Class 12 Gujarati Textbook Solutions Chapter 1 ક્રોધી સ્વભાવને જીતવો ને

Gujarat Board GSEB Std 12 Gujarati Textbook Solutions Chapter 1 ક્રોધી સ્વભાવને જીતવો ને Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 12 Gujarati Textbook Solutions Chapter 1 ક્રોધી સ્વભાવને જીતવો ને

Class 12 Gujarati Textbook Solutions Chapter 1 ક્રોધી સ્વભાવને જીતવો ને Textbook Questions and Answers

ક્રોધી સ્વભાવને જીતવો ને સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો.

પ્રશ્ન 1.
ગંગાસતી શાને જીતવાનું કહે છે?
ઉત્તરઃ
ગંગાસતી મનુષ્યના દુશ્મન એવા ક્રોધને જીતવાનું કહે છે.

Class 12 Gujarati Textbook Solutions Chapter 1 ક્રોધી સ્વભાવને જીતવો ને

પ્રશ્ન 2.
મનની દ્વિધા (મૂંઝવણ) ટાળવા કવયિત્રી કેવો વ્યવહાર સૂચવે છે?
ઉત્તર :
મનની દ્વિધા ટાળવા કવયિત્રી સર્વ સાથે સમાનભાવે વર્તવાની સલાહ આપે છે.

પ્રશ્ન 3.
ગંગાસતીની શિષ્યા કોણ હતા?
ઉત્તરઃ
ગંગાસતીની શિષ્યા પાનબાઈ હતી.

2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યમાં ઉત્તર લખો.

પ્રશ્ન 1.
ગંગાસતી અંતરમાં શું ધારણ કરવાનું જણાવે છે? શા માટે?
ઉત્તરઃ
ગંગાસતી ક્રોધ પર વિજય મેળવીને મૌન ધારણ કરવાનું જણાવે છે. મનમાં રહેલા વિરોધને ટાળીને મનને પવિત્ર રાખી, કામ પર વિજય મેળવવો અને અંતરમાં વૈરાગ રાખવો. જગતના વૈભવને મિથ્યા માનીને, દુર્જનનો સંગ ટાળવાનું કહે છે. કેમ કે આમ કરવાથી મનુષ્ય ક્રોધ પર વિજય મેળવી શકશે.

પ્રશ્ન 2.
કઈ આશા છોડીને શેમાં ધ્યાન ધરવાનો ઉપદેશ ગંગાસતી જણાવે છે?
ઉત્તરઃ
ગંગાસતી આ લોક અને પરલોકની આશા છોડીને ભક્તિમાં અને ઈશ્વર સ્મરણમાં મન પરોવવાનું કહે છે. જગતમાં મળેલી સિદ્ધિઓને તરણાં સમાન ગણવી. સિદ્ધિઓને કારણે અભિમાન ન આવે એની કાળજી લેવી. પોતાના વચનમાં હંમેશાં મક્કમ રહેવું. આમ, જગતની મોહમાયાને ત્યજીને ઈશ્વરમય રહેવાનું કહેવામાં આવ્યું છે.

Class 12 Gujarati Textbook Solutions Chapter 1 ક્રોધી સ્વભાવને જીતવો ને

3. સવિસ્તર ઉત્તર લખો.

પ્રશ્ન 1.
ગંગાસતી માનવ સ્વભાવના કયા કયા દુર્ગુણો જણાવી તેને દૂર કરવાના ઉપાયો સૂચવે છે?
ઉત્તરઃ
ગુજરાતી સાહિત્યજગતમાં સંતકવયિત્રી તરીકેની પ્રસિદ્ધિ મેળવનાર ગંગાસતીના પ્રચલિત ભજનમાંનું આ એક ભજન છે. પ્રસ્તુત ભજનમાં ખૂબ જ સરળ શબ્દોમાં ક્રોધ પર વિજય મેળવવાના માર્ગો દર્શાવ્યા છે.

આપણાં ભારતીય ધર્મશાસ્ત્રોમાં જેને પરિપુ કહ્યા છે તે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર. આ છ મહાશત્રુ પર વિજય મેળવવો ખૂબ કપરો છે. ગંગાસતી પાનબાઈને કહે છે કે, જેમણે અધ્યાત્મના માર્ગે પ્રયાણ કરવું હોય તેણે ક્રોધ પર વિજય મેળવવો જ રહ્યો. ક્રોધ જ સર્વ દુઃખોનું કારણ છે.

માનવીએ ક્રોધ પર વિજય મેળવવા સર્વ સાથે સમાનભાવે વર્તવું જોઈએ. સંસારની આસક્તિનો ત્યાગ કરવો જોઈએ. હૃદયની નિર્મળતાથી મનમાં રહેલા વિરોધને ટાળવો જોઈએ. મનને પવિત્ર અને વૈરાગી રાખીને કામ પર વિજય મેળવવો જોઈએ. જગતના વૈભવને મિથ્યા જાણીને દુર્જનનો સંગ પણ ટાળવો જોઈએ.

આમ, આ પદમાં ક્રોધનાં કારણોની સાથે તેના નિવારણના ઉપાયો પણ બતાવાયા છે.

પ્રશ્ન 2.
ક્રોધી સ્વભાવ જીતવા ગંગાસતી શો ઉપદેશ આપે છે તે જણાવો.
ઉત્તર :
સંતકવયિત્રી ગંગાસતીએ માનવજીવનનાં આધારરૂપ અણમોલ પાસાઓનો અભ્યાસ કરીને, જગતને ઉપદેશ આપવાના હેતુથી વિવિધ કાવ્યરચનાઓ કરી છે.

Class 12 Gujarati Textbook Solutions Chapter 1 ક્રોધી સ્વભાવને જીતવો ને

અધ્યાત્મને માર્ગે જનારે પરિપુ પર વિજય મેળવવા ક્રોધને ત્યાગીને, મનના વિરોધને દૂર કરવો જોઈએ. સર્વ સાથે સમાનભાવે વર્તવું જોઈએ. સંસારની આસક્તિનો ત્યાગ કરીને, હૃદયની નિર્મળતાથી કામ પર વિજય મેળવવો જોઈએ. જગતના વૈભવને મિથ્યા ગણીને, દુર્જનોનો સંગ છોડી દેવો જોઈએ.

ક્રોધ પર વિજય મેળવવો મનુષ્ય માટે અતિ વિકટ છે, છતાં જગતની મોહમાયાને છોડીને ભક્તિમાં જ ધ્યાન લગાવવાથી ક્રોધ પર વિજય મેળવી શકાય છે. જગતમાં મેળવેલી સિદ્ધિઓને તરણાં સમાન ગણવી. સિદ્ધિઓને કારણે અભિમાન ન આવે એની કાળજી લેવી. પોતાના વચનમાં હંમેશાં મક્કમ રહેવું. આમ, મનની ઇચ્છાઓ અને જગતની મોહમાયાને ત્યજીને ઈશ્વરમય રહેવાનું કહે છે.

કાવ્યના અંતમાં, ગંગાસતી પાનબાઈને અક્રોધના મહિમાની સાથે ક્રોધના નિવારણનાં કારણો બતાવીને જગતને ઉમદા સંદેશ આપ્યો છે.

Std 12 Gujarati Textbook Solutions Chapter 1 ક્રોધી સ્વભાવને જીતવો ને Additional Important Questions and Answers

ક્રોધી સ્વભાવને જીતવો ને પ્રશ્નોત્તર

પ્રશ્ન 1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં (ત્રણ-ચાર વાક્યોમાં) ઉત્તર 3 લખો (2 ગુણ)

પ્રશ્ન 1.
જગતનો વૈભવ કેવો છે?
ઉત્તર :
જગતનો વૈભવ મિથ્યા છે.

Class 12 Gujarati Textbook Solutions Chapter 1 ક્રોધી સ્વભાવને જીતવો ને

પ્રશ્ન 2.
ભક્તિમાં ધ્યાન રાખવા શાનો ત્યાગ કરવો જોઈએ?
ઉત્તર :
ભક્તિમાં ધ્યાન રાખવા આ લોક અને પરલોકની આશાઓનો ત્યાગ કરવો જોઈએ.

પ્રશ્ન 3.
જગતમાં કોને કોઈ નડતું નથી?
ઉત્તર :
પોતાના વચનમાં અડગ રહેનારને જગતમાં કોઈ નડતું નથી.

પ્રશ્ન 4.
ગંગાસતી કોને, શી શીખ આપે છે?
ઉત્તર :
ગંગાસતી પાનબાઈને ક્રોધી સ્વભાવ ત્યજવાની શીખ આપે છે.

પ્રશ્ન 5.
ક્રોધી સ્વભાવને જીતવો ને’ કાવ્યના કવયિત્રીનું નામ જણાવો.
ઉત્તરઃ
‘ક્રોધી સ્વભાવને જીતવો ને’ કાવ્યના કવયિત્રી – ગંગાસતી છે.

Class 12 Gujarati Textbook Solutions Chapter 1 ક્રોધી સ્વભાવને જીતવો ને

પ્રશ્ન 6.
“ક્રોધી સ્વભાવને જીતવો ને’ કાવ્યનો પ્રકાર જણાવો.
ઉત્તરઃ
‘ક્રોધી સ્વભાવને જીતવો ને કાવ્યનો પ્રકાર ભજન છે.

પ્રશ્ન 7.
“ક્રોધી સ્વભાવને જીતવો ને કાવ્યમાંથી શો બોધ મળે છે?
ઉત્તરઃ
‘ક્રોધી સ્વભાવને જીતવો ને’ કાવ્યમાં ક્રોધ પર વિજય મેળવવાથી મનુષ્ય ધારે તે કરી શકે કોઈ તેને રોકી ન શકે.

પ્રશ્ન 2. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો: [1 ગુણ)

પ્રશ્ન 1.
ગંગાસતીનું કયું કાવ્ય તમારા પાઠ્યપુસ્તકમાં છે?
A. ક્રોધી સ્વભાવને જીતવો ને
B. વીજળીને ચમકારે મોતીડાં પરોવો પાનબાઈ
C. મેરુ રે ડગે પણ જેનાં મન નો ડગે
D. શીલવંત સાધુને વારે વારે નમીએ
ઉત્તરઃ
A. ક્રોધી સ્વભાવને જીતવો ને

Class 12 Gujarati Textbook Solutions Chapter 1 ક્રોધી સ્વભાવને જીતવો ને

પ્રશ્ન 2.
“જેણે ભક્તિના માર્ગે જવું હોય એણે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર જેવા માનવજીવનના મહાભયંકર શત્રુઓમાંથી ક્રોધી સ્વભાવ પર વિજય મેળવવો જ રહ્યો.” આ ભાવ કયા કાવ્યમાં જોવા મળે છે?
A. હંકારી જા
B મેળો આપો તો
C. વતનનો તલસાટ
D. ક્રોધી સ્વભાવને જીતવો ને
ઉત્તરઃ
D. ક્રોધી સ્વભાવને જીતવો ને

પ્રશ્ન ૩.
“ક્રોધી સ્વભાવને જીતવો ને’ કાવ્યનો પ્રકાર જણાવો.
A. લોકગીત
B. ઊર્મિકાવ્ય
C. પદ
D. ગઝલ
ઉત્તરઃ
C. પદ

પ્રશ્ન 4.
“જગતનો વૈભવ મિથ્યા જાણીને, ટાળી દેવો દુર્જનનો રાગ” આ પંક્તિ કયા કાવ્યની છે?
A. એકસરખા દિવસ સુખના …
B. મેળો આપો તો
C. બેટા, મને પાછી જવા દે
D. ક્રોધી સ્વભાવને જીતવો ને
ઉત્તરઃ
D. ક્રોધી સ્વભાવને જીતવો ને

Class 12 Gujarati Textbook Solutions Chapter 1 ક્રોધી સ્વભાવને જીતવો ને

પ્રશ્ન 5.
સહુ સિદ્ધિઓને તરણા સમાન ગણીને કવયિત્રી શું મેલવાનું કહે છે?
A. મનનો મેલ
B. ધન-વૈભવ
C. અંતરનું માન
D. મનનો રાગ
ઉત્તરઃ
C. અંતરનું માન

પ્રશ્ન 6.
‘ક્રોધી સ્વભાવને જીતવો ને’ કાવ્યમાં શાનો મહિમા સમજાવ્યો છે?
A. સ્મિત
B. પુરુષાર્થ
C. ભક્તિ
D. અક્રોધ
ઉત્તરઃ
D. અક્રોધ

ક્રોધી સ્વભાવને જીતવો ને વ્યાકરણ (Vyakaran)

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:

પ્રશ્ન 1.
નીચેના સામાસિક શબ્દનો અર્થ આપો:
વેરાગ
A. સંસાર પરની આસક્તિ
B. સંસાર પરની આસક્તિનો અભાવ
C. મોહ-માયાની આસક્તિ
D. મોહ-માયા ને ધનમાં આસક્તિ
ઉત્તરઃ
B. સંસાર પરની આસક્તિનો અભાવ

Class 12 Gujarati Textbook Solutions Chapter 1 ક્રોધી સ્વભાવને જીતવો ને

પ્રશ્ન 2.
નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધો:
1. તરણું
A. ભારો
B. રાગ
C. ઘાસ
D. વારણ
ઉત્તરઃ
C. ઘાસ

પ્રશ્ન 3.
રાગ
A. સ્નેહ
B. દ્વેષ
C. મોહ
D. નિંદા
ઉત્તરઃ
A. સ્નેહ

પ્રશ્ન 4.
નીચેના શબ્દનો વિરુદ્ધાથી શબ્દ શોધો:
નિર્મળ
A. વિમલ
B. પવિત્ર
C. શુદ્ધ
D. મલિન
ઉત્તરઃ
D. મલિન

Class 12 Gujarati Textbook Solutions Chapter 1 ક્રોધી સ્વભાવને જીતવો ને

પ્રશ્ન 5.
નીચેના શબ્દોમાંથી સાચી જોડણીવાળો શબ્દ શોધો :

a. A. સિધ્ધી
B. આશીરવાદ
C. મહીમા
D. તૃષ્ણા
ઉત્તરઃ
D. તૃષ્ણા

b. A. વીરક્તી
B. દૂર્જન
C. સિદ્ધિ
D. મિઆ
ઉત્તરઃ
C. સિદ્ધિ

ક્રોધી સ્વભાવને જીતવો ને Summary in Gujarati

ક્રોધી સ્વભાવને જીતવો ને કાવ્ય-પરિચય

પ્રસ્તુત ભજનમાં ગંગાસતી પાનબાઈને જીવનસાર્થક્યની શીખ આપતા કહે છે કે, જેણે ભક્તિના માર્ગે જવું હોય એણે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર જેવા માનવજીવનના મહાભયંકર શત્રુઓમાંથી ક્રોધી સ્વભાવ પર વિજય મેળવવો જ રહ્યો.

ભલભલા ઋષિમુનિઓ સંતો અને મહાનુભાવો પણ ક્રોધરૂપી જ્વાળાથી બચી શક્યાં નથી. તો આપણે પામર જીવોને ક્રોધની જ્વાળાઓથી બચવું ખૂબ જ મુશ્કેલ છે. ક્રોધની ભયંકરતા જાણવા છતાં જાણ્યે-અજાણે આપણે આપણું અને અન્યનું અહિત કરીએ છીએ.

કવયિત્રીએ ક્રોધની ભયંકરતાની સાથે સાથે તેના પર વિજય મેળવવાના સહજ ઉપાયો પણ દર્શાવ્યા છે.

[In this bhajan Gangasati Panbai preaches how to make our life successful. She says that sensual happiness, anger, greed, temptation, ego and jealousy are our greatest enemies.

Class 12 Gujarati Textbook Solutions Chapter 1 ક્રોધી સ્વભાવને જીતવો ને

The person who wants to walk on the way of devotion, must conquer the wrath of anger. Even the greatest rushimunies, saints and great persons could not escape from the flames of anger. Then it is very difficult for the ordinary persons to conquer over anger.

Though we know the horrors of anger, we knowingly – unknowingly harm us and others with the horrors of anger, the poetess has shown the remedies to conquer anger.]

કાવ્યની સમજૂતી (Explanation of the Poem)

મનુષ્ય મનમાં ક્રોધ રાખ્યા વિના, ક્રોધી સ્વભાવ પર વિજય મેળવવો. મનના વિરોધને ત્યજીને, માણસે સર્વની સાથે સમાનભાવે વર્તવું.

[The person should win over anger without keeping it in mind. The person should behave equally with all without any objection.]

સંસારની આસક્તિનો ત્યાગ કરીને, હૃદયની નિર્મળતાથી કામ પર વિજય મેળવવો. જગતના વૈભવની નિરર્થકતા જાણીને, દુર્જનોનો સંગ છોડી દેવો.

(The person should leave the intense fascination of the world and win over sensual happiness with pure heart. He should know the vanity of worldly comforts and leave the company of wicked persons.]

આ લોક અને પરલોકની ઈચ્છાઓનો ત્યાગ કરીને, માત્ર ભક્તિમાં જ ધ્યાન રાખવું. જગતમાં મનુષ્ય મેળવેલી સિદ્ધિઓને તરણા સમાન તુચ્છ ગણીને અભિમાન ત્યજવું.

[The person should leave the desire of universe or heaven and should concentrate only on devotion. He should know the vanity of worldly achievements like straws and should leave ego.]

Class 12 Gujarati Textbook Solutions Chapter 1 ક્રોધી સ્વભાવને જીતવો ને

ગુરુ વચનમાં વિશ્વાસ રાખનારે, પોતાના વચનમાં અડગ રહેવું. ગંગાસતી પાનબાઈને કહે છે કે, આવા ભક્તોને જગતમાં કોઈ નડતું નથી.

[The person should live firm in his own statement who keeps faith in guru’s statement. Gangasati Panbai says that no one in the world harms such devotees.)

ક્રોધી સ્વભાવને જીતવો ને શબ્દાર્થ (Meanings)

  • ક્રોધ (૫) – રોષ, ગુસ્સો; anger
  • સ્વભાવ (૫) – તાસીર, પ્રકૃતિ; nature.
  • અંતર (નવું) -મન; mind.
  • સર્વ- બધા, તમામ; all.
  • વરતવું વર્તન કરવું; to behave.
  • વિરોધ (૫) -પ્રતિકાર; protest.
  • નિરમળ (નવું) – નિર્મળ, પવિત્ર, વિમલ; holy.
  • વેરાગ (૫) – વૈરાગ્ય, વિરક્તિ, અનાસક્તિ; acetic.
  • વૈભવ (૫) – સમૃદ્ધિ; prosperity.
  • મિથ્યા – ખોટું, નકામું; misery.
  • રાગ (૫) -પ્રેમ, સ્નેહ, નેહ; love.
  • આશા (સ્ત્રી) – ઈચ્છા, મનોરથ; hope.
  • તજવી -છોડવી, ત્યાગવી; to abandon.
  • અભ્યાસ (૫) – (અહીં) ભક્તિ; devotion.
  • ધ્યાન (નવું) – લક્ષ; attention.
  • તરણું (નવું) – ઘાસ, તૃણ; grass. Class 12 Gujarati Textbook Solutions Chapter 1 ક્રોધી સ્વભાવને જીતવો ને
  • માન (નવું) – (અહીં) અભિમાન; pride.
  • મેલવું (નવું) – ત્યજવું; to abandon.
  • વચન (નવું) – વેણ; promise.

Leave a Comment

Your email address will not be published.