Gujarat Board GSEB Class 7 Science Important Questions Chapter 15 પ્રકાશ Important Questions and Answers.
GSEB Class 7 Science Important Questions Chapter 15 પ્રકાશ
વિશેષ પ્રોત્તર
(A) હેતુલક્ષી પ્રશ્નો
1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો:
પ્રશ્ન 1.
સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ કેવું મળતું નથી?
A. આભાસી
B. ચતું
C. વસ્તુના પરિમાણ જેટલું
D. વાસ્તવિક
ઉત્તરઃ
D. વાસ્તવિક
પ્રશ્ન 2.
સમતલ અરીસામાં કેવું પ્રતિબિંબ મળે છે?
A. ચતું
B. ઊલટું
C. વાસ્તવિક
D. વસ્તુ કરતાં નાનું
ઉત્તરઃ
A. ચતું
પ્રશ્ન 3.
વસ્તુ સમતલ અરીસાથી 10 cm દૂર હોય, તો તેના પ્રતિબિંબ અને વસ્તુ વચ્ચે કેટલું અંતર હશે?
A. 5 cm
B. 10 cm
C. 20 cm
D. 40 cm
ઉત્તરઃ
C. 20 cm
પ્રશ્ન 4.
જ્યારે પ્રકાશ અરીસા પર આપાત થાય છે ત્યારે શું થાય છે?
A. પ્રકાશનું પ્રસરણ
B. પ્રકાશનું પરાવર્તન
C. પ્રકાશનું વિભાજન
D. પ્રકાશનું શોષણ
ઉત્તરઃ
B. પ્રકાશનું પરાવર્તન
પ્રશ્ન 5.
સમતલ અરીસા સામે કયો અંગ્રેજી મૂળાક્ષર ધરતાં તેનું પ્રતિબિંબ પણ તે અક્ષર જેવું જ હોય છે?
A. K
B. Z
C. N
D. M
ઉત્તરઃ
D. M
પ્રશ્ન 6.
સમતલ અરીસામાં મળતા વસ્તુના પ્રતિબિંબ વિશે શું સાચું નથી?
A. પ્રતિબિંબ અરીસાની પાછળ મળે છે.
B. પ્રતિબિંબ પડદા પર મેળવી શકાય છે.
C. પ્રતિબિંબ વસ્તુના પરિમાણ જેટલું મળે છે.
D. વસ્તુ અરીસાથી જેટલા અંતરે આગળ છે, તેટલા જ અંતરે પાછળ તેનું છે. પ્રતિબિંબ મળે છે.
ઉત્તરઃ
B. પ્રતિબિંબ પડદા પર મેળવી શકાય છે.
પ્રશ્ન 7.
અંતર્ગોળ અરીસા વડે કયા પ્રકારનું પ્રતિબિંબ મેળવી શકાતું નથી?
A. આભાસી અને મોટું
B. વાસ્તવિક અને મોટું
C. આભાસી અને નાનું
D. વાસ્તવિક અને નાનું
ઉત્તરઃ
C. આભાસી અને નાનું
પ્રશ્ન 8.
અંતર્ગોળ અરીસામાં ઘણે દૂર મૂકેલી વસ્તુનું કેવું પ્રતિબિંબ મળે?
A. વાસ્તવિક અને મોટું
B. વાસ્તવિક અને નાનું
C. આભાસી અને નાનું
D. આભાસી અને મોટું
ઉત્તરઃ
B. વાસ્તવિક અને નાનું
પ્રશ્ન 9.
વસ્તુનું વાસ્તવિક અને મોટું પ્રતિબિંબ મેળવવા શાનો ઉપયોગ થાય છે?
A. અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ લેન્સ
B. બહિર્ગોળ અરીસો, અંતર્ગોળ લેન્સ
C. અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસો
D. બહિર્ગોળ લેન્સ, અંતર્ગોળ લેન્સ
ઉત્તરઃ
A. અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ લેન્સ
પ્રશ્ન 10.
શાના વડે વસ્તુનું હંમેશાં આભાસી પ્રતિબિબ જ મળે છે?
A. અંતર્ગોળ અરીસો
B અંતર્ગોળ લેન્સ
C. બહિર્ગોળ લેન્સ
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તરઃ
B અંતર્ગોળ લેન્સ
પ્રશ્ન 11.
બહિર્ગોળ લેન્સ વડે કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે?
A. વાસ્તવિક અને મોટું
B. વાસ્તવિક અને નાનું
C. આભાસી અને મોટું
D. આપેલ તમામ
ઉત્તરઃ
D. આપેલ તમામ
પ્રશ્ન 12.
ચોમાસામાં વરસાદના દિવસોમાં મેઘધનુષ્ય ક્યારે દેખાય?
A. સવારે પૂર્વ દિશામાં
B. સાંજે પશ્ચિમ દિશામાં
C. બપોરે પશ્ચિમ દિશામાં
D. સાંજે પૂર્વ દિશામાં
ઉત્તરઃ
D. સાંજે પૂર્વ દિશામાં
પ્રશ્ન 13. આકાશમાં દેખાતા મેઘધનુષ્યમાં ચાપની સૌથી ઉપરની કિનારી કયા રંગની
દેખાય છે?
A. જાંબલી
B. વાદળી
C. લીલા
D. લાલ
ઉત્તરઃ
D. લાલ
પ્રશ્ન 14.
સૂર્યપ્રકાશ સાત રંગોનો બનેલો છે, એવી જાણકારી સૌપ્રથમ કોણે આપી?
A. આર્કિમિડિઝ
B. ગેલેલિયોએ
C. ન્યૂટને
D. એડિસને :
ઉત્તરઃ
C. ન્યૂટને
2. ખાલી જગ્યા પૂરોઃ
પ્રશ્ન 1.
………………………….. પ્રતિબિંબ હંમેશાં ચતું હોય છે.
ઉત્તરઃ
આભાસી
પ્રશ્ન 2.
વાસ્તવિક પ્રતિબિંબ હંમેશાં ……………………… હોય છે.
ઉત્તરઃ
ઊલટું
પ્રશ્ન 3.
………………………. પ્રતિબિંબને પડદા પર મેળવી શકાય છે.
ઉત્તરઃ
વાસ્તવિક
પ્રશ્ન 4.
……………………….. અરીસા વડે રચાતું પ્રતિબિંબ હંમેશાં આભાસી અને નાનું હોય છે.
ઉત્તરઃ
બહિર્ગોળ
પ્રશ્ન 5.
……………………….. અરીસા વડે રચાતું આભાસી પ્રતિબિંબ મોટું હોય છે.
ઉત્તરઃ
અંતર્ગોળ
પ્રશ્ન 6.
………………………….. અરીસા વડે વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ મેળવી શકાય છે.
ઉત્તરઃ
અંતગળ
પ્રશ્ન 7.
………………………….. લેન્સને અભિસારી લેન્સ કહે છે.
ઉત્તરઃ
બહિર્ગોળ
પ્રશ્ન 8.
લખાણના ઝીણા અક્ષરો વાંચવા …………………….. વપરાય છે.
ઉત્તરઃ
મેગ્નિફાઇંગ ગ્લાસ (બહિગોજી લેન્સ)
3. નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
જ્યારે પ્રકાશ અરીસા પર આપાત થાય છે ત્યારે શું થાય છે?
ઉત્તરઃ
પ્રકાશનું પરાવર્તન
પ્રશ્ન 2.
ક્યા અરીસામાં વસ્તુ-અંતર અને પ્રતિબિંબ અંતર હંમેશાં સરખાં હોય છે?
ઉત્તરઃ
સમતલ અરીસામાં
પ્રશ્ન 3.
કયા પ્રકારના અરીસામાં રચાતું પ્રતિબિંબ પડદા પર મેળવી શકાય છે?
ઉત્તરઃ
અંતર્ગોળ અરીસામાં
પ્રશ્ન 4.
અંતર્ગોળ અરીસા વડે વસ્તુનું પ્રતિબિંબ માત્ર વાસ્તવિક મળે, માત્ર આભાસી મળે કે વાસ્તવિક અને આભાસી બંને પ્રકારનું મળી શકે?
ઉત્તરઃ
વાસ્તવિક અને આભાસી બંને પ્રકારનું
પ્રશ્ન 5.
અંતર્ગોળ અરીસાને ચહેરાની નજીક રાખી જોતાં કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે?
ઉત્તરઃ
આભાસી અને મોટું
પ્રશ્ન 6.
વાહનોમાં ‘સાઈડ મિરર’ તરીકે કયા પ્રકારનો અરીસો વપરાય છે?
ઉત્તરઃ
બહિર્ગોળ અરીસો
પ્રશ્ન 7.
દાંતના ડૉક્ટર કયા અરીસાનો ઉપયોગ દાંતની તપાસ માટે કરે છે?
ઉત્તરઃ
અંતર્ગોળ અરીસો
પ્રશ્ન 8.
ક્યો લેન્સ મેગ્નિફાઇંગ ગ્લાસ તરીકે વપરાય છે?
ઉત્તરઃ
બહિર્ગોળ લેન્સ
પ્રશ્ન 9.
ટેલિસ્કોપ, માઈક્રોસ્કોપ, કેમેરા જેવાં સાધનોમાં કયા પ્રકારનો લેન્સ વપરાય છે?
ઉત્તરઃ
બહિર્ગોળ લેન્સ
પ્રશ્ન 10.
કયા લેન્સને અપસારી લેન્સ કહે છે?
ઉત્તરઃ
અંતર્ગોળ લેન્સ
પ્રશ્ન 11.
કયો ગોલીય અરીસો અને કયો લેન્સ હંમેશાં આભાસી પ્રતિબિંબ આપે છે?
ઉત્તરઃ
બહિર્ગોળ અરીસો અને અંતગળ લેન્સ
પ્રશ્ન 12.
મેઘધનુષ્યના રંગો કેટલા?
ઉત્તરઃ
સાત
પ્રશ્ન 13.
મેઘધનુષ્યમાં સૌથી વચ્ચેનો રંગ કયો છે?
ઉત્તરઃ
લીલો
પ્રશ્ન 14.
પ્રિઝમ વડે સૂર્યપ્રકાશનું સાત રંગોમાં છૂટા પડવું તે ઘટનાને શું કહે છે?
ઉત્તરઃ
પ્રકાશનું વિભાજન
4. નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો?
પ્રશ્ન 1.
અંતર્ગોળ અરીસા વડે આભાસી પ્રતિબિંબ મળે નહિ.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 2.
બહિર્ગોળ લેન્સ વડે વસ્તુનું વાસ્તવિક અને મોટું તથા આભાસી અને મોટું પ્રતિબિંબ મેળવી શકાય છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 3.
પ્રિઝમ વડે સફેદ પ્રકાશની સાત રંગોમાં છૂટી પડવાની ઘટનાને પ્રકાશનું ભાજન કહે છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 4.
દરેક પ્રકારના અરીસા અને લેન્સ આભાસી પ્રતિબિંબ તો આપે છે જ.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 5.
સ્કૂટરની હેડલાઇટના પરાવર્તક બહિર્ગોળ આકાર ધરાવે છે.
ઉત્તરઃ
ખોટું
5. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
સમતલ અરીસામાં કેવું પ્રતિબિંબ મળે છે?
ઉત્તરઃ
સમતલ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ આભાસી, ચતું, વસ્તુના પરિમાણ જેવડું અને અરીસાની પાછળ મળે છે.
પ્રશ્ન 2.
અંતર્ગોળ અરીસો કોને કહેવાય?
ઉત્તરઃ
જો ગોલીય અરીસાની અંતર્ગોળ સપાટી પરાવર્તક હોય, તો તેને અંતર્ગોળ અરીસો કહે છે.
પ્રશ્ન ૩.
બહિર્ગોળ અરીસો કોને કહેવાય?
ઉત્તર:
જો ગોલીય અરીસાની બહિર્ગોળ સપાટી પરાવર્તક હોય, તો તેને બહિર્ગોળ અરીસો કહે છે.
પ્રશ્ન 4.
બહિર્ગોળ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ ક્યાં અને કેવું રચાય છે?
ઉત્તર:
બહિર્ગોળ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ અરીસાની પાછળ, આભાસી, ચતું અને નાનું મળે છે.
પ્રશ્ન 5.
અંતર્ગોળ અરીસામાં કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે?
ઉત્તર:
અંતર્ગોળ અરીસામાં વસ્તુનું પ્રતિબિંબ વાસ્તવિક અને ઊલટું અથવા આભાસી અને ચતું તેમજ વસ્તુના પરિમાણ કરતાં નાનું, સરખું કે મોટું હોઈ શકે છે.
પ્રશ્ન 6.
અંતર્ગોળ અરીસામાં રચાતું વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર સ્પણ દેખાય તે માટે શું કરવામાં આવે છે?
ઉત્તર:
અંતર્ગોળ અરીસામાં રચાતું વસ્તુનું વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર સ્પષ્ટ દેખાય તે માટે પડદાને આગળ-પાછળ કરવામાં આવે છે.
પ્રશ્ન 7.
બહિર્ગોળ લેન્સ કેવો હોય છે?
ઉત્તરઃ
બહિર્ગોળ લેન્સ વચ્ચેના ભાગમાં જાડો અને કિનારી તરફ પાતળો હોય છે.
પ્રશ્ન 8.
અંતર્ગોળ લેન્સ કેવો હોય છે?
ઉત્તરઃ અંતર્ગોળ લેન્સ કિનારી તરફ જાડો અને વચ્ચેના ભાગમાં પાતળો હોય છે.
પ્રશ્ન 9.
ચમાંના કાચમાં કયા પ્રકારનો લેન્સ વપરાય છે?
ઉત્તરઃ
વૃદ્ધો કે ઉંમરલાયક વ્યક્તિના છાપું વાંચવા માટે વપરાતા ચશ્માંમાં બહિગોળ લેન્સ વપરાય છે અને બાળકોને દૂરનું સ્પષ્ટ જોવા માટે વપરાતા ચશ્માંમાં અંતર્ગોળ લેન્સ વપરાય છે.
પ્રશ્ન 10.
મેઘધનુષ્ય ક્યારે જોવા મળે છે?
ઉત્તરઃ
ચોમાસામાં સામાન્ય રીતે વરસાદ પડી ગયા પછી જ્યારે આકાશમાં સૂર્ય નીચેના ભાગમાં હોય ત્યારે (એટલે કે સવારે કે સાંજના સમયે) મેઘધનુષ્ય જોવા મળે છે.
પ્રશ્ન 11.
મેઘધનુષ્યના સાત રંગોનાં નામ ક્રમમાં જણાવો.
ઉત્તર:
મેઘધનુષ્યના સાત રંગોનાં નામ ક્રમમાં આ પ્રમાણે છે: લાલ (રાતો), નારંગી, પીળો, લીલો, વાદળી, નીલો અને જાંબલી.
પ્રશ્ન 6.
વ્યાખ્યા આપોઃ
- પ્રકાશનું પરાવર્તન
- વાસ્તવિક પ્રતિબિંબ
- આભાસી પ્રતિબિંબ
ઉત્તરઃ
- પ્રકાશનું પરાવર્તન લીસી અને ચળકતી સપાટી ધરાવતા પદાર્થ વડે પ્રકાશની દિશા બદલાઈ જવાની ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે.
- વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર રચાતા પ્રતિબિંબને વાસ્તવિક પ્રતિબિંબ કહે છે.
- આભાસી પ્રતિબિંબ પડદા પર મેળવી શકાય નહિ તેવા પ્રતિબિંબને આભાસી પ્રતિબિંબ કહે છે.
(B) ટૂંકજવાબી પ્રશ્નો:
પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
ઍબ્યુલન્સ વાન પર ‘AMBULANCE’ નીચે પ્રમાણે કેમ લખેલું હોય છે?
ઉત્તરઃ
ઍબ્યુલન્સ વાન પર ડાબીજમણી ઊલટ-સૂલટ કરીને એમ્બુલન્સનો અંગ્રેજીમાં સ્પેલિંગ લખવામાં આવે છે. જ્યારે ઍબ્યુલન્સની આગળના ભાગમાં ગતિ કરતાં વાહનોના ડ્રાઇવર તેમના “રીઅર ન્યૂ મિરરમાં પાછળ આવતી ઍબ્યુલન્સને જુએ ત્યારે તેને ઍબ્યુલન્સનો સીધો શબ્દ વંચાય છે. આથી તેઓ ઍબ્યુલન્સને જવા માટે રસ્તો કરી આપે છે.
પ્રશ્ન 2.
અંતર્ગોળ અરીસા વડે વાસ્તવિક પ્રતિબિંબ મેળવી શકાય છે તે શા પરથી સમજાવી શકાય?
ઉત્તરઃ
અંતર્ગોળ અરીસાને સૂર્યની સામે ધરો. તેનું પ્રતિબિંબ મેળવવા માટે આગળ કાગળ ધરો. કાગળને અથવા અરીસાને આગળ-પાછળ ખસેડી સૂર્યનું નાનું પ્રતિબિંબ કાગળ પર મેળવો. કાગળ અહીં પડદા તરીકે વર્તે છે. કાગળ પર મળતું પ્રતિબિંબ વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય. આમ, અંતર્ગોળ અરીસા વડે વાસ્તવિક પ્રતિબિંબ મેળવી શકાય છે.
પ્રશ્ન 3.
અંતર્ગોળ અરીસાના ઉપયોગો જણાવો.
ઉત્તરઃ
અંતર્ગોળ અરીસાના ઉપયોગો નીચે મુજબ છેઃ
- સ્કૂટર, મોટરકાર અને ટ્રેનની હેડલાઈટના પરાવર્તકો અંતર્ગોળ હોય છે,
- દાંતના ડૉક્ટર દાંતની તપાસ માટે અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે.
- આંખ, કાન, નાક અને ગળાની તપાસ કરતાં ડૉક્ટર પણ વિસ્તૃત પ્રતિબિંબ જોવા અંતર્ગોળ અરીસાનો ઉપયોગ કરે છે.
- શેવિંગ મિરર તરીકે તથા સર્ચલાઈટમાં અંતર્ગોળ અરીસો વપરાય છે.
પ્રશ્ન 4.
બહિર્ગોળ અરીસાના ઉપયોગો લખો.
ઉત્તરઃ
બહિર્ગોળ અરીસાના ઉપયોગો નીચે મુજબ છે:
- વાહનોમાં સાઈડ મિરર કે ‘રીઅર ન્યૂ મિરર’ તરીકે બહિર્ગોળ અરીસો વપરાય છે.
- બહિર્ગોળ અરીસો મોટા પરિમાણમાં ફેલાયેલી વિસ્તૃત દશ્યનું પ્રતિબિંબ આપી શકે છે. તેથી શૉપિંગ સેન્ટર અને મોટા મૉલમાં રિસેપ્શન આગળ મોટો બહિર્ગોળ અરીસો રાખવામાં આવે છે.
પ્રશ્ન 5.
બહિર્ગોળ લેન્સના ઉપયોગો જણાવો.
ઉત્તરઃ
બહિર્ગોળ લેન્સના ઉપયોગો નીચે મુજબ છેઃ
- સૂક્ષ્મ વસ્તુઓને મોટી જોવા માટે વપરાતા વિપુલદર્શક (મેગ્નિફાઇંગ ગ્લાસ) તથા સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર(માઈક્રોસ્કોપ)માં બહિર્ગોળ લેન્સ વપરાય છે.
- દૂરની વસ્તુઓ જોવા માટે ટેલિસ્કોપ અને બાયનોક્યુલરમાં બહિર્ગોળ લેન્સ વપરાય છે.
- કૅમેરા, સિનેમા પ્રોજેક્ટર, ચશ્માં વગેરેમાં બહિર્ગોળ લેન્સ વપરાય છે.
પ્રશ્ન 6.
અંતર્ગોળ લેન્સના ઉપયોગો જણાવો.
ઉત્તરઃ
અંતર્ગોળ લેન્સના ઉપયોગો નીચે મુજબ છેઃ
- બાળકોના અને યુવાનોના દૂરની વસ્તુઓ સ્પષ્ટ જોવા વપરાતાં ચશ્માંમાં અંતર્ગોળ લેન્સ વપરાય છે.
- મુખ્ય દરવાજાના કાણામાં અંતર્ગોળ લેન્સ ગોઠવવામાં આવે છે, જેથી બારણું ખોલ્યા સિવાય આવનારનું મોં જોઈ ઓળખી શકાય છે.
પ્રશ્ન 7.
મેઘધનુષ્યની ઘટના ટૂંકમાં સમજાવો.
ઉત્તર:
મેઘધનુષ્ય ચોમાસામાં કોઈક વાર જોવા મળે છે. સામાન્ય રીતે વરસાદ પડી ગયા પછી આકાશમાં સૂર્ય નીચેના ભાગમાં હોય ત્યારે મેઘધનુષ્ય દેખાય છે.
તે આકાશમાં મોટી ચાપ (કે કમાન) સ્વરૂપે ઘણા રંગો ધરાવતું દેખાય છે. તે એક કુદરતી ઘટના છે. પાણીનાં ટીપાંના સમૂહમાંથી સૂર્યનો પ્રકાશ પસાર થવાથી પ્રકાશના વિભાજનને લીધે બનતી ઘટના છે. મેઘધનુષ્યના સાત રંગો લાલ, નારંગી, પીળો, લીલો, વાદળી, નીલો અને જાંબલી છે.
સવારે સૂર્ય પૂર્વમાં હોય ત્યારે મેઘધનુષ્ય પશ્ચિમમાં અને સાંજે સૂર્ય પશ્ચિમમાં હોય ત્યારે મેઘધનુષ્ય પૂર્વમાં દેખાય છે. બપોરે મેઘધનુષ્ય દેખાતું નથી.
પ્રશ્ન 8.
પ્રિઝમ વડે શ્વેતપ્રકાશના કિરણનું સાત રંગોમાં વિભાજન દર્શાવતી આકૃતિ દોરો.
ઉત્તરઃ
[આકૃતિ પ્રિઝમ વડે શ્વેતપ્રકાશનું વિભાજની.]
2. વૈજ્ઞાનિક કારણો આપી સમજાવોઃ
પ્રશ્ન 1.
વાહનોમાં સાઈડ ગ્લાસ’ તરીકે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે.
ઉત્તરઃ
- બહિર્ગોળ અરીસાની સામે કોઈ પણ અંતરે મૂકેલી વસ્તુનું પ્રતિબિંબ હંમેશાં આભાસી, ચતું, નાનું અને અરીસાની પાછળ નજીકમાં મળે છે.
- પ્રતિબિંબ રોડનો મોટો વિસ્તાર આવરી લે છે. આથી જોનાર વ્યક્તિની સામે અરીસામાં રોડ પરનો પાછળનો આખો વાહનવ્યવહાર દેખાય છે.
- આથી – વાહનચાલક ‘સાઈડ ગ્લાસ’ તરીકે રાખેલા બહિર્ગોળ અરીસામાં પાછળ આવી રહેલાં વાહનોની અવરજવર સ્પષ્ટ રીતે જોઈ શકે છે અને સલામત રીતે વાહન ચલાવી શકે છે. તેથી વાહનોમાં “સાઈડ ગ્લાસ’ તરીકે બહિર્ગોળ અરીસાનો ઉપયોગ થાય છે.
પ્રશ્ન 2.
વાહનોની હેડલાઈટમાં અંતર્ગોળ અરીસો વપરાય છે.
ઉત્તરઃ
- વાહનોની હેડલાઇટમાં અંતર્ગોળ અરીસાના મધ્ય ભાગમાં ઇલેક્ટ્રિક બલ્બ રાખવામાં આવે છે.
- તેમાંથી નીકળતાં પ્રકાશનાં કિરણો અરીસા વડે પરાવર્તન પામી સમાંતર ઘણે દૂર સુધી જાય છે.
- પરાવર્તિત કિરણો ઘણે દૂર સુધી જવા છતાં ફેલાઈ જતાં નથી. આથી થોડી જગ્યામાં રસ્તા પર તીવ્ર પ્રકાશ દૂર સુધી પડે છે.
- આને લીધે વાહન ચલાવનારને રાત્રિના અંધારામાં પણ રસ્તા પર દૂર સુધી સ્પષ્ટ દેખાય છે. તેથી વાહનોની હેડલાઇટમાં અંતર્ગોળ અરીસો વપરાય છે.
3. તફાવત આપો?
પ્રશ્ન 1.
વાસ્તવિક પ્રતિબિંબ અને આભાસી પ્રતિબિંબ
ઉત્તરઃ
વાસ્તવિક પ્રતિબિંબ | આભાસી પ્રતિબિંબ |
1. આ પ્રતિબિંબ પડદા પર ઝીલી નથી. | 1. આ પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાતું શકાય છે. |
2. આ પ્રતિબિંબ હંમેશાં ઊલટું હોય છે. | 2. આ પ્રતિબિંબ હંમેશાં ચતું હોય છે. |
પ્રશ્ન 2.
અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસો
ઉત્તરઃ
અંતર્ગોળ અરીસો | બહિર્ગોળ અરીસો |
1. તેની અંદરની સપાટી ચળકતી હોય છે. | 1. તેની બહારની ઊપસેલી સપાી ચળકતી હોય છે. |
2. તેના વડે મળતું પ્રતિબિંબ વાસ્તવિક કે આભાસી હોઈ શકે છે. | 2. તેના વડે મળતું પ્રતિબિંબ હંમેશાં આભાસી હોય છે. |
3. તેનો ઉપયોગ સર્ચલાઈટમાં તથા વાહનોની હેડલાઇટમાં થાય છે. | 3. તેનો ઉપયોગ વાહનોમાં ‘સાઈડ ગ્લાસ’ તરીકે થાય છે. |
પ્રશ્ન 4
જોડકાં જોડોઃ
વિભાગ ‘A’ | વિભાગ ‘B’ |
(1) સમતલ અરીસો | (a) અપસારી લેન્સ |
(2) અંતર્ગોળ અરીસો | (b) માઈક્રોસ્કોપમાં વપરાય |
(3) બહિર્ગોળ અરીસો | (c) આભાસી, મોટું અને વસ્તુની વિરુદ્ધ બાજુ પ્રતિબિંબ |
(4) અંતર્ગોળ લેન્સ | (d) આભાસી અને વસ્તુ જેવડું પ્રતિબિંબ |
(5) બહિર્ગોળ લેન્સ | (e) આભાસી, નાનું અને વસ્તુની વિરુદ્ધ બાજુ પ્રતિબિંબ |
ઉત્તરઃ
(1) → (d), (2) → (c), (3) → (e), (4) → (a), (5) → (b).
HOTS પ્રકારના પ્રશ્નોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે માં લખો :
પ્રશ્ન 1.
આપેલ આકૃતિ શાની છે?
A. અંતર્ગોળ અરીસો
B. બહિર્ગોળ અરીસો ચળકતી સપાટી
C. બહિર્ગોળ લેન્સ
D. અંતર્ગોળ લેન્સ
ઉત્તરઃ
B. બહિર્ગોળ અરીસો ચળકતી સપાટી
પ્રશ્ન 2.
સમતલ અરીસામાં વસ્તુનું કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે છે?
A. આભાસી અને મોટું
B. ચતું અને વસ્તુના પરિમાણ જેવડું
C. ઊલટું અને નાનું
D. આભાસી અને નાનું
ઉત્તરઃ
B. ચતું અને વસ્તુના પરિમાણ જેવડું
પ્રશ્ન 3.
બહિર્ગોળ લેન્સમાં વસ્તુનું કેવા પ્રકારનું પ્રતિબિંબ મળે નહિ?
A. આભાસી અને નાનું
B. આભાસી અને મોટું
C. વાસ્તવિક અને મોટું
D. વાસ્તવિક અને નાનું
ઉત્તરઃ
A. આભાસી અને નાનું
પ્રશ્ન 4.
બહિર્ગોળ અરીસામાં કયા પ્રકારનું પ્રતિબિંબ મળે છે?
A. આભાસી અને મોટું
B. વાસ્તવિક અને મોટું
C. આભાસી અને નાનું
D. વાસ્તવિક અને નાનું
ઉત્તરઃ
C. આભાસી અને નાનું
પ્રશ્ન 5.
કયા પ્રકારનાં સાધનોમાં હંમેશાં આભાસી, ચતું અને નાનું જ પ્રતિબિંબ મળે છે?
A. અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ લેન્સ
B. અંતર્ગોળ લેન્સ અને સમતલ અરીસો
C. બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ લેન્સ
D. બહિર્ગોળ અરીસો અને બહિર્ગોળ લેન્સ
ઉત્તરઃ
C. બહિર્ગોળ અરીસો અને અંતર્ગોળ લેન્સ