Gujarat Board GSEB Std 12 Gujarati Textbook Solutions Std 12 Gujarati Vyakaran Viram Chinh Ane Sanyojakta વિરામચિહ્નો અને સંયોજકો Questions and Answers, Notes Pdf.
GSEB Std 12 Gujarati Vyakaran Viram Chinh Ane Sanyojakta
Std 12 Gujarati Vyakaran Viram Chinh Ane Sanyojakta Questions and Answers
પ્રશ્ન 1.
“આજે બુધવાર છે.” આ વાક્યને અંતે પ્રશ્નાર્થચિહ્ન, ઉદ્દગારચિહ્ન અને પૂર્ણવિરામ મૂકીને ફરી લખો. આ વિરામચિહ્નોને કારણે જે-તે વાક્યમાં કયો ભાવ સૂચવાય છે, તે સમજાવો.
ઉત્તરઃ
- આજે બુધવાર છે? (વાક્યમાં પ્રશ્નાર્થનો ભાવ દર્શાવાયો છે.)
- આજે બુધવાર છે! (વાક્યમાં આશ્ચર્યનો ભાવ વ્યક્ત થયો છે.)
- આજે બુધવાર છે. (વાક્ય પૂર્ણ થયાનો ભાવ બતાવાયો છે.)
(નોંધઃ ઉપરનાં બધાં જ વાક્યોમાં એકસરખા જ શબ્દો છે. પણ જુદાં જુદાં વિરામચિહ્નોને કારણે વાક્યનો ભાવ અને અર્થ બદલાય છે.)
પ્રશ્ન 2.
પાઠ્યપુસ્તકની કૃતિઓમાંથી અલગ અલગ વિરામચિહનોનો ઉપયોગ થયો હોય તેવાં દસ વાક્યો શોધીને લખો અને વિરામચિહ્નોના ઉપયોગને સમજો.
ઉત્તરઃ
- જરા ઉતાવળે જવું છે, પછીથી આવીશ હું જાઉં છું, અખાભાઈ !
- અરે હું ક્યાં જાણતો નથી? ને તમને ન ઓળખું? નહિ તો તમારે બારણે આવુંયે ખરો?
- “આપ અમુક મિજાજમાં હો ત્યારે જ સારું બજાવી શકો છો કે ગમે ત્યારે?”
- વારુ, તમે કહેશો તેટલાં થીગડાં મારી આપીશ, થીગડાં મારતાં હું નહિ થાકું.
- “એ તો કેવી નવાઈની વાત? આવા રૂપાળા કુંવરને જોઈને ખુશ થવાને બદલે રાજારાણી આંસુ પાડે.”
- “ત્યારે તો આપણે પાડોશી છીએ. મારે અંગ્રેજી શીખવું છે. તમે મને શીખવશો?”
- “તમે સુધારેલા બધા બીકણ છો. મહાપુરુષો કોઈના પોશાક સામું નથી જોતા, તેઓ તો તેમના હૃદય તપાસે છે.”
- “કુસુમ ! ઓ કુસુમ! તને ખોળીખોળીને હું થાકી ગઈ. કે બળ્યું આમ તે શું કરતી હોઈશ?”
- ‘ભવનભાઈ ! એકાદી માંચી-બોચી મળે કે? હું તો હેઠળ હૂઈ રહીશ, પણ ઉજમને તો જોઈશે. ડોસીનાં હાડકાં પોચાં છે.’
- માણેક મુનીમે ઊભા થતાં કહ્યું: ચાલો ત્યારે, અમારે પછી નાના-મોટાની પંચાતેય શું કરવા કરવી પડે?”
પ્રશ્ન 3.
તમારા પાઠ્યપુસ્તકની ગદ્યકૃતિઓમાંથી સંયોજકનો ઉપયોગ થયો હોય તેવાં દસ વાક્યો શોધીને લખો અને સંયોજક પદને અધોરેખિત કરો.
ઉત્તરઃ
- “તે તમે કબૂલ કરો છો કે તમારે એ વાત કોઈને કે કહેવી નહિ?”
- “જો તમે આટલું બંધાઓ તો હું એટલી બંધાઉ કે કે સરસ્વતીચંદ્ર જડે ને પોતાના વિચારો ફેરવે તોપણ મારે મારા વિચારો ફેરવવા નથી.”
- હું શબ્દાર્થને નથી વળગતો, ભાવાર્થ આપું એટલે મને સંતોષ.
- તેમનો તરજુમો તપાસવા પૂરતું ફ્રેન્ચ મને આવડતું હતું, તેથી તે જોઈ જવા કહ્યું.
- તમે જ મારે મન બધું છો પછી મારે બીજા કશાની શી જરૂર છે?
- એ ભાઈ એટલા ખુશ થઈ ગયા કે મને પણ આપ્યાનો અને શરણાઈ વગાડવાનો સંતોષ થયો.
- દલભાઈ કણબી હતા અને વજેસંગ રજપૂત.
- ભૂખ્યો સિંહ જેમ ઘાસ ન ખાય તેમ એ બેઉ બેકાર બેસી રહેતા પણ અનાજની ગૂણો ભરીને ગાડીતું કરતા નહિ.
- હજુ શરમ રાખું છું ત્યાં સુધી નહિ તો જોયા જેવી થશે. (10) જ્યારે અમે જાગ્યા ત્યારે સૂરજ ઊગ્યો હતો.