Gujarat Board GSEB Solutions Class 6 Science Chapter 6 આપણી આસપાસ થતાં ફેરફારો Textbook Questions and Answers, Textbook Activities Pdf.
આપણી આસપાસ થતાં ફેરફારો Class 6 GSEB Solutions Science Chapter 6
GSEB Class 6 Science આપણી આસપાસ થતાં ફેરફારો Textbook Questions and Answers
પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રસ્નોત્તર
પ્રશ્ન 1.
જ્યારે તમે પાણી ભરેલા વિસ્તારમાં ફરો છો ત્યારે તમે તમારા પોશાકને વાળીને કે ખેંચીને તેની લંબાઈ ઘટાડો છો. શું આ ફેરફારને ઉલટાવી શકાય છે?
ઉત્તરઃ
હા, આ ફેરફાર ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. કારણઃ વાળેલા પોશાકને ઉકેલીને મૂળ સ્થિતિમાં લાવી શકાય છે.
પ્રશ્ન 2.
તમારા હાથથી અચાનક તમારું પ્રિય રમકડું છટકી જાય છે અને તૂટી જાય છે. તમે ક્યારેય આવો ફેરફાર ઇચ્છતા ન હતા. શું આ ફેરફાર ઉલટાવી શકાશે?
ઉત્તરઃ
ના, આ ફેરફાર ઉલટાવી શકાય તેવો ફેરફાર નથી. કારણ કે, તૂટેલા રમકડાને તેની મૂળ સ્થિતિમાં લાવી શકતું નથી.
પ્રશ્ન 3.
નીચે આપેલા કોષ્ટકમાં કેટલાક ફેરફારો આપવામાં આવેલ છે. પ્રત્યેક ફેરફારની સામે આપેલ ખાલી જગ્યામાં લખો કે તેને ઉલટાવી શકાય છે કે નહિ?
ઉત્તર:
પ્રશ્ન 4.
ચિત્ર દોરવાથી ડ્રૉઇંગ શીટમાં ફેરફાર આવી જાય છે. શું તમે આ ફેરફારને ઉલટાવી શકો છો?
ઉત્તરઃ
ચિત્ર ઘેરવાથી ડ્રેઇંગ શીટમાં ફેરફાર આવી જાય છે. જો ચિત્ર પેન્સિલથી ઘેરવામાં આવ્યું હોય, તો તેને સહેલાઈથી રબર વડે ભૂંસી શકાય અને ડ્રેઇંગ શીટ મૂળ સ્વરૂપમાં પાછી મળે. આ પરિસ્થિતિમાં તે ઉલટાવી શકાય તેવો ફેરફાર ગણાય. પરંતુ ચિત્ર રંગો પૂરી ઘેરવામાં આવ્યું હોય, તો ડ્રૉઇંગ શીટ મૂળ સ્વરૂપમાં પાછી મળી શકે નહિ. આ પરિસ્થિતિમાં તે ઉલટાવી શકાય નહિ તેવો ફેરફાર ગણાય.
પ્રશ્ન 5.
ઉદાહરણ આપીને ઉલટાવી શકાય અને ઉલટાવી ન શકાય તેવા ફેરફારનો ભેદ સ્પષ્ટ કરો.
ઉત્તર:
ઉલટાવી શકાય તેવા ફેરફાર |
ઉલટાવી ન શકાય તેવા ફેરફાર |
1. આ પ્રકારના ફેરફારમાં પદાર્થ મૂળ સ્વરૂપમાં પાછો મળે છે. | 1. આ પ્રકારના ફેરફારમાં પદાર્થ મૂળ સ્વરૂપમાં પાછો મેળવી શકાતો નથી. |
2. આ પ્રકારના ફેરફાર મોટે ભાગે ભૌતિક ફેરફાર હોય છે. | 2. આ પ્રકારના ફેરફાર મોટે ભાગે રાસાયણિક ફેરફાર હોય છે. |
3. બરફનું પાણી થવું એ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે. | 3. લોખંડનું કટાવું એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે. |
પ્રશ્ન 6.
તૂટેલા હાડકા પર બાંધેલ પાટા ઉપર પ્લાસ્ટર ઑફ પૅરિસ(POP)નું આવરણ ચઢાવવામાં આવે છે. સુકાવાથી તે કઠણ થઈ જાય છે. જેનાથી તૂટેલું હાડકું હલતું નથી. શું POPમાં થયેલ આ ફેરફારને ઉલટાવી શકાય?
ઉત્તરઃ
ના, POPમાં થયેલ આ ફેરફારને ઉલટાવી શકાય નહીં.
કારણઃ POP પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે અને POP નવા પદાર્થમાં ફેરવાઈ સખત બને છે. તે રાસાયણિક ફેરફાર હોવાથી ઉલટાવી શકાય નહિ તેવો ફેરફાર છે.
પ્રશ્ન 7.
રાત્રે સિમેન્ટની થેલી ખુલ્લામાં રાખેલી હતી. તે વરસાદના કારણે પલળી જાય છે. બીજા દિવસે તાપ નીકળે છે. સિમેન્ટમાં જે ફેરફાર થયો તેને ઉલટાવી શકાશે?
ઉત્તરઃ
ના, સિમેન્ટમાં થયેલ ફેરફાર ઉલટાવી શકાશે નહિ.
કારણ: સિમેન્ટ પાણી સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે અને સિમેન્ટ જામી પથ્થર જેવો સખત બની જાય છે. તે રાસાયણિક ફેરફાર હોવાથી ઉલટાવી શકાય નહિ તેવો ફેરફાર છે.
GSEB Class 6 Science આપણી આસપાસ થતાં ફેરફારો Textbook Activities
પાઠચપુસ્તકની પ્રવૃત્તિઓની સમજ
પ્રવૃત્તિ 1:
ફુગ્ગો ફુલાવવો એ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે તે દર્શાવવું.
સાધન-સામગ્રીઃ ફુગ્ગો.
પદ્ધતિઃ
- એક ફુગ્ગો લો.
- તેમાં મોં વડે હવા ભરી ફુલાવો. ફુગ્ગાના આકાર અને કદમાં ફેરફાર થાય છે તે જુઓ.
- હવે તેમાંથી હવા કાઢી નાખો. શું જોવા મળે છે તે નોંધો.
અવલોકન: ફુગ્ગો મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે છે.
નિર્ણયઃ ફુગ્ગો ફુલાવવો એ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે.
પ્રવૃત્તિ ૨:
કાગળના ટુકડાને વાળીને વિમાન બનાવવું એ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે તે દર્શાવવું.
સાધન-સામગ્રીઃ કાગળનો ટુકડો.
પદ્ધતિઃ
- એક કાગળનો ટુકડો લો.
- તેને આકતિમાં દર્શાવ્યા વાળી વિમાન બનાવો.
- હવે કાગળને ઉકેલી સીધો કરો.
- મૂળ કાગળ જેવો જ કાગળ મળે છે.
અવલોકન: કાગળના ટુકડાને યોગ્ય રીતે વાળવાથી વિમાન બને છે અને તેને સીધો કરવાથી મૂળ સ્વરૂપમાં કાગળ પુનઃ પ્રાપ્ત થાય છે.
નિર્ણયઃ કાગળના ટુકડાને વાળીને વિમાન બનાવવું એ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે.
પ્રવૃત્તિ ૩:
ઘઉંના લોટની કણકના પિંડામાંથી રોટલી વણવી એ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે તે દર્શાવવું.
સાધન-સામગ્રીઃ ઘઉંના લોટની કણક, આડણી-વેલણ.
પદ્ધતિઃ
- ઘઉંના લોટની કણકમાંથી એક ગોળ નાનો પિંડો બનાવો.
- તેમાંથી વણીને રોટલી બનાવો.
- વણેલી રોટલીને ફરીથી પિડામાં પરિવર્તિત કરી શકાય છે?
અવલોકન: કણકના પિંડામાંથી રોટલી બને છે અને રોટલીને ફરીથી પિડામાં પરિવર્તિત કરી શકાય છે.
નિર્ણયઃ ઘઉંના લોટની કણકના પિંડામાંથી રોટલી વણવી એ ઉલટાવી શકાય તેવો ફેરફાર છે.
પ્રવૃત્તિ 4:
ફુગ્ગાનું ફૂટવું એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે તે દર્શાવવું.
સાધન-સામગ્રીઃ ફુગ્ગો, અણીદાર પેન્સિલ, દોરો.
પદ્ધતિઃ
- એક ફુગ્ગો લઈ તેને પૂર્ણ કદ સુધી ફુલાવો.
- તેના મુખને દોરી વડે બાંધી દો.
- તે ફુગ્ગાને અણીદાર પેન્સિલથી દબાવો. આથી ફુગ્ગો ફૂટી જશે.
- ફૂટી ગયેલા ફુગ્ગામાંથી મૂળ ફુગ્ગો પાછો મળે છે?
અવલોકન: ફૂટી ગયેલા ફુગ્ગામાંથી મૂળ ફુગ્ગો પાછો મળતો નથી.
નિર્ણય: ફુગ્ગાનું ફૂટવું એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે.
પ્રવૃત્તિ 5:
કાગળ પર દોરેલા વિમાનના ચિત્રને કાપીને બનાવેલ વિમાન એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે તે દર્શાવવું.
સાધન-સામગ્રી : કાગળ, કાતર.
પદ્ધતિઃ
- કાગળનો ટુકડો લો.
- તેના પર વિમાનનું રેખાચિત્ર દોરો.
- તેને બહારની રેખાથી કાપો અને વિમાનની આકૃતિ મેળવો.
કાપેલા વિમાનમાંથી મૂળ કાગળ પાછો મળે છે?
અવલોકન: કાપેલા વિમાનમાંથી મૂળ કાગળ પાછો મળતો નથી.
નિર્ણયઃ કાગળને કાપીને બનાવેલ વિમાન એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે.
પ્રવૃત્તિ 6:
વણેલી રોટલીને શેકવી એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે તે દર્શાવવું.
સાધન-સામગ્રી વણેલી રોટલી, તવો, ગેસ-સ્ટવ.
પદ્ધતિઃ
- લોટના કણકમાંથી પિંડો બનાવીને તેને આડણી-વેલણની મદદથી રોટલી વણો.
- વણેલી રોટલીને તવા પર શેકો.
શેકેલી રોટલીમાંથી વણેલી રોટલી પાછી મળે છે?
અવલોકન: શેકેલી રોટલીમાંથી વણેલી રોટલી પાછી મળતી નથી.
નિર્ણયઃ વણેલી રોટલીને શેકવી એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે.
પ્રવૃત્તિ 7:
મીણબત્તીનું સળગવું એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે તે દર્શાવવું.
સાધન-સામગ્રીઃ મીણબત્તી, દીવાસળીની પેટી, ફૂટપટ્ટી.
પદ્ધતિઃ
- એક નાની મીણબત્તી લઈ તેની લંબાઈ ફૂટપટ્ટી વડે માપો.
- મીણબત્તીને ઊભી રાખી સળગાવો.
- કેટલાક સમય સુધી તેને સળગવા દો.
- હવે મીણબત્તીને ઓલવી નાખો. ફરીથી તેની લંબાઈ માપો.
શું મીણબત્તીની લંબાઈમાં થયેલ ફેરફાર ઉલટાવી શકાય છે?
અવલોકનઃ મીણબત્તી સળગે છે ત્યારે મણ વપરાતું જાય છે અને તેથી મીણબત્તીની લંબાઈ ઘટતી જાય છે.
નિર્ણયઃ મીણબત્તીનું સળગવું એ ઉલટાવી ન શકાય તેવો ફેરફાર છે.