Gujarat Board GSEB Class 6 Social Science Important Questions Chapter 11 ભૂમિસ્વરૂપો Important Questions and Answers.
GSEB Class 6 Social Science Important Questions Chapter 11 ભૂમિસ્વરૂપો
નીચે દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો:
પ્રશ્ન 1.
સરેરાશ સમુદ્રસપાટીથી ………………………. ઊંચાઈ ધરાવતા
ભૂમિભાગને પર્વત કહે છે.
A. આશરે 800 મીટરથી વધુ
B. આશરે 400 મીટરથી વધુ
C. આશરે 500 મીટરથી વધુ
D. આશરે 900 મીટરથી વધુ
ઉત્તરઃ
D. આશરે 900 મીટરથી વધુ
પ્રશ્ન 2.
નિર્માણક્રિયાના આધારે પર્વતોને કેટલા વિભાગોમાં વહેંચવામાં આવે છે?
A. ત્રણ
B. બે
C. ચાર
D. છ
ઉત્તરઃ
C. ચાર
પ્રશ્ન 3.
નીચેના પૈકી કયો પર્વત ગેડ પર્વત છે?
A. આલ્સ
B. નીલગિરિ
C. સાતપુડા
D. અરવલ્લી
ઉત્તરઃ
A. આલ્સ
પ્રશ્ન 4.
નીચેના પૈકી કયો પર્વત ગેડ પર્વત છે?
A. ફ્યુજિયામા
B. હિમાલય
C. અરવલ્લી
D. વિંધ્ય
ઉત્તરઃ
B. હિમાલય
પ્રશ્ન 5.
નીચેના પૈકી કયો પર્વત ગેડ પર્વત છે?
A. રૉકી
B. હોસ્ટ
C. ગિરનાર
D. પારસનાથ
ઉત્તરઃ
A. રૉકી
પ્રશ્ન 6.
ઍન્ડીઝ નામનો ગેડ પર્વત કયા ખંડમાં આવેલો છે?
A. એશિયામાં
B. યુરોપમાં
C. ઉત્તર અમેરિકામાં
D. દક્ષિણ અમેરિકામાં
ઉત્તરઃ
D. દક્ષિણ અમેરિકામાં
પ્રશ્ન 7.
જર્મનીનો હોસ્ટ પર્વત કયા પ્રકારનો પર્વત છે?
A. ગેડ પર્વત
B. ખંડ પર્વત
C. અવશિષ્ટ પર્વત
D. જ્વાળામુખી પર્વત
ઉત્તરઃ
B. ખંડ પર્વત
પ્રશ્ન 8.
નીચેના પૈકી કયો પર્વત ખંડ પર્વત છે?
A. હિમાલય
B. નીલગિરિ
C. અરવલ્લી
D. હોસ્ટ
ઉત્તરઃ
D. હોસ્ટ
પ્રશ્ન 9.
નીચેના પૈકી કયો પર્વત ખંડ પર્વત છે?
A. ગિરનાર
B. આલ્સ
C. નીલગિરિ
D. પાવાગઢ
ઉત્તરઃ
C. નીલગિરિ
પ્રશ્ન 10.
નીચેના પૈકી કયો પર્વત ખંડ પર્વત છે?
A. અરવલ્લી
B. ગિરનાર
C. રૉકી
D. વિધ્ય
ઉત્તર:
D. વિધ્ય
પ્રશ્ન 11.
નીચેના પૈકી કયો પર્વત જ્વાળામુખી પર્વત છે?
A. વિસુવિયસ
B. ઍન્ડીઝ
C. અરવલ્લી
D. રૉકી
ઉત્તરઃ
A. વિસુવિયસ
પ્રશ્ન 12.
નીચેના પૈકી કયો પર્વત જ્વાળામુખી પર્વત છે?
A. અરવલ્લી
B. સાતપુડા
C. વિંધ્ય
D. ફ્યુજિયામા
ઉત્તરઃ
D. ફ્યુજિયામા
પ્રશ્ન 13.
કોટોપક્લી પર્વત કયા પ્રકારનો પર્વત છે?
A. ખંડ પર્વત
B. જ્વાળામુખી પર્વત
C. ગેડ પર્વત
D. અવશિષ્ટ પર્વત
ઉત્તરઃ
B. જ્વાળામુખી પર્વત
પ્રશ્ન 14.
બેરન પર્વત કયા પ્રકારનો પર્વત છે?
A. જ્વાળામુખી પર્વત
B. અવશિષ્ટ પર્વત
C. ગેડ પર્વત
D. ખંડ પર્વત
ઉત્તરઃ
A. જ્વાળામુખી પર્વત
પ્રશ્ન 15.
નીચેના પૈકી કયો પર્વત જ્વાળામુખી પર્વત છે?
A. આલ્સ
B. પાવાગઢ
C. વિંધ્ય
D. અરવલ્લી
ઉત્તરઃ
B. પાવાગઢ
પ્રશ્ન 16.
નીચેના પૈકી કયો પર્વત જ્વાળામુખી પર્વત છે?
A. નીલગિરિ
B. સાતપુડા
C. વિંધ્ય
D. ગિરનાર
ઉત્તરઃ
D. ગિરનાર
પ્રશ્ન 17.
નીચેના પૈકી કયો પર્વત અવશિષ્ટ પર્વત છે?
A. અરવલ્લી
B. વિંધ્ય
C. ગિરનાર
D. આલ્સ
ઉત્તરઃ
A. અરવલ્લી
પ્રશ્ન 18.
નીચેના પૈકી કયો પર્વત અવશિષ્ટ પર્વત છે?
A. રૉકી
B. ઍન્ડીઝ
C. નીલગિરિ
D. સાતપુડા
ઉત્તરઃ
C. નીલગિરિ
પ્રશ્ન 19.
નીચેના પૈકી કયો પર્વત અવશિષ્ટ પર્વત છે?
A. વિંધ્ય
B. પારસનાથ
C. હિમાલય
D. ફ્યુજિયામા
ઉત્તરઃ
B. પારસનાથ
પ્રશ્ન 20.
નીચેના પૈકી કયો પર્વત અવશિષ્ટ પર્વત છે?
A. વિંધ્ય
B. રાજમહલ
C. પાવાગઢ
D. ગિરનાર
ઉત્તર:
B. રાજમહલ
પ્રશ્ન 21.
પૂર્વઘાટ પર્વત કયા પ્રકારનો પર્વત છે?
A. ગેડ પર્વત
B. અવશિષ્ટ પર્વત
C. ખંડ પર્વત
D. જ્વાળામુખી પર્વત
ઉત્તરઃ
B. અવશિષ્ટ પર્વત
પ્રશ્ન 22.
…………………… નદીઓનું ઉદ્ગમસ્થાન છે.
A. મેદાની
B. પર્વતો
C. તળેટીઓ
D. અખાતો
ઉત્તરઃ
B. પર્વતો
પ્રશ્ન 23.
વિશ્વની કુલ વસ્તીના દસમા ભાગની વસ્તી માટે રહેઠાણનું સ્થાન કયું છે?
A. મેદાનો
B. ઉચ્ચપ્રદેશો
C. પર્વતો
D. ટાપુઓ
ઉત્તરઃ
C. પર્વતો
પ્રશ્ન 24.
તિબેટનો ઉચ્ચપ્રદેશ કયા પ્રકારનો ઉચ્ચપ્રદેશ છે?
A. પર્વત-પ્રાંતીય ઉચ્ચપ્રદેશ
B. ખંડીય ઉચ્ચપ્રદેશ
C. આંતર-પર્વતીય ઉચ્ચપ્રદેશ
D. કિનારાનો ઉચ્ચપ્રદેશ
ઉત્તરઃ
C. આંતર-પર્વતીય ઉચ્ચપ્રદેશ
પ્રશ્ન 25.
મોંગોલિયાનો ઉચ્ચપ્રદેશ કયા પ્રકારનો ઉચ્ચપ્રદેશ છે?
A. આંતર-પર્વતીય ઉચ્ચપ્રદેશ
B. કિનારાનો ઉચ્ચપ્રદેશ
C. ખંડીય ઉચ્ચપ્રદેશ
D. પર્વત-પ્રાંતીય ઉચ્ચપ્રદેશ
ઉત્તરઃ
A. આંતર-પર્વતીય ઉચ્ચપ્રદેશ
પ્રશ્ન 26.
પર્વતની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ ધરાવતા પ્રદેશને ……………………………. ઉચ્ચપ્રદેશ કહે છે.
A. ખંડીય
B. પર્વત-પ્રાંતીય
C. આંતર-પર્વતીય
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તરઃ
B. પર્વત-પ્રાંતીય
પ્રશ્ન 27.
ઑટોગોનિયાનો ઉચ્ચપ્રદેશ કયા પ્રકારનો ઉચ્ચપ્રદેશ છે?
A. પર્વત-પ્રાંતીય ઉચ્ચપ્રદેશ
B. કિનારાનો ઉચ્ચપ્રદેશ
C. ખંડીય ઉચ્ચપ્રદેશ
D. આંતર-પર્વતીય ઉચ્ચપ્રદેશ
ઉત્તરઃ
A. પર્વત-પ્રાંતીય ઉચ્ચપ્રદેશ
પ્રશ્ન 28.
માળવાનો ઉચ્ચપ્રદેશ કયા દેશમાં આવેલો છે?
A. શ્રીલંકામાં
B. યુ.એસ.એ.માં
C. ભારતમાં
D. જાપાનમાં
ઉત્તરઃ
C. ભારતમાં
પ્રશ્ન 29.
પીડમોન્ટ ઉચ્ચપ્રદેશ કયા દેશમાં આવેલો છે?
A. જર્મનીમાં
B. ફ્રાન્સમાં
C. ચીનમાં
D. યૂ.એસ.એ.માં
ઉત્તર:
D. યૂ.એસ.એ.માં
પ્રશ્ન 30.
ભૂગર્ભિક હિલચાલથી ઊંચકાયેલા ભૂમિભાગ કે મોટા ભૂમિભાગ પર લાવાનાં સ્તરો ખૂબ ઊંચાઈ સુધી જઈને ઠરવાથી ……………………….. ઉચ્ચપ્રદેશ બને છે.
A. કિનારાનો
B. ખંડીયા
C. પર્વત-પ્રાંતીય
D. આંતર-પ્રાંતીય
ઉત્તર:
B. ખંડીયા
પ્રશ્ન 31.
મહારાષ્ટ્રનો લાવાનો ઉચ્ચપ્રદેશ કયા પ્રકારનો ઉચ્ચપ્રદેશ છે?
A. આંતર-પર્વતીય ઉચ્ચપ્રદેશ
B. કિનારાનો ઉચ્ચપ્રદેશ
C. ખંડીય ઉચ્ચપ્રદેશ
D. પર્વત-પ્રાંતીય ઉચ્ચપ્રદેશ
ઉત્તર:
C. ખંડીય ઉચ્ચપ્રદેશ
પ્રશ્ન 32.
બ્રાઝિલનો ઉચ્ચપ્રદેશ કયા પ્રકારનો ઉચ્ચપ્રદેશ છે?
A. કિનારાનો ઉચ્ચપ્રદેશ
B. ખંડીય ઉચ્ચપ્રદેશ
C. પર્વત-પ્રાંતીય ઉચ્ચપ્રદેશ
D. આંતર-પર્વતીય ઉચ્ચપ્રદેશ
ઉત્તર:
B. ખંડીય ઉચ્ચપ્રદેશ
પ્રશ્ન 33.
અરબસ્તાનનો ઉચ્ચપ્રદેશ કયા પ્રકારનો ઉચ્ચપ્રદેશ છે?
A. પર્વત-પ્રાંતીય ઉચ્ચપ્રદેશ
B. આંતર-પર્વતીય ઉચ્ચપ્રદેશ
C. કિનારાનો ઉચ્ચપ્રદેશ
D. ખંડીય ઉચ્ચપ્રદેશ
ઉત્તર:
D. ખંડીય ઉચ્ચપ્રદેશ
પ્રશ્ન 34.
ઉચ્ચપ્રદેશની લાવાની ફળદ્રુપ જમીન કયા પ્રકારના પાક માટે અનુકૂળ છે?
A. ડાંગર
B. કપાસ
C. મકાઈ
D. ઘઉં
ઉત્તર:
B. કપાસ
પ્રશ્ન 35.
ભારતના કયા ઉચ્ચપ્રદેશમાંથી લોખંડ, મેંગેનીઝ, સોનું વગેરે કિંમતી ખનીજો મળે છે?
A. છોટાનાગપુરના ઉચ્ચપ્રદેશમાંથી
B. માળવાના ઉચ્ચપ્રદેશમાંથી
C. સૌરાષ્ટ્રના મધ્યભાગના ઉચ્ચપ્રદેશમાંથી
D. છોટાઉદેપુરના ઉચ્ચપ્રદેશમાંથી
ઉત્તર:
A. છોટાનાગપુરના ઉચ્ચપ્રદેશમાંથી
પ્રશ્ન 36.
ઉચ્ચપ્રદેશના ઢોળાવો શેના માટે ખૂબ મહત્ત્વના છે?
A. ખેતી માટે
B. જંગલસંપત્તિ માટે
C. પશુપાલન માટે
D. માનવવસવાટ માટે
ઉત્તર:
C. પશુપાલન માટે
પ્રશ્ન 37.
પૃથ્વીની ભૂગર્ભિક હિલચાલને કારણે સમુદ્રકિનારા નજીકનો ખંડીય છાજલીનો ભૂમિભાગ ઊંચકાય ત્યારે કયા પ્રકારનું મેદાન બને છે?
A. સંરચનાત્મક મેદાન
B. ઘસારણનું મેદાન
C. નિક્ષેપણનું મેદાન
D. પૂરનું મેદાન
ઉત્તર:
A. સંરચનાત્મક મેદાન
પ્રશ્ન 38.
ગંગા-યમુનાનું મેદાન ………………. પ્રકારનું મેદાન છે.
A. ઘસારણ
B. નિક્ષેપણ
C. સંરચનાત્મક
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
B. નિક્ષેપણ
પ્રશ્ન 39.
ઇટલીનું લોમ્બાર્ડનું મેદાન કયા પ્રકારનું મેદાન છે?
A. સંરચનાત્મક
B. નિક્ષેપણ
C. ઘસારણ
D. આપેલ પૈકી એક પણ નહિ
ઉત્તર:
B. નિક્ષેપણ
પ્રશ્ન 40.
ભારતમાં કશ્મીરનો ખીણપ્રદેશ કયા પ્રકારના મેદાનનું ઉદાહરણ છે?
A. કિનારાના મેદાનનું
B. ઘસારણના મેદાનનું
C. નિક્ષેપણના મેદાનનું
D. સરોવરના મેદાનનું
ઉત્તર:
D. સરોવરના મેદાનનું
પ્રશ્ન 41.
મણિપુર રાજ્યનો ખીણપ્રદેશ કયા પ્રકારના મેદાનનું ઉદાહરણ છે?
A. સરોવરના મેદાનનું
B. કિનારાના મેદાનનું
C. ઘસારણના મેદાનનું
D. નિક્ષેપણના મેદાનનું
ઉત્તર:
A. સરોવરના મેદાનનું
પ્રશ્ન 42.
પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ ………………………… કહેવાય છે.
A. ભૂશિર
B. સામુદ્રધુની
C. ખીણ
D. સંયોગીભૂમિ
ઉત્તર:
C. ખીણ
પ્રશ્ન 43.
બે વિશાળ જળવિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને શું કહે છે?
A. ભૂશિર
B. ટાપુ
C. સંયોગીભૂમિ
D. સામુદ્રધુની
ઉત્તર:
D. સામુદ્રધુની
પ્રશ્ન 44.
બે વિશાળ જળવિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને શું કહે છે?
A. સામુદ્રધુની
B. ખીણ
C. સંયોગીભૂમિ
D. ભૂશિર
ઉત્તર:
C. સંયોગીભૂમિ
પ્રશ્ન 45.
જે ભૂમિભાગની ત્રણ બાજુઓ સમુદ્રથી અને એક બાજુ જમીનવિસ્તારથી જોડાયેલ હોય તેને શું કહે છે?
A. સંયોગીભૂમિ
B. દ્વીપકલ્પ
C. સામુદ્રધુની
D. ભૂશિર
ઉત્તર:
દ્વીપકલ્પ
યોગ્ય શબ્દો કે અંકો વડે નીચેના વિધાનોની ખાલી જગ્યાઓ પૂરોઃ
1. પૃથ્વી સપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ, ઢોળાવ અને આકાર પ્રાપ્ત કરે ત્યારે તેને ………………………… કહે છે.
ઉત્તર:
ભૂમિસ્વરૂપ
2. ……………………… ને આધારે પર્વતોને ચાર વિભાગોમાં વહેંચવામાં આવે છે.
ઉત્તર:
નિર્માણક્રિયા
૩. પર્વતો સમુદ્રસપાટીથી લગભગ ………………………… મીટરથી વધુ ઊંચાઈ ધરાવે છે.
ઉત્તર:
900
4. ભારતનો હિમાલય ……………………. પ્રકારનો પર્વત છે.
ઉત્તર:
ગેડ
5. યુરોપનો આગ્સ ………………………. પ્રકારનો પર્વત છે.
ઉત્તર:
ગેડ
6. રૉકી પર્વત ……………………. અમેરિકામાં આવેલો છે.
ઉત્તર:
ઉત્તર
7. ઍન્ડીઝ પર્વત ………………………… પ્રકારનો પર્વત છે.
ઉત્તર:
ગેડ
8. જર્મનીનો ………………………. પર્વત ખંડ પર્વતનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
ઉત્તર:
હોર્ટ
9. ભારતનો વિંધ્ય પર્વત ………………………… પ્રકારનો પર્વત છે.
ઉત્તર:
ખંડ
10. ભારતનો નીલગિરિ …………………….. પ્રકારનો પર્વત છે.
ઉત્તરઃ
ખંડ
11. ઈટલીનો વિલુવિયસ પર્વત ……………………….. પર્વત છે.
ઉત્તર:
જ્વાળામુખી
12. ઇક્વેડોરનો કોટોપક્સી પર્વત …………………………… પર્વત છે.
ઉત્તર:
જ્વાળામુખી
13. ફ્યુજિયામાં જ્વાળામુખી ………………………. દેશમાં આવેલો છે.
ઉત્તર:
જાપાન
14. ભારતનો બેરન (અંદમાન) પર્વત …………………………. પ્રકારનો પર્વત છે.
ઉત્તર:
જ્વાળામુખી
15. ગુજરાતનો પાવાગઢ પર્વત ……………………….. પર્વત છે.
ઉત્તર:
જ્વાળામુખી
16. ભારતનો પારસનાથ પર્વત ………………………… પર્વત છે.
ઉત્તર:
અવશિષ્ટ
17. ભારતનો પૂર્વઘાટ ……………………… પર્વતનું ઉદાહરણ છે.
ઉત્તર:
અવશિષ્ટ
18. ભારતનો અરવલ્લી પર્વત …………………….. પર્વત છે.
ઉત્તર:
અવશિષ્ટ
19. પર્વતો …………………………. નું ઉદ્ગમસ્થાન છે.
ઉત્તર:
નદીઓ
20. પ્રવાસન ઉદ્યોગ, ચલચિત્ર ઉદ્યોગ અને આરોહકો માટે …………………………… આશીર્વાદરૂપ છે.
ઉત્તર:
પર્વતો
21. ભારતનો ગિરનાર પર્વત ………………………. પર્વતનું ઉદાહરણ છે.
ઉત્તર:
જ્વાળામુખી
22. વિશ્વની કુલ વસ્તીના ……………………….. ભાગની વસ્તીનું રહેઠાણ ………………………… છે.
ઉત્તર:
દસમા, પર્વતો
23. તિબેટનો ઉચ્ચપ્રદેશ ………………………. ઉચ્ચપ્રદેશ છે.
ઉત્તર:
આંતર-પર્વતીય
24. મોંગોલિયાનો ઉચ્ચપ્રદેશ ……………………….. ઉચ્ચપ્રદેશ છે.
ઉત્તર:
આંતર-પર્વતીય
25. દક્ષિણ અમેરિકાનો પૅટોગોનિયા ………………………… ઉચ્ચપ્રદેશનું ઉદાહરણ છે.
ઉત્તર:
પર્વત-પ્રાંતીય
26. પીડમોન્ટ પર્વત-પ્રાંતીય ઉચ્ચપ્રદેશ ………………………….. દેશમાં આવેલો છે.
ઉત્તર:
યુ.એસ.એ.
27. ભારતમાં માળવાનો ઉચ્ચપ્રદેશ ……………………….. ઉચ્ચપ્રદેશનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.
ઉત્તર:
પર્વત-પ્રાંતીય
28. ભારતમાં મહારાષ્ટ્રનો લાવાનો ઉચ્ચપ્રદેશ ………………………. ઉચ્ચપ્રદેશ છે.
ઉત્તર:
ખંડીય
29. બ્રાઝિલનો ઉચ્ચપ્રદેશ …………………………. ઉચ્ચપ્રદેશ છે.
ઉત્તર:
ખંડીય
30. અરબસ્તાનનો ઉચ્ચપ્રદેશ ……………………….. ઉચ્ચપ્રદેશ છે.
ઉત્તર:
ખંડીય
31. ગ્રીનલૅન્ડનો ઉચ્ચપ્રદેશ ………………………… ઉચ્ચપ્રદેશ છે.
ઉત્તર:
ખંડીય
32. ઍન્ટાર્કટિકાનો ઉચ્ચપ્રદેશ ……………………….. ઉચ્ચપ્રદેશ છે.
ઉત્તર:
ખંડીય
33. દુનિયાનાં મોટા ભાગનાં મેદાનો ……………………… દ્વારા લવાયેલ માટીમાંથી નિર્માણ પામ્યાં છે.
ઉત્તર:
નદીઓ
34. ઑસ્ટ્રેલિયાનું મધ્યનું મેદાન ……………………. પ્રકારનું મેદાન છે.
ઉત્તર:
સંરચનાત્મક
35. મેક્સિકોના અખાતના કિનારે ફેલાયેલ યુ.એસ.એ.ના દક્ષિણ-પૂર્વમાં આવેલ મેદાન ………………………. પ્રકારનું મેદાન છે.
ઉત્તર:
સંરચનાત્મક
36. ઘસારણ દ્વારા બનેલ મેદાનો ‘…………………………’ કહેવાય છે.
ઉત્તર:
પેની પ્લેઈન
37. ભારતમાં ગંગા-યમુનાનું મેદાન …………………….. પ્રકારનું મેદાન
ઉત્તર:
નિક્ષેપણ
38. ઇટલીમાં પૉ નદી દ્વારા …………………….. નું મેદાન કાંપના મેદાનનું વિશિષ્ટ ઉદાહરણ છે.
ઉત્તર:
લોમ્બાર્ડ
39. ભારતમાં કશ્મીરનો ખીણપ્રદેશ અને મણિપુરનો ખીણપ્રદેશ …………………………… મેદાનનાં ઉદાહરણો છે.
ઉત્તર:
સરોવર
40. સામાન્ય રીતે ગીચ વસ્તી ધરાવતાં શહેરો …………………….. ચાં આવેલાં છે.
ઉત્તર:
મેદાનો
41. સામાન્ય રીતે મહાસાગરના જળભાગનો આંશિક ભાગ એટલે ………………………….
ઉત્તર:
ઉપસાગર
42. પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ એટલે ……………………..
ઉત્તર:
ખીણ
43. બે વિશાળ જળવિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને …………………………….. કહે છે.
ઉત્તર:
સામુદ્રધુની
44. ભારત અને શ્રીલંકા વચ્ચે …………………………. ની સામુદ્રધુની આવેલી છે.
ઉત્તર:
પાલ્ક
45. બે વિશાળ જળવિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટી …………………………….. કહેવાય છે.
ઉત્તર:
સંયોગીભૂમિ
46. ઉત્તર અમેરિકા ખંડ અને દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચે …………………………….ની સંયોગીભૂમિ આવેલી છે.
ઉત્તર:
પનામા
47. જે ભૂમિભાગની ત્રણ બાજુ સમુદ્ર અને એક બાજુ જમીન વિસ્તારથી જોડાયેલ હોય તેને ………………………………. કહે છે.
ઉત્તરઃ
દ્વીપકલ્પ
નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો:
1. હિમાલય ગેડ પર્વત છે.
ઉત્તરઃ
ખરું
2. ઉત્તર અમેરિકામાં ઍન્ડીઝ પર્વત ગેડ પર્વત છે.
ઉત્તરઃ
ખોટું
3. ઉત્તર અમેરિકામાં રૉકી પર્વત ગેડ પર્વત છે.
ઉત્તરઃ
ખરું
4. ગેડ પર્વત હોસ્ટ પણ કહેવાય છે.
ઉત્તરઃ
ખોટું
5. ભારતમાં વિંધ્ય પર્વત ખંડ પર્વત છે.
ઉત્તરઃ
ખરું
6. ભારતનો સાતપુડા જ્વાળામુખી પર્વત છે.
ઉત્તરઃ
ખોટું
7. જ્વાળામુખી પર્વત શંકુ આકારનો હોય છે.
ઉત્તરઃ
ખરું
8. જાપાનનો ફ્યુજિયામાં જ્વાળામુખી પર્વત છે.
ઉત્તરઃ
ખરું
9. ભારતનો વિસુવિયસ પર્વત જ્વાળામુખી પર્વત છે.
ઉત્તરઃ
ખોટું
10. ભારતમાં પાવાગઢ અને અરવલ્લી પર્વતો જ્વાળામુખી પર્વતો છે.
ઉત્તર:
ખોટું
11. ગુજરાતનો ગિરનાર પર્વત જ્વાળામુખી પર્વત છે.
ઉત્તરઃ
ખરું
12. ભારતમાં અરવલ્લી પર્વત ખંડ પર્વત છે.
ઉત્તરઃ
ખોટું
13. ભારતમાં પૂર્વઘાટ પર્વત અવશિષ્ટ પર્વત છે.
ઉત્તરઃ
ખરું
14. તિબેટનો ઉચ્ચપ્રદેશ પર્વત-પ્રાંતીય ઉચ્ચપ્રદેશ છે.
ઉત્તરઃ
ખોટું
15. મોંગોલિયાનો ઉચ્ચપ્રદેશ આંતર-પર્વતીય ઉચ્ચપ્રદેશ છે.
ઉત્તરઃ
ખરું
16. દક્ષિણ અમેરિકામાં ઑટોગોનિયાનો ઉચ્ચપ્રદેશ ખંડીય ઉચ્ચપ્રદેશ છે.
ઉત્તરઃ
ખોટું
17. પીડમોન્ટ પર્વત-પ્રાંતીય ઉચ્ચપ્રદેશ યુ.એસ.એ.માં આવેલો છે.
ઉત્તરઃ
ખરું
18. ભારતમાં આવેલો માળવાનો ઉચ્ચપ્રદેશ પર્વત-પ્રાંતીય ઉચ્ચપ્રદેશ છે.
ઉત્તરઃ
ખરું
19. ભારતમાં તમિલનાડુનો લાવાનો ઉચ્ચપ્રદેશ ખંડીય ઉચ્ચપ્રદેશ છે.
ઉત્તરઃ
ખોટું
20. બ્રાઝિલનો ઉચ્ચપ્રદેશ ખંડીય ઉચ્ચપ્રદેશ છે.
ઉત્તરઃ
ખરું
21. ભારતમાં છોટાઉદેપુરના ઉચ્ચપ્રદેશમાંથી કિંમતી ખનીજો મળે છે.
ઉત્તર:
ખોટું
22. સંરચનાત્મક મેદાન મોટા ભાગે ભૂમિખંડના કિનારે જોવા મળે છે.
ઉત્તર:
ખરું
23. ઉત્તર કૅનેડા અને પશ્ચિમ સાઇબીરિયાનાં મેદાનો ઘસારણથી બનેલાં છે.
ઉત્તર:
ખરું
24. ઘસારણના મેદાનને નદીત કે કાંપનું મેદાન પણ કહેવામાં આવે છે.
ઉત્તર:
ખોટું
25. ભારતમાં ગંગા-યમુનાનું મેદાન કાંપનું મેદાન છે.
ઉત્તર:
ખરું
26. ઉત્તર ચીનમાં ક્વાંગહોનું મેદાન સંરચનાત્મક મેદાન છે.
ઉત્તર:
ખોટું
27. ભારતમાં કશ્મીરની ખીણપ્રદેશ સરોવરનું મેદાન છે.
ઉત્તર:
ખરું
28. કેટલીક ખેતપેદાશો વેપાર માટે કાચો માલ પૂરો પાડે છે.
ઉત્તર:
ખરું
29. ત્રણેય બાજુથી ભૂમિથી ઘેરાયેલ હોય તેવા જળવિસ્તારો અખાત કહેવાય છે.
ઉત્તર:
ખરું
30. બે વિશાળ જળવિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને સામુદ્રધુની કહે છે.
ઉત્તર:
ખરું
31. બે વિશાળ જળવિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને ભૂશિર કહે છે.
ઉત્તર:
ખોટું
બંધબેસતાં જોડકાં રચોઃ
1.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) હિમાલય | (1) જ્વાળામુખી પર્વત |
(2) સાતપુડા | (2) અવશિષ્ટ પર્વત |
(3) અરવલ્લી | (3) ઉચ્ચપ્રદેશ |
(4) પાવાગઢ | (4) ખંડ પર્વત |
(5) ગેડ પર્વત |
ઉત્તર:
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) હિમાલય | (5) ગેડ પર્વત |
(2) સાતપુડા | (4) ખંડ પર્વત |
(3) અરવલ્લી | (2) અવશિષ્ટ પર્વત |
(4) પાવાગઢ | (1) જ્વાળામુખી પર્વત |
2.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) આલ્સ | (1) ખંડ પર્વત |
(2) વિંધ્ય | (2) અવશિષ્ટ પર્વત |
(3) ફ્યુજિયામા | (3) ગેડ પર્વત |
(4) પારસનાથ | (4) આંતર-પર્વતીય ઉચ્ચપ્રદેશ |
(5) જ્વાળામુખી પર્વત |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) આલ્સ | (3) ગેડ પર્વત |
(2) વિંધ્ય | (1) ખંડ પર્વત |
(3) ફ્યુજિયામા | (5) જ્વાળામુખી પર્વત |
(4) પારસનાથ | (2) અવશિષ્ટ પર્વત |
3.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) રૉકી | (1) જ્વાળામુખી પર્વત |
(2) હોસ્ટ | (2) ગેડ પર્વત |
(3) ગિરનાર | (3) પર્વત-પ્રાંતીય ઉચ્ચપ્રદેશ |
(4) રાજમહલ | (4) ખંડ પર્વત |
(5) અવશિષ્ટ પર્વત |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) રૉકી | (2) ગેડ પર્વત |
(2) હોસ્ટ | (4) ખંડ પર્વત |
(3) ગિરનાર | (1) જ્વાળામુખી પર્વત |
(4) રાજમહલ | (5) અવશિષ્ટ પર્વત |
4.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) તિબેટનો ઉચ્ચપ્રદેશ | (1) સંયોગીભૂમિ |
(2) માળવાનો ઉચ્ચપ્રદેશ | (2) સામુદ્રધુની |
(૩) બ્રાઝિલનો ઉચ્ચપ્રદેશ | (૩) આંતર-પર્વતીય ઉચ્ચપ્રદેશ |
(4) પાલ્ક | (4) ખંડીય ઉચ્ચપ્રદેશ |
(5) પર્વત-પ્રાંતીય ઉચ્ચપ્રદેશ |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) તિબેટનો ઉચ્ચપ્રદેશ | (૩) આંતર-પર્વતીય ઉચ્ચપ્રદેશ |
(2) માળવાનો ઉચ્ચપ્રદેશ | (5) પર્વત-પ્રાંતીય ઉચ્ચપ્રદેશ |
(૩) બ્રાઝિલનો ઉચ્ચપ્રદેશ | (4) ખંડીય ઉચ્ચપ્રદેશ |
(4) પાલ્ક | (2) સામુદ્રધુની |
5.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) મોંગોલિયાનો ઉચ્ચપ્રદેશ | (1) ખંડીય ઉચ્ચપ્રદેશ |
(2) પેંટાગોનિયાનો ઉચ્ચપ્રદેશ | (2) આંતર-પર્વતીય ઉચ્ચપ્રદેશ |
(3) અરબસ્તાનનો ઉચ્ચપ્રદેશ | (3) સંયોગીભૂમિ |
(4) પનામા | (4) પર્વત-પ્રાંતીય ઉચ્ચપ્રદેશ |
(5) ભૂશિર |
ઉત્તરઃ
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
(1) મોંગોલિયાનો ઉચ્ચપ્રદેશ | (2) આંતર-પર્વતીય ઉચ્ચપ્રદેશ |
(2) પેંટાગોનિયાનો ઉચ્ચપ્રદેશ | (4) પર્વત-પ્રાંતીય ઉચ્ચપ્રદેશ |
(3) અરબસ્તાનનો ઉચ્ચપ્રદેશ | (1) ખંડીય ઉચ્ચપ્રદેશ |
(4) પનામા | (3) સંયોગીભૂમિ |
નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં આપો:
પ્રશ્ન 1.
ભૂમિ સ્વરૂપોના સર્જનમાં કયાં પરિબળો ફાળો આપે છે?
ઉત્તરઃ
ભૂમિસ્વરૂપોના સર્જનમાં ધરતીકંપ, જ્વાળામુખી, સુનામી જેવાં ભૂગર્ભનાં પરિબળો તેમજ નદી, પવન, હિમનદી, સમુદ્રના મોજાં જેવાં બાહ્ય પરિબળો ફાળો આપે છે.
પ્રશ્ન 2.
ભૂમિસ્વરૂપોને ઓળખવા માટેનાં મુખ્ય લક્ષણો કયાં કયાં છે?
ઉત્તરઃ
ભૂમિસ્વરૂપોને ઓળખવા માટેનાં ત્રણ મુખ્ય લક્ષણો છેઃ
- ચોક્કસ ઊંચાઈ,
- ઢોળાવ અને
- વિશિષ્ટ આકાર.
પ્રશ્ન 3.
ભૂમિ સ્વરૂપના મુખ્ય પ્રકારો કયા કયા છે?
ઉત્તર:
ભૂમિસ્વરૂપના ત્રણ મુખ્ય પ્રકારો છેઃ
- પર્વતો,
- ઉચ્ચપ્રદેશો અને
- મેદાનો.
પ્રશ્ન 4.
ગેડ પર્વત કોને કહે છે? દષ્ટાંત આપો.
ઉત્તર:
સમુદ્રના મોજાં જેવો આકાર અને વધુ ઊંચાઈ ધરાવતા પર્વતને ગેડ પર્વત કહે છે. દા. ત., ભારતનો હિમાલય, યુરોપનો આલ્સ, ઉત્તર અમેરિકાનો રૉકી અને દક્ષિણ અમેરિકાનો ઍન્ડીઝ વગેરે.
પ્રશ્ન 5.
જ્વાળામુખી પર્વત કોને કહે છે? દગંત આપો.
ઉત્તર:
જ્વાળામુખીનો પ્રસ્ફોટ થાય ત્યારે પૃથ્વીના પેટાળમાંથી માટી, રાખ, પથ્થર, ખડકોના ટુકડા વગેરે અતિશય ગરમ ભૂરસ (લાવારસ) બહાર ફેંકાય છે. એ બધા પદાર્થોથી શંકુ આકારના પર્વતની રચના થાય છે. તેને ‘જ્વાળામુખી પર્વત’ કહે છે. દા. ત., જાપાનનો ફ્યુજિયામા, ઈટલીનો વિસુવિયસ, ભારતનો બેરન, પાવાગઢ, ગિરનાર વગેરે.
પ્રશ્ન 6.
પર્વત-પ્રાંતીય ઉચ્ચપ્રદેશ કોને કહે છે? દષ્ટાંત આપો.
ઉત્તર:
કોઈ પર્વતની તળેટીના વિસ્તારમાં એક તરફ સીધો ઢાળ ધરાવતા પ્રદેશને ‘પર્વત-પ્રાંતીય ઉચ્ચપ્રદેશ’ કહે છે. દા. ત., દક્ષિણ અમેરિકાનો પેટાગોનિયા, ભારતનો માળવાનો ઉચ્ચપ્રદેશ.
પ્રશ્ન 7.
ખંડીય ઉચ્ચપ્રદેશ કોને કહે છે? દાંત આપો.
ઉત્તર:
ભૂગર્ભીય હિલચાલને કારણે એકાએક ઊંચા ઊપસી આવેલા ભૂમિભાગને ‘ખંડીય ઉચ્ચપ્રદેશ’ કહે છે. કેટલીક વાર પૃથ્વી સપાટી પર લાવાનાં સ્તરો ખૂબ ઊંચાઈએ જઈને ઠરવાથી પણ ખંડીય ઉચ્ચપ્રદેશ બને છે. દા. ત., અરબસ્તાનનો ઉચ્ચપ્રદેશ
પ્રશ્ન 8.
સંરચનાત્મક મેદાન (કિનારાનાં મેદાન) કોને કહે છે? દાંત આપો.
ઉત્તર:
પૃથ્વીની ભૂગર્ભિક હિલચાલને કારણે સમુદ્રકિનારા નજીકનો ખંડીય છાજલીનો ભૂમિભાગ ઊંચકાય છે ત્યારે બનતા મેદાનને ‘સંરચનાત્મક મેદાન’ કે કિનારાનાં મેદાન કહે છે. દા. ત., મેક્સિકોના અખાતના કિનારે ફેલાયેલ મેદાન.
પ્રશ્ન 9.
ઘસારણનું મેદાન કોને કહે છે? દગંત આપો.
ઉત્તરઃ
પર્વતો અને ઉચ્ચપ્રદેશો નદી, પવન, હિમનદી જેવાં પરિબળો દ્વારા ઘસાઈને બનતા મેદાનને ‘ઘસારણનું મેદાન’ કહે છે. આવું મેદાન સંપૂર્ણપણે સપાટ બનતું નથી. દા. ત., પશ્ચિમ સાઈબીરિયાનું મેદાન.
પ્રશ્ન 10.
નિક્ષેપણનું મેદાન કોને કહે છે? દષ્ઠત આપો.
ઉત્તરઃ
નદી, હિમનદી અને પવન જે સામગ્રી ઢસડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ લાવે છે તે અનુકૂળતા મળતાં સરોવર કે સમુદ્ર જેવા નીચા ભાગોમાં પથરાય છે. આ પ્રમાણે નિક્ષેપક્રિયાથી રચાયેલા મેદાનને ‘નિક્ષેપણનું મેદાન’ કહે છે. આવા મેદાનને નદીત’ કે ‘કાંપનું મેદાન’ પણ કહે છે. દા. ત., ભારતમાં ગંગા-યમુનાનું મેદાન.
પ્રશ્ન 11.
ઉપસાગર (Bay) એટલે શું? દગંત આપો.
ઉત્તર:
‘ઉપસાગર’ એટલે મહાસાગરના જળભાગનો આંશિક ભાગ. તે ફરતેની જમીનથી ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધારણ કરે છે. ભારતમાં બંગાળનો ઉપસાગર તેનું શ્રેષ્ઠ દષ્ટાંત છે.
પ્રશ્ન 12.
અખાત (Gulf) કોને કહે છે? દષ્ટાંત આપો.
ઉત્તરઃ
ત્રણેય બાજુથી ભૂમિથી ઘેરાયેલ હોય તેવા જળવિસ્તારને ‘અખાત’ કહે છે. દા. ત., ખંભાતનો અખાત અને કચ્છનો અખાત.
પ્રશ્ન 13.
ભૂશિર (Cape) એટલે શું? દષ્ટાંત આપો.
ઉત્તર:
‘ભૂશિર’ એટલે જળભાગમાં ફેલાયેલ ભૂમિનો લંબાત્મક છેડો. દા. ત., ભારતની કન્યાકુમારીની ભૂશિર અને આફ્રિકાની કૅપ ઑફ ગુડ હોપની ભૂશિર.
પ્રશ્ન 14.
ટાપુ (Island) કોને કહે છે? દષ્ટાંત આપો.
ઉત્તરઃ
ચારે બાજુથી જળવિસ્તારથી ઘેરાયેલ ભૂમિભાગને ‘ટાપુ’ કહે છે. દા. ત., લક્ષદ્વીપ અને અંદમાન અને નિકોબાર ટાપુઓ.
પ્રશ્ન 15.
ખીણ (valey) એટલે શું? દષ્ટાંત આપો.
ઉત્તર:
‘ખીણ’ એટલે પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ. ગેડ અને ખંડ પર્વતોની રચના વખતે તેમજ નદી તથા હિમનદીની ઘસારણક્રિયાને પરિણામે ખીણોની રચના થાય છે. દા. ત., ભારતમાં કમીરની ખીણ.
પ્રશ્ન 16.
સામુદ્રધુની (strait) કોને કહે છે? દષ્ટાંત આપો.
ઉત્તર:
બે વિશાળ જળવિસ્તારોને જોડતી સાંકડી જળપટ્ટીને સામુદ્રધુની’ કહે છે. દા. ત., ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી પાલ્કની સામુદ્રધુની. આ સામુદ્રધુની પૂર્વમાં બંગાળની ખાડીને પશ્ચિમે અરબ સાગરને જોડે છે.
પ્રશ્ન 17.
સંયોગભૂમિ Isthmus) કોને કહે છે? દાંત આપો.
ઉત્તર:
બે વિશાળ જળવિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપટ્ટીને ‘સંયોગીભૂમિ’ કહે છે. દા. ત., પનામા. તે ઉત્તર અમેરિકા ખંડ અને દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચે આવેલી છે.
પ્રશ્ન 18.
દ્વીપકલ્પ Peninsula) એટલે શું? દાંત આપો.
ઉત્તર:
જે ભૂમિભાગની ત્રણ બાજુ સમુદ્ર અને એક બાજુ જમીનવિસ્તારથી જોડાયેલ હોય તેને ‘દીપકલ્પ’ કહે છે. દા. ત., દક્ષિણ ભારત અને સૌરાષ્ટ્ર.
નીચેના પ્રશ્નોના ઉત્તર ત્રણ-ચાર વાક્યોમાં આપોઃ
પ્રશ્ન 1.
પર્વતો એકબીજાથી અલગ કેમ દેખાય છે?
ઉત્તર:
પૃથ્વીના પેટાળમાં ભૂકંપ અને જ્વાળામુખી જેવાં કુદરતી ભૌતિક બળોની ક્રિયા, પ્રતિક્રિયા અને આંતરક્રિયાથી પર્વતો બને છે. આમ, પર્વતોના ઉદ્ભવ અને વિકાસમાં એકથી વધુ ક્રિયાઓ તથા બળોની અસર જોવા મળે છે. તેથી પર્વતો તેનાં વિવિધ પાસાંઓના સંદર્ભમાં એકબીજાથી અલગ દેખાય છે.
પ્રશ્ન 2.
અવશિષ્ટ પર્વત (Residual Mountain) કોને કહે છે? દાંત આપો.
ઉત્તર:
અવશિષ્ટ એટલે બાકી રહેલો ભાગ. કેટલીક વાર ઘણી ઊંચાઈએ આવેલા સમથળ ભૂમિભાગ પર કુદરતી પરિબળોના ઘસારણ કાર્યથી લાંબે ગાળે ઊંડી ખીણો અને કોતરો રચાય છે. એ ખીણોની આસપાસનો નક્કર ખડકમાંથી બનેલ ભૂમિભાગ ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે તેને અવશિષ્ટ પર્વત’ કહે છે. દા. ત., ભારતમાં અરવલ્લી, પારસનાથ, રાજમહલ, પૂર્વઘાટ વગેરે.
પ્રશ્ન 3.
મેદાનની રચના કેવી રીતે થાય છે? સમજાવો.
ઉત્તર:
સમુદ્ર સપાટીથી આશરે 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ કે સપાટ ભૂમિભાગને ‘મેદાન’ કહેવામાં આવે છે. દુનિયાનાં મોટા ભાગનાં મેદાનો નદીઓએ પાથરેલી માટી અને કાંપમાંથી બન્યાં છે. આ ઉપરાંત, કેટલાંક મેદાનોની રચના પવન, જ્વાળામુખી અને હિમનદીઓ દ્વારા થાય છે.’
પ્રશ્ન 4.
ઉચ્ચપ્રદેશ એટલે શું? ઉચ્ચપ્રદેશના પ્રકારો જણાવો.
ઉત્તર:
સમુદ્રની સપાટીથી આશરે 180 મીટરથી વધુ પણ 900 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા અને ટોચ ઉપર પ્રમાણમાં ઉચ્ચપ્રદેશોનાં ભૌગોલિક સ્થાન અને રચના ઉપરથી તેમના મુખ્ય ત્રણ પ્રકારો પડે છેઃ
- આંતર-પર્વતીય ઉચ્ચપ્રદેશ,
- પર્વત-પ્રાંતીય ઉચ્ચપ્રદેશ અને
- ખંડીય ઉચ્ચપ્રદેશ.
નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર આપો:
પ્રશ્ન 1.
પર્વતોનું મહત્ત્વ જણાવો.
અથવા
ટૂંક નોંધ લખો પર્વતોનું મહત્ત્વ
ઉત્તર:
પર્વતોનું મહત્ત્વ આ પ્રમાણે છેઃ
- દેશની સરહદ પર આવેલા ઊંચા પર્વતો કુદરતી દીવાલ બનીને સરહદની સુરક્ષા કરે છે.
- પર્વતોના વિશિષ્ટ સ્થાનની આબોહવા પર નોંધપાત્ર અસર થાય છે. દા. ત., હિમાલય પર્વત શિયાળામાં ઉત્તર તરફથી ફૂંકાતા હિમ જેવા ઠંડા પવનોને અટકાવી ઉત્તર ભારતને અતિશય ઠંડી સામે રક્ષણ આપે છે.
- પર્વતો ભેજવાળા પવનોને આગળ વધતા અટકાવે છે અને વરસાદ લાવવામાં ઉપયોગી નીવડે છે.
- પર્વતો નદીઓનું ઉદ્ગમસ્થાન છે. નદીઓ દ્વારા ફળદ્રુપ મેદાનો રચાય છે.
- ભારે વરસાદવાળા ઊંચા હિમાચ્છાદિત પ્રદેશમાંથી બારેમાસ વહેતી નદીઓ સિંચાઈ, જળવિદ્યુત, મત્સ્યઉદ્યોગ અને વહાણવટા માટે ઉપયોગી બને છે.
- કેટલાક પર્વતોમાંથી અનેક પ્રકારનાં ખનીજો મળી આવે છે.
- પર્વતો જંગલસંપત્તિ અને પ્રાણીસંપત્તિના ભંડાર છે.
- પર્વતો ઉપર ઊંચાઈએ આવેલાં કેટલાંક સ્થળો હવાખાવાનાં સ્થળો તરીકે ઉપયોગી બને છે.
- પ્રવાસન ઉદ્યોગ, ચલચિત્ર ઉદ્યોગ અને પર્વતારોહકો માટે પર્વતો આશીર્વાદરૂપ છે.
- વિશ્વની કુલ વસ્તીના દસમા ભાગની વસ્તી માટે પર્વતો રહેઠાણનું સ્થાન છે.
પ્રશ્ન 2.
આંતર-પર્વતીય ઉચ્ચપ્રદેશ (Intermontane Plateau)
ઉત્તર:
ચારે બાજુથી ઊંચી પર્વતમાળાઓથી પૂર્ણ રીતે કે આંશિક રીતે ઘેરાયેલા ભૂ-ભાગને ‘આંતર-પર્વતીય ઉચ્ચપ્રદેશ’ કહેવામાં આવે છે. ભારતની ઉત્તરે તિબેટનો ઉચ્ચપ્રદેશ તથા મોંગોલિયાનો ઉચ્ચપ્રદેશ આ પ્રકારના છે.
દક્ષિણ અમેરિકામાં બોલિવિયાનો ઉચ્ચપ્રદેશ ઍન્ડીઝ પર્વતમાળાથી ઘેરાયેલો છે.
8. ભારતના નકશામાં નીચેનાં ભૂમિસ્વરૂપો યોગ્ય સ્થાને દર્શાવો:
(1) છોટાનાગપુરનો ઉચ્ચપ્રદેશ
(2) બંગાળાનો ઉપસાગર
(3) માળવાનો ઉચ્ચપ્રદેશ
(4) વિંધ્ય પર્વત
(5) ગિરનાર પર્વત
(6) નીલગિરિ પર્વત
(7) ખંભાતનો અખાત
(8) કચ્છનો અખાત
પ્રવૃત્તિ
નીચેના પર્વતોનું વર્ગીકરણ કરી આપેલ કોષ્ટકમાં લખો:
વિંધ્ય, સાતપુડા, ઍન્ડીઝ, પાવાગઢ, નીલગિરિ, કોટોપક્સી, રૉકી, ગિરનાર, હિમાલય, પૂર્વઘાટ, ફ્યુજિયામા, અરવલ્લી, બેરન, વિસુવિયસ, આમ્સ, હોસ્ટ
ઉત્તરઃ
HOTs પ્રણોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને તેનો ક્રમ-અક્ષર પ્રશ્નની સામે આપેલ માં લખો:
પ્રશ્ન 1.
ભારતમાં આવેલ કોરોમાંડલનો ઉચ્ચપ્રદેશ કયા પ્રકારનો ઉચ્ચપ્રદેશ છે?
A. પર્વત-પ્રાંતીય ઉચ્ચપ્રદેશ
B. ખંડીય ઉચ્ચપ્રદેશ
C. આંતર-પ્રાંતીય ઉચ્ચપ્રદેશ
D. કિનારાનો ઉચ્ચપ્રદેશ
ઉત્તરઃ
D. કિનારાનો ઉચ્ચપ્રદેશ
પ્રશ્ન 2.
ખંડીય ઉચ્ચપ્રદેશ કયો છે?
A. દક્ષિણ ભારતનો ઉચ્ચપ્રદેશ
B. પેટોગોનિયાનો ઉચ્ચપ્રદેશ
C. મોંગોલિયાનો ઉચ્ચપ્રદેશ
D. કોરોમાંડલનો ઉચ્ચપ્રદેશ
ઉત્તરઃ
A. દક્ષિણ ભારતનો ઉચ્ચપ્રદેશ
પ્રશ્ન 3.
નીચેના પૈકી કયો પર્વત શિયાળામાં ઉત્તર તરફથી ફૂંકાતા હિમ જેવા ઠંડા પવનોને રોકીને ઉત્તર ભારતને અતિશય ઠંડી સામે રક્ષણ આપે છે?
A. વિંધ્ય
B. પૂર્વઘાટ
C. હિમાલય
D. આગ્સ
ઉત્તરઃ
C. હિમાલય
પ્રશ્ન 4.
ભૂમધ્ય સમુદ્ર અને ઍટલૅન્ટિક મહાસાગરને કઈ સામુદ્રધુની જોડે છે?
A. મલાક્કાની
B. જિબ્રાલ્ટરની
C. પાલ્કની
D. બેરિંગની
ઉત્તરઃ
B. જિબ્રાલ્ટરની
પ્રશ્ન 5.
રણપ્રદેશમાં બીજના ચંદ્ર આકારના રેતીના સૂવાને શું કહે છે?
A. બારખના
B. યુવાલા
C. ડોલાઈન્સ
D. પંખાકાર મેદાન
ઉત્તરઃ
A. બારખના
પ્રશ્ન 6.
ચીનમાં વધુ જોવા મળતાં મેદાનોને શું કહે છે?
A. ડિફ્ટ પ્લેઇન
B. લોએસ
C. એની પ્લેઇન
D. ફિયૉર્ડ
ઉત્તરઃ
B. લોએસ
પ્રશ્ન 7.
નીચેનામાંથી કઈ બાબત પર્વત’ સાથે જોડાયેલ છે?
A. તેની ઊંચાઈ સમુદ્ર સપાટીથી આશરે 900 મીટરથી વધુ હોય છે.
B. તીવ્ર ઢોળાવ અને સાંકડાં શિખરો ધરાવે છે.
C. (A).
D. (A) અને (B)
ઉત્તરઃ
D. (A) અને (B)
પ્રશ્ન 8.
માનવવસાહતો અને વ્યાપાર વાણિજ્ય માટે વધુ અનુકૂળ ભૂમિસ્વરૂપ જણાવો.
A. પર્વત
B. ઉચ્ચપ્રદેશ
C. મેદાન
D. ટાપુ
ઉત્તરઃ
C. મેદાન
પ્રશ્ન 9.
હું ઠંડા પવનથી રક્ષણ અને ભેજવાળા પવનોને રોકી વરસાદ આપું છું.
A. મેદાન
B. વૃક્ષ
C. ઉચ્ચપ્રદેશ
D. પર્વત
ઉત્તરઃ
D. પર્વત
પ્રશ્ન 10.
નીચે આપેલા સ્થળોને લાગુ પડતા ભૂમિસ્વરૂપના ખાનામાં ગોઠવો:
તિબેટ અને મોંગોલિયા, ગંગા-યમુનાના કિનારાનો પ્રદેશ, વિધ્યાચલ, કચ્છ અને ખંભાતનો સામુદ્રિક ભાગ, બંગાળાની ખાડી, પાલ્કની, કેપ ઑફ ગુડ હોપ, અંદમાન-નિકોબાર
ભૂમિસ્વરૂપ | સ્થળો |
પર્વત | વિંધ્યાચલ |
ઉચ્ચપ્રદેશ | તિબેટ અને મોંગોલિયા |
મેદાન | ગંગા-યમુનાના કિનારાનો પ્રદેશ |
ઉપસાગર | બંગાળની ખાડી |
અખાત | કચ્છ અને ખંભાતનો સામુદ્રિક ભાગ |
ભૂશિર | કૅપ ઑફ ગુડ હોપ |
ટાપુ | અંદમાન-નિકોબાર |
સામુદ્રધુની | પાલ્કની |
ઉત્તરઃ
પ્રશ્નમાં ઉત્તરો આપ્યા છે.