Gujarat Board GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 13 સાગરકાંઠાનો પ્રવાસ Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 6 Gujarati Textbook Solutions Chapter 13 સાગરકાંઠાનો પ્રવાસ
Class 6 Gujarati Textbook Solutions Chapter 13 સાગરકાંઠાનો પ્રવાસ Textbook Questions and Answers
અભ્યાસ
1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પનો ક્રમઅક્ષર પ્રશ્નની સામે આપેલા માં લખો :
પ્રશ્ન 1.
વર્ગશિક્ષકે ત્રણ વિદ્યાર્થીઓની સમિતિ કેમ નીમી હતી ?
(ક) શાળાવ્યવસ્થા માટે
(ખ) વર્ગની શિસ્ત માટે
(ગ) પ્રવાસ સ્થળ નક્કી કરવા
(ઘ) બોર્ડ પર સમાચાર લખવા
ઉત્તર :
(ગ) પ્રવાસ સ્થળ નક્કી કરવા
પ્રશ્ન 2.
શિક્ષક સોમનાથભાઈ વિદ્યાર્થીને એના જન્મદિને શું આપતા ?
(ક) શુભેચ્છા
(ખ) મીઠાઈ
(ગ) પુસ્તકો
(ઘ) જીવન અંગે સુચનો
ઉત્તર :
(ક) શુભેચ્છા
પ્રશ્ન 3.
સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન કોને કહે છે ?
(ક) વેરાવળને
(ખ) ભાવનગરને
(ગ) દીવને
(ઘ) માધવપુરને
ઉત્તર :
(ઘ) માધવપુરને
2. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક-એક વાક્યમાં લખો :
પ્રશ્ન 1.
સમિતિમાં કયા ત્રણ વિદ્યાર્થીઓ હતા ?
ઉત્તર :
સમિતિમાં ત્રણ વિદ્યાર્થીઓ રેવતી, વરુણ અને સિંધુ હતા.
પ્રશ્ન 2.
છેલ્લે કયા સ્થળનો પ્રવાસ યોજાઈ ગયો હતો ?
ઉત્તર :
છેલ્લે આબુ-અંબાજીનો પ્રવાસ યોજાઈ ગયો હતો.
પ્રશ્ન 3.
ઝવેરચંદ મેઘાણીએ બાપુ માટે કયું ગીત ગાયેલું છે ?
ઉત્તર :
ક્વેરચંદ મેઘાણીએ બાપુ માટે આ ગીત ગાયેલું: સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ !
પ્રશ્ન 4.
સમિતિએ કયા સ્થળનો પ્રવાસ યોજવાનું નક્કી કર્યું ?
ઉત્તર :
સમિતિએ કચ્છનું માંડવી, સૌરાષ્ટ્રનું માધવપુર અને દક્ષિણ ગુજરાતનું તીથલ એમ ત્રણમાંથી શિકાક નક્કી કરે તે એક સ્થળે પ્રવાસ યોજવાનું નક્કી કર્યું.
પ્રશ્ન 5.
વહાણ તોડવાના વિશ્વવિખ્યાત કેન્દ્રનું નામ આપો.
ઉત્તર :
વહાણ તોડવાના વિશ્વવિખ્યાત કેન્દ્રનું નામ ‘અલંગ’ છે.
સ્વાધ્યાય
1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :
પ્રશ્ન 1.
પાટિયા પર કઈ પંક્તિઓ લખાયેલી હતી ?
આ
પંક્તિઓ કેમ લખવામાં આવી હતી ?
ઉત્તર :
પાટિયા પર આ પંક્તિઓ લખાયેલી હતી : ‘રેલાઈ આવતી છો ને બધી ખારાશ પૃથ્વીની, સિન્ડ્રના ઉરમાંથી તો ઊઠશે અમી વાદળી.’ ભૂગોળના શિક્ષક કુદરત વિશેની કવિતાના ચાહક હતા માટે તેમણે આ પંક્તિઓ લખી હતી.
પ્રશ્ન 2.
માધવપુરનું વર્ણન પાઠના આધારે કરો.
ઉત્તર :
માધવપુર સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે. અહીં સદીએ સદીએ સંતો આવ્યા છે. અહીં સદીઓ જૂનાં આંબલી, રાયણ, નાળિયેરીનાં અનેક ઝાડ છે. અહીં રુક્મિણી-શ્રીકૃષ્ણનાં લગ્ન દર વર્ષે ઊજવાય છે. ભવનાથ અને તરણેતરની જેમ અહીંનો મેળો જાણીતો છે. ભાદર, ઓઝત અને મધવંતી નદીઓ અહીં સમુદ્રને મળે છે. અિહીંનો દરિયાકિનારો વિશાળ અને ઊજળો છે, ઘણા પ્રવાસીઓ ચોરવાડ કરતાં માધવપુરના દરિયા-કિનારાને વધુ પસંદ કરે છે, અહીંના સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈ મુગ્ધ થઈ જવાય છે.
પ્રશ્ન 3.
‘દ્વારકા’ વિશે ચાર-પાંચ વાક્ય લખો.
ઉત્તર :
દ્વારકા હિંદુઓનાં ચાર યાત્રાધામોમાંનું એક છે. તે ભગવાન શ્રીકૃષણે વસાવ્યું હતું. દ્વારકામાં દ્વારકાધીશનું મંદિર છે. 60 મીટર ઊંચું પાંચ માળનું આ વિશાળ મંદિર 60 સ્તંભો પર ઊભું છે. મંદિરના ગર્ભગૃહમાં દ્વારકાધીશની 1 મીટર ઊંચી મૂર્તિ છે. આદિ કાંકરાચાર્યે સ્થાપેલો શારદાપીઠ આશ્રમ નજીકમાં જ આવેલો છે. અહીં બીજાં અનેક મંદિરો અને ધર્મશાળાઓ છે.
પ્રશ્ન 4.
દાંડી શા માટે પ્રખ્યાત હતી ?
ઉત્તર :
અંગ્રેજોએ મીઠા પર વેરો નાખ્યો હતો. ગાંધીજીએ દાંડીના સમુદ્ર કિનારે જઈ એક મુઠ્ઠી મીઠું લઈને સત્યાગ્રહ કર્યો હતો અને વેરી નાખવાના કાયદાને પડકાર્યો હતો. માટે દાંડી પ્રખ્યાત છે.
પ્રશ્ન 5.
આ પાઠમાં ગુજરાતના દરિયાકાંઠાનાં કયાં-કયાં સ્થળોનો ઉલ્લેખ થયો છે ?
ઉત્તર :
આ પાઠમાં સોમનાથ, માંડવી, માધવપુર, તીથલ, ચોરવાડ, દ્વારકા-બેટ, પોરબંદર વગેરે જેવાં ગુજરાતના દરિયાકાંઠાનાં સ્થળોનો ઉલ્લેખ થયો છે.
2. નીચેના પ્રશ્નોના ઉત્તર વિચારીને લખો :
પ્રશ્ન 1.
તમારા જિલ્લામાંથી કઈ-કઈ નદીઓ પસાર થાય છે ?
ઉત્તર :
હું ભરૂચ જિલ્લામાં રહું છું, મારા જિલ્લામાંથી ગુજરાતની સૌથી મોટી નદી નર્મદા પસાર થાય છે. ઉપરાંત ઓરસંગ, કરજણ, અમરાવતી તથા ભૂખી નદી પણ આ જિલ્લામાંથી પસાર થાય છે.
પ્રશ્ન 2.
આ નદીઓના કિનારે કયાં-કયાં જોવાલાયક સ્થળો આવેલાં છે ?
ઉત્તર :
નર્મદા નદીને કિનારે આવેલાં જોવાલાયક સ્થળો : ચાંદોદ, કરનાળી, નારેશ્વર અને શુકલતીર્થ જેવાં પ્રસિદ્ધ તીર્થસ્થળો, કબીરવડ, નવાગામ પાસે સરદાર સરોવર, ભાડભૂત, અંક્લેશ્વર વગેરે.
પ્રશ્ન 3.
આ સ્થળો પૈકી કોઈ પણ બે સ્થળોની વિશેષતા લખો.
ઉત્તર :
મારા જિલ્લાનાં બે સ્થળોની વિશેષતા નીચે મુજબ છે :
1. શુકલતીર્થ : આ ભરૂચથી 16 કિલોમીટર દૂર આવેલું છે. શુકલતીર્થનું પ્રાકૃતિક સૌંદર્ય માણવા જેવું છે. અહીં દર કાર્તિકી પૂર્ણિમાએ મેળો ભરાય છે. અહીં શિવજીનું પૌરાણિક મંદિર આવેલું છે.
2. કબીરવડ: શુકલતીર્થ નજીક, નર્મદા નદીના પટની મધ્યમાં કબીરવડ આવેલો છે. એવી માન્યતા છે કે કબીરજીગ્ને ફેંકી દીધેલા વડના દાતણમાંથી આ વિશાળ વડ થયો છે. તે આશરે 600 વર્ષ જૂનો છે.
પ્રશ્ન 4.
આ સ્થળો તમારી શાળાથી કેટલા અંતરે આવેલાં છે ?
ઉત્તર :
મારી શાળાનું નામ નિકોરા પ્રા. પંચાયતી શાળા છે. આ સ્થળો મારી શાળાએથી લગભગ 10થી 15 કિમીના અંતરે આવેલાં છે.
પ્રશ્ન 5.
ગુજરાતીઓ ‘દરિયાખેડુ’ શા માટે કહેવાય છે ?
ઉત્તર :
ગુજરાતીઓ કઈ મોસમમાં ક્યાંથી ક્યાં જવાય, કયા દરિયાકિનારે રેતીના વિશાળ પટ છે, કયા સ્થળના દરિયાકિનારાથી ઊંડાણ શરૂ થઈ જાય વગેરે રીતે દરિયાને ઓળખે છે, દરિયાને પૂજે છે, માટે ગુજરાતીઓ ‘દરિયાખેડુ’ કહેવાય છે.
3. શિક્ષકની મદદથી નીચેના ફકરાનું શ્રુતલેખન કરો :
પ્રશ્ન 1.
શિક્ષકની મદદથી નીચેના ફકરાનું શ્રુતલેખન કરો :
“માધવપુર સૌરાષ્ટ્રના ………. મુગ્ધ થઈ જવાય છે.”
ઉત્તર :
માધવપુર સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે. અહીં સદીએસદીએ મહાન સંતો આવ્યા છે. અહીં સીઓ જુનાં ઝાડ છે : અાંબલી, રાયણ, નાળિયેરી, બેશુમાર છે, પપૈયાં છે, અહીંના પોપટ પણ પપૈયા જેવા તાજામાજા છે. અહીં રુકિમણી-શ્રીકૃષ્ણનાં લગ્ન દર વર્ષે ઉજવાય છે, ભવનાથે અને તરણેતરની જેમ અહીંનો મેળો જાણીતો છે, અહીં ભાદર, ઓઝત અને મધવંતી નદીઓ સમુદ્રને મળે છે.
આખા ઘેડ વિસ્તારને હરિયાળો અને ફળદ્રુપ રાખે છે. અહીંનો દરિયાકિનારો વિશાળ અને ઊજળો છે. ઘણા પ્રવાસીઓ ચોરવાડ કરતાં માધવપુરના દરિયાકિનારાને વધુ પસંદ કરે છે. ત્યાંના સૂર્યોદય અને સૂર્યાસ્ત જોઈ મુગ્ધ થઈ જવાય છે. નોંધ : વિધાર્થીઓએ શિક્ષકની મદદથી આ ફકરાનું શ્રુતલેખન (બોલાયેલું સાંભળીને લખવું) કરવાનું છે.
4. નીચેનાં વાક્યોમાંથી નામપદ અને ક્રિયાપદ શોધી અલગ દર્શાવો :
પ્રશ્ન 1.
મહારાજ ઝાડ પરના માંચડે બેઠા હતા.
ઉત્તર :
નામપદ : મહારાજ, ઝાડ, માંચડે
ક્રિયાપદ : બેઠા હતા.
પ્રશ્ન 2.
પહેલવાન હસી પડ્યો.
ઉત્તર : નામપદ : પહેલવાન
ક્રિયાપદ : હસી પડ્યો.
પ્રશ્ન 3.
લાકડામાંથી રમકડાં અને કાંસકી પણ બને છે.
ઉત્તર :
નામપદ : લાકડા, રમકડાં, કાંસકી
ક્રિયાપદ : બને છે.
પ્રશ્ન 4.
કનુ શરમાઈ ગયો.
ઉત્તર :
નામપદ : કનું
ક્રિયાપદ : શરમાઈ ગયો.
પ્રશ્ન 5.
મેં વાડીમાં રીંગણી વાવી છે.
ઉત્તર :
નામપદ : વાડી, રીંગણી
ક્રિયાપદ : વાવી છે.
5. પાઠમાં આવતા ‘સ’-થી શરૂ થતા પાંચ શબ્દોની યાદી તૈયાર કરી આ શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો.
પ્રશ્ન 1.
પાઠમાં આવતા ‘સ’-થી શરૂ થતા પાંચ શબ્દોની યાદી તૈયાર કરી આ શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો.
ઉત્તર :
પાઠમાં આવતા ‘સથી’ શરૂ થતા પાંચ શબ્દોઃ સોમનાથ, સમિતિ, સુભાષિત, સિંધુ, સૌરાષ્ટ્ર
શબ્દકોશના ક્રમમાં શબ્દોની ગોઠવણી : સમિતિ, સિંધુ, સુભાષિત, સોમનાથ, સૌરાષ્ટ્ર
6. તમે તમારાં માતા-પિતા, ભાઈ-બહેન, મામાની સાથે ક્યાંય ગયાં હશો, તેને આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો :
પ્રશ્ન 1.
તમે પ્રવાસમાં કોણ-કોણ ગયાં હતાં ?
ઉત્તર :
પ્રવાસમાં હું, મારી નાની બહેન અને મારા પપ્પા-મમ્મી ગયાં હતાં.
પ્રશ્ન 2.
તમે કઈ ઋતુમાં ગયાં હતાં ?
ઉત્તર :
અમે શિયાળાની ઋતુમાં પ્રવાસમાં ગયાં હતાં.
પ્રશ્ન 3.
પ્રવાસે જવા કેટલા વાગે નીકળ્યાં હતાં ?
ઉત્તર :
પ્રવાસમાં જવા અમે સવારે 4:00 વાગ્યે નીકળ્યાં હતાં.
પ્રશ્ન 4.
જતાં પહેલાં તમે શી તૈયારી કરી હતી ?
ઉત્તર :
પ્રવાસમાં જતાં પહેલાં અમે નીચે મુજબની તૈયારી કરી હતી :
- અમે પ્રવાસમાં લઈ જવા માટેની વસ્તુઓની યાદી બનાવી હતી.
- અગાઉથી રેલવેમાં ટિકિટનું બુકિંગ કરાવ્યું હતું.
- રાત્રિરોકાણ માટે હોટલમાં બુકિંગ કરાવ્યું હતું.
- ત્યાંના હવામાનની તપાસ પણ કરાવી હતી.
પ્રશ્ન 5.
સામાનમાં સાથે શું-શું લઈ ગયાં હતાં ?
ઉત્તર :
અમે નીચે મુજબનો સામાન સાથે લઈ ગયા હતાં જરૂર મુજબનાં કપડાં, ચપ્પ, બેટરી, મોબાઈલ, રોડ એટલાસ, પીવાના પાણીની બોટલ, ગ્લાસ, ATM કાર્ડ્સ, ગરમ કપડાં, નાસ્તો, ટોપી, “ચમાં વગેરે.
પ્રશ્ન 6.
વચ્ચે કયાં-કયાં સ્થળો આવ્યાં હતાં ?
ઉત્તર :
પીવાનું પાણી અમે ઘેરથી, બે-ત્રણ જગ જેટલું સાથે – લીધું હતું. જમવામાં અમે એક ટેક ઇંટ્સનો ઉપયોગ કરવાનું વિચાર્યું હતું અને બપોરનું ભોજન સારી હોટલમાં લેવાનું નક્કી કર્યું હતું.
પ્રશ્ન 7.
મુસાફરીમાં કેટલો સમય લાગ્યો હતો ?
ઉત્તર :
માઉન્ટ આબુ રાજસ્થાનનું પ્રસિદ્ધ હિલસ્ટેશન છે. ‘વિસામો અને રાત્રિરોકાણની અર્થી સુંદર વ્યવસ્થા છે. અમે હોટલ સનસેટમાં રોકાયા હતાં. તે પંચતારક હોટલ હતી.
પ્રશ્ન 8.
પીવાના પાણી અને જમવાની શી વ્યવસ્થા કરી હતી ?
ઉત્તર :
અમે અમદાવાદથી કલોલ, મહેસાણા, ઊંઝા, સિદ્ધપુર અને પાલનપુર થઈ આબુ રોડ પહોંચ્યાં. ત્યાંથી માઉન્ટ આબુ ગયાં.
પ્રશ્ન 9.
વિસામો અને રાત્રિરોકાણ કયાં સ્થળોએ કર્યું હતું ?
ઉત્તર :
અમને મુસાફરીમાં કુલ છ કલાક લાગ્યા. અમદાવાદથી આબુ રોડ સુધી અમે રેલવેમાં ગયો, આબુ રોડથી અમે રાજસ્થાન પરિવહનની બસમાં બેસીને આબુ પર્વત પહોંચ્યા.
પ્રશ્ન 10.
તમે ત્યાં શું-શું જોયું ?
ઉત્તર :
માઉન્ટ આબુમાં અમે બે રાત્રિ અને ત્રણ દિવસ રોકાયાં. અહીં અમે નખીલેક, ટોડરોક, સનસેટ, દેલવાડાનાં દેરાં, અચલગઢ, બ્રહ્માકુમારી વિશ્વવિદ્યાલય વગેરે સ્થળો જોયાં, અમે ત્યાં પર્વતારોહણ પણ કર્યું. સનસેટ પોઇન્ટ પર ખૂબ મજા આવી.
પ્રશ્ન 11.
તમને આ પ્રવાસ કેવો લાગ્યો ?
ઉત્તર :
અમને આ પ્રવાસ ખૂબ સરસ લાગ્યો, પ્રવાસમાંથી ઘણુંબધું જાણવા-શીખવાનું મળ્યું. મેં મારી પ્રવાસની ડાયરીમાં વિગતો નોંધી છે. નાની બહેને ફોટોગ્રાફી કરી. આ પ્રવાસ અમને અભ્યાસમાં ઉપયોગી પુરવાર થશે.
Std 6 Gujarati Textbook Solutions Chapter 13 સાગરકાંઠાનો પ્રવાસ Additional Important Questions and Answers
ભાષાસજતા
સમાનાર્થી શબ્દો આપો :
- પ્રવાસ – મુસાફરી
- સિવુ – દરિયો
- ઉર – હૃદય
- અમી – અમૃત
- વિનંતી – પ્રાર્થના
- પર્વત – પહાડ
- યાત્રી – મુસાફર
- દ્વાર બારણું
- જળ – પાણી
- કાંઠો – કિનારો, તટ
વિરુદ્ધાર્થી શબ્દો આપોઃ
- જાહેર × ખાનગી
- અપમાન × માન, સન્માન
- આશીર્વાદ × શાપ
- પસંદ × નાપસંદ
- સૂર્યોદય × સૂર્યાસ્ત
- પ્રાચીન × અર્વાચીન
- શ્રદ્ધા × અંધશ્રદ્ધા
- ઉપકાર × અપકાર
- પુણ્ય × પાપ
નીચેના શબ્દોની જોડણી સુધારીને ફરીથી લખો:
- સમીતિ – સમિતિ
- વીનંતી – વિનંતી
- સૂભાશિત – સુભાષિત
- પ્રતિનીધી – પ્રતિનિધિ
- આર્શિવાદ – આશીર્વાદ
- રદય – હૃદય
- બેસૂમાર – બેશુમાર
- પરિાણીક – પૌરાણીક
- શુધ્ધા – શ્રદ્ધા
- દરીયાવદીલ – દરિયાવદિલ
નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો:
પ્રશ્ન 1.
નદી, ભવ્ય, દરિયો, તીથલ, પ્રવાસ, ફળદ્રુપ
ઉત્તર :
તીથલ, દરિયો, નદી, પ્રવાસ, ફળદ્રુપ, ભવ્ય
પ્રશ્ન 2.
રંગ, બેશુમાર, લોથલ, સુભાષિત, હરિયાળું, વૃંદાવન
ઉત્તર :
બેશુમાર, રંગ, લોથલ, વૃંદાવન, સુભાષિત, હરિયાળું
પ્રશ્ન 3.
સૂર્યોદય, શ્રદ્ધા, શાપ, શુભેચ્છા, સુભાષિત, શિક્ષક
ઉત્તર :
શાપ, શિક્ષક, શુભેછો, શ્રદ્ધા, સુભાષિત, સૂર્યોદય
નીચેનાં વાક્યોના કાળ ઓળખાવોઃ
પ્રશ્ન 1.
- આપણે દીવથી દાંડી સુધી નૌકાનો પ્રવાસ કરીશું.
- એ કાવ્ય ભવનાથના સાગર કિનારે રચાયેલું.
- ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ગાંધીજી ઈંગ્લેન્ડ ગયા હતા.
- માધવપુર સૌરાષ્ટ્રના સાગરકાંઠાનું વૃંદાવન છે.
- રસ્તામાં મેં તમને એક લેખ વાંચી સંભળાવ્યો હતો.
- આજે તો વર્ગના પ્રતિનિધિ સિંધુનો જ જન્મદિવસ છે.
- મોટા થાઓ પછી જજો.
- છેલ્લે માપણે આબુ-અંબાજી ગયા હતા.
ઉત્તરઃ
- ભવિષ્યકાળ
- ભૂતકા
- ભૂતકાળ
- વર્તમાનકાળ
- ભૂતકાળ
- વર્તમાનકાળ
- ભવિષ્યકાળ
- ભૂતકાળ
નીચેના વાક્યોમાંથી નામપદ અને ક્રિયાપદ અલગ તારવો.
પ્રશ્ન 1.
સિંધુને શુભેચ્છા આપી.
ઉત્તર :
નામપદ : સિંધુ, શુભેચ્છા
ક્રિયાપદ : આપી
પ્રશ્ન 2.
ગાંધીજી દરિયાવદિલ હતા.
ઉત્તર :
નામપદ : ગાંધીજી, દરિયાવદિલ
ક્રિયાપદ : હતા
પ્રશ્ન 3.
રૈવતી વિદ્યાર્થીઓને મીઠાઈ વહેંચતી હતી.
ઉત્તર :
નામપદ : રેવતી, વિદ્યાર્થીઓ, મીઠાઈ
ક્રિયાપદ : વહેંચતી હતી
પરીક્ષાલક્ષી વિશેષ પ્રશ્નોત્તર
નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપો :
પ્રશ્ન 1.
વર્ગશિક્ષક સોમનાથભાઈએ કયા ત્રણ વિદ્યાર્થીઓની સમિતિ નીમી હતી ?
ઉત્તર :
વર્ગશિક્ષક સૌમનાથભાઈએ રેવતી, વરુણ અને સિંધુ જેવા ત્રણ વિદ્યાર્થીઓની સમિતિ નીમી હતી.
પ્રશ્ન 2.
સિંધુએ પોતાના જન્મદિવસે બધાને શું ખવડાવ્યું?
ઉત્તર :
સિંધુએ પોતાના જન્મદિવસે બધાને સુખડી ખવડાવી.
પ્રશ્ન 3.
પર્વતની ઊંચાઈ જોનારે શેના ઊંડાણ વિશે જાણવું જોઈએ?
ઉત્તર :
પર્વતની ઊંચાઈ જોનારે સમુદ્રના ઊંડાણ વિશે જાણવું જોઈએ.
પ્રશ્ન 4.
ગાંધીજી કઈ પરિષદમાં ભાગ લેવા માટે ઇંગ્લેન્ડ ગયા હતા ?
ઉત્તર :
ગાંધીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા માટે ઇંગ્લેન્ડ 1 ગયા હતા.
પ્રશ્ન 5.
‘સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ!’ – આ ગીત બાપુ માટે કોણે ગાયેલું?
ઉત્તર :
‘સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ !’ – આ ગીત બાપુ માટે કવિશ્રી ઝવેરચંદ મેઘાણીએ ગાયેલું.
પ્રશ્ન 6.
સોમનાથના પ્રભાસક્ષેત્રમાંથી શું મળી આવેલું?
ઉત્તર :
સોમનાથના પ્રભાસક્ષેત્રમાંથી મનુષ્યની પ્રાચીનમાં પ્રાચીન ખોપરી મળી આવેલી.
પ્રશ્ન 7.
‘સાગરકાંઠાનો પ્રવાસ’ પાઠમાં કવિ કાંતની કઈ કાવ્યપંક્તિનો ઉલ્લેખ થયો છે?
ઉત્તર :
‘સાગરકાંઠાનો પ્રવાસ’ પાઠમાં કવિ કાન્તની ‘આજ’ ‘મહારાજ જલ પ૨ ઉદય જોઈને’ – આ કાવ્યપંક્તિનો ઉલ્લેખ થયો છે.
પ્રશ્ન 8.
અલંગ શેના માટે વિશ્વવિખ્યાત છે?
ઉત્તર :
અલંગ વહાણ તોડવાના કેન્દ્ર તરીકે વિશ્વવિખ્યાત છે.
પ્રશ્ન 9.
ઝૂલેલાલનાં ગીતો કોણ ગાય છે?
ઉત્તર :
લેલાલનાં ગીતો સિંધીઓ ગાય છે.
કૌસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી નીચેની ખાલી જગ્યા પૂરો:
પ્રશ્ન 1.
- વર્ગશિક્ષક સોમનાથભાઈએ વિદ્યાર્થીઓની સમિતિ નીમી હતી. (ત્રાસ, ચાર)
- સોમનાથભાઈએ સિંધુને તેના જન્મદિવસ નિમિત્તે ………….. આપી. (ચૉકલેટ, શુભેજ, ભેટ)
- ગોળમેજી પરિષદમાં ભાગ લેવા માટે ……………. ઇંગ્લેન્ડ ગયા હતા. (વલ્લભભાઈ પટેલ, સુભાષચંદ્ર બોઝ, ગાંધીજી
- કચ્છમાં ………….. સરોવર આવેલું છે. (નળ, નારાયજ્ઞ, ઢેબર)
- માધવપુર ……………… ના સાગરકાંઠાનું વૃંદાવન છે. (સૌરાષ્ટ્ર, વલસાડ, કચ્છ)
- સુદામા અને …………… નું વતન પોરબંદર છે. (ગાંધીજી, કૃષ્ણ, જવાહરલાલ નહેરુ)
- સોમનાથનું પ્રભાસક્ષેત્ર મનુષ્યના ………….. નિવાસનું કેન્દ્ર છે. (અધતન, પુરાતન, આધુનિક)
- ‘આજ મહારાજ જલ પર ઉદય જોઈને’ – કવિ કાંતનું આ કાવ્ય ……………… ના સાગરકિનારે રચાયેલું. (તીથલ, સોમનાથ, ભવનાથ)
ઉત્તર :
- ત્રણ
- શુભેચ્છા
- ગાંધીજી
- નારાયણ
- સૌરાષ્ટ્ર
- ગાંધીજી
- પુરાતન
- ભવનાથ
નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો :
પ્રશ્ન 1.
સોમનાથભાઈ કયા વિષયના શિક્ષક હતા?
A. ગુજરાતી
B. હિન્દી
C. વિજ્ઞાન
D. ભૂગોળ
ઉત્તર :
D. ભૂગોળ
પ્રશ્ન 2.
શિક્ષક સોમનાથભાઈના વર્ગમાં કોનો જન્મદિવસ હતો?
A. રેવતી
B. વરુણ
C. સિધુ
D. સોહમ
ઉત્તર :
C. સિધુ
પ્રશ્ન 3.
ગોળમેજી પરિષદમાં ભાગ લેવા ગાંધીજી ક્યાં ગયા હતા ?
A. ઇંગ્લેન્ડ
B. અમેરિકા
C. ઑસ્ટ્રેલિયા
D. જાપાન
ઉત્તર :
A. ઇંગ્લેન્ડ
પ્રશ્ન 4.
‘સાગર પીનારા અંજલિ નવ ઢોળજો બાપુ !’ – આ ગીત ઝવેરચંદ મેઘાણીએ કોના માટે ગાયું હતું?
A. જવાહરલાલ નહેરુ માટે
B. સરદાર વલ્લભભાઈ પટેલ માટે
C. સ્વામી વિવેકાનંદ માટે
D. ગાંધીજી માટે
ઉત્તર :
D. ગાંધીજી માટે
પ્રશ્ન 5.
નારાયણ સરોવર ક્યાં આવેલું છે?
A. કચ્છ
B. અમદાવાદ
C. ભાવનગર
D. વડોદરા
ઉત્તર :
A. કચ્છ
પ્રશ્ન 6.
માધવપુરમાં કોનાં લગ્ન દર વર્ષે ઉજવાય છે?
A. રામ – સીતાનાં
B. રુક્મિણી – શ્રીકૃષ્ણનાં
C. શિવ – પાર્વતીનાં
D. અર્જુન – સુભદ્રાનાં
ઉત્તર :
B. રુક્મિણી – શ્રીકૃષ્ણનાં
પ્રશ્ન 7.
સોમનાથના કયા વિસ્તારમાંથી મનુષ્યની પ્રાચીનમાં પ્રાચીન ખોપરી મળી આવી છે?
અથવા
સોમનાથનું કયું ક્ષેત્ર મનુષ્યના પુરાતન નિવાસનું કેન્દ્ર છે ?
A. પ્રભાસ
B. પાટણ
C. સિદ્ધપુર
D. ઉજ્જૈન
ઉત્તર :
A. પ્રભાસ
પ્રશ્ન 8.
‘આજ મહારાજ જલ પર ઉદય જોઈને’ – કાવ્યની રચના કરનાર કવિનું નામ જણાવો.
A. રાજેન્દ્ર શાહ
B. ઉમાશંકર જોશી,
C. કલાપી
D. કાન્ત
ઉત્તર :
D. કાન્ત
પ્રશ્ન 9.
સિન્ધીઓ કોનાં ગીત ગાય છે ?
A. ફૂલેલાલનાં
B. પ્યારેલાલનાં
C. મદનલાલનાં
D. મોહનલાલનાં
ઉત્તર :
A. ફૂલેલાલનાં
પ્રશ્ન 10.
ઝૂલેલાલ કોનો અવતાર ગણાય છે?
A. અગ્નિદેવનો
B. વરુણદેવનો
C. નાગદેવનો
D. મહાદેવનો
ઉત્તરઃ
B. વરુણદેવનો
પ્રવૃત્તિઓ
પ્રશ્ન 1.
ગુજરાતના દરિયાકાંઠે આવેલાં જોવાલાયક સ્થળોની વિશેષતા અને મહત્ત્વ વિશે ચર્ચા કરો તથા દરેક સ્થળ વિશે એક-બે વાક્યો લખો.
ઉત્તર :
- ભાવનગર : દરિયાકિનારે ગોપનાથનું ભવ્ય શિવમંદિર આવેલું છે. શ્રાવણ માસમાં અહીં મેળો ભરાય છે.
- જામનગર : આ સૌરાષ્ટ્રનું પેરિસ ગણાય છે. પિરોટન ટાપુને લીધે વિશ્વપ્રસિદ્ધ છે,
- દ્વારકાઃ હિન્દુઓનાં ચાર યાત્રાધામ પૈકીનું એક છે.
- સોમનાથ : બાર જયોતિર્લિંગોમાંનું પ્રથમ જયોતિર્લિંગ છે. હિરણનદી અને સમુદ્રનો સંગમ પવિત્ર ગણાય છે.
- કોટેશ્વર : નારાયણ સરોવરથી 2 કિમી દૂર દરિયાકિનારે કોટેશ્વરનું ભવ્ય શિવમંદિર છે.
- માંડવી : મહત્ત્વનું બંદર છે. વિજયવિલાસ પેલેસ તથા પવનચક્કીને કારણે પ્રખ્યાત છે.
- મુન્દ્રા : બંદર છે. અહીં ખારેકના બગીચા છે.
- કંડલા : ગુજરાતનું એકમાત્ર મહાબંદર છે.
- ઉભરાટ : નવસારી જિલ્લામાં આવેલું ઉભરાટ બીચને લીધે પ્રખ્યાત છે.
- તીથલઃ વલસાડ જિલ્લામાં આવેલું તીથલ સમુદ્રતટ-બીચથી. પ્રખ્યાત છે. હવાખાવાનું સ્થળ છે.
પ્રશ્ન 2.
ઉપર્યુક્ત વાક્યો પરથી ફકરો બનાવી યોગ્ય શીર્ષક આપો. આ ફકરાનું વર્ગમાં અને પ્રાર્થનાસભામાં વાચન કરો.
ઉત્તરઃ
માાં મનગમતાં પ્રવાસસ્થળો
ગુજરાત અનેક રીતે વિશિષ્ટ રાજય છે, ભારતનાં અન્ય રાજ્યોને મુકાબલે સૌથી લાંબો દરિયાકિનારો ગુજરાતને મળ્યો છે. તેથી ભાવનગર, જામનગર, દ્વારકા, સોમનાથ, કોટેશ્વર, માંડવી, કંડલા, ઉભરાટ અને તીથલ જેવાં સુંદર દરિયાકિનારાનાં સ્થળો ગુજરાતમાં છે. ભાવનગર ગોપનાથના ભવ્ય શિવમંદિરથી તો જામનગર પિરોટન ટાપુથી પ્રખ્યાત છે. હિન્દુઓનાં ચાર પવિત્ર યાત્રાધામોમાં દ્વારકાનો સમાવેશ થાય છે. બાર જ્યોતિલિંગોમાંનું પ્રથમ જયોતિર્લિંગ સોમનાથ છે.
નારાયણ સરોવરથી 2 કિમી દૂર દરિયાકિનારે કોટેશ્વરનું ભવ્ય શિવમંદિર છે, માંડવી મહત્ત્વનું બંદર છે. તે વિજયવિલાસ પેલેસ અને પવનચક્કીને કારણે પ્રખ્યાત છે, મુન્દ્રા પણ બંદર છે. મુન્દ્રામાં ખારેકના બગીચાઓ છે. ગુજરાતનું એકમાત્ર મહાબંદર કંડલા છે, નવસારી જિલ્લામાં આવેલું ઉભરાટ બીચને લીધે પ્રખ્યાત છે. તીથલ પણ હવાખાવાનું સ્થળ છે. તીથલનો સમુદ્રતટ – બીચ સહેલાણીઓમાં આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
2. તમારા જિલ્લાનો નકશો જુઓ અને તેનો અભ્યાસ કરો.
3. ‘આપણાં જોવાલાયક સ્થળો’ અને ‘આપણાં યાત્રાધામો’ જેવા પુસ્તકો મેળવીને વાંચો.
4. તમારા જિલ્લાનાં જોવાલાયક સ્થળો વિશે માહિતી મેળવી લખો.
સાગરકાંઠાનો પ્રવાસ Summary in Gujarati
સાગરકાંઠાનો પ્રવાસ પાઠ-પરિચય :
આ એક પ્રવાસકથા છે. ગુજરાતને આશરે 1600 કિલોમીટર જેટલો લાંબો દરિયાકિનારો મળ્યો છે. અંગ્રેજોના આગમનથી લઈ અનેક ઐતિહાસિક કથા સાગરકાંઠે બની છે, અ’ માધવપુર, દ્વારકા, સોમનાથ, દીવ, દાંડ, માંડવી જેવાં દરિયાકાંઠે આવેલાં જાતાં સ્થળોનું રસપ્રદ શૈલીમાં વર્ણન કરવા આવ્યું છે. પ્રસ્તુત એકમ દ્વારા આપને ગુજરાતના દરિયાકાંઠા વિશેષતાઓનો પરિચય મળે છે. સાથે-સાથે ભવિષ્ય માં કરવાના પ્રવાસો, એના આયોજન માટે પ્રશ્ન માર્ગદર્શન મળે છે.
રૂઢિપ્રયોગો: અર્થ અને વાક્યપ્રયોગ
દરિયાવદિલ હોવું – ઉદાર દિલવાળા ઘેવું
વાક્ય : દુનિયામાં બધા જ માણસો દરિયાવદિલના હોતા નથી.
અમી વાદળી ઊઠવી – કૃપા થવી, મહેર થવી
વાક્ય : વરસાદની અમી વાદળી ઊઠી અને ખેડૂતોની ચિંતા દૂર થઈ.
સાગરકાંઠાનો પ્રવાસ શબ્દાર્થ :
- સમિતિ – મંડળી
- સિન્ધ – સમુદ્ર
- ઉર – હૃદય
- અમી – અમૃત, મીઠાશ
- તાસ – શાળાના વર્ગનો નિયત સમય, પિરિયડ
- મુક્તક – પૂર્ણ અર્થવાળો સ્વતંત્ર શ્લોક
- શુભેચ્છા – શુભ થાઓ એવી ઇચ્છા
- પ્રતિનિધિ – ને બદલે, ના તરફથી કામ કરવા નિયુક્ત થયેલો માણસ
- મોહનથાળ – એક પ્રકારનું મિષ્ટાન્ન
- અભિપ્રાય – મત
- અંજલિ – ખોબો
- દરિયાવદિલ – ઉદારદિલ
- શાપ – બદદુવા
- વહાણ – નાવ
- લેખ – લખાણ, લખેલું તે
- બેશુમાર – બેહદ
- મુગ્ધ – મોહ પામેલું પૌરાણિકપુરાણને લગતું પુરાતન પ્રાચીન
- દ્વાર – બારણું
- મોસમ – તુ
- નોખું – જુદું, અલગ
- ઝૂલેલાલ – દરિયાદેવ
- વરુણદેવ – પાણીનો અધિષ્ઠાતા દેવ
- અવતાર – જન્મ, દેહધારણ, પૃથ્વી પર અવતરેલા દેવ કે ઈશ્વર
- દરિયાલાલ – દરિયાનો દેવ