Gujarat Board GSEB Textbook Solutions Class 8 Science Chapter 16 પ્રકાશ Textbook Questions and Answers, Notes Pdf.
પ્રકાશ Class 8 GSEB Solutions Science Chapter 16
GSEB Class 8 Science પ્રકાશ Textbook Questions and Answers
પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રસ્નોત્તર
પ્રશ્ન 1.
ધારો કે તમે અંધારિયા ઓરડામાં છો. શું ઓરડામાં તમે વસ્તુઓ જોઈ શકો છો? ઓરડાની બહાર તમે વસ્તુઓ જોઈ શકો છો? સમજાવો.
ઉત્તરઃ
વસ્તુ જોવા માટે તેના પર પડતો પ્રકાશ પરાવર્તિત થઈ આપણી આંખમાં પ્રવેશવો જોઈએ. અંધારિયા ઓરડામાં પ્રકાશ ન હોવાથી આપણે વસ્તુઓ – જોઈ શકીએ નહિ. ઓરડાની બહારની વસ્તુઓ આપણે જોઈ શકીએ છીએ, કારણ કે ઓરડાની બહાર પ્રકાશ હોવાથી વસ્તુ પર પડતાં પ્રકાશનાં કિરણો પરાવર્તિત થઈ આપણી આંખમાં પ્રવેશે છે.
પ્રશ્ન 2.
નિયમિત અને અનિયમિત પરાવર્તન વચ્ચેનો ભેદ સ્પષ્ટ કરો. શું અનિયમિત પરાવર્તન એટલે પરાવર્તનના નિયમોની નિષ્ફળતા છે?
ઉત્તર:
નિયમિત પરાવર્તન |
અનિયમિત પરાવર્તન |
1. સમતલ, ચળકતી અને લીસી સપાટી પર પ્રકાશનાં કિરણો આપાત થતાં નિયમિત પરાવર્તન થાય છે. | 1. ખરબચડી સપાટી પર પ્રકાશનાં કિરણો આપાત થતાં અનિયમિત પરાવર્તન થાય છે. |
2. આપાતકિરણો એકબીજાને સમાંતર હોય, તો પરાવર્તિત કિરણો પણ એકબીજાને સમાંતર હોય છે. | 2. આપાતકિરણો એકબીજાને સમાંતર હોય, તોપણ પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર હોતાં નથી. |
3. સમતલ અરીસા પર પ્રકાશનાં કિરણો આપાત થતાં નિયમિત પરાવર્તન થાય છે. | 3. કાગળ, લાકડું જેવા પદાર્થો પર પ્રકાશનાં કિરણો આપાત થતાં થાય છે. |
અનિયમિત પરાવર્તનમાં પણ પરાવર્તનના નિયમોનું પાલન થાય છે. અનિયમિત પરાવર્તન થવાનું કારણ પરાવર્તક સપાટીની અસમાનતા છે.
નીચેની આકૃતિ પરથી આ સ્પષ્ટ થશે.
A, B, C, D પરસ્પરને સમાંતર કિરણો છે. તેમનાં પરાવર્તિત કિરણો પરાવર્તનના નિયમને અનુસરે છે. સપાટી ખરબચડી હોવાથી પરાવર્તિત કિરણો એકબીજાને સમાંતર નથી.
પ્રશ્ન 3.
નીચેના પ્રત્યેક પર પ્રકાશનું બીમ અથડાય ત્યારે પરાવર્તન નિયમિત થશે કે અનિયમિત થશે તે પ્રત્યેકની સામે લખો. તમારા ઉત્તરની યથાર્થતા ચકાસો.
પ્રશ્ન 1.
ચકચકિત લાકડાનું ટેબલ
ઉત્તર:
ચકચકિત લાકડાના ટેબલ પરથી નિયમિત પરાવર્તન થશે, કારણ કે ટેબલની સપાટી સમતલ અને ચકચક્તિ છે.
પ્રશ્ન 2.
ચૉકનો ભૂકો
ઉત્તર:
ચૉકના ભૂકા પરથી અનિયમિત પરાવર્તન થશે, કારણ કે ચૉકના ભૂકાની સપાટી અસમતલ (સપાટ નહિ તેવી) છે.
પ્રશ્ન ૩.
કાર્ડબોર્ડની સપાટી
ઉત્તર:
કાર્ડબોર્ડની સપાટી પરથી અનિયમિત પરાવર્તન થશે, કારણ કે તેની સપાટી ખરબચડી છે.
પ્રશ્ન 4.
પાણી ફેલાયેલા આરસનું ભોંયતળિયું
ઉત્તર:
પાણી ફેલાયેલા આરસના ભોંયતળિયા પરથી નિયમિત પરાવર્તન થશે, કારણ કે તે અરીસાની જેમ વર્તે છે.
પ્રશ્ન 5.
અરીસો
ઉત્તર:
અરીસાથી નિયમિત પરાવર્તન થશે, કારણ કે તેની સપાટી સમતલ અને ચકચકિત છે.
પ્રશ્ન 6.
કાગળનો ટુકડો
ઉત્તર:
કાગળના ટુકડા પરથી અનિયમિત પરાવર્તન થશે, કારણ કે તેની સપાટી અસમતલ છે.
પ્રશ્ન 4.
પરાવર્તનના નિયમો જણાવો.
ઉત્તર:
પરાવર્તનના નિયમો :
- આપાતકોણ અને પરાવર્તનકોણનાં માપ સમાન હોય છે. એટલે કે ∠i = ∠r.
- આપાતકિરણ, આપાતબિંદુએ સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં હોય છે.
પ્રશ્ન 5.
આપાતકિરણ, પરાવર્તિત કિરણ અને આપાતબિંદુએ સપાટીને દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે તે દર્શાવતી એક પ્રવૃત્તિ વર્ણવો.
ઉત્તરઃ
એક સફેદ કાર્ડ પેપર ટેબલ પર એવી રીતે ગોઠવો કે જેથી તેનો થોડો ભાગ ટેબલની ધારની બહાર રહે. પેપરના બહાર નીકળેલા ભાગ પર નાનો કાપો મૂકો. એકસરખા દાંતાવાળો કાંસકો લો. તેના મધ્ય ભાગ સિવાયના બધા દાંતા કાળા કાગળની પટ્ટી વડે બંધ કરો. કાંસકાને પેપર પર લંબરૂપે રહે તેમ પકડો.
કાંસકાની એક બાજુથી દાંતામાંથી ટૉર્ચ દ્વારા પ્રકાશ ફેંકો. ટૉર્ચ અને કાંસકાને એવી રીતે ગોઠવો કે જેથી કાંસકાની બીજી બાજુ પેપર પર પ્રકાશનું કિરણ જોઈ શકો. (પેપર પર પ્રકાશનો લિસોટો દેખાય.) પ્રકાશના કિરણના માર્ગમાં એક સમતલ અરીસાની પટ્ટી મૂકો. પરાવર્તિત કિરણ જુઓ જે પેપરના ટેબલની બહાર રાખેલા ભાગ પર પણ દેખાય. હવે પેપરના બહાર નીકળેલા ભાગને વાળો. આ વાળેલા ભાગ પર પરાવર્તિત કિરણ દેખાય છે?
પરાવર્તિત કિરણ વાળેલા ભાગ પર દેખાશે નહિ. વાળેલા ભાગને પાછો મૂળ સ્થિતિમાં લાવો. હવે પરાવર્તિત કિરણ જોઈ શકાશે.
આ પ્રવૃત્તિ દ્વારા નિર્ણય લઈ શકાય કે આપાતકિરણ, આપાતબિંદુએ દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં હોય છે.
પ્રશ્ન 4.
પરાવર્તનના નિયમો જણાવો.
ઉત્તર:
પરાવર્તનના નિયમો
- આપાતકોણ અને પરાવર્તનકોણનાં માપ સમાન હોય છે. એટલે કે ∠i = ∠r.
- આપાતકિરણ, આપાતબિંદુએ સપાટીને દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં હોય છે.
પ્રશ્ન 5.
આપાતકિરણ, પરાવર્તિત કિરણ અને આપાતબિંદુએ સપાટીને દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે તે દર્શાવતી એક પ્રવૃત્તિ વર્ણવો.
ઉત્તર:
એક સફેદ કાર્ડ પેપર ટેબલ પર એવી રીતે ગોઠવો કે જેથી તેનો થોડો ભાગ ટેબલની ધારની બહાર રહે. પેપરના બહાર નીકળેલા ભાગ પર નાનો કાપો મૂકો. એકસરખા દાંતાવાળો કાંસકો લો. તેના મધ્ય ભાગ સિવાયના બધા દાંતા કાળા કાગળની પટ્ટી વડે બંધ કરો. કાંસકાને પેપર પર લંબરૂપે રહે તેમ પકડો.
કાંસકાની એક બાજુથી દાંતામાંથી ટૉર્ચ દ્વારા પ્રકાશ ફેંકો. ટૉર્ચ અને કાંસકાને એવી રીતે ગોઠવો કે જેથી કાંસકાની બીજી બાજુ પેપર પર પ્રકાશનું કિરણ જોઈ શકો. (પેપર પર પ્રકાશનો લિસોટો દેખાય.) પ્રકાશના કિરણના માર્ગમાં એક સમતલ અરીસાની પટ્ટી મૂકો. પરાવર્તિત કિરણ જુઓ જે પેપરના ટેબલની બહાર રાખેલા ભાગ પર પણ દેખાય. હવે પેપરના બહાર નીકળેલા ભાગને વાળો. આ વાળેલા ભાગ પર પરાવર્તિત કિરણ દેખાય છે?
પરાવર્તિત કિરણ વાળેલા ભાગ પર દેખાશે નહિ. વાળેલા ભાગને પાછો મૂળ સ્થિતિમાં લાવો. હવે પરાવર્તિત કિરણ જોઈ શકાશે.
આ પ્રવૃત્તિ દ્વારા નિર્ણય લઈ શકાય કે આપાતકિરણ, આપાતબિંદુએ દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં હોય છે.
પ્રશ્ન 6.
નીચેનામાં ખાલી જગ્યા પૂરોઃ
પ્રશ્ન 1.
એક સમતલ અરીસાની સામે 1 m દૂર ઊભેલી એક વ્યક્તિ પોતાના પ્રતિબિંબથી ………. m દૂર દેખાય છે.
ઉત્તરઃ
2
પ્રશ્ન 2.
કોઈ સમતલ અરીસાની સામે ઊભા રહીને તમે તમારા જમણા હાથથી ……. કાનને સ્પર્શી, તો અરીસામાં એવું લાગશે કે તમારો જમણો કાન ………. હાથથી સ્પર્યા છો.
ઉત્તરઃ
ડાબા, ડાબા
પ્રશ્ન 3.
જ્યારે તમે ઝાંખા પ્રકાશને જુઓ છો, ત્યારે કીકીનું કદ ……….. છે.
ઉત્તરઃ
વધે
પ્રશ્ન 4.
નિશાચરોને સળીકોષો કરતાં શંકકોષો ………. હોય છે.
ઉત્તરઃ
ઓછા
[નિોંધઃ પ્રશ્ન 6ના (4)માં વાક્યમાં ફેરફાર કરેલ છે.]
પ્રશ્ન 7.
અને 8માં યોગ્ય વિકલ્પ પસંદ કરો:
પ્રશ્ન 7.
આપાતકોણ અને પરાવર્તનકોણ સમાન હોય છે.
A. હંમેશાં
B. ક્યારેક
C. ચોક્કસ પરિસ્થિતિમાં
D. ક્યારેય નહિ
ઉત્તરઃ
A. હંમેશાં
પ્રશ્ન 8.
સમતલ અરીસાથી રચાતું પ્રતિબિંબ ……….. હોય છે.
A. આભાસી, અરીસાની પાછળ અને મોટું
B. આભાસી, અરીસાની પાછળ અને વસ્તુના કદ જેટલું
C. વાસ્તવિક, અરીસાની સપાટી પર અને મોટું
D. વાસ્તવિક, અરીસાની પાછળ અને વસ્તુના કદ જેટલું
ઉત્તર:
B. આભાસી, અરીસાની પાછળ અને વસ્તુના કદ જેટલું
પ્રશ્ન 9.
કેલિડોસ્કોપની રચના વર્ણવો.
ઉત્તર:
રચનાઃ
- કેલિડોસ્કોપમાં અરીસાની લગભગ 15 cm લાંબી અને 4 cm પહોળી લંબચોરસ આકારની ત્રણ સમાન પટ્ટીઓ હોય છે.
- ત્રણે અરીસાની ચળકતી સપાટી એકબીજાની સામે રહે તેમ જોડી પ્રિઝમ જેવી રચના કરેલ હોય છે.
- પ્રિઝમને વર્તુળાકાર કાર્ડબોર્ડની નળીમાં બંધબેસતી ગોઠવેલી હોય છે. નળીની લંબાઈ પ્રિઝમની લંબાઈ કરતાં થોડી વધારે હોય છે.
- નળીના એક છેડાને મધ્યમાં છિદ્ર હોય તેવી કાર્ડબોર્ડની તકતી વડે બંધ કરેલ હોય છે.
- તકતીને ટકાઉ બનાવવા માટે તેની નીચે પારદર્શક પ્લાસ્ટિકની શીટ ચોટાડેલી હોય છે.
- નળીના બીજે છેડે એક સાદો કાચ અને એક દૂધિયો કાચ (બંને વર્તુળાકાર) એકબીજાથી થોડા અંતરે રહે તેમ ગોઠવેલા હોય છે. આ બંને કાચની વચ્ચે રંગીન કાચના ટુકડા રાખેલા હોય છે.
પ્રશ્ન 10.
મનુષ્ય આંખની નામનિર્દેશવાળી આકૃતિ દોરો.
ઉત્તરઃ
પ્રશ્ન 11.
ગુરમીત નામની છોકરી લેઝર ટૉર્ચનો ઉપયોગ કરીને પ્રવૃત્તિ 16.8 કરવા ઇચ્છતી હતી. તેના શિક્ષકે તેને તેમ ન કરવાની સલાહ આપી. શું તમે શિક્ષકની સલાહનો આધાર સમજાવી શકો?
ઉત્તર:
લેઝર ટૉર્ચનો પ્રકાશ આંખ માટે હાનિકારક છે. તેનાથી આંખને કાયમી ખામી થવાની શક્યતા છે. કદાચ તેણી દષ્ટિ પણ ગુમાવે. આમ, શિક્ષકની સલાહ યોગ્ય હતી.
પ્રશ્ન 12.
તમે કેવી રીતે તમારી આંખોની સંભાળ લઈ શકો? સમજાવો.
ઉત્તરઃ
આંખોની સંભાળ લેવા
- બહુ જ ઓછા અથવા બહુ જ વધારે પ્રકાશમાં વાંચવું જોઈએ નહિ.
- સૂર્ય કે શક્તિશાળી પ્રકાશ તરફ સીધે સીધું જોવું જોઈએ નહિ.
- આંખોને ક્યારેય ચોળવી જોઈએ નહિ.
- યોગ્ય દષ્ટિ માટે હંમેશાં સામાન્ય અંતર રાખીને વાંચવું જોઈએ.
- આંખની તકલીફ હોય, તો આંખના ડૉક્ટરની સલાહ લેવી.
પ્રશ્ન 13.
જો પરાવર્તિત કિરણ આપાતકિરણ સાથે 90નો કોણ બનાવે, તો આપાતકોણ કેટલો હોય?
ઉત્તરઃ
આપાતકોણ 45નો હોય. સમજૂતી : પરાવર્તનના નિયમ મુજબ, ∠i = ∠r ….. (1)
∠i + ∠r = 90° … આપેલ છે. … (2)
∴ ∠i + ∠i = 90° … [(1) અને (2) પરથી] .
∴ 2∠i = 90°
∴ ∠i = 45°
∴ આપાતકોણ 45નો હોય.
પ્રશ્ન 14.
એકબીજાને સમાંતર 40 cm અંતરે મૂકેલા બે સમતલ અરીસાઓની વચ્ચે એક મીણબત્તી મૂકતાં તેનાં કેટલાં પ્રતિબિંબો મળે?
ઉત્તરઃ
અસંખ્ય પ્રતિબિંબો મળે.
પ્રશ્ન 15.
બે અરીસાઓ એકબીજાને 90ના કોણે ગોઠવેલા છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રકાશનું એક કિરણ અરીસા પર 30ના કોણે આપાત થાય છે. બીજા અરીસા દ્વારા પરાવર્તિત થતું કિરણ દોરો.
પ્રશ્ન-આકૃતિઃ
ઉત્તર-આકૃતિ:
પ્રશ્ન 16.
આકૃતિમાં દર્શાવ્યા મુજબ બૂઝો સમતલ અરીસાની બાજુ પર A પાસે ઊભો છે. શું તે પોતાને અરીસામાં જોઈ શકે છે? શું તે P, Q અને R પાસે મૂકેલી વસ્તુનાં પ્રતિબિંબ પણ જોઈ શકે છે?
ઉત્તરઃ
બૂઝો પોતાને અરીસામાં જોઈ શકે નહિ. તે P અને ૭ આગળની વસ્તુઓને અરીસામાં જોઈ શકે. R આગળ મૂકેલી વસ્તુને અરીસામાં જોઈ શકે નહિ.
ઉત્તર-આકૃતિઃ
પ્રશ્ન 17.
પ્રશ્ન 1.
A પર મૂકેલી કોઈ વસ્તુના સમતલ અરીસામાં જોવા મળતા પ્રતિબિંબનું સ્થાન શોધો.
ઉત્તરઃ
બાજુની આકૃતિમાં A પર મૂકેલી વસ્તુનું સમતલ અરીસામાં પ્રતિબિંબ A’ બતાવ્યું છે.
પ્રશ્ન 2.
શું B પાસેથી પહેલી પ્રતિબિંબ જોઈ શકે છે?
ઉત્તરઃ
હા
પ્રશ્ન ૩.
શું C પાસેથી બૂઝો પ્રતિબિંબ જોઈ શકે છે?
ઉત્તરઃ
હા
પ્રશ્ન 4.
જ્યારે પહેલી B પરથી C પર જતી રહે છે, ત્યારે તનું પ્રતિબિંબ કોની બાજુ ખસી જાય છે?
ઉત્તરઃ
Aના પ્રતિબિંબ A’ના સ્થાનમાં કોઈ ફેરફાર થશે નહિ.
GSEB Class 8 Science પ્રકાશ Textbook Activities
‘પાઠ્યપુસ્તકની પ્રવૃત્તિઓની સમજ
પ્રવૃત્તિ 1:
પ્રકાશના કિરણના પરાવર્તનની ઘટના સમજવી.
સાધન-સામગ્રી: સમતલ અરીસો, એકસરખા દાંતાવાળો કાંસકો, ટૉર્ચ, સફેદ કાગળ.
આકૃતિ:
પદ્ધતિ: એક સફેદ કાગળ ટેબલ પર ગોઠવો. એકસરખા દાંતાવાળો કાંસકો લો. કાંસકાના મધ્ય દાંતા સિવાયના દાંતા કાળા કાગળની પટ્ટીથી બંધ કરો. કાંસકો સફેદ કાગળ પર લંબરૂપે રહે તેવી ગોઠવણ કરો. કાંસકાની એક બાજુથી દાંતામાંથી ટૉર્ચ દ્વારા પ્રકાશ ફેંકો. કાગળ પર પ્રકાશનું કિરણ જોઈ શકો એવી રીતે ટૉર્ચ અને કાંસકાને ગોઠવો. પ્રકાશના કિરણના પથમાં સમતલ અરીસાની પટ્ટી ગોઠવો. અવલોકન કરો. અવલોકનઃ કાગળ પર અરીસાથી પરાવર્તિત થયેલું કિરણ દેખાય છે.
નિર્ણયઃ સમતલ અરીસા વડે પ્રકાશના કિરણનું પરાવર્તન થાય છે.
પ્રવૃત્તિ 2:
આપાતકિરણ, પરાવર્તિત કિરણ અને આપાતબિંદુએ સપાટીને દોરેલો લંબ એક જ સમતલમાં હોય છે. આ પ્રવૃત્તિ માટે સ્વાધ્યાયના પ્રશ્નોત્તરના પ્રશ્ન. 5નો ઉત્તર જુઓ.
એક સફેદ કાર્ડ પેપર ટેબલ પર એવી રીતે ગોઠવો કે જેથી તેનો થોડો ભાગ ટેબલની ધારની બહાર રહે. પેપરના બહાર નીકળેલા ભાગ પર નાનો કાપો મૂકો. એકસરખા દાંતાવાળો કાંસકો લો. તેના મધ્ય ભાગ સિવાયના બધા દાંતા કાળા કાગળની પટ્ટી વડે બંધ કરો. કાંસકાને પેપર પર લંબરૂપે રહે તેમ પકડો. કાંસકાની એક બાજુથી દાંતામાંથી ટૉર્ચ દ્વારા પ્રકાશ ફેંકો. ટૉર્ચ અને કાંસકાને એવી રીતે ગોઠવો કે જેથી કાંસકાની બીજી બાજુ પેપર પર પ્રકાશનું કિરણ જોઈ શકો. (પેપર પર પ્રકાશનો લિસોટો દેખાય.) પ્રકાશના કિરણના માર્ગમાં એક સમતલ અરીસાની પટ્ટી મૂકો. પરાવર્તિત કિરણ જુઓ જે પેપરના ટેબલની બહાર રાખેલા ભાગ પર પણ દેખાય. હવે પેપરના બહાર નીકળેલા ભાગને વાળો. આ વાળેલા ભાગ પર પરાવર્તિત કિરણ દેખાય છે?
પરાવર્તિત કિરણ વાળેલા ભાગ પર દેખાશે નહિ. વાળેલા ભાગને પાછો મૂળ સ્થિતિમાં લાવો. હવે પરાવર્તિત કિરણ જોઈ શકાશે.
આ પ્રવૃત્તિ દ્વારા નિર્ણય લઈ શકાય કે આપાતકિરણ, આપાતબિંદુએ દોરેલો લંબ અને પરાવર્તિત કિરણ એક જ સમતલમાં હોય છે.
પ્રવૃત્તિ 3:
સમતલ અરીસામાં વસ્તુના પ્રતિબિંબની રચના કરવી.
સાધન-સામગ્રી: વસ્તુ (પ્રકાશ ઉદ્ગમ), સમતલ અરીસો, કંપાસબૉક્સ, પેન્સિલ.
આકૃતિઃ
પદ્ધતિઃ ટેબલ પર સમતલ અરીસો PQ ગોઠવો. અરીસા સામે પ્રકાશ ઉદ્ગમ O રાખો. તેમાંથી બે કિરણો OA અને OC અરીસા પર આપાત કરો. સમતલ અરીસાની સપાટી પર A અને C બિંદુએ લંબ દોરો. A અને C બિંદુએ પરાવર્તિત કિરણો દોરો. આ કિરણોને અરીસાની પાછળની દિશામાં લંબાવો. તેઓ જે બિંદુ પર મળે તે બિંદુ પર I (Image – પ્રતિબિંબ) અંકિત કરો. અવલોકનક્તની આંખોને આ પરાવર્તિત કિરણો માંથી આવતાં હોય તેવો ભાસ થશે.
નિર્ણય: સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ અરીસાની પાછળ રચાતું હોય તેમ લાગે છે.
પ્રવૃત્તિ 4:
અનિયમિત પરાવર્તન
આકૃતિ (a)માં બતાવ્યા મુજબ અનિયમિત સપાટી પર સમાંતર કિરણો આપાત થાય છે. પરાવર્તનના નિયમો સપાટી પરના દરેક બિંદુ માટે માન્ય છે. વિવિધ બિંદુઓ પર પરાવર્તિત કિરણો રચવા આ નિયમનો ઉપયોગ કરો. (આપાતકોણ અને પરાવર્તનકોણ સમાન માપના હોય છે.)
પરાવર્તિત કિરણો પરાવર્તિત કિરણો પરસ્પર સમાંતર નથી. આ કિરણો જુદી જુદી દિશાઓમાં પરાવર્તિત થાય છે. જુઓ આકૃતિ (b)
જ્યારે કોઈ સપાટી પર દોરેલાં સમાંતર કિરણો પરાવર્તિત થયા પછી એકબીજાને સમાંતર ન હોય, ત્યારે આવા પરાવર્તનને અનિયમિત પરાવર્તન કહે છે.
પ્રવૃત્તિ 5:
બે અરીસા વચ્ચે રાખેલી વસ્તુનાં રચાતાં અનેક પ્રતિબિંબો.
બે સમતલ અરીસા લો. તેમની ધાર એકબીજાને સ્પર્શે તે રીતે એકબીજા સાથે 90°નો કોણ બનાવે તેમ ગોઠવો. બંને અરીસાની વચ્ચે કોઈ વસ્તુ મૂકો. વસ્તુનાં મળતાં પ્રતિબિંબો જુઓ. તમને વસ્તુનાં પાંચ પ્રતિબિંબ જોવા મળશે.
બે અરીસા વચ્ચેનો કોણ 90°.
વસ્તુ સિક્કાનાં ત્રણ પ્રતિબિંબ O1, O2 અને O3 મળશે.
અરીસાઓને જુદા જુદા કોણે ગોઠવી અરીસાની વચ્ચે સળગતી મીણબત્તી મૂકો. દરેક વખતે મીણબત્તીનાં પ્રતિબિંબોની સંખ્યા નોંધો.
બે અરીસા વચ્ચેના કોણનું માપ ઓછું થતું જશે, તેમ મળતાં પ્રતિબિબોની સંખ્યા વધતી જશે.
પ્રવૃત્તિ 6:
કેલિડોસ્કોપ બનાવવો.
15 cm લાંબી અને 4 cm પહોળી ત્રણ લંબચોરસ આકારની અરીસાની પટ્ટીઓ લો. આ અરીસાઓની પરાવર્તક સપાટી એકબીજાની સામે રહે તેમ પ્રિઝમ બનાવો. નળાકાર કાર્ડબોર્ડની નળીમાં આ પ્રિઝમ ગોઠવો. નળીની લંબાઈ અરીસાની પટ્ટીઓની લંબાઈ કરતાં થોડી વધારે લંબાઈની હોવી જોઈએ.
નળીના એક છેડાને, મધ્યમાં છિદ્ર હોય તેવી કાર્ડની વર્તુળાકાર તકતી વડે બંધ કરો. નળીના બીજે છેડે એક સાદો અને એક દૂધિયો કાચ એકબીજાથી થોડા અંતરે રાખો. બંને કાચની વચ્ચે નાના નાના રંગીન કાચના થોડા ટુકડા (રંગીન બંગડીઓના તૂટેલા ટુકડા) મૂકો. તમારું કેલિડોસ્કોપ તૈયાર.
પ્રવૃત્તિ 7:
પ્રકાશના વિભાજનની ઘટના સમજવી.
યોગ્ય માપનો એક અરીસો લો. તેને વાટકામાં મૂકો. વાટકાને પાણીથી ભરો. આ ગોઠવણને બારી નજીક મૂકો. સૂર્યપ્રકાશ અરીસા પર પડે તેવી રીતે વાટકાનું સ્થાન ગોઠવો. અરીસામાં પરાવર્તિત કિરણો સફેદ દીવાલ પર પડવા દો. દીવાલ સફેદ ન હોય તો દીવાલ પર મોટો સફેદ કાગળ ચીટકાવો. પરાવર્તિત પ્રકાશમાં વિવિધ રંગો જોવા મળશે. અરીસો અને પાણી સંયુક્ત રીતે એક પ્રિઝમ રચે છે. આ પ્રિઝમ સૂર્યના પ્રકાશને તેના રંગોમાં વિભાજિત કરે છે.
પ્રવૃત્તિ 8:
પ્રકાશની તીવ્રતાની કીકી પર અસર તપાસવી.
તમારા મિત્રની આંખમાં જોઈ કીકીના કદનું અવલોકન કરો. ટૉર્ચ વડે તેની આંખ પર પ્રકાશ ફેંકો અને તેની આંખની કીકીના કદનું અવલોકન કરો.
ટૉર્ચ બંધ કરો અને ફરીથી કીકીના કદમાં થતો ફેરફાર નોંધો.
જ્યારે ટૉર્ચનો પ્રકાશ આંખ પર ફેંકવામાં આવે છે, ત્યારે કીકીનું કદ નાનું બને છે.
ટૉર્ચ બંધ કરતાં કીકીના કદમાં વધારો થાય છે.
ઝાંખા પ્રકાશમાં કે તીવ્ર પ્રકાશમાં આંખની કીકીના કદમાં યોગ્ય ફેરફાર થાય છે.
પ્રવૃત્તિ 9:
રેટિના પરના અંધબિંદુનું નિદર્શન.
સફેદ કાર્ડબોર્ડ પર કાળા રંગનું ગોળનું ચિહ્ન અને કાળા રંગના ક્રૉસનું ચિહ્ન એકબીજાથી લગભગ 6થી 8 cm અંતરે રહે તેમ દોરો. કાર્ડબોર્ડને આંખથી ભુજા જેટલા અંતરે પકડો. ડાબી આંખ બંધ કરી ક્રૉસને સતત જોતાં રહો. આંખને ક્રૉસ પર સ્થિર રાખતાં રાખતાં કાર્ડબોર્ડને ધીમે ધીમે તમારી આંખ તરફ લાવો.
ગોળનું ચિહ્ન અદશ્ય થતું દેખાશે.
હવે જમણી આંખ બંધ કરી ગોળના ચિહ્નને સતત જોતાં રહો. ઉપરની પ્રવૃત્તિનું પુનરાવર્તન કરો. આ વખતે તમને ક્રૉસનું ચિહ્ન અદશ્ય થતું લાગશે.
ક્રૉસ અથવા ગોળનું ચિહ્ન અદશ્ય થાય છે તે બતાવે છે કે રેટિના પર કોઈ એક બિંદુ છે કે જ્યારે ત્યાં પ્રકાશ પડે છે, ત્યારે તેનો સંદેશો મગજને પહોંચાડી શકતું નથી.
આ બિંદુને અંધબિંદુ કહે છે.
પ્રવૃત્તિ 10:
દષ્ટિ સાતત્ય
6થી 8 cm બાજુવાળો કાર્ડબોર્ડનો એક ચોરસ ટુકડો લો. કાર્ડબોર્ડની ઉપરની બાજુ પર પાંજરાનું ચિત્ર દોરો. તેની પાછળની બાજુ પર પક્ષીનું ચિત્ર દોરો અથવા તેમનાં ચિત્ર ચોંટાડો.
કાર્ડબોર્ડના છેડા તરફના મધ્યમાં એક-એક છિદ્ર પાડી તેમાંથી દોરી પસાર કરો. દોરીને વળ ચડાવીને કાર્ડને ઝડપથી ફેરવો. તમને પક્ષી પાંજરામાં હોય તેવો આભાસ થશે.
આનું કારણ દષ્ટિ સાતત્ય છે. સ્થિર ચિત્રોને આંખ સામેથી પ્રતિ સેકન્ડ 16 કે એનાથી વધારે દર પર પસાર કરવામાં આવે તો તે સતત ગતિ કરતાં લાગે છે.