Class 10 Gujarati Textbook Solutions Chapter 11 શિકારીને (First Language)

Gujarat Board GSEB Class 10 Gujarati Textbook Solutions First Language Chapter 11 શિકારીને Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 10 Gujarati Textbook Solutions Chapter 11 શિકારીને (First Language)

Class 10 Gujarati Textbook Solutions Chapter 11 શિકારીને Textbook Questions and Answers

શિકારીને સ્વાધ્યાય

1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરા (✓) ની નિશાની કરો :

પ્રશ્ન 1.
પંખીને પામવા કવિ શું કરવાનું કહે છે?
(A) પંખીનો શિકાર કરવાનું
(B) તીર ચલાવવાનું
(C) માળો બનાવવાનું
(D) પંખીનાં ગીતને સાંભળવાનું
ઉત્તરઃ
(A) પંખીનો શિકાર કરવાનું
(B) તીર ચલાવવાનું
(C) માળો બનાવવાનું
(D) પંખીનાં ગીતને સાંભળવાનું

Class 10 Gujarati Textbook Solutions Chapter 11 શિકારીને (First Language)

પ્રશ્ન 2.
કવિ નીચેનામાંથી કયો સંદેશો આપે છે?
(A) સંહાર કરવાનું રહેવા દે.
(B) તું ક્રૂર બન.
(C) તારે સુંદર બનવાની જરૂર નથી.
(D) પ્રકૃતિનો તું નાશ કર.
ઉત્તરઃ
(A) સંહાર કરવાનું રહેવા દે.
(B) તું ક્રૂર બન.
(C) તારે સુંદર બનવાની જરૂર નથી.
(D) પ્રકૃતિનો તું નાશ કર.

2. નીચેના પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર આપો :

પ્રશ્ન 1.
કવિની દૃષ્ટિએ પક્ષી ક્યાં મળશે?
ઉત્તર :
કવિની દષ્ટિએ પક્ષી એનાં મધુર ગીતમાં મળશે.

પ્રશ્ન 2.
શું કરવાથી પક્ષીનું માત્ર સ્થૂળ શરીર જ મળે છે?
ઉત્તર :
શિકાર કરવાથી પક્ષીનું માત્ર સ્થૂળ શરીર જ મળે છે.

3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર આપો :

પ્રશ્ન 1.
સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે?
ઉત્તર :
કલાપીએ કાવ્યમાં પ્રકૃતિ તેમજ પ્રાણીજગત સાથેનું સૌહાર્દ તેમજ સૌંદર્યદષ્ટિને આવરી લીધાં છે. કવિ વૃક્ષો, પંખીઓ, ફૂલો, વેલાઓ તેમજ ઝરણાંમાં સૃષ્ટિના સૌંદર્યને જુએ છે. વૃક્ષો ઉપર કલરવ કરતાં પક્ષીઓનાં ગીતોમાં પણ કવિ સૌંદર્યનો અનુભવ કરે છે.

પ્રશ્ન 2.
પક્ષીને પામવા કવિ શું કરવાનું કહે છે?
ઉત્તર :
કવિ પક્ષીને પામવા કહે છે કે તેના પર તીર ચલાવવાનું નથી, પણ ક્યાંક છુપાઈને તેનાં મધુર ગીત (કલરવ) સાંભળવાનાં છે. તેનાથી પક્ષીના મધુર કલરવનું સૌંદર્ય માણવા મળશે, અને પક્ષી તેના પ્રભુ સાથે તારા હૈયામાં વાસ કરશે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 11 શિકારીને (First Language)

4. નીચેના પ્રશ્નનો સાત-આઠ લીટીમાં જવાબ આપો :

પ્રશ્ન 1.
કવિ શિકારીને કઈ શિખામણ આપે છે?
ઉત્તર :
કવિ શિકારીને પક્ષીનો સંહાર કરવાનું છોડી દેવા અંગે કહે છે. કવિ કહે છે કે હે શિકારી, તને આવી ક્રૂરતા શોભા દેતી નથી. સકળ વિશ્વ સંતોનો આશ્રમ છે. એમાં અનેક પ્રકૃતિતત્ત્વોનું સૌંદર્ય રહેલું છે. એમાં ફૂલો, ઝરણાં, વૃક્ષો છે.

તું પક્ષીનો શિકાર કરીને શું મેળવીશ? એના મૃત શરીર સિવાય કશું નહિ મળે. તારે એના સૌંદર્યને પામવું હોય તો જંગલમાં ક્યાંક છુપાઈને એ પંખીઓના મધુરાં ગીતો સાંભળ. પક્ષી એ પ્રભુનું સર્જન છે, તું એનાં મધુરાં ગીતો સાંભળીશ તો તું એ પ્રભુના સર્જન દ્વારા પ્રભુને પામીશ.

સૌંદર્યને પામવા માટે તું સ્વયં સુંદર થા, દષ્ટિ કેવળ. પ્રયત્ન કર. સૌંદર્યને પામો એટલે તમે પ્રભુને પ્રાપ્ત કરો છો. સકળ વિશ્વમાં ચોમેર આદ્રતા વેરાયેલી છે, એમાં જ પરમતત્ત્વ છે, પરમાત્મા છે. આપણે એને સાથ આપીએ, એમાં જ આપણું ભલું છે.

5. નીચેની કાવ્યપંક્તિ સમજાવો :
સૌદર્યો વેડફી દેતાં ના ના સુંદરતા મળે, સૌદર્યો પામતાં પહેલાં સૌન્દર્ય બનવું પડે.
ઉત્તર :
સમગ્ર વિશ્વમાં ઠેરઠેર સોંદર્ય પથરાયેલું છે. એ સોંદર્યનો નાશ કરવાથી એમાં રહેલી સુંદરતાને આપણે નષ્ટ કરીએ છીએ એ સુંદરતાને વેડફી દેવાની નથી હોતી, વેડફી દેવાથી આપણે એને માણી શકતા નથી.

આપણે એને મનભરીને માણવી જોઈએ અને એ માટે ખરેખર સૌંદર્યને માણવું હોય તો સૌથી પહેલાં આપણે સૌંદર્યદષ્ટિ કેળવવી પડે, આપણે સ્વયં સુંદર બનવું પડે.

Std 10 Gujarati Textbook Solutions Chapter 11 શિકારીને Important Questions and Answers

1. નીચેના પ્રશ્નોના આઠ – દસ વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
“શિકારીને કાવ્યનો ભાવાર્થ સમજાવો.
ઉત્તર :
કાવ્યના આરંભે “રહેવા દે! રહેવા દે એ શબ્દોની પુનરુક્તિ દ્વારા યુવાન શિકારીને પક્ષીનો સંહાર ન કરવા માટેની વિનવણી છે. આ વિનવણી જ સૂચવે છે કે શિકાર કરવા જેવું દૂર કર્મ એક પણ નથી. સૌમાં પરમાત્મા રહેલો છે. પક્ષીનો સંહાર કરવાથી તેનું મૃત શરીર જ મળે છે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 11 શિકારીને (First Language)

પક્ષીનો સંહાર એ પરમાત્માના સંહાર બરાબર છે. પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં પંખીઓ, ફૂલો, લતા, ઝરણાં, વૃક્ષો વગેરે અનેક પ્રકૃતિતત્ત્વોનું સૌંદર્ય ભરેલું છે. સૌંદર્ય માણવું હોય તો એને માટે સૌંદર્યદષ્ટિ કેળવવી પડે.

પરમાત્માએ સર્જેલી સૃષ્ટિમાં રહેલા સૌંદર્યને માણવાથી આપણા મનનો તાર પરમાત્મા સાથે જોડાય છે. સૌંદર્યનું જતન કરવાથી, તેનો આદર કરવાથી પરમાત્માનો આનંદ માણી શકાય છે. પરમાત્માનું આ સુંદર સર્જન છે.

એમાં સૌ એકબીજા સાથે હળીમળીને સહૃદયભાવથી રહે તો એનો આનંદ અનેરો છે. એમાં વસુધેવકુટુંબકમની ભાવના રહેલી છે.

2. નીચેના પ્રશ્નોના ત્રણ – ચાર વાક્યોમાં ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
કવિ સૌંદર્યને પામવા શી સલાહ આપે છે?
ઉત્તર :
કવિ કહે છે કે સૌંદર્યનો સંહાર કરવાથી સૌંદર્યને પામી શકાય નહિ. સૌંદર્યને પામવા માટે એનું જતન, પોષણ ને સંવર્ધન કરવું જોઈએ. સુંદરતા પામવા સુંદર બનવું પડે, ક્રૂરતા છોડવી પડે.

3. નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર : લખો:

પ્રશ્ન 1.
સમગ્ર વિશ્વ કોનો આશ્રમ છે?
ઉત્તર :
સમગ્ર વિશ્વ સંતોનો આશ્રમ છે.

પ્રશ્ન 2.
સૃષ્ટિનું સૌંદર્ય કવિને ક્યાં ક્યાં જોવા મળે છે?
ઉત્તર :
સૃષ્ટિનું સૌંદર્ય કવિને પંખીઓ, ફૂલો, લતા – વેલ, ઝરણાં, વૃક્ષો વગેરે પ્રકૃતિતત્ત્વોમાં જોવા મળે છે.

પ્રશ્ન 3.
સૌંદર્યની આ સૃષ્ટિમાં કવિ કેવી દષ્ટિ ન રાખવા કહે છે?
ઉત્તર :
સૌંદર્યની આ સૃષ્ટિમાં કવિ દૂરદષ્ટિ ન રાખવા કહે છે.

પ્રશ્ન 4.
કવિની દષ્ટિએ વિશ્વસૌદર્ય કેવું છે?
ઉત્તર :
કવિની દષ્ટિએ વિશ્વસૌંદર્ય કુમળું છે.

પ્રશ્ન 5.
વ્યક્તિ પક્ષીને શાનાથી પામવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે? ?
ઉત્તર :
વ્યક્તિ પક્ષીને તીરથી પામવાનો વ્યર્થ પ્રયત્ન કરે છે. ?

Class 10 Gujarati Textbook Solutions Chapter 11 શિકારીને (First Language)

પ્રશ્ન 6.
કવિ પંખીનાં ગીત કેવી રીતે સાંભળવાનું કહે છે?
ઉત્તર :
કવિ પંખીનાં ગીત છાની રીતે સાંભળવાનું કહે છે.

પ્રશ્ન 7.
કવિ પ્રકૃતિને પામવા શાને મહત્ત્વ આપે છે?
ઉત્તર :
કવિ પ્રકૃતિને પોષણ કરીને પામવા મહત્ત્વ આપે છે.

પ્રશ્ન 8.
પક્ષી તેના પ્રભુ સાથે શિકારીને ક્યાં મળશે? એમ કવિ કહે છે?
ઉત્તર :
કવિ કહે છે કે પક્ષી શિકારીને તેના હૈયામાં પ્રભુ સાથે મળશે.

પ્રશ્ન 9.
કવિની દષ્ટિએ સૌદર્યો વેડફી દેતાં શું મળતું નથી?
ઉત્તર :
કવિની દષ્ટિએ સૌદર્યો વેડફી દેતાં સુંદરતા મળતી નથી.

પ્રશ્ન 10.
સૌંદર્ય પામવા માટે શેની જરૂર છે?
ઉત્તર :
સૌંદર્ય પામવા માટે સુંદર બનવાની, સૌંદર્યદષ્ટિ કેળવવાની જરૂર છે.

પ્રશ્ન 11.
“સૌંદર્યે ખેલવું, એ તો પ્રભુનો ઉપયોગ છે.” આ પંક્તિમાં ‘સૌંદર્યે ખેલવું એટલે શું?
ઉત્તર :
“સૌંદર્યે ખેલવું, એ તો પ્રભુનો ઉપયોગ છે.” આ પંક્તિમાં “સૌંદર્યે ખેલવું એટલે સૌંદર્યનો સહવાસ કેળવવો.

Class 10 Gujarati Textbook Solutions Chapter 11 શિકારીને (First Language)

પ્રશ્ન 12.
કવિની દષ્ટિએ સૌંદર્ય ખેલવું એ વાસ્તવમાં કોનો ઉપયોગ છે?
ઉત્તર :
કવિની દષ્ટિએ સૌંદર્ય ખેલવું એ વાસ્તવમાં પ્રભુનો ઉપયોગ છે.

પ્રશ્ન 13.
કવિ કલાપી સમગ્ર કાવ્યમાં કોને ઉદ્ધોધન કરે છે?
ઉત્તર :
કવિ કલાપી સમગ્ર કાવ્યમાં યુવાનને ઉધ્ધોધન કરે છે.

પ્રશ્ન 14.
“બધે છે આદ્રતા છાઈ તેમાં મેં ભળવું ભલું એટલે શું?
ઉત્તર :
બધે છે આદ્રતા છાઈ તેમાં મેં ભળવું ભલું એટલે સૌ પ્રત્યે અનુકંપા રાખવી.

પ્રશ્ન 15.
“કલાપી’ કોનું ઉપનામ છે?
ઉત્તર :
“કલાપી” એ સુરસિંહજી ગોહિલનું ઉપનામ છે.

પ્રશ્ન 16.
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલનું ઉપનામ શું છે?
ઉત્તર :
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલનું ઉપનામ “કલાપી” છે.

પ્રશ્ન 17.
“શિકારીને કાવ્ય શામાંથી લેવામાં આવ્યું છે?
ઉત્તર :
“શિકારીને કાવ્ય “કલાપીનો કેકારવ’માંથી લેવામાં આવ્યું છે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 11 શિકારીને (First Language)

પ્રશ્ન 18.
‘સૉનેટમાં કેટલી પંક્તિઓ હોય છે?
ઉત્તર :
“સૉનેટમાં ચૌદ પંક્તિઓ હોય છે.

પ્રશ્ન 19.
‘શિકારીને કાવ્ય કયા છંદમાં રચાયેલું છે?
ઉત્તર :
“શિકારીને કાવ્ય અનુષુપ છંદમાં રચાયેલું છે.

પ્રશ્ન 20.
શિકારીને કાવ્યનો મુખ્ય ધ્વનિ શો છે?
ઉત્તર :
શિકારીને કાવ્યનો મુખ્ય ધ્વનિ પ્રકૃતિ પ્રત્યે અનુકંપા છે.

પ્રશ્ન 21.
“વસુધેવકુટુંબકમની ભાવના વ્યક્ત કરતું કાવ્ય એટલે …
ઉત્તરઃ
‘વસુદેવકુટુંબકમ્ની ભાવના વ્યક્ત કરતું કાવ્ય એટલે શિકારીને’.

શિકારીને વ્યાકરણ

માગ્યા પ્રમાણે ઉત્તર લખો:
આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખો:

1. નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો:

(1) સૌર્દય – (સૌંદર્ય, સૌર્દય, સોઉદય)
(2) ઊપયોગ – (ઉપયોગ, ઉપયોગ્ય, ઊપયોગ્ય)
(3) ફરતા – (ક્રુરતા, ક્રૂરતા, કુર્તા)
(4) સુંદરતા – (સુન્દરતા, સુન્દરતા, સુંદરતા)
ઉત્તરઃ
(1) સોંદર્ય
(2) ઉપયોગ
(3) ક્રૂરતા
(4) સુન્દરતા

Class 10 Gujarati Textbook Solutions Chapter 11 શિકારીને (First Language)

2. નીચેના શબ્દોની સાચી સંધિ જોડોઃ

(1) વિ + અર્થ = (વિર્થ, વ્યર્થ, ભૈથ)
(2) પોષ + અન = (પોષણ, પોસણ, પોશણ)
(3) કિમ્ + ત = (કિન્તુ, કિન્તુ, કન્નુ)
ઉત્તરઃ
(1) વ્યર્થ
(2) પોષણ
(3) કિન્તુ

3. નીચેના શબ્દમાં કયો પ્રત્યય રહેલો છે, તે લખોઃ (પરપ્રત્યય, પૂર્વપ્રત્યય, એક પણ પ્રત્યય નહિ)

(1) ક્રૂરતા
(2) સુંદરતા
(3) ઉપભોગ
(4) આદ્રતા
(5) વ્યર્થ
ઉત્તરઃ
(1) પરપ્રત્યય
(2) પરપ્રત્યય
(3) પૂર્વપ્રત્યય
(4) પરપ્રત્યય
(5) પૂર્વપ્રત્યય

4. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખોઃ

(1) દષ્ટિ = (આંખ, નજર, કીકી)
(2) વિશ્વ = (બધું, જગત, સમસ્ત)
(3) સંહાર = (નાશ, સાથ – સહાર, હારમાળા)
(4) ઉપભોગ = (આસ્વાદ, મદદ, વધેરવું)
(5) વ્યર્થ = (ખાસ અર્થ, નકામું, કામનું)
(6) લતા = (વહેલ, વેલ, ફલ)
ઉત્તરઃ
(1) નજર
(2) જગત
(3) નાશ
(4) આસ્વાદ
(5) નકામું
(6) વેલ

Class 10 Gujarati Textbook Solutions Chapter 11 શિકારીને (First Language)

5. નીચેની સંજ્ઞાઓનો પ્રકાર લખોઃ

(1) સુંદરતા – (સમૂહવાચક, ભાવવાચક, જાતિવાચક)
(2) આદ્રતા – (દ્રવ્યવાચક, ભાવવાચક, જાતિવાચક)
(3) યુવાન – (વ્યક્તિવાચક, જાતિવાચક, સમૂહવાચક)
(4) તરુ – (જાતિવાચક, વ્યક્તિવાચક, સમૂહવાચક)
ઉત્તરઃ
(1) ભાવવાચક
(2) ભાવવાચક
(3) જાતિવાચક
(4) જાતિવાચક

નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ઉત્તર લખોઃ

6. નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ લખોઃ

  • સાધુઓનો નિવાસ – આશ્રમ
  • કેકા(મોર)નો અવાજ – કેકારવા

7. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખોઃ

(1) ઉપયોગ
(2) સંહાર
(3) સ્થળ
(4) આદ્ર
(5) સાથે
(6) કઠોર
ઉત્તરઃ
(1) ઉપયોગ ✗ નિરુપયોગ
(2) સંહાર ✗ સર્જન
(3) સ્થળ ✗ સૂક્ષ્મ
(4) આર્દ્ર ✗ શુષ્ક
(5) સાથે ✗ વ્યર્થ
(6) કઠોર ✗ કોમળ (કુમળું)

Class 10 Gujarati Textbook Solutions Chapter 11 શિકારીને (First Language)

8. નીચેના શબ્દોના અર્થ આપોઃ

(1) સંત – સત
(2) તરુ – તરું
(3) ઉપયોગ – ઉપભોગ
(4) ભરવું – ભળવું
(5) આશ્રમ – આ શ્રમ
ઉત્તરઃ
(1) સંત – સાધુ
સત – સત્ય

(2) તરુ – ઝાડ
તરું ડૂળ્યા વિના પાણીમાં ખરું

(3) ઉપયોગ – જરૂરિયાત
ઉપભોગ – ભોગવટો

(4) ભરવું – ખાલી હોય તેમાં મૂકવું, રેડવું
ભળવું ભેગું મળી જવું

(5) આશ્રમ – સાધુનિવાસ
આ શ્રમ – મહેનતનાં પ્રકાર નું ગીત

9. નીચેના તળપદા શબ્દોનાં શિષ્ટ રૂપ આપોઃ

(1) ઘટવું
(2) સુણ
ઉત્તરઃ
(1) શોભવું
(2) સાંભળ

10. નીચેની પંક્તિઓમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર લખોઃ

(1) ઘટે ના ક્રૂર દષ્ટિ અહીં ત્યાં.
(2) પક્ષી તેના પ્રભુ સાથે હૈયામાં મળશે ત્વને.
ઉત્તરઃ
(1) ક્રૂર – ગુણવાચક
(2) તેના – સંબંધવાચક

11. નીચેની પંક્તિઓમાંથી ક્રિયાવિશેષણ શોધીને તેનો પ્રકાર લખોઃ

(1) સૌદર્યો પામતાં પહેલાં સૌન્દર્ય બનવું પડે
(2) પક્ષીને પામવાને તો છાનો તું સુણ ગીતને.
ઉત્તરઃ
(1) પહેલાં – સમયવાચક
(2) છાનો – રીતિવાચક

12. નીચેના શબ્દોના ધ્વનિઘટકો છૂટા પાડો:

(1) સૌંદર્ય
(2) આદ્રતા
ઉત્તરઃ
Class 10 Gujarati Textbook Solutions Chapter 11 શિકારીને (First Language) 1

13. નીચેની પંક્તિઓનો છંદ ઓળખાવોઃ

(1) તીરથી પામવા પક્ષી વ્યર્થ આ ક્રૂરતા મળે;
તીરથી પક્ષી તો ના ના કિન્તુ ભૂલ મળી શકે.

(2) સૌન્દર્યો ખેલવું, એ તો પ્રભુનો ઉપયોગ છે;
પોષવું, પૂજવું એને, એ એનો ઉપભોગ છે.
ઉત્તરઃ
(1) અનુષ્ટ્રપ
(2) અનુપ

Class 10 Gujarati Textbook Solutions Chapter 11 શિકારીને (First Language)

14. નીચેનો છંદ ઓળખાવી, એનું બંધારણ લખીને જણાવોઃ

પંક્તિ રહેવા દે! રહેવા દે આ સંહાર, યુવાન! તું;
ઘટે ના ક્રૂરતા આવી વિશ્વ આશ્રમ સત્તનું.
ઉત્તરઃ
છંદ : અનુષ્ટ્રપ
Class 10 Gujarati Textbook Solutions Chapter 11 શિકારીને (First Language) 2

“અનુષ્ટ્રપ’ છંદ યાદ રાખવાનો કીમિયો – શ્લોકરૂપે
Class 10 Gujarati Textbook Solutions Chapter 11 શિકારીને (First Language) 3
8, 8 અક્ષરનાં ચાર ચરણ; પહેલા અને ત્રીજા ચરણમાં પાંચમો લઘુ, છઠ્ઠો ગુરુ અને સાતમો ગુરુ. બીજા અને ચોથા ચરણમાં પાંચમો લઘુ, છઠ્ઠો ગુરુ અને સાતમો લઘુ.

શિકારીને Summary in Gujarati

શિકારીને કાવ્ય – પરિચય
Class 10 Gujarati Textbook Solutions Chapter 11 શિકારીને (First Language) 4
– કલાપી [જન્મ: 26 – 01 – 1874; મૃત્યુઃ 09 – 06 – 1900].

શિકારીને કાવ્યના આરંભે કવિ કોઈ યુવાન શિકારીને પક્ષીનો સંહાર ન કરવા વિનવે છે. પરમાત્માએ કરેલું વિશ્વનું સર્જન કેટલું સુંદર છે. એમાં પંખી, ફૂલો, લતા, ઝરણાં, વૃક્ષો વગેરેમાં રહેલા સૌંદર્યને માણવા સૌએ સૌંદર્યદષ્ટિ કેળવવાની છે.

આથી કવિ શિકારીને સમજાવે છે કે પક્ષીનો સંહાર કરવાથી માત્ર પક્ષીનું નિર્જીવ શરીર જ મળશે, એનાં મધુર ગીતો (કલરવ) સાંભળવા નહિ મળે. પ્રકૃતિનાં તત્ત્વો સાથે માનવ સહૃદયતાથી વર્તે તો જ વિશ્વમાં વસુધેવકુટુંબકમની ભાવના જળવાશે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 11 શિકારીને (First Language)

કોઈનો સંહાર કરવાની ઇચ્છા પણ નહિ થાય; પરંતુ સમગ્ર સૃષ્ટિ પ્રત્યે અનુકંપા રહેશે.

કાવ્યની સમજૂતી

હે યુવાન! તું આ સંહાર કરવાનું રહેવા દે ! રહેવા દે. (તને) આવી નિર્દયતા (ઘાતકીપણું) શોભતી નથી. સમગ્ર વિશ્વ સંતોનો આશ્રમ છે.

(આ વિશ્વરૂપી આશ્રમમાં) સુંદર પંખીઓ, ફૂલો, લતા, ઝરણાં, વૃક્ષો વગેરે છે. ત્યાં તને) આવી નિર્દય (ઘાતકી) દષ્ટિ શોભતી નથી. આ વિશ્વ કોમળ અને સુંદર છે.

તીર મારીને પક્ષી મેળવવા તું નાહકનો નિર્દયતાથી પ્રયત્ન કરી રહ્યા છો. તીરથી તને પક્ષી (સૌંદર્ય) નહિ મળે, પરંતુ કેવળ સ્થૂળ (મૃત) પક્ષી જ મળી શકે.

પક્ષીને મેળવવું હોય તો ક્યાંક છુપાઈને તું એનાં મધુર ગીત (કલરવ) સાંભળ. (તો) પક્ષી તેના પ્રભુ સાથે તને હૈયામાં મળશે. સૌંદર્યોનો નાશ કરવાથી સુંદરતા નહિ જ મળે, નહિ જ મળે.

સૌંદર્યનો આસ્વાદ માણવો હોય તો સૌથી પહેલાં સૌંદર્યદષ્ટિ કેળવવી પડે. સૌંદર્ય માણવું એ તો પ્રભુ સાથેનું જોડાણ (સાયુજ્ય) છે. સૌંદર્યનું જતન કરવું, તેનો આદર કરવો એ પ્રભુનો આનંદ માણવા જેવું છે.

હે યુવાન! તું આ સંહાર કરવાનું રહેવા દે! રહેવા દે. ચારે બાજુ આદ્રતા છવાયેલી છે. તેમાં થોડોઘણો સાથ (સહકાર) આપવામાં જ આપણું ભલું છે.

શિકારીને શબ્દાર્થ

  • શિકારી – શિકાર કરનાર.
  • સંહાર – નાશ.
  • પૂરતા – નિર્દયતા, ઘાતકીપણું.
  • આશ્રમ – સંતોનું નિવાસસ્થાન.
  • સત્ત – સંત, સન્યાસી.
  • રૂડું – સારું, સુંદર.
  • લતા – વેલ, વેલો.
  • તરુ – વૃક્ષ, ઝાડ. Class 10 Gujarati Textbook Solutions Chapter 11 શિકારીને (First Language)
  • દૂર દષ્ટિ – નિર્દય નજર, ઘાતકી નજર.
  • સૌંદર્ય – સુંદરતા.
  • કુમળું – મૃદુ, નજાક્ત.
  • તીર – બાણ. વ્યર્થ ફોગટ, નકામું.
  • મથવું – પ્રયત્ન કરવો, મથામણ કરવી.
  • કિન્તુ – પણ.
  • સ્થૂલ – (અહીં) મૃત કે નિર્જીવ શરીર.
  • છાનો – છુપાઈને, ચૂપચાપ.
  • સુણ – સાંભળ.
  • વેડફવું – બગાડવું, નાશ કરવું.
  • પૂજવું – આદર કરવો.
  • ઉપભોગ – આસ્વાદ.
  • આદ્રતા – ભીનાશ, મૃદુતા, માયાળુપણું.
  • છાઈ – છવાયેલી, સમાયેલી, પથરાયેલી.
  • કે – કંઈક, થોડું. ભલું સારું.

Leave a Comment

Your email address will not be published.