Gujarat Board GSEB Class 5 Gujarati Textbook Solutions Chapter 14 ઊડે રે ગુલાલ Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 5 Gujarati Textbook Solutions Chapter 14 ઊડે રે ગુલાલ
Class 5 Gujarati Textbook Solutions Chapter 14 ઊડે રે ગુલાલ Textbook Questions and Answers
સ્વાધ્યાય
1. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક-એક વાક્યમાં લખો:
પ્રશ્ન 1.
કોની ટોળી આવી રહી છે?
ઉત્તર :
ઘેરયાની ટોળી આવી રહી છે.
પ્રશ્ન 2.
ટોળાએ મર્યાદા વટાવતાં શું કર્યું?
ઉત્તર :
ટોળાએ મર્યાદા વટાવતાં, કાકાની ટોપી ઉછાળી.
પ્રશ્ન 3.
ખજૂર, ધાણી, શ્રીફળ કોણ માગે છે?
ઉત્તર :
ઘેરયા ખજૂર, ધાણી, શ્રીફળ માગે છે.
પ્રશ્ન 4.
‘લાગો’ એટલે શું?
ઉત્તર :
‘લાગો’ એટલે દાપું, પોતાના હકની રકમ.
પ્રશ્ન 5.
નખરાં છોડીને કવિ શું કરવાનું કહે છે?
ઉત્તર :
નખરાં છોડીને કવિ આનંદ માણવાનું કહે છે.
2. આ કાવ્યમાંથી પ્રાસયુક્ત શબ્દોની જોડીઓ લખો.
પ્રશ્ન 1.
આ કાવ્યમાંથી પ્રાસયુક્ત શબ્દોની જોડીઓ લખો.
ઉત્તર :
- ટોળી – હોળી
- ટોપી – લોપી
- ચૂંદલડી – ધોતલડી
- લાવ્યા – ફાવ્યા
- માગે – આગે
- સરખા – નખરાં
3. નીચેની કાવ્યપંક્તિઓનો ભાવાર્થ સમજાવોઃ
પ્રશ્ન1.
‘કાકાની ઉછાળી ટોપી, ઉડે રે ગુલાલ!
ટોળાએ મરજાદા લોપી, ઊડે રે ગુલાલ!
ખજૂર, ધાણી, શ્રીફળ માગે, ઊડે રે ગુલાલ!
મળતાં લાગો વધતી આગે, ઊડે રે ગુલાલ!’
ઉત્તર :
(તાનમાં આવીને, ઘેરૈયાઓએ) કાકાની ટોપી ઉછાળી, ચોમેર ગુલાલ ઊડી રહ્યો છે.
ટોળી માનમર્યાદા (વિવેક) ચૂકી ગઈ છે, (આજે) ચોમેર ગુલાલ ઊડી રહ્યો છે.
ટોળી ખજૂર, ધાણી તેમજ શ્રીફળ માગે છે, ચોમેર ગુલાલ ઊડી રહ્યો છે.
લાગો મળતાં, (ટોળી) આગળ વધતી જાય છે, ચોમેર ગુલાલ ઊડી રહ્યો છે.
4. નીચેની કાવ્યપંક્તિઓ પૂર્ણ કરો:
ઘેરૈયાની આવી… …..ફાવ્યા ઊડે રે ગુલાલ!
પ્રશ્ન 1.
નીચેની કાવ્યપંક્તિઓ પૂર્ણ કરો:
ઘેરૈયાની આવી…………………………………………
……………………………………………………………….
………………………………….ફાવ્યા ઊડે રે ગુલાલ!
ઉત્તર :
ઘેરૈયાની આવી ટોળી, ઊડે રે ગુલાલ!
આલો પૈસો આજે હોળી, ઊડે રે ગુલાલ !
રંગભરી પિચકારી લાવ્યા, ઊડે રે ગુલાલ !
જે દોડ્યા તે આજે ફાવ્યા, ઊડે રે ગુલાલ !
5. સૂચના પ્રમાણે કરોઃ
પ્રશ્ન 1.
તમારા ગામમાં ઉજવાતા તહેવારોની યાદી બનાવો.
ઉત્તર :
અમારા ગામમાં હોળી-ધુળેટી, જન્માષ્ટમી, દિવાળી, દશેરા, ઉત્તરાયણ વગેરે તહેવારો ઉજવાય છે.
પ્રશ્ન 2.
તમને ગમતા બે તહેવારોનાં નામ લખો.
ઉત્તર :
મને ગમતા બે તહેવારો : ઉત્તરાયણ તેમજ દિવાળીનો.
પ્રશ્ન 3.
તહેવારો તમને શા માટે ગમે છે? ટૂંકમાં જણાવો.
ઉત્તરઃ
તહેવારો સમાજના આનંદ માટે હોય છે. તહેવારોમાં નવાં નવાં કપડાં પહેરવાનાં, ફરવાનું, એકબીજાને મળવાનું, મોજમજા અને આનંદ કરવાનો હોય છે. તેથી તહેવારો મને ખૂબ ગમે છે.
6. નીચેના આપેલા શબ્દોમાં એક શબ્દ જુદો પડે છે. જુદો પડતો શબ્દ શોધીને તેના પર [ ] કરો:
પ્રશ્ન 1.
- પિચકારી, ઘેરૈયા, રંગ, ફટાકડા
- વરસાદ, પાણી, વાદળ, ધાણી
- ઘર, સાબુ, દરવાજો, દીવાલ
- સૂર્ય, તડકો, ધરતી, ગરમી
- ખજૂર, ધાણી, પિચકારી, રાખડી
- કાકા, ભાભી, મામી, મમ્મી
ઉત્તર :
- પિચકારી, ઘેરૈયા, રંગ, (ફટાકડા)
- વરસાદ, પાણી, વાદળ, (ધાણી)
- ઘર, (સાબુ), દરવાજો, દીવાલ
- સૂર્ય, તડકો, (ધરતી), ગરમી
- ખજૂર, ધાણી, પિચકારી, (રાખડી)
- (કાકા), ભાભી, મામી, મમ્મી
7. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવોઃ
પિચકારી, ચુંદડી, ખજૂર, ઉછાળવું, ધાણી, ઘેરૈયો
પ્રશ્ન 1.
નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવોઃ
પિચકારી, ચુંદડી, ખજૂર, ઉછાળવું, ધાણી, ઘેરૈયો
ઉત્તર :
ઉછાળવું, ખજૂર, ઘેરૈયો, ચૂંદડી, ધાણી, પિચકારી
Std 5 Gujarati Textbook Solutions Chapter 14 ઊડે રે ગુલાલ Additional Important Questions and Answers
વિશેષ પ્રશ્નોત્તર
નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપોઃ
પ્રશ્ન 1.
‘ઊડે રે ગુલાલ’ કયા તહેવારની ઉજવણીનું કાવ્ય છે?
ઉત્તર :
‘ઊડે રે ગુલાલ’ હોળી-ધુળેટીના તહેવારની ઉજવણીનું કાવ્ય છે.
પ્રશ્ન 2.
ઘેરૈયાઓની પિચકારી કેવી છે?
ઉત્તર :
ઘેરૈયાઓની પિચકારી રંગભરી છે.
પ્રશ્ન 3.
‘જે દોડ્યા તે ફાવ્યા’ એમ કવિએ શા માટે કહ્યું હશે?
ઉત્તર :
‘જે દોડ્યા તે ફાવ્યા’ એમ કવિ કહે છે, કારણ કે જે દોડીને દૂર ગયા તેમને રંગાવું પડ્યું નથી કે પૈસા આપવા પડ્યા નથી.
નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખોઃ
- મરજાદા : મર્યાદા, વિવેક
- આનંદ : હર્ષ
- આગ : અગ્નિ
- માણવું : અનુભવવું
- સૌ : બધા
- નખરાં : ચાળા, ચેષ્ટા
નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો:
- આજ × કાલ
- આનંદ × શોક
નીચેના શબ્દોની સાચી જોડણી ધ્યાનમાં રાખો:
- ઘેરૈયા
- પિચકારી
- ખજૂર
- શ્રીફળ
- ચુંદડી
નીચેના શબ્દસમૂહ માટે એક-એક શબ્દ આપો:
- હોળી ખેલનાર – ઘેરૈયો
- પોતાના હકની રકમ – લાગો
કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો:
(હોળી, ટોળી, લોપી, ટોપી, ધાણી, પિચકારી, કાકા, ભાભી, સંગે, રંગે)
પ્રશ્ન 1.
- ઘેરૈયાની આવી ……………, ઊંડે રે ગુલાલ !
- રંગભરી …………… લાવ્યા, ઊડે રે ગુલાલ !
- …………… ની ઉછાળી ટોપી, ઊડે રે ગુલાલ !
- …………… ની ભીંજી ચૂંદલડી, ઊડે રે ગુલાલ !
- …………….. હોળી સૌને સરખા, ઊડે રે ગુલાલ !
ઉત્તર :
- ટોળી
- પિચકારી
- કાકા
- ભાભી
- રંગે
કાવ્યને ધ્યાનમાં રાખીને, દર્શાવ્યા પ્રમાણે ‘અ’ સાથે ‘બ’ વિભાગની ખાલી જગ્યા પૂરો :
પ્રશ્ન 1.
ઉત્તરઃ
2. લાવ્યા, 3. ઉછાળી, 4. લોપી, 5. ભીંજી, 6. રંગી, 7. માગે.
નીચે ખરા વાક્ય સામે [✓] ની અને ખોટા વાક્ય સામે [✗] ની નિશાની કરો:
- ટોળી પિચકારી માગે છે. [✗]
- કાકાએ ટોળાને ટોપી આપી. [✗]
- ભાભીની ચૂંદડી ભીંજાઈ છે. [✓]
- કવિ નખરાં છોડી આનંદ માણવા કહે છે. [✓]
- આ કાવ્યના કવિ નટવર પટેલ છે. [✓]
ઊડે રે ગુલાલ Summary in Gujarati
ઊડે રે ગુલાલ પાઠ-પરિચય :
કાવ્યની સમજૂતી
- ઘેરૈયા(હોળી રમનારા)ઓની ટોળી (હોળી રમવા) આવી છે, (એથી) ચોમેર ગુલાલ ઊડી રહ્યો છે.
- (ટોળી લોકોને કહે છે) આજે હોળી છે, અમને આનંદ કરવા) પૈસા આપો, ચોમેર ગુલાલ ઊડી રહ્યો છે.
- (ઘેરિયા) પોતપોતાની પિચકારીમાં રંગ ભરીને લાવ્યા છે, (ભાઈ !) ચોમેર ગુલાલ ઊડી રહ્યો છે.
- (ઘેરૈયા પરસ્પર રંગ છાંટે છે), જે દોડીને (રંગાયા વિના), જતા રહ્યા, તે ‘ફાવી ગયા એમ (પોતે) માને છે, ચોમેર ગુલાલ ઊડી રહ્યો છે.
- (તાનમાં આવીને, ઘેરૈયાઓએ) કાકાની ટોપી ઉછાળી, ચોમેર ગુલાલ ઊડી રહ્યો છે.
- (ટોપી ઉછાળીને) ટોળી માનમર્યાદા (વિવેક) ચૂકી ગઈ છે, (આજે) ચોમેર ગુલાલ ઊડી રહ્યો છે.
- ટોળી (ઘેર ઘેર ફરીને હોળી નિમિત્તે) ખજૂર, ધાણી તેમજ શ્રીફળ માગે છે, (આજે) ચોમેર ગુલાલ ઊડી રહ્યો છે.
- લાગો (પોતાના હકની રકમ કે વસ્તુ) મળતાં, (ટોળી) આગળ વધી રહી છે, ચોમેર ગુલાલ ઊડી રહ્યો છે (સૌ આનંદ કરે છે).
- (રંગબેરંગી રંગોથી) ભાભીની ચૂંદડી ભીંજાઈ જાય છે, (આજ) ચોમેર ગુલાલ ઊડી રહ્યો છે.
- કાકાની ધોતી (પણ ઘેરૈયાઓએ) રંગી છે, આજે ગુલાલ ઊડે છે.
- (આજ) સૌને સરખી રીતે હોળી રંગે છે. (કવિ કહે છે) નખરાં છોડીને સૌ (ભેગાં થઈ) આનંદ માણો, (આજ) ગુલાલ ઊડે છે.
ઊડે રે ગુલાલ શબ્દાર્થ :
- ઘેરૈયા – હોળી રમવા નીકળેલા માણસો
- ગુલાલ – રાતા રંગનો સુગંધીદાર પાવડર
- આલો – આપો
- પિચકારી – રંગ નાખવાનું સાધન
- મરજાદા – સભ્યતા, અદબ
- લોપી – લોપ કરી, છોડી
- લાગો – દાપું, પોતાના હકની રકમ કે વસ્તુ
- ચુંદલડી – ચૂંદડી, સ્ત્રીઓનું રેશમી વસ્ત્ર
- ધોતલડી – ધોતિયું
- નખરાં – ચાળા, ચેણ