Gujarat Board GSEB Solutions Class 7 Sanskrit Chapter 3 सुभाषितानि Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Gujarat Board Textbook Solutions Class 7 Sanskrit Chapter 3 सुभाषितानि
GSEB Solutions Class 7 Sanskrit सुभाषितानि Textbook Questions and Answers
योजकः तत्र दुर्लभः स्वाध्यायः
1. નીચેના શબ્દોનું મોટેથી ઉચ્ચારણ કરો :
उष्ट्रभ्रातः, वक्र:, चञ्चुः, लज्जा, पुच्छम्, दृष्ट्वा, स्वास्थ्यम्, ग्रीवा, शक्नोति, स्वामिभक्तः, अमन्त्रमक्षरम्, मूलमनौषधम्, योजकस्तत्र।
उत्तर:
(તમારા સંસ્કૃત શિક્ષકના માર્ગદર્શન હેઠળ આ શબ્દોનું સ્પષ્ટ અને શુદ્ધ ઉચ્ચારણ ત્રણ વાર કરો.)
2. પાઠ વાંચીને નીચેના પ્રશ્નોના ઉત્તર સંસ્કૃતમાં આપો અને લખો :
પ્રશ્ન 1.
उष्ट्रः स्वभावेन कीदृशः अस्ति ?
उत्तर:
उष्ट्रः स्वभावेन वक्रः अस्ति।
પ્રશ્ન 2.
उष्ट्र: वृक्षस्य उपरि कं पश्यति ?
उत्तर:
उष्ट्रः वृक्षस्य उपरि एकं शुकं पश्यति।
પ્રશ્ન 3.
उष्ट्रः शुकं किं कथयति ?
उत्तर:
उष्ट्रः शुकाय कथयति, “हे शुक! तव चञ्चुः वक्रा अस्ति।”
પ્રશ્ન 4.
कस्य पुच्छं वक्रम् अस्ति ?
उत्तर:
कुक्कुरस्य पुच्छं वक्रम् अस्ति।
પ્રશ્ન 5.
कः मनुष्यवाणी वस्तुं शक्नोति ? कस्य ग्रीवा वक्रा?
उत्तर:
शुकः मनुष्यवाणी वक्तुं शक्नोति। बकस्य ग्रीवा वक्रा च।
પ્રશ્ન 6.
कः मरुभूम्याः नृपः अस्ति ?
उत्तर:
उष्ट्रः मरुभूम्याः नृपः अस्ति।
પ્રશ્ન 7.
कस्य स्वामिभक्तिः प्रचलिता ?
उत्तर:
कुक्कुरस्य स्वामिभक्तिः प्रचलिता।
3. નીચે આપેલાંવિધાનોની સામેના [ ] માં પાઠને આધારે જો સાચું હોય તો ‘મામ્’ અને ખોટું હોય તો ‘ર’ લખો :
- शुकः स्वभावेन वक्र: अस्ति।
- शुकस्य चञ्चुः वक्रा अस्ति।
- बकः मनुष्यवाणी वक्तुं शक्नोति।
- शुकस्य एकाग्रता प्रचलिता अस्ति।
- उष्ट्रः मरुभूम्याः नृपः अस्ति।
उत्तर:
- शुकः स्वभावेन वक्रः अस्ति।
- शुकस्य चञ्चुः वक्रा अस्ति।
- बकः मनुष्यवाणी वक्तुं शक्नोति।
- शुकस्य एकाग्रता प्रचलिता अस्ति।
- उष्ट्रः मरुभूम्याः नृपः अस्ति।
4. કોષ્ટકમાં આપેલા શબ્દોનો યોગ્ય ઉપયોગ કરી વાક્ય બનાવો :
ઉદાહરણ : उष्ट्रः वने अटति।
उत्तर:
- शुकः जलम् पिबति।
- अहं मोदकम् खादामि।
- किशनः पुस्तकम् पठति।
- माला लज्जाम् अनुभवति।
5. ઉદાહરણ મુજબ વાક્ય બનાવો :
ઉદાહરણ : विराजः कृशः किन्तु शक्तिमान् अस्ति । (शक्तिमान्)
- अमिता शिशुः ________________। (निर्भया)
- नीमवृक्षः तिक्तः ________________। (गुणकारी)
- रुग्णालयः लघुः ________________। (स्वच्छः)
- पर्वतः दूरेः ________________। (रमणीयः)
- कोकिलः कृष्णः ________________। (मधुभाषी)
- उत्तर:
- अमिता शिशुः किन्तु निर्भया अस्ति।
- नीमवृक्षः तिक्तः किन्तु गुणकारी अस्ति।
- रुग्णालयः लघुः किन्तु स्वच्छः अस्ति।
- पर्वतः दूरे किन्तु रमणीयः अस्ति।
- कोकिलः कृष्णः किन्तु मधुरभाषी अस्ति।
6. ઉદાહરણ મુજબ વિધાન બનાવો :
ઉદાહરણ : एषः बकः। ________________। (एकाग्रता)
एषः बकः। तस्य एकाग्रता प्रचलिता।
- एषः शुकः। ________________। (स्वामिभक्तिः)
- एषः कुक्कुरः। ________________। (स्वामिभक्तिः )
- सः राष्ट्रपिता। ________________। (संकल्पशक्तिः )
- सः शिक्षकः। ________________। (कार्यनिष्ठा)
- सः छात्रालयः। ________________। (व्यवस्था)
उत्तर:
- एषः शुकः। तस्य मनुष्यवाणी प्रचलिता।
- एषः कुक्कुरः। तस्य स्वामिभक्तिः प्रचलिता।
- सः राष्ट्रपिता। तस्य संकल्पशक्तिः प्रचलिता।
- सा शिक्षिका। तस्याः कार्यनिष्ठा प्रचलिता।
- सः छात्रालयः। तस्य व्यवस्था प्रचलिता।
7. તમારા શિક્ષક જે શબ્દો બોલે તે ધ્યાનથી સાંભળીને તમારી નોટબુકમાં લખો. તમારા શિક્ષકને તપાસવા આપો અથવા તમારા સહપાઠી પાસે તપાસ કરાવો. જો ભૂલ હોય તો ફરીથી ભૂલ ન થાય તેની તકેદારી રાખો.
8. તમારી નોટબુકમાં ઊંટનું ચિત્ર દોરી તેમાં રંગ પૂરો.
योजकः तत्र दुर्लभः प्रवृति:
- આ વાર્તાનું વાચન કરો.
- તમારી શાળા કે ગામની લાઇબ્રેરીમાંથી ઇસપની બાળવાર્તા શોધીને વાંચો.
- તમારા વિસ્તારમાં જોવા મળતાં પશુ-પક્ષીઓની યાદી બનાવી તેમની વિશેષતા લખો.
Sanskrit Digest Std 7 GSEB योजकः तत्र दुर्लभः Important Questions and Answers
योजकः तत्र दुर्लभः વિશેષ પ્રોત્તર
1. નીચેના પ્રત્યેક પ્રશ્નનો ઉત્તર સંસ્કૃતમાં અને ગુજરાતીમાં એક વાક્યમાં આપોઃ
પ્રશ્ન 1.
कः स्वभावेन वक्रः अस्ति?
उत्तर:
उष्ट्रः स्वभावेन वक्रः अस्ति। ઊંટ સ્વભાવે વાંકું હોય છે.
પ્રશ્ન 2.
उष्ट्रः सर्वदा किं पश्यति?
उत्तर:
उष्ट्रः सर्वदा दोषम् एव पश्यति। ઊંટ હંમેશાં (અન્યનો) દોષ જ જુએ છે.
પ્રશ્ન 3.
उष्ट्रः शुकं कुत्र पश्यति?
उत्तर:
उष्ट्रः शुकं वृक्षस्य उपरि पश्यति। ઊંટ પોપટને ઝાડની ઉપર જુએ છે.
પ્રશ્ન 4.
शुकस्य चञ्चुः कीदृशी अस्ति?
उत्तर:
शुकस्य चञ्चुः वक्रा अस्ति। પોપટની ચાંચ વાંકી છે.
પ્રશ્ન 5.
शुकः किम् अनुभवति?
उत्तर:
शुकः लज्जाम् अनुभवति। પોપટ શરમ અનુભવે છે.
પ્રશ્ન 6.
कुक्कुरः किमर्थं लज्जाम् अनुभवति?
उत्तर:
कुक्कुरस्य पुच्छं वक्रम् अस्ति, अतः सः लज्जाम् अनुभवति। કૂતરાનું પૂંછડું વાંકું છે. આથી તે શરમ અનુભવે છે.
પ્રશ્ન 7.
बकस्य किम् अङ्गं वक्रम् अस्ति?
उत्तर:
बकस्य ग्रीवा वक्रा अस्ति। બગલાની ડોક વાંકી છે.
પ્રશ્ન 8.
उष्ट्रभ्रातुः स्वास्थ्यं कीदृशम् अस्ति?
उत्तर:
उष्ट्रभ्रातुः स्वास्थ्यं समीचीनम् अस्ति। ઊંટભાઈનું આરોગ્ય સારું છે.
પ્રશ્ન 9.
शृगालः शुकविषये किं वदति?
उत्तर:
शृगालः वदति यत् शुकस्य चञ्चुः वक्रा किन्तु सः मनुष्यवाणी वक्तुं शक्नोति। શિયાળ કહે છે કે પોપટની ચાંચ વાંકી છે પણ તે મનુષ્યવાણી બોલી શકે છે.
પ્રશ્ન 10.
शृगालः कुक्कुरस्य विषये किं वदति?
उत्तर:
शृगालः वदति यत् कुक्कुरस्य पुच्छं वक्रं किन्तु सः स्वामिभक्तः अस्ति। શિયાળ કહે છે કે કૂતરાનું પૂંછડું વાંકું છે પરંતુ તે પોતાના માલિકને વફાદાર છે.
પ્રશ્ન 11.
शृगालः बकस्य ग्रीवाविषये किं वदति?
उत्तर:
शृगालः वदति यत् बकस्य ग्रीवा वक्रा किन्तु तस्य एकाग्रता प्रचलिता। શિયાળ કહે છે કે બગલાની ડોક વાંકી છે પણ તેની એકાગ્રતા જાણીતી છે.
2. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ शोधो:
પ્રશ્ન 1.
कः स्वभावेन वक्रः अस्ति?
A. शुकः
B. उष्ट्रः
C. कुक्कुरः
D. बकः
उत्तर:
B. उष्ट्रः
પ્રશ્ન 2.
शुकः ………………………………….. अनुभवति।
A. सुखम्
B. दुःखम्
C. लज्जाम्
D. कष्टम्
उत्तर:
C. लज्जाम्
પ્રશ્ન 3.
कः स्वामिभक्तः अस्ति?
A. बकः
B. शुकः
C. मृगः
D. श्वानः
उत्तर:
D. श्वानः
પ્રશ્ન 4.
उष्ट्रभातुः स्वास्थ्यं कीदृशम् अस्ति?
A. समीचीनम्
B. सुन्दरम्
C. सुदृढम्
D. सम्यक्
उत्तर:
A. समीचीनम्
પ્રશ્ન 5.
‘अटति’ શબ્દનો ગુજરાતી અર્થ લખો. (આપો.)
A. ફરે છે.
B. આટો
C. જાય છે.
D. એક્લો, અટૂલો
उत्तर:
A. ફરે છે.
પ્રશ્ન 6.
‘मरुभूमिः’ શબ્દનો ગુજરાતી અર્થ આપો.
A. ટુંડ્રપ્રદેશ
B. રણપ્રદેશ
C. ઘાસનું મેદાન
D. ગુપ્તપ્રદેશ
उत्तर:
B. રણપ્રદેશ
પ્રશ્ન 7.
शुकः मनुष्यवाणी ……………” शक्नोति।
A. उक्तम्
B. उक्त्वा
C. वक्तुम्
D. वक्तव्यम्
उत्तर:
C. वक्तुम्
પ્રશ્ન 8.
बकस्य किम् अङ्गं वक्रम् अस्ति?
A. पुच्छम्
B. ग्रीवा
C. चञ्चुः
D. शुण्डा
उत्तर:
B. ग्रीवा
પ્રશ્ન 9.
કોની એકાગ્રતા પ્રચલિત છે?
A. કૂતરાની
B. પોપટની
C. ઊંટની
D. બગલાની
उत्तर:
D. બગલાની
પ્રશ્ન 10.
उष्ट्रः सर्वदा ……………………………….. एव पश्यति। – रिक्तस्थाने उचितं कर्मपदं लिखत।
A. दोषम्
B. गुणम्
C. तृणम्
D. समीचीनम्
उत्तर:
A. दोषम्
પ્રશ્ન 11.
हे शुक! तव चञ्चुः ……………………………………. अस्ति।- रिक्तस्थाने उचितं विशेषणपदं लिखत।
A. कृष्णा
B. सरला
C. वक्रा
D. शोभना
उत्तर:
C. वक्रा
પ્રશ્ન 12.
“उष्ट्रभ्रातः कथम् अस्ति?” एतत् वाक्यं कः वदति?
A. शुकः
B. कुक्कुरः
C. बकः
D. शृगालः
उत्तर:
D. शृगालः
પ્રશ્ન 13.
भवतः अपि सर्वाणि ……………………………………. (अङ्ग) ……………………………………… (वक्राः) सन्ति।- रिक्तस्थानयोः उचिते शब्दरूपे लिखत।
A. अङ्गाः, वक्राः
B. अङ्ग, वक्र
C. अङ्गे, वक्रे
D. अङ्गानि, वक्राणि
उत्तर:
D. अङ्गानि, वक्राणि
પ્રશ્ન 14.
कः मनुष्यवाणी वक्तुं शक्नोति?
A. उष्ट्रः
B. बकः
C. शुक:
D. कुक्कुरः
उत्तर:
C. शुक:
પ્રશ્ન 15.
अमन्त्रम् ……………………………………… नास्ति।
A. मूलम्
B. शब्दम्
C. क्रियापदम्
D. अक्षरम्
उत्तर:
D. अक्षरम्
3. પાઠને આધારે યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરોઃ
- एकदा उष्ट्रः ………………………………….. अटति।
- हे शुक तव ………………………………….. वक्रा अस्ति।
- उष्ट्रः वदति, “स्वास्थ्यं समीचीनं किन्तु अन्यत् किमपि ………………………………….. नास्ति।”
- बकस्य ………………………………….. प्रचलिता अस्ति।
- अयोग्यः ………………………………….. पुरुषो नास्ति
उत्तर:
- वने
- चञ्चुः
- समीचीनं
- एकाग्रता
- योजकः
4. નીચે આપેલ વિધાનોની સામે [ ] માં પાઠને આધારે જો સાચું હોય તો ‘આ’ અને ખોટું હોય તો “ર’ લખો:
- उष्ट्रः सर्वदा दोषः एव पश्यति।
- उष्ट्रः मार्गे वृक्षस्य उपरि एकं बकं पश्यति।
- शुकः हसति अग्रे चलति।
- कुक्कुरः लज्जाम् अनुभवति।
- उष्ट्रं मार्गे बकः मिलति।
- अनौषधं मूलं न अस्ति।
उत्तर:
- उष्ट्रः सर्वदा दोषः एव पश्यति। [आम्]
- उष्ट्रः मार्गे वृक्षस्य उपरि एकं बकं पश्यति। [न]
- शुकः हसति अग्रे चलति। [न]
- कुक्कुरः लज्जाम् अनुभवति। [आम्]
- उष्ट्रं मार्गे बकः मिलति। [न]
- अनौषधं मूलं न अस्ति। [आम्]
5. નીચેના શબ્દોની સંધિ કરોઃ
- अमन्त्रम् + अक्षरम् =
- मूलम् + अनौषधम् =
- योजकः + तत्र =
- न + अस्ति =
- किम् + अपि =
उत्तर:
- अमन्त्रम् + अक्षरम् = अमन्त्रमक्षरम्
- मूलम् + अनौषधम् = मूलमनौषधम्
- योजकः + तत्र = योजकस्तत्र
- न + अस्ति = नास्ति
- किम् + अपि = किमपि
6. નીચે આપેલા શબ્દોના સંસ્કૃત અર્થ લખોઃ
- રાજા –
- પ્રખ્યાત, જાણીતું –
- અન્ય, બીજું –
- ડોક –
- મંત્ર ન હોય તેવો અક્ષર –
- ઔષધ ન હોય તેવું મૂળ –
उत्तर:
- રાજા – नृपः, नृपतिः, भूपः
- પ્રખ્યાત, જાણીતું – प्रचलितम्, प्रसिद्धम्
- અન્ય, બીજું – अन्यत्, अन्यः
- ડોક – ग्रीवा, कण्ठः
- મંત્ર ન હોય તેવો અક્ષર – अमन्त्रमक्षरम्
- ઔષધ ન હોય તેવું મૂળ – मूलमनौषधम्
7. નીચેના સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ લખોઃ
- उष्ट्र:- ઊંટ
- वक्र: – વાંકો, કુટિલ
- चञ्चुः – ચાંચ
- समीचीनम् – બરાબર
- मरुभूमिः – રણપ્રદેશ, રણ
- प्रयोजनम् – હેતુ, ઉદેશ
- योजक: – જોડનાર
- शुकः – પોપટ
- कुक्कुरः – કૂતરો
- शृगालः – શિયાળ
8. નીચેનાં વાક્યોનો સંસ્કૃતમાં અનુવાદ કરોઃ
પ્રશ્ન 1.
એક ઊંટ હોય છે.
उत्तर:
एकःउष्ट्रः अस्ति।
પ્રશ્ન 2.
એકવાર તે જંગલમાં રખડે છે.
उत्तर:
एकदा सः वने अटति।
પ્રશ્ન 3.
ઊંટ હસે છે આગળ ચાલે છે.
उत्तर:
उष्ट्रः हसति अग्रे चलति।
પ્રશ્ન 4.
હે કૂતરા! તારું પૂંછડું વાંકું છે.
उत्तर:
हे कुक्कुर। तव पुच्छं वक्रम् अस्ति।
પ્રશ્ન 5.
હે ઊંટભાઈ ! કેમ છે?
उत्तर:
उष्ट्रभ्रातः कथम् अस्ति?
પ્રશ્ન 6.
કશું જ નકામું નથી.
उत्तर:
किमपि निरर्थकं नास्ति।
પ્રશ્ન 7.
તે બાબતમાં યોજક દુર્લભ હોય છે.
उत्तर:
योजकस्तत्र दुर्लभः।
9. નીચેનાં વાક્યોને ઘટનાક્રમ મુજબ ગોઠવીને ફરીથી લખોઃ
- उष्ट्रः वदति, “स्वास्थ्यं समीचीनम् किन्तु अन्यत् किमपि समीचीनम् नास्ति।
- शृगालः पृच्छति, “उष्ट्रभ्रातः कथम् अस्ति?”
- मार्गे शृगालः मिलति।
- मार्गे सः कुक्कुरं पश्यति।
- मार्गे सः वृक्षस्य उपरि एकं शुकं पश्यति।
- बकः उष्ट्र प्रति पश्यति अपि न।
उत्तर:
- मार्गे सः वृक्षस्य उपरि एकं शुकं पश्यति।
- मार्गे सः कुक्कुरं पश्यति।
- बकः उष्ट्रं प्रति पश्यति अपि न।
- मार्गे शृगालः मिलति।
- शृगालः पृच्छति, “उष्ट्रभ्रातः कथम् अस्ति?”
- उष्ट्रः वदति, “स्वास्थ्यं समीचीनम् किन्तु अन्यत् किमपि समीचीनम् नास्ति।
योजकः तत्र दुर्लभः Summary in Gujarati
પ્રાણિમાત્રમાં દોષ હોય છે જ, પરંતુ દરેક પ્રાણીમાં ગુણ પણ હોય છે. પરંતુ માણસ કે પ્રાણીમાં રહેલા સારા ગુણને શોધનાર તે ગુણને ઓળખીને સંબંધ જોડનાર, યોજક મળવો મુશ્કેલ હોય છે. તેથી આપણે વ્યક્તિના ગુણનો વિચાર કરવો જોઈએ. પ્રસ્તુત વાર્તામાં ઊંટ અને અન્ય પ્રાણીઓની વાતચીત દ્વારા આ જ હકીકત જણાવી છે.
અનુવાદઃ એક ઊંટ હોય છે. ઊંટ સ્વભાવે વાંકું (દોષદ્રષ્ટા) છે. તે હંમેશા દોષ (વાંક) જ જુએ છે. એકવાર તે જંગલમાં રખડી રહ્યું છે.
રસ્તામાં તે ઝાડ ઉપર એક પોપટને જુએ છે. ઊંટ પોપટને કહે છે, “હે પોપટ! તારી ચાંચ વાંકી છે.” પોપટ શરમ અનુભવે છે. ઊંટ હસે છે અને આગળ જાય છે.
રસ્તામાં તે કૂતરાને જુએ છે. ઊંટ કૂતરાને કહે છે, “હે કૂતરા ! તારું પૂંછડું વાંકું છે.” કૂતરો શરમ અનુભવે છે. ઊંટ હસે છે (અને) આગળ જાય છે!
અનુવાદ: રસ્તામાં એક બગલો હોય છે. બગલાને જોઈને ઊંટ બોલે છે, “તારી ડોક વાંકી છે.” બગલો ઊંટ તરફ જોતો પણ નથી.
રસ્તામાં શિયાળ મળે છે. શિયાળ પૂછે છે, “હે ઊંટભાઈ! કેમ છો? આરોગ્ય સારું છે ને?”
ઊંટ બોલે છે, “આરોગ્ય સારું છે, પરંતુ બીજું કંઈ સારું નથી. પોપટની ચાંચ વાંકી છે; કૂતરાનું પૂંછડું વાંકું છે; બગલાની ડોક વાંકી છે.”
અનુવાદઃ શિયાળ બોલે છે, “પોપટની ચાંચ વાંકી છે પણ તે મનુષ્યની વાણી બોલી શકે છે. કૂતરાનું પૂંછડું વાંકું છે પરંતુ તે પોતાના માલિક પ્રત્યે વફાદાર હોય છે. બગલાની ડોક વાંકી છે પરંતુ તેની એકાગ્રતા પ્રસિદ્ધ (જાણીતી) છે. તમારાં પણ બધાં અંગો વાંકાં છે પરંતુ તમે રણપ્રદેશના રાજા છો અને વળી, તેમની ચાંચનો, પૂંછડાનો અને ડોકનો (કાંઈ ને કાંઈ) હેતુ છે. (કશું જ) નકામું નથી.
મંત્ર ન હોય એવો એક પણ અક્ષર નથી. ઔષધ ન હોય એવું એક પણ મૂળ નથી. અયોગ્ય હોય એવો એક પણ પુરુષ નથી. તે બાબતમાં (ત્યાં) યોજક (જોડનાર) દુર્લભ હોય છે.
[આ વાર્તા વાંચતાં દલપતરામનું નીચેનું કાવ્ય વાંચો:
ઊંટ કહે, “આ સમામાં વાંકાં અંગવાળાં ભૂંડાં,
ભૂતળમાં પશુઓ ને પક્ષીઓ અપાર છે;
પોપટની ચાંચ વાંકી, બગલાની ડોક વાંકી;
કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે;’
સાંભળી શિયાળ બોલ્યું, ‘દાખે દલપતરામ :
અન્યનું તો એક વાંકું, આપનાં અઢાર છે!”]