GSEB Solutions Class 7 Science Chapter 18 દૂષિત પાણીની વાર્તા

Gujarat Board GSEB Solutions Class 7 Science Chapter 18 દૂષિત પાણીની વાર્તા Textbook Questions and Answers, Textbook Activities Pdf.

દૂષિત પાણીની વાર્તા Class 7 GSEB Solutions Science Chapter 18

GSEB Class 7 Science દૂષિત પાણીની વાર્તા Textbook Questions and Answers

પાઠ્યપુસ્તકના સ્વાધ્યાયના પ્રશ્નોત્તર

1. ખાલી જગ્યા પૂરોઃ

પ્રશ્ન 1.
પાણીના શુદ્ધીકરણની પ્રક્રિયા એ ………………………. દૂર કરવાની પ્રક્રિયા છે.
ઉત્તરઃ
પ્રદૂષકો

પ્રશ્ન 2.
ઘર દ્વારા મુક્ત થતું ગંદુ પાણી એ ……………………. કહેવાય છે.
ઉત્તરઃ
સુએઝ

GSEB Solutions Class 7 Science Chapter 18 દૂષિત પાણીની વાર્તા

પ્રશ્ન 3.
સુકાયેલ ………………………… એ ખાતર તરીકે ઉપયોગી છે.
ઉત્તરઃ
કાદવ (Sludge)

પ્રશ્ન 4.
ગટરોની પાઇપલાઇન ……………………… અને ……………………. દ્વારા બંધ થઈ શકે છે.
ઉત્તરઃ
ખાદ્યતેલ, ચરબી

પ્રશ્ન 2.
સુએઝ શું છે? સારવાર ન પામેલ સુએઝને નદી કે દરિયામાં છોડવી શા માટે હાનિકારક છે?
ઉત્તરઃ
સુએઝ એ ઘરો, ઉદ્યોગો, હૉસ્પિટલો, કાર્યાલયો અને બીજી અનેક જગ્યાએથી મુક્ત થતો પ્રવાહી કચરો છે. સારવાર ન પામેલ સુએઝ સ્વાથ્ય માટે હાનિકારક છે. તે તરતા ઘન, અકાર્બનિક અને કાર્બનિક અશુદ્ધિઓ, પોષકો, મૃતોપજીવી તેમજ રોગકારક બૅક્ટરિયા અને અન્ય સૂક્ષ્મ જીવો ધરાવે છે. સુએઝને નદી કે દરિયામાં છોડવામાં આવે, તો તેનાથી જળચર સૃષ્ટિ ભયમાં મુકાય છે. પ્રદૂષિત પાણી મનુષ્યમાં રોગો ઉત્પન્ન કરે છે. તેથી તેને નદી કે દરિયામાં છોડવી હાનિકારક છે.

પ્રશ્ન 3.
તેલ અને ચરબીયુક્ત પદાર્થો ગટરમાં શા માટે ન છોડવા જોઈએ? સમજાવો.
ઉત્તરઃ
તેલ અને ચરબીયુક્ત પદાર્થોને ગટરમાં નાખવામાં આવે તો તે ચીકાશવાળા હોવાથી પાઈપમાં જામી જાય છે. તેની સાથે માટી કે કચરો પણ જામી જાય છે. આથી ગટરમાં પાણી વહેવવામાં રુકાવટ પેદા કરે છે. આને પરિણામે ગટરો બ્લૉક (જામ) થઈ જાય છે. પરિણામે ગટરોમાંથી ગંદું પાણી ઉભરાય છે. આથી તેલ અને ચરબીયુક્ત પદાર્થો ગટરમાં છોડવા જોઈએ નહિ.

GSEB Solutions Class 7 Science Chapter 18 દૂષિત પાણીની વાર્તા

પ્રશ્ન 4.
ગંદા પાણીની સારવાર દરમિયાન શુદ્ધીકરણ માટેના જુદા જુદા તબક્કાઓ સમજાવો.
ઉત્તરઃ
ગટરના ગંદા પાણીની સારવાર (વેસ્ટવોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ) દરમિયાન શુદ્ધીકરણ માટેના જુદા જુદા તબક્કાઓ નીચે મુજબ છેઃ
(1) ગટરના ગંદા પાણીને બારસ્કીન(યાંત્રિક ફિલ્ટર)માંથી પસાર કરવામાં આવે છે. આથી મોટી વસ્તુઓ જેવી કે ચીંથરાં, લાકડીઓ, પ્લાસ્ટિકના પેકેટ, હાથરૂમાલ વગેરેને દૂર કરી શકાય છે.

(2) પછી ગંદા પાણીને અવસાદના ટાંકામાં લઈ જવામાં આવે છે. અહીં પાણીના પ્રવાહની ઝડપ ઓછી કરી દેવામાં આવે છે. ત્યાં રેતી, કાંકરી, પથ્થર વગેરે નીચે અવસાદિત થાય છે.

(3) ત્યારબાદ પાણીને મોટા ટાંકામાં લાવવામાં આવે છે. ટાંકો મધ્ય ભાગ તરફ ઢળેલો હોય છે. તે ભાગમાં મળ જેવા નકામા ઘન પદાર્થો તળિયે બેસી જાય છે, જેને ક્રેપર દ્વારા વારંવાર દૂર કરવામાં આવે છે. તેને કાદવ (Sludge) કહે છે. પાણી પર તરતા તેલ કે ચરબી જેવા પદાર્થોને સ્ટીમર દ્વારા દૂર કરવામાં આવે છે, આ રીતે પ્રક્રિયા પામેલ પાણીને સ્વચ્છ પાણી કહે છે.
ક્રેપર દ્વારા દૂર કરેલા કાદવ(Sludge)ને અલગ ટાંકામાં લઈ જવામાં આવે છે. ત્યાં અજારક બૅક્ટરિયા તેનું વિઘટન કરી બાયોગેસ ઉત્પન્ન કરે છે.

(4) શુદ્ધીકરણ પામેલ પાણીમાં એરેટર દ્વારા હવા ઉમેરવામાં આવે છે. તેમાં જારક બૅક્ટરિયા વૃદ્ધિ પામી મળ, ખોરાકનો કચરો, સાબુયુક્ત કચરો અને બીજા અનિચ્છનીય પદાર્થોનું વિઘટન કરે છે. અમુક કલાકો પછી નિલંબિત બૅક્ટરિયા ટાંકામાં તળિયે એકઠા થાય છે, જેને ક્રિયાશીલ કાદવ કહે છે. ત્યારબાદ પાણીને ઉપરથી દૂર કરવામાં આવે છે. ક્રિયાશીલ કાદવમાં 97 % પાણી છે. હવે પાણીને રેતી સૂકવણી પથારી અથવા મશીન દ્વારા દૂર કરવામાં આવે છે. સુકાયેલ કાદવ ખાતર તરીકે વપરાય છે.

પ્રક્રિયા પામેલ પાણીમાં ખૂબ જ ઓછા કાર્બનિક પદાર્થો અને નિલંબિત દ્રવ્યો હોય છે. હવે તેને સમુદ્ર, નદી અથવા તળાવ કે જમીન પર છોડવામાં આવે છે. કુદરત ફરીથી તેને શુદ્ધ કરે છે. કેટલીક વાર પાણીને ક્લોરિન અથવા ઓઝોન જેવા રસાયણો ઉમેરી તેને જંતુમુક્ત કરવામાં આવે છે.
GSEB Solutions Class 7 Science Chapter 18 દૂષિત પાણીની વાર્તા 1

પ્રશ્ન 5.
કાદવ એ શું છે? તેને કેવી રીતે સારવાર અપાય છે તે સમજાવો.
ઉત્તર:
ગંદા પાણીની સારવાર દરમિયાન અવસાદન ટાંકી અને દ્વિતીય અવક્ષેપન ટાંકી દ્વારા એકત્ર કરાતા ઘન કચરાને કાદવ (Sludge) કહે છે. તેને સ્કેપર દ્વારા દૂર કરાય છે. કાદવ (Sludge)ને અલગ ટાંકામાં લઈ જવામાં આવે છે. ત્યાં અનારક બૅક્ટરિયા દ્વારા તેનું વિઘટન કરી તેમાંથી બાયોગૅસ મેળવવામાં આવે છે. બાકી રહેલો ભાગ સૂકવી ખાતર તરીકે વપરાય છે.

પ્રશ્ન 6.
“સારવાર ન પામેલ માનવમળ એ સ્વાથ્ય માટે હાનિકારક છે.” સમજાવો.
ઉત્તરઃ
સારવાર ન પામેલ માનવમળ જળ પ્રદૂષણ તથા ભૂમિ પ્રદૂષણ કરે છે. તે જમીન પરની સપાટીના જળાશયો અને ભૂગર્ભજળ બંનેને પ્રદૂષિત કરે છે. આવું પ્રદૂષિત પાણી પીવાથી કૉલેરા, ટાઈફૉઈડ, કમળો, ઝાડા જેવા પાણીથી ફેલાતા રોગો થાય છે. આમ, સારવાર ન પામેલ માનવમળ એ સ્વાથ્ય માટે હાનિકારક છે.

પ્રશ્ન 7.
પાણીને બિનચેપી બનાવવા માટે કયાં બે રસાયણો વપરાય છે?
ઉત્તરઃ
પાણીને બિનચેપી (જંતુરહિત) બનાવવા માટે ક્લોરિન વાયુ (કે ક્લોરિન ટિકડી) અને ઓઝોન વાયુ વપરાય છે.

GSEB Solutions Class 7 Science Chapter 18 દૂષિત પાણીની વાર્તા

પ્રશ્ન 8.
વેસ્ટવોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં વપરાતાં બારસ્ક્રીનનાં કાર્યો સમજાવો.
ઉત્તરઃ
બારસ્ક્રીનનાં કાર્યો

  1. વેસ્ટવૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ગટરના ગંદા પાણીને બારક્રીનમાંથી પસાર કરતાં તેના ઊભા સળિયા લાકડીઓ, પ્લાસ્ટિકના પૅકેટ, ચીંથરા, હાથરૂમાલ જેવી વસ્તુઓ દૂર થાય છે.
  2. બારસ્કીન વડે મોટી વસ્તુઓ દૂર થતાં યંત્રોને નુકસાન થતું અટકે છે.

પ્રશ્ન 9.
સ્વચ્છતા અને રોગો વચ્ચેનો સંબંધ સમજાવો.
ઉત્તરઃ
સ્વચ્છતા જાળવવાથી રોગો ફેલાવાની શક્યતા ઘણી ઓછી રહે છે. ખુલ્લી ગટરના ગંદા પાણી ગટરમાંથી બહાર આવે તો મચ્છર, માખીઓ અને કીટકોનો ઉપદ્રવ વધે અને ગંદકી ફેલાય છે. આથી રોગચાળો ફેલાય છે. પીવાના પાણીમાં ગટરના ગંદા પાણી ભેળવાય ત્યારે કૉલેરા, ટાઈફૉઈડ, કમળો, ઝાડા જેવા પાણીથી ફેલાતા રોગો થાય છે. સ્વચ્છતા ન જળવાય તો રોગો થવાની શક્યતા વધે છે. આમ, સ્વચ્છતા અને રોગો વચ્ચે સંબંધ છે.

પ્રશ્ન 10.
સ્વચ્છતાના સંદર્ભમાં જાગૃત નાગરિક તરીકે તમારો ફાળો જણાવો.
ઉત્તર:
ગટર ઊભરાય તો જાગૃત નાગરિક તરીકે ગ્રામપંચાયત કે મ્યુનિસિપાલિટીને જાણ કરવી જોઈએ. ગટરોનાં ઢાંકણાં ન હોય કે કોઈકના ઘરનું પાણી પાડોશીના ઘર આગળ ગંદકી કરે તો તેને સમજાવી તેમ થતું રોકી શકાય. પીવાનું પાણી ડહોળું આવે તોપણ નગરપાલિકાને જણાવી ફરિયાદ કરી શકાય. જો કોઈ ગંદકી ફેલાવે તેવું કાર્ય કરે તો તેને સમજાવી રોકી શકાય. સારી સ્વચ્છતાસભર પદ્ધતિઓ અપનાવવી એ આપણી જીવનશેલી હોવી જોઈએ. તમારી વ્યક્તિગત પહેલ કે પ્રતિનિધિત્વ એ ખૂબ જ વિશાળ ફેરફાર સર્જી શકે છે. લોકોના સહિયારા પ્રયાસોથી ઘણું બધું થઈ શકે છે.

GSEB Solutions Class 7 Science Chapter 18 દૂષિત પાણીની વાર્તા

પ્રશ્ન 11.
અહીં ક્રોસવર્ડ પઝલ (કોયડો) આપેલ છે. આપેલ ચાવીઓના જવાબોના અંગ્રેજી શબ્દોની મદદથી ક્રોસવર્ડ પઝલ પૂર્ણ કરો. ગુડ લક!
આડી ચાવીઃ
3. પ્રવાહી કચરો
4. સુએઝ ટ્રીટમેન્ટમાં ઘન કચરો
6. સ્વચ્છતાને લગતો શબ્દ
8. માનવશરીરમાંથી બહાર ફેંકાતો કચરો

ઊભી ચાવી :
1. વપરાયેલ પાણી
2. સુએઝ લઈ જતી પાઇપ
5. સૂક્ષ્મ જીવો જે કૉલેરા માટે જવાબદાર છે
7. પાણીને બિનચેપી બનાવતું રસાયણ
અંગ્રેજી શબ્દા: (SEWER, SEWAGE, BACTERIA, SANITATION, WASTEWATER, EXCRETA, SLUDGE, OZONE)
GSEB Solutions Class 7 Science Chapter 18 દૂષિત પાણીની વાર્તા 2
ઉત્તર:
GSEB Solutions Class 7 Science Chapter 18 દૂષિત પાણીની વાર્તા 3

પ્રશ્ન 12.
ઓઝોન વિશેના નીચેના વિધાનોનો અભ્યાસ કરો
(1) તે સજીવોના શ્વાસોચ્છવાસની ક્રિયા માટે જરૂરી છે.
(2) તે પાણીને બિનચેપી બનાવવા જરૂરી છે.
(૩) તે પારજાંબલી કિરણોનું શોષણ કરે છે.
(4) તેનું પ્રમાણ હવામાં 3% જેટલું છે.
આમાંથી કયાં વિધાનો સાચાં છે?
A. (1), (2) અને (3)
B. (2) અને (3)
C. (1) અને (4)
D. આપેલ તમામ
ઉત્તર:
B (2) અને (3)

GSEB Class 7 Science દૂષિત પાણીની વાર્તા Textbook Activities

‘પાઠચપુસ્તકની પ્રવૃત્તિઓની સમજ’

પ્રવૃત્તિ 1:

સ્વચ્છ પાણીના ઉપયોગો જાણવા.
પદ્ધતિ : શુદ્ધ પાણીનો એક ઉપયોગ જણાવેલ છે. બીજા તમે ઉમેરી શકો છો.
GSEB Solutions Class 7 Science Chapter 18 દૂષિત પાણીની વાર્તા 4

પ્રવૃત્તિ 2:

ખુલ્લી ગટરના પાણીનો અભ્યાસ કરવો.
પદ્ધતિઃ

  1. ઘરની કે રસ્તા નજીકની ખુલ્લી ગટર શોધો અને તેમાં વહેતા પાણીનું અવલોકન કરો.
  2. તેનો રંગ, ગંધ અને બીજા અન્ય અવલોકનો કરો. અવલોકન કોષ્ટક 18.1માં નોંધો.
    કોષ્ટક 18.1: પ્રદૂષકોની તપાસ ક્રમ
    GSEB Solutions Class 7 Science Chapter 18 દૂષિત પાણીની વાર્તા 5
    GSEB Solutions Class 7 Science Chapter 18 દૂષિત પાણીની વાર્તા 6
    નિર્ણયઃ સુએઝ એ નિલંબિત દ્રવ્યો, કાર્બનિક અને અકાર્બનિક ઘટકો તથા રોગકારક સૂક્ષ્મ જીવોનું જટિલ મિશ્રણ છે.

GSEB Solutions Class 7 Science Chapter 18 દૂષિત પાણીની વાર્તા

પ્રવૃત્તિ ૩:

ઘર કે શાળાનો સુએઝ માર્ગ તપાસવો.
[નોંધઃ આ પ્રવૃત્તિ વિદ્યાર્થીઓએ જાતે કરવી.]

પ્રવૃત્તિ 4 :

સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં થતી પ્રક્રિયા સમજવી.
પદ્ધતિઃ

  1. આ પ્રવૃત્તિ કરવા માટે સમૂહમાં વહેંચાઈ જાઓ. દરેક તબક્કે તમારા અવલોકનો નોંધો.
  2. એક મોટી કાચની બરણી તે પાણીથી ભરો. તેની અંદર કેટલાક કાર્બનિક પદાર્થો જેવા કે ઘાસના ટુકડા કે નારંગીનાં છોતરાં થોડા પ્રમાણમાં ડિટરજન્ટ અને શાહીનાં થોડાં ટીપાં અથવા અન્ય રંગ ઉમેરો.
  3. બરણીને બંધ કરો અને વ્યવસ્થિત હલાવો. સૂર્યપ્રકાશમાં તેને બે દિવસ રહેવા દો.
  4. બે દિવસ પછી મિશ્રણ હલાવો અને થોડું પાણી કસનળીમાં લો. કસનળીને લેબલ કરો: “પ્રક્રિયા અગાઉનો નમૂનો 1.” તેમાં કેવી ગંધ આવે છે?
  5. કૃત્રિમ ટાંકામાંથી વાયુમિશ્રણ યંત્ર (aerator) લઈ બરણીમાં થોડાક કલાક હવા ઉમેરો. વાયુમિશ્રણ યંત્રને રાત્રિ દરમિયાન જોડેલ જ રાખો. જો તમારી પાસે વાયુમિશ્રણ યંત્ર ના હોય, તો યાંત્રિક મિલ્ચર વાપરો. તમારે કદાચ તેને ઘણો સમય હલાવવું પડશે.
  6. બીજા દિવસે જ્યારે વાયુમિશ્રણ પૂર્ણ થાય, બીજી કસનળીમાં થોડું પાણી લો. તેને લેબલ કરો, “વાયુમિશ્રણ પ્રક્રિયા પછી – નમૂનો છે.”
  7. ફિલ્ટર પેપરને શંકુ આકારે વાળો. તેને નળના પાણી વડે ભીનું કરો. ત્યારબાદ આ શંકુને ગળણી (ફક્સેલ)માં નાંખો. ગળણી(ફનેલ)ને કોઈ પણ આધાર પર રાખો.
  8. ગળણી(ફનેલ)માં રેતી, કાંકરી અને અંતમાં મધ્યમ કદના પથ્થરો ભરો (હકીકતમાં ગાળણ એકમમાં ફિલ્ટર પેપર વપરાતું નથી, પરંતુ રેતીનું ફિલ્ટર કેટલાક મીટર ઊંડું હોય છે.)
  9. બાકી વધેલું વાયુયુક્ત પાણી બીકરમાં ફિલ્ટર દ્વારા રેડો. પ્રવાહીને ફિલ્ટર ઉપરથી ઊભરાઈ જવા ન દો. જો ગળાઈ ગયેલું પાણી સ્વચ્છ ન હોય, તો જ્યાં સુધી સ્વચ્છ પાણી ન મળે ત્યાં સુધી ગાળણ પ્રક્રિયા કરો.
  10. હવે આ ગળાઈ ગયેલું પાણી ત્રીજી કસનળીમાં રેડો અને કસનળીને “ગાળણ પામેલ નમૂનો ૩” એમ લેબલ કરો.
  11. ગાળણ પામેલ પ્રવાહીને ચોથી કસનળીમાં લો. તેમાં ક્લોરિનની ગોળીઓ નાંખો. જ્યાં સુધી પાણી ચોખ્ખું ન થાય ત્યાં સુધી પ્રવાહીને વ્યવસ્થિત રીતે હલાવો. કસનળીને “ક્લોરિનની પ્રક્રિયા પામેલ નમૂનો 4” એમ લેબલ કરો. બધી જ કસનળીઓનું કાળજીપૂર્વક અવલોકન કરો.

અવલોકનઃ

  1. વાયુ તબક્કામાંથી પ્રવાહીને પસાર કર્યા બાદ પ્રવાહીમાં ઘન કચરો ઓછો થવાથી પ્રવાહીનો દેખાવ બદલાય છે.
  2. વાયુમિશ્રણ પસાર કર્યા બાદ તેની ગંધ થોડી ઓછી થઈ જાય છે.
  3. રેતીના ફિલ્ટર વડે ગાળતાં કચરો દૂર થાય છે.
  4. ક્લોરિનથી પાણીનો રંગ દૂર થાય છે.
  5. ક્લોરિનને ગંધ હોય છે. તેનું પ્રમાણ ઓછું હોવાથી ખાસ ગંધ લાગતી નથી.

GSEB Solutions Class 7 Science Chapter 18 દૂષિત પાણીની વાર્તા

નિર્ણયઃ
સિઝને ભૌતિક, રાસાયણિક અને જૈવિક પ્રક્રિયાઓ કરવાથી તેમાંથી ઘન પદાર્થો, તરતા પદાર્થો અને રોગકારક જીવાણુઓ જેવા પ્રદૂષકો દૂર કરી પાણીને જળાશયોમાં ભેળવવા લાયક બનાવી શકાય છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *