Gujarat Board GSEB Std 12 Gujarati Textbook Solutions Std 12 Gujarati Vishesh Vyakaran વિશેષ વ્યાકરણ Questions and Answers, Notes Pdf.
GSEB Std 12 Gujarati Vishesh Vyakaran
Std 12 Gujarati Vishesh Vyakaran Questions and Answers
વિશેષ વ્યાકરણ સ્વાધ્યાય
પ્રશ્ન 1.
નીચેનાં વાક્યોમાં યોગ્ય પ્રત્યય મૂકી વાક્ય ફરીથી લખો:
(1) અમેરિકા ડેક જઈશું.
ઉત્તર :
અમેરિકા ડેકમાં જઈશું.
(2) મારાં પુસ્તકો ઓળખ મળે છે.
ઉત્તરઃ
મારાં પુસ્તકોને ઓળખ મળે છે.
(3) રામજી ખેતર ખેડ્યું.
ઉત્તરઃ
રામજીએ ખેતર ખેડ્યું.
(4) મારે પૈસા શું કામ?
ઉત્તરઃ
મારે પૈસાનું શું કામ?
(5) પાંચેક દહાડા એમનું ઘર ઠરીઠામ થઈ ગયું.
ઉત્તરઃ
પાંચેક દહાડામાં એમનું ઘર ઠરીઠામ થઈ ગયું.
(6) માલણ ઝૂંપડી અને વાડી કોટ વચ્ચે ખાલી જગ્યા હતી.
ઉત્તરઃ
માલણની ઝૂંપડી અને વાડીના કોટ વચ્ચે ખાલી જગ્યા હતી.
(7) મને મારા વિચારો જણાવવા વ્યાકરણ જરૂર નથી જણાઈ.
ઉત્તરઃ
મને મારા વિચારો જણાવવામાં વ્યાકરણની જરૂર નથી જણાઈ.’
(8) દીવા અજવાળે પ્રભાશંકર આંખ ઠેરવી સોય દોરો પરોવવા પ્રયત્ન કર્યો.
ઉત્તરઃ
દીવાને અજવાળે પ્રભાશંકરે આંખ ઠેરવીને સોયમાં દોરો પરોવવાનો પ્રયત્ન કર્યો.
(9) વેનિસ એક સ્થળ બીજે સ્થળ જવા જળમાર્ગ છે.
ઉત્તરઃ
વેનિસમાં એક સ્થળેથી બીજે સ્થળે જવા જળમાર્ગ છે.
(10) હોટેલ માલિક પાસપોર્ટ લઈ ટેબલ ખાના મૂકી દીધો.
ઉત્તરઃ
હોટેલના માલિકે પાસપોર્ટ લઈ ટેબલના ખાનામાં મૂકી દીધો.
(11) વીસ વર્ષ કાચા જુવાન વળાવિયે આવેલો જોઈ દલભાઈ અને વજેસંગ મૂછ હસ્યા.
ઉત્તરઃ
વીસ વર્ષના કાચા જુવાનને વળાવિયે આવેલો જોઈ દલભાઈ અને વજેસંગ મૂછમાં હસ્યા.
(12) જોગેશ્વરી આ કૉલોની આસપાસ જંગલ હોવા સાપ અને થોડો ચોર ઉપદ્રવ રહેતો.
ઉત્તરઃ
જોગેશ્વરીની આ કૉલોનીની આસપાસ જંગલ હોવાથી સાપનો અને થોડો ચોરનો ઉપદ્રવ રહેતો.
પ્રશ્ન 2.
નીચેનાં વાક્યોમાં યોગ્ય નામયોગી મૂકી વાક્ય ફરીથી લખોઃ
(1) તેમના …………………………….. અમને ઘણી મદદ મળી છે.
ઉત્તરઃ
તેમના કારણે અમને ઘણી મદદ મળી છે.
(2) તે ધાબેથી …………………………….. આવી ગયો.
ઉત્તર :
તે ધાબેથી નીચે આવી ગયો.
(3) તેમના મુખ …………………………….. રોજના હાસ્ય સિવાય કંઈ જ ન મળે.
ઉત્તર :
તેમના મુખ ઉપર રોજના હાસ્ય સિવાય કંઈ જ ન મળે.
(4) મંદિરની …………………………….. એક બગીચો છે.
ઉત્તરઃ
મંદિરની સામે એક બગીચો છે.
(5) પ્રશ્નનો કોઈ ઉકેલ મળે તે પહેલાં મિલાનના સ્ટેશન …………………………….. ગાડી આવી ઊભી.
ઉત્તરઃ
પ્રશ્નનો કોઈ ઉકેલ મળે તે પહેલાં મિલાનના સ્ટેશન ઉપર ગાડી આવી ઊભી.
(6) છાતી …………………………….. હાથ મૂકતી સુન્દર ચપ લઈને ઊભી થઈ.
ઉત્તર :
છાતી પર હાથ મૂકતી સુન્દર ચપ લઈને ઊભી થઈ.
(7) મહેનતની કમાણી કમાયેલો એક …………………………….. ડૉલર મફતમાં મળેલા પાંચ ડૉલર કરતાં વધારે મહત્ત્વનો છે.
ઉત્તર :
મહેનતની કમાણી દ્વારા કમાયેલો એક ડૉલર મફતમાં મળેલા પાંચ ડૉલર કરતાં વધારે મહત્ત્વનો છે.
(8) દવાને …………………………….. રામુની આંખમાં ઘેન હતું.
ઉત્તરઃ
દવાને લીધે રામુની આંખમાં ઘેન હતું.
(9) બાએ કબાટ કપડાં કાઢ્યા.
ઉત્તરઃ
બાએ કબાટમાંથી કપડાં કાઢ્યા.
(10) વાસણ સાફ કરી રસોડાના લૅટફૉર્મ …………………………….. ગોઠવ્યા.
ઉત્તરઃ
વાસણ સાફ કરી રસોડાના લૅટફૉર્મ પર ગોઠવ્યા.
(11) મંદિર કિનારાના એક ઊંચા ટેકરા આવેલું છે.
ઉત્તરઃ
મંદિર કિનારાના એક ઊંચા ટેકરા પર …………………………….. આવેલું છે.
(12) કચેરીના કામ …………………………….. વિરાટ આવ્યો હતો.
ઉત્તર :
કચેરીના કામ ખાતર વિરાટ આવ્યો હતો.
(13) મારી આળસને …………………………….. જ મારે ભોગવવું પડ્યું.
ઉત્તર :
મારી આળસને કારણે જ મારે ભોગવવું પડ્યું.
(14) તેણે જીવન …………………………….. સત્યનો આશરો લીધો.
ઉત્તર :
તેણે જીવનપર્યત સત્યનો આશરો લીધો.
(15) તું ઘર …………………………….. રમકડાં લઈ આવ.
ઉત્તર :
તું ઘરમાંથી રમકડાં લઈ આવ.
(16) જીવનની ખૂબીને …………………………….. મહાન બની શકાય.
ઉત્તરઃ
જીવનની ખૂબીને કારણે મહાન બની શકાય.
(17) ટ્રસ્ટ …………………………….. બાળકોને સહાય આપવામાં આવી.
ઉત્તરઃ
ટ્રસ્ટ તરફથી બાળકોને સહાય આપવામાં આવી.
(18) મેં સાથીઓ …………………………….. મુક્ત થવાની માગણી કરી.
ઉત્તરઃ
મેં સાથીઓ આગળ મુક્ત થવાની માગણી કરી.
(19) સ્વાશ્રયનું જીવનમાં આગવું સ્થાન છે એ મા …………………………….. શીખવા મળ્યું.
ઉત્તરઃ
સ્વાશ્રયનું જીવનમાં આગવું સ્થાન છે એ મા પાસેથી શીખવા મળ્યું.
(20) હું તો રેટિયા …………………………….. જેટલા નાચ નચાવો તેટલા નાચવાને તૈયાર છું.
ઉત્તરઃ
હું તો રેટિયા કાજે જેટલા નાચ નચાવો તેટલા નાચવાને તૈયાર છું.
પ્રશ્ન 3.
નીચેનાં વાક્યોમાં યોગ્ય પ્રત્યય અને નામયોગી મૂકી વાક્ય ફરીથી લખો
(1) ગોવિંદ …………………………….. સૌ ઊભાં હતાં.
ઉત્તરઃ
ગોવિંદની સામે સૌ ઊભાં હતાં.
(2) બાળકો ધાબા …………………………….. પતંગ ચગાવ્યા.
ઉત્તર:
બાળકોએ ધાબા પર પતંગ ચગાવ્યા.
(૩) માતાપિતા અને સંસાર દુઃખી …………………………….. કરી તેનું દુઃખ પસ્તાજે.
ઉત્તરઃ
માતાપિતા અને સંસારને દુઃખી કરી તેનું દુઃખ દેખી પસ્તાજે.
(4) રોજ સવાર પહોર એ …………………………….. નીકળી પડતો.
ઉત્તરઃ
રોજ સવારના પહોરે એ બહાર નીકળી પડતો.
(5) સામાન ગાડું …………………………….. આવે છે.
ઉત્તરઃ
સામાનનું ગાડું પાછળ આવે છે.
(6) એ વીશી માલિક સૌરાષ્ટ્ર …………………………….. ગુજરાતી હતો.
ઉત્તરઃ
એ વીશીનો માલિક સૌરાષ્ટ્ર તરફનો ગુજરાતી હતો.
(7) રમેશ …………………………….. વિદેશમાં રહેવું સહેલું ન હતું.
ઉત્તરઃ
રમેશને માટે વિદેશમાં રહેવું સહેલું ન હતું.
(8) વડ ઘટા …………………………….. ધર્મશિક્ષણનો વર્ગ ચાલતો.
ઉત્તરઃ
વડની ઘટા નીચે ધર્મશિક્ષણનો વર્ગ ચાલતો.
(9) શ્યામ રંગ એ …………………………….. કદી ન જવું.
ઉત્તરઃ
શ્યામ રંગની સમીપે કદી ન જવું.
(10) દેશભક્ત …………………………….. દેશ …………………………….. દેશદાઝ છે.
ઉત્તર :
દેશભક્તને દેશ માટે દેશદાઝ છે.
(11) ફક્ત બારી …………………………….. કાચ …………………………….. તેની ચાંચોનો અવાજ ઉમટવા લાગ્યો.
ઉત્તરઃ
ફક્ત બારીના કાચ પર તેની ચાંચોનો અવાજ ઉમટવા લાગ્યો.
(12) તમે આગડિયા …………………………….. એ ભેટ મોકલજો.
ઉત્તરઃ
તમે આગડિયાની સાથે એ ભેટ મોકલજો.
(13) મોહન …………………………….. કૃષ્ણ …………………………….. પોતાની વેદના ઠાલવી.
ઉત્તરઃ
મોહને કૃષ્ણ સમીપ પોતાની વેદના ઠાલવી.
(14) વિદ્યાર્થીવર્ગ …………………………….. સમજીને અભિપ્રાય …………………………….. શીખે છે.
ઉત્તર :
વિદ્યાર્થીવર્ગમાં સમજીને અભિપ્રાય દ્વારા શીખે છે.
(15) બાળકો મેદાન …………………………….. રમત રમી.
ઉત્તરઃ
બાળકોએ મેદાન પર રમત રમી.
પ્રશ્ન 4.
નીચેનાં વાક્યોમાં યોગ્ય વિરામચિહ્નો મૂકી વાક્ય : ફરીથી લખો:
(1) પ્રભાશંકરે વાર્તા શરૂ કરી ઘણાં વરસ પહેલાંની વાત છે
ઉત્તર :
પ્રભાશંકરે વાર્તા શરૂ કરી : ઘણાં વરસ પહેલાંની – વાત છે, …”
(2) ચડતી-પડતી તો કોના જીવનમાં નથી આવતી
ઉત્તરઃ
ચડતી-પડતી તો, કોના જીવનમાં નથી આવતી?
(3) એમનાથી બોલાઈ ગયું આના કરતાં તો જુવાની નહિ ન હોય તે સારું
ઉત્તરઃ
એમનાથી બોલાઈ ગયું, “આના કરતાં તો જુવાની નહિ હોય તે સારું.
(4) મનુએ પૂછ્યું પછી
ઉત્તરઃ
મનુએ પૂછ્યું: “પછી?
(5) દીકરાએ પૂછ્યું કુણ છે માડી
ઉત્તરઃ
દીકરાએ પૂછ્યું: “કુણ છે માડી?”
(6) મામાની પાર્ટી અલીબલ ઍન્ડ પાર્ટી કહેવાતી
ઉત્તરઃ
મામાની પાટ ‘અલીબક્ષ ઍન્ડ પાર્ટી કહેવાતી.
(7) જરા ઉતાવળે જવું છે પછીથી આવીશ હું જાઉં છું અખાભાઈ
ઉત્તરઃ
જરા ઉતાવળે જવું છે, પછીથી આવીશ હું જાઉં છું, અખાભાઈ !
(8) આપ અમુક મિજાજમાં હો ત્યારે જ સારું બનાવી શકો છો કે ગમે ત્યારે
ઉત્તરઃ
“આપ અમુક મિજાજમાં હો ત્યારે જ સારું બનાવી શકો છો કે ગમે ત્યારે ?”
(9) અરે હું ક્યાં નથી જાણતો ને તમને ન ઓળખું નહિ તો તમારે બારણે આવુંય ખરો
ઉત્તરઃ
અરે ક્યાં નથી જાણતો? ને તમને ન ઓળખું? નહિ તો તમારે બારણે આવુંય ખરો?
(10) વારુ તમે કહેશો એટલા થીગડાં મારી આપીશ થીગડાં મારતા હું નહિ થાકું
ઉત્તરઃ
વારુ, તમે કહેશો એટલા થીગડાં મારી આપીશ, થીગડાં હું મારતા હું નહિ થાકું.
પ્રશ્ન 5.
વાક્યને અર્થપૂર્ણ બનાવવા માટે વિરામચિહ્ન સુધારી વાક્ય ફરીથી લખોઃ
(1) અહીં ગંદકી કરવી, નહીં કરનારને દંડ થશે.
ઉત્તરઃ
અહીં ગંદકી કરવી નહીં, કરનારને દંડ થશે.
(2) પરમેશ્વર પાસેથી એ કંઈક લઈને આવ્યા હશે નહીં, તો આ વિદ્યામાં એમના જેટલું પારંગત કોઈ હોઈ શકે નહીં.
ઉત્તરઃ
પરમેશ્વર પાસેથી એ કંઈક લઈને આવ્યા હશે, નહીં તો આ વિદ્યામાં એમના જેટલું પારંગત કોઈ હોઈ શકે નહીં.
(3) કચવાતા મને શરત, હતી તેથી ભાગ આપી દીધો.
ઉત્તરઃ
કચવાતા મને, શરત હતી તેથી ભાગ આપી દીધો.
(4) કંઈ નહિ એ તો, શેઠને કંઠી ઘણી ગમી, ગઈ તેથી કહે છે.
ઉત્તર :
કંઈ નહિ, એ તો શેઠને કંઠી ઘણી ગમી ગઈ તેથી કહે છે.
(5) અત્યારે હું તારો દીકરો, નથી તું મારો બાપ નથી.
ઉત્તરઃ
અત્યારે હું તારો દીકરો નથી, તું મારો બાપ નથી.
(6) તેને જમણા હાથે પડી જવાને કારણે, વાગ્યું હતું.
ઉત્તર :
તેને જમણા હાથે, પડી જવાને કારણે વાગ્યું હતું.
(7) “આ તે કેવી નવાઈની? વાત આવા રૂપાળા કુંવરને જોઈને ખુશ થવાને બદલે રાજારાણી આંસુ પાડે?”
ઉત્તરઃ
“આ તે કેવી નવાઈની વાત? આવા રૂપાળા કુંવરને જોઈને ખુશ થવાને બદલે રાજારાણી આંસુ પાડે.”
(8) “ત્યારે તો આપણે પાડોશી, છીએ મારે અંગ્રેજી શીખવું છે, તમે મને શીખવશો?”
ઉત્તરઃ
“ત્યારે તો આપણે પાડોશી છીએ, મારે અંગ્રેજી શીખવું છે. તમે મને શીખવશો?”
(9) “તમે સુધરેલા બધા બીકણ છો, મહાપુરુષો કોઈના પોશાક સામું નથી જોતા. તેઓ તો તેમના હૃદય તપાસે છે.”
ઉત્તરઃ
“તમે સુધરેલા બધા બીકણ છો. મહાપુરુષો કોઈના પોશાક સામું નથી જોતા, તેઓ તો તેમના હૃદય તપાસે છે.”
(10) “કુસુમ, ઓ કુસુમ, તને ખોળીખોળીને હું થાકી ગઈ. બળ્યું આમ તે શું કરતી હોઈશ.”
ઉત્તરઃ
“કુસુમ ! ઓ કુસુમ ! તને ખોળીખોળીને હું થાકી ગઈ. બળ્યું આમ તે શું કરતી હોઈશ?”
પ્રશ્ન 6.
યોગ્ય સંયોજકનો ઉપયોગ કરી નીચેનાં સાદાં વાક્યો ? જોડોઃ
(1) 1. રામ વનમાં ગયા.
2. સીતા વનમાં ગયા.
3. લક્ષ્મણ વનમાં ગયા.
ઉત્તરઃ
રામ, સીતા અને લક્ષ્મણ વનમાં ગયાં.
(2) 1. હોટલમાં રાત રહેવાની મારા ભાઈએ વ્યવસ્થા કરી આપી.
2. તેનો માલિક અંગ્રેજીનો આંકડો ન સમજે.
3. અમે ઈટાલિયન ન સમજીએ.
ઉત્તરઃ
હોટલમાં રાત રહેવાની મારા ભાઈએ વ્યવસ્થા કરી આપી પણ તેનો માલિક અંગ્રેજીનો આંકડો ન સમજે ને અમે ઇટાલિયન ન સમજીએ !
(3) 1. નાના નાના ટાપુઓ છે.
2. સરોવરો છે.
3. એક સ્થળેથી બીજે સ્થળે જવા જળમાગ છે.
ઉત્તરઃ
નાના નાના ટાપુઓ અને સરોવરો છે તેથી એક સ્થળેથી બીજે સ્થળે જવા જળમાર્ગો છે.
(4) 1. રાણીએ એને ખોળે લીધો.
2. ફાટેલા રેશમી વસ્ત્રને એ થીગડું દેવા બેઠી.
3. વસ્ત્ર સંધાય નહિ.
ઉત્તરઃ
રાણીએ એને ખોળે લીધો ને ફાટેલા રેશમી વસ્ત્રને થીગડું દેવા બેઠી પણ વસ્ત્ર સંધાય નહિ.
(5) 1. રજાઓ ફરજિયાત હોવી જોઈએ.
2. શિક્ષણ મરજિયાત હોવું જોઈએ.
3. બાળપણ ન છિનવાય.
ઉત્તરઃ
રજાઓ ફરજિયાત અને શિક્ષણ મરજિયાત હોવું જોઈએ જેથી બાળપણ ન છિનવાય.
(6) 1. એ ભાઈ એટલા ખુશ થઈ ગયા.
2. મને પણ આપ્યાનો સંતોષ થયો.
3. શરણાઈ વગાડવાનો સંતોષ થયો.
ઉત્તર:
એ ભાઈ એટલા ખુશ થઈ ગયા કે મને પણ આપ્યાનો સંતોષ અને શરણાઈ વગાડવાનો સંતોષ થયો.
પ્રશ્ન 7.
નીચેનાં વાક્યોમાં ખોટા સંયોજકોનો પ્રયોગ કર્યો છે, તે ૨ સુધારી વાક્ય ફરીથી લખોઃ
(1) વેશ બદલ્યું શું થયું જો મન બદલવા જોઈએ.
ઉત્તરઃ
વેશ બદલ્ય શું થયું, પણ મન બદલવા જોઈએ.
(2) દેવ આગળ દીવો કરવાને ફાનસ સળગાવવા પ્રભાશંકરે દીવાસળી શોધી, અને જડી નહિ
ઉત્તરઃ
દેવ આગળ દીવો કરવા ને ફાનસ સળગાવવા પ્રભાશંકરે દીવાસળી શોધી, પણ જડી નહિ.
(3) આ આંબાના ફળ મને નથી મળવાના પણ નથી એને છાંયે હું વિસામો ખાવાનો.”
ઉત્તરઃ
આ આંબાના ફળ મને નથી મળવાના કે નથી એને છાંયે હું વિસામો ખાવાનો.
(4) લારીવાળો અંગ્રેજી જાણતો હતો, અને બોલવા રાજી ન હતો.
ઉત્તરઃ
લારીવાળો અંગ્રેજી જાણતો હતો પણ બોલવા રાજી ન હતો.
(5) સૉક્રેટિસ જાગ્યો, પણ ક્રીટોએ બધી વાત એને સમજાવી.
ઉત્તરઃ
સૉક્રેટિસ જાગ્યો, એટલે ક્રીટોએ બધી વાત એને સમજાવી.
(6) તમે કબૂલ કરો છો અને તમારે એ વાત કોઈને કહેવી નહિ?
ઉત્તરઃ
તમે કબૂલ કરો છો કે તમારે એ વાત કોઈને કહેવી નહિ?
(7) હું શબ્દાર્થને નથી વળગતો, ભાવાર્થ આપું કારણ કે મને સંતોષ.
ઉત્તરઃ
હું શબ્દાર્થને નથી વળગતો, ભાવાર્થ આપું એટલે મને સંતોષ.
પ્રશ્ન 8.
નીચેનાં વાક્યોમાંથી સાદું વાક્ય ઓળખાવોઃ
(1) A. વરસાદ વરસે છે ને વીજળી ચમકે છે.
B. જ્યાં આટલી ઠંડી પડે છે ત્યાં લોકો કેમ રહેતા હશે?
C. કૂવામાં સરવાણી નથી તો પાણી ક્યાંથી આવે?
D. વિદ્યાર્થી ભણે છે.
ઉત્તરઃ
D. વિદ્યાર્થી ભણે છે.
(2) A. એક વાર બરાબર વિચાર કરી લો.
B. રાજા વૃદ્ધ થયા, રાણી વૃદ્ધ થયાં પણ ચિરાયું તો એવોને એવો રાજકુમાર રહ્યો.
C. આ આંબાનાં ફળ મને નથી મળવાનાં કે નથી એને છાંયે હું વિસામો ખાવાનો.
D. નામ બદલ્યું શું થયું, ભાઈ કામ બદલવા જોઈએ.
ઉત્તરઃ
A. એક વાર બરાબર વિચાર કરી લો.
(3) A. અમારે જમવું હોય તો અમે તમને જાણ કરીએને!
B. સવારે અમે જાગ્યા ત્યારે સૂરજ ઊગ્યો હતો.
C. મેજરકાકાએ પેલા મરદને સાધ્યો.
D. માણેક મુનીમ એને ઘેર ગયા ત્યારે મહીજી નહોતો.
ઉત્તરઃ
C. મેજરકાકાએ પેલા મરદને સાધ્યો.
(4) A. એક દિવસ મારે સારું મગ રાંધીને લાવ્યા ને મેં અત્યંત સ્વાદથી ખાધા.
B. હું કાંઈ તમારી જેમ નિશાળમાં શીખ્યો નથી.
C. મેં કંઈ ધ્યાન ન આપ્યું એટલે તેઓ શાંત થઈ ગયાં.
D. જો મહાપુરુષો માણસના બાહ્ય પરિધાન પરથી તેનું મૂલ્યાંકન કરે તો તેઓ આપોઆપ મહાપુરુષ મટી જાય.
ઉત્તરઃ
B. હું કાંઈ તમારી જેમ નિશાળમાં શીખ્યો નથી.
(5) A. હવે તો મારે છોરા ઈ ઢોરાં ને ઢોરાં ઈ કોરાં.
B. હવે ઢોરાં વેચી નિરાંતે રહો.
C. રાજીમા એકલપંડે ને ડેલીબંધ ઘરમાં નાનાંમોટાં ઢોર નવ.
D. જો હું નાસી જાઉં તો શહેરના તમામ કાયદાઓના પાયાને જ મેં ધક્કે પહોંચાડ્યો કહેવાય.
ઉત્તરઃ
B. હવે ઢોરાં વેચી નિરાંતે રહો.
(6) A. ખેતર વાવતા પહેલાં તમારે ઘાસ દૂર કરવું હતું.
B. રામેશ્વર મંદિરમાં કીર્તન શરૂ થાય કે ખાવા-પીવાની સૂધ રહે નહિ.
C. માણસ જો ઉપયોગી અને જરૂરી કામ કરતો હોય, તો એમાં શરમજનક કશું જ નથી.
D. વેનિસની શેરીઓમાં શોક અને પશ્ચાત્તાપઘેરા ઓથેલોના અંતિમ શબ્દો જાણે પડઘાય છે.
ઉત્તરઃ
A. ખેતર વાવતા પહેલાં તમારે ઘાસ દૂર કરવું હતું.
(7) A. કૂવામાં સરવાણી નથી તો પાણી ક્યાંથી આવે?
B. સંતને કોઈ માણસ પ્રત્યે રાગ-દ્વેષ ન હોય. કેમ તેઓ તો સૌનું હિત જ ઇચ્છે છે.
C. ખેતર વાવતા પહેલાં ખેડૂતે તેમાં ખેતી કરવી જોઈએ.
D. હું તમને સૂચના આપું ત્યારે તમારે બધાએ એકસાથે નીકળવું.
ઉત્તરઃ
C. ખેતર વાવતા પહેલાં ખેડૂતે તેમાં ખેતી કરવી જોઈએ.
(8) A. જો હું કશું જ બોલ્યો ન હોત તો પરિસ્થિતિની જાણ ન થઈ હોત.
B. આ પૈસા તારી અંગત જરૂરિયાત માટે અને જરૂરતમંદોને સહાય માટે આપું છું.
C. કુશળ માણસ આકસ્મિક ખર્ચનો વિચાર કરે છે એટલે થોડા વધારાની રકમ સિલક તરીકે રાખે છે.
D. મારું બાળપણ મુંબઈના પરા જોગેશ્વરીમાં વીત્યું.
ઉત્તરઃ
D. મારું બાળપણ મુંબઈના પરા જોગેશ્વરીમાં વીત્યું.
(9) A. સૉક્રેટિસ દુનિયાનો એક અતિ મહાન પુરુષ ગણાય છે.
B. હવે તારે થોડું વિચારીને પછી જ બોલવાનું શીખવું જોઈએ.
C. વગર વિચાર્યું વર્તન કરી નાખે તે પાછળથી પસ્તાય.
D. આજે ખેડૂતો પાયમાલ થતાં જાય છે અને વેપારીવર્ગ બેકાર બનતો જાય છે.
ઉત્તરઃ
A. સૉક્રેટિસ દુનિયાનો એક અતિ મહાન પુરુષ ગણાય છે.
(10) A. મારે તો એ સાધુપુરુષને મળીને તેમની પાસેથી કંઈક શીખવું છે.
B. ક્રોધ અને અશ્રુથી ભરેલી સુન્દર ગઈ અને તેને વાળવા કુસુમ પણ તેની પાછળ ગઈ.
C. હું લેખક છું એવી ઓળખાણ આપજો.
D. ઝાડના મૂળ પાસે કુસુમે ખાડો ખોદી ચૂલો બનાવી ખીચડી મૂકી.
ઉત્તરઃ
C. હું લેખક છું એવી ઓળખાણ આપજો.
પ્રશ્ન 9.
નીચેનાં વાક્યોમાંથી સંયુક્ત વાક્ય ઓળખાવોઃ
(1) A. “હું છું ત્યાં લાગણ કે પાંદ ન તોડ.”
B. હવે જ્યારે હું ત્યાં આવીશ ત્યારે તમને યાદ કરીશ.
C. માણેક મુનીમ ગામમાં વળાવિયો શોધવા નીકળ્યા.
D. આમ કરવું એ તો પાપની સામે પાપથી બદલો વાળવા જેવું થાય.
ઉત્તરઃ
A. “હું છું ત્યાં લાગણ કે પાંદ ન તોડ.’
(2) A. ગોવાળ ગાય દોહે છે.
B. રમેશને રજા પડી એટલે તે ઘરે આવ્યો.
C. જો હું અધ્યાપક હોત તો વિદ્યાર્થીઓને મૂલ્યલક્ષી વાતો રસથી સમજાવત.
D. વરસાદ વરસે છે.
ઉત્તરઃ
B. રમેશને રજા પડી એટલે તે ઘરે આવ્યો.
(3) A. સર કરતી લોહીની ધારા વછૂટી.
B. વજેસંગે પાછળથી જવાબ આપ્યો અને તે પણ ત્યાં આવ્યો.
C. પ્રભાશંકરે ગોખલામાંથી પાનની ચમચી લીધી.
D. જ્યારે રામેશ્વર મંદિરમાં કીર્તન શરૂ થાય ત્યારે ખાવા-પીવાની સૂધ રહે નહિ.
ઉત્તરઃ
B. વજેસંગે પાછળથી જવાબ આપ્યો અને તે પણ ત્યાં આવ્યો.
(4) A. પ્રભાશંકર આંખ ઝીણી કરીને અંધકારમાં તાકી રહ્યા.
B. બે દિવસથી હસમુખને પાન લાવવાનું યાદ કરાવવા છતાં એ ભૂલી જ જતો હતો !
C. રાજકુમાર સોળ વરસનો થયો.
D. જ્યાં સુધી એના અંગ પર રેશમી વસ્ત્ર રહેશે ત્યાં સુધી કાળની એના પર કશી અસર થશે નહિ.
ઉત્તરઃ
B. બે દિવસથી હસમુખને પાન લાવવાનું યાદ કરાવવા છતાં એ ભૂલી જ જતો હતો!
(5) A. જો તમે શરણ નહિ આપો તો શત્રુઓને રાજી થવાનો અને ચેષ્ટા કરવાનો વારો આવશે.
B. કવિ દયારામ દુલ્લો આદમી હતો અને દુલારો ભક્ત હતો.
C. હું જેવો છું તેવો મને નિભાવી લેશો.
D. દયારામની ગરબી જાણીતી છે.
ઉત્તરઃ
B. કવિ દયારામ દુલ્લો આદમી હતો અને દુલારો ભક્ત હતો.
(6) A. મારા કોઈ વાડોલાને આંચ ના આવે એવી જગ્યાએ ખોજો.
B. આ પૈસા તારી અંગત જરૂરિયાત માટે અને જરૂરિયાતમંદને સહાય કરવા માટે હું આવું છું.
C. વગર વિચાર્યું વર્તન કરી નાખે છે તે પાછળથી પસ્તાય છે.
D. સૉક્રેટિસ દુનિયાનો એક અતિ મહાન પુરુષ ગણાય છે.
ઉત્તરઃ
B. આ પૈસા તારી અંગત જરૂરિયાત માટે અને જરૂરિયાતમંદને સહાય કરવા માટે હું આપું છું.
(7) A. પણ એણે એ વસ્ત્ર ઉતારીને ફેંકી કેમ ન દીધું?
B. માટીના માળામાં આટલો પ્રપંચ એમ?
C. બધા ફૂલફટાક લોકો વચ્ચે નારાયણ હેમચંદ્ર વિચિત્ર લાગતા હતા અને બધાથી નોખા પડી જતા હતા.
D. માણેક મુનમના મોઢામાંથી કોઈ જવાબ ન નીકળ્યો.
ઉત્તરઃ
C. બધા ફૂલફટાક લોકો વચ્ચે નારાયણ હેમચંદ્ર વિચિત્ર લાગતા હતા અને બધાથી નોખા પડી જતા હતા.
પ્રશ્ન 10.
નીચેનાં વાક્યોમાંથી સંકુલ વાક્ય ઓળખાવોઃ
(1) A. આજે ખેડૂતો પાયમાલ થતા જાય છે અને કારીગર વર્ગ બેકાર થતો જાય છે.
B. જો હું અધ્યાપક હોત તો વિદ્યાર્થીઓને મૂલ્યલક્ષી વાત રસથી સમજાવત.
C. એ વખતે રેડિયો આવ્યો ન હતો.
D. ક્રિીટોએ વાત સમજાવી પરંતુ સૉક્રેટિસે ના પાડી.
ઉત્તરઃ
B જો હું અધ્યાપક હોત તો વિદ્યાર્થીઓને મૂલ્યલક્ષી વાત રસથી સમજાવત.
(2) A. મને તમારા ઉપર હજી વિશ્વાસ છે.
B. યાત્રાળુઓ નદી આગળ છે.
C. આજે ખેડૂતો પાયમાલ થતા જાય છે અને કારીગર વર્ગ બેકાર બનતો જાય છે.
D. જ્યાં આટલી ઠંડી પડે છે ત્યાં લોકો કેમ રહેતા હશે?
ઉત્તરઃ
D. જ્યાં આટલી ઠંડી પડે છે ત્યાં લોકો કેમ રહેતા હશે?
(3) A. જ્યારે હું ત્યાં આવીશ ત્યારે તમને યાદ કરીશ.
B. વિદ્યાર્થી ભણે છે.
C. શિયાળો શરૂ થયો પણ ઠંડી પડતી નથી.
D. સૌ સૌનું સોંપી દેજો.
ઉત્તરઃ
A. જ્યારે હું ત્યાં આવીશ ત્યારે તમને યાદ કરીશ.
(4) A. અમારામાં રસમ પણ એવી હોય છે કે કોઈ એકબીજાને સાજ વાપરે નહિ.
B. મંદિરના દરવાજા પાસે એક બુદ્ધો માણસ દેખાયો.
C. હું મારું સાજ સાગના લાકડામાંથી બનાવું છું, કારણ કે એના સૂર રસદાર હોય છે.
D. જે માણસ સો રૂપિયા આપવાથી આટલો ખુશ થાય છે તે, જો હું બધો ભાગ આપી દઉં તો કેટલો ખુશ થાય?
ઉત્તરઃ
D. જે માણસ સો રૂપિયા આપવાથી આટલો ખુશ થાય છે તે, જો હું બધો ભાગ આપી દઉં તો કેટલો ખુશ થાય?
(5) A. હવે જ્યારે હું ત્યાં આવીશ ત્યારે તમને યાદ કરીશ.
B. મારી કને થોડાક રૂપિયા છે.
C. એમના ઘરમાં મોટેચું કદી ના ફરકે, પણ અમને છોકરાંવને ચોવીસે ઘડી છૂટ.
D. સાંજે અમને છોકરાને એ એકઠાં કરે.
ઉત્તરઃ
A. હવે જ્યારે હું ત્યાં આવીશ ત્યારે તમને યાદ કરીશ.
(6) A. સૂર પ્રત્યેનું મારું ખેંચાણ ઠેઠ બાળપણથી રહ્યું છે.
B. શાબાશ દિકરા, મને હવે ખાતરી થઈ કે તું મારું નામ નહિ બોળે.
C. જો તમારા બેમાંથી કોઈને એને વિશે સહેજ સરખો પણ ખરાબ વિચાર આવશે તો એ વસ્ત્રમાં કાણું પડશે.
D. મારે તો એ સાધુપુરુષને મળવું છે.
ઉત્તરઃ
C. જો તમારા બેમાંથી કોઈને એને વિશે સહેજ સરખો પણ ખરાબ વિચાર આવશે તો એ વસ્ત્રમાં કાણું પડશે.
(7) A. જો માણસ ઉપયોગિતાના ખ્યાલમાંથી બહાર આવશે તો જ સૌંદર્યનું ખરું હાર્દ સમજી શકશે.
B. બાળકના કાન ખેંચી ભણવા બેસાડે એવી ધાકભરી સંસ્કૃતિનો અમને ક્યારેય અનુભવ થયો નથી.
C. અખાભાઈ ! આવું ફરીથી ક્યારેય નહિ કરું, હો!
D. નિઃસ્તબ્ધ અંધકારમાં એ પ્રશ્ન રઝળતો રહી ગયો.
ઉત્તરઃ
A. જો માણસ ઉપયોગિતાના ખ્યાલમાંથી બહાર આવશે તો જ સૌંદર્યનું ખરું હાર્દ સમજી શકશે.
પ્રશ્ન 11.
નીચેનાં વાક્યોમાં કયા વાક્યની વાક્યરચના ખોટી છે, તે જણાવો?
(1) A. અલંગ એક બંદર છે.
B. તમે અમારા ઘેર સહકુટુંબ સાથે આવજો.
C. રમેશ પારેખે ઘણાં ગીત લખ્યા છે.
D. સવિનય આપને હું આ હકીકત જણાવું છું.
ઉત્તર :
B. તમે અમારા ઘેર સહકુટુંબ સાથે આવજો.
(2) A. પેન ખોવાઈ ગઈ છે.
B. ચોપડો ખોવાયો છે.
C. અહીં ઊંટ કે બકરી આવ્યાં નથી.
D. અહીં શુદ્ધ ઘી મળે છે.
ઉત્તર :
C. અહીં ઊંટ કે બકરી આવ્યાં નથી.
(3) A. લાજ ઢાંકવા કલેડી ને પેટ ઢાંકવા લંગોટી!
B. અમારી શાળામાં રમતોત્સવ ઊજવાઈ ગયો.
C. એક દિવસ મારે સારુ મગ રાંધીને લાવ્યા.
D. એમની સાધના જ એવી હતી કે એ સૌને ઝાંખા પાડી દે.
ઉત્તર :
A. લાજ ઢાંકવા કલેડી ને પેટ ઢાંકવા લંગોટી!
(4) A. એક મંદિરની આગળ નાનકડો બગીચો છે.
B. કોઈ ગાંડા જેવો માણસ તમને મળવા માગે છે.
c. તમે આવ્યા તેથી હું રાજી થયો.
D. દુનિયાના સાધુપુરુષોનાં દર્શન કરવાનો મેં રિવાજ રાખ્યો છે.
ઉત્તર :
A. એક મંદિરની આગળ નાનકડો બગીચો છે.
(5) A. ક્રોધ અને અશ્રુથી સુન્દર ભરેલી ચાલી ગઈ.
B. એકસરખા દિવસ સુખના કોઈના જાતા નથી.
C. મારે ખાવું કેટલું અને પહેરવું કેટલું?
D. અમારે હવે ઝાઝો વિચાર કરવાનો છે જ નહિ.
ઉત્તર :
A. ક્રોધ અને અશ્રુથી સુન્દર ભરેલી ચાલી ગઈ.
(6) A. ત્યારે બીજું કોણ હોય?
B. તું મારું નામ નહિ બોળે ને?
C. હું વળાવિયે આવું તો ચાલશે, શેઠ?
D. ઘર તો પ્રયોગમાં જ થાય.
ઉત્તર :
D. ઘર તો પ્રયોગમાં જ થાય.
(7) A. ચંદ્રના અજવાળામાં તરવાર ઝાંખું હરખી રહી.
B. છલાંગ મારતોક રાડ દેનાર નાળમાં ખડો થયો.
C. બહેન: જોખમ આટલું બધું સાથે ના લાવવું જોઈએ.
D. માણેક મુનીમ ! જોજો કોઈને એવી વાત કરતા!
ઉત્તર :
C. બહેન: જોખમ આટલું બધું સાથે ના લાવવું જોઈએ.
(8) A. આખી જિંદગીમાં બે ખાટલાનો ય વૈત ના કર્યો તમે?
B. “હારુ તારે માગો એમની પાંહે. હું જોઉં છું ઈસુ જેવોક આલવા આવે છે તે … !!
C. તમારું તે ભમી ગયું છે? તો પાધરમાં આંબા રહેતા હશે?
D. તાં લાગણ જીવો, આ આંબા હાચવવાના.
ઉત્તર :
D. તાં લાગણ જીવો, આ આંબા હાચવવાના.
(9) A. અહીંથી ઊઠ્યા છો તો ઈશ્વરના સોગન.
B. સત્યનો અંતે થાય જ જય.
C. હા, ઈશ્વરે લાજ રાખી લીધી છે.
D. હું હમણાં જ આવીશ – ઘનું કરીને તો.
ઉત્તર :
B. સત્યનો અંતે થાય જ જય.
(10) A. વારુ એક વાર બરાબર વિચાર કરી લો.
B. પણ આજે એ ક્યાં છે? એય આખરે થાકી જ ને?
C. તમે જ મારે મન બધું છો. પછી મારે બીજા કશાની શી જરૂર છે?
D. બે હસમુખને દિવસથી પાન લાવવાનું યાદ કરાવવા છતાં એ ભૂલી જ જતો હતો !
ઉત્તર :
D. બે હસમુખને દિવસથી પાન લાવવાનું યાદ કરાવવા છતાં એ ભૂલી જ જતો હતો !
પ્રશ્ન 12.
નીચેનાં વાક્યોમાંથી કયા વાક્યનો પદક્રમ યોગ્ય છે, તે જણાવો?
(1) A. ગામમાં એક સફરજન વેચતો ફેરિયો આવ્યો
B નૃત્ય જોવાની મોરલાનું સૌને બહુ જ મળી આવી.
C. અહીં ગાયનું શુદ્ધ દૂધ મળે છે.
D. પક્ષીઓને કાંઠે સરોવરને બેસી દાણા ચણે છે.
ઉત્તર :
C. અહીં ગાયનું શુદ્ધ દૂધ મળે છે.
(2) A. એ બધી વાતો કર્યા વગર ઘા ઉપર ચેવીને પાટો બાંધો.
B. બાઈ રહી તાકી આંખે ફાટી.
C. બુધલો થયો વરસનો પાંચ.
D. પૈસા તમારા જાઓ તો લેતા !
ઉત્તર :
A. એ બધી વાતો કર્યા વગર ઘા ઉપર ચેવીને પાટો બાંધો.
(3) A. ભરીને ચપટી મોઢામાં તમાકુની મૂકી.
B. પાછળ હતાં મારી દોડતાં.
C. તમે આવ્યા તેથી હું રાજી થયો.
D. બીકણ બધા તમે છો સુધરેલા.
ઉત્તર :
C. તમે આવ્યા તેથી હું રાજી થયો.
(4) A. માનવજીવને કેટલું સહેલું છે !
B. હમણાં નહિ કહેશો કશું પણ જમનાબેનને તમે.
C. ચડ્યો ઈશ્વરરૂપી જહાજે હવે અમેદાસ.
D. ભાઈ જેવો તમારા મને મળજો જન્મોજન્મ!
ઉત્તર :
A. માનવજીવને કેટલું સહેલું છે !
(5) A. તો સાથે મારી બોલે છે અંગ્રેજીમાં કેમ?
B. તેણે લીટીઓ પર કાગળ દોરી.
C. જગતમાં આવી જળનગરી ભાગ્યેજ હશે.
D. ભાષા બોલે તો ગાઇડ ચાર-પાંચ.
ઉત્તર :
C. જગતમાં આવી જળનગરી ભાગ્યેજ હશે.
(6) A. એ નવી દુનિયા જોયા વિના હું પાછો જાઉં કે?
B. પ્રશ્ન એ નિઃસ્તબ્ધ રહી ગયો અંધકારમાં રઝળતો.
C. એક નાકે હતી ભજનમંડળી આવી.
D. હોળ વરહાં ખોટી જિંદગીનાં મારાં ગયાં હશે.
ઉત્તર :
A. એ નવી દુનિયા જોયા વિના હું પાછો જાઉં કે?
(7) A. મોનિકાબહેન અમને ભણાવતાં હતાં.
B. આંબા પરથી કેરી ખરી પડ્યાં.
C. ખેતરમાં ગાય ઘાસ ચરતી હતો.
D. સમય અને સંજોગો પ્રતિકૂળ હતી.
ઉત્તર :
A. મોનિકાબહેન અમને ભણાવતાં હતાં.
(8) A. વિજય અને પરાજય એક સિક્કાની બે બાજુ છે.
B. મને થોડી ગણિત આવે છે.
C. કાંચનને ગેરુની અદેખાઈ આવ્યો.
D. મોરનાં ઈંડાને ચીતરવા મનોજ આવી.
ઉત્તર :
A. વિજય અને પરાજય એક સિક્કાની બે બાજુ છે.
પ્રશ્ન 13.
નીચેનાં વાક્યોમાંથી કયા વાક્યનો પદસંવાદ યોગ્ય છે, તે જણાવોઃ
(1) A. તેણે સફરજન એક જ ખાધું.
B. પાંદડું પરથી ઝાડ પડ્યું.
C. મહેશ અને સ્મિતા શાળા ગઈ.
D. મતદાન કરવું એ પ્રત્યેક નાગરિકની ફરજ છે.
ઉત્તરઃ
D. મતદાન કરવું એ પ્રત્યેક નાગરિકની ફરજ છે.
(2) A. રમેશ ગાયની પાછળ ચાલી.
B. મેં તાળું કે ચાવી લીધાં નથી.
C. નવરાત્રિમાં એક-એક વિદ્યાર્થી ભાગ લેશે.
D. ગોપી અથવા રમણલાલ આવ્યાં હતાં.
ઉત્તરઃ
B. મેં તાળું કે ચાવી લીધાં નથી.
(3) A. મહાપુરુષો કોઈના પોશાક સામે નથી જોતા.
B. એમણે લળીને સિદ્ધપુરુષની ચરણરજ માથે ચઢાવ્યો.
C. એને સાંધવા જેટલાં કલંક વગરનાં વરસ કોની પાસે હોય?
D. એમના સાધના જ એવો હતો કે એ સૌને ઝાંખી પાડી દે.
ઉત્તરઃ
A. મહાપુરુષો કોઈના પોશાક સામે નથી જોતા.
(4) A. હોટલને હંમેશાં પાસપોર્ટ માગી.
B. એક જુઓ ને એક ભૂલો.
C. એના આસપાસ પુષ્કળ કબૂતરો આવું.
D. યુરોપના પંખીમાં બહુ ઓછા જોવા મળી.
ઉત્તરઃ
B. એક જુઓ ને એક ભૂલો.
(5) A. તેણે ત્રણ કેળાં ખાધાં.
B. ઝાડ પરથી પાંદડું પડ્યાં.
C. ગોવિંદ પોતાની ખેતર ખેડી રહ્યાં છે.
D. દરેક વિદ્યાર્થીઓએ પરીક્ષા આપવી પડશે.
ઉત્તરઃ
A. તેણે ત્રણ કેળાં ખાધાં.
(6) A. જીવ્યા ત્યાં લગી એ આ વૃક્ષારોપણ પાછળ લગન લગાડી રહ્યાં.
B. બુધાએ છેલ્લી પડકાર કર્યો.
C. તેને ભાઈ અને એક બહેન છે.
D. મહેશ અને સ્મિતા શાળાએ ગયાં.
ઉત્તરઃ
D. મહેશ અને સ્મિતા શાળાએ ગયાં.
(7) A. સીતા સ્વયંવરમાં ગીતા રાવણ બન્યો.
B. શુદ્ધ ભેંશનું એક કિલોગ્રામ ઘી મને આપો.
C. નિશાળે ગીતાબેન ગયાં છે.
D. દરવાન રાજાના રાજમહેલની ચોકી કરે છે.
ઉત્તરઃ
D. દરવાન રાજાના રાજમહેલની ચોકી કરે છે.
(8) A. કલ્પેશ રાત્રે મારા ઘરે આવશે.
B. આંબા પરથી કેરી ખરી પડ્યાં.
C. સીતા અને રામ વનમાં એકલા બેઠા હતા.
D. પ્રત્યેક ઘરમાં વીજળીના દીવા પ્રકાશી રહ્યાં છે.
ઉત્તરઃ
D. પ્રત્યેક ઘરમાં વીજળીના દીવા પ્રકાશી રહ્યાં છે