GSEB Class 7 Science Important Questions Chapter 18 દૂષિત પાણીની વાર્તા

Gujarat Board GSEB Class 7 Science Important Questions Chapter 18 દૂષિત પાણીની વાર્તા Important Questions and Answers.

GSEB Class 7 Science Important Questions Chapter 18 દૂષિત પાણીની વાર્તા

વિશેષ પ્રશ્નોત્તર

(A) હેતુલક્ષી પ્રશ્નો

1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો:

પ્રશ્ન 1.
ગટરના પાણીમાં કઈ અશુદ્ધિઓનો સમાવેશ થાય છે?
A. માનવમળ
B. શાકભાજીનો કચરો
C. બૅક્ટરિયા
D. આપેલ તમામ
ઉત્તરઃ
D. આપેલ તમામ

પ્રશ્ન 2.
ગટરના પાણીમાં કઈ અશુદ્ધિ કાર્બનિક અશુદ્ધિ નથી?
A. પ્રાણીઓનો કચરો
B. યુરિયા
C. માનવમળ
D. રાસાયણિક ખાતર
ઉત્તરઃ
D. રાસાયણિક ખાતર

GSEB Class 7 Science Important Questions Chapter 18 દૂષિત પાણીની વાર્તા

પ્રશ્ન 3.
એરેટર (Aerator) દ્વારા શું કરવામાં આવે છે?
A. હવા ઉમેરવામાં આવે છે.
B. ક્લોરિન વાયુ પસાર કરવામાં આવે છે.
C. લાકડાં, પ્લાસ્ટિક જેવા પદાર્થો દૂર કરવામાં આવે છે.
D. અનારક બૅક્ટરિયા દાખલ કરવામાં આવે છે.
ઉત્તરઃ
A. હવા ઉમેરવામાં આવે છે.

પ્રશ્ન 4.
WWTP દ્વારા શુદ્ધીકરણ પામેલ પાણીમાં ક્લોરિન વાયુ પસાર કરી જંતુનાશક બનાવવું એ કયા પ્રકારની પ્રક્રિયા છે?
A. ભૌતિક
B. જૈવિક
C. રાસાયણિક
D. આપેલ પૈકી એકેય નહિ
ઉત્તરઃ
C. રાસાયણિક

પ્રશ્ન 5.
WWTP દ્વારા સ્વચ્છ પાણીમાં જારક બૅક્ટરિયા દ્વારા અશુદ્ધિઓનું વિઘટન કરવામાં આવે છે તેને કઈ પ્રક્રિયા કહે છે?
A. ભોતિક
B. રાસાયણિક
C. જૈવિક
D. સુકવણી
ઉત્તરઃ
C. જૈવિક

પ્રશ્ન 6.
નીચેના પૈકી કયું સારી ગૃહ-વ્યવસ્થાનું ઉદાહરણ છે?
A. ખાદ્યતેલો અને ચરબીને ગટરમાં ખાલી કરવા જોઈએ.
B. ખાદ્યતેલો અને ચરબીને કચરાપેટીમાં નાખવા જોઈએ.
C. ચા ગાળ્યા પછી વધેલી ચાની પત્તીઓને સિંક દ્વારા ગટરમાં જવા દેવી.
D. જંતુનાશકો, મોટર ઑઇલ અને દવાઓને ગટરમાં નાખવી.
ઉત્તરઃ
B. ખાદ્યતેલો અને ચરબીને કચરાપેટીમાં નાખવા જોઈએ.

GSEB Class 7 Science Important Questions Chapter 18 દૂષિત પાણીની વાર્તા

પ્રશ્ન 7.
નીચેનામાંથી કયો રોગ પાણીથી ફેલાતો રોગ નથી?
A. કૉલેરા
B. ટાઇફૉઈડ
C. કમળો
D. બેરીબેરી
ઉત્તરઃ
D. બેરીબેરી

2. ખાલી જગ્યા પૂરોઃ

પ્રશ્ન 1.
સુએઝ એ ……………………. કચરો છે.
ઉત્તરઃ
પ્રવાહી

પ્રશ્ન 2.
wwTPમાં સૌપ્રથમ પ્રદૂષિત પાણીને …………………….. માંથી પસાર કરી પાણીમાંનાં ચીંથરા, લાકડીઓ, પ્લાસ્ટિકના પૅકેટ વગેરે દૂર કરવામાં આવે છે.
ઉત્તરઃ
બારસ્ક્રીન

પ્રશ્ન 3.
વેસ્ટવૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના મોટા ટાંકામાં તરતા તેલ અને ચરબી જેવા પદાર્થોને ………………………. દ્વારા દૂર કરવામાં આવે છે.
ઉત્તરઃ
સ્કીમર

પ્રશ્ન 4.
ક્રિયાશીલ કાદવમાં …………….. % પાણી હોય છે.
ઉત્તરઃ
97

GSEB Class 7 Science Important Questions Chapter 18 દૂષિત પાણીની વાર્તા

પ્રશ્ન 5.
સુકાયેલ કાદવ …………………….. તરીકે વપરાય છે.
ઉત્તરઃ
ખાતર

પ્રશ્ન 6.
પાણીને જંતુરહિત બનાવવા માટે તેમાં …………………… અથવા ……………….. વાયુ પસાર કરવામાં આવે છે.
ઉત્તરઃ
ક્લોરિન, ઓઝોન

3. નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
ક્યા બૅક્ટરિયા કૉલેરાનો રોગ થવા માટે જવાબદાર છે?
ઉત્તરઃ
વિબ્રિયો કોલેરી

પ્રશ્ન 2.
કયા બેક્ટરિયા ટાઈફૉઈડનો રોગ થવા માટે જવાબદાર છે?
ઉત્તરઃ
સાલ્મોનેલા ટાયફી

પ્રશ્ન 3.
કયા પ્રકારના બૅક્ટરિયા કાદવ(Sludge)માંથી બાયોગેસ ઉત્પન્ન કરે છે?
ઉત્તરઃ
અનારક

GSEB Class 7 Science Important Questions Chapter 18 દૂષિત પાણીની વાર્તા

પ્રશ્ન 4.
વેસ્ટવૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં મોટા ટાંકામાં લાવેલા ગટરના પાણીમાંથી મળ જેવા નકામા પદાર્થોને શાના દ્વારા દૂર કરાય છે?
ઉત્તરઃ
સ્ક્રીપર દ્વારા

પ્રશ્ન 5.
ગટરના ગંદા પાણીનું શુદ્ધીકરણ કરી તેને જળાશયોમાં ભેળવી શકાય તેવું બનાવવાની યોજનાને શું કહે છે?
ઉત્તરઃ
વેસ્ટવૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ

પ્રશ્ન 6.
વેસ્ટવૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું ટૂંકું રૂપ શું છે?
ઉત્તરઃ
WWTP

પ્રશ્ન 7.
બૅક્ટરિયાથી થતા બે રોગોનાં નામ આપો.
ઉત્તરઃ
કૉલેરા, ટાઈફૉઈડ

GSEB Class 7 Science Important Questions Chapter 18 દૂષિત પાણીની વાર્તા

પ્રશ્ન 8.
WWTPમાં ગટરના પાણીમાંથી કાદવ (Sludge) અલગ ટાંકામાં લઈ જઈ તેમાંથી શું મેળવવામાં આવે છે?
ઉત્તરઃ
બાયોગેસ

4. નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો?

પ્રશ્ન 1.
સુએઝ એ ઘન કચરો છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 2.
યુનાઈટેડ નૅશન્સની સામાન્ય સભામાં 2005 – 2015’ના સમયગાળાને ‘જીવન માટે પાણી’ને કાર્યાન્વિત કરવા આંતરરાષ્ટ્રીય દસકા તરીકે નક્કી કરવામાં આવ્યો હતો.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 3.
ગટરવ્યવસ્થા એ એક પ્રકારની વાહનવ્યવહાર જેવી વ્યવસ્થા છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 4.
ગટરવ્યવસ્થામાં દરેક 5 મીટરથી 10 મીટર પર ‘મનહોલ્સ’ આવેલા હોય છે.
ઉત્તરઃ
ખોટું

GSEB Class 7 Science Important Questions Chapter 18 દૂષિત પાણીની વાર્તા

પ્રશ્ન 5.
ટાંકામાં કે પ્રવાહીમાં હવા ઉમેરવા યાંત્રિક ફિલ્ટર વપરાય છે.
ઉત્તરઃ
ખોટું

પ્રશ્ન 6.
અજારક બૅક્ટરિયા ઑક્સિજનની ગેરહાજરીમાં પણ જીવી શકે છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 7.
ક્રિયાશીલ કાદવમાં 97 % પાણી છે.
ઉત્તરઃ
ખરું

પ્રશ્ન 8.
પાણીને જંતુરહિત બનાવવા માટે ઓઝોન વાપરી શકાય નહિ.
ઉત્તરઃ
ખોટું

5. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપોઃ

પ્રશ્ન 1.
કયા પાણીને દૂષિત પાણી કહે છે?
ઉત્તરઃ
સાબુના ફીણવાળું, તૈલી કણોવાળું, રંગીન પાણી, તથા ખાળકુવા, બાથરૂમ, સંડાસ, ધોબીઘાટ વગેરેનું પાણી દૂષિત પાણી કહેવાય.

GSEB Class 7 Science Important Questions Chapter 18 દૂષિત પાણીની વાર્તા

પ્રશ્ન 2.
સુએઝનું પાણી કેવું હોય?
ઉત્તરઃ
સુએઝનું પાણી એ દ્રાવ્ય અને નિલંબિત દ્રવ્યો ધરાવતું પાણી છે.

પ્રશ્ન 3.
મનહોલ્સ એટલે શું?
ઉત્તરઃ
બે કે ત્રણ ગટરલાઈન મળે અને તેની દિશા બદલે તેવી મોટી ગટરને મનહોલ્સ કહે છે.

પ્રશ્ન 4.
વેસ્ટવૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ગટરના ગંદા પાણીને શુદ્ધ કરવા કયા પ્રકારની પ્રક્રિયાઓ કરવામાં આવે છે?
ઉત્તરઃ
વેસ્ટવૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં ગટરના ગંદા પાણીને શુદ્ધ કરવા ભૌતિક, રાસાયણિક અને જૈવિક પ્રક્રિયાઓ કરવામાં આવે છે.

પ્રશ્ન 5.
બાયોગૅસનો શો ઉપયોગ થાય છે?
ઉત્તરઃ
બાયોગેસ ઈંધણ તરીકે અને વીજળીના ઉત્પાદન માટે વપરાય છે.

GSEB Class 7 Science Important Questions Chapter 18 દૂષિત પાણીની વાર્તા

પ્રશ્ન 6.
WWTPમાં શુદ્ધીકરણ પામેલ પાણીમાં હવા શા માટે પસાર કરવામાં આવે છે?
ઉત્તર:
WWTPમાં શુદ્ધીકરણ પામેલ પાણીમાં હવા પસાર કરવાથી જારક બૅક્ટરિયા વૃદ્ધિ પામે છે અને તે પાણીમાંના અનિચ્છનીય પદાર્થોનું વિઘટન કરે છે.

પ્રશ્ન 7.
WWTPના ભારણમાં ઘટાડો કેવી રીતે કરી શકાય?
ઉત્તર:
WWTPના ભારણમાં ઘટાડો કરવા ઉત્પન્ન થતા કચરાને મર્યાદિત રાખી તેનો જથ્થો ઘટાડવો જોઈએ.

પ્રશ્ન 8.
WWTPના ભારણમાં ઘટાડો કરવા માટેનું એક ઉદાહરણ આપો.
ઉત્તરઃ
વપરાયેલ ચાની પત્તીઓ, ખાદ્ય-સામગ્રી, સ્વચ્છતા માટેના ટુવાલ તથા ચીંથરાને ગટરમાં નાખવાને બદલે કચરાની ટોપલીમાં નાખવાથી wWTPના ભારણમાં ઘટાડો કરી શકાય છે.

GSEB Class 7 Science Important Questions Chapter 18 દૂષિત પાણીની વાર્તા

પ્રશ્ન 9.
જંતુનાશકો, મોટર ઑઇલ, દવાઓ જેવા રસાયણો ગટરમાં શા માટે નાખવા જોઈએ નહિ? કે
ઉત્તરઃ
જંતુનાશકો, મોટર ઑઇલ, દવાઓ જેવા રસાયણો ગટરમાં નાખવાથી પાણીના શુદ્ધીકરણમાં મદદ કરતાં સૂક્ષ્મ જીવોને મારી નાખે છે, તેથી તેમને ગટરમાં નાખવા જોઈએ નહિ.

(B) ટૂંકજવાબી પ્રશ્નો

પ્રશ્ન. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો?

પ્રશ્ન 1.
મોટાં શહેરોમાં ગટરવ્યવસ્થા સમજાવો.
ઉત્તરઃ
ઘરોમાં, હૉસ્પિટલોમાં, ઑફિસોમાં અથવા બહુમાળી મકાનોમાં સામાન્ય રીતે પાઈપોના એક સમૂહ દ્વારા પાણી આવે છે અને બીજી પાઇપોમાંથી વપરાયેલું પાણી બહાર જાય છે. આપણે પાઈપનાં આવાં નાનાં-મોટાં જાળાં (Network) જોઈ શકીએ છીએ જેને ગટર કહે છે. બધાનાં ઘરોમાંથી આવતી ગટરો દ્વારા ગંદા પાણીને પ્રીટમેન્ટ પ્લાન્ટ સુધી લઈ જતી ગટરોની સુયોગ્ય ગોઠવણીને ગટરવ્યવસ્થા કહે છે.

પ્રશ્ન 2.
વેસ્ટવૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટનું કાર્ય સમજાવો.
ઉત્તરઃ
શહેરોની ગટરોના ગંદા પાણીને એકત્ર કરી તે જગ્યાએ ભૌતિક, જૈવિક અને રાસાયણિક પ્રક્રિયાઓ દ્વારા પાણીમાંથી હાનિકારક પદાર્થોને દૂર કરી તેને જળાશયોમાં ભેળવી શકાય તેવા સ્વરૂપમાં ફેરવવામાં આવે છે. પ્રક્રિયા પામેલ પાણીમાં ખૂબ જ ઓછા કાર્બનિક પદાર્થો અને નિલંબિત દ્રવ્યો હોય છે. હવે તેને સમુદ્ર, નદી અથવા તળાવ કે જમીનમાં છોડવામાં આવે છે. કેટલીક વાર પાણીને જંતુરહિત બનાવવા માટે ક્લોરિન અથવા ઓઝોન ઉમેરવામાં આવે છે.

GSEB Class 7 Science Important Questions Chapter 18 દૂષિત પાણીની વાર્તા

પ્રશ્ન ૩.
ઘરના કચરાને ગટરમાં નાખતાં પહેલાં શું ધ્યાન રાખવું જોઈએ?
ઉત્તર:
ઘરના કચરાને ગટરમાં નાખતાં પહેલાં નીચેની બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ:

  1. ખાદ્યતેલો અને ચરબીને ગટરમાં ના ખાલી કરવા જોઈએ. તે પાઇપમાં જામી જાય છે અને તેને બંધ કરી દે છે. આમ તે પાણીની ગાળણ પ્રક્રિયાની અસરકારકતાને ઘટાડે છે. તેથી તેલ અને ચરબીને કચરાપેટીમાં નાખવા જોઈએ.
  2. જંતુનાશકો, મોટર ઑઇલ, દવાઓ જેવાં રસાયણો પાણીના શુદ્ધીકરણમાં મદદકર્તા સૂક્ષ્મ જીવોને મારી નાખે છે. તેથી તેવાં રસાયણોને ગટરમાં સીધા ન નાખવા જોઈએ.
  3. વપરાયેલ ચાની પત્તીઓ, વધેલી ખાદ્ય-સામગ્રી, કપાસ અને ટુવાલ વગેરેને ગટરમાં ન નાખતાં તેને કચરાપેટીમાં નાખવા જોઈએ.

પ્રશ્ન 4.
સુએઝના નિકાલ માટેની વૈકલ્પિક વ્યવસ્થા જણાવો.
ઉત્તર:
જે જગ્યાએ ગટરની વ્યવસ્થા નથી ત્યાં વૈકલ્પિક વ્યવસ્થા વિચારવામાંઆવી છે.
સ્વચ્છતામાં વધારો કરવા સ્થળ પર (ઑનસાઇટ) નિકાલ પ્રણાલીઓને ઉત્તેજન આપવામાં આવે છે. ઉદાહરણ તરીકે મળટાંકા, રાસાયણિક શૌચાલયો અને ખાતર માટેના ખાડાઓ (ઉકરડાઓ) વગેરે.

કેટલીક સંસ્થાઓ સ્વાથ્યપ્રદ ઑનસાઇટ માનવમળ નિકાલ ટેક્નોલૉજી પ્રદાન કરે છે. આવા શૌચાલયોને સફાઈની જરૂરત રહેતી નથી. શૌચાલયોમાંથી મળ સીધો ઢંકાયેલ પાઈપલાઈન દ્વારા બાયોગેસ પ્લાન્ટમાં જાય છે.

પ્રશ્ન 5.
જાહેર જગ્યાઓ પર સ્વચ્છતા શા માટે જાળવવી જોઈએ?
ઉત્તરઃ
જાહેર જગ્યાઓ જેવી કે મેળા, રેલવે સ્ટેશન, બસ સ્ટૉપ, હવાઈમથકો, હૉસ્પિટલો વગેરે વ્યસ્ત રહેતાં સ્થળો છે. ત્યાં હજારો લોકો આવતા-જતા હોય છે તેથી વિશાળ માત્રામાં કચરો ઉત્પન્ન થાય છે. તેનો નિકાલ વ્યવસ્થિત રીતે સમયાંતરે થવો જરૂરી છે. જો આમ ન થાય તો રોગચાળો ફેલાઈ શકે છે.

આપણામાંથી બધા જાહેર સ્થળો પર સ્વચ્છતા જાળવવા માટે મહત્ત્વનો ફાળો આપી શકે છે. તેવા સ્થળોએ આપણે કચરો કચરાપેટીમાં જ ફેંકવો જોઈએ.

GSEB Class 7 Science Important Questions Chapter 18 દૂષિત પાણીની વાર્તા

HOTS પ્રકારના પ્રસ્નોત્તર

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે GSEB Class 7 Science Important Questions Chapter 18 દૂષિત પાણીની વાર્તા 1 માં લખો

પ્રશ્ન 1.
કયા પદાર્થોને ગટરમાં નાખવા જોઈએ નહિ?
A. તેલ અને ચરબીવાળા પદાર્થો
B. જંતુનાશકોને
C. દવાઓ અને રસાયણોને
D. આપેલ તમામ
ઉત્તરઃ
D. આપેલ તમામ

પ્રશ્ન 2.
પાણીમાં ક્લોરિન વાયુ શા માટે ઉમેરવામાં આવે છે?
A. ઘન કચરો દૂર કરવા
B. પાણીમાંથી દ્રવ્ય પદાર્થો દૂર કરવા
C. પાણીને જંતુરહિત બનાવવા
D. પાણીમાંના ઝેરી દ્રવ્યો દૂર કરવા
ઉત્તરઃ
C. પાણીને જંતુરહિત બનાવવા

પ્રશ્ન 3.
WWTPનું પૂરું નામ શું છે?
A. World Water Treatment Planing (વર્લ્ડ વૉટર ટ્રીટમેન્ટ પ્લાનિંગ)
B. Whole Water Town Planing (હોલ વોટર ટઉન પ્લાંનિંગ )
C. Wastewater Treatment Plant (વેસ્ટવૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ)
D. West Water Tree and Plant (વેસ્ટ વોટર ટ્રી અને પ્લાન્ટ)
ઉત્તરઃ
C. Waste water Treatment Plant (વેસ્ટવૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ)

GSEB Class 7 Science Important Questions Chapter 18 દૂષિત પાણીની વાર્તા

પ્રશ્ન 4.
વેસ્ટવૉટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં પ્રદૂષિત પાણી પર સૌપ્રથમ કઈ પ્રક્રિયા કરવામાં આવે છે?
A. બારસ્ક્રીનમાંથી પસાર કરવામાં આવે છે.
B. અવસાદને ટાંકામાં લઈ જવામાં આવે છે.
C. પાણીમાં હવા ઉમેરવામાં આવે છે.
D. ક્લોરિન વાયુ પસાર કરવામાં આવે છે.
ઉત્તરઃ
A. બારસ્ક્રીનમાંથી પસાર કરવામાં આવે છે.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *