Class 12 Gujarati Textbook Solutions Chapter 20 બે લઘુકથાઓ

Gujarat Board GSEB Std 12 Gujarati Textbook Solutions Chapter 20 બે લઘુકથાઓ Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 12 Gujarati Textbook Solutions Chapter 20 બે લઘુકથાઓ

Class 12 Gujarati Textbook Solutions Chapter 20 બે લઘુકથાઓ Textbook Questions and Answers

ડાઘ સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નોના એક – એક વાક્યમાં ઉત્તર લખો.

પ્રશ્ન 1.
રાજીમાને કોનું અનહદ વળગણ હતું?
ઉત્તરઃ
રાજીમાને ઢોરાંનું અનહદ વળગણ હતું.

Class 12 Gujarati Textbook Solutions Chapter 20 બે લઘુકથાઓ

પ્રશ્ન 2.
લેખકે રાજીમાને શી સલાહ આપી?
ઉત્તર :
લેખકે રાજીમાને ઢોરા વેચીને નિરાંતે રહેવાની સલાહ આપી.

2. નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યમાં ઉત્તર લખો.

પ્રશ્ન 1.
રાજીમા દીકરાને પત્રમાં શો સંદેશો મોકલે છે? દીકરા તેનો શો પ્રત્યુત્તર આપે છે?
ઉત્તરઃ
રાજીમાના બંને પુત્રો શહેરમાં વસ્યા હતા. તેઓ રાજીમાને શહેરમાં આવવા માટે પત્ર લખે છે. પણ રાજીમાં કહે “ભોમકાની માયા મૂકી શકાતી નથી, તમે બધાં એક આંટો મારી જાવ’ દીકરાનો ફરી પત્ર આવ્યો. તેણે લખ્યું હતું કે, અમારે નોકરીમાં રજા જમે નથી. વળી, તમારી વહુની તબિયત નરમ રહે છે. હાલ તો નહિ અવાય. પૈસા મોકલ્યા છે. હવે ઢોરને વેચીને નિરાંતે રહો. ઘણું બધું વેડ્યું. ભજનભાવ કરો. તબિયત સાચવજો.

પ્રશ્ન 2.
શા કારણથી રાજીમાએ કાગળ લખવાનો નિર્ણય માંડી વાળ્યો?
ઉત્તરઃ
એક વખત રાજીમા લેખક પાસે કાગળ લખાવવા ગયાં. ત્યારે લેખકે ઢોરાં વેચીને નિરાંતે રહેવાનું કહ્યું ત્યારે રાજીમાએ આંસુથી ભીના થતા શબ્દોમાં કહ્યું, ‘ઢોરને વેચું છું તો પારકા ખીલા તોડાવીને પાછા ઘેર આવી જાય છે. પંડના છોકરાં વણવેચે વેચાઈ ગયા છે. એમ કહીને પતું ફાડીને કાગળ ન લખવાનો નિર્ણય કર્યો.

3. સવિસ્તર ઉત્તર લખો.

પ્રશ્ન 1.
‘ઢોરાં” લઘુકથા શી માર્મિકતા પ્રગટાવે છે?
ઉત્તરઃ
‘ઢોરાં લઘુકથાના લેખક ઈશ્વર પરમાર છે.

ઢોશ સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નોના એક – એક વાક્યમાં ઉત્તર લખો.

પ્રશ્ન 1.
“વિટામિન-એ’ની ઉણપથી શરીર પર શી અસર થાય છે?
ઉત્તરઃ
વિટામિન “એની ઊણપથી શરીર પર સફેદ છાંટા ઊપસી આવે છે.

2. નીચેના પ્રશ્નોના ત્રણ-ચાર વાક્યમાં ઉત્તર લખો.

પ્રશ્ન 1.
ડૉ. સુનીતા શાહનું લગ્ન શા કારણે ભાંગેલું?
ઉત્તરઃ
સમાજમાં કહેવાતા ડાહ્યા અને સમજુ લોકો લગ્ન જેવા પવિત્ર સંબંધને કેટલી સંકુચિત દષ્ટિકોણથી જુએ છે. જેને કારણે સ્ત્રીઓને ઘણું સહન કરવું પડે છે. ડૉક્ટર સુનીતા શાહના કપાળમાં ચાંદલો કરવાની જગ્યાએ જનમથી થયેલાં કોઢના સફેદ ડાઘને કારણે તેના પતિએ તેનો લગ્નના દિવસે જ ત્યાગ કર્યો.

Class 12 Gujarati Textbook Solutions Chapter 20 બે લઘુકથાઓ

પ્રશ્ન 2.
શાના લીધે ડૉ. સુનીતા શાહ હૃદયથી ભાંગેલી હતી?
ઉત્તરઃ
પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રીઓ સાથે થતા અન્યાય સુનીતા – શાહ સાથે પણ થયો હતો. કપાળમાં ચાંદલો કરવાની જગ્યાએથી થયેલા કોઢના સફેદ ડાઘને કારણે લગ્નની પહેલી રાત્રે પતિએ તેનો ત્યાગ કર્યો હતો. માટે તે હૃદયથી ભાંગેલી હતી.

3. વિસ્તૃત ઉત્તર લખો.

પ્રશ્ન 1.
“ડાઇ” લઘુકથામાં પ્રગટતી સંવેદના આલેખો.
ઉત્તરઃ
નરેન બારડ લિખિત ડાઘ લઘુકથામાં સમાજની વરવી વાસ્તવિકતા રજૂ થઈ છે. સમાજમાં કહેવાતા ડાહ્યા અને સમજુ લોકો લગ્ન જેવા પવિત્ર સંબંધને કેટલા સંકુચિત દષ્ટિકોણથી જુએ છે. જેને કારણે સ્ત્રીઓને ઘણું સહન કરવું પડે છે.

ડૉક્ટર સુનીતા શાહના જે દિવસે લગ્ન થયા એ દિવસે જ તેના કપાળમાં ચાંદલો કરવાની જગ્યાએ જનમથી થયેલા કોઢના સફેદ ડાઘને કારણે તેના પતિએ તેનો ત્યાગ કર્યો. આ અપમાન ડૉક્ટર સુનીતાને જીવનભર દુઃખી કરી દે છે.

સુનીતા શાહના દવાખાને એક બાળકીને લઈને એની માતા આવી. બાળકીના આખા શરીરે સફેદ છાંટણાં ઊપસી આવ્યા હતા. બાળકીની મા ખૂબ ચિંતિત હતી. તે બોલી “ગમે તેમ તોયે આ દીકરીની જાત ! સાવ સાચું કહેજો બેન ! ચિંતાનું કોઈ કારણ નથી ને?

સુનીતા શાહે કહ્યું, ડરવાનું કોઈ કારણ નથી માત્ર વિટામિન એ”ની ખામીને કારણે સફેદ છાંટા ઊપસી આવ્યા છે. આ ગોળી લખી આપું છું. આ જવાબ સાંભળીને બાળકીની મા પર જાદુઈ અસર થઈ અને આભારસૂચક નજરે તે દવાખાનાની બહાર નીકળી.

સુનીતા ટેબલ પર માથું ઢાળીને આંખો મીંચીને પોતાના ભૂતકાળની દુઃખદ ઘટનામાં સરી પડી.

Std 12 Gujarati Textbook Solutions Chapter 20 બે લઘુકથાઓ Additional Important Questions and Answers

ડાઘ પ્રશ્નોત્તર

1. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો [1 ગુણ)

પ્રશ્ન 1.
“ડાઇ” લઘુકથાના લેખકનું નામ જણાવો.
ઉત્તર :
ડાઘ’ લઘુકથાના લેખક નરેન બારડ છે.

Class 12 Gujarati Textbook Solutions Chapter 20 બે લઘુકથાઓ

પ્રશ્ન 2.
“ડાઇ” લઘુકથામાં સમાજની કઈ વાસ્તવિકતા છતી થઈ છે?
ઉત્તરઃ
‘ડાઘ’ લઘુકથામાં આજે પણ સ્ત્રીઓને અને લગ્નસંબંધને કેટલી સંકુચિત નજરથી જોવાય છે, એ વાસ્તવિક્તા છતી થઈ છે.

પ્રશ્ન 4.
બાળકીને દવાખાને લાવેલી સ્ત્રીએ સુનીતાનો આભાર શા માટે માન્યો?
ઉત્તરઃ
સુનીતા શાહે બાળકીના શરીર પર માત્ર વિટામિન “એની ઊણપને કારણે જ સફેદ છાંટા ઊપસી આવ્યા છે, એવું કહ્યું ત્યારે બાળકીને દવાખાને લાવેલી સ્ત્રીએ આંખો દ્વારા સુનીતાનો આભાર માન્યો.

પ્રશ્ન 5.
ડૉક્ટર સુનીતા શાહે ટેબલ પર શાથી માથું ઢાળી દીધું?
ઉત્તરઃ
દવાખાને આવેલી સ્ત્રીના ગયા બાદ સુનીતાને ભૂતકાળમાં પોતાને થયેલો અન્યાય તાજો થયો માટે ટેબલ પર માથું ઢાળી દીધું.

ઢોશ પ્રશ્નોત્તર

1. નીચેના પ્રશ્નનો સવિસ્તર (આશરે 100 શબ્દોમાં) ઉત્તર લખો: 14 ગુણી.

પ્રશ્ન 1.
ઢોરાં લઘુકથા શી માર્મિકતા પ્રગટાવે છે?
ઉત્તરઃ
ઈશ્વર પરમાર લિખિત “ઢોરાં લઘુકથામાં વતનથી દૂર રહેતાં સંતાનો એકલી રહેતી માતાની વેદનાને સમજી શકતા નથી. થોડામાં ઘણું એ લઘુકથાનો પ્રાણ એ ન્યાયે આ લઘુકથામાં દીકરાઓ વતન છોડીને શહેરમાં વસ્યા. આધુનિકતાને રંગે રંગાયેલાં સંતાનોએ માતાને શહેરમાં આવીને વસવાનું કહ્યું. પણ રાજીમાં પોતાના ઢોરો સાથે પ્રેમના બંધનમાં બંધાઈ ગયા હતા. ભોમકાને છોડીને શહેરમાં વસવું એ તેના માટે મુશ્કેલ હતું.

Class 12 Gujarati Textbook Solutions Chapter 20 બે લઘુકથાઓ

રાજીમા છોકરાઓને વતનમાં આંટો દેવા તેડાવે છે, ત્યારે તેઓ પોતાની વ્યસ્તતાને કારણે આવી શક્યાં નથી. પૈસા મોકલીને પોતાની ફરજ પૂરી કરી. છોકરાઓએ ઢોરને વેચીને નિરાંતે રહેવાનું પણ કહ્યું, પણ ઢોર જેને વેચ્યા હતાં ત્યાંથી ખીલા તોડાવીને પાછા રાજીમા પાસે આવી જતાં.

ઢોરને રાજીમા સાથે માયા છે પણ પોતાનાં સંતાનોને મા પ્રત્યે ઢોર જેટલી પણ માયા નથી. અંતે ટપાલ લખાવવા ગયેલા રાજીમાં પતું ફાડીને ફેંકી દીધું અને કહ્યું કે, “ભઈ, હવે તો મારે છોરા ઈ ઢોરાં ને ઢોરાં ઈ છોરાં.’ ફરજ ચૂકેલાં સંતાનોને અહીં માર્મિક ટકોર કરવામાં આવી છે.

2. નીચેના પ્રશ્નોના એક વાક્યમાં ઉત્તર લખો 1 ગુણ)

પ્રશ્ન 1.
રાજીમા ઢોરોને વેચે ત્યારે ઢોરાં શું કરતાં?
ઉત્તરઃ
રાજીમાં ઢોરોને વેચે ત્યારે ઢોરાં પારકા ખીલા તોડાવીછોડાવીને મધરાતે પાછા આવી ડેલી બહાર ભાંભરડાં નાખતા.

પ્રશ્ન 2.
આ લઘુકથામાંથી શો બોધ મળે છે?
ઉત્તર :
કહેવાતા લોહીના સંબંધોની તુલનામાં મનુષ્ય કરતાં પ્રાણીઓમાં એકબીજા પ્રત્યે પ્રેમ અને વફાદારી વધારે હોય છે.

પ્રશ્ન 3.
વિધિની વક્રતારૂપે ગુજરાતી સાહિત્યની અમર પંક્તિ કઈ છે?
ઉત્તર :
“ભાઈ, હવે તો મારે છોરા ઈ ઢોરાં ને ઢોરાં ઈ છોરા એ અમર પંક્તિ છે.

3. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો 1 ગુણ)

પ્રશ્ન 1.
ડાઘ’ લઘુકથાના લેખકનું નામ જણાવો.
A. નરેન બારડ
B. ઈશ્વર પરમાર
C. ઈશ્વર પેટલીકર
D. વેણીભાઈ પુરોહિત
ઉત્તર :
A. નરેન બારડ

Class 12 Gujarati Textbook Solutions Chapter 20 બે લઘુકથાઓ

પ્રશ્ન 2.
વિટામિન “એ”ની ઊણપથી શરીર પર શી અસર થાય છે?
A. શરીરમાં અશક્તિ અનુભવાય છે.
B. શરીર પર સફેદ છાંટા ઊપસી આવે છે.
C. માનસિક તણાવનો અનુભવ થાય છે.
D. શરીર સ્વસ્થ અને નીરોગી બને છે.
ઉત્તર :
B. શરીર પર સફેદ છાંટા ઊપસી આવે છે.

પ્રશ્ન 3.
સ્ત્રીઓ અને લગ્નસંબંધને સંકુચિત નજરે જોવાય છે એવું કયા પાઠમાં દર્શાવ્યું છે?
A. ઢોરાં લઘુકથા
B. ડાઘ લઘુકથા
C. મોરનાં ઈંડાં
D. આસ્વાદલેખ
ઉત્તર :
B. ડાઘ લઘુકથા

પ્રશ્ન 4.
ભૂતકાળમાં સુનીતા શાહ સાથે શો અન્યાય થયો હતો?
A. પતિએ આગળ અભ્યાસ કરવાની ના પાડી.
B. સમાજે સુનીતાનો બહિષ્કાર કર્યો.
C. કુટુંબમાં તેમની ગણતરી કદી ન થઈ.
D. લગ્નની રાતે પતિએ તેનો ત્યાગ કર્યો.
ઉત્તર :
D. લગ્નની રાતે પતિએ તેનો ત્યાગ કર્યો.

Class 12 Gujarati Textbook Solutions Chapter 20 બે લઘુકથાઓ

પ્રશ્ન 5.
“ઢોરાં’ લઘુકથાના લેખકનું નામ જણાવો.
A. ઈશ્વર પરમાર
B. ગોવર્ધનરામ ત્રિપાઠી
C. ચંદ્રવદન મહેતા
D. નરેન બારડ
ઉત્તર :
A. ઈશ્વર પરમાર

પ્રશ્ન 6.
લેખકે રાજીમાને શી સલાહ આપી?
A. મહેનત કરીને પૈસા કમાવાની
B. ઢોરાં વેચીને નિરાંતે રહેવાની
C. શહેરમાં છોકરાઓ પાસે જવાની
D. દીકરાઓનો મોહ છોડી દેવાની
ઉત્તર :
B. ઢોરાં વેચીને નિરાંતે રહેવાની

પ્રશ્ન 7.
“ભઈ હવે તો મારે છોરા ઈ ઢોરાં ને ઢોરાં ઈ કોરાં.” આ ઉક્તિ કોણ બોલે છે અને કોને કહે છે?
A. રાજીમાં સ્વગત
B. રાજીમાં લેખકને
C. લેખક રાજમાને
D. લેખક સુનીતાને
ઉત્તર :
B. રાજીમા લેખકને

Class 12 Gujarati Textbook Solutions Chapter 20 બે લઘુકથાઓ

ઢોશ વ્યાકરણ

1. યોગ્ય સંયોજકનો ઉપયોગ કરી સાદાં વાક્યો જોડોઃ

પ્રશ્ન 1.
(1) રાજીમાને ઢોરોનું અનહદ વળગણ હતું.
(2) રાજીમાં ઢોરા વેચી શક્યા નહિ.
(3) રાજીમાં ઢોરા વિના જીવી શક્યા નહિ.
ઉત્તરઃ
રાજીમાને ઢોરોનું અનહદ વળગણ હતું માટે તેઓ ઢોરા વેચી શક્યા નહિ અને ઢોરા વિના જીવી શક્યા નહિ.

પ્રશ્ન 2.
(1) સુનીતાને ભૂતકાળમાં થયેલો અન્યાય તાજો થયો.
(2) સુનીતાએ ટેબલ પર માથું ઢાળી દીધું.
(3) સુનીતા ચોધાર આંસુએ રડી પડી.
ઉત્તરઃ
સુનીતાને ભૂતકાળમાં થયેલો અન્યાય તાજો થયો તેથી તેણે ટેબલ પર માથું ઢાળી દીધું અને તે ચોધાર આંસુએ રડી પડી.

પ્રશ્ન 3.
(1) મનુષ્ય કરતાં પ્રાણીઓ વધારે વફાદાર હોય છે.
(2) મનુષ્ય કરતાં પ્રાણીઓ પર વધારે ભરોસો કરી શકાય.
(3) મનુષ્ય કરતાં પ્રાણીઓ ક્યારેય દગો દેતા નથી.
ઉત્તરઃ
મનુષ્ય કરતાં પ્રાણીઓ વધારે વફાદાર અને ભરોસાપાત્ર હોય છે, કારણ કે તેઓ ક્યારેય દગો દેતા નથી.

2. નીચેના વાક્યમાં યોગ્ય નામયોગી મૂકી વાક્ય પૂરું કરો:

પ્રશ્ન 1.
(1) વરસાદની – પવન પણ હતો.
(2) વિદેશની – તેઓ પોતાના દેશમાં ગયાં.
(3) પુત્રના સાથ સહકારને – તેઓ સફળ થયા.
(4) રસોઈનો મઘમઘાટ – વાતાવરણને સુગંધિત બનાવે છે.
(5) શિક્ષકની હૂંફને સહકાર વિદ્યાર્થીઓ ઉત્તમ માણસ બને છે.
ઉત્તરઃ
(1) સાથે
(2) માફક
(3) કારણે
(4) આસપાસના
(5) દ્વારા

Class 12 Gujarati Textbook Solutions Chapter 20 બે લઘુકથાઓ

3. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો:

(1) નીચેના સામાસિક શબ્દોના અર્થ આપો :

પ્રશ્ન 1.
મરહૂમ
A. સમયની પહેલાં થયેલું
B. પહેલાં આવેલું
C. પૂર્વે અગાઉ થયેલું
D. વર્ષો પછી આવેલું
ઉત્તરઃ
C. પૂર્વે અગાઉ થયેલું

પ્રશ્ન 2.
ત્યક્તા
A. ત્યજી દીધેલું
B. પુનઃ પ્રાપ્ત કરેલું
C. સ્વીકારી લીધેલું
D. પાછળથી મળેલું
ઉત્તરઃ
A. ત્યજી દીધેલું.

2. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દ શોધો :

પ્રશ્ન 1.
આભાર
A. આભાસ
B ઉપકાર
C. આવિષ્કાર
D. અનુભવ
ઉત્તરઃ
B. ઉપકાર

પ્રશ્ન 2.
ભોમકા
A. પૃથ્વી
B. જગત
C. સંસાર
D. માતૃભૂમિ
ઉત્તરઃ
D. માતૃભૂમિ

Class 12 Gujarati Textbook Solutions Chapter 20 બે લઘુકથાઓ

પ્રશ્ન 3.
માયા
A. લાંચરુશવત
B. ધનદોલત
C. પ્રપંચ
D. મોહ
ઉત્તરઃ
C. પ્રપંચ

3. નીચેના શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ શોધો :

પ્રશ્ન 1.
નિશ્ચિત
A. વિયાસણ
B. ચિંતીત
C. મનોવ્યથા
D. વિયોગ
ઉત્તરઃ
B ચિંતીત

4. નીચેના શબ્દોમાંથી સાચી જોડણીવાળો શબ્દ શોધો:

પ્રશ્ન 1.
A. દ્રષ્ટિકોણ
B. ઉણપ
C. વાસ્તવિકતા
D. મારમીક
ઉત્તરઃ
C. વાસ્તવિક્તા

બે લઘુકથાઓ Summary in Gujarati

ડાઘ પાઠ-પરિચય

પ્રસ્તુત લઘુકથામાં સમાજમાં કહેવાતા ડાહ્યા લોકોની વિચારસરણી અને ખોટી માન્યતાઓ પર કટાક્ષ કર્યો છે. ડાઘની શરૂઆતમાં જ ગમે તેમ તોયે આ દીકરીની જાત’ આ વાક્ય સાવ નિદોષભાવે કહેવાયું છે, છતાં એમાં ગંભીર ભાવ વ્યક્ત થયો છે.

Class 12 Gujarati Textbook Solutions Chapter 20 બે લઘુકથાઓ

લગ્ન જેવા પવિત્ર સંબંધને લોકો કેવી નજરથી જુએ છે, તેની ગંભીર વાત ડૉક્ટર સુનીતાના જીવનમાં બની ગયેલી ઘટનાને દર્શાવે છે.

[In this short story the writer has satived on thinking and believing of the so called wise people in the society. In the beginning of the story Dagh though ગમે તેમ તોયે આ દીકરીની જાત ‘At last it is a race of daughter’ is said innocently, thoughful intension has been exhibited in it.

Dr. Sunita’s life incident shows how people look at the sacred relation of marriage.]

ડાઘ (Meanings)

  • બિલકુલ – જરાપણ; whatsoever.
  • ત્યક્તા – છોડી દીધેલી; disregarded.
  • એકલપંડ – એકલા; lonely.
  • પંપાળે – વહાલ કરે; to pat.
  • ભોમકા (સ્ત્રી.) – માતૃભૂમિ; motherland.

ઢોશ પાઠ-પરિચય

દીકરાઓ વતન છોડીને શહેરમાં વસવાટ કરે છે. રાજીમાને પણ શહેર બોલાવે છે. પણ ઢોરાં વિના રાજીમા અને રાજમા વિના ઢોરનું અસ્તિત્વ જ ન હતું. બંને વચ્ચે પ્રેમનો પ્રગાઢ સેતુ બંધાઈ ગયો હતો.

કહેવાતા લોહીના સંબંધોની તુલનામાં એકલતામાં જીવતા રાજીમા અને અબોલ પ્રાણીઓની મમતા જીતી જાય છે. વાર્તાની અપ્રતિમ ગૂંથણી આ લઘુકથાનો ખરો કસબ છે. અંતે વિધિની વક્રતારૂપે ગુજરાતી સાહિત્યની અમર પંક્તિ “ભાઈ, હવે તો મારે છોરા ઈ ઢોરાં ને ઢોરાં ઈ છોરાં એ લઘુકથાનું હાર્દ પ્રગટ કરે છે.

Class 12 Gujarati Textbook Solutions Chapter 20 બે લઘુકથાઓ

[The sons leave their native place and settle in a city. They call Rajima, their mother to the city. But Rajima cannot live without her cattle and the cattle cannot live without Rajima. They have much attachment between them.

In the comparison of so called blood relations, Rajima’s loneliness and the love of dumb animals win. The ultimate knitting of the story is the true dexterity of this short story. The eternal statement of Gujarati literature. ‘Bhai, have to mare chhoran e dhoran ne dhoran e chlorine.  exhibits the core of the short story.]

ઢોશ શબ્દાર્થ (Meanings)

  • નિરાંતે – શાંતિથી; peace, rest.
  • આપદા (સ્ત્રી) – મુશ્કેલી; trouble.
  • માયા (સ્ત્રી.) – છળ; deception.
  • સઘરિયા – સહકુટુંબ; all family members.
  • આંટો (પં) – ફેરો; turn, trip.
  • વેઠવું – સહન કરવું; to suffer
  • ભજન (નવું) – નામસ્મરણ; prayer.
  • માડી (સ્ત્રી.) – મા; mother.
  • ભાંભરડાં – પશુઓનો અવાજ; to below.
  • છોરાં – બાળકો; children. Class 12 Gujarati Textbook Solutions Chapter 20 બે લઘુકથાઓ
  • પતું (નવું) – કાગળ; postcard.

Leave a Comment

Your email address will not be published.