Class 6 Gujarati Textbook Solutions Chapter 12 રાવણનું મિથ્યાભિમાન

Gujarat Board GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 12 રાવણનું મિથ્યાભિમાન Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 6 Gujarati Textbook Solutions Chapter 12 રાવણનું મિથ્યાભિમાન

Class 6 Gujarati Textbook Solutions Chapter 12 રાવણનું મિથ્યાભિમાન Textbook Questions and Answers

અભ્યાસ

1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પનો ક્રમઅક્ષર પ્રશ્નની સામે આપેલા [ ] માં લખો :

પ્રશ્ન 1.
સીતાના સ્વયંવરમાં મૂકેલ ધનુષ્યનું નામ શું હતું ?
(ક) ચુંબક
(ખ) ગાંડીવ
(ગ) પરાશર
(ઘ) અનુષ્કા
ઉત્તર :
(ક) ચુંબક

પ્રશ્ન 2.
સીતા સ્વયંવરમાં મૂકેલું ધનુષ્ય કોનું હતું ?
(ક) શિવનું
(ખ) કૃષ્ણનું
(ગ) રામનું
(ઘ) જનકનું
ઉત્તર :
(ક) શિવનું

પ્રશ્ન 3.
‘રાવણનું મિથ્યાભિમાન’ કાવ્યમાં આખરે રાવણ…
(ક) ઘવાયો
(ખ) દબાયો
(ગ) બેભાન થયો
(ઘ) મૃત્યુ પામ્યો
ઉત્તર :
(ખ) દબાયો

2. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક-એક વાક્યમાં આપો :

પ્રશ્ન 1.
સભામંડપમાં રાવણ કેવી રીતે બોલ્યો ?
ઉત્તર :
સભામંડપમાં રાવણ અભિમાન સાથે બોલ્યો.

Class 6 Gujarati Textbook Solutions Chapter 12 રાવણનું મિથ્યાભિમાન

પ્રશ્ન 2.
શિવ-ઉમિયાની સ્તુતિ કોણે કરી ?
ઉત્તર :
શિવ-ઉમિયાની સ્તુતિ સીતાજીએ કરી.

પ્રશ્ન 3.
રાવણ પોતાના હોઠ દાંત વડે શા માટે પાસે છે ?
ઉત્તર :
રાવણ પોતાના હોઠ દાંત વડે પીસે છે, કારણ કે એર કરવા છતાં ધનુષ્ય તેનાથી ઊપડતું નથી.

પ્રશ્ન 4.
જનકરાજાએ સ્વયંવર વખતે શી શરત મૂકી હતી ?
ઉત્તર :
જનકરાજાએ સ્વયંવર વખતે એ શરત મૂકી કે જે કોઈ સભામાં મૂકેલું શિવજીનું યંબક ધનુષ ઉઠાવીને તેની પ્રત્યંચા ચઢાવશે તેને સીતાજી વરમાળા પહેરાવશે.

પ્રશ્ન 5.
રાવણના મતે જનકરાજાને કોણ મારશે ?
ઉત્તર :
રાવણના મતે જનકરાજાને તેનો ભાઈ કુંભકર્ણ અને પુત્ર ઇંદ્રજિત મારશે.

સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :

પ્રશ્ન 1.
રાવણને પોતાનાં કયાં-કયાં પરાક્રમોનું અભિમાન હતું ?
ઉત્તર :
રાવણને પોતાના આ પરાક્રમોનું અભિમાન હતું : તેણે કૈલાસ પર્વત હલાવી નાખ્યો હતો ! તેણે ઘણા લોકોને કેદી બનાવ્યા હતા, મૈર, મંદરાચળ પર્વતને તે દડાની માફક ગોળ-ગોળ ફેરવતો. થાણવારમાં તે પૃથ્વીને ઊભી કરી નાખતો, આખા બ્રહ્માંડને તે ગોળ ફેરવતો. આમ, રાવણને પોતાના બળનું અભિમાન હતું.

પ્રશ્ન 2.
સીતાએ ભગવાન શિવને શી પ્રાર્થના કરી ?
ઉત્તર :
સીતા ભગવાન શિવને પ્રાર્થના કરે છે કે હે મહાદેવ ! દુ:ખને હરનારા ભગવાન શિવ ! મારી લાજ રાખજો. આજે તમારું ત્યંબક આ રાવણથી હાલવું જોઈએ નહિ.

પ્રશ્ન 3.
ધનુષ્ય ઉપાડવા જતાં રાવણની શી દશા થઈ ?
ઉત્તર :
ધનુષ્ય ઉપાડવા માટે રાવણ જેર કરવા લાગ્યો, પરંતુ યંબક હાલ્યું નહિ, તેની આંખો લાલ થઈ ગઈ, તેને પરસેવો વળી ગયો અને શ્વાસ ચઢી ગયો. છતાં ફરીથી બળ કરીને તે ધનુષ્ય ઊભું કરવા ગયો ત્યાં તેના હાથમાંથી ધનુષ્ય છટક્યું. તે જમીન ઉપર પડી ગયો અને સંબક તેની ઉપર પડ્યું. તે ધનુષ્યના ભારથી દબાઈ ગયો. તેના મુખમાંથી લોહી નીકળવા માંડ્યું.

Class 6 Gujarati Textbook Solutions Chapter 12 રાવણનું મિથ્યાભિમાન

પ્રશ્ન 4.
ધનુષ્ય નીચે દબાયેલા રાવણે જનકને શું કહ્યું ?
ઉત્તર :
ધનુષ્ય નીચે દબાયેલા રાવણે જનકને કહ્યું, હે જનક ! મને જલદીથી કાઢ, જે મારા પ્રાણ જશે તો મારો ભાઈ કુંભકર્ણ અને મારો પુત્ર ઈંદ્રજિત તને મારી નાખશે, મારા અસુરો તારા નગરનો નાશ કરીને મારું વેર લેશે. જો હું જીવતો પાછો જઈશ તો વધારે બળવાન થઈને નવો અવતાર પામીશ.

પ્રશ્ન 5.
રાવણ ઉપર ધનુષ્ય પડતાં શી દશા થઈ ?
ઉત્તર :
રાવણ ઉપર ધનુષ્ય પડતાં રાવણ નીચે પડ્યો અને ધનુષ્ય તેની ઉપર પડ્યું. આમ, રાવણ ધનુષ્ય નીચે દબાયો. તેના મોંમાંથી લોહી વહેવા માંડયું. તેના શરીરે ખૂબ પીડા થવા લાગી. જેથી તે પોતાને ધનુષ્ય નીચેથી કાઢવી બૂમો પાડવા લાગ્યો.

2. નીચેનાં પાત્રો વિશે બે-ત્રણ વાક્યો લખો :

પ્રશ્ન 1.
નીચેનાં પાત્રો વિશે બે-ત્રણ વાક્યો લખો :
1. રાવણ …………………
2. જનક ………………….
3. સીતા ………………….
4. રામ ……………………
5. કુંભકર્ણ ………………
6. ઇંદ્રજિત ……………..
ઉત્તર :
1. રાવણ રાવણ લંકાનો રાઝ હતો. તે ઘણો અભિમાની અને બળવાન રાજા હતો. તે અસુરોનો રાજા હતો. જનકરાજના દરબારમાં સીતાજીનો સ્વયંવર યોજાયો હતો ત્યાં પણ તે સ્વયંવરમાં ભાગ લેવા આવ્યો હતો.

2. જનક : જનકરાજા મિથિલાનગરીના રાજા હતા. સીતાજી તેમનાં પુત્રી હતાં, પુત્રીના લગ્ન માટે જનકરાજાએ સ્વયંવરનું આયોજન કર્યું હતું. જનકરાજાનું એક નામ વિદેહ પણ છે.

3. સીતા : સીતા જનકરાજાનાં પુત્રી હતાં, તેથી તેઓ જીનકી તરીકે પણ ઓળખાય છે. તેમના પિતાનું બીજું નામ વિદેહ હોવાથી તેઓ વૈદેહી તરીકે અને મિથિલાનગરીનાં રાજકુમારી હોવાથી મૈથિલી તરીકે પણ જાણીતા છે. તેમનાં લગ્ન ભગવાન શ્રીરામ સાથે.

4. રામ : રામ અયોધ્યાનગરીના રાજા દશરથના પુત્ર હતા. તેઓ રઘુના વંશજ હોવાથી રાઘવ તરીકે પણ ઓળખાય છે. તેમનાં લગ્ન સીતાજી સાથે થયાં હતાં. તેઓ ‘મર્યાદા પુરુષોત્તમ’ પણ કહેવાય છે.

5. કુંભકર્ણ કુંભકર્ણ રાવણનો નાનો ભાઈ હતો. તે છે મહિના સુધી સતત જાગતો રહેતો અને છ મહિના સુધી સતત ઊંધતો જ રહેતો. તેનો ખોરાક અમાપ હતો. તેનું શરીર પણ મહાકાય હતું.

6. ઈંદ્રજિત : ઈંદ્રજિત રાવણનો પુત્ર હતો. તે ઘણો બળવાન યોદ્ધો ગણાતો હતો. યુદ્ધમાં તેણે લક્ષ્મણને મૂછિત કર્યા હતા.

3. ‘સીતાસ્વયંવર’ વિશે વધુ માહિતી મેળવીને લખો.

પ્રશ્ન 1.
‘સીતાસ્વયંવર’ વિશે વધુ માહિતી મેળવીને લખો.
ઉત્તર :
રાજા જનકની પુત્રી સીતા જગદંબાનો અવતાર ગણાતી હતી, એટલે સીતાનો સ્વયંવર પણ અસામાન્ય હતો. દેશ-વિદેશમાંથી અસંખ્ય રાજકુમારો સીતાને પરણવાની ઇચ્છાથી મિથિલાનગરી આવ્યા હતા, જનકની શરત હતી કે શિવજીનું યંબક ધનુષ્ય જે શુરવીર ઉપાડે અને તેની પણછ ચડાવે તે મારી પુત્રીને પરણે, અનેક રાજાઓ, રાજકુમારોએ પ્રયત્ન કર્યો પણ સફળ થયા નહિ. રાવણે પણ. સ્વયંવરમાં ભાગ લીધો. પણ ધનુષ્ય ઉપાડી ન શકતાં એનું અભિમાન ઊતરી ગયું. છેલ્લે રાજા રામે ધનુષ્ય ઉપાડ્યું અને સીતાજીએ રામના ગળામાં વરમાળા પહેરાવી.

Class 6 Gujarati Textbook Solutions Chapter 12 રાવણનું મિથ્યાભિમાન

4. આ કાવ્યની પ્રસંગકથાનું વર્ણન તમારા શબ્દોમાં લખો.

પ્રશ્ન 1.
આ કાવ્યની પ્રસંગકથાનું વર્ણન તમારા શબ્દોમાં લખો.
ઉત્તર :
જનકરાજાએ પોતાની પુત્રી સીતાના ‘વયંવર’નું આયોજન કર્યું છે. સ્વયંવરમાં આવેલો રાવણ જનકરાજાને સ્વયંવરની શરત અંગે પૂછ્યું. તે વખતે જનકરાજાએ રાવણને ચુંબક નામનું ધનુષ્ય દેખાડયું અને કહ્યું કે જે આ ધનુષ્યની પ્રત્યંચા ચઢાવે તેને મારી કન્યા વરમાળા પહેરાવશે.

આવું સાંભળી રાવણ ખડખડાટ હસ્યો અને બોલ્યો કે, મેં કૈલાસ પર્વત હલાવ્યો. મેં બધા દેવોને કેદી બનાવ્યા. ક્ષણવારમાં આખી પૃથ્વી ઊંધી કરી નાખે એવી શક્તિ મારામાં છે. જો હું આખા બ્રહ્માંડને ગોળ-ગોળ ફેરવું તો પછી આ ધનુષ્યનો તો શું હિસાબ છે? શિવધનુષ્ય રાવણ ન ઉપાડી શકે તે માટે સીતાજી શંકર-પાર્વતીની સ્તુતિ કરે છે. રાવણ ધનુષ્ય ઉપાડી શકતો નથી અને પોતે ધનુષ્ય નીચે દબાઈ જય છે. ધનુષ્ય નીચેથી પોતાને બહાર કાઢવા તે જનકને વિનંતી કરે છે. તે કહે છે કે, હું મરી જઈશ તો કુંભકર્ણ અને ઇંદ્રતિ મારું વેર લેશે અને તમારા નગરનો નાશ કરશે.

5. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો :

પ્રશ્ન 1.
નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો :

 1. તત્કાળ – ………
 2. રક્ત – ………
 3. કંદુક – ………
 4. લોચન – ………
 5. ભૂષણ – ………
 6. નિશિચર – ………
 7. અધર – ………
 8. પુર – ………

ઉત્તર :

 1. તત્કાળ – તરત, શીઘ
 2. રક્ત – લોહી, રુધિર
 3. કંદુક – દડો
 4. લોચન – આંખ, નયન, નેત્ર
 5. ભૂષણ – ઘરેણું
 6. નિશિચર – રાક્ષસ
 7. અધર – નીચલો હોઠ, હોઠ
 8. પુર – નગર.

6. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો :
મેરુ, ચાપ, ભૂષણ, અભિમાન, નિશિચર

પ્રશ્ન 1.
નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો :
મેરુ, ચાપ, ભૂષણ, અભિમાન, નિશિચર
ઉત્તર :
શબ્દકોશના ક્રમમાં શબ્દોની ગોઠવણી : અભિમાન, ચાપ, નિશિચર, ભૂષણ, મેરુ

Class 6 Gujarati Textbook Solutions Chapter 12 રાવણનું મિથ્યાભિમાન

Std 6 Gujarati Textbook Solutions Chapter 12 રાવણનું મિથ્યાભિમાન Additional Important Questions and Answers

ભાષાસજ્જતા.

સમાનાર્થી શબ્દો આપોઃ

 • આભૂષણ – અલંકાર, ઘરેણાં (વચન – બોલ)
 • સ્તુતિ – પ્રાર્થના
 • સંક્ટ – દુઃખ, આપત્તિ
 • કર – હાથ
 • દષ્ટિ – નજર
 • તન – શરીર
 • નિર્ધાર – નિશ્ચય

વિરુદ્ધાર્થી શબ્દો આપોઃ

 • અભિમાન × નિરાભિમાન
 • સત્ય × અસત્ય
 • બળિયો × નિર્બળ
 • ઊંધી × સીધી
 • નિસ્તેજ × તેજવી
 • શૂરવીર × કાયર
 • પૂર્ણ × અપૂર્ણ
 • અસુર × સુર
 • વેર × અવેર

Class 6 Gujarati Textbook Solutions Chapter 12 રાવણનું મિથ્યાભિમાન

નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો:

 • ચબંક – ચંબક
 • ધન્શ્ય – ધનુષ્ય
 • બળીયો – બળિયો
 • ભ્રમાંડ – બ્રહ્માંડ
 • આભુશણ – આભૂષણ
 • સૂતી – સ્તુતિ
 • દી – દૈષ્ટિ
 • નીસતેજ – નિસ્તેજ
 • નીશિચર – નિશિચર

નીચેના શબ્દો માટે કાવ્યમાં વપરાયેલા શબ્દો લખોઃ

 • તે જ સમયે – તત્કાળ
 • પાર્વતી – ઉમિયા
 • આબરું – લાજ
 • જરા – લેશ
 • નીચલો હોઠ – અધર
 • દાંત – દંત
 • હાથ – કર
 • લોહી – રુધિર
 • સાંભળો – સુણો
 • નગર – પુર

નીચેના તળપદા શબ્દો માટે શિષ્ટભાષાના શબ્દો લખો: .

 • પેરે – પ્રકારે
 • પછે – પછી
 • ભણી – તરફ
 • માંહ્ય – અંદર
 • સમે – સમયે
 • ચંપાયો – દબાયો

નીચેના શબ્દસમૂહ માટે એક-એક શબ્દ આપોઃ

 • વરને પહેરાવવાની માળા – વરમાળા
 • જોરથી ખડખડાટ હસવું તે – અટ્ટહાસ્ય
 • કન્યા પોતે વર પસંદ કરે તેના માટેનો સમારંભ – સ્વયંવર

Class 6 Gujarati Textbook Solutions Chapter 12 રાવણનું મિથ્યાભિમાન

નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો:

પ્રશ્ન 1.
બ્રહ્માંડ, નિસ્તેજ, પરિતાપ, ધનુષ્ય, તત્કાળ, મેરુ
ઉત્તર :
તત્કાળ, ધનુષ્ય, નિસ્તેજ, પરિતાપ, બ્રહ્માંડ, મેરુ

નીચેના શબ્દોમાંથી સંજ્ઞા શોધી, તેનો પ્રકાર ઓળખાવોઃ

પ્રશ્ન 1.
અલ્યા, રાવણ, મુજને
ઉત્તર :
સંજ્ઞા : રાવણ, પ્રકાર : વ્યક્તિવાચક સંજ્ઞા

પ્રશ્ન 2.
કન્યા, ચઢાવે, ઉછાળું
ઉત્તર :
સંજ્ઞા : કન્યા, પ્રકાર : જાતિવાચક સંજ્ઞા

પ્રશ્ન 3.
તણી, પડ્યું, પર્વત
ઉત્તર :
સંશા : પર્વત, પ્રકાર : તિવાચક સંજ્ઞા

પ્રશ્ન 4.
પામવું, દુ:, સાંભળી
ઉત્તરઃ
સંજ્ઞા : દુઃખ, પ્રકાર : ભાવવાચક સંજ્ઞા

પ્રશ્ન 5.
સભા, પીસવું, ઊંચું
ઉત્તર :
સંજ્ઞા : સભા, પ્રકાર : સમૂહવાચક સંજ્ઞા

પ્રશ્ન 6.
લથડ્યું, ઊઠિયો, ચિંતા
ઉત્તર :
સંજ્ઞા : ચિંતા, પ્રકાર : ભાવવાચક સંજ્ઞા

Class 6 Gujarati Textbook Solutions Chapter 12 રાવણનું મિથ્યાભિમાન

પ્રશ્ન 7.
રુધિર, સદા, ચંપાયો
ઉત્તર :
સંજ્ઞા : રુધિર, પ્રકાર : દ્રવ્યવાચક સંજ્ઞા

પરીક્ષાલક્ષી વિશેષ પ્રશ્નોત્તર

નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપો

પ્રશ્ન 1.
સીતાના પિતાનું નામ શું હતું?
ઉત્તર :
સીતાના પિતાનું નામ જનક હતું.

પ્રશ્ન 2.
રાવણ કયા દેશનો રાજા હતો ?
ઉત્તર :
રાવણ લંકાનો રાજા હતો.

પ્રશ્ન 3.
જનકરાજાની સ્વયંવરની શરત સાંભળી કોણે અટ્ટહાસ્ય
ઉત્તર :
જનકરાજાની સ્વયંવરની શરત સાંભળી રાવણે અટ્ટહાસ્ય

પ્રશ્ન 4.
રાવણ ક્યા પર્વતોને દડાની માફક ઉછાળતો ?
ઉત્તર :
રાવણ મરુ અને મંદરાચળ પર્વતને દડાની માફક ઉછાળતો.

પ્રશ્ન 5.
ધનુષ્ય તરફ જતા રાવણને જોઈને કોને ચિંતા થઈ?
ઉત્તર :
ધનુષ તરફ જતા રાવણને જોઈને સીતાને ચિંતા થઈ.

પ્રશ્ન 6.
ચિંતિત બનેલી સીતાએ કોની સ્તુતિ કરી?
ઉત્તર :
ચિંતિત બનેલી સીતાએ શિવ-પાર્વતીની સ્તુતિ કરી.

પ્રશ્ન 7.
સીતાના મનની ચિંતા કોણે જાણી લીધી ?
ઉત્તર :
સીતાના મનની ચિંતા રામે જાણી લીધી.

પ્રશ્ન 8.
ધનુષ્ય નીચે કોણ દબાયું?
ઉત્તર :
ધનુષ્ય નીચે રાવણ દબાયો.

પ્રશ્ન 9.
કુંભકર્ણ કોણ હતો ?
ઉત્તર :
કુંભ કર્ણ અસુરોના રાજા રાવણનો ભાઈ હતો.

પ્રશ્ન 10.
ઇદ્રજિત કોણ હતો ?
ઉત્તરઃ
ઇંદ્રજિત અસુરોના રાજા રાવણનો પુત્ર હતો.

Class 6 Gujarati Textbook Solutions Chapter 12 રાવણનું મિથ્યાભિમાન

પ્રશ્ન 11.
અસુરોના રાજા રાવણને શાનું અભિમાન હતું?
ઉત્તર :
અસુરોના રાજા રાવણને પોતાના બળનું અભિમાન હતું.

પ્રશ્ન 12.
‘રાવણનું મિથ્યાભિમાન’ કાવ્યમાં કયા-કયા પર્વતોના નામનો ઉલ્લેખ થયો છે ?
ઉત્તર :
‘રાવણનું મિથ્યાભિમાન’ કાવ્યમાં કૈલાસ, મેરુ અને મંદરાચળ જેવા પર્વતોના નામનો ઉલ્લેખ થયો છે.

કસમાં આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી નીચેની ખાલી જગ્યાઓ પૂરો:

પ્રશ્ન 1.

 1. જનકરાજીના દરબારમાં ……….. નો સ્વયંવર યોજાયો હતો. (સીતા, દ્રૌપદી, સુભદ્રા)
 2. સીતાના સ્વયંવરમાં …………… અભિમાન કરીને બોલ્યો. (કુંભકર્ણ ઈંદ્રજિત, રાવરા
 3. રાવણ મૈરુ અને મંદ્રાચળ પર્વતને …………. ની જેમ ઉછાળતો. (સિક્કા, ચકરડી, દંડા)
 4. રામે ધનુષ્ય તરફ …………….. દષ્ટિ કરી. (પ્રેમભરી, વિકટ, નરેમ)
 5. ………. ને સ્પર્શ કરતાં જ રાવણ ઝંખવાણો પડી ગયો. (રામ, સીતા, ધનુષ)
 6. રાવણ …………… નીચે દબાયો.. (દીવાલ, કનુષ્ય, પલંગ)

ઉત્તર :

 1. સીતા
 2. રાવણ
 3. દડા
 4. વિકટ
 5. ધનુષ્ય
 6. ધનુષ

નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો :

પ્રશ્ન 1.
‘રાવણનું મિથ્યાભિમાન’ કાવ્યમાં કોના સ્વયંવરની વાત કરવામાં આવી છે?
A. દ્રૌપદીના સ્વયંવરની
B. સીતાના સ્વયંવરની
C દમયંતીના સ્વયંવરની
D. રુક્મિણીના સ્વયંવરની
ઉત્તર :
B. સીતાના સ્વયંવરની

પ્રશ્ન 2.
સ્વયંવરમાં પધારેલ રાજાઓએ વિજેતા બનવા માટે શું કરવાનું હતું?
A. ચુંબક ધનુષ્યને સ્પર્શ કરવાનો હતો.
B. યંબક ધનુષ્યની પ્રત્યંચા ચઢાવવાની હતી.
C. ચુંબક ધનુષ્યથી માક્લીની આંખ વીંધવાની હતી.
D. યંબક ધનુષ્યને તોડી નાખવાનું હતું.
ઉત્તર :
B. યંબક ધનુષ્યની પ્રત્યંચા ચઢાવવાની હતી.

Class 6 Gujarati Textbook Solutions Chapter 12 રાવણનું મિથ્યાભિમાન

પ્રશ્ન 3.
રામે ધનુષ્ય તરફ તીવણ નજર નાખતાં ધનુષ્ય કેવું થઈ ગયું?
A. ભારેખમ
B. હલકું
C. સોનાનું
D. રૂપાનું
ઉત્તર :
A. ભારેખમ

પ્રશ્ન 4.
રાવણ શા માટે સંતાપ પામ્યો ?
A. તે ધનુષ્યને સ્પર્શ ન કરી શક્યો એટલે
B. ધનુષ્યને સ્પર્શ કરતાં જ તે ઢળી પડ્યો એટલે
C. તેનાથી ધનુષ્ય જરા પણ હાલ્યું નહિ એટલે
D. તેને ધનુષ ઉઠાવવાની ના પાડવામાં આવી એટલે
ઉત્તર :
C. તેનાથી ધનુષ્ય જરા પણ હાલ્યું નહિ એટલે

પ્રશ્ન 5.
રાવણે બળ કરીને ધનુષ્યને ઊભું કરતાં શું થયું?
A. ધનુષ્ય તૂટી ગયું,
B. ધનુષ્ય અદૃશ્ય થઈ ગયું
C. ધનુષ્ય હાથમાં ચોંટી ગયું.
D. ધનુષ્ય હાથમાંથી છટકી ગયું.
ઉત્તર :
D. ધનુષ્ય હાથમાંથી છટકી ગયું.

પ્રશ્ન 6.
ધનુષ્ય ઉછળીને કોના પર પડ્યું?
A. રામ પર
B. રાવણ પર
C. જનકરાજા પર
D. સીતા પર
ઉત્તર :
B. રાવણ પર

પ્રશ્ન 7.
ધનુષ્ય નીચે દબાયેલો રાવણ બૂમો પાડીને શું બોલવા લાગ્યો ?
A. હું જીતી ગયો છું.
B. હું હારી ગયો છું.
C. મેં શિવધનુષ્ય ઊંચકી લીધું.
D. હું દબાયો છું, મને કાઢો.
ઉત્તર :
D. હું દબાયો છું, મને કાઢો.

Class 6 Gujarati Textbook Solutions Chapter 12 રાવણનું મિથ્યાભિમાન

પ્રશ્ન 8.
રાવણ મૃત્યુ પામે તો તેનું વેર કોણ લેશે?
A. દાનવો
B. દેવો
C. રામ
D. નાગલોક
ઉત્તર :
A. દાનવો

રાવણનું મિથ્યાભિમાન Summary in Gujarati

રાવણનું મિથ્યાભિમાન કાવ્ય-પરિચય :

Class 6 Gujarati Textbook Solutions Chapter 12 રાવણનું મિથ્યાભિમાન 1

આપણી સંસ્કૃતિનાં બે મ/કાવ્યો છે : ૨૪માજ અને મહાભારત. ‘રાવજનું મિથ્યાભિમાન’ કાવ્ય રામાય પર અરિત છે. રાજ જનકે સીતાજીનો સ્વયંવર રચ્યો છે. સ્વયંવરમાં શિવજીનું યંક નામનું મુખ્ય મૂક્યું છે અને જાહેર કર્યું છે કે, જે કોઈ એ જનમ ઉપડશે એની સાથે સીતાનાં લગ્ન થશે, આ સાંભળી રાવ અટ્ટહાસ્ય કરે છે. એ અભિમાનપૂર્વક અને તેજ થી મનુષ્યને ઉપાડવાનો પ્રયત્ન કરે છે, પણ હસીને પાત્ર બને છે. તે ધનુષ્યની નીચે અમદtઈ જાય છે. તેની ખૂબ જ ફજેતી થાય છે. એ પ્રસંગનું કવિએ હાસ્યસૃભિર શૈલીમાં વર્ણન કર્યું છે.

કાવ્યની સરળ સમજૂતી (સીતાના સ્વયંવર વખતે જનકરાજના દરબારમાં આવેલો) રાવણ અભિમાન કરીને બોલ્યો, “હે જનક ! આજે મને કહે કે તે શી શરત કરી છે. તે જ વખતે જનકરાજાએ રાવણને યંબક નામનું ધનુષ્ય દેખાડયું અને કહ્યું કે, ‘‘જે આ ધનુષ્યની પ્રત્યંચા ચઢાવે તેને મારી કન્યા વરમાળા પહેરાવશે.”

આવું સાંભળીને રાવણ ખડખડાટ હસ્યો અને બોલ્યો કે, “જેણે કૈલાસ પર્વત હલાવ્યો એને માટે માત્ર ધનુષ્ય શું કહેવાય ?’ મેં દેવોને કેદી બનાવ્યા છે. હું બળવાન રાવણ છું. મેરુ અને મંદ્રાચળ જેવા પર્વતોને હું દડાની જેમ ઉછાળું છું.

ક્ષણભરમાં આખી પૃથ્વી ઊંધી કરી નાખું. આખા બ્રહ્માંડને (પૃથ્વીને) ગોળ ફેરવું તો પછી આ ધનુષ્યનો તો શું ભાર છે?” આમ, ઘણાં બધાં વચનો બોલ્યા પછી રાવણ ઊભો થાય છે. તે પોતાનાં વસ્ત્રો અને આભૂષણોને (ઘરેણાંને સાચવીને ધનુષ્ય તરફ જય છે.

તે સમયે સીતાને ચિંતા થાય છે કે હવે રાવણ આ કાર્ય કરશે. પછી તે સતી શિવ-પાર્વતીની સ્તુતિ કરતાં કહે છે કે, “મહારાજ ! દુઃખને હરનારા શિવ ! મારી લાજ રાખજે. આજે તમારું ચુંબક રાવણથી હાલે નહિ (તમ કરજો).”

સીતાના મનની એવી ચિંતા રામે જાણી અને તેમણે પોતાની તીક્ષ્ણ નજર ધનુષ્ય પર નાંખતાં તે ધનુષ્ય ભારે થઈ ગયું,
ત્યાં જ રાવણે આવીને વીસ હાથ વડે બાથ ભરી, પરંતુ યંબકનો ભાર એટલો હતો કે તે જરા પણ હાલ્યું નહિ.
આમ, શિવના ધનુષ્યને સ્પર્શતાં જ રાવણ ઝંખવાણો પડી ગયો. જયારે ધનુષ્ય હાલ્યું નહિ ત્યારે તે મનમાં સંતાપ પામ્યો.

પછી ક્રોધથી તેની આંખો લાલ થઈ ગઈ, દાંત વડે તે પોતાના નીચલા હોઠને પીસવા લાગ્યો. ફરીથી આ બ્રહ્માએ ઘણું જોર કર્યું ત્યારે તે ધનુષ્યને સહેજ ઉપાડી શક્યો, ત્યાં તો તેના શરીર પરથી પરસેવાના રેલા ઊતરવા લાગ્યા, તેને ઘણો શ્વાસ પણ ચઢયો અને (ધનુષને ઉપાડ્યું તેથી) મનમાં તે ઘણું અભિમાન કરવા લાગ્યો.

તે મોટી કાયાવાળા રાવણે ઘણા બળ વડે ધનુષ્યને જેવું ઊભું કર્યું કે તે ધનુષ તેના હાથમાંથી છટક્યું અને દેશ મુખવાળો રાવણ ધરતી પર ઢળી પડ્યો. જેવો રાવણ પડ્યો કે તેની ઉપર ચુંબક ધનુષ્ય પડ્યું અને તેની નીચે તે દબાઈ ગયો.
તેના પડવાથી મોટો અવાજ થયો અને તે સાથે ધૂળ ઊડી. તેના મુખમાંથી લોહી નીકળવા માંડ્યું અને તેનો (ધનુષ્ય ઉઠાવવાનો) નિશ્ચય ત્યાં જ કચડાઈ ગયો.

નીચે પડતાં જ તે બૂમો પાડીને બોલવા લાગ્યો કે ‘‘તમે બધાં સાંભળો ! હું ચુંબક નીચે દબાઈ ગયો છું. મારા શરીરે ખૂબ પીડા થાય છે, મને નીચેથી કાઢો.

અરે જનક ! મને જલદીથી (ધનુષ્ય નીચેથી) કાઢો. નહિ તો મારા પ્રાણ નીકળી જશે તો મારો ભાઈ) કુંભકર્ણ અને (મારો પુત્ર) ઇંદ્રજિત તમને જરૂર મારી નાખશે.

દાનવો તમારા નગરનો નાશ કરીને મારું વેર લેશે. જો હું જીવતો મારા ઘરે પાછો જઈશ તો નવો અવતાર પામીશ.
એમ ધનુષ્ય નીચે દબાયેલા રાવણને તે વેળા ખૂબ દુખ થયું. તે રાક્ષસ ધરતી પર પડ્યો પડ્યો પોકાર કરવા લાગ્યો.
પોતાના શરીરમાં પીડા થતાં રાવણ મોટેથી બૂમો પાડે છે ત્યારે બધા સભાજનોના સાંભળતાં જનકરાજા આ વચન બોલે છે…

Class 6 Gujarati Textbook Solutions Chapter 12 રાવણનું મિથ્યાભિમાન

રાવણનું મિથ્યાભિમાન શબ્દાર્થ :

 • મિથ્યાભિમાન – ખોટું અભિમાન
 • સ્વયંવર – કન્યા પોતે વરને પસંદ કરે તે માટેનો સમારંભ
 • જનક – (અહીં) સિતાજીના પિતાનું નામ
 • પણ – પ્રતિજ્ઞા, ટેક, (અહીં) શરત
 • તવ – (અહીં) ત્યારે વિદેહ – જનક રાજાનું એક નામ
 • ચુંબક – શિવજીના ધનુષ્યનું નામ
 • તત્કાળ – તે જ વખતે, તરત જ
 • ચાપ – ધનુષ્ય
 • આરોપવું – પહેરાવવું
 • વરમાળ – સ્વયંવરમાં કન્યા પસંદ કરેલા વરને પહેરાવે છે તે માળા
 • અટ્ટહાસ્ય – ખડખડાટ હસવું તે
 • બંદીવાન – કેદી
 • બળિયો – જોરાવર
 • કંદુક – રમવાનો દડો
 • પેરે – પ્રકારે, પેઠે
 • કૈલાસ, મેર, મંદ્રાચળ – પર્વતોનાં નામ
 • પલકમાં – પળમાં, ક્ષણમાં
 • નિરધાર (નિર્ધાર) – નક્કી
 • બ્રહ્માંડ ચાક ચડાવવી – સમગ્ર પૃથ્વીને ગોળ ફેરવવી
 • વસ્ત્રાભૂષણ – કપડાં અને ઘરેણાં
 • ઉમિયા – પાર્વતી
 • સ્તુતિ – દેવદેવીની પ્રાર્થના
 • અભિરામ – મનોહર
 • સંકટહરણ – દુ:ખ હરનાર
 • લાજ – આબરું, મર્યાદા
 • વિકટ દૈષ્ટિ – તીન્ન નજર
 • ગૌરવ- (અહીં) ભારેખમ
 • લેશ – જરાક
 • નિસ્તેજ થવું – ઝંખવાવું
 • શિવચાપ – શિવજીનું ધનુષ્ય ચિંબક)
 • પરિતાપ – સંતાપ
 • અધર – નીચલો હોઠ
 • દંત – દાંત
 • રક્તલોચન – (અહીં) ક્રોધે ભરાયેલો
 • જોધ – યોદ્ધો
 • પરસ્વેદ (પ્રસ્વેદ) – પરસેવો
 • શૂર – બહાદુર, પરાક્રમી
 • મહાકાય – કદાવર, મોટા શરીરવાળું
 • કર – હાથ
 • દશમુખ – દશ મુખવાળો રાવણ
 • પ્રહાર – ઘા
 • ચંપાયો – દબાયો
 • રજ – ધૂળનો કણ
 • રુધિર – લોહી
 • કચ્ચર થયો – (અહીં) કચડાયો
 • સુણો – સાંભળો
 • જન- માણસ
 • તન – શરીર, દેહ
 • નિરવાણ – અવશ્ય, જરૂર
 • પુરભંગ – નગરનો નાશ
 • અસુર – દાનવ, દૈત્ય, રાક્ષસ
 • નિશિચર – રાક્ષસ

Leave a Comment

Your email address will not be published.