Gujarat Board GSEB Class 4 Gujarati Textbook Solutions Chapter 6 ભાઈબંધ મારો બોલ્યો, કુહૂ! Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 4 Gujarati Textbook Solutions Chapter 6 ભાઈબંધ મારો બોલ્યો, કુહૂ!
Class 4 Gujarati Textbook Solutions Chapter 6 ભાઈબંધ મારો બોલ્યો, કુહૂ! Textbook Questions and Answers
ચાલો, ગાઈએ ગીતડું:
ચિત્રમાં લટાર મારો ત્યારબાદ તેની નીચેના પ્રશ્નોની ચર્ચા કરો.
પ્રશ્ન 1.
ચિત્રમાં બતાવેલી જગ્યા ગામ કે શહેરથી કેટલી દૂર હશે? એવું તમને શાના કારણે લાગ્યું?
ઉત્તર :
ચિત્રમાં બતાવેલી જગ્યા ગામ કે શહેરથી ઘણે દૂર હશે, કારણ કે, ચિત્રમાં ગીચ ઝાડી છે, વળી, સિંહ જેવું હિંસક પ્રાણી છે.
પ્રશ્ન 2.
ચિત્રમાં કયાં કયાં પ્રાણી-પક્ષી છે?
ઉત્તર :
ચિત્રમાં સિંહ, ઝરખ, કાચિંડો, ગીધ, ગરુડ, અને મરેલો હંસ જેવાં પ્રાણી-પક્ષી છે.
પ્રશ્ન 3.
તેઓ શું કરી રહ્યાં છે? કેમ?
ઉત્તર :
તેઓ ખોરાક માટે એક શિકાર પર તરાપ મારી રહ્યાં છે.
પ્રશ્ન 4.
તમે તેમાંથી કયાં પ્રાણી-પક્ષી વિશે પહેલી વાર જાયું?
ઉત્તર :
હું તેમાંથી બધાં પ્રાણી-પક્ષી વિશે જાણું છું.
પ્રશ્ન 5.
કઈ વાતની તમને નવાઈ લાગી?
ઉત્તર :
બધાં પ્રાણી-પક્ષી શિકાર પર તૂટી પડ્યાં છે તેની નવાઈ લાગી.
પ્રશ્ન 6.
પશુ-પક્ષી ઉપરાંત ચિત્રમાં શું શું છે?
ઉત્તર :
પશુ-પક્ષી ઉપરાંત ચિત્રમાં ઊંચાં વૃક્ષો, નાના છોડ, ઘાસ અને બંદૂક છે.
પ્રશ્ન 7.
આ ચિત્રમાં જે ઘટના બતાવી છે તે પહેલાં શું બન્યું હશે?
ઉત્તર :
આ ચિત્રમાં જે ઘટના બતાવી છે તે પહેલાં શિકારી બંદૂક લઈને આવ્યો હશે તથા પશુઓ-પક્ષીઓ સામસામે લડ્યાં હશે.
પ્રશ્ન 8.
હવે પછી શું થશે?
ઉત્તર :
તેઓ હાથમાં આવેલો શિકાર લઈ ભાગી જશે.
નોંધ: વિદ્યાર્થીઓએ પોતાની રીતે ઉત્તર આપવા.)
ચિત્રનું મસ્ત મજાનું વર્ણન લખો. ‘જંગલ’, ‘ચિત્ર’, પ્રાણી’, ‘પક્ષી’ શબ્દો વધુમાં વધુ બે-બે વાર વાપરી શકો :
પ્રશ્ન 1.
- પહેલાં શું થયું હશે? : ………………………………………………..
- ચિત્રમાં શું શું થઈ રહ્યું છે? : ……………………………………….
- પછી થશે? : …………………….
ઉત્તર :
- પહેલાં શું થયું હશે? : જંગલમાં શિકારી બંદૂક લઈને આવ્યો હશે તથા કોઈ પ્રાણી પર જંગલી જાનવરે હુમલો કરીને તેને મારી નાખ્યું હશે.
- ચિત્રમાં શું શું થઈ રહ્યું છે? : મરેલા પ્રાણી પર ગીધ, ગરૂડ જેવાં પક્ષીઓ તરાપ મારવા આવી પડેલાં દેખાય છે. તે સાથે જ સિંહ પણ તરાપ મારતો જણાય છે. તે ઉપરાંત ઝરખ અને કાચિંડો પણ ત્યાં આવી રહેલાં જણાય છે.
- પછી થશે? : સિંહ આવતાં જ કદાચ બીજાં પક્ષીઓ અને પશુઓ ભાગી જશે અને સિંહ જ શિકાર પર પોતાનો હક જમાવશે.
પક્ષીઓ સાથે કૂજન કરીએ.
વાતચીત :
પ્રશ્ન 1.
ગીતની કઈ પંક્તિ તમને સૌથી વધારે ગમી? ગાઓ કે સરસ રીતે બોલો.
ઉત્તર :
‘સૂરજદાદા આવી આખું કાળું આભ ધુએ’ ગીતની આ પંક્તિ મને સૌથી વધારે ગમી.
પ્રશ્ન 2.
કઈ પંક્તિઓ સાંભળતાં તમને એમ લાગ્યું કે એવું તો તમે જોયું છે?
ઉત્તર :
‘કૂણા કૂણા તડકા મહીં આ પતંગિયાંની ટોળી ફૂલ ફૂલ પર બેસી એ તો મધને લેતી ખોળી’ આ પંક્તિઓ સાંભળતાં મને એમ લાગ્યું કે એવું તો મેં જોયું છે.
પ્રશ્ન 3.
તમે સવારે ઊઠીને સૌથી પહેલાં શું કરો છો? તમારી પહેલી ત્રણ ક્રિયા કહો.
ઉત્તર :
સવારે ઊઠીને સૌથી પહેલાં હું પ્રાર્થના કરું છું. પછી બે ગ્લાસ ગરમ-હુંફાળું પાણી પી લઉં છું. ત્યારબાદ સ્નાનાદિ ક્રિયા કરું છું.
પ્રશ્ન 4.
સવાર થયા પછી ઘરની કઈ કઈ વસ્તુઓ એકબાજુ મૂકી દેવાય કે બંધ કરી દેવાય?
ઉત્તર :
સવાર થયા પછી ઘરનાં ગાદલાં, ઓશીકાં, ખાટલા વગેરે એકબાજુ મૂકી દેવાય. ગાદલાં, ઓશીકાં કબાટમાં બંધ પણ કરી દેવાય.
પ્રશ્ન 5.
ઘરની કઈ કઈ વસ્તુઓ સવાર પડ્યા પછી કામ માટે કાઢવાની થાય?
ઉત્તર :
નીચેની વસ્તુઓ સવાર પડ્યા પછી કામ માટે કાઢવાની થાય : (1) ટૂથપેસ્ટ, ટૂથબ્રશ (2) સાબુ (3) ચાખાંડના ડબા (4) દૂધ (5) સાવરણી
પ્રશ્ન 6.
તમારાં મમ્મી, પપ્પા, ભાઈ, બહેન, દાદા, દાદી સવારે ઊઠીને કયાં કામ કરે છે? કોઈ એક વ્યક્તિ વિશે કહો.
ઉત્તર :
ઘરની તમામ વ્યક્તિઓ સવારે ઊઠીને પોતાની દૈનિકક્રિયા કરે છે. મમ્મી સ્નાનાદિથી પરવારીને બધાં માટે ચા-નાસ્તો તૈયાર કરે છે; પપ્પા માટે ટિફિન તૈયાર કરે છે; ઘરની સફાઈ કરે છે.
પ્રશ્ન 7.
કવિતામાં આવે છેએ સિવાય સવારમાં બીજું શું શું થાય?
ઉત્તર :
કવિતામાં આવે છે. એ સિવાય સવારમાં મંદિરે જવાય, છાપું વંચાય, રસોઈ થાય, પાઠ-પૂજા થાય, ઘરની સફાઈ થાય.
પ્રશ્ન 8.
ઘુવડને બિચારું કેમ કહ્યું હશે?
ઉત્તર :
ઘુવડ રાત્રે જ જોઈ શકે છે, તેથી તેને બિચારું કહ્યું હશે.
[નોંધઃ વિદ્યાર્થીઓએ પોતાની રીતે ઉત્તર આપવા.]
પાંચ-પાંચના જૂથમાં કામ કરો. દરેક સભ્ય કોઈ એક અભિનય કરશે.
- પક્ષીઓની જેમ ચાંચ વડે પાંખ સાફ કરો, પાણીના કુંડમાં નહાઓ.
- ઘુવડની જેમ આંખ ફેરવો, બખોલમાં સૂઈ જાઓ.
- ચક્લી, કાબર, પોપટ, કાગડા, કોયલ બની વાતો કરો.
- કપડાં ધુઓ.
- વૉશિંગ મશીનમાં કપડાં ફરે તેમ ફરો.
[નોંધ: વિદ્યાર્થીઓએ આ પ્રવૃત્તિ જૂથમાં કરવી.]
ચિત્રને કાવ્યની પંક્તિનો નંબર લખો.
પંક્તિનો નંબર :
પ્રશ્ન 1.ઉત્તર :
શબ્દ માટેનાં વાક્યો વાંચો. તે શબ્દ પરથી ઍક નવું વાક્ય બનાવો :
ખંધું : લુચ્ચું
- શિયાળ એકદમ ખંધું. સારું સારું બોલીને બીજાં પ્રાણીઓને ફસાવી દે.
- તે શાકવાળો ખંધો છે. “તમારી જ દુકાન છે.” એમ કહે ખરો, પણ બે મરચાંયે વધારે ના આપે.
- તે ખંધુ હસે છે. જો જો, ફસાઈ ના જતા.
બિચારું: સાવ નબળું, બાપડું, દયા ખાવા જેવું
- ગાડી નીચે પગ આવી ગયો. બિચારું કૂતરું ! કોઈ ડૉક્ટર બોલાવો.
- એ બિલાડી જરાય બિચારી નથી, એકદમ ખંધી છે.
- બિચારા વિનુભાઈ, સમજણ ઓછી છે, તેથી કેવા હેરાન થાય છે!
બખોલ : ઝાડ, પહાડ કે જમીનમાં પાડેલું બાકું, ગુફા જેવું પોલાણ
- ઘુવડ માટીના ટેકરા કે પહાડ પર બખોલમાં રહે, લક્કડખોદ બખોલ જેવો માળો બનાવે.
- કૂતરાને ખાડો કરતાં આવડે, બખોલ બનાવતાં ના આવડે.
- આ ઝાડની બખોલમાં મેં સાપને જતો જોયો.
પથરાવુંઃ લાંબા-પહોળા ભાગમાં પડવું, ફેલાઈ જવું
- ચોમાસામાં બધે ઘાસ ઊગી નીકળે ત્યારે કેવું લાગે? મોટ્ટી લીલી ચાદર પાથરી હોય એમ લાગે ને!
- ભારે પવન આવ્યો એટલે આખા ઘરમાં ધૂળ પથરાઈ ગઈ.
- અમે એક વડના ઝાડ નીચે શેતરંજી પાથરી નાસ્તો કરવા બેઠા.
વરતાવું દેખાવું, ઓળખાઈ જવું
- મમ્મી ખૂબ દૂર ઊભાં હતાં. છતાં, મયંકને વરતાઈ ગયાં.
- સંગીતા ગમે ત્યાં જાય, તેની આવડતને કારણે વરતાઈ આવે.
- મારા ગામના સૂરદાસ ગમે ત્યારે પણ મારા અવાજથી મને વરતી કાઢે છે.
ખુએ ખોદે, ઉપર-નીચે કરે
- વાવણી પહેલાં ખેડૂત હળથી ખેતર પુએ.
- બગીચાની જમીનને પંદર-વીસ દિવસે ખુવી પડે, તો જ ફૂલછોડ સારાં થાય.
- ઉનાળામાં ખેતર ખુઓ, જમીન ફળદ્રુપ બનશે.
એકવાર ‘સવાર’ લલકારો :
પ્રશ્ન 1.
કવિતામાં આવતાં પક્ષીઓનાં નામ લખો.
ઉત્તર :
કવિતામાં આવતાં પક્ષીઓ : કૂકડો, ઘુવડ, ચકલી, કાબર, પોપટ, કાગડો, કોયલ.
પ્રશ્ન 2.
કવિતામાં આવતાં અને એક જ જગ્યાએ રહેતાં સજીવોનાં નામ લખો.
ઉત્તર :
કવિતામાં આવતાં અને એક જ જગ્યાએ એટલે કે માળામાં રહેતાં સજીવો : ચકલી, કોયલ, કાગડો, કાબર, પોપટ,
પ્રશ્ન 3.
સરખા ઉચ્ચારવાળા શબ્દોની જોડ લખો.
- જુએ – …………
- વરતાયા – …………
- સૂએ – …………
- કુહૂ – …………
- ટોળી – …………
- ખુએ – …………
ઉત્તર :
- જુએ – ધુએ
- વરતાયા – પથરાયા
- સૂએ – ધુએ
- કુહૂ – ઊંધું
- ટોળી – ખોળી
- ખુએ – ધુએ
કઈ કઈ રીતે આ કવિતા ગાશો? ગાઓ.
- એક જૂથ ગાય, બીજું જૂથ અભિનય કરે.
- એક જૂથ તાળી પાડે, બીજું જૂથ કવિતા ગાય.
- એક જૂથ “સૂરજદાદા … આભ ધુએ’ જ ગાય, બીજું આખી કવિતા ગાય.
[નોંધ : વિદ્યાર્થીઓએ આ પ્રવૃત્તિ વર્ગમાં કરવી.]
યોગ્ય વિકલ્પ સામે ✓ કરો :
પ્રશ્ન 1.
સૂરજદાદા કાળું આભ ધુએ.
a. અજવાળું થતાં આકાશ ઊજળું લાગે.
b. આકાશને વરસાદ પાડી ધુએ.
c. સૂરજદાદા કાળું કપડું ધોવા માટે ઊગે છે.
ઉત્તર :
a. અજવાળું થતાં આકાશ ઊજળું લાગે. [✓]
પ્રશ્ન 2.
તારા જમીન પર વરતાયા.
a. તારા જમીન પર આવી ગયા છે.
b. ઘરે ઘરે લાઇટ થઈ, દીવા પેટાયા છે.
c. ધરતી પર તારાઓનું આછું અજવાળું આવી ગયું છે.
ઉત્તર :
c. ધરતી પર તારાઓનું આછું અજવાળું આવી ગયું છે. [✓]
પ્રશ્ન 3.
ફૂલ પર બેસી પતંગિયાં મધ લેતાં ખોળી
a. પતંગિયાં ફૂલને મધ આપે છે.
b. ફૂલમાં આપણને મધ ના દેખાય, પણ પતંગિયાં શોધી કાઢે છે.
c. બધાં ફૂલ પતંગિયાં જેવાં લાગે છે.
ઉત્તર :
b. ફૂલમાં આપણને મધ ના દેખાય, પણ પતંગિયાં શોધી કાઢે છે. [✓]
પ્રશ્ન 4.
બોરસલી ને પારિજાત ટગર બની પથરાયાં.
a. બોરસલી અને પારિજાતનાં ફૂલ ટગરનાં ફૂલની જેમ જમીન પર વેરાયાં છે.
b. બોરસલી અને પારિજાતનાં પાંદડાં ટગરનાં ફૂલની જેમ જમીન પર વેરાયાં છે.
c. બોરસલી અને પારિજાત ટગરનાં છોડની જેમ ફૂટી નીકળ્યા છે.
ઉત્તર :
a. બોરસલી અને પારિજાતનાં ફૂલ ટગરનાં ફૂલની જેમ જમીન પર વેરાયાં છે. [✓]
કાવ્યની તમને ગમતી ત્રણ પંક્તિઓ પાઠની જેમ લખો. તે માટે જરૂરી નવા શબ્દો ઉમેરો કે દૂર કરી શકો :
ઉદાહરણ સવાર બોલે, કૂકડે કૂક, કૂકડો ઊંચે જુએ.
કૂકડો ઊંચે જોઈને બોલે ત્યારે જાણે કે સવાર ‘કુકડે કૂક’ બોલતી હોય એમ લાગે છે.
પ્રશ્ન 1.
ઉત્તર :
પંક્તિ ક્રમ | પાઠ જેવી વાક્યરચના |
1. સૂરજદાદા … ધુએ : | સવાર થતાં અજવાળું થાય ત્યારે જાણે કે સુરજદાદા સમગ્ર આભનું અંધારું ધોતા હોય એમ લાગે છે. |
2. કચકચ … કુહૂ : | સવાર થતાં ચકલા-ચક્લી ચીં .. ચીં … કરી મૂકે છે અને કોયલ ‘કુહૂ’ … ‘કુહૂ’ … ગાય છે. |
3. અંધારાના … ખુએ : | સવાર થતાં અળસિયાંઓ માટી ખાય છે ત્યારે જાણે કે અળસિયાંઓ દરની માટી ખોદી નાખતાં હોય એમ લાગે છે. |
વર્ગના બીજા મિત્રોએ શું લખ્યું છે તે સાંભળો. તેમાંથી તમને ગમી ગયેલાં વાક્યો અહીં નોંધોઃ
– મને ગમી ગયેલાં વાક્યો :
- સવાર થતાં કાગડાભાઈ કા કા કરતા આમતેમ જુએ છે તે જાણે લુચ્ચાઈ કરી કંઈક શોધતા હોય તેમ લાગે છે.
- સવાર થતાં કૂણા કૂણા તડકામાં પતંગિયાં ફૂલ ફૂલ પર બેસીને મધ એકઠું કરે છે.
સવાર પડતાં શું થાય છે, પક્ષી, જીવજંતુ વગેરે શું કરે છે તે તમે જાણ્યું. સાંજ પડતાં શું શું થતું હશે, તે બધાં શું કરતાં હશે? લખો :
પ્રશ્ન 1.
- પક્ષી : …………………………
- વૃક્ષ : …………………………..
- જીવજંતુ : ………………………
- આકાશ : ……………………..
- તમારા ઘરમાં : …………………….
ઉત્તર :
- પક્ષી : પોતાના માળામાં પરત ફરે છે.
- વૃક્ષ : ખોરાક બનાવવાની ક્રિયા બંધ કરે છે.
- જીવજંતુ : પોતાના દરમાં ભરાઈ જાય છે.
- આકાશ : ધીરે ધીરે અંધારું થવા લાગે છે અને તારા કે ચંદ્રનો પ્રકાશ ધરતી પર રેલાય છે.
- તમારા ઘરમાં : ધંધાર્થે બહાર ગયેલા કુટુંબના બધા સભ્યો સાંજે ઘેર આવે છે. સાથે બેસી જમે છે, ટીવી જુએ છે, અને ભેગા મળી વાતો કરે છે.
આપેલા ઉત્તર માટે કયો પ્રશ્ન પૂછવો પડે -કેવો, કેવી, કેવું, કેવા કે કેવાં?
ઉદાહરણ : રાતનું આકાશ કાળું છે. આકાશ કેવું ? : કાળું
પ્રશ્ન 1.
- અળસિયાંનું દર અંધારિયું છે. ………………. : ……………….
- સવારનો તડકો ક્યો છે. ………………. : ……………….
- કાગડાભાઈ લુચ્ચા છે. ………………. : ……………….
- કાબર ઝઘડાખોર છે. ………………. : ……………….
- સવાર થતાં ઘુવડ બિચારું થઈ ઊંઘી જાય છે. ………………. : બિચારું
- બોરસલી અને પારિજાતનાં ફૂલ ટગર જેવાં લાગે છે. ફૂલ કેવાં? : …………………..
- પતંગિયાંની ટોળી મધ શોધવામાં જાસૂસ જેવી છે. ………………. : ……………….
ઉત્તર :
- અળસિયાંનું દર અંધારિયું છે. દર કેવું? : અંધારિયું
- સવારનો તડકો ક્યો છે. તડકો કેવો? : કણો
- કાગડાભાઈ લુચ્ચા છે. કાગડાભાઈ કેવા? : લુચ્ચા
- કાબર ઝઘડાખોર છે. કાબર કેવી? : ઝઘડાખોર
- સવાર થતાં ઘુવડ બિચારું થઈ ઊંઘી જાય છે. ઘુવડ કેવું? : બિચારું
- બોરસલી અને પારિજાતનાં ફૂલ ટગર જેવાં લાગે છે. ફૂલ કેવાં? : ટગર જેવાં
- પતંગિયાંની ટોળી મધ શોધવામાં જાસૂસ જેવી છે. પતંગિયાની ટોળી કેવી? : જાસૂસ જેવી
કવિતા સિવાયની વાત ઉમેરોને !
ઉદાહરણ : આજે સવારે ઊઠીને મેં જોયું કે …..
ઉદાહરણ : આજે સવારે ઊઠીને મેં જોયું કે સૂરજદાદા પૂર્વ દિશામાંથી સોનેરી કિરણો ધરતી પર પાથરી રહ્યા હતા. ઝાકળનાં બિંદુઓ મોતીની જેમ ચળકી રહ્યાં હતાં, મંદ મંદ પવન શરીરને તાજગી આપી રહ્યો હતો. શેરીઓ અને સોસાયટીઓમાં ચહલપહલ શરૂ થઈ ગઈ હતી. દૂધવાળા, છાપાંવાળા પોતાના કામે લાગી ગયા હતા, કેટલાક માણસો મૉર્નિંગ વૉક કરી રહ્યા હતા. બાળકો શાળાએ જઈ રહ્યાં હતાં. પક્ષીઓનો કલરવ, મંદિરનો ઘંટારવ વાતાવરણને મધુર બનાવી રહ્યો હતો.
[નોંધ : વિદ્યાર્થીઓએ પોતાની રીતે વાત કરવી.]
ચાલો, પેલું તોફાની ગીતડું ગાઈએઃ એક તોફાની બારકસ ……….
એક છોરો હેરાનગતિયો. એનું શું થાય? ચાલો, સાંભળીએ અને વાંચીએ.
નોંધ : વિદ્યાર્થીઓએ પાઠ આહ! બોધરાજ, વાહ ! બોધરાજ સાંભળવો, વાંચવો.].
વાતચીત :
પ્રશ્ન 1.
તમને કેવું તોફાન ન ગમે?
ઉત્તર :
કોઈને નુકસાન થાય, તેની લાગણી દુભાય એવું તોફાન મને ન ગમે.
પ્રશ્ન 2.
તમે કોઈ તોફાની બાળકને ઓળખો છો? તે કેવાં કેવાં તોફાનો કરે છે?
ઉત્તર :
હા, હું એક તોફાની બાળકને ઓળખું છું. તે બિલાડીને પકડીને પાણીના ટબમાં બોળે છે. તે કૂતરાની પૂંછડીએ ફટાકડાની લૂમ બાંધી ફટાકડા ફોડે છે,
પ્રશ્ન 3.
તમને કયાં કયાં. જાનવર કે જંતુની બીક લાગે છે? કેમ?
ઉત્તર :
મને કૂતરાની બીક લાગે, કારણ કે, તે ભસે છે અને મારી પાછળ પડે છે, મને વંદાની બીક લાગે છે, કેમ કે, મને તેની ચીતરી ચડે છે.
પ્રશ્ન 4.
બીક લાગે ત્યારે શરીરમાં શું શું થાય? મજા આવે ત્યારે શું થાય?
ઉત્તર :
બીક લાગે ત્યારે શરીરમાં ધ્રુજારી થાય, કોઈક વાર શ્વાસ ચડે કે તાવ પણ આવે. મજા આવે ત્યારે શરીર પ્રફુલ્લિત થાય.
પ્રશ્ન 5.
કયાં કયાં પક્ષીને શિકારી પક્ષી કહેવાય? કેમ?
ઉત્તર :
કાગડો, સમડી, બાજ જેવાં કેટલાંક પક્ષીઓને શિકારી પક્ષી કહેવાય. કારણ કે, તેઓ નાનાં-નાનાં જીવડાં વીણી ખાતાં હોય છે. કાગડો, સમડી, બાજ જેવાં પક્ષીઓ તો ઉંદર જેવાં પ્રાણીઓનો પણ શિકાર કરે છે.
પ્રશ્ન 6.
અત્યારે શિકારી માણસો હશે? તેઓ શાનો શાનો શિકાર કરે? કેમ?
ઉત્તર :
શિકાર પર પ્રતિબંધ છે, છતાં શિકારી માણસો ગેરકાયદેસર શિકાર કરે છે, તે ચામડું અને નખ મેળવવા માટે વાધ, સિંહ, હરણ જેવાં પ્રાણીઓનો શિકાર કરે છે.
પ્રશ્ન 7.
તમને શું લાગે છે શિકાર કરવો જોઈએ?
ઉત્તરઃ
ના, મને લાગે છે કે શિકાર ન કરવો જોઈએ.
પ્રશ્ન 8.
ગોદામમાં જાનવરની બોડ જેવી ગંધ કેમ આવતી હશે?
ઉત્તર :
ગોદામમાં હવાઉજાસ નહોતો. ગોદામની જમીન પંખીઓનાં પીંછાં અને હગારથી તેમજ માળામાંથી પડેલાં તણખલાં અને ફૂટેલાં ઈંડાંનાં કોચલાંથી છવાયેલી હતી. આથી ગોદામમાં જાનવરની બોડ જેવી ગંધ આવતી હશે.
પ્રશ્ન 9.
સમડી ખોરાક માટે હવે શું કરશે?
ઉત્તર :
સમડી ખોરાક માટે હવે બીજે જશે.
[નોંધ: વિદ્યાર્થીઓએ પોતાની રીતે ઉત્તર આપવા.]
આંખો બંધ રાખી આ પાન પછી બીજાં પંદર પાન ગણો. કયો પાન નંબર આવ્યો? હવે તપાસો.
પ્રશ્ન 1.
આંખો બંધ રાખી આ પાન પછી બીજાં પંદર પાન ગણો. કયો પાન નંબર આવ્યો? હવે તપાસો.
ઉત્તર :
પાન નંબર 126 આવ્યો.
આપેલ વાકય સાચું છે કે ખોટું? સાચું હોય તો જીભ કાઢો. ખોટું વાકય બતાવ્યા પ્રમાણે સુધારો :
પ્રશ્ન 1.
- બોધરાજ શાળાનો સૌથી ડાક વિદ્યાર્થી ગણાતો. તોફાની………………
- પતંગિયાં જોતાં જ બોધરાજ ઊભો રહી જતો. તેમને જોયા કરતો અને તેમના ફોટા પાડતો. ………………..
- શાળાએથી છૂટીને બોધરાજ ઘરે જતો નહીં, તે આસપાસ ફરતો રહેતો. ………………
- બોધરાજ ભીષ્મના નવા ઘરે અવારનવાર જતો. ………………..
- પોતાનું નિશાન ખાલી જાય તો બોધરાજ પોતાના પર ખૂબ ગુસ્સે થતો. ……………….
- ગોદામમાં સમડીનો માળો હતો. …………………..
- બોધરાજે કાબરના માળાને ગેરેજમાં ગોઠવ્યો. …………………
- બોધરાજ અને ભીષ્મ કાબરનાં બચ્ચાંને હાથમાં લઈ દાણા ખવડાવ્યા………………..
ઉત્તર :
શબ્દનો અર્થ સમજો, લખો. તે શબ્દનો ઉપયોગ કરી નવું વાક્ય બનાવો :
અપવાદ : સામાન્ય નિયમોમાં બાધ; તેવી વસ્તુ કે તેનું ઉદાહરણ
- મારાથી તીખું ખવાતું નથી, પાણીપુરી તેમાં અપવાદ.
- આખો વર્ગ ખો-ખો રમે, રાધિકા તેમાં અપવાદ, તે એકલી એકલી ઘરડાં કૂદ્યા કરે.
- સોસાયટીના બધા ગેટ દરરોજ રાત્રે બંધ રહે, રવિવારે અપવાદ.
ગોદામ: માલ ભરવાની વખાર, ગોડાઉન
- સૌમ્યના કંપાસમાં ઘણી પેન્સિલ જોઈને બહેન બોલ્યાં, “કંપાસ છે કે પેન્સિલનું ગોદામ?”
- હમણાં બધી મકાઈ ગોદામમાં ભરી રાખી છે. પછી ટ્રકમાં ભરીને બજારમાં મોકલાશે.
- ગોદામમાં ભરેલું અનાજ વરસાદનું પાણી ભરાતાં સડી ગયું.
બહતી પ્રમોશન, વૃદ્ધિ
- મારા કાકાને બઢતી મળી. હવે તેમનો પગાર પણ વધશે.
- દિવ્યાનાં માસીને બધા ‘સાહેબ’ કહે છે. તેમને બઢતી મળી છે એટલે.
- મહેશભાઈને રેલવેમાં બઢતી મળતાં હવે તેમણે અસમ જવું પડશે.
મોકળું મેદાન છૂટ, સ્વતંત્રતા
- નદીમાં પાણી ઓછું હતું એટલે બધાને નહાવા મોકળું મેદાન મળી ગયું.
- ઘરમાં ક્યાંય તાળું ન હતું. ચોરને તો મોકળું મેદાન મળી ગયું.
- વર્ગમાં શિક્ષક ન હતા. વિદ્યાર્થીઓને વાતો કરવાનું મોકળું મેદાન મળી ગયું.
ગર્વ અભિમાન
- સાહેબે ધરાના ચિત્રને વખાણ્યું. તેને ગર્વ ચઢી ગયો છે. હવે તે કોઈ સાથે રમતી નથી.
- કિરણને એક જ વારમાં બધું આવડી જાય. પણ તેને જરાય ગર્વ નથી. જે કોઈ તેને પૂછે, તે બધાને શીખવે.
- જે ગર્વ કરે છે, તે અંતે હારે છે.
જોડીમાં કામ કરો. આપેલાં વાક્યો જેવા અર્થવાળાં વાક્યો વાર્તામાંથી શોધો. તે વાક્યના પહેલાં બે અને છેલ્લા બે શબ્દ કૌંસમાં લખો:
ઉદાહરણઃ બોધરાજ ભારે તાકોડી. તે મારે એટલે ગોફણનો પથ્થર તેના ધાર્યા પ્રમાણે જ વાગે. (એના હાથમાં ન જાય.)
- ગોફણ વાગતાં પક્ષીઓ ચીસાચીસ કરી મૂક્તા. કોઈ ઘવાયેલા પક્ષીની પાંખ કે પીંછાં હવામાં ઊડતાં. પક્ષીઓની કિકિયારીઓથી વાતાવરણ દુ:ખભર્યું, અશાંત બની જતું. (પતંગિયાં અને આવી જાય.)
- ગોદામમાં ગુફા જેવું અંધારું તો હતું જ. સમડીએ વેરેલાં માંસ-પીંછાંને કારણે ત્યાં ખરાબ ગંધ પણ આવતી હતી. (ગોદામની જમીન… છવાયેલી હતી.)
- ગોફણના અવાજથી ડરીને કાબરનાં બચ્ચાં ચૂપચાપ માળામાં ભરાઈ ગયાં. (પંખીઓનું ચ ચીં ચીં … એવું લાગ્યું.)
- જેને પક્ષીઓને હેરાન કરવાની, માળા ફેંદવાની મજા આવતી હતી, તે બોધરાજ કાબરનાં બચ્ચાં બચાવવાની વાત કરતો હતો. આ વાત મારા માનવામાં આવતી નહોતી. (મને કહ્યું .. તરસ્યાં છે.)
- ગોદામમાં સમડી છે એમ ખબર પડતાં જ કાબરનાં બચ્ચાં ડરી ગયાં. તેમણે ચીસાચીસ કરી મૂકી, ગોદામ તેમના અવાજથી ભરાઈ ગયું. (બચ્ચાં ચીં ચીં… કરશે તો?)
- ગોદામની હવાબારીમાંથી વિશાળ પડછાયો એકાએક ધસી આવ્યો. બોધરાજ અને મેં ચમકીને જોયું તો એક શિકારી પક્ષી
- હુમલો કરવા તૈયાર હોય તેમ પાંખ ફેલાવી અમને ધારી ધારીને જોઈ રહ્યું હતું. (અચાનક હવાબારીમાંથી .. રહી હતી.)
- તે દિવસ પછી બોધરાજના હાથમાં ગોફણને બદલે દાણા હતા. (બીજે દિવસે લાવ્યો હતો.)
પ્રશ્નોના ઉત્તર લખો
પ્રશ્ન 1.
જીવજંતુ અને પક્ષીઓ વિશે અવનવી વાતો બોધરાજ કઈ રીતે શીખ્યો હશે?
ઉત્તર :
બોધરાજ શાળા છૂટયા પછી રખડવા નીકળી પડતો. એની જિજ્ઞાસા અને અવલોકનવૃત્તિથી એ જીવજંતુ અને પક્ષીઓ વિશે અવનવી વાતો શીખ્યો હશે.
પ્રશ્ન 2.
બોધરાજનાં કયાં કયાં વર્તન વાંચી તમને અરેરાટી થઈ? કોઈ પણ બે લખો.
ઉત્તર :
બોધરાજ પતંગિયાં અને ભમરી સાથે એવું કરતો કે આપણને કમકમાં આવી જાય. તેના ગજવામાં જીવતો દેડકો, જાતભાતનાં ઈંડા જેવી ચિત્ર-વિચિત્ર વસ્તુઓ ભરેલી હોય. બોધરાજનાં આ વર્તન વાંચી મને અરેરાટી થઈ.
પ્રશ્ન 3.
ભીષ્મની માતાને બોધરાજ સાથેની તેની દોસ્તી ગમતી હતી? કેમ?
ઉત્તર :
ના, ભીખની માતાને તેની બોધરાજ સાથેની દોસ્તી ગમતી નહોતી, કારણ કે બોધરાજને પક્ષીઓના માળા પીંખવાનો ભારે શોખ હતો.
પ્રશ્ન 4.
સમડી દરરોજ ગોદામમાં આવતી હશે તે વાત ભીષ્મને કેવી રીતે સમજાઈ?
ઉત્તર :
સમડી આવી. બચ્ચાં ર્ચા કરતાં પાંખો ફફડાવવા લાગ્યાં. સમડી હવાબારી પરથી ઊડીને થાંભલા પર જઈ બેઠી. તેણે પાંખો સંકેલી, આંખો ખોલી અને આજુબાજુ જોવા લાગી. આથી ભીષ્મને સમજાયું કે સમડી દરરોજ ગોદામમાં આવતી હશે અને પક્ષીઓના માળા ચુંથતી હશે. ગૌદામની જમીન પર તેથી જ કપાયેલી પાંખો, સરકડી અને પંખીઓના માંસના ટુકડા વેરાયેલાં રહેતાં હતાં.
પ્રશ્ન 5.
બોધરાજે કાબરનાં બચ્ચાં કઈ રીતે બચાવ્યાં?
ઉત્તર :
બોધરાજે ટેબલ ખસેડીને માળા નીચે મૂક્યું. બાજુમાં પડેલી એક તૂટેલી ખુરશી ઊંચકીને ટેબલ પર મૂકી. ખુરશી પર ચડીને માળો હાથમાં લઈને હળવેકથી નીચે ઊતરી ગયો. આ માળો ગેરેજના મોભ પર ગોઠવી દીધો કે જ્યાં સમડી આવી શકે તેમ નહોતી. આ રીતે બોધરાજે કાબરનાં બચ્ચાં બચાવ્યાં.
તમને શું લાગે છે? વર્ગને જણાવો અને લખો:
પ્રશ્ન 1.
સમડીના આવ્યા પછી બોધરાજના વર્તનમાં શો ફેરફાર થયો? કેમ?
ઉત્તર :
સમડી આવતાં માળામાં રહેલાં કાબરનાં બચ્ચાં કિકિયારીઓ કરવા લાગ્યાં, બોધરાજને થયું કે સમડી બચ્ચાંને ખાઈ જશે. ગોફણ વડે માળા તરફ પથ્થર ફેંકનાર બોધરાજને કિકિયારીઓ સાંભળી કંપારી છૂટી અને દયા આવી. તેણે ગોફણ અને થોડા પથ્થર ભીમને આપી દીધા અને પોતે કાબરનો માળો બચાવવાના કામમાં લાગી ગયો.
પ્રશ્ન 2.
જીવજંતુ, પશુ-પક્ષી જોઈ બોધરાજ હવે શું કરતો હશે?
ઉત્તર :
જીવજંતુ, પશુ-પક્ષી જોઈ બોધરાજ હવે તેમને હેરાન નહિ કરતો હોય; તેમને મારવાનો વિચાર નહિ કરતો હોય, પરંતુ તેમનું રક્ષણ કરવાનો વિચાર કરતો હશે.
પ્રશ્ન 3.
સમડી હવે ખોરાક મેળવવા શું કરશે? ક્યાં જશે?
ઉત્તર :
સમડી હવે ખોરાક મેળવવા બીજા માળા શોધશે, છે જ્યાં શિકાર મળી શકે તેમ હશે ત્યાં જશે.
પ્રશ્ન 4.
આ વાત કાબરનાં બચ્ચાં કહે તો કેવી રીતે કહે?
અમારાં મમ્મી-પપ્પા ભૂલાં પડી ગયેલાં. એક ગોદામમાં તેમણે માળો બનાવેલો. અમારો જન્મ ત્યાં થયો હતો. એક દિવસ તેઓ ચણ શોધવા ગયાં ત્યારે
ઉત્તર :
અમારાં મમ્મી-પપ્પા ભૂલાં પડી ગયેલાં. એક ગોદામમાં તેમણે માળો બનાવેલો. અમારો જન્મ ત્યાં થયો હતો. એક દિવસ તેઓ ચણ શોધવા ગયાં ત્યારે ભીખ સાથે બોધરાજ આવ્યો. બોધરાજે ગોફણ ઊંચી કરી પથ્થર છોડ્યો.
એમાંથી છૂટેલો પથ્થર પતરાનાં છાપરાં સાથે અફળાઈને જોરથી નીચે પડ્યો. અમે ગભરાઈને શાંત થઈ ગયાં. તેણે બીજો અને ત્રીજો પથ્થર છોડ્યો. પણ અમારો માળો નીચે પડ્યો નહીં.
એવામાં સમડી આવી. તે પાંખો પસારીને અમને ભયંકર રીતે તાકી રહી હતી. અમે ભયભીત થઈ ચ ચીં કરતાં પાંખો ફફડાવવા લાગ્યાં. અમારી કિકિયારીઓ સાંભળી બોધરાજને સમજાઈ ગયું કે સમડી અમને ખાઈ જશે. એને દયા આવી.
એ એક ટેબલ લઈ આવ્યો. તેના પર એક ખુરશી મૂકી. ખુરશી પર ચડીને તેણે અમારો માળો હળવેકથી નીચે ઉતારી { લીધો. પછી ભીખ અને બોધરાજ માળો લઈ ગેરેજમાં ગયા. ત્યાં બોધરાજે પેટી પર ચડીને માળો દીવાલોને ટેકવેલા મોભ ‘ પર ગોઠવી દીધો. આ જગ્યા સલામત હતી. અહીં સમડી આવી શકે તેમ નહોતી.
હવે અમે શાંત થયાં હતાં, પેટી પર ચઢીને બોધરાજે કે માળામાં ડોકિયું કર્યું. અમને થયું કે બોધરાજ અમને ઉપાડીને $ લઈ જશે, પણ એણે એમ ન કર્યું. એણે ભીખ પાસે થોડું પાણી મંગાવ્યું. બોધરાજે અમને ટીપે ટીપે પાણી પિવડાવ્યું. કે બીજે દિવસે બોધરાજ આવ્યો ત્યારે એની પાસે નહોતી ગોક્સ કે નહોતા પથ્થર. એ દાણાની થેલી ભરી લાવ્યો હતો! નિર્દય બોધરાજ હવે કેવો દયાળુ થઈ ગયો છે!
ફરી એકવાર ગીતડું : ‘એક તોફાની બારસ …’
બોધરાજની જેમ પક્ષીઓને ઑળખો અને તેમના વિશે લખો. ચિત્રની નીચે પક્ષીનું નામ લખો. આ પક્ષીઓમાંથી તમને ગમતાં પક્ષી વિશે લખો.
ઉદાહરણ :
પતરંગો
પતરંગો માખીમાર કુળનું પંખી છે, તે ઊડતાંઊડતાં માખી જેવાં જેતુઓ ખાય છે. વીજળીના તાર પર બેઠેલા પતરંગા તમે જોયા હશે. તે વીજળીના તાર પરથી ઊડીને જીવડાં પકડીને તરત જ પાછો તાર પર આવીને બેસી જાય. તમને થશે, ‘પતરંગો’ નામ કેમ? પાંદડાં જેવાં રંગવાળો છે એટલે.
તેની ચાંચ પાતળી, જરાક વાંકી અને આગળથી અણીદાર હોય છે. પતરંગાના પગ પાતળા અને નાના હોય છે. તેની પાંખ આગળથી ગોળ અને પાછળથી અણીદાર હોય છે. તેને આંખ નીચે કાળું ધાબું હોય છે. આપણી આજુબાજુ દેખાતા પતરંગા ચકલીથી થોડા નાના અને પાતળા હોય છે. તેમનું અંગ્રેજી નામ છે, “ગ્રીન બી ઇટર’ (Green Bee Eater).
માયના (મના – કાબર)
માયના મોટા ભાગે ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળતું પક્ષી છે. તે બદામી રંગનું હોય છે. તેનું માથું કાળું હોય છે. તેની આંખની પાછળ પીળા રંગના ધબ્બા હોય છે. તેની ચાંચ અને પગ ચમકદાર પીળા હોય છે. માયના મોટા ભાગે જોડીમાં જોવા મળે છે. તે એકસાથે 4- 6 ઈંડાં મૂકે છે. તે સૂર્યોદય પહેલાં ઊડી જાય છે અને સૂર્યાસ્ત પહેલાં માળામાં પરત આવે છે. તે જીવડાં, અળસિયાં, નાનાં પ્રાણીઓ, દાણા, ફળો વગેરે ખાય છે. અંગ્રેજીમાં તેને Myna કહે છે. ગુજરાતીમાં તેને કાબર કહે છે.
ગરુડ :
ગરુડ મોટું શક્તિશાળી – પક્ષી છે. ગરુડ પક્ષીઓનો રાજા કહેવાય છે. તેને મજબૂત પાંખો અને શક્તિશાળી પંજા હોય છે. તે પોતાનો માળો ઊંચા ઝાડ પર કે પર્વતની ટોચ પર બાંધે છે. તેનો માળો સળીઓનો બનાવેલો હોય છે. તે સસલાં, ખિસકોલી જેવાં પ્રાણીઓનો શિકાર કરે છે. દૂરથી પોતાનો શિકાર જોઈ શકે તેવી તેની તીક્ષણ દષ્ટિ હોય છે. ગરુડ દુનિયાભરમાં બધે જોવા મળે છે. અંગ્રેજીમાં ગરુડને Eagle કહે છે.
ઘુવડ :
પક્ષીઓમાં ઘુવડ બીજાં પક્ષીઓ કરતાં અલગ પ્રકારનું પક્ષી છે. તેને તેના ચહેરાના આગલા ભાગમાં બે મોટી આંખો હોય છે. તેને હુક જેવી મજબૂત ચાંચ હોય છે. કાનની જગ્યાએ બે કાણાં હોય છે. તેના પંજા પણ મજબૂત હોય છે. ઘુવડ તેની ડોક બધી દિશામાં ફેરવી શકે છે, તેથી તે તેની પાછળ પણ જોઈ શકે છે. માદા ઘુવડ કરતાં નર ઘુવડ મોટા હોય છે. ઘુવડ રાત્રે જ જોઈ શકે છે. તે જીવડાં, ઉંદરો અને સસલાંનો શિકાર કરે છે. ઘુવડ અવાજ કર્યા વિના ઊડી શકે છે, તેથી તેને શિકાર કરવામાં સરળતા રહે છે. જુદા જુદા પ્રકારના ઘુવડ જુદા જુદા અવાજ કાઢે છે. ઘુવડ ધ્રુવ પ્રદેશ સિવાય દુનિયાના બધા જ પ્રદેશોમાં જોવા મળે છે. ઘુવડને અંગ્રેજીમાં Owl કહે છે.
[નોંધ : વિદ્યાર્થીઓ તેમને ગમતા કોઈ એક પક્ષી વિશે લખશે.]
વાક્યો વાંચી જુઓ, સાચા વાક્ય સામે ✓કરો:
1. નાની બહેન ગાતું હતી.
નાની બહેન ગાતું હતું.
નાની બહેન ગાતી હતી. મેં ✓
2. બધી બાળકોને ચકડોળમાં મજા પડી.
બધાં બાળકોને ચકડોળમાં મજા પડી. ✓
બધાં બાળકોને ચકડોળમાં મજા પડ્યો.
3. લગ્નમાં ઘણું મહેમાન આવ્યા છે.
લગ્નમાં ઘણા મહેમાન આવ્યું છે.
લગ્નમાં ઘણા મહેમાન આવ્યા છે. ✓
4. બકરી બધું પાંદડું ખાઈ ગઈ.
બકરી બધાં પાંદડાં ખાઈ ગઈ. ✓
બકરી બધા પાંદડા ખાઈ ગઈ.
વાક્યો મોટેથી વાંચો. જે ભૂલ હોય તે સુધારીને લખો. ગાઢા અક્ષરે છાપેલ શબ્દ બદલવાનો નથી.
ઉદાહરણઃ જાડી દેડકો જોરથી ગાતું હતો. જાડો દેડકો જોરથી ગાતો હતો.
1. નાનકડો પતંગિયું ઊડતી-ઊડતી નેહાના નાક પર જઈ બેઠી.
નાનકડું પતંગિયું ઊડતું-ઊડતું નેહાના નાક પર જઈ બેઠું.
2. હું નિશાળે જવા નીકળી ત્યારે જ લુચ્ચે વરસાદ પડી.
હું નિશાળે જવા નીકળી ત્યારે જ લુચ્ચો વરસાદ પડ્યો.
3. નાગે મોટી ફૂફાડો માર્યું પણ કૃષ્ણ જરાય ડર્યો નર્દી.
નાગે મોટો ફૂફાડો માર્યો, પણ કૃષ્ણ જરાય ડર્યા નર્દી.
4. મોટી ઘટાદાર પીપળા પર ઘણાં જીવજંતુ રહેતો હતો.
મોટા ઘટાદાર પીપળા પર ઘણાં જીવજેતુ રહેતાં હતાં.
5. વાર્તાની પુસ્તક મોટી હતી, ચિત્રનું ચોપડી પાતળું હતું.
વાર્તાનું પુસ્તક મોટું હતું, ચિત્રની ચોપડી પાતળી હતી.
6. બધી બાળકોએ દૂધ પીધો, વડીલોએ ચા પીધું.
બધાં બાળકોએ દૂધ પીધું, વડીલોએ ચા પીધી.
ફરી તોફાન કરીએ? ‘ઍક તોફાની બારકસ …’
1. જોડીમાં બેસો. વાર્તા વાંચો અને સાથે મળીને પ્રશ્નોના જવાબ લખો.
બોતડાંએ આજે પહેલી વાર રણ પાર કરવાનું હતું. પ્રવાસ કરવાનો હતો. તેથી આખો પરિવાર ખુશ હતો. સૌથી આગળ ઊંટ ચાલતો હતો. વચ્ચે ત્રણ બાળકો અને છેલ્લે તેમની મમ્મી. થોડુંક ચાલ્યા પછી ઊંટે પાછળ વળીને જોયું અને પૂછ્યું. અરે, આપણે ચાર કેમ? એકાદ બોતડું રહી ગયું છે કે શું?” ઊંટડી કહે, “તમે પોતાને તો ગણો!”
2. ખાલી જગ્યામાં ઉત્તર લખોઃ
ઉત્તર :
પપ્પા (ઊંટ) મમ્મી (ઊંટડી) બાળક (બોતડું)
કોઠો પૂરો કરો:
ઉત્તર :
કારીગરોનાં નામ લખો:
ઉત્તર :
- દરજી – દરજણ,
- ઘાંચી – ઘાંચણ
- કુંભાર – કુંભારણ
- લુહાર – લુહારણ
- માળી – માળણ
- શેઠ – શેઠાણી
- નોકર – નોકરાણી
આવી રીતે તમે બળદ, ગાય, વાછરડાંની કોઈ ટૂંકી વાર્તા બનાવી લખો :
બળદ, ગાય અને વાછરડાં સમાજને ખૂબ જ ઉપયોગી છે. બળદ ખેતીકામમાં ઉપયોગી છે. તે હળ ખેંચે, તે ઘાણીએ જોતરાય, તે બળદગાડે જોતરાય અને માલસામાન પણ લાવે-લઈ જાય. ગાય દૂધ આપે, દૂધમાંથી અનેક ચીજવસ્તુઓ બને. વળી ગાય વાછરડાંને જન્મ આપે. વાછરડાં રૂપાળાં હોય. તે મોટાં થઈ બળદ કે ગાય બને.
કન્યાના સંબંધીની ઓળખ આપી છે. તે બધાં સાથે વરરાજાને શો સંબંધ થશે? લખો :
ઉદાહરણ :
કેન્ય | વર |
મમ્મી – પપ્પા | સાસુ-સસરા |
બહેન – જીજાજી | સાળી – સાદું |
ભાભી – ભાઈ | ભાભી – સાળા |
મામી – મામા | મામી – મામા |
ફોઈ – ફુઆ | ફોઈ – ફુઆ |
કાકી – કાકા | કાકી – કાકા |
કૌસમાં પ્રાણીનાં નામ મૂકતાં જાઑ. રંગીન શબ્દોમાં ઉદાહરણ પ્રમાણે યોગ્ય ફેરફાર કરતાં જઈ વાકયા બનાવો :
(ગાય, ઉંદરો, બળદ, હાથી, ઊંટ, ગધેડું, અળસિયું, કૂતરું, ચકલી, ખેડૂત, પોપટ, કાબર) ઉદાહરણ:
1. ખૂબ જૂના સમયથી (ગાય) આપણી મિત્ર રહી છે.
2. ખૂબ જૂના સમયથી (હાથી) આપણો મિત્ર રહ્યો છે.
- ખૂબ જૂના સમયથી ઉંદરો આપણા મિત્રો રહ્યા છે.
- ખૂબ જૂના સમયથી બળદ આપણો મિત્ર રહ્યો છે.
- ખૂબ જૂના સમયથી ઊંટ આપણું મિત્ર રહ્યું છે.
- ખૂબ જૂના સમયથી ગધેડું આપણું મિત્ર રહ્યું છે.
- ખૂબ જૂના સમયથી અળસિયું આપણું મિત્ર રહ્યું છે.
- ખૂબ જૂના સમયથી કૂતરું આપણું મિત્ર રહ્યું છે.
- ખૂબ જૂના સમયથી ચકલી આપણી મિત્ર રહી છે.
- ખૂબ જૂના સમયથી ખેડૂત આપણો મિત્ર રહ્યો છે.
- ખૂબ જૂના સમયથી પોપટ આપણો મિત્ર રહ્યો છે.
- ખૂબ જૂના સમયથી કાબર આપણી મિત્ર રહી છે.
છેલ્લી એકવાર ગીતંડું ગાઈ લઈએ : ‘ઍક તોફાની બારકસ…..’
પ્રશ્નો પૂછો, જવાબ આપો, ગણિત ભાષાની રીતે સમજો.
ઉદાહરણ : મહીસાગર પરના એક પુલ પર 34 બસ સળંગ ઊભી રહી શકે છે. જો એક બસની લંબાઈ બે ગાડી જેટલી હોય તો પુલ પર કેટલી ગાડી ઊભી રહી શકે?
- એક બસ જેટલી જગ્યામાં કેટલી ગાડી ઊભી રહી શકે? – 2 ગાડી
- પુલ પર કેટલી બસ ઊભી રહેવાની જગ્યા છે? – 34 બસ
- બસની જગ્યાએ ગાડીઓ ઊભી રાખવા પ્રશ્ન 1 અને 2ના જવાબ ઉપયોગમાં લો. – 68 ગાડી ઊભી રહી શકે.
પ્રશ્ન 1.
સરલા કરતાં સુરેશ ઊંચો છે, સુરેશ કરતાં દિવ્યા ઊંચી છે. મહેન્દ્ર સુરેશ કરતાં ઊંચો અને દિવ્યા કરતાં નીચો છે. આ બધાંમાં સૌથી ઊંચું અને સૌથી નીચું કોણ?
ઉત્તર :
- સરલાં કરતાં કોણ ઊંચું છે. સુરેશ
- સુરેશ કરતાં કોણ ઊંચું છે? દિવ્યા, મહેન્દ્ર
- દિવ્યા કરતાં કોણ નીચું છે? મહેન્દ્ર
- આ બધામાં સૌથી ઊંચું અને સૌથી નીચું કોણ શોધવા પ્રશ્ન 1થી 3ના જવાબ ઉપયોગમાં લો.
- સૌથી ઊંચી – દિવ્યા
- સૌથી નીચી – સરલા
પ્રશ્ન 2.
ઈવા જ્યાં ઊભી છે, ત્યાંથી 25 ડગલાં ડાબી તરફ અને ત્યારબાદ 10 ડગલાં જમણી તરફ ચાલે છે. તે પોતાની મૂળ જગ્યાએથી કેટલાં ડગલાં દૂર હશે?
ઉત્તર :
- ઈવા કેટલાં ડગલાં ડાબી તરફ ચાલે છે? 25 ડગલાં
- ત્યાંથી ઈવા કેટલાં ડગલાં જમણી તરફ ચાલે છે? 10 ડગલાં
- પોતાની મૂળ જગ્યાએથી કેટલાં ડગલાં દૂર હશે તે શોધવા પ્રશ્ન 1- ના જવાબ ઉપયોગમાં લો. 25 – 10 = 15 ડગલાં
પ્રશ્ન 3.
જ્હાનવી પાસે ત્રણ લિટરની બૉટલ છે, હાર્દિક પાસે બસો મિલીની. હાર્દિક પાસે બીજી કેટલી બૉટલ હોય તો તેનું અને જહાનવી પાસેનું પાણી સરખું થાય?
ઉત્તર :
- જ્હાનવી પાસે કેટલા લિટરની બૉટલ છે? ત્રણ લિટર
- 1 લિટર એટલે કેટલા મિલિ થાય? 1000 મિલિ
- 3 લિટર એટલે કેટલા મિલિ થાય? 3000 મિલિ
- હાર્દિક પાસે કેટલા મિલિની બૉટલ છે? 200 મિલિ
- હાર્દિક પાસે બીજી કેટલી બૉટલ હોય તો તેનું અને હાનવીનું પાણી સરખું થાય તે શોધવા પ્રશ્ન 3 – 4ના જવાબ ઉપયોગમાં લો. 3000 મિલિ 200 મિલિ = 15 બોટલ
- હાર્દિક પાસે 1 બૉટલ છે. તેથી બીજી (15 – 1) = 14 બૉટલ હોય, તો તેનું અને જહાનવીનું પાણી સરખું થાય.
પ્રશ્ન 4.
આનંદીના કંપાસમાં વીસ લખોટી છે. તેમાંથી અડધી લખોટી પીળા રંગની અને ચોથા ભાગની ગુલાબી છે. આનંદી પાસે કેટલી પીળી અને કેટલી લાલ લખોટી છે?
ઉત્તર :
- આનંદીના કંપાસમાં કેટલી લખોટી છે? 20 લખોટી
- 20ની અડધી એટલે કેટલી લખોટી પીળા રંગની છે? 10 લખોટી
- 20ની ચોથા ભાગની એટલે કેટલી લખોટી ગુલાબી રંગની છે? પ લખોટી
- આનંદી પાસે કેટલી લાલ લખોટી છે તે શોધવા પ્રશ્ન 1થી 3નો જવાબ ઉપયોગમાં લો. 20- 10-5 = 5 લખોટી
પ્રશ્ન 5.
શ્યામાના બગીચામાં સૂરજમુખી અને ગુલાબની બે-બે હાર છે. દરેક હારમાં સાત-સાત છોડ છે. દરેક છોડ પર એક-એક ફૂલ છે. શ્યામાના બગીચામાં કેટલાં સૂરજમુખી અને કેટલાં ગુલાબ હશે?
ઉત્તર :
- શ્યામાના બગીચામાં સૂરજમુખી અને ગુલાબની કેટલી હાર છે? 2
- દરેક હારમાં કેટલા છોડ છે? 7
- દરેક છોડ પર કેટલાં ફૂલ છે? 1
- શ્યામાના બગીચામાં કેટલાં સૂરજમુખી અને કેટલાં ગુલાબ હશે તે શોધવા પ્રશ્ન 1 અને 2ના જવાબ ઉપયોગમાં લો.
- 7 × 2 = 14 સૂરજમુખી
- 7 × 2 = 14 ગુલાબ
પ્રશ્ન 6.
કૃષ્ણ કરતાં બલરામ મોય અને જાડા છે. જો બંને એક ત્રાજવામાં બેઠા હોય તો ત્રાજવાનું કયું પલડું ઊંચે જશે?
ઉત્તર :
- કૃષ્ણ કરતાં બલરામ કેવા છે? મોટા અને જાડા
- કૃષ્ણ અને બલરામમાં કોનું વજન વધારે થાય? બલરામનું
- કૃષ્ણ અને બલરામમાં કોનું વજન ઓછું થાય?
જો બંને એક ત્રાજવામાં બેઠા હોય, તો ત્રાજવાનું કહ્યું પલડું ઊંચે જશેનો જવાબ શોધવા પ્રશ્ન 2 – 3ના જવાબ ઉપયોગમાં લો. કૃષ્ણનું પલડું ઊંચું જશે.
પ્રશ્ન 7.
મોહસીને થાળીની મદદથી વર્તુળ દોર્યું. તે વર્તુળની અંદર સમીરે વાટકીની મદદથી ત્રણ વર્તુળ દોયાં. સમીરનાં વર્તુળોની અંદર સ્વીટુએ પોતાની બંગડીથી બે-બે વર્તુળ દોય. કહો કુલ કેટલાં વર્તુળ થયાં?
ઉત્તર :
- મોહસીને કેટલાં વર્તુળ દોય?
- તે વર્તુળની અંદર સમીરે કેટલાં વર્તુળ દોય?
- સમીરનાં ત્રણેય વર્તુળોની અંદર સ્વીટુએ કેટલાં વર્તુળ દોય?
- સ્વીટુએ કુલ કેટલાં વર્તુળ દોય?
- કુલ કેટલાં વર્તુળ થયાં શોધવા પ્રશ્ન 1, 2, અને 4ના જવાબ ઉપયોગમાં લો.
લગભગ સરખા :
- વિચિત્ર – ના ગમે તેવા વર્તન કે દેખાવવાળું;
- ભેદવું – તોડવું, આરપાર જવું;
- ગાભું – નકામું કંપડું ચીંથરું;
- ચૂંથવું – ફેંદી નાખવું, બગાડી નાખવું;
- હળવે – ખૂબ ધીમેથી;
- અવનવું – નવી જાતનું.
નોંધ : વિદ્યાર્થીઓએ લગભગ સરખા (શબ્દાર્થ) તૈયાર કરવા અને તેને વાક્યમાં પ્રયોગ કરી વાક્યો પોતાની નોટબુકમાં લખવાં.]
હસો :
- છગનલાલ : તમે ઘરે મધપૂડા કેમ ઉછેરો છો? મત મધ મળે એટલે?
- મગનલાલ : મધ તો મળે જ. મહેમાન પણ ઓછા આવે.
Std 4 Gujarati Textbook Solutions Chapter 6 ભાઈબંધ મારો બોલ્યો, કુહૂ! Additional Important Questions and Answers
વિશેષ પ્રસ્નોત્તર
નીચેના પ્રશ્નોના એક-એક વાક્યમાં ઉત્તર લખોઃ
પ્રશ્ન 1.
બોધરાજના ગજવામાં શું શું ભરેલું હોય?
ઉત્તર :
બોધરાજના ગજવામાં જીવતો દેડકો, જાતજાતનાં ઈંડાં જેવી ચિત્ર-વિચિત્ર વસ્તુઓ ભરેલી હોય.
પ્રશ્ન 2.
ભીષ્મની માએ ભીષ્મ અને તેના મિત્ર બોધરાજને શું કરવા કહ્યું?
ઉત્તર :
ભીષ્મની માએ ભીષ્મ અને તેના મિત્ર બોધરાજને સાથે મળીને ગોદામ સાફ કરવા કહ્યું.
પ્રશ્ન 3.
બોધરાજ પોતાની જાત પર શા માટે ગુસ્સે થયો?
ઉત્તર :
બોધરાજે માળાને નિશાન બનાવી ગોફણથી બે વાર પથ્થર ફેંક્યો, પરંતુ નિશાન ખાલી જતાં તે પોતાની જાત પર ગુસ્સે થયો.
પ્રશ્ન 4.
ગોદામમાં કોનો માળો હતો?
ઉત્તર :
ગોદામમાં કાબરનો માળો હતો.
પ્રશ્ન 5.
ભીષ્મ અને બોધરાજ ગોદામમાંથી માળો ક્યાં લઈ આવ્યા?
ઉત્તર :
ભીખ અને બોધરાજ ગોદામમાંથી માળો ગેરેજમાં લઈ આવ્યા.
પ્રશ્ન 6.
બીજે દિવસે બોધરાજ આવ્યો ત્યારે શું લઈ આવ્યો?
ઉત્તર :
બીજે દિવસે બોધરાજ આવ્યો ત્યારે દાણાની થેલી ભરીને લઈ આવ્યો.
નીચેના પ્રશ્નોના બે-ત્રણ વાક્યોમાં ઉત્તર લખો:
પ્રશ્ન 1.
વર્ગમાં સૌથી વિચિત્ર છોકરો કોણ હતો? તે શું શું કરતો?
ઉત્તર :
વર્ગમાં સૌથી વિચિત્ર છોકરો બોધરાજ હતો. તે ગોફણથી નિશાન તાક્તો. પતંગિયાં અને ભમરી સાથે તો તે એવું કરતો કે આપણને કમકમાં આવી જાય. તેના ગજવામાં જીવતો દેડકો, જાતજાતનાં ઈંડાં જેવી ચિત્ર-વિચિત્ર વસ્તુઓ ભરતો.
પ્રશ્ન 2.
ભીષ્મના નવા બંગલે બોધરાજ વારંવાર કેમ જતો?
ઉત્તર :
ભીમના નવા બંગલાની આસપાસ વનરાજી હતી. આથી બોધરાજ ભીષ્મના નવા બંગલે જતો. એને ત્યાંની વનરાજીમાં શિકાર કરવાનું મોકળું મેદાન મળી ગયું હતું.
પ્રશ્ન 3.
બોધરાજને નાનાં-કુમળાં બચ્ચાંને જોઈને શું સમજાયું? તેણે બચ્ચાંને કેવી રીતે પાણી પાયું?
ઉત્તર :
બચ્ચાં તરસ્યાં છે. તેણે ભીષ્મ પાસે પાણીનો ગ્લાસ મંગાવ્યો. બોધરાજે બચ્ચાંને ટીપે ટીપે પાણી પીવડાવ્યું. હાથેથી એમને અડક્યો નહીં.
નીચેના વિધાનોમાંથી ખરાં વિધાનો સામે [✓] ની અને ખોટાં વિધાનો સામે [✗] ની નિશાની કરો :
- વર્ગમાં ભીખ વિચિત્ર છોકરો હતો. [✗]
- બોધરાજનું નિશાન કદી ખાલી ન જાય. [✓]
- શાળા છૂટે પછી બોધરાજ ક્રિકેટ રમવા જતો. [✗]
- ભીખના પિતાને નોકરીમાં બઢતી મળી. [✓]
- ગોદામમાં અંધારું હતું. [✓]
- ભીખને ગોફણ છોડતાં આવડતું નહીં. [✓]
નીચેનાં વાક્યો કોણ બોલે છે તે લખો:
- “તારા ભાઈબંધને માળા પખવાનો ભારે શોખ છે.” – ભીષ્મની મા
- “એનાં મા-બાપ હમણાં ક્યાં ગયાં હશે?” – બોધરાજ
- “સમડી બચ્ચાંને ખાઈ જશે.” – બોધરાજ
- “સમડીને મારતો રહેજે.” – બોધરાજ
- “એમનાં મા-બાપને કેવી રીતે ખબર પડશે કે એમનાં બચ્ચાં અહીં છે?” – ભીખ
- “થોડું પાણી લાવ. બચ્ચાં તરસ્યાં છે.” – બોધરાજ
કૌસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો :
પ્રશ્ન 1.
- બોધરાજના હાથમાં …………….. હોય જ, (પિસ્તોલ, ગોફણ)
- ભીખના પિતાનો બંગલો …………… ની બહાર હતો. (શહેર, ગામ)
- ………….. ભીષ્મના બંગલે અવારનવાર આવતો. (બોધરાજ, ધર્મરાજ)
- ગોદામમાંથી …………….. આવતી હતી. (સુગંધ, દુર્ગધ)
- ………….. પાંખો પસારીને ભયંકર રીતે તાકી રહી હતી. (કોયલ, સમડી).
ઉત્તરઃ
- ગોફણ
- શહેર
- બોધરાજ
- દુર્ગધ
- સમડી
નીચેનાં વાક્યોમાં જે ભૂલ હોય તે સુધારીને ફરીથી લખો. ગાઢા અક્ષરે છાપેલ શબ્દ બદલવાનો નથી.
બોધરાજ ઝાડ નીચે ઊભી રહેતું.
બોધરાજ ઝાડ નીચે ઊભો રહેતો.
મારા પિતાને નોકરીમાં બઢતો મળ્યો.
મારા પિતાને નોકરીમાં બઢતી મળી.
બોધરાજે બીજો પથ્થર ફેંકી.
બોધરાજે બીજો પથ્થર ફેંક્યો.
બોધરાજે ફરી ગોફણ ઉપાડ્યું.
બોધરાજે ફરી ગોફણ ઉપાડી.
ત્યાં કાબરનાં બચ્યું છે.
ત્યાં કાબરનાં બચ્ચાં છે.
સાચી જોડણીવાળો શબ્દ શોધી લખો:
પ્રશ્ન 1.
- સમડી / સમટી
- વીચીત્ર / વિચિત્ર
- નિસાન / નિશાન
- ગોફણ / ઘોફણ
- ટોકિયું / ડોકિયું
- પકાશ / પ્રકાશ
- પસાં / પીંછાં
- પતંગિયું / પતંગીયુ
- દાણા / દાણા
- પત્થર / પથ્થર
ઉત્તર :
- સમડી
- વિચિત્ર
- નિશાન
- ગોફણ
- ડોકિયું
- પ્રકાશ
- પીંછાં
- પતંગિયું
- દાણા
- પથ્થર