગુજરાતમાં વરસાદ ઓછો પડે છે.

પ્રશ્ન 6.
રાજસ્થાનમાં ઘણો ઓછો વરસાદ પડે છે.
ઉત્તર:

  • અરબ સાગર પરથી વાતા નૈઋત્યના મોસમી પવનો ગુજરાતમાં વરસાદ વરસાવીને રાજસ્થાનમાં પ્રવેશ કરે છે. આ પવનોમાં ભેજનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે.
  • રાજસ્થાનની અરવલ્લીની ગિરિમાળા પણ પવનોની દિશામાં જ પથરાયેલી હોવાથી પવનોને અવરોધતી નથી.
  • મોસમી પવનોમાંનો ભેજ ઠરવાના સંજોગો અહીંબહુ ઓછા હોય છે. તેથી રાજસ્થાનમાં ઘણો ઓછો વરસાદ પડે છે. પશ્ચિમ રાજસ્થાનના થરપાકરના રણવિસ્તારમાં 10 સેમી કરતાં પણ ઓછો વરસાદ પડે છે.

પ્રશ્ન 7.
ઉત્તર ભારતમાં પૂર્વથી પશ્ચિમ તરફ જતાં વરસાદનું પ્રમાણ ઘટતું જાય છે.
અથવા
ઉત્તર ભારતમાં પૂર્વથી પશ્ચિમ તરફ જતાં વરસાદનું પ્રમાણ શાથી ઘટતું જાય છે?
ઉત્તર:

  • ઉત્તર ભારતમાં મુખ્યત્વે બંગાળની ખાડી પરથી વાતા નૈઋત્યના મોસમી પવનો વરસાદ લાવે છે. આ પવનોનો ઘણો ભેજ મેઘાલય, અસમ અને પશ્ચિમી બંગાળાના ઊંચા પહાડી વિસ્તારોમાં વરસાદરૂપે ઠલવાઈ જાય છે.
  • આ પહાડોને કારણે પવનોનો એક ભાગ પશ્ચિમ તરફ મરડાઈને જેમ જેમ આગળ વધે છે તેમ તેમ તેમનો ભેજ માર્ગમાં વરસાદરૂપે ઠલવાતો જાય છે. તેથી ઉત્તર ભારતમાં પૂર્વથી { પશ્ચિમ તરફ જતાં વરસાદનું પ્રમાણ ઘટતું જાય છે.

પ્રશ્ન 8.
ચોમાસું ભારતની સૌથી મહત્ત્વની ઋતુ ગણાય છે.
ઉત્તરઃ

  1. ભારત ખેતીપ્રધાન દેશ છે.
  2. ભારતની મોટા ભાગની ખેતી વરસાદ પર આધાર રાખે છે.
  3. ભારતનો 80 % જેટલો વરસાદ ચોમાસામાં – જૂનથી સપ્ટેમ્બર – પડે છે. તેથી ચોમાસું ભારતની સૌથી મહત્ત્વની ઋતુ ગણાય છે.

પ્રશ્ન 9.
શિયાળામાં કેટલીક વાર રાજસ્થાન અને ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળે છે.
ઉત્તર:

  • હિમાલયમાં શિયાળામાં કેટલીક વાર હિમવર્ષા થાય છે ત્યારે ત્યાંથી ભારતમાં પવનોની દિશા ઉત્તરથી દક્ષિણ તરફની હોય છે.
  • આથી હિમાલયની ઠંડી અને ભારે હવા દક્ષિણ તરફ ધસી આવે છે.
  • તેની અસર નીચે ઉત્તર ભારતમાં તેમજ રાજસ્થાન અને ગુજરાતમાં પણ ઠંડીનું મોજું ફરી વળે છે અને તાપમાન એકાએક નીચું ઊતરી જાય છે. કેટલાક ભાગોમાં “હિમ’ પડતાં કપાસ જેવા પાકને નુકસાન થાય છે.

પ્રશ્ન 10.
દક્ષિણ ભારતમાં ઉનાળો પ્રમાણમાં સૌમ્ય હોય છે.
ઉત્તર:

  • દક્ષિણ ભારત દ્વીપકલ્પ છે અને તેનું કોઈ સ્થળ દરિયાથી બહુ દૂર નથી. આથી તેના પર દરિયાઈ આબોહવાની અસર રહે છે, જે ગરમી-ઠડીને હળવી બનાવે છે.
  • ઉનાળામાં તેના પર સૂર્યનાં કિરણો સીધાં પડે છે, પરંતુ તેનો મોટો ભાગ ઉચ્ચપ્રદેશ હોવાથી ગરમીનું પ્રમાણ ઓછું રહે છે.
  • આમ, દરિયાઈ આબોહવા અને દ્વીપકલ્પીય ઉચ્ચપ્રદેશની ઊંચાઈને લીધે દક્ષિણ ભારતમાં ઉનાળો – પ્રમાણમાં સૌમ્ય હોય છે.

પ્રશ્ન 11.
મુંબઈ અને પુણે વચ્ચેનું અંતર બહુ નથી તેમ છતાં મુંબઈ કરતાં પુણેમાં વરસાદ ઓછો પડે છે.
ઉત્તર:
મુંબઈ પશ્ચિમના દરિયાકિનારે આવેલું છે. અહીં ચોમાસામાં વાતા ભેજવાળા મોસમી પવનોને પશ્ચિમઘાટ રોકે છે. આથી મુંબઈમાં વાર્ષિક 200 સેમી કરતાં વધુ વરસાદ પડે છે. પુણે પશ્ચિમઘાટની વર્ષાછાયામાં આવેલું છે. નૈઋત્યના મોસમી પવનો પશ્ચિમઘાટ ઓળંગીને પુણે પહોંચે ત્યાં સુધીમાં તેમનો ભેજ ઓછો થઈ ગયો હોય છે. આથી પુણેમાં વાર્ષિક માત્ર 75 સેમી જેટલો વરસાદ પડે છે. આમ, મુંબઈ અને પુણે વચ્ચેનું અંતર બહુ નથી તેમ છતાં મુંબઈ કરતાં પુણેમાં વરસાદ ઓછો પડે છે.

GSEB Class 9 Social Science Important Questions Chapter 16 આબોહવા

નીચેના શબ્દોની સંકલ્પનાઓ સમજાવો. અથવા નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
હવામાન અથવા હવામાનનો અર્થ સમજાવો.
ઉત્તર:

  • હવાનું તાપમાન, તેનું દબાણ, તેની ગતિ (પવન), તેમાં રહેલો ભેજ, આકાશની સ્વચ્છતા કે તેમાં રહેલાં વાદળોનું પ્રમાણ, વરસાદ વગેરેની પરિસ્થિતિને ‘હવામાન’ કહે છે.
  • હવામાનની પરિસ્થિતિ બદલાતી રહે છે. ક્યારેક તેમાં જલદી ફેરફાર થાય છે, તો ક્યારેક લાંબા ગાળા સુધી એકધારી સ્થિતિ અનુભવાય છે.

પ્રશ્ન 2.
આબોહવા અથવા આબોહવા એટલે શું?
ઉત્તરઃ

  1. કોઈ પણ ક્ષેત્રની ‘આબોહવા’ એટલે તે ક્ષેત્રમાં 35 કે તેથી વધુ વર્ષના સમયગાળા દરમિયાન અનુભવાયેલી હવામાનની ઋતુસંબંધી પરિસ્થિતિ.
  2. વાતાવરણના તાપમાન, દબાણ, પવન, ભેજ, વરસાદ વગેરે તત્ત્વો સ્થળની આબોહવા નિશ્ચિત કરે છે.

પ્રશ્ન 3.
હિમવર્ષા અથવા હિમવર્ષા એટલે શું?
ઉત્તરઃ

  • હવામાં રહેલા ભેજનું અતિશય ઠંડીના કારણે હિમ(બરફ)ના કણોમાં રૂપાંતર થઈ રૂ જેવા સ્વરૂપમાં વરસવું હિમવર્ષા કહેવાય છે.
  • ભારતમાં માત્ર હિમાલય ક્ષેત્રમાં શિયાળામાં આવી હિમવર્ષા થાય છે.

પ્રશ્ન 4.
રવી પાક અથવા કઈ ઋતુનો પાક રવી પાક કહેવાય છે?
ઉત્તર:

  • શિયાળામાં લેવાતા પાક “રવી પાક કહેવાય છે.
  • આ પાકને ઠંડી આબોહવા માફક આવે છે. ઘઉં, ચણા, સરસવ = વગેરે રવી પાક છે.

પ્રશ્ન 5.
આમ્રવૃષ્ટિ (Mango showers) અથવા આમ્રવૃષ્ટિ એટલે શું?
ઉત્તરઃ

  • મે મહિના દરમિયાન મલબાર કિનારે કેરલ અને કર્ણાટકમાં ચોમાસા પૂર્વેનાં ઝાપટાં (Pre-monsoon showers) પડે ૨ છે.
  • તે કેરી પાકવામાં મદદરૂપ થતાં હોવાથી સ્થાનિક ભાષામાં 2 “આમ્રવૃષ્ટિ તરીકે ઓળખાય છે.

પ્રશ્ન 6.
પહાડનો વાતાભિમુખ ઢોળાવ અથવા વાતાભિમુખ ઢોળાવની સમજ આપો.
ઉત્તર:

  1. પવનની દિશા સાથે કાટખૂણે પથરાયેલા કે અંતરાયરૂપ બનતા પહાડોના જે ઢોળાવ પર પવન અથડાઈને અવરોધાય છે તે ઢોળાવને ‘વાતાભિમુખ ઢોળાવ’ કહે છે.
  2. ભારતમાં વાતા નૈઋત્યના મોસમી પવનોના માર્ગમાં પશ્ચિમઘાટના પશ્ચિમ તરફના ઢોળાવો અને હિમાલયના દક્ષિણ ઢોળાવો વાતાભિમુખ ઢોળાવો છે.

GSEB Class 9 Social Science Important Questions Chapter 16 આબોહવા

પ્રશ્ન 7.
પહાડનો વાતવિમુખ ઢોળાવ અથવા ‘પહાડના કયા ઢોળાવ વાતવિમુખ કહેવાય છે?
ઉત્તર:

  • પહાડના વાતાભિમુખ ઢોળાવની ઊલટ બાજુએ આવેલા ઢોળાવ વાતવિમુખ ઢોળાવ’ કહેવાય છે.
  • નૈઋત્યના મોસમી પવનોના સંદર્ભમાં પશ્ચિમઘાટના પૂર્વ તરફના ઢોળાવો અને હિમાલયના ઉત્તર ઢોળાવો વાતવિમુખ ઢોળાવો છે.

પ્રશ્ન 8.
વર્ષાછાયાનો પ્રદેશ અથવા વર્ષાછાયાનો પ્રદેશ એટલે શું?
ઉત્તરઃ

  • ભેજવાળા પવનોને આંતરતા પહાડની વાતાભિમુખ બાજુએ સારો વરસાદ પડે છે.
  • આ પવનોમાં રહેલો મોટા ભાગનો ભેજ પહાડની વાતાભિમુખ બાજુએ ઠલવાઈ જતો હોવાથી તે પહાડની વાતવિમુખ બાજુએ ઘણો ઓછો વરસાદ આપે છે. એટલે પહાડની વાતવિમુખ બાજુએ આવેલો વિસ્તાર વર્ષાછાયાનો પ્રદેશ” કહેવાય છે.

પ્રશ્ન 9.
વરસાદનો ક્રમભંગ અથવા કઈ ઘટનાને વરસાદનો ક્રમભંગ કહેવાય છે?
ઉત્તર:
આગળ વધતા મોસમી પવનોની ઋતુ ચોમાસામાં વરસાદવાળા અને વરસાદ વગરના દિવસોના ગાળા વારાફરતી આવ્યા કરે છે. આ ઘટના ‘વરસાદનો ક્રમભંગ” (Monsoon Break) કહેવાય છે.

પ્રશ્ન 10.
‘ઑક્ટોબર હિટ’
અથવા
ઑક્ટોબર હીટ’નો પરિચય આપો.
અથવા
ભાદરવાનો તાપ” એટલે શું?
ઉત્તર:

  • ભારતમાં સપ્ટેમ્બરના અંતે નૈઋત્યના મોસમી પવનો ? આગળ વધતા અટકી જઈ તેમની પીછેહઠ શરૂ થાય છે.
  • આથી ઑક્ટોબર માસમાં આકાશ વાદળ રહિત થઈ જાય છે. પરંતુ જમીન હજી ભેજવાળી હોય છે.
  • સ્વચ્છ આકાશને લીધે દિવસે તાપમાન વધવાથી જમીનના ભેજનું બાષ્પીભવન ઝડપથી થવા લાગે છે. તેથી હવામાં ભેજ વધે છે.
  • આમ, ભાદરવાના ઉત્તરાર્ધમાં ઊંચા તાપમાન અને ભેજના ઊંચા પ્રમાણને લીધે દિવસનું હવામાન અકળાવનારું થઈ જાય છે. આ સ્થિતિને “ઑક્ટોબર હીટ’ કે “ભાદરવાનો તાપ’ કહે છે.

નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર આપો:

પ્રશ્ન 1.
આબોહવા એટલે શું?
ઉત્તર:
આબોહવા એટલે કોઈ પણ પ્રદેશની લાંબા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ.

પ્રશ્ન 2.
હવામાન એટલે શું?
ઉત્તર:
હવામાન એટલે કોઈ સ્થળની, કોઈ એક સમયની કે હું નિશ્ચિત એવા કોઈ ટૂંકા સમયગાળાની વાતાવરણની સરેરાશ પરિસ્થિતિ.

પ્રશ્ન 3.
હવામાનનો આધાર કોની પર રહેલો છે?
ઉત્તર:
હવામાનનો આધાર હવાનું તાપમાન, હવાનું દબાણ, પવનોની દિશા અને વેગ, હવામાં ભેજનું પ્રમાણ, વરસાદ, ધુમ્મસ, ઝાકળ, વાદળાં વગેરે પર રહેલો છે.

પ્રશ્ન 4.
મોસમી પવનો કોને કહે છે?
ઉત્તર:
ઋતુ પ્રમાણે દિશા બદલાતા પવનોને મોસમી પવનો કહે છે.

પ્રશ્ન 5.
એશિયા ખંડમાં મોસમી આબોહવા ધરાવતા મુખ્ય દેશો ? કયા કયા છે?
ઉત્તર:
એશિયા ખંડમાં મોસમી આબોહવા ધરાવતા મુખ્ય દેશો ભારત, શ્રીલંકા, બાંગ્લાદેશ, પાકિસ્તાન અને મ્યાનમાર છે.

પ્રશ્ન 6.
પૃથ્વી પોતાની ધરી પર કેટલા અંશનો અને કક્ષાની સાથે કેટલા અંશનો ખૂણો બનાવે છે?
ઉત્તર:
પૃથ્વી પોતાની ધરી પર 23.5નો અને કક્ષાની સાથે 66.5નો ખૂણો બનાવે છે.

GSEB Class 9 Social Science Important Questions Chapter 16 આબોહવા

પ્રશ્ન 7.
કર્કવૃત્ત અને મકરવૃત્ત પર સૂર્યનાં કિરણો બરાબર લંબ ક્યારે પડે છે?
ઉત્તર:
21 જૂનના દિવસે કર્કવૃત્ત પર અને 22 ડિસેમ્બરના દિવસે મકરવૃત્ત પર સૂર્યનાં કિરણો બરાબર લંબ પડે છે.

પ્રશ્ન 8.
ભારતના જુદા જુદા ભાગોમાં આવેલાં સ્થળોનાં વરસાદ અને તાપમાનમાં ઘણો મોટો તફાવત શાથી નોંધાય છે?
ઉત્તર:
ભારતની લગભગ મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થતું હોવાથી ભારતનો દક્ષિણ ભાગ ઉષ્ણ કટિબંધમાં અને ઉત્તર ભાગ સમશીતોષ્ણ કટિબંધમાં આવે છે. તેથી ભારતના જુદા જુદા ભાગોમાં આવેલાં સ્થળોનાં વરસાદ અને તાપમાનમાં ઘણો મોટો તફાવત નોંધાય છે.

પ્રશ્ન 9.
ભારતની આબોહવાને અસર કરતાં પરિબળો ક્યાં ક્યાં છે?
ઉત્તર:
ભારતની આબોહવાને અસર કરતાં પરિબળો: અક્ષાંશ (વિષુવવૃત્તથી અંતર), સમુદ્રથી અંતર, સમુદ્રની સપાટીથી ઊંચાઈ, વાતાવરણીય દબાણ અને પવનો વગેરે.

પ્રશ્ન 10.
ભારતમાં પરંપરાગત રીતે કેટલી ઋતુઓ છે? કઈ કઈ?
ઉત્તર:
ભારતમાં પરંપરાગત રીતે છ ઋતુઓ છેઃ હેમંત, શિશિર, વસંત, ગ્રીષ્મ, વર્ષા અને શરદ.

પ્રશ્ન 11.
શિયાળામાં ઊંચા પર્વતીય વિસ્તારો સિવાય ભારતમાં તાપમાન ઠારબિંદુથી શાથી નીચું જતું નથી?
ઉત્તરઃ
હિમાલયની ગિરિમાળાઓ મધ્ય એશિયા તરફથી આવતા અત્યંત ઠંડા પવનોને રોકે છે અને ભારતને સખત ઠંડીથી બચાવે છે, તેથી શિયાળામાં ઊંચા પર્વતીય વિસ્તારો સિવાય ભારતમાં તાપમાન ઠારબિંદુથી નીચું જતું નથી.

પ્રશ્ન 12.
ઉત્તર-પૂર્વીય (ઈશાની) મોસમી પવનો ભારતના કયા ભાગમાં વરસાદ આપે છે?
ઉત્તર:
ઉત્તર-પૂર્વીય (ઈશાની) મોસમી પવનો ભારતના કોરોમંડલ – કિનારા પર વરસાદ આપે છે.

પ્રશ્ન 13.
ભારતના કયા ભાગોમાં થતા રવી પાકને શિયાળુ વરસાદનો લાભ મળે છે?
ઉત્તર:
ભારતના પંજાબ અને હરિયાણામાં થતા રવી પાક(ઘઉં, ચણા અને સરસવ)ને શિયાળુ વરસાદનો લાભ મળે છે.

પ્રશ્ન 14.
દક્ષિણ ભારતના તાપમાન પર કયાં પરિબળોની અસર થાય છે?
ઉત્તર:
દક્ષિણ ભારતના તાપમાન પર સમુદ્રની અને દ્વીપકલ્પીય 3 ઉચ્ચપ્રદેશની ઊંચાઈની અસર થાય છે.

પ્રશ્ન 15.
ઉનાળાના અંતમાં કયા પ્રદેશમાં “આમ્રવૃષ્ટિ થાય છે? તે કયા પાકોને ઉપયોગી છે?
ઉત્તર:
ઉનાળાના અંતમાં મલબાર કિનારે “આમ્રવૃષ્ટિ થાય છે. તે કેરી અને કૉફીના પાકોને ઉપયોગી થાય છે.

પ્રશ્ન 16.
કઈ ઘટનાને ‘વરસાદનો ક્રમભંગ” (Monsoon Break) કહે છે?
ઉત્તરઃ
મોસમી પવનો સાથે સંકળાયેલો વરસાદ પણ એકધારો અને નિયમિત હોતો નથી. મોસમી પવનોની ઋતુમાં વરસાદવાળા અને વરસાદ વગરના દિવસો વારાફરતી આવ્યા કરે છે. આ ઘટનાને વરસાદનો ક્રમભંગ’ (Monsoon Break) કહે છે.

પ્રશ્ન 17.
ભારતના કયા પ્રદેશોમાં વાર્ષિક 10 સેમીથી પણ ઓછો વરસાદ પડે છે?
ઉત્તર:
ભારતમાં પશ્ચિમ રાજસ્થાનના રણપ્રદેશમાં તેમજ જમ્મુકશ્મીરના લેહ વિસ્તારમાં વાર્ષિક 10 સેમીથી પણ ઓછો વરસાદ પડે છે.

પ્રશ્ન 18.
પાછા ફરતા મોસમી પવનોનું પૂર્વ લક્ષણ કર્યું છે?
ઉત્તરઃ
સ્વચ્છ આકાશ અને વધતું જતું તાપમાન એ પાછા ફરતા મોસમી પવનોનું પૂર્વ લક્ષણ છે.

GSEB Class 9 Social Science Important Questions Chapter 16 આબોહવા

પ્રશ્ન 19.
મોસમી પવનોનું મુખ્ય લક્ષણ કર્યું છે?
ઉત્તર:
મોસમી પવનોનું મુખ્ય લક્ષણ તેની અનિયમિતતા છે.

પ્રશ્ન 20.
મોસમી પવનોની અનિયમિતતાની અસર કોની કોની પર પડે છે?
ઉત્તર:
મોસમી પવનોની અનિયમિતતાની અસર ભારતની આબોહવા પર તેમજ લોકોનાં ખાનપાન, રહેણીકરણી, સ્વભાવ, ખેતી પ્રવૃત્તિ વગેરે પર પડે છે.

કારણો આપી વિધાનો પૂરાં કરોઃ

પ્રશ્ન 1.
દક્ષિણ ભારતમાં બહુ ગરમી-ઠંડી પડતી નથી, કારણ કે…
ઉત્તર:
દક્ષિણ ભારતમાં દરિયાઈ આબોહવા છે. તે વિષુવવૃત્તની નજીક છે તેમજ આ પ્રદેશ ઉચ્ચપ્રદેશની ઊંચાઈ ધરાવે છે.

પ્રશ્ન 2.
કોરોમંડલ કિનારે શિયાળામાં વરસાદ પડે છે, કારણ કે
ઉત્તર:
કોરોમંડલ કિનારે શિયાળામાં વાતા ઈશાનના પવનો બંગાળની ખાડી પર થઈને આવતા હોવાથી ભેજવાળા હોય છે. તેથી તે કોરોમંડલ કિનારે વધુ વરસાદ આપે છે.

પ્રશ્ન 3.
દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારાના મેદાનમાં ભારે વરસાદ પડે છે, કારણ કે…
ઉત્તર:
દક્ષિણ ભારતના પશ્ચિમ કિનારાની નજીક ઉત્તર-દક્ષિણ = પથરાયેલો પશ્ચિમઘાટ મોસમી પવનોની આડે આવે છે. પશ્ચિમઘાટ ઊંચો હોવાથી પવનો ઊંચે ચડે છે અને તેમાં રહેલો ઘણોખરો ભેજ ઠંડો પડી પશ્ચિમઘાટની વાતાભિમુખ બાજુએ પશ્ચિમ કિનારાના મેદાનમાં વરસાદરૂપે વરસી જાય છે.

પ્રશ્ન 4.
મેઘાલય સહિતના ઉત્તર-પૂર્વ (ઈશાન) ભારતમાં ભારે વરસાદ પડે છે, કારણ કે….
ઉત્તરઃ
મોસમી પવનોની બંગાળની ખાડીની શાખા પુષ્કળ ભેજ ર સાથે બાંગ્લાદેશ પર થઈને ઈશાન ભારતમાં પ્રવેશ કરે છે. તેના માર્ગમાં : મેઘાલયમાં આવેલી ગારો, ખાસી અને જેન્તિયા ટેકરીઓ આડી આવે છે.

પ્રશ્ન 5.
ગુજરાતમાં ઓછો વરસાદ પડે છે, કારણ કે…
ઉત્તર:
ગુજરાતમાં અરબ સાગર પરથી વાતા નૈઋત્યના મોસમી : પવનોની એક શાખા વરસાદ લાવે છે. આ શાખાના પવનો નબળા : હોય છે અને તેમાં ભેજનું પ્રમાણ પણ ઓછું હોય છે.

પ્રશ્ન 6.
રાજસ્થાનમાં ઘણો ઓછો વરસાદ પડે છે, કારણ કે…
ઉત્તર:
અરબ સાગર પરથી વાતા નેઋત્યના મોસમી પવનો ગુજરાતમાં વરસાદ વરસાવીને રાજસ્થાનમાં પ્રવેશ કરે છે. આ પવનોમાં ભેજનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. રાજસ્થાનની અરવલ્લીની ગિરિમાળા પણ પવનોની દિશામાં જ પથરાયેલી હોવાથી પવનોને અવરોધતી નથી.

પ્રશ્ન 7.
ઉત્તર ભારતમાં પૂર્વથી પશ્ચિમ તરફ જતાં વરસાદનું પ્રમાણ ઘટતું જાય છે, કારણ કે…
ઉત્તર:
ઉત્તર ભારતમાં મુખ્યત્વે બંગાળની ખાડી પરથી વાતા . મૈત્રત્યના મોસમી પવનો વરસાદ લાવે છે. આ પવનોનો ઘણો ભેજ મેઘાલય, અસમ અને પશ્ચિમ બંગાળાના ઊંચા પહાડી વિસ્તારોમાં વરસાદરૂપે ઠલવાઈ જાય છે. આ પહાડોને કારણે પવનોનો એક ભાગ પશ્ચિમ તરફ મરડાઈને જેમ જેમ આગળ વધે છે તેમ તેમ તેમનો ભેજ માર્ગમાં વરસાદરૂપે ઠલવાતો જાય છે.

GSEB Class 9 Social Science Important Questions Chapter 16 આબોહવા

પ્રશ્ન 8.
ચોમાસું ભારતની સૌથી મહત્ત્વની ઋતુ ગણાય છે, કારણ કે..
ઉત્તર:
ભારતની મોટા ભાગની ખેતી વરસાદ પર આધાર રાખે છે. ભારતનો 80 % જેટલો વરસાદ ચોમાસામાં – જૂનથી સપ્ટેમ્બર – પડે છે.

પ્રશ્ન 9.
શિયાળામાં કેટલીક વાર રાજસ્થાન અને ગુજરાતમાં ઠંડીનું મોજું ફરી વળે છે, કારણ કે….
ઉત્તરઃ
હિમાલયમાં શિયાળામાં કેટલીક વાર હિમવર્ષા થાય છે ત્યારે ત્યાંથી ભારતમાં પવનોની દિશા ઉત્તરથી દક્ષિણ તરફની હોય છે. આથી હિમાલયની ઠંડી અને ભારે હવા દક્ષિણ તરફ ધસી આવે છે. તેની અસર નીચે ઉત્તર ભારતમાં તેમજ રાજસ્થાન અને ગુજરાતમાં પણ ઠંડીનું મોજું ફરી વળે છે.

પ્રશ્ન 10.
દક્ષિણ ભારતમાં ઉનાળો પ્રમાણમાં સૌમ્ય હોય છે, કારણ કે..
ઉત્તર:
દક્ષિણ ભારત દ્વીપકલ્પ હોવાથી તેના પર દરિયાઈ આબોહવાની અસર રહે છે, જે ગરમી-ઠંડીને હળવી બનાવે છે. ઉનાળામાં તેના પર સૂર્યનાં કિરણો સીધાં પડે છે, પરંતુ તેનો મોટો ભાગ ઉચ્ચપ્રદેશ હોવાથી ગરમીનું પ્રમાણ ઓછું રહે છે.

પ્રશ્ન 11.
મુંબઈ અને પુણે વચ્ચેનું અંતર બહુ નથી તેમ છતાં મુંબઈ કરતાં પુણેમાં વરસાદ ઓછો પડે છે, કારણ કે…
ઉત્તર:
મુંબઈ પશ્ચિમના દરિયાકિનારે આવેલું હોવાથી ચોમાસામાં વાતા ભેજવાળા મોસમી પવનોને પશ્ચિમઘાટ રોકે છે. આથી મુંબઈમાં વાર્ષિક 200 સેમી કરતાં વધુ વરસાદ પડે છે. પુણે પશ્ચિમઘાટની વર્ષાછાયામાં આવેલું છે. નૈઋત્યના મોસમી પવનો પશ્ચિમઘાટ ઓળંગીને પુણે પહોંચે ત્યાં સુધીમાં તેમનો ભેજ ઓછો થઈ ગયો હોય છે. આથી પુણેમાં વાર્ષિક માત્ર 75 સેમી જેટલો વરસાદ પડે છે.

પ્રશ્ન 12.
ભારતના જુદા જુદા ભાગોમાં આવેલાં સ્થળોનાં વરસાદ અને તાપમાનમાં ઘણો મોટો તફાવત નોંધાય છે, કારણ કે..
ઉત્તરઃ
ભારતની લગભગ મધ્યમાંથી કર્કવૃત્ત પસાર થતું હોવાથી ભારતનો દક્ષિણ ભાગ ઉષ્ણ કટિબંધમાં અને ઉત્તર ભાગ સમશીતોષ્ણ કટિબંધમાં આવે છે.

પ્રશ્ન 13.
શિયાળામાં ઊંચા પર્વતીય વિસ્તારો સિવાય ભારતમાં તાપમાન ઠારબિંદુથી નીચું જતું નથી, કારણ કે …
ઉત્તરઃ
હિમાલયની ગિરિમાળાઓ મધ્ય એશિયા તરફથી આવતા અત્યંત ઠંડા પવનોને રોકે છે અને ભારતને સખત ઠંડીથી બચાવે છે.

પ્રશ્ન 14.
ચોમાસું ભારતની મહત્ત્વની ઋતુ ગણાય છે, કારણ કે..
ઉત્તર:
ભારત ખેતીપ્રધાન દેશ છે. ભારતની મોટા ભાગની ખેતી – ચોમાસાના વરસાદ પર આધારિત છે.

પ્રશ્ન 15.
ચોમાસાને ર્નિર્સત્યના મોસમી પવનોની ઋતુ’ કહેવામાં આવે છે, કારણ કે…
ઉત્તર:
ચોમાસા દરમિયાન થતો વરસાદ તેમજ ચોમાસામાં રહેતું ભેજવાળું અને વાદળછાયું હવામાન નૈત્ય(દક્ષિણ-પશ્ચિમ)ના મોસમી પવનોને આભારી છે.

પ્રશ્ન 16.
મૈત્યના મોસમી પવનો ભેજવાળા હોય છે, કારણ કે
ઉત્તર:
નૈઋત્યના મોસમી પવનો હિંદ મહાસાગર, અરબ સાગર અને બંગાળની ખાડીની વિશાળ જળરાશિ પરથી પુષ્કળ ભેજ ગ્રહણ રે કરીને ભારતમાં આવે છે.

યોગ્ય જોડકાં જોડો

પ્રશ્ન 1.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. શીતઋતુ-શિયાળો 1. માર્ચથી મે
2. ઉષ્ણઋતુ-ઉનાળો 2. ઉત્તર-પૂર્વ વ્યાપારિક પવનો
3. વર્ષાઋતુ-ચોમાસું 3. ઑક્ટોબરથી નવેમ્બર
4. નિવર્તન ઋતુ 4. જૂનથી સપ્ટેમ્બર
5. ડિસેમ્બરથી ફેબ્રુઆરી

ઉત્તરઃ

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. શીતઋતુ-શિયાળો 5. ડિસેમ્બરથી ફેબ્રુઆરી
2. ઉષ્ણઋતુ-ઉનાળો 1. માર્ચથી મે
3. વર્ષાઋતુ-ચોમાસું 4. જૂનથી સપ્ટેમ્બર
4. નિવર્તન ઋતુ 3. ઑક્ટોબરથી નવેમ્બર

GSEB Class 9 Social Science Important Questions Chapter 16 આબોહવા

પ્રશ્ન 2.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. મોસમી આબોહવા ધરાવતો દેશ 1. આમ્રવૃષ્ટિ
2. શ્રીગંગાનગર 2. ભારત
3. મૌસિનરમ 3. અફઘાનિસ્તાન
4. કૉફીના પાકને ફાયદાકારક 4. મેઘાલય
5. રાજસ્થાન

ઉત્તરઃ

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. મોસમી આબોહવા ધરાવતો દેશ 2. ભારત
2. શ્રીગંગાનગર 5. રાજસ્થાન
3. મૌસિનરમ 4. મેઘાલય
4. કૉફીના પાકને ફાયદાકારક 1. આમ્રવૃષ્ટિ

 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *