Class 9 Gujarati Textbook Solutions Chapter 7 નવસર્જનની વાટે

Gujarat Board GSEB Std 9 Gujarati Textbook Solutions Chapter 7 નવસર્જનની વાટે Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 9 Gujarati Textbook Solutions Chapter 7 નવસર્જનની વાટે

Class 9 Gujarati Textbook Solutions Chapter 7 નવસર્જનની વાટે Textbook Questions and Answers

નવસર્જનની વાટે સ્વાધ્યાય

1, પ્રશ્નની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની (✓) નિશાની કરી :

પ્રશ્ન 1.
નવસર્જનની વાટે વિહરતા લોકો માટે નીચેનામાંથી કયું વિધાન બંધબેસતું છે?
(A) પ્રગતિમાં માનતા નથી.
(B) તે હંમેશાં સૂતા રહે છે.
(C) પ્રગતિના પંથના પ્રવાસી છે.
(D) તે બેસી રહેનારા છે.
ઉત્તરઃ
(C) પ્રગતિના પંથના પ્રવાસી છે.

Class 9 Gujarati Textbook Solutions Chapter 7 નવસર્જનની વાટે

પ્રશ્ન 2.
ધરતીને કવિએ કેવી કહી છે?
(A) બેહૂદી
(B) કાળી
(C) કદરૂપી
(D) રંગીન
ઉત્તરઃ
(D) રંગીન

પ્રશ્ન 3.
નવસર્જનની વાટે વિહરનાર વ્યક્તિના હૃદયમાં શું જોવા મળે છે?
(A) આશા
(B) ઉલ્લાસ
(C) નિરાશા
(D) ઉપરનાં A અને B બંને.
ઉત્તરઃ
(D) ઉપરનાં A અને B બંને.

પ્રશ્ન 4.
નવસર્જનની વાટે ચાલનારને નીચેનામાંથી કઈ બાબત લાગુ પડતી નથી ?
(A) જૂઠી કીર્તિના ભૂતને ભગાડવાની
(B) અજબ આશાનાં સ્વપ્ન સજાવવાની
(C) પૃથ્વી ઉપર નર્ક ઉતારવાની
(D) મોહમાયાના ફંદને ફગાવવાની
ઉત્તરઃ
(C) પૃથ્વી ઉપર નર્ક ઉતારવાની

Class 9 Gujarati Textbook Solutions Chapter 7 નવસર્જનની વાટે

2. બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
કવિ પૃથ્વી ઉપર સ્વર્ગ કઈ રીતે ઉતારવા માગે છે?
ઉત્તર :
કવિ નૂતન યુગના પ્રવાસી છે. તે અજબ આશાનાં સ્વપ્ન સજાવીને પૃથ્વી પર સ્વર્ગ ઉતારવા માગે છે.

3. નીચેના પ્રશ્નનો છ-સાત વાક્યોમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
નૂતન યુગના પ્રવાસી કેવા હોય?
ઉત્તરઃ
નૂતન યુગના પ્રવાસી નવસર્જનની વાટે વિહરતા હોય. 3 ફગાવ તેઓ પ્રગતિના પંથે હોય. તેમનામાં આશા અને ઉલ્લાસ હોય. તેમનામાં આળસ કે નિરાશા ના હોય. તેઓ મોહમાયાના ફંદમાં ફસાયા ના હોય. તેમનામાં જૂઠી કીર્તિનો મોહ ના હોય. તેઓ ઉત્તમ કાર્ય કરી પૃથ્વીને સ્વર્ગ જેવી સુંદર બનાવવાનું સ્વપ્ન સેવતા હોય.

Std 9 Gujarati Textbook Solutions Chapter 7 નવસર્જનની વાટે Additional Important Questions and Answers

નવસર્જનની વાટે પ્રગ્નોત્તર

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના બે – ત્રણ વાક્યોમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
નૂતન યુગના પ્રવાસી કઈ વાટે વિહરે છે? તેમનાં હૃદયમાં શું ભર્યું છે?
ઉત્તરઃ
નૂતન યુગના પ્રવાસી નવસર્જનની વાટે વિહરે છે. તેમનાં હૃદયમાં આશા અને ઉલ્લાસ ભરેલાં છે.

Class 9 Gujarati Textbook Solutions Chapter 7 નવસર્જનની વાટે

પ્રશ્ન 3.
નૂતન યુગના પ્રવાસી શું હટાવશે? શું મિટાવશે?
ઉત્તર :
નૂતન યુગના પ્રવાસી ઊંઘ, આળસ અને નિરાશા હટાવશે. 9 (3) તેઓ મિથ્યા વેરઝેર મિટાવશે.

પ્રશ્ન 4.
નૂતન યુગના પ્રવાસી શું ફગાવશે? શું ભગાડશે?
ઉત્તર :
નૂતન યુગના પ્રવાસી મોહમાયાના ફંદને ફગાવશે. તેઓ 3 (4) જૂઠી કીર્તિના ભૂતને ભગાડશે.

પ્રશ્ન 2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1.
“નવસર્જનની વાટે’ કાવ્યના કવિ શું મિટાવવાનું કહે છે?
ઉત્તર :
નવસર્જનની વાટે કાવ્યના કવિ મિથ્યા વેરઝેર મિટાવવાનું કહે છે.

પ્રશ્ન 2.
નવસર્જનની વાટે કાવ્યના કવિના મતે આ પૃથ્વી સુંદર કેવી રીતે બનશે?
ઉત્તરઃ
“નવસર્જનની વાટે કાવ્યના કવિના મતે આ પૃથ્વી ઉત્તમ કામોથી સુંદર બનશે.

Class 9 Gujarati Textbook Solutions Chapter 7 નવસર્જનની વાટે

પ્રશ્ન 3.
નવસર્જનની વાટે વિહરતા લોકો કઈ જાળને ફગાવશે?
ઉત્તર :
નવસર્જનની વાટે વિહરતા લોકો મોહમાયાની જાળને કે ફગાવશે.

પ્રશ્ન 4.
નવયુગના પ્રવાસી પૃથ્વી પર શું ઉતારશે?
ઉત્તર:
નવયુગના પ્રવાસી પૃથ્વી પર સ્વર્ગ ઉતારશે.

નવસર્જનની વાટે વ્યાકરણ (Vyakaran)

પ્રશ્ન 1.
સાચો સમાનાર્થી શબ્દ શોધીને લખો :
(1) વાટ
(અ) પંથ
(બ) વાડ
(ક) વટ
ઉત્તરઃ
(અ) પંથ

પ્રશ્ન 2.
આળસ
(અ) સ્કૂર્તિ
(બ) લાલચ
(ક) સુસ્તી
ઉત્તરઃ
(ક) સુસ્તી

Class 9 Gujarati Textbook Solutions Chapter 7 નવસર્જનની વાટે

પ્રશ્ન 3.
કીર્તિ
(અ) ખ્યાતિ
(બ) આરતી
(ક) ભરતી
ઉત્તરઃ
(અ) ખ્યાતિ

પ્રશ્ન 4.
ધરા
(અ) ઘાસ
(બ) ધરતી
(ક) ધારા
ઉત્તરઃ
(બ) ધરતી

પ્રશ્ન 5.
ફેદ
(અ) જાળ
(બ) ફાંદ (ક) મંદ
ઉત્તરઃ
(અ) જાળ

Class 9 Gujarati Textbook Solutions Chapter 7 નવસર્જનની વાટે

2. સાચો વિરુદ્ધાર્થી શબ્દ શોધીને લખો:

પ્રશ્ન 1.
કીતિ
(અ) ખ્યાતિ
(બ) અપકીર્તિ
(ક) કલંક
ઉત્તર :
(બ) અપકીર્તિ

પ્રશ્ન 2.
પ્રગતિ
(અ) અધોગતિ
(બ) નિષ્ફળતા
(ક) અવગતિ
ઉત્તર :
(અ) અધોગતિ

પ્રશ્ન 3.
સર્જન
(અ) અસર્જન
(બ) સંહાર
(ક) કુસર્જન
ઉત્તર :
(બ) સંહાર

Class 9 Gujarati Textbook Solutions Chapter 7 નવસર્જનની વાટે

પ્રશ્ન 4.
આશા
(અ) ઉત્સાહ
(બ) હતોત્સાહ
(ક) નિરાશા
ઉત્તર :
(ક) નિરાશા

પ્રશ્ન 5.
નૂતન
(અ) અર્વાચીન
(બ) પ્રાચીન
(ક) જૂના
ઉત્તર :
(બ) પ્રાચીન

3. આપેલા શબ્દોમાંથી સાચી જોડણી શોધીને લખો:

પ્રશ્ન 1.
(અ) નવસર્જન
(બ) નવર્સજન
(ક) નવશર્જન
ઉત્તરઃ
(અ) નવસર્જન

Class 9 Gujarati Textbook Solutions Chapter 7 નવસર્જનની વાટે

પ્રશ્ન 2.
(અ) કિર્તિ
(બ) કિર્તી
(ક) કીર્તિ
ઉત્તરઃ
(ક) કીર્તિ

પ્રશ્ન 3.
(અ) મિથ્થા
(બ) પ્રગતી
(ક) સ્વપન
ઉત્તરઃ
(અ) મિથ્થા

પ્રશ્ન 4.
(અ) આળસ
(બ) નુતન
(ક) આસા
ઉત્તરઃ
(અ) આળસ

Class 9 Gujarati Textbook Solutions Chapter 7 નવસર્જનની વાટે

4. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવોઃ
પ્રગતિ, આશા, પંથ, કીર્તિ, ધરા, સ્વપ્ન
ઉત્તર :
આશા, કીર્તિ, ધરા, પંથ, પ્રગતિ, સ્વપ્ન

5. લિંગ શબ્દ ઓળખાવોઃ

પ્રશ્ન 1.
પુંલ્લિંગ શબ્દ ઓળખાવો.
(અ) વાટ
(બ) પ્રવાસી
(ક) વેર
ઉત્તરઃ
(બ) પ્રવાસી

પ્રશ્ન 2.
સ્ત્રીલિંગ શબ્દ ઓળખાવો.
(અ) આળસ
(બ) ઉર
(ક) સામયિક
ઉત્તરઃ
(અ) આળસ

Class 9 Gujarati Textbook Solutions Chapter 7 નવસર્જનની વાટે

6. અનુગ શોધોઃ

પ્રશ્ન 1.
અમે મોહમાયાની જાળને ફગાવીશું.
ઉત્તરઃ
ની, ને

પ્રશ્ન 2.
અમે નૂતન યુગના પ્રવાસી છીએ.
ઉત્તરઃ
ના

7. નામયોગી શોધોઃ

પ્રશ્ન 1.
અમે પૃથ્વી પર સ્વર્ગ ઉતારીશું.
ઉત્તર :
પર

નવસર્જનની વાટે Summary in Gujarati

નવસર્જનની વાટે (કાવ્ય) કાવ્ય – પરિચય
બાલમુકુન્દ મણિશંકર દવે (જન્મ: 07 – 03 – 1916, મૃત્યુઃ 28 – 02 – 1993)

આ કાવ્યમાં પૃથ્વી પર કંઈક નવું રચી જવાનો ઉત્સાહ વ્યક્ત થયો છે. મનુષ્ય નૂતન યુગનો પ્રવાસી છે. મનુષ્ય જૂઠી કીર્તિનો મોહ તેમજ આળસ તજીને આત્મવિશ્વાસથી ઉત્તમ કામ કરવું જોઈએ. ઉત્તમ કામોથી જ આ પૃથ્વી સુંદર બનશે.

[Enthusiasm of creating something new on this earth is expressed in this poem. Man is a traveler of the new era. Man should give up temptation for false reputation and idleness and must do the best work with confidence. The earth will be beautiful only by the best work.]

Class 9 Gujarati Textbook Solutions Chapter 7 નવસર્જનની વાટે

કાવ્યની સમજૂતી
અમે નવસર્જનની વાટે વિહરતા પ્રગતિના પંથના પ્રવાસી (છીએ).

અમે ઉર(હૃદય)માં આશા, ઉલ્લાસ ભરી ભમતા નૂતન યુગના પ્રવાસી (છીએ).

[We are the travellers of progressive way, travelling along the way of new creation.

We are the travellers of the new era, wandering with expectation and enthusiasm in our heart.)

અમે ઊંધ, આળસ, નિરાશા હટાવીશું. (અમે) મિથ્યા વેરઝેર મિટાવીશું.

અમે ભમતા વગડાના વાસી (છીએ). અમે નૂતન યુગના પ્રવાસી (છીએ).

[We will remove sleep, idleness, disappointment. We will give up wrong jealousy.

We are the wandering inhabitants of the forest. We are the travelers of the new era.)

(અમે) મોહમાયાની જાળને ફગાવીશું. (અમે) જૂઠી કીર્તિના ભૂતને ભગાડીશું.

(અમે) અજબ આશાનાં સ્વપ્ન સજાવીશું. અમે પૃથ્વી પર સ્વર્ગ ઉતારીશું. હવે (તમે) કોઈ ઉદાસ રહેશો નહિ.

અમે રંગીન (સુંદર) ધરા(પૃથ્વી)ના રહેવાસી (છીએ). અમે નૂતન યુગના પ્રવાસી (છીએ).

Class 9 Gujarati Textbook Solutions Chapter 7 નવસર્જનની વાટે

[We will throw away the net of bewitchment. We will remove the belief of false reputation.

We will decorate the dreams of wonderful expectation. We will bring heaven on the earth. Now please don’t be disappointed.

We are the inhabitants of the beautiful world. We are the travellers of the new era.)

નવસર્જનની વાટે શબ્દાર્થ (Meanings)

  • નવસર્જન – નવીન સર્જન કરવું તે; new creation.
  • વાટ – રસ્તો; path.
  • વિહરવું – ફરવું; to walk.
  • પંથ – રસ્તો; path, way.
  • ઉર – હૃદય; heart.
  • આશા – અપેક્ષા; expectation.
  • ઉલ્લાસ – ઉત્સાહ; enthusiasm.
  • ભમવું – ફરવું; to wander, to walk.
  • નૂતન યુગ – નવો યુગ; new era, new age.
  • પ્રવાસી – મુસાફર; traveller.
  • નીંદ – ઊંઘ; sleep. Class 9 Gujarati Textbook Solutions Chapter 7 નવસર્જનની વાટે
  • આળસ – સુસ્તી; idleness.
  • નિરાશા – નાઉમેદ; disappointment.
  • વેરઝેર – ઈષ; jealousy.
  • મિથ્યા – જૂઠાં, નકામાં; wrong.
  • વિચરતા – ભમતા; wandering
  • વગડો – જંગલ; forest, jungle.
  • મોહમાયા – આસક્તિ; fascination, bewitchment.
  • ફગાવવું – ફેંકી દેવું; to throw away.
  • ફંદ – જાળ; net.
  • જૂઠી – ખોટી; wrong. false.
  • કીર્તિ – ખ્યાતિ; fame, reputation.
  • અજબ – અદ્ભુત; wonderful.
  • સ્વપ્ન – સમણું; dream.
  • સજાવવું – શણગારવું; to decorate.
  • સ્વર્ગ – દેવોનો લોક; heaven.
  • ધરા – ધરતી, પૃથ્વી; earth.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *