Class 6 Gujarati Textbook Solutions Chapter 14 સારા અક્ષર

Gujarat Board GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 14 સારા અક્ષર Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 6 Gujarati Textbook Solutions Chapter 14 સારા અક્ષર

Class 6 Gujarati Textbook Solutions Chapter 14 સારા અક્ષર પ્રવાસ Textbook Questions and Answers

અભ્યાસ

1. નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પનો ક્રમઅક્ષર પ્રશ્નની સામે આપેલા [ ] માં લખો :

પ્રશ્ન 1.
મેહુલની નોટ સાહેબ વર્ગનાં બધાં બાળકોને બતાવે છે કારણ કે.. [ ]
(ક) નોટનાં પાનાં લીસાં હતાં.
(ખ) તે કાયમ નિયમિત લેસન કરે છે.
(ગ) તેના અક્ષરોની વાત બતાવવા માગે છે.
(ઘ) તેણે હોમવર્ક સરસ કહ્યું હતું.
ઉત્તર :
(ગ) તેના અક્ષરોની વાત બતાવવા માગે છે.

Class 6 Gujarati Textbook Solutions Chapter 14 સારા અક્ષર

પ્રશ્ન 2.
અક્ષરો સારા કાઢવા હોય તો… [ ]
(ક) મન શાંત રાખવું
(ખ) કલમથી જ લખવું
(ગ) નવી બૉલપેનની જરૂર પડે
(ઘ) લખવાનો વારંવાર મહાવરો કરવો પડે
ઉત્તર :
(ઘ) લખવાનો વારંવાર મહાવરો કરવો પડે

પ્રશ્ન 3.
તમે પહેલા ધોરણમાં ભણતાં ત્યારે સાહેબ આડી-ઊભી-ત્રાંસી લીટી દોરાવતા કારણ કે… []
(ક) લખવાનો મહાવરો થાય
(ખ) અક્ષરના વળાંક સુધરે
(ગ) ચિત્ર દોરતાં આવડે
(ઘ) આનંદ પડે
ઉત્તર :
(ખ) અક્ષરના વળાંક સુધરે

2. નીચેના દરેક પ્રશ્નનો એક-એક વાક્યમાં ઉત્તર આપો :

પ્રશ્ન 1.
સાહેબ બધાંને મેહુલની નોટ બતાવે છે, તે બાબતે હાર્દિક શું માને છે ?
ઉત્તર :
સાહેબ બધાંને મેહુલની નોટ બતાવે છે તે બાબતે હાર્દિક માને છે કે, મેહુલની નોટનાં પાનાં લીસાં તથા સરસ છે તેથી જ . સાહેબ મેહુલની નોટ ક્લાસમાં બધાને બતાવતા હશે.’

પ્રશ્ન 2.
‘ચારજો’ને બદલે કયો શબ્દ વંચાયો ?
ઉત્તર :
‘ચાર’ને બદલે ‘મારજો’ શબ્દ વંચાયો.

પ્રશ્ન 3.
સોનલના પપ્પા તેને કેવી નોટ લાવી આપે છે ?
ઉત્તર :
સોનલના પપ્પા તેને બહુ મોંધી ન હોય તેવી નોટ લાવી આપે છે.

Class 6 Gujarati Textbook Solutions Chapter 14 સારા અક્ષર

પ્રશ્ન 4.
અશરફ કલમને શેમાં બોળવાનું કહે છે ?
ઉત્તર :
અશરફ કલમને શાહીના ખડિયામાં બોળવાનું કહે છે.

3. નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યમાં આપો :

પ્રશ્ન 1.
ઓડનું ચોડ વેતરાઈ જવું એટલે શું ?
ઉત્તર :
‘ઓડનું ચોડ વેતરાઈ જવું એટલે સાવ ઊંધું થવું.

પ્રશ્ન 2.
સોનલનાં દાદીમાએ અક્ષર સુધારવા માટે શી સલાહ આપી ?
ઉત્તર :
સોનલનાં દાદીમા અક્ષર સુધારવા માટે કહેતાં કે, સવારે વહેલા ઊઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવાના અને પછી એ ઠરેલા હાથે ધીમે ધીમે લખવાનું. સ્વાધ્યાય

સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :

પ્રશ્ન 1.
બધાં બાળકો મેહુલની નોટ કેમ જોતાં હતાં ?
ઉત્તર :
બધાં બાળકો મેહુલની નોટ જતાં હતા, કારણ કે મેહુલની નોટનાં પાનાં સરસ લીસાં હતાં અને મેહુલના અક્ષર પણ સર્સ હતા.

Class 6 Gujarati Textbook Solutions Chapter 14 સારા અક્ષર

પ્રશ્ન 2.
સોનલના અક્ષર સારા આવે છે, તેનું કયું કારણ રાધા આપે છે ?
ઉત્તર :
સોનલ અણીવાળી પેન્સિલથી લખે છે, એના લીધે તેના અક્ષર સારા આવે છે તેવું કારણ રાધા આપે છે.

પ્રશ્ન 3.
ગાંધીજીએ અક્ષરો વિશે શું કહ્યું છે ?
ઉત્તર :
ગાંધીજીએ અક્ષરો વિશે કહ્યું છે કે, ‘ખરાબ અક્ષરો એ અિધૂરી કેળવણીની નિશાની છે.’

પ્રશ્ન 4.
કલમથી કેવી રીતે લખાય છે ?
ઉત્તર :
કલમને શાહીમાં બોળીને લખવાનું હોય છે.

પ્રશ્ન 5.
ધવલે કલમના બદલે બૉલપેનથી લખવાના કયા ફાયદા બતાવ્યા ?
ઉત્તર :
ધવલે કલમના બદલે બોલપેનથી લખવાના આ ફાયદા બતાવ્યા : નહિ અણી છોલવાની ચિંતા, નહિ શાહી ભરવાની માથાકૂટ અને હાથ પણ ગંદા ન થાય.

Class 6 Gujarati Textbook Solutions Chapter 14 સારા અક્ષર

પ્રશ્ન 6.
ખરાબ અક્ષરને લીધે થતા ગોટાળા માટે લેખિકાએ કયાં-કયાં ઉદાહરણ આપ્યાં છે ?
ઉત્તર :
ખરાબ અક્ષરને લીધે થતા ગોટાળા માટે લેખિકાએ આ ઉદાહરણ આપ્યાં છે લખ્યું હતું માટલું બરાબર સાફ કરો, ઓટલો બરાબર વાળજો.’ અને વંચાયું એવું, ‘ચાટલું બરાબર સાફ કરજો, ચોટલો બરાબર વાળો.’ ‘લખ્યું હતું ‘ઢોરને બરાબર ચારો’ અને વંચાયું ‘ઢોરને બરાબર મારજો.’

2. અક્ષરો સુધારવા માટે કોણ કઈ રીત બતાવે છે તે લખો :

પ્રશ્ન 1.
1. સોનલ – ………..
2. ધવલ – ………..
3. રાધા – ………..
4. અશરફ – ………..
ઉત્તર :
1. સોનલ: અક્ષરો સુધારવા માટે સોનલ કહે છે કે, સવારે વહેલા ઊઠીને ઠંડા પાણીમાં હાથ નાખી દેવાના અને હાથ ઠરી જાય પછી એવા હાથે ધીમે ધીમે સરસ રીતે લખવાનું, જેથી અક્ષરો સારા આવે.
2. ધવલ : ધવલ કહે છે કે બૉલપેનથી લખવાથી અક્ષર સારા આવે. વળી, સુલેખનની નોટમાં લખીને મહાવરો કરવાથી પારા અક્ષર સારા આવે.
3. રાધા: રાધા સારા અક્ષર માટે કહે છે કે પાટલી પર ભીની માટી પાથરીને સરસ વળાંકવાળા અક્ષર લખવા, માટી સુકાઈ જાય પછી એ અક્ષરની અંદર લખ્યા કરવાથી અક્ષર સારા આવે છે.
4. અશરફ અશરફ કહે છે કે, પેન્સિલ જેટલી લાકડીને આગળથી તીરછી છોલીને કલમ બનાવવી. એ કલમને દેવાતમાં એટલે કે ખડિયામાં બોળીને લખવાથી અક્ષર સારા આવે તેમજ ચિત્રો દોરવાથી પણ અક્ષરના વળાંક સારા આવે.

3. નીચેની ગદ્યસૂક્તિનો વિચાર-વિસ્તાર કરો :
‘ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે.’

પ્રશ્ન 1.
નીચેની ગદ્યસૂક્તિનો વિચાર-વિસ્તાર કરો :
‘ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે.’
ઉત્તર :
સુંદર અક્ષરોનું બહુ મહત્ત્વ છે. વ્યક્તિનો પરિચય તેના અક્ષરથી પણ થઈ શકે છે. જેના અક્ષર સારા હોય તે બધી બાબતોમાં વ્યવસ્થિત હોય છે. સુંદર અક્ષરો હાથનું ઘરેણું છે. બાળકને સારા અક્ષરનું મહત્ત્વ સમજાવવું જોઈએ. સુંદર અક્ષરે લખવાની સ્પર્ધા પણ રાખી શકાય. સુંદર અક્ષરોનું પ્રદર્શન પણ ગોઠવવું જોઈએ. આપણે ગમે તેટલું શિક્ષણ પ્રાપ્ત કર્યું હશે પણ જો આપણા અક્ષર ખરાબ હશે તો આપણું શિક્ષણ અધૂરું જ ગણાશે.

4. (ક) નીચેના રૂઢિપ્રયોગોના અર્થ આપી વાક્યો બનાવો :

પ્રશ્ન 1.
વાતોનાં વડાં કરવાં
ઉત્તર :
અર્થ : નકામી લાંબી વાતો કરવી
વાક્ય : પ્રશાંતભાઈ ઑફિસમાં આવીને વાતોનાં વડાં કરતા રહે છે.

Class 6 Gujarati Textbook Solutions Chapter 14 સારા અક્ષર

પ્રશ્ન 2.
ઓડનું ચોડ વેતરાઈ જવું
ઉત્તર :
અર્થ : ધારણા કરતાં સાવ ઊંધું થવું
વાક્ય : રાધાબહેનના ખરાબ અક્ષરોને લીધે ઔડનું ચોડ વેતરાઈ ગયું.

(બ) નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દ લખો :

પ્રશ્ન 1.

  1. લીસાં – ………..
  2. અણિયાળી – ………..
  3. મોંઘું – ………..
  4. ધીરજ – ………..

ઉત્તર :

  1. લીસાં × ખરબચડાં
  2. અણિયાળી × બી
  3. મધું × સસ્તુ
  4. ધીરજ × ઉતાવળ

5. સૂચના પ્રમાણે કરો :

પ્રશ્ન 1.
આ પાઠમાં વપરાયેલા પાંચ અંગ્રેજી શબ્દો શોધીને લખો.
ઉત્તર :
આ પાઠમાં વપરાયેલા અંગ્રેજી શબ્દો : લેસન, નોટબુક, ક્લાસ, પેન્સિલ, બ્લેડ, પેન, માર્ક્સ.

પ્રશ્ન 2.
તમે શોધેલા શબ્દો સાથે અનુબંધ ધરાવતા બીજા શબ્દો લખો.
ઉદા. લેસન – નોટબુક
ઉત્તર :

  • નોટબુક – પેન
  • બ્લેડ – પેન્સિલ
  • ક્લાસ – બેન્ચીસ
  • માફર્સ – પેપર
  • પેન્સિલ – લેટર

પ્રશ્ન 3.
આ બંને શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો.
ઉત્તર :

  1. મારી લેસનની નોટબુક ભરાઈ ગઈ છે.
  2. દફતરમાં નોટબુક અને પેન મૂકી છે.
  3. ક્લાસમાં જરૂરી બેન્ચીસ છે.
  4. પેન્સિલથી લખેલો લેટર પોસ્ટ કર્યો છે,
  5. પેન્સિલને બ્લેડ વડે ન બોલવી જોઈએ.
  6. ગુજરાતીના પેપરમાં હિતેશને સાઇઠ માર્ક્સ આવ્યા.

Class 6 Gujarati Textbook Solutions Chapter 14 સારા અક્ષર

પ્રશ્ન 4.
અનુબંધ ધરાવતા શબ્દો તમે કયા આધારે લખ્યા ? તમે વાક્યો કેવી રીતે બનાવી શક્યા ? વર્ગમાં ચર્ચા કરો.
ઉત્તર :
વસ્તુ અને વપરાશને આધારે અમે અનુબંધ ધરાવતા શબ્દો શોધ્યા તથા કર્તા, કર્મ અને ક્રિયાપદની ગોઠવણીને આધારે વાક્ય બનાવ્યાં.

6. આ પાઠમાં તમને કોનું પાત્ર સૌથી વધારે ગમ્યું? શા માટે ?

પ્રશ્ન 1.
આ પાઠમાં તમને કોનું પાત્ર સૌથી વધારે ગમ્યું? શા માટે ?
ઉત્તર :
આ પાઠમાંથી મને મેહુલનું પાત્ર સૌથી વધારે ગમ્યું. મેહુલ ભણવામાં હોશિયાર છે. તે દરેક કામ સમયસર કરે છે. એના અક્ષર મોતીના દાણા જેવા સુંદર છે. તે રમવાના સમય પહેલાં પોતાનું હોમવર્ક પૂરું કરી દે છે. ક્લાસટીચર પણ મેહુલની નોટ અન્ય વિદ્યાર્થીઓને પ્રેરણા મળે તે માટે ક્લાસમાં બતાવતા રહે છે.

Std 6 Gujarati Textbook Solutions Chapter 14 સારા અક્ષર Additional Important Questions and Answers

ભાષાસજતા

સમાનાર્થી શબ્દો આપોઃ

  • વાટ – રાહ
  • દવાત – ખડિયો
  • ચાટલું – દર્પણ
  • કોશિશ – પ્રયત્ન

વિરુદ્ધાર્થી શબ્દો આપો :

  • શાંતિ × અશાંતિ
  • સારા × ખરાબ
  • કામનું × નકામું
  • ચીખનું × ગંદું
  • અધૂરું × પૂરું
  • ધીમું × ઝડપી
  • ભીનું × સૂકું
  • સફળતા × નિષ્ફળતા

નીચેનાં વાક્યોમાંથી વિશેષણ અને વિશેષ શોધી અલગ તારવો :

પ્રશ્ન 1.
ગંદા અક્ષરની તો મને શરમ આવે છે.
ઉત્તર :
વિશેષણ : ગંદા
વિશેષ્ય : અક્ષર

પ્રશ્ન 2.
સોનલ અણીવાળી પેન્સિલથી લખે છે.
ઉત્તર :
વિશેષણ : અણીવાળી
વિશેઠ : પેન્સિલ

Class 6 Gujarati Textbook Solutions Chapter 14 સારા અક્ષર

પ્રશ્ન 3.
મારા પપ્પા મારા માટે મોંઘી નોટ ક્યાં લાવે છે?
ઉત્તર :
વિશેષણ : મોંઘી
વિશેષ્ય : નોટ

પ્રશ્ન 4.
નોટનાં પાનાં લીસાં છે.
ઉત્તર :
વિશેષણ : લીસા
વિશેષ્ય : પાનાં

પ્રશ્ન 5.
ટૂંકા વાળમાં ચોટલો વાળવાની કોશિશ કર્યા કરે.
ઉત્તર :
વિશેષણ : ટૂંકા
વિશેષ્ય : વાળ

નીચેનાં વાક્યોમાં યોગ્ય વિરામચિહ્નો મૂકો :

પ્રશ્ન 1.
હા પણ લીસાં અને સરસ પાનાં હોય તો અક્ષર સરસ જ આવે ને.
ઉત્તર :
છે, પણ લીસાં અને સરસ પાનાં હોય, તો અક્ષર સરસ જ આવે ને !

પ્રશ્ન 2.
કેમ શું થયું
ઉત્તર :
કેમ, શું થયું?

પ્રશ્ન 3.
જોને સોનુ તું જ કહે એને આ મારી વાત સમજતો નથી
ઉત્તર :
જોને, સોનુ, તું જ કહે એને, આ મારી વાત સમજતો નથી.

પ્રશ્ન 4.
ખબર પડી ત્યારે બહુ હસ્યાં હશો નહિ
ઉત્તર :
ખબર પડી ત્યારે બહુ હસ્યાં હશો, નહિ?

Class 6 Gujarati Textbook Solutions Chapter 14 સારા અક્ષર

પ્રશ્ન 5.
એવી બધી તો પપ્પાને ખબર પડે જ ને
ઉત્તર :
એવી બધી તો પપ્પાને ખબર પડે જ ને !

પરીક્ષાલક્ષી વિશેષ પ્રશ્નોત્તર

નીચેના પ્રશ્નોના ઉત્તર એક-એક વાક્યમાં આપો:

પ્રશ્ન 1.
હાર્દિક રમવા બોલાવવા આવ્યો ત્યારે મેહુલ શું કરતો હતો?
ઉત્તર :
હાર્દિક રમવા બોલાવવા આવ્યો ત્યારે મેહુલ લેસન કરતો હતો.

પ્રશ્ન 2.
મેહુલની નોટનાં પાનાં કેવાં હતાં?
ઉત્તર :
મેહુલની નોટનાં પાનાં લીસાં હતાં.

Class 6 Gujarati Textbook Solutions Chapter 14 સારા અક્ષર

પ્રશ્ન 3.
કોના અક્ષર ગમે તેના પર લખવા છતાં સરસ આવે છે?
ઉત્તર :
સોનલના અક્ષર ગમે તેના પર લખવા છતાં સરસ આવે છે.

પ્રશ્ન 4.
અશરફના મતે શાનાથી લખીએ તો અક્ષર સરસ આવે ?
ઉત્તર :
અશરફના મતે કલમથી લખીએ તો અળ૨ સરસ આવે.

પ્રશ્ન 5.
બૉલપેનથી લખવાના ફાયદા કોણ સમજાવે છે?
ઉત્તર :
બૉલપેનથી લખવાના ફાયદા ધવલ સમજાવે છે.

પ્રશ્ન 6.
ખરાબ અક્ષરના લીધે કોના માર્ક્સ કપાઈ જાય છે?
ઉત્તર :
ખરાબ અક્ષરના લીધે હાર્દિકના માર્ક્સ કપાઈ જાય છે.

નીચેનાં વાક્યો કોણ બોલે છે તે જણાવો:

પ્રશ્ન 1.
‘અરે વાહ ! તારી નોટનાં પાનાં કેવાં મસ્ત છે, લીસાં – લીસાં.’
ઉત્તર :
ઓ વાક્ય હાર્દિક બોલે છે.

પ્રશ્ન 2.
‘મારા પપ્પા મારા માટે મોંધી – મોઘી નોટ ક્યાં લાવે છે?’
ઉત્તર :
આ વાક્ય સોનલ બોલે છે.

પ્રશ્ન 3.
‘અબુ તો એમ જ કહે છે કે કલમથી લખીએ, તો જ અક્ષર સરસ આવે.’
ઉત્તર :
આ વાક્ય અશરફ બોલે છે.

Class 6 Gujarati Textbook Solutions Chapter 14 સારા અક્ષર

પ્રશ્ન 4.
‘અક્ષર સારા હોય તો ગમે તેનાથી લખો, અક્ષર સારા જ આવે.’
ઉત્તર :
આ વાક્ય રાધા બોલે છે.

પ્રશ્ન 5.
‘ધીરજ રાખીને સતત પ્રયત્ન કરીશ, તો ચોક્કસ સફળ થઈશ.’
ઉત્તર :
આ વાક્ય મેહુલ બોલે છે.

નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો:

પ્રશ્ન 1.
સાહેબ ક્લાસમાં હંમેશાં કોની નોટ બતાવતા હતા ?
A. મેહુલની
B. હાર્દિકની
C. ધવલની
D. અશરફની
ઉત્તર :
A. મેહુલની

પ્રશ્ન 2.
‘મારા અક્ષર તો ગમે તેના પર લખું પણ સરસ આવે છે.’ આ વાક્ય કોણ બોલે છે ?
A. સોનલ
B. રાધા
C. હાર્દિક
D. અશરફ
ઉત્તર :
A. સોનલ

પ્રશ્ન 3.
કોણ આખો દિવસ પેન્સિલ છોલ-છોલ કરતું?
A. રાધા
B. સોનલ
C. મેહુલ
D. હાર્દિક
ઉત્તર :
B. સોનલ

Class 6 Gujarati Textbook Solutions Chapter 14 સારા અક્ષર

પ્રશ્ન 4.
સોનલ પેન્સિલ છોલવા શાનો ઉપયોગ કરતી હતી ?
A. બ્લેડ
B. ચપ્પ
C. કટર
D. સંચો
ઉત્તર :
D. સંચો

પ્રશ્ન 5.
‘કલમથી લખીએ તો જ અક્ષર સરસ આવે.’ – એવું કોણ માનતું હતું?
A. હાર્દિક
B. હાર્દિકના પિતા
C. અશરફ
D. અશરફના અબુ (પિતા)
ઉત્તર :
D. અશરફના અબુ (પિતા)

પ્રશ્ન 6.
કલમથી કેવી રીતે લખાય?
A. કલમમાં રીફિલ નાખીને
B. કલમમાં શાહી ભરીને
C. કલમને છોલીને
D. કલમને શાહીમાં બોળીને
ઉત્તર :
D. કલમને શાહીમાં બોળીને

પ્રશ્ન 7.
હાર્દિકના અક્ષર ખરાબ હોવાથી તેને શું નુકસાન જતું?
A. તેણે શું લખ્યું છે તે સાહેબને વંચાતું નહિ.
B. તેના માર્ક્સ કપાઈ જતા.
C. ઉપરના બંને
D. ઉપરનામાંથી એક પણ નહીં.
ઉત્તર :
C. ઉપરના બંને

Class 6 Gujarati Textbook Solutions Chapter 14 સારા અક્ષર

પ્રશ્ન 8.
‘સારા અક્ષર’ પાઠમાં ખરાબ અક્ષરોને લીધે ‘ઓટલો’ શબ્દને બદલે કયો શબ્દ વંચાય છે?
A. ચોટલો
B. રોટલો
C. પોટલો
D. ગોટલો
ઉત્તર :
A. ચોટલો

પ્રશ્ન 9.
‘ખરાબ અક્ષરો એ અધૂરી કેળવણીની નિશાની છે.’ – એવું કોણે કહ્યું છે?
A. ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનું
B. ગાંધીજીન
C. સ્વામી વિવેકાનંદ
D. રવીન્દ્રનાથ ટાગોર
ઉત્તર :
B. ગાંધીજીન

સારા અક્ષર Summary in Gujarati

સારા અક્ષર પાઠ-પરિચય :

ખરાબ અક્ષર એ અધૂરી કેળવાની નિશાની છે એવું ગાંધીજીએ કહ્યું હતું. ખરેખર જીવનમાં સારા અક્ષરનું ખૂબ મહત્વ છે. ‘ચાર ને જદરે’ ‘માર જો’ વંચાય ત્યારે કેવો અર્થનો અનર્થ થાય છે ? ‘સારા અક્ષર’ આયોજનપૂર્વકના પ્રયત્નોથી શક્ય છે તે તરફ આ પાઠમાં ધ્યાન દોરવામાં આવ્યું છે.

રૂઢિપ્રયોગ અર્થ અને વાક્યપ્રયોગ

એકડિયા-બગડિયાની જેમ – શિખાઉની જેમ
વાક્ય : એક માણસ એકડિયા-બગડિયાની જેમ છાપું વાંચતો હતો.

Class 6 Gujarati Textbook Solutions Chapter 14 સારા અક્ષર

સારા અક્ષર શબ્દાર્થ :

  • લેસન – ગૃહકાર્ય
  • ચલને – ચાલને
  • રાહ જોવી – પ્રતીક્ષા કરવી
  • કાયમ – હંમેશાં
  • ક્લાસમાં – વર્ગખંડમાં
  • છેકછાક – જયાં લખાણ, બરાબર ન લાગે ત્યાં તેના પર લીટો ખેંચવો, ચકવું
  • ભિલ્લુ – રમતનો સાથી
  • વાટ જોવી – પ્રતીક્ષા કરવી, રાહ જોવી
  • વારે – દોસ્ત
  • બટકણી – સહેલાઈથી બટકી (તૂટી) જાય એવી
  • બ્લેડ – અસ્રાની ધારવાળી પતરી
  • ભક્કમદાર – (અહીં) ધારેદાર
  • અબુ – પિતા
  • કલમ – લેખણ
  • બરુ – નેતરની જાતનું ઘાસ
  • શાહી – લખવામાં વપરાતો પ્રવાહી રંગીન પદાર્થ
  • રીફિલ – બૉલપેનમાં મૂકવાની શાહીવાળી પાતળી નળી
  • દવાત – ખડિયો, શાહી ભરવાનું સાધન
  • લિખાઈ – લખાણ બૉલપેન-રીફિલથી ચાલતી લખવા માટેની પેન
  • માથાકૂટ – ભાંજગડ, નકામી મહેનત
  • ખલાસ – સમાપ્ત, પૂરું
  • માર્ક્સ – પરીક્ષામાં પરિણામરૂપે અપાતો ગુણાંક, ગુણ
  • ગરબડ – ગોટાળો
  • ચાટલું – દર્પણ
  • કોશિશ – પ્રયાસ
  • ઢોર – ગાય, ભેંસ વગેરે ચોપગું પ્રાણી, પશુ
  • અધમૂઆં – અડધાં મરેલાં, શક્તિહીન
  • સુલેખન – સ્વચ્છ, સુંદર લખાણ

Leave a Comment

Your email address will not be published.