Class 10 Gujarati Textbook Solutions Chapter 6 વાઇરલ ઇન્વેક્શન (First Language)

Gujarat Board GSEB Class 10 Gujarati Textbook Solutions First Language Chapter 6 વાઇરલ ઇન્વેક્શન Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 10 Gujarati Textbook Solutions Chapter 6 વાઇરલ ઇન્વેક્શન (First Language)

Class 10 Gujarati Textbook Solutions Chapter 6 વાઇરલ ઇન્વેક્શન Textbook Questions and Answers

વાઇરલ ઇન્વેક્શન સ્વાધ્યાય

1. નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરા (✓) ની નિશાની કરો :

પ્રશ્ન 1.
એક જમાનામાં ચીનના લોકો ગામમાં કોઇ માંદુ પડે તો શું કરતા?
(A) દવાખાને જતા
(B) ડૉક્ટર પાસે જતા
(C) દાક્તરને સજા કરતા
(D) ખબર કાઢવા જતા
ઉત્તરઃ
(A) દવાખાને જતાં
(B) ડૉક્ટર પાસે જતાં
(C) ડૉક્ટરને સજા કરતાં
(D) ખબર કાઢવા જતાં

Class 10 Gujarati Textbook Solutions Chapter 6 વાઇરલ ઇન્વેક્શન (First Language)

પ્રશ્ન 2.
હૉસ્પિટલની શોભામાં શાનાથી વધારો થઈ શકે?
(A) હૉસ્પિટલ દર્દીઓથી ઊભરાતી હોય તેનાથી
(B) હૉસ્પિટલના મોટાભાગના ખાટલા ખાલી પડી રહેવાથી
(C) રંગ-બેરંગી લાઇટ કરવાથી
(D) ફલોથી શણગારવાથી
ઉત્તરઃ
(A) હૉસ્પિટલ દર્દીઓથી ઊભરાતી હોય તેનાથી
(B) હૉસ્પિટલના મોટા ભાગના ખાટલા ખાલી પડી રહેવાથી
(C) રંગબેરંગી લાઈટ કરવાથી
(D) ફૂલોથી શણગારવાથી

2. નીચેના પ્રશ્નોનો એક વાક્યમાં ઉત્તર આપો :
પ્રશ્ન 1.
ખાવા – પીવાની બાબતમાં કોણ બેદરકાર છે?
ઉત્તરઃ
ખાવા – પીવાની બાબતમાં ભણેલા અને અભણ લોકો બેદરકાર છે.

પ્રશ્ન 2.
ભારતમાં ગંદકીથી ભારે ખલેલ પામનાર સંત કોણ હતા, તે પાઠના આધારે જણાવો.
ઉત્તર :
ભારતમાં ગંદકીથી ભારે ખલેલ પામનાર સંત વિવેકાનંદ હતા.

3. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર આપો :

પ્રશ્ન 1.
લેખક કઈ બાબતોને તંદુરસ્ત સમાજની મર્યાદાઓ ગણાવે છે?
ઉત્તર :
કીડિયારાની જેમ ઓ.પી.ડી. પુષ્કળ દર્દીઓથી ઊભરાય એ સભ્ય સમાજની મર્યાદા છે. અનાથઆશ્રમમાં બાળકોની અને ઘરડાંઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ પણ તંદુરસ્ત સમાજની મર્યાદા છે.

પ્રશ્ન 2.
લેખકના મતે ઘરમાં કોનો પ્રેમ મળવાથી માણસ વ્યસની બનતો અટકી જશે?
ઉત્તરઃ
લેખકના મતે ઘરમાં મા – બહેન, ભાભી, પિતા, મિત્ર કે પત્ની તરફથી ભરપૂર સ્નેહ મળી રહે તો માણસ વ્યસની બનતો અટકી જશે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 6 વાઇરલ ઇન્વેક્શન (First Language)

4. નીચેના પ્રશ્નોના સાત-આઠ લીટીમાં જવાબ આપો :

પ્રશ્ન 1.
આરોગ્ય જાળવણી માટેના લેખકના વિચારો તમારા શબ્દોમાં લખો.
ઉત્તર :
આરોગ્યની જાળવણી માટે માણસોએ નિયમિતપણે આરોગ્ય સંબંધી કોઈ ફરિયાદ ન હોય, તોપણ ડૉક્ટર પાસે જઈને લોહી, કાર્ડિયોગ્રામ, વગેરે પ્રાથમિક બાબતોની ચકાસણી કરાવવી જોઈએ. ગંદકીને કારણે રોગ ન ફેલાય એ માટે પોતાની આસપાસનો વિસ્તાર સ્વચ્છ રાખવો જોઈએ.

તમાકુના ગુટકા, સિગારેટ વગેરે વ્યસનોથી દૂર રહેવું જોઈએ. કેમ કે એની સીધી અસર આરોગ્ય પર પડે છે. કોઈના લગ્નના રિસેપ્શનમાં જઈએ ત્યારે પેટ ન બગડે એ માટે ખાવામાં સંયમ રાખવો જરૂરી છે.

મનની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે, કેમ કે મનની પ્રસન્નતા પાચનશક્તિને જાળવે છે. માણસ હસવાની ટેવ પાડવી જોઈએ. ભજનાનંદ અને પ્રાર્થનાથી તાણ ઓછી થાય છે.

જીવનમાં દાવપેચ રમવાથી કે છળકપટ કરવાથી પણ શરીર સ્વસ્થ રહેતું નથી. એનાથી દૂર રહેવું જરૂરી છે. આરોગ્યની જાળવણી માટેનો અકસીર ઉપાય “લવ થેરપી’ છે.

પ્રશ્ન 2.
લેખકે સૂચવેલાં સામાજિક જાગૃતિનાં પગલાં જણાવો.
ઉત્તર:
લેખકે સામાજિક જાગૃતિ અંગે કેવાં પગલાં લેવાં તેનાં કેટલાંક સૂચનો કર્યા છે. પ્રજામાં મોટા પાયે મહામારી જેવા રોગ ન ફેલાય એ માટે સૌપ્રથમ હૉસ્પિટલમાં સ્વચ્છતા રાખવી જરૂરી છે. અનાથાશ્રમમાં બાળકોની અને ઘરડાંઘરમાં વૃદ્ધોની સંખ્યા વધે એ તંદુરસ્ત સમાજનું લક્ષણ નથી.

સમજ, વિવેક તેમજ સદ્વર્તન સાથે જાણે આપણે છૂટાછેડા લીધા છે, પરિણામે સામાજિક પતન તરફ આપણે જઈ રહ્યા છીએ, એ માટે સામાજિક જાગૃતિ જરૂરી છે. ખાણી – પીણીની વસ્તુઓ તેમજ એની રીતભાતો અયોગ્ય છે ને સામાજિક સ્વાથ્યને નુકસાન પહોંચાડે છે.

એ અંગે સાચી સમજ તેમજ જાણકારી સમાજની જાગૃતિ માટે જરૂરી છે. તમાકુના ગુટકા, ધૂમ્રપાન, વગેરે વ્યસનો આરોગ્ય માટે નુકસાનકારક છે અને રોગનું મૂળ કારણ ગરીબી અને ગંદકી છે. વ્યસનો વ્યક્તિ તેમજ સમાજના સ્વાથ્યને નુકસાન પહોંચાડે છે.

આ વાત પ્રજા સમજે એવી પરિસ્થિતિ સમાજે ઊભી કરવી જોઈએ.

Std 10 Gujarati Textbook Solutions Chapter 6 વાઇરલ ઇન્વેક્શન Important Questions and Answers

વાઇરલ ઇન્વેક્શન પ્રગ્નોત્તર

1. નીચેના પ્રશ્નોના દસ – બાર વાક્યોમાં મુદ્દાસર ઉત્તર લખો:

પ્રશ્ન 1.
“હૃદયરોગનો હુમલો કંઈ મફતમાં નથી મળતો.” “વાઇરલ ઈન્વેક્શન’ પાઠને આધારે આ વિધાન સમજાવો.
ઉત્તરઃ
“હૃદયરોગનો હુમલો કંઈ મફતમાં નથી મળતો.” આ વિધાન માર્મિક છે. પરમાત્મા સુંદર જીવન માટે અતિસુંદર – સ્વસ્થ – હૃદય આપે છે. કોઈના પક્ષે એને ભેદભાવ નથી. વ્યક્તિ શરીર પ્રત્યે બેદરકાર રહીને, આહારવિહારની કુટેવોને લીધે, શરીર સાથે નિર્દયતાપૂર્વક વર્તાને હૃદયરોગનો ભોગ બને છે.

લેખક કટાક્ષમાં કહે છે, “શરીરને પોટલું સમજીને કલાકો સુધી ઑફિસની ખુરશીમાં બેસાડી રાખવું પડે છે. ગમે તે સમયે, ગમે તેવું અને ગમે તેટલું ખાવું પડે છે. સુખી લોકોના બેઠાડુપણાને લેખક સ્થળ સાધના કહે છે.

જેને પરસેવો નથી વળ્યો તેવું શરીર પોતાના માલિકને કરેલો ક્રૂર કટાક્ષ ગણાય એમ લેખક કહે છે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 6 વાઇરલ ઇન્વેક્શન (First Language)

પ્રશ્ન 2.
“મનની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે.” એમ લેખક શા માટે કહે છે?
ઉત્તર :
“મનની સ્વસ્થતાનો શરીરની તંદુરસ્તી પર સીધો પ્રભાવ પડે છે.” એમ લેખક કહે છે, કારણ કે માણસનું મન ભાંગી પડવાથી તેની સીધી અસર તેના શરીર પર પડે છે. મનની પ્રસન્નતા પાચનશક્તિને જાળવે છે, જ્યારે ઈર્ષ્યા કરવાથી ઍસિડિટી વધી શકે છે.

મનની પ્રસન્નતા માટે હાસ્યની એક પણ તક જતી ન કરવા લેખક સૂચવે છે. માનસિક તાણથી બ્લડપ્રેશરની બીમારી આવે છે. તાણને લેખકે ચુડેલ સાથે સરખાવી છે, તેનો નાશ કરવો જોઈએ. અતિશય ચિંતા કરવાથી પેટમાં અલ્સર થાય છે.

પતિ – પત્ની વચ્ચેના સંબંધમાં તાણ આવે, તો બંનેના સ્વાથ્ય પર એની સીધી અસર પડે છે. અહંકાર, દાવપેચ, છળકપટ જેવાં દૂષણોથી પણ શરીર સ્વસ્થ રહેતું નથી. નશો, ધૂમ્રપાન, શરાબનું સેવન વગેરે વ્યસનો પણ શરીરની તંદુરસ્તીને નુકસાન પહોંચાડે છે.

2. નીચેના પ્રશ્નોના ત્રણ – ચાર વાક્યોમાં ઉત્તર લખો:

પ્રશ્ન 1.
લેખક માલિકને શરીરે કરેલો ક્રૂર કટાક્ષ શાને કહે છે?
ઉત્તર :
માલિકે આપણને સુંદર – સ્વસ્થ – શરીર આપ્યું છે. આપણે એને સાચવવા માટે સહેજ પણ શ્રમ લેતા નથી. પરિશ્રમ કર્યા વિના, બેઠાં બેઠાં, મનગમતું ખાઈપીને જીવન જીવવું એને આપણે સૌભાગ્ય માનીએ છીએ.

તેથી હૃદયરોગના હુમલા વખતે પરસેવો વળે એવા દિવસો આવે છે. આ માલિકને કરેલો ક્રૂર કટાક્ષ છે.

પ્રશ્ન 2.
લેખક હૃદયરોગના હુમલા વિશે શું જણાવે છે?
ઉત્તર:
લેખક હૃદયરોગના હુમલા વિશે જણાવે છે કે હૃદયરોગનો હુમલો આવવાનું કારણ માણસ પોતાના શરીરને પોટલું સમજી કલાકો સુધી ઑફિસમાં બેસીને કામ કર્યા કરે છે. તેને કારણે તેણે ગમે તે સમયે, ગમે તેટલું ખાવું પડે છે.

હુમલો આવે ત્યારે માણસને પરસેવો છૂટવા માંડે છે. જીવનમાં ક્યારેય પરસેવો નથી વળ્યો હતો. તેથી શરીરે પોતાના માલિકને કરેલો એ ક્રૂર કટાક્ષ ગણાય.

પ્રશ્ન 3.
ખાનપાન અંગેના લેખકના વિચારો જણાવો.
ઉત્તરઃ
ખાનપાન અંગેના લેખકના વિચારો તમાકુના ગુટકા ખાનારને સફરજન મોઘું પડે છે. સિગારેટના ધુમાડા કાઢનારને ખજૂર, અંજીર, બદામ કે કાજૂ મોંઘાં પડે છે. નાસ્તામાં તળેલી વાનગી જ હોય એ જરૂરી નથી, ફળ પણ હોઈ શકે.

કોઈનાં લગ્નના રિસેપ્શનમાં જઈએ ત્યારે ખાવામાં સંયમ જાળવવો જોઈએ.

Class 10 Gujarati Textbook Solutions Chapter 6 વાઇરલ ઇન્વેક્શન (First Language)

પ્રશ્ન 4.
“માંદા પડવાનું આપણે માનીએ તેટલું સહેલું નથી.” આ વિધાન સમજાવો.
ઉત્તરઃ
જો ભર્યો ભર્યો પ્રેમાળ પરિવાર હોય, તો તન અને મનનું આરોગ્ય જળવાય છે. જીવનવીમો ઉતારવો જરૂરી છે, પણ એથીયે વિશેષ જીવનમાં શ્રદ્ધા જરૂરી છે. એમાં સમભાવરૂપી રોકાણ કરવામાં આવે, તો સ્નેહરૂપી ડિવિડન્ડ મળતું રહે.

આવું બને તો માંદા પડવાનું આપણે માનીએ તેટલું સહેલું નથી.

3. નીચેના દરેક પ્રશ્નનો એક વાક્યમાં ઉત્તર લખોઃ

પ્રશ્ન 1.
“જેમાં માંદા પડનાર માણસને કેદની સજા થાય એવા આદર્શ સમાજની કલ્પના કોણે કરેલી?
ઉત્તર:
“જેમાં માંદા પડનાર માણસને કેદની સજા થાય એવા આદર્શ સમાજની કલ્પના સેમ્યુલર બટલરે કરેલી.

પ્રશ્ન 2.
કાર ખોટવાય તો માલિક શરમાય છે, પણ માણસનું શરીર ખોટવાય તો તેની વાત બીજાઓ આગળ ગૌરવપૂર્વક કરે છે.” આ વાત કોના નિબંધમાં છે?
ઉત્તરઃ
“કાર ખોટવાય તો માલિક શરમાય છે, પણ માણસનું શરીર ખોટવાય તો તેની વાત બીજાઓ આગળ ગૌરવપૂર્વક કરે છે.” આ વાત બઢ઼ડ રસેલના નિબંધમાં છે.

પ્રશ્ન 3.
સ્વાથ્યની બાબતમાં માણસ પોતાની જાત સાથે કેવી રીતે વર્તે છે?
ઉત્તર :
સ્વાથ્યની બાબતમાં માણસ પોતાની જાત સાથે નિર્દયતાપૂર્વક વર્તે છે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 6 વાઇરલ ઇન્વેક્શન (First Language)

પ્રશ્ન 4.
ખાવા – પીવામાં અભણની માફક કોણ વર્તે છે?
ઉત્તરઃ
ખાવા – પીવામાં અભણની માફક ભણેલા લોકો વર્તે છે.

પ્રશ્ન 5.
આરોગ્ય અંગે ક્યારેક દર્દી જેવા જ બેદરકાર કોણ જોવા કે મળે છે?
ઉત્તરઃ
ડૉક્ટર આરોગ્ય અંગે દર્દી જેવા જ બેદરકાર જોવા? મળે છે.

પ્રશ્ન 6.
સંપૂર્ણ નીરોગી માણસે શું કરવું જોઈએ?
ઉત્તરઃ
સંપૂર્ણ નીરોગી માણસે લોહી, કાર્ડિયોગ્રામ વગેરેની? ચકાસણી કરાવવી જોઈએ.

પ્રશ્ન 7.
“વાઇરલ ઇન્વેક્શન’ નિબંધના લેખકે સભ્ય ગણાતા સમાજની શરમ કોને કહી છે?
ઉત્તરઃ
વાઇરલ ઇન્વેક્શન” નિબંધના લેખકે ઓ.પી.ડી.માં હું કીડિયારાની જેમ દર્દીઓ ઊભરાય છે તેને સભ્ય સમાજની શરમ કહી છે.

પ્રશ્ન 8.
ડૉક્ટરને જ્યારે કશું ન સમજાય ત્યારે કયા બે શબ્દો? એમની મદદે આવી ચઢે છે?
ઉત્તરઃ
ડૉક્ટરને જ્યારે કશું ન સમજાય ત્યારે વાઇરલ ઈન્વેક્શન’ – એ બે શબ્દો એમની મદદે આવી ચઢે છે.

પ્રશ્ન 9.
જે દેશમાં જાહેર આરોગ્ય પાંગળું હોય ત્યાં કયો રોગ વધારે પ્રમાણમાં ફેલાય છે?
ઉત્તરઃ
જે દેશમાં જાહેર આરોગ્ય પાંગળું હોય ત્યાં મહામારીનો રોગ વધારે પ્રમાણમાં ફેલાય છે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 6 વાઇરલ ઇન્વેક્શન (First Language)

પ્રશ્ન 10.
ઢગલાબંધ વસતિમાં જથ્થાબંધ મહામારી હોવાનું કારણ લેખક કોને ગણાવે છે?
ઉત્તરઃ
ઢગલાબંધ વસતિમાં જથ્થાબંધ મહામારી હોવાનું કારણ લેખક પાંગળા જાહેર આરોગ્યને ગણાવે છે.

પ્રશ્ન 11.
ગુણવંત શાહની દષ્ટિએ કઈ હૉસ્પિટલ વધારે મોંધી હોય છે?
ઉત્તરઃ
ગુણવંત શાહની દષ્ટિએ સ્વચ્છ હૉસ્પિટલ વધારે મોંઘી હોય છે.

પ્રશ્ન 12.
કોને બેઠાડુપણું કહેવામાં આવે છે?
ઉત્તરઃ
સુખી લોકો જે સ્થૂળ સાધના કરે છે તેને બેઠાડુપણું કહેવામાં આવે છે.

પ્રશ્ન 13.
ગાંધીજી કોને લગભગ અપરાધ ગણતા?
ઉત્તરઃ
ગાંધીજી માંદગીને લગભગ અપરાધ ગણતા.

પ્રશ્ન 14.
પોતાની માંદગીને કોણ આધ્યાત્મિક ભૂલ ગણતું?
ઉત્તરઃ
પોતાની માંદગીને ગાંધીજી આધ્યાત્મિક ભૂલ ગણતા.

પ્રશ્ન 15.
ગુણવંત શાહની દષ્ટિએ રોગના મૂળમાં શું રહેલું છે?
ઉત્તર :
ગુણવંત શાહની દષ્ટિએ રોગના મૂળમાં સમજણ સાથેના છૂટાછેડા રહેલા છે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 6 વાઇરલ ઇન્વેક્શન (First Language)

પ્રશ્ન 16.
ગુણવંત શાહના મત પ્રમાણે શું ખાનારને સફરજન મોધું પડે છે?
ઉત્તર :
ગુણવંત શાહના મતે તમાકુ – ગુટખા ખાનારને સફરજન મોંઘું પડે છે.

પ્રશ્ન 17.
“વાઇરલ ઇન્ફશન’ નિબંધના લેખકની દષ્ટિએ મોટે ભાગે વેડફાઈ ચૂકેલું જીવન ક્યાં પડેલું જોવા મળે છે?
ઉત્તરઃ
‘વાઇરલ ઇન્વેક્શન’ નિબંધના લેખકની દષ્ટિએ મોટે ભાગે વેડફાઈ ચૂકેલું જીવન માંદગીને ખાટલે પડેલું જોવા મળે છે.

પ્રશ્ન 18.
શાનાથી તાણમાં ઘટાડો થાય છે?
ઉત્તરઃ
ભજનાનંદથી તાણમાં ઘટાડો થાય છે.

પ્રશ્ન 19.
રામે કઈ રાક્ષસીનો વધ કરેલો?
ઉત્તરઃ
રામે તાડકા નામની રાક્ષસનો વધ કરેલો.

પ્રશ્ન 20.
લેખકે તાણને કોની સાથે સરખાવી છે?
ઉત્તરઃ
લેખકે તાણને વાંસા વગરની ચુડેલ સાથે સરખાવી છે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 6 વાઇરલ ઇન્વેક્શન (First Language)

પ્રશ્ન 21.
આપણે કોનો વધ કરવાનો છે?
ઉત્તરઃ
આપણે અહંકારનો વધ કરવાનો છે.

પ્રશ્ન 22.
આપણે ત્યાં રોગ કે વ્યાધિના ઉપચાર તરીકે શાનો સ્વીકાર થયો નથી?
ઉત્તર :
આપણે ત્યાં રોગ કે વ્યાધિના ઉપચાર તરીકે પ્રેમનો સ્વીકાર થયો નથી.

પ્રશ્ન 23.
વાઇરલ ઇન્વેક્શન’ નિબંધ લેખકના કયા પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે?
ઉત્તરઃ
“વાઇરલ ઇન્ફશન’ નિબંધ લેખકના “મરો ત્યાં સુધી જીવો’ પુસ્તકમાંથી લેવામાં આવ્યો છે.

પ્રશ્ન 24.
તાડકા નામની રાક્ષસીનો ઉલ્લેખ કયા પાઠમાં કરવામાં આવ્યો છે?
ઉત્તર :
તાડકા નામની રાક્ષસીનો ઉલ્લેખ “વાઇરલ ઇન્વેક્શન’ પાઠમાં કરવામાં આવ્યો છે.

વાઇરલ ઇન્વેક્શન વ્યાકરણ Vyakaran

માગ્યા પ્રમાણે ઉત્તર લખો:
આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને ઉત્તર લખોઃ

1. નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો:

  1. શારિરીક – (શારીરિક, શારિરિક, શારીરીક)
  2. નિદર્યતા – (નીદર્યતા, નિર્દયતા, નીર્દયતા)
  3. નીયમીત – (નિયમીત, નિયમિત, નીયમિત)
  4. ઉપનિષદ – (ઉપનિષદ, ઉપનીષદ, ઉપનીસદ)
  5. પરીસ્થીતિ – (પરિસ્થિતિ, પરીસ્થિતિ, પરિસ્થીતિ).
  6. ધૂમપાન – (ધૂમ્રપાન, ધ્રુમપાન, ધૂર્મપાન)
  7. અધ્યાત્મિક – (અધ્યાત્મીક, આધ્યાતીમ, આધ્યાત્મિક)
  8. એસિડીટિ – (એસિડીટિ, ઍસીડિટી, ઍસિડિટી)
  9. ઓફીસ – (ઓફીશ, ઑફિસ, આફિશ)
  10. કિડિયારું – (કીડિયારું, કિડીયાળું, કીડીઆરું)

ઉત્તરઃ

  1. શારીરિક
  2. નિર્દયતા
  3. નિયમિત
  4. ઉપનિષદ
  5. પરિસ્થિતિ
  6. ધૂમ્રપાન
  7. આધ્યાત્મિક
  8. ઍસિડિટી
  9. ઑફિસ
  10. કીડિયારું

Class 10 Gujarati Textbook Solutions Chapter 6 વાઇરલ ઇન્વેક્શન (First Language)

2. નીચેના શબ્દોની સાચી સંધિ જોડોઃ

  1. સુ + અચ્છ = (સુવ્યચ્છ, સ્વચ્છ, શ્વાસ)
  2. શ્રદ્ + ધ = (શ્રધ્ધા, શ્રદ્ધા, શ્રધ્યા)
  3. કટ + અક્ષ = (કટા, કટાક્ષ, કુટાક્ષ)
  4. પ્રતિ + એક = (પ્રત્યક, પ્રત્યેક, પ્રતીક)
  5. તન્ + દુરસ્ત = (તંદુરસ્ત, તંદુરસ્ત, તંદુરથ)
  6. સમ્ + અર્પણ = (સમર્પણ, સર્મપણ, સમપર્ણ).

ઉત્તરઃ

  1. સ્વચ્છ
  2. શ્રદ્ધા
  3. કટાક્ષ
  4. પ્રત્યેક
  5. તંદુરસ્ત
  6. સમર્પણ

3. નીચેના શબ્દોની સાચી સંધિ છોડોઃ

  1. વિવેકાનંદ = (વિવેક + આનંદ, વીવેક + આનંદ, + વિવેક + આનંદ)
  2. સમયાંતર = (સમય + આંતર, સમય + અંતર, સમયાન્ + તર)
  3. નીરોગી = (નીર્ + રોગી, નીમ્ + રોગી, નિઃ + રોગી)
  4. અધ્યાત્મ = (અધી + આત્મ, અધિ + આત્મન, અધ્યાત્ + મ)
  5. અનાથાશ્રમ = (અનાથ + આશ્રમ, અન્ + આક્ + આશ્રમ, અ + નાથાશ્રમ)
  6. ભજનાનંદ = (ભજન + આનંદ, ભજુ + ન્ + આનંદ, ભજનાનુ + અંદ)

ઉત્તરઃ

  1. વિવેક + આનંદ
  2. સમય + અંતર
  3. નિઃ + રોગી
  4. અધિ + આત્મનું
  5. અનાથ + આશ્રમ
  6. ભજન + આનંદ

Class 10 Gujarati Textbook Solutions Chapter 6 વાઇરલ ઇન્વેક્શન (First Language)

4. નીચેના શબ્દોના સમાસ ઓળખાવોઃ

  1. ઘરડાંઘર – (દ્વિગુ, મધ્યમપદલોપી, ઉપપદ)
  2. આજકાલ – (૮ન્દ્ર, કર્મધારય, તપુરુષ)
  3. હૃદયરોગ – (તપુરુષ, ઉપપદ, દ્વ)
  4. જીવનશ્રદ્ધા – (મધ્યમપદલોપી, તપુરુષ, કર્મધારય)
  5. રાવણવધ – (કર્મધારય, તપુરુષ, કન્દુ)
  6. એકધારું – (મધ્યમપદલોપી, ઉપપદ, બહુવ્રીહિ)
  7. વેદ – ઉપનિષદ – ગીતા – હિન્દુ, હિંગુ, તપુરુષ)
  8. પાચનશક્તિ – (ઉપપદ, મધ્યમપદલોપી, તપુરુષ)
  9. ભજનાનંદ – (મધ્યમપદલોપી, ઉપપદ, તપુરુષ)
  10. અહંકાર – (દ્વિગુ, કર્મધારય, ઉપપદ)
  11. અનાથાશ્રમ (કર્મધારય, દ્વન્દ્ર, મધ્યમપદલોપી)
  12. ધૂમ્રપાન – (તપુરુષ, દ્વન્દ્ર, કર્મધારય)

ઉત્તરઃ

  1. મધ્યમપદલોપી
  2. દ્વન્દ્ર
  3. તત્પરુષ
  4. તપુરુષ
  5. તપુરુષ
  6. બહુવીહિ
  7. દ્વન્દ્ર
  8. મધ્યમપદલોપી
  9. મધ્યમપદલોપી
  10. ઉપપદ
  11. મધ્યમપદલોપી
  12. તપુરુષ

5. નીચેના શબ્દોમાં ક્યો પ્રત્યય રહેલો છે, તે લખો: (પરપ્રત્યય, પૂર્વપ્રત્યય, એક પણ પ્રત્યય નહિ)

  1. શારીરિક
  2. નીરોગી
  3. સવિનય
  4. લખાણ
  5. કટાક્ષ
  6. અભણ
  7. બેદરકાર
  8. બેઠાડુપણું
  9. સમયાંતરે
  10. કુતર્ક
  11. રોકાણ
  12. અસહ્ય

ઉત્તરઃ

  1. પરપ્રત્યય
  2. પૂર્વપ્રત્યય
  3. પૂર્વપ્રત્યય
  4. પરપ્રત્યય
  5. એક પણ પ્રત્યય નહિ
  6. પૂર્વપ્રત્યય
  7. પૂર્વપ્રત્યય
  8. પરપ્રત્યય
  9. એક પણ પ્રત્યય નહિ
  10. પૂર્વપ્રત્યય
  11. પરપ્રત્યય
  12. પૂર્વપ્રત્યય

Class 10 Gujarati Textbook Solutions Chapter 6 વાઇરલ ઇન્વેક્શન (First Language)

6. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખોઃ

  1. ગૌરવ = (મહત્તા, નામ, ઘમંડ)
  2. ઈન્સાન = (ન્યાય, માણસ, મંજૂરી)
  3. પાંગળું = (નરમ, ઢીલું, અપંગ)
  4. સ્વસ્થ = (સુઘડ, સુંદર, તંદુરસ્ત)
  5. પ્રહાર = (સવાર, ઘા, ધા)
  6. ઇરાદો = (હેતુ, બૂરાઈ, ભલમનસાઈ)
  7. સંકટ = (આફત, ભીડ, હનુમાન)
  8. ક્રૂર = (ઘાતકી, મુશ્કેલ, ક્રોધી)
  9. ખરેખર = (સાચે, પ્રત્યક્ષ, નજીક)
  10. ફરિયાદ = (પોકાર, બૂમ, રજૂઆત)

ઉત્તરઃ

  1. મહત્તા
  2. માણસ
  3. અપંગ
  4. તંદુરસ્ત
  5. ઘા
  6. હેતુ
  7. આફત
  8. ઘાતકી
  9. સાચે
  10. પોકાર

7. નીચેની સંજ્ઞાઓનો પ્રકાર લખોઃ

  1. ગાંધીજી – (વ્યક્તિવાચક, જાતિવાચક, ક્રિયાવાચક)
  2. માંદગી – (જાતિવાચક, ક્રિયાવાચક, ભાવવાચક)
  3. ઉકરડો – (જાતિવાચક, સમૂહવાચક, વ્યક્તિવાચક)
  4. મુંબઈ – (દ્રવ્યવાચક, વ્યક્તિવાચક, જાતિવાચક)
  5. ખુરશી – (સમૂહવાચક, જાતિવાચક, વ્યક્તિવાચક)
  6. પરસેવો – (વ્યક્તિવાચક, ક્રિયાવાચક, દ્રવ્યવાચક)
  7. લોહી – (જાતિવાચક, સમૂહવાચક, દ્રવ્યવાચક)
  8. દાંત – (વ્યક્તિવાચક, જાતિવાચક, સમૂહવાચક)
  9. વસતિ – (સમૂહવાચક, જાતિવાચક, ભાવવાચક)
  10. સફરજન – (વ્યક્તિવાચક, દ્રવ્યવાચક, જાતિવાચક)
  11. ઈષ્ય – (ભાવવાચક, વ્યક્તિવાચક, જાતિવાચક)
  12. સમૂહ – (ભાવવાચક, સમૂહવાચક, જાતિવાચક)
  13. અહંકાર – (વ્યક્તિવાચક, ભાવવાચક, દ્રવ્યવાચક)
  14. બડ રસેલ – (વ્યક્તિવાચક, જાતિવાચક, ક્રિયાવાચક)

ઉત્તરઃ

  1. વ્યક્તિવાચક
  2. ભાવવાચક
  3. જાતિવાચક
  4. વ્યક્તિવાચક
  5. જાતિવાચક
  6. દ્રવ્યવાચક
  7. દ્રવ્યવાચક
  8. જાતિવાચક
  9. સમૂહવાચક
  10. જાતિવાચક
  11. ભાવવાચક
  12. સમૂહવાચક
  13. ભાવવાચક
  14. વ્યક્તિવાચક

Class 10 Gujarati Textbook Solutions Chapter 6 વાઇરલ ઇન્વેક્શન (First Language)

8. નીચેનાં વાક્યોમાંના અલંકારનો પ્રકાર લખોઃ

  1. રોગ થાય તે માટે સુખી લોકો જે સ્થૂળ સાધના કરે છે, તેને બેઠાડુપણું કહે છે. – (ઉપમા, રૂપક, વ્યાજસ્તુતિ)
  2. સમર્પણ એ જ રોકાણ અને સ્નેહ એ જ ડિવિડન્ડ. – (ઉપમા, રૂપક, ઉન્ઝક્ષા)
  3. આપણે તાણ નામની વાંસા વગરની ચુડેલનો નાશ કરવાનો છે. – (યમક, સજીવારોપણ, રૂપક)
  4. સિગારેટનો ધુમાડો મનની બેચેનીનું જ વાયુસ્વરૂપ છે. – (રૂપક, ઉપમા, અતિશયોક્તિ)
  5. રોગ થાય તે માટે સુખી લોકો જે સ્થૂળ સાધના કરે છે તેને બેઠાડુપણું કહેવામાં આવે છે. – (વ્યાજસ્તુતિ, ઉન્મેલા, દષ્ટાંત)

ઉત્તર :

  1. વ્યાજસ્તુતિ
  2. રૂપક
  3. રૂપક
  4. રૂપક
  5. દષ્ટાંત

નીચેના પ્રશ્નોના માગ્યા પ્રમાણે ઉત્તર લખો:

9. નીચેના રૂઢિપ્રયોગોના અર્થ લખોઃ

  • પરસેવો છૂટી જવો – ગભરામણ થવી
  • મન ભાંગી પડવું – નિરાશ થવું
  • મનના મેલા – ખરાબ દાનતના
  • સળી કરવી – અટકચાળું કરવું
  • સંકટ સમયની સાંકળ – મુશ્કેલીના સમયે ઉપયોગ કરવો
  • સૂગ હોવી – ચીડ ચઢવી
  • છળકપટમાં રાચવું – છેતરવામાં વ્યસ્ત રહેવું
  • દાવપેચ રમવા – યુક્તિ – પ્રયુક્તિ કરવી
  • સમજણ છૂટવી – ડહાપણ ન રહેવું

10. નીચેના શબ્દસમૂહ માટે એક શબ્દ લખોઃ

  • હૃદયના ધબકારા આલેખતું યંત્ર – કાર્ડિયોગ્રામ
  • મહેમાનોની મહેમાનગતિ કરનાર – યજમાન
  • વૃદ્ધજનોને રહેવાનું સ્થળ – ઘરડાંઘર, વૃદ્ધાશ્રમ
  • કંપનીના શેરદીઠ અપાતું વ્યાજ – ડિવિડન્ડ
  • રોગ પેદા કરનાર અતિસૂક્ષ્મ જીવાણુવાળું – વાઇરસ
  • વ્યંગમાં કહેવું તે – કટાક્ષ
  • જેની કોઈ સંભાળ રાખનાર નથી તે – અનાથ
  • જેનામાં કોઈ રોગ નથી તે – નીરોગી

11. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખોઃ

  1. અપરાધ
  2. અહંકાર
  3. ગંદુ
  4. યજમાન
  5. ભણેલા
  6. દરકાર
  7. સ્થૂળ
  8. શરમ
  9. તંદુરસ્ત
  10. માંદુ
  11. સમજણ
  12. સ્વીકાર
  13. સ્વસ્થ
  14. નીરોગી
  15. અસહ્ય
  16. નુકસાન

ઉત્તરઃ

  1. અપરાધ ✗ નિરપરાધ
  2. અહંકાર ✗ નિરહંકાર
  3. ગંદું ✗ સ્વચ્છ
  4. યજમાન ✗ મહેમાન
  5. ભણેલા ✗ અભણ
  6. દરકાર ✗ બેદરકાર
  7. સ્થળ ✗ સૂક્ષ્મ
  8. શરમ ✗ બેશરમ
  9. તંદુરસ્ત ✗ નાદુરસ્ત
  10. માંદું ✗ સાજું
  11. સમજણ ✗ ગેરસમજણ
  12. સ્વીકાર ✗ અસ્વીકાર
  13. સ્વસ્થ ✗ અસ્વસ્થ
  14. નીરોગી ✗ રોગી
  15. અસહ્ય ✗ સહ્ય
  16. નુકસાન ✗ ફાયદો

Class 10 Gujarati Textbook Solutions Chapter 6 વાઇરલ ઇન્વેક્શન (First Language)

12. નીચેના શબ્દોના અર્થ આપોઃ

  1. માદા – માંદા
  2. નશો – નસો
  3. ખાંસી – ખાસી
  4. સારુ – સારું
  5. નાસ્તો – નાસતો
  6. શરત – સુરત

ઉત્તરઃ

  1. માદા – સ્ત્રી જાત.
    માંદા – બીમાર
  2. નશો – કેફ
    નસો – રગ
  3. ખાંસી – ઉધરસ
    ખાસી – બરોબર, યોગ્ય
  4. સારુ – ને માટે
    સારું – સુંદર, મજાનું
  5. નાસ્તો શિરામણ
    નાસતો – દોડતો, ભાગતો
  6. શરત – હોડ, કરાર
    સરત – ધ્યાન, સ્મૃતિ

13. નીચેનાં વાક્યોમાંથી વિશેષણ શોધીને તેનો પ્રકાર લખોઃ

  1. સ્વચ્છ હૉસ્પિટલો મોંઘી હોય છે.
  2. બીજી બાબતોની ચકાસણી કરી લેવી જોઈએ.
  3. અતિશય ચિંતા પેટના અલ્સરને ખો આપે.
  4. એક સ્ત્રીનો ફોટો અખબારોમાં છપાયો.
  5. માનસિક તાણ બ્લડપ્રેશરને સળી કરે છે.

ઉત્તર :

  1. સ્વચ્છ – ગુણવાચક
  2. બીજી – સંખ્યાવાચક
  3. અતિશય – માત્રાસૂચક
  4. એક – સંખ્યાવાચક, સ્ત્રીનો – સંબંધવાચક
  5. માનસિક – ગુણવાચક

14. નીચેનાં વાક્યોમાંથી ક્રિયાવિશેષણ શોધીને તેનો પ્રકાર લખોઃ

  1. દર્દીઓને કાને આજકાલ બે શબ્દો અચૂક પડે છે? વાઇરલ ઇન્સેશન’.
  2. માણસ પોતાના શરીર સાથે નિર્દયતાપૂર્વક વર્તે છે.
  3. તેણે મુલાકાતમાં જણાવ્યું કે હવે તેણે સિગારેટની સંખ્યા ઘટાડી કાઢી છે.
  4. કાર ખોટવાઈ પડે તો એનો માલિક થોડોક શરમાય છે.
  5. મુંબઈની ટ્રેનમાં ભજનમંડળી ધૂમ મચાવે છે.

ઉત્તરઃ

  1. આજકાલ – સમયવાચક.
  2. નિર્દયતાપૂર્વક – રીતિવાચક
  3. હવે – સમયવાચક
  4. થોડોક – માત્રાસૂચક
  5. ટ્રેનમાં – સ્થાનવાચક

Class 10 Gujarati Textbook Solutions Chapter 6 વાઇરલ ઇન્વેક્શન (First Language)

15. નીચેના શબ્દોના ધ્વનિઘટકો છૂટા પાડોઃ

  1. કીડિયાર
  2. ઈષ્ય
  3. વ્યક્તિ
  4. પ્રજા
  5. ધૂમ્ર

ઉત્તરઃ

  1. કીડિયારું – ફ + ઈ + + $ + યુ + આ + ૨+ ઉં
  2. ઈર્ષ્યા – ઈ + ૨ + ૬+ યુ + આ
  3. વ્યક્તિ – ન્ + યુ + અ + ફ + ૮ +
  4. પ્રજા – ૫ + ૨ + અ + ક્ + આ
  5. ધૂમ્ર – ધુ + ઊ + મ્ + ૨ + અ

16. નીચેનાં જોડકાં યોગ્ય રીતે જોડોઃ

પ્રશ્ન 1.

“અ” “બ”
1. કર્તરિરચના 1. એક જમાનામાં કોઈ માંદું પડે તો દાક્તરને સજા કરવામાં આવતી.
2. કર્મણિરચના 2. હવે તેણે સિગારેટની સંખ્યા ઘટાડી છે.
3. લોકો બસ ખાધા રાખે છે.

ઉત્તરઃ
1. કર્તરિરચના – હવે તેણે સિગારેટની સંખ્યા ઘટાડી છે.
2. કર્મણિરચના – એક જમાનામાં કોઈ માંદું પડે તો દાક્તરને સજા કરવામાં આવતી.

પ્રશ્ન 2.

“અ” “બ”
1. ભાવેરચના 1. મુંબઈની ટ્રેનમાં ભજનમંડળી ધૂમ મચાવે છે.
2. પ્રેરકરચના 2. લોકોથી બસ ખાધે રખાય છે!
3. રામે તાડકા નામની રાક્ષસીનો વધ કરાવેલો.

ઉત્તરઃ
1. ભાવેરચના – લોકોથી બસ ખાધે રખાય છે!
2. પ્રેરકરચના – રામે તાડકા નામની રાક્ષસીનો વધ કરાવેલો.

વાઇરલ ઇન્વેક્શન Summary in Gujarati

પાઠ – પરિચય
Class 10 Gujarati Textbook Solutions Chapter 6 વાઇરલ ઇન્વેક્શન (First Language) 1
– ગુણવંત શાહ [જન્મ: 12 – 03 – 1987].

જાણીતા ચિંતક ગુણવંત શાહના “મરો ત્યાં સુધી જીવો’ નિબંધસંગ્રહમાંથી આ નિબંધ વાઇરલ ઇન્ફકશન’ લેવામાં આવ્યો છે. આ નિબંધમાં લેખકે માનવીની આરોગ્ય પ્રત્યેની બેદરકારી પરત્વે ધ્યાન દોર્યું છે, એટલું જ નહિ, પણ સમાજની અનેક મર્યાદાઓ તરફ અંગુલિનિર્દેશ કર્યો છે.

Class 10 Gujarati Textbook Solutions Chapter 6 વાઇરલ ઇન્વેક્શન (First Language)

પાન, ગુટકા, સિગારેટ વગેરે વ્યસનો અને સ્વચ્છતા પ્રત્યે બેદરકારી આરોગ્ય માટે હાનિકારક છે. પહેલું સુખ તે જાતે નર્યા’ એ સત્ય હજી આપણે સમજી શક્યા નથી. આ નિબંધનો સંદેશ એ છે કે સ્વચ્છતાનું મહત્ત્વ સમજવું અને દુર્વ્યસનોથી દૂર રહેવું.

કેવળ નિર્ચાજ પ્રેમ જ માનવીના જીવનને સમૃદ્ધ અને સુંદર બનાવે છે. એ સંદર્ભમાં લેખકે ‘લવ થેરપીની જીવનમાં તાતી અનિવાર્યતા છે, એમ કહી એની મહત્તા દર્શાવી છે.

લેખકે રસાળ શૈલી તેમજ અનેક સંદર્ભો દ્વારા પોતાની વાતને અસરકારક રીતે રજૂ કરી છે, એ રીતે નિબંધ દ્વારા લોકજાગૃતિનું અનન્ય કાર્ય થયું છે.

વાઇરલ ઇન્વેક્શન શબ્દાર્થ

  • વાઇરલ (સં.) – રોગ પેદા કરનાર અતિ સૂક્ષ્મ જીવાણુ.
  • ઈન્વેક્શન (અં) – ચેપ.
  • માંદું – બીમાર. સેમ્યુઅલ
  • બટલર – એક અંગ્રેજ લેખક.
  • કેદ – કારાવાસ, જેલ
  • સજા – શિક્ષા.
  • બર્ફીડ રસેલ – એક બ્રિટિશ ફિલોસૉફર.
  • ગમ્મત – રમૂજ.
  • ખોટકાવું – બંધ પડી જવું. ગૌરવપૂર્વક આદર સહિત.
  • નિર્દયતા – ક્રૂરતા, ઘાતકીપણું.
  • બેદરકાર – કાળજી વગર.
  • અપમાનિત – અનાદર પામેલું, (અહીં) ધ્યાન ન આપવું.
  • સવિનય કાનૂનભંગ – કાયદાનો નિઃશસ્ત્ર પ્રતિકાર, (અહીં) અસ્વસ્થતાનો મૂક પ્રતિકાર.
  • મથવું – મહેનત કરવી, (અહીં) પ્રયત્ન કરવો.
  • ક્રૂર કટાક્ષ – નિર્દયતાથી કરેલો વ્યંગ.
  • સ્થળ સાધના – મૂર્ખામીભર્યા પ્રયત્નો.
  • બેઠાડુપણું – આળસુપણું, એદીપણું.
  • શોભા – સુંદર દેખાવ, (અહીં) આબરૂ, પ્રતિષ્ઠા, શાન.
  • નછૂટકે – પરાણે, લાચારીથી.
  • ચકાસણી – પરીક્ષણ.
  • સમયાંતરે – બે સમય વચ્ચેનો ગાળો.
  • ઓ.પી.ડી. – હૉસ્પિટલમાં આવતા દર્દીઓને તબીબી સલાહ તેમજ અન્ય સેવા પૂરી પાડનારો વિભાગ (Out Patent Department).
  • કીડિયારું ઊભરાવું – કીડીઓના દરમાં વિશેષ પ્રમાણમાં કીડીઓ હોવી, (અહીં) સંખ્યાબંધ વૃદ્ધો હોવા.
  • અનાથ – નિરાધાર. Class 10 Gujarati Textbook Solutions Chapter 6 વાઇરલ ઇન્વેક્શન (First Language)
  • વિી. પી. પાર્સલ – પત્રો, પુસ્તકો, વર્તમાનપત્રો જેવી કિંમતી વસ્તુઓની નોંધ કરી, તેમને જણાવેલ સ્થળે પહોંચાડવા માટે તૈયાર કરેલું પોટલું.
  • વાંક – દોષ, અપરાધ.
  • પાંગળું – અપંગ, અશક્ત, નિર્બળ.
  • ઢગલાબંધ – પુષ્કળ, ગીચ,
  • જથ્થાબંધ – એકસામટું.
  • મહામારી – કૉલેરા.
  • ઇન્સાન – માણસ.
  • ઉકરડો – કચરાનો ઢગલો.
  • અડખેપડખે – આસપાસ.
  • ખલેલ – હરકત, અડચણ.
  • બણબણવું – માખીઓએ બણબણ અવાજ કરવો, (અહીં) દર્દીઓએ દર્દને કારણે ઊંહકારા કરવા.
  • વેદ – આયનું સૌથી
  • પ્રાચીન ધર્મપુસ્તક – ઋગ્વદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ.
  • ઉપનિષદ – વેદના ગૂઢ અર્થોને સ્પષ્ટ કરતો, બ્રહ્મવિદ્યાનું પ્રતિપાદન કરતો ગ્રંથ.
  • ગીતા – કુરુક્ષેત્રના મેદાનમાં શ્રીકૃષ્ણ અર્જુનને આપેલ જ્ઞાનને રજૂ કરતો 18 અધ્યાયનો ગ્રંથ, ભગવદ્ગીતા.
  • નિયમ – ધારો, ચાલ, પ્રથા.
  • અપરાધ – ગુનો, વાંક.
  • આધ્યાત્મિક ભૂલ – જીવાત્માને લગતી ખામી.
  • રિસેપ્શન (અ.) – મહેમાનોનું સ્વાગત કરવા માટે યોજેલ સમારંભ.
  • ઈરાદો – આશય, હેતુ.
  • હાલત – દશા.
  • વહેમ – શંકા. Class 10 Gujarati Textbook Solutions Chapter 6 વાઇરલ ઇન્વેક્શન (First Language)
  • વેડફાઈ ચૂકેલું – બગાડી નાખેલું.
  • ખાંસી – ઉધરસ.
  • સમજણ સાથે છૂટાછેડા – સમજણનો અભાવ કે સમજણ ન રાખવી.
  • સ્વસ્થતા – તંદુરસ્તી.
  • પ્રસન્નતા – ખુશી, આનંદ.
  • પાચનશક્તિ – ખાધેલું પચાવવાની શક્તિ, જઠરાગ્નિ.
  • ઍસિડિટી (અં) – ખટાશ, અમ્લતા, પિત્ત.
  • સંભવ – શક્યતા.
  • બ્લડપ્રેશર (અં.) – લોહીનું દબાણ.
  • અલ્સર (અં.) – શરીરના અંદરના ભાગમાં પડેલું ચાંદુ.
  • તાકાત – શક્તિ.
  • રાક્ષસી – રાક્ષસ જેવું, વિકરાળ.
  • વધ – હત્યા.
  • તાણ – તણાવ, માનસિક ખેંચ, મનની તંગ હાલત.
  • ચુડેલ – ડાકણ.
  • અહંકાર – અભિમાન, ગુમાન, ઘમંડ.
  • પજવવું – હેરાન કરવું, સતાવવું.
  • પ્રજાળવું – સળગાવવું.
  • નીરોગી – તંદુરસ્ત, આરોગ્યમય.
  • નશો – કેફ. બેચેની અસ્વસ્થતા.
  • કુતર્ક – ખોટા વિચાર.
  • ઘરડો તર્ક – ખોટો વિચાર,
  • જૂનો – પુરાણો વિચાર.
  • ઉપચાર – ઇલાજ, ઉપાય. Class 10 Gujarati Textbook Solutions Chapter 6 વાઇરલ ઇન્વેક્શન (First Language)
  • લવ થેરપી (અં.) – પ્રેમ દ્વારા કરાતો ઉપચાર.
  • સાઈકિયાટ્રિસ્ટ (અ.) – મનોચિકિત્સક.
  • પૂર્વશરત – પહેલેથી કરેલો ઠરાવ.
  • જીવનવીમો – જીવનમાં હાનિ, અકસ્માત કે મૃત્યુ ઇત્યાદિ સામે સલામતી મળે એ માટે વીમો (ઇન્શ્યોરન્સ) ઉતરાવવો.
  • સમર્પણ – અર્પણ કરવું તે.
  • રોકાણ – કોઈ કંપનીમાં મૂડી રોકવી, (અહીં) જીવનશ્રદ્ધામાં સમર્પણભાવ રાખવો.
  • ડિવિડન્ડ (અં) – કંપનીના શેરદીઠ અપાતું વ્યાજ.

Leave a Comment

Your email address will not be published.