Gujarat Board GSEB Solutions Class 7 Maths Chapter 3 માહિતીનું નિયમન Ex 3.3 Textbook Exercise Questions and Answers.
Gujarat Board Textbook Solutions Class 7 Maths Chapter 3 માહિતીનું નિયમન Ex 3.3
1. આપેલ લંબ આલેખનો ઉપયોગ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપો?
(a) કયું પાલતુ પ્રાણી સૌથી વધુ લોકપ્રિય છે?
(b) કેટલા વિદ્યાર્થીઓનું પાલતુ પ્રાણી કૂતરો છે?
ઉત્તરઃ
(a) આલેખ પરથી જણાય છે કે બિલાડીને પાળનાર સૌથી વધુ વિદ્યાર્થીઓ (10 વિદ્યાર્થી) છે.
∴ બિલાડી એ સૌથી વધુ લોકપ્રિય પાલતુ પ્રાણી છે.
(b) વિદ્યાર્થીઓ પાસે પાલતુ પ્રાણી કૂતરો છે.
2. આપેલ લંબ આલેખનો અભ્યાસ કરો કે જે પુસ્તક ભંડારમાં સતત પાંચ વર્ષ દરમિયાન વેચાયેલ પુસ્તકની સંખ્યા દર્શાવે છે. નીચેના પ્રશ્નોના જવાબ આપો?
(i) 1989, 1990 અને 1992ના દરેક વર્ષમાં કેટલાં પુસ્તકોનું વેચાણ થયું હશે?
(ii) કયા વર્ષમાં 475 પુસ્તકો વેચવામાં આવ્યાં? કયા વર્ષમાં 225 પુસ્તકો વેચવામાં આવ્યાં?
(iii) કયા વર્ષમાં 250 કરતાં ઓછાં પુસ્તકો વેચવામાં આવ્યાં?
(iv) 1989માં વેચાયેલ પુસ્તકની સંખ્યાનો અંદાજ કેવી રીતે કાઢી શકાય તે સમજાવી શકશો?
ઉત્તરઃ
ઉપરના આલેખ પરથી માંગેલા પ્રશ્નોના જવાબ :
(i) વેચાયેલાં પુસ્તકો :
વર્ષ 1989માં 180; વર્ષ 1990માં 475 અને વર્ષ 1992માં 225 પુસ્તકોનું વેચાણ થયું છે.
(ii) 1990ના વર્ષમાં 475 પુસ્તકો વેચવામાં આવ્યાં.
1992ના વર્ષમાં 225 પુસ્તકો વેચવામાં આવ્યાં.
(iii) 1989ના વર્ષમાં તથા 1992ના વર્ષમાં 250 પુસ્તકોથી ઓછાં પુસ્તકો વેચવામાં આવ્યાં.
(iv) 1989ના વર્ષના સ્તંભની ઊંચાઈ 200 પુસ્તકો કરતાં ઓછી દર્શાવે છે. આથી 1989ના વર્ષમાં 180 પુસ્તકો વેચાયાં હશે.
(નોંધઃ આ દર્શાવતો સ્તંભ 1.8 એકમ ઊંચો છે. 1.8 × 100 = 180 પુસ્તકો)
3. જુદાં જુદાં 6 ધોરણના વિદ્યાર્થીઓની સંખ્યા નીચે દર્શાવેલ છે. આ માહિતીને લંબ આલેખ સ્વરૂપે દર્શાવો:
(a) તમે પ્રમાણમાપ કેવી રીતે પસંદ કરશો?
(b) નીચેના પ્રશ્નોના જવાબ આપો:
(i) કયા ધોરણમાં સૌથી વધુ વિદ્યાર્થીઓ છે? અને સૌથી ઓછા?
(ii) ધોરણ 6 અને ધોરણ 8ના વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર શોધો.
ઉત્તરઃ
આપેલ માહિતી પરથી લંબ આલેખ નીચે પ્રમાણે તૈયાર થાય :
(a) અહીં આપેલી માહિતીમાં સૌથી વધુ વિદ્યાર્થીની સંખ્યા 135 છે જે 140થી ઓછી છે. તેથી આપણે પ્રમાણમાપ 0થી 140 સુધીનું પસંદ કરીશું જે ઓછુંય નથી કે વધારે પણ નથી. આમ, 1 એકમ લંબાઈ = 10 વિદ્યાર્થીઓનું પ્રમાણમાપ Y-અક્ષ પર લઈશું. X-અક્ષ પર ધોરણ લઈશું.
(b) (i) પાંચમા ધોરણમાં વિદ્યાર્થીઓની સંખ્યા અન્ય ધોરણની સરખામણીમાં સૌથી વધારે છે. જુઓ પાંચમા ધોરણમાં 135 વિદ્યાર્થીઓ છે.
દસમાં ધોરણમાં વિદ્યાર્થીઓની સંખ્યા અન્ય ધોરણની સરખામણીમાં સૌથી ઓછી છે. જુઓ દસમા ધોરણમાં 80 વિદ્યાર્થીઓ છે.
(ii) છઠ્ઠા ધોરણમાં વિદ્યાર્થીઓની સંખ્યા 120 છે.
આઠમા ધોરણમાં વિદ્યાર્થીઓની સંખ્યા 100 છે.
∴ ધોરણ 6 અને ધોરણ 8ના
વિદ્યાર્થીઓનો ગુણોત્તર = \(\frac {120}{100}\) = \(\frac {6}{5}\) = 6 : 5
4. વિદ્યાર્થીના પ્રથમ સત્ર અને બીજા સત્રનાં પરિણામ આપેલ છે. યોગ્ય પ્રમાણમાપ લઈ દ્વિ-લંબ આલેખ દોરો અને નીચેના પ્રશ્નોના જવાબ આપો?
(i) વિદ્યાર્થીએ કયા વિષયના દેખાવમાં સૌથી વધુ સુધારો કર્યો?
(ii) કયા વિષયમાં સુધારો સૌથી ઓછો છે?
(iii) શું કોઈ વિષયમાં દેખાવ નીચે ગયો છે?
ઉત્તરઃ
આપેલી માહિતી પરથી દ્વિ-લંબ આલેખ નીચે પ્રમાણે તૈયાર થાય :
(i) વિદ્યાર્થીએ કયા વિષયમાં દેખાવમાં સૌથી વધુ સુધારો છે તે શોધવા વિષયમાં મેળવેલા ગુણનો તફાવત શોધીશું.
અંગ્રેજી : 70 – 67 = 3; હિન્દી : 65 – 72 = -7; ગણિત : 95 – 88 = 7;
વિજ્ઞાન : 85 – 81 = 4; સામાજિક વિજ્ઞાન : 75 – 73 = 2
હવે, – 7 < 2 < 3 < 4 < 7
આથી વિદ્યાર્થીએ ગણિતના દેખાવમાં સૌથી વધુ સુધારો કર્યો.
(ii) વિદ્યાર્થીનો સામાજિક વિજ્ઞાનમાં સુધારો સૌથી ઓછો છે.
(iii) હા, વિદ્યાર્થીનો દેખાવ હિન્દી વિષયમાં નીચે ગયો છે.
5. એક વસાહતનો સર્વે કરતાં નીચે પ્રમાણેની માહિતી એકઠી થઈ ?
(i) યોગ્ય પ્રમાણમાપ લઈ દ્વિ-લંબ આલેખ દોરો.
લંબ આલેખ પરથી તમે શું અનુમાન કરશો?
(ii) કઈ રમત સૌથી વધુ પ્રિય છે?
(iii) રમત જોવી અને રમતમાં ભાગ લેવો બેમાંથી શું વધુ પસંદ છે?
ઉત્તરઃ
આપેલી માહિતી પરથી દ્વિ-લંબ આલેખ નીચે પ્રમાણે તૈયાર થાય :
(i) આ વસાહતના લોકોનો રમત જોવાનો અને ભાગ લેવાનો રસ નીચે પ્રમાણે છે :
ક્રિકેટ જોવી અને રમવી સૌથી વધુ પસંદ છે. જ્યારે ઍપ્લેટિક્સ જોવી અને રમવી સૌથી ઓછી પસંદ છે.
(ii) સૌથી વધુ પ્રિય રમત ક્રિકેટ છે.
(iii) લોકોને રમતમાં ભાગ લેવા કરતાં રમત જોવાનું વધુ પસંદ છે.
6. આ પ્રકરણની શરૂઆતમાં (પાઠ્યપુસ્તકમાં કોષ્ટક 3.1) જુદાં જુદાં શહેરોમાં આપવામાં આવેલ મહત્તમ અને લઘુતમ તાપમાનની માહિતી લો. આ માહિતીનો ઉપયોગ કરી દ્વિ-લંબ આલેખ દોરો અને નીચેના પ્રશ્નોના જવાબ આપોઃ
(i) આપેલી તારીખે કયા શહેરના તાપમાનમાં સૌથી વધુ તફાવત છે?
(ii) કયું શહેર સૌથી વધુ ગરમ અને કયું શહેર સૌથી વધુ ઠંડું છે?
(iii) એવાં બે શહેરોનાં નામ આપો કે જેમાં એકનું મહત્તમ તાપમાન એ બીજાના લઘુતમ તાપમાનથી ઓછું હોય.
(iv) એવા શહેરનું નામ આપો કે જેના તાપમાનનો તફાવત સૌથી ઓછો હોય.
ઉત્તરઃ
આપેલી માહિતી પરથી દ્વિ-લંબ આલેખ નીચે પ્રમાણે તૈયાર થાય :
માંગેલા પ્રશ્નોના જવાબ આપવા માટે આલેખ પરથી મહત્તમ અને લઘુતમ તાપમાનનો તફાવત શોધીએ :
શહેર | મહત્તમ તાપમાન – લઘુતમ તાપમાન |
અમદાવાદ | 38 °C – 29 °C = 9 °C |
અમૃતસર | 37 °C – 26 °C = 11 °C |
બેંગલુરુ | 28 °C – 21 °C = 7 °C |
ચેન્નઈ | 36 °C – 27 °C = 9°C |
દિલ્લી | 38 °C – 28 °C = 10°C |
જયપુર | 39 °C – 29 °C = 10 °C |
જમ્મુ | 41 °C – 26 °C = 15 °C |
મુંબઈ | 32 °C – 27 °C = 5 °C |
(i) ઉપર કોષ્ટક પરથી સ્પષ્ટ છે કે આપેલી તારીખે જમ્મુમાં મહત્તમ તાપમાન અને લઘુતમ તાપમાનનો તફાવત સૌથી વધુ છે. (જુઓ : 15 °C)
(ii) આપેલી તારીખે જમ્મુ સૌથી વધુ ગરમ શહેર (41 °C) અને બેંગલુરુ સૌથી વધુ ઠંડું શહેર (21 °C) છે.
(iii) બેંગલૂરુનું મહત્તમ તાપમાન અમદાવાદના લઘુતમ તાપમાન કરતાં ઓછું છે. બેંગલૂરુનું મહત્તમ તાપમાન જયપુરના લઘુતમ તાપમાન કરતાં ઓછું છે.
(iv) મુંબઈ એવું શહેર છે કે જેના મહત્તમ તાપમાન અને લઘુતમ તાપમાનમાં અન્ય શહેરો કરતાં ઓછામાં ઓછો તફાવત છે.