Class 5 Gujarati Textbook Solutions Chapter 3 મહેનતનો રોટલો

Gujarat Board GSEB Class 5 Gujarati Textbook Solutions Chapter 3 મહેનતનો રોટલો Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 5 Gujarati Textbook Solutions Chapter 3 મહેનતનો રોટલો

Class 5 Gujarati Textbook Solutions Chapter 3 મહેનતનો રોટલો Textbook Questions and Answers

સ્વાધ્યાય

1. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક-એક વાક્યમાં લખો :

પ્રશ્ન 1.
મોચીભગત સ્વભાવે કેવા હતા ?
ઉત્તર :
મોચી ભગત સ્વભાવે સાચુકલા, પ્રામાણિક અને સંતોષી હતા.

પ્રશ્ન 2.
મોચી પરચૂરણ લેવા જવાનું કહે છે ત્યારે સાધુ શું કહે છે ?
ઉત્તર :
મોચી પરચૂરણ લેવા જવાનું કહે છે ત્યારે સાધુ કહે છે : ‘બાકીના પૈસાની મારા તરફથી તમાકુ પીજો.’

Class 5 Gujarati Textbook Solutions Chapter 3 મહેનતનો રોટલો

પ્રશ્ન 3.
મોચીભગત નવાં ઓજાર ક્યારે વસાવી શક્યા ?
ઉત્તર :
મોચી ભગતે બાર મહિના મજૂરી કરી ત્યારે તે નવાં ઓજાર વસાવી શક્યા.

પ્રશ્ન 4.
માણસના હાથ-પગ વિશે મોચીભગત શું માને છે ?
ઉત્તર :
મોચી ભગત હાથપગ વિશે માને છે કે ભગવાને માણસને હાથ-પગ બેઠાં બેઠાં ખાવા માટે નથી આપ્યા, પણ કામ કરવા માટે આપ્યા છે.

પ્રશ્ન 5.
છેલ્લે મોચીભગત સાધુ વિશે શું કહે છે ?
ઉત્તર :
છેલ્લે મોચી ભગત સાધુની પીઠ પાછળ જોતાં કહે છે : ‘આપ ખરા સાધુ !’

2. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :

પ્રશ્ન 1.
સાધુને ક્યારે નવાઈ લાગી ?
ઉત્તર :
ઘણા સમય પછી સાધુ જ્યારે મોચીને મળ્યો ત્યારે મોચીએ સાધુને કહ્યું : ‘ઓજાર બગાડી ગયા હતા એ જ ને તમે, સાધુ મહારાજ !’ ત્યારે સાધુને નવાઈ લાગી.

પ્રશ્ન 2.
મોચીની પ્રામાણિકતાનો બદલો સાધુએ શી રીતે વાળ્યો ?
ઉત્તર :
મોચીની પ્રામાણિકતાનો બદલો સાધુએ મોચીનાં બધાં જ ઓજાર સોનાનાં કરીને વાળ્યો.

Class 5 Gujarati Textbook Solutions Chapter 3 મહેનતનો રોટલો

પ્રશ્ન 3.
મોચીને ક્યારે દુ:ખ થયું ?
ઉત્તર :
જ્યારે મોચીએ પોતાનાં બધાં ઓજાર સોનાનાં થઈ ગયેલાં જોયાં ત્યારે તેને દુઃખ થયું.

પ્રશ્ન 4.
મોચીને કેટલા સમય પછી નવાં ઓજારો મળ્યાં ?
ઉત્તર :
સાધુએ આપેલાં સોનાનાં ઓજાર મોચીએ ઘરના ખૂણામાં નાખી દીધાં. જૂનાં ઘસાયેલાં ઓજારો કાઢી તે કામે લાગ્યો. બાર મહિના સુધી તે ઘસાયેલાં ઓજારોથી મજૂરી કર્યા પછી મોચી નવાં ઓજાર લાવી શક્યો.

3. નીચેનાં વાક્યો કોણ બોલે છે તે લખો :

પ્રશ્ન 1.

  1. “મારી પાસે સીવેલાં તૈયાર નથી.” ………………..
  2. “બેફિકર રહો મહારાજ, વાયદો નહિ ચૂકું.” ………………..
  3. “હરામનો પૈસો મને ન ખપે.” ………………..
  4. “આ કાચી દુકાનને પાકી કરો.” ………………..

ઉત્તર :

  1. મોચી ભગત
  2. મોચી ભગત
  3. મોચી ભગત
  4. સાધુ

4. નીચેનાં અધૂરાં વાક્યોની પૂર્તિ કરો :

પ્રશ્ન 1.
સાધુ કહે : “જરૂર હોં ! મારે પરમ દિવસે ………………
……………………………………………………………નું થાય.”
ઉત્તર :
સાધુ કહે: “જરૂર હોં ! મારે પરમ દિવસે સાંજે જવું છે, માટે ઢીલા ન થાય.”

Class 5 Gujarati Textbook Solutions Chapter 3 મહેનતનો રોટલો

પ્રશ્ન 2.
“મહારાજ, તમને માણસ પારખતાં આવડતું નથી. આખી દુનિયા
……………………………………………………………………………. છો.”
ઉત્તર :
“મહારાજ, તમને માણસ પારખતાં આવડતું નથી. આખી દુનિયા જૂઠું બોલે છે એમ જ તમે માનો છો.”

5. નીચેનાં વાક્યોને વાર્તાના ક્રમમાં ગોઠવો :

પ્રશ્ન 1.

  1. “બેફિકર રહો મહારાજ, વાયદો નહિ ચૂકું.”
  2. “સીવી દો તો શું લો ?”
  3. “એક મૂઠી ચણા તો મારી પાસે છે.”
  4. “મારી પાસે સીવેલાં તૈયાર નથી” મહારાજ !

ઉત્તર :

  1. “મારી પાસે સીવેલાં તૈયાર નથી, મહારાજ !”
  2. “સીવી દો તો શું લો?”
  3. “બેફિકર રહો મહારાજ, વાયદો નહિ ચૂકું.”
  4. “એક મૂઠી ચણા તો મારી પાસે છે.”

6. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો :

પ્રશ્ન 1.

  1. પગ …………
  2. નવાઈ …………
  3. કિંમત …………
  4. દુનિયા …………
  5. ઓજાર …………
  6. આનંદ …………

ઉત્તર :

  1. પગ – ચરણ
  2. નવાઈ – વિસ્મય
  3. કિંમત – મૂલ્ય
  4. દુનિયા – જગત
  5. ઓજાર – સાધન
  6. આનંદ – ખુશી

Class 5 Gujarati Textbook Solutions Chapter 3 મહેનતનો રોટલો

7. નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો આપો :

પ્રશ્ન 1.

  1. પ્રામાણિક × ………….
  2. જૂઠું × ………….
  3. વિશ્વાસ × ………….
  4. ફિકર × ………….
  5. વેચવું × ………….
  6. સદુપયોગ × ………….

ઉત્તર :

  1. પ્રામાણિક × અપ્રામાણિક
  2. જૂઠું × સાચું
  3. વિશ્વાસ × અવિશ્વાસ
  4. ફિકર × બેફિકર
  5. વેચવું × ખરીદવું
  6. સદુપયોગ × દુરુપયોગ

8. નીચેના કોષ્ટકમાંથી દર્શાવ્યા પ્રમાણે રૂઢિપ્રયોગ શોધો. જે-તે રૂઢિપ્રયોગના અર્થ સામે તે રૂઢિપ્રયોગ લખો :

પ્રશ્ન 1.
Class 5 Gujarati Textbook Solutions Chapter 3 મહેનતનો રોટલો 1 Class 5 Gujarati Textbook Solutions Chapter 3 મહેનતનો રોટલો 2
ઉત્તર :
Class 5 Gujarati Textbook Solutions Chapter 3 મહેનતનો રોટલો 3

9. વિચારો અને લખો :

પ્રશ્ન 1.
મોચીની જગ્યાએ તમે હોત તો ?
ઉત્તર :
મોચીની જગ્યાએ હું હોત તો હું પણ મોચીની જેમ જ વ્યવહાર કરત; કારણ કે જીવનમાં ઉમદા વિચારો અને સારા વ્યવહારથી જ માણસની કિંમત થાય છે.

Class 5 Gujarati Textbook Solutions Chapter 3 મહેનતનો રોટલો

પ્રશ્ન 2.
સાધુ મહારાજની જગ્યાએ તમે હોત તો ?
ઉત્તર :
સાધુ મહારાજની જગ્યાએ હું હોત તો હું મહેનતનો રોટલો કમાઈને જ પોતાનું ગુજરાન ચલાવત. કારણ કે, ભિક્ષા માગવાના બદલે મહેનત કરીને મેળવવાથી જ જીવનનો સાચો આનંદ મળે છે

10. સૂચના મુજબ કરો :

પ્રશ્ન 1.
પાઠમાંથી જોડાક્ષરવાળા શબ્દો શોધીને લખો.
ઉત્તર :

  1. ઇચ્છા
  2. અચ્છા
  3. વિશ્વાસ
  4. ઈશ્વર
  5. સિક્કો
  6. પિત્તળ

પ્રશ્ન 2.
શોધેલા શબ્દો પરથી વાક્યો બનાવો.
ઉત્તર :

  1. આપની ઇચ્છા હોય તો પગરખાં બનાવું.
  2. અચ્છા બનાવો, સારાં બનાવશો ને?
  3. મારા પર વિશ્વાસ રાખો.
  4. ઈશ્વર સૌનું ભલું કરશે.
  5. મહેનત કરો તો સોનાનો સિક્કો મળે.
  6. મફત તો પિત્તળનો સિક્કો પણ ન મળે.

Class 5 Gujarati Textbook Solutions Chapter 3 મહેનતનો રોટલો

Std 5 Gujarati Textbook Solutions Chapter 3 મહેનતનો રોટલો Additional Important Questions and Answers

નીચેનાં વાક્યોમાં યોગ્ય વિરામચિહ્નો મૂકી વાક્યો ફરી લખો :

પ્રશ્ન 1.
મોચી ભગત મારા પગનાં પગરખાંનું શું પડે
ઉત્તર :
મોચી ભગત ! મારા પગનાં પગરખાંનું શું પડે?

પ્રશ્ન 2.
જરૂર હોં મારે પરમ દિવસે સાંજે જવું છે માટે ઢીલ ન થાય
ઉત્તર :
જરૂર હોં ! મારે પરમ દિવસે સાંજે જવું છે, માટે ઢીલ ન થાય.

પ્રશ્ન 3.
નાહકના શું કામ ધક્કા ખાઓ છો સાંજે આવજો જાઓ
ઉત્તર :
નાહકના શું કામ ધક્કા ખાઓ છો? સાંજે આવજો, જાઓ.

Class 5 Gujarati Textbook Solutions Chapter 3 મહેનતનો રોટલો

પ્રશ્ન 4.
ના મહારાજ હરામનો પૈસો મને ન ખપે
ઉત્તર :
ના મહારાજ, હરામનો પૈસો મને ન ખપે.

પ્રશ્ન 5.
જાણે વડનું નાનું સરખું વન જોઈ લો
ઉત્તર :
જાણે વડનું નાનું સરખું વન જોઈ લો !

વિશેષ પ્રસ્નોત્તર પ્રશ્ન

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો:

પ્રશ્ન 1.
સાધુ મોચી પાસે શા માટે ગયા હતા?
A. પગરખાં સિવડાવવા
B. આશીર્વાદ આપવા
C. પારસમણિ આપવા
D. શિષ્ય બનાવવા
ઉત્તર :
A. પગરખાં સિવડાવવા

Class 5 Gujarati Textbook Solutions Chapter 3 મહેનતનો રોટલો

પ્રશ્ન 2.
મોચી ક્યાં રહેતો હતો?
A. કાશીમાં
B. હરદ્વારમાં
C. મથુરામાં
D. વૃંદાવનમાં
ઉત્તર :
A. કાશીમાં

પ્રશ્ન 3.
સાધુને મોચીનો કયો ગુણ સ્પર્શી ગયો?
A. પ્રામાણિકતા
B. ચતુરાઈ
C. કુશળતા
D. કાબેલિયત
ઉત્તર :
A. પ્રામાણિકતા

પ્રશ્ન 4.
‘મહેનતનો રોટલો’ બોધકથામાં શાનું ગૌરવ કરવામાં આવ્યું છે?
A. ધનનું
B. શિક્ષણનું
C. સુંદરતાનું
D. શ્રમનું
ઉત્તર :
D. શ્રમનું

Class 5 Gujarati Textbook Solutions Chapter 3 મહેનતનો રોટલો

પ્રશ્ન 5.
‘મહેનતનો રોટલો’ બોધકથાના લેખક કોણ છે?
A. પન્નાલાલ શાહ
B. પન્નાલાલ પટેલ
C. જ્યોતીન્દ્ર દવે
D. રમણ સોની
ઉત્તર :
B. પન્નાલાલ પટેલ

Class 5 Gujarati Textbook Solutions Chapter 3 મહેનતનો રોટલો

મહેનતનો રોટલો Summary in Gujarati

મહેનતનો રોટલો પાઠ-પરિચય :

Class 5 Gujarati Textbook Solutions Chapter 3 મહેનતનો રોટલો 1

ભાષાસજ્જતા

વિરામચિહ્નો

ભાષાને અર્થસભર બનાવવા માટે વિરામચિહ્નો ખૂબ જ મહત્ત્વનાં છે. વિરામચિહ્નો વગર ક્યારેક વાક્યનો અર્થ બદલાઈ જતો હોય છે. એટલા માટે પણ વિરામચિહ્નો ઉપયોગી છે. મુખ્ય વિરામચિહ્નો :

પૂર્ણવિરામ [ . ] : કોઈ બાબત, વિચાર કે હકીક્તને રજૂ કરતા સાદા વાક્યને અંતે પૂર્ણવિરામ મુકાય છે.
– કાશી નગરીમાં એક મોચી રહેતો હતો.

અલ્પવિરામ [ , ] : સંબોધન કરતાં, વાક્યમાં અમુક શબ્દસમૂહો જુદા
પાડવા તેમજ એકથી વધુ વાક્યો સાથે આવતાં હોય ત્યારે થોડા (અલ્પ) વિરામ માટે, અલ્પવિરામ મુકાય છે.
– ‘હા, અહીંની હવા જરા એવી છે ખરી, પણ હવાફેર કરવા જવાનું હજી નક્કી કર્યું નથી, એ તો ઠીક, પણ ચહાબહા લેશો ને?’

પ્રશ્નચિહ્ન [ ? ] : વાક્ય દ્વારા જ્યારે પ્રશ્ન પૂછવાનો હોય ત્યારે પ્રશ્ન ચિહ્ન મુકાય છે.
– ‘હવે કેમ છો? દવાબવા તો કરો છો ને?’

ઉદ્ગારચિહન [ ! ] : ક્રોધ, આશ્ચર્ય, પ્રશંસા કે તિરસ્કાર જેવા ભાવ રજૂ કરતાં વાક્યોને છેડે ઉદ્ગારચિહન મુકાય છે.
– ‘આપ ખરા સાધુ!’
– ‘આવી સરસ નદી !’

Class 5 Gujarati Textbook Solutions Chapter 3 મહેનતનો રોટલો

મહેનતનો રોટલો શબ્દાર્થ :

  • શ્રમ – મહેનત
  • સ્વાશ્રય – જાત-મહેનત
  • પ્રામાણિકતા – ઇમાનદારી
  • પગરખાં – પગનું રક્ષણ કરનાર, જોડાં
  • ઘટાડીને – ઓછા કરીને
  • મૂળમાં જ – (અહીં) શરૂમાં જ, પહેલેથી જ
  • ઢીલ – વિલંબ
  • વાયદો – મુદત, અવધિ
  • બેફિકરજ – નચિંત, નિશ્ચિત
  • નાહક – અમસ્તાં વગર કારણે
  • ખાસડાં – જોડાં
  • હરામનો – મહેનત વગર મળેલો
  • પારસમણિ – સ્પર્શમાત્રથી લોઢાને સોનામાં બદલી નાખનાર મણિ
  • ઓજાર – સાધન
  • ગમ – સમજ
  • ગર્વ – અભિમાન, અહંકાર
  • દાખલો – ઉદાહરણ

રૂઢિપ્રયોગ

  • આંટો મારવો – એક જગ્યાએથી બીજી જગ્યાએ જવું (અહીં) તપાસ કરવી
  • વાયદો ન ચૂકવો – આપેલો સમય યાદ રાખવો
  • કિંમત કરવી – કદર કરવી, (અહીં) માપ કાઢી લેવું
  • ધક્કા ખાવા – ખોટો ફેરો કરવો
  • છૂટા પૈસા – પરચૂરણ, ચીલર
  • જીવ બળવો – દુઃખ થવું નિસાસો નાખવો પસ્તાવો કરવો
  • અવાજ પડવો – કોઈના બોલવાનો ખ્યાલ આવવો
  • બાવડાના બળથી – જાત-મહેનતથી
  • બેઠાં બેઠાં ખાવું – મહેનત કર્યા વિના ખાવું, શ્રમ વિના ઉપભોગ કરવો
  • હાથે કમાવું – જાત-મહેનત કરીને રળવું
  • પેટનો ખાડો પૂરવો – રોજીરોટી મેળવવી
  • કામે વળવું – કામમાં વ્યસ્ત થઈ જવું
  • પગ ઉપાડવો – ઝડપથી ચાલવું
  • ગર્વ ગાળી નાખવો – અભિમાન દૂર કરવું, નમ્ર થવું
  • ગર્વને ધોતાં રહેવું – નિરભિમાની થવું
  • પગ ઉપાડવો – ઝડપથી ચાલવું

Leave a Comment

Your email address will not be published.