Gujarat Board GSEB Class 6 Social Science Important Questions Chapter 13 ભારત: ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવ Important Questions and Answers.
GSEB Class 6 Social Science Important Questions Chapter 13 ભારત: ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવ
નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો :
ભારતનું ભૂપૃષ્ઠ
પ્રશ્ન 1.
ભારતની દક્ષિણે કયો મહાસાગર આવેલો છે?
A. ઍટલૅન્ટિક
B. આટિક
C. હિંદ
D. પૅસિફિક
ઉત્તરઃ
C. હિંદ
પ્રશ્ન 2.
ભારતનું કુલ ક્ષેત્રફળ કેટલા ચોરસ કિમી છે?
A. 32.8 લાખ
B. 55.2 લાખ
C. 18.6 લાખ
D. 29.5 લાખ
ઉત્તરઃ
A. 32.8 લાખ
પ્રશ્ન 3.
ભારતની ઉત્તર-દક્ષિણ લંબાઈ આશરે કેટલા કિલોમીટર જેટલી છે?
A. 3130
B. 3214
C. 3090
D. 2933
ઉત્તરઃ
B. 3214
પ્રશ્ન 4.
ભારતનો પૂર્વ-પશ્ચિમ વિસ્તાર આશરે કેટલા કિલોમીટર જેટલો છે?
A. 2933
B. 3180
C. 3030
D. 3280
ઉત્તરઃ
A. 2933
પ્રશ્ન 5.
ભારતની ઉત્તરે કયો પર્વત આવેલો છે?
A. વિંધ્ય
B. ઍન્ડીઝ
C. આસ
D. હિમાલય
ઉત્તરઃ
D. હિમાલય
પ્રશ્ન 6.
હિમાલયના ઉત્તર ભાગની પર્વતમાળા ક્યા નામે ઓળખાય છે?
A. શિવાલિકની ટેકરીઓ
B. લઘુ હિમાલય
C. મહા હિમાલય
D. મધ્ય હિમાલય
ઉત્તરઃ
C. મહા હિમાલય
પ્રશ્ન 7.
હિમાદ્રી પર્વતમાળાની દક્ષિણે હિમાલયની કઈ પર્વતમાળા આવેલી છે?
A. હિમાદ્રી હિમાલય
B. હિમાચલ
C. મહા હિમાલય
D. લઘુ હિમાલય
ઉત્તરઃ
B. હિમાચલ
પ્રશ્ન 8.
હિમાચલ પર્વતમાળાની દક્ષિણે (ભારત તરફની) હિમાલયની કઈ પર્વતમાળા આવેલી છે?
A. મહા હિમાલય
B. શિવાલિકની ટેકરીઓ
C. હિમાદ્રી
D. મધ્ય હિમાલય
ઉત્તરઃ
B. શિવાલિકની ટેકરીઓ
પ્રશ્ન 9.
વિશ્વનું સૌથી ઊંચું શિખર કયું છે?
A. માઉન્ટ એવરેસ્ટ
B. કાંચનજંગા
C. K2
D. ધવલગિરિ
ઉત્તરઃ
A. માઉન્ટ એવરેસ્ટ
પ્રશ્ન 10.
નીચેના પૈકી કઈ નદી હિમાલયમાંથી નીકળે છે?
A. ગોદાવરી
B. મહાનદી
C. ગંગા
D. કાવેરી
ઉત્તરઃ
C. ગંગા
પ્રશ્ન 11.
નીચેના પૈકી કઈ નદી હિમાલયમાંથી નીકળતી નથી?
A. બ્રહ્મપુત્ર
B. સતલુજ
C. યમુના
D. કૃષ્ણા
ઉત્તર:
D. કૃષ્ણા
પ્રશ્ન 12.
ભારતીય મહામરુસ્થલ ભારતના કયા ભાગમાં આવેલું છે? ?
A. પશ્ચિમ
B. પૂર્વ
C. દક્ષિણ
D. ઉત્તર
ઉત્તર:
A. પશ્ચિમ
પ્રશ્ન 13.
ભારતમાં ઉત્તરનાં મેદાનોની દક્ષિણે ક્યો ઉચ્ચપ્રદેશ આવેલો છે?
A. છોટા નાગપુરનો
B. દખ્ખણનો
C. શિલોંગનો
D. પૂર્વ ઘાટ
ઉત્તર:
B. દખ્ખણનો
પ્રશ્ન 14.
દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા કઈ છે?
A. પતકાઈ
B. લુશાઈ
C. અરવલ્લી
D. વિંધ્ય
ઉત્તર:
C. અરવલ્લી
પ્રશ્ન 15.
નીચેના પૈકી કઈ નદી અરબ સાગરને મળે છે?
A. મહાનદી
B. નર્મદા
C. કૃષ્ણા
D. સતલુજ
ઉત્તર:
B. નર્મદા
પ્રશ્ન 16.
નર્મદા અને તાપી નદીઓ કોને મળે છે?
A. બંગાળાના ઉપસાગર(બંગાળાની ખાડી)ને
B. ખંભાતના અખાતને
C. હિંદ મહાસાગરને
D. અરબ સાગરને
ઉત્તર:
D. અરબ સાગરને
પ્રશ્ન 17.
મહાનદી, ગોદાવરી, કૃષ્ણા અને કાવેરી નદીઓ કઈ જળરાશિને મળે છે?
A. બંગાળના ઉપસાગર(બંગાળની ખાડી)ને
B. ખંભાતના અખાતને
C. અરબ સાગરને
D. હિંદ મહાસાગરને
ઉત્તર:
A. બંગાળના ઉપસાગર(બંગાળની ખાડી)ને
પ્રશ્ન 18.
નીચેના પૈકી કઈ નદી બંગાળાના ઉપસાગર(બંગાળાની ખાડી)ને મળતી નથી?
A. મહાનદી
B. ગોદાવરી
C. કૃષ્ણા
D. નર્મદા
ઉત્તર:
D. નર્મદા
પ્રશ્ન 19.
નીચેના પૈકી કઈ નદીએ ફળદ્રુપ મુખત્રિકોણ પ્રદેશ બનાવ્યો નથી?
A. ગોદાવરીએ
B. તાપીએ
C. ગંગાએ
D. કૃષ્ણાએ
ઉત્તર:
B. તાપીએ
પ્રશ્ન 20.
બ્રહ્મપુત્ર અને ગંગા નદીએ સુંદરવન નામનો મુખત્રિકોણ પ્રદેશ ક્યાં બનાવ્યો છે?
A. કચ્છના અખાતમાં
B. અરબ સાગરમાં
C. ખંભાતના અખાતમાં
D. બંગાળાના ઉપસાગર(બંગાળની ખાડી)માં
ઉત્તર:
D. બંગાળાના ઉપસાગર(બંગાળની ખાડી)માં
પ્રશ્ન 21.
બંગાળાના ઉપસાગર(બંગાળની ખાડી)માં દક્ષિણ-પૂર્વમાં કયા ટાપુઓ આવેલા છે?
A. બોનિન
B. લક્ષદ્વીપ
C. અંદમાન અને નિકોબાર
D. માલદીવ
ઉત્તર:
C. અંદમાન અને નિકોબાર
પ્રશ્ન 22.
લક્ષદ્વીપ ટાપુઓ ક્યાં આવેલા છે?
A. બંગાળના ઉપસાગર(બંગાળાની ખાડી)માં
B. હિંદ મહાસાગરમાં
C. ખંભાતના અખાતમાં
D. અરબ સાગરમાં
ઉત્તર:
D. અરબ સાગરમાં
યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરોઃ
1. ભારત ભૌગોલિક …………………………………. ધરાવતો દેશ છે.
ઉત્તરઃ
વિવિધતા
2. હિમાલય પર્વતમાળાનાં ઊંચાં શિખરો …………………………….. બરફથી ઢંકાયેલાં રહે છે.
ઉત્તરઃ
બારેમાસ
3. ભારતના જમીન-વિસ્તારનું કુલ ક્ષેત્રફળ લગભગ ……………………………….. ચોરસ કિલોમીટર છે.
ઉત્તરઃ
32.8 લાખ
4. ભારતની પૂર્વે …………………………….. નો ઉપસાગર આવેલો છે.
ઉત્તરઃ
બંગાળા
5. ભારતની પશ્ચિમે …………………………… સાગર આવેલો છે.
ઉત્તરઃ
અરબ
6. ભારતની દક્ષિણે …………………………… મહાસાગર આવેલો છે.
ઉત્તરઃ
હિંદ
7. ભારતની ઉત્તર-દક્ષિણ લંબાઈ આશરે ……………………………….. કિલોમીટર છે.
ઉત્તરઃ
3214
8. ભારતની પૂર્વ-પશ્ચિમ પહોળાઈ આશરે ……………………………………. કિલોમીટર છે.
ઉત્તરઃ
2933
9. હિમાલય એક પર્વત નથી, પણ ………………………….. પર્વતોની હારમાળા છે.
ઉત્તરઃ
ત્રણ
10. વિશ્વનું સૌથી ઊંચું પર્વતશિખર ……………………………… છે.
ઉત્તરઃ
માઉન્ટ એવરેસ્ટ
11. માઉન્ટ એવરેસ્ટ …………………………… પર્વતમાળામાં આવેલું છે.
ઉત્તરઃ
મહા હિમાલય (કે હિમાદ્રી)
12. ભારતના …………………………… ભાગમાં ભારતીય મહામરુસ્થલ આવેલું છે.
ઉત્તરઃ
પશ્ચિમ
13. દખ્ખણના ઉચ્ચપ્રદેશનો આકાર ઊંધા ………………………… જેવો છે.
ઉત્તરઃ
ત્રિકોણ
14. ………………………… ની પર્વતમાળા દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા છે.
ઉત્તરઃ
અરવલ્લી
15. અરવલ્લીની દક્ષિણ-પૂર્વમાં ……………………………… અને ……………………………………. ની પર્વતમાળાઓ આવેલી છે.
ઉત્તરઃ
વિંધ્યાચલ, સાતપુડા
16. મધ્ય અને દક્ષિણ ભારતના ઉચ્ચપ્રદેશમાંથી (દખ્ખણના ઉચ્ચપ્રદેશમાંથી) વિપુલ પ્રમાણમાં …………………………… મળી આવે છે.
ઉત્તરઃ
ખનીજો
17. ભારતના પૂર્વ કિનારાના મેદાનની તુલનામાં પશ્ચિમ કિનારાનું મેદાન ……………………………….. છે.
ઉત્તરઃ
સાંકડું
18. બ્રહ્મપુત્ર અને ગંગા નદીએ બંગાળાના ઉપસાગરમાં ‘……………………………..’ નામનો મુખત્રિકોણ પ્રદેશ બનાવ્યો છે.
ઉત્તરઃ
સુંદરવન
19. અંદમાન અને નિકોબાર ટાપુઓ ……………………………….. માં આવેલા છે.
ઉત્તરઃ
બંગાળાના ઉપસાગર
20. લક્ષદ્વીપ ટાપુઓ ………………………….. થી બનેલા છે.
ઉત્તરઃ
પરવાળા
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
પ્રશ્ન 1.
ભારતની ત્રણે બાજુએ દરિયાકિનારો આવેલો છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 2.
ભારતની ઉત્તર-દક્ષિણ લંબાઈ કરતાં પૂર્વ-પશ્ચિમ પહોળાઈ વધારે છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન ૩.
ઉત્તરનાં મેદાનોમાં ગીચ વસ્તી છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 4.
ભારતના દક્ષિણ ભાગમાં મહામરુસ્થલ આવેલું છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 5.
દખ્ખણના ઉચ્ચપ્રદેશનું ભૂપૃષ્ઠ સમતલ છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 6.
નર્મદા અને તાપી નદીઓ અરબ સાગરને મળે છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 7.
પશ્ચિમ ઘાટ તૂટક છે, જ્યારે પૂર્વ ઘાટ સળંગ છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 8.
દખ્ખણનો ઉચ્ચપ્રદેશ જ્વાળામુખીના લાવાનો બનેલો છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 9.
પૂર્વ કિનારાનું મેદાન પશ્ચિમ કિનારાના મેદાન કરતાં સાંકડું છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 10.
કાવેરી નદીએ મુખત્રિકોણ પ્રદેશ બનાવ્યો છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 11.
ભારતમાં ચાર ટાપુ સમૂહો આવેલા છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 12.
લક્ષદ્વીપ ટાપુઓ કેરલ રાજ્યના કિનારાથી પશ્ચિમે આવેલા છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 13.
ભારતની દક્ષિણે હિંદ મહાસાગર આવેલો છે.
ઉત્તરઃ
ખરું
બંધબેસતાં જોડકાં જોડોઃ
પ્રશ્ન 1.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) ભારતની ઉત્તર-દક્ષિણ લંબાઈ | (1) અરવલ્લી |
(2) ભારતની પૂર્વ-પશ્ચિમ પહોળાઈ | (2) માઉન્ટ એવરેસ્ટ |
(3) દુનિયાનું સર્વોચ્ચ પર્વતશિખર | (3) 3214 કિલોમીટર |
(4) દુનિયાની પ્રાચીનતમ પર્વતમાળા | (4) ગૉડવિના ઓસ્ટિન (K2). |
(5) 2933 કિલોમીટર |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) ભારતની ઉત્તર-દક્ષિણ લંબાઈ | (3) 3214 કિલોમીટર |
(2) ભારતની પૂર્વ-પશ્ચિમ પહોળાઈ | (5) 2933 કિલોમીટર |
(3) દુનિયાનું સર્વોચ્ચ પર્વતશિખર | (2) માઉન્ટ એવરેસ્ટ |
(4) દુનિયાની પ્રાચીનતમ પર્વતમાળા | (1) અરવલ્લી |
પ્રશ્ન 2.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) અરબ સાગરને મળતી નદી | (1) સુંદરવન |
(2) બંગાળના ઉપસાગરને મળતી નદી | (2) નર્મદા |
(3) ગંગાનો મુખત્રિકોણ પ્રદેશ | (3) લૂણી |
(4) હિમાલયમાંથી નીકળતી નદી | (4) કાવેરી |
(5) બ્રહ્મપુત્ર |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) અરબ સાગરને મળતી નદી | (2) નર્મદા |
(2) બંગાળના ઉપસાગરને મળતી નદી | (4) કાવેરી |
(3) ગંગાનો મુખત્રિકોણ પ્રદેશ | (1) સુંદરવન |
(4) હિમાલયમાંથી નીકળતી નદી | (5) બ્રહ્મપુત્ર |
નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપો:
પ્રશ્ન 1.
ભારતની ઉત્તર-દક્ષિણ લંબાઈ અને પૂર્વ-પશ્ચિમ ? પહોળાઈ કેટલી છે?
ઉત્તરઃ
ભારતની ઉત્તર-દક્ષિણ લંબાઈ આશરે 3214 કિલોમીટર – અને પૂર્વ-પશ્ચિમ પહોળાઈ આશરે 2933 કિલોમીટર છે.
પ્રશ્ન 2.
ભારતનું કુલ ક્ષેત્રફળ કેટલું છે?
ઉત્તર:
ભારતનું કુલ ક્ષેત્રફળ 32.8 લાખ ચોરસ કિલોમીટર છે.
પ્રશ્ન 3.
વિશ્વમાં ભારતની વિશિષ્ટ ઓળખ કઈ છે?
ઉત્તર:
આબોહવા, વનસ્પતિ, ભાષા, રિવાજો, પરંપરાઓ વગેરેની વિવિધતા તેમજ સંસ્કૃતિ અને એક રાષ્ટ્રની ભાવના (વિવિધતામાં એકતા) એ વિશ્વમાં ભારતની વિશિષ્ટ ઓળખ છે.
પ્રશ્ન 4.
ભારતના ભૂપૃષ્ઠની વિવિધતાઓ કઈ કઈ છે?
ઉત્તર:
ભારતના ભૂપૃષ્ઠની વિવિધતાઓ : પર્વતો, ઉચ્ચપ્રદેશો, મેદાનો, રણપ્રદેશો, સમુદ્રકિનારો, સમુદ્રકિનારાનાં મેદાનો વગેરે.
પ્રશ્ન 5.
ભારતના ભૂપૃષ્ઠના કેટલા વિભાગો પડે છે? કયા કયા?
ઉત્તરઃ
ભૂપૃષ્ઠની દષ્ટિએ ભારતના પાંચ વિભાગો પડે છે:
- ઉત્તરનો પર્વતીય પ્રદેશ,
- ઉત્તરનો મેદાન પ્રદેશ,
- મધ્ય ભારત અને દક્ષિણ ભારતનો ઉચ્ચપ્રદેશ (દખ્ખણનો ઉચ્ચપ્રદેશ),
- દરિયાકિનારાનાં મેદાનો અને
- દ્વીપસમૂહો.
પ્રશ્ન 6.
હિમાલયની પર્વતમાળાઓ કયા કયા નામે ઓળખાય છે?
ઉત્તર:
હિમાલયની છેક ઉત્તર તરફની પર્વતમાળા “મહા હિમાલય’ કે ‘હિમાદ્રી’ના નામે, વચ્ચેની – મધ્યની પર્વતમાળા “મધ્ય હિમાલય” કે “હિમાચલના નામે અને તેની દક્ષિણ ભારત તરફની પર્વતમાળા શિવાલિક’ કે ‘લઘુ હિમાલયના નામે ઓળખાય છે.
પ્રશ્ન 7.
વિશ્વનું સૌથી ઊંચું પર્વતશિખર કયું છે? તે ક્યાં આવેલું છે?
ઉત્તરઃ
વિશ્વનું સૌથી ઊંચુ પર્વતશિખર માઉન્ટ એવરેસ્ટ છે. તે મહા હિમાલય કે હિમાદ્રી પર્વતમાળામાં આવેલું છે. (માઉન્ટ એવરેસ્ટ પર્વતશિખર નેપાલમાં છે.)
પ્રશ્ન 8.
ઉત્તરના વિશાળ મેદાન પ્રદેશની રચના શેનાથી થઈ છે?
ઉત્તર:
ઉત્તરના વિશાળ મેદાન પ્રદેશની રચના હિમાલયમાંથી – નીકળતી નદીઓ ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્ર વગેરે મોટી – 5 નદીઓ તથા તેમને મળતી શાખા નદીઓના કાંપથી થઈ છે.
પ્રશ્ન 9.
ઉત્તરનું વિશાળ મેદાન કેવું છે?
ઉત્તરઃ
ઉત્તરનું વિશાળ મેદાન સમતલ અને ખેતી માટે ફળદ્રુપ, ઉપજાઉ જમીનવાળું છે.
પ્રશ્ન 10.
ભારતનો ગીચ વસ્તીવાળો પ્રદેશ કયો છે?
ઉત્તરઃ
ઉત્તરનો નદીઓનાં સમતલ અને ફળદ્રુપ મેદાનનો પ્રદેશ ભારતનો ગીચ વસ્તીવાળો પ્રદેશ છે.
પ્રશ્ન 11.
ઉત્તરના મેદાન પ્રદેશમાં ગીચ વસ્તી શાથી જોવા મળે છે?
ઉત્તરઃ
ઉત્તરનો મેદાન પ્રદેશ સમતલ છે તેમજ અહીં ખેતઉત્પાદન વધુ થાય છે. તેથી તેમાં ગીચ વસ્તી જોવા મળે છે. છે
પ્રશ્ન 12.
દક્ષિણ ભારતના ઉચ્ચપ્રદેશમાં –દખ્ખણના ઉચ્ચપ્રદેશમાં કઈ કઈ પર્વતમાળાઓ આવેલી છે?
ઉત્તર:
દક્ષિણ ભારતના ઉચ્ચપ્રદેશમાં – દખ્ખણના ઉચ્ચપ્રદેશમાં અરવલ્લી, વિધ્યાચલ, સાતપુડા, નીલગિરિ વગેરે પર્વતમાળાઓ આવેલી છે.
પ્રશ્ન 13.
દખ્ખણના ઉચ્ચપ્રદેશમાં ક્યા કયા ઘાટ આવેલા છે?
ઉત્તરઃ
દખ્ખણના ઉચ્ચપ્રદેશમાં તેની પૂર્વ દિશામાં પૂર્વ ઘાટ અને પશ્ચિમ દિશામાં પશ્ચિમ ઘાટ આવેલા છે.
પ્રશ્ન 14.
દક્ષિણના ઉચ્ચપ્રદેશમાંથી ખનીજો વિપુલ પ્રમાણમાં મળી આવે છે. શાથી?
ઉત્તર:
દક્ષિણનો ઉચ્ચપ્રદેશ જ્વાળામુખીના લાવાથી બનેલો છે. આથી ત્યાં ખનીજો વિપુલ પ્રમાણમાં મળી આવે છે.
પ્રશ્ન 15.
દક્ષિણ ભારતની કઈ કઈ નદીઓએ ફળદ્રુપ મુખત્રિકોણ 3 પ્રદેશો બનાવ્યા છે?
ઉત્તરઃ
દક્ષિણ ભારતની મહાનદી, ગોદાવરી, કૃષ્ણા, કાવેરી વગેરે નદીઓએ ફળદ્રુપ મુખત્રિકોણ પ્રદેશો બનાવ્યા છે.
પ્રશ્ન 16.
‘સુંદરવન’ નામનો વિશાળ મુખત્રિકોણ પ્રદેશ કઈ રૂ નદીઓએ બનાવ્યો છે?
ઉત્તરઃ
‘સુંદરવન’ નામનો વિશાળ મુખત્રિકોણ પ્રદેશ ગંગા 3 અને બ્રહ્મપુત્ર નદીએ બનાવ્યો છે.
પ્રશ્ન 17.
ભારતમાં કયા કયા બે ટાપુસમૂહ આવેલા છે?
ઉત્તર:
ભારતમાં બંગાળના ઉપસાગરમાં બંગાળની ખાડીમાં) દક્ષિણ-પૂર્વ દિશામાં અંદમાન અને નિકોબાર ટાપુઓ તથા અરબ સાગરમાં કેરલના કિનારાથી પશ્ચિમે પરવાળાથી બનેલા લક્ષદ્વીપ ટાપુઓ આવેલા છે.
પ્રશ્ન 18.
ભારતની દક્ષિણે કયો મહાસાગર આવેલો છે?
ઉત્તર:
ભારતની દક્ષિણે હિંદ મહાસાગર આવેલો છે.
નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો :
ભારતની આબોહવા
પ્રશ્ન 1.
ભારતમાં શિયાળો કયા મહિનાઓ દરમિયાન હોય છે?
A. નવેમ્બરથી ફેબ્રુઆરી
B. ડિસેમ્બરથી ફેબ્રુઆરી
C. ડિસેમ્બરથી જૂન
D. ડિસેમ્બરથી માર્ચ
ઉત્તરઃ
B. ડિસેમ્બરથી ફેબ્રુઆરી
પ્રશ્ન 2.
ભારતમાં ઉનાળો કયા મહિનાઓ દરમિયાન હોય છે?
A. માર્ચથી નવેમ્બર
B. એપ્રિલથી ઑગસ્ટ
C. માર્ચથી મે
D. જૂનથી સપ્ટેમ્બર
ઉત્તરઃ
C. માર્ચથી મે
પ્રશ્ન 3.
ભારતમાં ચોમાસું (વર્ષાઋતુ) કયા મહિનાઓ દરમિયાન હોય છે?
A. મેથી સપ્ટેમ્બર
B. જુલાઈથી ઓક્ટોબર
C. જૂનથી નવેમ્બર
D. જૂનથી સપ્ટેમ્બર
ઉત્તરઃ
D. જૂનથી સપ્ટેમ્બર
પ્રશ્ન 4.
ભારતમાં પાછા ફરતા મોસમી પવનોની ઋતુ કયા મહિનાઓ કે દરમિયાન હોય છે?
A. જૂન – જુલાઈ
B. ઑક્ટોબર – નવેમ્બર
C. જાન્યુઆરીથી માર્ચ
D. ઑક્ટોબરથી ફેબ્રુઆરી
ઉત્તરઃ
B. ઑક્ટોબર – નવેમ્બર
પ્રશ્ન 5.
ભારતમાં કઈ ઋતુ ખેતી માટે ખૂબ અગત્યની ગણાય છે? ?
A. શિયાળો
B. ઉનાળો
C. ચોમાસું
D. પાછા ફરતા મોસમી પવનોની ઋતુ
ઉત્તરઃ
C. ચોમાસું
પ્રશ્ન 6.
ભારતનાં કયાં રાજ્યોમાં પાછા ફરતા મોસમી પવનો વરસાદ છે આપે છે?
A. તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં
B. તમિલનાડુ અને કેરલમાં
C. ગુજરાત અને મહારાષ્ટ્રમાં
D. આંધ્ર પ્રદેશ અને ઓડિશામાં
ઉત્તરઃ
A. તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં
પ્રશ્ન 7.
ભારતની આબોહવા કઈ આબોહવા કહેવાય છે?
A. મોસમી
B. સમઘાત
C. વિષમ
D. સમ
ઉત્તરઃ
A. મોસમી
પ્રશ્ન 8.
ભારતમાં કયા મહિનાથી વહેલી સવારે ઠંડી અનુભવાય છે?
A. જૂનથી
B. જુલાઈથી
C. નવેમ્બરથી
D. ઑગસ્ટથી
ઉત્તરઃ
C. નવેમ્બરથી
પ્રશ્ન 9.
ભારતમાં કઈ દિશામાંથી વાતા મોસમી પવનો સૂકા હોય છે? ૪
A. નૈર્સત્ય
B. ઈશાન
C. વાયવ્ય
D. અગ્નિ
ઉત્તરઃ
B. ઈશાન
યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરોઃ
1. ભારતમાં …………………………………… ઋતુઓ અનુભવાય છે.
ઉત્તર:
ચાર
2. ભારતમાં ………………………………… ની ઋતુ દરમિયાન દિવસો ટૂંકા હોય છે.
ઉત્તર:
શિયાળા
૩. ભારતમાં …………………………………….. ની ઋતુ દરમિયાન દિવસો લાંબા હોય છે.
ઉત્તર:
ઉનાળા
4. ભારતમાં ઉનાળાની ઋતુમાં બપોરે ફૂંકાતા ગરમ પવનોને ‘…………………………………’ કહે છે.
ઉત્તર:
લૂ
5. ભારતમાં ચોમાસાની ઋતુમાં ………………………………………………… આ દિશામાંથી ભેજવાળા પવનો વાય છે.
ઉત્તર:
નૈઋત્ય
6. ભેજવાળા પવનોના માર્ગમાં ………………………………. આવે ત્યાં વધુ વરસાદ પડે છે.
ઉત્તર:
પર્વતો
7. ……………………………….. ની ઋતુ ખેતી માટે ખૂબ અગત્યની ગણાય છે.
ઉત્તર:
ચોમાસા
8. પાછા ફરતા મોસમી પવનો …………………………. પરથી પસાર થતાં ભેજવાળા બને છે.
ઉત્તર:
બંગાળાના ઉપસાગર
9. ભારતની આબોહવામાં સ્પષ્ટ ……………………………. અનુભવાય છે.
ઉત્તર:
ઋતુભેદ
10. ભારતમાં ડિસેમ્બરથી ………………………………… માસના સમયગાળાને શિયાળાની ઋતુ ગણવામાં આવે છે.
ઉત્તર:
ફેબ્રુઆરી
11. ભારતમાં ………………………………….. થી મે સુધીના સમયગાળાને ઉનાળાની ઋતુ ગણવામાં આવે છે.
ઉત્તર:
માર્ચ
12. ભારતમાં જૂનથી ……………………………………. માસ સુધીના સમયગાળાને વર્ષાઋતુ ગણવામાં આવે છે.
ઉત્તર:
સપ્ટેમ્બર
13. ભારતમાં ઑક્ટોબર – નવેમ્બર સુધીના સમયગાળાને ………………………………………… ઋતુ ગણવામાં આવે છે.
ઉત્તર:
નિવર્તન (પાછા ફરતા મોસમી પવનોની)
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
પ્રશ્ન 1.
વાતાવરણમાં થતા રોજિંદા ફેરફારને આબોહવા કહે છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 2.
ભારતમાં ડિસેમ્બરથી મે માસ દરમિયાન શિયાળાની ઋતુ હોય છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન ૩.
ભારતમાં જૂનથી સપ્ટેમ્બર માસ દરમિયાન ચોમાસાની ઋતુ હોય છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 4.
ભારતમાં ઑક્ટોબર – નવેમ્બર માસ દરમિયાન શરદ ઋતુ અનુભવાય છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 5.
ભારતમાં શિયાળાની ઋતુમાં દિવસો લાંબા હોય છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 6.
ભારતમાં ઉનાળો અકળાવનારી ગરમીની ઋતુ છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 7.
ભારતમાં ઉનાળાની ઋતુમાં દિવસો શિયાળાની તુલનામાં ટૂંકા હોય છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 8.
ભારતમાં ચોમાસું વરસાદની ઋતુ છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 9.
ભારતમાં નૈઋત્ય દિશામાંથી વાતા પવનો ભેજવાળા હોય છે.
ઉત્તરઃ
ખરું
પ્રશ્ન 10.
પાછા ફરતા મોસમી પવનોની ઋતુમાં પવનો સમુદ્ર પરથી જમીન તરફ વાય છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 11.
પાછા ફરતા મોસમી પવનોની ઋતુમાં પવનો અરબ સાગર પરથી પસાર થતાં ભેજવાળા બને છે.
ઉત્તરઃ
ખોટું
પ્રશ્ન 12.
ભારત મોસમી આબોહવા ધરાવતો દેશ છે.
ઉત્તરઃ
ખરું
બંધબેસતાં જોડકાં જોડોઃ
વિભાગ ‘અ’ (માસ) | વિભાગ ‘બ’ (ઋતુ) |
(1) ડિસેમ્બરથી ફેબ્રુઆરી | (1) ઉનાળો |
(2) માર્ચથી મે | (2) ચોમાસું |
(3) જૂનથી સપ્ટેમ્બર | (3) હવામાન |
(4) ઑક્ટોબર – નવેમ્બર | (4) શિયાળો |
(5) પાછા ફરતા મોસમી પવનોની ઋતુ |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ (માસ) | વિભાગ ‘બ’ (ઋતુ) |
(1) ડિસેમ્બરથી ફેબ્રુઆરી | (4) શિયાળો |
(2) માર્ચથી મે | (1) ઉનાળો |
(3) જૂનથી સપ્ટેમ્બર | (2) ચોમાસું |
(4) ઑક્ટોબર – નવેમ્બર | (5) પાછા ફરતા મોસમી પવનોની ઋતુ |
નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપો:
પ્રશ્ન 1.
હવામાન એટલે શું? અથવા હવામાન કોને કહે છે?
ઉત્તરઃ
વાતાવરણમાં થતા રોજિંદા ફેરફારને હવામાન કહે છે.
પ્રશ્ન 2.
આબોહવા એટલે શું? અથવા આબોહવા કોને કહે છે?
ઉત્તર:
કોઈ પણ સ્થળમાં હવામાનનાં તત્ત્વોની આશરે 30 ૩ વર્ષની સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહે છે.
પ્રશ્ન 3.
ભારતમાં શિયાળાની ઋતુ ક્યારે હોય છે?
ઉત્તર:
ભારતમાં શિયાળાની ઋતુ ડિસેમ્બરથી ફેબ્રુઆરી 2 મહિનાઓ દરમિયાન હોય છે.
પ્રશ્ન 4.
ભારતમાં ઉનાળાની ઋતુ ક્યારે હોય છે?
ઉત્તર:
ભારતમાં ઉનાળાની ઋતુ માર્ચથી મે મહિનાઓ દરમિયાન હોય છે.
પ્રશ્ન 5.
ભારતમાં ચોમાસાની ઋતુ ક્યારે હોય છે?
ઉત્તર:
ભારતમાં ચોમાસાની ઋતુ જૂનથી સપ્ટેમ્બર મહિનાઓ દરમિયાન હોય છે.
પ્રશ્ન 6.
ભારતમાં કયા પવનો વરસાદ લાવે છે?
ઉત્તર:
ભારતમાં મૈત્રત્ય દિશા (દક્ષિણ-પશ્ચિમ દિશા) તરફથી : વાતા મોસમી પવનો વરસાદ લાવે છે.
પ્રશ્ન 7.
ગુજરાતમાં વરસાદનું પ્રમાણ શાથી ઓછું છે?
ઉત્તરઃ
ગુજરાતમાં મોટા પર્વતો નથી. આમ, ગુજરાતમાં મોસમી : પવનોના માર્ગમાં પર્વતો ન આવવાથી વરસાદનું પ્રમાણ ઓછું છે.
પ્રશ્ન 8.
ચોમાસું ભારતની સૌથી મહત્ત્વની ઋતુ શાથી ગણાય છે?
ઉત્તર:
ભારતની મોટા ભાગની ખેતી વરસાદ પર આધાર : રાખે છે. ભારતનો 80 % જેટલો વરસાદ ચોમાસા દરમિયાન – પડતો હોવાથી ચોમાસું ભારતની સૌથી મહત્ત્વની ઋતુ ગણાય છે.
પ્રશ્ન 9.
પાછા ફરતા મોસમી પવનો શાથી વરસાદ આપતા નથી? હું
ઉત્તરઃ
પાછા ફરતા મોસમી પવનો ઈશાન દિશામાંથી (ઉત્તરપૂર્વ દિશામાંથી) જમીન તરફથી વાતા હોવાથી સૂકા હોય છે. તેથી તે વરસાદ આપતા નથી.
પ્રશ્ન 10.
પાછા ફરતા મોસમી પવનો કયાં રાજ્યોમાં વરસાદ આપે છે? શાથી?
ઉત્તરઃ
પાછા ફરતા મોસમી પવનો બંગાળાના ઉપસાગર (બંગાળની ખાડી) પરથી પસાર થતાં ભેજવાળા બને છે. આથી તે ભારતના પૂર્વ કિનારે આવેલા તમિલનાડુ અને આંધ્ર પ્રદેશમાં વરસાદ આપે છે.
પ્રશ્ન 11.
ભારતની આબોહવાને ‘મોસમી આબોહવા’ શાથી કહે છે?
ઉત્તરઃ
ભારતની આબોહવામાં સ્પષ્ટ ઋતુભેદ અનુભવાય છે. આથી ભારતની આબોહવાને ‘મોસમી આબોહવા’ કહે છે.
નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો :
વનસ્પતિ
પ્રશ્ન 1.
ભારતમાં વનસ્પતિની વિવિધતાનું મુખ્ય કારણ કયું છે?
A. જમીનના પ્રકારો
B. ઊંચાઈ
C. વરસાદનું પ્રમાણ
D. આબોહવામાં રહેલી વિભિન્નતા છે
ઉત્તર:
D. આબોહવામાં રહેલી વિભિન્નતા છે
પ્રશ્ન 2.
ભારતમાં વનસ્પતિની વિવિધતાના સર્જન માટેનો મુખ્ય આધાર શો છે?
A. ઊંચાઈ
B. જમીનના પ્રકારો
C. વરસાદનું પ્રમાણ
D. પર્યાવરણીય સમતુલા
ઉત્તર:
C. વરસાદનું પ્રમાણ
પ્રશ્ન 3.
પશ્ચિમ ઘાટના વધુ વરસાદવાળા વિસ્તારોમાં કયા પ્રકારનાં જંગલો જોવા મળે છે?
A. પાનખર (ખરાઉ)
B. કાંટાળાં
C. વરસાદી
D. ભરતીનાં (ઍન્ડ્રુવ)
ઉત્તર:
C. વરસાદી
પ્રશ્ન 4.
નીચેનામાંથી કયા પ્રદેશમાં ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો જોવા મળે છે?
A. અંદમાન અને નિકોબાર
B. ઉત્તર પ્રદેશ
C. છત્તીસગઢ
D. ગુજરાત
ઉત્તર:
A. અંદમાન અને નિકોબાર
પ્રશ્ન 5.
મૅહોગની અને રોઝવુડ કયા પ્રકારનાં જંગલોનાં વૃક્ષો છે?
A. કાંટાળાં
B. વરસાદી
C. ભરતીનાં (ઍન્ડ્રુવ)
D. પાનખર (ખરાઉ)
ઉત્તર:
B. વરસાદી
પ્રશ્ન 6.
ભારતમાં કયા પ્રકારનાં જંગલોનાં વૃક્ષો પાનખર ઋતુ દરમિયાન પોતાનાં પાંદડાં ખેરવી નાખે છે?
A. મોસમી
B. પહાડી
C. વરસાદી
D. સૂકાં અને ઝાંખરાંવાળાં
ઉત્તર:
A. મોસમી
પ્રશ્ન 7.
કયા પ્રકારનાં જંગલોને મોસમી જંગલો પણ કહે છે?
A. સૂકાં અને ઝાંખરાંવાળાં
B. વરસાદી
C. પહાડી
D. પાનખર (ખરાઉ)
ઉત્તર:
D. પાનખર (ખરાઉ)
પ્રશ્ન 8.
સાગ અને સાલ કયા પ્રકારનાં જંગલોનાં વૃક્ષો છે?
A. પાનખર (ખરાઉ)
B. વરસાદી
C. ભરતીનાં (ઍન્ડ્રુવ)
D. સૂકાં અને ઝાંખરાંવાળાં
ઉત્તર:
A. પાનખર (ખરાઉ)
પ્રશ્ન 9.
(70 સેમી કરતાં) ઓછા વરસાદવાળા વિસ્તારમાં કયા પ્રકારનાં જંગલો જોવા મળે છે?
A. વરસાદી
B. પાનખર (ખરાઉ)
C. સૂકાં અને ઝાંખરાંવાળા
D. પર્વતીય
ઉત્તર:
C. સૂકાં અને ઝાંખરાંવાળા
પ્રશ્ન 10.
ગુજરાત અને રાજસ્થાનમાં કયા પ્રકારનાં જંગલો જોવા મળે છે?
A. વરસાદી
B. પાનખર (ખરાઉ)
C. સૂકાં અને ઝાંખરાંવાળાં
D. સમશીતોષ્ણ કટિબંધીયા
ઉત્તર:
C. સૂકાં અને ઝાંખરાંવાળાં
પ્રશ્ન 11.
કયું વૃક્ષ ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલોનું વૃક્ષ છે?
A. લીમડો
B. દેવદાર
C. ઓક
D. સીસમ
ઉત્તરઃ
A. લીમડો
પ્રશ્ન 12.
સમુદ્રસપાટીથી કેટલી ઊંચાઈ સુધી ઊગતી વનસ્પતિ શંકુ આકારની હોય છે?
A. 1000 મીટરથી 1500 મીટર સુધી
B. 500 મીટરથી 2500 મીટર સુધી
C. 1000 મીટરથી 2000 મીટર સુધી
D. 1500 મીટરથી 2500 મીટર સુધી
ઉત્તરઃ
D. 1500 મીટરથી 2500 મીટર સુધી
પ્રશ્ન 13.
ચીડ, દેવદાર અને પાઈન કયા પ્રકારનાં જંગલોનાં વૃક્ષો છે?
A. ભરતીના (મેગ્નેવ)
B. પાનખર (ખરાઉ)
C. પર્વતીય
D. વરસાદ
ઉત્તરઃ
C. પર્વતીય
પ્રશ્ન 14.
પશ્ચિમ બંગાળ, ગુજરાત તથા અંદમાન અને નિકોબાર ટાપુઓમાં કયા પ્રકારનાં જંગલો જોવા મળે છે?
A. પર્વતીય
B. ભરતીનાં (ઍન્ડ્રુવ)
C. વરસાદી
D. પાનખર (ખરાઉ)
ઉત્તરઃ
B. ભરતીનાં (ઍન્ડ્રુવ)
પ્રશ્ન 15.
‘સુંદરવન’ ક્યાં આવેલું છે?
A. મહાનદીના મુખત્રિકોણ પ્રદેશમાં
B. ગોદાવરી નદીના મુખત્રિકોણ પ્રદેશમાં
C. ગંગા અને બ્રહ્મપુત્ર નદીના મુખત્રિકોણ પ્રદેશમાં
D. કૃષ્ણા નદીના મુખત્રિકોણ પ્રદેશમાં
ઉત્તરઃ
C. ગંગા અને બ્રહ્મપુત્ર નદીના મુખત્રિકોણ પ્રદેશમાં
પ્રશ્ન 16.
નીચેના પૈકી કયું વૃક્ષ ગુજરાતના સમુદ્રકિનારાના દલદલીય વિસ્તારમાં થાય છે?
A. પાઈન
B. દેવદાર
C. સુંદરી
D. ચેર
ઉત્તરઃ
D. ચેર
યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરોઃ
1. ઉષ્ણ કટિબંધીય ……………………………. જંગલોનાં વૃક્ષો ગાઢ અને ઘટાદાર હોય છે.
ઉત્તરઃ
વરસાદી
2. ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલોનાં વૃક્ષો હંમેશાં …………………………….. દેખાય છે.
ઉત્તરઃ
લીલાંછમ
3. ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલોને …………………………………….. જંગલો પણ કહે છે.
ઉત્તરઃ
મોસમી
4. સૂકાં અને ઝાંખરાંવાળાં જંગલોનાં વૃક્ષો ……………………………………. હોય છે.
ઉત્તરઃ
કાંટાળાં
5. ……………………………….. જંગલોનાં વૃક્ષોનાં પાંદડાં સોમદાર હોય છે.
ઉત્તરઃ
શંકુદુમ
6. ભરતીનાં જંગલો (મૅન્ડ્રુવ) સમુદ્રની ભરતીના …………………………….. પાણીમાં વિકસે છે.
ઉત્તરઃ
ખારા
7. ગંગા નદીના મુખત્રિકોણ પ્રદેશમાં ……………………….. નામનાં વૃક્ષો થાય છે.
ઉત્તરઃ
સુંદરી
8. ગુજરાતના સમુદ્રકિનારે ભરતીનાં જંગલો(મેગ્નેવ)માં …………………………………… નાં વૃક્ષો જોવા મળે છે.
ઉત્તરઃ
ચેર
9. જંગલો ……………………………….. ને શુદ્ધ રાખે છે.
ઉત્તરઃ
વાતાવરણ
10. જંગલો ……………………………. અટકાવે છે.
ઉત્તરઃ
ધોવાણ
11. જંગલો ………………………………….. જળ સંરક્ષણ કરે છે.
ઉત્તરઃ
ભૂમિગત
બંધબેસતાં જોડકાં જોડોઃ
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) મૅહોગની, રોઝવુડ, નેતર વગેરે વૃક્ષો | (1) સૂકાં અને ઝાંખરાંવાળાં જંગલો |
(2) સાગ, સાલ, વાંસ વગેરે વૃક્ષો | (2) ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો |
(3) ખેર, ખીજડો, બાવળ વગેરે વૃક્ષો | (3) શંકુદ્રુમ જંગલો |
(4) ચીડ, દેવદાર, પાઇન વગેરે વૃક્ષો | (4) ભરતીનાં જંગલો (મૅન્ગવ) |
(5) ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલો |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) મૅહોગની, રોઝવુડ, નેતર વગેરે વૃક્ષો | (2) ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો |
(2) સાગ, સાલ, વાંસ વગેરે વૃક્ષો | (5) ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલો |
(3) ખેર, ખીજડો, બાવળ વગેરે વૃક્ષો | (1) સૂકાં અને ઝાંખરાંવાળાં જંગલો |
(4) ચીડ, દેવદાર, પાઇન વગેરે વૃક્ષો | (3) શંકુદ્રુમ જંગલો |
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
પ્રશ્ન 1.
જમીનને આધારે જ વનસ્પતિના પ્રકાર પાડવામાં આવે છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 2.
જ્યાં વરસાદનું પ્રમાણ વધારે હોય છે ત્યાં સમશીતોષ્ણ કટિબંધીય જંગલો આવેલાં હોય છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 3.
ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલોમાં સૂર્યનાં કિરણો જમીન સુધી પહોંચી શકતાં નથી.
ઉત્તર:
ખરું .
પ્રશ્ન 4.
મૅહોગની, સાગ, સાલ વગેરે ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલોનાં વૃક્ષો છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 5.
ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલોનાં વૃક્ષો ગાઢ અને ઘટાદાર હોય છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 6.
ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલોને ‘મોસમી જંગલો” પણ ‘ કહે છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 7.
સૂકાં અને ઝાંખરાંવાળાં જંગલોનાં વૃક્ષો કાંટાળાં હોય છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 8.
શંકુમ વનસ્પતિ તેનાં વૃક્ષોની ઊંચાઈ પરથી ઓળખાય છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 9.
નર્મદા નદીના મુખત્રિકોણ પ્રદેશમાં ચેર નામનાં વૃક્ષો જોવા મળે છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 10.
ગુજરાતમાં ચેરનાં વૃક્ષોનાં લાકડાંનો ઉપયોગ સ્થાનિક લોકો બળતણ તરીકે કરે છે.
ઉત્તર:
ખરું
નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપો:
પ્રશ્ન 1.
મુખ્યત્વે ક્યાં પરિબળોના આધારે વનસ્પતિના પ્રકાર પાડવામાં આવે છે?
ઉત્તરઃ
મુખ્યત્વે આબોહવા અને વરસાદનું પ્રમાણ આ બે 3 પરિબળોના આધારે વનસ્પતિના પ્રકાર પાડવામાં આવે છે.
પ્રશ્ન 2.
ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલોમાં સૂર્યનાં કિરણો શાથી જમીન પર પહોંચી શકતાં નથી?
ઉત્તરઃ
ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલોનાં વૃક્ષો ગાઢ અને ઘટાદાર હોવાથી સૂર્યનાં કિરણો જમીન પર પહોંચી શકતાં નથી.
પ્રશ્ન 3.
ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલોનાં વૃક્ષો શાથી હમેશાં લીલાંછમ દેખાય છે?
ઉત્તરઃ
ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલોનાં વૃક્ષોમાં એકસાથે પાનખર આવતી નથી, પણ તે વર્ષભર અલગ અલગ સમયે આવે છે. તેથી ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલોનાં વૃક્ષો હંમેશાં લીલાંછમ દેખાય છે.
પ્રશ્ન 4.
ભારતમાં ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો કયા ? વિસ્તારોમાં આવેલાં છે?
ઉત્તર:
ભારતમાં ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો પશ્ચિમ ઘાટના કિનારા તરફના ઢોળાવો પર પટ્ટીરૂપે તથા અંદમાન અને નિકોબાર ટાપુઓ તેમજ ઉત્તર-પૂર્વ ભારત(અસમના ઉપરી વિસ્તારો)ના કેટલાક ભાગોમાં આવેલાં છે.
પ્રશ્ન 5.
ભારતમાં ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલોનાં મુખ્ય વૃક્ષો કયાં કયાં છે?
ઉત્તર:
ભારતમાં ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલોનાં મુખ્ય વૃક્ષો મૅહોગની, રોઝવુડ, નેતર (અબનૂસ, રબર) વગેરે છે.
પ્રશ્ન 6.
ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલોની મુખ્ય વિશેષતા – કઈ છે?
ઉત્તર:
ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલોની મુખ્ય વિશેષતા એ – છે કે, પાનખર ઋતુમાં 6થી 8 અઠવાડિયા દરમિયાન અહીંનાં વૃક્ષો પોતાનાં બધાં પાંદડાં ખેરવી નાખે છે.
પ્રશ્ન 7.
ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલોને ક્યા નામે પણ ઓળખવામાં આવે છે?
ઉત્તર:
ઉષણ કટિબંધીય પાનખર જંગલોને ‘મોસમી જંગલો’ના નામે પણ ઓળખવામાં આવે છે.
પ્રશ્ન 8.
ભારતમાં ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલોમાં ક્યાં ક્યાં વૃક્ષો જોવા મળે છે?
ઉત્તર:
ભારતમાં ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલોમાં (મોસમી જંગલો) સાગ, સાલ, સીસમ, વાંસ, મહુડો, લીમડો વગેરે વૃક્ષો જોવા મળે છે.
પ્રશ્ન 9.
ભારતમાં સૂકાં અને ખરાંવાળાં જંગલો ક્યાં જોવા મળે છે?
ઉત્તર:
ભારતમાં સૂકાં અને ઝાંખરાંવાળાં જંગલો રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમ ઘાટનો પૂર્વીય ઢાળ અને ગુજરાતમાં જોવા મળે છે,
પ્રશ્ન 10.
સૂકાં અને ઝાંખરાંવાળાં જંગલોમાં જ્યાં વૃક્ષો થાય છે?
ઉત્તર:
સૂકાં અને ઝાંખરાંવાળાં જંગલોમાં થોર, ખેર, ખીજડો, બાવળ, બોરડી વગેરે વૃક્ષો થાય છે.
પ્રશ્ન 11.
શંકુદુમ જંગલોમાં કયાં કયાં વૃક્ષો થાય છે?
ઉત્તર:
શંકદ્રમ જેગલોમાં ચીડ, દેવદાર, પાઇન (સિલ્વર ફર, મૂસ) વગેરે વૃક્ષો થાય છે.
પ્રશ્ન 12.
ભારતમાં ભરતીનાં જંગલો (મેન્યુવ) ક્યાં આવેલાં છે?
ઉત્તર:
ભારતમાં ભરતીનાં જંગલો (મેન્યુવ) પશ્ચિમ બંગાળમાં ગંગા અને બ્રહ્મપુત્ર નદીઓએ બનાવેલા મુખત્રિકોણ પ્રદેશમાં તેમજ ગુજરાતના તથા અંદમાન અને નિકોબાર ટાપુઓના દરિયાકિનારે – આવેલાં છે.
પ્રશ્ન 13.
ભરતીનાં જંગલોમાં કયાં વૃક્ષો જોવા મળે છે?
ઉત્તર:
ભરતીનાં જંગલોમાં સુંદરી (પશ્ચિમ બંગાળ) અને ચેર(ગુજરાત)નાં વૃક્ષો જોવા મળે છે.
પ્રશ્ન 14.
સુંદરી વૃક્ષનું લાકડું કઈ રીતે ઉપયોગી છે?
ઉત્તર:
સુંદરી વૃક્ષનું લાકડું હોડી બનાવવા માટે ઉપયોગી છે.
પ્રશ્ન 15.
ચેરનું લાકડું કઈ રીતે ઉપયોગી છે?
ઉત્તર:
ચેરનું લાકડું બળતણ તરીકે ઉપયોગી છે.
પ્રશ્ન 16.
જંગલોના બે પર્યાવરણીય ફાયદા જણાવો.
ઉત્તર:
જંગલોના બે પર્યાવરણીય ફાયદા:
- જંગલો વાતાવરણને શુદ્ધ રાખે છે.
- જંગલો વરસાદ લાવે છે.
પ્રશ્ન 17.
જંગલોના બે આર્થિક ફાયદા જણાવો.
ઉત્તર:
જંગલોના બે આર્થિક ફાયદાઃ
- જંગલોમાંથી ઇમારતી લાકડું અને બળતણ માટેનું લાકડું મળે છે.
- જંગલોમાંથી અનેક પ્રકારની ઔષધિઓ મળે છે.
નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો :
વન્યજીવન
પ્રશ્ન 1.
ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે?
A. સિંહ
B. વાઘ
C. હાથી
D. ગાય
ઉત્તરઃ
B. વાઘ
પ્રશ્ન 2.
ક્યાં રાજ્યોનાં જંગલો હાથીઓ માટે જાણીતાં છે?
A કેરલ અને ગુજરાત
B. કેરલ અને કર્ણાટક
C. કર્ણાટક અને અસમ
D. મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ
ઉત્તરઃ
B. કેરલ અને કર્ણાટક
પ્રશ્ન ૩.
ભારતનાં જંગલોમાં એશિયાઈ સિંહ ક્યાં જોવા મળે છે?
A. ગીરનાં જંગલોમાં
B. કેરલનાં જંગલોમાં
C. કર્ણાટકનાં જંગલોમાં
D. હિમાલયની તળેટીનાં જંગલોમાં
ઉત્તરઃ
A. ગીરનાં જંગલોમાં
પ્રશ્ન 4.
આપણું રાષ્ટ્રીય પક્ષી કયું છે?
A. ગરુડ
B. સુરખાબ
C. મોર
D. કબૂતર
ઉત્તરઃ
C. મોર
પ્રશ્ન 5.
ભારતનાં કયાં રાજ્યોના સમુદ્રકિનારે સમુદ્રના કાચબા ઈંડાં મૂકવા આવે છે?
A. ગુજરાત, મહારાષ્ટ્ર વગેરે
B. ઓડિશા, કેરલ વગેરે
C. ગુજરાત, ઓડિશા વગેરે
D. ગુજરાત, કેરલ વગેરે
ઉત્તરઃ
C. ગુજરાત, ઓડિશા વગેરે
પ્રશ્ન 6.
ગુજરાતમાં ઘુડખર પ્રાણી ક્યાં જોવા મળે છે?
A. અમરેલીમાં
B. જૂનાગઢમાં
C. કચ્છમાં
D. સાબરકાંઠામાં
ઉત્તરઃ
C. કચ્છમાં
પ્રશ્ન 7.
ગુજરાતના કયા સરોવરમાં શિયાળા દરમિયાન યાયાવર પક્ષીઓ આવે છે?
A. નારાયણ સરોવરમાં
B. સરદાર સરોવરમાં
C. નર્મદાસાગર સરોવરમાં
D. નળ સરોવરમાં
ઉત્તરઃ
D. નળ સરોવરમાં
યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરોઃ
1. .,…………………………………… આપણા દેશનું રાષ્ટ્રીય પ્રાણી છે.
ઉત્તર:
વાઘ
2. જંગલી …………………………………. હિમાલય અને નીલગિરિ પર્વતોમાં જોવા મળે છે.
ઉત્તર:
બકરી
૩. ભારતમાં હાથી અને એકલિંગી ભારતીય ગેંડા ………………………………. નાં જંગલોમાં જોવા મળે છે.
ઉત્તર:
અસમ
4 કેરલ અને કર્ણાટક રાજ્યોનાં જંગલો ………………………………. માટે જાણીતાં છે.
ઉત્તર:
હાથીઓ
5. ગુજરાતમાં ……………………………………… પ્રાણી કચ્છ, સુરેન્દ્રનગર અને પાટણનાં સૂકાં ક્ષેત્રોમાં જોવા મળે છે.
ઉત્તર:
ઘુડખર
6. …………………….. સમગ્ર વિશ્વમાં એકમાત્ર ગુજરાતમાં ગીરનાં જંગલોમાં જોવા મળે છે.
ઉત્તર:
એશિયાઈ સિંહ
7. ……………………… ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે.
ઉત્તર:
મોર
8. ભારતમાં પક્ષીની અનેક ………………………………. વસે છે.
ઉત્તર:
પ્રજાતિઓ
9. ગુજરાતમાં નળ સરોવર, ખીજડીયા, થોળ વગેરે જગ્યાએ બે શિયાળામાં હજારો ……………………………….. પક્ષીઓ આવે છે.
ઉત્તર:
વિદેશી (પ્રવાસી કે યાયાવર)
10. ……………………………… ગુજરાતનું રાજ્યપક્ષી છે.
ઉત્તર:
સુરખાબ
11. અભયારણ્યની રચના …………………………. દ્વારા કરવામાં આવે છે.
ઉત્તર:
રાજ્ય સરકાર
12. જૈવઆરક્ષિત ક્ષેત્રની રચના ……………………………………….. માપદંડો મુજબ કરવામાં આવે છે.
ઉત્તર:
આંતરરાષ્ટ્રીય
નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
પ્રશ્ન 1.
આપણા દેશમાં વાધ માત્ર મધ્ય પ્રદેશનાં જંગલોમાં જોવા મળે છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 2.
સિંહ ભારતનું રાષ્ટ્રીય પ્રાણી છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન ૩.
સમગ્ર વિશ્વમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતમાં ગીરનાં જંગલોમાં જોવા મળે છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 4.
ભારતમાં પક્ષીઓની પ્રજાતિઓ મર્યાદિત છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 5.
મોર ભારતનું રાષ્ટ્રીય પક્ષી છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 6.
ભારતમાં સાપની મોટા ભાગની પ્રજાતિઓ બિનઝેરી છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 7.
શિયાળામાં આપણા દેશનાં જળાશયો અને જળપ્લાવિત ક્ષેત્રોમાં દૂર દૂર આવેલા ઠંડા પ્રદેશોમાંથી પક્ષીઓ બચ્ચાં ઉછેરવા આવે છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 8.
રાષ્ટ્રીય ઉદ્યાનમાં પાલતુ પશુઓને મંજૂરી બાદ ચરાવવાની છૂટ હોય છે.
ઉત્તર:
ખોટું
પ્રશ્ન 9.
રાષ્ટ્રીય ઉદ્યાનને રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી તૈયાર કરવામાં આવે છે.
ઉત્તર:
ખરું
પ્રશ્ન 10.
કચ્છના રણનું આંશિક ક્ષેત્ર એ અભયારણ્ય છે.
ઉત્તર:
ખોટું
બંધબેસતાં જોડકાં જોડોઃ
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) ભારતનું રાષ્ટ્રીય પ્રાણી | (1) નળ સરોવર |
(2) ભારતનું રાષ્ટ્રીય પક્ષી | (2) ગીરનાં જંગલો |
(3) એશિયાઈ સિંહ | (3) હાથી |
(4) યાયાવર પક્ષીઓ | (4) મોર |
(5) વાઘ |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) ભારતનું રાષ્ટ્રીય પ્રાણી | (5) વાઘ |
(2) ભારતનું રાષ્ટ્રીય પક્ષી | (4) મોર |
(3) એશિયાઈ સિંહ | (2) ગીરનાં જંગલો |
(4) યાયાવર પક્ષીઓ | (1) નળ સરોવર |
નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપો:
પ્રશ્ન 1.
આપણા દેશનાં જંગલોમાં કયાં કયાં વન્યજીવો વસે છે?
ઉત્તરઃ
આપણા દેશનાં જંગલોમાં સસ્તન વર્ગનાં પ્રાણીઓ, વિવિધ પક્ષીઓ, જળચરો, ઉભયજીવીઓ, કીટકો, સરીસૃપો, – કીડાઓ વગેરે વન્યજીવો વસે છે.
પ્રશ્ન 2.
આપણા દેશનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? તે ક્યાં જોવા મળે છે?
ઉત્તરઃ
આપણા દેશનું રાષ્ટ્રીય પ્રાણી વાઘ છે. તે દેશના વિવિધ ભાગોમાં (ખાસ કરીને મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં) જોવા મળે છે.
પ્રશ્ન 3.
ગુજરાતમાં ઘુડખર પ્રાણી ક્યાં જોવા મળે છે?
ઉત્તર:
ગુજરાતમાં ઘુડખર પ્રાણી કચ્છ, સુરેન્દ્રનગર અને પાટણનાં સૂકાં ક્ષેત્રોમાં જોવા મળે છે.
પ્રશ્ન 4.
ભારતમાં એશિયાઈ સિંહો ક્યાં જોવા મળે છે?
ઉત્તર:
ભારતમાં એશિયાઈ સિંહો માત્ર ગુજરાતમાં ગીરનાં જંગલોમાં જોવા મળે છે.
પ્રશ્ન 5.
ભારતમાં પક્ષીની કઈ કઈ પ્રજાતિઓ વસે છે?
ઉત્તર:
ભારતમાં સારસ, બતક, કોયલ, પોપટ, ઘોરાડ, ચીબરી, કાબર, સમડી, ગીધ, ગરુડ, ઘુવડ વગેરે પક્ષીઓની પ્રજાતિઓ વસે છે.
પ્રશ્ન 6.
ભારતનાં કયાં રાજ્યોના સમુદ્રકિનારે સમુદ્રના કાચબા ઈંડાં મૂકવા આવે છે?
ઉત્તરઃ
ભારતનાં ગુજરાત અને ઓડિશા રાજ્યોના સમુદ્રકિનારે સમુદ્રના કાચબા ઈંડાં મૂકવા આવે છે.
પ્રશ્ન 7.
અભયારણ્યની રચના કોણ કરે છે?
ઉત્તર:
અભયારણ્યની રચના જે-તે રાજ્ય સરકાર કરે છે.
પ્રશ્ન 8.
રાષ્ટ્રીય ઉદ્યાનની રચના કેવી રીતે થાય છે?
ઉત્તરઃ
રાષ્ટ્રીય ઉદ્યાનની રચના જે-તે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી થાય છે.
પ્રશ્ન 9.
જૈવઆરક્ષિત ક્ષેત્રની રચના કેવી રીતે કરવામાં આવે છે?
ઉત્તર:
જૈવ આરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ કરવામાં આવે છે.
પ્રશ્ન 10.
ગુજરાતનાં અભયારણ્યો જણાવો.
ઉત્તર:
ગુજરાતનાં અભયારણ્યો:
- બાલારામ અભયારણ્ય અને
- નળ સરોવર પક્ષી અભયારણ્ય.
પ્રશ્ન 11.
ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો જણાવો.
ઉત્તર:
ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો
- ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને
- વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન.
પ્રશ્ન 12.
ગુજરાતમાં જૈવઆરક્ષિત ક્ષેત્ર ક્યાં આવેલું છે?
ઉત્તર:
ગુજરાતમાં જૈવઆરક્ષિત ક્ષેત્ર કચ્છના રણમાં આવેલું છે. [ગુજરાતના કચ્છના રણની વિશિષ્ટ પરિસ્થિતિના સંરક્ષણ હેતુસર ઈ. સ. 2008માં તેને જેવઆરક્ષિત ક્ષેત્ર ઘોષિત કરવામાં આવ્યું છે.]
નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો:
ભૂપૃષ્ઠ
પ્રશ્ન 1.
હિમાલયની પર્વતમાળા વિશે માહિતી આપો.
ઉત્તર:
ભારતની ઉત્તર સીમાએ પૂર્વ-પશ્ચિમ ત્રણ પર્વતોની હારમાળા આવેલી છે. તેને હિમાલયની પર્વતમાળા’ કહે છે. હિમાલયની પર્વતમાળાને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છેઃ
- છેક ઉત્તરમાં મહા હિમાલય કે હિમાદ્રી પર્વતમાળા આવેલી છે. અહીં વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ આવેલું છે.
- આ પર્વતમાળાની દક્ષિણે મધ્ય હિમાલય કે હિમાચલની પર્વતમાળા આવેલી છે. અહીં રમણીય સૌંદર્યધામો અને પવિત્ર તીર્થધામો આવેલાં છે.
- મધ્ય હિમાલયની દક્ષિણે 3 શિવાલિક કે લઘુ હિમાલયની પર્વતમાળા આવેલી છે.
પ્રશ્ન 2.
ઉત્તર ભારતના મેદાન વિશે માહિતી આપો.
ઉત્તરઃ
ઉત્તર ભારતનું મેદાન ઉત્તરના પર્વતીય પ્રદેશની દક્ષિણે આવેલું છે. હિમાલયમાંથી નીકળતી ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્ર વગેરે મોટી નદીઓ અને તેમને મળતી નદીઓ(શાખા નદીઓ)એ પાથરેલા કાંપથી તે બનેલું છે. આ મેદાન સમતલ છે.
તેની જમીન ખૂબ ફળદ્રુપ છે. તેથી અહીં ખેત-ઉત્પાદન વધુ થાય રે છે. તે ભારતનો સૌથી સમૃદ્ધ અને ગીચ વસ્તીવાળો પ્રદેશ છે.
પ્રશ્ન 3.
દખ્ખણના ઉચ્ચપ્રદેશની માહિતી આપો.
ઉત્તર:
દખ્ખણનો ઉચ્ચપ્રદેશ ઉત્તરના મેદાનની દક્ષિણે આવેલો છે. તેના કેટલાક ભાગો ઊંચા છે, જ્યારે કેટલાક ભાગો ઓછી ઊંચાઈ ધરાવે છે. તેના ઉત્તર ભાગમાં ઉત્તર-પશ્ચિમે અરવલ્લીની પર્વતમાળાઓ આવેલી છે. તેની દક્ષિણ-પૂર્વે વિંધ્યાચલ અને સાતપુડાની પર્વતમાળાઓ આવેલી છે. આ પર્વતમાળામાંથી નીકળતી નર્મદા અને તાપી નદીઓ પશ્ચિમ તરફ વહી અરબ – સાગરને મળે છે. દખ્ખણના ઉચ્ચપ્રદેશની પૂર્વ દિશામાં પૂર્વ ઘાટ અને પશ્ચિમ દિશામાં પશ્ચિમ ઘાટ આવેલો છે. પશ્ચિમ ઘાટ સળંગ છે, જ્યારે પૂર્વ ઘાટ તૂટક છે. આ ઉચ્ચપ્રદેશ જ્વાળામુખીના લાવાથી બનેલો છે. તેથી અહીં ખનીજો વિપુલ પ્રમાણમાં મળી આવે છે.
પ્રશ્ન 4.
ભારતના દ્વીપસમૂહો (ટાપુસમૂહો) વિશે માહિતી આપો.
ઉત્તર:
ભારત બે દ્વીપસમૂહો ધરાવે છે
- લક્ષદ્વીપ ટાપુઓ અને
- અંદમાન અને નિકોબાર ટાપુઓ.
લક્ષદ્વીપ ટાપુઓ અરબ સાગરમાં કેરલના કિનારાથી પશ્ચિમે આવેલા છે. તે પરવાળાના નિક્ષેપથી બનેલા છે. અંદમાન-નિકોબાર ટાપુઓ બંગાળાના ઉપસાગર(બંગાળની ખાડી)માં દક્ષિણ-પૂર્વે આવેલા છે. આ ટાપુઓ લક્ષદ્વીપ ટાપુઓ કરતાં મોટા, સંખ્યામાં વધારે અને વિસ્તૃત ક્ષેત્રમાં પથરાયેલા છે.
નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો:
આબોહવા
પ્રશ્ન 1.
ભારતની શિયાળાની ઋતુ વિશે નોંધ લખો.
ઉત્તરઃ
ઉત્તર ભારતનું મેદાન ઉત્તરના પર્વતીય પ્રદેશની દક્ષિણે આવેલું છે. હિમાલયમાંથી નીકળતી ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્ર વગેરે મોટી નદીઓ અને તેમને મળતી નદીઓ(શાખા નદીઓ)એ પાથરેલા કાંપથી તે બનેલું છે. આ મેદાન સમતલ છે. તેની જમીન ખૂબ ફળદ્રુપ છે. તેથી અહીં ખેત-ઉત્પાદન વધુ થાય રે છે. તે ભારતનો સૌથી સમૃદ્ધ અને ગીચ વસ્તીવાળો પ્રદેશ છે.
પ્રશ્ન 2.
ભારતની ઉનાળાની ઋતુ વિશે માહિતી આપો.
ઉત્તર:
ઉત્તર ભારતનું મેદાન ઉત્તરના પર્વતીય પ્રદેશની દક્ષિણે આવેલું છે. હિમાલયમાંથી નીકળતી ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્ર વગેરે મોટી નદીઓ અને તેમને મળતી નદીઓ(શાખા નદીઓ)એ પાથરેલા કાંપથી તે બનેલું છે. આ મેદાન સમતલ છે. તેની જમીન ખૂબ ફળદ્રુપ છે. તેથી અહીં ખેત-ઉત્પાદન વધુ થાય રે છે. તે ભારતનો સૌથી સમૃદ્ધ અને ગીચ વસ્તીવાળો પ્રદેશ છે.
પ્રશ્ન 3.
ભારતની ચોમાસાની ઋતુ વિશે માહિતી આપો.
ઉત્તરઃ
ઉત્તર ભારતનું મેદાન ઉત્તરના પર્વતીય પ્રદેશની દક્ષિણે આવેલું છે. હિમાલયમાંથી નીકળતી ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્ર વગેરે મોટી નદીઓ અને તેમને મળતી નદીઓ(શાખા નદીઓ)એ પાથરેલા કાંપથી તે બનેલું છે. આ મેદાન સમતલ છે.
તેની જમીન ખૂબ ફળદ્રુપ છે. તેથી અહીં ખેત-ઉત્પાદન વધુ થાય રે છે. તે ભારતનો સૌથી સમૃદ્ધ અને ગીચ વસ્તીવાળો પ્રદેશ છે.
પ્રશ્ન 4.
નિવર્તન ઋતુ – ભારતમાં પાછા ફરતા મોસમી પવનોની ઋતુ વિશે માહિતી આપો.
ઉત્તરઃ
ઉત્તર ભારતનું મેદાન ઉત્તરના પર્વતીય પ્રદેશની દક્ષિણે આવેલું છે. હિમાલયમાંથી નીકળતી ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્ર વગેરે મોટી નદીઓ અને તેમને મળતી નદીઓ(શાખા નદીઓ)એ પાથરેલા કાંપથી તે બનેલું છે. આ મેદાન સમતલ છે. તેની જમીન ખૂબ ફળદ્રુપ છે. તેથી અહીં ખેત-ઉત્પાદન વધુ થાય રે છે. તે ભારતનો સૌથી સમૃદ્ધ અને ગીચ વસ્તીવાળો પ્રદેશ છે.
નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો:
વનસ્પતિ
પ્રશ્ન 1.
ઉષ્ણ કટિબંધીય વરસાદનાં જંગલો વિશે માહિતી આપો.
ઉત્તર:
ભારતની ઉત્તર સીમાએ પૂર્વ-પશ્ચિમ ત્રણ પર્વતોની હારમાળા આવેલી છે. તેને હિમાલયની પર્વતમાળા’ કહે છે. હિમાલયની પર્વતમાળાને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છેઃ
- છેક ઉત્તરમાં મહા હિમાલય કે હિમાદ્રી પર્વતમાળા આવેલી છે. અહીં વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ આવેલું છે.
- આ પર્વતમાળાની દક્ષિણે મધ્ય હિમાલય કે હિમાચલની પર્વતમાળા આવેલી છે. અહીં રમણીય સૌંદર્યધામો અને પવિત્ર તીર્થધામો આવેલાં છે.
- મધ્ય હિમાલયની દક્ષિણે 3 શિવાલિક કે લઘુ હિમાલયની પર્વતમાળા આવેલી છે.
પ્રશ્ન 2.
ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલો વિશે માહિતી આપો.
ઉત્તર:
ઉત્તર ભારતનું મેદાન ઉત્તરના પર્વતીય પ્રદેશની દક્ષિણે આવેલું છે. હિમાલયમાંથી નીકળતી ગંગા, સતલુજ, યમુના, બ્રહ્મપુત્ર વગેરે મોટી નદીઓ અને તેમને મળતી નદીઓ(શાખા નદીઓ)એ પાથરેલા કાંપથી તે બનેલું છે. આ મેદાન સમતલ છે. તેની જમીન ખૂબ ફળદ્રુપ છે. તેથી અહીં ખેત-ઉત્પાદન વધુ થાય રે છે. તે ભારતનો સૌથી સમૃદ્ધ અને ગીચ વસ્તીવાળો પ્રદેશ છે.
પ્રશ્ન 3.
સૂકાં અને ઝાંખરાંવાળાં જંગલો વિશે માહિતી આપો.
ઉત્તર:
દખ્ખણનો ઉચ્ચપ્રદેશ ઉત્તરના મેદાનની દક્ષિણે આવેલો છે. તેના કેટલાક ભાગો ઊંચા છે, જ્યારે કેટલાક ભાગો ઓછી ઊંચાઈ ધરાવે છે. તેના ઉત્તર ભાગમાં ઉત્તર-પશ્ચિમે અરવલ્લીની પર્વતમાળાઓ આવેલી છે. તેની દક્ષિણ-પૂર્વે વિંધ્યાચલ અને સાતપુડાની પર્વતમાળાઓ આવેલી છે. આ પર્વતમાળામાંથી નીકળતી નર્મદા અને તાપી નદીઓ પશ્ચિમ તરફ વહી અરબ – સાગરને મળે છે. દખ્ખણના ઉચ્ચપ્રદેશની પૂર્વ દિશામાં પૂર્વ ઘાટ અને પશ્ચિમ દિશામાં પશ્ચિમ ઘાટ આવેલો છે. પશ્ચિમ ઘાટ સળંગ છે, જ્યારે પૂર્વ ઘાટ તૂટક છે. આ ઉચ્ચપ્રદેશ જ્વાળામુખીના લાવાથી બનેલો છે. તેથી અહીં ખનીજો વિપુલ પ્રમાણમાં મળી આવે છે.
પ્રશ્ન 4.
જંગલોના પર્યાવરણીય ફાયદા જણાવો.
ઉત્તર:
જંગલોના પર્યાવરણીય ફાયદા નીચે પ્રમાણે છે:
- જંગલો હવામાંથી કાર્બન ડાયૉક્સાઈડ જેવા હાનિકારક વાયુનું શોષણ કરી પ્રાણદાયી ઑક્સિજન વાયુ આપે છે. આ રીતે તે વાતાવરણને શુદ્ધ રાખે છે.
- જંગલો વાતાવરણને 3 ઠંડું રાખી વરસાદ લાવવામાં મદદરૂપ થાય છે.
- જંગલો પવન અને વરસાદથી થતું જમીનનું ધોવાણ અટકાવે છે.
- તે વન્યજીવોને કુદરતી રહેઠાણ પૂરું પાડે છે.
- જંગલો ભેજને સંઘરી રાખે છે અને ભૂમિગત જળને જાળવી રાખે છે.
- તે રણને આગળ વધતું અટકાવી, ફળદ્રુપ જમીનોનું રક્ષણ કરે છે.
પ્રશ્ન 5.
જંગલોના આર્થિક ફાયદા જણાવો.
ઉત્તર:
જંગલોના આર્થિક ફાયદા નીચે પ્રમાણે છે: ‘
- જંગલની મુખ્ય પેદાશ લાકડું છે. જંગલોમાંથી સાગ, સાલ અને સીસમ જેવાં મજબૂત અને ટકાઉ ઈમારતી લાકડાં મળે છે.
- બાવળ અને ખેર જેવાં વૃક્ષોનું લાકડું બળતણ તરીકે વપરાય છે.
- જંગલોની વિવિધ પ્રકારની વનસ્પતિ ઔષધો તરીકે વપરાય છે.
- જંગલોનાં કેટલાંક વૃક્ષોનું લાકડું કેટલાક ઉદ્યોગો માટે કાચા માલ તરીકે ઉપયોગી છે.
- જંગલો પશુઓના ચરાણ માટે ઉપયોગી છે. જંગલોની વનસ્પતિ ઘાસચારો પૂરો પાડે છે.
- જંગલો લાખ, રાળ, ગુંદર, મધ, ટર્પેન્ટાઈન વગેરે પેદાશો આપે છે.
- જંગલોમાંથી વિવિધ પ્રકારનાં ફળો પણ મળે છે.
નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર આપો:
વન્યજીવન
પ્રશ્ન 1.
ભારતની વન્ય જીવસૃષ્ટિ વિશે માહિતી આપો. અથવા ટૂંક નોંધ લખો: ભારતના વન્યજીવો
ઉત્તર:
ભારતનાં જંગલોમાં વિવિધ જાતનાં વન્યજીવો વસે છે. તેમાં મુખ્યત્વે સસ્તન વર્ગનાં પ્રાણીઓ, પક્ષીઓ, જળચરો, ઉભયજીવીઓ, કીટકો, સરીસૃપો, કીડાઓ વગેરે છે. આપણું રાષ્ટ્રીય પ્રાણી વાઘ મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળમાં જોવા મળે છે. હિમાલય અને નીલગિરિ પર્વતોમાં જંગલી બકરીઓ, અસમનાં જંગલોમાં હાથી અને એકશિંગી ભારતીય ગેંડા, કેરલ અને કર્ણાટકનાં જંગલોમાં હાથી અને ગુજરાતનાં ગીરનાં જંગલોમાં એશિયાઈ સિંહ જોવા મળે છે. ગુજરાતમાં ઘુડખર પ્રાણી કચ્છ, સુરેન્દ્રનગર અને પાટણનાં સૂકાં ક્ષેત્રોમાં જોવા મળે છે.
ભારતમાં પક્ષીઓનું વૈવિધ્ય ઘણું છે. ભારતમાં રાષ્ટ્રીય પક્ષીમોર, સારસ, બતક, કોયલ, પોપટ, ઘોરાડ, ચીબરી, કાબર, સમડી, ગીધ, ગરુડ, ઘુવડ, બાજ, કાગડા, કબૂતર, ચકલી વગેરે પક્ષીઓ ખૂબ મોટી સંખ્યામાં છે. ભારતનાં ગુજરાત અને ઓડિશા રાજ્યોના સમુદ્રકિનારે સમુદ્રીય કાચબા જોવા મળે છે. દેશમાં સરિસૃપોની વિવિધ જાતો મળે છે. ભારતનાં જળાશયો અને જલપ્લાવિત ક્ષેત્રોમાં શિયાળા દરમિયાન ઠંડા પ્રદેશોમાંથી હજારો 3 વિદેશી યાયાવર (ભટકતાં) પક્ષીઓ આવે છે.
પ્રશ્ન 2.
અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો વિશે માહિતી આપો.
ઉત્તર :
વન્યજીવોના સંરક્ષણ, જતન અને સંવર્ધનના હેતુથી દેશના કેટલાક વિસ્તારોને ખાસ કાયદાકીય જોગવાઈ હેઠળ અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવઆરક્ષિત ક્ષેત્રો તરીકે જાહેર કરવામાં આવ્યા છે. તેમની મુખ્ય વિગતો નીચે પ્રમાણે છે:
- અભયારણ્યઃ અભયારણ્યની રચના જે-તે રાજ્ય સરકાર દ્ર દ્વારા કરવામાં આવે છે. અહીં પાલતુ પશુઓને મંજૂરી પછી ચરાવવાની છૂટ હોય છે. અહીં વૃક્ષછેદન પર કડક નિયંત્રણો અને હું પ્રાણીઓના શિકાર પર પ્રતિબંધ હોય છે. ગુજરાતમાં બાલારામ અભયારણ્ય અને નળ સરોવર પક્ષી અભયારણ્ય આવેલાં છે.
- રાષ્ટ્રીય ઉદ્યાન રાષ્ટ્રીય ઉદ્યાનની રચના જે-તે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સંકલનથી કરવામાં આવે છે. અહીં પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. તેમાં માનવ-વસવાટ કે જંગલને લગતી આર્થિક પ્રવૃત્તિઓ કરવા પર અને પ્રાણીઓના શિકાર પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. ગુજરાતમાં ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન આવેલા છે.
- જૈવ આરક્ષિત ક્ષેત્રઃ જેવઆરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ કરવામાં આવે છે. અહીં બહારની બધી માનવીય પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. ગુજરાતમાં કચ્છનું આંશિક ક્ષેત્ર અને દક્ષિણ ભારતમાં નીલગિરિનું ક્ષેત્ર જેવઆરક્ષિત ક્ષેત્રો છે.
પ્રશ્ન 3.
અભયારણ્ય એટલે શું?
ઉત્તર:
જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલા વિસ્તારો અભયારણ્યો કહેવાય છે. અભયારણ્યની રચના જે-તે રાજ્ય સરકાર કરે છે. સત્તાધિકારી પાસેથી મંજૂરી મેળવીને અહીં પાલતુ પશુઓને ચારી શકાય છે. બાલારામ અભયારણ્ય અને નળ સરોવર પક્ષી છું અભયારણ્ય ગુજરાતનાં અભયારણ્યો છે.
પ્રશ્ન 4.
રાષ્ટ્રીય ઉદ્યાન એટલે શું?
ઉત્તરઃ
કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યનાં સ્થળો તેમજ મહત્ત્વનાં રાષ્ટ્રીય સ્થળોની જાળવણી માટેના સુરક્ષિત વિસ્તાર ‘રાષ્ટ્રીય ઉદ્યાન’ કહેવાય છે. તેની રચના રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના સહયોગથી થાય છે. તેમાં પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. ગીર રાષ્ટ્રીય ઉદ્યાન અને વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન ગુજરાતના જાણીતા રાષ્ટ્રીય ઉદ્યાનો છે.
પ્રશ્ન 5.
જેવઆરક્ષિત ક્ષેત્ર એટલે શું?
ઉત્તરઃ
જૈવઆરક્ષિત ક્ષેત્રની રચના આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ કરવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ તે ક્ષેત્રની પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિવિધતાનું રક્ષણ કરવાનો છે. જેવઆરક્ષિત ક્ષેત્રમાં બહારની તમામ પ્રકારની માનવીય પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધ હોય છે. કચ્છના રણનું આંશિક ક્ષેત્ર અને નીલગિરિનું 3 ક્ષેત્ર ભારતનાં જેવઆરક્ષિત ક્ષેત્રો છે.
નીચેના પારિભાષિક શબ્દોની સંકલ્પના સમજાવોઃ
પ્રશ્ન 1.
કુદરતી વનસ્પતિ
ઉત્તરઃ
જે વનસ્પતિનો ઉછેર માનવીની મદદ વગર કુદરતી રે રીતે થયો હોય તેને ‘કુદરતી વનસ્પતિ’ કહેવાય.
પ્રશ્ન 2.
જંગલ
ઉત્તરઃ
‘જંગલ એટલે વૃક્ષો, ઝાડી-ઝાંખરાં અને ઘાસનો સમુચ્ચય.
પ્રશ્ન 3.
વન્યજીવ
ઉત્તરઃ
મનુષ્ય પર આધાર રાખ્યા વિના કુદરતમાં સ્વતંત્ર રીતે ? જીવતાં પ્રાણીઓ ‘વન્યજીવ’ કહેવાય છે.
પ્રશ્ન 4.
અભયારણ્ય
ઉત્તર:
જેમના માથે વિનાશનું જોખમ હોય એવા વન્યજીવોના સંરક્ષણ અને સંવર્ધન માટે સુરક્ષિત કરાયેલો વિસ્તાર ‘અભયારણ્ય’ કહેવાય છે.
પ્રશ્ન 5.
રાષ્ટ્રીય ઉદ્યાન
ઉત્તરઃ
રાષ્ટ્રીય ઉદ્યાન એ કુદરતી વનસ્પતિ, વન્યજીવો, કુદરતી સૌંદર્યનાં સ્થળો તેમજ રાષ્ટ્રીય મહત્ત્વનાં સ્થળોની જાળવણી માટેનો સુરક્ષિત વિસ્તાર.
જો બારેમાસ એકસરખી ઋતુ હોય તો આપણા જીવન પર કેવી અસરો પડે તે નીચેના મુદ્દા ધ્યાનમાં રાખી કહોઃ
(1) ખોરાક
(2) પોશાક
(૩) ખેતી
(1) ખોરાક: રોજિંદા ખોરાકનું, શાકભાજીનું અને ફળફળાદિનું વૈવિધ્ય માણવા ન મળે. એક જ પ્રકારનું ભોજન ખાવું પડે. એક જ જાતનાં શાકભાજી અને ફળો ખાવાં પડે. પરિણામે ખોરાક પ્રત્યે અરુચિ પેદા થાય. શરીરને સમતોલ કે પોષ્ટિક ખોરાક ન મળતાં તેમજ બધાં વિટામિન્સ ન મળતાં શરીરની રોગપ્રતિકાર શક્તિ ખૂબ ઓછી થઈ જાય. તેથી શરીરમાં અનેક પ્રકારના રોગો પેદા થવાની સંભાવના નકારી શકાય નહિ.
(2) પોશાક: પોશાકનું વૈવિધ્ય માણવા ન મળે. ઋતુ પ્રમાણે પોશાક પહેરવા ન મળે. સમારંભો, મેળાવડાઓ, શુભ પ્રસંગોએ પ્રસંગ અને ઇચ્છા મુજબ પોશાકો પહેરવા ન મળે તો કંટાળો આવે, એક જ પોશાક તરફ નફરત પેદા થાય. માણસ પોશાકથી શોભે છે. એક જ પ્રકારના – એક જ ઋતુ પ્રમાણેના પોશાકથી માણસોને પોશાક પ્રત્યે અભાવ પેદા થાય.
(૩) ખેતી એકસરખી ઋતુમાં એક જ પ્રકારના પાકો ઉત્પન્ન { થઈ શકે. લોકોને બધા ખોરાકી પાકો મળે નહિ. એકનો એક
ખોરાક ખાઈને લોકો કંટાળી જાય. વળી, ખેતી માટે જરૂરી પૂરતું પાણી મળી શકે નહિ. તેથી ખેત-ઉત્પાદન પર માઠી અસર પડે.
નીચે આપેલા ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતો યોગ્ય સંજ્ઞા વડે, યોગ્ય સ્થાને દર્શાવોઃ (નકશાપૂર્તિ)
પ્રશ્ન 1.
1. ભારતીય મહામરુસ્થલ 2. ગંગાનું મેદાન 3. હિમાલય 4. પૂર્વ ઘાટ 5. પશ્ચિમ ઘાટ 6. પૂર્વ કિનારાનું મેદાન 7. પશ્ચિમ કિનારાનું મેદાન 8. અંદમાન અને નિકોબાર ટાપુઓ 9. લક્ષદ્વીપ 10. અરબ સાગર 11. બંગાળાનો ઉપસાગર 12. હિંદ મહાસાગર
પ્રશ્ન 2.
નીચે આપેલા કોષ્ટકમાં ઋતુઓની સામે તેમના તહેવારોનાં નામ લખો (તહેવારોનાં નામ કૌસમાંથી પસંદ કરો.) (ઉત્તરાયણ, દશેરા, ધુળેટી, જન્માષ્ટમી, નાતાલ, શરદ પૂનમ, ચેટીચાંદ, રક્ષાબંધન)
ક્રમ | ઋતુ | તહેવારો |
(1) | શિયાળો | ઉત્તરાયણ |
(2) | ઉનાળો | ધુળેટી, ચેટીચાંદ |
(3) | ચોમાસું | જન્માષ્ટમી, રક્ષાબંધન, દશેરા |
(4) | પાછા ફરતાં મોસમી પવનોની ઋતુ | શરદ પૂનમ, નાતાલ |
પ્રશ્ન 3.
પ્રકરણની વિગતોને આધારે નીચેના કોષ્ટકમાં માગ્યા મુજબની વિગતો ભરોઃ જંગલોના પ્રકાર સામે તે જંગલોમાં જોવા મળતાં વૃક્ષોની યાદી બનાવો :
(1) ઉષ્ણ કટિબંધીય વરસાદનાં જંગલો મૅહોગની, રોઝવુડ, નેતર
(2) ઉષ્ણ કટિબંધીય પાનખરનાં જંગલોઃ સાગ, સાલ, વાંસ
(૩) સૂકાં અને ઝાંખરાંવાળાં જંગલો : થોર, ખેર, ખીજડો
(4) પર્વતીય જંગલો : ચીડ, દેવદાર, પાઇન
(5) મૅન્યુવ જંગલો : સુંદરી, ચેર
પ્રશ્ન 4. તમારી આજુબાજુ ઊગતાં વૃક્ષોના ઔષધીય ઉપયોગ વિશે શિક્ષકની કે વડીલોની મદદથી જાણો.
પ્રશ્ન 5. શાળાની કઈ ચીજો જંગલમાંથી મળતા કાચા માલમાંથી બનેલી છે. તેની યાદી મિત્રોની સાથે ચર્ચા કરીને બનાવો.
પ્રશ્ન 6. “જંગલવિનાશ નહિ રોકાય તો આવનાર પરિસ્થિતિ રે અને તેની અસરો વિશે વક્નત્વ-સ્પર્ધાનું આયોજન અનુકૂળતાએ ગોઠવો.
પ્રશ્ન 7. શાળામાં વનવિભાગના અધિકારીને વક્તવ્ય માટે બોલાવી તમારા વિસ્તારની વનસ્પતિ અને વન્યજીવોની માહિતી જાણો.
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે આપેલ માં લખો :
પ્રશ્ન 1.
ભારતની દક્ષિણે કયો દેશ આવેલો છે?
A. બાંગ્લાદેશ
B. શ્રીલંકા
C. અફઘાનિસ્તાન
D. મ્યાનમાર
ઉત્તર:
B. શ્રીલંકા
પ્રશ્ન 2.
ભારતમાં આવેલું મહા હિમાલયનું સર્વોચ્ચ શિખર કયું છે?
A. કાંચનજંગા
B. માઉન્ટ એવરેસ્ટ
C. ધવલગિરિ
D. ગૉડવિન ઓસ્ટિન (K2)
ઉત્તર:
D. ગૉડવિન ઓસ્ટિન (K2)
પ્રશ્ન 3.
અરવલ્લી અને વિંધ્યાચલની વચ્ચે કયો ઉચ્ચપ્રદેશ આવેલો છે?
A. છોટા નાગપુરનો
B. દખ્ખણનો
C. માળવાનો
D. છોટા ઉદેપુરનો
ઉત્તર:
C. માળવાનો
પ્રશ્ન 4.
ભારતની હવામાન ખાતાની કચેરી કયા શહેરમાં આવેલી છે?
A. પુણે
B. દિલ્લી
C. મુંબઈ
D. દેહરાદૂન
ઉત્તર:
B. દિલ્લી
પ્રશ્ન 5.
ગુજરાતનું રાજ્ય-પક્ષી કયું છે?
A. સુરખાબ
B. પોપટ
C. મોર
D. ગરુડ
ઉત્તર:
A. સુરખાબ
પ્રશ્ન 6.
કયા ઝાડમાંથી ટોપલા, ટોપલી, રમકડાં અને ગૃહ સુશોભનની વસ્તુઓ બનાવી શકાય છે?
A. ટીમરુ
B. દેવદાર
C. સાગ
D. વાંસ
ઉત્તર:
D. વાંસ
પ્રશ્ન 7.
કર્કવૃત્ત પર સૂર્યનાં કિરણો સીધાં પડે ત્યારે ભારતમાં કઈ ઋતુ અનુભવાય છે?
A. શિયાળો
B. ઉનાળો
C. ચોમાસું
D. નિવર્તન ઋતુ
ઉત્તર:
B. ઉનાળો
પ્રશ્ન 8.
‘સુંદરવનમુખત્રિકોણ પ્રદેશ કઈ નદીઓ દ્વારા રચાયેલ છે?
A. બ્રહ્મપુત્ર- યમુના
B. ગંગા – યમુના
C. બ્રહ્મપુત્ર– ગંગા
D. બ્રહ્મપુત્ર – ગોદાવરી
ઉત્તર :
C. બ્રહ્મપુત્ર– ગંગા
પ્રશ્ન 9.
બંધબેસતાં જોડકાં જોડો :
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) શિયાળો | (1) સમુદ્ર પરથી ભેજવાળા પવનો ફૂંકાય છે. |
(2) ઉનાળો | (2) આકાશ વાદળાં વિનાનું સ્વચ્છ દેખાય છે. |
(3) ચોમાસું | (3) કુદરતી આપત્તિઓ અનુભવાય છે. |
(4) પાછા ફરતા મોસમી | (4) ગરમ-સૂકા પવનો પવનોની ઋતુ ફુકાય છે. |
(5) સૂર્યનાં કિરણો ત્રાંસાં પડે છે. |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) શિયાળો | (5) સૂર્યનાં કિરણો ત્રાંસાં પડે છે. |
(2) ઉનાળો | (4) ગરમ-સૂકા પવનો પવનોની ઋતુ ફુકાય છે. |
(3) ચોમાસું | (1) સમુદ્ર પરથી ભેજવાળા પવનો ફૂંકાય છે. |
(4) પાછા ફરતા મોસમી | (2) આકાશ વાદળાં વિનાનું સ્વચ્છ દેખાય છે. |
પ્રશ્ન 10.
નીચે આપેલાં વૃક્ષોને જે-તે જંગલપ્રદેશોમાં વર્ગીકરણ કરો:
વાંસ, સાગ, મૅહોગની, લીમડો, નેતર, બાવળ, ચીડ, દેવદાર, બોરડી, થોર, સુંદરી
જંગલપ્રદેશ | વૃક્ષો |
ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો | મૅહોગની, નેતર |
ઉષ્ણ કટિબંધીય પાનખર જંગલો | વાંસ, સાગ, લીમડો |
સૂકાં ઝાંખરાવાળા જંગલો | બાવળ, બોરડી, થોર |
પર્વતીય જંગલો | ચીડ, દેવદાર |
મૅન્ગવ જંગલો | સુંદરી |
ઉત્તર:
10. પ્રશ્નમાં ઉત્તરો દર્શાવ્યા છે.