Gujarat Board GSEB Class 6 Science Important Questions Chapter 8 શરીરનું હલનચલન Important Questions and Answers.
GSEB Class 6 Science Important Questions Chapter 8 શરીરનું હલનચલન
વિશેષ પ્રશ્નોત્તર
(A) હેતુલક્ષી પ્રશ્નો:
1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધોઃ
પ્રશ્ન 1.
આપણા શરીરના કોઈ ભાગને વાળીએ છીએ ત્યારે તે કયા ભાગ આગળથી વળે છે?
A. સાંધા આગળથી
B. હાડકાંના મધ્ય ભાગથી
C. સ્નાયુ હોય ત્યાંથી
D. સાંધો ન હોય ત્યાંથી
ઉત્તરઃ
A. સાંધા આગળથી
પ્રશ્ન 2.
કયા સાંધા આગળથી અવયવનું હલનચલન બધી દિશામાં થઈ શકે છે?
A. મિજાગરા સાંધો
B. ખલ-દસ્તા સાંધો
C. અચલ સાંધો
D. ઊખળી સાંધો
ઉત્તરઃ
B. ખલ-દસ્તા સાંધો
પ્રશ્ન 3.
નીચેના પૈકી કયા ભાગ આગળ ખલ-દસ્તા સાંધો છે?
A. ખભો
B. ઢીંચણ
C. કોણી
D. આંગળીઓ
ઉત્તરઃ
A. ખભો
પ્રશ્ન 4.
નીચેના પૈકી કયા ભાગ આગળ મિજાગરા સાંધો છે?
A. ખભો
B. ઢીંચણ
C. ડોક
D. કાંડું
ઉત્તરઃ
B. ઢીંચણ
પ્રશ્ન 5.
ખોપરીનાં હાડકાંઓ વચ્ચે કયા પ્રકારનો સાંધો છે?
A. મિજાગરા સાંધો
B. ખલ-દસ્તા સાંધો
C. ઊખળી સાંધો
D. અચલ સાંધો
ઉત્તરઃ
D. અચલ સાંધો
પ્રશ્ન 6.
ગરદન અને શીર્ષના જોડાણ આગળ બનતો સાંધો ક્યા પ્રકારનો છે?
A. મિજાગરા સાંધો
B. ખલ-દસ્તા સાંધો
C. ઊખળી સાંધો
D. સરક્તો સાંધો
ઉત્તર:
C. ઊખળી સાંધો
પ્રશ્ન 7.
નીચેનામાંથી કયા અંગમાં માત્ર કાસ્થિ છે?
A. નાક
B. માથું
C. હૃદય
D. પાંસળી પિંજર
ઉત્તરઃ
A. નાક
પ્રશ્ન 8.
આપણા શરીરનું કંકાલ શાનું બનેલું છે?
A. સાંધા અને કાસ્થિનું
B. અસ્થિ અને સ્નાયુનું
C. અસ્થિ અને સાંધાનું
D. અસ્થિ, સાંધા અને કાસ્થિનું
ઉત્તરઃ
D. અસ્થિ, સાંધા અને કાસ્થિનું
પ્રશ્ન 9.
આપણા શરીરના ભાગોનું હલનચલન શાને આભારી છે?
A. ફક્ત અસ્થિને લીધે
B. ફક્ત સ્નાયુઓને લીધે
C. અસ્થિ અને સ્નાયુની સંયુક્ત મદદથી
D. આપેલ પૈકી એકેય નહિ
ઉત્તરઃ
C. અસ્થિ અને સ્નાયુની સંયુક્ત મદદથી
પ્રશ્ન 10.
ખોપરીનાં હાડકાં વડે બનતા સાંધા પૈકી કેટલા ચલ સાંધા છે?
A. એક જ
B. ત્રણ
C. સાત
D. આઠ
ઉત્તરઃ
A. એક જ
પ્રશ્ન 11.
પાંસળી પિંજર(છાતીના પિંજર)માં કેટલી જોડ પાંસળીઓ છે?
A. પાંચ
B. સાત
C. બાર
D. ચોવીસ
ઉત્તરઃ
C. બાર
પ્રશ્ન 12.
પાંસળી પિંજર કુલ કેટલાં હાડકાંનું બનેલું છે?
A. બાર
B. ચોવીસ
C. પચીસ
D. તેત્રીસ
ઉત્તરઃ
C. પચીસ
પ્રશ્ન 13.
પાંસળી પિંજર કોની સાથે જોડાયેલું છે?
A. કરોડસ્તંભ
B. ખોપરી
C. શ્રોણી-અસ્થિ
D. નિતંબ
ઉત્તરઃ
A. કરોડસ્તંભ
પ્રશ્ન 14.
કરોડસ્તંભમાં કુલ કેટલાં હાડકાં છે?
A. ચોવીસ
B. પચીસ
C. એકત્રીસ
D. તેત્રીસ
ઉત્તરઃ
D. તેત્રીસ
પ્રશ્ન 15.
અળસિયાનું શરીર શાનું બનેલું છે?
A. બાહ્ય કંકાલનું
B. કાસ્થિનું
C. વલયોનું
D. કવચનું
ઉત્તરઃ
C. વલયોનું
પ્રશ્ન 16.
અળસિયું શાની મદદથી હલનચલન (ગતિ) કરે છે?
A. માંસલ પગથી
B. સ્નાયુના સંકોચન અને વિસ્તરણથી
C. ખોટા પગ વડે
D. હાડકાં સાથે જોડાયેલ સ્નાયુની
ઉત્તરઃ
B. સ્નાયુના સંકોચન અને વિસ્તરણથી
પ્રશ્ન 17.
ગોકળગાય ગાની મદદથી હલનચલન કરે છે?
A. માંસલ પગથી
B. કવચની મદદથી
C. હાડકાંની મદદથી
D. બાહ્ય કંકાલથી
ઉત્તરઃ
A. માંસલ પગથી
પ્રશ્ન 18.
વંદાને પગની કેટલી જોડ હોય છે?
A. એક જ
B. બે
C. ત્રણ
D. ચાર
ઉત્તરઃ
C. ત્રણ
પ્રશ્ન 19.
પક્ષીઓનાં કયાં અંગોનું પાંખોમાં રૂપાંતર થયેલું હોય છે?
A. અગ્ર ઉપાંગોનું
B. પશ્વ ઉપાંગોનું
C. કરોડનું
D. પીંછાંનું
ઉત્તરઃ
A. અગ્ર ઉપાંગોનું
પ્રશ્ન 20.
સાપ વિશે નીચેના પૈકી કયું વિધાન સાચું નથી?
A. પગ નથી.
B. હાડકાં નથી.
C. સીધી રેખામાં ગતિ કરતો નથી.
D. કરોડસ્તંભ હોય છે.
ઉત્તરઃ
B. હાડકાં નથી.
2. ખાલી જગ્યા પૂરોઃ
પ્રશ્ન 1.
બે કે તેથી વધુ હાડકાંના જોડાણથી ………………………… બને છે.
ઉત્તરઃ
સાંધો
પ્રશ્ન 2.
ખોપરીના મોટા ભાગના સાંધા …………………….. સાંધા છે.
ઉત્તરઃ
અચલ
પ્રશ્ન 3.
આપણા પગનો નિતંબ આગળનો સાંધો એ ……………………. સાંધો છે.
ઉત્તરઃ
ખલ-દસ્તો
પ્રશ્ન 4.
આપણા હાથના ………………….. આગળનો સાંધો એ મિજાગરા સાંધો છે.
ઉત્તરઃ
કોણી
પ્રશ્ન 5.
…………………… સાંધા વડે પગને પાછળ તરફ વાળી શકાય છે અને મૂળ સ્થિતિમાં લાવી શકાય છે.
ઉત્તરઃ
મિજાગરા
પ્રશ્ન 6.
આપણા હાથના કાંડા આગળ જે પ્રકારનો સાંધો છે તેવો સાંધો પગના ………………………. આગળનો સાંધો છે.
ઉત્તરઃ
ઘૂંટી
પ્રશ્ન 7.
બાહ્ય કર્ણ …………………… નો બનેલો છે.
ઉત્તરઃ
કાસ્થિ(કૂર્ચા)
પ્રશ્ન 8.
…………………… અને …………………. કાસ્થિનાં બનેલાં છે.
ઉત્તરઃ
નાક, બાહ્ય કર્ણ
પ્રશ્ન 9.
છાતીના પિંજરના ચપટા અને વળાંકવાળા પટ્ટી જેવા દરેક હાડકાંને ……………………. કહે છે.
ઉત્તરઃ
પાંસળી
પ્રશ્ન 10.
………………… નું શરીર અનેક વલયો એકબીજા સાથે જોડાવાથી બને છે.
ઉત્તરઃ
અળસિયાં
પ્રશ્ન 11.
ગોકળગાયનું કવચ એ તેનું ……………………. છે.
ઉત્તરઃ
બાહ્ય કંકાલ
પ્રશ્ન 12.
વંદાને …………………… જોડ પાંખો છે.
ઉત્તરઃ
બે
પ્રશ્ન 13.
માછલીને પાણીમાં તરવામાં ……………… અને …………………. મદદ કરે છે.
ઉત્તરઃ
મીનપક્ષ, પૂંછડી
પ્રશ્ન 14.
માછલીના શરીરના વચ્ચેના ભાગ કરતાં આગળ અને પાછળનો ભાગ નાનો અને ચપટો હોય છે. આવા શરીરની રચનાને ………………….. કહે છે.
ઉત્તરઃ
ધારારેખીય
પ્રશ્ન 15.
માછલીના અગ્ર ઉપાંગોનું …………………………. માં રૂપાંતર થયેલું હોય છે.
ઉત્તરઃ
મીનપક્ષો
પ્રશ્ન 16.
……………………ને હાડકાં છે, પરંતુ પગ નથી.
ઉત્તરઃ
સાપ
3. નીચેના પ્રશ્નોના માત્ર ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
માછલી કઈ રીત વડે પ્રચલન કરે છે?
ઉત્તરઃ
પાણીમાં તરીને
પ્રશ્ન 2.
કયું પ્રાણી માંસલ પગ વડે પ્રચલન કરે છે?
ઉત્તરઃ
ગોકળગાય
પ્રશ્ન 3.
અચલ સાંધા ક્યાં આવેલાં છે?
ઉત્તરઃ
ખોપરીમાં
પ્રશ્ન 4.
મગજનું રક્ષણ કોણ કરે છે?
ઉત્તરઃ
ખોપરી
પ્રશ્ન 5.
હૃદય અને ફેફસાંનું રક્ષણ કોણ કરે છે?
ઉત્તરઃ
પાંસળી પિંજર
પ્રશ્ન 6.
વંદાના પ્રચલન માટેનાં અંગો કયાં કયાં છે?
ઉત્તરઃ
ત્રણ જોડ પગ અને બે જોડ પાંખો
પ્રશ્ન 7.
હાથની આંગળીઓમાં ક્યા પ્રકારનો સાંધો છે?
ઉત્તરઃ
મિજાગરાનો સાંધો
પ્રશ્ન 8.
પગ અને હાડકાં વિનાનાં પ્રાણીઓનાં બે નામ આપો.
ઉત્તરઃ
અળસિયું અને ગોકળગાય
પ્રશ્ન 9.
કયા સાંધા વડે ફક્ત એક જ દિશામાં હલનચલન થઈ શકે છે?
ઉત્તરઃ
મિજાગરાના સાંધા
પ્રશ્ન 10.
પક્ષીઓના પ્રચલન માટેનાં અંગો કયાં ક્યાં છે?
ઉત્તરઃ
પાંખો અને પગ
પ્રશ્ન 11.
કયા પ્રાણીને હાડકાં છે, પણ પગ નથી?
ઉત્તરઃ
સાપ
પ્રશ્ન 12.
ખભા આગળના ઉપસેલાં અસ્થિઓને શું કહે છે?
ઉત્તરઃ
સ્કંધાસ્થિ
પ્રશ્ન 13.
નિતંબના ભાગે પેટી જેવી સંરચના બનાવતા અસ્થિઓને શું કહે છે?
ઉત્તરઃ
શ્રોણી-અસ્થિ
પ્રશ્ન 14.
માનવીના પાંસળી પિંજરમાં કુલ કેટલી પાંસળીઓ છે?
ઉત્તરઃ
24 પાંસળીઓ
પ્રશ્ન 15.
કરોડસ્તંભ કેટલાં હાડકાંની બનેલી રચના છે?
ઉત્તરઃ
33 હાડકાં
4. નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવોઃ
પ્રશ્ન 1.
કાસ્થિ (કૂર્ચા) વળી શકે છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 2.
પક્ષીઓ જમીન પર ચાલી શકતા નથી.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 3.
પક્ષીઓનાં હાડકાં છિદ્રિષ્ટ હોય છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 4.
પક્ષીઓના પર્થ ઉપાંગોનું પાંખોમાં રૂપાંતર થયેલું છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 5.
ગોકળગાય કવચ વડે પ્રચલન કરે છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 6.
વંદાનું શરીર બાહ્ય કંકાલનું બને છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 7.
વંદાને પાંખો હોતી નથી.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 8.
માછલીને હોડી આકારનું શરીર હોય છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 9.
બતક અને હંસ માછલીની જેમ પાણીમાં રહે છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 10.
અળસિયાનું શરીર ભીનું રહેતું હોય છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 11.
સાપના શરીરમાં હાડકાં હોય છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 12.
હાડકાંના સાંધા આગળ કૂર્ચા આવેલી છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 13.
પુખ્ત વયની વ્યક્તિના શરીરમાં કુલ 106 હાડકાં હોય છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 14.
ખોપરી સળંગ એક જ હાડકાંની બનેલી છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 15.
ક્ષ-કિરણો હાડકાંમાંથી પસાર થઈ શકતા નથી.
ઉત્તરઃ
ખરું
5. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
પ્રચલન એટલે શું?
ઉત્તરઃ
સજીવની પોતાની જાતે એક સ્થાનેથી બીજા સ્થાન સુધી જવાની ક્રિયાને પ્રચલન કહે છે.
પ્રશ્ન 2.
કંકાલ એટલે શું?
ઉત્તર:
શરીરનાં બધાં હાડકાંઓ એક સુંદર આકાર પ્રદાન કરાવવા માટે એક માળખું રચે છે તે માળખાને કંકાલ કહે છે.
પ્રશ્ન 3.
સાંધો એટલે શું?
ઉત્તરઃ
આપણા શરીરમાં બે કે તેથી વધુ હાડકાં જ્યાં જોડાય છે, તે જોડાણને સાંધો કહે છે.
પ્રશ્ન 4.
આપણા શરીરમાં સાંધા કઈ રીતે ઉપયોગી છે?
ઉત્તરઃ
આપણા શરીરના ભાગોને સાંધા આગળથી વાળીને આપણે ચાલવું, નમવું, લખવું જેવી ઘણી ક્રિયાઓ કરી શકીએ છીએ.
પ્રશ્ન 5.
પાંસળી પિંજર શાનું બનેલું છે?
ઉત્તરઃ
પાંસળી પિંજર છાતીના અસ્થિ અને બાર જોડ પાંસળીઓનું બનેલું છે.
પ્રશ્ન 6.
કાસ્થિ એટલે શું?
ઉત્તરઃ
હાડકાં જેવા પદાર્થના બનેલા પરંતુ હાડકાં જેટલા સખત ન હોય તેવી રચનાને કાસ્થિ કહે છે.
પ્રશ્ન 7.
શરીરમાં કાસ્થિ (ચ) ક્યાં ક્યાં આવેલી છે?
ઉત્તર:
નાક, કાન, શ્વાસનલિકાની રચનામાં અને બે હાડકાંના જોડાણ આગળ સાંધામાં કાસ્થિ (કૂર્ચા) આવેલી છે.
પ્રશ્ન 8.
શરીરના અવયવોનું હલનચલન શાને કારણે થાય છે?
ઉત્તર:
શરીરના અવયવોનું હલનચલન હાડકાં અને સ્નાયુઓની સંયુક્ત મદદથી થાય છે.
પ્રશ્ન 9.
પક્ષીઓને ઊડવા માટે કઈ વિશિષ્ટ રચનાઓ હોય છે?
ઉત્તરઃ
પક્ષીઓની ધારારેખીય શરીરરચના, અગ્ર ઉપાંગોનું પાંખોમાં રૂપાંતર, છિદ્રિષ્ટ હાડકાં જેવી વિશિષ્ટ રચનાઓ પક્ષીઓને હવામાં ઊડવા માટે અનુકૂળ બનાવે છે.
પ્રશ્ન 10.
વંદો કઈ રીતો દ્વારા પ્રચલન કરે છે?
ઉત્તરઃ
વંદો જમીન પર ચાલીને, દીવાલ પર ચડીને અને હવામાં ઊડીને પ્રચલન કરે છે.
પ્રશ્ન 11.
શરીરની ધારારેખીય રચના એટલે શું?
ઉત્તર:
પ્રાણીઓનું શરીર આગળના ભાગે અને પાછળના છેડે સાંકડું હોય અને મધ્ય ભાગે પહોળું (જાડું) હોય તેવી રચનાને ધારારેખીય રચના કહે છે.
પ્રશ્ન 12.
શરીરની ધારારેખીય રચનાથી શો ફાયદો થાય છે?
ઉત્તરઃ
શરીરની ધારારેખીય રચનાથી હવા કે પાણી અહીં-તહીં ધકેલાઈ જાય છે. પરિણામે શરીરને હવાનો કે પાણીનો અવરોધ ઘણો જ ઓછો નડે છે.
પ્રશ્ન 13.
પાણીમાં તરી શકે તેવાં પક્ષીઓનાં બે નામ જણાવો.
ઉત્તરઃ
બતક અને હંસ પાણીમાં તરી શકે તેવાં પક્ષીઓ છે.
(B) ટૂંકજવાબી પ્રશ્નો:
1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
પ્રાણીઓમાં પ્રચલનની જુદી જુદી રીતો જણાવો.
ઉત્તરઃ
પ્રાણીઓમાં પ્રચલનની જુદી જુદી રીતો નીચે મુજબ છે :
- ચાલવું
- દોડવું
- કૂવું
- ઊડવું
- તરવું
- છલાંગ મારવી
- સરકવું વગેરે.
પ્રશ્ન 2.
જુદાં જુદાં પ્રાણીઓની પ્રચલનની રીતો શા માટે જુદી જુદી હોય છે?
ઉત્તરઃ
જુદાં જુદાં પ્રાણીઓનાં રહેઠાણ જુદાં જુદાં હોય છે. કેટલાંક પ્રાણીઓ જમીન પર રહે છે, કેટલાંક પાણીમાં રહે છે, તો કેટલાંક હવામાં ઊડે છે. આ જુદાં જુદાં રહેઠાણ અનુસાર પ્રાણીઓ ચાલવું, તરવું, હવામાં ઊડવું જેવી પ્રચલનની રીતોનો ઉપયોગ કરે છે. જુદાં જુદાં પ્રાણીઓની શરીરરચના જુદી જુદી છે. કેટલાંક પ્રાણીઓને પગ હોતા નથી. તેમને વિશિષ્ટ રચનાઓ વડે પ્રચલન કરવું પડે છે. આમ, જુદાં જુદાં પ્રાણીઓની પ્રચલનની રીતો જુદી જુદી હોય છે.
પ્રશ્ન 3.
અચલ સાંધા અને ચલ સાંધા કોને કહેવાય?
ઉત્તરઃ
અચલ સાંધાઃ જે સાંધા આગળ હલનચલન થઈ શકતું નથી તેવા સાંધાને અચલ સાંધા કહે છે. ખોપરીના નીચલા જડબા સિવાયનાં હાડકાંમાં અચલ સાંધા છે.
ચલ સાંધા જે સાંધા આગળ હલનચલન થઈ શકતું હોય તેવા સાંધાને ચલ સાંધા કહે છે. ખલ-દસ્તા સાંધો, મિજાગરા સાંધો, ઊખળી સાંધો વગેરે ચલ સાંધા છે.
પ્રશ્ન 4.
મિજાગરા સાંધો ઉદાહરણ આપી સમજાવો.
ઉત્તર:
જેમ મિજાગરાવાળું બારણું બહાર ખૂલે તો તેને મૂળ સ્થિતિમાં લાવી, શકાય છે, પરંતુ અંદર ખોલી શકાતું નથી. આવી જ રીતે મિજાગરા સાંધા આગળથી શરીરના ભાગોનું હલનચલન એક જ દિશામાં કરી શકાય છે. આપણા શરીરમાં કોણી આગળ મિજાગરા સાંધો છે. આથી કોણી આગળથી હાથને ઉપરની તરફ વાળી શકાય છે તથા મૂળ સ્થિતિમાં હાથને સીધો કરી શકાય છે. પરંતુ હાથને કોણી આગળથી પાછળની તરફ વાળી શકાતો નથી. ઘૂંટણ આગળ તથા આંગળીઓમાં પણ મિજાગરા સાંધા આવેલા છે.
પ્રશ્ન 5.
ઊખળી સાંધો ઉદાહરણ આપી સમજાવો.
ઉત્તરઃ
ડોક (ગરદન) અને શીષને જોડાણ કરતો સાંધો ઊખળી સાંધો છે. તેના દ્વારા શીર્ષ(માથા)ને આગળ-પાછળ તથા જમણી-ડાબી બાજુ ફેરવી શકાય છે. આ સાંધા વડે ખલ-દસ્તા સાંધાની જેમ શીર્ષને પૂર્ણ ગોળ ફેરવી શકાતું નથી. ઊખળી , સાંધાને ખીલા (કિલક) જેવો સાંધો પણ કહે છે.
પ્રશ્ન 6.
કંકાલનાં કાર્યો જણાવો.
ઉત્તરઃ
કંકાલનાં કાર્યો નીચે મુજબ છેઃ
- તે શરીરને સુનિશ્ચિત આકાર, મજબૂતાઈ અને આધાર આપે છે.
- તે શરીરની અંદર આવેલા નાજુક અવયવોનું રક્ષણ કરે છે. (3) તે શરીરના હલનચલનમાં મદદ કરે છે.
પ્રશ્ન 7.
પાંસળી પિંજર અને કરોડસ્તંભનાં બે-બે કાર્યો લખો.
ઉત્તર:
પાંસળી પિંજરનાં કાર્યો:
- તે હૃદય અને ફેફસાંનું રક્ષણ કરે છે.
- તે શ્વાસોચ્છવાસમાં મદદરૂપ બને છે.
કરોડસ્તંભનાં કાર્યોઃ
- તે શરીરની મુખ્ય ધરી છે. તે શરીરને ટટ્ટાર રાખે છે, આગળ-પાછળ નમવામાં મદદરૂપ થાય છે.
- તે નાજુક કરોડરજ્જુનું રક્ષણ જ કરે છે.
પ્રશ્ન 8.
જો માણસના શરીરમાં સાંધા ન હોત, તો શું થાત?
ઉત્તરઃ
હાડકાં (અસ્થિ) સખત અને વળી ન શકે તેવાં હોય છે. આપણે ચાલવું, દોડવું, ખાવું, લખવું, રમવું વગેરે કાર્યો કરવા આપણા પગ અને હાથને તથા અન્ય અવયવોને વાળીએ છીએ. આ અવયવો વળે છે તે હાડકાંના સાંધાને કારણે છે. જો શરીરમાં સાંધા ન હોત તો આપણા અવયવોને વાળી શકીએ નહિ. પરિણામે આપણે આપણાં કાર્યો કરી શકીએ નહિ.
પ્રશ્ન 9.
હાડકાંને ગતિ પ્રદાન કરાવવા સ્નાયુઓ કઈ રીતે મદદ કરે છે, તે ઉદાહરણ આપી સમજાવો. છે.
ઉત્તરઃ
આપણા સીધા રાખેલા હાથને કોણી આગળથી વાળી ખભા સુધી – લેઈ જઈએ છીએ અને ત્યાંથી મૂળ સ્થિતિમાં લાવીએ છીએ. આ ક્રિયા હાડકાં અને બે સ્નાયુઓની સંયુક્ત મદદ દ્વારા બને છે. સ્નાયુઓ સંકોચાઈ શકે છે અને શિથિલન પણ પામે છે. જ્યારે બે સ્નાયુમાંથી કોઈ એક સંકોચાય છે ત્યારે અસ્થિ તે દિશામાં ખેંચાય છે. આ વખતે જોડનો બીજો સ્નાયુ શિથિલ અવસ્થામાં આવી જાય છે. અસ્થિને મૂળ સ્થિતિમાં લાવવા એટલે કે વિપરીત દિશામાં ગતિ કરાવવા હવે બીજો સ્નાયુ સંકોચાઈને અસ્થિને પોતાની પૂર્વ સ્થિતિમાં ખેંચે છે. આ વખતે પહેલો સ્નાયુ શિથિલ થઈ જાય છે. આમ, સ્નાયુઓ હાડકાંને ગતિ પ્રદાન કરાવી શકે છે. સ્નાયુની મદદ વગર એકલાં હાડકાં ગતિ કરી શકતાં નથી.
પ્રશ્ન 10.
ખોપરીનાં હાડકાં વિશે ટૂંકમાં સમજાવો.
ઉત્તર:
ખોપરીનાં હાડકાંમાં માથાનાં 8 હાડકાં અને ચહેરાનાં 14 હાડકાંનો સમાવેશ થાય છે. આમ, ખોપરીનાં કુલ 22 હાડકાં છે. ખોપરીમાં માથાનાં 8 હાડકાં કરવત જેવા સાંધાથી જોડાયેલાં છે. તેઓ અચલ સાંધા બનાવે છે. તેઓ હલનચલન કરી શકતાં નથી. ખોપરીનાં હાડકાં મહત્ત્વનાં અંગ મગજનું રક્ષણ કરે છે. આ ઉપરાંત ચહેરાનાં 14 હાડકાં પૈકી એક જ નીચલા જડબાનું હાડકું હલનચલન કરી શકે છે. બાકીનાં હાડકાં અચલ સાંધાથી જોડાયેલા છે. ચહેરાનાં હાડકાંમાં આંખ, નાક અને કાન માટે પોલાણો છે, જેમાં તે રક્ષાયેલાં છે.
પ્રશ્ન 11.
ગોકળગાયની શરીરરચના જણાવી તે કેવી રીતે પ્રચલન કરે છે તે લખો.
ઉત્તરઃ
ગોકળગાયની પીઠ પર શંખ જેવી ગોળ રચના હોય છે તેને કવચ કહે છે. તે ગોકળગાયનું બાહ્ય કંકાલ છે. પરંતુ તે હાડકાંનું બનેલું નથી. તે ગોકળગાયનું રક્ષણ કરે છે.
ગોકળગાય ચાલતી વખતે કવચના છિદ્રમાંથી એક જાડી સંરચના તથા શીર્ષને બહાર કાઢે છે. આ જાડી સંરચના તેનો માંસલ પગ છે. તે મજબૂત સ્નાયુના બનેલા હોય છે. તે સ્નાયુને વિસ્તારી અને સંકોચીને તરંગિત ગતિ દ્વારા ધીમી ગતિથી ગોકળગાયને આગળ વધવામાં મદદ કરે છે. આ રીતે ગોકળગાય પ્રચલન કરે છે.
પ્રશ્ન 12.
વંદો કેવી રીતે પ્રચલન કરે છે તે સમજાવો.
ઉત્તરઃ
વંદાને ત્રણ જોડ પગ અને બે જોડ પાંખો હોય છે. વંદો જમીન પર ચાલે છે, દીવાલ પર ચડે છે અને હવામાં થોડા અંતર માટે ઊડે છે.
તેનું શરીર કઠણ બાહ્ય કંકાલ દ્વારા ઢંકાયેલું હોય છે. આ બાહ્ય કંકાલ વિવિધ આકૃતિ 8.2: વેદા] એકમોના પરસ્પર સાંધા દ્વારા બનેલ હોય છે, જેને કારણે ગતિ શક્ય બને છે. તેના પીઠ ભાગે માથા પાસેથી બે જોડ પાંખો પણ હોય છે. વંદામાં વિશિષ્ટ સ્નાયુઓ આવેલા છે, જે સ્નાયુ ચલનપાદની નજીક આવેલાં છે, તે તેને ચાલવામાં અને દીવાલ પર ચડવામાં સહાય કરે છે. તે જ્યારે ઊડે છે ત્યારે તેના આ સ્નાયુઓ તેની પાંખોને ગતિ આપે છે.
પ્રશ્ન 13.
માછલીની તરવાની પ્રક્રિયા સમજાવો.
ઉત્તર:
માછલી પાણીમાં તરવા શરીરનો અગ્ર ભાગ એક બાજુ વાળે છે અને પૂંછડી વિપરીત દિશામાં વાળે છે. પછી માછલી પોતાના શરીરને વાળે છે ત્યારે તીવ્રતાથી તેની પૂંછડી બીજી દિશામાં વળી જાય છે. આકૃતિ 8.3: માછલીનું આને પરિણામે માછલીને પાણીમાં ધક્કો
લાગે છે અને માછલી આગળ તરફ ખસે છે. આવા પ્રકારના ક્રમિક ધક્કાઓ દ્વારા માછલી આગળ તરફ વધતી જાય છે. પૂંછડીના મીનપક્ષ આ કાર્યમાં મદદ કરે છે. માછલીના શરીર પર બીજા મીનપક્ષ આવેલા હોય છે, જે તરતી વખતે પાણીમાં સમતુલન જાળવવા તથા દિશા બદલવામાં સહાય કરે છે.
પ્રશ્ન 14.
સાપ કેવી રીતે ગતિ કરે છે તે સમજાવો.
ઉત્તરઃ
સાપને પગ હોતા નથી. તેના શરીરમાં લાંબો કરોડસ્તંભ હોય છે. તેના શરીરમાં પાતળા અનેક સ્નાયુઓ આવેલા છે, જે કરોડસ્તંભ, પાંસળીઓ અને ત્વચાને એકબીજા સાથે જોડે છે. સાપ સરકીને ચાલે છે. ચાલતી વખતે સાપ શરીરને વળાંક આપી ઘણા વલયો (લૂપ) બનાવે છે. તેનો પ્રત્યેક વલય તેને આગળની તરફ ધકેલે છે. આ ક્રિયાનું પુનરાવર્તન થતું રહે છે અને સાપ વળાંકવાળા માર્ગે આગળ વધતો રહે છે. તેના શરીરના સ્નાયુઓ મજબૂત હોવાથી તે અત્યંત ઝડપથી ગતિ કરી શકે છે.
પ્રશ્ન 15.
યોગ કરવાથી થતા ફાયદાઓ જણાવો.
ઉત્તરઃ
યોગ કરવાથી થતા ફાયદા નીચે મુજબ છેઃ
- યોગ મનુષ્યને તંદુરસ્ત રાખે છે.
- તે કરોડસ્તંભને ટટ્ટાર રાખવામાં મદદ કરે છે. તેનાથી સીધા બેસવાની ટેવ પડે છે, જે લાંબે ગાળે થતા કમરના દુખાવાને થતો અટકાવે છે.
- આસનો કરવાથી હાડકાં અને સ્નાયુઓ મજબૂત બને છે. આથી શરીરમાં સ્કૃતિ અને કામ કરવાની ક્ષમતા જળવાઈ રહે છે.
- તે હૃદય, ફેફસાં અને પાચનઅંગોની કાર્યક્ષમતા વધારે છે.
- સાંધાના દુખાવા, ઘૂંટણના દુખાવામાં અને કેટલાંક દર્દીમાં રાહત પહોંચાડે છે. •
- માનસિક શાંતિ આપે છે. મનોબળ વધારે છે.
2. વૈજ્ઞાનિક કારણો આપી સમજાવોઃ
પ્રશ્ન 1.
નાનાં બાળકોને ટટ્ટાર બેસવાની ટેવ પાડવી જોઈએ.
ઉત્તરઃ
- નાનાં બાળકોનાં હાડકાં પોચાં હોય છે.
- નાનપણમાં હાડકાં પ્રમાણમાં સહેલાઈથી વળી શકે તેવાં હોવાથી બાળક ટટ્ટાર ન બેસે તો હાડકાં વળી જઈ ખૂંધાપણું આવવાની શક્યતા રહે છે. તેથી નાનાં બાળકોને ટટ્ટાર બેસવાની ટેવ પાડવી જોઈએ.
પ્રશ્ન 2.
શરીરના અંગને આંતરિક ઈજા થતાં ડૉક્ટર સારવાર કરતાં પહેલાં ઍક્સ-રે ચિત્ર લેવડાવવાની સલાહ આપે છે.
ઉત્તરઃ
- શરીરના અંગને આંતરિક ઈજા થાય તે બહારથી જોઈ શકાતી નથી.
- ઍક્સ-રે શરીરનાં હાડકાંમાંથી પસાર થઈ શકતાં નથી.
- ઈજા પામેલ ભાગનો ઍક્સ-રે ચિત્ર લેવાથી તેમાં ફક્ત હાડકાંનું ચિત્ર મળે છે.
- આ ચિત્ર જોઈ ડૉક્ટર હાડકું ભાંગ્યું છે કે ખસી ગયેલ છે કે અન્ય પ્રકારની ઈજા થઈ છે તે સેહલાઈથી જાણી નિદાન કરી શકે છે. તેથી શરીરના અંગને આંતરિક ઈજા થતાં ડૉક્ટર સારવાર કરતાં પહેલાં ઍક્સ-રે ચિત્ર લેવડાવવાની સલાહ આપે છે.
પ્રશ્ન 3.
અળસિયાં ખેડૂતનાં મિત્ર ગણાય છે.
ઉત્તરઃ
- અળસિયાં જમીનમાં રહે છે.
- તે તેના રસ્તામાં આવતી માટીને ખાય છે અને અપાચિત ખોરાક રૂપે માટી બહાર કાઢે છે.
- આ માટી સેન્દ્રિય પદાર્થો સાથેની હોવાથી તે ફળદ્રુપ હોય છે. આમ, અળસિયાં જમીનની ફળદ્રુપતા વધારે છે.
- વળી અળસિયાંની આ પ્રવૃત્તિમાં જમીન ઉપર-નીચે થતી હોવાથી જમીન પોચી બને છે.
- આમ, અળસિયાં ખેડૂતને ઉપયોગી બનતાં હોવાથી તે ખેડૂતનાં મિત્ર ગણાય છે.
પ્રશ્ન 4.
પક્ષીઓનું શરીર ઊડવા માટે અનુકૂલિત હોય છે.
ઉત્તરઃ
- પક્ષીઓનાં હાડકાં છિદ્રિષ્ટ અને હલકાં હોય છે. શરીરમાં વાતાશયો હોય છે તથા શરીર પર પીંછાંનું આવરણ હોય છે. આથી શરીર વજનમાં હલકું રહે છે.
- તેમનાં અગ્ર ઉપાંગોનું પાંખોમાં રૂપાંતર થયેલું હોય છે, જે હવામાં ઊડવા માટે મદદરૂપ બને છે.
- તેમના ખભાનાં હાડકાં મજબૂત હોય છે. છાતીના અસ્થિઓ ઉડ્ડયન સ્નાયુઓને જકડી રાખવા માટે રૂપાંતરિત થયેલા હોય છે, જે પાંખોને ઉપર-નીચે કરવામાં સહાયરૂપ થાય છે.
- તેમનું શરીર ધારારેખીય રચનાવાળું હોય છે. જેથી ઊડતી વખતે હવાનો અવરોધ ઓછો નડે છે. આ બધા અનુકૂલનોને લીધે પક્ષીઓ હવામાં સરળતાથી ઊડી શકે છે.
પ્રશ્ન 5.
માછલી પાણીમાં સરળતાથી કરી શકે છે.
ઉત્તરઃ
- માછલીના શરીરનો આકાર હોડી જેવો છે. આવી શરીરની રચનાને . ધારારેખીય (Streamlined) રચના કહે છે. આ રચનાને કારણે પાણી અહીંતહીં ધકેલાઈ જાય છે. તેથી માછલીને પાણીનો અવરોધ નડતો નથી.
- તેના અગ્ર ઉપાંગોનું મીનપક્ષોમાં રૂપાંતર થયેલું હોય છે, જે તરવામાં મદદરૂપ બને છે.
- માછલીના શરીર પર બીજા મીનપક્ષો હોય છે અને પૂંછડી હોય છે, જે તરવામાં તથા પાણીમાં સંતુલન રાખવા અને દિશા નક્કી કરવામાં સહાયરૂપ થાય છે. આ બધાં અનુકૂલનોને લીધે માછલી પાણીમાં સરળતાથી કરી શકે છે.
3. તફાવત આપો
પ્રશ્ન 1.
અસ્થિ અને કાસ્થિ
ઉત્તરઃ
અસ્થિ | કાસ્થિ |
1. તે સખત હોય છે. | 1. તે પ્રમાણમાં નરમ છે. |
2. તે વળી શકતાં નથી. | 2. તે વળી શકે છે. |
પ્રશ્ન 2.
ખલદસ્તા સાંધો અને મિજાગરા સાંધો
ઉત્તરઃ
ખલ-દસ્તા સાંધો | મિજાગરા સાંધો |
1. આ સાંધા આગળથી અવયવનું હલનચલન ચારે બાજુએ વર્તુળાકાર શકે છે. | 1. આ સાંધા આગળથી અવયવનું હલનચલન એક જ દિશામાં થઈ થઈ શકે છે. |
2. ખભા આગળનો અને નિતંબ આગળનો સાંધો ખલ-દસ્તા સાંધો છે. | 2. કોણી આગળ, ઘૂંટણ આગળ અને આંગળીઓમાં મિજાગરા સાંધો છે. |
પ્રશ્ન 4.
જોડકાં જોડોઃ
વિભાગ ‘A’ | વિભાગ ‘B’ |
(1) અળસિયું | (a) કવચ |
(2) ગોકળગાય | (b) લાંબો કરોડસ્તંભ |
(3) વંદો | (c) વલયો |
(4) સાપ | (d) મીનપક્ષ |
(e) બે જોડ પાંખો, ત્રણ જોડ પગ |
ઉત્તરઃ
(1) → (c). (2) → (a). (3) → (e), (4) → (b).
પ્રશ્ન 5.
નીચેના કોષ્ટકમાં પૂર્તિ કરો:
ઉત્તરઃ
(1) કોષ્ટક 8.1: પ્રાણીઓ એક સ્થાનેથી બીજા સ્થાને કેવી રીતે ગતિ કરે છે?
(2) કોષ્ટક 8.2: આપણા શરીરમાં હલનચલન
(C) વિસ્તૃત પ્રશ્નો:
પ્રશ્ન 1.
નીચેના પ્રશ્નનો મુદ્દાસર ઉત્તર આપોઃ
અળસિયું કેવી રીતે હલનચલન કરે છે તે સમજાવો.
ઉત્તર:
અળસિયાના શરીરમાં હાડકાં હોતાં નથી તેમજ તેને પગ નથી. પરંતુ અળસિયાના શરીરમાં સ્નાયુઓ હોય છે. અળસિયાનું શરીર અનેક વલયો એકબીજા સાથે જોડાવાથી બને છે. અળસિયાના સ્નાયુઓ સંકોચન અને વિસ્તરણ પામી તેના શરીરને આગળ વધારે છે. ચાલતા સમયે અળસિયું તેના શરીરના પશ્વ ભાગને ભૂમિ સાથે જકડી રાખે છે તથા આગળના ભાગને ફેલાવે છે. તેના પછી તે અગ્ર ભાગને ભૂમિ સાથે જકડી રાખે છે તથા પશ્વ ભાગને ખુલ્લો કરી દે છે. ત્યાર બાદ શરીરને સંકુચિત કરે છે તથા પશ્વ ભાગને આગળની તરફ ખેંચે છે. આનાથી તે કેટલાક અંતર સુધી આગળ વધે છે. અળસિયું આ પ્રક્રિયાનું વારંવાર પુનરાવર્તન * કરીને માટીમાં આગળ ખસે છે. તેના શરીરમાંથી સ્રવતો ચીકણો પદાર્થ તેને માટીમાં ચાલવા માટે મદદરૂપ થાય છે. વળી તેના શરીરમાં નાના-નાના અનેક વજકેશ આવેલ હોય છે. આ વજકેશ માટીમાં તેની પકડને મજબૂત બનાવે છે. આ રીતે અળસિયું પગ ન હોવા છતાં પ્રચલન કરે છે.
પ્રશ્ન 2.
ટૂંક નોંધ લખો:
(1) પાંસળી પિંજર
(2) કરોડસ્તંભ
ઉત્તરઃ
(1) પાંસળી પિંજર:
પાંસળી પિંજર, છાતીનું 1 હાડકું અને 12 જોડ પાંસળીઓ મળીને કુલ 25 હાડકું હાડકાંનું બનેલું છે. છાતીનું હાડકું લાંબુ અને ચપટું હોય છે. તે છાતીના ભાગમાં વચ્ચોવચ આવેલું છે.
પાંસળીઓ આગળના ભાગમાં છાતીનાં હાડકાં સાથે અને પાછળના ભાગમાં કરોડનાં હાડકાં સાથે જોડાયેલી હોય છે.
(2) કરોડસ્તંભ :
કરોડનાં કુલ 33 હાડકાં છે. આ હાડકાંને કશેરૂકા કહે છે. આ હાડકાં એકબીજા પર ગોઠવાઈને કરોડસ્તંભ બનાવે છે. કરોડસ્તંભ શરીરની મુખ્ય ધરી ગણાય છે. તેના નાનાં નાનાં હાડકાં વચ્ચે કૂર્ચાની ગાદી હોય છે. (પુખ્તવયના – મનુષ્યમાં કરોડસ્તંભનાં નીચેનાં 9 હાડકાં એકબીજા સાથે જોડાયેલાં હોય છે. બાકીનાં 24 હાડકાં છૂટાં હોય છે.)
કરોડનાં હાડકાંના વિશિષ્ટ આકાર અને તેમના ‘S’ આકારની ગોઠવણીને લીધે તેમજ હાડકાંઓ વચ્ચે કૂર્ચા હોવાને લીધે કરોડસ્તંભ સ્થિતિસ્થાપક બને છે. આથી શરીરને આગળ-પાછળ તથા ડાબી-જમણી બાજુ વાળી શકાય છે.
કરોડસ્તંભ ઉપરના છેડે ખોપરી સાથે જોડાયેલી જોડાયેલા 9 મણકા હોય છે. કરોડસ્તંભ તેમાંથી પસાર થતી કરોડરજ્જુનું રક્ષણ કરે છે અને શરીરને આધાર આપે છે.
HOTS પ્રકારના પ્રસ્નોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે માં લખો :
પ્રશ્ન 1.
એક હાડકાંના ગોળ છેડાવાળો ભાગ બીજા હાડકાંના ગોળ પોલાણવાળા ભાગમાં બરાબર ગોઠવાયેલ હોય તેવાં હાડકાંના સાંધાને શું કહે છે?
A. અચલ સાંધો
B. ઊખળી સાંધો
C. મિજાગરા સાંધો
D. ખલદસ્તા સાંધો
ઉત્તરઃ
D. ખલદસ્તા સાંધો
પ્રશ્ન 2.
આપણા શરીરની મુખ્ય ધરી કોને ગણવામાં આવે છે?
A. ખોપરીને
B. કરોડસ્તંભને
C. પાંસળી પિંજરને
D. પગને
ઉત્તરઃ
B. કરોડસ્તંભને
પ્રશ્ન 3.
પાંસળી પિંજર કોનું રક્ષણ કરે છે?
A. મગજ
B. કરોડરજ્જુ
C. ફેફસાં અને હૃદય
D. પેટના અવયવોનું
ઉત્તરઃ
C. ફેફસાં અને હૃદય
પ્રશ્ન 4.
આકૃતિમાં દર્શાવેલ પેટી જેવી સંરચના કોની છે?
A. સ્કંધાસ્થિ
B. ઢીંચણ
C. ખભો
D. શ્રોણી-અસ્થિ
ઉત્તરઃ
D. શ્રોણી-અસ્થિ
પ્રશ્ન 5.
નીચેના પૈકી કયા અવયવમાં સૌથી ઓછા ચલ સાંધા છે?
A. કરોડસ્તંભ
B. હાથ
C. પગ
D. ખોપરી
ઉત્તરઃ
D. ખોપરી
પ્રશ્ન 6.
કયા સજીવને પગ નથી, હાડકાં નથી, બાહ્ય કંકાલ નથી, પરંતુ સ્નાયુઓ છે?
A. ગોકળગાય
B. સાપ
C. માછલી
D. અળસિયું
ઉત્તરઃ
D. અળસિયું
પ્રશ્ન 7.
વંદાને કેટલી જોડ પગ અને કેટલી જોડ પાંખો હોય છે?
A. બે જોડ પગ અને બે જોડ પાંખો
B. બે જોડ પગ અને ત્રણ જોડ પાંખો
C. ત્રણ જોડ પગ અને બે જોડ પાંખો
D. ત્રણ જોડ પગ અને એક જોડ પાંખો
ઉત્તર:
C. ત્રણ જોડ પગ અને બે જોડ પાંખો