Class 5 Gujarati Textbook Solutions Chapter 5 શરદીના પ્રતાપે

Gujarat Board GSEB Class 5 Gujarati Textbook Solutions Chapter 5 શરદીના પ્રતાપે Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 5 Gujarati Textbook Solutions Chapter 5 શરદીના પ્રતાપે

Class 5 Gujarati Textbook Solutions Chapter 5 શરદીના પ્રતાપે Textbook Questions and Answers

સ્વાધ્યાય

1. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક-એક વાકયમાં લખો :

પ્રશ્ન 1.
ગળે પડવાની ટેવ કઈ બીમારીને વધારે હોય છે ?
ઉત્તર :
ગળે પડવાની ટેવ શરદીની બીમારીને વધારે હોય છે.

Class 5 Gujarati Textbook Solutions Chapter 5 શરદીના પ્રતાપે

પ્રશ્ન 2.
લેખકને સદ્ગૃહસ્થ આવકાર આપતાં કયું વાક્ય બોલે છે ?
ઉત્તર :
લેખકને આવકાર આપતાં સગૃહસ્થ આ વાક્યો બોલે છે : “ઓહો ! આજ કંઈ આ તરફ? કેમ તબિયત તો સારી છે ને?”

પ્રશ્ન 3.
લેખકે કોકોની વાત વખતે ડોકું શા માટે હલાવ્યું?
ઉત્તર :
લેખકે કોકોની વાત વખતે ડોકું હલાવ્યું, કારણ કે જો પોતે મોઢેથી બોલશે તો ચા અને કૉફીની જેમ કોકોય ગુમાવશે.

2. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :

પ્રશ્ન 1.
લેખકને પેલા સજ્જન વિશેની કઈ વાતની ખબર ન હતી ?
ઉત્તર :
લેખકને એ વાતની ખબર ન હતી કે પેલા સજ્જનની બીજી ઇન્દ્રિયો કરતાં કાન કંઈ ઓછું કાર્ય કરે છે.

પ્રશ્ન 2.
લેખક સજ્જનને મળ્યા તે વખતની બંનેની સ્થિતિ કેવી હતી ?
ઉત્તર :
લેખક સજ્જનને મળ્યા તે વખતે લેખકનો અવાજ ઠેઠ ઊંડો ઊતરી ગયેલો હતો અને એ સજ્જનના કમજોર કાન શરદીને લીધે વધારે અશક્ત બન્યા હતા.

પ્રશ્ન 3.
સજ્જને સમજવામાં કંઈક ભૂલ કરી છે તેવું લેખકને ક્યારે લાગ્યું ?
ઉત્તર :
લેખક જ્યારે સજ્જનને મળે છે ત્યારે તેઓ લેખકને પૂછે છે : “કેમ તબિયત તો સારી છે ને?” જવાબમાં લેખક કહે છે, “જરા શરદી થઈ છે.”, ત્યારે એ સજ્જન કહે છે, “મને શરદી થઈ છે એમ તમને કોણે કહ્યું?” આ પ્રકારના જવાબથી લેખકને લાગ્યું કે સજ્જને સમજવામાં કંઈક ભૂલ કરી છે.

Class 5 Gujarati Textbook Solutions Chapter 5 શરદીના પ્રતાપે

પ્રશ્ન 4.
લેખકે ચા પીવાની હા પાડી છતાં ચા કેમ ન મળી ?
ઉત્તર :
પેલા સજ્જને લેખકને ચા માટે પૂછ્યું ત્યારે લેખકે કહ્યું કે, “બનતાં સુધી ચાની હું ના નથી કહેતો.” પરંતુ પેલા સજ્જનને સાંભળવામાં તકલીફ હોવાથી તેઓ એવું સમજ્યા કે, ‘લેખક ચા નથી પીતા’. આથી લેખકે ચા પીવાની હા પાડી હતી છતાં તેમને ચા ન મળી.

3. નીચેના શબ્દોની જોડણી સુધારો :
ગ્રુહસ્થ, સ્થીતિ, તબિચત, સુલોચના, નિચ્છય

પ્રશ્ન 1.
1. …………, 2. …………,. 3. …………, 4. ……….., 5. ………….. .
ઉત્તર :
1. ગૃહસ્થ, 2. સ્થિતિ, 3. તબિયત, 4. સુલોચના, 5. નિશ્ચય.

4. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો આપો :

પ્રશ્ન 1.

  1. ખબર : …………….
  2. પક્ષપાત : …………….
  3. તસ્દી : …………….
  4. આનંદ :  …………….
  5. આખરે : …………….
  6. ઉતાવળ : …………….

ઉત્તર :

  1. ખબર : સમાચાર
  2. પક્ષપાત : તરફદારી
  3. તસ્દી : તકલીફ
  4. આનંદ : મોજ
  5. આખરે : છેવટે
  6. ઉતાવળ : ત્વરા

Class 5 Gujarati Textbook Solutions Chapter 5 શરદીના પ્રતાપે

5. નીચે આપેલા શબ્દોમાં યોગ્ય જગ્યાએ ‘કુ’ અથવા ‘આ’ મૂકો જેથી વિરોધી અર્થવાળો શબ્દ બને :

પ્રશ્ન 1.

  1. શક્તિ × ………..
  2. વિચાર × ……….
  3. સત્ય × ………..
  4. પાત્ર × ………..
  5. ટેવ × ………….
  6. શક્ય × …………
  7. સંપ × ………….
  8. સંગ × ………….

ઉત્તર :

  1. શક્તિ × અશક્તિ
  2. વિચાર × કુવિચાર
  3. સત્ય × અસત્ય
  4. પાત્ર × કુપાત્ર
  5. ટેવ × કુટેવ
  6. શક્ય × અશક્ય
  7. સંપ × કુસંપ
  8. સંગ × કુસંગ

6. જેમાં પ્રશ્નચિહ્ન અને ઉગારચિહ્ન આવતાં હોય તેવાં બે-બે વાક્યો લખો :

પ્રશ્ન 1.
1. ………………………………………………………………………
2. ………………………………………………………………………
3. ………………………………………………………………………
4. ………………………………………………………………………
ઉત્તર :
1. કેમ, તબિયત તો સારી છે ને?
2. વારું, કૉફી લેશો? ઉદ્દગારચિહ્નઃ
3. તમે આવ્યા તેમાં મને સજા થઈ !
4. અરે ! મારા મહેરબાન !

7. કૌંસમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યાઓ પૂરો :

પ્રશ્ન 1.

  1. તે દિવસે ………… માં શરદી હતી. (દવા, હવા)
  2. તમે ચા નથી ……….. તે ઘણું સારું. (પિતા, પીતા)
  3. આ ………… તમને ફાવે છે કે નહિ ? (ઘર, ધર)
  4. કેમ તબિયત તો …………. છે ને ? (શારી, સારી)

ઉત્તર :

  1. હવા
  2. પીતા
  3. ઘર
  4. સારી

Class 5 Gujarati Textbook Solutions Chapter 5 શરદીના પ્રતાપે

8. કૌંસમાંના પ્રત્યયોમાંથી યોગ્ય પ્રત્યય પસંદ કરી ખાલી જગ્યા પૂરી વાક્ય પૂરું કરો :
(નો, ની, નું, ના, ના, ને)

પ્રશ્ન 1.

  1. એ વાત ………… મને ખબર ન હોતી.
  2. મારા કંઠ માટે શરદી ……….. પક્ષપાત છે.
  3. આપ ……….. જરા કામ હતું.
  4. કૉફી ……….. પણ અત્યારે વાંધો નથી.
  5. તે ……….. માટે મેં શું નથી કર્યું ?
  6. તેમ ………….. ઘર પછી ગયાં છે.

ઉત્તર :

  1. એ વાતની મને ખબર નહોતી.
  2. મારા કંઠ માટે શરદીને પક્ષપાત છે.
  3. આપનું જરા કામ હતું.
  4. કૉફીનો પણ અત્યારે વાંધો નથી.
  5. તેના માટે મેં શું નથી કર્યું?
  6. તેમનાં ઘર પડી ગયાં છે.

9. નીચે આપેલા શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો :
ટેવ, ઇન્દ્રિય, શરદી, ઉધરસ, ભૂલ

પ્રશ્ન 1.
1. …………, 2. …………, 3. ……….., 4. ……….., 5. …………
ઉત્તર :
1. ઇન્દ્રિય, 2. ઉધરસ, 3. ટેવ, 4. ભૂલ, 5. શરદી.

Class 5 Gujarati Textbook Solutions Chapter 5 શરદીના પ્રતાપે

Std 5 Gujarati Textbook Solutions Chapter 5 શરદીના પ્રતાપે Additional Important Questions and Answers

ભાષાસજજતા

સંજ્ઞા

કોઈ ચોક્કસ વ્યક્તિ, સ્થળ, પદાર્થ કે પ્રાણીની ઓળખ સૂચવતા પદને સંજ્ઞા કહે છે. ઉદા. –
– છોકરો, સ્ત્રી, અજિત, સુધા
– નદી, ગામ, પહાડ, સરોવર
– દાડમ, મોગરો, કરેણ, જૂઈ
– કાગડો, બુલબુલ, સિંહ, શિયાળ વગેરે સંજ્ઞાઓ છે.

પ્રશ્ન 1.
નીચેની સંજ્ઞાઓને કોષ્ઠકના યોગ્ય ખાનામાં લખો:
ભરત, શિયાળ, આંબો, ખુરશી, કરુણા, મંઝિલ, દયા, કપચી, ઘોડો, વડ, બુલબુલ, ગુલમહોર, વંદો, ઓશીકું, સત્ય, અહિંસા, મગ, લીમડો, વીંછી, દક્ષા, જિજ્ઞાસા, ચકલી, પીપળો, નિષ્ઠા, પંખો, વિશ્વેશ, મનીષ, પલાશ, ચોપડી, પ્રેમ.
Class 5 Gujarati Textbook Solutions Chapter 5 શરદીના પ્રતાપે 3
ઉત્તર :
Class 5 Gujarati Textbook Solutions Chapter 5 શરદીના પ્રતાપે 4

પ્રશ્ન 2.
કૌંસમાં આપેલી યાદીમાંથી સંજ્ઞાઓ પસંદ કરી, ચિત્રની નીચેનાં વાક્યોની ખાલી જગ્યા પૂરો :
સંજ્ઞાઓઃ કૂતરો, છોકરી, વાંદરો, બિલાડી, પાંજરા, ટોપલી, પાણી, સિંહ, – છોકરો, ટેબલ, બતક, શાળા, ઝાડ, કેળું, સફરજન.

Class 5 Gujarati Textbook Solutions Chapter 5 શરદીના પ્રતાપે 2.1

Class 5 Gujarati Textbook Solutions Chapter 5 શરદીના પ્રતાપે 2
ઉત્તર :
2. કૂતરો, બિલાડી, ઝાડ
3. સિંહ, પાંજરા
4. છોકરો, છોકરી, શાળા
5. ટેબલ, ટોપલી, સફરજન
6. બતક, પાણી

Class 5 Gujarati Textbook Solutions Chapter 5 શરદીના પ્રતાપે

વિશેષ પ્રસ્નોત્તર

નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધો:

પ્રશ્ન 1.
લેખકના ઓળખીતા સજ્જનની કઈ ઇન્દ્રિય ઓછું કાર્ય કરતી હતી ?
A. આંખ
B. નાક
C. કાન
D. જીભ
ઉત્તર :
C. કાન

પ્રશ્ન 2.
નીચેનામાંથી કયા લેખક હાસ્યલેખક નથી?
A. વિનોદ ભટ્ટ
B. અશોક દવે
C. ગુણવંત શાહ
D. જ્યોતીન્દ્ર દવે
ઉત્તર :
C. ગુણવંત શાહ

પ્રશ્ન 3.
કયું પીણું ઝાડના બીજની ભૂકીમાંથી બને છે?
A. ચા
B. કૉફી
C. કોકો
D. એક પણ નહિ
ઉત્તર :
C. કોકો

પ્રશ્ન 4.
‘હવે રજા લઉં છું.’ આ વાક્ય કોણ બોલે છે?
A. લેખક
B. સજ્જન
C. નોકર
D. શ્રીમતીજી
ઉત્તર :
A. લેખક

Class 5 Gujarati Textbook Solutions Chapter 5 શરદીના પ્રતાપે

પ્રશ્ન 5.
જે શબ્દ કોઈ ચોક્કસ વ્યક્તિ, સ્થળ કે પદાર્થની ઓળખ સૂચવે છે તે શબ્દને શું કહે છે?
A. સર્વનામ
B. ક્રિયાપદ
C. સંજ્ઞા
D. વિશેષણ
ઉત્તર :
C. સંજ્ઞા

નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપોઃ

પ્રશ્ન 1.
લેખક કોને મળવા જાય છે?
ઉત્તર :
લેખક એક જાણીતા સજ્જનને મળવા જાય છે.

પ્રશ્ન 2.
શરદીને કોના માટે પક્ષપાત છે?
ઉત્તર :
શરદીને લેખકના કંઠ માટે પક્ષપાત છે.

પ્રશ્ન 3.
શરદીને લીધે સજ્જનના કાનની કેવી હાલત હતી?
ઉત્તર :
શરદીને લીધે સજ્જનના કમજોર કાન વધારે અશક્ત બન્યા હતા.

પ્રશ્ન 4.
સજ્જનને શું થયું હતું?
ઉત્તર :
સજ્જનને નહીં જેવાં સળેખમ અને ઉધરસ થયાં હતાં.

Class 5 Gujarati Textbook Solutions Chapter 5 શરદીના પ્રતાપે

પ્રશ્ન 5.
લેખકને ચા પીવાની મરજી કેમ હતી?
ઉત્તર :
લેખકને શરદી થઈ હતી અને ગરમ ચા શરદીમાં રાહત આપે છે, માટે લેખકને ચા પીવાની મરજી હતી.

પ્રશ્ન 6.
ચાને બદલે લેખકને શું મળ્યું?
ઉત્તર :
ચાને બદલે લેખકને ‘કોકો’ મળ્યો.

નીચેના વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો ?

પ્રશ્ન 1.

  1. શરદીની અસર જીભ દ્વારા જણાય છે.
  2. લેખકને સમજવામાં ભૂલ થાય છે.
  3. લેખકને કૉફી પીવી હતી.
  4. સજ્જનને શરદી થયેલી હતી.
  5. ‘શરદીના પ્રતાપે’ એક હાસ્યવાર્તા છે.

ઉત્તર :

  1. ખોટું
  2. ખોટું
  3. ખરું
  4. ખોટું
  5. ખરું

નીચેનાં વાક્યો કોણ બોલે છે? જણાવો:

પ્રશ્ન 1.
“કેમ, તબિયત તો સારી છે ને?”
ઉત્તર :
આ વાક્ય સદ્ગૃહસ્થ બોલે છે.

પ્રશ્ન 2.
“જરા શરદી થઈ છે. બાકી બીજી રીતે કુશળ છું.”
ઉત્તર :
આ વાક્ય લેખક બોલે છે.

પ્રશ્ન 3.
“ચહા શરદી કરે એમ તમને કોણે કહ્યું ?”
ઉત્તર :
આ વાક્ય સગૃહસ્થ બોલે છે.

Class 5 Gujarati Textbook Solutions Chapter 5 શરદીના પ્રતાપે

પ્રશ્ન 4.
“હવે રજા લઉં છું.”
ઉત્તર :
આ વાક્ય લેખક બોલે છે.

વ્યાકરણ

નીચેના શબ્દોની સાચી જોડણી લખો :

પ્રશ્ન 1.

  1. સરદી
  2. ગૃહસ્થ
  3. કૂશળ
  4. નિચય
  5. તબિઅત
  6. જૂલોચના

ઉત્તરઃ

  1. શરદી
  2. ગૃહસ્થ
  3. કુશળ
  4. નિશ્ચય
  5. તબિયત
  6. સુલોચના

નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો:

  • કાન – કર્ણ
  • દિવસ – દિન
  • તંદુરસ્તી – સ્વાથ્ય
  • કુશળ – ખુશ
  • પ્રયત્ન – કોશિશ
  • વિરોધ – વાંધો
  • પતિ – વર
  • ઘર – ગૃહ
  • વાણી – બોલી

Class 5 Gujarati Textbook Solutions Chapter 5 શરદીના પ્રતાપે

નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો લખો :

  • સજ્જન × દુર્જન
  • દિવસ × રાત
  • નીચે × ઊંચે
  • ગરમી × ઠંડી
  • અશક્ત × સશક્ત
  • સંવાદ × વિસંવાદ

નીચેના સંજ્ઞાવાચક શબ્દોનો વાક્યોમાં પ્રયોગ કરો :

પ્રશ્ન 1.

  1. ઉપવાસ
  2. ગંગા
  3. વડ
  4. સિંહ
  5. અહિંસા

ઉત્તર :

  1. આરોગ્ય માટે ઉપવાસ આવશ્યક છે.
  2. ગંગા પવિત્ર નદી છે.
  3. વડ મોટું વૃક્ષ છે.
  4. સિંહ જંગલનો રાજા છે.
  5. અહિંસા પરમ ધર્મ છે.

નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપી, વાક્યમાં પ્રયોગ કરો:

ગળે પડવું – આળ ચડાવવું; માથે નાખવું
વાક્ય : પોતાના દોષ માટે બીજાના ગળે પડવું ખોટું છે.

પક્ષપાત કરવો – એક તરફ ઢળવું, તરફદારી કરવી
વાક્ય : કોઈની તરફ પક્ષપાત કરવો યોગ્ય નથી.

નીચેના શબ્દોને શબ્દકોશની કક્કાવારીના ક્રમમાં ગોઠવો:
ખબર, દિવસ, અવાજ, સદ્ગુહસ્થ, તબિયત, શરદી, પુત્ર, મહેરબાન

પ્રશ્ન 1.
ખબર, દિવસ, અવાજ, સદ્ગુહસ્થ, તબિયત, શરદી, પુત્ર, મહેરબાન
ઉત્તર :
અવાજ, ખબર, તબિયત, દિવસ, પુત્ર, મહેરબાન, શરદી, સગૃહસ્થ

Class 5 Gujarati Textbook Solutions Chapter 5 શરદીના પ્રતાપે

શરદીના પ્રતાપે Summary in Gujarati

શરદીના પ્રતાપે  પાઠ-પરિચય :

Class 5 Gujarati Textbook Solutions Chapter 5 શરદીના પ્રતાપે 1

શરદીના પ્રતાપે શબ્દાર્થ :

  • સદ્દગૃહસ્થ – સજ્જન, પ્રતિષ્ઠિત માણસ
  • ઇન્દ્રિય – વિષયનું જ્ઞાન કરાવનારું શરીરનું અંગ. આવી જ્ઞાનેન્દ્રિયો પાંચ છે: આંખ, કાન, નાક, જીભ અને ચામડી
  • કંઠ – ગળું
  • પક્ષપાત – તરફદારી
  • અશક્ત – નબળું
  • તલ્દી – તકલીફ, મહેનત
  • કોકો – એક ઝાડના બીજની ભૂકી; તેનું પીણું બનાવાય છે
  • ડોકું – ગરદન
  • અલબત્ત – જોકે
  • મહેરબાન – કૃપાવંત, હિત અને ભલું ઇચ્છનાર-કરનાર
  • નિશ્ચય – નિર્ણય

Class 5 Gujarati Textbook Solutions Chapter 5 શરદીના પ્રતાપે

રૂઢિપ્રયોગ

ગળે પડવું – વળગવું મૂંગે મોઢે -ચુપકીથી, શાંતિથી

Leave a Comment

Your email address will not be published.