GSEB Class 9 Social Science Important Questions Chapter 8 ભારતના રાજ્યબંધારણનું ઘડતર અને લક્ષણો

Gujarat Board GSEB Class 9 Social Science Important Questions Chapter 8 ભારતના રાજ્યબંધારણનું ઘડતર અને લક્ષણો Important Questions and Answers.

GSEB Class 9 Social Science Important Questions Chapter 8 ભારતના રાજ્યબંધારણનું ઘડતર અને લક્ષણો

નીચેના દરેક વિધાનની ખાલી જગ્યા માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી, ખાલી જગ્યા પૂરો પ્રત્યેકનો 1 ગુણ]

પ્રશ્ન 1.
બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ …………………. હતા.
A. કનૈયાલાલ મુનશી
B. ડૉ. ભીમરાવ આંબેડકર
C. ડૉ. રાજેન્દ્રપ્રસાદ
ઉત્તરઃ
B. ડૉ. ભીમરાવ આંબેડકર

પ્રશ્ન 2.
ભારતનું બંધારણ ………………………. ના રોજ પસાર કરવામાં આવ્યું.
A. 26 નવેમ્બર, 1949
B. 26 જાન્યુઆરી, 1950
C. 15 ઑગસ્ટ, 1947
ઉત્તરઃ
A. 26 નવેમ્બર, 1949

પ્રશ્ન 3.
ભારતનું બંધારણ 26 જાન્યુઆરી, …………………….. ના દિવસથી અમલમાં આવ્યું.
A. 1948
B. 1949
C. 1950
ઉત્તરઃ
C. 1950

પ્રશ્ન 4.
ભારતના બંધારણની શરૂઆત …………………….. થી થાય છે.
A. પરિશિષ્ટ
B. આમુખ
C. પ્રસ્તાવના
ઉત્તરઃ
B. આમુખ

પ્રશ્ન 5.
દેશની સામાન્ય ચૂંટણીઓમાં ……………………….. વર્ષ કે તેથી વધુ ઉંમરના
નાગરિકો મત આપે છે.
A. 16
B. 17
C. 18
ઉત્તરઃ
C. 18

GSEB Class 9 Social Science Important Questions Chapter 8 ભારતના રાજ્યબંધારણનું ઘડતર અને લક્ષણો

પ્રશ્ન 6.
સંઘયાદીમાં ………………………. વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
A. 66
B. 97
C. 52
ઉત્તરઃ
B. 97

પ્રશ્ન 7.
કટોકટી સમયે ભારત ………………………. વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે.
A. સમવાયતંત્રી
B. સરમુખત્યારશાહી
C. એકતંત્રી
ઉત્તરઃ
C. એકતંત્રી

પ્રશ્ન 8.
ભારતનું ન્યાયતંત્ર …………………………. નું રક્ષક અને વાલી છે.
A. રાષ્ટ્રપ્રમુખ
B. બંધારણ
C. રાષ્ટ્રીય મૂલ્યો
ઉત્તરઃ
B. બંધારણ

પ્રશ્ન 9.
ભારતમાં સાર્વત્રિક ………………………… મતાધિકાર છે.
A. પુખ્ત વય
B. બાલવય
C. વૃદ્ધ વય
ઉત્તરઃ
A. પુખ્ત વય

પ્રશ્ન 10.
………………………… સમીક્ષા બંધારણનું વિશિષ્ટ લક્ષણ છે.
A. સંસદીય
B. રાષ્ટ્રીય
C. અદાલતી
ઉત્તરઃ
C. અદાલતી

પ્રશ્ન 11.
………………….. અને ……………………… દેશમાં બંધારણ લિખિત સ્વરૂપનું નથી.
A. યૂ.એસ.એ., બ્રિટન
B. બ્રિટન, ઇઝરાયલ
C. ઇઝરાયલ, ભારત
ઉત્તરઃ
B. બ્રિટન, ઇઝરાયલ

GSEB Class 9 Social Science Important Questions Chapter 8 ભારતના રાજ્યબંધારણનું ઘડતર અને લક્ષણો

પ્રશ્ન 12.
સંયુક્ત યાદીમાં ………………………….. જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
A. 47
B. 57
C. 97
ઉત્તરઃ
A. 47

પ્રશ્ન 13.
કેન્દ્રમાં પ્રધાનમંડળની રચના ……………………… માંથી કરવામાં આવે છે.
A. લોકસભા
B. સંસદસભ્યો
C. સંસદ
ઉત્તરઃ
B. સંસદસભ્યો

પ્રશ્ન 14.
બંધારણમાં ફેરફારની કલમોને ……………………… ભાગમાં વહેંચવામાં આવી છે.
A. ત્રણ
B. ચાર
C. પાંચ
ઉત્તરઃ
A. ત્રણ

પ્રશ્ન 15.
ભારતીય બંધારણમાં ……………………….. લઘુમતીઓને કેટલાક વિશેષ અધિકારો અને સવલતો આપવામાં આવ્યાં છે.
A. ભાષાકીય
B. ધાર્મિક
C. પ્રાદેશિક
ઉત્તરઃ
B. ધાર્મિક

પ્રશ્ન 16.
હકો અને ફરજો ………………………. સમાજની મહામૂલી મૂડી છે.
A. ભારતીય
B. આધુનિક
C. લોકશાહી
ઉત્તરઃ
C. લોકશાહી

GSEB Class 9 Social Science Important Questions Chapter 8 ભારતના રાજ્યબંધારણનું ઘડતર અને લક્ષણો

પ્રશ્ન 17.
રાજ્યયાદીમાં …………………………. વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
A. 66
B. 97
C. 47
ઉત્તરઃ
A. 66

પ્રશ્ન 18.
સંસદનું નીચલું ગૃહ …………………….. નામે ઓળખાય છે.
A. બંધારણસભા
B. રાજ્યસભા
C. લોકસભા
ઉત્તરઃ
C. લોકસભા

પ્રશ્ન 19.
સંસદનું ઉપલું ગૃહ …………………. નામે ઓળખાય છે.
A. રાજ્યસભા
B. લોકસભા
C. આમસભા
ઉત્તરઃ
A. રાજ્યસભા

પ્રશ્ન 20.
બંધારણસભાના અધ્યક્ષ ……………………….. હતા.
A. ડૉ. ભીમરાવ આંબેડકર
B. ડૉ. રાજેન્દ્રપ્રસાદ
C. ડૉ. રાધાકૃષ્ણનું
ઉત્તરઃ
B. ડૉ. રાજેન્દ્રપ્રસાદ

નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી, ઉત્તર લખો: [પ્રત્યેકનો 1 ગુણ]

પ્રશ્ન 1.
કોના અધ્યક્ષપદે ખરડા સમિતિ રચવામાં આવી હતી?
A. ડૉ. રાધાકૃષ્ણના
B. શ્રી કનૈયાલાલ મુનશીના
C. ડૉ. રાજેન્દ્રપ્રસાદના
D. ડૉ. ભીમરાવ આંબેડકરના
ઉત્તર:
D. ડૉ. ભીમરાવ આંબેડકરના

GSEB Class 9 Social Science Important Questions Chapter 8 ભારતના રાજ્યબંધારણનું ઘડતર અને લક્ષણો

પ્રશ્ન 2.
ભારતના બંધારણમાં કુલ કેટલા અનુચ્છેદો અને પરિશિષ્ટો છે?
A. 285 અને 11
B. 461 અને 12
C. 495 અને 13
D. 345 અને 8
ઉત્તર:
B. 461 અને 12

પ્રશ્ન 3.
નીચેનામાંથી બંધારણસભાનાં સ્ત્રી-સભ્ય કોણ હતા?
A. શ્રીમતી એની બેસન્ટ
B. શ્રીમતી ઇન્દિરા ગાંધી
C. શ્રીમતી કમલાદેવી પંડિત
D. શ્રીમતી સરોજિની નાયડુ
ઉત્તર:
D. શ્રીમતી સરોજિની નાયડુ

પ્રશ્ન 4.
કયા દિવસને ‘પ્રજાસત્તાકદિન’ તરીકે ઊજવવામાં આવે છે?
A. 26 જાન્યુઆરીના દિવસને
B. 15 ઑગસ્ટના દિવસને
C. 26 ડિસેમ્બરના દિવસને
D. 2 ઑક્ટોબરના દિવસને
ઉત્તર:
A. 26 જાન્યુઆરીના દિવસને

પ્રશ્ન 5.
ભારતમાં નાગરિકના મતાધિકાર માટે કેટલાં વર્ષની ઉંમર નક્કી કરવામાં આવી છે?
A. 16
B. 20
C. 18
D. 21
ઉત્તર:
C. 18

પ્રશ્ન 6.
નીચેનામાંથી કયા દેશનું બંધારણ લિખિત સ્વરૂપનું નથી?
A. ઇટલીનું
B. ઈરાનનું
C. ઇઝરાયલનું
D. ઈથિયોપિયાનું
ઉત્તર:
C. ઇઝરાયલનું

પ્રશ્ન 7.
નીચેનામાંથી કયા દેશમાં દરેક નાગરિક બેવડું નાગરિકત્વ ધરાવે છે?
A. યુ.એસ.એ.માં
B. ભારતમાં
C. ગ્રેટબ્રિટનમાં
D. પાકિસ્તાનમાં
ઉત્તર:
A. યુ.એસ.એ.માં

GSEB Class 9 Social Science Important Questions Chapter 8 ભારતના રાજ્યબંધારણનું ઘડતર અને લક્ષણો

પ્રશ્ન 8.
ભારતનું રાષ્ટ્રચિહ્ન કયું છે?
A. ત્રણ સિંહોની મુખાકૃતિ
B. ચાર સિંહોની મુખાકૃતિ
C. ત્રણ વાઘની મુખાકૃતિ
D. ચાર વાઘની મુખાકૃતિ
ઉત્તર:
B. ચાર સિંહોની મુખાકૃતિ

પ્રશ્ન 9.
ભારતના બંધારણની શરૂઆત ક્યાંથી થાય છે?
A. મૂળભૂત હકોથી
B. મૂળભૂત ફરજોથી
C. સ્વરાજ્યના દસ્તાવેજથી
D. આમુખથી
ઉત્તર:
D. આમુખથી

પ્રશ્ન 10.
ઈ. સ. 1976ના 42મા બંધારણીય સુધારાથી આમુખમાં કયા શબ્દને ઉમેરવામાં આવ્યો નહોતો?
A. સાંપ્રદાયિક
B. સમાજવાદી
C. બિનસાંપ્રદાયિક
D. રાષ્ટ્રીય એકતા
ઉત્તર:
B. સમાજવાદી

પ્રશ્ન 11.
ભારતના બંધારણમાં કોને આખરી સાર્વભૌમ સત્તા આપવામાં આવી છે?
A. સર્વોચ્ચ અદાલતને
B. કારોબારીને
C. ભારતના લોકોને
D. રાજ્યોને
ઉત્તર:
C. ભારતના લોકોને

પ્રશ્ન 12.
કેન્દ્ર સરકારનું પ્રધાનમંડળ કોને જવાબદાર છે?
A. વડા પ્રધાનને
B. સંસદને
C. રાષ્ટ્રપ્રમુખને
D. ભારતની પ્રજાને
ઉત્તર:
B. સંસદને

પ્રશ્ન 13.
લોકશાહી રાજ્ય એટલે ……………………
A. સર્વ સત્તા બંધારણ પાસે
B. સર્વ સત્તા રાષ્ટ્રપ્રમુખ પાસે
C. સર્વ સત્તા વડા પ્રધાન પાસે
D. લોકોનું, લોકો માટે, લોકો વડે ચાલતું રાજ્ય
ઉત્તર:
D. લોકોનું, લોકો માટે, લોકો વડે ચાલતું રાજ્ય

GSEB Class 9 Social Science Important Questions Chapter 8 ભારતના રાજ્યબંધારણનું ઘડતર અને લક્ષણો

પ્રશ્ન 14.
આપણા દેશમાં દર કેટલા વર્ષે સામાન્ય ચૂંટણીઓ થાય છે?
A. પાંચ
B. ચાર
C. છ
D. સાત
ઉત્તરઃ
A. પાંચ

પ્રશ્ન 15.
ભારત ધર્મની દષ્ટિએ કેવું રાજ્ય છે?
A. સાંસ્કૃતિક
B. બિનસાંપ્રદાયિક
C. સાંપ્રદાયિક
D. બિનસાંસ્કૃતિક
ઉત્તર:
B. બિનસાંપ્રદાયિક

પ્રશ્ન 16.
ભારતમાં કયા રાજ્યના નાગરિકો બેવડું નાગરિકત્વ ધરાવે છે?
A. ઉત્તરાખંડ
B. જમ્મુ-કાશમીર
C. અસમ
D. નાગાલૅન્ડ
ઉત્તર:
B. જમ્મુ-કાશમીર

પ્રશ્ન 17.
બંધારણનું અર્થઘટન કરી કાયદાકીય વિવાદનું નિરાકરણ લાવવાનું કામ કોણ કરે છે?
A. રાષ્ટ્રપ્રમુખ
B. વડા પ્રધાન
C. સર્વોચ્ચ અદાલત
D. સંસદ
ઉત્તર:
C. સર્વોચ્ચ અદાલત

પ્રશ્ન 18.
સંસદનું નીચલું ગૃહ કયા નામે ઓળખાય છે?
A. લોકસભા
B. રાજ્યસભા
C. બંધારણસભા
D. વિધાનસભા
ઉત્તર:
A. લોકસભા

પ્રશ્ન 19.
સંસદનું ઉપલું ગૃહ કયા નામે ઓળખાય છે?
A. વિધાનસભા
B. આમસભા
C. રાજ્યસભા
D. લોકસભા
ઉત્તર:
C. રાજ્યસભા

GSEB Class 9 Social Science Important Questions Chapter 8 ભારતના રાજ્યબંધારણનું ઘડતર અને લક્ષણો

પ્રશ્ન 20.
કેન્દ્રમાં કોના નામે વહીવટ ચાલે છે?
A. રાજ્યપાલના નામે
B. વડા પ્રધાનના નામે
C. પ્રધાનમંડળના નામે
D. રાષ્ટ્રપ્રમુખના નામે
ઉત્તર:
D. રાષ્ટ્રપ્રમુખના નામે

પ્રશ્ન 21.
બંધારણે કેટલાં વર્ષની ઉંમર સુધીનાં બાળકોને ફરજિયાત શિક્ષણનો હક આપ્યો છે?
A. 5થી 12 વર્ષ
B. 7થી 14 વર્ષ
C. 6થી 14 વર્ષ
D. 6થી 18 વર્ષ
ઉત્તર:
C. 6થી 14 વર્ષ

પ્રશ્ન 22.
રાષ્ટ્રપ્રમુખ રાજ્યસભામાં કેટલી વ્યક્તિઓની નિમણૂક કરે છે? –
A. 18
B. 12
C. 10
D. 15
ઉત્તર:
B. 12

પ્રશ્ન 23.
રાજ્યસભાના \(\frac { 1 }{ 3 }\) સભ્યો કેટલાં વર્ષે નિવૃત્ત થાય છે?
A. દર 5 વર્ષે
B. દર 3 વર્ષે
C. દર 2 વર્ષે
D. દર 4 વર્ષે
ઉત્તર:
C. દર 2 વર્ષે

પ્રશ્ન 24.
ભારતનો પાયાનો અને મહત્ત્વનો દસ્તાવેજ કયો છે?
A. કાયદાપોથી
B. બંધારણ
C. ન્યાયપોથી
D. આમુખ
ઉત્તર:
B. બંધારણ

પ્રશ્ન 25.
ભારતના બંધારણમાં કુલ કેટલા અનુચ્છેદો છે?
A. 285
B. 495
C. 395
D. 345
ઉત્તર:
C. 395

GSEB Class 9 Social Science Important Questions Chapter 8 ભારતના રાજ્યબંધારણનું ઘડતર અને લક્ષણો

નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવોઃ [પ્રિત્યેકનો 1 ગુણ]

(1) ડૉ. રાધાકૃષ્ણનું બંધારણસભાના અધ્યક્ષ હતા.
ઉત્તરઃ
ખોટું

(2) બંધારણના ઘડતરની કામગીરી 166 બેઠકોમાં પૂર્ણ થઈ હતી.
ઉત્તરઃ
ખરું

(3) 15 ઑગસ્ટ, 1947 ભારતના પ્રજાસત્તાકદિન છે.
ઉત્તરઃ
ખોટું

(4) ભારતે લોકશાહી શાસનપદ્ધતિ અપનાવી છે.
ઉત્તરઃ
ખરું

(5) ભારત ધર્મની દૃષ્ટિએ બિનસાંપ્રદાયિક રાષ્ટ્ર છે.
ઉત્તરઃ
ખરું

(6) ભારતના નાગરિકો બેવડું નાગરિકત્વ ધરાવે છે.
ઉત્તરઃ
ખોટું

GSEB Class 9 Social Science Important Questions Chapter 8 ભારતના રાજ્યબંધારણનું ઘડતર અને લક્ષણો

(7) લોકસભા કાયમી ગૃહ છે.
ઉત્તરઃ
ખોટું

(8) બંધારણમાં સુધારો કરવાની સત્તા વડા પ્રધાનની છે.
ઉત્તરઃ
ખોટું

(9) ડૉ. ભીમરાવ આંબેડકર બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ હતા.
ઉત્તરઃ
ખરું

(10) બંધારણ આમુખનો આત્મા છે.
ઉત્તરઃ
ખોટું

(11) ભારતની સંસદીય સરકાર સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કામ કરે છે.
ઉત્તરઃ
ખરું

(12) ભારતમાં 16 વર્ષ કે તેથી વધુ ઉંમરના ભારતના કોઈ પણ નાગરિકને મત આપવાનો અધિકાર છે.
ઉત્તરઃ
ખોટું

GSEB Class 9 Social Science Important Questions Chapter 8 ભારતના રાજ્યબંધારણનું ઘડતર અને લક્ષણો

(13) ઈ. સ. 1980ના 45મા બંધારણીય સુધારાથી આમુખમાં ‘બિનસાંપ્રદાયિક’ શબ્દ ઉમેરવામાં આવ્યો છે.
ઉત્તરઃ
ખોટું

(14) ભારતનું બંધારણ લિખિત સ્વરૂપનું છે.
ઉત્તરઃ
ખરું

(15) ભારતનું બંધારણ 22 ભાગોમાં વહેંચાયેલું છે.
ઉત્તરઃ
ખરું

(16) સંઘયાદીમાં કુલ 66 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ઉત્તરઃ
ખોટું

(17) સંયુક્ત યાદીમાં કુલ 97 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
ઉત્તરઃ
ખોટું

(18) રાજ્યસભાના સભ્ય 6 વર્ષ સુધી સભ્યપદ ધરાવે છે.
ઉત્તરઃ
ખરું

GSEB Class 9 Social Science Important Questions Chapter 8 ભારતના રાજ્યબંધારણનું ઘડતર અને લક્ષણો

(19) ભારતનું બંધારણ અપરિવર્તનશીલ છે.
ઉત્તરઃ
ખોટું

(20) ભારતના બંધારણે 6થી 14 વર્ષ સુધીનાં બધાં બાળકોને ફરજિયાત શિક્ષકનો હક આપ્યો છે.
ઉત્તરઃ
ખરું

નીચેના પ્રશ્નોના એક-બે શબ્દોમાં ઉત્તર લખો: [પ્રત્યેકનો 1 ગુણ]

(1) દેશના પાયાનો અને મહત્ત્વનો દસ્તાવેજ કયો છે? – બંધારણ
(2) ભારતની બંધારણસભાની રચના કોણે કરી? – કેબિનેટ મિશને
(3) બંધારણસભાના અધ્યક્ષ કોણ હતા? – ડૉ. રાજેન્દ્રપ્રસાદ
(4) બંધારણસભાની મુસદ્દા (ખરડા) સમિતિના અધ્યક્ષ કોણ હતા? – ડૉ. ભીમરાવ આંબેડકર
(5) આપણે 26 જાન્યુઆરીને કયા દિવસ તરીકે ઊજવીએ છીએ? – પ્રજાસત્તાકદિન તરીકે
(6) ભારતનું રાષ્ટ્રચિહ્ન કયું છે? – ચાર સિંહોની મુખાકૃતિ
(7) ભારતનું રાષ્ટ્રસૂત્ર કયું છે? – સત્યમેવ જયતે
(8) વિશ્વનો સૌથી મોટો, વિસ્તૃત અને વિશદ લેખિત દસ્તાવેજ ક્યો છે છે? – ભારતનું બંધારણ
(9) બંધારણનું પ્રારંભિક હાર્દરૂપ અને વિશિષ્ટ સ્થાન ધરાવતું તત્ત્વ કયું છે? – બંધારણનું આમુખ
(10) બંધારણની શરૂઆત શાનાથી થાય છે? – આમુખથી

GSEB Class 9 Social Science Important Questions Chapter 8 ભારતના રાજ્યબંધારણનું ઘડતર અને લક્ષણો

(11) બંધારણનો આત્મા કોને કહ્યો છે? – આમુખને
(12) બંધારણનો અર્ક કોણ છે? – આમુખ
(13) બંધારણની જોગવાઈઓને સમજવામાં હોકાયંત્રની ગરજ કોણ ? સારે છે? – આમુખ
(14) લોકશાહી કયા બે ગ્રીક શબ્દોમાંથી ઊતરી આવ્યો છે? – Demos (લોકો) અને Kratos (સત્તા)
(15) પ્રધાનમંડળની રચના શામાંથી કરવામાં આવી છે? – સંસદમાંથી
(16) સંસદીય સરકાર ક્યા સિદ્ધાંત પર કામ કરે છે? – સંયુક્ત જવાબદારીના
(17) સંસદીય સરકારને કઈ સરકાર પણ કહેવામાં આવે છે? – જવાબદાર સરકાર
(18) ભારતના લોકોને કયા પ્રકારનો મતાધિકારનો હક આપવામાં આવ્યો છે? – સાર્વત્રિક પુખ્ત વય
(19) કલ્યાણ રાજ સ્થાપવાનો ઉદ્દેશ કઈ રીતે સિદ્ધ કરી શકાય? – સામાજિક ક્રાંતિ દ્વારા
(20) ભારતીય બંધારણ એ કયા પ્રકારનો દસ્તાવેજ છે? – સામાજિક

GSEB Class 9 Social Science Important Questions Chapter 8 ભારતના રાજ્યબંધારણનું ઘડતર અને લક્ષણો

(21) ધર્મની દષ્ટિએ ભારત કેવું રાષ્ટ્ર છે? – ધર્મનિરપેક્ષ કે બિનસાંપ્રદાયિક
(22) ધર્મની દષ્ટિએ ભારતીય બંધારણ ક્યા સિદ્ધાંતને વરેલું છે? – સર્વધર્મ-સમદષ્ટિ અને સર્વધર્મ-સમભાવ
(23) કયા બે લોકશાહી દેશોનાં બંધારણ લિખિત સ્વરૂપનાં નથી? – બ્રિટન અને ઇઝરાયેલ
(24) કયા દેશમાં દરેક વ્યક્તિ બેવડું નાગરિકત્વ ધરાવે છે? – યૂ.એસ.એ.માં
(25) ભારતના કયા રાજ્યના નાગરિકો બેવડું નાગરિકત્વ ધરાવે છે? – જમ્મુ-કશ્મીરના
(26) ભારતના બંધારણમાં કયા શબ્દનો ક્યાંય ઉપયોગ થયો નથી? – સમવાય (Fedral)
(27) બંધારણે ભારતને કેવા રાષ્ટ્ર તરીકે વર્ણવ્યું છે? – ‘રાજ્યોના સંઘ’ તરીકે
(28) કઈ યાદીમાં કુલ 97 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે? – કેન્દ્ર(સંઘ)યાદીમાં
(29) કઈ યાદીમાં કુલ 66 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે? – રાજ્યયાદીમાં
(30) કઈ યાદીમાં કુલ 47 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે? – સંયુક્ત યાદીમાં

GSEB Class 9 Social Science Important Questions Chapter 8 ભારતના રાજ્યબંધારણનું ઘડતર અને લક્ષણો

(31) આબકારી જકાત, આયાત-નિકાસ જકાત, આવકવેરો વગેરે કરવેરા કોને ફાળવવામાં આવ્યા છે? – કેન્દ્રને
(32) વેચાણવેરો, મનોરંજનવેરો, શિક્ષણવેરો વગેરે વેરા કોને ફાળવવામાં આવ્યા છે? – રાજ્યોને
(33) રાજ્યમાં બંધારણીય કટોકટી દરમિયાન કોનું શાસન લાગુ પડે છે? – રાષ્ટ્રપ્રમુખનું
(34) સંસદના ઉપલા ગૃહનું નામ શું છે? – રાજ્યસભા
(35) સંસદના નીચલા ગૃહનું નામ શું છે? – લોકસભા
(36) સંસદના ક્યા ગૃહનું સંપૂર્ણપણે વિસર્જન થતું નથી? – રાજ્યસભાનું
(37) ભારતની કઈ અદાલતના ચુકાદા દેશની બધી અદાલતો માટે બંધનકર્તા છે? – સર્વોચ્ચ અદાલતના
(38) નાગરિકોના અધિકારોનું રક્ષણ કોણ કરે છે? – ન્યાયતંત્ર
(39) લોકશાહી સમાજની મહામૂલી મૂડી કઈ છે? – મૂળભૂત હકો અને ફરજો
(40) પછાત વર્ગો અને આદિવાસી જાતિઓના વિકાસ માટે શી વિશેષ જોગવાઈ કરવામાં આવી છે? – અનામત બેઠકોની

યોગ્ય જોડકાં બનાવો [પ્રત્યેક સાચા જોડકાનો 1 ગુણ]

1.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. 26 જાન્યુઆરી 1. સ્વાતંત્ર્યદિન
2. બેવડું નાગરિકત્વ 2. લોકસભા
3. સંસદનું નીચલું ગૃહ 3. પ્રજાસત્તાકદિન
4. સંસદનું ઉપલું ગૃહ 4. યૂ.એસ.એ.
5. રાજ્યસભા

ઉત્તરઃ

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. 26 જાન્યુઆરી 3. પ્રજાસત્તાકદિન
2. બેવડું નાગરિકત્વ 4. યૂ.એસ.એ.
3. સંસદનું નીચલું ગૃહ 2. લોકસભા
4. સંસદનું ઉપલું ગૃહ 5. રાજ્યસભા

2.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. જીવંત અને મૂળભૂત દસ્તાવેજ 1. ડૉ. રાજેન્દ્રપ્રસાદ
2. બંધારણસભાના અધ્યક્ષ 2. સંયુક્ત જવાબદારીનો સિદ્ધાંત
3. બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ 3. એકતંત્રી વ્યવસ્થા
4. સંસદીય સરકાર 4. બંધારણ
5. ડૉ. ભીમરાવ આંબેડકર

ઉત્તરઃ

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. જીવંત અને મૂળભૂત દસ્તાવેજ 4. બંધારણ
2. બંધારણસભાના અધ્યક્ષ 1. ડૉ. રાજેન્દ્રપ્રસાદ
3. બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ 5. ડૉ. ભીમરાવ આંબેડકર
4. સંસદીય સરકાર 2. સંયુક્ત જવાબદારીનો સિદ્ધાંત

GSEB Class 9 Social Science Important Questions Chapter 8 ભારતના રાજ્યબંધારણનું ઘડતર અને લક્ષણો

3.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. બંધારણનો અર્ક 1. રાજ્યસભા
2. બંધારણનું રક્ષક અને વાલી 2. જમ્મુ-કશ્મીર રાજ્ય
3. સંસદનું કાયમી ગૃહ 3. ન્યાયતંત્ર
4. ભારતમાં બેવડું નાગરિકત્વ ધરાવતા નાગરિકો 4. લોકસભા
5. આમુખ

ઉત્તરઃ

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. બંધારણનો અર્ક 5. આમુખ
2. બંધારણનું રક્ષક અને વાલી 3. ન્યાયતંત્ર
3. સંસદનું કાયમી ગૃહ 1. રાજ્યસભા
4. ભારતમાં બેવડું નાગરિકત્વ ધરાવતા નાગરિકો 2. જમ્મુ-કશ્મીર રાજ્ય

4.

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. ભારતના બંધારણની શરૂઆત 1. ‘ચાર સિંહોની મુખાકૃતિ’
2. બંધારણસભાનાં સ્ત્રી-સભ્ય 2. શ્રીમતી ઇન્દિરા ગાંધી
3. ભારતનું રાષ્ટ્રચિહ્ન 3. શ્રીમતી સરોજિની નાયડુ
4. ભારતનું રાષ્ટ્રસૂત્ર 4. આમુખ
5. ‘સત્યમેવ જયતે’

ઉત્તરઃ

વિભાગ ‘અ’ વિભાગ ‘બ’
1. ભારતના બંધારણની શરૂઆત 4. આમુખ
2. બંધારણસભાનાં સ્ત્રી-સભ્ય 3. શ્રીમતી સરોજિની નાયડુ
3. ભારતનું રાષ્ટ્રચિહ્ન 1. ‘ચાર સિંહોની મુખાકૃતિ’
4. ભારતનું રાષ્ટ્રસૂત્ર 5. ‘સત્યમેવ જયતે’

GSEB Class 9 Social Science Important Questions Chapter 8 ભારતના રાજ્યબંધારણનું ઘડતર અને લક્ષણો

કારણો આપી વિધાનો પૂરાં કરો: [પ્રત્યેકનો 1 ગુણ]

પ્રશ્ન 1.
આમુખ ભારતીય બંધારણનો અર્ક છે, કારણ કે………..
ઉત્તર:
કોઈ પણ કાયદાના ઘડતરમાં, કાયદાને સંપૂર્ણપણે સમજવામાં કે તેનું અર્થઘટન કરવામાં આમુખ માર્ગદર્શક બને છે. આમુખ સમગ્ર બંધારણનું હાર્દ રજૂ કરે છે.

પ્રશ્ન 2.
આમુખ એ બંધારણના ઘડવૈયાઓના માનસને સમજવાની ગુરુચાવી છે, કારણ કે……..
ઉત્તર :
આમુખ બંધારણના હેતુઓ દ્વારા ભારતમાં કલ્યાણરાજ’ સ્થાપવાની ઉચ્ચ ભાવના અને આદર્શને સિદ્ધ કરવા માગે છે.

પ્રશ્ન 3.
આમુખ એ હોકાયંત્રની ગરજ સારે છે, કારણ કે………
ઉત્તર:
કાયદાની કોઈ કલમ કે વિગતમાં અસ્પષ્ટતા કે વિસંગતતા હોય ત્યારે અથવા કાયદાનો હેતુ સ્પષ્ટ ન થતો હોય ત્યારે આમુખ કાયદાની કલમ, મુદ્દા કે શબ્દનું યથાર્થ અર્થઘટન કરવામાં માર્ગદર્શક બને છે. વળી, તે કાયદાને સમજવાની ગુરુચાવી છે.

પ્રશ્ન 4.
ભારત બિનસાંપ્રદાયિક રાજ્ય છે, કારણ કે………..
ઉત્તર:
ભારતમાં ધર્મ, જાતિ કે પંથના ભેદભાવ વિના બધા :નાગરિકોને સમાન અધિકારો આપવામાં આવ્યા છે તેમજ ભારતના બધા નાગરિકોને ધાર્મિક સ્વાતંત્ર્યનો મૂળભૂત હક આપવામાં આવ્યો છે.

પ્રશ્ન 5.
ભારત એક અખંડ અને અવિભાજ્ય સંઘરાજ્ય છે, કારણ કે………
ઉત્તર:
ભારતના બંધારણે ભારતને રાજ્યોના સંઘ (Union of States) તરીકે દર્શાવ્યો છે. સંઘ શબ્દ દ્વારા ભારતમાં સંઘ (કેન્દ્ર) અને એકમ રાજ્યો વચ્ચે ક્યારેય પણ બદલી ન શકાય એવા કાયમી સંબંધોની લેખિત સ્વરૂપે બંધારણમાં સ્પષ્ટતા કરવામાં આવી છે.

GSEB Class 9 Social Science Important Questions Chapter 8 ભારતના રાજ્યબંધારણનું ઘડતર અને લક્ષણો

પ્રશ્ન 6.
ભારતનું બંધારણ વિશ્વનો સૌથી વધુ વિગતવાર અને વિસ્તૃત લેખિત દસ્તાવેજ છે, કારણ કે………..
ઉત્તર:
બંધારણમાં કુલ 22 ભાગ છે. તેમાં 461 અનુચ્છેદો અને 12 પરિશિષ્ટો (અનુસૂચિઓ) છે.

પ્રશ્ન 7.
બ્રિટનની સરકારે કેબિનેટ મિશનને ભારત મોકલ્યું હતું, કારણ કે ………..
ઉત્તર:
બ્રિટનની સરકાર ભારતના સ્વરાજ્યના પ્રશ્નનો ઉકેલ શોધવા માગતી હતી.

પ્રશ્ન 8.
સંસદીય સરકારને જવાબદાર સરકાર’ કહેવામાં આવે રે છે, કારણ કે ……………
ઉત્તર:
સંસદીય સરકાર સંયુક્ત જવાબદારીના સિદ્ધાંત પર કામ કરે છે.

પ્રશ્ન 9.
ભારત પ્રજાસત્તાક રાજ્ય છે, કારણ કે…….
ઉત્તર:
ભારત લોકશાહી રાજ્ય છે.

નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર લખો: [પ્રત્યેકનો 1 ગુણ]

પ્રશ્ન 1.
બંધારણ કોને કહેવામાં આવે છે?
ઉત્તરઃ
દેશનો વહીવટ કરવા માટે ઘડવામાં આવેલા નિયમોના સુવ્યવસ્થિત સંગ્રહને બંધારણ’ કહેવામાં આવે છે.

GSEB Class 9 Social Science Important Questions Chapter 8 ભારતના રાજ્યબંધારણનું ઘડતર અને લક્ષણો

પ્રશ્ન 2.
બ્રિટિશ કેબિનેટ મિશને શું કાર્ય કર્યું?
ઉત્તર:
બ્રિટિશ કૅબિનેટ મિશને ભારતનું બંધારણ ઘડવા માટે બંધારણસભાની રચના કરી.

પ્રશ્ન 3.
બંધારણસભામાં કુલ કેટલા સભ્યો હતા?
ઉત્તર:
બંધારણસભામાં કુલ 389 સભ્યો હતા.

પ્રશ્ન 4.
બંધારણસભાના મહિલા પ્રતિનિધિઓ કોણ કોણ હતાં?
ઉત્તર:
શ્રીમતી સરોજિની નાયડુ અને શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત = બંધારણસભાના મહિલા પ્રતિનિધિઓ હતાં.

પ્રશ્ન 5.
બંધારણસભાના અધ્યક્ષ અને બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ કોણ કોણ હતા?
ઉત્તર:
ડૉ. રાજેન્દ્રપ્રસાદ બંધારણસભાના અધ્યક્ષ હતા અને – ડૉ. ભીમરાવ આંબેડકર બંધારણની ખરડા સમિતિના અધ્યક્ષ હતા.

પ્રશ્ન 6.
બંધારણસભાએ તેની કામગીરી ક્યારે શરૂ કરી હતી?
ઉત્તર:
બંધારણસભાએ તેની કામગીરી 9 ડિસેમ્બર, 1946ના દિવસથી શરૂ કરી હતી.

પ્રશ્ન 7.
બંધારણસભાએ બંધારણને ક્યારે પસાર કર્યું?
ઉત્તર:
26 નવેમ્બર, 1949ના દિવસે બંધારણસભાએ બંધારણને પસાર કર્યું.

GSEB Class 9 Social Science Important Questions Chapter 8 ભારતના રાજ્યબંધારણનું ઘડતર અને લક્ષણો

પ્રશ્ન 8.
બંધારણનો અમલ ક્યારથી કરવામાં આવ્યો?
ઉત્તર:
26 જાન્યુઆરી, 1950ના દિવસથી બંધારણનો અમલ કરવામાં આવ્યો.

પ્રશ્ન 9.
આપણે દર વર્ષે કયા દિવસને ‘પ્રજાસત્તાકદિન’ તરીકે : ઊજવીએ છીએ?
ઉત્તર:
આપણે દર વર્ષે 26 જાન્યુઆરીના દિવસને ‘પ્રજાસત્તાકદિન’ તરીકે ઊજવીએ છીએ.

પ્રશ્ન 10.
ભારતના બંધારણે રાષ્ટ્રચિહ્ન અને રાષ્ટ્રસૂત્ર તરીકે કોને – કોને ઘોષિત કર્યા છે?
ઉત્તર
ભારતના બંધારણે રાષ્ટ્રચિહ્ન તરીકે ‘ચાર સિંહોની મુખાકૃતિ’ને અને રાષ્ટ્રસૂત્ર તરીકે ‘સત્યમેવ જયતે’ને ઘોષિત કર્યા છે.

પ્રશ્ન 11.
ભારતના બંધારણની શરૂઆત શેનાથી થાય છે?
ઉત્તર:
ભારતના બંધારણની શરૂઆત ‘આમુખ’થી થાય છે.

પ્રશ્ન 12.
ભારતના બંધારણમાં ભારતને કેવું રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે?
ઉત્તર:
ભારતના બંધારણમાં ભારતને એક સ્વતંત્ર, સાર્વભૌમ, – લોકશાહી, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, પ્રજાસત્તાક રાજ્ય જાહેર કરવામાં આવ્યું છે.

GSEB Class 9 Social Science Important Questions Chapter 8 ભારતના રાજ્યબંધારણનું ઘડતર અને લક્ષણો

પ્રશ્ન 13.
ઈ. સ. 1976ના 42માં બંધારણીય સુધારાથી આમુખમાં – કયા કયા શબ્દો ઉમેરવામાં આવ્યા?
ઉત્તર:
ઈ. સ. 1976ના 42મા બંધારણીય સુધારાથી આમુખમાં આ શબ્દો ઉમેરવામાં આવ્યા ‘સમાજવાદી’, ‘બિનસાંપ્રદાયિક’, ‘રાષ્ટ્રીય એકતા’ અને ‘રાષ્ટ્રની અખંડિતતા’.

પ્રશ્ન 14.
ભારતના બંધારણના આમુખમાં વ્યક્ત થયેલા આધારરૂપ શબ્દો કયા કયા છે?
ઉત્તર:
ભારતના બંધારણના આમુખમાં વ્યક્ત થયેલા આધારરૂપ શબ્દોઃ અમે ભારતના લોકો, સાર્વભૌમ, સમાજવાદી, બિનસાંપ્રદાયિક, લોકશાહી, પ્રજાસત્તાક, બંધુતા, ન્યાય, સમાનતા, સ્વતંત્રતા, રાષ્ટ્રીય હું એકતા અને અખંડિતતા વગેરે.

પ્રશ્ન 15.
લોકશાહી (Democracy) શબ્દ કયા શબ્દો પરથી બન્યો છે?
ઉત્તર:
લોકશાહી (Democracy) શબ્દ ગ્રીક શબ્દો ‘Demos’ (લોકો) અને ‘Kratos’ (સત્તા) પરથી બન્યો છે.

પ્રશ્ન 16.
કઈ કઈ જોગવાઈઓ ભારતને લોકશાહી રાજ્ય તરીકે ઘોષિત કરે છે?
ઉત્તર:
ભારતના બંધારણમાં મૂળભૂત હકો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, સંસદ, ધારાસભાઓ, સ્વતંત્ર અને નિષ્પક્ષ ન્યાયતંત્ર, સ્વતંત્ર ચૂંટણીપંચની રચના અને તેની કામગીરી વગેરે જોગવાઈઓ ભારતને લોકશાહી રાજ્ય ઘોષિત કરે છે.

પ્રશ્ન 17.
ભારતના દરેક નાગરિકને કેટલી ઉંમરે મતાધિકાર પ્રાપ્ત થાય છે?
ઉત્તરઃ
18 વર્ષ કે તેથી વધુ ઉંમરના ભારતના દરેક નાગરિકને મતાધિકાર પ્રાપ્ત થાય છે.

પ્રશ્ન 18.
ભારતીય બંધારણ કઈ રીતે એક સામાજિક દસ્તાવેજ છે?
ઉત્તર:
ભારતના બંધારણની મોટા ભાગની જોગવાઈઓનો મુખ્ય ઉદ્દેશ પ્રત્યક્ષ કે પરોક્ષરૂપે ‘સામાજિક ક્રાંતિ દ્વારા સામાજિક અને આર્થિક સમાનતા સાધીને કલ્યાણરાજ સ્થાપવાનો છે. આમ, ભારતીય બંધારણ એક સામાજિક દસ્તાવેજ છે.

GSEB Class 9 Social Science Important Questions Chapter 8 ભારતના રાજ્યબંધારણનું ઘડતર અને લક્ષણો

પ્રશ્ન 19.
યુ.એસ.એ.માં નાગરિકત્વ વિશે શી જોગવાઈ છે?
ઉત્તર:
યુ.એસ.એ.માં દરેક નાગરિક બેવડું નાગરિકત્વ ધરાવે છે. એક યુ.એસ.એ.નું અને બીજું તે પોતે જે રાજ્યમાં રહેતો હોય તે રાજ્યનું.

પ્રશ્ન 20.
ભારતમાં કયા રાજ્યના નાગરિકો બેવડું નાગરિકત્વ ધરાવે છે?
ઉત્તર:
ભારતમાં જમ્મુ-કશ્મીર રાજ્યના નાગરિકો બેવડું નાગરિકત્વ ધરાવે છે.

પ્રશ્ન 21.
ભારતના સંઘરાજ્યની વિશેષતા કઈ છે?
ઉત્તર:
ભારતના કોઈ પણ એકમ (ઘટક) રાજ્યને ભારતીય સંઘરાજ્યમાંથી છૂટા પડવાનો અધિકાર નથી, એ ભારતના સંઘરાજ્યની વિશેષતા છે.

પ્રશ્ન 22.
ભારતનું સમવાયતંત્ર કઈ બે પ્રકારની સરકારોનું બનેલું છે?
ઉત્તર:
ભારતનું સમવાયતંત્ર આ બે પ્રકારની સરકારોનું બનેલું છેઃ

  1. સંઘસરકાર અને
  2. રાજ્યોની સરકારો.

પ્રશ્ન 23.
ભારતમાં કેવા પ્રકારના ન્યાયતંત્રની સ્થાપના કરવામાં આવી છે?
ઉત્તર:
ભારતમાં સળંગ, સુગ્રથિત, નિષ્પક્ષ, સ્વતંત્ર અને એકીકૃત ન્યાયતંત્રની સ્થાપના કરવામાં આવી છે.

GSEB Class 9 Social Science Important Questions Chapter 8 ભારતના રાજ્યબંધારણનું ઘડતર અને લક્ષણો

પ્રશ્ન 24.
દેશનાં પછાત જાતિનાં બાળકોના શિક્ષણ માટે બંધારણમાં શો પ્રબંધ કરવામાં આવ્યો છે?
ઉત્તરઃ
દેશનાં પછાત જાતિનાં બાળકોના શિક્ષણ માટે બંધારણમાં શિષ્યવૃત્તિઓ, સવલતો અને ફી માફીની સગવડોનો લાભ હકારાત્મક ભેદભાવ’નો કે ‘રક્ષણાત્મક ભેદભાવ’ની નીતિનો ખાસ પ્રબંધ કરવામાં આવ્યો છે.

નીચેના પારિભાષિક શબ્દો સમજાવો. અથવા નીચેના શબ્દોની સંકલ્પના સ્પષ્ટ કરો [પ્રત્યેકના 2 ગુણો]

પ્રશ્ન 1.
સાર્વભૌમ
ઉત્તર:
ભારત સાર્વભોમ પ્રજાસત્તાક રાજ્ય છે. ભારતના બંધારણે પ્રજાકીય સાર્વભૌમત્વનો સ્વીકાર કર્યો છે. ભારતમાં પ્રજાની ઇચ્છા જ સર્વોપરી છે. દેશની આંતરિક અને બાહ્ય(વિદેશનીતિ)ના ઘડતરમાં પ્રજા સંપૂર્ણપણે સ્વતંત્ર છે. ભારતના રાજ્યવહીવટની અંતિમ સત્તા પ્રજાના હાથમાં છે. પ્રજા ચૂંટણી દ્વારા સરકારને પદભ્રષ્ટ કરી, નવી સરકાર રચવાની સાર્વભૌમ સત્તા ધરાવે છે.

પ્રશ્ન 2.
બંધારણ
ઉત્તરઃ
દેશનો વહીવટ સુવ્યવસ્થિત રીતે ચલાવવા માટે ચોક્કસ સિદ્ધાંતો, ધ્યેયો અને આદર્શોને આધારે બનાવેલા લિખિત સ્વરૂપના નિયમોના વ્યવસ્થિત સંગ્રહને બંધારણ’ કહેવામાં આવે છે. બંધારણ પ્રજા દ્વારા ચૂંટાયેલા પ્રતિનિધિઓએ ઘડેલું હોવું જોઈએ.

પ્રશ્ન 3.
પ્રજાસત્તાક
ઉત્તર:
પ્રજાસત્તાક એટલે કોઈ વ્યક્તિ કે કુટુંબનું વંશપરંપરાગત શાસન નહિ પણ પ્રજાનું શાસન. પ્રજાસત્તાક દેશમાં રાજ્યવહીવટની અંતિમ સત્તા લોકોના હાથમાં હોય છે.

પ્રશ્ન 4.
બિનસાંપ્રદાયિકતા (ધર્મનિરપેક્ષતા)
ઉત્તર:
બિનસાંપ્રદાયિકતા (ધર્મનિરપેક્ષતા) એટલે બધા ધર્મોને સમાન ગણવા, કોઈ પણ એક ધર્મે કે સંપ્રદાયને રાજકીય માન્યતા ન આપવી. બિનસાંપ્રદાયિકતા(ધર્મનિરપેક્ષતા)માં ‘સર્વધર્મ-સમદષ્ટિ’ અને સર્વધર્મસમભાવનો સિદ્ધાંત છે.

GSEB Class 9 Social Science Important Questions Chapter 8 ભારતના રાજ્યબંધારણનું ઘડતર અને લક્ષણો

નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો: [પ્રત્યેકના 4 ગુણ]

પ્રશ્ન 1.
બંધારણના ઘડતરની પ્રક્રિયા સંક્ષેપમાં વર્ણવો.
ઉત્તર:
25 માર્ચ, 1946ના રોજ બ્રિટિશ સરકારે ત્રણ સભ્યોના બનેલા કૅબિનેટ મિશનને ભારત મોકલ્યું. કૅબિનેટ મિશને રજૂ કરેલી યોજના મુજબ સ્વતંત્ર ભારતનું બંધારણ ઘડવા માટે બંધારણેસભા રચવામાં આવી.

  • બંધારણસભામાં કુલ 389 સભ્યો હતા.
  • બંધારણસભામાં વિવિધ કોમ, જાતિ, લિંગ, પ્રદેશ અને રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ તેમજ વિવિધ ક્ષેત્રોની તજ્જ્ઞ વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
  • બંધારણસભામાં જવાહરલાલ નેહરુ, વલ્લભભાઈ પટેલ, મોલાના અબુલ કલામ આઝાદ, શ્યામાપ્રસાદ મુખરજી, એચ. પી. મોદી, એચ. વી. કામથ, ફ્રેન્ક ઍન્થની, એન. ગોપાલ સ્વામી આયંગર, કૃષ્ણ સ્વામી અય્યર, બલદેવસિંઘ વગેરે અગ્રણી નેતાઓ ઉપરાંત બંધારણના નિષ્ણાતો તરીકે ડૉ. ભીમરાવ આંબેડકર અને શ્રી કનૈયાલાલ મુનશી તેમજ સ્ત્રી સભ્યો તરીકે શ્રીમતી સરોજિની નાયડુ અને શ્રીમતી વિજયાલક્ષ્મી પંડિત વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.
  • બંધારણસભાના અધ્યક્ષ તરીકે ડૉ. રાજેન્દ્રપ્રસાદ હતા.
  • બંધારણનો મુસદ્દો તૈયાર કરવા માટે ડૉ. ભીમરાવ આંબેડકરના અધ્યક્ષપદે ખરડા સમિતિની રચના કરવામાં આવી.
  • 9 ડિસેમ્બર, 1946ના દિવસથી બંધારણસભાએ તેની કામગીરી શરૂ કરી. આ ભગીરથ કાર્ય પૂરું કરવા કુલ 166 બેઠકો યોજી હતી. એ કામગીરી કુલ 2 વર્ષ, 11 મહિના અને 18 દિવસ ચાલી હતી.
  • બંધારણમાં પ્રથમ 395 અનુચ્છેદો (આર્ટિકલ્સ) અને 8 પરિશિષ્ટો હતાં. એ પછી તેમાં સુધારા થતાં 461 અનુચ્છેદો (આર્ટિકલ્સ) અને 12 પરિશિષ્ટો થયાં.
  • આ સમય દરમિયાન બંધારણસભાએ બંધારણની દરેક જોગવાઈની વ્યાપક ચર્ચા-વિચારણા કરી, તેને 26 નવેમ્બર, 1949ના રોજ પસાર કર્યું.
  • 26 જાન્યુઆરી, 1950ના દિવસથી બંધારણનો અમલ કરવામાં આવ્યો અને ભારતને પ્રજાસત્તાક રાષ્ટ્ર જાહેર કરવામાં આવ્યું.
  • આથી આપણા દેશમાં 26 જાન્યુઆરીનો દિવસ ‘પ્રજાસત્તાકદિન’ તરીકે ઊજવવામાં આવે છે.
  • ભારતના બંધારણમાં ઇંગ્લેન્ડ, આયર્લેન્ડ, ફ્રાન્સ, યુ.એસ.એ. વગેરે લોકશાહી દેશોનાં કેટલાંક વિશિષ્ટ લક્ષણોનો સમાવેશ કરવામાં આવ્યો છે.

પ્રશ્ન 2.
આમુખનું મહત્ત્વ સમજાવો.
ઉત્તર:
ભારતના બંધારણની શરૂઆત ભવ્ય આદર્શો, ઉદેશો અને ભાવનાઓ રજૂ કરતા આમુખથી થાય છે.

  • આમુખમાં સમગ્ર બંધારણનું હાર્દ રજૂ થયું હોવાથી આમુખને બંધારણનો આત્મા કહ્યો છે.
  • કોઈ પણ કાયદો ઘડવામાં, તેને પૂર્ણ રીતે સમજવામાં કે તેનું અર્થઘટન કરવામાં આમુખ માર્ગદર્શક બને છે.
  • કાયદો ઘડવા પાછળ સંસદ કે ધારાસભાઓનો હેતુ, આદર્શ અને નીતિ શાં છે તે સમજવામાં આમુખ મદદરૂપ થાય છે.
  • કયા પ્રકારની મુશ્કેલીઓના નિરાકરણ માટે કાયદો ઘડવામાં આવી રહ્યો છે, તેની સ્પષ્ટતા આપણને આમુખ દ્વારા થાય છે. આમ, આમુખ બંધારણનો અર્ક છે.
  • બંધારણની કોઈ કલમ, મુદા કે શબ્દનું અર્થઘટન કરવામાં આમુખ માર્ગદર્શક બને છે. આમુખ બંધારણની જોગવાઈઓને સમજવામાં હોકાયંત્રની ગરજ સારે છે.
  • આમુખ રાષ્ટ્રની એકતા અને અખંડિતતા તેમજ દેશના નાગરિકો રે વચ્ચેની બંધુત્વની ઉમદા ભાવનાઓ અને આદર્શોનું ગૌરવપૂર્ણ નિરૂપણ કરે છે.
  • આમુખ બંધારણનો અંતર્ગત ભાગ નથી. તેને કાયદાનું પીઠબળ પણ નથી. આથી તેની વિગતોના ભંગ બદલ અદાલતનો આશરો લઈ શકાતો નથી. આમ છતાં, આમુખને ઉચ્ચ આદર્શો અને ધ્યેયોનું પીઠબળ છે.

GSEB Class 9 Social Science Important Questions Chapter 8 ભારતના રાજ્યબંધારણનું ઘડતર અને લક્ષણો

પ્રશ્ન 3.
આમુખના નીચેના ત્રણ આધારસ્તંભોની સંક્ષેપમાં ચર્ચા કરોઃ
1. લોકશાહી,
2. સમાજવાદી અને
૩. બિનસાંપ્રદાયિકતા
ઉત્તર:
1. લોકશાહી લોકશાહી (Democracy) શબ્દ મૂળ ગ્રીક શબ્દો ‘Demos’ (લોકો) અને ‘Kratos’ (સત્તા) પરથી બન્યો છે.

  • યૂ.એસ.એ.ના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ અબ્રાહમ લિંકને લોકશાહીની વ્યાખ્યા આ પ્રમાણે આપી છે : Democracy is of the people, for the people and by the people.’ લોકશાહી એટલે લોકોનું, લોકો માટે અને લોકો વડે ચાલતું રાજ્ય.
  • બંધારણના આમુખે ભારતને લોકશાહી રાજ્ય જાહેર કરી તેની સરકારના સ્વરૂપને સ્પષ્ટ કર્યું છે.
  • ભારતના બંધારણે દેશમાં પ્રજાકીય સાર્વભૌમત્વનો સ્વીકાર કર્યો છે. ભારતમાં રાજકીય સત્તા સંપૂર્ણપણે પ્રજાના હાથમાં છે.
  • આમુખમાં ભારતની લોકશાહી સરકાર લોકશાહીના પાયાના સિદ્ધાંતો સ્વતંત્રતા, સમાનતા અને બંધુત્વ ભાતૃભાવ) સ્વીકારશે તેમજ તેને અમલી બનાવશે એવી સ્પષ્ટતા કરવામાં આવી છે.
  • ભારતના મતદારો સાર્વત્રિક પુખ્ત વય મતાધિકારનો ઉપયોગ કરી, પોતાના પ્રતિનિધિઓને 5 વર્ષ માટે ચૂંટે છે. પ્રધાનમંડળની રચના કેન્દ્રમાં સંસદમાંથી અને રાજ્યોમાં ધારાસભાઓમાંથી કરવામાં આવે છે.
  • તેથી કેન્દ્રનું પ્રધાનમંડળ (સરકાર) સંસદને અને રાજ્યોનાં મંત્રીમંડળો (સરકારો) ધારાસભાઓને સંયુક્ત રીતે જવાબદાર છે.
  • આ ઉપરાંત, બંધારણમાં મૂળભૂત હકોની જાહેરાત, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉલ્લેખ, સંસદ અને ધારાસભાઓની વિશિષ્ટ સત્તાઓ, નિષ્પક્ષ ન્યાયતંત્ર, સ્વાયત્ત ચૂંટણીપંચ વગેરે જોગવાઈઓ કરવામાં આવી છે, જે ભારતને લોકશાહી રાજ્ય જાહેર કરે છે.

2. સમાજવાદી: ભારતના બંધારણની મોટા ભાગની જોગવાઈઓનો મુખ્ય ઉદ્દેશ પ્રત્યક્ષ કે પરોક્ષરૂપે સામાજિક ક્રાંતિ દ્વારા દેશમાં સામાજિક અને આર્થિક સમાનતા લાવીને “કલ્યાણરાજ સ્થાપવાનો છે.

  • તેથી આમુખમાં સામાજિક અને આર્થિક સમાનતા પર તેમજ સામાજિક ન્યાય પર આધારિત સમાજવાદી સમાજરચના સ્થાપવાનું ધ્યેય રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં સ્વીકારવામાં આવ્યું છે. ભારતના રાષ્ટ્રીય સંસાધનોની ન્યાયયુક્ત વહેંચણી અંગેની બંધારણીય જોગવાઈઓ તેનું ઉત્તમ ઉદાહરણ છે.
  • ભારતે મિશ્ર અર્થતંત્ર અપનાવ્યું છે.
  • બંધારણમાં સમાજવાદી વિચારસરણીમાં પ્રજાનું સામાજિક કલ્યાણ સાધવાનો અને ગરીબ-તવંગર વચ્ચેના ભેદોને નાબૂદ કરી તેમનું જીવનધોરણ ઊંચું લાવીને સામાજિક અને આર્થિક કલ્યાણ સાધવાના પ્રયત્નો કરવા રાજ્યોને માર્ગદર્શન આપ્યું છે.
  • તેથી ભારતનું બંધારણ એક સામાજિક દસ્તાવેજ છે.

3. બિનસાંપ્રદાયિકતા: ભારતના બંધારણે ભારતને બિનસાંપ્રદાયિક અથવા ધર્મનિરપેક્ષ રાજ્ય જાહેર કર્યું છે. બંધારણે બધા નાગરિકોને ધાર્મિક સ્વાતંત્ર્યનો મૂળભૂત હક આપ્યો છે.

  • બંધારણની જોગવાઈ મુજબ ભારત ધાર્મિક રાજ્ય બની શકે નહિ. રાજ્યને પોતાનો કોઈ ધર્મ નથી. ધર્મની બાબતમાં રાજ્ય તટસ્થ છે. રાજ્ય બિનસાંપ્રદાયિક (ધર્મનિરપેક્ષ) પ્રવૃત્તિઓ સાથે ધર્મને જોડી શકશે નહિ.
  • દરેક નાગરિકને પોતાની મનપસંદ ધર્મ પાળવાની સ્વતંત્રતા છે. ધર્મ કે સંપ્રદાયને નામે રાજ્ય કોઈ નાગરિક પ્રત્યે ભેદભાવ કે પક્ષપાત રાખી શકશે નહિ.
  • દરેક નાગરિકને જાહેર નોકરીઓ મેળવવાની તેમજ રાજકીય અધિકારો ભોગવવાની સમાન તક આપવામાં આવી છે.
  • બંધારણમાં ‘સર્વધર્મ-સમદષ્ટિ’ અને ‘સર્વધર્મ-સમભાવ’નો સિદ્ધાંત સ્વીકારવામાં આવ્યો છે. તેથી ધર્મને કારણે દેશના કોઈ પણ ક્ષેત્રમાં ભેદભાવ રાખવામાં આવતો નથી. ભારતમાં કોઈ ધર્મને ઉત્તેજન આપવામાં આવતું નથી.
  • વ્યક્તિને પોતાની ધાર્મિક માન્યતા અને આસ્થા રાખવા સાથે તેનો પ્રચાર-પ્રસાર કરવાના નાગરિકના અધિકારને રાજ્યનો કોઈ પ્રતિબંધ કે અવરોધ નથી.
  • આમ, બિનસાંપ્રદાયિકતા એ બંધારણનું મૂળ તત્ત્વ અને લોકશાહીનું અનિવાર્ય લક્ષણ છે.

પ્રશ્ન 4.
ભારતના બંધારણનાં મુખ્ય લક્ષણો વર્ણવો.
ઉત્તરઃ
આપણા દેશે સ્વીકારેલા આદર્શો અને ધ્યેયોને વાચા આપતું આમુખ ભારતના બંધારણની આગવી વિશેષતા છે. ભારતના બંધારણનાં મુખ્ય લક્ષણો નીચે મુજબ છે:
1. લિખિત દસ્તાવેજઃ ભારતનું બંધારણ લિખિત અને સુપરિવર્તનશીલ છે.
2. બંધારણનું કદઃ બંધારણના કુલ 22 ભાગો છે, તેમાં પ્રથમ 395 અનુચ્છેદો અને 8 પરિશિષ્ટો હતાં. એ પછી તેમાં સુધારા-વધારા કરતાં 461 અનુચ્છેદો અને 12 પરિશિષ્ટો થયાં. વિશ્વનાં લોકશાહી બંધારણોની સરખામણીએ તે લાંબું, વિસ્તૃત અને વિગતપૂર્ણ છે.
૩. એક જ નાગરિકત્વઃ ભારતના નાગરિકો સંઘ(કેન્દ્ર)સરકારની એકવડી નાગરિકતા ધરાવે છે. માત્ર જમ્મુ-કશ્મીર રાજ્યના નાગરિકો બેવડું નાગરિકત્વ ધરાવે છે એક સંઘનું અને બીજું જમ્મુ-કશ્મીરનું.
4. મજબૂત કેન્દ્રવાળું સમવાયતંત્ર ભારત એક સંઘરાજ્ય (Union of States) છે. સંઘનાં એકમ રાજ્યો સંઘમાંથી સ્વતંત્ર થવાનો અધિકાર ધરાવતાં નથી.

  • ભારતની રાજ્યવ્યવસ્થા સમવાયતંત્રી હોવા છતાં સંઘસરકાર અને રાજ્યસરકારોનાં કાર્યક્ષેત્રો અને સત્તાઓની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે. બંને સરકારનાં કાર્યો અને સત્તાઓને સંઘયાદી, રાજ્યયાદી અને સંયુક્ત યાદી એમ ત્રણ યાદીઓમાં વહેંચવામાં આવ્યાં છે.
  • જે વિષયો માટે સત્તાની વહેંચણી ન થઈ હોય, તેમનો સમાવેશ ‘શેષ સત્તા’માં કરવામાં આવ્યો છે. એ વિષયો પર કાયદા ઘડવાની સત્તા કેન્દ્રસરકારને આપવામાં આવી છે.
  • ભારતીય સમવાયતંત્રમાં સંઘસરકારને રાજ્યો કરતાં વિશેષ અને ચડિયાતી સત્તા આપવામાં આવી છે.

5. કટોકટી વેળા એકતંત્રી વ્યવસ્થા સમગ્ર દેશમાં કે કોઈ રાજ્યમાં કેટલીક ચોક્કસ પરિસ્થિતિઓ સર્જાય ત્યારે કટોકટી જાહેર કરવાની જોગવાઈ કરવામાં આવી છે. રાષ્ટ્રપ્રમુખ એ સમયે બંધારણને એકતંત્રી સરકારમાં ફેરવી શકે છે. તેટલા સમય પૂરતું સમવાયતંત્ર સ્થગિત થઈ જાય છે.
6. દ્વિગૃહી પ્રથા: ભારતમાં સંસદીય પદ્ધતિની સરકાર છે. સંઘની સંસદ લોકસભા (નીચલું ગૃહ) અને રાજ્યસભા (ઉપલું ગૃહ) એમ બે ગૃહોની બનેલી છે. રાજ્યસભાની સત્તાઓ બહુ ઓછી છે; જ્યારે લોકસભાની સત્તાઓ રાજ્યસભાની સત્તાઓ કરતાં વિશેષ, ચડિયાતી અને નિર્ણાયક છે.

  • સંઘસરકારનો વહીવટ રાષ્ટ્રપ્રમુખના નામે અને દરેક રાજ્યસરકારનો વહીવટ રાજ્યપાલના નામે ચાલે છે. આમ છતાં, બંને સરકારોમાં વહીવટની વાસ્તવિક સત્તાઓ પ્રધાનમંડળના વડાઓ અને તેમનાં પ્રધાનમંડળો ભોગવે છે.

7. સ્વતંત્ર, નિષ્પક્ષ અને એકીકૃત ન્યાયતંત્ર ભારતમાં સમગ્ર દેશ માટે એકધારા, સળંગ, સુગ્રથિત, એકસૂત્રી અને સ્વતંત્ર ન્યાયતંત્રની સ્થાપના કરવામાં આવી છે.
8. બંધારણમાં સુધારોઃ ભારતનું બંધારણ સુપરિવર્તનશીલ છે. તેમાં ફેરફાર કરવા માટે કુલ ત્રણ કલમો છે. આમ છતાં, કેટલીક બાબતોમાં રાજ્યોની સંમતિ વિના બંધારણમાં સુધારો થઈ શકતો નથી.
9. સાર્વત્રિક પુખ્ત મતાધિકાર : ભારતના નાગરિકોને સાર્વત્રિક , પુખ્ત વય મતાધિકાર આપવામાં આવ્યો છે.
10. ધર્મનિરપેક્ષતા (બિનસાંપ્રદાયિક્તા)ઃ ભારતને બિનસાંપ્રદાયિક (ધર્મનિરપેક્ષ) રાજ્ય બનાવવામાં આવ્યું છે.
11. અદાલતી સમીક્ષા: સંસદે કે ધારાસભાઓએ ઘડેલા કાયદાઓ અને બહાર પાડેલા આદેશો, વટહુકમો, અદાલતી ચુકાદાઓ અને બંધારણીય સુધારોની ન્યાયિક સમીક્ષા કરવાની સત્તા સર્વોચ્ચ અદાલતને આપવામાં આવી છે. બંધારણ સાથે સુસંગત ન હોય એવી બધી બાબતોને સર્વોચ્ચ અદાલત ગેરબંધારણીય જાહેર કરી રદબાતલ કરી શકે છે. તે બંધારણનું અર્થઘટન કરવાની અંતિમ સત્તા ધરાવે છે.
12. મૂળભૂત હકો અને ફરજોઃ નાગરિકોના મૂળભૂત હકો અને ફરજોને બંધારણમાં સ્પષ્ટપણે દર્શાવ્યાં છે.
13. રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો: બંધારણમાં રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો સૂચવવામાં આવ્યા છે. રાજ્યોને નીતિઘડતરમાં અને રાજ્યશાસનમાં આ સિદ્ધાંતો માર્ગદર્શન આપે છે.
14. પછાત વર્ગો અને આદિવાસીઓ માટેની જોગવાઈઓ ભારતના બંધારણમાં પછાત વર્ગો તથા અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત જનજાતિઓના ઉત્કર્ષ માટે જરૂરી ભલામણો કરવા માટે પંચની નિમણૂક કરવાની જોગવાઈ છે.

  • પંચે કરેલ ભલામણો અનુસાર ધારાસભાઓ અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ તેમજ સરકારી નોકરીઓ અને શિક્ષણસંસ્થાઓમાં પછાત વર્ગોને તેમની વસ્તીના ધોરણે અનામત બેઠકો ફાળવવામાં આવી છે.
  • પછાત જાતિઓનાં બાળકોને શિક્ષણ માટે ફી માફી, શિષ્યવૃત્તિઓ અને અન્ય સવલતોનો લાભ “હકારાત્મક ભેદભાવ”નો કે “રક્ષણાત્મક ભેદભાવ”ની નીતિનો ખાસ પ્રબંધ બંધારણમાં કરવામાં આવ્યો છે.

GSEB Class 9 Social Science Important Questions Chapter 8 ભારતના રાજ્યબંધારણનું ઘડતર અને લક્ષણો

પ્રશ્ન 5.
સંઘ અને રાજ્યો વચ્ચે કાર્યો અને સત્તાની વહેંચણી વિશે સંક્ષેપમાં ચર્ચા કરો.
ઉત્તર:
બંધારણમાં સંઘસરકાર અને રાજ્યસરકારો વચ્ચે કાર્યો અને સત્તાઓની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે.

  • તેમાં બંને સરકારોનાં કાર્યો અને સત્તાઓનું સંઘયાદી, રાજ્યયાદી અને સંયુક્ત યાદીમાં વર્ગીકરણ કરવામાં આવ્યું છે.
  • સંઘયાદીમાં મુખ્યત્વે રાષ્ટ્રીય કક્ષાના સંરક્ષણ, વિદેશી બાબતો, અણુશક્તિ, નાણું અને બૅન્કિંગ, તાર અને ટપાલ, રેલવે, વીમો જેવા 97 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીમાં સૂચવેલા વિષયો પર સંઘસરકાર કાયદા ઘડી શકે છે તેમજ તેમાં ફેરફાર કરી શકે છે.
  • રાજ્યયાદીમાં મુખ્યત્વે કાયદો અને વ્યવસ્થા, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, કૃષિ-સિંચાઈ, શિક્ષણ, આરોગ્ય, રાજ્યના આંતરિક વેપાર અને વાણિજ્ય જેવા 66 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીમાં સૂચવેલા વિષયો પર રાજ્યસરકારો કાયદા ઘડી શકે છે તેમજ તેમાં ફેરફાર કરી શકે છે.
  • સંયુક્ત યાદીમાં મુખ્યત્વે દીવાની અને ફોજદારી બાબતો; લગ્ન, છૂટાછેડા અને ભરણપોષણ, શિક્ષણ, આર્થિક આયોજન, વેપારી સંઘો જેવા 47 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ યાદીમાં સૂચવેલા વિષયો પર સંઘસરકાર અને રાજ્યસરકારો બંને કાયદા ઘડી શકે છે.
  • આમ છતાં, કોઈ વિષય પર સંઘ અને રાજ્ય એ બંનેની સરકારો કાયદો ઘડે, તો માત્ર સંઘસરકારે ઘડેલો કાયદો જ અમલમાં રહે છે.
  • જે વિષયો પર કાયદા ઘડવાની સત્તાની વહેંચણી કરવામાં આવી ન હોય, તેમનો સમાવેશ “શેષ સત્તામાં કરવામાં આવ્યો છે. એ વિષયો પર કાયદા ઘડવાની સત્તા માત્ર સંઘસરકારને જ આપવામાં આવી છે.

નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો [પ્રત્યેકના 2 ગુણ]

પ્રશ્ન 1.
બંધારણ એટલે શું? બંધારણનું મહત્ત્વ જણાવો.
ઉત્તર:
દેશનો વહીવટ કરવા માટે ઘડવામાં આવેલા નિયમોના સુવ્યવસ્થિત સંગ્રહને બંધારણ’ કહેવામાં આવે છે.

બંધારણ એ દેશનો પાયાનો અને મહત્ત્વનો દસ્તાવેજ છે. બંધારણને સુસંગત તેમજ બંધારણમાં દર્શાવેલી જોગવાઈઓને આધીન રહીને જ કાયદા ઘડવામાં આવે છે. બંધારણ કાયદાઓથી સર્વોપરી છે. આપણા દેશમાં સંઘ (કેન્દ્રો અને રાજ્યોનું શાસનતંત્ર બંધારણ પ્રમાણે જ ચાલે છે. સમય પ્રમાણે લોકોની બદલાતી જરૂરિયાતો, આકાંક્ષાઓ, અપેક્ષાઓ, ઇચ્છાઓ અને ભાવનાઓનું પ્રતિબિંબ બંધારણમાં જોવા મળે છે. તેથી બંધારણને જીવંત અને મૂળભૂત દસ્તાવેજ કહેવામાં આવે છે.

બંધારણ ભારતની લોકશાહી સરકાર માટે અસાધારણ મહત્ત્વ ધરાવે છે.

પ્રશ્ન 2.
ભારતના બંધારણમાં કટોકટી માટે કઈ કઈ જોગવાઈઓ કરવામાં આવી છે?
ઉત્તર:
ભારતના બંધારણમાં કટોકટી માટે કરવામાં આવેલી વિશિષ્ટ જોગવાઈઓ નીચે મુજબ છે:

  • યુદ્ધ, બાહ્ય આક્રમણ કે દેશમાં સશસ્ત્ર બળવા જેવી આંતરિક અશાંતિને કારણે સમગ્ર દેશની રાષ્ટ્રીય સલામતી કે તેના કોઈ પણ ભાગની સુરક્ષિતતા ભયમાં મુકાઈ ગઈ હોય ત્યારે દેશમાં સલામતી વિષયક કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવે છે.
  • રાજ્યપાલના અહેવાલ પરથી કે અન્ય રીતે રાષ્ટ્રપ્રમુખને ખાતરી થાય કે રાજ્યમાં બંધારણના નિયમો પ્રમાણે વહીવટ ચાલી શકે એમ નથી ત્યારે કેન્દ્રસરકાર બંધારણીય કટોકટીની સ્થિતિ જાહેર કરી શકે છે. તે રાજ્યમાં રાષ્ટ્રપ્રમુખનું શાસન લાગુ કરવામાં આવે છે.
  • સતત ભાવવધારાને કારણે નાણાંના મૂલ્યમાં ઝડપથી ધોવાણ થતું હોય ત્યારે નાણાકીય કટોકટીની સ્થિતિ જાહેર કરવામાં આવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *