Gujarat Board GSEB Solutions Class 7 Science Chapter 7 હવામાન, આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન Textbook Questions and Answers, Textbook Activities Pdf.
હવામાન, આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન Class 7 GSEB Solutions Science Chapter 7
GSEB Class 7 Science હવામાન, આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન Textbook Questions and Answers
પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રસ્નોત્તર
પ્રશ્ન 1.
કોઈ પણ સ્થળના હવામાનને નક્કી કરતાં પરિબળોનાં નામ જણાવો.
ઉત્તર:
તાપમાન, ભેજનું પ્રમાણ (આદ્રતા), વરસાદ, પવનની ઝડપ વગેરે સ્થળનું હવામાન નક્કી કરતાં પરિબળો છે.
પ્રશ્ન 2.
દિવસના કયા સમયગાળામાં મહત્તમ તેમજ ન્યૂનતમ તાપમાન જોવા મળે છે?
ઉત્તરઃ
સામાન્ય રીતે દિવસનું મહત્તમ તાપમાન બપોરના સમયે અને ન્યૂનતમ તાપમાન વહેલી સવારના સમયે હોય છે.
પ્રશ્ન 3.
ખાલી જગ્યા પૂરોઃ
પ્રશ્ન 1.
લાંબા સમય સુધી નોંધાયેલા સરેરાશ હવામાનને ………. કહે છે.
ઉત્તરઃ
આબોહવા
પ્રશ્ન 2.
એક સ્થળે ખૂબ જ ઓછો વરસાદ થાય છે અને વર્ષ દરમિયાન તાપમાન ખૂબ જ ઊંચું હોય છે, તો આ સ્થળની આબોહવા ………. અને ……….. છે એમ કહેવાય.
ઉત્તરઃ
ગરમ, સૂકી
પ્રશ્ન 3.
પૃથ્વી પરના એવા બે પ્રદેશો જ્યાં ચરમ (વિકટ) આબોહવાકીય પરિસ્થિતિ હોય છે તે ……… અને ………. છે.
ઉત્તરઃ
ધ્રુવ પ્રદેશ, વિષુવવૃત્તીય વર્ષાવન
પ્રશ્ન 4.
નીચેના વિસ્તારોમાં આબોહવાનો પ્રકાર જણાવો?
પ્રશ્ન 1.
જમ્મુ અને કાશ્મીર
ઉત્તરઃ
મધ્યમ, ગરમ અને ભેજવાળી આબોહવા
પ્રશ્ન 2.
કેરલ
ઉત્તરઃ
ગરમ અને ભેજવાળી આબોહવા
પ્રશ્ન 3.
રાજસ્થાન
ઉત્તરઃ
ગરમ અને સૂકી આબોહવા
પ્રશ્ન 4.
ઉત્તર-પૂર્વ ભારત
ઉત્તરઃ
ભેજવાળી આબોહવ.
પ્રશ્ન 5.
હવામાન અને આબોહવા બંનેમાં કોણ વારંવાર ફેરફાર પામે છે?
ઉત્તર:
હવામાન
પ્રશ્ન 6.
પ્રાણીઓની કેટલીક લાક્ષણિકતાઓ નીચે મુજબ છેઃ
(1) ફળોનો ભારે ખોરાક
(2) સફેદ રૂંછાદાર વાળ
(3) સ્થળાંતરની જરૂરિયાત
(4) મોટો અવાજ
(5) પગ પર ચોંટી જાય તેવી ગાદી
(6) ચામડીની નીચે ચરબીનું સ્તર
ઉત્તર:
ના. કોઈ લાક્ષણિકતા બંને પ્રદેશોના અનુકૂલન માટે નથી.
પ્રશ્ન 7.
વિષુવવૃત્તીય વર્ષાવનમાં પ્રાણીઓની સંખ્યા ઘણી મોટી હોય છે. સમજાવો આવું શા માટે હોય છે?
ઉત્તર:
વિષુવવૃત્તીય વર્ષાવન પ્રદેશોમાં આબોહવા ગરમ અને ભેજવાળી હોય છે. આ પ્રદેશોમાં ખૂબ જ ભારે વરસાદ પડે છે. દિવસ અને રાત્રિનો સમયગાળો લગભગ સમાન હોય છે. સતત હૂંફાળી પરિસ્થિતિ અને વધુ વરસાદને લીધે વૃક્ષો વધુ ઊગે છે. તેથી પ્રાણીઓને પૂરતો ખોરાક મળી રહે છે. આવી પરિસ્થિતિ પ્રાણીઓના વિકાસ માટે અનુકૂળ છે. આથી વિષુવવૃત્તીય વર્ષાવનમાં પ્રાણીઓની સંખ્યા ઘણી મોટી હોય છે.
પ્રશ્ન 8.
ઉદાહરણ સાથે સમજાવો કે ખાસ પ્રકારની આબોહવાકીય પરિસ્થિતિમાં અમુક પ્રકારનાં પ્રાણીઓ જ જોવા મળે છે.
ઉત્તર:
પ્રાણીઓ જે પરિસ્થિતિમાં રહેતાં હોય તેમાં જીવિત રહેવા માટે અનુકૂલન સાધે છે. જે પ્રાણીઓ અતિશય ઠંડી કે ગરમ આબોહવામાં રહેલાં હોય તેઓ સખત ઠંડી કે ગરમીથી બચવા માટે ખાસ વિશેષતાઓ ધરાવતાં હોય છે. ધ્રુવ પ્રદેશ બરફ આચ્છાદિત છે અને ત્યાં વર્ષના મોટા ભાગના સમયગાળામાં ખૂબ જ ઠંડી પડે છે.
આથી ત્યાં રહેતાં પ્રાણીઓએ આ ગંભીર પરિસ્થિતિ સાથે અનુકૂલન સાધવા ખાસ : પ્રકારની લાક્ષણિકતાઓ કેળવી છે. ત્યાં રીંછને ઠંડી સામે રક્ષણ મેળવવા પોતાના શરીર પર સફેદ ઘટ્ટ વાળનું આવરણ, ચામડી નીચેના ભાગમાં ચરબીનું સ્તર, તીવ્ર ધ્રાણેન્દ્રિય તથા તરી શકે તે માટે મોટા અને પહોળા પંજા હોય છે. આવાં અનુકૂલન ધરાવતાં પ્રાણીઓ જ અહીં આવી શકે છે. તેથી ખાસ પ્રકારની આબોહવાકીય પરિસ્થિતિમાં અમુક જ પ્રકારનાં પ્રાણીઓ જોવા મળે છે.
પ્રશ્ન 9.
વિષુવવૃત્તીય વર્ષાવનના પ્રદેશમાં હાથી કેવી રીતે અનુકૂલન સાધે છે?
ઉત્તરઃ
વિષુવવૃત્તીય વર્ષાવનના પ્રદેશમાં હાથી નીચે મુજબ અનુકૂલન સાધી પોતાનું અસ્તિત્વ ટકાવી રાખે છેઃ
- વિષુવવૃત્તીય વર્ષાવનમાં વનસ્પતિ વધુ ઊગે છે. તેથી તેને ખોરાક સરળતાથી મળી રહે છે.
- તેને સૂંઢ હોય છે. જે તેના નાક તરીકે કાર્ય કરે છે. તે ગંધ પ્રત્યે સંવેદનશીલ છે. આથી પોતાના ખાવાલાયક ખોરાકની પસંદગી કરે છે.
- ખોરાક પકડવા તથા મોંમાં મૂકવા સૂંઢનો ઉપયોગ કરે છે.
- તેને બાહ્ય દાંત હોય છે, જે વૃક્ષની છાલને ઉખાડવામાં ઉપયોગી છે. વૃક્ષની છાલ અને વૃક્ષની ડાળીઓ તેનો પ્રિય ખોરાક છે. આથી તે ખોરાકની હરીફાઈમાં સરળતાથી ટકી શકે છે.
- તેના મોટા કાન અત્યંત મૃદુ અવાજને સાંભળી શકે છે તથા ગરમ હવામાનમાં પંખા તરીકે શરીરને ઠંડું રાખી શકે છે.
નીચેના પ્રશ્નોના ઉત્તરને અનુરૂપ સાચો વિકલ્પ પસંદ કરો (પ્રશ્ન 10થી 12)
પ્રશ્ન 10.
શરીર પર ચટાપટા ધરાવતું માંસભક્ષી પ્રાણી તેનો શિકાર પકડતી વખતે ઝડપથી ખસે છે, જે મોટે ભાગે,…
A. ધ્રુવ પ્રદેશમાં જોવા મળે છે.
B. રણપ્રદેશમાં જોવા મળે છે.
C. સમુદ્રમાં જોવા મળે છે.
D. વિષુવવૃત્તીય વર્ષાવનમાં જોવા મળે છે.
ઉત્તર:
D. વિષુવવૃત્તીય વર્ષાવનમાં જોવા મળે છે.
પ્રશ્ન 11.
અતિશય ઠંડી આબોહવામાં અનુકૂલન સાધવા માટે ધ્રુવીય રીંછ કઈ લાક્ષણિકતા ધરાવે છે?
A. સફેદ રૂંછાદાર વાળ, ચામડી નીચે ચરબી, ગંધ પ્રત્યે અત્યંત સંવેદનશીલતા
B. પાતળી ચામડી, મોટી આંખો, સફેદ મોટા પંજા
C. લાંબી પૂંછડી, મજબૂત જડબાં, સફેદ મોટા પંજા
D. સફેદ શરીર, તરવા માટેના પંજા, શ્વસન માટે ચૂઈ (gills)
ઉત્તરઃ
A. સફેદ રૂંછાદાર વાળ, ચામડી નીચે ચરબી, ગંધ પ્રત્યે અત્યંત સંવેદનશીલતા
પ્રશ્ન 12.
કયો વિકલ્પ વિષુવવૃત્તીય પ્રદેશને સારી રીતે વર્ણવે છે?
A. ગરમ અને ભેજવાળો
B. મધ્યમ તાપમાન અને ભારે વરસાદ
C. ઠંડક અને ભેજધારક
D. ગરમ અને સૂકું
ઉત્તરઃ
A. ગરમ અને ભેજવાળો
GSEB Class 7 Science હવામાન, આબોહવા અને આબોહવાની સાથે પ્રાણીઓનું અનુકૂલન Textbook Activities
પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિઓની સમજ
પ્રવૃત્તિ 1:
અઠવાડિયાના હવામાનની આંકડાકીય માહિતી મેળવવી.
પદ્ધતિઃ
- સમાચારપત્રમાંથી છેલ્લા અઠવાડિયા દરમિયાન આવેલો હવામાન રિપૉર્ટ કાપીને ભેગો કરો.
- આ બધા રિપૉર્ટને કાપીને તેને સફેદ કાગળ કે ચાર્ટ પેપર પર ચોંટાડી દો.
- હવે મેળવેલા હવામાન રિપૉર્ટની કોષ્ટક 7.1માં નોંધ કરો. (પ્રથમ હરોળમાં નમૂનો લખીને આપેલો છે. બાકી બધા સ્તંભમાં તમે ચાર્ટ દ્વારા મેળવેલી આંકડાકીય માહિતી ભરીને તૈયાર કરો.)
નિર્ણયઃ
- અઠવાડિયાના બધા દિવસોમાં મહત્તમ અને ન્યૂનતમ તાપમાન અલગ અલગ હોય છે.
- હવામાં ભેજનું પ્રમાણ પણ સાધારણ ફેરફાર સાથે અલગ અલગ હોય છે.
- અઠવાડિયામાં અમુક દિવસ વરસાદ આવેલ છે.
પ્રવૃત્તિ 2:
દુનિયાના નકશામાં ધ્રુવ પ્રદેશ અને ઉષ્ણકટિબંધના પ્રદેશો જોવા અને તેમને જુદા રંગથી દર્શાવવા.
પદ્ધતિ
- દુનિયાનો નકશો મેળવી તેમાં ધ્રુવ પ્રદેશો શોધી તેને વાદળી રંગ વડે દર્શાવો.
- દુનિયાના નકશામાં ઉષ્ણકટિબંધના પ્રદેશો શોધી તેને લાલ રંગ વડે દર્શાવો.