Gujarat Board GSEB Class 5 Gujarati Textbook Solutions Chapter 11 હિંડોળો Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 5 Gujarati Textbook Solutions Chapter 11 હિંડોળો
Class 5 Gujarati Textbook Solutions Chapter 11 હિંડોળો Textbook Questions and Answers
સ્વાધ્યાય
1. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક-એક વાક્યમાં લખો :
પ્રશ્ન 1.
શ્રીકૃષ્ણ કેવી મોજડી પહેરી છે?
ઉત્તર :
શ્રીકૃષ્ણ પગમાં રાઠોડી મોજડી પહેરી છે.
પ્રશ્ન 2.
કાવ્યમાં વા’લો શબ્દ કોના માટે વપરાયો છે?
ઉત્તર :
કાવ્યમાં વા’લો (વહાલો) શબ્દ શ્રીકૃષ્ણ માટે વપરાયો છે.
પ્રશ્ન 3.
હિંડોળો ક્યાં બાંધેલો છે?
ઉત્તર :
હિંડોળો આંબાની ડાળે, સોનાની સાંકળ અને ચાંદીનાં કડાં વડે બાંધેલો છે.
પ્રશ્ન 4.
શ્રીકૃષ્ણ કેવી ચાલ ચાલે છે?
ઉત્તર :
શ્રીકૃષ્ણ રુઆબદાર (ચટકંતી) ચાલ ચાલે છે.
પ્રશ્ન 5.
શ્રીકૃષ્ણ દશે આંગળિયે શું પહેર્યું છે?
ઉત્તર :
શ્રીકૃષ્ણ દશે આંગળિયે વેઢ પહેર્યા છે.
2. શ્રીકૃષ્ણના પહેરવેશનું વર્ણન કરો.
પ્રશ્ન 1.
શ્રીકૃષ્ણના પહેરવેશનું વર્ણન કરો.
ઉત્તર :
શ્રીકૃષ્ણ માથે મેવાડી કસબી ફેંટો પહેર્યો છે. એમની બાંયે બાજુબંધ અને પહોંચીએ રુદ્રાક્ષની માળા શોભે છે. તેમની દશે આંગળીએ વેઢ છે. તેમણે પગમાં રાઠોડી મોજડી પહેરી છે. કિનખાબી સુરવાલમાં શ્રીકૃષ્ણ મોહક લાગે છે..
3. ‘અ’ વિભાગને ‘બ’ વિભાગ સાથે યોગ્ય રીતે જોડો :
પ્રશ્ન 1.
ઉત્તર :
4. આ લોકગીતમાં આવેલા શબ્દો પરથી નીચે આપેલા ઉદાહરણ જેવા પ્રશ્નો બનાવો :
પ્રશ્ન 1.
ઉદાહરણ : હિંડોળો આંબાની ડાળે બાંધ્યો છે.
પ્રશ્ન : હિંડોળો ક્યાં બાંધ્યો છે?
1. કડલાં રૂપાનાં બનેલાં છે.
પ્રશ્ન : ……………………………..
2. હિંડોળો સોનાની સાંકળે બાંધ્યો છે.
પ્રશ્ન : ……………………………..
3. શ્રીકૃષ્ણ ચટકંતી ચાલે ચાલે છે.
પ્રશ્ન : ……………………………..
ઉત્તર :
1. કડલાં રૂપાનાં બનેલાં છે.
પ્રશ્ન : કડલાં શાનાં બનેલાં છે?
2. હિંડોળો સોનાની સાંકળે બાંધ્યો છે.
પ્રશ્ન : હિંડોળો શેનાથી બાંધ્યો છે?
3. શ્રીકૃષ્ણ ચટકંતી ચાલે ચાલે છે.
પ્રશ્ન : શ્રીકૃષ્ણ કેવી ચાલે ચાલે છે?
5. શ્રીકૃષ્ણનાં વિવિધ નામોની યાદી બનાવો.
પ્રશ્ન 1.
શ્રીકૃષ્ણનાં વિવિધ નામોની યાદી બનાવો.
ઉત્તર :
શ્રીકૃષ્ણનાં વિવિધ નામ : બંસીધર, ગિરધારી, કેશવ, નંદકુંવર, કનૈયો, ગોવિદ, મોહન, માધવ, ગોપાલ, જનાર્દન.
6. ‘ચોરસ’માં ‘શબ્દસમૂહ માટે એક શબ્દ’ આપેલા છે. શબ્દ-રમતમાંથી શોધી તેની ફરતે [ ] કરો અને બંધબેસતા શબ્દસમૂહ સામે લખો:
પ્રશ્ન 1.
‘ચોરસ’માં ‘શબ્દસમૂહ માટે એક શબ્દ’ આપેલા છે. શબ્દ-રમતમાંથી શોધી તેની ફરતે [ ] કરો અને બંધબેસતા શબ્દસમૂહ સામે લખો:
ઉદાહરણ ઘોડાની પીઠ પર નાખવાનો સામાન – પલાણ
- નાજુક કે કસબી પગરખું – ……………….
- જરીબુટ્ટીના વણાટનું એક કાપડ – ……………….
- રુદ્રાક્ષની હાથમાં પહેરવાની નાની માળા – ……………….
- બેથી વધારે આંટાવાળી વાળાની વીંટી – ……………….
ઉત્તર :
- નાજુક કે કસબી પગરખું – મોજડી
- જરીબુટ્ટીના વણાટનું એક કાપડ – કિનખાબી
- રુદ્રાક્ષની હાથમાં પહેરવાની નાની માળા – બેરખો
- બેથી વધારે આંટાવાળી વાળાની વીંટી – વેઢા
7. તમારાં ઘર, શાળા કે આસપાસ જોવા મળતી ચીજવસ્તુનાં નામ વિચારો અને આપેલ ખાલી જગ્યામાં ખૂટતા અક્ષર મૂકીને શબ્દ બનાવો :
પ્રશ્ન 1.
તમારાં ઘર, શાળા કે આસપાસ જોવા મળતી ચીજવસ્તુનાં નામ વિચારો અને આપેલ ખાલી જગ્યામાં ખૂટતા અક્ષર મૂકીને શબ્દ બનાવો :
ઉત્તર :
8. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમ પ્રમાણે લખો:
સુરવાલ, આંબો, મોજડી, હિંડોળો, બાજુબંધ, રૂપું
પ્રશ્ન 1.
- …………………
- …………………
- …………………
- …………………
- …………………
- …………………
ઉત્તર :
- આંબો
- બાજુબંધ
- મોજડી
- રૂપું
- સુરવાલ
- હિંડોળો
Std 5 Gujarati Textbook Solutions Chapter 11 હિંડોળો સજા Additional Important Questions and Answers
વિશેષ પ્રશ્નોત્તર
નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો :
પ્રશ્ન 1.
સોનાની સાંકળેથી શું બાંધ્યું છે?
A. સાંકળ
B. પાટલો
C. હિંડોળો
D. પલાણ
ઉત્તર :
C. હિંડોળો
પ્રશ્ન 2.
શ્રીકૃષ્ણ બાજુબંધ બેરખા ક્યાં પહેર્યા છે?
A. પગે
B. માથે
C. બાંયે
D. ગળામાં
ઉત્તર :
C. બાંયે
પ્રશ્ન 3.
‘હંસલા ઘોડા’નો શો અર્થ છે?
A. હંસ અને ઘોડા
B એ નામના ઘોડા
C. હંસ જેવી ચાલવાળા ઘોડા
D. ચતુર ઘોડા
ઉત્તર :
C. હંસ જેવી ચાલવાળા ઘોડા
પ્રશ્ન 4.
સુરવાલ શામાંથી બનાવેલો છે?
A. રેશમમાંથી
B. કિનખાબમાંથી
C. મલમલમાંથી
D. માદરપાટમાંથી
ઉત્તર :
B. કિનખાબમાંથી
પ્રશ્ન 5.
ઘોડાને શાનાં પલાણ છે?
A. સોનાનાં
B. રૂપાનાં
C. પિત્તળનાં
D. પોલાદનાં
ઉત્તર :
C. પિત્તળનાં
નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપો :
પ્રશ્ન 1.
હીંચકે કોણ હીંચે છે?
ઉત્તર :
હીંચકે મારો વહાલો શ્રીકૃષ્ણ હીંચે છે.
પ્રશ્ન 2.
શ્રીકૃષ્ણની બાંયે શું શોભે છે?
ઉત્તર :
શ્રીકૃષ્ણની બાંયે બાજુબંધ-બેરખા શોભે છે.
પ્રશ્ન 3.
‘મેવાડી મોળિયાં’ એટલે શું?
ઉત્તર :
‘મેવાડી મોળિયાં’ એટલે રાજસ્થાનના મેવાડ પ્રદેશના વિશિષ્ટ કૅટા.
પ્રશ્ન 4.
ચટકંતી ચાલે કોણ ચાલે છે?
ઉત્તર :
ચટકંતી ચાલે શ્રીકૃષ્ણ ચાલે છે.
પ્રશ્ન 5.
‘હિંડોળો’ લોકગીતમાં કોનું વર્ણન કરવામાં આવ્યું છે?
ઉત્તર :
‘હિંડોળો’ લોકગીતમાં ભગવાન શ્રીકૃષ્ણનું વર્ણન કરવામાં આવ્યું છે.
પ્રશ્ન 3.
હિંડોળાનું વર્ણન કરો.
ઉત્તર :
હિંડોળો સોનાની સાંકળ અને રૂપાનાં કડાં વડે બાંધેલો છે. એ હિંડોળો આંબાની ડાળે બાંધ્યો છે. એ હિંડોળામાં ભગવાન શ્રીકૃષ્ણ ઝૂલે છે, તેથી હિંડોળાની શોભા વધી છે.
પ્રશ્ન 4.
(અ) નીચેની પંક્તિનો અર્થ તમારા શબ્દોમાં લખો :
‘સોનાની સાંકળે બાંધ્યો હિંડોળો આંબાની ડાળ,
રૂપાનાં કડલાં ચાર,
વાલો મારો હીંચે, હિંડોળે ….’
ઉત્તર :
આંબાની ડાળે, સોનાની સાંકળે હીંચકો બાંધ્યો છે. એ હીંચકાને રૂપા (ચાંદી)નાં ચાર કડાં (શોભે) છે. મારા વહાલા શ્રીકૃષ્ણ આંબાની ડાળે બાંધેલા હીંચકે ઝૂલે છે.
(બ) નીચેના ભાવ દર્શાવતી પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખો:
આંબાડાળે ઝુલતા જેના માથે મેવાડી (ભરતકામવાળો) ફેંટો છે, તેમની દશે આંગળીએ વેઢ (વીંટીઓ) છે, એવો મારો વહાલો હીંચકે ઝૂલે છે.
ઉત્તર :
માથે મેવાડી મોળિયાં, આંબાની ડાળ
દશે આંગળીએ વેઢ, વા’લો મારો, હીંચે હિંડોળે …
નીચે ખરા વાક્ય સામે [✓]ની અને ખોટા વાક્ય સામે [✗]ની નિશાની કરો:
- ‘હિંડોળો’ કાવ્ય લોકકથા છે. [✗]
- હીંચકો સોનાની ડાળે બાંધ્યો છે. [✓]
- હીંચકામાં ચાંદીનાં ચાર કડાં છે. [✓]
- શ્રીકૃષ્ણને ચડવા માટે હંસલા ઘોડા છે. [✓]
- શ્રીકૃષ્ણ પગમાં જોડા પહેર્યા છે. [✗]
કૌસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા, પૂરો:
પ્રશ્ન 1.
- …………….. સાંકળ. (કિનખાબી, સોનાની)
- ……………….. મોજડી. (ચટકતી, રાઠોડી)
- ……………………. પલાણ. (સોનાનાં, પિત્તળિયા)
- ………………… કડલાં. (રૂપાનાં, પિત્તળનાં)
- …………………… ચાલ. (કિનખાબી, ચટકતી)
ઉત્તર :
- સોનાની
- રાઠોડી
- પિત્તળિયાં
- રૂપાનાં
- ચટકતી
નીચે આપેલા શબ્દોને સ્થાને કાવ્યમાં વપરાયેલા શબ્દો લખો :
પ્રશ્ન 1.
- ઝૂલો
- ચાંદી
- રુદ્રાક્ષની નાની માળા
- પાયજામો
- ફેંટો
- પગરખાં
ઉત્તરઃ
- હિંડોળો
- રૂપું
- બેરખો
- સુરવાલ
- મોળિયું
- મોજડી
નીચેની કાવ્યપંક્તિ પૂર્ણ કરો:
પ્રશ્ન 1.
બાંયે બાજુબંધ ……… હીંચે હિંડોળે.
ઉત્તર :
‘બાંયે બાજુબંધ બેરખા રે આંબાની ડાળ
કિનખાબી સુરવાલ,
વા’લો મારો, હીંચે હિંડોળે.
નીચેના શબ્દોની સાચી જોડણી લખો :
પ્રશ્ન 1.
- હીંડોળો
- કીનખાબી
- સૂરવાલ
- પીતળિયા
- ચટકતી
ઉત્તર :
- હિંડોળો હીંડોળો
- કિનખાબી
- સુરવાલ
- પિત્તળિયા (પિતળિયા)
- ચટકંતી
નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો:
- સોનું : સુવર્ણ, કનક
- ડાળ : શાખા, ડાળી
- હિંડોળો : ઝૂલો, હીંચકો
- ઘોડો : અશ્વ, હય
- હંસ : મરાલ, હંસલો
- સુરવાલ : પાયજામો, ચોરણો
હિંડોળો Summary in Gujarati
હિંડોળો પાઠ-પરિચય :
કાવ્યની સમજૂતી
- આંબાની ડાળે, સોનાની સાંકળ વડે હીંચકો બાંધ્યો છે. તેને ચાંદીનાં ચાર કડો છે, મારા વહાલા શ્રીકૃષ્ણ આંબાની ડાળે બાંધેલા હીંચકે ઝૂલે છે.
- શ્રીકૃષ્ણની બાંયે બાજુબંધ અને રુદ્રાક્ષનો બેરખો (શોભી રહ્યો છે. તેણે કિનબાબી સુરવાલ પહેર્યો છે એવો મારો વા’લો આંબાની ડાળે બાંધેલા હીંચકે ઝૂલે છે.
- (શ્રીકૃષ્ણને) સવારી કરવા માટે હંસ જેવી ચાલે ચાલતા (હંસલા) ઘોડા છે. તેને પિત્તળનું બનાવેલ પલાણ છે, (એવો) મારો વા’લો આંબાની ડાળે બાંધેલા હીંચકે ઝૂલે છે.
- (શ્રીકૃષ્ણના) પગમાં રાઠોડી મોજડી છે. તે (એ મોજડી પહેરીને) રૂઆબભેર ચાલે છે, (એવો) મારો વા’લો આંબાની ડાળે બાંધેલા હીંચકે ઝૂલે છે.
- (શ્રીકૃષ્ણના) માથે મેવાડી (ભરતકામવાળો) કસબી ફેંકે છે, તેમની દશે આંગળીએ વેઢ (વીંટીઓ) છે, (એવો) મારો વા’લો આંબાની ડાળે બાંધેલા હીંચકે ઝૂલે છે.
- ભાષાસજજતા લોકગીત એ લોકસાહિત્યનો એક પ્રકાર છે. લોકસાહિત્યની જેમ લોકગીત લોકો માટે, લોકો વડે રચાતું અને પરંપરાથી લોકોના કંઠે સચવાતું આવ્યું છે.
- લોકગીતમાં લોકબોલીની છાંટ હોય છે; આમ તળપદી બોલી, મધુર ભાવ તેમજ મીઠી હલક લોકગીતનાં લક્ષણો છે. હિંડોળો લોકગીત છે.
હિંડોળો શબ્દાર્થ :
- હિંડોળો – હીંચકો, ઝૂલો
- રૂ૫ – ચાંદી
- કડલાં – હીંચકાનાં કડાં
- (વહાલો) – (અહીં) ભગવાન શ્રીકૃષ્ણ
- બાંયે – બાવડે
- બાજુબંધ – બાવડા ઉપર પહેરવાનું એક ઘરેણું
- બેરખો – પહોંચીએ પહેરવાની રુદ્રાક્ષની માળા
- કિનખાબી – જરીબુટ્ટા વણાટનું એક જાતનું કાપડ
- સુરવાલ – નીચેથી સાંકડો પાયજામો, ચોરણો
- હંસલા ઘોડા – હંસની ચાલ ચાલતા ઘોડા
- પિત્તળિયું – પિત્તળનું બનેલું
- પલાણ – ઘોડાની પીઠ ઉપર મૂકવાની બેઠક
- રાઠોડી – રાજપૂતોની એક જાતિ પહેરે છે એવી
- મોજડી – નાજુક કે કસબી પગરખું
- ચટકંતી – (અહીં) રુઆબદાર, ભપકાદાર
- મેવાડી – (અહીં) મેવાડના કસબીઓએ બનાવેલો
- મોળિયું – કસબી ફેંટો
- વેઢ – સોનાના વાળાની વીંટી