This GSEB Class 9 Social Science Notes Chapter 4 ભારતની રાષ્ટ્રીય ચળવળો covers all the important topics and concepts as mentioned in the chapter.
ભારતની રાષ્ટ્રીય ચળવળો Class 9 GSEB Notes
→ 1857ના સંગ્રામનાં મુખ્ય કારણો : અંગ્રેજ સરકાર દ્વારા રાજકીય અન્યાયો, ભારતના જુદા જુદા વર્ગોની આર્થિક પાયમાલી, ભારતની સામાજિક વ્યવસ્થાની અવગણના, હિંદુ ધર્મમાં દરમિયાનગીરી, હિંદી સિપાઈઓનો અસંતોષ વગેરે.
→1857ના સંગ્રામનું સૌથી મહત્ત્વનું કારણ હતું. ભારતીય સૈનિકોનો અસંતોષ ભારતીય લશ્કરમાં દાખલ કરાયેલી ઍન્ફિલ્ડ નામની રાઇફલ 1857ના સંગ્રામનું તાત્કાલિક કારણ હતું.
→ 1857ના સંગ્રામમાં જગદીશપુરના રાજા કુંવરસિંહ, કાનપુરના પેશવા નાનાસાહેબે, તાત્યા ટોપેએ, ઝાંસીની રાણી લક્ષ્મીબાઈએ, બહાદુરખાને, મુઘલ બાદશાહ બહાદુરશાહે, અવધના નવાબની
બેગમ હજરતમહાલે મહત્ત્વનો ભાગ ભજવ્યો.
→ 1857ના સંગ્રામના અંતે ભારતમાંથી કંપનીના શાસનનો અંત આવ્યો. ભારતમાં બ્રિટિશ તાજ(બ્રિટિશ સરકાર)નું શાસન સ્થપાયું.
→ નિર્ધારિત સમય કરતાં વિપ્લવની વહેલી શરૂઆત, કેન્દ્રીય નેતૃત્વનો અભાવ, સંગ્રામકારીઓએ રાષ્ટ્રીય ભાવના કરતાં પોતાના અંગત સ્વાર્થને આપેલું મહત્ત્વનું યોગ્ય અને સંગતિ નેતાગીરીનો અભાવ, શિક્ષિતોના સાથ અને સહકારનો અભાવ, શીખો અને ગુરખાઓનું અંગ્રેજોને સમર્થન વગેરે 1857ના વિપ્લવની નિષ્ફળતાનાં મુખ્ય કારણો હતાં.
→ ઈ. સ. 1905માં વાઇસરૉય કર્ઝને બંગાળ પ્રાંતનો વહીવટ કાર્યક્ષમ બનાવવાના બહાના હેઠળ ભારતમાં સૌથી વધુ જાગ્રત બંગાળી પ્રજાની – હિંદુ અને મુસ્લિમ પ્રજાની કોમી એકતા તોડવા બંગાળના પૂર્વ બંગાળ અને પશ્ચિમ બંગાળ એમ બે ભાગલા પાડ્યા.
→ 16 ઑક્ટોબર, 1905ના રોજ બંગાળના ભાગલાનો અમલ શરૂ થયો. બંગાળના ભાગલાના વિરોધમાં દેશભરમાં બંગભંગ વિરોધી આંદોલન થયું. બંગભંગના દિવસને “રાષ્ટ્રીય શોકદિન’ તરીકે મનાવાયો. તે દિવસે તમામ વિદેશી માલના બહિષ્કારને અને સ્વદેશી માલના ઉપયોગને ઉત્તેજન આપવામાં આવ્યું.
→ સ્વદેશી આંદોલનનાં મુખ્ય ત્રણ લક્ષણો હતાં : (1) સ્વદેશી અપનાવવું, (2) વિદેશી માલનો બહિષ્કાર કરવો અને (3) રાષ્ટ્રીય શિક્ષણ અપનાવવું.
→ વિદેશી માલના બહિષ્કારને કારણે સ્વદેશી માલને ઉત્તેજન મળ્યું. ભારતને આર્થિક ફાયદો થયો, જ્યારે ઇંગ્લેન્ડને મોટું નુકસાન થયું. તેથી બ્રિટિશ પાર્લામેન્ટ પુનર્વિચારણા કરીને ઈ. સ. 1911માં બંગાળના ભાગલા રદ કર્યા. દેશની ભાવિ રાષ્ટ્રીય લડત માટે આ બનાવ પ્રેરણાદાયી બન્યો.
→ “ભાગલા પાડો અને રાજ કરો’ની અંગ્રેજ સરકારની નીતિને પરિણામે ઈ. સ. 1906માં મુસ્લિમ લીગની સ્થાપના થઈ. તેમાં વાઇસરૉય લૉર્ડ મિન્ટોએ મુસ્લિમોને ખૂબ મદદ કરી. કેટલાક લેખકોએ મિન્ટોને ‘મુસ્લિમ કોમવાદના પિતા’ કહ્યા. ભારતમાં હિંદુ-મુસ્લિમ એકતાની ઇમારતમાં તિરાડ પડી. અંતે એ તિરાડ ઈ. સ. 1947માં હિંદના ભાગલા માટે કારણરૂપ બની.
→ ભારતમાં ક્રાંતિકારી ચળવળની શરૂઆત વાસુદેવ બળવંત ફડકેએ કરી.
દામોદર ચાફેકર અને બાલકૃષ્ણ ચાફેકર, વીર સાવરકર, બારીન્દ્રનાથ ઘોષ, ખુદીરામ બોઝ, પ્રફુલ્લ ચાકી, રામપ્રસાદ બિસ્મિલ’, અશફાક ઉલ્લાખાં, ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ, શિવરામ રાજગુરુ, સુખદેવ, બટુકેશ્વર દત્ત, રોશનસિંહ વગેરે ક્રાંતિકારીઓએ રાષ્ટ્રવાદની
જ્યોત જલતી રાખી.
→ ઉગ્ર ક્રાંતિકારી ચળવળના ઉદ્ભવ માટે બંગભંગની ચળવળ, કોંગ્રેસમાં
પડેલા જહાલ અને મવાળ એવા બે ભાગલા, કોંગ્રેસની માત્ર ઠરાવો, વિનંતીઓ અને આજીજી કરવાની પદ્ધતિનો પ્રચંડ વિરોધ વગેરે સંજોગો જવાબદાર હતા.
→ લાલા લજપતરાય, બાળગંગાધર ટિળક અને બિપિનચંદ્ર પાલની ત્રિપુટીએ જહાલવાદી નીતિ અપનાવી. તેનાથી હિંદના યુવા કાર્યકરોમાં નવી જાગૃતિ આવી.
→ લોકમાન્ય ટિળકે ઉગ્ર ભાષામાં જાહેર કર્યું કે, “સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ હક છે અને હું તેને લઈને જ જંપીશ.” આ જાહેરાત આઝાદીના લડવૈયાઓનો મંત્ર બની ગયો.
→ અલીપુર હત્યાકાંડ, હાવડા હત્યાકાંડ, કાકોરી લૂંટ કેસ, કેન્દ્રીય ધારાસભામાં બૉમ્બ વિસ્ફોટ વગેરે બનાવોમાં અંગ્રેજ સરકારે અનેક ક્રાંતિકારીઓની ધરપકડ કરી. ‘ઇન્કલાબ ઝિંદાબાદ’ અને ‘વંદે માતરમ’ના ગગનભેદી નારા સાથે કેટલાયે ક્રાંતિકારીઓ વીરગતિ પામ્યાં.
→ ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની સૌપ્રથમ ભૂમિકા તૈયાર કરનાર શ્રી અરવિંદ ઘોષ હતા. તેમના ભાઈ શ્રી બારીન્દ્રકુમાર ધોષે તેમજ પુરાણી બંધુઓએ ગુજરાતના યુવાનોને ક્રાંતિ માટે તૈયાર કર્યા.
→ ભારતને ગુલામીમાંથી આઝાદ કરવા ક્રાંતિકારી ચળવળો વિદેશોમાં પણ શરૂ થઈ. ભારતના જ વતની એવા ક્રાંતિકારીઓએ વિવિધ સંસ્થાઓ સ્થાપી વિદેશોમાં અંગ્રેજો વિરુદ્ધ ભાવના વ્યક્ત કરી.
→ ઈ. સ. 1909માં વાઇસરૉય મિન્ટો અને હિંદી વજીર મોર્લીએ ભારતને આપેલા સુધારા “મોર્લે-મિન્ટો સુધારા’ તરીકે જાણીતા બન્યા.
→ દક્ષિણ આફ્રિકામાં સત્યાગ્રહની સફળ લડત ચલાવી ગાંધીજી – ઈ. સ. 1915માં ભારત પાછા આવ્યા. અંગ્રેજો દ્વારા પ્રજાનું શોષણ થતું જોઈને તેમણે ભારતમાંથી બ્રિટિશ શાસનને નાબૂદ કરવા માટે ઉપાયો વિચાર્યા.
→ ભારતીયોના વ્યક્તિ સ્વાતંત્ર અને વાણીસ્વાતંત્ર્યને છીનવી લેતા રૉલેટ ઍક્ટનો સમગ્ર દેશમાં પ્રચંડ વિરોધ થયો. ગાંધીજીએ તેને કાળો કાયદો’ કહ્યો. તેનાથી અસહકારના આંદોલનની ભૂમિકા રચાઈ.
→ રૉલેટ ઍક્ટ અને નેતાઓની ધરપકડનો વિરોધ કરવા 13 એપ્રિલ, 1919ના દિવસે અમૃતસરના જલિયાંવાલા બાગમાં એકઠા થયેલા લોકો પર પૂર્વ જનરલ ડાયરે ચેતવણી આપ્યા વિના અંધાધુંધ ગોળીબાર કરાવી અમાનુષી હત્યાકાંડ સર્યો. આ બનાવે સમગ્ર રાષ્ટ્રમાં અંગ્રેજો વિરુદ્ધ પ્રચંડ લોકમત ઊભો કર્યો.
→ પ્રથમ વિશ્વયુદ્ધને અંતે મિત્રરાષ્ટ્રોએ તુર્કીના સુલતાન સાથે અત્યંત કડક શરતોવાળી સંધિ કરી. તુર્કીનો સુલતાન ઇસ્લામ ધર્મનો ખલીફા (ધાર્મિક વડો) હતો. પોતાના ખલીફા પ્રત્યે થયેલા અન્યાયથી નારાજ થયેલા હિંદના મુસ્લિમોએ “ખિલાફત આંદોલન’ શરૂ કર્યું. ગાંધીજીએ હિંદુ-મુસ્લિમ એકતા માટે એ આંદોલનને ટેકો આપ્યો.
→ ઈ. સ. 1920માં ગાંધીજીએ અસહકારનું આંદોલન શરૂ કર્યું. આંદોલનના હકારાત્મક (રચનાત્મક) અને નિષેધાત્મક (ખંડનાત્મક) કાર્યક્રમો જાહેર કરવામાં આવ્યા. આંદોલન પૂરજોશમાં ચાલતું હતું એ દરમિયાન ચૌરી ચૌરામાં મોટી હિંસક ઘટના બનતાં ગાંધીજીએ અસહકારના આંદોલનને તત્કાળ મોકુફ રાખવાની જાહેરાત કરી. એ આંદોલન કેટલાંક કારણોસર તેના ઉદ્દેશો સિદ્ધ કરી શક્યું નહિ.
→ અંગ્રેજ સરકાર સામે પોતાની રીતે બંધારણીય લડત આપવા ઈ. સ. 1923માં ચિત્તરંજનદાસ મુનશી અને પંડિત મોતીલાલ નેહરુએ કોંગ્રેસમાં “સ્વરાજ્ય પક્ષ’ની સ્થાપના કરી.
→ સ્વરાજ્ય પક્ષે નવેમ્બર, 1923ની ચૂંટણીઓમાં ભાગ લીધો અને કેન્દ્રીય ધારાસભામાં અને કેટલીક પ્રાંતીય ધારાસભામાં બહુમતી મેળવી. તેણે બે વર્ષ દરમિયાન ધારાસભાઓમાં શિસ્તબદ્ધ કામગીરી બજાવી. જૂન, 1925માં ચિત્તરંજનદાસ મુનશીનું અવસાન થતાં સ્વરાજ્ય પક્ષ નબળો પડી ગયો.