Gujarat Board GSEB Class 5 Gujarati Textbook Solutions Chapter 7 અલ્લક દલ્લક Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 5 Gujarati Textbook Solutions Chapter 7 અલ્લક દલ્લક
Class 5 Gujarati Textbook Solutions Chapter 7 અલ્લક દલ્લક Textbook Questions and Answers
સ્વાધ્યાય
1. નીચેના દરેક પ્રશ્નોનો જવાબ એક-એક વાક્યમાં લખો :
પ્રશ્ન 1.
રાધા કોના કરતાં સુંદર છે ?
ઉત્તર :
રાધા જમુનાના રઢિયાળા પ્રદેશ કરતાં વધુ સુંદર છે.
પ્રશ્ન 2.
રાસ ક્યારે રચાયો છે ?
ઉત્તર :
આભમાં પૂનમનો ચાંદ ઊગ્યો ત્યારે રાસ રચાયો છે.
પ્રશ્ન 3.
રાસમાં કોણ કોણ રમે છે ?
ઉત્તર :
રાસમાં શ્રીકૃષ્ણ, રાધિકા અને ગોપીઓ રમે છે.
પ્રશ્ન 4.
શ્રીકૃષ્ણ ક્યાં બેસીને બંસી વગાડે છે ?
ઉત્તર :
શ્રીકૃષ્ણ કદંબવૃક્ષની છાયામાં બેસીને બંસી વગાડે છે.
પ્રશ્ન 5.
રાધિકા કોની પાસે શું માગે છે ?
ઉત્તર :
રાધિકા શ્રીકૃષ્ણ પાસે પોતાનું ખોવાયેલું ચળકતું મોતી માગે છે.
2. નીચેની કાવ્યપંક્તિ પૂર્ણ કરો :
પ્રશ્ન 1.
રાધિકાનો …………………………………………………………
…………………………………………………………………………
…………………………………………………… છલ્લક છલ્લક
ઉત્તર :
રાધિકાનો હાર તૂટે છે,
મોતી ચળકે ચલ્લક ચલ્લક! બધાં જડ્યાં પણ એક ખૂટે છે,
રુએ રાધિકા છલ્લક છલ્લક !
3. રાસ-ગરબા અંગેનો તમારો અનુભવ લખો.
પ્રશ્ન 1.
રાસ-ગરબા અંગેનો તમારો અનુભવ લખો.
ઉત્તર :
દરેક ગુજરાતીને રાસ અને ગરબાનું આકર્ષણ હોય છે. નવરાત્રિના નવ દિવસ ગુજરાતમાં રાસ અને ગરબાની જબરી જમાવટ થતી હોય છે. મને રાસ અને ગરબાનો ભારે શોખ છે. દર નવરાત્રિએ રાસ-ગરબા માટે નવાં કપડાં જ જોઈએ. એક વખત નવરાત્રિ માટે મેં પપ્પાની મરજી નહોતી તોપણ જીદ કરીને નવાં કપડાં રાસ-ગરબા માટે ખરીદ્યાં. પપ્પા ગુસ્સે થયેલા હતા. પરંતુ એ રાત્રે મેં રાસ-ગરબામાં એવી જમાવટ કરી કે મારો એમાં પ્રથમ નંબર આવ્યો. પછી તો, પપ્પા ખુશ … ખુશ!
4. જોડાક્ષરવાળા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો.
પ્રશ્ન 1.
ઉદાહરણ : ઝલ્લક ઝલ્લક
- …………
- …………
- …………
- …………
- …………
- …………
ઉત્તર :
- અલ્લક દલ્લક
- છમ્મક છમ્મક
- ચલ્લક ચલ્લક
- ઢમક ઢમક
- છલક છલ્લક
- મલ્લક મલ્લક
5. નીચે આપેલા શબ્દોને તમારી બોલીમાં લખો :
પ્રશ્ન 1.
- બધાં
- ચાલ્યો
- કહ્યું
- મૂક્યું
- આપ્યું
- શાળા
ઉત્તર :
- બધાં – હઉ
- ચાલ્યો – હેંડ્યો
- કહ્યું – કીધું
- મૂક્યું – મેક્કુ
- આપ્યું – દીધું
- શાળા – નેહાળ
6. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો :
રાસલીલા, મુખડું, આભ, રાધાગોરી, રઢિયાળો, રાસ
પ્રશ્ન 1.
નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો :
રાસલીલા, મુખડું, આભ, રાધાગોરી, રઢિયાળો, રાસ
- ……………
- ……………
- ……………
- ……………
- ……………
ઉત્તર :
- આભ
- મુખડું
- રઢિયાળો
- રાધાગોરી
- રાસ
- રાસલીલા
Std 5 Gujarati Textbook Solutions Chapter 7 અલ્લક દલ્લક Additional Important Questions and Answers
વિશેષ પ્રસ્નોત્તર
નીચેના પ્રશ્નોના ઉત્તર આપોઃ
પ્રશ્ન 1.
રાધા શા માટે રડે છે?
ઉત્તર :
રાધાના તૂટેલા હારમાંથી બધાં મોતી મળ્યાં પણ એક મોતી ન મળ્યું. એટલા માટે રાધા રડે છે.
પ્રશ્ન 2.
મોતી શ્રીકૃષ્ણ પાસે હશે એમ રાધા શા માટે માને છે?
ઉત્તર :
ગોપીઓને પજવવી એ શ્રીકૃષ્ણની આદત છે. તેમના આવા સ્વભાવનો બધાંને અનુભવ છે. આથી રાધા માને છે કે પોતાના તૂટેલા હારમાંથી ખોવાયેલું મોતી શ્રીકૃષ્ણ પાસે જ હશે.
પ્રશ્ન 3.
શ્રીકૃષ્ણ વાંસળીના સૂર શા માટે છેડે છે?
ઉત્તર :
શ્રીકૃષ્ણ ગોપીઓને જમુનાના તટ પર કબવૃક્ષની નીચે રાસ રમવા માટે બોલાવવા માગે છે. તેથી તે બંસીના સૂર છેડે છે.
પ્રશ્ન 4.
શ્રીકૃષ્ણ વાંસળીના સૂર છેડે છે તેનું શું પરિણામ આવે છે?
ઉત્તર :
શ્રીકૃષ્ણ વાંસળીના સૂર છેડે છે ત્યારે રાધા અને ગોપીઓ આકર્ષાય છે.
પ્રશ્ન 5.
નવરાત્રિમાં રાસની રમઝટ’ વિશે દસ વાક્યો લખો.
ઉત્તર :
- ગુજરાતની નવરાત્રિ દેશ-વિદેશમાં પ્રખ્યાત છે.
- નવરાત્રિમાં રાસની રમઝટ થાય છે.
- નાનાં બાળકો અને યુવાનોને બહુ મજા પડે છે.
- સુંદર વસ્ત્રોથી સૌ શોભે છે.
- રાસ ગવડાવનાર ગાયક કલાકારો પણ રંગમાં આવી જાય છે.
- નવ દિવસ માની ભક્તિમાં લોકો તરબોળ બને છે.
- આખી રાત રાસની રમઝટ ચાલે છે.
- થાકનું તો ક્યાંય નામ-નિશાન ન મળે.
- કૃષ્ણ અને ગોપીઓના રાસની યાદ તાજી થાય છે.
- રાસની રમઝટ કોને ન ગમે?
વ્યાકરણ
નીચેના શબ્દોની સાચી જોડણી લખો :
પ્રશ્ન 1.
- રઢીઆળો
- સુન્દર
- પુનમ
- ચીર
- ઊર
- મૂખડુ
ઉત્તરઃ
- રઢિયાળો
- સુન્દર સુંદર
- પૂનમ
- ચિત્ત
- ઉર
- મુખડું
નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો:
- રઢિયાળું : મનમોહક
- મુખડું : ચહેરો
- પૂનમ : પૂર્ણિમા
- ભેળો : સાથે
- ચરિત્ર : વર્તન
- સૂર : અવાજ
- ઉર : હૃદય
- રીસ : રોષ, ગુસ્સો
નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી, વાક્યમાં પ્રયોગ કરો :
ઉર તણાવું – દિલ ખેંચાવું
વાક્ય : શ્રીકૃષ્ણની વાંસળીના સૂર સાંભળી, રાધાનું ઉર તે તરફ તણાવા લાગ્યું.
‘અ’ વિભાગ સાથે ‘બ’ વિભાગ યોગ્ય રીતે જોડો :
પ્રશ્ન 1.
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
1. રાસ ચગ્યો છે. | (ક) ઝલ્લક ઝલ્લક |
2. ઢોલક વાગે છે. | (ખ) અલ્લપ ઝલ્લપ |
3. મોતી ચળકે છે. | (ગ) છમ્મક છમ્મક |
4. રાધિકા રડે છે. | (ઘ) ટમ્મક ઢમ્મક |
5. શ્રીકૃષ્ણની બંસી વાગે છે. | (ચ) છલ્લક છલ્લક |
6. રાધાનું મુખ ઝળકે છે. | (છ) ચલ્લક ચલ્લક |
ઉત્તર :
વિભાગ “અ” | વિભાગ “બ” |
1. રાસ ચગ્યો છે. | (ગ) છમ્મક છમ્મક |
2. ઢોલક વાગે છે. | (ઘ) ટમ્મક ઢમ્મક |
3. મોતી ચળકે છે. | (છ) ચલ્લક ચલ્લક |
4. રાધિકા રડે છે. | (ચ) છલ્લક છલ્લક |
5. શ્રીકૃષ્ણની બંસી વાગે છે. | (ખ) અલ્લપ ઝલ્લપ |
6. રાધાનું મુખ ઝળકે છે. | (ક) ઝલ્લક ઝલ્લક |
નીચેના શબ્દો માટે કાવ્યમાં કયા શબ્દો વપરાયા છે તે લખો :
- મુલક – મલ્લક
- મોટું – મુખડું
- ચરિત્ર – ચરિતર
- હૃદય – ઉર
ભાષાસજજતા
યોગ્ય જોડાક્ષરવાળા શબ્દથી ખાલી જગ્યા પૂરો:
પ્રશ્ન 1.
- જે પાપી ન હોય તે પહેલો ………….. ફેંકે. (પથ્થર, પત્થર)
- …………… પાણી પીવું જોઈએ. (ચોકખું, ચોખ્ખ)
- તમે વર્ગશિક્ષકને રજા માટે ………………. લખી? (ચિઠી, ચિઠ્ઠી)
- મેં દાદાનો ………………… પહેર્યો. (ઝભો, ઝભ્યો)
- ડાળ ઉપર કેરી ……………. લટકે છે. (અધ્ધર, અદ્ધર)
ઉત્તરઃ
- પથ્થર
- ચોખ્ખું
- ચિઠ્ઠી
- ઝભો
- અધ્ધર
સાચો શબ્દ લંબચોરસમાં લખો :
પ્રશ્ન 1.
- ખાત્રી, ખાતરી [ ]
- ગણતરી, ગણત્રી [ ]
- રેલ્વે, રેલવે [ ]
- ગિરદી, ગિર્દી [ ]
- વ્યાજબી, વાજબી [ ]
ઉત્તર :
- ખાતરી
- ગણતરી
- રેલવે
- ગિરદી
- વાજબી
પ્રશ્ન 2.
સમાન અર્થ દર્શાવતી કહેવતોનાં જોડકાં બનાવો :
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
1. કાંકરે કાંકરે પાળ બંધાય | 1. ખાલી ચણો વાગે ઘણો |
2. અધૂરો ઘડો છલકાય | 2. ભસતા કૂતરા કરડે નહિ |
3. દાઝયા પર ડામ | 3. સંપ ત્યાં જંપ |
4. ગાજ્યા મેઘ વરસે નહિ | 4. દુકાળમાં અધિક માસ |
5. ઝાઝા હાથ રળિયામણા | 5. ટીપે ટીપે સરોવર ભરાય |
ઉત્તર :
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
1. કાંકરે કાંકરે પાળ બંધાય | 5. ટીપે ટીપે સરોવર ભરાય |
2. અધૂરો ઘડો છલકાય | 1. ખાલી ચણો વાગે ઘણો |
3. દાઝયા પર ડામ | 4. દુકાળમાં અધિક માસ |
4. ગાજ્યા મેઘ વરસે નહિ | 2. ભસતા કૂતરા કરડે નહિ |
5. ઝાઝા હાથ રળિયામણા | 3. સંપ ત્યાં જંપ |
પ્રશ્ન 3.
વિરોધી અર્થ દર્શાવતી કહેવતોનાં જોડકાં બનાવો :
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
1. ઘરડાં ગાડાં વાળે | 1. બુદ્ધિ આગળ બળ પાણી ભરે |
2. બળિયાના બે ભાગ | 2. બોલે તેના બોર વેચાય |
3. માગ્યા કરતાં મરવું ભલું | 3. સગા બાપનો પણ વિશ્વાસ નહિ |
4. સબ સે બડી ચૂપ | 4. સાઠી બુદ્ધિ નાઠી |
5. વિશ્વાસે વહાણ ચાલે | 5. માગ્યા વિના મા પણ ના પીરસે |
ઉત્તર :
વિભાગ ‘અ’ | વિભાગ ‘બ’ |
1. ઘરડાં ગાડાં વાળે | 4. સાઠી બુદ્ધિ નાઠી |
2. બળિયાના બે ભાગ | 1. બુદ્ધિ આગળ બળ પાણી ભરે |
3. માગ્યા કરતાં મરવું ભલું | 5. માગ્યા વિના મા પણ ના પીરસે |
4. સબ સે બડી ચૂપ | 2. બોલે તેના બોર વેચાય |
5. વિશ્વાસે વહાણ ચાલે | 3. સગા બાપનો પણ વિશ્વાસ નહિ |
અલ્લક દલ્લક Summary in Gujarati
અલ્લક દલ્લક પાઠ-પરિચય :
કાવ્યની સમજૂતી
- (રાસલીલામાં) સૌ અલ્લક દલ્લક રમે છે, ઝાંઝર ઝમકે છે, યમુનાનો મનમોહક મુલક છે. એથીય સુંદર રાધાગોરી છે. એનું મુખડું ઝળક ઝળક ચમકે છે.
- આકાશમાં પુનમનો ચંદ્ર ઊગ્યો છે, છમછમ (ઝાંઝરના અવાજ સાથે) રાસ ખેલાઈ રહ્યો છે. ગોપીઓ સાથે કાનુડો પણ ખેલે છે. ઢોલ ઢમઢમ વાગી રહ્યો છે.
- (ત્યાં) રાધાનો હાર તૂટે છે, (વેરાયેલાં) મોતી ચળકે છે, બધાં મોતી જડ્યાં, પણ એક મોતી ખૂટે છે, રાધિકા ખૂબ રડે છે.
- (રાધા કહે છે) હે કા’ના ! તેં મારું ચળકતું મોતી લીધું હોય તો આપને? તારો તોફાન ક્યાં (કોઈનાથી) છાનાં છે? આખો મુલક એ જાણે છે.
- (આ વાત સાંભળતાં) કા’નાએ ત્યાંથી દોટ મૂકી. શ્રીકૃષ્ણને રીસ ચઢી. ઝૂકેલા કદંબની છાયામાં શ્રીકૃષ્ણ અલપ ઝલપ વાંસળીના સૂર રેલાવે છે.
- વિહવળ થયેલી રાધા દોડે છે. અલ્લક દલ્લક રાસ રચ્યો છે. વાંસળીના ધીમા ધીમા સૂરમાં (તેનું) હૃદય મલકાતું મલકાતું શ્રીકૃષ્ણ તરફ ખેંચાઈ રહ્યું છે.
- અધ્ધર પધ્ધર ઝાંઝરનો ઝમકારે જમુના નદીનો મલક રઢિયાળો લાગે છે. (એ મલક કરતાંયે) સુંદર રાધાગોરી છે. એનું મુખડું ઝલક ઝલક ઝળકે છે.
અલ્લક દલ્લક શબ્દાર્થ :
- અલ્લક દલ્લક – બાળકોની એક રમત
- ઝાંઝર – પગે પહેરવાનું એક ઘરેણું
- ઝલ્લક – ઝણકાર
- રઢિયાળો – મનમોહક, આંખ ઠરે તેવો સુંદર
- જમના – યમુના નદી
- મલ્લક – મુલક, પ્રદેશ
- ઝળકે – ચમકે, ચળકે
- ઝલ્લક ઝલ્લક – ઝળક ઝળક
- આભે – આકાશમાં
- ચગ્યો છે – જામ્યો છે, સરસ રીતે ખેલાઈ રહ્યો છે
- ઘુસ્યો છે – ભળી ગયો છે
- ભેળો – સાથે, અંદર
- કા’ન- કાનુડો, શ્રીકૃષ્ણ
- ઢોલક – ઢોલ ઢમક
- ઢમ્મક – ઢમઢમ
- છલક છલક – છલકાતી, પુષ્કળ
- આલ – આપ
- ચરિતર – ચરિત્ર, વર્તન
- ગોપીજનવલ્લભ – ગોપીઓના વહાલા શ્રીકૃષ્ણ
- કદંબ – એક વૃક્ષનું
- નામ બંસી – વાંસળી
- અલપ ઝલ્લ૫ – અલપ ઝલપ, અહીંતહીં, દૂરથી આછેરું સંભળાય તે રીતે
- અધીરે – ઉતાવળી, વિહવળ
- અલ્લક દલ્લક – અધ્ધર પધ્ધર
- વણાયે – (અહીં) રેલાવે
- તણાયે – ખેંચાય
- ઉર – હૃદય હર
- ઘડીએ – હર પળે, ક્ષણે ક્ષણે
રૂઢિપ્રયોગ
ઉર તણાવું – દિલ ખેંચાવું