Class 6 Gujarati Textbook Solutions Chapter 15 ગુજરાત મોરી મોરી રે

Gujarat Board GSEB Class 6 Gujarati Textbook Solutions Chapter 15 ગુજરાત મોરી મોરી રે Textbook Exercise Important Questions and Answers, Notes Pdf.

Std 6 Gujarati Textbook Solutions Chapter 15 ગુજરાત મોરી મોરી રે

Class 6 Gujarati Textbook Solutions Chapter 15 ગુજરાત મોરી મોરી રે Textbook Questions and Answers

અભ્યાસ

નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચા વિકલ્પનો ક્રમઅક્ષર પ્રશ્નની સામે આપેલા [ ] માં લખો :

પ્રશ્ન 1.
‘મળતાં મળી ગઈ મોંઘેરી ગુજરાત’નો અર્થ…
(ક) ગુજરાતમાં જન્મ થયો એ સદ્ભાગ્ય છે.
(ખ) ગુજરાત આઝાદ બન્યું
(ગ) ગુજરાતમાં રહેવાની ખૂબ જ મજા છે.
(ઘ) ગુજરાત શાંત, સારું અને સુવિધાવાળું રાજ્ય છે.
ઉત્તર :
(ક) ગુજરાતમાં જન્મ થયો એ સદ્ભાગ્ય છે.

Class 6 Gujarati Textbook Solutions Chapter 15 ગુજરાત મોરી મોરી રે

પ્રશ્ન 2.
કાવ્યમાં ‘ગુજરાત મોરી મોરી રે…’ શબ્દો વારંવાર વપરાયા છે, એ શું બતાવે છે ?
(ક) માલિકી ભાવ
(ખ) ગાવાની મજા માટે
(ગ) ગુજરાત પ્રત્યેનો પ્રેમ
(ધ) ગુજરાતની વિશેષતા
ઉત્તર :
(ગ) ગુજરાત પ્રત્યેનો પ્રેમ

પ્રશ્ન 3.
‘ઇડરિયો ગઢ’ જોવા ક્યાં જવું પડે ?
(ક) ગીરનાર પર્વત
(ખ) ઈડરના ડુંગરા
(ગ) પાવાગઢ
(ઘ) ગબ્બર
ઉત્તર :
(ખ) ઈડરના ડુંગરા

2. નીચેના દરેક પ્રશ્નનો ઉત્તર એક-એક વાક્યમાં આપો :

પ્રશ્ન 1.
ગુજરાતને કવિએ કેવી કહી છે ?
ઉત્તર :
ગુજરાતને કવિએ ‘મોરી મોરી’ (મારી મારી) કહી છે.

Class 6 Gujarati Textbook Solutions Chapter 15 ગુજરાત મોરી મોરી રે

પ્રશ્ન 2.
નર્મદાનું બીજું નામ કહો.
ઉત્તર :
નર્મદાનું બીજું નામ રેવા છે.

પ્રશ્ન 3.
‘ચરોતર’ પ્રદેશ ક્યાં આવેલો છે ?
ઉત્તર :
ચરોતર પ્રદેશ ખેડા જિલ્લામાં આવેલો છે.

પ્રશ્ન 4.
સારસની જોડી ક્યાં સહેલ કરે છે ?
ઉત્તર :
સારસની જોડી જલકિનારે સહેલ કરે છે.

પ્રશ્ન 5.
નર્મદના સમયે ગુજરાતની સ્થિતિ કેવી હતી ?
ઉત્તર :
નર્મદના સમયે ગુજરાતની સ્થિતિ એકદમ પછાત હતી.

સ્વાધ્યાય

1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :

પ્રશ્ન 1.
કાવ્યમાં ગુજરાતના કયા-કયા પ્રદેશોનો ઉલ્લેખ કર્યો છે ? એ પ્રદેશો શા માટે જાણીતા છે ?
ઉત્તર :
કાવ્યમાં ચરોતર અને ચોરવાડ નામના પ્રદેશોની ઉલ્લેખ કરવામાં આવ્યો છે. ચોરવાડ પર્યટન સ્થળ છે, જે જૂનાગઢ જિલ્લામાં આવેલું છે. અહીંનો દરિયાકિનારો પ્રવાસીઓ માટે આફ્લાદક છે. જયારે ચરોતર તમાકુના પ્રદેશ તરીકે ઓળખાય છે. તમાકુનું વધુ વાવેતર ચરોતરમાં થાય છે.

Class 6 Gujarati Textbook Solutions Chapter 15 ગુજરાત મોરી મોરી રે

પ્રશ્ન 2.
ગુજરાતની કઈ-કઈ નદીઓ અને પર્વતોનો ઉલ્લેખ થયેલો છે ? એમની વિશિષ્ટતા જણાવો.
ઉત્તર :
આ કાવ્યમાં ગુજરાતની સાબરમતી અને રેવા (નર્મદા) નદીઓ તેમજ ગિરનાર, ઇડરિયો ગઢ અને પાવાગઢ જેવા પર્વતોનો . ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

નદીઓની વિશિષ્ટતા:

સાબરમતી : સાબરમતી નદી ઉદયપુર પાસેના ઢેબર સરોવર નજીકથી નીકળી વૌઠાથી આગળ ખંભાતના અખાતને મળે છે. તે બનાસકાંઠા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ અને ખેડા જિલ્લામાં થઈને વહે છે. તેની લંબાઈ 321 કિમી છે. તેને ખારી, વાત્રક, માઝમ, ભોગાવો, મેશ્વો, સુકભાદર, શેઢી, હાથમતી અને અંધલી નદીઓ મળે છે. વૌઠા પાસે સાત નદીઓનો સંગમ થતો હોવાનું મનાય છે.

રેવા (નર્મદા) : નર્મદા નદી મધ્ય પ્રદેશના મૈકલ પર્વતમાળાના અમરકંટક (1066 મીટર ઊંચાઈ)માંથી નીકળી ભરૂચથી 24 કિમી દૂર ખંભાતના અખાતને મળે છે. તેની કુલ લંબાઈ 1312 કિમી છે. ગુજરાતમાં તેની લંબાઈ 160 કિમી છે. તેનો કુલ વાવ વિસ્તાર 98.796 ચોરસ કિમી છે, નર્મદા હાંફેશ્વર પાસે ગુજરાતના મેદાનમાં પ્રવેશે છે. ત્યાં તેને ઓરસંગ અને કરજણ નદી મળે છે. શુકલતીર્થ અને ભરૂચની વચ્ચે તેને અમરાવતી અને ભૂખી નદી મળે છે. નર્મદાના વહનમાર્ગમાં શુકલતીર્થ પાસે કબીરવડ અને મુખ પાસે અલિયાબેટ છે. નર્મદાના કિનારે ચાંદોદ, કરનાળી, નારેશ્વર અને શુકલતીર્થ પ્રસિદ્ધ આ તીર્થસ્થળો છે. આ નદી પર નવાગામ પાસે ‘સરદાર સરોવર યોજના’ બની છે.

પર્વતોની વિશિષ્ટતા:

ગિરનાર ગિરનારની તળેટીમાં અશોકનો શિલાલેખ, દામોદરકુંડ, રેવતીકુંડ વગેરે જોવાલાયક છે. ગિરનાર પર્વતની દત્તાત્રેયની ટૂક સુધી પહોંચવા આશરે દસ હજાર પગથિયાં છે.

ઇડરિયો ગઢ : ચારેય બાજુ ખડકોની હારમાળા અને ડુંગરાઓથી ઘેરાયેલા ઈડર ગામમાં 319 મીટર ઊંચી ટેકરી પર આવેલો “ઇડરિયો ગઢ જોવાલાયક છે. ગઢમાં મંદિરો અને વાવ છે, રણમલ ચોકી જોવાલાયક છે.

પ્રશ્ન 3.
ગુજરાતનું સૌદર્ય કયા શબ્દોમાં નિરૂપવામાં આવ્યું છે ?
ઉત્તર :
ગુજરાતનું સૌંદર્ય ‘ગુજરાત મોરી મોરી રે’ એ શબ્દોમાં નિરૂપવામાં આવ્યું છે. ગુજરાત અનેક રીતે નદીઓ, ડુંગરો, સમુદ્ર, પશુ-પક્ષીઓથી સભર છે. આ બધું જ કવિએ એની ધ્રુવ પંક્તિ *ગુજરાત મોરી મોરી રે’માં આપી દીધું છે.

Class 6 Gujarati Textbook Solutions Chapter 15 ગુજરાત મોરી મોરી રે

પ્રશ્ન 4.
કાવ્યમાં જે-જે પક્ષીઓનો ઉલ્લેખ થયેલો છે, એમની વિશેષતાઓ જણાવો.
ઉત્તર :
કાવ્યમાં કોયલ અને મોર નામના બે પક્ષીઓનો ઉલ્લેખ થયેલો છે.

પક્ષીઓની વિશેષતાઓ :

કોયલ : કોયલનો રંગ કાળો હોય છે પણ તેનો અવાજ મીઠો હોય છે. તેનો કુ…કુહૂ ટહુકો કર્ણપ્રિય છે. તે દેખાવે સુંદર લાગે છે.
મોર : મોર આપણું રાષ્ટ્રીય પક્ષી છે. તે રંગબેરંગી પીંછાં ધરાવે છે. તેના માથા પરની ક્લગીથી તે સુંદર લાગે છે. એનું નૃત્ય જેવા જેવું હોય છે.

2. નીચેના પ્રશ્નોના ઉત્તર વિચારીને લખો :

પ્રશ્ન 1.
ગુજરાતમાં આવેલી નદીઓની યાદી તૈયાર કરીને કોઈ પણ એક નદી વિશે ચાર-પાંચ વાક્યો લખો.
ઉત્તર :
ગુજરાતમાં આવેલી નદીઓ ગુજરાતમાં નર્મદા, તાપી, પૂર્ણા, અંબિકા, ઓરંગા, સાબરમતી, મહી, બનાસ, સરસ્વતી, રૂપેણ, પાર, કોલક, દમણગંગા વગેરે નદીઓ આવેલી છે.

તાપી : તાપી નદી મધ્ય પ્રદેશના મહાદેવની ટેકરીઓમાં બેતુલ પાસેથી નીકળી સુરત પાસે અરબ સાગરને મળે છે. તેની કુલ લંબાઈ 720 કિમી છે. ગુજરાતમાં તેની લંબાઈ 144 કિમી છે. તાપી, ‘હાહાળ’ નામના સ્થળથી ગુજરાતમાં પ્રવેશે છે. તાપી નદી પર ‘ઉકાઈ’ અને ‘કાકરાપાર યોજના બની છે. દરિયાની ભરતીની અસર નદીમાં 45 કિમી સુધી રહે છે અને 110 કિમી સુધી તે વહીવટી માટે ઉપયોગી છે.

પ્રશ્ન 2.
ગુજરાતમાં આવેલા પર્વતોની યાદી તૈયાર કરીને કોઈ પણ એક પર્વત વિશે ચાર-પાંચ વાક્યો લખો.
ઉત્તર :
ગુજરાતમાં આવેલા પર્વતો : ગિરનાર, સાપુતારા, વિલ્સન, રાજપીપળાની ટેકરીઓ, તારંગા, આરાસુર, ઈડર, શેત્રુંજય, ચોટીલો, ભૂજિયો, કાળો, ધીણોધર, બરડો, ગીરની ટેકરીઓ, પાવાગઢ, રતનમહાલ, શિહોર વગેરે.

સાપુતારા : સાપુતારા સહ્યાદ્રિ પર્વતમાળામાં આવેલું છે, સાપુતારા ગિરિમથક છે. “સાપુતારા” શબ્દનો અર્થ “સાપનો નિવાસ થાય છે, સાપુતારાનાં જોવાલાયક સ્થળોમાં સનરાઇઝ પોઇન્ટ, સનસેટ પૉઇન્ટ, ઈકો પૉઇન્ટ, સાપુતારા સંગ્રહસ્થાન, વાઘબારી, મધમાખી ઉછેર કેન્દ્ર, ત્રિફળા વન વગેરે મુખ્ય છે.

Class 6 Gujarati Textbook Solutions Chapter 15 ગુજરાત મોરી મોરી રે

પ્રશ્ન 3.
પ્રાસયુક્ત જોડકણાં બનાવવાનો પ્રયત્ન કરો… કોઈ પણ બે જોડકણાં બનાવો.
ઉત્તર :
1. મીનીબહેન અમારા શાણાં,
ગાય મજાનાં ગાણાં !
જમવા બેસે ઘરનાં, ત્યારે
પીરસે સૌને ભાણાં !

2. સૂરજદાદા સોનાવરણા પાડું છું હું બૂમ,
દિવસ આખો દેખા દઈને થાઓ છો ક્યાં ગુમ ?

3. નીચેના શબ્દોના સમાનાર્થી શબ્દો લખો :

  1. ભોમ – ……………
  2. સમંદર – ……………
  3. આંખ – ……………
  4. હૈયું – ……………
  5. નીર – ……………

ઉત્તર :

  1. ભોમ – જમીન, ભૂમિ
  2. આંખ – નયન, ચક્ષુ
  3. સમંદર – સમુદ્ર
  4. હૈયું – હૃદય
  5. હેત – પ્રેમ, સ્નેહ
  6. નીર – પાણી, જળ

4. નીચેની કાવ્યપંક્તિઓ પૂર્ણ કરો :

પ્રશ્ન 1.
સાબરનાં મર્દાની. ……………………………..
……………………………………………… નવરાવતી.
ઉત્તર :
સાબરનાં મર્દાની સોણલાં સુણાવતી,
રેવાનાં અમૃતની મર્મર ધવરાવતી,
સમદરનાં મોતીની છોળે નવરાવતી.

Class 6 Gujarati Textbook Solutions Chapter 15 ગુજરાત મોરી મોરી રે

પ્રશ્ન 2.
નર્મદની ………………………………………….
……………………………………………… કેમ કરી ભૂલવી ?
ઉત્તર :
નર્મદની ગુજરાત દોહ્યલી રે જીવવી,
ગાંધીની ગુજરાત કપરી જીરવવી,
એક વાર ગાઈ કે કેમ કરી ભૂલવી ?

5. ગુજરાત વિશે આઠ-દસ વાક્યો લખો.

પ્રશ્ન 1.
ગુજરાત વિશે આઠ-દસ વાક્યો લખો.
ઉત્તર :
ગુજરાત ભારતની પશ્ચિમે આવેલું રાજ્ય છે. ગુજરાત રાજ્યનો વિસ્તાર લગભગ 2 લાખ ચોરસ કિમી છે. ગુજરાત એની સિદ્ધિઓ અને સમૃદ્ધિમાં, ઐતિહાસિક અને સાંસ્કૃતિક પરંપરાઓમાં, વૈવિધ્ય અને ભાતીગળપણામાં ભારતનું એક મહત્ત્વનું રાજ્ય છે. – ગુજરાતનો ઇતિહાસ ‘પ્રેમભક્તિ’ અને ‘પ્રેમશૌર્ય’ ઉભયથી કીર્તિવંત છે. અહીંના લોકોનું જીવન સંસ્કારી અને સમૃદ્ધ છે.

સિંધુ સંસ્કૃતિના સમયના લોથલ જેવાં સ્થળોનું પુરાતત્ત્વ સંશોધન સાક્ષી આપે છે કે તે કાળમાં પણ ગુજરાત સુવિકસિત હતું, બંદરો હતાં અને પરદેશો સાથે ગુજરાતના વ્યાપારી સંબંધો પણ હતા. પુરાણો અને મહાકાવ્યોમાં ગુજરાતના પ્રદેશને બિરદાવાયો છે. ગુજરાતમાં ઘણાં જોવાલાયક સ્થળો, ઐતિહાસિક સ્થળો, ધાર્મિક સ્થળો છે. ગુજરાતમાં સાપુતારા, પાવાગઢ, બરડો, ધીણોધર, કાળો, ભૂજિયો, ચોટીલો, શેત્રુંજય, ઈડર, આરાસુર, તારંગા વગેરે પર્વતો આવેલા છે. ગુજરાતમાં નર્મદા, તાપી, મહી, પૂર્ણા, સાબરમતી, બનાસ, સરસ્વતી, રૂપેણ જેવી અનેક નદીઓ આવેલી છે. ગુજરાત માટે માત્ર ‘ગાંધીજીની જન્મભૂમિ’ એટલી ઓળખાણ જ પૂરતી છે.

6. સૂચના પ્રમાણે કરો :

પ્રશ્ન 1.
શબ્દને અંતે ‘લે’ આવે તેવા શબ્દો કાવ્યમાંથી શોધીને લખો.
ઉત્તર :
શબ્દને અંતે ‘લે’ આવે તેવા શબ્દોઃ ટોડલે, ડગલે, અંબોડલે, જોડલે.

Class 6 Gujarati Textbook Solutions Chapter 15 ગુજરાત મોરી મોરી રે

પ્રશ્ન 2.
આવા બીજા શબ્દો મેળવો અને લખો.
ઉત્તર :
અંતે ‘લે’ આવે તેવા બીજા શબ્દોઃ ચાલે, મહાલે, હાલે, ગાલે.

પ્રશ્ન 3.
આ શબ્દોનો ઉપયોગ કરી પ્રાસયુક્ત એક-બે પંક્તિ બનાવો.
ઉત્તર :
પંચાસરની પીયૂષભાઈને સૂટ વિના ના ચાલે,
પરને પૈસે વરરાજા થઈ વટથી મિયાં મહાલે !

પ્રશ્ન 4.
તમે પંક્તિ કેવી રીતે બનાવી શક્યાં ? તમે બનાવેલી પંક્તિ વર્ગ સમક્ષ રજૂ કરો.
ઉત્તર :
પ્રથમ તો મને કવિતાઓ વાંચવી અને સાંભળવી ખૂબ ગમે છે, મારા પપ્પા અને મમ્મી મને કાવ્યસંમેલનો તથા ડાયરાઓમાં લઈ જાય છે, કવિઓ અને લેખકો સાથે મારો મેળાપ કરાવે છે. મને ગુજરાતના ઉમાશંકર જોશી, સુંદરમ્, ચંદ્રકાન્ત શેઠ વગેરે કવિઓનાં પુસ્તકો વાંચવા આપે છે. આ રીતે કવિતાઓ તરફ મારો શોખ કેળવાયો છે. મારા સંગીતના શિક્ષકે શબ્દની સૂઝ અને લય તરફ મારું સતત ધ્યાન દોર્યું છે, આજે હું જોડકણાં, કવિતાઓ લખતી થઈ છું. સ્વ-રચિત કવિતાઓનો મારો સંગ્રહ – “રેવતીનો કેકારવ’ ટૂંક સમયમાં જ પ્રગટ થશે ! આમ, કવિતાઓ પ્રત્યેના પ્રેમ અને લગનને પરિણામે “પંચાસરના પીયૂષભાઈ’ જેવી કવિતા-પંક્તિ હું લખી શકી.

7. નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો :
ટોડલો, મોજાં, ઊમટે, અમીમીટ, આંખ, ભોમ

પ્રશ્ન 1.
નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો :
ટોડલો, મોજાં, ઊમટે, અમીમીટ, આંખ, ભોમ
ઉત્તર :
શબ્દકોશાના ક્રમ અનુસાર શબ્દોની ગોઠવણી : અમીમીટ, આંખ, ઊમટે, ટોડલો, ભોમ, મોજાં.

Class 6 Gujarati Textbook Solutions Chapter 15 ગુજરાત મોરી મોરી રે

Std 6 Gujarati Textbook Solutions Chapter 15 ગુજરાત મોરી મોરી રે Additional Important Questions and Answers

ભાષાસજતા.

સમાનાર્થી શબ્દો આપો :

  • મોંધી – કીમતી
  • ડુંગર – પહાડ
  • અમી – અમૃત
  • તીર – કાંઠો, તટ, કિનારો
  • કપરું – મુશ્કેલ

વિરુદ્ધાર્થી શબ્દો આપોઃ

  • મોંધું × સસ્તું
  • અમૃત × ઝેર, વિષ
  • ભીનું × સૂકું
  • સુખ × દુ:ખ

Class 6 Gujarati Textbook Solutions Chapter 15 ગુજરાત મોરી મોરી રે

નીચેના શબ્દોની જોડણી સુધારીને લખો:

  • જાન્ઝરિ – ઝાઝેરી
  • અમરુત – અમૃત
  • પનીહારી – પનિહારી
  • દોહલિ – દોહ્યલી

નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીને લખો:

પ્રશ્ન 1.
કોયલ, અમૃત, ગુજરાત, અમીમીટ, ગિરનાર, ઝાઝેરી
ઉત્તર :
અમીમીટ, અમૃત, કોયલ, ગિરનાર, ગુજરાત, ઝાઝેરી

પ્રશ્ન 2.
ભોમ, મોંઘેરી, નમણી, પનિહારી, ડુંગર, ટોડલો
ઉત્તર :
ટોડલો, ડુંગર, નમણી, પનિહારી, ભોમ, મોંઘેરી

પ્રશ્ન 3.
સારસ, સોણલું, સુખ, હેત, હીર, હૈયું
ઉત્તરઃ
સારસ, સુખ, સોણલું, હીર, હેત, હૈયું

પરીક્ષાલક્ષી વિશેષ પ્રશ્નોત્તર

નીચે આપેલ કાવ્યપંક્તિઓ પૂર્ણ કરો :

પ્રશ્ન 1.
ગિરનારી ટૂકો ……
……. ભર દેતી હૈયાં.
ઉત્તર :
ગિરનારી ટૂકો ને ગઢ રે ઈડરિયા,
પાવાને ટોડલે મા’કાળી મૈયા, ડગલે ને ડુંગરે ભર દેતી હૈયાં.

Class 6 Gujarati Textbook Solutions Chapter 15 ગુજરાત મોરી મોરી રે

નીચેની કાવ્યપંક્તિનો અર્થ સમજાવો :

પ્રશ્ન 1.
નર્મદની ગુજરાત દોહ્યલી રે જીવવી,
ગાંધીની ગુજરાત કપરી જીરવવી.
ઉત્તર :
અર્થ: આ પંક્તિઓ દ્વારા કવિ જણાવે છે કે નર્મદના સમયમાં ગુજરાતની સામાજિક સ્થિતિ ઘણી પછાત હતી. એ સમયના સમાજમાં ઘણા બધા કુરિવાજો અને અંધશ્રદ્ધાઓ જેવા દૂષણો પ્રવર્તતા હતા. આથી એ વખતનું ગુજરાતનું જીવન દોહ્યલું મુશ્કેલ હતું. તેમાં એમણે જે પુરુષાર્થ કર્યો તે ઘણો મોંઘો હતો. તો વળી, મહાત્મા ગાંધીના સમયમાં સ્વતંત્રતા માટે પરદેશી સરકાર સામે જે મોરચા મંડાયા, તેથી પ્રજાના જીવનમાં જે સંઘર્ષવાળું વાતાવરણ જળ્યું તે ખૂબ કઠિન હતું. આથી તે સમયનું ગુજરાતનું જીવન જીવવું ઘણું કપરું હતું.

કૌંસમાં આપેલા વિકલ્પોમાંથી કાવ્યના આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરી નીચેની ખાલી જગ્યા પૂરો:

પ્રશ્ન 1.

  1. સાબરમતી અને ……………. એ ગુજરાતની નદીઓ છે. (રેવા, જમુના)
  2. ગિરનાર પર્વત …………… જિલ્લામાં આવેલો છે. (કચ્છ, વડોદરા, જૂનાગઢ)
  3. મહાકાળી માતા …………… ડુંગર પર બિરાજમાન છે. (ગિરનાર, પાવાગઢ, ઈડર)
  4. કોયલ અને ……………. નો અવાજ મીઠો હોય છે. (કાગડા, મોર, કાબર)
  5. …………. પક્ષીની જોડી કદાપિ વિખૂટી પડતી નથી. (સારસ, બતક, કબૂતર)

ઉત્તર :

  1. રેવા
  2. જૂનાગઢ
  3. પાવાગઢ
  4. મીર
  5. સારસ

Class 6 Gujarati Textbook Solutions Chapter 15 ગુજરાત મોરી મોરી રે

નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરીને લખો :

પ્રશ્ન 1.
‘ગુજરાત મોરી મોરી રે’ કાવ્યમાં કઈ બે નદીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?
A. સાબરમતી અને રેવા
B. બનાસ અને રૂપેણ
C. ગંગા અને જમના
D. ભાદર અને મચ
ઉત્તરઃ
A. સાબરમતી અને રેવા

પ્રશ્ન 2.
રેવા નદીને બીજું કયા નામથી ઓળખવામાં આવે છે?
A. ગંગા
B. જમના
C. બનાસ
D. નર્મદા
ઉત્તરઃ
D. નર્મદા

પ્રશ્ન 3.
પાવાગઢમાં કયાં માતાજીનું મંદિર છે, ……….
A. અંબામાનું કે
B. હુરમાનું
C. કાલિકામાનું
D. ખોડિયારમાનું
ઉત્તરઃ
C. કાલિકામાનું

પ્રશ્ન 4.
‘ગુજરાત મોરી મોરી રે’ કાવ્યમાં કયા બે પ્રદેશોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે?
A. સાબરકાંઠા અને બનાસકાંઠા
B. ચરોતર અને ચોરવાડ
C. સોરઠ અને કાઠિયાવાડ
D. ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાત
ઉત્તરઃ
B. ચરોતર અને ચોરવાડ

Class 6 Gujarati Textbook Solutions Chapter 15 ગુજરાત મોરી મોરી રે

પ્રશ્ન 5.
‘ગુજરાત મોરી મોરી રે’ કાવ્યમાં કયાં બે પક્ષીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ?
A. કોયલ અને મોર
B. કાગડો અને કબૂતર
C. ચકલી અને પોપટ
D. સમડી અને ધુવડ
ઉત્તરઃ
A. કોયલ અને મોર

પ્રશ્ન 6.
પાણી ભરનારી સ્ત્રીને ક્યા નામે ઓળખવામાં આવે છે?
A. પનિહારી
B. મંજરી
C. કેજરી
D. મણિયારી
ઉત્તરઃ
A. પનિહારી

પ્રશ્ન 7.
નર્મદના સમયે ગુજરાતની સ્થિતિ કેવી હતી ?
A. સારી
B. પછાત
C. ઉચ્ચ
D. ઠીક-ઠીક
ઉત્તરઃ
B. પછાત

ગુજરાત મોરી મોરી રે Summary in Gujarati

ગુજરાત મોરી મોરી રે કાવ્ય-પરિચય :

Class 6 Gujarati Textbook Solutions Chapter 15 ગુજરાત મોરી મોરી રે

નર્મદ ‘જય જય ગરવી ગુજરાત’નો નારો ખાય, તો આપણા મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોશીને અન્ય પ્રદેશો કરતાં આપ ગુજરાત કેવી રીતે વિશેષ છે, મોધું છે તે સમજાવ્યું. અહીં કવિનો ગુજરાત પ્રત્યેનો પ્રેમ, ભાવ અને લાગણી પ્રત્યેક પંક્તિએ છતાં થાય છે. ગુજરાતની વિશિષ્ટ ભૂખ્ખા અને તેના ભવ્ય ઈતિહાસના ઉલ્લેખોથી કવિએ ગુજરાતીઓમાં ગુજરાત માટે પ્રેમભાવ જાગ્રત કર્યો છે. ‘ગુજરાત મોરી મોરી રે’ એ કાવ્ય ગુજરાતનું જાણે મહિમાગાન બન્યું છે. ગુજરાતવિષયક કાવ્યોમાં ઉમાશંકરનું આ કાવ્ય મહત્ત્વનું અને ભાવસભર છે.

Class 6 Gujarati Textbook Solutions Chapter 15 ગુજરાત મોરી મોરી રે

કાવ્યની સરળ સમજૂતી

(મારો જન્મ સન્નસીબે ગુજરાતમાં થયો એટલે મને) મળતાં મળી – ગઈ ખૂબ જ મોંધી, અમૂલ્ય આ ગુજરાત, ગુજરાત ભારતનાં અન્ય રાજય કરતાં સૌથી આગળ, સૌથી મોખરાનું છે. ભારતની કુલ જમીનમાં ખાસ્સો એવો હિસ્સો ગુજરાતનો છે. ગુજરાતનું પ્રદાન સાંસ્કૃતિક, આર્થિક એમ દરેક રીતે મહત્ત્વનું છે.)

અમે એવી જગ્યાએ ઊછર્યા છીએ, જયાં સાબરમતીએ મર્દાનગીભરી વાતો એમને સંભળાવી છે, રેવાએ નિર્મદા નદી) (પાણીરૂપી) અમૃતથી અમારું સિંચન કર્યું છે અને સમુદ્ર મોતીરૂપી મોજાંની છાલકોથી અમને નવડાવ્યા છે. પ્રેમ આપ્યો છે.) એવું આ ગુજરાત સૌથી આગળ, મોખરાનું છે.

ગિરનારનાં ઊંચાં શિખરો, ઈડરિયો ગઢ અને જયાં મહાકાળી માતા બિરાજમાન છે તે પાવાગઢ જેવા ડગલે ને પગલે આવતા ડુંગરોથી આપણું થયું આનંદથી ભરાઈ જાય છે, મારી આંખની સામે ચરોતર, ચોરવાડનો સુંદર પ્રદેશ ઊભરી આવે છે, જેને હૈયાનાં નીરથી સિંચ્યો છે. એટલે જ આ પ્રદેશો આટલા ફળદ્રુપ છે.)

કોયલ, મોર જેવાં પક્ષીઓ જયાં મધુર ટહુકા કરે છે, નમણીનાજુક પનિહારીઓ જયાં પાણી ભરે છે, સારસ (કદાપિ વિખૂટી ન પડે તેવી જોડી) પક્ષીની જેમ સુખી સ્ત્રી-પુરુષો રહે છે, એવો ગુજરાતનો આ પ્રદેશ છે. નર્મદની ગુજરાત સામાજિક રીતે પછાત હોવાથી જીવવી અઘરી હતી, જયારે ગાંધીજીના સમયમાં અંગ્રેજોનું રાજય હતું, તેથી એ ગુલામી જીરવવી કપરી હતી. પરંતુ આજે તે પરિસ્થિતિ નાબૂદ થયેલી છે તેથી એની સુગંધ, એનાં ગીતો ભૂલવાં અથરાં છે, ગુજરાત પ્રત્યે એટલો બધો પ્રેમ છે કે અહીં પડતી મુક્લીઅો પણ સ્વીકાર્ય છે.) આવું આ ગુજરાત સૌથી આગળ છે.

Class 6 Gujarati Textbook Solutions Chapter 15 ગુજરાત મોરી મોરી રે

ગુજરાત મોરી મોરી રે શબ્દાર્થ :

  • મોરી – મારી, (અહી) આગલી હરોળની મોખરાની
  • ભોમ – ભૂમિ
  • સાબર – અમદાવાદ પાસેની નદી સાબરમતી)
  • ઝાઝેરી – પુષ્કળ
  • મર્દાની – મરદાનગીથી ભરેલાં
  • સોણલું – સ્વપ્ન
  • સુણાવતી – સંભળાવતી
  • રેવા – નર્મદા નદી
  • મર્મર – ધીમો અવાજ
  • સમદર – સમુદ્ર
  • છોળે – (દરિયાનાં મોજાંની છાલકોથી
  • ટૂંકો – પર્વતનાં અનેક સળંગ શિખરો
  • ગઢ – કિલ્લો, પર્વત પરનો કોટ
  • ટોડલો – ટોલ્લો
  • અમીમીટ – મીઠી નજર
  • ઊમટે – એકસામય જથ્થામાં આગળ ધસે
  • ચરોતર – મહી અને સાબર એ બે નદીઓ વચ્ચેનો ગુજરાતનો પ્રદેશ
  • ઊભરે – ઊભરાય, છલકાય
  • પનિહારી – પાણી ભરનારી (સ્ત્રી)
  • નીરતીર – જલકિનારો
  • સારસ – એક પશ્રીનું નામ
  • દોહ્યલી – મુકેલ, અઘરી, દુર્લભ
  • કપરી – મુશ્કેલ, અધરી

Leave a Comment

Your email address will not be published.