Gujarat Board GSEB Class 6 Social Science Important Questions Chapter 3 પ્રાચીન નગરો અને ગ્રંથો Important Questions and Answers.
GSEB Class 6 Social Science Important Questions Chapter 3 પ્રાચીન નગરો અને ગ્રંથો
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધોઃ
પ્રશ્ન 1.
મનુષ્યની રહેણીકરણી સાથે કઈ બાબત સંકળાયેલી છે?
A. સભ્યતા
B. સંસ્કૃતિ
C. આહાર
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
B. સંસ્કૃતિ
પ્રશ્ન 2.
સિંધુખીણની સભ્યતાના અવશેષો સૌપ્રથમ કયા નગરમાંથી મળ્યા હતા?
A. હડપ્પામાંથી
B. મોહેં-જો-દડોમાંથી
C. કાલિબંગનમાંથી
D. લોથલમાંથી
ઉત્તર:
A. હડપ્પામાંથી
પ્રશ્ન 3.
નીચેનામાંથી કયું સ્થળ હડપ્પીય સભ્યતાનું નથી?
A. મોહેં-જો-દડો
B. કાલિબંગન
C. રાખીગઢી
D. અજમેર
ઉત્તર:
D. અજમેર
પ્રશ્ન 4.
હડપ્પીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા કઈ હતી?
A. આયોજનબદ્ધ નગરરચના
B. આયોજનબદ્ધ સિંચાઈ યોજના
C. વાણિજ્ય-વ્યવસ્થા
D. આયોજનબદ્ધ ગ્રામ્યરચના
ઉત્તર:
A. આયોજનબદ્ધ નગરરચના
પ્રશ્ન 5.
સિંધુખીણ સભ્યતાની નગરરચનામાં કિલ્લો કઈ દિશામાં રહેતો?
A. પૂર્વમાં
B. પશ્ચિમમાં
C. ઉત્તરમાં
D. દક્ષિણમાં
ઉત્તર:
B. પશ્ચિમમાં
પ્રશ્ન 6.
સિંધુખીણ સભ્યતાની નગરરચનામાં સામાન્ય પ્રજાની વસાહત કઈ દિશામાં હતી?
A. પૂર્વમાં
B. પશ્ચિમમાં
C. ઉત્તરમાં
D. દક્ષિણમાં
ઉત્તર:
A. પૂર્વમાં
પ્રશ્ન 7.
પૂર અને ભેજથી બચવા હડપ્પા સભ્યતાનાં મકાનો કઈ જગ્યાએ બાંધવામાં આવતાં?
A. પર્વત ઉપર
B. નદીથી દૂર
C. ઊંચા ઓટલા પર
D. પગથિયાં પર
ઉત્તર:
C. ઊંચા ઓટલા પર
પ્રશ્ન 8.
હડપ્પીય સભ્યતાની નગરરચનામાં વપરાશના પાણીના નિકાલ માટે શી વ્યવસ્થા હતી?
A. ગટરયોજનાની
B. શોષકૂવાની
C. સિંચાઈ યોજનાની
D. કોઈ વ્યવસ્થા ન હતી
ઉત્તર:
A. ગટરયોજનાની
પ્રશ્ન 9.
હડપ્પીય સભ્યતાની ગટરયોજના માટે નીચેનામાંથી કયું વિધાન યોગ્ય નથી?
A. દરેક મકાનનું પાણી નાની ગટરમાં જતું.
B. નાની ગટરમાંથી પાણી મોટી ગટરમાં જતું.
C. ગટરના પાણીથી સિંચાઈ કરવામાં આવતી.
D. મોટી ગટરમાંથી પાણી નગરની બહાર જતું.
ઉત્તર:
C. ગટરના પાણીથી સિંચાઈ કરવામાં આવતી.
પ્રશ્ન 10.
હડપ્પા પાકિસ્તાનમાં કયા જિલ્લામાં આવેલું છે?
A. લારાખાના
B. મોંટગોમરી
C. કરાંચી
D. પેશાવર
ઉત્તર:
B. મોંટગોમરી
પ્રશ્ન 11.
સિંધુખીણની સભ્યતાનું મુખ્ય નગર કોને ગણવામાં આવે છે?
A. લોથલને
B. કાલિબંગનને
C. ધોળાવીરાને
D. હડપ્પાને
ઉત્તર:
D. હડપ્પાને
પ્રશ્ન 12.
હડપ્પીય સભ્યતાની મુખ્ય વિશેષતા કઈ હતી?
A. ચિત્રકલા
B. વેપાર-વાણિજ્ય
C. અન્નભંડારો
D. મેળા-ઉત્સવ
ઉત્તર:
C. અન્નભંડારો
પ્રશ્ન 13.
હડપ્પા સભ્યતાના અન્નભંડારો કઈ નદીના કિનારે મળી આવ્યા છે?
A. રાવી
B. ઝેલમ
C. ચિનાબ
D. બિયાસ
ઉત્તર:
A. રાવી
પ્રશ્ન 14.
રાવી નદીના કિનારેથી હડપ્પીય સભ્યતાના કેટલા અન્નભંડારો મળી આવ્યા છે?
A. 10
B. 12
C. 15
D. 20
ઉત્તર:
B. 12
પ્રશ્ન 15.
લોથલ કઈ નદીના કિનારે આવેલ છે?
A. સાબરમતી
B. ભાદર
C. ભોગાવો
D. વાત્રક
ઉત્તર:
C. ભોગાવો
પ્રશ્ન 16.
લોથલમાં ઈંટોના બનેલા માળખાને શું કહેવામાં આવે છે?
A. ધક્કો (Dock Yard)
B. 24721
C. ટીંબો
D. સ્નાનાગાર
ઉત્તર:
A. ધક્કો (Dock Yard)
પ્રશ્ન 17.
હડપ્પીય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર કયા બંદર મારફતે થતો?
A. કરાંચી
B. કાલિબંગન
C. મેહરગઢ
D. લોથલ
ઉત્તર:
D. લોથલ
પ્રશ્ન 18.
ધોળાવીરા કચ્છના કયા વિસ્તારમાં આવેલ પુરાતત્ત્વીય સ્થળ છે?
A. વાગડ
B. ખાવડા
C. બન્ની
D. ખદીરબેટ
ઉત્તર:
D. ખદીરબેટ
પ્રશ્ન 19.
કચ્છ જિલ્લામાં હડપ્પીય સભ્યતાનું કયું સ્થળ આવેલ છે?
A. રંગપુર
B. ધોળાવીરા
C. લોથલ
D. લાખાબાવળ
ઉત્તર:
B. ધોળાવીરા
પ્રશ્ન 20.
હડપ્પીય સભ્યતાનું સ્થળ કાલિબંગન ભારતના કયા રાજ્યમાં આવેલું છે?
A. રાજસ્થાન
B. ગુજરાત
C. પંજાબ
D. ઉત્તર પ્રદેશ
ઉત્તર:
A. રાજસ્થાન
પ્રશ્ન 21.
સિંધુખીણ સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય કયો હતો?
A. ધાતુકામ
B. માટીકામ
C. હુન્નર ઉદ્યોગ
D. ખેતી અને પશુપાલન
ઉત્તર:
D. ખેતી અને પશુપાલન
પ્રશ્ન 22.
સિંધુખીણ સભ્યતાના લોકોએ બાળકોના આનંદ-પ્રમોદ માટે શું બનાવ્યું હતું?
A. મેદાનો
B પોશાકો
C. રમકડાં
D. બાળઉદ્યાનો
ઉત્તર:
C. રમકડાં
પ્રશ્ન 23.
સિંધુખીણ સભ્યતાના ક્યા સ્થળેથી અગ્નિપૂજાના અવશેષો પ્રાપ્ત થયા છે?
A. ધોળાવીરા
B. હડપ્પા
C. મોહેં-જો-દડો
D. કાલિબંગન
ઉત્તર:
D. કાલિબંગન
પ્રશ્ન 24.
ભરૂચ જિલ્લામાં કિમ નદીના ક્યા સ્થળેથી હડપ્પીય સભ્યતાના અવશેષો મળી આવેલ છે?
A. ભાગાતળાવ
B. લાખાબાવળ
C. આમરા
D. દેશલપર
ઉત્તર:
A. ભાગાતળાવ
પ્રશ્ન 25.
આપણો પ્રાચીનતમ ગ્રંથ કયો છે?
A. સર્વેદ
B. યજુર્વેદ
C. સામવેદ
D. અથર્વવેદ
ઉત્તર:
A. સર્વેદ
પ્રશ્ન 26.
સર્વેદકાલીન સમયમાં રાજાનું મુખ્ય કાર્ય શું હતું?
A. રાજ્યકારભાર
B. શિકાર
C. ગવેષ્ણા
D. મનોરંજન
ઉત્તર:
C. ગવેષ્ણા
પ્રશ્ન 27.
ઋગ્વદની ઋચાઓની રચના કરનાર વિદૂષીઓમાં કોનો સમાવેશ થતો નથી?
A. અપાલા
B. સાવિત્રી
C. લોપામુદ્રા
D. ઘોષા
ઉત્તર:
B. સાવિત્રી
યોગ્ય શબ્દો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરો:
1. સિંધુખીણ સભ્યતાના શાસકો ………………………. માં રહેતા હતા.
ઉત્તર:
કિલ્લા
2. સિંધુખીણ સભ્યતાની નગરરચનામાં રસ્તાઓ એકબીજાને ………………………… કાપતા.
ઉત્તર:
કાટખૂણે
3. હડપ્પાકાલીન સભ્યતાના લોકોના વપરાશના પાણીના નિકાલ માટેની ………………………. વ્યવસ્થા અત્યંત વિકસિત અને પદ્ધતિસરની વ્યવસ્થા હતી.
ઉત્તર:
ગટર
4. સિંધુખીણ સભ્યતાનાં નગરોમાં જાહેર રસ્તાઓ પર ………………………. ની વ્યવસ્થા હતી.
ઉત્તર:
રાત્રિ પ્રકાશ
5. મોહેં-જો-દડોના ………………………. માં ઊતરવા માટે બંને બાજુએ પગથિયાંની વ્યવસ્થા હતી.
ઉત્તર:
સ્નાનકુંડ
6. મોહેં-જો-દડોમાંથી મળી આવેલ તંભવાળા મકાનને …………………………… ની ઓળખ આપવામાં આવી છે.
ઉત્તર:
સભાગૃહ
7. લોથલ અમદાવાદ જિલ્લાના …………………………. તાલુકામાં આવેલું છે.
ઉત્તર:
ધોળકા
8. લોથલ પ્રાચીન સમયમાં એક સમૃદ્ધ …………………………… હતું.
ઉત્તર:
બંદર
9. લોથલમાંથી ………………………… બનાવવાની ફેક્ટરી મળી
આવેલ છે.
ઉત્તર:
મણકા
10. ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા ………………………. ના પાણીના સંગ્રહની વ્યવસ્થા છે.
ઉત્તર:
વરસાદ
11. કાલિબંગનમાં ………………………… નાં ઓજારોનું નિર્માણ થતું હતું.
ઉત્તર:
તાંબા
12. સિંધુખીણ સભ્યતાનું ………………………. માં ઇજનેરોની બુદ્ધિમત્તા અને કારીગરોની કલાશક્તિનું અદ્ભુત પ્રતિબિંબ પડે છે.
ઉત્તર:
નગરઆયોજન
13. ધોળાવીરા કચ્છ જિલ્લામાં ……………………….. તાલુકામાં આવેલું છે.
ઉત્તર:
ભચાઉ
14. હડપ્પીય સભ્યતાના મળેલા અવશેષોમાંથી ……………………….. ની મૂર્તિને ઇતિહાસકારો ધરતીમાતાનું પ્રતીક ગણે છે.
ઉત્તર:
માતૃકાદેવી
15. રોઝડી (શ્રીનાથગઢ) હડપ્પીય સભ્યતાનું સ્થળ ……………………………. જિલ્લામાં આવેલું છે.
ઉત્તર:
રાજકોટ
16. ઋગ્વદનાં 10 મંડળોમાં 1028 પ્રાર્થનાઓ છે, જેને ………………………….. કહે છે.
ઉત્તર:
સૂક્ત
17. સવૅદ …………………………. ભાષામાં લખાયેલ છે.
ઉત્તર:
વૈદિક સંસ્કૃત
18. ટ્વેદમાં ………………………….. નદીના કિનારે દસ રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ છે.
ઉત્તર:
રાવી
19. સટ્વેદમાં સવારની દેવી ……………………………. અને સાંજની દેવી ……………………… ના ઉલ્લેખ જોવા મળે છે.
ઉત્તર:
ઉષા, અદિતિ
20. ઋગ્વદમાં અન્ય પશુઓની સરખામણીમાં ………………………… નો સૌથી વધુ ઉલ્લેખ છે.
ઉત્તર:
ઘોડા
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવોઃ
1. હડપ્પીય સભ્યતાનાં નગરોની રચના અસમાન જોવા મળે છે.
ઉત્તર:
ખોટું
2. હડપ્પીય સભ્યતાને આપણે રોમની સભ્યતા તરીકે પણ ઓળખીએ છીએ.
ઉત્તર:
ખોટું
3. હડપ્પીય સભ્યતાની મુખ્ય વિશેષતા તેની આયોજનબદ્ધ મકાનવ્યવસ્થા હતી.
ઉત્તર:
ખરું
4. હડપ્પીય સભ્યતાનાં મકાનો એક અને બે માળનાં હતાં.
ઉત્તર:
ખરું
5. હડપ્પીય સભ્યતાનું સમગ્ર નગર ચોરસ કે લંબચોરસ વિભાગોમાં વહેંચાયેલું હતું.
ઉત્તર:
ખરું
6. હડપ્પા સભ્યતામાં વપરાશના પાણીના નિકાલ માટે કોઈ વ્યવસ્થા ન હતી.
ઉત્તર:
ખોટું
7. કાલિબંગનમાં એક જાહેર સ્નાનાગાર મળી આવ્યું છે.
ઉત્તર:
ખોટું
8. સિંધુ સભ્યતાના લોકોનાં આભૂષણો સોના, ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી બનાવવામાં આવતાં.
ઉત્તર:
ખરું
9. સિંધુખીણ સભ્યતાના લોકોએ પોતાનાં બાળકો માટે રમકડાં બનાવ્યાં હતાં.
ઉત્તર:
ખરું
10. હડપ્પીય સભ્યતાના ધર્મજીવન વિશેની માહિતી તે સમયમાં લખાયેલ પુસ્તકોના આધારે મળે છે.
ઉત્તરઃ
ખોટું
11. સિંધુખીણ સભ્યતા સમયની લિપિ સુવાચ્ય છે.
ઉત્તર:
ખોટું
12. સર્વેદના માધ્યમથી આર્યોના રાજકીય, સામાજિક અને ધાર્મિક જીવનનો પરિચય મળે છે.
ઉત્તર:
ખરું
13. ઋગ્લેદકાલીન અર્થવ્યવસ્થાના પ્રારંભિક ચરણમાં કૃષિ મુખ્ય હતી.
ઉત્તર:
ખોટું
બંધબેસતાં જોડકાં જોડોઃ
1.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) ભાગાતળાવ | (1) પંજાબ (પાકિસ્તાન) |
(2) હડપ્પા | (2) રાજસ્થાન |
(3) કાલિબંગન | (3) કચ્છ |
(4) ધોળાવીરા | (4) કિમનદી |
(5) ધોળકા |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) ભાગાતળાવ | (4) કિમનદી |
(2) હડપ્પા | (1) પંજાબ (પાકિસ્તાન) |
(3) કાલિબંગન | (2) રાજસ્થાન |
(4) ધોળાવીરા | (3) કચ્છ |
2.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) ધોળાવીરા | (1) હડપ્પીય સભ્યતાનું કૃષિમથક |
(2) લોથલ | (2) સ્નાનાગાર |
(3) કાલિબંગન | (3) સિંધુખીણ સભ્યતાનું વેપારી બંદર |
(4) મોહેં-જો-દડો | (4) વરસાદી પાણીનું સંગ્રહસ્થાન |
(5) વિવિધ રમકડાંનું સર્જન |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) ધોળાવીરા | (4) વરસાદી પાણીનું સંગ્રહસ્થાન |
(2) લોથલ | (3) સિંધુખીણ સભ્યતાનું વેપારી બંદર |
(3) કાલિબંગન | (1) હડપ્પીય સભ્યતાનું કૃષિમથક |
(4) મોહેં-જો-દડો | (2) સ્નાનાગાર |
3.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) સુવ્યવસ્થિત નગરઆયોજન | (1) કૃષિક્ષેત્રે ઉપયોગ |
(2) ઘૂઘરા અને બળદગાડું | (2) ઇજનેરોની બુદ્ધિમત્તા |
(3) તાંબાનાં ઓજારોનું નિર્માણ | (3) સુતરાઉ કાપડનો વેપાર |
(4) માતૃકાદેવીની મૂર્તિ | (4) હડપ્પીય સભ્યતાનાં રમકડાં |
(5) ધરતીપૂજા |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) સુવ્યવસ્થિત નગરઆયોજન | (2) ઇજનેરોની બુદ્ધિમત્તા |
(2) ઘૂઘરા અને બળદગાડું | (4) હડપ્પીય સભ્યતાનાં રમકડાં |
(3) તાંબાનાં ઓજારોનું નિર્માણ | (1) કૃષિક્ષેત્રે ઉપયોગ |
(4) માતૃકાદેવીની મૂર્તિ | (5) ધરતીપૂજા |
નીચે આપેલ સિંધુખીણ સભ્યતાનાં સ્થળોનું ગુજરાત, ભારત અને પાકિસ્તાન ત્રણે વિસ્તારમાં વર્ગીકરણ કરો:
લોથલ, હડપ્પા, આલમગીરપુર, રોપડ, મોહે-જો-દડો, રંગપુર, રોઝડી, કાલિબંગન
ઉત્તરઃ
ગુજરાત | ભારત | પાકિસ્તાન |
(1) લોથલ | (1) રોપડ | (1) હડપ્પા |
(2) રંગપુર | (2) કાલિબંગન | (2) મોહેં-જો-દડો |
(3) રોઝડી | (3) આલમગીરપુર |
નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપો:
પ્રશ્ન 1.
વિશ્વની મહાન સભ્યતાઓનાં દર્શન કયા કયા દેશમાં ર થાય છે?
ઉત્તર:
વિશ્વની મહાન સભ્યતાઓનાં દર્શન ઇજિપ્ત, ઍસોપોટેમિયા, ભારત, ચીન, રોમ વગેરેમાં થાય છે.
પ્રશ્ન 2.
હડપ્પીય સભ્યતામાં કયાં કયાં સ્થળોનો સમાવેશ થાય છે?
ઉત્તર:
હડપ્પીય સભ્યતાનાં સ્થળોમાં હડપ્પા, મોહેં-જો-દડો, લોથલ, ધોળાવીરા, કાલિબંગન, રાખીગઢી વગેરેનો સમાવેશ થાય છે.
પ્રશ્ન 3.
હડપ્પીય સભ્યતાના નગરમાં પ્રજાની વસાહત કઈ બાજુએ હતી?
ઉત્તર:
હડપ્પીય સભ્યતાના નગરમાં પ્રજાની વસાહત નગરની પૂર્વ દિશા તરફ હતી.
પ્રશ્ન 4.
હડપ્પીય સભ્યતાના શાસકો ક્યાં રહેતા હતા?
ઉત્તર:
હડપ્પીય સભ્યતાના શાસકો નગરની પશ્ચિમે આવેલા કિલ્લામાં રહેતા હતા.
પ્રશ્ન 5.
હડપ્પીય સભ્યતામાં મકાનો ક્યાં બાંધવામાં આવતાં? ? શા માટે?
ઉત્તર:
હડપ્પીય સભ્યતામાં મકાનો પૂર અને ભેજથી બચવા ઊંચા ઓટલા પર બાંધવામાં આવતાં.
પ્રશ્ન 6.
હડપ્પીય સભ્યતાનાં મકાનોની એક વિશેષતા જણાવો.
ઉત્તર:
હડપ્પીય સભ્યતાનાં મકાનોની એક વિશેષતા : મકાનનાં દ્વાર મુખ્ય રસ્તા પર પડવાને બદલે અંદરની તરફ શેરીમાં પડતાં.
પ્રશ્ન 7.
હડપ્પીય સભ્યતામાં શેરીઓનું આયોજન કેવી રીતે કરવામાં આવ્યું હતું?
ઉત્તર:
હડપ્પીય સભ્યતામાં શેરીઓનું આયોજન એ રીતે કરવામાં આવેલું હતું કે સમગ્ર નગર ચોરસ અને લંબચોરસ વિભાગોમાં વહેંચાઈ જાય.
પ્રશ્ન 8.
સિંધુખીણની સંસ્કૃતિની સૌથી વિશિષ્ટ બાબત કઈ હતી?
ઉત્તરઃ
સિંધુખીણની સંસ્કૃતિની સૌથી વિશિષ્ટ બાબત સુવ્યવસ્થિત અને આયોજિત નગરરચના હતી.
પ્રશ્ન 9.
સિંધુખીણની સંસ્કૃતિને શાથી ‘નગરપ્રધાન સંસ્કૃતિ’ કહી શકાય?
ઉત્તર:
સિંધુખીણની સંસ્કૃતિનાં મોહેં-જો-દડો અને હડપ્પા એ બે મોટાં નગરો હતાં. આથી એ સંસ્કૃતિને નગરપ્રધાન સંસ્કૃતિ’ કહી શકાય.
પ્રશ્ન 10.
સિંધુખીણની સંસ્કૃતિનું ગૌરવ લઈ શકાય એવું વિશિષ્ટ લક્ષણ કર્યું હતું?
ઉત્તરઃ
સિંધુખીણની સંસ્કૃતિનું ગૌરવ લઈ શકાય એવું વિશિષ્ટ લક્ષણ તેની ભૂગર્ભ ગટરયોજના હતી.
પ્રશ્ન 11.
એક વિશાળ સ્નાનાગારના અવશેષો કયા નગરમાંથી મળી આવ્યા છે?
ઉત્તર:
એક વિશાળ સ્નાનાગારના અવશેષો મોહે-જો-દડો નગરમાંથી મળી આવ્યા છે.
પ્રશ્ન 12.
સિંધુખીણની સંસ્કૃતિનું નગરઆયોજન કેવું હતું?
ઉત્તરઃ
સિંધુખીણની સંસ્કૃતિનું નગરઆયોજન સુવ્યવસ્થિત, સુસંકલિત અને ઉત્તમ ઇજનેરી કલા-કૌશલ્યવાળું હતું.
પ્રશ્ન 13.
લોથલ સિંધુખીણની સંસ્કૃતિનું મોટું બંદર હશે એમ શાથી કહી શકાય?
ઉત્તર:
લોથલના દરિયાકિનારા પરથી મોટી હોડીઓ કે વહાણો બાંધવા માટે અને ઊભાં રાખવા માટેનું એક મોટું લંગર (ગોદી) મળી આવ્યું છે. આ પરથી કહી શકાય કે લોથલ સિંધુખીણની સંસ્કૃતિનું મોટું બંદર હશે.
પ્રશ્ન 14.
મોહેં-જો-દડોના સ્નાનકુંડમાં વસ્ત્રો બદલવા કઈ વ્યવસ્થા હતી?
ઉત્તર:
મોહે-જો-દડોના સ્નાનકુંડમાં વસ્ત્રો બદલવા જ્ઞાનકુંડની ફરતે ઓરડીઓ હતી.
પ્રશ્ન 15.
મોહે-જો-દડોના સ્નાનાગારનો ઉપયોગ ક્યારે થતો હતો?
ઉત્તર:
મોહેં-જો-દડોના સ્નાનાગારનો ઉપયોગ ઉત્સવ કે ધાર્મિક પ્રસંગોએ કરવામાં આવતો હતો.
પ્રશ્ન 16.
હડપ્પા કઈ નદીના કિનારે આવેલું છે?
ઉત્તર:
હડપ્પા પાકિસ્તાનમાં રાવી નદીના કિનારે આવેલું છે.
પ્રશ્ન 17.
પુરાતત્ત્વીય સ્થળ હડપ્પા ક્યાં આવેલું છે?
ઉત્તરઃ
પુરાતત્ત્વીય સ્થળ હડપ્પા હાલ પાકિસ્તાનમાં પંજાબ પ્રાંતના મોંટગોમરી જિલ્લામાં આવેલું છે.
પ્રશ્ન 18.
હડપ્પા નગરની મુખ્ય વિશેષતા કઈ હતી?
ઉત્તર:
હડપ્પા નગરની મુખ્ય વિશેષતા તેના અન્નભંડારો છે. અહીં રાવી નદીના કિનારે 12 જેટલા અન્નભંડારો મળી આવેલા છે.
પ્રશ્ન 19.
હડપ્પીય સભ્યતાનું વેપારી બંદર કયું હતું? તે ક્યાં આવેલું છે?
ઉત્તરઃ
હડપ્પીય સભ્યતાનું વેપારી બંદર લોથલ હતું. તે અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલું છે.
પ્રશ્ન 20.
લોથલમાં બંદરનો કયો પુરાવો મળ્યો છે?
ઉત્તર:
લોથલમાં ઈંટોનું બનેલું એક માળખું મળી આવ્યું છે. તેને ધક્કો (Dock Yard) માનવામાં આવે છે, જે લોથલ બંદર હોવાનો પુરાવો છે.
પ્રશ્ન 21.
લોથલમાં મળી આવેલ ધક્કા(Dock Yard)નો કઈ રીતે ઉપયોગ થતો હશે?
ઉત્તર:
લોથલમાં આવતાં વહાણોને લાંગરીને તેમાં માલસામાન ચઢાવવા-ઉતારવાના કામ માટે ધક્કા(Dock Yard)નો ઉપયોગ થતો હશે.
પ્રશ્ન 22.
ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા કઈ હતી?
ઉત્તર:
ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેડિયમ હતી.
પ્રશ્ન 23.
કયા અવશેષોના આધારે કહી શકાય કે કાલિબંગન હડપ્પીય સભ્યતાનું કૃષિક્રાંતિનું મથક હતું?
ઉત્તર:
કાલિબંગનમાં ખેડેલાં ખેતરો અને તાંબાના અવશેષો મળી આવેલ છે. એ પુરવાર કરે છે કે, કાલિબંગન હડપ્પીય સભ્યતાનું કૃષિક્રાંતિનું મુખ્ય મથક હતું.
પ્રશ્ન 24.
કાલિબંગનમાં મળી આવેલાં તાંબાનાં ઓજારો કયા ઉપયોગમાં લેવાતાં હતાં?
ઉત્તર:
કાલિબંગનમાં મળી આવેલાં તાંબાનાં ઓજારો કૃષિક્ષેત્રે ઉપયોગમાં લેવાતાં હતાં.
પ્રશ્ન 25.
સિંધુખીણની સભ્યતાનું નગરઆયોજન કઈ કઈ બાબતોનું અદ્ભુત પ્રતિબિંબ પાડે છે?
ઉત્તર:
સિંધુખીણની સભ્યતાનું નગરઆયોજન તે વખતના શાસકવર્ગની શાસનશક્તિ, ઇજનેરોની બુદ્ધિમત્તા અને કારીગરોની કલાશક્તિનું અદ્ભુત પ્રતિબિંબ પાડે છે.
પ્રશ્ન 26.
સિંધુખીણની સભ્યતાના લોકો મુખ્યત્વે કયા કયા વ્યવસાયો કરતા હતા?
ઉત્તર:
સિંધુખીણની સભ્યતાના લોકો મુખ્યત્વે ખેતી, પશુપાલન, વેપાર, હુન્નર ઉદ્યોગ જેવા વ્યવસાયો કરતા હતા.
પ્રશ્ન 27.
સિંધુખીણની સભ્યતાના લોકોના ખોરાકમાં કઈ વસ્તુઓનો સમાવેશ થતો?
ઉત્તર:
સિંધુખીણની સભ્યતાના લોકોના ખોરાકમાં ઘઉં, જવ, બાજરી, વટાણા, તલ, ખજૂર, દૂધ, દૂધની બનાવટો, માછલી વગેરેનો સમાવેશ થતો.
પ્રશ્ન 28.
સિંધુખીણની સભ્યતાના લોકોના પોશાકની માહિતી કયા આધારે મળે છે?
ઉત્તર:
સિંધુખીણની સભ્યતાના લોકોના પોશાકની માહિતી શિલ્પોના આધારે મળે છે.
પ્રશ્ન 29.
સિંધુખીણની સભ્યતાના પુરુષો કેવો પોશાક પહેરતા હતા?
ઉત્તર:
સિંધુખીણની સભ્યતાના પુરુષો બે કપડાં પહેરતા હતાઃ કમરથી નીચેના ભાગમાં ધોતી જેવું વસ્ત્ર અને ઉપરના ભાગમાં ડાબા ખભા પરથી જમણા હાથની નીચે આવે એમ ઉપવસ્ત્ર વીંટતા.
પ્રશ્ન 30.
સિંધુખીણની સભ્યતાના લોકો સીવીને કપડાં પહેરતા હશે એવું કયા પુરાવાના આધારે કહી શકાય?
ઉત્તર:
આ સમયની મળી આવેલી ધાતુ અને હાથીદાંતની બનેલી સોયના આધારે કહી શકાય કે, સિંધુખીણની સભ્યતાના લોકો સીવીને કપડાં પહેરતા હશે.
પ્રશ્ન 31.
સિંધુખીણની સભ્યતાના લોકો શેમાંથી આભૂષણો બનાવતા હતા?
ઉત્તર:
સિંધુખીણની સભ્યતાના લોકો સોના, ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી આભૂષણો બનાવતા હતા.
પ્રશ્ન 32.
સિંધુખીણની સભ્યતાના લોકો શેમાંથી વાસણો બનાવતા હતા?
ઉત્તર:
સિંધુખીણની સભ્યતાના લોકો માટી, તાંબું અને કાંસામાંથી વાસણો બનાવતા હતા.
પ્રશ્ન 33.
સિંધુખીણની સભ્યતાના લોકોએ પોતાનાં બાળકો માટે ક્યાં રમકડાં બનાવ્યાં હતાં?
ઉત્તર:
સિંધુખીણની સભ્યતાના લોકોએ પોતાનાં બાળકો માટે પંખી આકારની સિસોટીઓ, ઘૂઘરા, ગાડાં, લખોટી તેમજ પશુ, પંખી અને સ્ત્રી-પુરુષ આકારનાં રમકડાં બનાવ્યાં હતાં.
પ્રશ્ન 34.
હડપ્પીય સભ્યતાના ધર્મજીવન વિશેની માહિતી કયા આધારે મળે છે?
ઉત્તર:
હડપ્પીય સભ્યતાના ધર્મજીવન વિશેની માહિતી મૂર્તિ અને મુદ્રાઓના આધારે મળે છે.
પ્રશ્ન 35.
હડપ્પીય સભ્યતાના લોકો કોની કોની પૂજા કરતા હતા?
ઉત્તર:
હડપ્પીય સભ્યતાના લોકો ધરતી, અગ્નિ, વૃક્ષ, પશુ, નાગદેવતા અને સ્વસ્તિકની પૂજા કરતા હતા.
પ્રશ્ન 36.
સિંધુખીણની સભ્યતાના ક્યા લેખિત અવશેષો મળ્યા છે?
ઉત્તર:
સિંધુખીણની સભ્યતાના મુદ્રાઓ, મુદ્રિકાઓ, તામ્રપત્રિકાઓ વગેરે લેખિત અવશેષો મળ્યા છે.
પ્રશ્ન 37.
કચ્છ જિલ્લાનાં હડપ્પીય સભ્યતાનાં સ્થળો જણાવો.
ઉત્તર:
કચ્છ જિલ્લાનાં હડપ્પીય સભ્યતાનાં સ્થળો દેશલપર, ધોળાવીરા અને સૂરકોટડા છે.
પ્રશ્ન 38.
હડપ્પીય સભ્યતાનો અંત કેવી રીતે આવ્યો હશે?
ઉત્તર:
ધરતીકંપ, પૂર, રોગચાળો કે બાહ્ય આક્રમણના કારણે હડપ્પીય સભ્યતાનો અંત આવ્યો હશે.
પ્રશ્ન 39.
વેદ કેટલા છે? કયા કયા?
ઉત્તર:
વેદ ચાર છેઃ
- શ્વેદ
- યજુર્વેદ
- સામવેદ અને
- અથર્વવેદ.
પ્રશ્ન 40.
અન્વેદમાંથી આર્યોના જીવન વિશે કઈ કઈ માહિતી મળે છે?
ઉત્તર:
સર્વેદમાંથી આર્યોના રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક જીવન વિશે માહિતી મળે છે.
પ્રશ્ન 41.
ઋગ્યેદમાંથી કઈ કઈ રાજકીય સંસ્થાઓની માહિતી મળે છે?
ઉત્તર
ઋગ્વદમાંથી ગણ, સભા અને સમિતિ નામની રાજકીય સંસ્થાઓની માહિતી મળે છે.
પ્રશ્ન 42.
કઈ કઈ વિદૂષીઓએ ટ્વેદની ઋચાઓ રચી હતી?
ઉત્તર:
અપાલા, લોપામુદ્રા, ઘોષા જેવી વિદૂષીઓએ ટ્વેદની અચાઓ રચી હતી.
પ્રશ્ન 43.
સર્વેદમાં દર્શાવેલી સમિતિ કયાં કયાં કાર્યો કરતી હતી?
ઉત્તર:
સર્વેદમાં દર્શાવેલી સમિતિ રાજ્યના મહત્ત્વના પ્રશ્નોની ચર્ચા કરતી હતી તેમજ ન્યાય પણ આપતી હતી. તે રાજાની ચૂંટણી કરતી હતી.
પ્રશ્ન 44.
ઋગ્લેદકાલીન અર્થવ્યવસ્થામાં સંપત્તિનો મુખ્ય આધાર કોને ગણવામાં આવતો?
ઉત્તર:
ઋગ્યેદકાલીન અર્થવ્યવસ્થામાં પશુઓની સંખ્યાને સંપત્તિનો મુખ્ય આધાર ગણવામાં આવતો.
નીચેનાં વિધાનોનાં ઐતિહાસિક કારણો આપો:
પ્રશ્ન 1.
લોથલ હડપ્પીય સભ્યતાનું મુખ્ય બંદર હતું.
ઉત્તર:
લોથલ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલું છે. તે પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું. અહીંથી એક માળખું મળી આવ્યું છે. તેને ધક્કો (Dock Yard} માનવામાં આવે છે. અહીં આવતાં, વહાણોને ભરતીના સમયે લાંગરીને માલસામાનને ચઢાવવાઉતારવાના ઉપયોગમાં તે આવતો હશે એવું માની શકાય. આ ઉપરાંત, લોથલમાંથી વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી પણ મળી આવી છે. આ બધા અવશેષો દર્શાવે છે કે, લોથલ સિંધુખીણની સંસ્કૃતિનું સમૃદ્ધ શહેર, અગત્યનું આંતરરાષ્ટ્રીય બંદર અને વેપારીમથક હતું.
પ્રશ્ન 2.
હડપ્પીય સભ્યતાના લોકો બાળપ્રેમી હતા.
ઉત્તર:
હડપ્પીય સભ્યતાના અવશેષોમાં રમકડાં મળી આવ્યાં છે. તે દર્શાવે છે કે આ સમયના લોકો બાળપ્રેમી હતા. સિંધુખીણની સભ્યતાના લોકોએ પોતાનાં બાળકો માટે વિવિધ પ્રકારનાં રમકડાં બનાવ્યાં હતાં. તેમાં પંખી આકારની સિસોટીઓ, ઘૂઘરા, ગાડાં, લખોટી, પશુ, પંખી અને સ્ત્રી-પુરુષ આકારનાં રમકડાં, માથું હલાવતું પ્રાણી અને ઝાડ પર ચઢતા વાનરની કરામત દર્શાવતાં રમકડાં મુખ્ય છે. આ પરથી કહી શકાય કે, હડપ્પીય પ્રજાની સર્જનશક્તિ અને કલાકારીગરી રમકડાંમાં વ્યક્ત થાય છે.
નીચેના પ્રશ્નોના ઉત્તર આપો:
પ્રશ્ન 1.
હડપ્પીય સભ્યતાની નગરરચના કેવી હતી?
ઉત્તર:
હડપ્પીય સભ્યતાની નગરરચના આયોજનબદ્ધ અને સુવ્યવસ્થિત હતી. તેની મુખ્ય લાક્ષણિકતાઓ નીચે મુજબ છે:
- નગરોની રચના એકસમાન હતી.
- તમામ સ્થળોએ પૂર્વ દિશાએ સામાન્ય પ્રજાની વસાહત હતી અને પશ્ચિમ દિશાએ કિલ્લો હતો. કિલ્લાની ફરતે કોટ હતો.
- મકાનની રચનામાં મોટા ભાગે ઈંટો વપરાતી હતી.
- મકાનો પૂર અને ભેજથી બચવા ઊંચા ઓટલા ઉપર બાંધવામાં આવતાં.
- રસ્તાઓ સુવિધાજનક અને એકબીજાને કાટખૂણે મળતા હતા.
- મકાનના દરવાજા મુખ્ય રસ્તા પર પડવાને બદલે અંદરની તરફ શેરીમાં પડતા હતા.
- શેરીઓનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું હતું કે સમગ્ર નગર ચોરસ અને લંબચોરસમાં વહેંચાયેલું હતું.
- નગરમાં વપરાશના પાણીના તેમજ ગંદા પાણીના નિકાલ માટે ગટરયોજના હતી.
- ઉત્સવ કે ધાર્મિક પ્રસંગોએ સ્નાન કરવા માટે જાહેર સ્નાનાગારો હતાં.
- નગરમાં સભાગૃહની વ્યવસ્થા હતી.
પ્રશ્ન 2.
સિંધુખીણની સંસ્કૃતિનાં નગરોનાં મકાનોમાં કઈ કઈ વિશેષતાઓ હતી?
ઉત્તર:
સિંધુખીણની સંસ્કૃતિનાં નગરોનાં મકાનોની વિશેષતાઓ:
- નદીના પૂરથી બચવા માટે લોકો પોતાનાં મકાનો ઊંચા ઓટલા ઉપર બાંધતા.
- શ્રીમંતોનાં મકાનો બે માળનાં હતાં.
- મકાનોના દરવાજા મુખ્ય રસ્તા પર પડવાને બદલે નાની શેરીઓમાં પડતા.
- દરેક મકાનમાં પાણીનો કૂવો, સ્નાનગૃહ, ગંદા પાણીના નિકાલ માટે ગટરો, રસોડું, શૌચાલય વગેરેની આધુનિક અને સુંદર વ્યવસ્થા હતી.
ખરેખર, આ સંસ્કૃતિનાં નગરો નગરઆયોજનની દષ્ટિએ શ્રેષ્ઠ નગરો હતાં.
પ્રશ્ન 3.
મોહેં-જો-દડો અને હડપ્પાના રસ્તાઓ અને શેરીઓ વિશે માહિતી આપો.
ઉત્તરઃ
મોહેં-જો-દડો અને હડપ્પાના મુખ્ય રસ્તાઓ, તેમને જોડતા નાના રસ્તાઓ અને શેરીઓ ઘણાં વ્યવસ્થિત અને એકબીજાની સાથે જોડાયેલા હતા. મુખ્ય રસ્તાઓ નગરની મધ્યમાં એકબીજાને કાટખૂણે કાપતા હતા અને સીધી રેખામાં જતા હતા. રસ્તા અને શેરીઓનું આયોજન એવી રીતે કરવામાં આવ્યું હતું. કે સમગ્ર નગર ચોરસ કે લંબચોરસ વિભાગોમાં વહેંચાઈ જાય. જાહેર રસ્તાઓ પર રાત્રિ પ્રકાશની વ્યવસ્થા કરવામાં આવી હતી.
ખરેખર, મોહેં-જો-દડો અને હડપ્પાના રસ્તાઓ અને શેરીઓ સુવિધાજનક હતાં.
પ્રશ્ન 4.
હડપ્પીય સભ્યતાના લોકોનું આર્થિક જીવન કેવું હતું? અથવા ટૂંક નોંધ લખો: હડપ્પા સભ્યતાના લોકોનું આર્થિક જીવન
ઉત્તર:
હડપ્પીય સભ્યતાના લોકોનું આર્થિક જીવન મોટા ભાગે ખેતી અને પશુપાલન ઉપર આધારિત હતું. લોકો ખેતી, પશુપાલન અને હુન્નર ઉદ્યોગ જેવા વ્યવસાયો સાથે જોડાયેલા હતા. ઘઉં, , જવ, બાજરી, તલ, સરસવ જેવા પાકોની ખેતી કરવામાં આવતી. આ સમયે હડપ્પાનું સુતરાઉ કાપડ ખૂબ જ મશહૂર હતું. તેની ઍસોપોટેમિયા અને ઇજિપ્ત સુધી નિકાસ થતી હતી. આથી એમ કહી શકાય કે, આ સમયે આંતરરાષ્ટ્રીય વેપાર થતો હશે. ખરેખર, હડપ્પા સભ્યતાનું આર્થિક જીવન ખેતી, વેપાર, પશુપાલન, માટીકામ, ધાતુકામ, શિલ્પકલા જેવા વ્યવસાયો પર નિર્ભર હતું.
પ્રશ્ન 5.
હડપ્પીય સભ્યતાના લોકોના પોશાક વિશે જણાવો.
ઉત્તર:
હડપ્પીય સભ્યતાનાં શિલ્પોને આધારે લોકોના પોશાક વિશે માહિતી મળે છે. લોકો પોશાક બનાવવા માટે સુતરાઉ કાપડ અને ઊનનો ઉપયોગ કરતા. અહીંનાં સ્ત્રી-પુરુષો બે કપડાં પહેરતાં. પુરુષો કમરથી નીચેના ભાગમાં ધોતી જેવું વસ્ત્ર પહેરતા અને ઉપરના ભાગમાં ડાબા ખભા પરથી જમણા હાથની નીચે આવે એ રીતે ઉપવસ્ત્ર વીંટતા. અહીંથી ધાતુ અને હાથીદાંતમાંથી બનેલી સોય મળી હોવાથી એવું અનુમાન કરી શકાય કે, આ સમયે લોકો સીવેલાં કપડાં પહેરતા હોવા જોઈએ. આમ છતાં, હડપ્પીય સભ્યતાના મોટા ભાગના લોકો સીવ્યા વિનાનાં કપડાં પહેરતા હતા.
પ્રશ્ન 6.
હડપ્પીય સભ્યતાનાં સ્ત્રી-પુરુષો કયાં કયાં આભૂષણો પહેરતાં હતાં?
ઉત્તર:
હડપ્પીય સભ્યતાનાં સ્ત્રી-પુરુષ બંને કંઠહાર (ગળાનો હાર), હાથમાં વીંટી અને કાંડાંમાં કડાં પહેરતાં. સ્ત્રીઓ મોટા ભાગે હાથમાં બંગડીઓ, કાનમાં કુંડળ, કેડમાં કંદોરો અને પગમાં ઝાંઝર જેવાં આભૂષણો પહેરતી હતી. આ આભૂષણો સોના, ચાંદી અને કિંમતી પથ્થરોમાંથી બનાવવામાં આવતાં હતાં.
પ્રશ્ન 7.
ગુજરાતમાંથી હડપ્પીય સભ્યતાનાં કયાં કયાં સ્થળો મળી આવ્યાં છે?
ઉત્તર:
ગુજરાતમાંથી હડપ્પીય સભ્યતાનાં મળી આવેલાં સ્થળોમાં જામનગર જિલ્લામાં લાખાબાવળ અને આમરા, ભરૂચ જિલ્લામાં કિમ નદીના કિનારે ભાગાતળાવ, કચ્છ જિલ્લામાં દેશલપર, સૂરકોટડા અને ધોળાવીરા, અમદાવાદ જિલ્લામાં રંગપુર અને લોથલ તથા રાજકોટ જિલ્લામાં રોઝડી(શ્રીનાથગઢ)નો સમાવેશ થાય છે.
પ્રશ્ન 8.
અન્વેદમાંથી આર્યોના સામાજિક જીવન વિશે કઈ માહિતી મળે છે?
ઉત્તરઃ
સર્વેદમાંથી મળેલી માહિતી મુજબ એ સમયે સમાજનું એકમ કુટુંબ હતું. સમાજમાં પિતૃપ્રધાન અને સંયુક્ત કુટુંબવ્યવસ્થા હતી. સમાજમાં જ્ઞાતિ કે વર્ણના ભેદભાવ ન હતા. સમાજમાં સૌ સમાન હતાં. ઊંચનીચના ભેદભાવ ન હતા. સમાજમાં સ્ત્રીઓનું સ્થાન બહુ જ ઊંચું હતું. સ્ત્રીઓને સહધર્મચારિણી ગણવામાં આવતી. યજ્ઞમાં તેમની હાજરી જરૂરી મનાતી. સ્ત્રીઓ અભ્યાસ કરી શકતી. એ સમયની લોપામુદ્રા, અપાલા અને ઘોષા જેવી : વિદૂષીઓએ સર્વેદની ઋચાઓ પણ રચી હતી. આ સમયે કન્યા પુખ્ત ઉંમરની થાય ત્યારે જ તેનાં લગ્ન કરવામાં આવતાં.
પ્રશ્ન 9.
ઋગ્વદના આધારે આર્યોના પશુપાલન વિશે માહિતી આપો.
ઉત્તર:
ઋગ્વદમાં ઘણી જગ્યાએ ગાય, ઘોડા અને બળદના ઉલ્લેખો થયેલા છે. એ સમયે અન્ય પશુઓની સરખામણીમાં ઘોડાનું વધુ મહત્ત્વ હતું, જે તેમના જીવનમાં પશુપાલનનું મહત્ત્વ દર્શાવે છે. આ સમયે પશુપાલન મોટા પાયે અને સામૂહિક ધોરણે થતું હતું. જેની પાસે પશુઓની સંખ્યા વધારે હોય તેને સૌથી વધારે સમૃદ્ધ-સંપત્તિવાન ગણવામાં આવતો. કબિલાઈ જીવન જીવતા લોકો પશુઓ માટે યુદ્ધ પણ કરતા હતા.
વિચારો પ્રશ્નોત્તર
હડપ્પીય નગરો અને આજનાં નગરોની તુલનાની ચર્ચા કરો.
ઉત્તર:
હડપ્પીય નગરો | આજનાં નગરો |
(1) નગરોની રચના એક્સમાન હતી. | (1) નગરોની રચના એકસમાન હોતી નથી. |
(2) નગરોના કિલ્લાઓની ફરતે કોટ હતા. | (2) નગરોની ફરતે કિલ્લાઓ હોતા નથી. |
(3) મકાનોની રચનામાં મોટે ભાગે ઈંટો વપરાતી હતી. | (3) મકાનોની રચનામાં ઈંટો વપરાય છે. |
(4) મકાનો પૂર અને ભેજથી બચવા ઊંચા ઓટલા ઉપર બાંધવામાં આવતાં. | (4) મકાનોને પૂર અને ભેજથી બચાવવા કોઈ વ્યવસ્થા કરવામાં આવતી નથી. |
(5) રસ્તાઓ સુવિધાજનક અને એકબીજાને કાટખૂણે મળતા હતા. | (5) રસ્તાઓ સુવિધાજનક અને એકબીજાને કાટખૂણે મળતા હોય છે. |
(6) સમગ્ર નગર ચોરસ અને લંબચોરસમાં વહેંચાયેલું હતું. | (6) સમગ્ર નગર ચોરસ અને લંબચોરસમાં વહેંચાયેલું હોતું નથી. |
(7) નગરોમાં વપરાશના તેમજ ગંદા પાણીના નિકાલ માટે ગટરયોજના હતી. | (7) નગરોનાં મકાનોમાં વપરાશના તેમજ ગંદા પાણીના નિકાલ માટે ગટરયોજના હોય છે. |
(8) નગરોમાં જાહેર સ્નાનાગારો હતાં. | (8) મોટા ભાગનાં નગરોમાં જાહેર સ્નાનાગારો હોય છે. |
(9) નગરમાં સભાગૃહની વ્યવસ્થા હતી. | (9) મોટા ભાગનાં નગરોમાં એક કરતાં વધારે સભાગૃહો હોય છે. |
પ્રવૃત્તિઓ
1. પાઠ્યપુસ્તકના પાના નં. 11 પર આપેલાં હડપ્પીય સભ્યતાનાં સ્થળો’ના નકશાનો અભ્યાસ કરી નીચેના પ્રશ્નોના ઉત્તર તમારી નોટબુકમાં લખો:
(1) નદીકિનારે આવેલાં હડપ્પીય સભ્યતાનાં સ્થળો જે-તે નદીના નામ સાથે જણાવો.
(2) અરબ સાગરના કિનારે આવેલાં હડપ્પીય સભ્યતાના સ્થળો જણાવો.
(3) પાકિસ્તાનમાં આવેલાં હડપ્પીય સભ્યતાનાં સ્થળો જણાવો.
2. હડપ્પીય સભ્યતાનાં સ્થળો, તેમાંથી મળેલા વિવિધ અવશેષોનાં ચિત્રો વગેરે મેળવીને તેની માહિતી અંક બનાવો.
3. તમારી શાળામાંથી શૈક્ષણિક પ્રવાસ અંતર્ગત લોથલનો પ્રવાસ હૈ કરો અને તેના વિશે માહિતી એકત્ર કરો.
4. હડપ્પીય સભ્યતાના માનવજીવન વિશે હસ્તલિખિત અંક બનાવો.
5. પ્રોજેક્ટ:
તમારા ગામના જૂનામાં જૂના મકાન અથવા તો નવા મકાનના પાયા પૂરેલા હોય ત્યાં જઈને નિરીક્ષણ કરો અને નીચેના પ્રશ્નોના ઉત્તર લખોઃ
(1) આ મકાન બાંધવા માટે કયો કયો સામાન વપરાયો હશે?
(2) આ મકાનના બાંધકામમાં કેટલી દીવાલો હશે?
(3) આ મકાનમાં કેટલા ઓરડા હશે?
[સૂચના વિદ્યાર્થીઓએ આ પ્રશ્નોના ઉત્તરો પોતાની નોટબુકમાં લખવા.]
HOTs પ્રણોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે આપેલ માં લખો:
પ્રશ્ન 1.
મોહેં-જો-દડો નગર કઈ નદીના વિસ્તારમાં વિસ્તરેલું હતું?
A. ગંગા
B. સિંધુ
C. નર્મદા
D. બ્રહ્મપુત્ર
ઉત્તર:
B. સિંધુ
પ્રશ્ન 2.
હડપ્પીય સભ્યતા આજથી આશરે કેટલાં વર્ષ પુરાતન હશે?
A. 3000
B. 5200
C. 2500
D. 4500
ઉત્તર:
D. 4500
પ્રશ્ન 3.
હડપ્પીય સભ્યતામાંથી મળી આવેલાં નગરો પૈકી કયા નગરનું આયોજન આદર્શ હતું?
A. ધોળાવીરાનું
B. હડપ્પાનું
C. લોથલનું
D. મોહેં-જો-દડોનું
ઉત્તર:
D. મોહેં-જો-દડોનું
પ્રશ્ન 4.
વસ્ત્રપરિધાન કરેલ પથ્થરની મૂર્તિના આધારે હડપ્પીય સભ્યતાની કઈ બાબતની જાણકારી મળે છે?
A. લોકોના વ્યવસાયની
B. લોકોના પશુપાલનની
C. લોકોના પોશાકની
D. લોકોનાં આભૂષણોની
ઉત્તર:
C. લોકોના પોશાકની
પ્રશ્ન 5.
હડપ્પીય સભ્યતામાં કઈ કલા ખૂબ જ વિકાસ પામી હતી?
A. સંગીત અને નાટ્યકલા
B. ધાતુનાં વાસણો બનાવવાની કલા
C. લાકડાની વસ્તુઓ બનાવવાની કલા
D. માટીનાં વાસણો બનાવવાની કલા
ઉત્તર:
D. માટીનાં વાસણો બનાવવાની કલા
પ્રશ્ન 6.
કયા વેદનાં 10 મંડળોમાં 1028 પ્રાર્થનાઓનો સંગ્રહ છે?
A. સર્વેદનાં
B. સામવેદનાં
C. યજુર્વેદનાં
D. અથર્વવેદનાં
ઉત્તર:
A. સર્વેદનાં
પ્રશ્ન 7.
કબિલાઈ સમુદાયના લોકોને કોના માટે યુદ્ધ કરવું સામાન્ય બાબત હતી?
A. ઘાસના મેદાન માટે
B. ખેતી માટે
C. રહેઠાણ માટે
D. પશુઓ માટે
ઉત્તર:
D. પશુઓ માટે
પ્રશ્ન 8.
નીચે આપેલ જોડ પૈકી કઈ જોડ ગુજરાતનાં પ્રાચીન નગરોની છે?
A. હડપ્પા, મોહેં-જો-દડો, મેહરગઢ, રહેમાન ગઢી
B. લોથલ, રંગપુર, રોઝડી, ધોળાવીરા
C. કાલિબંગન, ભગવાનપુર, રાપડ, બનાવલી
D. રંગપુર, કાલિબંગન, મોહેં-જો-દડો, મેહરગઢ
ઉત્તર:
B. લોથલ, રંગપુર, રોઝડી, ધોળાવીરા
પ્રશ્ન 9.
નીચેનામાંથી કઈ જોડ સાચી નથી?
A. લોથલ – બંદર
B. કાલિબંગન – કૃષિક્રાંતિનું મુખ્ય મથક
C. ધોળાવીરા – દ્વિસ્તરીય નગરરચના
D. મોહે-જો-દડો – જાહેર સ્નાનાગાર
ઉત્તર:
C. ધોળાવીરા – દ્વિસ્તરીય નગરરચના
પ્રશ્ન 10.
નીચેના પૈકી કઈ બાબતોથી સિંધુ સભ્યતાના લોકો પરિચિત ન હતા?
A. તેઓ તાંબાનાં ઓજારો બનાવતા હતા.
B. તેઓ કુંડળ, કંદોરો, ઝાંઝર જેવાં આભૂષણોનો ઉપયોગ કરતા હતા.
C. તેઓ વૃક્ષ, પશુ, નાગ, સ્વસ્તિક અને અગ્નિની પૂજા કરતા હતા.
D. તેઓ બ્રાહ્મી અને દેવનાગરી લિપિથી પરિચિત હતા.
ઉત્તર:
D. તેઓ બ્રાહ્મી અને દેવનાગરી લિપિથી પરિચિત હતા.
પ્રશ્ન 11.
નીચેનામાંથી કયું વિધાન લોથલ વિશે સાચું છે?
A. લોથલ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં આવેલું છે.
B. લોથલ પ્રાચીન સમયમાં એક વેપારી બંદર હતું.
C. લોથલમાં વખારો અને મણકા બનાવવાની ફેક્ટરી મળી આવેલ છે.
D. ઉપર આપેલ બધાં.
ઉત્તર:
D. ઉપર આપેલ બધાં.
પ્રશ્ન 12.
નીચેનામાંથી કયું વિધાન સર્વેદના અનુસંધાને ખોટું છે?
A. રાવી નદીના કિનારે દસ રાજાઓ વચ્ચે યુદ્ધ થયું.
B. સમાજ વર્ણ અને જ્ઞાતિઓમાં વહેંચાયેલ ન હતો.
C. સ્ત્રીઓનું સમાજમાં સ્થાન નીચું હતું અને તેમને કોઈ સ્વાતંત્ર્ય ન હતું.
D. ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય વગેરેના ઉલ્લેખો જોવા મળે છે.
ઉત્તર:
C. સ્ત્રીઓનું સમાજમાં સ્થાન નીચું હતું અને તેમને કોઈ સ્વાતંત્ર્ય ન હતું.