GSEB Solutions Class 10 Science Chapter 7 નિયંત્રણ અને સંકલન

Gujarat Board GSEB Solutions Class 10 Science Chapter 7 નિયંત્રણ અને સંકલન Textbook Questions and Answers, Intext Questions, Textbook Activities Pdf.

નિયંત્રણ અને સંકલન Class 10 GSEB Solutions Science Chapter 7

GSEB Class 10 Science નિયંત્રણ અને સંકલન Textbook Questions and Answers

સ્વાધ્યાયના પ્રશ્નોત્તર

પ્રશ્ન 1.
નીચે આપેલ પૈકી કયો વનસ્પતિ અંતઃસ્ત્રાવ છે?
(a) ઇસ્યુલિન
(b) થાઇરૉક્સિન
(c) ઇસ્ટ્રોજન
(d) સાયટોકાઇનિન
ઉત્તર:
(d) સાયટોકાઇનિન

પ્રશ્ન 2.
બે ચેતાકોષોની વચ્ચે આવેલ ખાલી ભાગને ………………………… કહે છે.
(a) શિખાતંતુ
(b) ચેતોપાગમ
(c) અક્ષતંતુ
(d) આવેગ
ઉત્તર:
(b) ચેતોપાગમ

GSEB Solutions Class 10 Science Chapter 7 નિયંત્રણ અને સંકલન

પ્રશ્ન 3.
મગજ …………………… જવાબદાર છે.
(a) વિચારવા માટે
(b) હૃદયના સ્પંદન માટે
(c) શરીરનું સમતુલન જાળવવા માટે
(d) આપેલ તમામ
ઉત્તર:
(d) આપેલ તમામ

પ્રશ્ન 4.
આપણા શરીરમાં ગ્રાહીનું કાર્ય શું છે? એવી સ્થિતિ પર વિચાર કરો, જ્યાં ગ્રાહી યોગ્ય પ્રકારથી કાર્ય કરી રહ્યા નથી. કઈ સમસ્યાઓ ઉત્પન્ન થઈ શકે છે?
ઉત્તર:
શરીરમાં ગ્રાહીઓનું કાર્ય તે આપણી આસપાસના પર્યાવરણમાં થતા ફેરફારની માહિતી ઉત્તેજનારૂપે ગ્રહણ કરે છે. આ માહિતીને ઊર્મિવેગ સ્વરૂપે સંવેદી ચેતા મારફતે મધ્યસ્થ ચેતાતંત્રમાં મોકલે છે. આથી શરીર પ્રતિચાર દર્શાવે છે.
જો ગ્રાહીઓ યોગ્ય રીતે કાર્ય ન કરતા હોય, તો બાહ્ય ઉત્તેજના ગ્રહણ થઈ શકે નહીં. આથી આપણું શરીર પ્રતિચાર દર્શાવી શકે નહીં.

પ્રશ્ન 5.
ચેતાકોષની સંરચના દર્શાવતી આકૃતિ દોરો અને તેનાં કાર્યોનું વર્ણન કરો.
ઉત્તર:
ચેતાકોષની સંરચના:
GSEB Solutions Class 10 Science Chapter 7 નિયંત્રણ અને સંકલન 1
ચેતાકોષનું કાર્ય: ચેતાકોષના શિખાતંતુની ટોચના છેડા માહિતી મેળવે છે અને રાસાયણિક ક્રિયા દ્વારા ઊર્મિવેગ (વીજ-આવેગ) ઉત્પન્ન કરે છે. આ ઊર્મિવેગ શિખાતંતુથી કોષકાય અને પછી અક્ષતંતુના અંતિમ છેડા સુધી વહન પામે છે. અક્ષતંતુના છેડે મુક્ત થતા કેટલાંક રસાયણો ચેતોપાગમ પસાર કરી, તેની પછીના ચેતાકોષના શિખાતંતુમાં ઊર્મિવેગનો પ્રારંભ કરે છે.

આ રીતે ચેતાકોષ શરીરના એક ભાગથી બીજા ભાગ સુધી ઊર્મિવેગ સ્વરૂપે માહિતીના વહન માટે વિશિષ્ટીકરણ પામેલા છે.

GSEB Solutions Class 10 Science Chapter 7 નિયંત્રણ અને સંકલન

પ્રશ્ન 6.
વનસ્પતિમાં પ્રકાશાવર્તન કેવી રીતે થાય છે?
ઉત્તર:
વનસ્પતિનાં અંગો ભાગોના પ્રકાશ તરફ પ્રતિચારનું અવલોકન કરવું.
અથવા
વનસ્પતિમાં પ્રકાશાવર્તનનો અભ્યાસ કરવો.
સાધનોઃ ફ્લાસ્ક, તારની જાળી, એક તરફથી ખુલ્લા પૂંઠાનું બૉક્સ
પદાર્થો : પાણી, બે-ત્રણ તાજાં અંકુરિત વાલનાં બીજ
GSEB Solutions Class 10 Science Chapter 7 નિયંત્રણ અને સંકલન 2
પદ્ધતિઃ

  • શંકુ આકારના ફ્લાસ્કમાં પાણી ભરો.
  • ફ્લાસ્કની ગ્રીવા(કંઠભાગ)ને તારની જાળી વડે ઢાંકો.
  • તાજાં અંકુરિત બે-ત્રણ વાલનાં બીજને તારની જાળી પર મૂકો.
  • એક બાજુથી ખુલ્લા પૂંઠાનું બૉક્સ લો. તેમાં ફ્લાસ્ક મૂકો. બૉક્સને એવી રીતે મૂકો કે જેથી બૉક્સની ખુલ્લી બાજુ બારીમાંથી આવતા પ્રકાશ તરફ રહે.
  • બે-ત્રણ દિવસ પછી અવલોકન કરો અને તમારા અવલોકનની નોંધ કરો.
  • હવે, ફ્લાસ્કને એ રીતે ફેરવો કે જેથી તેનો પ્રકાશ તરફ રહેલો ભાગ પ્રકાશથી દૂર ગોઠવાય. આ અવસ્થામાં ફ્લાસ્કને થોડા દિવસ સુધી ખલેલ પહોંચાડ્યા વગર મૂકી રાખો અને પછી અવલોકન કરો.

અવલોકનઃ ફ્લાસ્કની શરૂઆતની સ્થિતિમાં પ્રરોહ પ્રકાશ તરફ વળે છે અને મૂળ પ્રકાશથી દૂર જાય છે.

ફ્લાસ્કની સ્થિતિ બદલતાં પ્રરોહ પ્રકાશથી દૂર અને મૂળ પ્રકાશ તરફ થઈ જાય છે. પરંતુ થોડા દિવસો પછી પ્રરોહ પ્રકાશ તરફ અને મૂળ પ્રકાશથી દૂર વળીને પ્રતિચાર દર્શાવે છે.

પ્રશ્ન 7.
કરોડરજ્જુમાં ઈજા થવાથી કયા સંકેતો આવવામાં ખલેલ પહોંચે છે?
ઉત્તર:
કરોડરજ્જુમાં ઈજા થવાથી નીચેના સંકેતો ખલેલ પામે છે :

  1. પરાવર્તી ક્રિયા થતી નથી.
  2. શરીરનાં વિવિધ અંગોમાંથી મગજ તરફ જતા સંવેદી ઊર્મિવેગ કરોડરજ્જુમાંથી પસાર થઈ શકતા નથી.
  3. મગજમાંથી શરીરનાં વિવિધ અંગો તરફ જતા ચાલક (પ્રેરક) ઊર્મિવેગ કરોડરજ્જુમાંથી પસાર થઈ શકતા નથી.

પ્રશ્ન 8.
વનસ્પતિઓમાં રાસાયણિક સંકલન કઈ રીતે થાય છે?
ઉત્તર:
વનસ્પતિઓમાં રાસાયણિક સંકલન વનસ્પતિ અંતઃસ્ત્રાવો દ્વારા થાય છે. તેઓ વનસ્પતિની વૃદ્ધિ, વિકાસ અને પર્યાવરણ પ્રત્યે પ્રતિચારનું સંકલન કરવામાં મદદરૂપ થાય છે. તેઓ સાદા પ્રસરણ દ્વારા તેમના સંશ્લેષણ-સ્થાનથી કાર્યસ્થાન સુધી પહોંચી રાસાયણિક સંકલનમાં મદદરૂપ થાય છે.

પ્રશ્ન 9.
સજીવમાં નિયંત્રણ અને સંકલન તંત્રની શું જરૂરિયાત છે?
ઉત્તર:
બહુકોષી સજીવોમાં શરીરનું આયોજન જટિલ હોય છે. વિવિધ પેશી અને અંગો જુદાં જુદાં વિશિષ્ટ કાર્ય કરે છે. તેથી બધાં અંગો યોગ્ય રીતે ભેગા મળી સંકલિત રીતે કાર્ય કરે તે માટે નિયંત્રણ અને સંકલન તંત્ર જરૂરી છે.

આથી મનુષ્ય શરીરમાં નિયંત્રણ અને સંકલન માટે ખૂબ વિકસિત ચેતાતંત્ર અને અંતઃસ્ત્રાવી તંત્ર વિકાસ પામ્યાં છે.

GSEB Solutions Class 10 Science Chapter 7 નિયંત્રણ અને સંકલન

પ્રશ્ન 10.
અનૈચ્છિક ક્રિયાઓ અને પરાવર્તી ક્રિયાઓ એકબીજાથી કેવી રીતે ભિન્ન છે?
ઉત્તર:
GSEB Solutions Class 10 Science Chapter 7 નિયંત્રણ અને સંકલન 13

પ્રશ્ન 11.
પ્રાણીઓમાં નિયંત્રણ અને સંકલન માટે ચેતા અને અંતઃસ્ત્રાવ ક્રિયાવિધિની તુલના અને તેમના ભેદ આપો.
ઉત્તર:
GSEB Solutions Class 10 Science Chapter 7 નિયંત્રણ અને સંકલન 4

પ્રશ્ન 12.
લજામણી વનસ્પતિમાં હલનચલન અને તમારા પગમાં થનારી ગતિની રીતમાં શું ભેદ છે?
ઉત્તર:
GSEB Solutions Class 10 Science Chapter 7 નિયંત્રણ અને સંકલન 5

GSEB Class 10 Science ધાતુઓ અને અધાતુઓ Intext Questions and Answers

Intext પ્રશ્નોત્તર (પા.પુ. પાના નં. 119)

પ્રશ્ન 1.
પરાવર્તી ક્રિયા અને ચાલવાની ક્રિયા વચ્ચે શું ભેદ છે?
ઉત્તર:
પરાવર્તી ક્રિયા કરોડરજ્જુ વડે નિયંત્રિત થતી અનૈચ્છિક ક્રિયા છે. તેમાં વિચારવાની ક્રિયા સંકળાયેલી નથી.

ચાલવાની ક્રિયા ઐચ્છિક ક્રિયા છે અને તે પશ્ચમગજના અનુમસ્તિષ્ક ભાગ વડે નિયંત્રિત છે. આ ક્રિયા વ્યક્તિની ઇચ્છા પર આધારિત છે.

પ્રશ્ન 2.
બે ચેતાકોષોની વચ્ચે આવેલા ચેતોપાગમમાં કઈ ઘટના બને છે?
ઉત્તર:
પાસપાસેના બે ચેતાકોષોની ગોઠવણીમાં એક ચેતાકોષના અક્ષતંતુના ચેતાંતો અને બીજા ચેતાકોષના શિખાતંતુઓ વચ્ચે રહેલા સૂક્ષ્મ અવકાશને ચેતોપાગમ કહે છે.

અક્ષતંતુ(ચેતાક્ષ)ના છેડે વીજ-આવેગ કેટલાંક રસાયણો મુક્ત કરે છે. આ રસાયણો ચેતોપાગમ પસાર કરે છે અને પછીના ચેતાકોષના શિખાતંતુમાં વીજ-આવેગનો પ્રારંભ થાય છે.

GSEB Solutions Class 10 Science Chapter 7 નિયંત્રણ અને સંકલન

પ્રશ્ન 3.
મગજનો કયો ભાગ શરીરની સ્થિતિ અને સમતુલન જાળવી રાખવાનું કાર્ય કરે છે?
ઉત્તરઃ
મગજનો અનુમસ્તિષ્ક ભાગ શરીરની સ્થિતિ અને સમતુલન જાળવી રાખવાનું કાર્ય કરે છે.

પ્રશ્ન 4.
આપણને અગરબત્તીની સુવાસની ખબર કેવી રીતે થાય છે?
ઉત્તર:
આપણા નાકમાં આવેલા ઘાણગ્રાહી એકમો અગરબત્તીની સુવાસથી ઉત્તેજિત થાય છે. તેના કારણે સર્જાતો ઊર્મિવેગ સંવેદી ચેતાકોષના શિખાતંતુ વડે ગ્રહણ થાય છે. આ ઊર્મિવેગ મગજ તરફ વહન પામે છે. બૃહદ્મસ્તિષ્કમાં આ સંદેશાની આંતરક્રિયા વડે આપણને અગરબત્તીની સુવાસની ખબર થાય છે.

પ્રશ્ન 5.
પરાવર્તી ક્રિયામાં મગજની ભૂમિકા શું છે?
ઉત્તર:
સામાન્ય રીતે પરાવર્તી ક્રિયા કરોડરજ્જુ વડે દર્શાવાય છે ? અને તેમાં મગજની કોઈ સક્રિય ભૂમિકા નથી. આમ છતાં, પૂર્વવત્ સૂચનાઓ મગજ સુધી જાય છે.

કેટલીક પરાવર્તી ક્રિયાઓ જેવી કે, સ્વાદિષ્ટ ખોરાક જોતાં મોંમાં પાણી વળવું, હૃદયના ધબકારા, શ્વાસોચ્છવાસ, ઉરોદરપટલનું હલનચલન, છીંક, બગાસું, આંખના પલકારા વગેરેમાં મગજ સંકળાયેલું છે.

Intext પ્રશ્નોત્તર (પા.પુ. પાના નં. 122)

પ્રશ્ન 1.
વનસ્પતિ અંતઃસ્ત્રાવો એટલે શું?
ઉત્તર:
વનસ્પતિ અંતઃસ્ત્રાવો એટલે વનસ્પતિ દ્વારા ઉત્પન્ન થતાં રાસાયણિક સંયોજનો; જે વૃદ્ધિ, વિકાસ અને પર્યાવરણ પ્રત્યે પ્રતિચારનું સંકલન કરે છે.

પ્રશ્ન 2.
લજામણીનાં પર્ણોનું હલનચલન, એ પ્રકાશ તરફ પ્રરોહની ગતિથી કેવી રીતે ભિન્ન છે?
ઉત્તર:
GSEB Solutions Class 10 Science Chapter 7 નિયંત્રણ અને સંકલન 6

પ્રશ્ન 3.
એક વૃદ્ધિપ્રેરક વનસ્પતિ અંતઃસ્ત્રાવનું ઉદાહરણ આપો.
ઉત્તર:
વૃદ્ધિપ્રેરક વનસ્પતિ અંતઃસ્ત્રાવ : ઑક્ઝિન

GSEB Solutions Class 10 Science Chapter 7 નિયંત્રણ અને સંકલન

પ્રશ્ન 4.
કોઈ આધારની ચોતરફ વૃદ્ધિ કરવામાં ઑક્ઝિન કઈ રીતે કંપળને મદદરૂપ થાય છે?
ઉત્તર:
ઑક્ઝિન વૃદ્ધિપ્રેરક અંતઃસ્ત્રાવ છે. તે કોષોની લંબાઈમાં વૃદ્ધિ પ્રેરે છે. જ્યારે કૂંપળ આધારના સંપર્કમાં આવે છે ત્યારે આધારથી દૂર રહેલા કૂંપળના ભાગમાં ઑક્ઝિન ઝડપી વૃદ્ધિ પ્રેરે છે. આ કારણે કૂંપળ આધારની ચોતરફ વૃદ્ધિ પામી વીંટળાય છે.

પ્રશ્ન 5.
જલાવર્તન દર્શાવતા પ્રયોગની રૂપરેખા તૈયાર કરો.
ઉત્તર:
પાણીની પ્રતિક્રિયારૂપે વનસ્પતિ અંગોમાં થતા હલનચલનને જલાવર્તન કહે છે.
પ્રયોગઃ જલાવર્તન દર્શાવવું.
સાધનો: કાચનાં બે પાત્ર, માટીનો પ્યાલો
પદાર્થો: માટી, બે છોડ, પાણી
GSEB Solutions Class 10 Science Chapter 7 નિયંત્રણ અને સંકલન 7
GSEB Solutions Class 10 Science Chapter 7 નિયંત્રણ અને સંકલન 8
પદ્ધતિઃ કાચનાં બે પાત્ર (A) અને (B) લઈ, તેમાં લગભગ ત્રીજા ભાગ સુધી માટી ભરો. બંને પાત્રમાં એક જ વનસ્પતિની બે સરખી કલમ રોપો. પાત્ર (A)ની માટી ભેજયુક્ત અને પાત્ર (B)ની માટી સૂકી રાખો. પરંતુ પાત્ર (B)માં પાણી ભરેલો માટીનો પ્યાલો આકૃતિ 7.7માં બતાવ્યા મુજબ ગોઠવો. પાત્ર (A)માં દરરોજ થોડું પાણી ઉમેરો. પાત્ર (B)માં પાણી ઉમેરવાનું નથી. એક અઠવાડિયા પછી બંને પાત્રની માટી કાળજીપૂર્વક ખોદો અને અવલોકન તથા તારણ નોંધો.

અવલોકન પાત્ર (A)માં મૂળ સીધી વૃદ્ધિ દર્શાવે છે. જ્યારે પાત્ર (B)માં મૂળ પાણી ભરેલા માટીના પ્યાલા તરફ વળે છે.

તારણઃ આ પરથી નક્કી કરી શકાય કે, મૂળની લંબાઈમાં વૃદ્ધિ પાણીના સ્ત્રોતની દિશામાં થાય છે. અર્થાત્ મૂળ ધન જલાવર્તન દર્શાવે છે.

Intext પ્રશ્નોત્તર (પા.પુ. પાના નં. 125)

પ્રશ્ન 1.
પ્રાણીઓમાં રાસાયણિક સંકલન કેવી રીતે થાય છે?
ઉત્તર:
પ્રાણીઓમાં અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ ચોક્કસ માત્રામાં રાસાયણિક સંયોજનો | અંતઃસ્ત્રાવોનો સ્ત્રાવ કરે છે. અંતઃસ્ત્રાવો સીધા રુધિરમાં ભળી જઈ, રુધિર પરિવહન દ્વારા તેમના લક્ષ્ય (કાય) સ્થાન સુધી પહોંચે છે. શરીરના ચોક્કસ કોષો અંતઃસ્ત્રાવ સાથે જોડાણ કરવા વિશિષ્ટ ગ્રાહી અણુઓ ધરાવે છે. અંતઃસ્ત્રાવ આ અણુ સાથે જોડાઈ માહિતીનું વહન કરે છે.

આ રીતે પ્રાણીઓમાં રાસાયણિક સંકલન થાય છે.

પ્રશ્ન 2.
આયોડિનયુક્ત મીઠાના ઉપયોગની સલાહ કેમ આપવામાં આવે છે?
ઉત્તર:
થાઇરોઇડ ગ્રંથિમાંથી થાઇરૉક્સિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે. તે આયોડિનયુક્ત અંતઃસ્ત્રાવ છે. આયોડિનની ઊણપથી થાઇરૉક્સિન અંતઃસાવ બનતો નથી. તેના પરિણામે થાઇરૉઇડ ગ્રંથિના કદમાં અસાધારણ વધારો થાય છે. ગળાનો ભાગ ફૂલી જાય છે અને ગૉઇટર રોગ થાય છે. આયોડિનયુક્ત મીઠું થાઇરૉઇડ ગ્રંથિમાં થાઇરૉક્સિનના સંશ્લેષણ માટે યોગ્ય માત્રામાં આયોડિન પૂરું પાડે છે.

આથી ગૉઇટર રોગથી બચવા આહારમાં આયોડિનયુક્ત મીઠાનો ઉપયોગ સલાહ ભરેલો છે.

પ્રશ્ન 3.
જ્યારે એડ્રીનાલિન રુધિરમાં સવિત થાય છે ત્યારે આપણા શરીરમાં કયો પ્રતિચાર દર્શાવાય છે?
ઉત્તર:
એડ્રીનાલિન અંતઃસ્ત્રાવ આપણા શરીરને આકસ્મિક સ્થિતિ માટે તૈયાર કરે છે. જ્યારે એડ્રીનાલિન રુધિરમાં સવિત થાય છે ત્યારે શરીરમાં નીચેના પ્રતિચાર દર્શાવાય છે:

હૃદયના ધબકારા ઝડપી થાય, શ્વાસોચ્છવાસનો દર વધે, રુધિરના દબાણમાં વધારો થાય, કંકાલસ્નાયુ વધારે સક્રિય બને, વગેરે.
આ બધાને “લડવાની કે દોડવાની ક્રિયાના પ્રતિભાવ કહે છે.

GSEB Solutions Class 10 Science Chapter 7 નિયંત્રણ અને સંકલન

પ્રશ્ન 4.
મધુપ્રમેહના કેટલાક દર્દીઓની સારવાર ઇસ્યુલિનના ઇજેક્શન આપીને કેમ કરવામાં આવે છે?
ઉત્તર:
માનવશરીરના રુધિરમાં શર્કરા(ગ્યુકોઝ)નું નિયત પ્રમાણ જાળવી રાખવું જરૂરી છે. મધુપ્રમેહ (ડાયાબિટીસ)ના દર્દીમાં ઇસ્યુલિનની ઊણપને લીધે રુધિરમાં શર્કરાનું પ્રમાણ વધારે હોય છે. રુધિરમાં શર્કરાનું વધારે પ્રમાણ અનેક હાનિકારક અસરોનું કારણ બને છે. આ હાનિકારક અસરોથી દર્દીને બચાવવા રુધિરમાં શર્કરાના પ્રમાણનું નિયમન જરૂરી બને છે. ઇસ્યુલિન રુધિરમાં શર્કરાનું પ્રમાણ ઘટાડે છે. આથી મધુપ્રમેહ(ડાયાબિટીસ)ના દર્દીને ઇસ્યુલિનનાં ઇજેક્શન આપવામાં આવે છે.

GSEB Class 10 Science ધાતુઓ અને અધાતુઓ Textbook Activities

પ્રવૃતિ 7.1 (પા.પુ. પાના નં. 115)

સ્વાદકલિકાઓ અને તેના કાર્ય નક્કી કરવા.

  • તમારા મુખમાં જીભ પર થોડી ખાંડ મૂકો.
  • નાકને અંગૂઠા અને પ્રથમ આંગળીથી દબાવીને બંધ કરો.
  • હવે ફરીથી ખાંડ ખાઓ.
  • જમતી વખતે આ રીતે નાકને બંધ કરો અને ધ્યાન રાખો કે, તમે જે ખોરાક | ભોજન ખાઈ રહ્યા છો તેનો સંપૂર્ણ સ્વાદ અનુભવી શકો છો કે નહિ?

પ્રશ્નો:

પ્રશ્ન 1.
ખાંડનો સ્વાદ કેવો હોય છે?
ઉત્તર:
ખાંડનો સ્વાદ ગળ્યો હોય છે.

પ્રશ્ન 2.
જ્યારે નાક બંધ કરી ખાંડ ખાવ ત્યારે ખાંડના સ્વાદમાં કોઈ ફરક પડે છે?
ઉત્તર:
જ્યારે નાક બંધ કરી ખાંડ ખાવામાં આવે ત્યારે ખાંડના સ્વાદમાં કોઈ ફરક અનુભવાતો નથી.

પ્રશ્ન 3.
જો નાક બંધ કરી ભોજન જમીએ તો સ્વાદમાં કોઈ ફેરફાર અનુભવી શકાય છે? જો હા, તો આવું કેમ થાય છે?
ઉત્તર:
જો નાક બંધ કરી ભોજન જમીએ તો આપણે સ્વાદ અનુભવી શકીએ છીએ. પરંતુ આપણને સંતોષ થતો નથી, કારણ કે ઘાણસંવેદી ગ્રાહીઓ ઉત્તેજિત થતી નથી. આપણે તેની વાસ અનુભવી શકતા નથી.

GSEB Solutions Class 10 Science Chapter 7 નિયંત્રણ અને સંકલન

પ્રશ્ન 4.
જ્યારે શરદી થયેલી હોય ત્યારે તમે શું ઉપરની પરિસ્થિતિ અનુભવો છો?
ઉત્તર:
હા, જ્યારે શરદી થયેલી હોય ત્યારે શ્લેષ્મના વધારે સાવથી ઘાણસંવેદી ગ્રાહીઓ ઢંકાયેલી હોવાથી ભોજનની વાસ અનુભવી શકાતી નથી.

પ્રવૃતિ 7.2 (પા.પુ. પાના નં. 121)

વનસ્પતિનાં અંગો ભાગોના પ્રકાશ તરફ પ્રતિચારનું અવલોકન કરવું.
અથવા
વનસ્પતિમાં પ્રકાશાવર્તનનો અભ્યાસ કરવો.
સાધનોઃ ફ્લાસ્ક, તારની જાળી, એક તરફથી ખુલ્લા પૂંઠાનું બૉક્સ
પદાર્થો : પાણી, બે-ત્રણ તાજાં અંકુરિત વાલનાં બીજ
GSEB Solutions Class 10 Science Chapter 7 નિયંત્રણ અને સંકલન 2
પદ્ધતિઃ

  • શંકુ આકારના ફ્લાસ્કમાં પાણી ભરો.
  • ફ્લાસ્કની ગ્રીવા(કંઠભાગ)ને તારની જાળી વડે ઢાંકો.
  • તાજાં અંકુરિત બે-ત્રણ વાલનાં બીજને તારની જાળી પર મૂકો.
  • એક બાજુથી ખુલ્લા પૂંઠાનું બૉક્સ લો. તેમાં ફ્લાસ્ક મૂકો. બૉક્સને એવી રીતે મૂકો કે જેથી બૉક્સની ખુલ્લી બાજુ બારીમાંથી આવતા પ્રકાશ તરફ રહે.
  • બે-ત્રણ દિવસ પછી અવલોકન કરો અને તમારા અવલોકનની નોંધ કરો.
  • હવે, ફ્લાસ્કને એ રીતે ફેરવો કે જેથી તેનો પ્રકાશ તરફ રહેલો ભાગ પ્રકાશથી દૂર ગોઠવાય. આ અવસ્થામાં ફ્લાસ્કને થોડા દિવસ સુધી ખલેલ પહોંચાડ્યા વગર મૂકી રાખો અને પછી અવલોકન કરો.

અવલોકનઃ ફ્લાસ્કની શરૂઆતની સ્થિતિમાં પ્રરોહ પ્રકાશ તરફ વળે છે અને મૂળ પ્રકાશથી દૂર જાય છે.

ફ્લાસ્કની સ્થિતિ બદલતાં પ્રરોહ પ્રકાશથી દૂર અને મૂળ પ્રકાશ તરફ થઈ જાય છે. પરંતુ થોડા દિવસો પછી પ્રરોહ પ્રકાશ તરફ અને મૂળ પ્રકાશથી દૂર વળીને પ્રતિચાર દર્શાવે છે.

પ્રશ્નોઃ

પ્રશ્ન 1.
શું પ્રરોહ અને મૂળના જૂના (ઘરડા) ભાગો તેમની દિશા બદલી શકે છે?
ઉત્તર : હા, પ્રરોહ હંમેશાં પ્રકાશ તરફ રહેવા એટલે કે ધન પ્રકાશાનુવર્તન દર્શાવવા અને મૂળ હંમેશાં પ્રકાશથી દૂર રહેવા એટલે કે ઋણ પ્રકાશાનુવર્તન દર્શાવવા તેમની દિશા
બદલે છે.

પ્રશ્ન 2.
શું પ્રરોહ અને મૂળની નવી વૃદ્ધિની દિશામાં તફાવત છે?
ઉત્તર:
ના, વૃદ્ધિની દિશા પર્યાવરણની ઉત્તેજનાને અનુસરે છે.

GSEB Solutions Class 10 Science Chapter 7 નિયંત્રણ અને સંકલન

પ્રશ્ન 3.
આ પ્રવૃત્તિ પરથી આપણે શું નિર્ણય લઈશું?
ઉત્તર:
આ પ્રવૃત્તિ પરથી આપણે નિર્ણય લઈ શકીએ કે, પ્રરોહ ધન પ્રકાશાવર્તન અને મૂળ ઋણ પ્રકાશાવર્તન દર્શાવે છે.

પ્રવૃતિ 7.3 (પા.પુ. પાના નં. 123)

GSEB Solutions Class 10 Science Chapter 7 નિયંત્રણ અને સંકલન 9
GSEB Solutions Class 10 Science Chapter 7 નિયંત્રણ અને સંકલન 10
GSEB Solutions Class 10 Science Chapter 7 નિયંત્રણ અને સંકલન 11

પ્રવૃત્તિ 7.4 (પા.પુ. પાના નં 125)

નીચે આપેલા કોષ્ટકમાં ખાલી સ્થાન પૂરોઃ
GSEB Solutions Class 10 Science Chapter 7 નિયંત્રણ અને સંકલન 12

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *