Class 10 Gujarati Lekhan Kaushalya અર્થવિસ્તાર (વિચારવિસ્તાર)

Gujarat Board GSEB Class 10 Gujarati Textbook Solutions Std 10 Gujarati Lekhan Kaushalya Arthvistar vichar vistar અર્થવિસ્તાર (વિચારવિસ્તાર) Questions and Answers, Notes Pdf.

Std 10 Gujarati Lekhan Kaushalya Arthvistar vichar vistar

Std 10 Gujarati Lekhan Kaushalya Arthvistar vichar vistar Questions and Answers

અર્થવિસ્તાર કરતી વખતે ધ્યાનમાં રાખવા જેવી બાબતોઃ

અર્થવિસ્તાર સામાન્ય રીતે ત્રણ વિભાગમાં કરવામાં આવે છે:

શરૂઆત : પહેલા ફકરામાં મુખ્ય વિચાર (રહસ્ય, મર્મ કે ધ્વનિ) એક-બે પંક્તિઓમાં દર્શાવવો જોઈએ.

મધ્યઃ આ ભાગમાં વિધાનનું સ્પષ્ટીકરણ કરવું જોઈએ.

Class 10 Gujarati Lekhan Kaushalya અર્થવિસ્તાર (વિચારવિસ્તાર)

રૂપક, સરખામણી, વિવાદાસ્પદ વિચાર વગેરેવાળાં વિધાનો હોય ત્યારે મધ્ય ભાગમાં બે ફકરા પાડવા ઉચિત ગણાય. નિશ્ચયાત્મક અભિપ્રાય હોય તો એક જ ફકરો પાડવો.

અંતઃ છેલ્લા ફકરામાં વિધાનનું તાત્પર્ય લખવું અર્થાત્ તેના પરથી ફલિત થતો અર્થ લખવો જોઈએ.

અર્થવિસ્તારમાં બધા ફકરા એકબીજા સાથે જોડાયેલા હોવા જોઈએ. ફકરામાં આવેલાં વાક્યો પરસ્પર સુસંકલિત હોવાં જોઈએ. વિચારો સ્પષ્ટ અને તર્કબદ્ધ હોવા જોઈએ. એક જ વસ્તુ ફરી ફરીને કે ફેરવી ફેરવીને ન કહેવી જોઈએ.

અર્થવિસ્તારની ભાષા શુદ્ધ હોવી જોઈએ. વાક્યો ટૂંકાં અને સ્પષ્ટ હોવાં જોઈએ. સરળ અને સાહિત્યિક શબ્દોનો પ્રયોગ કરવો જોઈએ. યોગ્ય સ્થળે રૂઢિપ્રયોગો વાપરવા જોઈએ. વિરામચિહ્નો અને જોડણી પ્રત્યે પૂરતું ધ્યાન આપવું જોઈએ.

અર્થવિસ્તાર કર્યા પછી તેને એક વાર ધ્યાનપૂર્વક વાંચી જવો જોઈએ.

નીચે આપેલી પ્રત્યેક પંક્તિનો આશરે પંદર વાક્યોમાં અર્થવિસ્તાર કરોઃ

प्रश्न 1.
આવ નહીં, આદર નહીં, નહીં નયનોમાં નેહ, તે ઘર કદી ન જઈએ, કંચન વરસે મેહ.
ઉત્તરઃ
આ પંક્તિઓમાં કવિ કહે છે કે જેઓ આપણને આવકાર આપે નહિ, આદર આપે નહિ અને તેમની આંખોમાં આપણા માટે પ્રેમ ન હોય તેમને ઘેર સોનાનો વરસાદ વરસતો હોય તો પણ આપણે ન જવું જોઈએ.

દરેક મનુષ્યને પોતાનું સ્વમાન વહાલું હોવું જોઈએ. કોઈ શ્રીમંત વ્યક્તિને ઘેર જવામાં આપણું સ્વમાન જળવાતું ન હોય તો આપણે તેને ઘેર ન જવું જોઈએ. પ્રેમ વગરનાં પકવાન કરતાં સ્નેહના સૂકા રોટલામાં વધારે મીઠાશ રહેલી છે.

ભગવાન શ્રીકૃષ્ણ દુર્યોધનના મહેલના એવામીઠાઈ આરોગવાનું ટાળીને વિદુરના ઘેર જઈને ત્યાં ભાજી ખાવાનું પસંદ કર્યું હતું.

આપણું સ્વમાન સાચવવા માટે આપણે જે કંઈ નુકસાન વેઠવું પડે તે વેઠવું જોઈએ, પણ સ્વમાનને ભોગે મળનારા મોટામાં મોટા માણસના આતિથ્યને સ્વીકારવું જોઈએ નહિ. આપણે આપણું સ્વમાન જાળવીએ તેમજ અન્યોના સ્વમાન પ્રત્યે પણ સભાન રહીએ.

Class 10 Gujarati Lekhan Kaushalya અર્થવિસ્તાર (વિચારવિસ્તાર)

प्रश्न 2.
કડવા હોય લીમડા, પણ શીતળ તેની છાંય,
બાંધવ હોય અબોલડા, તોય પોતાની બાંય.
ઉત્તરઃ
પ્રસ્તુત પંક્તિઓમાં કવિ કહે છે કે લીમડો સ્વાદમાં કડવો હોય છે, પરંતુ તેનો છાંયડો શીતળ હોય છે. ઉનાળામાં વટેમાર્ગુઓ લીમડાની છાયામાં અદ્ભુત શીતળતાનો અનુભવ કરે છે.

તેવી જ રીતે આપણા ભાઈભાંડુ આપણી સાથે અબોલા રાખે તોપણ આપણે સંક્ટમાં હોઈએ ત્યારે તેઓ આપણને મદદ કરવા માટે અચૂક દોડી આવે છે, કારણ કે તેઓ આખરે તો આપણા જ છે.

બીજા લોકો આપણો તમાશો જોઈને રાજી થાય છે, જ્યારે ભાઈને આપણું દુઃખ જોઈને દુઃખ થાય છે. તેથી તે સાચી લાગણીથી પ્રેરાઈને મદદે દોડી આવે છે.

બીજું, આપણાં માબાપ, વડીલો અને ગુરુજનો આપણને ઠપકો આપે ત્યારે આપણે માઠું ન લગાડવું જોઈએ, કારણ કે તેઓને આપણા પ્રત્યે જેવી લાગણી હોય છે તેવી લાગણી અન્ય વ્યક્તિઓને હોતી નથી. તેમનાં કડવાં વેણમાં આપણું હિત જ સમાયેલું હોય છે.

કહેવત પણ છે કે, કડવી દવા મા જ પાય. કડવા કારેલાંના ગુણ ન હોય કડવા કડવાં વચન ન હોય કડવાં હો જી.

प्रश्न 3.
ઊંચીનીચી ફર્યા કરે, જીવનની ઘટમાળ.
ભરતી તેની ઓટ છે, ઓટ પછી જુવાળ.
ઉત્તરઃ
આ પંક્તિઓમાં કવિ આપણને પરિવર્તનશીલ સમયનું એક સત્ય સમજાવે છે.

જીવનની ઘટમાળ ઊંચીનીચી ફર્યા જ કરે છે. જીવનરૂપી સાગરમાં ક્યારેક સુખરૂપી ભરતી આવે છે તો ક્યારેક દુઃખરૂપી ઓટ પણ આવે છે. જેમ સાગરમાં ભરતી પછી ઓટ નિશ્ચિતપણે આવે છે તેમ આપણા જીવનમાં પણ સુખ પછી દુઃખ ચોક્કસપણે આવે છે.

આમ, આપણું જીવન પણ સુખદુઃખથી ભરેલું છે. મીરાંબાઈ કહે છે તેમ કોઈ દિવસ ખાવાને શીરો ને પૂરી મળે તો કોઈ દિવસ ભૂખ્યાં પણ રહેવું પડે. રાતદિવસ, તડકો છાંયડો, અમાસપૂનમની જેમ સુખદુઃખ એ માનવજીવનનો નિશ્ચિત ક્રમ છે.

સુખ અને દુઃખ કંઈ કાયમ ટકતાં નથી. તેથી આપણે સુખમાં છકી ન જવું અને દુઃખમાં હિંમત ન હારવી. બંને પરિસ્થિતિમાં આપણે સમાન વ્યવહાર કરવો જોઈએ એ જ આ પંક્તિઓનો સાર છે.

Class 10 Gujarati Lekhan Kaushalya અર્થવિસ્તાર (વિચારવિસ્તાર)

प्रश्न 4.
કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો;
અડગ મનના મુસાફરને હિમાલય પણ નથી નડતો.
ઉત્તરઃ
આ પંક્તિઓમાં કવિએ આપણને દઢ મનોબળનું મહત્ત્વ સમજાવ્યું છે.

કવિ કહે છે કે, જેના પગ પહેલેથી જ ઢીલા હોય છે અને જેનું મન ઢચુપચુ હોય છે, તેને મંજિલે પહોંચવાનો રસ્તો જડતો નથી. તે રસ્તામાં જ અટવાયા કરે છે અને ભાંગી પડે છે.

પરંતુ જેનું મન દઢ હોય છે, જે મંજિલે જવા માટે બરાબર કમર કસી લે છે, તેની ગતિને હિમાલય પણ અટકાવી શકતો નથી; તેના રસ્તામાં આવતી ગમે તેવી આફતો પણ તેને મૂંઝવી શકતી નથી.

“મન હોય તો માળવે જવાય’, “રોતો જાય એ મૂઆના સમાચાર લાવે” જેવી કહેવતો પણ પ્રસ્તુત પંક્તિઓના હાર્દને સમર્થન આપે છે. જે થવાનું હોય તે થાય, એવી ખુમારીથી જીવનારો મનુષ્ય જ તેના જીવનમાં ઇચ્છિત પ્રગતિ સાધી શકે છે. આવી વ્યક્તિ ખુમારીપૂર્વક કહેશે કે –

અમને નાખો જિંદગીની આગમાં,
આગને પણ ફેરવીશું બાગમાં.”

આપણે પણ દઢ મનોબળ કેળવીને જિંદગીના રાહ પર આગળ વધતા રહેવું જોઈએ. અગવડો અને અડચણોથી આપણે જરાય ચલિત ન થઈએ.

प्रश्न 5.
ત્રણ વાનાં મુજને મળ્યાં હૈયું, મસ્તક ને હાથ,
બહુ દઈ દીધું નાથ ! જા, ચોથું નથી માગવું.
ઉત્તર :
પ્રસ્તુત પંક્તિઓ મનુષ્યની મર્દાનગી દર્શાવે છે. એમાં સંતોષી માનવીની ભાવના પ્રગટ થઈ છે. ઈશ્વરે મનુષ્યને મુખ્ય ત્રણ અંગ – હૃદય, મસ્તક અને હાથ આપ્યાં છે. માનવીને ખુમારીપૂર્વક જીવન જીવવા માટે આ અંગો પર્યાપ્ત છે. આથી વિશેષ કાંઈ પણ પ્રભુ પાસે માગવાની જરૂર રહેતી નથી.

ઈશ્વરે માનવીને સંવેદનશીલ હૈયું આપ્યું, મસ્તક (મગજ – બુદ્ધિ) આપ્યું અને મનના સકારાત્મક વિચારોને અમલમાં મૂકવા માટે મજબૂત હાથ આપ્યા. હૈયામાં લાગણી, પ્રેમ અને કામ કરવાની લગન હોય, મસ્તકમાં સકારાત્મક વિચારો આવતા હોય અને હાથ દ્વારા પરિશ્રમ કરવાની વૃત્તિ હોય તો માનવી દુનિયામાં કોઈ પણ કામ આત્મવિશ્વાસ અને દઢ નિષ્ઠથી પાર પાડી શકે છે.

ભગવાને આ ત્રણ અંગો આપીને જાણે દુનિયાનું સુખ ખોબે ખોબે આપી દીધું છે. આ પંક્તિમાં એનો પરમ સંતોષ પ્રગટ કર્યો છે. આથી ખુમારીપૂર્વક કહે છે, જા, ચોથું નથી માગવું.

Class 10 Gujarati Lekhan Kaushalya અર્થવિસ્તાર (વિચારવિસ્તાર)

प्रश्न 6.
ઝેરનું અમૃત બનાવી દઉં પરંતુ મુજ કને,
પ્રીત મીરાંની નથી, નરસિંહનું કીર્તન નથી.
ઉત્તર :
પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ મીરાની પ્રીત અને નરસિંહના કીર્તનમાં રહેલી પ્રેમલક્ષણાભક્તિનો મહિમા ગાયો છે તથા પોતાની પાસે એવી ભક્તિ નથી એનો સ્વીકાર કર્યો છે.

કવિ કહે છે કે આપણે પણ ઝેરનું અમૃત બનાવી શકીએ; પરંતુ : તેને માટે આપણી પાસે મીરાંના જેવી અનન્ય પ્રીતિ અને નરસિંહના જેવી અસાધારણ ભક્તિ હોવી જોઈએ. મીરાં શ્રીકૃષ્ણના પ્રેમમાં દીવાની હતી.

તેની પ્રેમભક્તિથી વશ થઈને ગિરિધર ગોપાલે મીરાંને આપવામાં આવેલા ઝેરને અમૃત બનાવી દીધું હતું. નરસિંહ મહેતાના કીર્તનમાં પણ એવી જ અસાધારણ પ્રેમલક્ષણાભક્તિ હતી. તેમણે કીર્તન દ્વારા ઈશ્વરની કૃપા પ્રાપ્ત કરી હતી.

તેથી તેમના અનેક કામોમાં કૃષ્ણ તેમને મદદ કરી હતી. ભગવાન ભક્તવત્સલ છે. ભક્તની ભક્તિથી પ્રસન્ન થઈ ભગવાન તેને હાજરાહજૂર રહે છે.

આમ, પ્રભુને પામવા માટે પ્રેમભક્તિનો માર્ગ કવિને શ્રેષ્ઠ જણાયો છે.

प्रश्न 7.
જીવે જે કોઈ સ્વપ્નવિણ, તે જિંદગી જિંદગી ના;
પ્રેરે કાર્યો નહિ, ન બલ દે, સોણલાં સોણલાં ના.
ઉત્તર :
પ્રસ્તુત પંક્તિઓમાં કવિ કહે છે કે જે વ્યક્તિ ભાવિનાં – મધુર સ્વપ્નો જોતો નથી તેની જિંદગી નકામી છે. વળી, જે સ્વપ્નો વ્યક્તિને કોઈ નોંધપાત્ર કાર્ય કરવાનું બળ અને પ્રેરણા ન આપે તે સ્વપ્નો સ્વપ્નો જ ન કહેવાય.

ધ્યેયપૂર્ણ મધુર સ્વપ્નો સેવવામાં આપણને અનેરો આનંદ આવે છે. કવિઓ, લેખકો, વિજ્ઞાનીઓ, યુવાનો વગેરે ભાવિનાં મધુર સ્વપ્નો સેવીને જ પોતાના જીવનમાં ઉલ્લાસ રેડે છે. કેવળ સ્વપ્નદ્રષ્ટા બની રહેવાથી આપણું જીવન સફળ થતું નથી.

પરંતુ એ સ્વપ્નો મનુષ્યને પ્રચંડ પુરુષાર્થ કરવાની પ્રેરણા પણ આપતાં હોવાં જોઈએ અને એ સ્વપ્ન સાકાર કરવા માટે મનુષ્ય સખત પરિશ્રમ પણ કરવો જોઈએ.

આપણે મધુર જીવન માટે સ્વપ્નો સેવીએ અને તેને સાકાર કરવા માટે સખત પરિશ્રમ પણ કરીએ એવું કવિ ઈચ્છે છે.

Class 10 Gujarati Lekhan Kaushalya અર્થવિસ્તાર (વિચારવિસ્તાર)

प्रश्न 8.
નગુણે વાસ ન રાખીએ, સગુણાની પત જાય;
ચંદન પડિયું ચોકમાં, ઈંધણ મૂલ વેચાય.
ઉત્તરઃ
આ પંક્તિઓમાં કવિ કહે છે કે જેને ગુણની કિંમત ન હોય અર્થાત્ જેને ગુણ પારખતાં આવડતું ન હોય તેનો સંગ કરવો ન જોઈએ. તેનાથી આપણી કિંમત ઘટી જાય છે.

કવિ કહે છે કે ચોકમાં પડી રહેલું ચંદનનું લાકડું પણ ઈંધણના લાકડા જેટલી જ કદર પામે છે, કારણ કે તે સામાન્ય લાકડાં સાથે પડેલું હોય ત્યારે લોકો તેને ઈંધણને લાયક લાકડું સમજી લે છે. એ જ પ્રમાણે અજ્ઞાની લોકોના હાથમાં હીરામોતી આવી પડે તો તેઓ એની કિંમત કાંકરા જેટલી જ આંકે છે.

જે વ્યક્તિને યોગ્ય માણસની કદર કરતાં આવડતું ન હોય, એવી વ્યક્તિથી હંમેશાં દૂર જ રહેવું જોઈએ. આવા માણસોનો સંગ કરવાથી યોગ્ય માણસનું પણ અવમૂલ્યન થાય છે.

માણસે કદરહીન વ્યક્તિઓથી સો ગજ છેટે રહેવું જોઈએ અને પોતાના સન્માનનું જતન કરવું જોઈએ.

प्रश्न 9.
પૈસા ને વળી પદવીનો, વિશેષ શો વિશ્વાસ;
રાવણ કેરી સિદ્ધિ પણ, પળમાં પાણી નાશ.
ઉત્તરઃ
પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ પૈસા અને પદવીના મદમાં રાચતા લોકોને ચેતવણી આપતાં કહ્યું છે કે પૈસા અને પદવી વિશ્વાસપાત્ર નથી, તે આજે આપણી પાસે હોય પણ કાલે કદાચ ન પણ હોય.

કવિએ આ વાતના સમર્થનમાં રાવણનું સચોટ ઉદાહરણ આપ્યું છે. રાવણ લંકાનો રાજા હતો. કહેવાય છે કે તેની નગરી લંકા સોનાની બનેલી હતી. આમ છતાં, અભિમાનમાં રાચતા રાવણનો અને તેની સોનાની નગરી લંકાનો નાશ થતાં વાર લાગી નહિ. તેની કીર્તિ પણ ધૂળમાં રોળાઈ ગઈ.

સંજોગો બદલાય ત્યારે કરોડપતિ માણસને પણ રોડપતિ થઈ જવામાં વાર લાગતી નથી. ઉચ્ચ સ્થાન ભોગવતી વ્યક્તિને પણ સંજોગો બદલાતાં પદ છોડવાની નોબત આવે છે.

મનુષ્ય પૈસો અને પદવી મળતાં અભિમાની થવું ન જોઈએ. આ બંને સુખને વિવેકથી ભોગવવાં જોઈએ.

Class 10 Gujarati Lekhan Kaushalya અર્થવિસ્તાર (વિચારવિસ્તાર)

प्रश्न 10.
સોબત કરતાં શ્વાનની બે બાજુનું દુઃખ,
ખીજ્યું કરડે પિંડીએ રીયું ચાટે મુખ.
ઉત્તર :
પ્રસ્તુત પંક્તિઓમાં શ્વાનના ઉદાહરણ દ્વારા કવિએ હલકા માણસોનો સંગ ન કરવાની આપણને શિખામણ આપી છે.

કૂતરાનો સંગ કરવાથી આપણે બે પ્રકારનું દુઃખ ભોગવવું પડે છે. જો તે ખિજાય તો આપણા પગે બચકું ભરી લે છે અને જો તે આપણા પર ખુશ થાય તો તે આપણું મોં ચાટવા લાગે છે. એ જ પ્રમાણે હલકા માણસોનો સંગ પણ નુકસાનકારક જ નીવડે છે.

તે રાજી હોય ત્યારે આપણી ખોટી ખુશામત કરી આપણો ગેરલાભ ઉઠાવે છે. પણ જો કોઈ કારણસર તેમની સાથેના આપણા સંબંધો તૂટી જાય, તો તેઓ આપણા પર ગુસ્સે થઈ બદલાની ભાવના રાખીને આપણને નુકસાન પહોંચાડે છે.

તેઓ આપણી ખાનગી વાતો જાહેર કરી દેતાં પણ અચકાતા નથી. એટલે જ કહેવાય છે કે, “મુર્ખ મિત્ર કરતાં ડાહ્યો દુશ્મન સારો.’ અર્થાત્ નાાન વશ હોતી હૈં ગાન વ નવતર આપણે ખરાબ સ્વભાવવાળા માણસોનો સંગ ક્યારેય ન કરવો જોઈએ.

प्रश्न 11.
ઊગે કમળ પંકમાં તદપિ દેવ શિરે ચડે,
નહિ કુળથી કિન્તુ મૂલ્ય મૂલવાય ગુણો વડે.
ઉત્તરઃ
પ્રસ્તુત પંક્તિઓ કવિએ કમળનું ઉદાહરણ આપતાં કહ્યું છે કે કમળ ભલે કાદવમાં ઊગતું હોય પણ એ દેવને ચડાવાય છે. એ જ પ્રમાણે કોઈ પણ વ્યક્તિનું મૂલ્યાંકન તે કયા કુળમાં કે વંશમાં જન્મી છે તેના આધારે નહિ, પરંતુ તેનામાં રહેલા ગુણોને આધારે જ કરવું જોઈએ.

કમળ કાદવમાં ઊગે છે પરંતુ તેનામાં રહેલી સુવાસ અને તેનું સૌંદર્ય તેને ઉચ્ચ સ્થાને લઈ જાય છે. તેને મંદિરમાં બિરાજેલા દેવને શિરે ચડાવી ઊંચું સ્થાન આપવામાં આવે છે. એ જ રીતે મનુષ્ય તેનામાં રહેલા સદ્ગણો વડે જ સમાજમાં ઉચ્ચ સ્થાને બિરાજી શકે છે.

ડૉ. બાબાસાહેબ આંબેડકર એનું જ્વલંત ઉદાહરણ છે. મનુષ્યનો જન્મ કેવા કુળમાં થવો તે તેના હાથની વાત નથી, પરંતુ સારા ગુણો કેળવવા તે મનુષ્યના હાથની વાત છે.

તે વિદ્યાભ્યાસથી અને સારા ગુણો કેળવીને સમાજમાં મોભાનું સ્થાન પ્રાપ્ત કરી શકે છે અને અનેક લોકો માટે આદરણીય બની શકે છે. આવા જ અર્થનો એક દુહો જાણીતો છે:

“जाति न पूछीए साधु की पूछ लीजिये ज्ञान,
मोल करो तलवार का, पडा रहन दो म्यान।”

આમ, આપણે કોઈ પણ વ્યક્તિના કુળને મહત્ત્વ ન આપતાં તેનામાં રહેલા સદ્ગણોને જ મહત્ત્વ આપીએ. આપણે પોતે પણ સારા ગુણો કેળવીએ.

Class 10 Gujarati Lekhan Kaushalya અર્થવિસ્તાર (વિચારવિસ્તાર)

प्रश्न 12.
સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી,
ચણાયેલી ઈમારત એના નકશામાં નથી હોતી.
ઉત્તર :
પ્રસ્તુત પંક્તિઓમાં કવિએ પ્રારબ્ધને ભરોસે બેસી રહેનારને પુરુષાર્થનો મહિમા સમજાવવાનો સચોટ પ્રયત્ન કર્યો છે.

જિંદગીની સફળતા કેવળ માનવીની હસ્તરેખાઓમાં હોતી નથી. હસ્તરેખાઓ ઉકેલવા માત્રથી ઉન્નતિ અને સિદ્ધિ પ્રાપ્ત થતાં નથી. તે માટેનું ઉદાહરણ આપતાં તે જણાવે છે કે ઇમારતની ડિઝાઇન એના નકશામાં હોય છે; ચણાયેલી ઇમારત તો એણે કરેલી મહેનતનું પરિણામ છે.

એ જ રીતે હસ્તરેખાઓ – ભાગ્ય – ગમે તેટલી બળવાન હોય, પરંતુ તેને સાકાર કરવા માટે પુરુષાર્થ કરવો જ પડે. પુરુષાર્થ જ પારસમણિ’ છે. “૩ામેન હિ ક્ષિત્તિ પણ ન મનોરર્થઃ’ માત્ર ઇચ્છાઓ કરવાથી નહિ, ઉદ્યમ કરવાથી જ કાર્યો સિદ્ધ થાય છે.

આપણે ભાગ્યને ભરોસે જ બેસી ન રહેતાં સફળ થવા સખત પુરુષાર્થ કરવો જોઈએ.

प्रश्न 13.
કે હીન જન્મે નવ હીન માનવ;
કે હીન કર્મે કરી હીન માનવ.
ઉત્તરઃ
માણસ હીન એટલે કે નીચા કુળમાં જન્મે તેથી તે હીન કે ખરાબ ગણાવો ન જોઈએ; પરંતુ માણસ કુકર્મ કરે તો એનાથી તે હીન ગણાવો જોઈએ – એમ કહીને કવિએ દબાયેલા, કચડાયેલા અને શોષિત વર્ગની લાગણીને વાચા આપી છે. આ પંક્તિઓમાં ગાંધીવાદી વિચારસરણી જોવા મળે છે.

આપણા દેશમાં શબરી, કર્ણ, એકલવ્ય, બાબાસાહેબ આંબેડકર જેવા અનેક મહાપુરુષો થઈ ગયા. તેઓ ઉચ્ચ કુળમાં જન્મ્યા નહોતા, આમ છતાં તેઓ મહાન ગણાય છે. શબરી રામની પરમ ભક્ત તરીકે અમર બની ગઈ. કર્ણને આજે સૌ શૂરવીર બાણાવળી અને દાનવીર તરીકે ઓળખે છે.

એકલવ્યને ભલે ગુરુએ પ્રત્યક્ષ જ્ઞાન ન આપ્યું, પણ ગુરુની પ્રતિમા બનાવી, તેમને નજર સામે રાખી તે બાણવિદ્યા શીખ્યો અને ઉત્તમ બાણાવળી તરીકે પંકાયો.

Class 10 Gujarati Lekhan Kaushalya અર્થવિસ્તાર (વિચારવિસ્તાર)

બાબાસાહેબ આંબેડકર પણ તેમની અદ્વિતીય પ્રતિભાથી ભારતનું રાજ્યબંધારણ ઘડીને “ભારતના રાજ્યબંધારણના ઘડવૈયા’ તરીકે પ્રતિષ્ઠા પામ્યા. આવા અનેક મહાપુરુષો થઈ ગયા, જેઓ જન્મથી નહિ, પણ તેમનાં કમથી પ્રતિષ્ઠિત થયા છે. આજે એમને સો આદરથી યાદ કરે છે.

Leave a Comment

Your email address will not be published.