Gujarat Board GSEB Class 9 Science Important Questions Chapter 7 સજીવોમાં વિવિધતા Important Questions and Answers.
GSEB Class 9 Science Important Questions Chapter 7 સજીવોમાં વિવિધતા
વિશેષ પ્રશ્નોત્તર
પ્રશ્ન 1.
તફાવત આપોઃ
(1) પૃથુકૃમિ અને સૂત્રકૃમિ
ઉત્તર:
પૃથુકૃમિ | સૂત્રકૃમિ |
1. તેમનું શરીર પાતળું, પૃષ્ઠ વલ બાજુએથી ચપટું હોય છે. | 1. તેમનું શરીર લાંબા સૂત્ર અને ગોળ નલિકા જેવું હોય છે. |
2. આ પ્રાણીઓ શરીરગુહાવિહીન છે. | 2. આ પ્રાણીઓ આભાસી શરીરગુહા ધરાવે છે. |
3. તે અપૂર્ણ અન્નમાર્ગ ધરાવતાં પ્રાણીઓ છે. | 3. તે બને છેડે ખુલ્લો અને સંપૂર્ણ અન્નમાર્ગ ધરાવતાં પ્રાણીઓ છે. |
4. મોટા ભાગનાં પૃથુકૃમિ પ્રાણીઓ હિલિંગી છે. | 4. સૂત્રકૃમિ પ્રાણીઓ એકલિંગી છે અને નર કરતાં માદાની લંબાઈ વધારે હોય છે. |
પ્રશ્ન 2.
ઉભયજીવી અને સરીસૃપ
ઉત્તરઃ
ઉભયજીવી | સરીસૃપ |
1. ડિમ્ભાવસ્થા પાણીમાં અને પુખ્તાવસ્થા જમીન તેમજ પાણી બંને જગ્યાએ જીવન વ્યતીત કરતાં પ્રાણીઓ ઉભયજીવી છે. | 1. પેટે સરકીને પ્રચલન કરતાં પ્રાણીઓ સરીસૃપ છે. |
2. તેમની ચામડી ભીંગડાં વગરની લીસી અને ગ્લેખી હોય છે. | 2. તેમની ચામડી સૂકી અને ભીંગડાંયુક્ત હોય છે. |
3. તેમાં બે કર્ણકો અને એક ક્ષેપક ધરાવતું ત્રિખંડી હૃદય હોય છે. | 3. તેમાં બે કર્ણકો અને અપૂર્ણ વિભાજિત ક્ષેપક ધરાવતું હૃદય ધરાવે છે. |
4. પુખ્ત પ્રાણી ચામડી અને ફેફસાં દ્વારા શ્વસન કરે છે. | 4. આ પ્રાણીઓ ફક્ત ફેફસાં દ્વારા શ્વસન કરે છે. |
5. સૌપ્રથમ જમીન પર આવતાં પૃષ્ઠવંશી પ્રાણી છે. | 5. સૌપ્રથમ જમીન પર ઈંડાં મૂક્તાં પૃષ્ઠવંશી પ્રાણી છે. |
પ્રશ્ન 3.
છિદ્રકાય અને કોદ્ધાંત્રિ
ઉત્તરઃ
જુઓ ‘પ્રશ્નોત્તર વિભાગના પ્રશ્ન 59નો ઉત્તર
પ્રશ્ન 4.
નૂપુરક અને સંધિપાદ
ઉત્તરઃ
જુઓ ‘પ્રશ્નોત્તર વિભાગના પ્રશ્ન 60નો
પ્રશ્ન 5.
એકાંગી વનસ્પતિ અને દ્ધિઅંગી વનસ્પતિ
ઉત્તરઃ
એકાંગી વનસ્પતિ | દ્ધિઅંગી વનસ્પતિ |
1. તે એકકોષી કે બહુકોષી હોય છે. | 1. તે હંમેશાં બહુકોષી હોય છે. |
2. પેશીરચનાનો અભાવ હોય છે. | 2. પશીરચનાની હાજરી હોય છે. |
3. તેમાં મૂળ, પ્રકાંડ અને પર્ણનો અભાવ હોય છે. | 3. તેમાં બે અંગો પ્રકાંડ અને પર્ણ હોય છે. મૂળને સ્થાને મૂલાંગો હોય છે. |
4. તે સુકાયક તરીકે ઓળખાય છે. ઉદા., બૅક્ટરિયા, યીસ્ટ (ફૂગ), સ્પાયરોગાયરા (લીલ), ઉસ્નિયા (લાઈકેન) વગેરે. | 4. તે ઉભયજીવી વનસ્પતિ તરીકે ઓળખાય છે. ઉદા., રિક્સિયા, મૉસ, માર્કેન્શિયા વગેરે. |
પ્રશ્ન 6.
દ્ધિઅંગી વનસ્પતિ અને ત્રિઅંગી વનસ્પતિ
ઉત્તર:
દ્ધિઅંગી વનસ્પતિ | ત્રિઅંગી વનસ્પતિ |
1. તેમાં બે અંગો પ્રકાંડ અને પર્ણ હોય છે. મૂળને સ્થાને મૂલાંગો હોય છે. | 1. તેમાં મૂળ, પ્રકાંડ અને પર્ણ એમ ત્રણેય અંગો હોય છે. |
2. વાહક પેશીઓનો અભાવ હોય છે. ઉદા., રિક્સિયા, મૉસ વગેરે. | 2. વાહક પેશીઓની હાજરી હોય છે. ઉદા., હંસરાજ, માસિલિયા |
પ્રશ્ન 7.
લીલ અને ફૂગ
ઉત્તરઃ
1. તે મીઠા પાણીમાં, સમુદ્રમાં કે ભીની જમીન પર વસે છે. | 1. તે સડતા મૃતદેહો પર, અન્ય નિર્જીવ કાર્બનિક પદાર્થો પર કે આશ્રયદાતા કોષમાં વસે છે. |
2. તેમાં હરિતદ્રવ્યની હાજરી હોવાથી સ્વોપજીવી પોષણ દર્શાવે છે. | 2. તેમાં હરિતદ્રવ્યનો અભાવ હોવાથી પરોપજીવી કે મૃતોપજીવી પોષણ દર્શાવે છે. |
3. એકકોષી કે બહુકોષી હોય છે. | 3. યીસ્ટ સિવાય બધી જ ફૂગ બહુકોષી છે. |
4. કોષદીવાલ સેલ્યુલોઝની બનેલી હોય છે. ઉદા., સ્પાયરોગાયરા, સરગાસમ વગેરે. | 4. કોષદીવાલ કાઇટિનની બનેલી હોય છે. ઉદા., યીસ્ટ, યુકર વગેરે. |
પ્રશ્ન 8.
દ્વિદળી વનસ્પતિ અને એકદળી વનસ્પતિ
ઉત્તરઃ
દ્વિદળી વનસ્પતિ | એકદળી વનસ્પતિ |
1. બીજમાં બે બીજપત્રો આવેલાં હોય છે. | 1. બીજમાં એક જ બીજપત્ર આવેલું હોય છે. |
2. સોટીમય પ્રકારનું મૂળતંત્ર ધરાવે છે. | 2. અસ્થાનિક, તંતુમય મૂળતંત્ર ધરાવે છે. |
3. પર્ણમાં જાલાકાર શિરાવિન્યાસ હોય છે. | 3. પર્ણોમાં સમાંતર શિરાવિન્યાસ હોય છે. |
4. પુષ્પો ચતુરાવયવી કે પંચાવયવી હોય છે. | 4. પુષ્પો ત્રિઅવયવી હોય છે. |
5. પ્રકાંડમાં વાહિપુલો વર્ધમાન પ્રકારના અને એક કે બે વલયમાં ગોઠવાય છે. ઉદા., સૂર્યમુખી. | 5. પ્રકાંડમાં વાહિપુલો અવર્ધમાન પ્રકારના અને વેરવિખેર ગોઠવણી દર્શાવે છે. ઉદા., મકાઈ. |
પ્રશ્ન 9.
અપુષ્પી વનસ્પતિ અને સપુષ્પી વનસ્પતિ
ઉત્તર:
અપુષ્પી વનસ્પતિ | સપુષ્પી વનસ્પતિ |
1. જીવનના કોઈ પણ તબક્કે પુષ્પ ઉત્પન્ન થતાં નથી. | 1. જીવનના લિંગી પ્રજનનના તબક્કે પુષ્પ ઉત્પન્ન થાય છે. |
2. બીજનું સર્જન થતું નથી. | 2. બીજનું સર્જન થાય છે. |
3. તે વાહક પેશીવિહીન કે વાહક પેશીધારી હોય છે. | 3. તે હંમેશાં વાહક પેશીધારી હોય છે. |
4. અંગરચનાને આધારે તેને ત્રણ વિભાગમાં વહેંચવામાં આવે છેઃ (1) એકાંગી, (2) દ્ધિઅંગી અને (3) ત્રિઅંગી. ઉદા., લીલ, ફૂગ, મૉસ, હંસરાજ વગેરે. | 4. પુષ્પ અને બીજના સર્જનને આધારે તેને બે વિભાગમાં વહેંચવામાં આવે છેઃ (1) અનાવૃત બીજધારી અને (2) આવૃત બીજધારી. ઉદા., સાયકસ, પાઇનસ, સૂર્યમુખી, મકાઈ વગેરે. |
પ્રશ્ન 10.
વનસ્પતિસૃષ્ટિ અને પ્રાણીસૃષ્ટિ
ઉત્તર:
વનસ્પતિસૃષ્ટિ | પ્રાણીસૃષ્ટિ |
1. વનસ્પતિઓ અચલિત છે. | 1. પ્રાણીઓ ચલિત છે. |
2. પ્રકાશશક્તિનો ઉપયોગ કરી પોતાનો ખોરાક બનાવે છે. | 2. ખોરાક તરીકે વનસ્પતિઓ કે અન્ય પ્રાણીઓનું ભક્ષણ કરે છે. |
નીચેના વિધાનોનાં વૈજ્ઞાનિક કારણો આપોઃ
પ્રશ્ન 1.
સજીવોનું વર્ગીકરણ જરૂરી છે.
ઉત્તરઃ
સજીવોની વિવિધ બંધારણીય કક્ષાઓનો આધાર લઈને તેઓની સામ્યતા અને ભિન્નતાના આધારે, સજીવોને નાનાંમોટાં જૂથમાં વહેંચવાની વૈજ્ઞાનિક પદ્ધતિને વર્ગીકરણ કહે છે.
મહત્ત્વ:
- વિવિધ પ્રકારના સજીવોનો અભ્યાસ સરળ બને છે.
- સજીવોના પારસ્પરિક સંબંધો જાણી શકાય છે.
- પરિસ્થિતિવિદ્યા, જેવભૂગોળ અને જૈવવર્તનશાસ્ત્ર જેવી જીવવિજ્ઞાનની શાખાઓ માટે પાયાની માહિતી પૂરી પાડે છે.
- પ્રાયોજિત જીવવિજ્ઞાનનાં કૃષિવિદ્યા, સામાજિક આરોગ્ય : વગેરે ક્ષેત્રો પણ વર્ગીકરણની માહિતી પર આધારિત હોય છે.
- પૃથ્વી પર અગણિત સજીવોનું અસ્તિત્વ છે. દરેક સજીવનો વ્યક્તિગત અભ્યાસ કરવો અસંભવ છે. આથી, સજીવોના સાનુકૂળ અભ્યાસ અને ઓળખ માટે તેમના વિવિધ રચનાકીય સ્તરોનો આધાર . લઈ તેમની નિયમાનુસાર વ્યવસ્થિત જૂથોમાં વહેચણી (વર્ગીકરણ) જરૂરી બને છે.
પ્રશ્ન 2.
જાતિથી સૃષ્ટિ તરફ જતાં ક્રમશઃ સામ્યતાઓ ઘટે છે અને ભિન્નતાઓ વધે છે.
ઉત્તરઃ
જાતિ વર્ગીકરણનો નાનામાં નાનો અને અંતિમ એકમ છે. રે એવા તમામ સજીવો કે જેઓ પ્રજનન કરીને પેઢીને આગળ વધારી શકે તેમનો સમાવેશ એક જાતિમાં કરવામાં આવે છે.
સૃષ્ટિ બધા સજીવોને સમાવતો વ્યાપક એકમ છે. સૃષ્ટિથી જાતિ તરફ જતાં સજીવોને તેમની સમાનતાઓને આધારે ક્રમશઃ સમુદાય, 3 વર્ગ, ગોત્ર, કુળ, પ્રજાતિ કક્ષાઓમાં વહેંચવામાં આવે છે.
આ રીતે જાતિથી સૃષ્ટિ તરફ જતાં જુદા જુદા એકમો એકત્રિત થાય છે. વર્ગીકરણમાં જુદા જુદા એકમોમાં રહેલા સજીવોમાં ભિન્નતાઓ હોય છે.
આથી જાતિથી સૃષ્ટિ તરફ જતાં ક્રમશઃ સામ્યતાઓ ઘટે છે અને ભિન્નતાઓ વધે છે.
પ્રશ્ન 3.
સજીવોને વૈજ્ઞાનિક નામ આપવું જરૂરી છે.
ઉત્તર:
જીવસૃષ્ટિના બધા જ સજીવોને એકબીજાથી અલગ ઓળખવા અને અભ્યાસ કરવા માટે સજીવને ચોક્કસ નામ આપવું જરૂરી છે. સજીવનું સ્થાનિક સામાન્ય નામ કોઈ એક પ્રદેશ અને સમુદાયના લોકો માટે પૂરતું છે. પરંતુ દુનિયાના અન્ય પ્રદેશોમાં તે નામ ઉપયોગી નથી. આથી સજીવનું એક સર્વગ્રાહી વૈજ્ઞાનિક નામ આપવું જરૂરી છે. સજીવોને નામ આપવાની વૈજ્ઞાનિક પદ્ધતિને દ્વિનામી નામકરણ પદ્ધતિ કહે છે.
પ્રશ્ન 4.
વૈજ્ઞાનિક નામકરણ દરેક સજીવની અલગ ઓળખ આપે છે.
ઉત્તરઃ
કેરોલસ લિનિયસ વૈજ્ઞાનિકે સજીવોના નામકરણની દ્વિનામી નામકરણ પદ્ધતિ આપી. તે મુજબ દરેક સજીવને એક પ્રજાતીય નામ અને બીજું જાતીય નામ અપાય છે. વૈજ્ઞાનિક નામ અજોડ છે. એક સજીવ માટે અપાયેલ પ્રજાતીય નામનો અન્ય પ્રકારના સજીવ માટે પુનઃ ઉપયોગ કરી શકાય નહીં. દા. ત., મકાઈ ઝીયા મેઈઝ .. સિંહ પેન્થરા લીઓ ,. આધુનિક મનુષ્ય હોમો સેપિયન્સ સેપિયન્સ આમ, દરેક સજીવની અલગ ઓળખ મળે છે.
પ્રશ્ન 5.
હીટેકર પાંચ સૃષ્ટિ વર્ગીકરણમાં ફૂગને પ્રોટિસ્ટાથી અલગ દર્શાવેલ છે.
ઉત્તર:
વ્હીટેકર પાંચ સૃષ્ટિ વર્ગીકરણમાં પ્રોટિસ્ટા સૃષ્ટિમાં એકકોષી સુકોષકેન્દ્રી સજીવોનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રોટિસ્ટા સજીવો સ્વયંપોષી કે વિષમપોષી, કોષદીવાલ ધરાવતા કે વિહીન હોય છે.
ફૂગ સૃષ્ટિના સજીવો મૃતોપજીવી, કાઇટિનની બનેલી કોષદીવાલ ધરાવતા તેમજ મોટા ભાગની ફૂગ બહુકોષી અવસ્થા ધરાવતી હોય છે. આથી હીટેકર પાંચ સૃષ્ટિ વર્ગીકરણમાં ફૂગને પ્રોટિસ્ટાથી અલગ દર્શાવેલ છે.
પ્રશ્ન 6.
લાઈકેનને સહજીવી જૈવસ્વરૂપ કહે છે.
ઉત્તરઃ
કેટલીક ફૂગની જાતિઓ અને નીલહરિત લીલ કાયમી સહોપકારી સંબંધોમાં જીવે છે. આ પ્રકારના સંબંધને સહજીવન (પરસ્પરતા) સંબંધ કહે છે. નીલહરિત લીલ પ્રકાશસંશ્લેષણ કરી ખોરાક બનાવે છે અને ફૂગને પૂરો પાડે છે. ફૂગના કવકતંતુથી રચાતી કવકજાળ નીલહરિત લીલને આધાર આપે છે, ભેજ શોષણ કરે છે તેમજ તીવ્ર પ્રકાશ સામે રક્ષણ આપે છે. આમ, બંને સજીવ પરસ્પર એકબીજા માટે લાભદાયી સંબંધ ધરાવે છે. આથી લાઈકેનને સહજીવી જેવસ્વરૂપ કહે છે.
પ્રશ્ન 7.
બધાં પૃષ્ઠવંશી પ્રાણીઓ મેરુદંડી છે, પરંતુ બધા મેરુદંડી પૃષ્ઠવંશી નથી.
ઉત્તરઃ
પૃષ્ઠવંશી પ્રાણીઓમાં કરોડસ્તંભની હાજરી હોય છે. કરોડસ્તંભ પ્રાણીની પુખ્તાવસ્થાએ મેરુદંડમાંથી રૂપાંતરણ પામે છે. આમ, કરોડસ્તંભ માટે મેરુદંડ અનિવાર્ય છે. આથી બધા પૃષ્ઠવંશી મેરુદંડી હોય છે. – જ્યારે ગર્ભાવસ્થા કે જીવનની કોઈ અવસ્થાએ મેરુદંડ ધરાવતાં તમામ પ્રાણીઓને મેરુદંડી કહે છે. કેટલાક મેરુદંડી(દા. ત., ઍન્ફિઑક્સસ, બાલાનોગ્લોસસ જેવાં પ્રમેરુદંડી પ્રાણીઓ)માં મેરુદંડનું કરોડસ્તંભમાં રૂપાંતર થતું નથી. આમ, આ પ્રાણીઓ પૃષ્ઠવંશી નથી.
પ્રશ્ન 8.
માછલીનું શરીર જલીય જીવન માટે અનુકૂળ છે.
ઉત્તરઃ
જુઓ ‘પ્રશ્નોત્તર વિભાગના પ્રશ્ન 54ના મુદ્દા (2)થી (5)નો ઉત્તર.
પ્રશ્ન 9.
મગર અને કાચબો જમીન અને પાણી બંને જગ્યાએ રહી શકતા હોવા છતાં ઉભયજીવી નથી.
ઉત્તરઃ
ઉભયજીવી પ્રાણીઓ જમીન અને પાણી બંને જગ્યાએ રહી શકે છે. તેમની ચામડી ભીંગડાં વગરની લીસી, ચીકણી અને ભેજવાળી હોય છે. ચામડીમાં શ્લેષ્મ ગ્રંથિઓ આવેલી હોય છે. પુખ્ત ઉભયજીવી પ્રાણીમાં શ્વસન ચામડી અને ફેફસાં દ્વારા થાય છે.
મગર અને કાચબો પણ જમીન અને પાણી બંને જગ્યાએ રહી શકે છે. પરંતુ તેમની ચામડી સૂકી, ભીંગડાંયુક્ત હોય છે. ત્વચામાં શ્લેષ્મ ગ્રંથિઓ હોતી નથી. આ પ્રાણીઓમાં શ્વસન ફેફસાં દ્વારા થાય છે.
આથી મગર અને કાચબો ઉભયજીવી નથી, પરંતુ સરીસૃપ પ્રાણીઓ છે.
પ્રશ્ન 10.
ચામાચીડિયું પક્ષી નથી અને હેલ માછલી નથી.
ઉત્તર:
ચામાચીડિયું ઊડતું સસ્તન પ્રાણી છે. ચામાચીડિયામાં પીંછાના બદલે ચામડી પર વાળ છે. ત્વચામાં તેલગ્રંથિઓ અને પ્રસ્વેદગ્રંથિઓ આવેલી છે. સસ્તન પ્રાણીની જેમ કર્ણપલ્લવયુક્ત બાહ્ય કર્ણ છે. આથી ચામાચીડિયું પક્ષી નથી.
છેલ જળચર સસ્તન છે. હેલમાં માછલીની જેમ ભીંગડાંનું આવરણ નથી. હેલનું હૃદય બે કર્ણકો અને બે ક્ષેપકો ધરાવતું ચતુર્બાડી છે. તે ઉષ્ણ રુધિરવાળું પ્રાણી છે. માછલીની જેમ શ્વસન માટે ઝાલરો નથી, પરંતુ ફેફસાં છે. આથી વ્હેલ માછલી નથી.
જોડકાં જોડો:
પ્રશ્ન 1.
વિભાગ I | વિભાગ II |
1. દ્ધિઅંગી વનસ્પતિ | a. સૂર્યમુખી |
2. ત્રિઅંગી વનસ્પતિ | b. માર્કેન્શિયા |
3. એકદળી વનસ્પતિ | c. હંસરાજ |
4. દ્વિદળી વનસ્પતિ | d. મકાઈ |
ઉત્તરઃ
વિભાગ I | વિભાગ II |
1. દ્ધિઅંગી વનસ્પતિ | b. માર્કેન્શિયા |
2. ત્રિઅંગી વનસ્પતિ | c. હંસરાજ |
3. એકદળી વનસ્પતિ | d. મકાઈ |
4. દ્વિદળી વનસ્પતિ | a. સૂર્યમુખી |
પ્રશ્ન 2.
વિભાગ I | વિભાગ II |
1. પ્રજીવો | a. મ્યુકર |
2. ફૂગ | b. સ્પાયરોગાયરા |
3. લીલ | c. અમીબા |
4. લીલ અને ફૂગનું સહજીવન | d. લાઇકેન |
ઉત્તરઃ
વિભાગ I | વિભાગ II |
1. પ્રજીવો | c. અમીબા |
2. ફૂગ | a. મ્યુકર |
3. લીલ | b. સ્પાયરોગાયરા |
4. લીલ અને ફૂગનું સહજીવન | d. લાઇકેન |
પ્રશ્ન 3.
કૉલમ I (પ્રાણીસમૂહ) | કૉલમ II (પ્રચલન અંગો) |
1. નૂપુરક | a. માંસલ કોમળ પગ |
2. શૂળત્વચી | b. ખંડન |
3. કોઠાંત્રિ | c. જલપરિવહનતંત્ર |
4. મૃદુકાય | d. સ્પર્શકો |
ઉત્તર:
કૉલમ I (પ્રાણીસમૂહ) | કૉલમ II (પ્રચલન અંગો) |
1. નૂપુરક | b. ખંડન |
2. શૂળત્વચી | c. જલપરિવહનતંત્ર |
3. કોઠાંત્રિ | d. સ્પર્શકો |
4. મૃદુકાય | a. માંસલ કોમળ પગ |
પ્રશ્ન 4.
કૉલમ I (પ્રાણીનું નામ) | કૉલમ II (વિશિષ્ટતા) |
1. હાથીપગ કૃમિ | a. નાની દેહગુહા |
2. પટ્ટીકૃમિ | b. ચપટું શરીર |
3. શંખ | c. સાંધાવાળા ઉપાંગ |
4. જિંગા | d. આભાસી શરીરગુહા |
ઉત્તરઃ
કૉલમ I (પ્રાણીનું નામ) | કૉલમ II (વિશિષ્ટતા) |
1. હાથીપગ કૃમિ | d. આભાસી શરીરગુહા |
2. પટ્ટીકૃમિ | b. ચપટું શરીર |
3. શંખ | a. નાની દેહગુહા |
4. જિંગા | c. સાંધાવાળા ઉપાંગ |
પ્રશ્ન 5.
કૉલમ I (સજીવસમૂહ) | કૉલમ II (ઉદાહરણ) |
1. મોનેરા | a. યુલોથ્રીક્સ |
2. પ્રોટિસ્ટા | b. સાયેનોબૅક્ટરિયા |
3. ફૂગ | c. યુગ્લિના |
4. સુકાયક | d. એસ્પરજીવસ |
ઉત્તર:
કૉલમ I (સજીવસમૂહ) | કૉલમ II (ઉદાહરણ) |
1. મોનેરા | b. સાયેનોબૅક્ટરિયા |
2. પ્રોટિસ્ટા | c. યુગ્લિના |
3. ફૂગ | d. એસ્પરજીવસ |
4. સુકાયક | a. યુલોથ્રીક્સ |
પ્રશ્ન 6.
કૉલમ I (વિશિષ્ટતા) | કૉલમ II (પ્રાણીઓ) |
1. કોષ્ઠાત્ર ગુહા | a. પટ્ટીકૃમિ |
2. દેહગુહાવિહીન | b. જળવ્યાળ |
3. કૂટ દેહકોષ્ઠ | c. જળો |
4. શરીરગુહા | d. કરમિયું |
ઉત્તરઃ
કૉલમ I (વિશિષ્ટતા) | કૉલમ II (પ્રાણીઓ) |
1. કોષ્ઠાત્ર ગુહા | b. જળવ્યાળ |
2. દેહગુહાવિહીન | a. પટ્ટીકૃમિ |
3. કૂટ દેહકોષ્ઠ | d. કરમિયું |
4. શરીરગુહા | c. જળો |
નામનિર્દેશનવાળી આકૃતિ દોરો:
પ્રશ્ન 1.
અમીબા
ઉત્તર:
પ્રોટિસ્ટા સૃષ્ટિમાં જલજ એકકોષી સુકોષકેન્દ્રી સજીવોનો સમાવેશ થાય છે.
લક્ષણોઃ
- શરીરરચના : એકકોષી
- શ્રમવિભાજનઃ અભાવ
- પ્રચલન ખોટા પગ (કૂટપાદ), પલ્મો કે કશા દ્વારા
- પોષણ : સ્વયંપોષી કે વિષમપોષી
[આકૃતિ : પ્રોટિસ્ટા સજીવો]
ઉદાહરણઃ ડાયેટમ્સ, એકકોષી લીલ, પ્રજીવો (અમીબા, પેરામીશિયમ), યુગ્લિના.
જે વનસ્પતિઓનો દેહ મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભેદન પામેલો નથી અને તેમાં શ્રમવિભાજન જોવા મળતું નથી તેને સુકાયક વનસ્પતિઓ કહે છે.
સુકાયક વનસ્પતિઓ સામાન્ય રીતે લીલ તરીકે ઓળખાય છે. તેઓ મુખ્યત્વે પાણીમાં (મીઠા કે ખારા) જોવા મળે છે.
ઉદાહરણ : યુલોથીક્સ, અલ્વા, કારા, ક્લડોફોરા અને સ્પાયરોગાયરા
[આકૃતિ : સુકાયક વનસ્પતિઓ]
પ્રશ્ન 2.
પેરામીશિયમ
ઉત્તર:
પ્રોટિસ્ટા સૃષ્ટિમાં જલજ એકકોષી સુકોષકેન્દ્રી સજીવોનો સમાવેશ થાય છે.
લક્ષણોઃ
- શરીરરચના : એકકોષી
- શ્રમવિભાજનઃ અભાવ
- પ્રચલન ખોટા પગ (કૂટપાદ), પલ્મો કે કશા દ્વારા
- પોષણ : સ્વયંપોષી કે વિષમપોષી
[આકૃતિ : પ્રોટિસ્ટા સજીવો]
ઉદાહરણઃ ડાયેટમ્સ, એકકોષી લીલ, પ્રજીવો (અમીબા, પેરામીશિયમ), યુગ્લિના.
જે વનસ્પતિઓનો દેહ મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભેદન પામેલો નથી અને તેમાં શ્રમવિભાજન જોવા મળતું નથી તેને સુકાયક વનસ્પતિઓ કહે છે.
સુકાયક વનસ્પતિઓ સામાન્ય રીતે લીલ તરીકે ઓળખાય છે. તેઓ મુખ્યત્વે પાણીમાં (મીઠા કે ખારા) જોવા મળે છે.
ઉદાહરણ : યુલોથીક્સ, અલ્વા, કારા, ક્લડોફોરા અને સ્પાયરોગાયરા
[આકૃતિ : સુકાયક વનસ્પતિઓ]
પ્રશ્ન 3.
યુગ્લિના
ઉત્તર:
પ્રોટિસ્ટા સૃષ્ટિમાં જલજ એકકોષી સુકોષકેન્દ્રી સજીવોનો સમાવેશ થાય છે.
લક્ષણોઃ
- શરીરરચના : એકકોષી
- શ્રમવિભાજનઃ અભાવ
- પ્રચલન ખોટા પગ (કૂટપાદ), પલ્મો કે કશા દ્વારા
- પોષણ : સ્વયંપોષી કે વિષમપોષી
[આકૃતિ : પ્રોટિસ્ટા સજીવો]
ઉદાહરણઃ ડાયેટમ્સ, એકકોષી લીલ, પ્રજીવો (અમીબા, પેરામીશિયમ), યુગ્લિના.
જે વનસ્પતિઓનો દેહ મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભેદન પામેલો નથી અને તેમાં શ્રમવિભાજન જોવા મળતું નથી તેને સુકાયક વનસ્પતિઓ કહે છે.
સુકાયક વનસ્પતિઓ સામાન્ય રીતે લીલ તરીકે ઓળખાય છે. તેઓ મુખ્યત્વે પાણીમાં (મીઠા કે ખારા) જોવા મળે છે.
ઉદાહરણ : યુલોથીક્સ, અલ્વા, કારા, ક્લડોફોરા અને સ્પાયરોગાયરા
[આકૃતિ : સુકાયક વનસ્પતિઓ]
પ્રશ્ન 4.
સ્પાયરોગાયરા
ઉત્તર:
કોષ્ઠાત્રિ સમૂહનાં પ્રાણીઓ કોષ્ઠાત્ર ગુહા તરીકે ઓળખાતું શરીર પોલાણ ધરાવે છે.
[આકૃતિ : કોષ્ઠાત્રિ પ્રાણીઓ
લક્ષણોઃ
- વસવાટઃ મોટા ભાગના દરિયાઈ અને કેટલાક મીઠા જળમાં નિવાસ ધરાવે છે.
- શરીરરચનાઃ તેમનું શરીર બાહ્યસ્તર અને અંતઃસ્તર એમ બે સ્તરોથી બનેલું હોય છે. શરીરરચના પેશીય સ્તરનું આયોજન ધરાવે છે.
- સ્વરૂપઃ કેટલીક જાતિઓ ઉદા., હાઈડ્રા એકાકી સ્વરૂપે જ્યારે કેટલીક જાતિઓ ઉદા., પ્રવાળ સમૂહમાં કે વસાહતી સ્વરૂપે જોવા મળે છે.
- વિશિષ્ટતાઃ તેઓ ડંખકોષો ધરાવતા સ્પર્શકો ધરાવે છે.
ઉદાહરણ: હાઈડ્રા (જળવ્યાળ), જેલીફિશ, પ્રવાળ (પરવાળા), સમુદ્રફૂલ.
પ્રશ્ન 5.
હાઇડ્રા
ઉત્તર:
કોષ્ઠાત્રિ સમૂહનાં પ્રાણીઓ કોષ્ઠાત્ર ગુહા તરીકે ઓળખાતું શરીર પોલાણ ધરાવે છે.
[આકૃતિ : કોષ્ઠાત્રિ પ્રાણીઓ
લક્ષણોઃ
- વસવાટઃ મોટા ભાગના દરિયાઈ અને કેટલાક મીઠા જળમાં નિવાસ ધરાવે છે.
- શરીરરચનાઃ તેમનું શરીર બાહ્યસ્તર અને અંતઃસ્તર એમ બે સ્તરોથી બનેલું હોય છે. શરીરરચના પેશીય સ્તરનું આયોજન ધરાવે છે.
- સ્વરૂપઃ કેટલીક જાતિઓ ઉદા., હાઈડ્રા એકાકી સ્વરૂપે જ્યારે કેટલીક જાતિઓ ઉદા., પ્રવાળ સમૂહમાં કે વસાહતી સ્વરૂપે જોવા મળે છે.
- વિશિષ્ટતાઃ તેઓ ડંખકોષો ધરાવતા સ્પર્શકો ધરાવે છે.
ઉદાહરણ: હાઈડ્રા (જળવ્યાળ), જેલીફિશ, પ્રવાળ (પરવાળા), સમુદ્રફૂલ.
પ્રશ્ન 6.
બાલાનોગ્લોસિસ
ઉત્તર:
પ્રમેરુદંડી અને મેરુદંડી પ્રાણીઓમાં જોવા મળતી લાંબા દંડ જેવી રચનાને મેરુદંડ કહે છે.
મેરુદંડ પ્રાણીઓના શરીરની પૃષ્ઠ બાજુએ જોવા મળે છે અને તે ચેતાપેશીને અન્નમાર્ગથી અલગ કરે છે. તે સ્નાયુઓને જોડાણ સ્થાન આપે છે. તેનાથી પ્રચલન સરળતાથી થઈ શકે છે.
પ્રાથમિક મેરુદંડી પ્રાણીઓનાં લક્ષણો નીચે મુજબ છે :
- વસવાટઃ દરિયાઈ પ્રાણીઓ છે.
- સામાન્ય લક્ષણઃ ત્રિગર્ભસ્તરીય, દેહગુહાયુક્ત છે.
- સમમિતિ દ્વિપાર્થસ્થ સમમિતિ ધરાવે છે.
- મેરુદંડ તેમના જીવનની બધી જ અવસ્થાઓ સુધી મેરુદંડ હાજર રહેતો નથી.
ઉદાહરણઃ બાલાનોગ્લોસસ, ઍમ્ફિઑક્સસ, હર્ડમેનિયા.
[આકૃતિ : એક પ્રાથમિક મેરુદંડી (બાલાનોગ્લોસસ)]
પ્રસ્તાવના
પ્રશ્ન 1.
આપણી ચારેય બાજુએ કેટલા પ્રકારના સજીવસમૂહ જોવા મળે છે? તેઓ શું ધરાવે છે?
ઉત્તર:
આપણી ચારેય બાજૂએ ઘણા પ્રકારના સજીવસમૂહ જોવા મળે છે. તેઓ એકબીજા સાથે ઓછા કે વધતા અંશે ભિન્નતા ધરાવે છે.
તમે તમારી જાતને તમારા એક મિત્ર સાથે સરખાવી નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :
→ શું બંનેની ઊંચાઈ એકસરખી છે?
ઉત્તર:
ના
→ શું તમારું નાક, તમારા મિત્રના નાક જેવું જ છે?
ઉત્તર:
ના
→ તમારી અને તમારા મિત્રની હથેળીનો આકાર એકસમાન છે?
ઉત્તર:
હા
પ્રશ્ન 2.
સજીવનાં ભિન્ન સ્વરૂપોની વિવિધતાની માહિતી આપો.
ઉત્તરઃ
સજીવનાં ભિન્ન સ્વરૂપોની વિવિધતા નીચે મુજબ છે:
1. કદઃ બૅક્ટરિયા જેવા માઈક્રોમીટર (μm) કદ ધરાવતા સજીવ સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોઈ શકાય છે. જ્યારે વિશાળ કદ ધરાવતા સજીવો જેવા કે 30 મીટર લંબાઈ ધરાવતી વાદળી વ્હેલ (Blue whale) અને કૅલિફોર્નિયાના 100 મીટર ઊંચાઈ ધરાવતાં રેડવુડ (Redwood) વૃક્ષો છે.
2. જીવનકાળ કેટલાક પાઇનના વૃક્ષ હજારો વર્ષ સુધી જીવિત રહે છે, જ્યારે મચ્છર જેવા કીટકો કેટલાક દિવસનો જીવનકાળ ધરાવે છે. આ ઉપરાંત રંગહીન જીવો, પારદર્શી કીટકો, વિવિધ રંગવાળાં પક્ષીઓ અને પુષ્પોમાં પણ વિવિધતા જોવા મળે છે.
પ્રશ્ન 5.
નિવાસસ્થાન આધારે સજીવોની સમૂહમાં વહેંચણી શા માટે વૈજ્ઞાનિક રીતે યોગ્ય નથી?
અથવા
સમજાવોઃ એરિસ્ટોટલે કરેલું સજીવોનું વર્ગીકરણ સરળ છે, પરંતુ સાચું નથી.
ઉત્તર:
ગ્રીક તત્ત્વચિંતક એરિસ્ટોટલે સજીવોનું વર્ગીકરણ તેમના નિવાસસ્થાન આધારે સ્થળજ, જલજ અને ખેચર સમૂહોમાં કર્યું હતું. સજીવોને ઓળખવાનો આ સરળ, પરંતુ સાચો રસ્તો નથી.
ઉદાહરણ તરીકે પ્રવાળ, ઑક્ટોપસ, તારામાછલી (સ્ટારફિશ), શાર્ક અને હેલ આ બધા સજીવો સમુદ્રમાં વસવાટ કરે છે. આ બધામાં માત્ર તેમના નિવાસસ્થાનની સમાનતા છે. અન્ય લક્ષણોમાં ખૂબ જ ભિન્નતાઓ છે. તારામાછલી માછલી નથી. શાર્ક માછલી છે અને વ્હેલ પણ માછલી નથી.
આથી નિવાસસ્થાન આધારે સજીવોની સમૂહમાં વહેંચણી વૈજ્ઞાનિક રીતે યોગ્ય નથી.
પ્રશ્ન 6.
સજીવોને સમૂહમાં વર્ગીકૃત કરવા માટે કઈ બાબતો લક્ષમાં લેવી જરૂરી છે?
ઉત્તરઃ
સજીવોને સમૂહમાં વર્ગીકૃત કરવા માટે મુખ્યત્વે વિશિષ્ટ લક્ષણો અને સામાન્ય લક્ષણોને લક્ષમાં લેવા જરૂરી છે.
ખાસ કરીને મોટા વર્ગ કે સમૂહના નિર્માણ માટેનો આધાર ચોક્કસ વિશિષ્ટ લક્ષણો અને ત્યારબાદ અન્ય લક્ષણોને આધારે કોઈ વર્ગને ઉપસમૂહો કે ઉપવર્ગમાં વહેંચવામાં આવે છે. સજીવોને ચોક્કસ વર્ગ કે સમૂહમાં વર્ગીકૃત કરતી વખતે જે-તે સમૂહના સભ્યોમાં કઈ કઈ સમાનતાઓ છે કે જેના આધારે ચોક્કસ કેટલાક સજીવોને તે સમૂહમાં સાથે રાખી શકાય. આમ, સજીવના લક્ષણ કે સ્વરૂપ અને કાર્ય કે વર્તણૂક બાબતોને લક્ષમાં લેવી જરૂરી છે.
પ્રશ્ન 7.
સજીવોના વર્ગીકરણ માટે પરસ્પર સંબંધિત લક્ષણોના અનુક્રમ કેવી રીતે બનાવી શકાય?
ઉત્તર:
સજીવોના વર્ગીકરણ માટે નીચલા (પાયાના) સ્તરે સજીવોના મોટા ભાગના વર્ગને નિર્ધારિત કરે તેવાં લક્ષણો લેવામાં આવે છે અને તે લક્ષણ સજીવના બીજા કોઈ પણ સંરચનાત્મક અને ક્રિયાત્મક લક્ષણથી સ્વતંત્ર હોય છે. તેના પછીના દ્વિતીય સ્તરનાં લક્ષણ પહેલાં સ્તરનાં લક્ષણ પર નિર્ભર હોય અને તેમના તેના પછીના તૃતીય સ્તરના પ્રકારને નિર્ધારિત કરે તેવા લક્ષણ લેવામાં આવે છે.
આ રીતે વર્ગીકરણ માટે પરસ્પર સંબંધિત લક્ષણોના અનુક્રમ બનાવી શકાય.
પ્રશ્ન 8.
સમજાવોઃ કોષની સંરચના સજીવોનાં વર્ગીકરણ માટે પાયાના લક્ષણ તરીકે ગણાય છે.
ઉત્તર:
કોષની સંરચના આધારે આદિકોષકેન્દ્રી અને સુકોષકેન્દ્રી. સજીવો વર્ગીકૃત કરવામાં આવે છે.
– આદિકોષકેન્દ્રી સજીવકોષોમાં સુયોજિત કોષકેન્દ્ર અને પટલમય અંગિકાઓની ગેરહાજરી છે. તેમાં જૈવરાસાયણિક પથ ભિન્ન હોય છે. તેની અસર કોષની સંરચનાનાં બધાં જ પાસાઓ પર પડે છે.
સુકોષકેન્દ્રી સજીવકોષોમાં સુયોજિત કોષકેન્દ્ર અને પટલમય અંગિકાઓની હાજરી છે. તેના કારણે કોષીય ક્રિયાઓ એકબીજાથી સ્વતંત્ર પણે ક્ષમતાપૂર્વક થાય છે. આ ઉપરાંત સુકોષકેન્દ્રી કોષોમાં બહુકોષીય સજીવના નિર્માણની ક્ષમતા હોય છે અને તેઓ ચોક્કસ કાર્ય કરી શકે છે.
આથી કોષની સંરચના સજીવોનાં વર્ગીકરણ માટે પાયાના લક્ષણ તરીકે ગણાય છે.
પ્રશ્ન 9.
ઉતિકાસીય વર્ગીકરણ માટે આધારભૂત લક્ષણો સમજાવો.
ઉત્તર:
ઉદ્રિકાસીય વર્ગીકરણ માટે આધારભૂત લક્ષણો :
1. સુયોજિત કોષકેન્દ્રની હાજરી કે ગેરહાજરી: આદિકોષકેન્દ્રી સજીવોમાં સુયોજિત કોષકેન્દ્ર ગેરહાજરી અને પટલમય અંગિકાઓનો અભાવ હોય છે.
સુકોષકેન્દ્રી સજીવોમાં સુયોજિત કોષકેન્દ્ર અને પટલમય અંગિકાઓની હાજરી હોય છે.
2. સજીવોમાં કોષોની સંખ્યા એકકોષી સજીવોમાં એક જ : કોષ વડે સજીવ જીવન માટેનાં બધાં જ કાર્યો કરવામાં આવે છે.
બહુકોષી સજીવોમાં વધારે સંખ્યામાં કોષો હોય છે. તેના દ્વારા વધારે ક્ષમતા મેળવવા શ્રમવિભાજન (કાર્ય-વહેંચણી) જોવા મળે છે.
3. પોષણ પદ્ધતિ સ્વયંપોષી સજીવોમાં વિશિષ્ટ રંજકદ્રવ્ય (ક્લોરોફિલ) દ્વારા પ્રકાશસંશ્લેષણ ક્રિયા થાય છે અને તેમનો ખોરાક જાતે બનાવે છે.
પરપોષી સજીવોમાં ક્લોરોફિલની ગેરહાજરી હોવાથી, તેઓ તેમનો ખોરાક વનસ્પતિઓ કે અન્ય પ્રાણીઓમાંથી પ્રાપ્ત કરે છે. :
4. શરીરમાં આયોજનના સ્તર બહુકોષી સજીવોમાં પેશી, અંગ કે અંગતંત્ર કક્ષાના આયોજન જોવા મળે છે અને ઉચ્ચ કાર્યક્ષમતા મેળવે છે.
વનસ્પતિમાં સરળ પેશી → જટિલ પેશી → મૂળ, પ્રકાંડ, પર્ણ અંગોનું આયોજન જોવા મળે છે.
પ્રાણીઓમાં પણ પેશી → અંગ → અંગતંત્ર કક્ષાના આયોજન સ્તર ઉદ્વિકાસ પામેલા છે.
પ્રશ્ન 10.
કયા લક્ષણને મૂળભૂત લક્ષણના સ્વરૂપમાં માનવામાં આવે છે. સમજાવો.
અથવા
સમજાવોઃ સજીવોના વર્ગીકરણનો સજીવોના ઉદ્વિકાસ સાથે નજીકનો સંબંધ છે.
ઉત્તર:
બધા સજીવોને તેમની શરીરરચના અને કાર્યને આધારે ઓળખી તેમનું વર્ગીકરણ કરી શકાય છે.
સજીવશરીરની રચનામાં કેટલાંક લક્ષણો અન્યની તુલનામાં વધારે ફેરફાર લાવે છે. જેમાં સમયની પણ મહત્ત્વપૂર્ણ ભૂમિકા હોય છે. આથી જ્યારે ચોક્કસ શરીરરચના અસ્તિત્વમાં આવે ત્યારે તે પૂર્વ – અસ્તિત્વ ધરાવતી શરીરરચનામાં પરિવર્તનો કરે છે. આથી પછીથી અસ્તિત્વમાં આવતાં લક્ષણો કરતાં પહેલાં અસ્તિત્વ ધરાવતાં લક્ષણો વધુ મૂળભૂત લક્ષણના સ્વરૂપમાં માનવામાં આવે છે. આનો અર્થ એ થાય કે સજીવસ્વરૂપોનું વર્ગીકરણ તેમના ઉદ્વિકાસ સાથે નજીકનો સંબંધ ધરાવે છે.
પ્રશ્ન 11.
સજીવોનો ઉવિકાસ શું છે? ઉદ્રિકાસનો ખ્યાલ સૌપ્રથમ કોણે આપ્યો?
ઉત્તર:
સજીવોનો ઉદ્વિકાસ એ વધારે સારી જીવિતતા મેળવવા સજીવોમાં આવતા નિરંતર ફેરફારોની પ્રક્રિયાનું પરિણામ છે. ઉદ્વિકાસ દ્વારા સાદા અને સરળ સ્વરૂપના સજીવોમાંથી ક્રમશઃ જટિલ સ્વરૂપના ઉચ્ચ સજીવોનું નિર્માણ થયું.
ઉદ્વિકાસનો ખ્યાલ સૌપ્રથમ ચાર્લ્સ ડાર્વિને 1859માં તેમના 4205 ‘The Origin of Species by Means of Natural Selection (જાતિનો ઉદ્ભવ)માં આપ્યો.
પ્રશ્ન 12.
વિસ્તૃત રીતે સમજાવો વર્ગીકરણ અને ઉદ્વિકાસ
ઉત્તર:
બધા સજીવોને તેમની શરીરરચના અને કાર્યને આધારે ઓળખી તેમનું વર્ગીકરણ કરી શકાય છે.
શરીર બંધારણ(રચના)માં કેટલાંક લક્ષણો અન્ય લક્ષણોની સાપેક્ષે વધારે પરિવર્તન લાવે છે. પૂર્વ અસ્તિત્વ ધરાવતી શરીરરચનામાં
આવાં પરિવર્તનો દ્વારા ચોક્કસ નવી શરીરરચના ઉદ્વિકસિત થાય છે. શરીરરચનાનાં અગાઉનાં લક્ષણોને મૂળભૂત લક્ષણોના સ્વરૂપમાં કે માનવામાં આવે છે.
આ પ્રમાણે કેટલાક સજીવસમૂહોની શરીરરચનામાં પ્રાચીન સમયથી અત્યાર સુધી કોઈ ખાસ ફેરફારો થયા નથી. તેમને પ્રાચીન (આદિ) સજીવો કહે છે. તેમની શરીરરચના પ્રમાણમાં સરળ છે. કેટલાક સજીવસમૂહોની શરીરરચનામાં પર્યાપ્ત ફેરફારો જોવા મળે છે. ઉદ્વિકાસને કારણે તેમાં જટિલતાઓ પ્રવેશતાં જટિલ શરીરરચના ધરાવતા નવા સજીવો વિકાસ પામે છે.
સજીવના ઉદ્વિકાસની સમજ સૌપ્રથમ ચાર્લ્સ ડાર્વિને 1859માં તેમના પુસ્તક “The Origin of species by Means of Natural selection’માં રજૂ કરી. આ સમજૂતી પ્રમાણે અત્યારે
જોવા મળતા સજીવો તેમના અસ્તિત્વ માટે આવશ્યક એવા નિરંતર – ફેરફારોની પ્રક્રિયાનું પરિણામ છે.
સમયની સાથે સરળ સ્વરૂપના સજીવોમાં થતા ફેરફારો જે દ્વારા જટિલ સ્વરૂપના સજીવોનું નિર્માણ થવાની ક્રિયાને ઉદ્વિકાસ કહે છે. વર્ગીકરણ દ્વારા સમાનતા અને ભિન્નતાના આધારે રચાતા સજીવસમૂહો ક્રમશઃ ઉદ્રિકાસની સમજૂતી આપે છે.
પ્રશ્ન 13.
નોંધ લખો જૈવવિવિધતા
ઉત્તર:
જૈવવિવિધતા એટલે ભિન્ન સજીવસ્વરૂપોમાં જોવા મળતી વિવિધતા.
કોઈ વિશિષ્ટ ક્ષેત્ર કે પ્રદેશમાં જોવા મળતાં સજીવસ્વરૂપોને જૈવવિવિધતાથી નિર્દેશિત કરવામાં આવે છે. એકસમાન પર્યાવરણ નિવાસમાં રહેતા અને એકબીજાને પ્રભાવિત કરતી ભિન્ન સજીવ જાતિઓનો સ્થાયી સમાજ અસ્તિત્વમાં આવે છે. આવા સમાજની વિવિધતા ભૂમિ, પાણી, આબોહવા વગેરે પરિબળોથી અસર પામે છે.
એક અનુમાન મુજબ પૃથ્વી પર સજીવોની 1 કરોડ જાતિઓ અસ્તિત્વ ધરાવે છે. આ પૈકી માત્ર 10 લાખ -20 લાખ જાતિઓની જાણકારી હાલના તબક્કે પ્રાપ્ત થયેલી છે.
વધુ જૈવવિવિધતા પ્રદેશો (ક્ષેત્રો) પૃથ્વી પર કર્કવૃત્ત અને મકરવૃત્ત વચ્ચેના પ્રદેશો જ્યાં ગરમ અને ભેજવાળા પ્રદેશો છે, ત્યાં વનસ્પતિઓ અને પ્રાણીઓમાં ખૂબ જ વિવિધતા હોવાથી આ પ્રદેશોને વધુ જૈવવિવિધતાવાળા પ્રદેશો કહે છે.
બ્રાઝિલ, કોલંબિયા, ઇક્વાડોર, પેરુ, મેક્સિકો, ઝાયર, માડાગાસ્કર, ઑસ્ટ્રેલિયા, ચીન, ભારત, ઇન્ડોનેશિયા અને મલેશિયા દેશોમાં પૃથ્વી પરનો જૈવવિવિધતાનો અડધાથી વધારે ભાગ આવેલો છે.
નોધ : આ પ્રશ્નની સમજૂતી પાઠ્યપુસ્તકમાં વધારે જાણવા જેવું છે તરીકે સમાવી છે.
પ્રશ્ન 14.
સજીવોમાં ઉતિકાસીય સંબંધ સમજાવો.
ઉત્તર:
ચાર્લ્સ ડાર્વિને 1859માં તેમના પુસ્તક “The Origin of Species by Means of Natural Selection’hi ઉદ્વિકાસનો સિદ્ધાંત રજૂ કર્યો.
ડાર્વિનની સમજૂતી મુજબ બધા સજીવો એકકોષી સજીવમાંથી ઉદ્વિકાસ પામ્યા છે. ઉદ્રિકાસના ઇતિહાસમાં પ્રાથમિક સ્વરૂપની શરીરરચના પ્રથમ અસ્તિત્વમાં આવી, જે વધુ જટિલ રચના તરફ ક્રમશઃ આગળ વિકસિત થઈ. આ બાબત સજીવસ્વરૂપોમાં અમાપ વિવિધતા તરફ દોરી ગઈ.
બધા સજીવો પરસ્પર સંબંધ ધરાવે છે, કારણ કે તેઓના પૂર્વજ સામાન્ય છે. બે સજીવો વચ્ચેની નજીકનો ઉદ્વિકાશીય સંબંધ એ સજીવોના વર્ગીકરણનો પાયો છે.
પ્રશ્ન 20.
કયા વૈજ્ઞાનિકે પાંચ સૃષ્ટિ વર્ગીકરણ રચ્યું? પાંચ સૃષ્ટિનાં નામ અને તે શાના આધારે રચી તે જણાવો.
ઉત્તર:
રૉબર્ટ એચ. વ્હીટેકરે (1959) પાંચ સૃષ્ટિ વર્ગીકરણ રચ્યું.
પાંચ સૃષ્ટિ : મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિસૃષ્ટિ અને પ્રાણીસૃષ્ટિ.
આ સૃષ્ટિઓ કોષીય સંરચના, પોષણનો સ્રોત, શરીર આયોજન હું અને પોષણ મેળવવાની પદ્ધતિ આધારે રચી.
પ્રશ્ન 15.
વર્ગીકરણના સૌથી મોટા અને સૌથી નાના એકમની માહિતી આપી અને આ બંને વચ્ચે ભિન્ન સ્તરે ગોઠવાયેલા સમૂહો ? જણાવો.
ઉત્તર:
વર્ગીકરણનો સૌથી મોટો એકમ સૃષ્ટિ છે.
અર્નેસ્ટ હેકલ (1894), રોબર્ટ વ્હીટેકર (1959) અને કાર્ય હૂઝ (1977) નામના જીવજ્ઞાનિકોએ બધા સજીવોને વર્ગીકૃત કરવા માટે વ્યાપક કક્ષાનો ઉપયોગ કર્યો તેને સૃષ્ટિ કહે છે.
હીટેકરે મોનેરા, પ્રોટિસ્ટા, ફૂગ, વનસ્પતિસૃષ્ટિ અને પ્રાણીસૃષ્ટિ 3 તરીકે ઓળખાતા સમૂહો સૃષ્ટિ તરીકે રચ્યા.
વહૂઝ વેજ્ઞાનિકે મોનેરા સૃષ્ટિને આર્કિબૅક્ટરિયા અને યુબૅક્ટરિયામાં વર્ગીકૃત કરી.
વર્ગીકરણનો સૌથી નાનામાં નાનો એકમ જાતિ છે.
પ્રજનન કરી પેઢીને આગળ વધારી શકે તેવા તમામ સજીવોને સમાવતા વર્ગીકરણના અંતિમ એકમને જાતિ કહે છે.
સૃષ્ટિથી સજીવોનાં ભિન્ન લક્ષણોને આધારે સજીવોને નાના નાના સમૂહોમાં વર્ગીકૃત કરતા વર્ગીકરણના વિવિધ એકમો રચાય છે.
સૃષ્ટિથી જાતિ વચ્ચે વર્ગીકરણના સ્તરો :
સૃષ્ટિ (Kingdom)
સમુદાય …….. (Phylum) ……. (પ્રાણીઓ માટે) | વિભાગ (Division) (વનસ્પતિઓ માટે) :
- વર્ગ (Class).
- ગોત્ર (Order)
- કુળ (Family)
- પ્રજાતિ (Genus)
- જાતિ (Species)
પ્રશ્ન 16.
મોનેરા સૃષ્ટિનાં લક્ષણો અને સમાવેશિત સજીવો જણાવો.
અથવા
આદિકોષકેન્દ્રી સજીવોને સમાવતી સુષ્ટિ સમજાવો.
ઉત્તર:
આદિકોષકેન્દ્રી સજીવોને સમાવતી સૃષ્ટિ મોનેરા છે.
લક્ષણો:
- કોષકેન્દ્રઃ સુયોજિત કોષકેન્દ્રનો અભાવ છે.
- અંગિકાઓ પટલમય અંગિકાઓની ગેરહાજરી છે.
- શરીર એકકોષી, કેટલાક કોષોની વસાહત (સમૂહ) દર્શાવે છે.
- કોષદીવાલ: કેટલાક કોષદીવાલ ધરાવે છે, કેટલાકમાં કોષદીવાલ નથી.
- પોષણ સ્વયંપોષી (જાતે ખોરાક બનાવે) અથવા પરપોષી (અન્ય સજીવ પાસેથી ખોરાક મેળવે).
[આકૃતિ : મોનેરા સજીવો]
ઉદાહરણ બૅક્ટરિયા, નીલહરિત લીલ (સાયનોબૅક્ટરિયા), માયકોપ્લાઝમા.
પ્રશ્ન 17.
ટૂંક નોંધ લખો : પ્રોટિસ્ટા સૃષ્ટિ
ઉત્તર:
પ્રોટિસ્ટા સૃષ્ટિમાં જલજ એકકોષી સુકોષકેન્દ્રી સજીવોનો સમાવેશ થાય છે.
લક્ષણોઃ
- શરીરરચના : એકકોષી
- શ્રમવિભાજનઃ અભાવ
- પ્રચલન ખોટા પગ (કૂટપાદ), પલ્મો કે કશા દ્વારા
- પોષણ : સ્વયંપોષી કે વિષમપોષી
[આકૃતિ : પ્રોટિસ્ટા સજીવો]
ઉદાહરણઃ ડાયેટમ્સ, એકકોષી લીલ, પ્રજીવો (અમીબા, પેરામીશિયમ), યુગ્લિના.
પ્રશ્ન 18.
ફૂગ સૃષ્ટિનાં લક્ષણો અને ઉદાહરણ જણાવો.
ઉત્તર:
ફૂગ સૃષ્ટિના સજીવો વિષમપોષી સુકોષકેન્દ્રી હોય છે.
લક્ષણો:
- પોષણ મૃતોપજીવી પોષણ દર્શાવે છે. તેઓ રે સડતા કાર્બનિક દ્રવ્યોનું વિઘટન કરી પોષણ મેળવે છે.
- કોષદીવાલ કોષદીવાલના બંધારણમાં જટિલ શર્કરા કાઇટિન છે જોવા મળે છે.
- શરીરરચનાઃ યીસ્ટ એકકોષી છે. યીસ્ટ સિવાયની બધી ફૂગ તેમના જીવનની ચોક્કસ અવસ્થામાં બહુકોષી સ્વરૂપ પ્રાપ્ત કરે છે.
- આંતરસંબંધઃ ફૂગની કેટલીક જાતિઓ નીલહરિત લીલ (સાયનોબૅક્ટરિયા) સાથે સ્થાયી સહજીવી આંતરસંબંધ ધરાવે છે. તેને લાઇકેન કહે છે.
[ આકૃતિ : ફૂગ સૃષ્ટિના સભ્યો]
ઉદાહરણઃ યીસ્ટ, એસ્પરજીસ, પેનિસિલિયમ, મશરૂમ (એમેરિક્સ).
પ્રશ્ન 19.
લાઇકેન એટલે શું? તે ક્યાં અને કયા સ્વરૂપમાં જોવા મળે છે?
ઉત્તર:
લાઇકેન એટલે ફૂગની કેટલીક જાતિઓ સાથે નીલહરિત લીલ(સાયેનોબૅક્ટરિયા)નો સ્થાયી આંતરસંબંધ. આ સંબંધ સહજીવન હોવાથી ભાગ લેતા બંને સજીવો પરસ્પર લાભદાયી હોય છે.
લાઇકેન સહજીવી સજીવો છે અને મોટા ભાગે વૃક્ષોની છાલ પર ધીમે વિકસતા મોટા રંગીન ધાબા સ્વરૂપે જોવા મળે છે.
પ્રશ્ન 20.
પાંચ સૃષ્ટિ વર્ગીકરણમાં કયા સભ્યોને વનસ્પતિસૃષ્ટિમાં સમાવવામાં આવ્યા છે?
ઉત્તર:
પાંચ સૃષ્ટિ વર્ગીકરણમાં હરિતકણની મદદથી પ્રકાશસંશ્લેષણ કરી ખોરાક નિર્માણ કરતા સ્વયંપોષી સજીવો કે સેલ્યુલોઝની બનેલી
કોષદીવાલ ધરાવતા, તેમજ બહુકોષી સુકોષકેન્દ્રી સજીવો(સભ્યો)ને દ “વનસ્પતિસૃષ્ટિમાં સમાવવામાં આવ્યા છે.
પ્રશ્ન 21.
પ્રાણીસૃષ્ટિમાં કયા સજીવો આવે છે?
ઉત્તર:
પ્રાણીસૃષ્ટિમાં એવા તમામ બહુકોષીય સુકોષકેન્દ્રી સજીવો કે જેઓમાં કોષદીવાલનો અભાવ છે તેમજ પ્રકાશસંશ્લેષણ ન કરતા વિષમપોષી પોષણ ધરાવતા સજીવો આવે છે.
પ્રશ્ન 22.
વ્હીટેકરે સૂચવેલી પાંચ સૃષ્ટિ વર્ગીકરણ સૂચવતો ચાર્ટ રજૂ કરો.
ઉત્તર:
પ્રશ્ન 23.
વનસ્પતિસૃષ્ટિનું વિવિધ સ્તરમાં વર્ગીકરણ કયાં ધોરણો પર આધારિત છે?
ઉત્તર:
વનસ્પતિસૃષ્ટિનું વિવિધ સ્તરમાં વર્ગીકરણ નીચેનાં ધોરણો પર આધારિત છે :
- પ્રથમ સ્તરનું વર્ગીકરણ વનસ્પતિદેહના મુખ્ય ભાગો પૂર્ણ વિકસિત અને વિભૂદિત છે કે અવિભેદિત તે આધારે કરવામાં આવે છે.
- બીજા સ્તરનું વર્ગીકરણ વનસ્પતિદેહમાં પાણી અને અન્ય પદાર્થોના સંવહન કરવા માટે વિશિષ્ટ પેશીઓની હાજરીને આધારે થાય છે.
- ત્રીજા સ્તરનું વર્ગીકરણ અંતર્ગત જોવામાં આવે છે. વનસ્પતિઓમાં બીજધારણની ક્ષમતા છે કે નથી તે આધારે વર્ગીકરણ થાય છે.
- ત્યારપછી બીજધારણની ક્ષમતા હોય, તો બીજ ફળની અંદર વિકાસ પામે છે અથવા ફળના આવરણ વગર વિકાસ પામે તે આધારે વર્ગીકરણ થાય છે.
પ્રશ્ન 24.
સુકાયક વનસ્પતિઓની માહિતી આપો.
ઉત્તર:
જે વનસ્પતિઓનો દેહ મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભેદન પામેલો નથી અને તેમાં શ્રમવિભાજન જોવા મળતું નથી તેને સુકાયક વનસ્પતિઓ કહે છે.
સુકાયક વનસ્પતિઓ સામાન્ય રીતે લીલ તરીકે ઓળખાય છે. તેઓ મુખ્યત્વે પાણીમાં (મીઠા કે ખારા) જોવા મળે છે.
ઉદાહરણ : યુલોથીક્સ, અલ્વા, કારા, ક્લડોફોરા અને સ્પાયરોગાયરા
[આકૃતિ : સુકાયક વનસ્પતિઓ]
પ્રશ્ન 25.
વનસ્પતિસૃષ્ટિનો ઉભયજીવી વનસ્પતિસમૂહ સમજાવો.
અથવા
ટૂંક નોંધ લખો : દ્ધિઅંગી વનસ્પતિઓ
ઉત્તર:
દ્ધિઅંગી વનસ્પતિઓને વનસ્પતિસૃષ્ટિનો ઉભયજીવી વનસ્પતિસમૂહ કહે છે.
- આ વનસ્પતિઓને દેહ પ્રકાંડ અને પણ જેવી રચનામાં વિભેદિત થાય છે. તેથી તેમને દ્ધિઅંગી કહે છે. વનસ્પતિદેહ મૂળ ધરાવતો નથી.
- આ વનસ્પતિઓમાં એક ભાગથી બીજા ભાગ સુધી પાણી અને અન્ય દ્રવ્યોના વહન કરવા માટે વિશિષ્ટ પેશીય સંરચના (વાહક પેશી) જોવા મળતી નથી.
ઉદાહરણ : રિક્સિયા, માર્કેન્શિયા, ફ્યુનારિયા (મૉસ – શેવાળ)
[આકૃતિ : દ્ધિઅંગી વનસ્પતિઓ]
પ્રશ્ન 26.
ત્રિઅંગી વનસ્પતિનાં બે લક્ષણો અને ઉદાહરણ જણાવો.
ઉત્તર:
ત્રિઅંગી વનસ્પતિનાં લક્ષણો
- વનસ્પતિ શરીર મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભેદન પામેલો હોય છે.
- તેમની દેહરચનામાં એક ભાગથી બીજા ભાગ સુધી પાણી – અને દ્રવ્યોનું વહન કરવા માટે વાહક પેશી(જલવાહક અને અન્નવાહક)ની : હાજરી હોય છે.
ઉદાહરણ : માર્સિલિયા, હંસરાજ, ઇક્વિસેટમ (હૉર્સ ટેઇલ)
[આકૃતિ : ત્રિઅંગી વનસ્પતિઓ]
પ્રશ્ન 27.
ટૂંકી નોંધ લખો
(1) અપુષ્પી વનસ્પતિઓ
ઉત્તર:
સુકાયક (થેલોફાયટા કે એકાંગી), દ્ધિઅંગી (બ્રાયોફાયટા) અને ત્રિઅંગી (ટેરિડોફાયટા) વનસ્પતિઓ અપુષ્પી (ક્રિપ્ટોગેમ) વનસ્પતિઓ કહે છે.
- આ વનસ્પતિઓમાં બીજ ઉત્પન્ન કરવાની ક્ષમતા હોતી નથી. તેથી તેઓને બીજવિહીન વનસ્પતિઓ પણ કહે છે.
- આ વનસ્પતિઓમાં નગ્ન ભૂણ જોવા મળે છે. તેને બીજાણુ કહે છે.
- તેમાં પ્રજનનાંગ અપ્રત્યક્ષ હોવાથી તેમને અપ્રત્યક્ષ પ્રજનન અંગોવાળી વનસ્પતિઓ કહે છે.
(2) સપુષ્પી વનસ્પતિઓ
ઉત્તર:
જે વનસ્પતિઓમાં પ્રજનનપશી પૂર્ણ સ્વરૂપે વિકાસ અને વિભેદન પામેલી હોય તેમજ પ્રજનનક્રિયા (ફેનરોગેમ) પછી બીજ નિર્માણ કરતી હોય, તેને સપુષ્પી વનસ્પતિઓ કહે છે.
- તેમાં બીજની અંદર ભૂણ સુરક્ષિત હોય છે તેમજ સંચિત ખોરાક હોય છે. આ ખોરાકનો અંકુરણ સમયે ઉપયોગ કરીને ભૂણ પ્રાથમિક વિકાસ પામે છે.
પ્રશ્ન 28.
અનાવૃત બીજધારી કયા ગ્રીક શબ્દનો અર્થ છે? આ વનસ્પતિઓ કેવી હોય છે? તેનાં ઉદાહરણ લખો.
ઉત્તર:
અનાવૃત બીજધારી ‘Gymnosperma’ ગ્રીક શબ્દ છે. તેમાં Gymnoનો અર્થ નગ્ન અને Spermaનો અર્થ બીજ.
આ વનસ્પતિઓ નગ્ન બીજ ધરાવતી હોવાથી અનાવૃત બીજધારી કહેવાય છે.
આ વનસ્પતિઓ બહુવર્ષાયુ, સદાબહાર (સદાહરિત) અને કાષ્ઠીય હોય છે.
ઉદાહરણઃ પાઇનસ અને સાયકસ
[આકૃતિ : અનાવૃત બીજધારી]
પ્રશ્ન 29.
ટૂંક નોંધ લખો: આવૃત બીજધારી
ઉત્તર:
આવત બીજધારી વનસ્પતિઓમાં બીજ ફળની અંદર ઢંકાયેલા હોય છે.
તેમના બીજ બીજાશયમાં વિકસે છે અને બીજાશય ફળમાં રૂપાંતરિત થાય છે.
તેમાં ખોરાકસંગ્રહ બીજપત્રોમાં અથવા ભૂણપોષમાં થાય છે.
બીજમાં બીજપત્રોની સંખ્યાના આધારે આવૃત બીજધારી વનસ્પતિઓને બે વર્ગમાં વર્ગીકૃત કરવામાં આવે છે:
- દ્વિદળી વનસ્પતિઓઃ બીજ બે બીજપત્ર ધરાવે છે. ઉદાહરણ સૂર્યમુખી, આઇપોમિઆ (Ipomoea)
- એકદળી વનસ્પતિઓ: બીજ એક બીજપત્ર ધરાવે છે. ઉદાહરણઃ મકાઈ, પેફિઓપેડિલમ (Paphiopedium)
પ્રશ્ન 30.
વનસ્પતિઓનું વર્ગીકરણ દર્શાવતો ચાર્ટ દોરો.
ઉત્તર:
વનસ્પતિઓનું વર્ગીકરણ દર્શાવતો ચાટે નીચે મુજબ છે :
પ્રશ્ન 31.
પ્રાણીસૃષ્ટિનાં લક્ષણો જણાવો.
ઉત્તર:
પ્રાણીસૃષ્ટિનાં લક્ષણો
- સુકોષકેન્દ્રીય, બહુકોષીય અને વિષમપોષી સજીવોનો સમાવેશ કરવામાં આવ્યો છે.
- તેઓના કોષોમાં 5 કોષદીવાલ હોતી નથી.
- મોટા ભાગનાં પ્રાણીઓ પ્રચલનશીલ છે.
- શરીરરચના અને વિભેદીકરણને આધારે પ્રાણીસૃષ્ટિનાં પ્રાણીઓને છિદ્રકાયથી સસ્તન સુધીના સમૂહોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે.
પ્રશ્ન 32.
છિદ્રકામ સમુદાયનાં લક્ષણો ઉદાહરણ સહિત લખો.
ઉત્તર:
છિદ્રકાનો અર્થ “છિદ્રયુક્ત શરીર થાય છે.
લક્ષણો:
- વસવાટઃ મોટા ભાગે દરિયાઈ, થોડાક મીઠા પાણીમાં જોવા મળે છે.
- શરીરરચનાઃ શરીર બહુકોષી છતાં અત્યંત સરળ રચના ધરાવે છે.
- પ્રચલનઃ તે અચલિત પ્રાણીઓ છે. કોઈ એક આધાર – સાથે ચોંટીને રહે છે. પ્રચલન એકમનો અભાવ છે.
- કંકાલ શરીર કઠણ આવરણ કે બાહ્ય કંકાલ દ્વારા ઢંકાયેલું હોય છે.
- નલિકાતંત્રઃ તેમના સંપૂર્ણ શરીરમાં અનેક છિદ્રો આવેલાં છે. આ છિદ્રો શરીરમાં હાજર નલિકાતંત્ર સાથે જોડાયેલાં હોય છે. નલિકાતંત્ર દ્વારા શરીરમાં પાણી, ખોરાક અને ઑક્સિજનનું વહન થાય છે.
ઉદાહરણઃ યુપ્લેક્ટલિઆ, સાયકોન, સ્પોન્જિલા.
[આકૃતિ : છિદ્રકાય પ્રાણીઓ].
પ્રશ્ન 33.
ટૂંક નોંધ લખો : કોષ્ઠાત્રિ સમૂહ
ઉત્તર:
કોષ્ઠાત્રિ સમૂહનાં પ્રાણીઓ કોષ્ઠાત્ર ગુહા તરીકે ઓળખાતું શરીર પોલાણ ધરાવે છે.
[આકૃતિ : કોષ્ઠાત્રિ પ્રાણીઓ
લક્ષણોઃ
- વસવાટઃ મોટા ભાગના દરિયાઈ અને કેટલાક મીઠા જળમાં નિવાસ ધરાવે છે.
- શરીરરચનાઃ તેમનું શરીર બાહ્યસ્તર અને અંતઃસ્તર એમ બે સ્તરોથી બનેલું હોય છે. શરીરરચના પેશીય સ્તરનું આયોજન ધરાવે છે.
- સ્વરૂપઃ કેટલીક જાતિઓ ઉદા., હાઈડ્રા એકાકી સ્વરૂપે જ્યારે કેટલીક જાતિઓ ઉદા., પ્રવાળ સમૂહમાં કે વસાહતી સ્વરૂપે જોવા મળે છે.
- વિશિષ્ટતાઃ તેઓ ડંખકોષો ધરાવતા સ્પર્શકો ધરાવે છે.
ઉદાહરણ: હાઈડ્રા (જળવ્યાળ), જેલીફિશ, પ્રવાળ (પરવાળા), સમુદ્રફૂલ.
પ્રશ્ન 34.
ટૂંક નોંધ લખો પૃથુકૃમિ સમૂહ
અથવા
પ્રાણી ઉદ્વિકાસના સૌપ્રથમ ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ સમજાવો.
ઉત્તર:
પ્રાણી ઉદ્વિકાસના સૌપ્રથમ ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ પૃથુકૃમિ સમૂહનાં છે.
લક્ષણો:
- વસવાટઃ મીઠા પાણીમાં કે અન્ય યજમાન શરીરમાં.
- જીવન-પદ્ધતિઃ મુક્તજીવી (ઉદા., પ્લેનેરિયા) કે : અંતઃપરોપજીવી (ઉદા., યકૃતકૃમિ)
- શરીરરચના: પ્રાણીઓનું શરીર ત્રણ સ્તરોની કોષીય : સંરચનામાં વિભેદિત થાય છે. આથી આ પ્રાણીઓ ત્રિગર્ભસ્તરીય છે. તેમના શરીરમાં બાહ્ય અને આંતરિક બંને પ્રકારના અસ્તર બને છે. શરીરરચના વધારે જટિલ હોય છે.
- આયોજનઃ તેમાં પેશીઓનું નિર્માણ અને કેટલાંક અંગો પણ બને છે. સુવિકસિત અંગવ્યવસ્થા હોય છે.
- દેખાવ તેમના શરીર પૃષ્ઠ-વશ્વ બાજુએ ચપટા કે પૃથુ હોવાથી તેમને ચપટાકૃમિ કે પૃથુકૃમિ કહે છે.
- સમમિતિઃ તેમનું શરીર જમણી અને ડાબી એમ બંને બાજુ સમાન સંરચના ધરાવે છે. અર્થાત્ દ્વિપાર્થસ્થ સમમિતિ ધરાવે છે.
- દેહગુહા (શરીરગુહા) સાચી શરીરગુહાનો અભાવ છે.
ઉદાહરણ: પ્લેનેરિયા, યકૃતકૃમિ, પટ્ટીકીડો. શાખિત આંત્ર જ્યોતકોષયુક્ત
[આકૃતિ : પૃથુકૃમિ પ્રાણીઓ].
પ્રશ્ન 35.
ટૂંક નોંધ લખોઃ સૂત્રકૃમિ સમૂહ
અથવા
આભાસી શરીરગુહા ધરાવતો પ્રાણીસમૂહ વર્ણવો.
ઉત્તર:
આભાસી શરીરગુહા ધરાવતો પ્રાણીસમૂહ સૂત્રકૃમિ છે.
લક્ષણોઃ
- શરીર : પ્રાણીઓના શરીર લાંબા, નળાકાર હોવાથી સૂત્રકૃમિ કે ગોળકૃમિ તરીકે ઓળખાય છે.
- ગર્ભસ્તરઃ આ પ્રાણીઓ ત્રિગર્ભસ્તરીય છે.
- સમમિતિ દ્વિપાર્થસ્થ સમમિતિ ધરાવે છે.
- આયોજનઃ પેશીઓ જોવા મળે છે, પરંતુ અંગતંત્ર સંપૂર્ણપણે વિકસિત હોતું નથી.
- જીવન-પદ્ધતિઃ મોટા ભાગનાં પ્રાણીઓ પરોપજીવી હોવાથી અન્ય પ્રાણીઓમાં રોગ ઉત્પન્ન કરે છે.
- દેહ / શરીરગુહા તેઓ કૂટ દેહકોષ્ઠ કે આભાસી શરીરગુહા ધરાવે છે.
ઉદાહરણ કરમિયું, હાથીપગાનું કૃમિ (ફિલારિયલ કૃમિ કે રે વૃકેરેરિયા).
[આકૃતિ : ગોળકૃમિ – સૂત્રકૃમિ (કૃમિઓ)]
પ્રશ્ન 36.
નૂપુરક પ્રાણીઓનાં સામાન્ય લક્ષણો જણાવો.
અથવા
સૌપ્રથમ સાચી શરીરગુહાયુક્ત દેહ ધરાવતાં પ્રાણીઓ સમજાવો.
ઉત્તરઃ
સૌપ્રથમ સાચી શરીરગુહાયુક્ત દેહ ધરાવતાં પ્રાણીઓ નૂપુરક સમુદાયનાં છેઃ
લક્ષણોઃ
- વસવાટઃ મીઠા જળ, દરિયાઈ જળ તેમજ સ્થળ વસવાટ ધરાવે છે.
- ગર્ભસ્તર: ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ છે.
- સમમિતિઃ દિપાર્થસ્થ સમમિતિ ધરાવે છે.
- શરીરગુહા પ્રાણી ઉદ્વિકાસમાં સૌપ્રથમ સાચી શરીરગુહાયુક્ત દેહ જોવા મળે છે.
- શરીરરચનાઃ શરીરરચનામાં સાચાં અંગ નિર્માણ પામે છે – અને તેમાં વ્યાપક ભિન્નતા જોવા મળે છે.
- ખંડનઃ તેઓનું શરીર શીર્ષથી પૂંછડી સુધી એક પછી એક – એમ ખંડોમાં વહેંચાયેલું હોય છે.
- અંગતંત્ર આયોજનઃ પ્રાણીશરીરમાં પાચન, પરિવહન, – ઉત્સર્જન અને ચેતાતંત્ર જોવા મળે છે.
ઉદાહરણઃ રેતીકીડો, અળસિયું, જળો.
[આકૃતિ : નૂપુરક પ્રાણીઓ]
પ્રશ્ન 37.
સંધિપાદ સમૂહનાં લક્ષણો જણાવો.
અથવા
પ્રાણીજગતના સૌથી મોટા સમુદાયની માહિતી આપો.
ઉત્તરઃ
સંધિપાદ સમુદાય પ્રાણીજગતનો સૌથી મોટો સમુદાય છે.
લક્ષણોઃ
- શરીરઃ ખંડમય હોય છે.
- સમમિતિ દ્વિપાર્થસ્થ સમમિતિ ધરાવે છે.
- ઉપાંગોઃ પ્રચલન માટે સાંધાવાળા ઉપાંગો જોડમાં આવેલા છે.
- પરિવહનતંત્રઃ ખુલ્લા પ્રકારનું હોવાથી દેહગુહા કે શરીરગુહા રુધિરથી ભરેલી હોય છે. આવી દેહગુહાને રુધિરગુહા કહે છે.
ઉદાહરણઃ વંદો, જિંગા, પતંગિયું, માખી, કરોળિયો, વીંછી, કરચલો, કાનખજૂરો.
[આકૃતિ : સંધિપાદ પ્રાણીઓ].
પ્રશ્ન 38.
ટૂંક નોંધ લખોઃ મૃદુકાય પ્રાણીસમૂહ
ઉત્તર:
મૃદુકાય પ્રાણીસમૂહનાં લક્ષણો નીચે મુજબ છેઃ
લક્ષણો:
- સમમિતિ દ્વિપાર્થસ્થ સમમિતિ.
- શરીરગુહા શરીરગુહા (દહગુહા) નાની હોય છે.
- ખંડનઃ શરીર થોડું ખંડન દર્શાવે છે.
- કંકાલ આ પ્રાણી કોમળ શરીર ધરાવતાં હોવાથી મોટા ભાગનાં પ્રાણીઓમાં કવચ જોવા મળે છે.
- પરિવહનતંત્ર ખુલ્લા પ્રકારનું છે.
- ઉત્સર્જનઃ ઉત્સર્જન કાર્ય માટે મૂત્રપિંડ જેવી રચના ધરાવે છે.
- પ્રચલનઃ મૃદુપગનો ઉપયોગ પ્રચલન માટે કરે છે.
ઉદાહરણ : કાઇટોન, ઑક્ટોપસ, પાઇલા, ઉનિઓ (છીપલું).
[આકૃતિ : મૃદુકાય પ્રાણીઓ
પ્રશ્ન 39.
ટૂંક નોંધ લખો સમુદાય શૂળત્વચી
અથવા
જલપરિવહન નલિકાતંત્ર ધરાવતો પ્રાણીસમૂહ વર્ણવો.
ઉત્તર:
જલ પરિવહન નલિકાતંત્ર ધરાવતો પ્રાણીસમૂહ શૂળત્વચી છે. આ પ્રાણીઓની ત્વચા શૂળ (કાંટા) જેવી રચનાઓથી આચ્છાદિત હોવાથી તેમને શૂળત્વચી કહે છે.
લક્ષણોઃ
- વસવાટ દરિયાઈ મુક્તજીવી પ્રાણીઓ છે.
- સામાન્ય લક્ષણ ત્રિગર્ભસ્તરીય, શરીરગુહાયુક્ત પ્રાણીઓ છે.
- વિશિષ્ટ તંત્રઃ પ્રચલનમાં સહાયક વિશિષ્ટ પ્રકારનું જલ પરિવહન નલિકાતંત્ર જોવા મળે છે.
- બાહ્ય કંકાલ પ્રાણીઓમાં કૅલ્શિયમ કાર્બોનેટનું સખત કંકાલ અને શૂળ જોવા મળે છે.
ઉદાહરણઃ બરડતારા, સમુદ્રકાકડી, સાગરગોટા, સમુદ્રતારા.
[આકૃતિ : શૂળત્વચી પ્રાણીઓ
પ્રશ્ન 40.
મેરુદંડની માહિતી આપી, પ્રાથમિક મેરુદંડી પ્રાણીનાં લક્ષણો જણાવો.
ઉત્તર:
પ્રમેરુદંડી અને મેરુદંડી પ્રાણીઓમાં જોવા મળતી લાંબા દંડ જેવી રચનાને મેરુદંડ કહે છે.
મેરુદંડ પ્રાણીઓના શરીરની પૃષ્ઠ બાજુએ જોવા મળે છે અને તે ચેતાપેશીને અન્નમાર્ગથી અલગ કરે છે. તે સ્નાયુઓને જોડાણ સ્થાન આપે છે. તેનાથી પ્રચલન સરળતાથી થઈ શકે છે.
પ્રાથમિક મેરુદંડી પ્રાણીઓનાં લક્ષણો નીચે મુજબ છે :
- વસવાટઃ દરિયાઈ પ્રાણીઓ છે.
- સામાન્ય લક્ષણઃ ત્રિગર્ભસ્તરીય, દેહગુહાયુક્ત છે.
- સમમિતિ દ્વિપાર્થસ્થ સમમિતિ ધરાવે છે.
- મેરુદંડ તેમના જીવનની બધી જ અવસ્થાઓ સુધી મેરુદંડ હાજર રહેતો નથી.
ઉદાહરણઃ બાલાનોગ્લોસસ, ઍમ્ફિઑક્સસ, હર્ડમેનિયા.
[આકૃતિ : એક પ્રાથમિક મેરુદંડી (બાલાનોગ્લોસસ)]
પ્રશ્ન 41.
પૃષ્ઠવંશી પ્રાણીઓનાં લક્ષણો જણાવો.
ઉત્તર:
પૃષ્ઠવંશી પ્રાણીઓ સાચો મેરુદંડ તેમજ અંતઃકંકાલ ધરાવે ર છે અને પ્રચલનમાં મદદરૂપ સ્નાયુ, કંકાલ સાથે જોડાયેલા હોય છે.
આ પ્રાણીઓમાં પેશીઓ તેમજ અંગોનું જટિલ કક્ષાએ વિભેદન જોવા મળે છે.
લક્ષણોઃ
- મેરુદંડ ધરાવે,
- પૃષ્ઠ ચેતાજુની હાજરી,
- ત્રિગર્ભસ્તરીય, ક્રિપાર્થસ્થ સમમિતિ જોવા મળે,
- યુગ્મિત ઝાલર કોથળી,
- દેહકોષ્ઠ(શરીરગુહા)ની હાજરી.
પૃષ્ઠવંશી પ્રાણીઓને મત્સ્ય, ઉભયજીવી, સરીસૃપ, વિહગ અને સસ્તન એવા પાંચ વર્ગોમાં વર્ગીકૃત કરવામાં આવ્યા છે.
પ્રશ્ન 42.
મત્સ્ય પ્રાણીઓની લાક્ષણિકતાઓ જણાવો.
ઉત્તર:
મત્સ્ય પ્રાણીઓની લાક્ષણિકતાઓ નીચે મુજબ છે :
- વસવાટઃ દરિયાઈ કે મીઠા પાણીમાં
- બાહ્ય કંકાલ ત્વચા ભીંગડાં અથવા પ્લેટોથી ઢંકાયેલી છે.
- શ્વસનઃ ઝાલરો દ્વારા પાણીમાં દ્રાવ્ય ઑક્સિજનનો ઉપયોગ કરે છે.
- શરીરઃ ચપટું રેખીય કે ત્રાકાકાર છે.
- પ્રચલન: પાણીમાં તરવા પૂંછડી અને મીનપક્ષનો ઉપયોગ કરે છે.
- હૃદય : એક કર્ણક અને એક ક્ષેપકથી બનેલું દ્વિખંડી છે.
- તાપમાન આધારે પ્રકારઃ મત્સ્યો અસમતાપી (શીત = રુધિરવાળાં) પ્રાણી છે.
- વિકાસ: મોટા ભાગનાં સભ્યો ઈંડાં મૂકતાં અંડપ્રસવી
પ્રશ્ન 43.
ઉભયજીવી એટલે શું? ઉભયજીવી વર્ગનાં લક્ષણો જણાવો.
ઉત્તર:
ઉભયજીવી એટલે ડિમ્ભાવસ્થા પાણીમાં અને પુખ્તાવસ્થામાં પાણી અને જમીન બંને જગ્યાએ રહી શકતાં પ્રાણીઓ.
ઉભયજીવી વર્ગનાં લક્ષણો નીચે મુજબ છે :
- ત્વચા શ્લેષ્મ ગ્રંથિઓ ધરાવતી ચીકણી હોય છે. (2) બાહ્ય કંકાલ ભીંગડાં તેમજ અન્ય બાહ્ય કંકાલ હોતું નથી.
- હૃદયઃ બે કર્ણક અને એક ક્ષેપક ધરાવતું ત્રિખંડી હૃદય છે.
- શ્વસનઃ ડિમ્ભાવસ્થામાં ઝાલરો દ્વારા અને પુખ્તાવસ્થામાં ત્વચા અને ફેફસાં વડે શ્વસન થાય છે.
- ઉત્સર્જનઃ ઉત્સર્જન-કાર્ય માટે મૂત્રપિંડ ધરાવે છે.
- વિકાસઃ ઈંડામાં વિકાસ થતો હોવાથી બાહ્ય ગર્ભવિકાસ છે.
ઉદાહરણઃ સાલામાન્ડર, ટોડ, દેડકો.
[આકૃતિ : ઉભયજીવીઓ]
પ્રશ્ન 44.
સરીસૃપ વર્ગનાં લક્ષણો જણાવો.
ઉત્તર:
સરીસૃપ વર્ગનાં લક્ષણો નીચે મુજબ છે :
- ત્વચા: ભીંગડાઓ ધરાવે છે.
- હૃદયઃ સામાન્યતઃ ત્રિખંડીય છે, પરંતુ મગરની જાતિઓમાં ચતુર્ખાડીય હોય છે.
- શ્વસન ફેફસાં દ્વારા થાય છે.
- ઉત્સર્જનઃ ઉત્સર્જન-કાર્ય માટે મૂત્રપિંડ જોવા મળે છે.
- તાપમાન આધારે પ્રકાર પ્રાણીઓ અસમતાપી (શીત રુધિરવાળા) છે.
- વિકાસ: ઈંડાં મૂકતાં પ્રાણીઓ છે. તેમનાં ઈંડાં મજબૂત સખત કવચથી ઢંકાયેલા હોવાથી જમીન પર મૂકે છે. તેમને પાણીમાં ઈંડાં મૂકવાની આવશ્યકતા નથી.
ઉદાહરણઃ કાચબો, નાગ, મગર, ગરોળી, સાપ.
[આકૃતિ : સરીસૃપ પ્રાણીઓ]
પ્રશ્ન 45.
પક્ષીઓનો સમાવેશ કરતા વર્ગમાં કયાં લક્ષણો જોવા મળે છે તે જણાવો.
અથવા
ટૂંકી સમજૂતી લખો : વિહગ
ઉત્તર:
પક્ષીઓનો સમાવેશ વિહગ વર્ગમાં કરવામાં આવ્યો છે.
લક્ષણોઃ
- ઉપાંગો તેઓ બે જોડ ઉપાંગો ધરાવે છે. અગ્રઉપાંગોનું પાંખોમાં રૂપાંતર થયેલું છે.
- હૃદયઃ ચતુર્બાડીય હૃદય ધરાવે છે.
- શ્વસન ફેફસાં દ્વારા થાય છે.
- તાપમાન આધારે પ્રકાર : પ્રાણીઓ સમતાપી (ઉષ્ણ રુધિરવાળાં) છે.
- વિકાસઃ ઈંડાં મૂકતાં અંડપ્રસવી પ્રાણી છે.
- શરીર : શરીર પર પીંછા ધરાવે છે.
ઉદાહરણ સફેદ બગલો, શાહમૃગ, બતક, કાગડો, ચકલી, કબૂતર
[આકૃતિ : વિહગ (પક્ષીઓ)]
પ્રશ્ન 46.
સસ્તન વર્ગનાં લક્ષણો જણાવો.
ઉત્તર:
સસ્તન વર્ગનાં લક્ષણો નીચે મુજબ છે :
- સ્તનગ્રંથિઓ આ વર્ગના બધાં જ પ્રાણીઓ નવજાત શિશુને પોષણ આપવા માટે દૂધનો સાવ કરતી સ્તનગ્રંથિઓ ધરાવે છે.
- ત્વચા: પ્રાણીઓની ત્વચા વાળ, પ્રસ્વેદગ્રંથિઓ અને રે તેલગ્રંથિઓ ધરાવે છે.
- હૃદય: ચતુર્બાડીય છે.
- તાપમાન આધારે પ્રકાર : પ્રાણીઓ સમતાપી (ઉષ્ણ રુધિરવાળા) છે.
- વિકાસઃ ગર્ભવિકાસ માતૃપ્રાણી શરીરમાં થઈ જીવતી બાળપેઢીને જન્મ આપે છે.
અપવાદરૂપે શેળો (Echidna) અને બતકચાંચ (Platypus) ઈંડાં મૂકતાં સસ્તન છે.
સસ્તન પ્રાણી કાંગારુ અવિકસિત નવજાત જ્યાં સુધી પૂર્ણ વિકાસ પામતા નથી ત્યાં સુધી માર્સપિયમ નામની કોથળીમાં લટકાવી રાખે છે.
ઉદાહરણઃ વ્હેલ, ચામાચીડિયું, બિલાડી, ઉંદર, માનવ.
[આકૃતિ : સસ્તન પ્રાણીઓ
પ્રશ્ન 47.
પ્રાણીસૃષ્ટિના વર્ગીકરણની રૂપરેખા દર્શાવતો ચાર્ટ દોરો.
ઉત્તર:
પ્રશ્ન 48.
સજીવોને વર્ગીકરણ નામ / વૈજ્ઞાનિક નામ આપવાની રે આવશ્યકતા શું છે?
ઉત્તરઃ
પૃથ્વી પર વિવિધ સજીવો અસ્તિત્વ ધરાવે છે. કોઈ ચોક્કસ સજીવને જુદા જુદા પ્રદેશમાં ત્યાંની સ્થાનિક ભાષામાં જુદાં જુદાં નામથી ઓળખવામાં આવે છે. આમ, એક સજીવના અલગ અલગ સ્થાનિક નામથી ગેરસમજ થાય છે અને ચોક્કસ ઓળખમાં મુશ્કેલી સર્જાય છે.
આથી વૈજ્ઞાનિકોએ ઓળખાયેલા સજીવો માટે ચોક્કસ વૈજ્ઞાનિક નામ આપી, વૈશ્વિક સ્તરે તેની એ જ નામથી ઓળખ શક્ય બનાવી છે. આમ, સજીવોની ચોક્કસ વૈજ્ઞાનિક ઓળખ માટે વર્ગીકરણ નામ આપવાની આવશ્યકતા છે.
પ્રશ્ન 49.
ટૂંક નોંધ લખોઃ નામકરણ પદ્ધતિ
અથવા
દ્વિનામી નામકરણ
ઉત્તરઃ
નામકરણ પદ્ધતિ માટે જે વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે, તેની સૌપ્રથમ શરૂઆત ‘કેરોલસ લિનિયસ’ દ્વારા 18મી શતાબ્દીમાં કરવામાં આવી હતી.
વૈજ્ઞાનિક નામકરણ પદ્ધતિ સજીવોની એકબીજા સાથે જોવા મળતી સમાનતા અને ભિન્નતા પર આધારિત છે. નામકરણ પદ્ધતિમાં સજીવ વર્ગીકરણની બધી કક્ષાઓને ધ્યાનમાં લેવાતી નથી, પરંતુ માત્ર પ્રજાતિ અને જાતિને ધ્યાનમાં લેવામાં આવે છે.
નામમાં બે ઘટકો પૈકી પ્રથમ પ્રજાતિનું નામ અને બીજું જાતિનું નામ હોય છે. વૈજ્ઞાનિક નામકરણમાં બે નામનો ઉપયોગ કરાતો હોવાથી તેને દ્વિનામી નામકરણ કહે છે.
પ્રશ્ન 50.
નામકરણ પદ્ધતિ માટે જરૂરી પાસાં જણાવો.
અથવા
વૈજ્ઞાનિક નામકરણ માટેના નિયમો જણાવો.
ઉત્તરઃ
નામકરણ પદ્ધતિ માટે જરૂરી પાસાં નિયમો નીચે મુજબ છેઃ
- પ્રજાતિનું નામ મોટા અંગ્રેજી મૂળાક્ષર(Capital Letter)થી શરૂ થવું જોઈએ.
- જાતિનું નામ નાના અંગ્રેજી મૂળાક્ષર (small letter)થી શરૂ થવું જોઈએ.
- વેજ્ઞાનિક નામ છાપવું હોય તો ઇટાલિક (Italic) છાપવું જોઈએ.
- જો વૈજ્ઞાનિક નામ હાથથી લખવું હોય, તો પ્રજાતિ અને જાતિ બંનેનાં નામની નીચે અલગ અલગ રેખાંકન કરવું જોઈએ.
હેતુલક્ષી પ્રશ્નોત્તર
નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો
પ્રશ્ન 1.
સજીવોના વૈજ્ઞાનિક નામમાં પ્રથમ અંગ્રેજી મૂળાક્ષર કયો હોય છે?
ઉત્તર:
સજીવોના વૈજ્ઞાનિક નામમાં પ્રથમ અંગ્રેજી મૂળાક્ષર પ્રજાતીય નામનો અને કૅપિટલ હોય છે.
પ્રશ્ન 2.
કયા વિભાગમાં વનસ્પતિદેહ મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભેદિત નથી?
ઉત્તર:
થેલોફાયટા (સુકાયક) વિભાગમાં વનસ્પતિદેહ મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભેદિત નથી.
પ્રશ્ન 3.
કયા વિભાગની વનસ્પતિઓ ઉભયજીવી તરીકે જાણીતી છે?
ઉત્તર:
દ્ધિઅંગી વિભાગની વનસ્પતિઓ ઉભયજીવી તરીકે જાણીતી છે.
પ્રશ્ન 4.
ફૂગની કોષદીવાલનું રાસાયણિક બંધારણ આપો.
ઉત્તર:
ફૂગની કોષદીવાલ કાઇટિનની બનેલી છે.
પ્રશ્ન 5.
એરિસ્ટોટલે સજીવોનું વર્ગીકરણ શાના આધારે કર્યું?
ઉત્તરઃ
એરિસ્ટોટલે સજીવોનું વર્ગીકરણ તેમના જમીન, પાણી કે રે હવામાં નિવાસને આધારે કર્યું.
પ્રશ્ન 6.
કયા સજીવોને એક જ જાતિના સજીવો કહેવાય?
ઉત્તરઃ
પ્રજનન કરીને પેઢીને આગળ વધારી શકે તેવા તમામ સજીવોને એક જ જાતિના સજીવો કહેવાય.
પ્રશ્ન 7.
વહૂઝ વૈજ્ઞાનિકે મોનેરા સૃષ્ટિને શામાં વહેંચી?
ઉત્તરઃ
છૂઝ વૈજ્ઞાનિકે મોનેરા સૃષ્ટિને આર્કિબૅક્ટરિયા અને યુબૅક્ટરિયામાં વહેંચી.
પ્રશ્ન 8.
માયકોપ્લાઝમા અને ડાયેટમ્સ અનુક્રમે કઈ સૃષ્ટિના સજીવો છે?
ઉત્તરઃ
માયકોપ્લાઝમા મોનેરા સૃષ્ટિ અને ડાયેટમ્સ પ્રોટિસ્ટા સૃષ્ટિના સજીવો છે.
પ્રશ્ન 9.
લાઈકેન કોની વચ્ચેનું સ્થાયી સહજીવન છે?
ઉત્તર:
લાઇકેન ફૂગની જાતિઓ અને નીલહરિત લીલ (સાયેનોબૅક્ટરિયા) વચ્ચેનું સ્થાયી સહજીવન છે.
પ્રશ્ન 10.
ક્યા સજીવ કોષમાં બૃહદ્ અને લઘુ એમ બે કોષકેન્દ્ર જોવા મળે છે?
ઉત્તરઃ
પેરામીશિયમ કોષમાં બૃહદ્ અને લઘુ એમ બે કોષકેન્દ્ર જોવા મળે છે.
પ્રશ્ન 11.
લાંબી અને ટૂંકી એમ બે કશા ધરાવતા સજીવનું નામ અને તેનું પોષણ જણાવો.
ઉત્તર:
લાંબી અને ટૂંકી એમ બે કશા ધરાવતા સજીવનું નામ : યુગ્લિના પોષણઃ સ્વોપજીવી
પ્રશ્ન 12.
કયા સમૂહની વનસ્પતિઓ સામાન્ય રીતે લીલ કહેવાય છે?
ઉત્તરઃ
સુકાયક (એકાંગી) સમૂહની વનસ્પતિઓ સામાન્ય રીતે લીલ કહેવાય છે.
પ્રશ્ન 13.
અપ્રત્યક્ષ પ્રજનનાંગોવાળી વનસ્પતિઓ કઈ છે?
ઉત્તરઃ
અપ્રત્યક્ષ પ્રજનનાંગોવાળી વનસ્પતિઓ સુકાયક (એકાંગી), દ્ધિઅંગી અને ત્રિઅંગી છે.
પ્રશ્ન 14.
બીજાણુ એટલે શું?
ઉત્તર:
બીજાણુ એટલે સુકાયક (એકાંગી), દ્ધિઅંગી અને ત્રિઅંગીમાં જોવા મળતા અનાવરિત (નગ્ન) ભૂણ.
પ્રશ્ન 15.
અનાવૃત બીજધારી વનસ્પતિઓ કેવી હોય છે?
ઉત્તર:
અનાવૃત બીજધારી વનસ્પતિઓ બહુવર્ષાયુ, સદાબહાર અને કાષ્ઠીય હોય છે.
પ્રશ્ન 16.
દ્વિપાર્શ્વ સમમિતિ એટલે શું?
ઉત્તર:
દ્વિપાર્શ્વ સમમિતિ એટલે પ્રાણીશરીરના જમણી અને ડાબી એમ બે સમાન સંરચના ધરાવતા ભાગો.
પ્રશ્ન 17.
દેહગુહાવિહીન, આભાસી દેહગુહા અને સાચી દેહગુહા ધરાવતા પ્રાણીસમૂહનાં નામ આપો.
ઉત્તરઃ
વિશિષ્ટતા | પ્રાણીસમૂહ |
દેહગુહાવિહીન | પૃથુકૃમિ |
આભાસી દેહગુહા | સૂત્રકૃમિ |
સાચી દેહગુહા | નૂપુરક |
પ્રશ્ન 18.
કરમિયામાં કયો સ્પષ્ટ લિંગભેદ જોવા મળે છે?
ઉત્તરઃ
કરમિયામાં નર કરતાં માદાની લંબાઈ વધારે જોવા મળે છે.
પ્રશ્ન 19.
ખુલ્લા પ્રકારનું પરિવહનતંત્ર એટલે શું?
ઉત્તર:
ખુલ્લા પ્રકારનું પરિવહનતંત્ર એટલે રુધિર રુધિરવાહિનીઓમાં વહેતું ન હોય અને શરીરગુહા રુધિરથી ભરેલી હોય.
પ્રશ્ન 20.
જલપરિવહનતંત્ર કયા પ્રાણીસમૂહની લાક્ષણિકતા છે? તે શામાં સહાયક બને છે?
ઉત્તર:
જલપરિવહનતંત્ર શૂળત્વચી પ્રાણીસમૂહની લાક્ષણિકતા છે. તે પ્રચલનમાં સહાયક બને છે.
પ્રશ્ન 21.
મેરુદંડ શું છે?
ઉત્તરઃ
મેરુદંડ એ પ્રાણીમાં ચેતાપેશીને અન્નમાર્ગથી અલગ કરતી ૬ પૃષ્ઠ ભાગે આવેલી લાંબા દંડ જેવી રચના છે.
પ્રશ્ન 22.
પ્રાથમિક મેરુદંડી (પ્રમેરુદંડી) પ્રાણીનાં ઉદાહરણ આપો.
ઉત્તર:
પ્રાથમિક મેરુદંડી (પ્રમેરુદંડી) પ્રાણી : બાલાનોગ્લોસિસ, હમેનિયા, ઍમ્ફિઑક્સસ
પ્રશ્ન 23.
અસમતાપી પૃષ્ઠવંશી પ્રાણી વર્ગનાં નામ આપો.
ઉત્તર:
અસમતાપી પૃષ્ઠવંશી પ્રાણી વર્ગ: મત્સ્ય, ઉભયજીવી, ? સરીસૃપ
પ્રશ્ન 24.
ચાર્લ્સ ડાર્વિને કયું પુસ્તક લખ્યું?
ઉત્તરઃ
ચાર્લ્સ ડાર્વિને The Origin of species by Means of Natural Selection’ નામનું પુસ્તક લખ્યું.
પ્રશ્ન 25.
કેરોલસ લિનિયસે કયું પુસ્તક લખ્યું?
ઉત્તર:
કેરોલસ લિનિયસે ‘Systema Naturae’ નામનું પુસ્તક લખ્યું.
પ્રશ્ન 26.
કયાં સસ્તન અપવાદરૂપે ઈંડાં મૂકે છે?
ઉત્તર:
શેળો અને બતકચાંચ (પ્લેટિપસ, સસ્તન અપવાદરૂપે ઈંડાં મૂકે છે.
પ્રશ્ન 27.
માર્સપિયમ શું છે?
ઉત્તરઃ
માસુપિયમ એ કાંગારુની અવિકસિત નવજાતને પૂર્ણ વિકાસ પામે ત્યાં સુધી લટકાવી રાખવા માટેની કોથળી છે.
નીચેના પ્રશ્નોના એક શબ્દ કે એક વાક્યમાં (1થી 10 શબ્દોની મર્યાદામાં) ઉત્તર લખો
પ્રશ્ન 1.
કયા વૈજ્ઞાનિક વૈજ્ઞાનિક નામકરણ પદ્ધતિ આપી?
ઉત્તરઃ
લિનિયસે
પ્રશ્ન 2.
કયા વૈજ્ઞાનિકે પાંચ સૃષ્ટિ વર્ગીકરણ રજૂ કર્યું?
ઉત્તરઃ
રૉબર્ટ વહીટેકરે
પ્રશ્ન 3.
માનવનું વૈજ્ઞાનિક નામ શું છે?
ઉત્તરઃ
હોમો સેપિયન્સ
પ્રશ્ન 4.
પ્રોટિસ્ટા સુષ્ટિના સજીવોમાં પલ્મો કે કશા કયા કાર્ય માટેની અંગિકા છે?
ઉત્તરઃ
પ્રચલન
પ્રશ્ન 5.
ફૂગની કોષદીવાલ શાની બનેલી હોય છે?
ઉત્તરઃ
કાઇટિન કે સેલ્યુલોઝ મિશ્રિત કાઇટિનની
પ્રશ્ન 6.
દ્ધિઅંગી વનસ્પતિ, ત્રિઅંગી અને અન્ય ઉચ્ચ વનસ્પતિઓ કરતાં કઈ બાબતે અલગ પડે છે?
ઉત્તરઃ
દ્ધિઅંગી વનસ્પતિમાં વાહક પેશી હોતી નથી.
પ્રશ્ન 7.
કયા વનસ્પતિસમૂહમાં બીજ અને ફળ રચાય છે?
ઉત્તરઃ
આવૃત બીજધારી
પ્રશ્ન 8.
અપુષ્પી વનસ્પતિઓના વિભાગો (વનસ્પતિસમૂહો) ક્યા છે?
ઉત્તરઃ
સુકાયક (થેલોફાયટા), દ્ધિઅંગી અને ત્રિઅંગી
પ્રશ્ન 9.
કયા વર્ગની વનસ્પતિઓમાં બીજનો વિકાસ બીજાશયની અંદર થાય છે, જે ત્યારબાદ ફળ આપે છે?
ઉત્તરઃ
આવૃત્ત બીજધારી વનસ્પતિઓ
પ્રશ્ન 10.
ક્યા વિભાગની વનસ્પતિઓ ઉભયજીવી તરીકે જાણીતી છે?
ઉત્તરઃ
દ્ધિઅંગી
પ્રશ્ન 11.
કૅમિલીયોન કયા વર્ગનું પ્રાણી છે?
ઉત્તરઃ
સરીસૃપ
પ્રશ્ન 12.
કયા વર્ગનાં પૃષ્ઠવંશી પ્રાણીઓમાં હૃદય બે કર્ણક અને એક ક્ષેપકનું બનેલું હોય છે?
ઉત્તરઃ
ઉભયજીવી
પ્રશ્ન 13.
શરીરનું તાપમાન વાતાવરણ પર આધારિત હોય તેવાં પ્રાણીઓને શું કહે છે?
ઉત્તરઃ
શીત રુધિરવાળાં
પ્રશ્ન 14.
સૌપ્રથમ જમીન પર ઈંડાં મૂક્તાં પૃષ્ઠવંશી પ્રાણીનો વર્ગ કયો છે?
ઉત્તરઃ
સરીસૃપ
પ્રશ્ન 15.
કયા વર્ગનાં પ્રાણીઓ ઉષ્ણ રુધિરવાળાં છે?
ઉત્તરઃ
વિહગ અને સસ્તન
પ્રશ્ન 16.
સસ્તન પ્રાણીની ત્વચામાં કઈ ગ્રંથિઓ આવેલી છે?
ઉત્તરઃ
પ્રસ્વેદ અને તેલગ્રંથિઓ
પ્રશ્ન 17.
દેડકાની ત્વચામાં કઈ ગ્રંથિઓ હોય છે?
ઉત્તરઃ
શ્લેષ્મગ્રંથિઓ
પ્રશ્ન 18.
કયા સરીસૃપનું હૃદય ચતુબંડી હોય છે?
ઉત્તરઃ
મગર
પ્રશ્ન 19.
પૃષ્ઠવંશી પ્રાણીઓમાં મેરુદંડ શામાં રૂપાંતર પામે છે?
ઉત્તરઃ
કરોડસ્તંભ
પ્રશ્ન 20.
ફૂટપાદ ધરાવતું પ્રાણી અને કૂટ દેહકોષ્ઠ ધરાવતું પ્રાણી કયું છે?
ઉત્તરઃ
અમીબા અને કરમિયું
ખાલી જગ્યા પૂરો પ્રત્યેકનો
પ્રશ્ન 1.
કોઠાંત્રિ પ્રાણીઓની શરીરદીવાલ __________ સ્તરોની બનેલી હોય છે.
ઉત્તરઃ
બે
પ્રશ્ન 2.
પ્રચલનમાં સહાયક જલપરિવહન નલિકાતંત્ર __________ સમૂહમાં જોવા મળે છે.
ઉત્તરઃ
શૂળત્વચી
પ્રશ્ન 3.
__________ સમુદાયનાં પ્રાણીઓમાં શરીરગુહા રુધિરથી ભરેલી હોવાથી રુધિરગુહા તરીકે ઓળખાય છે.
ઉત્તરઃ
સંધિપાદ
પ્રશ્ન 4.
સંધિપાદ પ્રાણીઓ __________ ઉપાંગો ધરાવે છે.
ઉત્તરઃ
સાંધાવાળા
પ્રશ્ન 5.
પ્રચલન માટે માંસલ મૃદુપગ __________ પ્રાણી સમુદાયમાં જોવા મળે છે.
ઉત્તરઃ
મૃદુકાય
પ્રશ્ન 6.
સમુદ્રતારા __________ સમુદાયનું પ્રાણી છે.
ઉત્તરઃ
શૂળત્વચી
પ્રશ્ન 7.
વ્હેલ __________ વર્ગનું પ્રાણી છે.
ઉત્તરઃ
સસ્તન
પ્રશ્ન 8.
ઑક્ટોપસ __________ તરીકે ઓળખાય છે.
ઉત્તરઃ
અષ્ટસૂત્રાંગી
પ્રશ્ન 9.
પ્રાણીજગતનો સૌથી મોટો સમુદાય __________ છે.
ઉત્તરઃ
સંધિપાદ
પ્રશ્ન 10.
મત્સ્ય પ્રાણીઓમાં શ્વસન અંગ તરીકે __________ છે.
ઉત્તરઃ
ઝાલર
પ્રશ્ન 11.
સજીવોના વર્ગીકરણનો ઊંચામાં ઊંચો દરજ્જો __________ અને ૨નિમ્નમાં નિમ્ન દરજ્જો ” છે.
ઉત્તરઃ
સૃષ્ટિ, જાતિ
પ્રશ્ન 12.
હીટેકરે સજીવો માટે __________ સૃષ્ટિ સૂચિત કરી.
ઉત્તરઃ
પાંચ
પ્રશ્ન 13.
દરેક સજીવના વૈજ્ઞાનિક નામના બે શબ્દોમાં પ્રથમ શબ્દ __________ નો અને બીજો શબ્દ __________ નો હોય છે.
ઉત્તરઃ
પ્રજાતિ, જાતિ
પ્રશ્ન 14.
__________ ને વર્ગીકરણ લિપિના પિતા’ કહેવાય છે.
ઉત્તરઃ
લિનિયસ
પ્રશ્ન 15.
પાંચ સૃષ્ટિના વર્ગીકરણમાં નીલહરિત લીલ અને બૅન્ટેરિયા __________ સૃષ્ટિમાં સમાવાયા છે.
ઉત્તરઃ
મોનેરા
પ્રશ્ન 16.
ત્રિઅંગી વનસ્પતિઓમાં __________ જોવા મળે છે.
ઉત્તરઃ
વાહક પેશીઓ
પ્રશ્ન 17.
વનસ્પતિસૃષ્ટિનો સૌથી મોટો સમૂહ __________ વનસ્પતિઓ છે.
ઉત્તરઃ
આવૃત બીજધારી
પ્રશ્ન 18.
__________ વર્ગની વનસ્પતિને સોટીમય મૂળતંત્ર હોય છે.
ઉત્તરઃ
દ્વિદળી
પ્રશ્ન 19.
મકાઈ એ __________ વર્ગની વનસ્પતિ છે.
ઉત્તરઃ
એકદળી
પ્રશ્ન 20.
__________ પ્રાણીઓમાં ચેતાપેશીને અન્નમાર્ગથી અલગ કરતી રચના છે.
ઉત્તરઃ
મેરુદંડ
પ્રશ્ન 21.
જૈવસ્વરૂપોનું વર્ગીકરણ __________ સાથે ગાઢ સંબંધ ધરાવે છે.
ઉત્તરઃ
ઉદ્વિકાસ
પ્રશ્ન 22.
નામના વૈજ્ઞાનિકે __________ જાતિની ઉત્પત્તિ પુસ્તક લખ્યું હતું.
ઉત્તરઃ
ચાર્લ્સ ડાર્વિન
પ્રશ્ન 23.
લાઇકેન __________ પ્રકારનું જૈવસ્વરૂપ છે.
ઉત્તરઃ
સહજીવી
પ્રશ્ન 24.
__________ વનસ્પતિઓમાં હંસરાજનો સમાવેશ થાય છે.
ઉત્તરઃ
ત્રિભંગી
પ્રશ્ન 25.
યુપ્લેક્ટલિઆ __________ પ્રાણી છે.
ઉત્તરઃ
સછિદ્ર
પ્રશ્ન 26.
પ્રાણીસૃષ્ટિમાં નર કરતાં માદાની લંબાઈ વધારે ધરાવતો પ્રાણી – સમુદાય __________ છે.
ઉત્તરઃ
સૂત્રકૃમિ
પ્રશ્ન 27.
__________ પ્રાણી પ્રમેરુદંડી છે.
ઉત્તરઃ
ઍલ્ફિઑક્સસ
પ્રશ્ન 28.
__________ સમુદાયનાં પ્રાણીઓ સૌપ્રથમ સાચી શરીરગુહા ધરાવે છે.
ઉત્તરઃ
નૂપુરક
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો?
પ્રશ્ન 1.
રોહુ પ્રમેરુદંડી પ્રાણી છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 2.
મત્સ્ય વર્ગમાં પ્રાણીઓમાં ત્રિખંડી હૃદય હોય છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 3.
ગરોળી સરીસૃપ વર્ગનું પ્રાણી છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 4.
ઉભયજીવી પ્રાણીઓ પુખ્તાવસ્થામાં ચામડી અને ફેફસાં દ્વારા શ્વસન કરે છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 5.
ફક્ત કાસ્થિનું અંતઃકંકાલ ધરાવતી મત્સ્ય શાર્ક છે. જ્યારે વ્હેલ મત્સ્ય નથી.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 6.
લાઈકેન એ ફૂગ અને લીલનું સહજીવી જૈવસ્વરૂપ છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 7.
દ્ધિઅંગીને વનસ્પતિસૃષ્ટિના ઉભયજીવીઓ કહે છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 8.
મૉસ એ દ્ધિઅંગી વનસ્પતિ છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 9.
દ્ધિઅંગી અને ત્રિઅંગી વનસ્પતિઓ અપુષ્પી વનસ્પતિઓ છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 10.
આવૃત બીજધારી વનસ્પતિ ફળ વગરની બીજ ધરાવતી સપુષ્પી વનસ્પતિ છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 11.
પાઇનસ આવૃત બીજધારી વનસ્પતિ છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 12.
આવૃત બીજધારી વનસ્પતિ એકદળી કે દ્વિદળી હોઈ શકે.
ઉત્તરઃ
ખરું
આકૃતિ-ચાર્ટ આધારિત પ્રશ્નોના ઉત્તર આપો
પ્રશ્ન 1.
પૃષ્ઠવંશી પ્રાણીઓના ચાર્ટમાં ખૂટતી વિગત ભરો.
ઉત્તર:
a – સરીસૃપ,
b – પાણીમાં,
c – વિહંગ,
d – સ્તનગ્રંથિઓ
પ્રશ્ન 2.
આકૃતિમાં નિર્દેશિત a, b, C અને તે ભાગની ઓળખ આપો.
ઉત્તર:
a-કોષ્ઠાત્રગુહા,
b– આંત્ર પરિવહનગુહા,
c– સ્પર્શક,
d- આંખો
પ્રશ્ન 3.
નીચે આપેલી આકૃતિ ઓળખો અને તે પૈકી કઈ સાચી લીલ નથી, તે જણાવો.
ઉત્તર:
a- અલ્વા,
b – ક્લડોફોરા,
c– સ્પાયરોગાયરા,
d– એનાબીના
આ પૈકી એનાબીના સાચી લીલ નથી.
પ્રશ્ન 4.
આપેલી આકૃતિમાં પ્રાણી ઓળખી તેનાં નામ અને સમુદાય જણાવો.
ઉત્તર:
a- હાઇડ્ર – કોષ્ઠાંત્રિ,
b– ઑક્ટોપસ – મૃદુકાય
c– સમુદ્રતારો – શૂળત્વચી
માગ્યા મુજબ ઉત્તર આપો
પ્રશ્ન 1.
ખુલ્લું પરિવહન, નાની દેહગુહા, શરીરમાં થોડું વિખંડન અને કવચ ધરાવતાં પ્રાણીઓનાં ત્રણ ઉદાહરણ આપો.
ઉત્તર:
કાઇટોન, ઑક્ટોપસ, પાઇલા
પ્રશ્ન 2.
આભાસી શરીરગુહા : સૂત્રકૃમિ : જલ પરિવહન ? નલિકાતંત્ર : __________
ઉત્તર:
શૂળત્વચી.
પ્રશ્ન 3.
મને ઓળખો હું પ્રાણીજગતનો સૌથી મોટો સમુદાય અને પ્રાણીઓમાં રુધિરથી ભરેલી દેહગુહા આવેલી છે.
ઉત્તર:
સંધિપાદ
પ્રશ્ન 4.
‘હૂઝ’ નામના વૈજ્ઞાનિકનો ફાળો જણાવો.
ઉત્તર:
હૂઝ નામના વૈજ્ઞાનિકે મોનેરા સૃષ્ટિને આર્કિબંન્ટેરિયા અને યુબૅક્ટરિયામાં વહેંચી.
પ્રશ્ન 5.
વસાહતી સ્વરૂપે જોવા મળતા કોઠાંત્રિ અને એકાકી સ્વરૂપે જોવા મળતા કોષ્ઠાત્રિ પ્રાણીનાં ઉદાહરણ આપો.
ઉત્તર:
પ્રશ્ન 6.
નીચે આપેલા પ્રાણીઓમાંથી પરોપજીવી પ્રાણીઓ ઓળખો:
પ્લેનેરિયા, યકૃતકૃમિ, અળસિયું, કરમિયું, જિંગો, વૃકેરેરિયા, વંદો
ઉત્તર:
યકૃતકૃમિ, કરમિયું, વૃકેરેરિયા
પ્રશ્ન 7.
ઈંડાં મૂકતાં સસ્તન: a : માર્સપિયમ કોથળી ધરાવતું સસ્તન : b
ઉત્તર:
a-પ્લેટિપસ (બતકચાંચ), b– કાંગારુ
પ્રશ્ન 8.
વર્ગીકરણ એકમોમાં ખૂટતા સ્થાન ભરો :
ઉત્તર:
a-વર્ગ, b-પ્રજાતિ, c-કુળ
પ્રશ્ન 9.
શબ્દ સમજાવો સપુષ્પી વનસ્પતિ
ઉત્તર:
જે વનસ્પતિઓમાં પૂર્ણ સ્વરૂપે વિકાસ પામેલી અને વિભેદિત પ્રજનનપેશી હોય અને પ્રજનનક્રિયા પછી બીજ ઉત્પન્ન થતાં હોય તેમને સપુષ્પી વનસ્પતિઓ કહે છે.
પ્રશ્ન 10.
ત્વચામાં શ્લેષ્મગ્રંથિઓ: __________ ત્વચામાં પ્રસ્વેદ અને તૈલગ્રંથિઓ સસ્તન
ઉત્તર:
ઉભયજીવી
નીચેના દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો
પ્રશ્ન 1.
હંસરાજ શામાં સમાવિષ્ટ છે?
A. અનાવૃત બીજધારી
B. આવૃત બીજધારી
C. ત્રિઅંગી
D. દ્ધિઅંગી
ઉત્તરઃ
C. ત્રિઅંગી
પ્રશ્ન 2.
કયો સમૂહ ફળથી આવરિત બીજ ધરાવે છે?
A. દ્ધિઅંગી
B. ત્રિઅંગી
C. અનાવૃત બીજધારી
D. આવૃત બીજધારી
ઉત્તરઃ
D. આવૃત બીજધારી
પ્રશ્ન 3.
ઢિનામી નામકરણ કોના દ્વારા આપવામાં આવ્યું?
A. હીટેકર
B. રૉબર્ટ હૂક
C. કેરોલસ લિનિયસ
D. ડાર્વિન
ઉત્તરઃ
C. કેરોલસ લિનિયસ
પ્રશ્ન 4.
સૃષ્ટિ પછી તરત જ નીચેની કક્ષા કઈ છે?
A. પ્રજાતિ
B. સમુદાય
C. વર્ગ
D. જાતિ
ઉત્તરઃ
B. સમુદાય
પ્રશ્ન 5.
પાંચ સૃષ્ટિ વર્ગીકરણ કોણે આપ્યું?
A. કેરોલસ લિનિયસ
B. અર્નેસ્ટ હેકલ
C. રૉબર્ટ વ્હીટેકર
D. કાર્લ લૂઝ
ઉત્તરઃ
C. રૉબર્ટ વ્હીટેકર
પ્રશ્ન 6.
મોનેરા કઈ સુષ્ટિમાં સમાવેશિત છે?
A. એકકોષી સુકોષકેન્દ્રી સજીવો
B. આદિકોષકેન્દ્રી બૅક્ટરિયા
C. બહુકોષકેન્દ્રીય ઉચ્ચ ફૂગ
D. બહુકોષીય પ્રાણીઓ
ઉત્તરઃ
B. આદિકોષકેન્દ્રી બૅક્ટરિયા
પ્રશ્ન 7.
નીચે આપેલી આકૃતિમાં દર્શાવેલા પ્રાણીનું અને તેના સમુદાયનું
A. સમુદ્રકમળ, શૂળત્વચી
B. સમુદ્રકમળ, મૃદુકાય
C. ઑક્ટોપસ, મૃદુકાય
D. ઑક્ટોપસ, શૂળત્વચી
ઉત્તરઃ
C. ઑક્ટોપસ, મૃદુકાય
પ્રશ્ન 8.
મૃદુકાય પ્રાણીઓનું જૂથ કયું છે?
A. કાઇટોન, કરચલો, કરમિયું
B. પ્લેનેરિયા, પાઇલા, પતંગિયું
C. કાઇટોન, પાઇલા, છીપલું
D. જળો, ઑક્ટોપસ, રેતીકીડો
ઉત્તરઃ
C. કાઇટોન, પાઇલા, છીપલું
પ્રશ્ન 9.
કયા વર્ગનાં પ્રાણીઓ શીત રુધિરવાળાં નથી?
A. મત્સ્ય
B. ઉભયજીવી
C. સરીસૃપ
D. વિહગ
ઉત્તરઃ
D. વિહગ
પ્રશ્ન 10.
શૂળચર્મી પ્રાણીઓના પ્રચલનમાં સહાયક છે.
A. પાચનતંત્ર
B. રુધિરાભિસરણતંત્ર
C. જલવાહકતંત્ર
D. ચેતાતંત્ર
ઉત્તરઃ
C. જલવાહકતંત્ર
પ્રશ્ન 11.
ઉભયજીવી પ્રાણીઓની ત્વચામાં કઈ ગ્રંથિઓ આવેલી છે?
A. પ્રસ્વેદગ્રંથિ
B. તૈલગ્રંથિ
C. શ્લેષ્મગ્રંથિ
D. ક્ષીરગ્રંથિ
ઉત્તરઃ
C. શ્લેષ્મગ્રંથિ
પ્રશ્ન 12.
P: ઉભયજીવી, Q: સરીસૃપ, R: વિહગ, S: સસ્તન
ઉપરના પૃષ્ઠવંશી વર્ગનાં પ્રાણીઓ પૈકી ક્યા શીત રુધિરવાળાં પ્રાણીઓ છે?
A. P અને Q
B. Q અને R
C. R અને S
D. P અને R
ઉત્તરઃ
A. P અને Q
પ્રશ્ન 13.
નીચેના પૈકી કયું વિધાન ખોટું છે?
A. વીંછીનાં ઉપાંગો સાંધાવાળાં હોય છે.
B. અળસિયામાં સાચી દેહગુહા હોય છે.
C. જેલીફિશ ક્રિગર્ભસ્તરીય પ્રાણી છે.
D. ઑક્ટોપસ કોઠાંત્રિ સમુદાયનું પ્રાણી છે.
ઉત્તરઃ
D. ઑક્ટોપસ કોઠાંત્રિ સમુદાયનું પ્રાણી છે.
પ્રશ્ન 14.
માયકોપ્લાઝમા કઈ સૃષ્ટિમાં સમાવિષ્ટ છે?
A. પ્રોટિસ્ટા
B. મોનેરા
C. ફૂગ
D. વનસ્પતિસૃષ્ટિ
ઉત્તરઃ
B. મોનેરા
પ્રશ્ન 15.
લાઈકેન કોની કોની વચ્ચે સહજીવી સંબંધ ધરાવે છે?
A. નીલહરિત લીલ અને ફૂગ
B. ફૂગ અને દ્ધિઅંગી
C. લીલ અને દ્ધિઅંગી
D. ફૂગ અને બૅક્ટરિયા
ઉત્તરઃ
A. નીલહરિત લીલ અને ફૂગ
પ્રશ્ન 16.
અસ્થાનિક તંતુમય મૂળતંત્રની હાજરી છે.
A. દ્વિદળી વનસ્પતિઓ
B. એકદળી વનસ્પતિઓ
C. દ્ધિઅંગી વનસ્પતિઓ
D. ત્રિઅંગી વનસ્પતિઓ
ઉત્તરઃ
B. એકદળી વનસ્પતિઓ
પ્રશ્ન 17.
સજીવોના વર્ગીકરણની કક્ષાઓમાં સૃષ્ટિથી જાતિ તરફ જતાં
ક્રમશઃ
A. ભિન્નતાઓ ઘટે છે અને સામ્યતાઓ વધે છે.
B. ભિન્નતાઓ વધે છે અને સામ્યતાઓ ઘટે છે.
C. ભિન્નતાઓ અને સામ્યતાઓ બંને વધે છે.
D. ભિન્નતાઓ અને સામ્યતાઓ બંને ઘટે છે.
ઉત્તરઃ
A. ભિન્નતાઓ ઘટે છે અને સામ્યતાઓ વધે છે.
પ્રશ્ન 18.
વર્ગીકરણની કક્ષાઓના ઊતરતા ક્રમમાં સાચો વિકલ્પ કયો છે?
A. સૃષ્ટિ → ન્મકુળ → ગોત્ર → વર્ગ → જાતિ
B. સૃષ્ટિ → વર્ગ → ગોત્ર → પ્રજાતિ → જાતિ
C. સૃષ્ટિ → ગોત્ર → વર્ગ → જાતિ → પ્રજાતિ
D. સૃષ્ટિ → વર્ગ → વિભાગ → કુળ → ગોત્ર
ઉત્તરઃ
B. સૃષ્ટિ → વર્ગ → ગોત્ર → પ્રજાતિ → જાતિ
પ્રશ્ન 19.
સજીવોને નામ આપવાની દ્વિનામી નામકરણ પદ્ધતિ કયા વૈજ્ઞાનિક આપી?
A. લેમાર્કે
B. લ્યુવેનહૉકે
C. લિનિયસે
D. ડાર્વિને
ઉત્તરઃ
C. લિનિયસે
પ્રશ્ન 20.
સપુષ્પી વનસ્પતિઓના આવૃત બીજધારી વિભાગમાં કર્યું લક્ષણ જોવા મળે છે?
A. બીજાશયથી આવરિત અંડકો
B. બીજાશયથી અનાવરિત અંડકો
C. અંડકોથી આવરિત બીજાશય
D. અંડકોથી અનાવરિત બીજાશય
ઉત્તરઃ
A. બીજાશયથી આવરિત અંડકો
પ્રશ્ન 21.
વર્ગીકરણના કયા વર્ગકમાં સભ્યો પ્રજનનની ક્ષમતા ધરાવતા હોય છે?
A. પ્રજાતિ
B. જાતિ
C. કુળ
D. આપેલ તમામ
ઉત્તરઃ
B. જાતિ
પ્રશ્ન 22.
કયા વૈજ્ઞાનિકે મોનેરા સૃષ્ટિને આર્કિબૅક્ટરિયા અને યુબૅક્ટરિયામાં વિભાજિત કરી?
A. લિનિયસે
B. અર્નેસ્ટ હેકલે
C. રૉબર્ટ વ્હીટેકરે
D. કાર્લ લૂઝે
ઉત્તરઃ
D. કાર્લ લૂઝે
પ્રશ્ન 23.
ઢિનામી નામકરણ મુજબ સજીવના કયા નામનો અન્ય સજીવના નામકરણ માટે પુનઃ ઉપયોગ કરી શકાય નહિ?
A. જાતીય
B. પ્રજાતીય
C. સ્થાનિક નામ
D. આપેલ તમામ
ઉત્તરઃ
B. પ્રજાતીય
પ્રશ્ન 24.
અસંગત જોડ અલગ કરો.
A. એકકોષીય સજીવો – પ્રોટિસ્ટા
B. આદિકોષકેન્દ્રીય સજીવો – મોનેરા
C. હરિતદ્રવ્યવિહીન સુકોષકેન્દ્રીય સજીવો – યુબૅક્ટરિયા
D. મૃતોપજીવી – ફૂગ
ઉત્તરઃ
C. હરિતદ્રવ્યવિહીન સુકોષકેન્દ્રીય સજીવો – યુબૅક્ટરિયા
પ્રશ્ન 25.
પ્રજીવો કઈ સૃષ્ટિમાં સમાવિષ્ટ છે?
A. મોનેરા
B. પ્રોટિસ્ટા
C. વનસ્પતિ
D. સાયેનોફાયટા
ઉત્તરઃ
B. પ્રોટિસ્ટા
પ્રશ્ન 26.
માર્કેન્શિયા કયા પ્રકારની વનસ્પતિ છે?
A. એકાંગી
B. દ્ધિઅંગી
C. ત્રિઅંગી
D. અનાવૃત બીજધારી
ઉત્તરઃ
B. દ્ધિઅંગી
પ્રશ્ન 27.
નીચેનામાંથી કઈ વનસ્પતિ અનાવૃત બીજધારી છે?
A. પાઇનસ
B. માસિલિયા
C. રિક્સિયા
D. હંસરાજ
ઉત્તરઃ
A. પાઇનસ
પ્રશ્ન 28.
ફૂગ સૃષ્ટિના સજીવો માટે કયું વિધાન ખોટું છે?
A. તેમાં પોષણ પ્રકાર મૃતોપજીવી હોઈ શકે.
B. તેમાં કોષદીવાલ કાઇટિન ધરાવે છે.
C. તે આદિકોષકેન્દ્રી હોઈ શકે.
D. તે સહજીવી હોઈ શકે.
ઉત્તરઃ
C. તે આદિકોષકેન્દ્રી હોઈ શકે.
પ્રશ્ન 29.
અસંગત જોડ શોધો.
A. મૂળ, પ્રકાંડ, પર્ણવિહીન સુકાય – થેલોફાયટા
B. વાહક પેશીવિહીન વનસ્પતિ – દ્ધિઅંગી
C. ઇક્વિસેટમ – ત્રિઅંગી
D. બીજ ઢંકાયેલા – અનાવૃત બીજધારી
ઉત્તરઃ
D. બીજ ઢંકાયેલા – અનાવૃત બીજધારી
પ્રશ્ન 30.
અનાવૃત બીજધારી વનસ્પતિઓ કયા કયા સમૂહ વચ્ચેનું સ્થાન ધરાવે છે?
A. દ્ધિઅંગી અને દ્વિદળી
B. એકાંગી અને એકદળી
C. ત્રિભંગી અને આવત બીજધારી
D. એકદળી અને દ્વિદળી
ઉત્તરઃ
C. ત્રિભંગી અને આવત બીજધારી
પ્રશ્ન 31.
એકદળી વનસ્પતિનાં લક્ષણો માટે યોગ્ય વિકલ્પ કયો છે?
A. અસ્થાનિક તંતુમય મૂળતંત્ર અને પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ
B. સ્થાનિક સોટી મૂળતંત્ર અને પર્ણમાં જાલાકાર શિરાવિન્યાસ
C. અસ્થાનિક તંતુમય મૂળતંત્ર અને પર્ણમાં જાલાકાર શિરાવિન્યાસ
D. સ્થાનિક સોટી મૂળતંત્ર અને પર્ણમાં સમાંતર શિરાવિન્યાસ
ઉત્તરઃ
C. અસ્થાનિક તંતુમય મૂળતંત્ર અને પર્ણમાં જાલાકાર શિરાવિન્યાસ
પ્રશ્ન 32.
પ્રાણી હોવા છતાં કોણ પ્રચલન કરતું નથી?
A. કરચલો
B. છીપલું
C. વાદળી
D. પાછલા
ઉત્તરઃ
C. વાદળી
પ્રશ્ન 33.
કયા સમુદાયનાં પ્રાણીઓ દ્રિગર્ભસ્તરીય છે?
A. પૃથુકૃમિ
B. કોષ્ઠાત્રિ
C. સૂત્રકૃમિ
D. નૂપુરક
ઉત્તરઃ
B. કોષ્ઠાત્રિ
પ્રશ્ન 34.
ડંખકોષો ધરાવતો પ્રાણી સમુદાય કયો છે?
A. કોષ્ઠાત્રિ
B. સંધિપાદ
C. સછિદ્ર
D. સૂત્રકૃમિ
ઉત્તરઃ
A. કોષ્ઠાત્રિ
પ્રશ્ન 35.
જેલીફિશ કયા સમુદાયનું પ્રાણી છે?
A. મૃદુકાય
B. નૂપુરક
C. કોષ્ઠાંત્રિ
D. શૂળત્વચી
ઉત્તરઃ
C. કોષ્ઠાંત્રિ
પ્રશ્ન 36.
પ્રાણીસૃષ્ટિમાં પ્રથમ ત્રિગર્ભસ્તરીય પ્રાણીઓ કયા સમુદાયનાં છે?
A. કોષ્ઠાત્રિ
B. સછિદ્ર
C. પૃથુકૃમિ
D. સંધિપાદ
ઉત્તરઃ
C. પૃથુકૃમિ
પ્રશ્ન 37.
કયો પ્રાણીસમૂહ અમેરુદંડીમાં સમાવિષ્ટ નથી?
A. સંધિપાદ
B. કોદ્ધાંત્રિ
C. શૂળત્વચી
D. મત્સ્ય
ઉત્તરઃ
D. મત્સ્ય
પ્રશ્ન 38.
કયા સમુદાયનાં પ્રાણીઓમાં સૌપ્રથમ વખત રુધિરાભિસરણતંત્ર જોવા મળે છે?
A. સૂત્રકૃમિ
B. નૂપુરક
C. સંધિપાદ
D. મૃદુકાયા
ઉત્તરઃ
B. નૂપુરક
પ્રશ્ન 39.
ખુલ્લા પ્રકારનું રુધિરાભિસરણતંત્ર ધરાવતા પ્રાણી સમુદાયોનું જૂથ
ઓળખો.
A. સંધિપાદ – મૃદુકાય
B. મૃદુકાય – નૂપુરક
C. નૂપુરક – સંધિપાદ
D. નૂપુરક – શૂળત્વચી
ઉત્તરઃ
A. સંધિપાદ – મૃદુકાય
પ્રશ્ન 40.
શાર્કનું હૃદય – અને હેલનું હૃદય : હોય છે.
A. દ્વિઅંડી, ચતુર્ખાડી
B. દ્વિખંડી, દ્વિખંડી
C. દ્વિઅંડી, ત્રિખંડી
D. ત્રિખંડી, ચતુર્ખાડી
ઉત્તરઃ
A. દ્વિઅંડી, ચતુર્ખાડી
મૂલ્યો આધારિત પ્રશ્નોત્તર
(Value Based Questions with Answers)
પ્રશ્ન 1.
તમારા રહેઠાણ વિસ્તારના ગાર્ડન(બગીચા)ની કે તમારા ડ વિષયશિક્ષક સાથે વનસ્પતિ ઉદ્યાન(Botanical garden)ની મુલાકાત દરમિયાન તમને કેટલીક ઔષધીય વનસ્પતિઓની માહિતી મળે છે. તમે મેળવેલી માહિતી પરથી નીચેના પ્રશ્નોના ઉત્તર આપોઃ
(a) કોઈ પાંચ ઔષધીય ગુણ ધરાવતી વનસ્પતિનાં નામ આપો.
ઉત્તર:
તુલસી, નીલગિરિ, અરડૂસી, કુંવારપાઠું, લીમડો
(b) ઔષધીય વનસ્પતિના અભ્યાસ સાથે સંકળાયેલી શાખા કઈ છે?
ઉત્તર:
આયુર્વેદશાસ્ત્ર
(c) તમે જાણતા હોવ તેવી ઔષધીય વનસ્પતિનાં નામ અને તેનો ઉપયોગ જણાવો.
ઉત્તર:
કુંવારપાઠું – તેનો રસ અપચા અને ચામડીના રોગોની સારવાર માટે
અરડૂસી – ખાંસી(ઉધરસ)ની સારવાર માટે
તુલસી – તેનો રસ શરદી, તાવની સારવાર માટે
લીમડો – તેનો રસ ડાયાબીટિસની સારવાર માટે
નીલગિરિ– તેના પાનનો રસ કે તેલ શરદીની સારવાર માટે
પ્રશ્ન 2.
જામનગરના દરિયાકિનારા નજીક જાણીતો પરવાળા વિસ્તાર આવેલો છે. આ વિસ્તારની મુલાકાત લો અથવા ઇન્ટરનેટ પરથી તેની માહિતી મેળવી નીચેના પ્રશ્નોના ઉત્તર આપોઃ
(a) પરવાળાના સમુદાયનું નામ અને કોષીય (ગર્ભીય) સ્તરોની માહિતી આપો.
ઉત્તરઃ
પરવાળાનો સમુદાય : કોઠાંત્રિ, બે કોષીય (ગભય) સ્તર – બાહ્ય અને અંતઃસ્તર હોય છે.
(b) પરવાળાનો વસવાટ વિસ્તાર શા માટે સખતતા ધરાવતો બને છે?
ઉત્તરઃ
પરવાળા વસાહતી પ્રાણી છે અને કૅલ્શિયમ કાર્બોનેટનું ‘ બનેલું બાહ્ય કંકાલ ધરાવે છે. પરવાળાના વસવાટ વિસ્તારમાં મોટા પ્રમાણમાં કેલ્શિયમ કાર્બોનેટ જમા થવાથી તેમનો વસવાટ વિસ્તાર સખતતા ધરાવતો બને છે.
(c) જામનગર નજીકનો આ વિસ્તાર ક્યા વિસ્તાર તરીકે – ઓળખાય છે?
ઉત્તરઃ
જામનગર નજીક જૈવવિવિધતા ધરાવતો દરિયાઈ વિસ્તાર નરારા દરિયાઈ રાષ્ટ્રીય ઉદ્યાન તરીકે ઓળખાય છે.
પ્રશ્ન 3.
અમદાવાદના કાંકરિયા પ્રાણીસંગ્રહાલયની મુલાકાત લો. વિવિધ પ્રાણીઓના અવલોકન, બહાર બોર્ડ પર લખેલી માહિતી ધ્યાનથી વાંચો. તમારા જ્ઞાન આધારે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો:
(a) જળચર સસ્તનનાં બે નામ આપો.
ઉત્તર:
જળચર સસ્તન વ્હેલ, ડૉલ્ફિન
(b) જળચર સરીસૃપનાં બે ઉદાહરણ જણાવો.
ઉત્તર:
જળચર સરીસૃપ: પાણીના સાપ, પાણીનો કાચબો
(c) પ્રાણીસંગ્રહાલયમાં વિવિધ પ્રાણીઓ માટે કઈ તકેદારી રાખવામાં આવે છે?
ઉત્તર:
પ્રાણીસંગ્રહાલયમાં વિવિધ પ્રાણીઓ માટે રક્ષણ, આરોગ્ય, પોષણ ઉપરાંત તેમના કુદરતી નિવાસની સમકક્ષ વસવાટ વગેરેની તકેદારી રાખવામાં આવે છે.
પ્રશ્ન 4.
સમાચારપત્રમાં સફેદ ગેંડાના મૃત્યુ સાથે તેની જાતિ લુપ્ત થઈ તેવા સમાચાર પ્રકાશિત થયા. ગેંડા વિશે માહિતી એકત્ર કરો અને નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
(a) ગેંડો કયા સમૂહનું પ્રાણી છે?
ઉત્તર:
ગેંડો સસ્તન વર્ગનું પ્રાણી છે.
(b) સફેદ ગેંડાના મૃત્યુ માટે કયું કારણ આપવામાં આવ્યું? તે કેટલી વયે મૃત્યુ પામ્યો?
ઉત્તર:
સફેદ ગેંડાના મૃત્યુ માટે વય આધારિત બિમારીઓનું કારણ આપવામાં આવ્યું. તે લગભગ 45 વર્ષની વયે મૃત્યુ પામ્યો.
પ્રશ્ન 5.
દરિયાકાંઠે ઓટના સમયે કેટલાક વિસ્તાર પાણી દૂર જતાં ખુલ્લો થાય છે. ત્યાં કેટલાંક દરિયાઈ પ્રાણીઓ જોવા મળે છે. આ પ્રાણીઓ મૃત્યુ પામતાં નથી. દરિયાઈ જીવશાસ્ત્રીઓએ આ પ્રાણીઓની રચનાનો અભ્યાસ કર્યો. તમારા વિષયશિક્ષકે સોમનાથ-વેરાવળના દરિયાકાંઠાના પ્રવાસ દરમિયાન તમને માહિતી આપી.
(a) કયા પ્રકારનાં પ્રાણીઓ જીવિત રહી શકે છે? કેવી રીતે?
ઉત્તર:
કરચલા, અષ્ટકવચ, પાઇલા, ઉનિઓ વગેરે કવચ ધરાવતાં પ્રાણીઓ જીવિત રહી શકે છે. તેઓ તેમના શરીરના ભાગો કવચમાં ખેંચી લે છે. તેમના શરીરનો ઝાલર ધરાવતો વિસ્તાર દરિયાઈ
પાણીથી ભેજયુક્ત રહે છે. તેઓ તાપમાન અને ક્ષારતાના થોડા ફેરફાર ૨ સહન કરી શકે છે. તેથી તેઓ જીવિત રહી શકે છે
(b) કયાં પ્રાણીઓ આ સ્થિતિમાં જીવિત ન રહી શકે? શા માટે?
ઉત્તર:
આ સ્થિતિમાં દરિયાઈ માછલીઓ જીવિત ન રહી શકે, કારણ કે માછલીમાં શ્વસન અંગ ઝાલરો છે. તે પાણી વગર વ્યસન કરી શકતી નથી.
(c) દરિયાઈ જીવશાસ્ત્રીઓના કયા મૂલ્યનો તમને અનુભવ થયો?
ઉત્તર:
દરિયાઈ જીવશાસ્ત્રીઓ જ્ઞાનપિપાસુ છે. તેઓ વિવિધ દરિયાઈ જાતિઓની માહિતી એકત્ર કરી, તેની નોંધ (Data bank) તૈયાર = કરે છે. તેઓ તેમના કાર્ય માટે ગંભીર અને સમર્પિત છે.
પ્રાયોગિક કૌશલ્યો આધારિત પ્રશ્નોત્તર
(Practical Skill Based Questions with Answers)
પ્રશ્ન 1.
ચોમાસામાં ભેજવાળી જગ્યાઓ પર જોવા મળતા લીલા ભાગ કે બંધિયાર પાણીમાં જોવા મળતી લીલા રંગની સપાટીનો નમૂનો એકત્ર કરો. આ નમૂનામાંથી એક-બે તંતુ કાચની સ્લાઇડ પર લઈ, તેના પર કવરસ્લિપ મૂકી, માઇક્રોસ્કોપના લો-પાવર અને હાઇ-પાવર લેન્સ નીચે અવલોકન કરો. તમારાં અવલોકન અનુરૂપ આકૃતિ દોરો અને નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
(a) સ્લાઇડમાં જોવા મળતો લીલો રંગ શાના કારણે છે? તે કઈ ક્રિયા સાથે સંકળાયેલ છે?
ઉત્તર:
સ્લાઇડમાં જોવા મળતો લીલો રંગ ક્લોરોફિલના કારણે છે, તે પ્રકાશસંશ્લેષણની ક્રિયા સાથે સંકળાયેલ છે.
(b) તમે અવલોકન કરેલ સજીવ કયા સમૂહમાં મૂકશો? તેના પોષણ, કોષદીવાલ, અંગો અને શ્રમવિભાજનની માહિતી આપો.
ઉત્તર:
અવલોકન કરેલ સજીવ સુકાયક (એકાંગી) સમૂહમાં
પોષણ – સ્વોપજીવી
કોષદીવાલ – સેલ્યુલોઝની
બનેલી અંગો – અભાવ
શ્રમવિભાજન – અભાવ
પ્રશ્ન 2.
તમારી શાળાની પ્રયોગશાળામાં વાસી બ્રેડને ચોમાસામાં બે-ત્રણ દિવસ મૂકી રાખો. બે-ત્રણ દિવસ પછી તેના પર જોવા મળતા રૂના તંતુ જેવી રચનાને સ્લાઇડ પર લઈ આસ્થાપન કરો. તૈયાર કરેલા આસ્થાપનનું માઇક્રોસ્કોપના લો-પાવર અને હાઇ-પાવર લેન્સ નીચે અવલોકન કરો. તેની આકૃતિ દોરો અને નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :
(a) બ્રેડ પર જોવા મળતી રચના કઈ સૃષ્ટિની છે?
ઉત્તર:
ફૂગ
(b) આ રચનાની કોષદીવાલ શાની બનેલી છે?
ઉત્તર:
કાઇટિન જટિલ શર્કરા
(c) તેની પોષણ પદ્ધતિ કયા પ્રકારની છે?
ઉત્તર:
મૃતોપજીવી
પ્રશ્ન 3.
પાંચ સૃષ્ટિ વર્ગીકરણ પદ્ધતિ મુજબ નીચે આપેલા ટેબલમાં ખૂટતી વિગતો ભરો :
ઉત્તર:
a. પ્રોકેરિયોટિક;
b. હાજરી કે ગેરહાજરી;
c. સ્વયંપોષી કે પરપોષી;
d. એકકોષીય;
e. હાજરી કે ગેરહાજરી;
f. સ્વયંપોષી કે વિષમપોષી;
g. ડાયેટમ્સ, પ્રજીવ;
h. મોટા ભાગે બહુકોષી;
i. યુકેરિયોટિક;
j. મૃતોપજીવી;
k. મશરૂમ, યીસ્ટ
m. સેલ્યુલોઝયુક્ત;
n. સ્વોપજીવી; છે. લીલથી આવૃત બીજધારી;
p. બહુકોષી;
q. યુકેરિયોટિક;
r. ગેરહાજરી
પ્રશ્ન 4.
એકદળી અને દ્વિદળી વનસ્પતિના વિવિધ ભાગોની આકૃતિઓનું અવલોકન કરી જરૂરી વિગતો ભરો:
ઉત્તર:
એકદળી-દ્વિદળી
1. બે ભાગ ન થાય-બે ભાગ થાય
2. તંતુમય-સોટીમય
3. અશાખિત-શાખિત
4. સમાંતર શિરાવિન્યાસ-જાલાકાર
પ્રશ્ન 5.
થેલોફાયટા, દ્ધિઅંગી અને ત્રિઅંગીની સરખામણી કરતા ટેબલમાં જરૂરી વિગતો ભરોઃ
ઉત્તર:
a. સ્પાયરોગાયરા;
b. જલીય કે તેજવાળી જમીન;
c. બહુકોષી;
d. અભાવ;
e. વાહક પેશીવિહીન;
f. મૂળ, પ્રકાંડ અને પર્ણમાં વિભેદન;
g. ગેરહાજર;
h. ભેજવાળા, છાયાવાળી જગ્યા;
i. શેવાળ (મૉસ)
પ્રશ્ન 6.
નીચે આપેલા ટેબલમાં પૃષ્ઠવંશી પ્રાણીસમૂહનાં વિશિષ્ટ લક્ષણોની ખૂટતી વિગતો ભરો :
ઉત્તર:
પ્રશ્ન 7.
નીચે આપેલા પ્રાણી ઓળખો, તેના સમૂહ, સામાન્ય નિવાસસ્થાન જણાવો અને અન્ય પ્રાણીઓથી અલગ પડતાં ત્રણ લક્ષણો લખો :
ઉત્તર:
પ્રશ્ન 8.
પ્રાણીસૃષ્ટિના ચાર્ટમાં ખાલી સ્થાન ભરો :
ઉત્તર:
a- કોષ્ઠાંત્રિ;
b– સૂત્રકૃમિ;
c– નૂપુરક;
d– સંધિપાદ;
e– શૂળત્વચી
Memory Map