This GSEB Class 9 Social Science Notes Chapter 19 ભારત : લોકજીવન covers all the important topics and concepts as mentioned in the chapter.
ભારત : લોકજીવન Class 9 GSEB Notes
→ ભારતના લોકોના ખોરાક, પહેરવેશ, રહેઠાણ, ભાષા, બોલી, ઉત્સવો, તહેવારો, ધર્મ વગેરેમાં ભિન્નતા છે. આથી ભારત વિવિધતામાં એકતા ધરાવતો ભાતીગળ દેશ ગણાય છે.
→ લોક જીવનની દૃષ્ટિએ ભારતને ચાર વિભાગોમાં વહેંચી શકાય :
- પશ્ચિમ ભારત
- ઉત્તર ભારત
- દક્ષિણ ભારત અને
- પૂર્વ ભારત.
1. પશ્ચિમ ભારતનું લોકજીવન:
→ પશ્ચિમ ભારતનાં મુખ્ય રાજ્યો રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્ય પ્રદેશ અને ગોવા છે. ગુજરાતમાં સંધશાસિત પ્રદેશો દમણ અને દીવ તથા દાદરા અને નગરહવેલીનો સમાવેશ થાય છે.
→ લોકોનો ખોરાક: અહીંના લોકો ખોરાકમાં અનાજ, કઠોળ, લીલાં શાકભાજી, દાળ-ભાત, ખીચડી, કઢી તેમજ દૂધ, દહીં, છાશ, માખણ વગેરેનો ઉપયોગ કરે છે. આ પ્રદેશમાં દરિયાકિનારે રહેતા લોકોનો મુખ્ય ખોરાક ભાત અને માછલી છે.
→ પહેરવેશ : રાજસ્થાનમાં પુરુષો ધોતિયું, અંગરખું અને રંગબેરંગી પાઘડી પહેરે છે; જ્યારે સ્ત્રીઓ ઘેરવાળો રંગીન ચણિયો અને કબજો પહેરે છે અને માથે ઓઢક્ષી ઓઢે છે. ગુજરાતમાં પુરુષો ધોતિયું, ઝભ્ભો કે ચોરણો અને માથે સફેદ ટોપી કે પાઘડી પહેરે છે; જ્યારે સ્ત્રીઓ સાડી, ચલિયો અને કબજો પહેરે છે. મહારાષ્ટ્રમાં પુરુષો ધોતિયું, પહેરણ અને માથે ટોપી કે પાઘડી પહેરે છે, જ્યારે સ્ત્રીઓ કછોટો વાળીને સાડી (મહારાષ્ટ્રીયન ઢબની સાડી પહેરે છે. મધ્ય પ્રદેશના લોકોનો પોશાક ગુજરાત અને મહારાષ્ટ્રના લોકો જેવો જ છે. ગોવામાં પુરુષો ધોતી અને પહેરણ પહેરે છે; જ્યારે સ્ત્રીઓ સાડી, ચણિયો અને કબજો પહેરે છે. આજે બધાં રાજ્યોમાં પુરુષો પેન્ટ-શર્ટ અને ટી-શર્ટ તથા સ્ત્રીઓ સલવાર-કમીઝ કે જીન્સ પહેરતી થઈ ગઈ છે
→ રહેઠાણઃ આ પ્રદેશમાં ઈંટ કે પથ્થર અને સિમેન્ટનાં ધાબાવાળાં મકાનો છે, ગામડાંઓમાં લોકો ઘાસ-માટીનાં બનાવેલાં મકાનોમાં રહે છે. અર્ધીની આદિવાસી પ્રજા વાસ અને લાકડાથી બનાવેલાં છૂટાંછવાયાં ઝૂંપડાંમાં રહે છે, કોંકણમાં મકાનોનાં છાપરાં ઢાળવાળાં હોય છે.
→ ભાષાઓ અહીંના લોકો મુખ્યત્વે હિન્દી, ગુજરાતી, મરાઠી અને કોંકણી ભાષા બોલે છે, દરેક રાજ્યમાં વિસ્તાર પ્રમાણે પ્રાદેશિક બોલીઓ બોલાય છે.
→ તહેવારો -ઉત્સવો: રાજસ્થાનનાં ઘુમ્મર, કચ્ચીપો) અને કાલબૈલિયા નૃત્યો તથા મહારાષ્ટ્રનું લાવણી નૃત્ય ખૂબ જ જાણીતાં છે. ગુજરાતના રાસ-ગરબા દુનિયાભરમાં જાણીતા છે. અહીંના લોકો દિવાળી, નવરાત્રી, શિવરાત્રી, ગણેશચતુર્થી, હોળી, દશેરા, મહાવીર જયંતી, ઈદ, મોરમ, નાતાલ, પતેતી, ચેટીચાંદ વગેરે તહેવારો ઊજવે છે.
→ મેળાઓ : આ પ્રદેશના પુષ્કર, સિદ્ધપુર, વૌઠા, તરણેતર, ભવનાથ, ડાંગ દરબાર વગેરે મેળાઓ ખૂબ જાણીતા છે. મધ્ય પ્રદેશના ઉજ્જૈન શહેરનો અને મહારાષ્ટ્રમાં નાશિકનો અર્ધકુંભમેળો અને ગોવાનો કાર્નિવલ ખૂબ જાણીતા છે,
2. ઉત્તર ભારતનું લોકજીવન:
→ ઉત્તર ભારતનાં મુખ્ય રાજ્યો પંજાબ, હરિયાણા, જમ્મુ-કશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્લી (રાષ્ટ્રીય રાજધાનીનો પ્રદેશ) વગેરે છે.
→ લોકોનો ખોરાક આર્ટીના લોકો ખોરાકમાં ઘઉની વાનગીઓ, કઠોળ, લીલાં શાકભાજી, દાળ-ભાત, માંસ-મચ્છી વગેરેનો ઉપયોગ કરે છે. પંજાબની લસ્સી, પરાઠાઓ, પનીર મિશ્રિત શાક વગેરે દેશભરમાં જાણીતાં છે.
→ પહેરવેશ: પંજાબ અને હરિયાણાના પુરુષો ખૂલતી સલવાર, લાંબી બાંયનો ઝભ્ભો અને માથે પંજાબી પાઘડી પહેરે છે, કેટલાક પુરુષો ઝભા પર ભરત કરેલ કોટી પહેરે છે; જ્યારે સ્ત્રીઓ સલવાર અને કમીઝ પહેરે છે, તે જ પંજાબી ડ્રેસ છે. જમ્મુ-કાશ્મીરના પુરુષો ચોરણો, લાંબી બાંયનો ઝભ્ભો અને જાકીટ પહેરે છે; સ્ત્રીઓ સલવાર-કમીઝ અને માથે સ્કાર્ફ બાંધે છે. હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના લોકોનો પોશાક જમ્મુ-કાશ્મીરના લોકોના પોશાક જેવો જ છે. વિશેષમાં, પુરુષો માથે ગઢવાલી રોપી પહેરે છે અને સ્ત્રીઓ માથે રૂમાલ બાંધે છે. ઉત્તર પ્રદેશના પુરુષો ધોતિયું, પહેરણ અને માથે ગમછો બાંધે છે; સ્ત્રીઓ સાડી, ચણિયો અને કબજો પહેરે છે.
→ રહેઠાણ : ઉત્તર ભારતના મેદાન પ્રદેશમાં ઈંટ અને સિમેન્ટનાં ધાબાવાળાં મકાનો હોય છે; જ્યારે ગામડાંમાં મોટા ભાગનાં મકાનો માટીનાં હોય છે. ઠંડા પહાડી વિસ્તારોમાં મકાનો લોકડાનાં અને – ઢળતા છાપરાવાળાં હોય છે.
→ ભાષાઓ પંજાબમાં પંજાબ, હરિયાણામાં હરિયાણવી, ઉત્તર પ્રદેશમાં હિન્દી અને ઉર્દૂ, જમ્મુ-કરમીરમાં ઉર્દૂ, કશ્મીરી અને ડોંગરી, ઉત્તરાખંડમાં હિન્દી અને હિમાચલ પ્રદેશમાં પહાડી ભાષાઓ બોલાય છે. આ ઉપરાંત, દરેક રાજ્યમાં પ્રાદેશિક બોલીઓ પણ બોલાય છે.
→ તહેવારો -ઉત્સવો : વૈશાખી અને લાહોરી પંજાબના તથા ઈદ અને મહોરમ જમ્મુ-કાશ્મીરનો મુખ્ય તહેવાર છે. હિમાચલમાં કુલુમાં દશેરાનો તહેવાર ઉજવાય છે. હોળી ઉત્તર પ્રદેશના મુખ્ય તહેવાર છે. આ ઉપરાંત, ઉત્તર ભારતમાં શિવરાત્રી, રામનવમી, જન્માષ્ટમી, દશેરા, ઈદ, મહોરમ, નાતાલ વગેરે તહેવારો ઊજવાય છે. ભાંગડા પંજાબનું અને કથક ઉત્તર પ્રદેશનું પ્રસિદ્ધ નૃત્ય છે.
→ મેળાઓ: હિમાચલ પ્રદેશમાં કુલુનો દશેરાનો, પંજાબનો શહીદોનો મેળો, ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજનો (અલાહાબાદનો) કુંભમેળો અને માઘમેળો વગેરે જાણીતા મેળાઓ છે. ઉત્તરાખંડમાં કુંભ અને અર્ધકુંભમેળા પ્રખ્યાત છે.
3. દક્ષિણ ભારતનું લોકજીવન:
→ દક્ષિણ ભારતનાં મુખ્ય રાજ્યો આંધ્ર પ્રદેશ, તેલંગણા, કર્ણાટક, તમિલનાડુ અને કેરલ છે. આ પ્રદેશમાં સંઘશાસિત પ્રદેશ પુડુચેરી(પોંડિચેરી)નો સમાવેશ થાય છે. ભૂપૃષ્ઠની દષ્ટિએ દક્ષિણ ભારત દ્વીપકલ્પ છે. દક્ષિણ ભારતનાં બધાં જ રાજ્યો દરિયાકિનારે આવેલાં છે.
→ લોકોનો ખોરાક: દક્ષિણ ભારતના લોકોનો મુખ્ય ખોરાક ભાત, માછલી અને કઠોળ છે. આ ઉપરાંત, તેઓ ખોરાકમાં ચોખામાંથી બનાવેલ ઈડલી, ડોસા અને મેંદુવડા જેવી વાનગીઓ કોપરાની ચટણી તથા ‘રસમ’ નામે જાણીતી દાળ સાથે લે છે. કૉફી અહીંનું લોકપ્રિય પીણું છે.
→ પહેરવેશ: દક્ષિણ ભારતની આબોહવા ગરમ અને ભેજવાળી હોવાથી અહીંના લોકો ખૂલતાં સુતરાઉ કપડાં પહેરે છે. અહીંના પુરુષો લુંગી કે ટૂંકી ધોતી, પહેરણ, ખભે ખેસ અને માથે પાઘડી પહેરે છે; જ્યારે સ્ત્રીઓ દક્ષિણી સાડી, ચણિયો અને કબજો પહેરે છે. ફૂલોની શોખીન સ્ત્રીઓ માથામાં વેણી પહેરે છે.
→ રહેઠાણ : દક્ષિણ ભારતનાં શહેરોમાં ઈંટ-સિમેન્ટનાં ધાબાવાળાં આધુનિક ઢબનાં મકાનો હોય છે. અહીંના ગરમ વિસ્તારોમાં ઘાસ અને નાળિયેરનાં પાનથી છાજેલાં ઝૂંપડાં હોય છે. અહીંના વધુ વરસાદવાળા પ્રદેશોમાં ઢાળવાળાં છાપરાં હોય છે. દક્ષિણ ભારતના દરેક રાજ્યમાં લોકો ઘરના આંગણે રોજ રંગોળી પૂરે છે.
→ ભાષાઓ : આંધ્ર પ્રદેશ અને તેલંગણામાં તેલુગુ, કર્ણાટકમાં કન્નડ, તમિલનાડુમાં તમિલ અને કેરલમાં મલયાલમ ભાષા બોલાય છે. આ બધી ભાષાઓ દ્રવિડ કુળની ભાષાઓ છે.
→ તહેવારો – ઉત્સવોઃ આંધ્ર પ્રદેશમાં શિવરાત્રી, મકરસંક્રાંતિ અને | વિશાખા; કર્ણાટકમાં દશેરા, ઈદ અને નવરાત્રી; કેરલમાં ઓણમ, નાતાલ, ઈદ અને શિવરાત્રી તથા તમિલનાડુમાં પોંગલ વગેરે તહેવારો ઊજવાય છે.
4. પૂર્વ ભારતનું લોકજીવન:
→ પૂર્વ ભારતમાં બિહાર, ઝારખંડ, છત્તીસગઢ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, અસમ, અરુણાચલ પ્રદેશ, નાગાલૅન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા, મેઘાલય, સિક્કિમ વગેરે રાજ્યોનો સમાવેશ થાય છે. ઓડિશા અને પશ્ચિમ બંગાળ આ બે રાજ્યો દરિયાકિનારે આવેલાં છે.
→ લોકોનો ખોરાક: પૂર્વ ભારતના લોકોનો ખોરાક ભાત, માછલી, રોટલી, કઠોળ, લીલાં શાકભાજી વગેરે છે. રસગુલ્લાં’ અને ‘સંદેશ’ પશ્ચિમ બંગાળની પ્રિય મીઠાઈઓ છે.
→ પહેરવેશઃ બિહારમાં પુરુષો ધોતિયું, ઝભ્યો અને માથે પાઘડી પહેરે છે અને ખભે ખેસ નાખે છે; સ્ત્રીઓ સાડી, ચણિયો અને કબજો પહેરે છે. પશ્ચિમ બંગાળના પુરુષો પાટલીવાળું ધોતિયું અને રેશમી ઝભ્ભો પહેરે છે; જ્યારે સ્ત્રીઓ બંગાળી ઢબે સાડી પહેરે છે.
→ રહેઠાણઃ પૂર્વ ભારતનાં મેદાનોમાં ઈંટ-સિમેન્ટનાં બનેલાં પાકાં મકાનો હોય છે. પહાડી વિસ્તારોનાં મકાનો લાકડાં અને વાંસનાં બનેલાં હોય છે. અહીંના વધારે વરસાદવાળા વિસ્તારોમાં ઝૂંપડાંનાં છાપરાં ઢાળવાળાં હોય છે. પશ્ચિમ બંગાળના લોકો ઘરના પાછલા ભાગમાં પુકુર (નાનકડું તળાવ) બનાવી તેમાં માછલાં ઉછેરે છે.
→ ભાષાઓ પૂર્વ ભારતમાં ઝારખંડ, છત્તીસગઢ અને બિહારમાં હિન્દી, અસમમાં અસમી, ઓડિશામાં ઉડિયા, પશ્ચિમ બંગાળમાં બંગાળી (બાંગ્લા), મેઘાલયમાં ગારો અને ખાસી તથા મિઝોરમમાં મિઝો ભાષા બોલાય છે.
→ તહેવારો – ઉત્સવોઃ પૂર્વ ભારતમાં બિહારમાં છઠ્ઠ અને ભૈયાદૂજ તથા પશ્ચિમ બંગાળમાં દુર્ગાપૂજાના તહેવારો ભવ્ય રીતે ઊજવવામાં આવે છે. આ ઉપરાંત, અહીં ઈદ અને ક્રિસમસના તહેવારો પણ ઊજવાય છે. પુરી(જગન્નાથપુરી)ની રથયાત્રા જગપ્રસિદ્ધ છે. પશ્ચિમ બંગાળનું રવીન્દ્ર સંગીત અને છાઉ નૃત્ય, અસમનાં બિહુ અને ઓજમાલી નૃત્યો, ઓડિશાનું ઓડિશી નૃત્ય અને મણિપુરનું મણીપુરી નૃત્ય જાણીતાં છે.