Loading [MathJax]/jax/output/HTML-CSS/config.js

GSEB Solutions Class 9 Science Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો

Gujarat Board GSEB Solutions Class 9 Science Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો Textbook Questions and Answers, Intext Questions, Textbook Activites Pdf.

નૈસર્ગિક સ્ત્રોતો Class 9 GSEB Solutions Science Chapter 14

GSEB Class 9 Science નૈસર્ગિક સ્ત્રોતો Textbook Questions and Answers

સ્વાધ્યાયના પ્રશ્નોત્તર

પ્રશ્ન 1.
જીવન માટે વાતાવરણની આવશ્યકતા શું છે?
ઉત્તર:
જીવન માટે વાતાવરણની આવશ્યકતા:

  • વાતાવરણ પૃથ્વીની ફરતે રક્ષણાત્મક ચાદર છે.
  • વાતાવરણના મુખ્ય ઘટક નાઇટ્રોજન, ઑક્સિજન, કાર્બન ડાયૉક્સાઈડ સજીવોમાં કાર્બનિક સંયોજનના બંધારણમાં આવશ્યક છે.
  • સુકોષકેન્દ્રી અને ઘણા બધા આદિકોષકેન્દ્રી કોષોમાં લૂકોઝને તોડી ઊર્જા પ્રાપ્ત કરવા વાતાવરણના ઑક્સિજન જરૂરી છે.
  • લીલી વનસ્પતિઓ પ્રકાશસંશ્લેષણ ક્રિયામાં વાતાવરણના કાર્બન ડાયૉક્સાઇડનો ઉપયોગ કરી લૂકોઝ બનાવે છે.
  • પૃથ્વીના સરેરાશ તાપમાનને નિયત રાખવા માટે વાતાવરણની આવશ્યકતા છે.

GSEB Solutions Class 9 Science Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો

પ્રશ્ન 2.
જીવન માટે પાણીની આવશ્યકતા કેમ છે?
ઉત્તરઃ
જીવન માટે પાણીની આવશ્યકતા:

  • સજીવ કોષો કે શરીરમાં થતી બધી જ જૈવિક ક્રિયાઓ પાણીની હાજરીમાં થાય છે.
  • જીવન માટે અગત્યના પદાર્થો પાણીમાં દ્રાવ્ય સ્વરૂપમાં સજીવ શરીરના એક ભાગથી બીજા ભાગ સુધી વહન પામે છે.
  • બધા સજીવોએ જીવિત રહેવા દેહમાં પાણીની નિયત માત્રા જાળવી રાખવી જરૂરી છે.
  • જળચર સજીવોના વસવાટ માટેનું માધ્યમ પાણી છે.

પ્રશ્ન 3.
સજીવો જમીન પર કેવી રીતે નિર્ભર છે? શું પાણીમાં રહેવાવાળા સજીવો ભૂમીય સ્ત્રોતોથી સ્વતંત્ર છે? [2 ગુણ)
ઉત્તર:
બધા સજીવો પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે જમીન પર નિર્ભર છે. વનસ્પતિઓ જમીનમાંથી મૂળ દ્વારા પાણી અને ખનીજ દ્રવ્યોનું શોષણ કરે છે. કેટલાંક પ્રાણીઓ ભૂમિમાં દર બનાવીને વસે છે. આપણા ખોરાક માટેની કૃષિ-પ્રવૃત્તિ જમીન પર નિર્ભર છે.

પાણીમાં રહેવાવાળા સજીવો ભૂમીય સોતોથી સંપૂર્ણ સ્વતંત્ર નથી. પાણીના પ્રવાહ સાથે ભૂમીય સ્રોતનાં વિવિધ દ્રવ્યો દ્રાવ્ય સ્વરૂપે પાણીમાં રહેવાવાળા સજીવોને પ્રાપ્ત થાય છે.

પ્રશ્ન 4.
તમે ટેલિવિઝન પર અને સમાચારપત્રમાં હવામાનસંબંધી રિપોર્ટને જોયા હશે. તમે શું વિચારો છો આપણે ઋતુના પૂર્વાનુમાનમાં સક્ષમ છીએ?
ઉત્તરઃ
હા, હવામાન સંબંધી રિપૉર્ટમાં મુખ્યત્વે તાપમાન, ભેજ અને પવનની ગતિ આધારે અગાઉનાં વર્ષોના રિપોર્ટ સાથે સરખામણી કરી ઋતુના પૂર્વાનુમાન કરી શકાય છે.

GSEB Solutions Class 9 Science Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો

પ્રશ્ન 5.
આપણે જાણીએ છીએ કે ઘણી બધી માનવીય પ્રવૃત્તિઓ : હવા, પાણી તેમજ ભૂમિના પ્રદૂષણ સ્તરને વધારે છે. શું તમે વિચારો છો કે આ પ્રવૃત્તિઓને કંઈક અંશે વિશિષ્ટ રીતે સીમિત કરી શકાય કે જે પ્રદૂષણના સ્તરને ઘટાડીને પ્રદૂષણ ઘટાડવામાં મદદરૂપ થાય?
ઉત્તરઃ
હા, વાહનોનો ઉપયોગ તેમજ અશ્મી બળતણનો ઉપયોગ ઘટાડી, વધારે વૃક્ષોના ઉછેર અને ભૂમિ પર વનસ્પતિ આવરણ વધારી, ઉદ્યોગોમાં ઉત્પન્ન થતા હાનિકારક દ્રવ્યોને બિનહાનિકારક સ્વરૂપમાં ફેરવ્યા બાદ મુક્ત કરી, કૃષિ-પ્રવૃત્તિમાં રાસાયણિક ખાતર અને જંતુનાશકોનો મર્યાદિત ઉપયોગ કરી પ્રદૂષણના સ્તરને ઘટાડી શકાય.

પ્રશ્ન 6.
જંગલ હવા, જમીન અને પાણીના સ્ત્રોતની ગુણવત્તા પર કેવી રીતે અસર કરે છે તે વિશે નોંધ લખો. [3 ગુણ)
ઉત્તર:
જંગલ હવા, જમીન અને પાણીના સ્ત્રોતની ગુણવત્તા પર નીચે મુજબ અસર કરે છે:
1. હવાના સ્ત્રોતની ગુણવત્તા પર : જંગલો વાતાવરણમાંથી કાર્બન ડાયૉક્સાઇડનું શોષણ કરી પ્રકાશસંશ્લેષણ ક્રિયા દ્વારા ઑક્સિજન મુક્ત કરે છે. વૃક્ષો બાષ્પોત્સર્જન દ્વારા બાષ્પ ગુમાવી વાતાવરણમાં ઠંડક અને ભેજનું પ્રમાણ વધારે છે.

2. જમીન સ્ત્રોતની ગુણવત્તા પરઃ જંગલની વનસ્પતિઓ ભૂમિકણો પકડી રાખી ધોવાણ અટકાવે છે. તે ભૂમીય જળ કે ભેજ જાળવી રાખે છે. ભૂમીય સ્રોતમાં પોષક દ્રવ્યો ઉમેરી ફળદ્રુપતા વધારે છે.

3. પાણીના સ્ત્રોતની ગુણવત્તા પર: જંગલો વરસાદ લાવવામાં મદદ કરે છે. ભૂગર્ભીય પાણીનું સ્તર વધારવામાં મદદ કરે છે.

GSEB Class 9 Science નૈસર્ગિક સ્ત્રોતો Intext Questions and Answers

Intext પ્રશ્નોત્તર [પા.પુ. પાના નં. 198]

પ્રશ્ન 1.
શુક્ર અને મંગળ ગ્રહોના વાતાવરણથી આપણું વાતાવરણ કેવી રીતે ભિન્ન છે?
ઉત્તરઃ
શુક્ર અને મંગળ ગ્રહના વાતાવરણમાં 95 – 97 % સુધી કાર્બન ડાયૉક્સાઇડ છે. જ્યારે પૃથ્વીના વાતાવરણમાં 0.03 % કાર્બન ડાયૉક્સાઈડ છે. પૃથ્વીના વાતાવરણમાં નાઇટ્રોજન, ઑક્સિજન, પાણીની બાષ્પ વગેરે હાજર છે. જ્યારે શુક્ર અને મંગળ ગ્રહોના વાતાવરણમાં નાઇટ્રોજન, ઑક્સિજન ગેરહાજર છે.

પ્રશ્ન 2.
વાતાવરણ એક કામળા કે ચાદરની જેમ કેવી રીતે કાર્ય કરે છે?
ઉત્તરઃ
વાતાવરણની હવા ઉષ્માની મંદ વાહક હોવાથી પૃથ્વીના તાપમાનને દિવસના સમયે અને સમગ્ર વર્ષ દરમિયાન લગભગ નિયત રાખે છે. આ ઉપરાંત ઓઝોનસ્તરને કારણે વાતાવરણ એક કામળા કે ચાદરની જેમ કાર્ય કરે છે.

પ્રશ્ન 3.
હવાની ગતિ(પવન)નું શું કારણ છે?
ઉત્તરઃ
પૃથ્વીના જુદા જુદા વિસ્તારોમાં વાતાવરણની હવા અસમાન રીતે ઉષ્ણ (ગરમ) થતાં અસમાન દબાણનાં ક્ષેત્રો સર્જાય છે. આવા વધુ દબાણવાળા ક્ષેત્ર અને ઓછા દબાણવાળા ક્ષેત્ર હવાની ગતિ(પવન)નું કારણ છે.

GSEB Solutions Class 9 Science Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો

પ્રશ્ન 4.
વાદળોનું નિર્માણ કેવી રીતે થાય છે?
ઉત્તરઃ
દિવસના સમયે તળાવ, સરોવર, નદી, દરિયાના પાણીનું બાષ્પીભવન થતાં પાણીની બાષ્પ બને છે. પાણીની બાષ્પ ગરમ હવા સાથે વાતાવરણમાં ઊંચે જાય છે. ચોક્કસ ઊંચાઈએ હવા ઠંડી પડતાં, પાણીની બાષ્પ સંઘનન પામી પાણીનાં નાનાં ટીપાંમાં ફેરવાય છે. આ રીતે વાદળોનું નિર્માણ થાય છે.

પ્રશ્ન 5.
મનુષ્યની ત્રણ પ્રવૃત્તિઓનો ઉલ્લેખ કરો કે જે હવાના પ્રદૂષણ તરફ દોરી જાય છે. [1 ગુણ)
ઉત્તર:
હવાના પ્રદૂષણ તરફ દોરી જતી મનુષ્યની ત્રણ પ્રવૃત્તિઓ :

  • વાહનોના ધુમાડા,
  • ઉદ્યોગોમાંથી મુક્ત થતા ધુમાડા અને
  • કોલસો, પેટ્રોલિયમ પદાર્થો જેવા અશ્મી બળતણનું દહન.

Intext પ્રજ્ઞોત્તર [પા.પુ. પાના નં. 194]

પ્રશ્ન 1.
સજીવોને પાણીની જરૂરિયાત શા માટે હોય છે?
ઉત્તરઃ
સજીવોને નીચેની પ્રવૃત્તિઓ માટે પાણીની જરૂરિયાત હોય છે :

  • બધી કોષીય પ્રક્રિયાઓ માટે પાણી જરૂરી છે.
  • શરીરમાં વિવિધ પદાર્થો પાણીમાં દ્રાવ્ય સ્થિતિમાં વહન પામે છે.
  • પ્રાણીઓમાં ઉત્સર્ગ દ્રવ્યોના નિકાલ માટે પાણી જરૂરી છે.
  • વનસ્પતિઓમાં પ્રકાશસંશ્લેષણ માટે પાણી જરૂરી છે.

પ્રશ્ન 2.
જે ગામ/શહેર/નગરમાં તમે રહો છો ત્યાં શુદ્ધ 3 પાણીનો પ્રાપ્ય મુખ્ય સ્ત્રોત શું છે?
ઉત્તર:
અમારા શહેરમાં શુદ્ધ પાણીનો પ્રાપ્ય સ્ત્રોત સાબરમતી નદી ઉપરાંત શેઢી કેનાલ અને નર્મદા કેનાલ છે.
[નોંધઃ આ પ્રશ્નના ઉત્તરમાં વિદ્યાર્થીએ પોતાના ગામ/શહેર/નગરનો શુદ્ધ પાણીનો પ્રાપ્ય સ્ત્રોત લખવો.]

GSEB Solutions Class 9 Science Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો

પ્રશ્ન 3.
શું તમે કોઈ એવી પ્રવૃત્તિ વિશે જાણો છો કે જે આ 3 પાણીના સ્ત્રોતને પ્રદૂષિત કરી રહી છે?.
ઉત્તરઃ
હા,

  • સુએઝ કચરો,
  • ઉદ્યોગોનો કચરો,
  • અંધશ્રદ્ધાને કારણે પૂજાની સામગ્રી નદીના પાણીમાં પધરાવવી તથા
  • મૂર્તિઓના વિસર્જન તેમજ અસ્થિવિસર્જન નદીના પાણીમાં કરવાથી પાણીના સ્ત્રોત પ્રદૂષિત થાય છે.

Intext પ્રજ્ઞોત્તર [પા.પુ. પાના નં. 196]

પ્રશ્ન 1.
ભૂમિ કે માટીનું નિર્માણ કેવી રીતે થાય છે? [1 ગુણ)
ઉત્તર:
સૂર્યપ્રકાશ, પાણી, લાઈકેન દ્વારા મુક્ત થતાં દ્રવ્યો વડે પથ્થરો પર તિરાડો પડે છે અને મોટી થતી જાય છે. તેના પર પવન અને પાણીની અસરથી નાના કણોમાં વિઘટન થઈ ભૂમિનું નિર્માણ થાય છે.

પ્રશ્ન 2.
ભૂમિનું ક્ષરણ એટલે શું?
ઉત્તર:
ભૂમિનું શરણ એ તીવ્ર પવન અને ઝડપથી વહેતા પાણી દ્વારા ભૂમિનું ઉપરનું સ્તર દૂર થવાની ક્રિયા છે.

પ્રશ્ન 3.
ક્ષરણને રોક્વા અને ઓછું કરવા માટે કઈ કઈ રીતો છે? [2 ગુણ]
ઉત્તર:
ક્ષરણને રોકવા અને ઓછું કરવા માટેની રીતો:

  • વૃક્ષારોપણ,
  • ઘાસની રોપણી,
  • ખેતરની ફરતે પાળા બનાવવા અને પાણી નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવી,
  • નદીકિનારે મોટા પથ્થરોની આડશો ગોઠવવી,
  • પર્વતીય વિસ્તારોમાં ધાબા ખેતી (Terrace farming) પદ્ધતિનો ઉપયોગ કરવો.

Intext પ્રશ્નોત્તર [પા.૫, પાના નં.201]

પ્રશ્ન 1.
જલચક્રમાં પાણીની કઈ કઈ અવસ્થાઓ મળી આવે છે?
ઉત્તર:
જલચક્રમાં પાણી પ્રવાહી, ઘન અને વાયુ અવસ્થામાં મળી આવે છે.

GSEB Solutions Class 9 Science Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો

પ્રશ્ન 2.
જૈવિક મહત્ત્વનાં બે સંયોજનોનાં નામ આપો કે જેમાં ઑક્સિજન અને નાઇટ્રોજન બંને મળી આવે છે. [1 ગુણ)
ઉત્તર:
પ્રોટીન અને ન્યુક્લિઇક ઍસિડ.

પ્રશ્ન 3.
હવામાં કાર્બન ડાયૉક્સાઈડનું પ્રમાણ વધારતી હોય તેવી ત્રણ માનવીય પ્રવૃત્તિઓની યાદી બનાવો.
ઉત્તર:
પરિવહન માટે, રસોઈ માટે અને ઉદ્યોગોમાં અશ્મી બળતણનો ઉપયોગ.

પ્રશ્ન 4.
ગ્રીનહાઉસ અસર એટલે શું?
ઉત્તરઃ
જુઓ પ્રશ્ન 39નો ઉત્તર.

પ્રશ્ન 5.
વાતાવરણમાં મળી આવતા ઑક્સિજનનાં બે સ્વરૂપો કયાં કયાં છે?
ઉત્તર:
વાતાવરણમાં ઑક્સિજન મૂળ સ્વરૂપે અને કાર્બન ડાયૉક્સાઇડ સ્વરૂપે મળી આવે છે.

GSEB Class 9 Science અન્તસ્ત્રોતોમાં સુધારણા Textbook Activities

પ્રવૃત્તિ 14.1 [પા.પુ. પાના નં 190]

નીચે આપેલાઓનું તાપમાન માપો:

  • પાણીથી ભરેલું એક બીકર
  • માટી કે રેતીથી ભરેલું એક બીકર
  • એક બંધ શીશી લો. જેમાં થરમૉમિટર લગાડેલ હોય છે.
  • આ બધાંને સૂર્યના પ્રકાશમાં ત્રણ કલાક સુધી રાખો. હવે ત્રણેય વાસણોનું તાપમાન માપો. પછી તેમને છાંયડામાં રાખીને તાપમાન માપો.

પ્રશ્ન 1.
(1) અને (2)માંથી કોનું તાપમાન વધારે છે?
ઉત્તરઃ
(2) રેતી ભરેલા બીકરનું તાપમાન વધારે છે.

પ્રશ્ન 2.
મેળવેલા નિષ્કર્ષને આધારે કોણ સૌથી પહેલું ગરમ થશે – સ્થળ કે દરિયો?
ઉત્તરઃ
સ્થળ સૌથી પહેલું ગરમ થશે.

GSEB Solutions Class 9 Science Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો

પ્રશ્ન 3.
શું છાંયડામાં હવાનું તાપમાન રેતી અને પાણીના તાપમાન સમાન જ હોય છે? અને તાપમાન છાંયડામાં કેમ માપવામાં આવે છે?
ઉત્તર:
ના, છાંયડામાં હવાનું તાપમાન રેતી અને પાણીના તાપમાનથી અલગ હોય છે. તાપમાન છાંયડામાં માપવામાં આવે છે, કારણ કે તીવ્ર સૂર્યપ્રકાશમાં સૌર-ઊર્જાનું પરાવર્તન થાય છે. તેથી થરમૉમિટરના આંકમાં ફેરફાર આવે છે.

પ્રશ્ન 4.
શું બંધ શીશી કે કાચના વાસણમાં લીધેલી હવાનું તાપમાન અને ખુલ્લામાં લીધેલી હવાનું તાપમાન સમાન છે? આના કારણ વિશે તમે શું વિચારો છો? શું રોજિંદા જીવનમાં બીજી આવા પ્રકારની ઘટનાઓથી તમે વાકેફ છો?
ઉત્તરઃ
ના, બંધ શીશી કે કાચના વાસણમાં લીધેલી હવાનું તાપમાન ખુલ્લામાં લીધેલી હવાના તાપમાન કરતાં વધારે હોય છે. આનું કારણ ગ્રીનહાઉસ અસર છે. હા, ખુલ્લામાં પાર્ક કરેલી કારના ગ્લાસ બંધ હોવાથી અંદર ગરમી(ઉષ્મા)નું પ્રમાણ વધારે હોય છે.

પ્રશ્ન 5.
રેતી અને પાણી એકસરખા દરથી ગરમ થતાં નથી. તમે તેમને ઠંડા થવાના દરના વિષયમાં શું વિચારો છો? શું આપણે આપણા અનુમાનની સત્યતા માટે એક પ્રયોગ કરી શકીએ છીએ?
ઉત્તર:
હા, પાણીની સરખામણીમાં રેતી ઝડપથી ઠંડી પડે છે.
હા, પાણી ભરેલા બીકર અને રેતી ભરેલા બકરને 3-4 કલાક સૂર્યપ્રકાશમાં મૂકી, તેને છાંયડામાં મૂકી, થોડા સમય પછી બંને બીકરના તાપમાન માપવાનો પ્રયોગ કરી શકીએ.

પ્રવૃત્તિ 14.2 [પા.પુ. પાના નં 190]

એક મીણબત્તીને પહોળા મોઢાવાળી શીશીમાં કે બીકરમાં રાખો અને તેને સળગાવો. એક અગરબત્તીને સળગાવો અને તે જ શીશીના મોઢાની નજીક લઈ જાઓ. (આકૃતિ 14.2 મુજબ)
GSEB Solutions Class 9 Science Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો 1

પ્રશ્ન 1.
જ્યારે અગરબત્તીને શીશીના મોઢાની કિનારી પર લાવવામાં આવે ત્યારે અવલોકન કરો કે ધુમાડો કઈ બાજુએ જાય છે?
ઉત્તર:
ધુમાડો પ્રથમ મીણબત્તી તરફ જાય છે અને પછી ઉપર તરફ જાય છે.

GSEB Solutions Class 9 Science Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો

પ્રશ્ન 2.
જ્યારે અગરબત્તીને મીણબત્તીની થોડીક ઉપર રાખતાં ધુમાડો કઈ તરફ જાય છે?
ઉત્તર:
ધુમાડો સીધો ઉપરની તરફ જાય છે.

પ્રશ્ન 3.
શીશીના બીજા ભાગોમાં જ્યારે અગરબત્તીને રાખવામાં આવે ત્યારે ધુમાડો કઈ તરફ જાય છે?
ઉત્તર:
ધુમાડો પ્રથમ મીણબત્તી તરફ જાય છે અને પછી ઉપર તરફ જાય છે.
આમ, આ પ્રવૃત્તિમાં ધુમાડાના પ્રવાહ વડે ગરમ અને ઠંડી હવા કઈ દિશામાં વહે તે સમજાવી શકાય છે.

પ્રવૃત્તિ 14.3 [પા.પુ. પાના નં 191].

→ એક પાતળી પ્લાસ્ટિકની શીશી લો. આમાં 5થી 10 mL પાણી લો અને શીશીને ચુસ્ત રીતે બંધ કરો. આને સારી રીતે હલાવો અને 10 મિનિટ સુધી તાપમાં કે સૂર્યપ્રકાશમાં રાખો. જેથી શીશીમાં રહેલી હવા પાણીની બાષ્પથી સંતૃપ્ત થઈ જાય છે.

→ હવે એક સળગતી અગરબત્તી લો. શીશીના ઢાંકણાને ખોલીને અગરબત્તીના ધુમાડાના કેટલાક ભાગને શીશીની અંદર જવા દો. ફરીથી શીશીને હવાચુસ્ત બંધ કરી લો. શીશીને તમારી હથેળીઓની વચ્ચે રાખીને શક્ય એટલા જોરથી દબાવો. કેટલાક સમય માટે રહેવા દઈ અને શીશીને છોડી દો. એક વાર પુનઃ શીશીને શક્ય
હોય તેટલા જોરથી દબાવો.

પ્રશ્ન 1.
તમે ક્યારે અવલોકન કર્યું કે શીશીની અંદર રહેલી હવામાં ધુમાડો જણાય છે?
ઉત્તરઃ
શીશીની અંદર રહેલી હવામાં ધુમાડો ત્યારે દેખાય છે, જ્યારે શીશીને હથેળીઓના દબાણથી મુક્ત કરવામાં આવે છે.

પ્રશ્ન 2.
ધુમાડો ક્યારે અદશ્ય થઈ જાય છે?
ઉત્તર:
જ્યારે શીશીને ફરીથી હથેળીઓની વચ્ચે રાખી દબાવવામાં આવે ત્યારે ધુમાડો અદશ્ય થઈ જાય છે.

પ્રશ્ન 3.
શીશીમાં ક્યારે દબાણ વધારે હોય છે?
ઉત્તર:
જ્યારે શીશીને બંને હથેળીઓની વચ્ચે રાખી દબાવવામાં આવે ત્યારે શીશીમાં દબાણ વધારે હોય છે.

પ્રશ્ન 4.
ધુમાડો દેખાય તે સ્થિતિમાં શીશીની અંદરનું દબાણ ઓછું થાય છે કે વધે છે?
ઉત્તર:
ધુમાડો દેખાય તે સ્થિતિમાં શીશીની અંદરનું દબાણ ઓછું થાય છે.

પ્રશ્ન 5.
આ પ્રયોગ માટે શીશીની અંદર ધુમાડાની જરૂરિયાત શા માટે છે?
ઉત્તરઃ
આ પ્રયોગ માટે શીશીની અંદર ધુમાડાના કણો પર પાણીની બાષ્પ જમા થઈ નાનાં બિંદુઓ બનાવે તે માટે ધુમાડાની જરૂર છે.

પ્રશ્ન 6.
આ પ્રયોગને અગરબત્તીના ધુમાડા વગર કરો ત્યારે શું થશે? હવે એવો પ્રયત્ન કરો અને જુઓ કે અનુમાન સાચું હતું કે ખોટું?
ઉત્તર:
આ પ્રયોગને અગરબત્તીના ધુમાડા વગર કરવામાં આવે ત્યારે પાણીની બાષ્પ પાણીનાં નાનાં નાનાં ટીપાંમાં ફેરવાતી નથી. આથી ટીપાં જમા થવા માટે ધુમાડાના કણો જરૂરી છે. તે અનુમાન સાચું હતું.

GSEB Solutions Class 9 Science Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો

પ્રવૃત્તિ 14.4 [પા.પુ. પાના નં. 192]

પ્રશ્ન 1.
સમગ્ર દેશમાં થનારા વરસાદની ભાત વિશે સમાચારપત્ર કે ટેલિવિઝનના માધ્યમથી આબોહવા-વિષયક સૂચનાઓની જાણકારી એકત્ર કરો. એ પણ તપાસ કરો કે એક વર્ષોમાપક યંત્ર કેવી રીતે બનાવાય છે અને તેને બનાવો. વર્ષામાપક યંત્રથી સાચી માહિતી મેળવવા માટે કઈ કઈ સાવચેતીઓની આવશ્યકતા છે?
ઉત્તરઃ
વષમાપક યંત્રથી સાચી માહિતી મેળવવા માટે સાધન ખુલ્લા વિસ્તારમાં સીધા વરસાદનાં ટીપાં પડે તે રીતે ગોઠવવું, તેમાં વધારાનું પાણી ન પડે તેમજ તેમાં એકત્ર પાણી ઢોળાઈ ન જાય તેમજ જો તરત જ તાપ (ઉઘાડ) નીકળે, તો એકત્રિત પાણી બાષ્પીભવન ન પામે તેની સાવચેતીઓની આવશ્યકતા છે. હવે નીચે આપેલ પ્રશ્નોના ઉત્તર આપો :

પ્રશ્ન 2.
કયા મહિનામાં તમારા શહેર / નગર / ગામમાં સૌથી વધારે વરસાદ પડે છે?
ઉત્તર:
જુલાઈ

પ્રશ્ન 3.
ક્યા મહિનામાં તમારા રાજ્ય કેન્દ્રશાસિત પ્રદેશમાં સૌથી વધારે વરસાદ પડે છે?
ઉત્તર:
જુલાઈ અને ઑગસ્ટ

પ્રશ્ન 4.
શું વરસાદ હંમેશાં વાદળોની ગર્જના અને વીજળીના ચમકારાની સાથે જ થાય છે? જો ના તો કઈ મોસમમાં સૌથી વધારે વરસાદ વાદળોની ગર્જના અને વીજળીના ચમકારા સાથે થાય છે?
ઉત્તર:
ના, ચોમાસામાં સૌથી વધારે વરસાદ વાદળ ગરજવા અને વીજળીના ચમકારા થવાની સાથે થાય છે.

પ્રવૃત્તિ 14.5 [પા.પુ. પાના નં. 192]

પ્રશ્ન 1.
પુસ્તકાલયમાંથી વરસાદ અને ચક્રવાતના વિષયમાં હજી વધારે જાણકારી એકત્ર કરો. કોઈ બીજા દેશમાં વરસાદ થવાની રીતની તપાસ કરો. શું સમગ્ર વિશ્વમાં વરસાદ માટે વર્ષાઋતુ જવાબદાર છે?
ઉત્તરઃ
આપણા દેશમાં મોટા ભાગનો વરસાદ ચોમાસામાં થાય છે, પરંતુ વિશ્વના કેટલાક દેશોમાં શિયાળા તેમજ ઉનાળામાં પણ વરસાદ થાય છે.

GSEB Solutions Class 9 Science Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો

પ્રવૃત્તિ 14.6 [પા.પુ. પાના નં. 193]

લાઈકેન નામના સજીવ (સહજીવી વનસ્પતિસમૂહ) હવામાં રહેલા હું સલ્ફર ડાયોક્સાઇડના સ્તર પ્રત્યે વધારે સંવેદનશીલ હોય છે. તેઓ મોટા ભાગનાં વૃક્ષોની છાલ પર પાતળા લીલા અને સફેદ રંગના સ્તરના સ્વરૂપમાં જોવા મળે છે. જો તમારી આસપાસનાં વૃક્ષો પર લાઈકેન હોય, તો તેનું અવલોકન કરો.

પ્રશ્ન 1.
વધારે અવરજવરવાળા રોડની નજીકના વૃક્ષ પર આવેલી લાઈકેન અને રોડથી દૂર આવેલા વૃક્ષ પર આવેલી લાઇકેનની તુલના કરો.
ઉત્તરઃ
વધારે અવરજવરવાળા રોડની નજીકના વૃક્ષ પર આવેલી લાઈકેન ઓછી માત્રામાં અને રોડથી દૂર આવેલા વૃક્ષ પર લાઈકેન વધુ માત્રામાં અને ખૂબ ગીચ હોય છે.

પ્રશ્ન 2.
રોડની નજીકમાં આવેલાં વૃક્ષોની રોડ તરફની ડાળીઓ પર આવેલી લાઈકેનની તુલના, રોડથી દૂર કે વિપરીત દિશાની ડાળીઓ પર આવેલી લાઈન સાથે કરો.
ઉત્તરઃ
રોડની નજીકમાં આવેલાં વૃક્ષોની રોડ તરફની ડાળીઓ પર લાઈકેન લગભગ નહિવતું, જ્યારે વિપરીત દિશાની ડાળીઓ પર પ્રમાણમાં થોડી લાઇકન જોવા મળે છે.

પ્રશ્ન 3.
ઉપર્યુક્ત અવલોકનને આધારે તમે રોડની કિનારીએ કે દૂર પ્રદૂષણ ફેલાવાવાળા પદાર્થોના સ્તરના વિષયમાં શું કહી શકો છો?
ઉત્તરઃ
વધુ વાહનવ્યવહાર ધરાવતા રોડની આસપાસ વાહનોના ધુમાડામાં સલ્ફર ડાયૉક્સાઈડનું પ્રદૂષણ વધારે હોય છે. હવાઈ પ્રદૂષક ખાસ કરીને સલ્ફર ડાયૉક્સાઇડ પ્રત્યે લાઈકેન સંવેદનશીલ છે. લાઈકેનનો વધુ સારો વિકાસ જોવા મળે તો પ્રદૂષકોના સ્તર નીચા છે, જ્યારે લાઈકેનનો વિકાસ જોવા ન મળે તો પ્રદૂષકોના સ્તર ઊંચા છે તેમ કહી શકાય.

પ્રવૃત્તિ 147 [પા.પુ. પાના નં 193].

પ્રશ્ન 1.
ઘણી બધી નગરપાલિકાઓ પાણીની પ્રાપ્યતાને વધારવા માટે પાણીના સંગ્રહણની તકનિકો ઉપર કાર્ય કરી રહી છે.
કઈ તકનિક પાણીના સંગ્રહણ માટે છે? અને તેનો ઉપયોગ આવશ્યક પાણીની માત્રા વધારવામાં કેવી રીતે સહાયક બને છે?
ઉત્તર:
તળાવોનું ખોદકામ કરી તેને ઊંડાં બનાવવાં; નદી પસાર થતી હોય, તો તેના પર બંધ બાંધી પાણીનો સંગ્રહ; વનસ્પતિ આવરણ વધારી ભૂમિમાં ભેજનું પ્રમાણ વધારવું તેમજ વરસાદી પાણીના સંગ્રહ માટે મોટા ટાંકા તેમજ પરકોટિંગ વેલ (કુવા) બનાવવા વગેરે તકનિકો પાણીના સંગ્રહણ માટે છે.
આ તકનિકો દ્વારા ભૂમિગત પાણીના સ્તર જાળવી રખાય અને પાણી વધારી શકાય.

પ્રવૃત્તિ 14.8 [પા.પુ. પાના નં. 193]

પ્રશ્ન 1.
કોઈ એક નદી, તળાવ કે ઝરણાની નજીકનું એક નાનકડું સ્થાન પસંદ કરો. એક ચોરસ મીટર ક્ષેત્રફળવાળા આ વિસ્તારમાં આવેલી વિભિન્ન વનસ્પતિઓ તેમજ પ્રાણીઓની સંખ્યાને ગણો. પ્રત્યેક જાતિની અલગ અલગ ગણતરી કરો.
આ વિસ્તારની તુલના શુષ્ક, પથરાળ અને રેતાળ વિસ્તારમાં મળી આવતાં પ્રાણીઓ અને વનસ્પતિઓ સાથે કરો.
શું બંને વિસ્તારોમાં મળી આવતી વનસ્પતિઓ અને પ્રાણીઓ એક જ પ્રકારનાં છે?
ઉત્તરઃ
ના, નદી, તળાવ કે ઝરણાની નજીકના ભેજવાળા ક્ષેત્ર કરતાં શુષ્ક, પથરાળ અને રેતાળ વિસ્તારમાં મળી આવતી વનસ્પતિઓ અને પ્રાણીઓ અલગ પ્રકારનાં છે. કારણ કે ભેજવાળા વિસ્તારમાં પાણીની સરળ પ્રાપ્તિ અને ફળદ્રુપતાને કારણે સજીવજાતિઓ વધારે પ્રકાર અને સંખ્યામાં હોય છે.

પ્રવૃત્તિ 14.9 [પા.પુ. પાના નં. 193 – 194]

→ તમારી શાળાની નજીકની કોઈ પણ વપરાશમાં ન લેવાયેલ હોય તેવી ભૂમિની પસંદગી કરો (લગભગ 1 m2 ક્ષેત્રફળવાળી) અને તેને અંકિત કરો.
→ આ પ્રકારે આ વિસ્તારમાં મળી આવેલી વિભિન્ન વનસ્પતિઓ અને પ્રાણીઓ તેમજ પ્રત્યેક જાતિઓના સજીવોની સંખ્યાઓની ગણતરી કરો.
→ તે જ સ્થાન કે વિસ્તારની ગણતરી વર્ષમાં બે વાર કરો. એક વાર ઉનાળા કે શુષ્ક ઋતુમાં અને બીજી વાર વર્ષાઋતુ પછી કરો.

પ્રશ્ન 1.
શું બંને વખતે સંખ્યાઓ સમાન હતી?
ઉત્તર:
ના

GSEB Solutions Class 9 Science Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો

પ્રશ્ન 2.
કઈ ઋતુમાં તમે વિભિન્ન પ્રકારની વનસ્પતિઓ અને પ્રાણીઓની સંખ્યામાં વધારો જોયો?
ઉત્તર:
વર્ષાઋતુમાં વિભિન્ન પ્રકારની વનસ્પતિઓ અને પ્રાણીઓનીસંખ્યામાં વધારો જોવા મળે છે.

પ્રશ્ન 3.
પ્રત્યેક પ્રકારના સજીવોની સંખ્યા કઈ તુમાં વધારે હતી?
ઉત્તર:
પ્રત્યેક પ્રકારના સજીવોની સંખ્યા વર્ષાઋતુમાં વધારે હતી.

પ્રશ્ન 4.
શું પાણીના પ્રમાણની પ્રાપ્યતાને વનસ્પતિઓ અને પ્રાણીઓના પ્રકાર અને તેઓની સંખ્યા સાથે સંબંધ છે?
ઉત્તરઃ
હા, પાણીના પ્રમાણની પ્રાપ્યતા વધુ હોય ત્યાં વનસ્પતિઓ અને પ્રાણીઓના પ્રકાર અને તેઓની સંખ્યા વધુ હોય છે.

પ્રશ્ન 5.
કયા વિસ્તારમાં સૌથી વધારે પ્રકાર અને સજીવો વધારે મળે? 200 cm વરસાદવાળા વિસ્તારમાં કે 5 cm વરસાદવાળા વિસ્તારમાં?
ઉત્તરઃ
200 cm વરસાદવાળા વિસ્તારમાં સૌથી વધારે પ્રકાર અને સજીવો વધારે મળે.

પ્રશ્ન 6.
નકશાપોથીમાં વરસાદની ભાત દર્શાવતા નકશામાં જુઓ અને જણાવો કે ભારતનાં કયા રાજ્યમાં સૌથી વધારે જૈવવિભિન્નતા હશે અને કયા રાજ્યમાં ઓછી હશે?
ઉત્તર:
ભારતનાં અસમ, મેઘાલય તેમજ પશ્ચિમઘાટ(મહારાષ્ટ્રથી કેરલ રાજ્યના દરિયાકિનારા તરફનો વિસ્તારોમાં સૌથી વધારે જૈવ વિભિન્નતા હશે અને રાજસ્થાનમાં ઓછી હશે.

પ્રશ્ન 7.
આ અનુમાન સાચું છે કે ખોટું તેની તપાસ માટે શું આપણે કોઈ એક રીત કે પદ્ધતિ પર વિચાર કરી શકીએ?
ઉત્તરઃ
હા, ભારતનાં વિવિધ રાજ્યોના સરેરાશ વાર્ષિક વરસાદ અને તે રાજ્યની જૈવવિભિન્નતાની સાપેક્ષ સરખામણી કરવામાં આવે, તો અનુમાન સાચું કે ખોટું તેની તપાસ થઈ શકે.

GSEB Solutions Class 9 Science Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો

પ્રવૃત્તિ 14.10 [પા.પુ. પાના નં. 195]

થોડીક માટી લો અને તેને પાણી ભરેલા બીકરમાં નાખો. લીધેલી માટીના લગભગ પાંચ ગણું પાણી બીકમાં હોવું જોઈએ. માટી અને પાણીને બરાબર હલાવી ભેગા કરો અને ત્યારબાદ માટીને નીચે જામવા દો. કેટલાક સમય પછી અવલોકન કરો.

પ્રશ્ન 1.
શું બીકરના તળિયાની માટી સમાંગ છે કે સ્તરોમાં વિભાજિત છે?
ઉત્તરઃ
બીકરના તળિયાની માટી સ્તરોમાં વિભાજિત છે.

પ્રશ્ન 2.
જો સ્તરોનું નિર્માણ થયેલું હોય, તો એક સ્તર બીજા સ્તરથી કેવી રીતે ભિન્ન છે?
ઉત્તરઃ
ભૂમિ એ વિવિધ કદના કણોનું મિશ્રણ છે. તેમાં મોટા કદના કણો સૌથી નીચે અને ક્રમશઃ ઉપર હલકા અને નાના કદના કણો જમા થાય છે. કણના કદના આધારે એક સ્તર બીજા સ્તરથી ભિન્ન છે.

પ્રશ્ન 3.
શું ત્યાં પાણીની સપાટી પર કંઈક તરતું જણાય છે?
ઉત્તરઃ
પાણીની સપાટી પર જીવંત સજીવ અથવા નિર્જીવ ખાસ કરીને સડતા કાર્બનિક ઘટક તરતા જણાય છે.

પ્રશ્ન 4.
શું કોઈ પદાર્થ પાણીમાં ઓગળેલા હોઈ શકે છે? તમે કેવી રીતે કે ચકાસશો?
ઉત્તરઃ
હા, ક્ષાર હોઈ શકે છે. તે પાણીના સ્વાદ પરથી ચકાસી શકાય.

પ્રવૃત્તિ 14.11 [પા.પુ. પાના નં. 196]

એક જ પ્રકારની બે ટ્રે લો અને તેને માટીથી ભરી દો. એક ટ્રેમાં રાઈ, મગ કે ડાંગરના રોપાને રોપી દો અને બંને ટ્રેમાં ત્યાં સુધી પાણી સીંચો જ્યાં સુધી ટ્રેમાં વનસ્પતિઓના રોપાની વૃદ્ધિથી ટ્રે ઢંકાઈ ન જાય. તે સુનિશ્ચિત કરો કે બંને ટ્રે એક જ ખૂણે વળે. બંને ટ્રેમાં સરખા પ્રમાણમાં પાણી એ રીતેથી સીંચો કે પાણી બહારની તરફ નીકળી જાય (આકૃતિ 14.3).
GSEB Solutions Class 9 Science Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો 2

પ્રશ્ન 1.
ટ્રેની બહાર નીકળતી માટીના પ્રમાણનો અભ્યાસ કરો. શું આ રે પ્રમાણ બંને ટ્રેમાં સરખું છે?
ઉત્તર:
ના, જે ટ્રેમાં રોપા રોપ્યા છે તેના કરતાં રોપા રોપ્યા વગરની ટ્રેમાંથી વધારે માટી નીકળે છે.
હવે કેટલીક / થોડી ઊંચાઈથી બંને ટ્રેમાં સરખા પ્રમાણમાં પાણી સીંચો. જેટલું પાણી પહેલાં સીંચ્યું હતું તેટલા જ પ્રમાણમાં પાણી ત્રણથી ચાર વાર નાખો.

GSEB Solutions Class 9 Science Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો

પ્રશ્ન 2.
હવે જમીનના પ્રમાણનો અભ્યાસ કરો. જે જમીન ટ્રેની બહાર નીકળેલી છે તેનો અભ્યાસ કરો. શું બંને ટ્રેમાં જમીનનું પ્રમાણ સરખું છે?
ઉત્તર:
ના, જે ટ્રેમાં રોપા નથી, તે ટ્રેમાં જમીનનું પ્રમાણ ઓછું છે. કારણ કે પાણી ઊંચેથી ઉમેરતાં તે વધુ જમીન ગુમાવે છે.

પ્રશ્ન 3.
શું જમીનનું ધોવાણ પહેલાં કરતાં વધારે કે ઓછી કે સમાન માત્રામાં થાય છે?
ઉત્તર:
જે ટ્રેમાં રોપા નથી, તેમાં જમીનનું ધોવાણ પહેલાં કરતાં વધારે માત્રામાં થાય છે.

પ્રવૃત્તિ 14.12 [પા.પુ. પાના નં. 199]

પ્રશ્ન 1.
વૈશ્વિક ઉષ્મીકરણ(Global Warming)નાં પરિણામ શું હોઈ શકે છે?
ઉત્તર:
વૈશ્વિક ઉષ્મીકરણનાં પરિણામો:

  • આકરો ઉનાળો,
  • ધ્રુવ પ્રદેશ પરનો બરફ પીગળવો,
  • દરિયાઈ પાણીની સપાટી ઊંચે આવવી,
  • દરિયાકાંઠાના વિસ્તારો ડૂબી જવા,
  • આબોહવાની પરિસ્થિતિમાં બદલાવ.

પ્રશ્ન 2.
કેટલાક અન્ય ગ્રીનહાઉસ વાયુઓનાં નામોની પણ તપાસ કરો.
ઉત્તર:
ગ્રીનહાઉસ વાયુઓ: CO2, CH4 (મિથેન), N2O (નાઇટ્રસ ઑક્સાઇડ), CFC (ક્લોરોફ્યુરોકાર્બન).

પ્રવૃત્તિ 14.13 [પા.પુ. પાના નં. 201]

પ્રશ્ન 1.
તપાસ કરો કે કયા બીજા અણુઓ ઓઝોનસ્તરને નુકસાન પહોંચાડી શકે છે.
ઉત્તર:
ઓઝોનસ્તરને નુકસાન પહોંચાડતો મુખ્ય અણુ CFC છે. આ . ઉપરાંત, નાઇટ્રોજન ઑક્સાઇડ અને હાઇડ્રોકાર્બન અણુઓ ઓઝોનસ્તરને નુકસાન પહોંચાડી શકે છે.

GSEB Solutions Class 9 Science Chapter 14 નૈસર્ગિક સ્ત્રોતો

પ્રશ્ન 2.
સમાચારપત્રોમાં આપેલ સમાચારને આધારે ઓઝોનસ્તરમાં છિદ્રો(ગાબડાં)ની ચર્ચા કરો.
તપાસ કરો કે ઓઝોન છિદ્રમાં કોઈ પરિવર્તન થઈ રહ્યું છે? વૈજ્ઞાનિકો શું વિચારે છે – આ પૃથ્વી પરના જીવનને કેવી રીતે અસર કરશે? (આકૃતિ 14.8)
ઉત્તર:
હા, ઓઝોનસ્તર પાતળું થઈ રહ્યું છે અને છિદ્ર મોટું થઈ રહ્યું છે.
વૈજ્ઞાનિકો વિચારે છે કે પૃથ્વી પર વધુ પ્રમાણમાં સૂર્યનાં હાનિકારક UV કિરણો પ્રવેશવાને કારણે ચામડીના કૅન્સર અને આંખના મોતિયા(Cataract)ના પ્રમાણમાં વધારો થશે. ૬ શરીરના પ્રતિકારક તંત્રને નુકસાન થવાથી રોગોના પ્રમાણમાં વધારો થશે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *