Gujarat Board GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 11 એક જાદુઈ પત્રની વાર્તા Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.
Std 6 Gujarati Textbook Solutions Chapter 11 એક જાદુઈ પત્રની વાર્તા
Class 6 Gujarati Textbook Solutions Chapter 11 એક જાદુઈ પત્રની વાર્તા Textbook Questions and Answers
અભ્યાસ
1. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પનો ક્રમઅક્ષર પ્રશ્રની સામે આપેલા [ ] માં લખો :
પ્રશ્ન 1.
ફિલ્મ જોવા જવા માટે બંને મિત્રો પાસે શું નહોતું ?
(ક) સમય
(ખ) ટિકિટ
(ગ) પૈસા
(ઘ) અનુકૂળતા
ઉત્તર :
(ખ) ટિકિટ
પ્રશ્ન 2.
પત્ર કોણે લખ્યો હતો ?
(ક) નિરંજનના કાકા
(ખ) લેખક
(ગ) નિરંજન
(ઘ) મૅનેજર
ઉત્તર :
(ક) નિરંજનના કાકા
પ્રશ્ન 3.
મૅનેજર પત્રને વાંચી શક્યા નહિ.
(ક) કેબિનમાં પૂરતું અજવાળું નહોતું.
(ખ) તેમણે ચશ્માં નહોતા પહેર્યા.
(ગ) પત્ર અંગ્રેજી ભાષામાં લખાયેલો હતો.
(ઘ) પત્ર ખરાબ અક્ષરે લખાયેલો હતો.
ઉત્તર :
(ઘ) પત્ર ખરાબ અક્ષરે લખાયેલો હતો.
પ્રશ્ન 4.
બંને મિત્રોને શેનો અફસોસ હતો ?
(ક) પત્ર ખોવાઈ ગયો.
(ખ) પત્ર વેદસાહેબ પાસે રહી ગયો.
(ગ) પત્ર ફાટી ગયો.
(ઘ) નોકરી ન મળી.
ઉત્તર :
(ખ) પત્ર વેદસાહેબ પાસે રહી ગયો.
2. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :
પ્રશ્ન 1.
નિરંજન અને તેના મિત્રએ ફિલ્મ જોવા જવાનું ક્યારે નક્કી કર્યું ?
ઉત્તર :
નિરંજન અને તેના મિત્રે રવિવારે ફિલ્મ જોવાનું નક્કી કર્યું.
પ્રશ્ન 2.
પત્ર કોણે લખ્યો હતો ?
ઉત્તર :
પત્ર નિરંજનના દૂરના કાકા એમ. જી. વેદે લખ્યો હતો.
પ્રશ્ન 3.
વેદસાહેબ ક્યો હોદો ધરાવે છે ?
ઉત્તર :
વેદસાહેબ એક સુવિખ્યાત કંપનીના મેનેજરનો હોદો ધરાવે છે.
પ્રશ્ન 4.
ફિલ્મ જોવા માટે મૅનેજરે શી વ્યવસ્થા કરી ?
ઉત્તર :
ફિલ્મ જોવા માટે મૅનેજરે બાલ્કનીમાં બે એક્સ્ટ્રા ચર્સ મૂકાવીને નિરંજન અને તેના મિત્ર માટે બેસવાની વ્યવસ્થા કરી.
પ્રશ્ન 5.
નિરંજનના મિત્રને ક્યાં અને કઈ નોકરી મળી ?
ઉત્તર :
નિરંજનના મિત્રને વેદસાહેબની ઑફિસમાં ક્લાર્કની નોકરી મળી.
સ્વાધ્યાય
1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :
પ્રશ્ન 1.
પત્ર જાદુઈ કેમ લાગ્યો ?
ઉત્તર :
પત્રમાં લખાયેલ લખાણ બિલકુલ વાંચી-ઉકેલી શકાય તેમ ન હતું. તેથી પત્ર જાદુઈ લાગ્યો.
પ્રશ્ન 2.
નિરંજનને પત્રથી શો લાભ થયો ?
ઉત્તર :
રવિવારે થિયેટર હાઉસફુલ હોવા છતાં એ પત્રને લીધે જ નિરંજનને એના મિત્ર સાથે મફત ફિલ્મ જોવા મળી.
પ્રશ્ન 3.
નિરંજનના મિત્રએ પત્રનો કેવો ઉપયોગ કર્યો ?
ઉત્તર :
નિરંજનના મિત્રે ભલામણ અર્થે પત્રનો ઉપયોગ કરીને એક સુવિખ્યાત કંપનીમાં ક્લાર્કની નોકરી મેળવી.
પ્રશ્ન 4.
વેદસાહેબ વિશે પાંચ-સાત વાક્યો લખો.
ઉત્તર :
વેદસાહેબ હેડ ઑફિસના મેનેજર હતા. લગ્ન પહેલાં તેમણે તેમની પત્નીને ઘણા પત્રો લખ્યા હતા. પત્રમાં લખાણ એટલું ખરાબ કે અક્ષરો બિલકુલ વાંચી શકાય નહિ, લખાણ લખી રહ્યા પછી વેદસાહેબ પણ તે વાંચી શકતા નહોતા. તેમની પત્ની પણ તેમના પત્રો ઉકેલી શકતી નહોતી.
2 નીચેના પ્રશ્નોના ઉત્તર વિચારીને લખો :
પ્રશ્ન 1.
તમે આ પત્રનો ઉપયોગ કેવી રીતે કરશો ?
ઉત્તર :
અમે આ પત્રનો ઉપયોગ છેતરપિંડી કરવા માટે કદાપિ નહિ કરીએ. ખરાબ અસર અધૂરી કેળવણીની નિશાની છે” એના ઉદાહરણ માટે આ પત્રનો ઉપયોગ કરીશું.
પ્રશ્ન 2.
આ પત્રથી બંને મિત્રોને શો ફાયદો થયો ?
ઉત્તર :
જાદુઈ પત્રથી બંને મિત્રોને મફત ફિલ્મ જોવા મળી. બીજું, આ પત્ર થકી બેમાંથી એક મિત્રને ક્લાર્કની નોકરી મળી ગઈ. આ રીતે ‘જાદુઈ પત્ર’ એના ખરાબ અક્ષરોને લીધે નિરંજન અને એના મિત્ર માટે ફાયદાકારક રહ્યો.
3. નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી તેના વાક્યમાં પ્રયોગ કરો :
પ્રશ્ન 1.
ઝંખવાણા પડી જવું
ઉત્તર :
અર્થ : છોભીલા પડી જવું.
વાક્ય : મૅનેજરને જોઈ ક્લાર્ક ઝંખવાણો પડી ગયો.
પ્રશ્ન 2.
સ્તબ્ધ થઈ જવું
ઉત્તર :
અર્થ: આશ્ચર્યચકિત થવું.
વાક્ય : પોલીસને જોઈને ચોર સ્તબ્ધ થઈ ગયો.
પ્રશ્ન 3.
મોતિયા મરી જવા
ઉત્તર :
અર્થ : હિંમત હારી જવી.
વાક્ય : ખોટું કામ કરવા જતાં નિલેશના મોતિયા મરી ગયા.
4. નીચેનાં વાક્યોમાં યોગ્ય વિરામચિહ્નો મૂકો :
પ્રશ્ન 1.
કેમ હું ખોટું કહેતો હતો
ઉત્તર :
“કેમ હું ખોટું કહેતો હતો ?”
પ્રશ્ન 2.
તેથી જ મને લાગે છે કે આપણે ફિલ્મ જોઈ શકીશું નિરંજને કહ્યું
ઉત્તર :
‘તેથી જ મને લાગે છે કે આપણે ફિલ્મ જોઈ શકીશું.’ નિરંજને કહ્યું.
પ્રશ્ન 3.
ના સાહેબ આપે આજે અમને ઘણી મદદ કરી છે
ઉત્તર :
“ના રે, સાહેબ ! બાપે આજે અમને ઘણી મદદ કરી છે.”
5. નીચેનાં વાક્યોમાંથી ક્રિયાપદ શોધી તેની મૂળ જગ્યા પર મૂકી, વાક્ય ફરીથી લખો :
પ્રશ્ન 1.
આવો ખાવા મારાં ચાખેલાં બોર.
ઉત્તર :
ક્રિયાપદ : ખાવા આવો
વાક્ય : મારાં ચાખેલાં બોર ખાવા આવો.
પ્રશ્ન 2.
રાજાએ સાંભળ્યો ફકીરનો જવાબ.
ઉત્તર :
ક્રિયાપદ : સાંભળ્યો
વાક્ય : રાજાએ ફકીરનો જવાબ સાંભળ્યો.
પ્રશ્ન 3.
ચારે બાજુ હતાં પંખીઓનાં વીખરાયેલાં પીંછાં.
ઉત્તર :
ક્રિયાપદ : વીખરાયેલાં હતાં.
વાક્ય : ચારેબાજુ પંખીઓનાં પીંછાં વીખરાયેલાં હતાં.
પ્રશ્ન 4.
બા તો ગયાં સીધાં બાપુ પાસે.
ઉત્તર :
ક્રિયાપદ : ગયાં
વાક્ય : બા તો સીધાં બાપુ પાસે ગયાં.
પ્રશ્ન 5.
તમે વાપરી હશે લાકડામાંથી બનાવેલી કાંસકી.
ઉત્તર :
ક્રિયાપદ : વાપરી હશે
વાક્ય : તમે લાકડામાંથી બનાવેલી કાંસકી વાપરી હશે.
6. સૂચના પ્રમાણે કરો :
પ્રશ્ન 1.
આ પાઠમાં વપરાયેલા અંગ્રેજી શબ્દોની યાદી કરો.
ઉત્તર :
આ પાઠમાં વપરાયેલા અંગ્રેજી શબ્દો : ટિકિટ, થિયેટર, હાઉસફુલ, લેટરપેડ, મેનેજર, ડિસ્ટ્રિક્ટ, ગવર્નર, ઍ , ચૈર્સ, ખૂન, બાલ્કની, ઇન્ટરવલ, ઑફિસ, ક્લાર્ક, ઇન્ટરવ્યુ, હેડ ઑફિસ, કંપની, મીન્સ, ટેબલ, ઑલરાઇટ, કૅબિન.
પ્રશ્ન 2.
વ્યવહારમાં વપરાતા આવા બીજા અંગ્રેજી શબ્દોની યાદી કરો.
ઉત્તર :
થેંક્સ, બુક્સ, કિચન, વૉટરબૅગ, વોટરજગ, બસસ્ટેન્ડ, બોક્સ, બૉલપેન, બેંગલ, ડૉરબેલ, રિમોટ, ટ્યૂબલાઇટ, લેટરબૉક્સ, રેલવેસ્ટેશન, વિન્ડો, ટૉઇલેટ, માર્કેટ, ટીવી, એ.સી., બલ્બ, બૉલ, ટેન્કર, ડૉક્ટર, ફેન, એપલ.
પ્રશ્ન 3.
આ શબ્દો પૈકી કોઈ પણ બે શબ્દો પરથી ત્રણ-ત્રણ વાક્યો બનાવો.
ઉત્તર :
બૉલપેન :
- તમારી પાસે બૉલપેન છે?
- મારી પાસે વાદળી રંગની બૉલપેન છે.
- જીમીની બૉલપેન શાળામાં ખોવાઈ ગઈ.
વૉટરબૅગઃ
- વૉટરબૅગમાં પાણી ઘણા સમય સુધી હું રહે છે.
- ફરવા જતી વખતે વૉટરબેગમાં પાણી ભરીને લઈ જવું જોઈએ.
- વૉટરબૅગ નાની પણ હોય અને મોટી પણ હોય.
Std 6 Gujarati Textbook Solutions Chapter 11 એક જાદુઈ પત્રની વાર્તા Additional Important Questions and Answers
ભાષાસજતા
સમાનાર્થી શબ્દો આપો :
- હરીફાઈ – સ્પર્ધા
- પ્રયત્ન – પ્રયાસ
- ઇનામ – પુરસ્કાર
- વેવિશાળ – સગપણ
- મુશ્કેલ – કઠિન
- ભય – ડર
- લાભ – ફાયદો
- સ્મિત – હાસ્ય
- ફરજ – કર્તવ્ય
- વિવેક – સભ્યતા, વિનય
વિરુદ્ધાર્થી શબ્દો આપો :
- મુકેલ × સહેલું
- ભય × નિર્ભય
- લાભ × ગેરલાભ
- સુલેખન × કુલેખન
- સમજ × ગેરસમજ
- પ્રશ્ન × ઉત્તર
- વિવેક × અવિવેક
- હિંમત × નાહિંમત
નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો:
- ટિકીટ – ટિકિટ
- હરિફાઈ – હરીફાઈ
- વેવીશાળ – વેવિશાળ
- દીગમુઢ – દિમૂઢ (દિમૂઢ)
- કારકીર્દિ – કારકિર્દી
- આત્મવિસ્વાસ – આત્મવિશ્વાસ
નીચેના શબ્દસમૂહ માટે એક-એક શબ્દ આપો :
- સારાસાર છૂટો પાડવાની કે સમજવાની બુદ્ધિ – વિવેક
- પોતાની શક્તિ ઉપરનો વિશ્વાસ – આત્મવિશ્વાસ
- મનમાં કહેલું – સ્વગત
નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં લખો
પ્રશ્ન 1.
દિમૂઢ, ખૂન, નુસખા, થિયેટર, ક્લાર્ક, મશગૂલ
ઉત્તર :
ક્લાર્ક, થિયેટર, દિમૂઢ, નુસખા, પૂન, મશગૂલ
નીચેનાં વાક્યોમાંથી નામપદ અને ક્રિયાપદ અલગ તારવોઃ
પ્રશ્ન 1.
નિરંજન એક રવિવારે મારે ત્યાં આવ્યો.
ઉત્તર :
નામપદ : નિરંજન, ક્રિયાપદ : આવ્યો
પ્રશ્ન 2.
વડલો આળસ મરડી ઊભો થયો.
ઉત્તર :
નામપદ : વડલ, ક્રિયાપદ ; ઊભો થયો
નીચેનાં વાક્યોમાં યોગ્ય વિરામચિહનો મૂકોઃ
પ્રશ્ન 1.
1. કેમ હું ખોટું કહેતો હતો ઉત્તર: “કેમ હું ખોટું કહેતો હતો ?”
2. અરે એમાં તકલીફ શાની ઉત્તર : “અરે ! એમાં તકલીફ શાની ?”
3. ઊભા રહો હું બે એક્સ્ટ્રા ચૅર્સ મુકાવી દઉં
ઉત્તર :
“ઊભા રહો, હું બે એક્સ્ટ્રા ચૅર્સ મુકાવી દઉં.”
પરીક્ષાલક્ષી વિશેષ પ્રશ્નોત્તર
નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં આપો:
પ્રશ્ન 1.
થિયેટર પર શેનું પાટિયું ઝૂલતું હતું?
ઉત્તર :
થિયેટર પર ‘હાઉસફુલ’નું પાટિયું ઝૂલતું હતું.
પ્રશ્ન 2.
નિરંજને ખિસ્સામાંથી શું કાઢ્યું?
ઉત્તર :
નિરંજને ખિસ્સામાંથી એક કાગળ (પત્ર કાઢ્યો.
પ્રશ્ન 3.
પત્રની શી ખાસિયત હતી?
ઉત્તર :
પત્રની ખાસિયત એ હતી કે તે કઈ ભાષામાં લખાયેલો છે એ ઉકેલવાનું બહુ મુશ્કેલ હતું.
પ્રશ્ન 4.
ફિલ્મ જોવા નિરંજને કેવો નુસખો અજમાવ્યો?
ઉત્તર :
ફિલ્મ જોવા નિરંજને ન વાંચી શકાય એવો એક પત્ર ભલામણાઅર્થ થિયેટરના મૅનેજરના હાથમાં મૂક્યો.
પ્રશ્ન 5.
એક સુવિખ્યાત કંપનીમાં કઈ જગ્યા માટે ભરતી કરવાની હતી?
ઉત્તર:
એક સુવિખ્યાત કંપનીમાં ક્લાર્કની જગ્યા માટે ભરતી, કરવાની હતી.
પ્રશ્ન 6.
એક ઉક્તિ અનુસાર જયાં દેવદૂતો પગ મૂકતાં ડરે છે ત્યાં કોણ દોડી જાય છે?
ઉત્તર :
જયાં દેવદૂતો પગ મૂકતાં ડરે છે ત્યાં મૂર્ખાઓ દોડી જાય છે.
પ્રશ્ન 7.
મૅનેજરના ટેબલ પરના પાટિયા પર કોના નામનું બોર્ડ હતું?
ઉત્તર :
મૅનેજરના ટેબલ પરના પાટિયા પર એમ. જી. વેદના નામનું બોર્ડ હતું.
નીચેનાં વાક્યો કોણ બોલે છે અને બંને કહે છે, તે લખો :
પ્રશ્ન 1.
“તેથી જ મને લાગે છે કે આપણે ફિલ્મ જોઈ શકીશું.”
ઉત્તરઃ
આ વાક્ય નિરંજન બોલે છે અને તેના મિત્રને (લેખકને) કહે છે.
પ્રશ્ન 2.
“તમે તો જાણો છે કે આજનો શો હાઉસફુલ’ છે.”
ઉત્તર :
આ વાક્ય થિયેટરના મૅનેજર બોલે છે અને નિરંજનને કહે છે.
પ્રશ્ન 3.
“ના રે, નક સાહેબ ! આજે આપે અમને ઘણી મદદ કરી છે.”
ઉત્તર :
આ વાક્ય નિરંજનનો મિત્ર (લેખક) બોલે છે અને થિયેટરના મૅનેજરને કહે છે.
પ્રશ્ન 4.
“ગુરુએ શિષ્ય પર ભરોસો રાખવો જોઈએ.”
ઉત્તર :
આ વાક્ય નિરંજનનો મિત્ર લેખક) બોલે છે અને નિરંજનને કહે છે.
પ્રશ્ન 5.
“મેં મારી જ ઉપર કદી પત્ર લખ્યો હોય એવું મને યાદ આવતું નથી.”
ઉત્તરઃ
આ વાક્ય વેદસાહેબ બોલે છે અને નિરંજનના મિત્રને (લેખકને) કહે છે.
નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો:
પ્રશ્ન 1.
લેખક અને તેમના મિત્ર નિરંજને રવિવારે ક્યાં જવાનું નક્કી કર્યું?
A. એક મિત્રના ઘરે
B. ફરવા
C. ફિલ્મ જોવા
D. બગીચામાં
ઉત્તર :
C. ફિલ્મ જોવા
પ્રશ્ન 2.
થિયેટર પર શાનું પાટિયું ઝૂલતું હતું?
A. હાઉસફુલ
B. ધૂમ્રપાન નિષેધ
C. લાઈનમાં ઉભા રહો.
D. શો બંધ છે.
ઉત્તર :
A. હાઉસફુલ
પ્રશ્ન 3.
નિરંજને ખિસ્સામાંથી શું કર્યું?
A. ટિકિટ
B. પૈસા
C. કાગળ (પત્ર)
D. ચશ્માં
ઉત્તર :
C. કાગળ (પત્ર)
પ્રશ્ન 4.
વેદસાહેબ કયો હોદો ધરાવતા હતા?
A. એક કંપનીના મેનેજર
B. જનરલ ઓફિસર
C. કલેક્ટર
D. મામલતદાર
ઉત્તર :
A. એક કંપનીના મેનેજર
પ્રશ્ન 5.
મેનેજરે બંને છોકરાઓ માટે ફિલ્મ જોવાની શી વ્યવસ્થા કરી?
A. બે ટિકિટની વ્યવસ્થા કરી આપી.
B. બાલ્કનીમાં બે એક્સ્ટ્રા ચૅર્સ મુકાવી.
C. બીજા શોમાં આવવા જણાવ્યું.
D. બીજા દિવસે આવવા જણાવ્યું.
ઉત્તર :
B. બાલ્કનીમાં બે એક્સ્ટ્રા ચૅર્સ મુકાવી.
પ્રશ્ન 6.
ઇન્ટરવલમાં છોકરાઓને બોલાવવા કોણ આવ્યું?
A. મેનેજર
B. પટાવાળો.
C. પોલીસ
D. વેદસાહેબ
ઉત્તર :
B. પટાવાળો.
પ્રશ્ન 7.
બંને મિત્રો શાના આધારે મફતમાં ફિલ્મ જોઈ શક્યા?
A. પૈસાના આધારે
B. સંબંધના આધારે
C. જાદુઈ પત્રના આધારે
D. મિત્રના આધારે
ઉત્તર :
C. જાદુઈ પત્રના આધારે
પ્રશ્ન 8.
લેખક ઈન્ટરવ્ માટે ગયા હતા તે કંપનીના મેનેજર કોણ હતા?
A. દવે સાહેબ
B. વેદસાહેબ
C. કોઠારી સાહેબ
D. શર્મા સાહેબ
ઉત્તર :
B. વેદસાહેબ
પ્રશ્ન 9.
લેખકને ક્યાં અને કઈ નોકરી મળી ?
A. એક શાળામાં શિક્ષકની
B. થિયેટરના મૅનેજરની
C. વેદસાહેબની ઑફિસમાં ક્લાર્કની
D. કંપનીના મેનેજરની
ઉત્તર :
C. વેદસાહેબની ઑફિસમાં ક્લાર્કની
એક જાદુઈ પત્રની વાર્તા Summary in Gujarati
એક જાદુઈ પત્રની વાર્તા પાઠ-પરિચય :
‘રેક જદુઈ પત્રની વાત’ એ હાસ્યવાર્તા છે. લેખકે વિશિષ્ટ પરિસ્થિતિને કાસ નિષ્પન્ન થાય તે રીતે વર્ણવી છે. ફલેખનની હરીફાઈમાં પ્રથમ નંબર મેળવે, એટda ખરાબ અક્ષરોવાળો એક પત્ર લઈ લેખકે સહેલાઈયો ને જઈ શકે તેવાં કામોને શક્ય બનાવ્યાં છે. કામ કરતી વખતના સંવાદો, હવભાવ વગેરે હારક છે. આખો પાઠ કાલ્પનિક છે, તે જીવનમાં ભરતી વિચિત્ર પરિસ્થિતિઓને સહજ લેવાનો સંદેશ આપે છે.
રૂઢિપ્રયોગો: અર્થ અને વાક્યપ્રયોગ
મેળ પડી જવો – બંધબેસતું થવું
વાક્ય : છેલ્લી ઘડીએ ટિકિટ મળી જતાં વિશાલને ફિલ્મ જોવાનો મેળ પડી ગયો.
પત્તો ન ખાવો – લાગ ન મળવો, ન ફાવવું
વાક્ય ઘણી કોશિશ કરવા છતાં ચોરને શેઠના ઘરે ચોરી કરવાનો પત્તો ન ખાધો.
ઠાવકાઈથી કહેવું – ગંભીરતાથી કહેવું
વાક્ય : પિતાએ પુત્રને ઠાવકાઈથી ભણવા બાબતે કહ્યું.
પોલ પકડાઈ જવી – જૂઠાણું પકડાઈ જવું
વાક્ય : છેવટે પિતા સમક્ષ પુત્રની પોલ પકડાઈ ગઈ.
ભરાઈ પડવું – ફસાઈ જવું
વાક્ય : અચાનક પોલીસ આવી જતાં ચોર ભરાઈ પડ્યો.
એક જાદુઈ પત્રની વાર્તા શબ્દાર્થ :
- થિયેટર – નાટકશાળા, રંગભૂમિ
- વેવિશાળ – સગપણ
- કૅબિન – નાની ઓરડી
- સનાતન – પરાપૂર્વથી ચાલ્યું આવતું લાયન્સ
- ક્લબ – એક આંતરરાષ્ટ્રીય સામાજિક સંસ્થા
- ડિસ્ટ્રિક્ટ ગવર્નર – જિલ્લાનો વડો હાકેમ
- દિફમૂઢ – આશ્ચર્યચક્તિ, છક
- ઠાવકાઈ – ગંભીરતા
- વિકટ – મુશ્કેલ
- ઍસ્ટ્રા ચૅર્સ – વધારાની ખુરશીઓ
- ખૂન – પટાવાળો
- બાલ્કની – (અહીં) થિયેટર (રંગભૂમિ)માં છજા જેવું (પ્રેક્ષકો માટે બેસવાનું ખાસ સ્થાન
- ટીખળી – મરક
- નુસખા – ઉપાય, પ્રયોગો
- અપ્રતિમ – શ્રેષ્ઠ
- ઇન્ટરવલ – વિરામ
- પ્રત્યુત્તર – સામો જવાબ
- શિષ્ય – વિદ્યાર્થી, ચેલો
- નેત્ર – આંખ
- ક્લાર્ક – કારકુન
- ઇન્ટરવ્યુ – રૂબરૂ મુલાકાત
- તુક્કો – મનનો તરંગ
- આવડત – કુશળતા
- હેડ ઑફિસ – મુખ્ય કાર્યાલય (કચેરી)
- ગલ્લાં તલ્લાં – બહાનાં, આનાકાની
- અમોઘ – મૂલ્યવાન, અફળ
- મશગૂલ – તલ્લીન
- સ્વગત – મનમાં કહેલું
- ઑલરાઇટ – બધું ઠીક છે.