Class 11 Gujarati Textbook Solutions Chapter 17 મારું ઘર

Gujarat Board GSEB Std 11 Gujarati Textbook Solutions Chapter 17 મારું ઘર Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 11 Gujarati Textbook Solutions Chapter 17 મારું ઘર

Class 11 Gujarati Textbook Solutions Chapter 17 મારું ઘર Textbook Questions and Answers

મારું ઘર સ્વાધ્યાય

1. નીચેના દરેક પ્રશ્નનો એક-એક વાક્યમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
સંધ્યાના રંગો કેવા દેખાય છે?
ઉત્તરઃ
સંધ્યાના રંગો સ્વર્ણ જેવા પીળા દેખાય છે.

Class 11 Gujarati Textbook Solutions Chapter 17 મારું ઘર

પ્રશ્ન 2.
કવિના કયા સંકલ્પો પૂરા થયા હતા?
ઉત્તરઃ
“મારું ઘર’ કાવ્યના કવિના પોતાના ક્ષેત્રના અગણિત સંકલ્પો પૂરા થયા હતા.

પ્રશ્ન 3.
કવિ કોની-કોનો મેળો જામેલો છે એમ કહે છે?
ઉત્તરઃ
‘મારું ઘર’ કાવ્યના કવિ સૂર્ય, પવન, જળ, જીવ અને વનના ફાલનો મેળો જામેલો છે એમ કહે છે.

પ્રશ્ન 4.
ગોધૂલિ-વેળા એટલે શું?
ઉત્તરઃ
“ગોધૂલિ – વેળા’ એટલે ગાયો ચરીને સાંજે પાછી ફરતી હોય તે સમય.

2. નીચેના દરેક પ્રશ્નનો બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો :

પ્રશ્ન 1.
ગોધૂલિ-વેળાની કઈ ઘટના કવિને ગમે છે?
ઉત્તરઃ
ગોધૂલિ – વેળા એટલે સમીસાંજનો સમય. આ સમયે ગાયો ચરીને વગડામાંથી ગામમાં પાછી ફરતી હોય છે. ઘેર – ઘેર ગાયો દોહાતી હોય છે. ગાયના દૂધની સેર દોણીમાં પડે છે ત્યારે તેનો થતો અવાજ કવિને ગમે છે.

Class 11 Gujarati Textbook Solutions Chapter 17 મારું ઘર

પ્રશ્ન 2.
કાવ્યના અંતે કવિ કઈ ઇચ્છા વ્યક્ત કરે છે?
ઉત્તર :
કવિને પોતાનું કાળ – જૂનું ઘર યાદ આવે છે. તેની સાથે વતન યાદ આવે છે. કાવ્યના અંતે “ચાલો એ ઘેર’માં કવિ પોતાને ઘેર જવાની ઇચ્છા વ્યક્ત કરે છે.

3. નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો :

પ્રશ્ન 1.
“મારું ઘર” શીર્ષક સમજાવો.
ઉત્તરઃ
દુનિયામાં સૌથી સુંદર “મારું ઘર છે. દુનિયાના ગમે તે છેડે જાઓ, સૌંદર્ય માણો, સગવડો ભોગવો પરંતુ પોતાના ઘર જેવી નિરાંતનો અનુભવ તમને ક્યાંય થશે નહિ.

કવિનું માદરે વતનનું ઘર કંઈ આલીશાન નથી. ખેતરોની વચ્ચે, પ્રાકૃતિક વાતાવરણમાં મેડીવાળું સામાન્ય મકાન છે. કવિએ બાળપણ અહીં જ વીતાવેલું. આ ઘરમાંથી કવિએ અનેક સંકલ્પો કરેલા અને એ સંકલ્પો પૂરા કરવા માટે અનેક સ્થળે ગયેલા.

એ સ્વપ્નો પૂરાં થયેલાં તેને કવિ અનિમિષ નજર માંડી નિહાળે છે.

કવિને ઋતુ – તુ પ્રમાણે થતા પાક, બદલાતું વાતાવરણ વગેરે યાદ આવે છે અને તેમનું હૃદય તે શાન્તિમંત્રને અરવ સાંભળે છે. કવિને ગોધૂલિ – વેળાનું વાતાવરણ પણ યાદ આવે છે. કવિને વતનમાં એ ઘેર જવાની ઈચ્છા થઈ આવે છે એટલે જ કવિ કહે છે કે, “ચાલો એ ઘેર.”

આમ, કાવ્યમાં કવિના કાળ – જૂના ઘરનું, તેની આસપાસના વાતાવરણનું, ઋતુ પ્રમાણે થતા ફેરફારનું, ગોધૂલિ – વેળાનું વર્ણન તેમજ તેમના અંતરમાં ગુંજતો શાન્તિમંત્ર જોતાં “મારું ઘર’ શીર્ષક યથાર્થ છે.

Class 11 Gujarati Textbook Solutions Chapter 17 મારું ઘર

પ્રશ્ન 2.
આ સૉનેટનો વતનપ્રેમ તમારા શબ્દોમાં વર્ણવો.
ઉત્તરઃ
‘મારું ઘર’ સૉનેટ છે. તેમાં કવિએ પોતાના વતનના કાળ – જૂના ઘરનું વર્ણન કર્યું છે. કવિનું નળિયાંવાળું મેડીનું ઘર ખુલ્લાં ખેતરોની ઉગમણી દિશાએ આવેલું છે.

કવિનું બાળપણ અહીં જ પસાર થયેલું. પોતે અહીં અનેક સ્વપ્નો જોયેલાં, અનેક સંકલ્પ કરેલા અને પૂરાં કરવા માટે જ્યાં જ્યાં જવાની જરૂર પડી ત્યાં ત્યાં ગયા હતા.

કવિનો વતનપ્રેમ પણ કાવ્યમાં જોવા મળે છે. ઋતુ પ્રમાણે પાક થતો, વાતાવરણ બદલાતું તેનો સૌને અનેરો આનંદ થતો. કવિના અંતરમાં એ અનેરા આનંદનો શાન્તિમંત્ર સદાય ગુંજતો રહે છે.

કવિ ગોધૂલિ – વેળાનું વાતાવરણ પણ ભૂલી શકતા નથી. સાંજે ગાયો ચરીને ગામમાં પાછી ફરતી, દૂધ – સેરનો દોણીમાં અવાજ થતો, ઠંડા પવનની લહેર શરીરને પ્રફુલ્લિત કરતી આ બધાં વર્ણનમાં કવિનો વતનપ્રેમ પ્રદર્શિત થાય છે.

Std 11 Gujarati Textbook Solutions Chapter 17 મારું ઘર Additional Important Questions and Answers

મારું ઘર પ્રશ્નોત્તર

1. નીચેના પ્રશ્નો માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:

પ્રશ્ન 1.
“મારું ઘર’ કાવ્યના કવિનું નામ જણાવો.
(a) હરિહર ભટ્ટ
(b) રાજેન્દ્ર શાહ
(c) અશ્વિની પાનસે
(d) પ્રેમાનંદ
ઉત્તરઃ
(b) રાજેન્દ્ર શાહ

Class 11 Gujarati Textbook Solutions Chapter 17 મારું ઘર

પ્રશ્ન 2.
“મારું ઘર’ કાવ્યનો સાહિત્યપ્રકાર જણાવો.
(a) લોકગીત
(b) પદ
(c) ઊર્મિકાવ્ય
(d) ગઝલ
ઉત્તરઃ
(c) ઊર્મિકાવ્ય

મારું ઘર વ્યાકરણ Vyakaran

1. નીચેનાં વાક્યો ભાષાની દષ્ટિએ સુધારીને ફરીથી લખો:

(1) પવનની અડતી અંગને ઠંડી હેર!
(2) મેડીની અહીં લગી બારી નજર ઢાળતું રહે.
ઉત્તરઃ
(1) પવનની ઠંડી લહેર અંગને અડતી!
(2) મેડીની બારી અહીં લગી નજર ઢાળતી રહે.

2. નીચેનાં વાક્યોમાંથી પ્રત્યય શોધી લખોઃ

(1) આ ખેતરોની ઉગમણી બાજુ મારું ઘર છે.
(2) પવનની ઠંડી લહેર અંગને પ્રસન્ન કરે છે.
ઉત્તરઃ
(1) ની
(2) ની, ને

3. નીચેના તળપદા શબ્દોનું શિષ્ટ રૂપ લખોઃ

(1) રે – રહે
(2) ગમ – બાજુ
(3) ત્યહીં – ત્યાં
(4) આંહી – અહીં

Class 11 Gujarati Textbook Solutions Chapter 17 મારું ઘર

4. નીચે આ વિભાગમાં આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો બ” વિભાગમાંથી શોધીને લખો :

અ” વિભાગ – બ” વિભાગ
(1) સંકલ્પ – નાદ, અવાજ
(2) દગ – નિશ્ચય, મનસૂબો
(3) ભવન – દષ્ટિ, નજર
(4) રવ – રહેઠાણ, મકાન
ઉત્તરઃ
(1) સંકલ્પ – નિશ્ચય, મનસૂબો
(2) દગ – દષ્ટિ, નજર
(3) ભવન – રહેઠાણ, મકાન
(4) રવ – નાદ, અવાજ

5. નીચેના શબ્દોની જોડણી સુધારીને ફરીથી લખોઃ

(1) સુસમા
(2) નીખીલ
(3) સંકલપ
(4) શાન્તીમંત્ર
(5) વ્યતિત
ઉત્તરઃ
(1) સુષમા
(2) નિખિલ
(3) સંકલ્પ
(4) શાન્તિમંત્ર
(5) વ્યતીત

6. નીચેના શબ્દોના સમાસ ઓળખાવોઃ

(1) અશ્વત્થ – ટોચે – તપુરુષ સમાસ
(2) શાન્તિમંત્ર – મધ્યમપદલોપી સમાસ
(3) આનંદછંદ – મધ્યમપદલોપી સમાસ
(4) ગોધૂલિ – વેળા – તપુરુષ સમાસ

મારું ઘર Summary in Gujarati

મારું ઘર પ્રાસ્તાવિક
રાજેન્દ્ર શાહ [જન્મ: 28 – 1 – 1913; મૃત્યુ: 8 – 1 – 2010].

મારું ઘર ઊર્મિકાવ્ય છે. કવિએ ગામમાં પ્રવેશતાં દેખાતા પોતાના કાળ – જૂના ઘરનું સુંદર વર્ણન કર્યું છે. ઘરને જોતાં જ કવિને ભૂતકાળમાં સેવેલાં સ્વપ્નો યાદ આવી જાય છે. ઘરની સ્મૃતિ સાથે ગામના વાતાવરણની સ્મૃતિ તાજી થાય છે. જેમાં કવિનો વતનપ્રેમ પણ જોવા મળે છે.

Class 11 Gujarati Textbook Solutions Chapter 17 મારું ઘર

મારું ઘર કાવ્યની સમજૂતી

આ ખુલ્લાં ખેતરોની ઉગમણી (પૂર્વ) બાજુએ લતા – મંડપ દેખાય, (છે) એમાં અશ્વત્થ – ટોચે પીપળાના છેક ઉપરના ભાગે) ધ્વજ ફરકે, (છે) ત્યાં બાજુમાં લાલ નેવે (નળિયાં) છાયેલું, (મારું ઘર છે.)

સાંજના સ્વર્ણ તેજ (સોના જેવા પીળા રંગના પ્રકાશ) અનુપમ સુષમા (સોંદય) ધરી, જેની મેડીની બારી અહીં સુધી સ્નેહથી નજર ઢાળે નમાવે) છે, તે મારું ઘણા સમયનું જૂનું થયેલું ભવન (ઘર) (છે).

આ કેન્દ્રથી ચારે બાજે વિસ્તરેલું (છે). જ્યાં જ્યાં મારી ગતિ (જ્યાં જ્યાં પ્રવેશ મેળવવા ગયો) થઈ, ત્યાં ત્યાં એની સર્વત્ર અદીઠ (નહિ દેખાતી) છાયા રેલાય છે).

બધાં ક્ષેત્રે (સ્થાને) સંકલ્પનાં અગણિત બીજ વેરેલાં (અને) સ્વપ્ન ખીલેલાં (જ્યાં જે ઇચ્છાઓ કરી અને તે ઇચ્છાઓ ફળી) તે જાણે (આ ઘર) અનિમિષ નજરે નિહાળે છે.

અને અહીં સૂર્ય (તડકો), ઝંઝા (પવનના સૂસવાટા), જળ, જીવ (માણસો, પશુઓ), વનના ફાલ(પાક)નો મેળો જામેલો તેના ઋતુ સમાન (પ્રમાણે) રમતા નિત્ય કોલાહલય ગુંજતા, ઝીણાં શાંત રવ(અવાજ)નો શાન્તિમંત્ર હૃદયેથી સાંભળીને ઝીલું છું), જેના અનુસંધાનમાં મારું મન સદાય આનંદના ગીત ગાય છે.

હવે ગોધૂલિ – વેળા (ગાયોનો સાંજે ગામમાં પાછા ફરવાનો સમય) દૂધ – સેરનો દોણી (હાંડલી) અવાજ ધરે (ઉતાવળે દોહવાનો અવાજ આવે), ચાલો એ ઘેર, (જ્યાં) ઘેલા પવનની ઠંડી લહેર શરીરને અડતી હતી! (ખુશનુમા હવાનો આનંદ મળતો !)

Class 11 Gujarati Textbook Solutions Chapter 17 મારું ઘર

મારું ઘર શબ્દાર્થ

  • ઉગમણી ગમ – પૂર્વદિશા બાજુ.
  • કુંજ – ઝાડ અથવા વેલાનાં પાંદડાંથી થયેલી ઘટા,
  • લતા – મંડપ.
  • અશ્વત્થ – ટોચે – પીપળાના છેક ઉપરના ભાગે.
  • ફરકત – ફરકતો.
  • નેવે – નેવું, છાપરાના છેડા ઉપરનાં નળિયાં જેમાંથી પાણી નીચે બહાર પડે છે તે.
  • છાયેલું – છવાયેલું, ઢંકાયેલું.
  • સ્વર્ણ તેજે – સોના જેવા પીળા રંગના પ્રકાશે.
  • અનુપમ – જેને ઉપમા નથી એવું, સર્વોત્તમ.
  • સુષમા – અતિ સુંદરતા, સૌંદર્ય.
  • સાધ્ય – સંધ્યાસંબંધી, સંધ્યાકાળનું.
  • મેડી – નાનો માળ.
  • લગી – સુધી.
  • નજર ઢાળતી – નજર ઢાળવી, નજર નમાવવી.
  • સનેહ – સ્નેહથી, પ્રેમથી.
  • કાળ – જૂનું ઘણા સમયનું જૂનું થઈ ગયેલું.
  • ભવન – રહેઠાણ, મકાન.
  • નિખિલ – બધે.
  • વિસ્તરેલું – વિસ્તાર પામેલું, ફેલાયેલું.
  • સર્વત્ર – દરેક સ્થળ.
  • ગતિ – (અહીં) પ્રવેશ, પ્રવેશ કરવાની
  • બુદ્ધિ – શક્તિ.
  • ત્યહીં – ત્યાં. Class 11 Gujarati Textbook Solutions Chapter 17 મારું ઘર
  • રેલાય – રેલાવું, ફેલાય.
  • છાયા – પડછાયો.
  • અદીઠ – નહિ દેખાતું, અદષ્ટ.
  • ક્ષેત્રે – સ્થાને.
  • સંકલ્પ – ઇરાદો, ઇચ્છા, નિશ્ચય, મનસૂબો.
  • કેરાં – નાં.
  • અગણિત – અસંખ્ય.
  • કોળેલું – પાંગરેલું, ખીલેલું.
  • અનિમિષ – આંખનો પલકારો માર્યા વિનાનું.
  • દગ – દષ્ટિ, નજર, આંખ
  • નિહાળે – નિહાળવું, ધારીધારીને જોવું.
  • વ્યતીત – વીતી ગયેલું, પસાર થઈ ગયેલું.
  • અહી – અહીં.
  • ઝંઝા – પવનનો કે પવન સાથે પડતા વરસાદનો સૂસવાટફાલ – પાક.
  • અનંત – અપાર.
  • ઋતુ – મોસમ.
  • સમ – સમાન.
  • નિત્ય – રોજનું.
  • કોલાહલ – શોરબકોર, ઘોઘાટ.
  • ગુંજ્ત – ગણગણાટ.
  • ઝીલું – ઝીલવું.
  • અરવ – રવ (અવાજ) વિનાનું, શાંત.
  • શ્રુતિ – સાંભળવું તે.
  • તણો – કેરો. Class 11 Gujarati Textbook Solutions Chapter 17 મારું ઘર
  • આનંદ છે – આનંદની લતમાં.
  • અનુસંધાન – આગળની વસ્તુ સાથેનું જોડાણ કે તેમાં આવતી વસ્તુ.
  • રે – રહે.
  • સદૈવ – હંમેશાં.
  • હાવાં – હવે.
  • ગોધૂલિ – વેળા – ગાયો ચરીને સાંજે પાછી ફરતી હોય તે સમય, સમીસાંજનો સમય.
  • તૃત – ઉતાવળું, ઝડપવાળું.
  • રવ – અવાજ.
  • દોણી – હાંલ્લી (દૂધ, દહીં વગેરે ભરવાની) હાંડલી.

Leave a Comment

Your email address will not be published.