Gujarat Board GSEB Solutions Class 6 Maths Chapter 5 પાયાના આકારોની સમજૂતી Ex 5.2 Textbook Exercise Questions and Answers.
Gujarat Board Textbook Solutions Class 6 Maths Chapter 5 પાયાના આકારોની સમજૂતી Ex 5.2
પ્રશ્ન 1.
ઘડિયાળનો કલાકનો કાંટો નીચેના સમય પ્રમાણે ઘડિયાળની દિશામાં ફરે છે, તો તે કેટલું પરિભ્રમણ કરશે તે અપૂર્ણાંકમાં દર્શાવો:
(a) 3થી 9
(b) 4થી 7
(c) 7થી 10
(d) 12થી 9
(e) 1થી 10
(f) 6થી ૩
જવાબ:
(a) કલાક કાંટો 3થી 9 ઉપર જતાં તે \(\frac{1}{2}\) પરિભ્રમણ કરશે.
(b) ક્લાક કાંટો 4થી 7 ઉપર જતાં તે \(\frac{1}{4}\) પરિભ્રમણ ફરશે.
(c) કલાક કાંટો 7થી 10 ઉપર જતાં તે \(\frac{1}{4}\) પરિભ્રમણ કરશે.
(d) કલાક કાંટો 12થી 9 ઉપર જતાં તે \(\frac{3}{4}\) પરિભ્રમણ ફરશે.
(e) કલાક કાંટો 1થી 10 ઉપર જતાં તે \(\frac{3}{4}\) પરિભ્રમણ ફરશે.
(f) કલાક કાંટો 6થી 3 ઉપર જતાં તે \(\frac{3}{4}\) પરિભ્રમણ ફરશે.
પ્રશ્ન 2.
ઘડિયાળનો કાંટો ક્યાં ઊભો હશે? જો ……….
(a) 12થી શરૂ કરે અને \(\frac{1}{2}\) આંટો ઘડિયાળની દિશામાં પૂર્ણ કરે.
(b) 2થી શરૂ કરે અને ઘડિયાળની દિશામાં \(\frac{1}{2}\) આંટો પૂર્ણ કરે.
(c) 5થી શરૂ કરે અને ઘડિયાળની દિશામાં તે \(\frac{1}{4}\) આંટો ફરે.
(d) 5થી શરૂ કરે અને ઘડિયાળની દિશામાં \(\frac{3}{4}\) આંટો ફરે.
જવાબ:
(a) ઘડિયાળનો કાંટો 12થી શરૂ કરી ઘડિયાળના કાંટાની દિશામાં \(\frac{1}{2}\) આંટો પૂર્ણ કરે, તો કાંટો 6 ઉપર ઊભો હોય.
(b) ઘડિયાળનો કાંટો 2થી શરૂ કરી ઘડિયાળના કાંટાની દિશામાં \(\frac{1}{2}\) આંટો પૂર્ણ કરે, તો કાંટો 8 ઉપર ઊભો હોય.
(c) ઘડિયાળનો કાંટો 5થી શરૂ કરી ઘડિયાળના કાંટાની દિશામાં તે \(\frac{1}{4}\) આંટો પૂર્ણ કરે, તો કાંટો 8 ઉપર ઊભો હોય.
(d) ઘડિયાળનો કાંટો 5થી શરૂ કરી ઘડિયાળના કાંટાની દિશામાં \(\frac{3}{4}\) આંટો પૂર્ણ કરે, તો કાંટો 2 ઉપર ઊભો હોય.
પ્રશ્ન 3.
તમે કઈ દિશામાં ઊભા છો અને કઈ દિશામાં પહોંચો છો? જો ..
(a) પૂર્વમાંથી ઘડિયાળના કાંટાની દિશામાં કે \(\frac{1}{2}\) આંટો
(b) પૂર્વમાંથી ઘડિયાળના કાંટાની દિશામાં 1\(\frac{1}{2}\) આંટો
(c) પશ્ચિમમાંથી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં \(\frac{3}{4}\) આંટો
(d) દક્ષિણમાંથી એક પૂર્ણ આંટો આ પ્રશ્ન માટે ઘડિયાળના કાંટાની દિશા કે વિરુદ્ધ દિશા જણાવવું જરૂરી છે? શા માટે નહીં?
જવાબ :
આપણે જાણીએ છીએ કે પાસપાસેની કોઈ પણ બે દિશાઓ વચ્ચેનો ખૂણો એ કાટખૂણો હોય છે.
(a) પૂર્વ દિશામાં મોં રાખીને ઘડિયાળના કાંટાની દિશામાં \(\frac{1}{2}\) આંટો ફરતાં એટલે કે બે કાટખૂણા જેટલું ફરતાં આપણી સામે પશ્ચિમ દિશા આવે.
(b) પૂર્વ દિશામાં મોં રાખીને ઘડિયાળના કાંટાની દિશામાં 1\(\frac{1}{2}\) આંટો ફરતાં એટલે કે એક આખો આંટો અને બે કાટખૂણા પતિ જેટલો આંટો ફરતાં આપણી સામે પશ્ચિમ દિશા આવે.
(c) પશ્ચિમ દિશામાં મોં રાખીને ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં \(\frac{3}{4}\) આંટો ફરતાં એટલે કે ત્રણ કાટખૂણા જેટલો આંટો ફરતાં આપણી સામે ઉત્તર દિશા આવે.
(d) દક્ષિણ દિશામાં મોં રાખીને ઘડિયાળના કાંટાની દિશામાં કે ઘડિયાળના કાંટાની ઊલટી દિશામાં એક પૂરો આંટો ફરીએ તો આપણી સામે દક્ષિણ દિશા ફરીથી આવે. અહીં પૂર્ણ આંટો ફરવાનો છે. તેથી ઘડિયાળના કાંટાની દિશા દર્શાવવાની જરૂર રહેતી નથી.
પ્રશ્ન 4.
તમે ઊભા છો તે દિશામાંથી ફરો, ત્યારે કેટલો આંટો ફરો છો તે કહોઃ
(a) પૂર્વમાંથી ઘડિયાળના કાંટાની દિશામાં ઉત્તરમાં
(b) દક્ષિણમાંથી ઘડિયાળના કાંટાની દિશામાં પૂર્વમાં
(c) પશ્ચિમમાંથી ઘડિયાળના કાંટાની દિશામાં પૂર્વમાં
જવાબ:
(a) પૂર્વ દિશામાંથી ઘડિયાળના કાંટાની દિશાએ ઉત્તર દિશામાં પહોંચવા માટે \(\frac{3}{4}\) આંટો ફરવો પડે.
(b) દક્ષિણ દિશામાંથી ઘડિયાળના કાંટાની દિશાએ પૂર્વ દિશામાં પહોંચવા માટે \(\frac{3}{4}\) આંટો કરવો પડે.
(c) પશ્ચિમ દિશામાંથી ઘડિયાળના કાંટાની દિશાએ પૂર્વ દિશામાં પહોંચવા માટે \(\frac{1}{2}\) આંટો ફરવો પડે.
પ્રશ્ન 5.
ઘડિયાળનો કલાકનો કાંટો નીચેના સમય દરમિયાન કેટલા કાટખૂણા જેટલું ફરે છે તે કહોઃ
(a) 3થી 6
(b) 2થી 8
(c) 5થી 11
(d) 10થી 1
(e) 12થી 9
(f) 12થી 6
જવાબ:
(a) કલાક કાંટાને 3 પરથી 6 ઉપર જવામાં 1 કાટખૂણા જેટલું ફરવું પડે છે.
(b) કલાક કાંટાને 2 પરથી 8 ઉપર જવામાં 2 કાટખૂણા જેટલું ફરવું પડે છે.
(c) કલાક કાંટાને 5 પરથી 11 ઉપર જવામાં 2 કાટખૂણા જેટલું ફરવું પડે છે.
(d) કલાક કાંટાને 10 પરથી 1 ઉપર જવામાં 1 કાટખૂણા જેટલું ફરવું પડે છે.
(e) કલાક કાંટાને 12 પરથી 9 ઉપર જવામાં ૩ કાટખૂણા જેટલું ફરવું પડે છે.
(f) કલાક કાંટાને 12 પરથી 6 ઉપર જવામાં 2 કાટખૂણા જેટલું ફરવું પડે છે.
પ્રશ્ન 6.
આપેલ સ્થિતિમાંથી તમે ફરો ત્યારે કેટલા કાટખૂણા રચાશે?
(a) ઘડિયાળના કાંટાની દિશામાં દક્ષિણમાંથી પશ્ચિમમાં
(b) ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં ઉત્તરથી પૂર્વમાં
(c) પશ્ચિમથી પશ્ચિમમાં
(d) દક્ષિણથી ઉત્તરમાં
જવાબ:
(a) દક્ષિણ દિશામાંથી ઘડિયાળના કાંટાની દિશામાં પશ્ચિમ દિશાએ જતાં 1 કાટખૂણો રચાશે.
(b) ઉત્તર દિશામાંથી ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં પૂર્વ દિશાએ જતાં 3 કાટખૂણા રચાશે.
(c) પશ્ચિમ દિશામાંથી (ઘડિયાળના કાંટાની દિશામાં કે ઘડિયાળના કાંટાની વિરુદ્ધ દિશામાં) પશ્ચિમ દિશાએ જતાં 4 કાટખૂણા રચાશે.
(d) દક્ષિણ દિશામાંથી (ઘડિયાળના કાંટાની દિશામાં કે ઘડિયાળના કાંટાની ઊલટી દિશામાં) ઉત્તર દિશાએ જતાં 2 કાટખૂણા રચાશે.
પ્રશ્ન 7.
ઘડિયાળના કાંટા ફરીને ક્યાં ઊભા રહેશે?
(a) 6 વાગે શરૂ કરીને 1 કાટખૂણા જેટલું ફરીને
(b) 8 વાગે શરૂ કરીને 2 કાટખૂણા જેટલું ફરીને
(c) 10 વાગે શરૂ કરીને ૩ કાટખૂણા જેટલું ફરીને
(d) 7 વાગે શરૂ કરીને 2 સરળકોણ જેટલું ફરીને
જવાબ:
(a) ઘડિયાળનો કાંટો 6 વાગે શરૂ કરીને 1 કાટખૂણા જેટલું ફરીને તે 9 ઉપર ઊભો રહેશે.
(b) ઘડિયાળનો કાંટો 8 વાગે શરૂ કરીને 2 કાટખૂણા જેટલું ફરીને તે 2 ઉપર ઊભો રહેશે.
(c) ઘડિયાળનો કાંટો 10 વાગે શરૂ કરીને 3 કાટખૂણા જેટલું ફરીને તે 7 ઉપર ઊભો રહેશે.
(d) ઘડિયાળનો કાંટો 7 વાગે શરૂ કરીને 2 સરળ કોણ જેટલું ફરીને તે 7 ઉપર ઊભો રહેશે.