Class 5 Gujarati Textbook Solutions Chapter 4 સુંદર સુંદર

Gujarat Board GSEB Class 5 Gujarati Textbook Solutions Chapter 4 સુંદર સુંદર Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 5 Gujarati Textbook Solutions Chapter 4 સુંદર સુંદર

Class 5 Gujarati Textbook Solutions Chapter 4 સુંદર સુંદર Textbook Questions and Answers

સ્વાધ્યાય

1. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક-એક વાક્યમાં લખો :

પ્રશ્ન 1.
આકાશમાં શું-શું સુંદર દેખાય છે ?
ઉત્તર :
આકાશમાં સૂરજ અને ચાંદો સુંદર દેખાય છે.

પ્રશ્ન 2.
કવિના મનમાં બધું જ સુંદર જોઈને શો વિચાર આવે છે?
ઉત્તર :
બધું જ સુંદર જોઈને કવિના મનમાં એવો વિચાર આવે છે કે ‘આ સુંદરતાનું સર્જન કરનાર ભગવાન કેવા સુંદર હશે?’

Class 5 Gujarati Textbook Solutions Chapter 4 સુંદર સુંદર

પ્રશ્ન 3.
‘પરોઢ અને રાત સુંદર છે.’ કાવ્યની કઈ પંક્તિમાં આ ભાવ વ્યક્ત થયો છે ?
ઉત્તર :
‘પરોઢ અને રાત સુંદર છે.’ – એવો ભાવ કાવ્યમાં આ પંક્તિમાં વ્યક્ત થયો છે: ‘ઉષા સુંદર, નિશા સુંદર …’

પ્રશ્ન 4.
ધરતી પર શું-શું સુંદર દેખાય છે ?
ઉત્તર :
ધરતી પર સરિતા અને સરોવર; સવાર અને રાત્રિ; વન, ઉપવન અને ગિરિવર; માછલી, પંખી, સમીર તેમજ માનવહૈયું સુંદર દેખાય છે.

2. ઉદાહરણ પ્રમાણેનાં શબ્દ-જોડકાં કાવ્યમાંથી શોધીને લખો :
ઉદાહરણ : સૂરજ-ચાંદો

પ્રશ્ન 1.

  1. ……………..
  2. ……………..
  3. ……………..
  4. ……………..
  5. ……………..

ઉત્તર :

  1. સરિતા – સરોવર
  2. આભ – તારા
  3. ઉષા – નિશા
  4. હૈયું – માનવ
  5. વન – ઉપવન

3. નીચેના દરેક શબ્દ માટે કાવ્યમાં કયો શબ્દ પ્રયોજાયો છે તે લખો :

પ્રશ્ન 1.

  1. સૂર્ય : …………..
  2. જંગલ : …………..
  3. પવન : …………..
  4. આકાશ : …………..
  5. પ્રભુ : …………..
  6. કાવ્ય : …………..

ઉત્તર :

  1. સૂર્ય – સૂરજ
  2. જંગલ – વન
  3. પવન – સમીર
  4. આકાશ – આભ
  5. પ્રભુ – વિભુ
  6. કાવ્ય – કવિતા

Class 5 Gujarati Textbook Solutions Chapter 4 સુંદર સુંદર

4. નીચેનો ભાવ દર્શાવતી પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખો :
પરોઢ, જંગલ, બગીચો અને પર્વત સુંદર લાગે છે, તો તેના બનાવનાર પ્રભુ કેવા સુંદર હશે ! એવું મારા મનમાં થાય છે.

પ્રશ્ન 1.
નીચેનો ભાવ દર્શાવતી પંક્તિઓ કાવ્યમાંથી શોધીને લખો :
પરોઢ, જંગલ, બગીચો અને પર્વત સુંદર લાગે છે, તો તેના બનાવનાર પ્રભુ કેવા સુંદર હશે ! એવું મારા મનમાં થાય છે.
ઉત્તર :
ઉષા સુંદર, નિશા સુંદર, સુંદર વન, ઉપવન, ગિરિવર …
વિભુ હશે તો કેવા સુંદર, એવું થાતું મુજ મનમાં.

5. નીચેના શબ્દો ઉચ્ચારણની ચોકસાઈ સાથે મોટેથી બોલો અને લખો :
સૂરજ, સરિતા, સરોવર, નિશા, સમીર, શાંત, આશા, વિશાળ, ચંદ્ર, માછલી
………… ……….. ………… ………… ……………
………… ……….. ………… ………… ……………

પ્રશ્ન 1.
નીચેના શબ્દો ઉચ્ચારણની ચોકસાઈ સાથે મોટેથી બોલો અને લખો :
સૂરજ, સરિતા, સરોવર, નિશા, સમીર, શાંત, આશા, વિશાળ, ચંદ્ર, માછલી
………… ……….. ………… ………… ……………
………… ……….. ………… ………… ……………
ઉત્તર :
(નોંધ : આ શબ્દો વિદ્યાર્થીઓએ પોતાના શિક્ષકની હાજરીમાં જાતે શુદ્ધ ઉચ્ચારણની સાથે મોટેથી બોલવા અને પોતાની નોટબુકમાં લખવા.)

6. કાવ્યપંક્તિ પૂર્ણ કરો :

પ્રશ્ન 1.
ઉષા સુંદર, ………………………….
………………………………
………………………………
…………………………… શાંત સમીર.
ઉત્તર :
ઉષા સુંદર, નિશા સુંદર, સુંદર
વન, ઉપવન, ગિરિવર …
વિભુ હશે તો કેવા સુંદર, એવું થાતું મુજ મનમાં ૦
માછલી સુંદર, પંખી સુંદર,
સુંદર ધરતી, શાંત સમીર …

Class 5 Gujarati Textbook Solutions Chapter 4 સુંદર સુંદર

7. નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો :
નિશા, પંખી, ઉપવન, ગિરિવર, માછલી, ધરતી

પ્રશ્ન 1.
નિશા, પંખી, ઉપવન, ગિરિવર, માછલી, ધરતી
………. ………. ………. ……….. ……… …………
ઉત્તર :
ઉપવન, ગિરિવર, ધરતી, નિશા, પંખી, માછલી

Std 5 Gujarati Textbook Solutions Chapter 4 સુંદર સુંદર Additional Important Questions and Answers

વિશેષ પ્રસ્નોત્તર

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો:

પ્રશ્ન 1.
‘સુંદર સુંદર’ કાવ્યના કવિ કોણ છે?
A. મધુરમ
B. સુરેશ દલાલ
C. રમેશ પારેખ
D. સુંદરમ્
ઉત્તર :
A. મધુરમ

પ્રશ્ન 2.
પૃથ્વી પરની બધી જ વસ્તુઓને સુંદર કોણે બનાવી છે?
A. કુદરતે
B. પ્રભુએ
C. માનવે
D. જાદુગરે
ઉત્તર :
B. પ્રભુએ

Class 5 Gujarati Textbook Solutions Chapter 4 સુંદર સુંદર

પ્રશ્ન 3.
શું શાંત છે?
A. ધરતી
B. વન
C. સરોવર
D. સમીર (વાયુ)
ઉત્તર :
D. સમીર (વાયુ)

પ્રશ્ન 4.
‘વિભુ’ શબ્દનો અર્થ શો છે?
A. ભગવાન
B. ધ્યાન
C. ભુવન
D. બાણ
ઉત્તર :
A. ભગવાન

નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપો?

પ્રશ્ન 1.
ચાંદો અને સૂરજ કેવા છે?
ઉત્તર :
ચાંદો અને સૂરજ સુંદર છે.

પ્રશ્ન 2.
કાવ્યમાં સવાર અને રાત માટે કયા શબ્દો વપરાયા છે?
ઉત્તર :
કાવ્યમાં સવાર માટે ‘ઉષા’ અને રાત માટે ‘નિશા’ શબ્દો વપરાયા છે.

પ્રશ્ન 3.
ભગવાન વિશે કવિના મનમાં કેવો વિચાર આવે છે?
ઉત્તર :
ભગવાન વિશે કવિના મનમાં આ વિચાર આવે છે: ‘જેનું સર્જન આટલું બધું સુંદર છે તો ભગવાન પોતે કેવા સુંદર હશે?’

Class 5 Gujarati Textbook Solutions Chapter 4 સુંદર સુંદર

પ્રશ્ન 4.
માનવને ભગવાન દ્વારા કઈ સુંદર ચીજની ભેટ મળી છે?
ઉત્તર :
માનવને ભગવાન દ્વારા મળેલી સુંદર ભેટ ‘હૃદય’ છે.

પ્રશ્ન 5.
ધરતી અને સમીર કેવાં છે?
ઉત્તર :
ધરતી સુંદર છે અને સમીર શાંત છે.

પ્રશ્ન 6.
કાવ્યમાં જળ સાથે સંકળાયેલી કઈ કઈ વસ્તુઓનો ઉલ્લેખ થયો છે?
ઉત્તર :
કાવ્યમાં જળ સાથે સંકળાયેલી આ વસ્તુઓનો ઉલ્લેખ થયો છે : સરિતા, સરોવર તેમજ માછલી.

પ્રશ્ન 7.
વન અને ઉપવન એટલે શું?
ઉત્તર :
વન એટલે જંગલ અને ઉપવન એટલે બગીચો.

પ્રશ્ન 8.
પર્વત માટે કાવ્યમાં કયો શબ્દ વપરાયો છે?
ઉત્તર :
પર્વત માટે કાવ્યમાં ‘ગિરિવર’ શબ્દ વપરાયો છે.

પ્રશ્ન 9.
કાવ્યમાં ઉલ્લેખ થયો હોય એવી ચાર કુદરતી વસ્તુઓનાં નામ આપો.
ઉત્તર :
કાવ્યમાં ઉલ્લેખ થયો હોય એવી ચાર કુદરતી વસ્તુઓઃ સૂરજ, ચાંદો, ઉષા અને નિશા.

Class 5 Gujarati Textbook Solutions Chapter 4 સુંદર સુંદર

પ્રશ્ન 10.
કાવ્યમાં ઉલ્લેખ થયો હોય એવી ચાર માનવસર્જિત વસ્તુઓનાં નામ આપો.
ઉત્તર :
કાવ્યમાં ઉલ્લેખ થયો હોય એવી ચાર માનવસર્જિત વસ્તુઓ કવિતા, ભાષા, ઉપવન અને આશા.

પ્રશ્ન 11.
કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી નીચેનાં વિધાનોની ખાલી જગ્યા પૂરો:

  1. ………… હશે તો કેવા સુંદર, એવું થાતું મુજ મનમાં. (વિભુ, પ્રભુ)
  2. …………. સુંદર, નિશા સુંદર, સુંદર વન, ઉપવન, ગિરિવર. (ઉષા, સંધ્યા)
  3. ભાષા સુંદર, ………….. સુંદર, સુંદર હૈયું ને માનવ. (નિશા, આશા)

ઉત્તર :

  1. વિભુ
  2. ઉષા
  3. આશા

પ્રશ્ન 12.
નીચેની કાવ્યપંક્તિઓ પૂર્ણ કરો: “કવિતા સુંદર ……….. સુંદર હૈયું ને માનવ.’
ઉત્તર :
કવિતા સુંદર, જીવન સુંદર,
સુંદર તારા, આભ વિશાળ…
વિભુ હશે તો કેવા સુંદર, એવું થાતું મુજ મનમાં.
ભાષા સુંદર, આશા સુંદર,
સુંદર હૈયું ને માનવ.

વ્યાકરણ

નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો :

  • સરિતા = નદી, ધુનિ
  • વિભુ = ભગવાન, પરમાત્મા
  • નિશા = રાત્રિ, યામિની
  • ઉપવન = બાગ, ઉદ્યાન
  • ગિરિવર = પહાડ, પર્વત
  • સમીર = પવન, વાયુ

Class 5 Gujarati Textbook Solutions Chapter 4 સુંદર સુંદર

નીચે આપેલા શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો:

  • સુંદર × કદરૂપું
  • ઉષા × સંધ્યા
  • ધરતી × આભ
  • આશા × નિરાશા

નીચેના શબ્દોની જાતિ ઓળખાવોઃ

પ્રશ્ન 1.

  1. સરિતા – …………
  2. વન – …………
  3. આભ – …………
  4. ભાષા – …………
  5. સૂરજ – …………

ઉત્તર :

  1. સરિતા – નારીજાતિ
  2. વન – નાન્યતરજાતિ
  3. આભ – નાન્યતરજાતિ
  4. ભાષા – નારીજાતિ
  5. સૂરજ – નરજાતિ

નીચેના શબ્દોને શબ્દકોશની કક્કાવારીના ક્રમમાં ગોઠવો :
સૂરજ, સુંદર, સરિતા, સરોવર, શાંત

પ્રશ્ન 1.
સૂરજ, સુંદર, સરિતા, સરોવર, શાંત
ઉત્તરઃ
શાંત, સરિતા, સરોવર, સુંદર, સૂરજ

Class 5 Gujarati Textbook Solutions Chapter 4 સુંદર સુંદર

સુંદર સુંદર Summary in Gujarati

સુંદર સુંદર પાઠ-પરિચય :

Class 5 Gujarati Textbook Solutions Chapter 4 સુંદર સુંદર 1

કાવ્યની સમજૂતી

  • (કુદરતની સુંદરતા જોઈને કવિનું મન નાચી ઊઠે છે અને તે એકાએક બોલી ઊઠે છે 🙂 સુંદર સુંદર…
  • સૂરજ સુંદર છે, ચંદ્ર સુંદર છે, નદી સુંદર છે અને સરોવર પણ સુંદર છે…
  • મને મનમાં એવું થયા કરે છે કે પ્રભુએ બનાવેલી દરેક વસ્તુ સુંદર હોય તો પ્રભુ પોતે કેવા સુંદર હશે?
  • ઉષા (પરોઢ) સુંદર છે, નિશા (રાત્રિ) પણ સુંદર છે, વન સુંદર છે, ઉપવન સુંદર છે, પર્વતો પણ સુંદર છે…
  • મને મનમાં એવું થયા કરે છે કે પ્રભુએ બનાવેલી દરેક વસ્તુ સુંદર હોય તો પ્રભુ પોતે કેવા સુંદર હશે?
  • માછલી સુંદર છે, પંખી સુંદર છે, ધરતી સુંદર છે, પવન શાંત છે…
  • મને મનમાં એવું થયા કરે છે કે પ્રભુએ બનાવેલી દરેક વસ્તુ સુંદર હોય તો પ્રભુ પોતે કેવા સુંદર હશે?
  • કવિતા સુંદર છે, જીવન સુંદર છે, તારા સુંદર છે, વિશાળ આકાશ સુંદર છે…
  • મને મનમાં એવું થયા કરે છે કે પ્રભુએ બનાવેલી દરેક વસ્તુ સુંદર હોય તો પ્રભુ પોતે કેવા સુંદર હશે?
  • ભાષા સુંદર છે, આપણી આશા સુંદર છે, (આપણે) હૈયું સુંદર છે અને માનવ સુંદર છે…
  • મને મનમાં એવું થયા કરે છે કે પ્રભુએ બનાવેલી દરેક વસ્તુ સુંદર હોય તો 1 પ્રભુ પોતે કેવા સુંદર હશે?

Class 5 Gujarati Textbook Solutions Chapter 4 સુંદર સુંદર

સુંદર સુંદર શબ્દાર્થ :

  • સૂરજ – સૂર્ય
  • ચાંદો – ચંદ્ર
  • સરિતા – નદી
  • વિભુ – ભગવાન
  • થાતું – થતું
  • મુજ – મારા
  • ઉષા – પરોઢ, સવાર
  • નિશા- રાત
  • ઉપવન – બગીચો
  • ગિરિવર – પર્વત
  • સમીર – પવન
  • આભ – આકાશ
  • આશા – ઇચ્છા
  • હૈયું – દિલ

Leave a Comment

Your email address will not be published.